________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ વગેરે સર્વ લોકસ્થિતિ કરાઈ છે લોકમાં જે પ્રકારે વ્યવહાર પ્રવર્તે છે તે પ્રમાણે તેનું વર્ણન કરાયું છે. II૭૮II શ્લોક :
सा च दुष्टा न विज्ञेया, यतोऽपेक्ष्य गुणान्तरम् ।
उपमाद्वारतः सर्वा, बोधार्थं सा निवेदिता ।।७९।। શ્લોકાર્ય :
અને તેનુંઅંતરંગ લોકોની લોકસ્થિતિ કરાઈ તે, દુષ્ટ ન જાણવી, જે કારણથી ગુણાન્તરની અપેક્ષા કરીને ઉપમાથી સર્વ તે અંતરંગ લોકસ્થિતિ, બોધને માટે નિવેદન કરાઈ છે. ll૭૯II
યત =જે કારણથી, શ્લોક :
प्रत्यक्षानुभवात्सिद्धं, युक्तितो यन्न दुष्यति ।
सत्कल्पितोपमानं तत्सिद्धान्तेऽप्युपलभ्यते ।।८।। શ્લોકાર્ધ :- પ્રત્યક્ષથી (તથા) અનુભવથી સિદ્ધ એવું “સ” છે એ પ્રકારની કલ્પિત ઉપમાનવાળું જે યુક્તિથી દૂષિત થતું નથી, તે સિદ્ધાંતમાં પણ પ્રાપ્ત થાય છે. llcoll
તથાદિ યથાવ=તે આ પ્રમાણે – જેમ આવશ્યકમાં, શ્લોક :
साक्षेपं मुद्गशैलस्य, पुष्कलावर्त्तकस्य च ।
स्पर्धा साश्च कोपाद्या, नागदत्तकथानके ।।८१।। શ્લોકાર્ચ -
આક્ષેપ સહિત મગશેલીયા પથ્થરની અને પુખરાવર્તમેઘની સ્પર્ધા અને નાગદતના કથાનકમાં કોપ આદિ સર્પો ઉપમાનથી કહેવાયા છે. I૮૧TI તથા=અને,
બ્લોક :
पिण्डैषणायां मत्स्येन, कथितं निजचेष्टितम् । उत्तराध्ययनेष्वेवं, संदिष्टं शुष्कपत्रकैः ।।८२।।