________________
૩૨૯
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ વિપાકને જાણવા છતાં પણ હું સદા આરંભ-પરિગ્રહને છોડવા માટે સમર્થ થતો નથી. તેથી હું તમારા દ્વારા ઉપેક્ષણીય નથી અર્થાત્ તમારી પ્રેરણાથી જ મારો દોષ કંઈક અલ્પ થશે.
યત્નથી અસત્ પ્રવૃત્તિને કરતો હું નિવારણ કરવા યોગ્ય છું, કદાચિત્ તમારા જ માહાભ્યથી થોડી થોડી દોષની વિરતિને કરતા મને પરિણતિવિશેષથી સર્વદોષના ત્યાગમાં પણ શક્તિ પ્રાપ્ત થશે એ પ્રમાણે પ્રસ્તુત જીવ સદ્ગુરુને કહે છે. તેથી સમ્યજ્ઞાન, દર્શન, દેશવિરતિવાળા આ જીવને સર્વવિરતિની ઉત્કટ ઇચ્છા છે. પરંતુ અતાદિના સંસ્કારો અને તે સંસ્કારોના ઉધ્ધોધક મોહનાં આપાદક એવાં કર્મો બલવાન શક્તિવાળાં છે, તેથી ઉપદેશના આલંબનથી જ તિવર્તન પામી શકે તેમ છે, સ્વયં સ્વબળથી તે પ્રકારના ભાવોને કરવા માટે તે જીવ સમર્થ નથી; છતાં સતત ઉપદેશના બળથી કંઈક ચારિત્રમોહનીય કર્મના ક્ષયથી તે પ્રકારે ગુણસંપત્તિને પ્રગટ કરી શકે તેવો છે એમ સૂચિત થાય છે.
તેથી=પ્રસ્તુત જીવે ગુરુને પોતાનું હૈયું નિવેદન કર્યું તેથી, ગુરુ તેના વચનને સ્વીકારે છે અર્થાત્ હવે પછી અમે તને સતત અસત્ પ્રવૃત્તિ નિવારણ કરવા માટે પ્રયત્ન કરીશું એ પ્રમાણે સ્વીકારે છે.
કોઈક અવસરમાં પ્રમાદ કરતા તેને પ્રેરણા કરે છે=ધર્મઅનુષ્ઠાન કરતી વખતે પણ પ્રમાદવશ તે દઢપ્રણિધાનપૂર્વક ક્રિયાઓ કરતો ન હોય ત્યારે તે પ્રકારે અપ્રમાદથી કરવાની પ્રેરણા કરે છે. તેમના વચનના કરણથી ગુરુની પ્રેરણાના વચનના કરણથી, પૂર્વમાં પ્રવૃત્ત પીડાનો ઉપશમ થાય છેeગુરુના વચનની પ્રેરણાથી ઉપયોગપૂર્વક સદ્અનુષ્ઠાન કરવાને કારણે વીતરાગના વચનથી ભાવિત થયેલું ચિત્ત થવાથી કષાયો અલ્પ-અલ્પતર થાય છે. તેથી પૂર્વમાં કષાયોને વશ નિમિતોને પામીને જે પીડા થતી હતી તે પીડાનો ઉપશમ થાય છે. તત્ પ્રસાદથી જ્ઞાનાદિ ગુણો વધે છે ગુરુના પ્રસાદથી જ્ઞાન, દર્શન અને ચારિત્રના ગુણો વધે છે અર્થાત્ પ્રતિદિન નવા નવા અધ્યયનથી સૂક્ષ્મ તત્વોનો બોધ થાય છે, પૂર્વ કરતાં તત્વની રુચિ સૂક્ષ્મ-સૂક્ષ્મતર થવાથી દર્શનની શુદ્ધિ વધે છે અને બાહ્યપદાર્થો ચિત્તને સ્પર્શે તેવી ચારિત્રની પરિણતિ પણ વિશેષે વૃદ્ધિ પામે છે.
તે આ=જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થાય છે તે આ, તદ્દયાના વચનના કરણથી થોડો આરોગ્યલક્ષણ થયેલો વિશેષ છે, એ પ્રમાણે કહેવાય છે. કેવલ વિશિષ્ટ પરિણામનું વિકલપણું હોવાથી સંવેગપૂર્વકની ગુરુવચનની પ્રેરણા વગર સ્વયં અપ્રમાદ કરે તેવા વિશિષ્ટ પરિણામનું વિકલપણું હોવાથી, જ્યારે જ તેઓ= ગુરુ, પ્રેરણા કરે છે ત્યારે જ આ જીવ સ્વહિત કરે છે ત્યારે જ અપ્રમાદપૂર્વક સઅનુષ્ઠાન કરે છે. તેમના પ્રેરણાના અભાવમાં વળી, સત્ કર્તવ્ય શિથિલ કરે છે જ્ઞાન, દર્શન, ચારિત્રનાં ઉચિત અનુષ્ઠાનો સેવતો નથી અને સેવે છે તે, અપ્રમાદથી સેવતો નથી, ફરી અસત્ આરંભ અને પરિગ્રહની વૃદ્ધિમાં અત્યંત વર્તે છે=સંસારની પ્રવૃત્તિઓમાં વધારે રસ લે છે તેથી ધર્મના અનુષ્ઠાનકાળમાં પણ તેવું જ માનસ હોવાથી પ્રમાદપર ધર્માનુષ્ઠાન કરે છે. જેથી ઉપશમને પ્રાપ્ત કરી શકતો નથી અને ત્યારપછી રાગાદિ ઉલ્લસિત થાય છે. મન અને શરીરની વિવિધ બાધાઓ થાય છે=રાગાદિને કારણે નિમિત્તો પ્રમાણે માનસિક ક્લેશ થાય છે અને ધનાદિની ઇચ્છાને કારણે અત્યંત પ્રવૃત્તિ કરે છે તેથી