Book Title: Upmiti Bhav Prapancha Katha Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 389
________________ ૩૬૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ રત્નત્રયીનો પરિણામ પ્રગટ થાય છે. વળી, જેઓ મહામતિવાળા છે આની પ્રાન્તની=પૂર્વની, દોષપુંજતાને અનુસ્મરણ કરતા તેઓને આ જીવ હાસ્યપ્રાયઃ પ્રતિભાસે છે અને તેઓને આ જીવ હીલતાને ઉચિત છે. વળી, જે હીલના કરતા નથી તે મહાત્માઓ આની હીલના કરતા નથી, તે તેઓનો જ ગુણ છે પરંતુ આ જીવતો નહીં. જે મહામતિવાળા છે તેઓ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારા છે તેથી, આ જીવ પૂર્વમાં કેવો તુચ્છમતિવાળો હતો તે પણ તેઓને દેખાય છે અને આજે યોગ્ય જીવોના ઉપકાર અર્થે સન્માર્ગનું ખ્યાપન કરતો પણ દેખાય છે અને તે મહામતિવાળા મહાત્માઓ જેવી મહામતિ આ જીવને હજી પ્રાપ્ત થઈ નથી, તેથી તે જીવની ભૂતકાળની સ્થિતિનું સ્મરણ કરીને આ જીવ હાસ્યપ્રાયઃ ભાસે છે. તેથી તેવા મહાત્માઓ માટે આ જીવ હીલનાપાત્ર છે છતાં ઉત્તમ પુરુષો કોઈની પણ પૂર્વની ખરાબ પ્રકૃતિને જોઈને તેની હીલના કરતા નથી છતાં આ જીવની પૂર્વની ખરાબ પ્રકૃતિની અપેક્ષાએ તો આ જીવ હીલનાને પાત્ર જ છે. ઉપનય : ज्ञानाद्युपदेशसर्वानुग्राहकतार्थं कथाकृतिः ततोऽयं चिन्तयति-कथं पुनरयं ज्ञानाद्युपदेशः सर्वानुग्राहको भविष्यति? इति, ततः सद्बुद्धिबलादेवेदं लक्षयति यदुत न साक्षान्मया दीयमानोऽयममीषां समस्तलोकानामुपादेयतां प्रतिपद्यते, तस्मादेवं करिष्ये यदुत-यान्येतानि ज्ञानदर्शनचारित्राणि भगवन्मतसारभूतानि प्रतिपाद्यानि वर्त्तन्ते, तान्येकस्यां ग्रन्थपद्धतौ ज्ञेयश्रद्धेयानुष्ठेयार्थविरचनेन विषयविषयिणोरभेदोपचारद्वारेण व्यवस्थाप्य ततस्तां ग्रन्थपद्धतिमत्र मौनीन्द्रे प्रवचने भव्यजनसमक्षं मुत्कलां मुञ्चामि, ततस्तस्यां वर्तमानानि तानि समस्तजनादेयानि भविष्यन्ति, किञ्चयोकस्यापि जन्तोस्तानि भावतः परिणमेयुः, ततस्तत्कर्तुम किं न पर्याप्तम् ? इति तदिदमवधार्यानेन जीवेनेयमुपमितिभवप्रपञ्चा नाम कथा यथार्थाभिधाना प्रकृष्टशब्दार्थविकलतया सुवर्णपात्र्यादिव्यवच्छेदेन काष्ठपात्रीस्थानीया निहितज्ञानदर्शनचारित्रभेषजत्रयी तथैव विधास्यते। ઉપનયાર્થ:જ્ઞાન આદિના ઉપદેશથી સર્વની અનુગ્રાહકતા માટે પ્રસ્તુત કથાની રચના ત્યારપછી=ઘોષણાપૂર્વક સર્વ ભવ્યજીવોને આ મહાત્મા વિસ્તારથી રત્નત્રયીનું સ્વરૂપ બતાવીને ઉપકાર કરે છે ત્યારપછી, આ વિચારે છે. કેવી રીતે વળી આ જ્ઞાનાદિનો ઉપદેશ સર્વજીવોનો અનુગ્રાહક થશે ? તેથી આ પ્રકારે વિચારે છે તેથી, સદ્દબુદ્ધિના બલથી જ આ જાણે છે=પ્રસ્તુત જીવ આગળમાં કહે છે તે જાણે છે. શું જાણે છે ? તે “યત'થી બતાવે છે – સાક્ષાત્ મારા વડે અપાતો આ ઉપદેશ આ સર્વલોકોની ઉપાદેયતાને પ્રાપ્ત કરાતો નથી. તે કારણથી આ પ્રમાણે હું કરીશ. શું કરીશ ? તે ‘કુતથી બતાવે છે –

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396