________________
૩૦૮
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
કહું? હું કોઈ રીતે આ કદન્ન છોડવા સમર્થ નથી. તે પ્રમાણે આ પણ જીવ ચારિત્રમોહનીયકર્મથી વિદ્વલીભૂત બુદ્ધિવાળો આ પ્રમાણે ચિંતવન કરે છે ગુણવાન ગુરુ ભોગનો ત્યાગ કરીને સર્વથા અસંગભાવને અનુકૂળ યત્ન કરાવવા અર્થે ચારિત્રગ્રહણ કરાવવા માટે આગ્રહ કરે છે ત્યારે પોતાના ચિત્તમાં ભોગ પ્રત્યેના પ્રતિબંધરૂપ ચારિત્રમોહનીયકર્મથી ત્યાગના કથનને સાંભળીને વિક્વલીભૂત થયેલી બુદ્ધિવાળો અર્થાત્ હું ત્યાગ કરી શકીશ નહીં તેવી બુદ્ધિવાળો આ જીવ આ પ્રમાણે વિચારે છે– અરે ! જે આ પ્રકારે મોટા વિસ્તારથી ફરી ફરી આ ભગવાન મને ધર્મદેશના કરે છે, તે ખરેખર મારા આ ધન, વિષય, કલત્રાદિનો મને આ ધર્મગુરુઓ ત્યાગ કરાવે છે અર્થાત્ ત્યાગ કરાવવા યત્ન કરે છે. હું ત્યાગ કરવા માટે સમર્થ નથી. તે કારણથી આમને ધર્મગુરુઓને, સદ્ભાવને કહું મારા ચિત્તની પરિણતિને હું કહું, જેથી નિષ્કારણ સ્વગળાના તાલુકા શોષને આ ભગવાન ફરી ફરી કરે નહીં. તેથી આ પ્રમાણે તે જીવ વિચારે છે તેથી, તે જીવ તે પ્રકારે જ=જે પ્રકારે પોતાનો અભિપ્રાય થયેલો એ પ્રકારે જ, સ્વ-અભિપ્રાય ગુરુને કહે છે. તેથી જે પ્રમાણે તે રસવતી વડે વિચારાયું – મારા વડે આ જીવ સ્વભોજનના ત્યાગને કરાવાયો નથી. પરંતુ આ ભેષજત્રયને તું સેવ એ પ્રમાણે કહેવાતો કેમ આ પ્રમાણે બોલે છે? અર્થાત્ હું આ મારા કદઘને છોડી શકું તેમ નથી એ પ્રમાણે કેમ બોલે છે ? ગુરુ વિચારે છે – અરે ! સ્વ-અભિપ્રાયથી વિડમ્બિત એવો આ જીવ જાણે છે. મારા અન્નના ત્યાજનના નિમિત્તે આ સમસ્ત વાગૂઆડંબર છે-ગુરુનો આ સર્વ વચનપ્રયોગ છે એ પ્રમાણે આ જીવ જાણે છે, તેથી હસીને તેમના વડે કહેવાયું ગુરુ વડે કહેવાયું. હે ભદ્ર ! તું નિરાકુલ થા, હમણાં તને અમે કંઈ ત્યાગ કરાવતા નથી. આવું ત્યજન=કદવનો ત્યાગ, તને જ હિત કરનાર છે, એથી કરીને અમે કહીએ છીએ. જો તને રુચતું નથી તો આ અર્થમાં કદાતા ત્યાગના વિષયમાં, હવે પછી મૌન રહીશું.
ગુરુએ જ્યારે તેને વિરતિનાં આવારક કર્મોનો નાશ થાય તેના અર્થે વારંવાર વિરતિનો સૂક્ષ્મબોધ થાય એ રીતે વિરતિનો બોધ કરાવવા અર્થે ઉપદેશ આપ્યો છતાં તે જીવને ભય લાગ્યો કે આ મહાત્મા મને ભોગવિલાસનો ત્યાગ કરાવવા અર્થે વિરતિનું સર્વ વર્ણન કરે છે. એથી જ્યારે તે ગુરુને કહે છે કે હું કોઈ રીતે આ કદન્ન છોડી શકું તેમ નથી. તેથી જણાય છે કે ભોગવિલાસ રૂપ આ કદન્ન છે, આત્માની વિકૃતિને કરનાર છે તેવો સ્પષ્ટ બોધ હોવા છતાં આ જીવ ભોગત્યાગ કરવા સમર્થ નથી તેથી ભય પામીને ગુરુને કહે છે કે આ કદન્નનો ત્યાગ કરવો મારા માટે શક્ય નથી. તેથી ગુરુ કહે છે કે તું નિરાકુલ થા. હમણાં અમે તને કંઈ ત્યાગ કરાવવા ઇચ્છતા નથી. ફક્ત આ કદન્ન ત્યાગ કરવું એ તારા માટે પથ્ય છે તેથી તારું ભાવઆરોગ્ય થાય એ બતાવવા અર્થે અમે ચારિત્રનું વારંવાર વર્ણન કરીએ છીએ, છતાં તે વર્ણન જો તને રુચતું ન હોય તો હવે પછી તે વિષયમાં અમે મૌન લઈશું જેથી ત્યાગના ભયથી તું વિહ્વળ ન થા.
જે વળી. તેના અનંતર જ તારી આગળ અમારા વડે મહારાજાના ગણતં વર્ણન આદિ કરાયં-ચ સ્વરૂપ બતાવ્યા પછી તારી આગળ પરમાત્મા કેવા નિષ્કલ અવસ્થાવાળા છે કેવા જગતના જીવો માટે ઉપકારક છે ઈત્યાદિ ગુણોનું વર્ણન કરાયું અને કર્તવ્યપણાથી તને કંઈક કહેવાયું આ ભગવાનના