________________
૨૯
પરમાનંદભાઈ કાપડિયા પડે નહિ. એટલે એમની સાથે આપણી વાત ઝાઝી ચાલી ન શકે.” થોડી વાર પછી જમવાનું પત્યું એટલે અમે તરત ત્યાંથી વિદાય થઈ ગયા.
કોઈ પણ કાર્યક્રમનું આયોજન સારામાં સારું કઈ રીતે કરવું તેની મૌલિક સૂઝ પરમાનંદભાઈમાં હતી. જુદા જુદા ક્ષેત્રની પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સામેથી મળવા જઈને તેમની સાથે વિચારવિનિમય કરવાની ઉત્સુકતા તેમની રહેતી. તેવી રીતે વિભિન્ન સંસ્થાઓ તરફથી વખતોવખત યોજાતા જાહેર કાર્યક્રમોમાં હાજર રહીને તેના આયોજન અને રજૂઆતમાંથી પણ કશુંક નવું ગ્રહણ કરવાની વૃત્તિ પણ તેમને હંમેશાં રહેતી.
પરમાનંદભાઈના અનેક મિત્રો અનેક સાથીઓ હતા. અને ક્યાંક જવું હોય ત્યારે અથવા પોતાના ઘરે કોઈ વિશિષ્ટ મહેમાન પધારવાના હોય ત્યારે મિત્રો અને સંબંધીઓને તેઓ આગ્રહપૂર્વક બોલાવતા. સારી વસ્તુનો આનંદ પોતે એકલા ન માણતાં, બીજાં ઘણાંને તેમાં સહભાગી બનાવવા તેઓ હંમેશાં તત્પર રહેતા.
પરમાનંદભાઈને પ્રવાસનો શોખ ઘણો હતો. યુવક સંઘ તરફથી વખતોવખત એકાદ નાનો-મોટો પ્રવાસ એમણે જરૂર ગોઠવ્યો હોય. પોતાના વિશાળ સંપર્કના કારણે પ્રવાસનું આયોજન પણ તેઓ સરસ, સગવડભર્યું, સભ્યને પોષાય તેવું કરતા. ચીંચવડ હોય કે કાશમીર, માથેરાન હોય કે કચ્છ, લોનાવલા હોય કે વજેશ્વરી, પરમાનંદભાઈ સાથે પ્રવાસ કરવાની જુદી જ મજા આવે. એમના સરળ, નિખાલસ, નિર્દભ વ્યક્તિત્વનો અનેરો પરિચય થાય. નાનાં-મોટાં સૌની સાથે હળીમળીને તેઓ નિરાંતે વાતો કરે. પ્રવાસમાં પણ પ્રાસંગિક પ્રવચનો ઇત્યાદિ ગોઠવીને, ભરચક કાર્યક્રમો યોજીને પ્રવાસને તેઓ મધુર, સંસ્મરણીય બનાવતા. પછીના દિવસોમાં મોંઘવારીના કારણે પ્રવાસના કાર્યક્રમ જલદી ગોઠવાતા નહિ, તેનો રંજ યુવક સંઘની સમિતિમાં તેઓ વ્યક્ત કરતા.
પરમાનંદભાઈની સાથે એમનાં પત્ની વિજયાબહેનનું અચૂક સ્મરણ થાય. પરમાનંદભાઈના જાહેર જીવનને કારણે ઘરે મહેમાનોનો ધસારો નિરંતર ચાલ્યા કરતો હોય. એ બધાંની આગતાસ્વાગતા કરવામાં વિજયાબહેન હંમેશાં તત્પર રહેતાં. તેઓ સુશિક્ષિત હતાં અને બધા જ વિષયોમાં રસ લેતાં. ક્યારેક એમના ઘરે ગયા હોઈએ અને પરમાનંદભાઈ ન મળે તો વિજયાબહેનની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org