________________
૩૭૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
संसारेऽत्र निरादिके विचरता जीवेन दुःखाकरे, जैनेन्द्रं मतमाप्य दुर्लभतरं ज्ञानादिरत्नत्रयम्। लब्धे तत्र विवेकिनाऽऽदरवता भाव्यं सदा वर्द्धने तस्यै(स्ये)वाद्यकथानकेन भवतामित्येतदावेदितम्।।३।। इत्युपमितिभवप्रपञ्चायां कथायां पीठबन्धो नाम प्रथमः प्रस्तावः समाप्तः।।१।।
પીઠબંધનો ઉપસંહાર આ સર્વ કથાનું નિગમત કરતાં તદ્ વ'થી કહે છે. પૂર્વમાં જે રીતે વર્ણન કર્યું એ રીતે આ કથાનક=પૂર્વમાં કહેલ એ કથાનક પ્રાયઃ પ્રત્યેક પદમાં ઉપવીત છે જે વળી વચવચમાં કંઈક ઉપવીત નથી=ઉપમેય દ્વારા સ્પષ્ટતા કરી નથી. તેનો પણ આ જ પ્રકારના વચનાનુસારથી સ્વબુદ્ધિ દ્વારા ઉપનય કરવો જોઈએ. કઈ રીતે સ્વબુદ્ધિથી ઉપાય કરવો જોઈએ ? તેથી કહે છે. ગૃહીત સંકેતવાળા જીવોને ઉપમાનના દર્શનથી ઉપમેયની પ્રતીતિ થાય છે.
જેઓએ પ્રસ્તુત પ્રબંધ દ્વારા સંકેતનો બોધ કર્યો છે કે આ ગ્રંથ માત્ર કથાનક નથી, પરંતુ ઉપમા દ્વારા ઉપમેયનો બોધ કરાવીને રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવવા અર્થે છે. તેથી તે પ્રકારનો સંકેત જેઓને પ્રાપ્ત થયો છે તેઓને આગળના કથાનકમાં ઉપમાનનું દર્શન થવાથી ઉપમેયની પ્રતીતિ થાય જ છે.
આથી જ=એક વખત ઉપમાન દ્વારા ઉપમેય બતાવવામાં આવે તો એ પ્રકારે ઉપમેયની યોજનની પ્રજ્ઞા વિવેકી પુરુષને પ્રગટ થાય જ છે આથી જ, આ કથાનક આ જ અર્થને બતાવવા માટે આદિમાં ઉપચાસ કરાયો છે કથાના પ્રારંભ પૂર્વે પીઠિકામાં કઈ રીતે પોતાનો જીવ રત્નત્રયીને પ્રાપ્ત કરી શક્યો તે અર્થને બતાવવા અર્થે આદિમાં બતાવ્યું છે અને તેનો ઉપમેય પણ બતાવાયો છે. જેનાથી કઈ રીતે ઉપમાન દ્વારા ઉપમેયનું જ્ઞાન થઈ શકે તેવો બોધ થવાથી યોગ્ય જીવ આગળની કથાને પણ તે પ્રકારે જોવા સમર્થ બને. જે કારણથી આ કથામાં=આગળની કહેવાતી કથામાં, પ્રાયઃ કરીને તિરુપતય પદ ઉપચાસ થશે નહીં, તે કારણથી અહીં=પીઠિકામાં, શિક્ષિત જીવોને=કઈ રીતે ઉપમાન દ્વારા ઉપમેયનો બોધ કરવો તે પ્રકારે શિક્ષિત જીવોને, સુખથી જ તેની અવગતિ થશે=આગળમાં કહેવાયેલી કથા દ્વારા ઉપમેયનો બોધ થશે. એથી અતિ વિસ્તારથી સર્યું.
અહીં જીવની અપેક્ષાએ મારા વડે પોતાનું જે આ કહેવાયું-પૂર્વના કથાનકમાં કહેવાયું એ, બધા જ જીવોમાં સંભાવનામાત્રપણાથી લાગે છે=યોજન થાય છે. વળી, પોતાનામાં કહેવાયેલો સુંદર વિચાર કરાવો-યોગ્ય જીવો વડે પૂર્વમાં કથાનકમાં વર્ણન કર્યું તે પ્રકારે પોતાનામાં પણ યથાર્થ યોજન કરી શકે તે પ્રમાણે વિચાર કરાવો, આત્માની નિંદા, પ્રવચનમાં પરમ પ્રભાવ, રાગાદિ દોષગણની દુષ્ટતા અને અનિષ્ટતા અને પૂર્વકનો અતિબહુ ભવપ્રપંચ, સકલ આ અહીં આદ્યપીઠમાં કહેવાયું છે–પીઠિકાના કથનમાં કહેવાયું છે. દુ:ખના આકર=દુઃખની ખાણસમા તિરાદિક=આદિ