________________
૧૨૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
પાર પામવાના ઉપાય પ્રત્યે બદ્ધ રાગ હોવાથી તે સેવવાનો આગ્રહ હોવાને કારણે, નિપ્રયોજન વિકલ્પ કલ્યાણની પ્રાપ્તિનું કારણ ન હોય તેવો વિચાર, ચિત્તમાં વર્તતો નથી. =હવે, કદાચિત્ અભાવિત અવસ્થામાં તત્વને જાણનાર પણ તત્વથી ભાવિત ન હોય તેવી અવસ્થામાં, વર્તે-મોહતાશનું પ્રયોજન ન હોય તેવો વિકલ્પ વર્તે, તોપણ તેઓ નિતિમિત બોલતા નથી=ચિત્તમાં ઊઠેલા તિwયોજન વિકલ્પને અનુરૂપ એવું લિર્નિમિત્ત બોલતા નથી. હવે કદાચિત્ અતત્વજ્ઞ જનતા અત્તર્ગતપણાને કારણે=કોઈક એવા નિમિત્તે અતત્વજ્ઞ જીવો સાથે બેસવાનો પ્રસંગ હોવાને કારણે, બોલે=સહસા ક્યારેક એ પ્રકારે બોલે, તોપણ નિર્દેતુક ચેષ્ટા કરતા નથીeતત્વને જાણનારાઓ મોહધારાની વૃદ્ધિ કરે તેવી કોઈ કાયિક ચેષ્ટા કરતા નથી, અને જો વળી, તેઓ તત્ત્વને જાણનારાઓ, નિષ્કારણ ચેષ્ટા કરે તો અતત્વજ્ઞજનતા સમુદાયથી અવિશિષ્ટપણું હોવાને કારણે=અતત્વજ્ઞ જતોની જેમ નિરર્થક મન, વચન, કાયાની પ્રવૃત્તિ હોવાથી અતત્વજ્ઞજનતા સમાનપણું હોવાના કારણે, તત્વનું જાણવાપણું નાશ પામ=પૂર્વમાં યત્નથી પ્રગટ કરાયેલા તત્વને જાણવાપણાનો નાશ થવાનો પ્રારંભ થાય. તે કારણથીeતત્વના જાણનારાઓને કલ્યાણનો અભિનિવેશ હોવાને કારણે મન, વચન, કાયાની તિwયોજન પ્રવૃત્તિ કરતા નથી તે કારણથી, તત્ત્વવેદીઓમાં પોતાનો અનભવ કરવાના અભિલાષવાળા પુરુષ વડે સર્વકાલ સર્વથી=સર્વપ્રકારથી, સ્વવિકલ્પ, જલ્પ અને આચરણાઓનું=પોતાના મનના વિકલ્પો, વચનના જલ્પો અને કાયાની આચરણાઓનું, સાર્થકપણું યત્વથી પરિચિતન કરવું જોઈએ= વિચારવું જોઈએ, અને તેના જાણનારાઓની આગળ કીર્તન કરવું જોઈએ=દિવસ દરમ્યાન પોતે મન, વચન, કાયાની જે કોઈ પ્રવૃત્તિ કરી છે તે સર્વ તેઓને કહેવી જોઈએ જે કારણથી, તેઓ=જે તત્વવેદીઓને સન્મુખ તમે તમારા વિકલ્પ, જલ્પ, આચરણાઓને પ્રગટ કરેલ છે તેઓ, નિરર્થક પણ=મોક્ષપ્રાપ્તિને અનુકૂળ ન હોય તેવા પણ, પોતાના વિકલ્પ, જલ્પ અને વ્યાપારોમાં સાર્થકપણાની બુદ્ધિ=મોક્ષપ્રાપ્તિને અનુકૂળ પ્રવૃત્તિ કરું છું એ પ્રકારની સાર્થકપણાની બુદ્ધિને, કરતા એવા તેને પોતાની પાસે પ્રગટ કરનાર યોગ્ય જીવને, અનુકંપાથી તે યોગ્ય જીવની હિતચિંતાથી, વારણ કરે. આથી સ્વપ્રવૃત્તિના સાર્થકપણાને આવેદન કરતા આ ઉપમિતિભવપ્રપચકથાને કહેવાની ઈચ્છાવાળા એવા મારા વડે પણ=ગ્રંથકારશ્રી વડે પણ, કથાનક દૃષ્યત દ્વારા નિવેદન કરાયું છે. તે આ ગ્રંથકારશ્રીએ તત્ર દ તાવ'થી માંડીને અત્યાર સુધી કહ્યું છે, જો અવધારણ કરાયું છે તો તે ભવ્યજીવો, મારા અનુરોધથી વિક્ષેપાતરનો ત્યાગ કરીને આતા=પૂર્વમાં વર્ણન કરાયેલી કથાતા, દાર્શનિક અર્થને સાંભળો (જેના દ્વારા ગ્રંથકારની સ્વપ્રવૃત્તિના સાર્થકત્વનો બોધ થવાથી યોગ્ય જીવ પણ પોતાની સાર્થક પ્રવૃત્તિનો યથાર્થ નિર્ણય કરી શકે માટે ગ્રંથકારશ્રી તેને સાંભળવા માટે યોગ્ય જીવોને અનુરોધ કરે છે.) ભાવાર્થ :
સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણનારા અને સર્વકર્મ રહિત એવી મુક્ત અવસ્થાના વાસ્તવિક સ્વરૂપને જાણનારા અને તેની પ્રાપ્તિનો એક ઉપાય જિનવચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ છે તેનો સ્પષ્ટબોધ જેઓને છે