________________
૩૦
વંદનીય હૃદયસ્પર્શ વાતચીત કરતાં કલાક ક્યાં વીતી જાય તેની ખબર પડતી નહિ. વિજયાબહેન વ્યવહારકુશળ અને દૃષ્ટિસંપન્ન હતાં. પરમાનંદભાઈના જીવન-વિકાસમાં વિજયાબહેનનો ફાળો ઘણો મોટો હતો.
પરમાનંદભાઈ એટલે બહુમુખી વ્યક્તિત્વ. પરમાનંદભાઈ એટલે સત્યના અને સૌંદર્યના પૂજારી. પરમાનંદભાઈ એટલે પ્રસન્નતા, વિચારશીલતા, ગુણગ્રાહકતા, સ્વસ્થતા, કલારસિકતા, સંનિષ્ઠા, ઉદારતા, મતાંતરક્ષમા, નિર્દભતા, નિર્ભીકતા, વત્સલતા વગેરેથી ધબકતું જીવન. એમનું વ્યક્તિત્વ એવું ચેતનવંતું હતું, કે હજીયે એમની સાથેના કેટકેટલા પ્રસંગો જીવંત બનીને નજર સામે તરવરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org