________________
ર૮
વંદનીય હૃદયસ્પર્શ તુલસીશ્યામની શિબિરમાં મને પણ સાથે લેતા ગયા હતા. આવ્યા પછી એ શિબિરના પ્રતિભાવરૂપે “પ્રબુદ્ધ જીવનમાં એક લેખ મેં લખેલો. એમાં રજનીશજીના વિચારોમાં રહેલી કેટલીક અસંગતિનો મેં નિર્દેશ કરેલો તે પરમાનંદભાઈને ગમેલું નહિ. પરંતુ ત્યાર પછી થોડા સમયમાં રજનીશે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં “પ્રેમ” (સંભોગ-સમાધિ) વિશે વ્યાખ્યાન આપીને પરમાનંદભાઈ સહિત બધાંને ચોંકાવી નાખેલાં. ત્યારથી પરમાનંદભાઈએ પર્યુષણ વ્યાખ્યાનમાળામાં રજનીશનાં વ્યાખ્યાનો ઉપર પડદો પાડી દીધેલો. પરમાનંદભાઈમાં નિખાલસતાની સાથે નીડરતા પણ હતી. એમણે તરત જ “પ્રબુદ્ધ જીવનમાં રજનીશ વિશે લેખ લખીને પોતાના ભ્રમ-નિરસનની વાત કરી હતી.
પરમાનંદભાઈના મુંબઈના જાહેર જીવનથી અનેક લોકો સુપરિચિત હતા. તેઓ જ્યાં જાય ત્યાં ઘણા બધા પરિચિત લોકો સાથે એમની વાતચીત ચાલતી. એક દિવસ પરમાનંદભાઈનો ફોન આવ્યો. કહ્યું, “એક આર્યસમાજી ભાઈએ પોતાના કોઈ સામાજિક પ્રસંગે આવવા માટે મને બહુ જ આગ્રહ કર્યો છે. જવાની મારી ઇચ્છા નથી, કારણ કે એમના વર્તુળના કે એમની જ્ઞાતિના લોકોમાંથી ખાસ કોઈને હું ઓળખતો નથી, પરંતુ આગ્રહ એટલો બધો છે કે ગયા વગર છૂટકો નથી. મારી ઈચ્છા છે કે તમે સાથે ચાલો.”
અમે બંને ગયા. પરિચિત યજમાને અમને સારો આવકાર આપ્યો. પરંતુ એમણે પોતાની જ્ઞાતિના જે જે આગેવાનો સાથે પરમાનંદભાઈનો પરિચય કરાવ્યો તે કોઈ પરમાનંદભાઈને નામથી પણ ઓળખતા નહોતા. એમની સાથે વાતનો દોર પરમાનંદભાઈ ચાલુ રાખે, પરંતુ પેલી અજાણી વ્યક્તિઓને કોઈ વાતમાં રસ પડે નહિ અને કોઈ વિષયની તેઓને જાણકારી પણ નહિ, એટલે વાત ઘડીકમાં અટકી પડે. આથી યજમાનને પણ ક્ષોભ થતો, પરંતુ પરમાનંદભાઈએ કહ્યું, “ભાઈ, તમે અમારી ચિંતા કરશો નહિ. અમે અમારી મેળે બધી જ વ્યવસ્થા કરી લઈશું.” પછી હું અને પરમાનંદભાઈ એક બાજુ બેસીને અમારી વાતોએ વળગ્યા. પરમાનંદભાઈએ કહ્યું, “હું તમને મારી સાથે એટલા માટે જ લાવ્યો, કારણ કે આપણું કોઈ પરિચિત વર્તુળ નથી. અહીં આવનારાં બધા માણસો અને એમની જ્ઞાતિના આગેવાનો નોકરિયાત વર્ગના અને સામાન્ય કક્ષાના લાગે છે. આપણા કોઈ વિષયમાં એમને રસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org