________________
૩પ૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ સૂક્ષ્મ જ થાય છે, ચિરકાલ રહેતા નથી.
પૂર્વમાં રાગાદિ કરવાની પ્રકૃતિ સુઅભ્યસ્થ હોવાને કારણે તેનાથી સંચિત કરાયેલાં રાગાદિ આપાદક કર્મોના વશથી ક્વચિત્ સહવર્તી સાધુઓ સાથે કે અન્ય કોઈ પરિચિત વ્યક્તિ સાથે કે શાતા આદિમાં રાગાદિભાવો થાય છે તો પણ તત્ત્વથી અત્યંત ભાવિત ચિત્ત હોવાને કારણે તે રાગાદિ અત્યંત સૂક્ષ્મ જ થાય છે. તેથી તે રાગાદિ પૂર્વમાં સંસાર અવસ્થામાં ચિરકાળ વિદ્યમાન રહેતા હતા તેમ વિદ્યમાન રહેતા નથી પરંતુ અત્યંત જાગૃતિને કારણે તે મહાત્મા શીધ્ર જ જિનવચનાનુસાર ઉપયોગ પ્રવર્તાવીને તે રાગાદિનો નાશ કરે છે.
તેથી=આ મહાત્માને ભાવસાર ગૃહાદિ દ્વન્દનો પરિહાર કરેલો છે માટે રાગાદિ પ્રાયઃ થતા નથી તેથી, લોકવ્યાપારાદિ નિરપેક્ષ આ જીવ લોકો જે રીતે દેહાદિ સાથે અભેદબુદ્ધિ કરીને પ્રવર્તે તે પ્રકારના વ્યાપારથી નિરપેક્ષ અને આદિપદથી કર્મને પરતંત્ર એવા મોહના વ્યાપારથી નિરપેક્ષ એવો આ જીવ, સતત વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા લક્ષણ પાંચ પ્રકારના સ્વાધ્યાયના સેવન દ્વારા જ્ઞાનની વૃદ્ધિ કરે છે=સંયમગ્રહણ કરવાથી માંડીને નવું નવું શ્રતગ્રહણ કરે છે. કોઈ સ્થાનમાં સંશય થાય તો ગુરુને પૃચ્છા કરીને સંશયનું વિવર્તન કરે છે. નિર્મીત એવા સૂત્રઅર્થનું પરાવર્તન કરીને સ્થિર પરિચિત કરે છે. અને તે સૂત્ર-અર્થના સૂક્ષ્મ ભાવોનું તે રીતે અનુપ્રેક્ષણ કરે છે. જેથી તે સૂત્રો-અર્થો કઈ રીતે મોહતાશનું કારણ બને છે તેનો પરમાર્થથી બોધ થાય તે રૂપ અનુપ્રેક્ષા કરે છે. અને યોગ્ય જીવોને બોધ કરાવી શકે તેવી સંપન્ન ભૂમિકા હોય તો ધર્મકથારૂપ પણ સ્વાધ્યાય કરે છે અને તેના દ્વારા સતત મોહતાશના પરમાર્થનો સૂક્ષ્મબોધ થાય તે પ્રકારે જ્ઞાનની વૃદ્ધિ કરે છે. પ્રવચનઉન્નતિકર શાસ્ત્રઅભ્યાસાદિ દ્વારા સમ્યગ્દર્શનની સ્થિરતાને પ્રાપ્ત કરે છે=દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરીને ભગવાનનું પ્રવચન કષાદિથી શુદ્ધ એ પ્રકારે સ્થિર નિર્ણય થાય તે પ્રકારે યત્ન કરે છે. જેનાથી સમ્યગ્દર્શત સ્થિરતાને પ્રાપ્ત કરે છે. વિશિષ્ટતર તપનિયમઆદિના અનુશીલનથી ચારિત્રને પણ સાત્મભાવને પ્રાપ્ત કરે છે=સંયમ ગ્રહણ કર્યા પછી તે મહાત્મા પોતાના મોહતાશને અનુકૂળ દઢવીર્ય ઉલ્લસિત કરવા અર્થે વિશિષ્ટતર તપ, નિયમાદિ આચારોનું પાલન કરે છે. જેનાથી પૂર્વમાં પ્રગટ થયેલી અસંગની પરિણતિરૂપ ચારિત્ર પણ અતિશય અતિશયતર થાય છે. તે આ=વાચનાદિ દ્વારા જ્ઞાનવૃદ્ધિ આદિ કરે છે એમ પૂર્વમાં કહ્યું તે આ, ભાવથી ઔષધત્રયનું સેવન કહેવાય છે અર્થાત્ જ્ઞાનના સેવનથી જ્ઞાનાવરણીય કર્મ તોડીને સૂક્ષ્મ મૂઢતાનો અભાવ કરે છે. દર્શનાચારનું સેવન કરીને તત્વની રુચિપૂર્વક કરતાં અધિક સ્થિરતર કરે છે. ચારિત્રાચારનું સેવન કરીને અસંગપરિણતિ અતિશય કરે છે. તે ભાવથી ઔષધત્રયનું સેવન કહેવાયું છે.
તેનાથી=ભેષજત્રયના સેવનથી, તેની પરિણતિને કારણે=તે ઔષધના સેવનથી તે તે કર્મના ક્ષયોપશમથી જન્ય પરિણતિની પ્રાપ્તિને કારણે, આને=આ જીવને, બુદ્ધિ, ધૃતિ, સ્મૃતિ, બલનું આધાર વગેરે ગુણવિશેષો પ્રગટે છે=ભગવાનના વચનના રહસ્યને સૂક્ષ્મ સ્પર્શી શકે તેવી નિર્મળબુદ્ધિ પ્રગટે છે, મોહતાશને અનુકૂળ દૃઢ યત્ન કરી શકે તેવી ઘેર્યરૂપ ધૃતિ પ્રગટે છે, વિશિષ્ટ તત્ત્વનો બોધ