Book Title: Upmiti Bhav Prapancha Katha Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/022713/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પૂ. સિદ્ધર્ષિ ગણિ વિરચિત ઉપમિતિભવપ્રપંચા કથા શબ્દશઃ વિવેચન ભાગ-૧ પ્રથમ પ્રસ્તાવ : પીઠબંધ I TTTTT ving r t Dist - જો નાશ કરી જ વિવેચક: પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા) Page #2 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંયા કથા શબ્દશઃ વિવેચન (પ્રથમ પ્રસ્તાવ) ભાગ-૧ - મૂળ ગ્રંથકાર - વ્યાખ્યાતૃચૂડામણિ, માનસશાસ્ત્રવિદ્ર પ. પૂ. શ્રી સિદ્ધર્ષિ ગણિ દિવ્યકૃપા - વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના શિષ્યરત્ન ષડ્ઝર્શનવેત્તા, પ્રવચનિકપ્રતિભાધારક પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા * આશીર્વાદદાતા * વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા એ વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા - સંકલનકારિકા ન રાખીબેન રમણલાલ શાહ સંસ્થાના જ્ઞાનખાતામાંથી આ પુસ્તક જ્ઞાનભંડાર/શ્રીસંઘને ભેટ આપેલ છે. પ્રકાશક : માતાથ . હિતી , શ્રુતદેવતા ભવન', ૫, જન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ શબ્દશઃ વિવેચન વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૪૦ + વિ. સં. ૨૦૭૦ આવૃત્તિ ઃ પ્રથમ + તકલઃ ૧૦૦૦ મૂલ્ય : રૂ. ૨૦૦-૦૦ - ક આર્થિક સહયોગ - પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજ્ય રામચંદ્રસૂરીશ્વરજી પાઠશાળા ૯, “સિદ્ધાચલ વાટિકા', સ્મૃતિમંદિર પાસે, રામનગર, સાબરમતી, અમદાવાદ-૫. (શાંતિલાલ ગમનાજી ચેરીટેબલ ટ્રસ્ટ) અને એક સગૃહસ્થ તરફથી – અમદાવાદ. : મુખ્ય પ્રાપ્તિસ્થાન : હિતાર્થ "૧૭૧૮ મૃતદેવતા ભવન, ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Email : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online : gitarthganga.wordpress.com - મુદ્રક - સર્વોદય ઓફસેટ ૧૩, ગજાનંદ એસ્ટેટ, ઇદગાહ પોલીસ ચોકી પાસે, પ્રેમ દરવાજા, અમદાવાદ-૧૯. ફોન : ૨૨૧૭૪૫૧૯ સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.) Page #4 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય રામચંદ્રસૂરીશ્વરજી પાઠશાળા Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ - પ્રાપ્તિસ્થાન પર જ અમદાવાદ : ગીતાર્થ ગંગા ‘શ્રુતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. 6 (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૪૫૭૪૧૦ Email : gitarthganga@yahoo.co.in gitarthganga@gmail.com જ વડોદરા : શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ ‘દર્શન', ઈ-૩૯, લીસાપાર્ક સોસાયટી, વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩. 6 (૦૨૬૫) ૨૩૯૧૬૯૯ (મો.) ૯૮૨૫૨૧૨૯૯૬ Email : saurin 108@yahoo.in મુંબઈ : શ્રી લલિતભાઈ ધરમશી ૧૦૧-૧૦૨, સર્વોદય હાઈટ્સ, જૈન મંદિર રોડ, સર્વોદયનગર, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. (૦૨૨) ર૫૩૮૦૦૧૪, ૨૫૬૮૯૦૩૦ (મો.) ૯૩૨૨૨૩૧૧૧૬ Email : jpdharamshi60@gmail.com શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના ક્વેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. 6 (૦૨૨) ૩૨૪૨૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ Email : divyaratna_108@yahoo.co.in સુરત : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. 6 (૦૨૬૧) ૩૨૨૮૬૨૩ (મો.) ૯૦૧૬૧૮૮૯૯૦ * જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્ક્સ, c-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. (૦૨૮૮) ર૬૭૮૫૧૩ (મો.) ૯૭૨૬૯૯૩૯૯૦ Email : karan.u.shah@hotmail.com BANGALORE : Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. - (080) (O) 22875262 (R) 22259925 (Mo) 9448359925 Email : amitvgadiya@gmail.com રાજકોટ: શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. 6 (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ (મો.) ૯૪૨૭૧૬૮૬૧૩ Email : shree_veer@hotmail.com Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય સુજ્ઞ વાચકો ! પ્રણામ... અંધકારમાં ટૉર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, તો તેનાથી પણ ટૉર્ચ કઈ રીતે વાપરવી તે ન જાણનાર વ્યક્તિ વધુ દયાપાત્ર છે. કારણ ? તે વ્યક્તિ પાસે સાધન હોવા છતાં પણ તેની જરૂરી જાણકારીના અભાવે તેનો ઉપયોગ નહીં કરી શકે. તેવી જ રીતે... અંધકારભર્યા સંસારમાં જિનશાસનની પ્રાપ્તિ વગર ભટક્તો જીવ ચોક્ક્સ દયાપાત્ર છે, પરંતુ જિનશાસનની પ્રાપ્તિ બાદ પણ જો જીવ તેનાં રહસ્યજ્ઞાન વગરનો જ રહ્યો, તો તે વધારે દયાપાત્ર છે; કેમ કે દુઃખમય અને પાપમય સંસારમાંથી છૂટવા માત્ર જિનશાસન પ્રાપ્તિ પર્યાપ્ત નથી, પરંતુ તેની પ્રાપ્તિ બાદ શાસનનાં ઊંડાણભર્યાં રહસ્યોના જ્ઞાન દ્વારા શાસન પ્રત્યે અતૂટ બહુમાન અને સાધનામાર્ગનો દઢ સંકલ્પ જરૂરી છે. અન્યથા ભાગ્યે દીધેલ જિનશાસનનો લાભ તે વ્યક્તિ પૂર્ણતયા ઉઠાવી નહીં શકે. અમને ગૌરવ છે કે, જિનશાસનનાં આ જ રહસ્યોને ગીતાર્થગંગા સંસ્થા દ્વારા ૧૦૮ મુખ્ય અને અવાંતર ૧૦,૦૦૮ વિષયોના માધ્યમે ઉજાગર કરાવવા અમે ભાગ્યશાળી થયા છીએ. અહીં દરેક વિષય સંબંધી ભિન્ન-ભિન્ન શાસ્ત્રોમાં વેરાયેલાં રહસ્યમય શાસ્ત્રવચનોનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ તેમાં દેખાતા વિરોધાભાસોના નિરાકરણ સાથે પરસ્પર સંદર્ભ જોડવા દ્વારા તેમાં છુપાયેલાં રહસ્યોનો આવિષ્કાર કરવામાં આવે છે. જો કે, આ રહસ્યો અસામાન્ય શક્તિશાળી સિવાયના લોકોને સીધાં પચતાં નથી; કેમ કે તે દુર્ગમ જિનશાસનના નિચોડરૂપ હોવાથી અતિ દુર્ગમ છે. તેથી અમારી સંસ્થાના માર્ગદર્શક પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.એ પ્રસ્તુત રહસ્યોને વ્યાખ્યાનો સ્વરૂપે સુગમ શૈલીમાં, શાસ્ત્રીય અને આધુનિક દરેક પરિપ્રેક્ષ્યમાં પીરસ્યાં છે અને પીરસશે. જેમાંથી એક ધર્મતીર્થ વિષયક પ્રવચનોનો અર્થાંશ પ્રગટ થયેલ છે. અલબત્ત, આ શૈલીની સુગમતાજન્ય લંબાણને કારણે અમુક વિષય સુધી વિવેચનની મર્યાદા બંધાઈ જાય છે, માટે શ્રીસંઘને પૂર્ણ લાભ મળે તે હેતુથી ત્યારબાદના વિષયો સંબંધી અખૂટ રહસ્યગર્ભિત શાસ્ત્રવચનોનો પરસ્પર અનુસંધાન સાથે સંગ્રહ પ્રગટ કરવામાં આવશે, જેને આજની ભાષા Encyclopedia (વિશ્વકોષ) કહે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ તેમાં તે તે વિષય સંબંધી દૂરનો સંબંધ ધરાવતાં શાસ્ત્રવચનો પણ તે વિષયક રહસ્યજ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે સંગૃહીત થશે અને આ સંગ્રહરૂપ બીજ દ્વારા ભવિષ્યમાં સમગ્ર શ્રી સંઘને શાસનનાં રહસ્યજ્ઞાનની પ્રાપ્તિમાં તૈયાર સામગ્રી પૂરી પડશે. ‘વિદ્વાનેવ વિનાનાતિ વિન્નનરિશ્રમ' એ ઉક્તિ અનુસાર વિદ્વાનો દ્વારા થતું આ વિઠ્ઠલ્મોગ્ય અને અશ્રુતપૂર્વ કાર્ય ઘણા પુરુષાર્થ ઉપરાંત પુષ્કળ સામ્રગી અને સમય પણ માંગે છે. બીજી બાજુ, શ્રી સંઘ તરફથી સ્વ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.નાં પ્રવચનો અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા કૃત શાસ્ત્રનાં વિવેચનો શાસનનાં રહસ્યો સુધી પહોંચવાની કડી સ્વરૂપ હોવાથી પ્રસિદ્ધ કરવાની માંગણીઓ પણ વારંવાર આવે છે. જો કે, આ પ્રવૃત્તિ સંસ્થાના મૂળ લક્ષ્યથી સહેજ ફંટાય છે, છતાં વચગાળાના સમયમાં, મૂળ કાર્યને જરા પણ અટકાવ્યા વગર પ્રસ્તુત કાર્યને સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારીએ છીએ. તેના અન્વયે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે. - ઉપરોક્ત દરેક કાર્યોને શ્રીસંઘ ખોબે-ખોબે સહર્ષ વધાવશે, અનુમોદશે અને સહાયક થશે તેવી અભિલાષા સહ... “મૃતદેવતા ભવન', ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ગીતાર્થ ગંગાનું ટ્રસ્ટીગણ અને શ્રુતભક્તો Page #9 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો 5 પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.) ફત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો. ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો (હિન્દી આવૃત્તિ) ૩. યોગદષ્ટિસમુચ્ચય ૪. કર્મવાદ કણિકા પ. કર્મવાદ કર્ણિકા (હિન્દી આવૃત્તિ) ૬. સદ્ગતિ તમારા હાથમાં ! ૭. સદ્ગતિ આપકે હાથ મેં! (હિન્દી આવૃત્તિ) ૮. દર્શનાચાર ૯. શાસન સ્થાપના ૧૦. શાસન સ્થાપના (હિન્દી આવૃત્તિ) ૧૧. અનેકાંતવાદ ૧૨. પ્રશ્નોત્તરી ૧૩. પ્રશ્નોત્તરી (હિન્દી આવૃત્તિ) ૧૪. ચિત્તવૃત્તિ ૧૫. ચિત્તવૃત્તિ (હિન્દી આવૃત્તિ) ૧૬. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૭. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૮. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૯. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિષ્ણજય, સિદ્ધિ, વિનિયોગ) ૨૧. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૨૨. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૩. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૪. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૫. જિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રદાય ? (હિન્દી આવૃત્તિ). ૨૬. Is Jaina Order Independent Religion or Denomination? (અંગ્રેજી આવૃત્તિ) 20. Status of religion in modern Nation State theory (21?ly zhiqla) ૨૮. ગૃહજિનાલય મહામંગલકારી ૨૯. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા આ સંપાદ્રિ :- . પૂ. પંન્યાસ શ્રી રિહંતસારની મદાર/ન સહેવા १. पाक्षिक अतिचार ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ 3. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!! ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી આવૃત્તિ). 4. Right to Freedom of Religion !!!!! ૬. ‘રક્ષાધર્મ' અભિયાન 9. 'Rakshadharma' Abhiyaan ૮. સેવો પાસ સંખેસરો ૯. સેવો પાસ સંખેસરો (હિન્દી આવૃત્તિ) સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ Page #11 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનના ગ્રંથો ૪ વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચના ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૫. યોગવિવેકદ્રાવિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામય્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્વાબિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચના ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચના ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાવિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચના ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચના ૩૪. જિનમહત્ત્વદ્વાચિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણ દ્વાચિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચના ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાચિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરુષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાબિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાચિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાચિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાચિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પર. જિનભક્તિદ્વાચિંશિકા-૫ શબ્દશઃ વિવેચન ૫૩. યોગાવતારદ્વાચિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન Page #13 -------------------------------------------------------------------------- ________________ ૫૪. યોગમાહાત્મ્યદ્વાત્રિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન ૫૫. સજ્જનસ્તુતિદ્વાત્રિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન ૫૬. પૂર્વસેવાનાત્રિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચન ૫૭. ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન ૫૮. ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચન ૫૯. વિનયદ્વાત્રિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૨. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૪. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાત્રિંશિકા-૩૧ શબ્દશઃ વિવેચન ૬૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન ૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૯. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૧. પોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૨, પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૭૩. કથાદ્વાત્રિંશિકા-૯ શબ્દશઃ વિવેચન ૭૪. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૭૫. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૬ ૭૭. નવતત્ત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૭૮, ૧૫૦ ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન ૭૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૮૦. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૬ ૮૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૮૨. અમૃતવેલની મોટી સક્ઝાય અને નિશ્ચય-વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન તથા શ્રી સીમંધરસ્વામી સ્તવન શબ્દશઃ વિવેચન ૮૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૭ ૮૪. આનંદઘન ચોવીશી શબ્દશઃ વિવેચન ૮૫. પખીસૂત્ર (પાક્ષિકસૂત્ર) શબ્દશઃ વિવેચન ૮૬. ધર્મપરીક્ષા પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૭. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૮. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૯. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૦. પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૧. પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૨. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૩. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૪. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૫. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૬. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૭. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૯. વાદદ્વાચિંશિકા-૮ શબ્દશઃ વિવેચન ૧૦૦. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૧. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૦૨. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૦૩. સકલાહ-સ્તોત્ર અને અજિતશાંતિ સ્તવન શબ્દશઃ વિવેચન ૧૦૪. પગામસિજ્જા શબ્દશઃ વિવેચન ૧૦૫. સખ્યત્વના સડસઠ બોલ સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૧૦૬. ધર્મવ્યવસ્થાદ્વાચિંશિકા-૭ શબ્દશઃ વિવેચન ૧૦૭. દેવસિઅ રાઈએ પ્રતિક્રમણ સૂત્ર શબ્દશઃ વિવેચન ૧૦૮. સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯. સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૦, વૈરાગ્યકલ્પલતા પ્રથમ સ્તબક શબ્દશઃ વિવેચન ૧૧૧. શાંતસુધારસ શબ્દશઃ વિવેચના ૧૧૨. બારભાવના શબ્દશઃ વિવેચન ૧૧૩. ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧૪. ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૫. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૧૬. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૧૧૭. વીતરાગ સ્તોત્ર પ્રાયઃ શબ્દશઃ વિવેચન ૧૧૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૯. દ્રવ્યગુણપર્યાયના રાસના છૂટા બોલ રાસના આધારે વિવેચન ૧૨૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨૧. તત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૨૨. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૨૩. ધર્મપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨૪. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨૫. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨૬. લલિતવિસ્તરા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૨૭, ૧૮ પાપસ્થાનક સ્વાધ્યાય, અમૃતવેલની નાની સઝાય, “સાચો જૈન' પદ અને વીરોની પ્રભુભક્તિ' પદ શબ્દશઃ વિવેચના ૧૨૮. સમ્મતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૨૯. ઉપમિતિભવપ્રપંચા કથા (પ્રથમ પ્રસ્તાવ) શબ્દશઃ વિવેચન ભાગ-૧ ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો nuela ૧. ધર્મતીર્થ ભાગ-૧ ૨. ધર્મતીર્થ ભાગ-૨ Page #16 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ની જ સંકલના 3 ઉપમિતિ દ્વારા ભવના પ્રપંચની કથા એટલે સંસારી જીવો કષાયોને વશ અને નોકષાયોને વશ ભવ પ્રપંચમાં કઈ રીતે પરિભ્રમણ કરે છે અને કષાયોને અને નોકષાયોના ઉન્મેલન દ્વારા કઈ રીતે સુગતિઓની પરંપરા દ્વારા મોક્ષને પ્રાપ્ત કરે છે, તેનું યથાર્થ બોધ કરાવા અર્થે અંતરંગ ગુણોને અને અંતરંગ દોષોને નગરાદિની ઉપમા દ્વારા જેમાં વર્ણન કરાયું હોય તેવો ગ્રંથ એ પ્રસ્તુત ઉપમિતિ ભવ પ્રપંચ કથા છે. અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કરનાર જીવ કોઈક રીતે કર્મની લઘુતાને પ્રાપ્ત કરે છે, ત્યારે સન્માર્ગ પ્રાપ્ત કરે છે, તેવી યોગ્યતાને પામેલા જીવો પણ કેટલાક સુગુરુના મહાપ્રયત્નથી મોક્ષમાર્ગને પ્રાપ્ત કરે છે, કેટલાક મધ્યમ પ્રયત્નથી પ્રાપ્ત કરે છે, તો કેટલાક ગુરુના અલ્પ પ્રયત્નથી માર્ગને પ્રાપ્ત કરે છે, જેનાથી તે જીવોને હિતની પરંપરાની પ્રાપ્તિ થાય છે. આવી યોગ્યતાને પામેલા જીવોમાં પણ બહુલતાએ ઘણા પ્રયત્નથી માર્ગને પામે તેવા જીવો હોય છે. વળી ઘણા ગુરુના પ્રયત્નથી માર્ગને પામવા છતાં નિમિત્તોને પામીને તે જીવો ફરી માર્ગથી દૂર થાય છે તોપણ ભગવાનના શાસનના પરમાર્થને પામેલા ગુણવાન ગુરુ યોગ્ય જીવો પ્રત્યે અત્યંત દયાળુ હોય છે અને સદા વિચારે છે કે કોઈક રીતે યોગ્યતાને પામેલો જીવ ફરી સન્માર્ગને પ્રાપ્ત કરીને સંસારનો ક્ષય કરે તે માટે હું શું કરું ? એ પ્રમાણે વિચારીને કેવલ યોગ્ય જીવના ઉપકાર અર્થે અત્યંત શ્રમ કરીને તે જીવને સન્માર્ગ પ્રાપ્ત કરાવવા યત્ન કરે છે. કઈ રીતે કષ્ટ સાધ્ય એવા યોગ્ય જીવને ઉપદેશાદિ દ્વારા સુગુરુ સન્માર્ગ પ્રાપ્ત કરાવે છે અને સુગુરુના પ્રસાદથી બુદ્ધિને પામીને અંતરંગ ગુણસંપત્તિથી રહિત દ્રમક તુલ્ય સંસારી જીવ સુગુરુના પસાયથી કઈ રીતે અંતરંગ ગુણસંપત્તિને પ્રાપ્ત કરે છે, જેનાથી તે જીવને આલોકમાં પણ સુખની પરંપરા પ્રાપ્ત થાય છે. પરલોકમાં સુગતિની પરંપરા પ્રાપ્ત થાય છે અને અંતે સર્વ ઉપદ્રવ રહિત તે જીવ મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. તેમાં સુગુરુ કઈ રીતે પ્રબલ કારણ છે, તેનો યથાર્થ બોધ પ્રથમ પ્રસ્તાવમાં કરાવેલ છે. તેથી નિપુણતાપૂર્વક પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરવાથી યોગ્ય જીવો સુગુરુના પ્રસાદને પ્રસ્તુત ગ્રંથથી પણ પ્રાપ્ત કરીને પોતાની યોગ્યતાનુસાર હિતને પ્રાપ્ત કરી શકે છે. માટે નિપુણ પ્રજ્ઞાપૂર્વક પ્રસ્તુત અધ્યયનનું વાચન, મનન, ચિંતવન કરવુ જોઈએ, જેથી કલ્યાણની પ્રાપ્તિ થાય. પ્રસ્તુત ગ્રંથમાં સંસ્કૃત ભણેલા જીવોને યથાર્થ બોધ થાય અને ગ્રંથના બળથી પદાર્થને યથાર્થ યોજન Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | સંકલના કરી શકે તે અર્થે ગ્રંથના મૂળ શબ્દો ગ્રહણ કરીને ઘણા સ્થાને ‘=' ચિ ન દ્વારા તેનો અર્થ લખેલ છે. તેથી સંસ્કૃત નહીં ભણેલા જીવોને એકવાક્યતાથી વાચવામાં કંઈક કઠિન જણાશે તોપણ તે “=' ચિ નનું તાત્પર્ય પ્રતિસંધાન કરીને વાંચશે તો યથાર્થ બોધ થશે. છબસ્થપણામાં જિનેશ્વર પરમાત્માની વાણીથી વિપરીત કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈ લખાયું હોય તેનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ.સં. ૨૦૭૦, ચૈત્ર વદ-૧૨ તા. ૨૬-૪-૨૦૧૪, શનિવાર, ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન: ૦૭૯-૩૨૪૪૭૦૧૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | અનુક્રમણિકા પાના નં. = છે = = ૭ 6 = = = E $ o o to $ રે = હજ અનુક્રમણિકા છે [ ક્રમ | વિષય ગ્રંથકારશ્રીનું મંગલાચરણ ગ્રંથની પ્રસ્તાવના કથાના પ્રકારો શ્રોતાના ભેદો કથાઓની પ્રશસ્તિ અધિકારનું કથન આ કથાની સાર્થકતા ઉપમિતિભવપ્રપંચકથાનો સંક્ષિપ્ત અંશ દુર્જન અને સર્જનનો વિવેક કથામુખ મહાપુરનું વર્ણન ભિખારીનું વર્ણન રંકને રાજમંદિરના દ્વારની પ્રાપ્તિ તે રાજ્યમંદિરનું વર્ણન ભિખારીનો શુભ સંકલ્પ મહારાજાનો દૃષ્ટિપાત રંકને ભિક્ષાના દાનનો પ્રયત્ન દ્રમકની તુચ્છ કલ્પનાઓ રસોડાના અધિકારીની વિચારણા વિમલાલોક અંજનનો પ્રયોગ પાણીના પાનજનિતગુણ કદન્નમાં મૂચ્છ ધર્મબોધકર દ્વારા દ્રમુકને પરમાન્નનું પ્રદાન ૨૨. પરમાન ભક્ષણનો પ્રભાવ ધર્મબોધકર દ્વારા દ્રમુકને ઉપદેશ ? ? ( ૪૧ ૪૩ ४८ ૪૯ પ૧ ૬૭ ૬૮ ૨૩. | ૬૯ Page #19 -------------------------------------------------------------------------- ________________ ४ ક્રમ ૨૪. ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૩૧. ૩૨. ૩૩. ૩૪. ૩૫. ૩૬. ૩૭. ૩૮. ૩૯. ૪૦. ૪૧. ૪૨. ૪૩. ૪૪. ૪૫. ૪૬. ૪૭. ૪૮. ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | અનુક્રમણિકા પાના નં. વિષય વિશ્વસ્ત એવા દ્રમકનું ધર્મબોધકરને પોતાના આશયનું પ્રકાશન સદ્ ત્રણ ઔષધના અધિકારી અને ઇતરનો નિર્દેશ સત્રયી અને કદર્શના અલ્પ-અધિક સેવનથી જનિત ગુણ અને દોષો તદ્દયાનો ઉપદેશ અને દ્રમકનું અપથ્યમાં લંપટપણું સદ્ગુદ્ધિની પરિચારણા સદ્ગુદ્ધિના સંસર્ગથી થનારા ગુણો સદ્ગુદ્ધિને કારણે દ્રમકને થતા શુભ સંકલ્પો દ્રમક દ્વારા કરાયેલ કદન્નનો ત્યાગ અને મહાકલ્યાણકનું ગ્રહણ તથા તેનો પ્રભાવ સત્રયીને દેવાની ઇચ્છા અને નિષ્ફલતા કાષ્ઠના પાત્રમાં ઔષધત્રયનું સ્થાપન વિચક્ષણા વડેઇસબુદ્ધિ વડે, કહેવાયેલા દાનના ઉપાયો દૃષ્ટાંતનું યોજન વિદ્વાનોનો સન્માર્ગ સંસારને નગરની ઉપમા દેશનાદાતા અનુસુંદર કેવલી દ્વારા પોતાને દ્રમકની ઉપમા જીવને વિવેકના અભાવમાં થતી કુચેષ્ટાઓ જીવની ન૨કગતિની વેદનાઓ તિર્યંચગતિનાં દુ:ખ-વેદનાઓ મનુષ્યગતિની વેદનાઓ દેવગતિમાં અનેક પ્રકારની વેદનાઓ દ્રમકના કુવિકલ્પોનો ઉપનય સંસારી જીવની મનોરથમાળા અર્થ-કામમાં આસક્ત જીવોની ચેષ્ટાઓ તથા સંકલ્પોની હારમાળા જીવની અતૃપ્તિ અર્થ-કામના વિકારો 395 ૭૩ ८० ૮૫ ८८ ૯૨ ૯૭ ૧૦૨ ૧૦૫ ૧૦૯ ૧૧૩ ૧૧૪ ૧૧૬ ૧૨૧ ૧૨૩ ૧૨૭ ૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૭ ૧૩૭ ૧૩૮ ૧૪૯ ૧૫૭ ૧૬૭ ૧૬૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | અનુક્રમણિકા પાના નં. ૪૯. ૧૬૯ ૧૭૧ ૧૭૩ ૧૭૩ ૧૭૫ ૧૭૭ ૧૭૯ ૫૩. ૧૮૪ ૧૮૬ ૧૮૭ ૧૮૮ ૬O. ૧૮૯ [ ક્રમ | વિષય જીવની બુદ્ધિનું વિપરીતપણું અચરમાવર્તમાં જીવનું સમગ્ર યોનિસ્થાનમાં પરિભ્રમણ વિવક્ષાથી કાળનું વૈવિધ્ય તીર્થકરનું સુસ્થિત–પત્ર સ્વકર્મવિવર નામનો દ્વારપાળ સર્વજ્ઞ શાસનનું રાજમંદિરત્વ સર્વજ્ઞના શાસનમાં રહેલ જીવનું સ્વરૂપ આચાર્યને રાજાની, ઉપાધ્યાયને અમાત્યની અને ગીતાર્થોને મહાયોદ્ધાની ઉપમા ગણચિંતકોને નિયુક્તની ઉપમા ૫૮. | | સાધુઓને તળવર્ગીની ઉપમા ૫૯. સાધ્વીઓને સ્થવિરાની ઉપમા શ્રમણોપાસકોને સુભટોની ઉપમા શ્રાવિકાઓને વિલાસિનીઓની ઉપમા ૬૨. જૈનશાસનમાં રહેલાઓના નિરુપચરિત વિષયભોગોનું વર્ણન પુણ્યાનુબંધી પુણ્યનું ફળ ૬૪. પાપાનુબંધી પુણ્યનું ફળ અનુષંગથી ભોગોની પ્રાપ્તિ | જીવની જિનમત સંબંધી જિજ્ઞાસા અને તેના દર્શનથી થયેલ આનંદ ભદ્રકભાવવર્તી જીવન વ્યતિકર દ્રમકને રાજાસ્વરૂપ તીર્થંકરનું દર્શન | ઈશ્વરઅનુગ્રહ ૭૦. આચાર્ય દ્વારા નક્કી કરાયેલ જીવની યોગ્યતા ૭૧. આચાર્ય ભગવંતની મનોવ્યથા તથા સમાધિ ૭૨. | ધર્માચાર્યની કરુણા તથા સદુપદેશ ૭૩. જીવના કુવિકલ્પોનો વિનાશ ૧૯૩ ૧૯૬ ૧૯૭ ૧૯૮ ૧૯૯ ૨૦૧ ૨૦૩ ૬૮. ૨૦૫ ૨૦૬ ૨૦૮ ૨૦૯ ૨૧૫ ૨૧૬ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૬ ક્રમ *66 ૭૮. ૭૯. ૮૦. ૮૧. ૮૨. ૮૩. ૮૪. ૮૫. ૮૬. ૮૭. ૮૮. ૮૯. ૯૦. ૯૧. ૯૨. ૯૩. ૯૪. ૯૫. ૯૬. ૯૭. ૯૮. ૭૪. ૭૫. ૭૬. દ્રમકની કુવિકલ્પની કલ્લોલમાલાનો ઉપનય સન્માર્ગની દેશના ભિક્ષાના દાન માટે બોલાવવાનો ઉપનય મિથ્યાદષ્ટિત્વના વિકલ્પો દેશકનું સ્વરૂપ મિથ્યાદૃષ્ટિત્વની પ્રવૃત્તિ વિષય અર્થપુરુષાર્થની ખ્યાતિ કામપુરુષાર્થની ખ્યાતિ સદ્ગુરુની ચિંતા ભેષજત્રયીની ઉપમાવાળી રત્નત્રયીનું માહાત્મ્ય દ્રમકને પ્રકટપણે અંજનનો પ્રયોગ આચાર્ય ભગવંત દ્વારા દ્રમકને પુનઃ પ્રતિબોધનો આરંભ સમ્યગ્દર્શપ્રાપ્તિ પૂર્વે જીવની દશા તત્ત્વપ્રીતિકર પાણીના પાનની અનિચ્છાનો ઉપનય ધર્મપુરુષાર્થ જ પ્રધાન | ધર્મના સ્વરૂપનું વર્ણન ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | અનુક્રમણિકા પાના નં. સમ્યગ્દર્શનનું સ્વરૂપ તત્ત્વપ્રીતિકર પાણીના પાનનો ઉપનય સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું માહાત્મ્ય જીવના શુભસંકલ્પો બે પ્રકારના કુવિકલ્પો કષાય અને નોકષાયનો પ્રભાવ મોહનું વિશૃંભિત ધર્મબોધકર દ્વારા પ્રયુક્ત પરુષવચનના ઉપદેશનો ઉપનય દ્રમક કદન્નત્યાગના વચનથી વિહ્વલીભૂત થયો તે કથનનો ઉપનય ૨૧૮ ૨૨૩ ૨૨૫ ૨૨૯ ૨૩૧ ૨૩૩ ૨૩૫ ૨૩૭ ૨૪૩ ૨૪૬ ૨૪૭ ૨૪૯ ૨૫૨ ૨૫૫ ૨૫૮ ૨૬૪ ૨૭૭ ૨૭૧ ૨૭૩ ૨૭૫ ૨૭૭ ૨૭૯ ૨૮૧ ૨૮૨ ૨૮૮ Page #22 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | અનુક્રમણિકા વિષય ૯૯. ધર્મબોધકરના પુનઃ ચિંતનનો ઉપનય અર્થાત્ ધર્મગુરુનું ભાવકારુણ્ય ૧૦૦. | ધન આદિ આત્મક કદન્નના દોષો અને ધર્મરૂપ પરમાત્રના ગુણો ૧૦૧. |દ્રમકે કરેલ મિશ્રભોજનના આગ્રહનો ઉપનય કમ ૧૦૨. | આચાર્ય ભગવંતે બતાવેલ ભગવાનનું મહત્ત્વ ૧૦૩. | સંસારત્યાગની અશક્તિનું દ્રમકનું કથન ૧૦૪. | સ્વૈર્યભાવનું અભિમુખપણું ૧૦૫. દ્રમક દ્વારા પોતાના આકૂતનું કથન ૧૦૬. | ક્રમકની ગુરુ ઉપર આસ્થા ૧૦૭. | મકને ગુરુનું વિશેષતાથી સૂચન ૧૦૮. | ભાવરોગોના સાધ્યત્વ-અસાધ્યત્વનો વિચાર ૧૦૯. દ્રમક દ્વારા દેશવિરતિનું ગ્રહણ ૧૧૦. | ધર્મના ઉત્સાહની મંદતા ૧૧૧. | મંદ સંવેગથી કરાતા વ્રતનું માહાત્મ્ય અને તેની અનભિજ્ઞતા ૧૧૨. | મૂર્છાથી પરિગ્રહ આદિમાં જીવની પ્રવૃત્તિ ૧૧૩. | સંસારી જીવને ગુરુની પ્રાપ્તિ ૧૧૪. ક્રમકની પ્રાર્થના અને ગુરુનો ઉદ્યમ ૧૧૫. દ્રમક વડે પોતાના અનુભવનું કથન તથા પ્રાર્થના ૧૧૬. | ગુરુ ભગવંતો પાસેથી સબુદ્ધિની પ્રાપ્તિ ૧૧૭. | ઉપદેશનું દાન ૧૧૮. | સબુદ્ધિનો પ્રભાવ ૧૧૯. |દ્રમકને સદ્બુદ્ધિ વડે અપાયેલ સાવધાની અને આંદોલિત મન ૧૨૦. | દીક્ષાની કઠિનતાનો વિચાર ૧૨૧. | આસ્વાદિત પ્રશમસુખવાળા દ્રમકને સંવેગની વૃદ્ધિ અને વૈરાગ્યમાં સ્થિર બુદ્ધિ ૧૨૨. | દીક્ષાનું ગ્રહણ ૧૨૩ દીક્ષિત થયેલ દ્રમકના સપુણ્યક નામની સાર્થકતા પાના નં. ૨૯૧ ૨૯૪ ૨૯૯ ૩૦૩ ૩૦૭ ૩૦૯ ૩૧૦ ૩૧૧ ૩૧૪ ૩૧૫ ૩૧૯ ૩૨૦ ૩૨૨ ૩૨૪ ૩૨૭ ૩૨૮ ૩૩૦ ૩૩૨ ૩૩૪ ૩૩૭ ૩૩૯ ૩૪૪ ૩૪૬ ૩૫૦ ૩૫૨ Page #23 -------------------------------------------------------------------------- ________________ . વિષય ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | અનુક્રમણિકા પાના નં. ક્રમ ૧૨૪. | રાગાદિ ભાવરોગોની વિશેષથી તનુતા ૧૨૫. |દ્રમકને પોતાને પ્રાપ્ત થયેલ જ્ઞાનાદિ ત્રયના વિનિયોગની ઇચ્છા ૧૨૬. | મોટા વડે કરાયેલ ગૌરવથી ગર્વનો અતિરેક ૧૨૭. | પરોપકાર માટે પરને ઉપદેશનો પ્રયાસ ૧૨૮. જ્ઞાન આદિના ઉપદેશથી સર્વની અનુગ્રાહકતા માટે પ્રસ્તુત કથાની રચના ૧૨૯. | ઉપમિતિભવપ્રપંચા કથા શ્રવણ માટે વિનંતી ૧૩૦. | પીઠબંધનો ઉપસંહાર ૩૫૪ ૩૫૭ ૩૫૯ ૩૬૨ ૩૬૬ ૩૬૭ ૩૬૯ Page #24 -------------------------------------------------------------------------- ________________ में ही अहँ नमः । ॐ ह्रीं श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । પૂ. સિદ્ધર્ષિ ગણિ વિરચિત ઉપમિતિભવપ્રપંયા કથા શબ્દશઃ વિવેચન ભાગ-૧ " પ્રથમ પ્રસ્તાવ : પીઠબંધ ग्रन्थकारकृतमंगलम् नमो निर्नाशिताशेषमहामोहहिमार्त्तये । लोकालोकामलालोकभास्वते परमात्मने ।।१।। ગ્રંથકારશ્રીનું મંગલાચરણ નાશ કરાઈ છે સમગ્ર મહામોહરૂપી હિમની પીડા જેમના વડે એવા, લોક અને અલોકને નિર્મળ પ્રકાશ આપવામાં સૂર્ય સમાન પરમાત્માને નમસ્કાર કરું છું. ll૧TI શ્લોક : नमो विशुद्धधर्माय, स्वरूपपरिपूर्तये । नमो विकारविस्तारगोचरातीतमूर्तये ।।२।। શ્લોકાર્ચ - વિશુદ્ધ ધર્મવાળા, પોતાના રૂપમાં પરિપૂર્તિવાળાને નમસ્કાર કરું છું. વિકારના વિસ્તારના વિષયને ઓળંગી ગયેલા સ્વરૂપવાળા પરમાત્માને નમસ્કાર કરું છું. શા Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : नमो भुवनसंतापिरागकेसरिदारिणे । प्रशमामृततृप्ताय, नाभेयाय महात्मने ।।३।। શ્લોકાર્ચ - ભુવનને સંતાપ કરનારા રાગકેસરીને ફાડી નાખનારા, પ્રશમના અમૃતથી તૃપ્ત થયેલા, મહાત્મા નાભિ રાજાના પુત્રને નમસ્કાર કરું છું. Il3II શ્લોક : नमो द्वेषगजेन्द्रारिकुम्भनिर्भेदकारिणे । अजितादिजिनस्तोमसिंहाय विमलात्मने ।।४।। શ્લોકાર્ધ : વિમલ છે આત્મા જેમનો એવા દ્વેષગજેન્દ્રરૂપ શત્રુના કુંભસ્થળનો ભેદ કરનારા શ્રી અજિતનાથ આદિ જિનસમૂહ એવા સિંહોને નમસ્કાર કરું છું. IIII. શ્લોક : नमो दलितदोषाय, मिथ्यादर्शनसूदिने । मकरध्वजनाशाय, वीराय विगतद्विषे ।।५।। શ્લોકાર્ચ - દળી નાંખ્યા છે દોષ જેમણે એવા, મિથ્યાદર્શનનો નાશ કરનારા, કામદેવનો નાશ કરનારા, ચાલ્યા ગયા છે શત્રુ જેમના એવા વીરભગવાનને નમસ્કાર કરું છું. પI અથવા=અથવા, શ્લોક : अंतरङ्गमहासैन्यं, समस्तजनतापकम् । दलितं लीलया येन, केनचित् तं नमाम्यहम् ।।६।। શ્લોકાર્થ : સઘળા લોકને તાપ કરનારું અંતરંગ મહાસૈન્ય જે કોઈ વડે લીલાથી હણી નખાયું, તેને હું નમું છું. IIll. Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : समस्तवस्तुविस्तारविचारापारगोचरम् । वचो जैनेश्वरं वन्दे, सूदिताखिलकल्मषम् ।।७।। શ્લોકાર્થ : સમસ્ત વસ્તુના વિસ્તારના વિચારથી અપાર વિષયવાળા, કાઢી નખાઈ છે સઘળી કાળાશ (કુયુક્તિઓ, જેમાંથી એવા જૈનેશ્વર પ્રવચનને હું વંદન કરું છું. IIછા શ્લોક : मुखेन्दोरंशुभिर्व्याप्तं, या बिभर्ति विकस्वरम् । करे पद्ममचिन्त्येन, धाम्ना तां नौमि देवताम् ।।८।। શ્લોકાર્થ : જે સરસ્વતી, અચિંત્ય તેજ વડે હાથમાં મુખરૂપી ચંદ્રનાં કિરણોથી વ્યાપ્ત, વિકસ્વર (ખીલેલા) કમળને ધારણ કરે છે તે દેવતાની (સરસ્વતીની) હું સ્તુતિ કરું છું. llciા. શ્લોક : परोपदेशप्रवणो, मादृशोऽपि प्रजायते । यत्प्रभावान्नमस्तेभ्यः, सद्गुरुभ्यो विशेषतः ।।९।। શ્લોકાર્ય : મારા જેવો પણ જેમના પ્રભાવથી પરને ઉપદેશ આપવામાં હોંશિયાર થાય છે તે સદ્ગુરુઓને વિશેષથી નમસ્કાર કરું છું. IIII. ग्रन्थप्रस्तावना શ્લોક : इत्थं कृतनमस्कारः, शान्तविघ्नविनायकः । विवक्षितार्थप्रस्तावं, रचयिष्ये निराकुलः ।।१०।। ગ્રંથની પ્રસ્તાવના શ્લોકાર્ય :આ રીતે કરાયેલા નમસ્કારવાળો, શાંત કરાયેલા વિપ્નના સમૂહવાળો=અત્યાર સુધી ઉત્તમ Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પુરુષોને કરાયેલા નમસ્કારને કારણે ગ્રંથનિષ્પત્તિમાં આવતાં અંતરંગ પ્રતિભાનાં આવારક કર્મ શાંત થયાં છે અને બહિરંગ વિઘ્નો શાંત થયાં છે જેનાં એવો, તેના કારણે નિરાકુલ હું વિવક્ષિત અર્થવાળા પ્રસ્તાવને રચીશ. II૧૦I શ્લોક : इहातिदुर्लभं प्राप्य, मानुष्यं भव्यजन्तुना । ततः कुलादिसामग्रीमासाद्य शुभकर्मणा ।।११।। हेयं हानोचितं सर्वं, कर्त्तव्यं करणोचितम् । श्लाघ्यं श्लाघोचितं वस्तु, श्रोतव्यं श्रवणोचितम् ।।१२।। युग्मम् શ્લોકાર્ચ - અહીં સંસારમાં, અતિદુર્લભ એવા મનુષ્યભવને પામીને, ત્યારપછી શુભ કર્મ વડે કુલાદિસામગ્રીને પ્રાપ્ત કરીને ભવ્ય પ્રાણીએ ત્યાગ કરવાને ઉચિત સર્વ ત્યાગ કરવું જોઈએ, કરણને ઉચિત સર્વ કરવું જોઈએ, વખાણવાને ઉચિત સર્વ વસ્તુ વખાણવી જોઈએ, સાંભળવાને ઉચિત સર્વ સાંભળવું જોઈએ. I૧૧-૧૨ાા તત્ર ત્યાં=હાનાદિમાં, શ્લોક - यत्किञ्चिच्चित्तमालिन्यकारणं मोक्षवारणम् । मनोवाक्कायकर्मेह, हेयं तत् स्वहितैषिणा ।।१३।। શ્લોકાર્ચ - અહીં=સંસારમાં, જે કંઈ ચિત્તના માલિત્યનું કારણ, મોક્ષને અટકાવનાર, મન-વચન-કાયાનું કર્મ ક્રિયા, તે પોતાનું હિત ઈચ્છનારાએ ત્યાગ કરવું જોઈએ. અર્થાત્ સ્વભૂમિકા અનુસાર ત્રણ ગુતિઓમાં યત્ન કરવો જોઈએ. ll૧૩ શ્લોક : हारनीहारगोक्षीरकुन्देन्दुविशदं मनः । कृतं यत् कुरुते कर्म, कर्त्तव्यं तन्मनीषिणा ।।१४।। શ્લોકાર્ચ - હાર, બરફ, ગાયનું દૂધ, મચકુંદનું ફૂલ અને ચંદ્ર જેવું નિર્મળ કરાયેલું મન જે કર્મ કરે Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ છે તે મનીષીએ કરવું જોઈએ=વીતરાગતાને અભિમુખ શુક્લ મન થાય તેવું કૃત્ય કરવું જોઈએ. ll૧૪ll શ્લોક : श्लाघनीयः पुनर्नित्यं, विशुद्धनान्तरात्मना । त्रिलोकनाथस्तद्धर्मो, ये च तत्र व्यवस्थिताः ।।१५।। શ્લોકાર્ધ : વળી ત્રિલોકનાથ, તેમનો ધર્મ અને ત્યાં ધર્મમાં, જેઓ રહેલા છે, તેઓ હંમેશાં વિશુદ્ધ અત્તરાત્માથી વખાણવા જોઈએ. II૧૫II શ્લોક : श्रोतव्यं भावतः सारं, श्रद्धासंशुद्धबुद्धिना । નિઃશેષોષમોષાય, વા: સર્વસમાણિતમ્ શારદા શ્લોકાર્ચ - શ્રદ્ધાથી સંશુદ્ધ થયેલી બુદ્ધિથી સમગ્ર દોષના નાશ માટે શ્રેષ્ઠ એવું સર્વજ્ઞનું વચન ભાવથી સાંભળવું જોઈએ. II૧૬ll શ્લોક : तदेतत् प्रस्तुतं तावत्तदेव जगते हितम् । श्रोतव्यमिति संचिन्त्य, वचः सर्वज्ञभाषितम् ।।१७।। શ્લોકાર્થ : સર્વજ્ઞાથી કહેવાયેલું વચન સાંભળવું જોઈએ. એ પ્રમાણે વિચારીને તે આ=સર્વાનું વચન, પ્રસ્તુત છે, તે જ જગત માટે હિત છે. ll૧૭ી. બ્લોક : ततस्तदनुसारेण, महामोहादिसूदनी । निर्दिष्टभवविस्तारा, कथेयमभिधास्यते ।।१८।। શ્લોકાર્થ : તેથી=સર્વજ્ઞનું વચન જ જગત માટે હિત છે તેથી, મહામોહાદિનો નાશ કરનારી, બતાવ્યો છે ભવનો વિસ્તાર જેમાં એવી આ કથા તેના અનુસારથી-સર્વાના વચન અનુસારથી, કહેવાશે. ll૧૮ll Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ___ तथाहि ते मा प्रभायोटोs: पञ्चाश्रवमहादोषा, हृषीकाणां च पञ्चकम् । महामोहयुतानां च, कषायाणां चतुष्टयम् ।।१९।। मिथ्यात्वरागद्वेषादिरूपं यच्चान्तरं बलम् । तद्दोषावेदकं सर्वं, वचः सर्वज्ञभाषितम् ।।२०।। युग्मम् Resर्थ : પાંચ આશ્રવ રૂપ મહાદોષો છે અને મહામોહયુક્ત જીવોની પાંચ ઈન્દ્રિયો છે અને ચાર કષાયો છે અને મિથ્યાત્વ, રાગ, દ્વેષાદિરૂપ જે આંતરિક સૈન્ય છે, તેના દોષોને જણાવનારું સર્વ વચન सर्वथी हेवायेj छ. ||१८-२०।। तथा-मने, cोs: ज्ञानदर्शनचारित्रसंतोषप्रशमात्मकम् । तपःसंयमसत्यादिभटकोटिसमाकुलम् ।।२१।। यच्चान्तरं बलं तस्य, गुणसंभारगौरवम् । वर्णयत्येव जैनेन्द्रं, वचनं हि पदे पदे ।।२२।। युग्मम् लोअर्थ: ज्ञान, शन, यानि, संतोष, प्रशमात्मा, तप, संयम, सत्य मा sus) सुमटोथी ભરપૂર જે આંતર સૈન્ય છે તેના ગુણસમૂહના ગૌરવને જૈનેન્દ્ર વચન સ્થાને સ્થાને નિચ્ચે વર્ણવે १ छ. ||२१-२२॥ तथा मने, लोs : एकेन्द्रियादिभेदेन, दुःखरूपमनन्तकम् । भवप्रपञ्चं जैनेन्द्रं, वचनं कथयत्यलम् ।।२३।। Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : એકેન્દ્રિયાદિ ભેદ વડે અનંત દુઃખરૂપ એવા ભવના વિસ્તારને જૈનેન્દ્ર વચન અત્યંત કહે છે. ||૩|| શ્લોક ઃ શ્લોકાર્થ : આથી તે ભીંતનો આશ્રય કરીને=સર્વજ્ઞનાં વચનરૂપ ભીંતનો આશ્રય કરીને, મારા જેવા વડે પણ કહેવાયેલું વાક્ય જૈનેન્દ્ર સિદ્ધાંતનું ઝરણું છે એ પ્રમાણે ભાવન કરાય. ।।૨૪।। कथाभेदाः શ્લોક ઃ अतस्तां भित्तिमाश्रित्य, मादृशेनापि जल्पितम् । वाक्यं जैनेन्द्रसिद्धान्तनिष्यन्द इति भाव्यताम् ।।२४।। अर्थं कामं च धर्मं च, तथा संकीर्णरूपताम् । आश्रित्य वर्त्तते लोके, कथा तावच्चतुर्विधा ।। २५ ।। કથાના પ્રકારો શ્લોકાર્થ ઃ લોકમાં અર્થ, કામ, ધર્મ અને સંકીર્ણ રૂપપણાને આશ્રયીને કથા ચાર પ્રકારે વર્તે છે. II૨૫ાા શ્લોક ઃ : सामादिधातुवादादिकृष्यादिप्रतिपादिका । अर्थोपादानपरमा, कथाऽर्थस्य प्रकीर्त्तिता ।।२६।। શ્લોકાર્થ સામ આદિને, ધાતુવાદ આદિને, કૃષિ આદિને કહેનારી અર્થ (ધન) ઉત્પાદનમાં તત્પર અર્થની કથા કહેવાઈ છે. II૨૬ા શ્લોક ઃ सा क्लिष्टचित्तहेतुत्वात्पापसंबन्धकारिका । तेन दुर्गतिवर्त्तन्याः, प्रापणे प्रवणा मता ।। २७ ।। Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : તે=અર્થની કથા, ક્લિષ્ટ ચિત્તનું કારણપણું હોવાથી પાપ સંબંધને કરનારી છે, તેથી દુર્ગતિના માર્ગને પ્રાપ્ત કરાવવામાં કુશળ મનાઈ છે. ll૧૭ના શ્લોક : कामोपादानगर्भार्था, वयोदाक्षिण्यसूचिका । अनुरागेगिताद्युत्था, कथा कामस्य वर्णिता ।।२८।। શ્લોકાર્થ : કામનું ગ્રહણ જેનો ગર્ભિત અર્થ છે એવી, વયને અને દાક્ષિણ્યને સૂચવનારી, અનુરાગના હાવ-ભાવાદિથી ઊઠેલી કામની કથા કહેવાઈ છે. ll૨૮II શ્લોક : सा मलीमसकामेषु, रागोत्कर्षविधायिका । विपर्यासकरी तेन, हेतुभूतैव दुर्गतेः ।।२९।। શ્લોકાર્ચ - તે કામકથા, મલિન એવાં કામોમાં રાગના ઉત્કર્ષને કરનારી છે, વિપર્યાસને કરનારી છે. તેથી દુર્ગતિના હેતુભૂત જ છે. ll૨૯ll શ્લોક : दयादानक्षमाद्येषु, धर्माङ्गेषु प्रतिष्ठिता । धर्मोपादेयतागर्भा, बुधैर्धर्मकथोच्यते ।।३०।। શ્લોકાર્ચ - દયા, દાન, ક્ષમા આદિ ધર્મનાં અંગોમાં પ્રતિષ્ઠા પામેલી, ધર્મની ઉપાદેયતા આદરવાલાયકપણું છે ગર્ભમાં એવી ધર્મકથા બુધજનો વડે કહેવાઈ છે. Il3oll શ્લોક : साऽक्लिष्टचित्तहेतुत्वात्पुण्यकर्मविनिर्जरे । विधत्ते तेन विज्ञेया, कारणं नाकमोक्षयोः ।।३१।। Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તે=ધર્મકથા, અલિષ્ટ ચિત્તનું હેતુપણું હોવાથી કષાયોનાં ક્ષયોપશમભાવરૂપ અલિષ્ટ ચિત્તનું હેતુપણું હોવાથી, પુણ્યને અને કર્મની વિશેષ નિર્જરાને કરે છે, તેથી સ્વર્ગનું અને મોક્ષનું કારણ જાણવી. II3II શ્લોક : त्रिवर्गसाधनोपायप्रतिपादनतत्परा । याऽनेकरससारार्था, सा संकीर्णकथोच्यते ।।३२।। શ્લોકાર્ધ :ત્રણ વર્ગના સાધવાના ઉપાયને કહેવામાં તત્પર, અનેક રસના સારભૂત અર્થવાળી જે કથા છે તે સંકીર્ણકથા કહેવાય છે. IBરા. શ્લોક : चित्राभिप्रायहेतुत्वादनेकफलदायिका । विदग्धताविधाने च, सा हेतुरिव वर्त्तते ।।३३।। શ્લોકાર્ધ :ચિત્ર=વિચિત્ર અભિપ્રાયનું હેતુપણું હોવાથી અનેક ફલને આપનારી ત=સંકીર્ણકથા, નિપુણતા કરવામાં કારણ જેવી વર્તે છે. Il33II શ્લોક : श्रोतारोऽपि चतुर्भेदास्तासां सन्तीह मानवाः । तेषां संक्षेपतो वक्ष्ये, लक्षणं तन्निबोधत ।।३४।। શ્લોકાર્ધ :તેઓના (તે કથાઓના) સાંભળનારા પણ માનવો અહીં સંસારમાં ચાર પ્રકારે છે. તેઓના તે શ્રોતાઓના, લક્ષણને સંક્ષેપથી હું કહીશ, તેને તમે સાંભળો. ll૩૪ श्रोतृभेदाः શ્લોક : मायाशोकभयक्रोधलोभमोहमदान्विताः । ये वाञ्छन्ति कथामार्थी, तामसास्ते नराधमाः ।।३५।। Page #33 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્રોતાના ભેદો શ્લોકાર્ચ - માયા, શોક, ભય, ક્રોધ, લોભ, મોહ, મદથી યુક્ત તામસપ્રકૃતિવાળા જેઓ અર્થ સંબંધી કથાને ઈચ્છે છે તેઓ નરાધમ છે. જેઓ આ લોકમાં પણ ભોગનાં સુખોને જોતા નથી, માત્ર અર્થસંચયમાં જ પ્રીતિને ધારણ કરે છે તેઓ કોઈ પ્રકારના સુખને જોઈ શકતા નથી માટે નરાધમ છે. અને તેઓ માયા આદિ ભાવોથી ગ્રસ્ત છે. આ લોક અને પરલોકમાં અત્યંત દુઃખી છે. રૂપા શ્લોક : ये रागग्रस्तमनसो, विवेकविकला नराः । कथामिच्छन्ति कामस्य, राजसास्ते विमध्यमाः ॥३६॥ શ્લોકાર્થ : રાગથી ગ્રસ્ત મનવાળા, વિવેક રહિત રાજપ્રકૃતિવાળા જે મનુષ્યો કામની કથાને ઈચ્છે છે, તેઓ વિમધ્યમ છે. પ્રત્યક્ષ દેખાતાં સુખોને સુખરૂપે જોનાર છે, આત્માના નિરાકુળભાવના સુખને જોનારા નથી તેથી મધ્યમ છે; કેમ કે ધનસંચયમાં જ માત્ર રસ લેનારા નથી પણ કામનાં સુખોને પ્રધાનરૂપે ઈચ્છે છે. ll૧૬ll શ્લોક - मोक्षाकाङ्क्षकतानेन, चेतसाऽभिलषन्ति ये । शुद्धां धर्मकथामेव, सात्त्विकास्ते नरोत्तमाः ।।३७।। શ્લોકાર્થ : મોક્ષની ઈચ્છામાં એકતાન ચિત્ત વડે જેઓ શુદ્ધ ધર્મકથાને જ ઈચ્છે છે, સાત્વિક પ્રકૃતિવાળા તેઓ નરોત્તમ છે. કષાયથી અનાકુળ આત્મામાં સુખ છે અને કષાયની આકુળતામાં દુઃખ છે તેમ જોનારા છે તેથી સંપૂર્ણ કષાયના અને કર્મના ઉપદ્રવ વગરના મોક્ષને જ સાર માને છે માટે ઉત્તમ છે. ll૩૭ll શ્લોક : ये लोकद्वयसापेक्षाः, किञ्चित्सत्त्वयुता नराः । कथामिच्छन्ति संकीर्णा, ज्ञेयास्ते वरमध्यमाः ।।३८ ।। Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - બન્ને લોકની અપેક્ષાવાળા કંઈક સત્વયુક્ત જે મનુષ્યો સંકીર્ણકથાને ઈચ્છે છે તેઓ વરમધ્યમ જાણવા. આ લોકમાં સજ્જનની જેમ ધન કમાવાની ઈચ્છાવાળા છે, નીતિપૂર્વક કામ સેવવાની ઇચ્છાવાળા છે જેથી પરલોકમાં અહિત ન થાય તેનો વિચાર કરે છે અને ધર્મના અવિરોધથી અર્થકામને પણ સેવે છે તેઓ મધ્યમજીવોમાં શ્રેષ્ઠ છે. II3XII कथाप्रशस्तिः શ્લોક : तत्रैवं स्थितेरजस्तमोऽनुगाः सत्त्वाः, स्वयमेवार्थकामयोः । रज्यन्ते धर्मशास्तारमवधूय निवारकम् ।।३९।। કથાઓની પ્રશસ્તિ શ્લોકાર્ચ - ત્યાં=શ્રોતાના ભેદોમાં, આ પ્રમાણે હોતે છતે પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે શ્રોતાનો ભેદ હોતે છતે, નિવારક એવા=અર્થકામના નિવારક એવા, ધર્મશાસ્તાની અવગણના કરીને રાગને અને દ્વેષને અનુસરનારા પ્રાણીઓ સ્વયં જ અર્થ-કામમાં રંગાય છે. ll3II શ્લોક : रागद्वेषमहामोहरूपं तेषां शिखित्रयम् । अर्थकामकथासर्पिराहुत्या वर्द्धते परम् ।।४०।। શ્લોકાર્થ :તેઓના=તે પ્રાણીઓના, રાગ-દ્વેષ અને મહામોહ રૂપ ત્રણ પ્રકારનો અગ્નિ અર્થકથા અને કામકથા રૂપ ઘીની આહુતિથી અત્યંત વધે છે. Ilol શ્લોક : केकायितं मयूराणां, यथोत्कण्टकवर्द्धनम् । पापेषु वर्द्धितोत्साहा, कथा कामार्थयोस्तथा ।।४१।। Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧/પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : જેમ મોરનો કેકારવ ઉત્કંટકને વધારનારો છે, તેમ પાપોમાં ઉત્સાહને વધારનારી કામની અને અર્થની કથા છે. ૪૧ બ્લોક : कथां कामार्थयोस्तस्मान्न कुर्वीत कदाचन । સા: ક્ષતે ક્ષારનિક્ષેપ, વિતથી વિચક્ષUT? I૪રા શ્લોકાર્થઃ તેથી ક્યારે પણ કામની અને અર્થની કથા કરવી જોઈએ નહિ, વિચક્ષણ એવો કોણ ઘા ઉપર ક્ષાર નાખે ? અર્થાત્ ઘા ઉપર ખાર નાંખવા જેવી કામ-અર્થની કથાને કોણ કરે? Il૪૨ાા શ્લોક - परोपकारशीलेन, कर्त्तव्यं तन्मनीषिणा । हितं समस्तजन्तुभ्यो, येनेह स्यादमुत्र च ।।४३।। શ્લોકાર્ધ : પરોપકાર સ્વભાવવાળા બુદ્ધિમાન પુરુષે જેનાથી આલોકમાં અને પરલોકમાં બધા જીવોનું હિત થાય તે કરવું જોઈએ. ll૪all શ્લોક : तेन यद्यपि लोकानामिष्टा कामार्थयोः कथा । तथाऽपि विदुषा त्याज्या, येन पर्यन्तदारुणा ।।४४।। શ્લોકાર્ચ - તે કારણથી જો કે લોકોને કામની અને અર્થની કથા ઈષ્ટ છે તોપણ વિદ્વાને ત્યાગ કરવો જોઈએ અર્થની અને કામની કથા કરવી જોઈએ નહીં જ કારણથી (કામની અને અર્થની કથા) અંતમાં (પરિણામમાં) ભયંકર છે. II૪૪ll લેતવ=તેથી આને (આ સ્થિતિને) જાણીને – શ્લોક : इहामुत्र च जन्तूनां, सर्वेषाममृतोपमाम् । शुद्धां धर्मकथां धन्याः, कुर्वन्ति हितकाम्यया ।।४५।। Page #36 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : આલોકમાં અને પરલોકમાં સર્વ પ્રાણીઓને અમૃત સમાન શુદ્ધ ધર્મકથાને ધન્ય પુરુષો હિતની ઈચ્છાથી કરે છે. II૪૫ શ્લોક ઃ आक्षेपकारणीं मत्वा, संकीर्णामपि सत्कथाम् । मार्गावतारकारित्वात् केचिदिच्छन्ति सूरयः ।।४६।। - શ્લોકાર્થ આક્ષેપ કરનારી માનીને સંકીર્ણ એવી પણ સત્કથાને માર્ગમાં અવતાર કરવાપણું હોવાથી કેટલાક આચાર્યો ઇચ્છે છે. II૪૬।। શ્લોક ઃ किलात्र यो यथा जन्तुः, शक्यते बोधभाजनम् । कर्त्तुं तथैव तद्द्बोध्ये, विधेयो हितकारिभिः । । ४७।। ૧૩ શ્લોકાર્થ : ખરેખર ! અહીં જે પ્રાણી જે પ્રમાણે બોધનું ભાજન કરવા માટે શક્ય છે તે બોધ્યમાં=લાયક જીવમાં, તે પ્રમાણે જ હિતકારીએ યત્ન કરવો જોઈએ. ।।૪૭]] શ્લોક ઃ न चादौ मुग्धबुद्धीनां, धर्मो मनसि भासते । कामार्थकथनात्तेन, तेषामाक्षिप्यते मनः ।।४८।। શ્લોકાર્થ : અને શરૂઆતમાં મુગ્ધ બુદ્ધિવાળાઓના મનમાં ધર્મ રુચતો નથી, તેથી કામના અને અર્થના કથનથી તેઓના મનનું આકર્ષણ કરાય છે. II૪૮ શ્લોક ઃ आक्षिप्तास्ते ततः शक्या, धर्मं ग्राहयितुं नराः । विक्षेपद्वारतस्तेन, संकीर्णा सा कथोच्यते ।। ४९ ।। Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૪. ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ય : ત્યારપછી આકર્ષિત કરાયેલા તે મનુષ્યો ધર્મ ગ્રહણ કરાવવા માટે શક્ય છે, તેથી વિક્ષેપદ્વારથી સંકીર્ણ એવી કથા કહેવાય છે. II૪૯ll. શ્લોક : तस्मादेषा कथा शुद्धधर्मस्यैव विधास्यते । भजन्ती तद्गुणापेक्षां, क्वचित्संकीर्णरूपताम् ।।५०।। શ્લોકાર્ય : તે કારણથી તેના ગુણની અપેક્ષાવાળી શુદ્ધ ધર્મના ગુણની અપેક્ષાવાળી, કોઈક સ્થાનમાં સંકીર્ણરૂપતાને પામતી શુદ્ધ ધર્મની જ આ કથા કહેવાશે. પ્રસ્તુત કથા ધર્મની જ કથા કહેવાશે છતાં કોઈ કોઈ સ્થાનમાં શુદ્ધ ધર્મની કથાના ગુણની કરવાના આશયથી અર્થકામથી સંકીર્ણરૂપતાને પણ આ કથા પામશે. I૫oll ચડ્યું=અને બીજું, શ્લોક : संस्कृता प्राकृता चेति, भाषे प्राधान्यमर्हतः । तत्रापि संस्कृता तावद् दुर्विदग्धहदि स्थिता ।।५१।। શ્લોકાર્ચ - સંસ્કૃત અને પ્રાકૃત એ બે ભાષા પ્રાધાન્યને યોગ્ય છે, ત્યાં પણ તે બે ભાષામાં પણ, સંસ્કૃત ભાષા ચતુરના હૃદયમાં રહેલી છે. આપના શ્લોક : बालानामपि सद्बोधकारिणी कर्णपेशला । तथापि प्राकृता भाषा, न तेषामपि भासते ।।५२।। શ્લોકાર્ધ : બાલ જીવોને પણ સમ્બોધન કરનારી કાનને સુખકારી છે–પ્રસ્તુત ગ્રંથની સંસ્કૃત ભાષા સુખને કરનારી છે; કેમ કે પ્રસ્તુત ગ્રંથની રચના સરળ છે. તોપણ પ્રાકૃત ભાષા તેઓને પણ= બુદ્ધિમાન પુરુષોને પણ, રુચતી નથી. બાળ જીવોને પ્રાકૃત ભાષા અધિક પ્રિય છે તોપણ ચતુર પુરુષોને પણ પ્રાકૃત ભાષી રુચતી નથી. IN૨ Page #38 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : उपाये सति कर्त्तव्यं, सर्वेषां चित्तरञ्जनम् । अतस्तदनुरोधेन, संस्कृतेयं करिष्यते ।।५३।। શ્લોકાર્થ : ઉપાય હોતે છતે સર્વનું ચિત્તરંજન કરવું જોઈએ, આથી સર્વને ઉપકાર થાય તેના અનુરોધથી=બાળ અને ચતુર બંને જીવોને ઉપકાર થાય તેના અનુસરણથી, આ=કથા, સંસ્કૃત કરાશે. Imall શ્લોક : न चेयमतिगूढार्था, न दीर्घेर्वाक्यदण्डकैः । न चाप्रसिद्धपर्यायैस्तेन सर्वजनोचिता ।।५४।। શ્લોકાર્ય : અને આ કથા અતિ ગૂઢ અર્થવાળી નથી, દીર્ઘ એવા વાક્યદંડકો વડે રચાઈ નથી. અપ્રસિદ્ધ પર્યાયો વડે રચાઈ નથી અર્થાત્ અપ્રસિદ્ધ પર્યાયોવાળી નથી, તેથી સર્વ લોકને બાળ અને ચતુર બધા જીવોને ઉચિત છે. પા. अधिकारनिरूपणम् શ્લોક : कथाशरीरमेतस्या, नाम्नैव प्रतिपादितम् । भवप्रपञ्चो व्याजेन, यतोऽस्यामुपमीयते ।।५५।। અધિકારનું કથન શ્લોકાર્ચ - આનું=પ્રસ્તુત ગ્રંથનું, કથાશરીર નામથી જ=ગ્રંથના નામથી જ, પ્રતિપાદન કરાયું છે, જે કારણથી બહાનાથી કથાના બહાનાથી, આ કથામાં ભવનો પ્રપંચ=વિસ્તાર, ઉપમાન કરાવાય છે. IIપપા શ્લોક : यतोऽनुभूयमानोऽपि, परोक्ष इव लक्ष्यते । अयं संसारविस्तारस्ततो व्याख्यानमर्हति ।।५६।। Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ય : જે કારણથી અનુભવાતો પણ આ સંસારનો વિસ્તાર પરોક્ષ જેવો દેખાય છે, તેથી વિશેષથી કહેવાને યોગ્ય છે. પી. થવી=અથવા, શ્લોક : भ्रान्तिव्यामोहनाशाय, स्मृतिबीजप्रबोधनम् । कथार्थसंग्रहं कृत्वा, शरीरमिदमुच्यते ।।५७।। શ્લોકાર્થ : ભ્રાન્તિ અને વ્યામોહના નાશને માટે સ્મૃતિબીજનું પ્રબોધન છે જેમાં એવા કથાના અર્થના સંગ્રહને કરીને આ શરીર કહેવાય છે. પછી શ્લોક : द्विविधेयं कथा तावदन्तरङ्गा तथेतरा । शरीरमन्तरङ्गायास्तत्रेदमभिधीयते ।।५८ ।। શ્લોકાર્થ : આ કથા બે પ્રકારે છે અંતરંગ અને બાહ્ય, ત્યાં આ અંતરંગ કથાનું શરીર (ગાથા ૮૩ સુધી) કહેવાય છે. પિ૮II. શ્લોક : प्रस्तावास्तावदष्टात्र, विधास्यन्ते परिस्फुटाः । प्रत्येकं तेषु वक्तव्यो, योऽर्थस्तं मे निबोधत ।।५९।। શ્લોકાર્થ : અહીં પ્રસ્તુત ગ્રંથમાં, પ્રગટ એવા આઠ પ્રસ્તાવો કરાશે, તેઓમાં પ્રત્યેક પ્રસ્તાવને આશ્રયને જે અર્થ વક્તવ્ય છે મારા તે અર્થને સાંભળો. I૫૯ll શ્લોક : प्रस्तावे प्रथमे तावनिबद्धा येन हेतुना । इयं कथा मयेदृक्षा, स हेतुः प्रतिपाद्यते ।।६०।। Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : મારા વડે આ કથા આવા પ્રકારની જે હેતુથી નિબદ્ધ કરાઈ તે હેતુ પ્રથમ પ્રસ્તાવમાં કહેવાય છે. II૬૦II શ્લોક ઃ द्वितीये भव्यपुरुषो, मानुष्यं प्राप्य सुन्दरम् । यथाऽत्महितजिज्ञासुः, समासाद्य सदागमम् ।।६१ ।। तदन्तिकस्थः संसारिजीवस्य चरितं यथा । श्रुत्वाऽगृहीतसंकेताव्याजात् तेनैव सूचितम् ।।६२।। तिर्यग्वक्तव्यताबद्धं, सार्द्धं प्रज्ञाविशाला । विचारयति निःशेषं, तदिदं प्रतिपाद्यते ।। ६३ ।। चतुर्भिः कलापकम् ૧૭ શ્લોકાર્થ ઃ સુંદર એવા મનુષ્ય ભવને પ્રાપ્ત કરીને આત્મહિતનો જિજ્ઞાસુ એવો ભવ્યપુરુષ સદાગમને મેળવીને જે પ્રકારે તેની પાસે રહેલો છે=સદાગમ પાસે રહેલો છે, જે પ્રકારે અગૃહીત સંકેતાના ન્હાનાથી સંસારી જીવના ચરિત્રને સાંભળીને તેના વડે જ=સંસારી જીવ વડે જ, સૂચન કરાયેલ તિર્યક્ વક્તવ્યતાથી બદ્ધ સમગ્રને=તિર્યંચગતિના સ્વરૂપને કહેનાર એવા સમગ્ર ક્શનને પ્રજ્ઞાવિશાલા સાથે વિચારે છે તે આ બીજા પ્રસ્તાવમાં પ્રતિપાદન કરાય છે. II૬૧-૬૨-૬૩|| શ્લોક ઃ तथा तृतीयप्रस्तावे हिंसाक्रोधवशानुगः । સ્પર્શનેન્દ્રિયમૂદ્રશ્ય, વથા દુ:ūવિવાધિતઃ ।।૬૪।। संसारिजीवः संसारे, भ्रष्टो मानुष्यजन्मतः । इदं संसारिजीवस्य मुखेनैव निवेद्यते । । ६५ ।। युग्मम् શ્લોકાર્થ : તથા ત્રીજા પ્રસ્તાવમાં, હિંસાના અને ક્રોધના વશને અનુસરનારો જીવ અને સ્પર્શેન્દ્રિયથી મૂઢ થયેલો જીવ જે પ્રકારે દુઃખોથી પીડાયેલો સંસારી જીવ સંસારમાં મનુષ્યજન્મથી ભ્રષ્ટ થયો, સંસારી જીવના મુખ વડે જ આ (સર્વ વૃત્તાન્ત) કહેવાય છે. II૬૪-૬૫]] Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ બ્લોક : पुनश्चतुर्थप्रस्तावे, मानजिह्वानृतेषु भोः ।। ર: સંસારિનીવોડસી, યથા યુ પ્રપીડિતઃ જાદુદ્દા भूयश्चानन्तसंसारमपारं दुःखपूरितः । यथा भ्रान्त इदं सर्वं, सविशेषं निगद्यते ।।६७।। युग्मम् શ્લોકાર્ધ : વળી ચોથા પ્રસ્તાવમાં માનને વશ થયેલ, રસનેન્દ્રિયમાં અને અસત્યમાં આસક્ત એવો આ સંસારી જીવ જે રીતે દુઃખથી પીડાયો. વારંવાર અપાર એવા અનંત સંસારને દુઃખથી પૂરણ કરાયો. જે રીતે ભ્રમણ કરાયું આ સર્વ વિશેષથી કહેવાય છે. II૬૬-૬૭TI શ્લોક : प्रस्तावे पञ्चमे त्वत्र, विपाकः स्तेयमाययोः । उक्तः संसारिजीवेन, तथा घ्राणेन्द्रियस्य च ।।६८।। तथाऽत्र षष्ठप्रस्तावे, लोभमैथुनचक्षुषाम् । विपाको वर्ण्यते तेन, योऽनुभूतः पुराऽत्मना ।।६९।। युग्मम् શ્લોકાર્ચ - વળી આ પાંચમા પ્રસ્તાવમાં સંસારી જીવ વડે કહેવાયેલો ચોર્યનો અને માયાનો તથા ધ્રાણેન્દ્રિયનો વિપાક અને આ છઠ્ઠા પ્રસ્તાવમાં લોભ, મૈથુન અને ચક્ષુરિન્દ્રિયનો વિપાક તેના વડે=સંસારી જીવ વડે, વર્ણન કરાય છે. જે પહેલાં પોતાનાથી અનુભવાયેલો છે. ll૧૮-૧૯ll શ્લોક : प्रस्तावे सप्तमे सर्वं, महामोहविजृम्भितम् । परिग्रहस्य श्रोत्रेण, सहितस्येह वर्णितम् ।।७०।। શ્લોકાર્થ : અહીં પ્રસ્તુત ગ્રંથમાં, સાતમા પ્રસ્તાવમાં સર્વ મહામોહનો વિલાસ, શ્રોવેન્દ્રિય સહિત પરિગ્રહનું વર્ણન કરાયું છે. ll૭oll Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ હિતુ=પરંતુ – શ્લોક : तृतीयात्सप्तमं यावदत्र प्रस्तावपञ्चके । तस्य संसारिजीवस्य, यद्वृत्तान्तकदम्बकम् ।।७१।। तत्किञ्चित्तस्य संपन्नं, किञ्चिदन्यैर्निवेदितम् । तथाऽपि तत्प्रतीतत्वात्सर्वं तस्येति वर्णितम् ।।७२।। युग्मम् શ્લોકાર્ચ - અહીં ત્રીજાથી સાતમા સુધી પાંચ પ્રસ્તાવમાં તે સંસારી જીવનો જે વૃત્તાન્તનો સમૂહ છે તે કંઈક તેને પ્રાપ્ત થયેલો છે, કંઈક બીજા વડે નિવેદન કરાયેલો છે તોપણ તેનું તે વૃત્તાંતનું, પ્રતીતપણું હોવાથી=બીજા વડે નિવેદન કરાયેલા પ્રસ્તાવનું પણ તે જીવને તે સ્વરૂપે પ્રતીતપણું હોવાથી, સર્વ તેનું તે જીવનું, એ પ્રમાણે વર્ણન કરાયું છે. ll૭૧-૭ શ્લોક - अष्टमे मीलितं सर्वं प्रस्तावे पूर्वसूचितम् । तेन संसारिजीवेन, विहितं चात्मने हितम् ।।७३।। શ્લોકાર્થ : તે સંસારી જીવ વડે પૂર્વસૂચિત સર્વ આઠમા પ્રસ્તાવમાં મેળવ્યું અર્થાત્ કહ્યું અને પોતાનું હિત કરાયું. ll૭૩. શ્લોક : तच्च संसारिजीवस्य, वृत्तं भवविरञ्जनम् । आकर्ण्य भव्यपुरुषः, प्रबुद्ध इति कथ्यते ।।७४।। શ્લોકાર્ચ - અને સંસારી જીવના ભવથી વૈરાગ્ય પમાડનારા તે વૃતને તે વૃતાંતને, સાંભળીને ભવ્યપુરુષ બોધ પામ્યો એ પ્રમાણે કહેવાય છે. II૭૪ll શ્લોક : तथा संसारिजीवेन, भूयो भूयः प्रचोदिता । बुद्धाऽगृहीतसंकेता, कृच्छ्रेणेति निवेद्यते ।।७५।। Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : તથા સંસારી જીવ વડે ફરી ફરી પ્રેરણા કરાયેલી અગૃહીતસંકેતા કષ્ટથી બોધ પામી એ પ્રમાણે કહેવાય છે. II૭૫ll શ્લોક : आसाद्य निर्मलाचार्य, केवलालोकभास्करम् । समस्तोऽप्यात्मवृत्तान्तः, पृष्टः शिष्टोऽवधारितः ।।७६।। શ્લોકાર્ધ : કેવળજ્ઞાનરૂપી સૂર્યથી યુક્ત એવા નિર્મલાચાર્યને પામીને સઘળો પણ પોતાનો વૃતાંત પુછાયો= અનુસુંદર ચક્વત વડે પુછાયો, કહેવાયો નિર્મલાચાર્ય વડે કહેવાયો, અવધારણ કરાયો=અનુસુંદર ચક્રવર્તી વડે પોતાની બુદ્ધિમાં નિર્ણય કરાયો. ll૭૬ શ્લોક : ततः सदागमादुच्चैर्भूयो भूयः स्थिरीकृतः । संजातावधिना तेन, ततोऽयं प्रतिपादितः ।।७७।। શ્લોકાર્ય : ત્યારપછી સદાગમથી વારંવાર અત્યંત સ્થિર કરાયો=અનુસુંદર ચક્રવર્તી વડે તે બોધ અત્યંત સ્થિર કરાયો, થયેલા અવધિજ્ઞાનવાળા એવા તેના વડે=અનુસુંદર ચક્રવર્તી વડે, ત્યારપછી આ પ્રતિપાદન કરાયો છે=પ્રસ્તુત પોતાનો પ્રસંગ પ્રતિપાદન કરાયો છે. ll૭૭ll कथा सार्थकता =અને બીજું, શ્લોક : इहान्तरङ्गलोकानां, ज्ञानं जल्पो गमागमम् । विवाहो बन्धुतेत्यादि, सर्वा लोकस्थितिः कृता ।।७८ ।। આ કથાની સાર્થકતા શ્લોકાર્થ :અહીં પ્રસ્તુત કથાનકમાં, અંતરંગ લોકોનું જ્ઞાન, વાતચીત, ગમન, આગમન, વિવાહ, બંધુતા Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ વગેરે સર્વ લોકસ્થિતિ કરાઈ છે લોકમાં જે પ્રકારે વ્યવહાર પ્રવર્તે છે તે પ્રમાણે તેનું વર્ણન કરાયું છે. II૭૮II શ્લોક : सा च दुष्टा न विज्ञेया, यतोऽपेक्ष्य गुणान्तरम् । उपमाद्वारतः सर्वा, बोधार्थं सा निवेदिता ।।७९।। શ્લોકાર્ય : અને તેનુંઅંતરંગ લોકોની લોકસ્થિતિ કરાઈ તે, દુષ્ટ ન જાણવી, જે કારણથી ગુણાન્તરની અપેક્ષા કરીને ઉપમાથી સર્વ તે અંતરંગ લોકસ્થિતિ, બોધને માટે નિવેદન કરાઈ છે. ll૭૯II યત =જે કારણથી, શ્લોક : प्रत्यक्षानुभवात्सिद्धं, युक्तितो यन्न दुष्यति । सत्कल्पितोपमानं तत्सिद्धान्तेऽप्युपलभ्यते ।।८।। શ્લોકાર્ધ :- પ્રત્યક્ષથી (તથા) અનુભવથી સિદ્ધ એવું “સ” છે એ પ્રકારની કલ્પિત ઉપમાનવાળું જે યુક્તિથી દૂષિત થતું નથી, તે સિદ્ધાંતમાં પણ પ્રાપ્ત થાય છે. llcoll તથાદિ યથાવ=તે આ પ્રમાણે – જેમ આવશ્યકમાં, શ્લોક : साक्षेपं मुद्गशैलस्य, पुष्कलावर्त्तकस्य च । स्पर्धा साश्च कोपाद्या, नागदत्तकथानके ।।८१।। શ્લોકાર્ચ - આક્ષેપ સહિત મગશેલીયા પથ્થરની અને પુખરાવર્તમેઘની સ્પર્ધા અને નાગદતના કથાનકમાં કોપ આદિ સર્પો ઉપમાનથી કહેવાયા છે. I૮૧TI તથા=અને, બ્લોક : पिण्डैषणायां मत्स्येन, कथितं निजचेष्टितम् । उत्तराध्ययनेष्वेवं, संदिष्टं शुष्कपत्रकैः ।।८२।। Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - પિંડેષણામાં માછલા વડે પોતાનું ચેષ્ટિત કહેવાયું, એ પ્રમાણે ઉત્તરાધ્યયનોમાં સુકાં પાંદડાંઓ વડે દેખાડાયું. ll૮૨ાા શ્લોક : अतस्तदनुसारेण, सर्वं यदभिधास्यते । अत्रापि युक्तियुक्तं तद्विज्ञेयमुपमानतः ।।८३।। શ્લોકાર્ચ - આથી તેના અનુસારથી આવશ્યકાદિમાં સકલ્પિત ઉપમાન વડે જે સર્વ કહેવાયું છે તેના અનુસારથી, અહીં પણ તે=અંતરંગ લોકનું જે વર્ણન કર્યું છે તે, ઉપમાનથી યુક્તિયુક્ત જાણવું. ll ll શ્લોક : तदेतदन्तरङ्गायाः, शरीरं प्रतिपादितम् । बहिरङ्गकथायास्तु, शरीरमिदमुच्यते ।।८४।। શ્લોકાર્ચ :તે આ અંતરંગ કથાનું શરીર કહેવાયું છે, વળી બહિરંગકથાનું શરીર આ કહેવાય છે. II૮૪ll संक्षिप्तकथांशः શ્લોક : पूर्वविदेहे सन्मेरोः, सुकच्छविजयप्रभुः । क्षेमपुर्यां समुद्भूतश्चक्रवर्त्यनुसुन्दरः ।।८५।। ઉપમિતિભવપ્રપંચકથાનો સંક્ષિપ્ત અંશ શ્લોકાર્ચ - પૂર્વ વિદેહમાં મેરુપર્વત પાસે સુકચ્છ વિજયનો સ્વામી અનુસુંદર ચક્રવર્તી ક્ષેમપુરીમાં ઉત્પન્ન થયો. II૮૫ શ્લોક : स च स्वायुष्कपर्यन्ते, निजदेशदिदृक्षया । विनिर्गतो विलासेन, प्राप्तः शङ्खपुरेऽन्यदा ।।८६।। Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને તે પોતાના આયુષ્યના અંત સમયમાં પોતાના દેશ જોવાની ઈચ્છાથી વિલાસપૂર્વક આડંબર સહિત, નીકળ્યો, એકવાર શંખપુરમાં પહોચ્યો. II૮૬ શ્લોક : तत्र चित्तरमोद्याने, मनोनन्दननामके । जैने समन्तभद्राख्याः, सूरयो भवने स्थिताः ।।८७।। શ્લોકાર્ચ - ત્યાં=શંખપુરમાં, ચિત્તરમ ઉધાનમાં મનોગંદન નામના જૈન ભવનમાં સમંતભદ્ર નામે આચાર્ય રહેલા છે. II૮૭TI શ્લોક : अभूच्च तत्समीपस्था, महाभद्रा प्रवर्तिनी । तथा सुललिता नाम, राजपुत्री सुमुग्धिका ।।८८ ।। શ્લોકાર્ચ - મહાભદ્રા પ્રવર્તિની અને સુમુગ્ધ એવી સલલિતા નામની રાજપુત્રી તેમની પાસે સમંતભદ્રાચાર્ય પાસે રહેલાં હતાં. II૮૮II શ્લોક : तथाऽन्यः पुण्डरीकाख्यः, समीपे राजदारकः । आसीत्समन्तभद्राणां, तदा संसच्च पुष्कला ।।८९।। શ્લોકાર્થ : અને ત્યારે સમન્તભદ્રાચાર્યની પાસે બીજો પુંડરીક નામે રાજકુમાર અને પુષ્કળ પર્ષદા હતી. Ilcell તતડ્યું અને તેથી=જ્યાં તે સૂરિવરો હતા ત્યાં શંખપુરમાં વિલાસ કરતો અનુસુંદર ચક્વર્તી પહોંચ્યો તેથી. શ્લોક : कृतभूरिमहापापं, दृष्ट्वा तं चक्रवर्तिनम् । જ્ઞાનાન્નોવેન તે થરા:, સૂરઃ પ્રાદુરીશમ્ પા Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - કરાયેલા ઘણા મહાપાપવાળા તે ચક્રવર્તીને જ્ઞાનના પ્રકાશથી જોઈને ઘીર એવા તે સૂરિ આ પ્રકારે કહે છે. llcol. શ્લોક : यस्य कोलाहलो लोके, श्रूयते नीयतेऽधुना । संसारिजीवनामायं, तस्करो वध्यधामनि ।।९१।। શ્લોકાર્ચ - જેનો કોલાહલ લોકમાં સંભળાય છે. સંસારીજીવ નામનો આ ચોર હમણાં વધ્યસ્થાનમાં લઈ જવાય છે. |૧| શ્લોક : एतत् सूरेर्वचः श्रुत्वा, महाभद्रा व्यचिन्तयत् । कश्चिन्नरकगाम्येष, जीवो योऽवर्णि सूरिभिः ।।१२।। શ્લોકાર્ચ - સૂરિના આ વચનને સાંભળીને મહાભદ્રાએ વિચાર્યું કોઈક નરકગામી આ જીવ છે જે સૂરિ વડે વર્ણન કરાયો. ll૯૨ાા શ્લોક : ततः सा करुणोपेता, तत्समीपमुपागता । तद्दर्शनाच्च संजातं, ज्ञानं तस्य स्वगोचरम् ।।१३।। શ્લોકાર્ચ - તેથી કરુણાયુક્ત એવી તેણી તે ચોરની પાસે આવી અને તેના=મહાભદ્રાના, દર્શનથી તેને તે ચક્વર્તીને પોતાના વિષયમાં જ્ઞાન થયું. ll૯all શ્લોક : ततो विज्ञाय वृत्तान्तं, तस्कराकारधारकः । भूत्वा वैक्रियलब्ध्याऽसौ, तया सार्द्ध समागतः ।।१४।। Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૫ શ્લોકાર્ધ : ત્યારપછી વૃત્તાંતને જાણીને સૂરિએ કહેલા વૃતાંતને જાણીને, વૈક્રિયલબ્ધિ વડે તસ્કરઆકારને ધારણ કરનારો થઈને આ ચક્વત, તેણીની સાથે મહાભદ્રા સાધ્વીજીની સાથે, આવ્યો. II૯૪TI શ્લોક : ततः सा राजपुत्री तं, पप्रच्छ विहितादरम् । નિઃશેષથીર્યવૃત્તાન્ત, સોડ_રસ્તેન સૂરિ પારકા શ્લોકાર્ય : ત્યારપછી તે રાજપુત્રીએ તેને આદરપૂર્વક સમગ્રચોર્યવૃત્તાંત પૂછ્યો, તે સૂરિ વડે તે પણ ચોર પણ, કહેવાયો=આ સર્વના બોધ માટે તું પોતાનો વૃતાંત કહે એ પ્રમાણે ચોર પણ કહેવાયો. INલ્પા શ્લોક : भवप्रपञ्चमात्मीयं, तस्या बोधविधित्सया । ૩૫મારતઃ પ્રાદિ, તીવ્ર સંવેપારમ્ ઉદ્દા બ્લોકાર્ય : તેણીને=રાજપુત્રીને, બોધ કરાવાની ઈચ્છાથી તીવ્ર સંવેગનું કારણ એવો પોતાના ભવનો વિસ્તાર ઉપમાદ્વારથી કહે છે. II૯૬ાા શ્લોક : श्रुत्वा च तं प्रबुद्धोऽसौ, लघुकर्मतया स्वयम् । पुण्डरीकः क्षणादेव, प्रसङ्गश्रवणादपि ।।९७।। બ્લોકાર્ય : અને તેને સાંભળીને અનુસુંદર ચક્રવર્તીએ પોતાનો ભવપ્રપંચ કહ્યો તેને સાંભળીને, આ પુંડરીક રાજકુમાર લઘુકર્મપણાથી પ્રસંગના શ્રવણથી પણ ક્ષણમાં જ સ્વયં બોધ પામ્યો. ૯૭ી. શ્લોક : सा पुनः कथितेऽप्युच्चैः, प्राचीनमलदोषतः । अबुध्यमाना तेनैव भूयो भूयः प्रचोदिता ।।१८।। Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ વળી તેણી=રાજપુત્રી અગૃહીતસંકેતા, અત્યંત કહેવાયે છતે પણ=ભવપ્રપંચ સ્પષ્ટ કહેવાયે છતે પણ, પ્રાચીનમલના=પૂર્વ કર્મમલના, દોષથી નહિ બોધ પામતી તેના વડે જ=અનુસુંદર ચક્રવર્તી વડે જ, ફરી ફરી પ્રેરણા કરાઈ. IIII શ્લોક ઃ अथ कृच्छ्रेण साऽप्येवं, प्रबुद्धा विहितं ततः । सर्वैरेवात्मनः श्रेयो गतानि च शिवालयम् ।।९९ ।। શ્લોકાર્થ ઃ ત્યારપછી આ રીતે=વારંવાર અનુસુંદર ચક્રવર્તી વડે પ્રેરણા કરાઈ એ રીતે, કષ્ટથી તેણી પણ બોધ પામી, તેથી=અનુસુંદર ચક્રવર્તીના વર્ણનથી રાજકુમાર અને તે રાજપુત્રી બોધ પામી તેથી, સર્વ વડે જ પોતાનું હિત કરાયું અને શિવાલય ગયા. II૯૯ શ્લોક ઃ कथाशरीरमेतच्च, धारणीयं स्वमानसे । प्रस्तावे चाष्टमे सर्वमिदं व्यक्तीभविष्यति ।। १०० ।। શ્લોકાર્થ ઃ અને આ થાશરીર પોતાના માનસમાં ધારણ કરવું અને આઠમા પ્રસ્તાવમાં આ સર્વ પ્રગટ થશે. II૧૦૦II दुर्जनसज्जनविवेकः વં સ્થિતે=આ પ્રમાણે હોતે છતે – શ્લોક ઃ यतः सर्वज्ञसिद्धान्तवचनामृतसागरात् । निष्यन्दबिन्दुभूतेयमाकृष्टा परमार्थतः । । १०१ । । દુર્જન અને સજ્જનનો વિવેક શ્લોકાર્થ ઃ જે કારણથી પરમાર્થથી આ કથા સર્વજ્ઞના સિદ્ધાંતવચનરૂપી અમૃતના સાગરમાંથી સારરૂપ ઝરણાના બિંદુભૂત ઉદ્ધાર કરાયેલી છે. II૧૦૧I Page #50 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવના શ્લોક : ततो दुर्जनवर्गोऽस्याः, श्रवणं नाप्तुमर्हति । कालकूटविषं नैव, युज्यतेऽमृतबिन्दुना ।।१०२।। શ્લોકાર્ય : તે કારણથી=પૂર્વ શ્લોકમાં કહ્યું એ પ્રકારે સાર બિંદુભૂત છે તે કારણથી, દુર્જનવર્ગ આ કથાના શ્રવણને પામવાને યોગ્ય થતો નથી, કાલકૂટ વિષ અમૃતબિંદુ સાથે જોડાતું નથી જ. ll૧૦૨ા. શ્લોક : अतो दुर्जनवर्गस्य, नेह दोषविचारणम् । क्रियते पापकारिण्या, पापानां कथयाऽप्यलम् ।।१०३।। શ્લોકાર્ચ - આથી અહીંપ્રસ્તુત કથામાં, દુર્જનવર્ગની દોષવિચારણા કરાતી નથી, પાપીઓની પાપકારિણી કથા વડે પણ સર્યું. ll૧૦૩ll બ્લોક : स्तुतोऽपि दुर्जनः काव्ये, दोषमेव प्रकाशयेत् । निन्दितस्तु विशेषेण, युक्ताऽतोऽस्यावधीरणा ।।१०४ ।। શ્લોકાર્ચ - સ્તુતિ કરાયેલો પણ દુર્જન કાવ્યમાં દોષને જ પ્રકાશન કરે, નિંદા કરાયેલો તે વિશેષથી દોષને પ્રકાશન કરે, આથી આની ઉપેક્ષા યોગ્ય છે. ll૧૦૪ll. અથવા=અથવા, શ્લોક : निन्दायामात्मदौर्जन्यं, स्तवेऽप्यनृतभाषणम् । भवेद् दुर्जनवर्गस्य, ततो युक्ताऽपकर्णना ।।१०५ ।। શ્લોકાર્ચ - દુર્જનવર્ગની નિંદામાં આત્મદૌર્જન્ય થાય અને સ્તવમાં અસત્ય ભાષણ થાય, તેથી ઉપેક્ષા યોગ્ય છે. II૧૦પII Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : ततोऽस्या लघुकर्माणः, क्षीरनीरधिसंनिभाः । गम्भीरहृदया भव्याः, सज्जनाः श्रवणोचिताः ।।१०६।। શ્લોકાર્થ : તેથી લઘુકર્મી ક્ષીરસમુદ્ર જેવા ગંભીર હૃદયવાળા યોગ્ય સજ્જનો આ કથાના શ્રવણને યોગ્ય છે. II૧૦૬ શ્લોક : तेषामपि न कर्त्तव्या, निन्दा नापि प्रशंसनम् । मौनमेव परं श्रेयः, तत्रेदं हन्त कारणम् ।।१०७।। શ્લોકાર્ચ - તેઓની પણ સજ્જનોની પણ, નિંદા કરવી નહીં, પ્રશંસા પણ નહીં, પરંતુ મૌન જ કલ્યાણકારી છે, ખરેખર ! ત્યાં=સજ્જનોની પ્રશંસા કે નિંદા નહીં કરવામાં, આ આગળ કહેવાય છે એ, કારણ છે. ll૧૦૭ll શ્લોક : तनिन्दायां महापापमनन्तगुणशालिनाम् । स्तवोऽपि दुष्करस्तेषां, मादृशैर्जडबुद्धिभिः ।।१०८।। શ્લોકાર્થ : અનંત ગુણશાલી એવા તેઓની સજ્જનોની નિંદામાં મહાપાપ છે, તેઓનું સ્તવ પણ મારા જેવા જડબુદ્ધિવાળા વડે દુષ્કર છે. ૧૦૮ll વિશ્વ વળી, શ્લોક : अस्तुता अपि ते काव्ये, पश्यन्ति गुणमञ्जसा । दोषानाच्छादयन्त्येव, प्रकृतिः सा महात्मनाम् ।।१०९।। શ્લોકાર્ચ - કાવ્યમાં નહિ સ્તુતિ કરાયેલા પણ તેઓ સજ્જનો, જલ્દીથી ગુણને જુએ છે, દોષોને આચ્છાદન કરે જ છે. મહાત્માઓની તે પ્રકૃતિ છે. II૧૦૯II Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : अतस्तेषां स्तवेनालं केवलं ते महाधियः । અચ્ચર્થનીયા: શ્રવને, તેનેfમથી તે સારા શ્લોકાર્ચ - આથી તેઓના સજ્જનોના, સ્તવન વડે સર્યું, ફક્ત તે મહાત્માઓ શ્રવણમાં પ્રાર્થના કરવા યોગ્ય છે, તેથી આ પ્રમાણે કહેવાય છે. II૧૧૦ll શ્લોક : भो भव्याः ! सुमनीभूय, कर्णं दत्वा निबोधत । यूयं मदनुरोधेन, वक्ष्यमाणं मया क्षणम् ।।१११।। શ્લોકાર્ચ - હે ભવ્યો ! તમે સારા મનવાળા થઈને મારા આગ્રહથી મારા વડે કહેવાશે તે કાન દઈને ક્ષણભર સાંભળો. II૧૧૧II कथामुखं महापुरवर्णनम् શ્લોક : अनन्तजनसंपूर्णमस्ति लोके सनातनम् । अदृष्टमूलपर्यन्तं, नाम किञ्चिन्महापुरम् ।।११२।। કથામુખ મહાપુરનું વર્ણન શ્લોકાર્ચ - અનંતા લોકથી ભરેલા લોકમાં કાયમ રહેનારું, નથી જોવાયાં મૂળ અને અંત જેનાં એવું અદષ્ટમૂલપર્યત નામનું કોઈક મહાનગર છે. ll૧૧રવા. તષ્ય ગ્રંશ—અને તે કેવું છે – શ્લોક : अभ्रोत्तुङ्गमनोहारिसोधपद्धतिसंकुलम् । अलब्धमूलपर्यन्तं, हट्टमार्गविराजितम् ।।११३।। Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - વાદળની જેમ ઊંચા મનોહર મહેલોની શ્રેણિથી વ્યાપ્ત, નહિ પ્રાપ્ત થયેલ મૂળ અને અંતવાળું હાટના માર્ગોથી શોભતું મહાપુર છે, એમ શ્લોક-૧૨૦ સાથે અન્વય છે. ll૧૧૩JI શ્લોક : अपारै रिविस्तारै नापण्यैः प्रपूरितम् । पण्यानां मूल्यभूताभिराकीर्णं रत्नकोटिभिः ।।११४ ।। શ્લોકાર્થ : પાર વગરના ઘણા વિસ્તારવાળા અનેક પ્રકારના કરિયાણાથી ભરેલ કરિયાણાના મૂલ્યભૂત ક્રોડો રત્નથી યુક્ત હાટમાર્ગથી શોભતું મહાનગર છે એમ પૂર્વના શ્લોક સાથે સંબંધ છે. II૧૧૪ll શ્લોક : विचित्रचित्रविन्यासैद्घजते देवमन्दिरैः । आक्षिप्तबालहृदयैर्निश्चलीकृतलोचनैः ।।११५ ।। શ્લોકાર્થ : આકર્ષણ કરાયાં છે બાળકોનાં હૃદય જેના વડે, નિશ્ચલ કરાયાં છે લોચન જેના વડે એવાં વિચિત્ર ચિત્રથી ચિત્રામણ કરેલાં દેવમંદિરો વડે (મહાનગર) શોભે છે. II૧૧૫ll. શ્લોક : वाचालबालसंघातैर्लसत्कलकलाकुलम् । अलभ्यतुङ्गप्राकारवलयेन विवेष्टितम् ।।११६।। શ્લોકાર્ચ - વાચાળ એવા બાળકોના સમૂહ વડે અત્યંત ઘોંઘાટથી વ્યાપ્ત થયેલું, ન ઓળંગી શકાય એવા ઊંચા કિલ્લાના વલય વડે વીંટળાયેલું મહાનગર છે. II૧૧૬ll બ્લોક : अलब्धमध्यगम्भीरं, खातिकाजलदुर्गमम् । विलसल्लोलकल्लोलैः, सरोभिः कृतविस्मयम् ।।११७ ।। Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : નહિ પ્રાપ્ત થયેલા મધ્ય ભાગથી ગંભીર, ખાઈમાં ભરેલા જલના કારણે દુઃખે ગમન કરી શકાય એવું, વિલાસ કરતાં ચપળ કલ્લોલવાળાં સરોવરો વડે કરાયેલા વિસ્મયવાળું (મહાપુર) છે. ll૧૧૭ી. શ્લોક : घोरान्धकूपसंघातैः, शत्रूणां त्रासहेतुभिः । समन्तादुपगूढं च, प्राकाराभ्यर्णवर्तिभिः ।।११८ ।। શ્લોકાર્ચ - શત્રુઓના ત્રાસનું કારણ, કિલ્લાની પાસે રહેલા એવા અત્યંત અંધકારવાળા કૂવાના સમૂહ વડે ચારે બાજુથી વ્યાપ્ત એવું (મહાપુર છે) એમ અન્વય છે. ll૧૧૮II. શ્લોક : भ्रमभ्रमरझङ्कारतारसंगीतसुन्दरैः । नानापुष्पफलाकीर्णे ति चामरकाननैः ।।११९।। શ્લોકાર્થ : ભમતા ભમરાઓના ઝંકારથી ઊઠેલા મધુર સંગીતથી સુંદર જુદાં જુદાં પુષ્પો અને ફળોથી લચી પડેલા એવા દેવલોકના બગીચાઓથી શોભે છે. I૧૧૯IL. શ્લોક : अनेकाश्चर्यभूयिष्ठं, तच्चमत्कारकारणम् । अदृष्टमूलपर्यन्तमीदृशं हि महापुरम् ।।१२० ।। अष्टभिः कुलकम् શ્લોકાર્ચ - અનેક આશ્ચર્યોથી ભરપૂર, ચમત્કારનું કારણ તે અદષ્ટમૂલપર્યન્ત મહાપુર આવા પ્રકારનું છે=ઉપરમાં વર્ણન કર્યું એવા પ્રકારનું છે. ll૧૨૦ रङ्कवर्णनम् શ્લોક : तत्र निष्पुण्यको नाम, कश्चिद्रको महोदरः । निर्नष्टबन्धुदुर्बुद्धिरर्थपौरुषवर्जितः ।।१२१ ।। Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૨. ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ભિખારીનું વર્ણન શ્લોકાર્ચ - ત્યાં તે નગરમાં, નાશ પામ્યા છે બંધુ-સ્વજનો જેના એવો, દુબુદ્ધિવાળો, અર્થ પુરુષાર્થથી રહિત મોટા પેટવાળો કોઈક નિપુણ્યક નામે રંક છે. ૧૨૧TI. શ્લોક : क्षुधाक्षामतनुर्भिक्षामादाय घटकर्परम् । पर्यटत्यनिशं दीनो, निन्द्यमानो गृहे गृहे ।।१२२।। શ્લોકાર્ચ - સુધાથી પાતળા થયેલા શરીરવાળો, દીન એવો તે રંક ભિક્ષાને માટે ઘડાના ઠીકરાને લઈને નિંદાતો ઘરે ઘરે નિરંતર ભટકે છે. II૧રરા શ્લોક : अनाथो भूमिशयनघृष्टपार्श्वत्रिकः परम् । धूलीधूसरसर्वाङ्गश्चीरिकाजालमालितः ।।१२३।। શ્લોકાર્થ : અનાથ, પૃથ્વી ઉપર સૂઈ રહેવાથી ઘસાઈ ગયાં છે ત્રણ પડખાં જેનાં એવો, અત્યંત ધૂળથી ખરડાયેલાં સર્વ અંગોવાળો લઘર-વઘર કપડાંવાળો ચીથરેહાલ. ll૧૨૩ll શ્લોક : दुर्दान्तडिम्भसंघातैस्ताड्यमानः क्षणे क्षणे । यष्टिमुष्टिमहालोष्टप्रहारैर्जर्जरीकृतः ।।१२४ ।। શ્લોકાર્થ : અત્યંત તોફાની બાળકોના સમૂહો વડે ક્ષણે ક્ષણે તાડન કરાતો, લાકડી, મૂઠી અને મોટા ટેકાના પ્રહારો વડે અધમૂઓ કરાયેલો (જીર્ણ કરાયેલો). ll૧૨૪ll શ્લોક : सर्वाङ्गीणमहाघाततापानुगतचेतनः । हा मातस्त्रायतामित्थं, दैन्यविक्रोशविक्लवः ।।१२५ ।। Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ સર્વ અંગે થતા મહાઘાતના તાપથી યુક્ત ચૈતન્યવાળો, ‘હા માતા રક્ષણ કરો' એ રીતે દીનતાના પોકારો કરનારો. II૧૨૫ાા શ્લોક ઃ सोन्मादः सज्वरः कुष्ठी, सपामः शूलपीडितः । નિલયઃ સર્વરોનાળાં, વેલનાવે વિશ્ર્વતઃ ।।૬।। શ્લોકાર્થ ઃ ઉન્માદ સહિત, જ્વર સહિત, કોઢ, ખણજ સહિત, શૂળથી પીડાયેલો સર્વ રોગોનું ઘર વેદનાના વેગથી વિહ્વળ થયેલો. ૧૨૬ શ્લોક ઃ शीतोष्णदंशमशकक्षुत्पिपासाद्युपद्रवैः । बाध्यमानो महाघोरनारकोपमवेदनः । । १२७ ।। 33 શ્લોકાર્થ ઃ શીત, ઉષ્ણ, દેશ-મશક, ક્ષુધા, પિપાસા આદિ ઉપદ્રવો વડે પીડાતો મહાભયંકર નારક જેવી વેદનાવાળો. ।।૧૨૭ શ્લોક ઃ कृपास्पदं सतां दृष्टो, हास्यस्थानं स मानिनाम् । बालानां क्रीडनावासो, दृष्टान्तः पापकर्मणाम् ।।१२८ ।। શ્લોકાર્થ : માની પુરુષોને હાસ્યનું સ્થાન, બાળકોને ક્રીડા કરવાનો આવાસ, પાપકર્મનું દૃષ્ટાંત એવો તે સજ્જનોને કૃપાનું સ્થાન જોવાયેલો છે. ૧૨૮ શ્લોક ઃ अन्येऽपि बहवः सन्ति, रोरास्तत्र महापुरे । વાં તાદૃશ: પ્રાવો, નાસ્તિ નિર્માવશેશ્વરઃ ।।૨૬।। Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તે મહાપુરમાં બીજા પણ ઘણા રંકો (નિપુણ્યકો) છે, ફક્ત તેવા પ્રકારનો નિર્ભાગ્ય શેખર પ્રાયઃ નથી. ll૧૨૯ll શ્લોક : तस्य तस्य गृहे लप्स्ये, भिक्षामित्यादि चिन्तयन् । ध्यानमापूरयन् रौद्रं, विकल्पाकुलमानसः ।।१३०।। શ્લોકાર્ચ - તેના તેના ઘરમાં ભિક્ષાને મેળવીશ વગેરે વિચારતો, રૌદ્ર ધ્યાનને કરતો, વિકલ્પોથી વ્યાકુળ માનસવાળો. ll૧૩oll શ્લોક : स किञ्चिन्नैव लभते, केवलं परिताम्यति । कदनलेशमात्रं तु, राज्यवत्प्राप्य तुष्यति ।।१३१।। શ્લોકાર્થ : તે કંઈપણ મેળવતો નથી, ફક્ત દુઃખી થાય છે, કદન્નના લેશ માત્રને પ્રાપ્ત કરીને રાજ્યવત્ (જાણે રાજ્ય મળ્યું હોય તેમ) ખુશી થાય છે. ll૧૩૧II શ્લોક : अवज्ञया जनैर्दत्तं, भुञानस्तत् कदन्नकम् । शक्रादपि बिभेत्युच्चैरयमेतद् ग्रहीष्यति ।।१३२।। શ્લોકાર્ચ - અવજ્ઞાથી લોકો વડે અપાયેલા તે કદન્નને ખાતો ઈથી પણ અત્યંત ભય પામે છે, આ=ઈન્દ્ર, આને ગ્રહણ કરશે. ll૧૩રા. શ્લોક : तृप्तिस्तेनापि नैवास्य, बुभुक्षा वर्द्धते परम् । जीर्यत्तत्पीडयत्येनं, कृत्वा वातविसूचिकाम् ।।१३३।। Page #58 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : આને=રંકને, તેના વડે પણ=કદન્ન વડે પણ, તૃપ્તિ નથી જ, કેવલ ભૂખ વધે છે, જીર્ણ થતું તે=કદન્ન, વાતવિસૂચિકાને કરીને આને=દ્રમને પીડા કરે છે. II૧૩૩II શ્લોક ઃ अन्यच्च सर्वरोगाणां, निदानं तदुदाहृतम् । तदेव पूर्वरोगाणामभिवृद्धिकरं परम् ।।१३४ ।। શ્લોકાર્થ : અને બીજું તે=કદન્ન સર્વ રોગોનું કારણ કહેવાયું છે, તે જ=કદન્ન જ, પૂર્વરોગોની અત્યંત વૃદ્ધિ કરનાર છે. I|૧૩૪|| શ્લોક ઃ स च तन्मन्यते चारु, वराको नान्यदीक्षते । सुस्वादुभोजनास्वादो, न स्वप्नेऽप्यस्य गोचरः । ।१३५।। : શ્લોકાર્થ ઃ અને તે વરાક=બિચારો તેને=કદન્નને, સુંદર માને છે, અન્યને જોતો નથી, સુસ્વાદુ ભોજનનો આસ્વાદ સ્વપ્નમાં પણ આનો વિષય નથી. ।।૧૩૫/ શ્લોક ઃ ૩૫ उच्चावचेषु गेहेषु, नानाकारासु वीथिषु । बहुशस्तत्पुरं तेन, भ्रान्तमश्रान्तचेतसा ।। १३६ । શ્લોકાર્થ જુદા જુદા આકારવાળી શેરીઓમાં, ઊંચાં-નીચાં ઘરોમાં, નહિ થાકેલા ચિત્તવાળા એવા તે ટૂંક વડે ઘણીવાર તે નગરમાં ભમાયું. ||૧૩૬|| શ્લોક ઃ एवं पर्यटतस्तस्य, महापापहतात्मनः । न ज्ञायते कियान् कालो, दुःखग्रस्तस्य लङ्घितः ।। १३७।। Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ય : આ પ્રમાણે ભટકતા, મહાપાપથી હણાયેલા આત્માવાળા, દુઃખથી ગ્રસ્ત થયેલા એવા તેનો કેટલો કાળ પસાર કરાયો તે જણાતું નથી. I૧૩૭થી द्वारप्राप्तिः બ્લોક : अथ तत्र पुरे राजा, सुस्थितो नाम विश्रुतः । समस्तसत्त्वसङ्घस्य, स्वभावादतिवत्सलः ।।१३८।। રંકને રાજમંદિરના દ્વારની પ્રાપ્તિ શ્લોકાર્ય : તે નગરમાં સર્વ પ્રાણીસમૂહને સ્વભાવથી અતિવત્સલ એવો સુસ્થિત નામે રાજા સંભળાયો છે. ll૧૩૮ શ્લોક : अटाट्यमानोऽसौ रङ्कः, संप्राप्तस्तस्य मन्दिरम् । स्वकर्मविवरो नाम, तत्राऽऽस्ते द्वारपालकः ।।१३९।। શ્લોકાર્ધ : ભટકતો એવો આ રંક તેના સુસ્થિતના, મંદિરે પહોંચ્યો, ત્યાં સ્વકર્મવિવર નામે દ્વારપાલ છે. ll૧૩૯ll શ્લોક : स द्वारपालस्तं रोरं, दृष्ट्वाऽतिकरुणास्पदम् । प्रावेशयत्कृपालुत्वादपूर्व राज्यमन्दिरम् ।।१४०।। શ્લોકા - અતિકરુણાના સ્થાન એવા તે રોરને રંકને, જોઈને કૃપાલુપણું હોવાથી અપૂર્વ એવા રાજ્યમંદિરમાં તે દ્વારપાલે પ્રવેશ કરાવ્યો. ll૧૪૦II Page #60 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ राजमन्दिरवर्णनम् શ્લોક : तच्च कीदृशम्रत्नराशिप्रभाज्वालैस्तमोबाधाविवर्जितम् । रसनानूपुराद्युत्थभूषणारावसुन्दरम् ।।१४१।। તે રાજ્યમંદિરનું વર્ણન શ્લોકાર્ય : અને તે રાજભુવન કેવું છે – રત્નના સમૂહની પ્રજાનાં કિરણો વડે અંધકારની બાધાથી રહિત રસના=કંદોરો, નૂપુર આદિથી ઊઠેલા ભૂષણના અવાજથી સુંદર રાજમંદિર શોભે છે એમ શ્લોક-૧૫૦ સાથે અન્વય છે. ll૧૪૧il શ્લોક : देवपट्टांशुकोल्लोचलोलमौक्तिकमालिकम् । ताम्बूललालिताशेषलोकवक्त्रमनोहरम् ।।१४२।। શ્લોકાર્ચ - દેવીવત્રના ચંદરવામાં લટકતી મોતીની માળાવાળું, તાંબુલથી લાલન કરાયેલા સઘળા લોકોના મુખથી મનોહર. ll૧૪ll શ્લોક : विचित्रभक्तिविन्यासैर्गन्धोद्धरसुवर्णकैः । आकीर्णं प्राङ्गणं माल्यैः, कलालिकुलगीतिभिः ।।१४३।। શ્લોકાર્ય : વિચિત્ર પ્રકારની રચનાવાળી, સુગંધયુક્ત સારા વર્ણવાળી, સુંદર ભમરાના સમૂહના ગુંજારવવાળી માળાઓથી વ્યાપ્ત પ્રાંગણવાળું તે રાજમંદિર છે. I૧૪all. બ્લોક : विलेपनविमर्दैन, कर्दमीकृतभूमिकम् । प्रहृष्टसत्त्वसंदोहवादितानन्दमर्दलम् ।।१४४।। Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : વિલેપનના છંટકાવથી આર્ટ થયેલી ભૂમિવાળું, હર્ષિત થયેલા પ્રાણીઓના સમૂહથી વગડાયેલા આનંદના વાજિંત્રવાળું તે રાજમંદિર છે. ll૧૪૪ll શ્લોક : अन्तर्व्वलन्महातेजःप्रलयीभूतशत्रुभिः। बहिःप्रशान्तव्यापार, राजवृन्दैरधिष्ठितम् ।।१४५।। શ્લોકાર્ચ - અંદર ઝળકતા મહાતેજથી નાશ કરાયા છે શત્રુઓ જેમના વડે, બહારથી પ્રશાંત વ્યાપારવાળા એવા રાજવૃન્દોથી અધિષ્ઠિત થયેલું રાજમંદિર છે. ll૧૪૫ll શ્લોક : साक्षाद्भूतजगच्चेष्टैः, प्रज्ञाऽवज्ञातवैरिकैः । समस्तनीतिशास्त्रज्ञैर्मन्त्रिभिः परिपूरितम् ।।१४६।। શ્લોકાર્ચ - સાક્ષાભૂત છે જગતની ચેષ્ટા જેમને એવા, પ્રજ્ઞાથી અવજ્ઞા કરાયા છે વૈરી જેમના વડે એવા, સમસ્ત નીતિશાસ્ત્રને જાણનારા મંત્રીઓ વડે ભરેલું રાજમંદિર છે. ll૧૪૬ll શ્લોક : पुरः परेतभर्तारं, येऽभिवीक्ष्य रणाङ्गणे । न क्षुभ्यन्ति महायोधास्तैरसङ्ख्यनिषेवितम् ।।१४७।। શ્લોકાર્ચ - જે મહાયોધાઓ રણાંગણમાં સન્મુખ યમરાજને જોઈને ક્ષોભ પામતા નથી, તે અસંખ્ય મહાયોધાઓ વડે સેવાયેલું રાજમંદિર છે. II૧૪૭ના શ્લોક : कोटीकोटीः पुराणां ये, पालयन्ति निराकुलाः । ग्रामाकरानसंख्यांश्च, व्याप्तं तादृग्नियुक्तकैः ।।१४८।। Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૩૯ શ્લોકાર્ય : નિરાકુલ થયેલા જેઓ કોડાકોડી નગરોને અને અસંખ્ય ગામો-આકરોને પાલન કરે છે તેવા નિયોજકો વડે ભરેલું રાજમંદિર છે. ll૧૪૮ શ્લોક : येऽत्यन्तवत्सला भर्तुर्गाढं विक्रमशालिनः । आकीर्णं तादृशैरन्तर्भूरिभिस्तलवर्गिकैः ।।१४९।। શ્લોકાર્થ : ગાઢ પરાક્રમથી શોભતા એવા જેઓ સ્વામી પ્રત્યે અત્યંત વત્સલ છે=અત્યંત ભક્તિવાળા છે, તેવા ઘણા તલવર્થિકો (કોટવાળો) વડે અંદરથી ભરેલું છે. ll૧૪૯ll. શ્લોક – प्रमत्तप्रमदालोकनिवारणपरायणैः ।। નિવૃત્તવિષયાસી, રાતે સ્થવિરાનને સાર૫૦ના શ્લોકાર્થ :પ્રમત્ત એવી સ્ત્રીઓને નિવારણ કરવામાં પરાયણ, વિષયનો આસંગ નિવૃત્ત થયો છે એવા સ્થવિરાજન વડે (સાધ્વીઓ વડે) શોભે છે. II૧૫oll શ્લોક : अनेकभटसंघातैराकीर्णं तत्समन्ततः । लसद्विलासिनीसाथैर्निर्जितामरधामकम् ।।१५१।। શ્લોકાર્ય : અનેક સુભટોના સમૂહો વડે ચારે બાજુથી વ્યાપ્ત થયેલું, મનોહર વિલાસિનીઓના સમૂહો વડે જિતાયું છે અમરધામ એવું તે રાજમંદિર શોભે છે. II૧૫૧II શ્લોક - कलकण्ठैः प्रयोगज्ञैर्गायद्भिर्गायनैः परैः । वीणावेणुरवोन्मित्रैः, श्रोत्रानन्दविधायकम् ।।१५२।। Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ય : મધુર કંઠવાળા, પ્રયોગને જાણનારા, એવા ગાયકો વડે વીણા-વેણુના અવાજથી મિશ્ર એવા શ્રેષ્ઠ ગાયનોથી શ્રોતાને આનંદ કરનારું રાજમંદિર શોભે છે. ઉપરા શ્લોક - विचित्रचित्रविन्यासैश्चित्ताक्षेपविधायिभिः । सद्रूपैरतिसौन्दर्यानिश्चलीकृतलोचनम् ।।१५३।। શ્લોકાર્ચ - વિચિત્ર ચિત્રની રચનાવાળાં, ચિત્તને આક્ષેપ કરનારાં સુંદર રૂપો વડે અતિસૌન્દર્યથી નિશ્ચલ કરાયેલા લોચનવાળું રાજમંદિર છે. I૧૫૩. શ્લોક : चन्दनागरुकर्पूरमृगनाभिपुरःसरैः । अतिगन्धोद्धरैर्द्रव्यैर्घाणमोदनकारणम् ।।१५४।। શ્લોકાર્ય : ચંદન, અગરુ, કપૂર, કસ્તૂરી વગેરે અતિ સુગંધી દ્રવ્યો વડે નાસિકાને આનંદનું કારણ રાજમંદિર છે. II૧૫૪ શ્લોક : कोमलांशुकतूल्यादिललनालोकयोगतः । स्पर्शप्रमुदिताशेषतद्योग्यजनवृन्दकम् ।।१५५ ।। શ્લોકાર્ધ : કોમળ વસ્ત્રની પથારી વગેરે અને સ્ત્રીલોકના યોગથી સ્પર્શ વડે આનંદિત કરાયેલા સમગ્ર તેને યોગ્ય એવા= ઉત્તમભોગોને યોગ્ય એવા, જનવૃંદવાળું રાજમંદિર છે. II૧૫૫ll શ્લોક : मनःप्रीतिसमुत्पादकारणै रसनोत्सवैः । स्वस्थीभूताखिलप्राणिसंघातं भोजनैः परैः ।।१५६।। Page #64 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ મનની પ્રીતિ ઉત્પન્ન કરવામાં કારણ એવાં, જિલ્લાના ઉત્સવવાળાં એવાં શ્રેષ્ઠ ભોજનો વડે સ્વસ્થ કરાયેલા સકલ પ્રાણીસમૂહવાળું રાજમંદિર શોભે છે, એમ શ્લોક-૧૫૦માં રાખતે=સાથે અન્વય છે. II૧૫૬ रङ्कस्य शुभसंकल्पः શ્લોક ઃ समस्तेन्द्रियनिर्वाणकारणं वीक्ष्य तत्त्वतः । स रङ्कश्चिन्तयत्येवं, किमेतदिति विस्मितः । । १५७ ।। ભિખારીનો શુભ સંકલ્પ શ્લોકાર્થ : તત્ત્વથી સમસ્ત ઇંદ્રિયોની તૃપ્તિના કારણ એવા રાજભવનને જોઈને આ શું છે ? એ પ્રમાણે વિસ્મય પામેલો તે ટંક આ પ્રમાણે વિચારે છે. II૧૫૭]] શ્લોક ઃ सोन्मादत्वान्न जानाति, विशेषं तस्य तत्त्वतः । तथापि हृदयाकूते, स्फुरितं लब्धचेतसः । । १५८ ।। ૪૧ શ્લોકાર્થ : ઉન્માદસહિતપણાને કારણે તે ટૂંક, તત્ત્વથી તેના=રાજભવનના, વિશેષને જાણતો નથી તોપણ પ્રાપ્ત થયેલી ચેતનાવાળા તેને હૃદયના અભિપ્રાયમાં સ્ફુરાયમાન થયું. II૧૫૮।। શ્લોક ઃ यदिदं दृश्यते राजभवनं सततोत्सवम् । द्वारपालप्रसादेन, मया दृष्टमपूर्वकम्. ।।१५९।। શ્લોકાર્થ : જે આ રાજભવન સતત ઉત્સવવાળું દેખાય છે તે દ્વારપાલના પ્રસાદથી મારા વડે અપૂર્વ જોવાયું. II૧૫૯।। Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ બ્લોક : अहं हि बहुशः पूर्वमस्य द्वारि परिभ्रमन् । દ્વારપાલ્લેર્મદાપા, પ્રાતઃ પ્રાપ્તો નિરાવૃત: T૬૦ના શ્લોકાર્થ : પૂર્વે હું ઘણીવાર ભટકતો આના (રાજભવનના) દ્વારમાં વારંવાર પ્રાપ્ત થયેલો મહાપાપી એવા દ્વારપાલો વડે કાઢી મુકાયો. I૧૬ol. શ્લોક : सत्यं निष्पुण्यकोऽस्मीति, येनेदं देवदुर्लभम् । न दृष्टं प्राग् न चोपायो, दर्शनार्थं मया कृतः ।।१६१।। શ્લોકાર્થ : ખરેખર હું નિપુણ્યક છું, જેથી આ દેવદુર્લભ (રાજભવન) પહેલાં ન જોવાયું અને જોવા માટે મારા વડે ઉપાય ન કરાયો. ૧૧ શ્લોક : कदाचिन्नैव मे पूर्वं, मोहोपहतचेतसः । जिज्ञासामात्रमप्यासीत्, कीदृशं राजमन्दिरम् ।।१६२।। શ્લોકાર્ચ - મોહથી હણાયેલા ચિત્તવાળા મને રાજમંદિર કેવું છે? એ પ્રમાણે પૂર્વે ક્યારેય જિજ્ઞાસા માત્ર પણ ન જ હતી. ll૧૬રશા શ્લોક : निर्भाग्यस्यापि कृपया, चित्तालादविधायकम् । अयं मे परमो बन्धुर्येनेदं दर्शितं मम ।।१६३।। શ્લોકાર્ચ - નિર્ભાગ્ય એવા પણ મને ચિતને આહલાદ કરનારું આ રાજભવન, કૃપાથી જેના વડે દેખાડાયું એ મારો પરમ બંધુ છે. ll૧૬all Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૪૩ શ્લોક : एते धन्यतमा लोकाः, सर्वद्वन्द्वविवर्जिताः । प्रहृष्टचित्ता मोदन्ते, सततं येऽत्र मन्दिरे ।।१६४।। શ્લોકાર્ચ - આ લોકો ધન્યતમ છે, જેઓ સર્વ દ્વન્દ્રથી રહિત થયેલા, હર્ષિત ચિતવાળા આ મંદિરમાં સતત આનંદ કરે છે. ll૧૧૪ll શ્લોક : यावत्स चिन्तयत्येवं, द्रमको लब्धचेतनः । तावद्यत्तत्र संपनं, तदिदानीं निबोधत ।।१६५।। શ્લોકાર્ય : પ્રાપ્ત થયેલી ચેતનાવાળો દ્રમક જેટલામાં આ પ્રમાણે વિચારે છે તેટલામાં જે ત્યાં પ્રાપ્ત થયું તે સાંભળો. II૧૧૫II राजेन्द्रदृष्टिपातः બ્લોક : प्रासादशिखरे रम्ये, सप्तमे भूमिकातले । तत्राऽस्ते लीलयाऽसीनः, स राजा परमेश्वरः ।।१६६।। अधस्ताद्वर्ति तत्सर्वं, नानाव्यापारमञ्जसा । नगरं सततानन्दं, समन्तादवलोकयन् ।।१६७।। युग्मम् મહારાજાનો દષ્ટિપાત શ્લોકાર્થ : ત્યાં મનોહર એવા પ્રાસાદના શિખર ઉપર સાતમા માળે પરમેશ્વર એવા તે રાજા નીચે રહેલા, નાના જુદા જુદા વ્યાપારવાળા, સતત આનંદવાળા સર્વ તે નગરને ચારે બાજુથી શીઘ જોતા લીલા વડે બેઠેલા છે. II૧૬-૧૭ના Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : न किञ्चिन्नगरे तत्र, बहिश्च खलु वर्त्तते । वस्तु यन्न भवेद् दृष्टगोचरस्तस्य पश्यतः ।।१६८।। શ્લોકાર્ય :તે નગરમાં અને બહાર ખરેખર તેવી કોઈ વસ્તુ નથી જે જોતા એવા તેની (રાજાની) દૃષ્ટિનો વિષય ન થાય. II૧૬૮II શ્લોક : अतः प्रविष्टं तं रोरं, गाढं बीभत्सदर्शनम् । महारोगभराक्रान्तं, शिष्टानां करुणास्पदम् ।।१६९।। શ્લોકાર્ધ : આથી અત્યંત બીભત્સ (કદરૂ૫) છે દર્શન જેનું, મહારોગના સમૂહથી આક્રાન્ત, શિષ્ટપુરુષોને કરુણાનું સ્થાન એવા પ્રવેશ કરેલા તે દ્રમકને જાણે ધોયેલા પાપવાળો કર્યો એમ શ્લોક-૧૭૦સાથે સંબંધ છે. ll૧૬૯ll. શ્લોક : कारुण्यादिव राजेन्द्रः, स महात्माऽमलेक्षणः । स्वदृष्टिवृष्टिपातेन, पूतपापमिवाकरोत् ।।१७०।। શ્લોકાર્ધ : નિર્મળ આંખવાળા (કેવળજ્ઞાનવાળા) તે મહાત્મા રાજેન્દ્ર જાણે કારુણ્યથી પોતાની દષ્ટિરૂપી વૃષ્ટિના પાતથી (તે દમકને) જાણે ધોયેલા પાપવાળો કર્યો. ૧૭૦II શ્લોક : धर्मबोधकरो नाम, महानसनियुक्तकः । स राजदृष्टिं तां तत्र, पतन्तीं निरवर्णयत् ।।१७१।। શ્લોકાર્ધ : ધર્મબોધકર નામવાળા રસોડાના નિયોજક એવા તેણે ત્યાં તે પ્રમક ઉપર, પડતી એવી તે રાજાની દષ્ટિને જોઈને II૧૭૧II Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૪પ બ્લોક : अथासौ चिन्तयत्येवं, तदा साकूतमानसः । किमेतदद्भुतं नाम, साम्प्रतं दृश्यते मया ।।१७२।। શ્લોકાર્ચ - હવે, ત્યારે સાભિપ્રાય માનસવાળા આ=મહાનસ નિયોજક, આ પ્રમાણે વિચારે છે, ખરેખર હમણાં મારા વડે શું આ અદ્ભુત=આશ્ચર્ય, જોવાય છે ? ll૧૭શા શ્લોક : यस्य दृष्टिं विशेषेण, ददाति परमेश्वरः । तूर्णं त्रिभुवनस्यापि, स राजा जायते नरः ।।१७३।। શ્લોકાર્ચ - પરમેશ્વર જેને વિશેષથી દષ્ટિને આપે છે તે માણસ જલ્દીથી ત્રણે ભુવનનો રાજા થાય છે. II૧૭all શ્લોક : अयं तु द्रमको दीनो, रोगग्रस्तशरीरकः । अलक्ष्मीभाजनं मूढो, जगदुद्वेगकारणम् ।।१७४।। શ્લોકાર્ચ - આ દ્રમક તો દીન, રોગથી ગ્રસ્ત થયેલા શરીરવાળો, અલક્ષ્મીનું ભાજન (નિર્ધન), મૂઢ, જગતને ઉદ્વેગનું કારણ છે. ll૧૭૪ll શ્લોક : आलोच्यमानोऽपि कथं, पौर्वापर्येण युज्यते । તોપરિ પાતોડવું, અષ્ટ: પરમેશ્વર ? માર૭થા શ્લોકાર્થ : તે કારણથી આની ઉપર સદ્દષ્ટિનો પરમેશ્વર સંબંધી આ પાત પૂર્વાપરભાવથી વિચાર કરાતો પણ કેવી રીતે ઘટે ? અર્થાત્ ઘટે નહીં. ll૧૭પા Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : हुं ! ज्ञातमेष एवात्र, हेतुरस्य निरीक्षणे । स्वकर्मविवरेणात्र, यस्मादेष प्रवेशितः ।।१७६।। શ્લોકાર્ચ - હું !="હા!” ખરેખર જણાયું અહીં આના નિરીક્ષણમાં આ જ હેતુ છે, જે કારણથી સ્વકર્મવિવર વડે અહીં આ રાજમંદિરમાં આ દ્રમક પ્રવેશ કરાવાયો. ૧૭૬ll શ્લોક : स्वकर्मविवरश्चायं, नापरीक्षितकारकः । तेनायं राजराजेन, सम्यग्दृष्ट्या विलोकितः ।।१७७।। શ્લોકાર્થ : અને અપરિણીત કાર્યને કરનારો આ સ્વકર્મવિવર નથી, તેથી રાજાના રાજા વડે યથાર્થદષ્ટિથી આદ્રમક જોવાયો છે. ll૧૭૭ી. શ્લોક : अन्यच्च पक्षपातोऽत्र, भवने यस्य जायते । परमेश्वरपादानां, स प्रियत्वं प्रपद्यते ।।१७८।। શ્લોકાર્ધ : અને બીજું આ ભવનમાં જેને પક્ષપાત થાય છે તે પૂજ્ય પરમેશ્વરના પ્રિયપણાને પ્રાપ્ત કરે છે. ||૧૭૮II બ્લોક : अयं च नेत्ररोगेण, नितरां परिपीडितः । एतद्दिदृक्षयाऽत्यर्थमुन्मिषत्येव लोचने ।।१७९।। શ્લોકાર્ય : અને આ (દ્રમક) નેત્રરોગથી અત્યંત પીડાયેલો છે, આને જોવાની ઈચ્છાથી ભવનને જોવાની ઈચ્છાથી, નેત્રોને અત્યંત ખોલે જ છે. II૧૭૯II Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૪૭ શ્લોક : दर्शनादस्य सहसा, गाढं बीभत्सदर्शनम् । प्रमोदाद् वदनं मन्ये, लभते दर्शनीयताम् ।।१८०।। શ્લોકાર્ચ - હું માનું છું કે ગાઢ બીભત્સદર્શનવાળું (દમકનું) મુખ આના=ભવનના, દર્શનથી પ્રમોદના કારણે સહસા જોવા યોગ્યપણાને પામે છે. ll૧૮oll શ્લોક - रोमाञ्चयति चाङ्गानि, धूलीधूसरितान्ययम् । ततोऽनुरागो जातोऽस्य, भवने तेन वीक्ष्यते ।।१८१।। શ્લોકાર્ચ - અને આ (દ્રમક) ધૂળથી ખરડાયેલાં અંગોને રોમાંચ પમાડે છે, તેથી તેના વડે રોમાંચ વડે, આનો=દ્રમકનો, ભવન ઉપર થયેલો અનુરાગ જોવાય છે. ll૧૮૧II શ્લોક : ततोऽयं द्रमकाकारं, बिभ्राणोऽप्यधुना स्फुटम् । राजावलोकनादेव, वस्तुत्वं प्रतिपत्स्यते ।।१८२।। શ્લોકાર્ચ - તેથી હમણાં દ્રમકના આકારને ધારણ કરતો પણ આ=દ્રમક, રાજાના અવલોકનથી જ પ્રગટ વસ્તુપણાને સ્વીકારશે. ll૧૮૨ાા શ્લોક : इत्याकलय्य तस्यासौ, करुणाप्रवणोऽभवत् । सत्यं तत् श्रूयते लोके, यथा राजा तथा प्रजाः ।।१८३।। શ્લોકાર્ચ - આ પ્રમાણે વિચારીને તેની ઉપર આ (ધર્મબોધકર) કરુણાથી યુક્ત થયા, લોકમાં તે સત્ય સંભળાય છે. જે પ્રમાણે રાજા તે પ્રમાણે પ્રજા જેવો રાજા તેવી પ્રજા. ll૧૮all Page #71 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ रंकभिक्षादानप्रयत्नः બ્લોક : अथादरवशात्तूर्णं, तस्य मूलमुपागमत् । एह्येहि दीयते तुभ्यमित्येवं तमवोचत ।।१८४।। રંકને ભિક્ષાના દાનનો પ્રયત્ન શ્લોકાર્ચ - હવે આદરના વશથી જલ્દી તેની પાસે દ્રમકની પાસે, (ધર્મબોધકર) આવ્યા (તથા) આવ, આવ, તને અપાય છે એ પ્રમાણે તેને દ્રમુકને, કહ્યું. ૧૮૪ll શ્લોક : कदर्थनार्थमायाताः पश्चाल्लग्नाः सुदारुणाः । दुर्दान्तडिम्भा ये तस्य, दृष्ट्वा तं ते पलायिताः ।।१८५।। શ્લોકાર્ચ - જે કદર્થના કરવા માટે આવેલા, તેની પાછળ પડેલા, અત્યંત ભયંકર, દુઃખે કરીને દમન કરી શકાય એવા બાળકો હતા તેઓ તેને જોઈને ધર્મબોધકરને જોઈને, નાસી ગયા. ૧૮પી બ્લોક : भिक्षाचरोचिते देशे, स तं नीत्वा प्रयत्नतः । धर्मबोधकरस्तस्मै, दानाय जनमादिशत् ।।१८६।। શ્લોકાર્ચ - ભિક્ષાચરોને ઉચિત દેશમાં પ્રયત્નથી તેને લઈ જઈને તે ધર્મબોધકરે તેને આપવા માટે માણસને આદેશ કર્યો. II૧૮૬ શ્લોક - अथास्ति तद्दया नाम, दुहिता तस्य सुन्दरा । सा तद्वचनमाकर्ण्य, संभ्रमेण समुत्थिता ।।१८७।। શ્લોકાર્થ : હવે તેની=ધર્મબોધકરની, તદ્દયા નામની સુંદર પુત્રી છે તે તેના વચનને સાંભળીને સંભ્રમથી ઊઠી. II૧૮II Page #72 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક ઃ समस्तगदनिर्णाशि, वर्णौजः पुष्टिवर्द्धनम् । सुगन्धि सुरसं स्निग्धं, देवानामपि दुर्लभम् ।।१८८ ।। महाकल्याणकं नाम, परमान्नं मनोहरम् । सा तदादाय वेगेन, तत्समीपमुपागता । । १८९ । । युग्मम् શ્લોકાર્થ : તેણી=તદ્દયા, સમસ્ત રોગનો નાશ કરનાર, વર્ણથી ઓજસ અને પુષ્ટિને વધારનાર, સુગંધી, સારા રસવાળા, સ્નિગ્ધ, દેવોને પણ અતિ દુર્લભ એવા મહાકલ્યાણક નામના મનોહર પરમાન્નને લઈને વેગથી તેની પાસે આવી. II૧૮૮-૧૮૯।। ભ્રમર્જીવિત્વ:=પરમાન્ન લઈને આવેલી તદ્દયાને જોઈને દ્રમક કેવા કુવિકલ્પ કરે છે ? તે કહે શ્લોક ઃ इतश्च नीयमानोऽसौ, द्रमकः पर्यचिन्तयत् । तुच्छाभिप्रायवशतः, शङ्कयाऽऽकुलमानसः ।।१९०।। શ્લોક ઃ શ્લોકાર્થ ઃ અને આ બાજુ લઈ જવાતા, શંકાથી આકુલ માનસવાળા આ દ્રમકે તુચ્છ અભિપ્રાયના વશથી વિચાર્યું. ||૧૯૦|| ૪૯ द्रमकतुच्छकल्पना यदयं मां समाहूय, पुरुषो नयति स्वयम् । भिक्षार्थं किल नैवैतत्, सुन्दरं मम भासते । । १९१ । । દ્રમકની તુચ્છ કલ્પનાઓ શ્લોકાર્થ : જે કારણથી મને બોલાવીને આ પુરુષ સ્વયં ભિક્ષાને માટે લઈ જાય છે, ખરેખર મને આ સુંદર લાગતું નથી જ. II૧૯૧|| Page #73 -------------------------------------------------------------------------- ________________ પ૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : भिक्षायाः पूरितप्रायमिदं हि घटकर्परम् । तदेष विजने नीत्वा, नूनमुद्दालयिष्यति ।।१९२।। શ્લોકાર્ધ : ભિક્ષાથી પ્રાયઃ ભરાયેલું આ ઘટકર્પર ઘડાનું ઠીકરું, છે તેને આ=ધર્મબોધકર, એકાંતમાં લઈ જઈને નક્કી પડાવી લેશે. ll૧૯હ્યા શ્લોક : तत् किं नश्यामि सहसा? भक्षयाम्युपविश्य वा? । न कार्यं भिक्षयेत्युक्त्वा, यद्वा गच्छामि सत्वरम् ।।१९३।। શ્લોકાર્ચ - તેથી હું શું એકદમ નાસી જાઉં? અથવા બેસીને ખાઉં? અથવા ભિક્ષા વડે કાર્ય નથી (મારે ભિક્ષા નથી જોઈતી) એ પ્રમાણે કહીને જલ્દી જાઉં? I૧૯all શ્લોક : इत्यनेकविकल्पैश्च, भयं तस्य विवर्द्धते । तद्वशान्नैव जानीते, क्वाहं यातः क्व च स्थितः ।।१९४।। શ્લોકાર્થ :અને આ પ્રમાણે અનેક વિકલ્પો વડે તેનો ભય વધે છે તેના વશથી હું ક્યાં લઈ જવાયો અને ક્યાં રહ્યો છું તે જાણતો નથી જ. II૧૯૪ll શ્લોક : गाढमूर्छाभिभूतत्वात्संरक्षणनिमित्तकम् । रौद्रध्यानं समापूर्य, मीलिते तेन लोचने ।।१९५ ।। શ્લોકાર્ય : ગાઢ મૂચ્છથી અભિભૂતપણું હોવાથી સંરક્ષણનિમિત્તવાળા રૌદ્રધ્યાનને પૂરીને તેના વડે બંને લોચન બિડાયાં. ll૧લ્પા Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પ૧ શ્લોક : समस्तेन्द्रियवृत्तीनां, व्यापारोपरतेः क्षणात् । नासौ चेतयते किञ्चित्, काष्ठवन्नष्टचेतनः ।।१९६।। શ્લોકાર્ધ : સમસ ઈન્દ્રિયની વૃત્તિઓના વ્યાપારોના અટકવાથી ક્ષણને માટે કાષ્ઠની જેમ નષ્ટ થયેલા ચેતનવાળો આ કંઈપણ ચેતના પામતો નથી. II૧૯૬ll. શ્લોક : गृहाणेति च जल्पन्ती, भूयो भूयः समाकुलाम् । ततोऽसौ द्रमकोऽपुण्यो, न जानात्येव कन्यकाम् ।।१९७।। શ્લોકાર્ચ - અને તું ગ્રહણ કર એમ પ્રમાણે ફરી ફરી બોલતી આકુલ એવી કન્યાને જાણતો નથી જ, તેથી આ દ્રમક પુણ્યરહિત છે. ll૧૯૭ll શ્લોક : सर्वरोगकरं तुच्छं, कदन्नं न भविष्यति । इति ध्यानेन नष्टात्मा, तां सुधां नावबुध्यते ।।१९८ ।। શ્લોકાર્ચ - સર્વ રોગને કરનારું તુચ્છ કદન્ન નહીં રહે=મારું કદન્ન નહીં રહે, એ પ્રમાણે ધ્યાનથી નષ્ટ આત્માવાળો દ્રમક તે અમૃતને જાણતો નથી. II૧૯૮ll महानसनियुक्तकविचारणा શ્લોક : प्रत्यक्षं तमसंभाव्यं, वृत्तान्तं वीक्ष्य विस्मितः । स तदा चिन्तयत्येवं, महानसनियुक्तकः ।।१९९।। Page #75 -------------------------------------------------------------------------- ________________ પર ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ રસોડાના અધિકારીની વિચારણા શ્લોકાર્ચ - અસંભાવ્ય એવા તે પ્રત્યક્ષ વૃત્તાન્તને જોઈને વિસ્મિત થયેલો તે રસોડાનો અધિકારી ત્યારે આ પ્રમાણે વિચારે છે. II૧૯૯ll શ્લોક : किमेष द्रमकश्चारु, दीयमानमपि स्फुटम् । परमान्नं न गृह्णाति? ददात्यपि च नोत्तरम् ? ।।२००।। શ્લોકાર્ચ - આ દ્રમક પ્રગટ રીતે અપાતા પણ સુંદર પરમાન્નને કેમ ગ્રહણ કરતો નથી? અને ઉત્તરને પણ આપતો નથી ? Il૨૦૦I શ્લોક : विद्राणवदनोऽत्यन्तं, निमीलितविलोचनः । हृतसर्वस्ववन्मोहाद, संजातः काष्ठकीलवत् ।।२०१।। શ્લોકાર્ચ - પ્લાન વદનવાળો, અત્યંત બંધ થયેલા લોચનવાળો, જાણે સર્વસ્વ હરાઈ ગયું હોય તેવો મોહથી લાકડાના ખીલા જેવો થયો. ૨૦૧૫. શ્લોક : तदयं नोचितो मन्ये, परमानस्य पापभाक् । यद्वा नास्य वराकस्य, दोषोऽयमुपलभ्यते ।।२०२।। શ્લોકાર્ચ - તે કારણથી આ પાપી પરમાન્નને ઉચિત નથી એમ હું માનું છું અથવા આ બિચારાનો આ દોષ જણાતો નથી. ૨૦ચા શ્લોક : अयं हि रोगजालेन, बहिरन्तश्च वेष्टितः । वेदनाविह्वलो मन्ये, न हि जानाति किञ्चन ।।२०३।। Page #76 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પ3 શ્લોકાર્ચ - રોગચાળ વડે આEદ્રમક, બહારથી અને અંદરથી ઘેરાયેલો, વેદનાથી વિહ્વળ થયેલો કંઈપણ જાણતો નથી, એમ હું માનું છું. ll૨૦Bll શ્લોક : अन्यथा कथमेतत्स्यात्, कदनलवलम्पटः । अमृतास्वादमप्येष, न गृह्णीयात्सचेतनः? ।।२०४।। શ્લોકાર્ધ : અન્યથા=જો આમ ન હોય તો, આ કેમ થાય ? કદન્નલવલંપટ, સચેતન એવો આ દ્રમક અમૃતના આસ્વાદવાળા પરમાન્નને પણ કેમ ગ્રહણ ન કરે ? Il૨૦૪ll શ્લોક : तदयं निर्गदो हन्त, केनोपायेन जायते? । आ ज्ञातं विद्यते चारु, ममैतद् भेषजत्रयम् ।।२०५।। શ્લોકાર્ય : તેથી આ કયા ઉપાયથી નીરોગી થાય ? હં...... જાણ્યું, મારું આ ભેષજત્રય (ઔષધત્રિક) સુંદર વિધમાન છે. ll૨૦૫ll. શ્લોક : यत्तावद्विमलालोकं, नाम मे परमाञ्जनम् । समस्तनेत्ररोगाणां, तदपाकरणक्षमम् ।।२०६।। શ્લોકાર્ચ - વિમલાલોક નામનું મારું જે પરમ અંજન છે તે સમસ્ત નેત્રના રોગોને નાશ કરવામાં સમર્થ છે. Il૨૦૬ શ્લોક : सूक्ष्मव्यवहितातीतभाविभावविलोकने । परमं कारणं मन्ये, प्रयुक्तं तद्विधानतः ।।२०७।। Page #77 -------------------------------------------------------------------------- ________________ પ૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકા : વિધિથી પ્રયોગ કરાયેલું તે વિમલાલોક જન સૂક્ષ્મ-દૂર રહેલ-ભૂત-ભાવિ ભાવોને જોવામાં પરમ કારણ છે એમ હું માનું છું. ૨૦૭ી શ્લોક : तत्त्वप्रीतिकरं नाम, यच्च तीर्थोदकं परम् । विद्यते मम तत्सर्वरोगतानवकारणम् ।।२०८।। શ્લોકાર્થ : અને જે મારું તત્ત્વપ્રીતિકર નામનું પરમ તીર્થોદક વિધમાન છે તે સર્વ રોગને પાતળા કરવાનું કારણ છે. ll૨૦૮II શ્લોક : विशेषात्पुनरुन्मादसूदनं तदुदाहृतम् । दृढं च पटुदृष्टित्वे, कारणं वर्णितं बुधैः ।।२०९।। શ્લોકાર્ય : વળી વિશેષથી તે તીર્થોદક ઉન્માદને નાશ કરનારું કહેવાયું છે અને બુધજનો વડે પર્દષ્ટિપણામાં દઢ કારણ કહેવાયું છે. ર૦૯ll શ્લોક : महाकल्याणकं नाम, यच्चैतदुपढौकितम् । परमानमिदं सर्वगदनिर्मूलनक्षमम् ।।२१०।। શ્લોકાર્ચ - અને જે આ મહાકલ્યાણ નામનું પરમાન્ન દ્રમુકને આપવા માટે સન્મુખ કરાયું છે એ સર્વ રોગને નિર્મુલ કરવામાં સમર્થ છે. ર૧૦|| શ્લોક : प्रयुज्यमानं विधिना, वर्णं पुष्टिं धृतिं बलम् । મન:પ્રસાતમોર્બિલ્ય, વાસ્તä વીર્યતામ્ પારા तथाऽजरामरत्वं च, कुर्यादेतन संशयः । नातः परतरं मन्ये, लोकेऽपि परमौषधम् ।।२१२।। Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ կկ શ્લોકાર્ય : વિધિથી પ્રયોગ કરાતું આ (ઔષધ) વર્ણ, પુષ્ટિ, ધૃતિ, બળ, મનની પ્રસન્નતા, ઓર્જિત્ય, વયનું સ્તંભન, સવીર્યતા, અને આ=ઔષધ, અજરામરપણું કરે એ સંશય નથી, લોકમાં પણ આનાથી અત્યંત શ્રેષ્ઠ પરમ ઔષધ નથી એમ હું માનું છું. ll૧૧-૨૧ચા શ્લોક : तदेनममुना सम्यक्, त्रयेणापि तपस्विनम् । व्याधिभ्यो मोचयामीति, चित्ते तेनावधारितम् ।।२१३।। શ્લોકાર્ધ : તેથી આ તપસ્વીને આ ત્રણે પણ ઔષધ વડે સારી રીતે વ્યાધિઓથી હું છોડાવું એ પ્રમાણે ચિત્તમાં તેના વડે=ધર્મબોધકર વડે, અવધારણ કરાયું. ll૧૩|| विमलालोकप्रयोगः શ્લોક : ततः शलाकामादाय, विन्यस्याग्रे तदञ्जनम् । तस्य धूनयतो ग्रीवामञ्जिते तेन लोचने ।।२१४ ।। વિમલાલોક અંજનનો પ્રયોગ શ્લોકાર્ચ - ત્યારપછી સળીને લઈને તે અંજન (સળીના) અગ્રભાગમાં મૂકીને ડોકને ધુણાવતા એવા તેનાં બે લોચનો તેના વડે=ધર્મબોધકર વડે, અંજાયાં. ર૧૪ll શ્લોક : प्रह्लादकत्वाच्छीतत्वादचिन्त्यगुणयोगतः । तदनन्तरमेवास्य, चेतना पुनरागता ।।२१५ ।। શ્લોકાર્ધ : પ્રહલાદકપણું હોવાથી, શીતપણું હોવાથી, અચિંત્યગુણનો યોગ થવાના કારણે, તેના અનંતર જરઅંજનના અનંતર જ, આને દ્રમુકને, ફરી ચેતના આવી. ર૧પI Page #79 -------------------------------------------------------------------------- ________________ પ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ બ્લોક : क्षणादन्मीलितं चक्षुर्विनष्टा इव तद्गदाः । मनागाह्लादितश्चित्ते, किमेतदिति मन्यते ।।२१६ ।। શ્લોકાર્ચ - ક્ષણમાં ચક્ષ ઊઘડી, તેના રોગો જાણે નાશી ગયા, ચિત્તમાં જરાક આહલાદ થયો, આ શું એ પ્રમાણે માને છે. ર૧૧ી. શ્લોક : तथापि च तदाकूतं, भिक्षारक्षणलक्षणम् । पूर्वावेधवशान्नैव, सम्यगस्य निवर्त्तते ।।२१७ ।। શ્લોકાર્ચ - તોપણ પૂર્વના સંસ્કારના વશથી ભિક્ષારક્ષણ સ્વરૂપ તે અભિપ્રાય આનો=દ્રમકનો, સમ્યમ્ નિવર્તન થતો નથી જ. ર૧ના શ્લોક : विजनं वर्त्तते हन्त, लास्यत्येनां व्यचिन्तयत् । નિ. મુ નંદુકાનો વિજોષ, વૃષ્ટિ ઘરે પુનઃ પુનઃ ારા શ્લોકાર્થ :નિર્જન જગ્યા છે, આને=કદન્નને લઈ લેશે એ પ્રમાણે તેણે વિચાર્યું, નાસી જવાની ઈચ્છાવાળો વારંવાર દિગંતમાં=દિશાઓમાં નજર નાખે છે. ll૧૮ पयःपानजनितगुणः શ્લોક : अथाञ्जनवशाद् दृष्ट्वा, पुरः संजातचेतनम् । तं रोरं मधुरैर्वाक्यैर्धर्मबोधकरोऽब्रवीत् ।।२१९ ।। પાણીના પાનજનિત ગુણ શ્લોકાર્થ : અંજનના વશથી થયેલા ચેતનવાળા તે રોરને આગળ જોઈને મધુર વાક્યો વડે ધર્મબોધકરે કહ્યું. ર૧૯ll Page #80 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પછી - ૫૭ શ્લોક : पिबेदमुदकं भद्र ! तापोपशमकारणम् । येन ते स्वस्थता सम्यक्, शरीरस्योपजायते ।।२२०।। બ્લોકાર્ય : હે ભદ્ર!તાપના ઉપશમનું કારણ એવું આ પાણી પી, જેથી તને શરીરની સારી રીતે સ્વસ્થતા પ્રાપ્ત થાય. Il૨૦II શ્લોક : स तु शङ्काऽऽकुलाऽऽकूतः, किमनेन भविष्यति । न जाने इति मूढात्मा, नोदकं पातुमिच्छति ।।२२१।। શ્લોકાર્ચ - વળી તે શંકાથી વ્યાકુલ વિચારવાળો ‘આના વડે શું થશે ?' (તે) હું જાણતો નથી એ પ્રમાણે મૂઢાત્મા પાણી પીવાને ઈચ્છતો નથી. ||૨૨૧ શ્લોક : कृपापरीतचित्तेन, हितत्वात्तदनिच्छतः । बलाद्विवृत्य वदनं, सलिलं तस्य गालितम् ।।२२२।। શ્લોકાર્થ : કૃપાથી યુક્ત ચિત્તવાળા ધર્મબોધકર વડે હિતપણું હોવાથી તેને નહિ ઈચ્છતા તેના=રોરના, મુખને બલાત્કારે ખોલીને તેને પાણી પાયું. ll૨૨ાા શ્લોક : तच्छीतममृतास्वादं, चित्तालादकरं परम् । नीरमीरितसंतापं, पीत्वा स्वस्थ इवाभवत् ।।२२३।। શ્લોકાર્ય : ઠંડા અમૃતના આસ્વાદવાળા, ચિત્તને આહ્વાદ કરનાર, નાશ પામ્યો છે સંતાપ જેના વડે એવા શ્રેષ્ઠ, તે પાણીને પીને સ્વસ્થ જેવો થયો. If૨૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ नष्टप्रायमहोन्मादो, जातान्यगदतानवः । क्षणाद्विगतदाहार्त्तिस्ततोऽसौ समपद्यत ।। २२४ ।। શ્લોકાર્થ ઃ ત્યારપછી નષ્ટપ્રાયઃ થયો છે મહા ઉન્માદ જેનો, થયું છે અન્ય રોગનું પાતળાપણું એવો આ= દ્રમક, ક્ષણમાં ગયેલા દાહની પીડાવાળો થયો. ।।૨૨૪ શ્લોક ઃ सुप्रसन्नेन्द्रियग्रामः, स्वस्थेनैवान्तरात्मना । સોઽચિન્તયવિનું ચિત્તે, જિગ્વિક્રિમલચેતનઃ ।।૨૨।। શ્લોકાર્થ ઃ સ્વસ્થ જ અંતરાત્માથી=મનથી સુપ્રસન્ન ઈન્દ્રિયના સમૂહવાળા, કંઈક નિર્મળ ચેતનાવાળા એવા તેણે ચિત્તમાં આ પ્રમાણે વિચાર્યું. ।।૨૨૫ા શ્લોક ઃ महामोहहतेनाहो, नरोऽयमतिवत्सलः । મા મહાત્મા પાપેન, વૈખ્યત્વેન તિઃ ।।૨૬।। શ્લોકાર્થ ઃ મહામોહથી હણાયેલા પાપી એવા મારા વડે અતિવત્સલ મહાત્મા એવા આ નર=ધર્મબોધકર પંચકપણાથી કલ્પના કરાયા. I|૨૨૬ા શ્લોક ઃ ममाञ्जनप्रयोगेण, विहिता पटुदृष्टिता । અનેન તોયપાનેન, નિતા સ્વસ્થતા પરા ।।૨૭।। શ્લોકાર્થ ઃ આના વડે=ધર્મબોધકર વડે, અંજનના પ્રયોગ વડે મારી પટુદૃષ્ટિ કરાઈ, પાણીના પાન વડે અત્યંત સ્વસ્થતા ઉત્પન્ન કરાઈ. II૨૨૭૦ા Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પલ શ્લોક : तस्मान्महोपकारीति, किमस्योपकृतं मया? । महानुभावतां मुक्त्वा, नान्यदस्य प्रवर्तकम् ।।२२८ ।। શ્લોકાર્ચ - તેથી મહાઉપકારી છે એથી મારા વડે આનો શું ઉપકાર કરાયો ? મહાનુભાવતાને છોડીને બીજું આનું પ્રવર્તક નથી. ર૨૮II कदनमूर्छा શ્લોક : एवं चिन्तयतोऽप्यस्य, मूर्छा तत्र कदनके । गाढं भावितचित्तत्वान कथञ्चित्रिवर्त्तते ।।२२९।। કદન્નમાં મૂચ્છ શ્લોકાર્ધ : એ પ્રમાણે ચિંતવતા પણ તે કદન્નકમાં અત્યંત ભાવિતચિતપણું હોવાથી આની મૂર્છા કોઈ રીતે નિવર્તન પામતી નથી. ર૨૯ll શ્લોક : अथ तद्भोजने दृष्टिं, पातयन्तं मुहुर्मुहुः । विदित्वा तदभिप्रायमितरस्तमभाषत ।।२३०।। શ્લોકાર્ચ - હવે કદન્ન ભોજનમાં વારંવાર દષ્ટિપાતને કરતા તેને મકને, તેના અભિપ્રાયને જાણીને ઈતર=ધર્મબોધકરે, કહ્યું. ર૩૦| શ્લોક : अरे द्रमक ! दुर्बुद्धे ! किमिदं नावबुध्यसे? । यदेषा कन्यका तुभ्यं, परमानं प्रयच्छति ।।२३१।। શ્લોકાર્ય :અરે દ્રમક ! દુબુદ્ધિ! આ કન્યા તને જે પરમાત્ર આપે છે એ શું તું જાણતો નથી? Il૨૩૧ll Page #83 -------------------------------------------------------------------------- ________________ go ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : भवन्ति रोराः प्रायेण, बहवोऽन्येऽपि पापिनः । त्वत्समो नास्ति निर्भाग्यो, मयैतत्परिनिश्चितम् ।।२३२।। શ્લોકાર્ચ - પ્રાયઃ બીજા પણ ઘણા પાપી એવા પ્રમકો છે, તારા સમાન નિર્ભાગ્ય નથી, મારા વડે આ નિશ્ચય કરાયો છે. ર૩રા શ્લોક : यस्त्वं कदन्नलाम्पट्यात्सुधाऽऽकारमिदं मया । दाप्यमानं न गृह्णासि, परमानमनाकुलः ।।२३३।। શ્લોકાર્થ : કદન્નના લંપટપણાથી મારા વડે અપાતા અમૃતના આકારવાળા આ પરમાન્નને અનાકુલ એવો જે તું ગ્રહણ કરતો નથી. /ર૩૩ શ્લોક : अन्येऽस्मात्सद्मनो बाह्याः, सत्त्वास्तिष्ठन्ति दुःखिताः । तेषु नैवादरोऽस्माकं, न ते राज्ञाऽवलोकिताः ।।२३४।। શ્લોકાર્ચ - અમારા ભવનથી બહાર બીજા દુઃખિત પ્રાણીઓ રહેલા છે તેઓ રાજા વડે જોવાયા નથી. તેઓમાંeતે જીવોમાં, અમારો આદર નથી જ. ||ર૩૪ll શ્લોક : यतस्त्वं भवनं दृष्ट्वा, मनागाह्लादितो हृदि । तवोपरि नरेन्द्रस्य, दयाऽतोऽस्तीति गम्यते ।।२३५ ।। શ્લોકાર્થ : જે કારણથી તું ભવનને જોઈને હૃદયમાં જરાક આલાહ પામ્યો આથી તારા ઉપર નરેન્દ્રની દયા છે એ પ્રમાણે જણાય છે. |૨૩૫ll. Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : प्रिये प्रियं सदा कुर्युः, स्वामिनः सेवका इति । यो न्यायस्तद्विधानार्थं, वयं त्वयि दयालवः ।।२३६।। શ્લોકાર્ચ - સ્વામિના પ્રિયમાં સેવકોએ હંમેશાં પ્રિયને કરવું જોઈએ એ પ્રમાણે જે જાય છે તેને કરવાને માટે અમે તારા ઉપર દયાવાળા છીએ. ll૨૩૬ll. શ્લોક : अमूढलक्ष्यो राजाऽयं, नापात्रे कुरुते मतिम् । अवष्टम्भः किलास्माकं, स त्वया वितथीकृतः ।।२३७।। શ્લોકાર્ચ - અમૂઢલક્ષ્યવાળા આ રાજા અપાત્રમાં મતિને કરતા નથી, ખરેખર અમારો તે વિશ્વાસ તારા વડે ખોટો કરાયો. ર૩૭ી. શ્લોક - इदं हि मधुरास्वादं, सर्वव्याधिनिबर्हणम् । नादत्से त्वं कथं तुच्छे, कदन्ने बद्धमानसः? ।।२३८।। શ્લોકાર્ચ - તુચ્છ કદન્નમાં બદ્ધ માનસવાળો તું મધુર આસ્વાદવાળા, સર્વ વ્યાધિનો નાશ કરનારા આનેક પરમાન્નને, કેમ ગ્રહણ કરતો નથી. ર૩૮. શ્લોક - अतस्त्यजेदं दुर्बुद्धे ! गृहाणेदं विशेषतः । यत्प्रभावादिमे पश्य, मोदन्ते सद्मजन्तवः ।।२३९।। શ્લોકાર્ય : આથી હે દુર્બુદ્ધિ! આનો ત્યાગ કર, આને વિશેષથી ગ્રહણ કર, તું જો, જેના પ્રભાવથી આ ભવનના પ્રાણીઓ આનંદ પામે છે. ર૩૯ll Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ Res: ततः संजातविश्वासस्तथाऽऽविर्भूतनिर्णयः । तत्त्यागवचनाद्दीनस्तं प्रतीदमवोचत ।।२४०।। श्लोजार्थ : તેથી ધર્મબોધકરે ગાથા-૨૩૯માં કહ્યું તેથી, થયેલા વિશ્વાસવાળો અને થયેલા નિર્ણયવાળો तेना त्यागना वयनथी हीन थयेटो (द्रम) सेना प्रति मा प्रमाणे जोत्या. ||२४०।। टोs: यदेतद् गदितं नाथैस्तत्सत्यं मम भासते । किन्तु विज्ञपयाम्येकं, वचनं तन्निबोधत ।।२४१।। RCोधार्थ: નાથ વડે જે આ કહેવાયું તે મને સત્ય લાગે છે, પરંતુ એક વિનંતી કરું છું તે વચનને समो . ॥२४१।। Reोs: यदिदं भोजनं नाथ ! वर्त्तते कर्परोदरे । प्राणेभ्योऽपि विशेषेण, स्वभावादतिवल्लभम् ।।२४२।। उपार्जितं च क्लेशेन, काले निर्वाहकं तथा । इदं तु तावकं नाहं, जानामि ननु कीदृशम् ।।२४३।। PCोर्थ : હે નાથ ! કર્પરના મધ્યમાં જે આ ભોજન છે તે પ્રાણથી પણ વિશેષરૂપે સ્વભાવથી અતિવલ્લભ છે અને ક્લેશ વડે મેળવેલું છે તથા કાળમાં-દીર્ઘકાળમાં નિર્વાહ કરનારું છે, વળી ખરેખર તમારું આ પરમાન્ન કેવા પ્રકારનું હિતકારી છે તે હું જાણતો નથી. ll૨૪૨-૨૪all Cोs: तदिदं नैव मोक्तव्यं, मया स्वामिन् ! कथञ्चन । यदि देयं सहानेन, दापय स्वं च भोजनम् ।।२४४।। Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧/ પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : તેથી હે સ્વામિન્ ! આ=કદન્ન, મારા વડે કોઈપણ રીતે છોડવા યોગ્ય નથી જ, અને જો આની સાથે આપવા યોગ્ય હોય તો પોતાના ભોજનને તમે અપાવો. ll૨૪૪ll શ્લોક : इतरस्तु तदाकर्ण्य, मनसा पर्यचिन्तयत् । पश्यताचिन्त्यसामर्थ्य, महामोहविजृम्भितम् ।।२४५।। શ્લોકાર્થ : વળી, બીજાએ=ધર્મબોધકરે, તેને સાંભળીને મનથી વિચાર્યું, જુઓ અચિંત્ય સામર્થ્યવાળો મહામોહનો વિલાસ છે. ર૪પII શ્લોક : यदयं द्रमको मोहात्सर्वव्याधिकरे रतः । अस्मिन् कदन्नके नैतत्तृणाय मम मन्यते ।।२४६।। શ્લોકાર્થ : જે કારણથી સર્વ વ્યાધિકર એવા આ કદન્નમાં મોહથી રક્ત થયેલો આ દ્રમક તૃણ માટેeતૃણ જેવા કદન્ન માટે, મારા આ પરમાન્નને સ્વીકારતો નથી. ર૪૬ll શ્લોક : तथापि किञ्चिद भूयोऽपि, शिक्षयामि तपस्विनम् । यदि मोहो विलीयेत, स्यादस्मै हितमुत्तमम् ।।२४७।। શ્લોકાર્ચ - તોપણ તપસ્વીને ફરી પણ કંઈક શીખવું, જો મોહ વિલય પામે તો આનું દ્રમકનું, ઉત્તમ હિત થાય. ર૪૭II શ્લોક : इत्याकलय्य तेनोक्तं, भद्र ! किं नावगच्छसि? । एतनिमित्तकाः सर्वे, रोगास्तव शरीरके ।।२४८।। Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉ૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - એ પ્રમાણે વિચારીને તેના વડે કહેવાયું, હે ભદ્ર! શું તું જાણતો નથી ? તારા શરીરમાં સર્વે રોગો આના-કદન્નના, નિમિતવાળા છે. ll૨૪૮ શ્લોક : एतद्धि भक्षितं सर्वैः, सर्वदोषप्रकोपनम् । जायते नितरां तेन, त्यक्तव्यं शुद्धबुद्धिभिः ।।२४९।। શ્લોકાર્ધ : દિ જે કારણથી, સર્વ જીવો વડે ભક્ષણ કરાયેલું આ કદન્ન સર્વ દોષોને પ્રકોપન કરનાર અત્યંત થાય છે તે કારણથી શુદ્ધબુદ્ધિવાળા જીવોએ ત્યાગ કરવું જોઈએ. ll૨૪૯|| શ્લોક : तवापि भासते भद्र ! विपर्यासादिदं हृदि । यदि स्वादं पुनर्वत्सि, मामकानस्य तत्त्वतः ।।२५०।। ततस्त्वं वार्यमाणोऽपि, त्यजस्येवेदमात्मना । को नामामृतमास्वाद्य, विषमापातुमिच्छति? ॥२५१।। युग्मम् શ્લોકાર્ધ : હે ભદ્ર! વિપર્યાસથી તારા પણ હૃદયમાં આ=કદન્ન, સારું લાગે છે. જો મારા અન્નના સ્વાદને તત્વથી તું જાણે તો તું વારણ કરાતો પણ પોતાની મેળે આનોકદન્નનો, ત્યાગ કરે જ, અમૃતનો આસ્વાદ કરીને ખરેખર કોણ ઝેર પીવાને ઈચ્છે ? ર૫૦-૨૫૧II શ્લોક : अन्यच्चाञ्जनसामर्थ्य, माहात्म्यं सलिलस्य च । किं न दृष्टं त्वया? येन, मद्वचो नानुतिष्ठसि ।।२५२।। શ્લોકાર્ચ - અને બીજું અંજનનું સામર્થ્ય અને પાણીનું માહાભ્ય શું તારા વડે ન જોવાયું ? જેથી મારા વચનને અનુસરતો નથી. રપIL. Page #88 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ શ્લોક ઃ यच्चोक्तमर्जितं क्लेशादिदं मुञ्चामि नो ततः । तत्रापि श्रूयतां सौम्य ! मोहं हित्वा त्वयाऽधुना ।। २५३ ।। શ્લોકાર્થ ઃ અને જે કહેવાયું – ક્લેશથી આ મેળવેલું છે તેથી હું છોડતો નથી ત્યાં પણ=તેના વિષયમાં પણ = હે સૌમ્ય ! મોહને છોડીને હમણાં તારે સાંભળવું જોઈએ=હું આગળમાં કહું છું તે સાંભળવું જોઈએ. II૨૫૩]I શ્લોક ઃ येनैवोपार्जितं क्लेशात्, क्लेशरूपं च वर्त्तते । क्लेशस्य च पुनर्हेतुस्तेनैवेदं विमुच्यते ।। २५४ ।। શ્લોકાર્થ ઃ જે કારણથી જ ક્લેશથી ઉપાર્જન કરાયું અને ક્લેશરૂપ વર્તે છે અને વળી ક્લેશનું કારણ છે, તે કારણથી જ આ=કદન્ન છોડાય છે. ।।૨૫૪।। શ્લોક ઃ यच्चोक्तं न त्यजामीदं, काले निर्वाहकं यतः । तत्राप्याकर्ण्यतां तावत्त्यक्त्वा तत्र विपर्ययम् ।।२५५ ।। ૫ શ્લોકાર્થ ઃ અને જે કહેવાયું કે આ કદન્ન હું છોડતો નથી જે કારણથી આપત્તિકાલમાં નિર્વાહ કરનાર છે, તે કદન્નમાં વિપર્યયનો ત્યાગ કરીને તેમાં પણ=તે વિષયમાં તારે સાંભળવું જોઈએ=આપત્તિકાલે નિર્વાહ કરનાર છે તે વિષયમાં તારે સાંભળવું જોઈએ. ।।૨૫૫ શ્લોક ઃ अनन्तदुःखसंतानहेतुर्निर्वाहि यद्यपि । તદ્ધિ ત્વિયા સ્થેય, દુ:સ્વપ્રપ્તેન સર્વવા? ।।રદ્દ।। શ્લોકાર્થ : જો કે નિર્વાહ કરનારું આ કદન્ન અનંત દુઃખની પરંપરાનું કારણ છે, ખરેખર શું હંમેશાં તારે દુઃખથી ગ્રસ્ત રહેવું છે ? ।।૨૫૬ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : इदं तु तावकं नाहं, जानामि ननु कीदृशम् । यदुक्तं तत्र विश्रब्धो, वक्ष्यमाणं मया शृणु ।।२५७।। શ્લોકાર્થ: વળી તમારું આ=પરમાન્ન, કેવું છે તે હું જાણતો નથી તેમાં કદન્નમાં, વિશ્વાસ પામેલા એવા તારા વડે જે કહેવાયું મારા વડે વફ્ટમાણ એવું તું સાંભળ. ||ર૫૭ના શ્લોક : क्लेशं विना सदाकालं, प्रयच्छामि यथेच्छया । परमात्रमिदं तुभ्यं, गृहाण त्वमनाकुलः ।।२५८।। શ્લોકાર્ચ - ક્લેશ વિના સદા કાળ ઈચ્છા પ્રમાણે હું તને આ પરમાન્ન આપીશ. અનાકુલ એવો તું ગ્રહણ કર. ll૨૫૮ll બ્લોક : समूलकाषं कषति, सर्वव्याधीनिदं हि ते । तुष्टिं पुष्टिं बलं वर्णं, वीर्यादीन् वर्द्धयत्यपि ।।२५९।। શ્લોકાર્ચ - દિ ખરેખર, આ=પરમાન્ન, તારા સર્વ વ્યાધિને મૂલથી નાશ કરે છે. તુષ્ટિ, પુષ્ટિ, બલ, વર્ણ, વીર્યાદિને વધારે પણ છે. પર૫૯ll શ્લોક - किं चानेनाक्षयो भूत्वा, सततानन्दपूरितः । यथाऽयमास्ते राजेन्द्रः स्थास्यस्येतबलात्तथा ।।२६० ।। શ્લોકાર્ચ - વળી આના વડે–પરમાન્ન વડે, અક્ષય થઈને સતત આનંદથી પુરાયેલા જે રીતે આ રાજેન્દ્ર રહે છે, તે રીતે આના બળથી તું રહીશ. llરકoll Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : ततो मुञ्चाग्रहं भद्र ! त्यजेदं रोगकारणम् । गृहाणेदं महानन्दकारणं परमौषधम् ।।२६१।। શ્લોકાર્થ : તેથી હે ભદ્ર! આગ્રહને મૂક, રોગના કારણ એવા આનો કદન્નનો ત્યાગ કર, મહાનંદના કારણ એવા આ પરમ ઔષધને ગ્રહણ કર. //ર૦૧II. परमानदानम् સ પ્રાઈ=તે કહે છે – શ્લોક : त्यक्तमात्रेऽस्मिन्, म्रियेऽहं स्नेहविभ्रमात् । भट्टारक ! ततो देहि, सत्यस्मिन्मे स्वभेषजम् ।।२६२।। ધર્મબોધકર દ્વારા દ્રમકને પરમાન્નનું પ્રદાન શ્લોકાર્ચ - આ=કદન્નનો ત્યાગ માત્ર કરાયે છતે સ્નેહના વિભ્રમથી હું મરીશ, તેથી હે પૂજ્ય ! આ હોતે છતે મને પોતાનું ઔષધ આપો. IIકરા શ્લોક : ततो विज्ञाय निर्बन्धमितरः पर्यकल्पयत् । नैवास्य शिक्षणोपायो, विद्यतेऽन्योऽधुना स्फुटम् ।।२६३।। શ્લોકાર્ધ : ત્યાર પછી આગ્રહને જાણીને ઇતરે ધર્મબોધકરે, વિચાર્યું, હમણાં આનાકદ્રમકના, શિક્ષણનો બીજો ઉપાય પ્રગટ વિધમાન નથી. ર૬૩. શ્લોક : ततोऽत्र विद्यमानेऽपि, दीयतामिदमौषधम् । पश्चाद्विज्ञातसद्भावः, स्वयमेव विहास्यति ।।२६४।। Page #91 -------------------------------------------------------------------------- ________________ ઉ૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : તેથી આ=કદન્ન, વિધમાન હોતે છતે પણ આ ઔષધ અપાય, પાછળથી જામ્યો છે સાચો ભાવ જેણે એવો તે=દ્રમક, સ્વયં જ ત્યાગ કરશે. ર૬૪ શ્લોક : इत्याकलय्य तेनोक्तो, गृह्यतां भद्र ! साम्प्रतम् । परमानमिदं सद्यो, गृहीत्वा चोपभुज्यताम् ।।२६५।। શ્લોકાર્ય : આ પ્રમાણે વિચારીને તેના વડે=ધર્મબોધકર વડે, કહેવાયું, હે ભદ્ર! હમણાં આ પરમાન્ન ગ્રહણ કરાય, અને જલ્દી ગ્રહણ કરીને ઉપયોગ કરાય (જદી તું ખા.) Ilરપી. परमानभक्षणस्य प्रभावः શ્લોક : एवं भवतु तेनोक्ते, संज्ञिता तेन तद्दया । दत्तं तया गृहीत्वा तत्तेन तत्रैव भक्षितम् ।।२६६।। પરમાન્ન ભક્ષણનો પ્રભાવ શ્લોકાર્થ : એ પ્રમાણે થાવ, તેના વડે કહેવાયે છતે તેના વડે ધર્મબોધકર વડે, તે દયા સંજ્ઞા કરાઈ, (ઈશારો કરાયો) તેણી વડે અપાયું, તે પરમાન્નને ગ્રહણ કરીને તેના વડે દ્રમક વડે, ત્યાં જ ખવાયું. ર૬૬. બ્લોક : ततस्तदुपयोगेन, बुभुक्षा शान्तिमागता । नष्टा इव गदव्राता, येऽस्य सर्वाङ्गसंभवाः ।।२६७।। બ્લોકાર્ય : ત્યારપછી તેના=પરમાન્નના, ઉપયોગથી ભૂખ શાંત પામી, આના કમકના, સર્વ અંગમાં ઉત્પન્ન થયેલા જે રોગનો સમૂહ નાશ પામેલા જેવા થયો. ર૬૭ી Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૯ શ્લોક : याऽसावञ्जनसंपाद्या, या च सा सलिलोद्भवा । सुखासिका क्षणात्तस्य, साऽनन्तगुणतां गता ।।२६८।। શ્લોકાર્ય : જે આ અંજનથી પ્રાપ્ત થયેલી અને જે તે પાણીથી ઉત્પન્ન થયેલી તેની તે સુખાસિકા ક્ષણમાં અનંતગુણપણાને પામી. ll૧૮. શ્લોક : अथ प्रादुर्भवद्भक्तिर्नष्टाशङ्कः प्रमोदितः । स तं प्रत्याह नान्योऽस्ति, नाथो मे भवतो विना ।।२६९।। શ્લોકાર્ચ - હવે પ્રગટ થયેલી ભક્તિવાળો, નષ્ટ થયેલી આશંકાવાળો, પ્રમોદ પામેલો તે=દ્રમક, તેના પ્રતિ=ધર્મબોધકર પ્રતિ, કહે છે તમારા વિના મારે બીજો નાથ નથી. ર૬૯II શ્લોક : यतोऽनुपकृतैरेव, भवद्भिर्भाग्यवर्जितः । अहं सर्वाधमोऽप्येवमेतावदनुकम्पितः ।।२७०।। શ્લોકાર્થ : જે કારણથી અનુપકૃત જ એવા આપના વડે ભાગ્યરહિત, સર્વથી અધમ પણ એવો હું આ પ્રમાણે આટલી અનુકંપા કરાયો. ll૨૭૦ll | માયોપદેશ શ્લોક : इतरः प्राह यद्येवमुपविश्य क्षणं त्वया । श्रूयतां यदहं वच्मि, श्रुत्वा तच्च समाचर ।।२७१।। ધર્મબોધકર દ્વારા દ્રમકને ઉપદેશ શ્લોકાર્ય : બીજ=ધર્મબોધકર, કહે છે – જો એ પ્રમાણે છે તો ક્ષણવાર બેસીને હું જે કહું છું તે તારા વડે સંભળાય અને તેને સાંભળીને તું આચરણ કર. ll૨૭૧|| Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ अथोपविष्टे विश्रब्धं, तस्मिन्स प्राह चारुभिः । મનઃપ્રહ્લાŠસ્તસ્ય, વોમિદિંતળાયા ।।૨૨।। શ્લોકાર્થ ઃ હવે તે દ્રમક વિશ્વાસથી બેઠે છતે સુંદર વચનો વડે તેના=દ્રમકના મનને આનંદ પમાડતા તેણે=ધર્મબોધકરે, હિતની ઈચ્છાથી કહ્યું. II૨૭૨ા શ્લોક ઃ यदभ्यधायि भवता, नाथोऽन्यो नास्ति मेऽधुना । તંત્ર વાચ્યું યત: સ્વામી, તવ (નશ્ય?) તૃષોત્તમઃ ।।૨૭૩।। શ્લોકાર્થ : જે તારા વડે કહેવાયું, હમણાં મારે બીજો નાથ નથી, તે કહેવું જોઈએ નહિ, જે કારણથી શ્રેષ્ઠ નૃપોત્તમ તમારો અને અમારો સ્વામી છે. II૨૭૩II શ્લોક ઃ अयं हि भगवान्नाथो, भुवनेऽपि चराचरे । विशेषतः पुनर्येऽत्र, भवने सन्ति जन्तवः ।।२७४। શ્લોકાર્થ ઃ ચરાચર ભુવનમાં પણ આ ભગવાન નાથ છે, વળી જે પ્રાણીઓ આ ભુવનમાં રહે છે, તે પ્રાણીઓના વિશેષથી નાથ છે. II૨૭૪॥ શ્લોક ઃ येऽस्य किङ्करतां यान्ति नराः कल्याणभागिनः । तेषामल्पेन कालेन, भुवनं किङ्करायते । । २७५ ।। શ્લોકાર્થ ઃ કલ્યાણને ભજનારા જે મનુષ્યો આના=નાથના, કિંકરપણાને પામે છે, તેઓનું કિંકર થાય છે. II૨૭૫II અલ્પકાલ વડે ભુવન Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : येऽत्यन्तपापिनः सत्त्वा, ये नैव सुखभाजनम् । ते वराका नरेन्द्रस्य, नामाप्यस्य न जानते ।।२७६।। શ્લોકાર્ચ - જેઓ અત્યંત પાપી પ્રાણીઓ છે, જેઓ સુખનું ભાજન નથી જ, તેઓ બિચારા આ નરેન્દ્રના નામને પણ જાણતા નથી. ર૭૬ll શ્લોક : ये भाविभद्रा दृश्यन्ते, सदनेऽस्य महात्मनः । तेषां स्वकर्मविवरो, ददात्यत्र प्रवेशकम् ।।२७७।। શ્લોકાર્થ : આ મહાત્માના સદનમાં જેઓ ભાવિભદ્ર દેખાય છે તેઓને સ્વકર્મવિવર (દ્વારપાળ) અહીં= ભુવનમાં, પ્રવેશ આપે છે. ર૭૭ી. શ્લોક : वस्तुतः प्रतिपद्यन्ते, तेऽमुं नास्त्यत्र संशयः । विशेषाज्जानते मुग्धाः, पश्चात्ते कथितं मया ।।२७८।। શ્લોકાર્ચ - તેઓ વાસ્તવિક રીતે આને નરેન્દ્રને, સ્વીકારે છે, આમાં સંશય નથી, મુગ્ધ જીવો પાછળથી વિશેષથી જાણે છે, મારા વડે (પહેલા) તને કહેવાયું. ર૭૮ll બ્લોક : तदेष नाथस्ते भद्र ! जात एव नरेश्वरः । यतःप्रभृति प्रासादेऽस्मिन्, प्रविष्टस्त्वं सुपुण्यकः ।।२७९।। શ્લોકાર્થ : તેથી હે ભદ્ર! આ નરેશ્વર તારા નાથ થયા જ છે, જ્યારથી માંડીને સુપુણ્યક એવો તું આ પ્રાસાદમાં પ્રવેશ કરાવાયો છે. ર૭૯II. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : केवलं तु विशेषेण, मद्वचस्तः प्रपद्यताम् । यावज्जीवमयं नाथो, भवता शुद्धचेतसा ।।२८०।। શ્લોકાર્ચ - ફક્ત શુદ્ધ ચિત્તવાળા એવા તારા વડે કેવલ મારા વચનથી વિશેષ રૂપે જીવનપર્યત આ નાથ સ્વીકારાઓ. ll૨૮oll શ્લોક : विशेषतः पुनर्येऽस्य, गुणास्तानवभोत्स्यसे । यथा यथा गदा देहे, यास्यन्ति तव तानवम्।।२८१।। શ્લોકાર્થ : વળી, આના=નરેન્દ્રના, જે ગુણો છે તેને=ગુણોને, વિશેષથી જેમ જેમ તું જાણીશ, તેમ તેમ તારા દેહમાં રોગો અલ્પતાને પામશે. ll૨૮૧૫ શ્લોક : अयं च तानवोपायोऽमीषां नाशे च कारणम् । भेषजत्रितयस्यास्य, परिभोगः क्षणे क्षणे ।।२८२।। શ્લોકાર્થ : અને આ ઔષધદ્રયનો ક્ષણે ક્ષણે પરિભોગ આ રોગોના તાનવનો ઉપાય અને આ રોગોના નાશમાં કારણ છે. Il૨૮શા બ્લોક : तत्सौम्य ! स्थीयतामत्र, भवने मुक्तसंशयम् । त्वया त्रयमिदं युक्त्या, भुञ्जानेन प्रतिक्षणम् ।।२८३।। શ્લોકાર્ચ - તેથી હે સૌમ્ય ! યુક્તિ વડે પ્રતિક્ષણ આ ત્રણને-ત્રણ ઔષધને, ભોજન કરતા એવા તારા વડે આ ભુવનમાં સંશયરહિત રહેવું જોઈએ. ૨૮all Page #96 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૭૩ બ્લોક : ततस्त्वं दलिताशेषरोगव्रातो नरेश्वरम् । विशेषतः समाराध्य, भविताऽसि नृपोत्तमः ।।२८४ ।। શ્લોકાર્ચ - ત્યારપછી નરેશ્વરને વિશેષથી આરાઘીને નાશ કર્યો છે સમગ્ર રોગનો સમૂહ જેણે એવો તું નૃપોતમ થનાર છો. ll૨૮૪TI શ્લોક : इयं च तद्दया तुभ्यं, दास्यत्येतद्दिने दिने । किमत्र बहनोक्तेन? भोक्तव्यं भेषजत्रयम् ।।२८५।। શ્લોકાર્ચ - અને આ તયા તને દરરોજ આને=ભેષજત્રયને, આપશે, અહીં બહુ કહેવા વડે શું ? ઔષધબયનું તારે સેવન કરવું જોઈએ. l૨૮૫ll શ્લોક : ततः प्रह्लादितः स्वान्ते, वचनैस्तस्य कोमलैः । स्वाकूतमुररीकृत्य, स एवं द्रमकोऽब्रवीत् ।।२८६।। શ્લોકાર્ચ - ત્યારપછી તેનાં=ધર્મબોધકરનાં, કોમળ વચનો વડે પોતાના અંતઃકરણમાં અલ્લાદ પામેલો તે દ્રમક પોતાના અભિપ્રાયને આશ્રયીને આ પ્રમાણે બોલ્યો. ર૮૬ll विश्वस्तस्य तस्य स्वाशयप्रकाशः બ્લોક : इदं नाद्यापि शक्नोमि, पापस्त्यक्तुं कदन्नकम् । अन्यत्तु यन्मया किञ्चित्, कर्त्तव्यं तत्समादिश ।।२८७।। વિશ્વસ્ત એવા દ્રમકનું ધર્મબોધકરને પોતાના આશયનું પ્રકાશન શ્લોકાર્ચ : પાપી એવો હું હજુ પણ આ કદન્નનો ત્યાગ કરવાને શક્તિમાન નથી, બીજુ વળી જે કંઈ મારા વડે કરવા યોગ્ય છે તેનો આદેશ કરો. Il૨૮૭ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ तत्श्रुत्वा स्फुरितं चित्ते, धर्मबोधकरे तदा । भुङ्क्ष्वेदं त्रयमित्युक्तः, किमेवं बत भाषते । । २८८ ।। શ્લોકાર્થ : ત્યારે તે સાંભળીને ધર્મબોધકરના ચિત્તમાં સ્ફુરાયમાન થયું, ‘આ ત્રણને તું ભોગવ' એ પ્રમાણે કહેવાયેલો આ પ્રમાણે કેમ બોલે છે ? ।।૨૮૮ા શ્લોક ઃ आ ज्ञातमेष तुच्छत्वादेवं चिन्तयते हृदि । भोजनत्याजनार्थो में, सर्वोऽयं विस्तरो गिराम् ।।२८९ ।। શ્લોકાર્થ : હં.... જાણ્યું, આ=દ્રમક, તુચ્છપણાથી હૃદયમાં આ પ્રમાણે વિચારે છે, ભોજનના ત્યાજન અર્થવાળો મારો આ સર્વ વાણીનો વિસ્તાર છે. II૨૮૯॥ શ્લોક ઃ क्लिष्टचित्ता जगत्सर्वं मन्यन्ते दुष्टमानसम् । શુદ્ધામિસન્વયઃ સર્વ, શુદ્ધવિત્ત વિનાનતે ।।૨૧૦।। શ્લોકાર્થ : ક્લિષ્ટ ચિત્તવાળા જીવો સર્વ જગતને દુષ્ટ માનસવાળા માને છે, શુદ્ધ અભિપ્રાયવાળા જીવો સર્વ જગતને શુદ્ધ ચિત્તવાળા જાણે છે. II૨૯૦I શ્લોક ઃ તતો વિશ્વસ્ય તેનો, મા મેષીર્ભદ્ર ! વિન્ગ્વન । नाधुना त्याजयामीदमन्नमेधि निराकुलः ।। २९१ ।। શ્લોકાર્થ ઃ ત્યારપછી હસીને તેના વડે=ધર્મબોધકર વડે, કહેવાયું. હે ભદ્ર ! તું ભય પામ નહિ, હમણાં હું કંઈપણ આ અન્નને=કદન્નને, ત્યાગ કરાવતો નથી, નિરાકુલ એવો તું થા. II૨૯૧॥ Page #98 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૭૫ શ્લોક : अहमत्याजयं पूर्वं, तवैव हितकाम्यया । यदि नो रोचते तुभ्यं तूष्णींभावोऽत्र मे मतः ।।२९२।। શ્લોકાર્ચ - મેં પૂર્વે તારા જ હિતની ઈચ્છાથી ત્યાગ કરાવ્યું, જો તને ગમતું નથી તો અહીં મારો મૌનભાવ મનાયો છે. ર૯શા શ્લોક : यच्चैतदुपदिष्टं ते, प्राक् कर्त्तव्यतया मया । तदत्र भवता किञ्चित्, किं सम्यगवधारितम्? ।।२९३।। શ્લોકાર્ધ : અને મારા વડે કર્તવ્યપણાથી તને પૂર્વે જે આ ઉપદેશ કરાયું એમાં=મારા ઉપદેશમાં, તારા વડે તે કંઈક શું સારી રીતે અવધારણ કરાયું? Il૨૯૩ શ્લોક : सोऽब्रवीनैव तन्नाथ ! किञ्चित्संलक्षितं मया । केवलं पेशलालापैस्तावकैर्मोदितो हृदि ।।२९४।। શ્લોકાર્ચ - તેણે કહ્યું- હે નાથ !મારા વડે તે કંઈપણ લક્ષ અપાયું નથી જ, ફક્ત તમારા સુંદર આલાપો વડે હૃદયમાં આનંદ પામ્યો. ર૯૪ll શ્લોક : अज्ञातपरमार्थाऽपि, सतां नूनं सरस्वती । चेतोऽतिसुन्दरत्वेन, प्रीणयत्येव देहिनाम् ।।२९५ ।। શ્લોકાર્ચ - પરમાર્થ જાણ્યો નથી એવી પણ સજ્જનોની વાણી અતિસુંદરપણાથી ખરેખર પ્રાણીઓના ચિતને ખુશ કરે છે જ. ર૫ા. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક - अन्यत्र चेतसो न्यासो, नयने तव संमुखे । विशत्येकेन कर्णेन, वचो यातीतरेण मे ।।२९६।। શ્લોકાર્ચ - મારાં બે - નયનો તમારી સામે હતાં, ચિત્તનું સ્થાપન બીજે ઠેકાણે હતું, વચન મારા એક કાનથી પ્રવેશ કરે છે, ઈતરથી=બીજા કાનથી, જાય છે. ર૯૬ll શ્લોક : यच्चात्र मनसो नाथ ! वैधुर्ये मम कारणम् । तत्साम्प्रतं भयापायात्, कथयामि निराकुलः ।।२९७।। શ્લોકાર્ય : હે નાથ ! અને અહીં મારા મનના વિહ્વળપણામાં જે કારણ છે તે હમણાં ભયના નાશથી નિરાકુળ એવો હું કહું છું. ||ર૯૭ી બ્લોક : यदा ह्याकारितः पूर्वं, भवद्भिः करुणापरैः । अहमनप्रदानार्थं, तदा मे हदि वर्त्तते ।।२९८ ।। શ્લોકા - જ્યારે કરુણા તત્પર એવા તમારા વડે પૂર્વે અન્ન આપવા માટે ખરેખર હું બોલાવાયો ત્યારે મારા હૃદયમાં વર્તે છે. (શું વર્તે છે?) તે નિરાકુલ એવો હું કહું છું એમ શ્લોક-૨૯૯ સાથે અન્વય છે. II૯૮II શ્લોક : लास्यत्येष क्वचिन्नीत्वा, मामकं भोजनं नरः । तदाकूतवशाद् गाढं, ध्यात्वाऽचेतनतां गतः ।।२९९ ।। શ્લોકાર્ચ - આ માણસ કોઈ સ્થાનમાં લઈ જઈને મારા ભોજનને લઈ લેશે, તે આશયના વશથી અત્યંત વિચારીને હું અચેતનતાને પામ્યો. ર૯૯IL Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૭૭ શ્લોક : यदा प्रबोधितः पश्चादञ्जनेन सुवत्सलैः । भवद्भिश्चिन्तितं तूर्णं, नश्यामीति तदा मया ।।३००।। શ્લોકાર્ચ - જ્યારે સુવત્સલ એવા આપના વડે પાછળથી અંજન વડે જગાડાયો ત્યારે જલ્દીથી હું નાસી જાઉં એ પ્રમાણે મારા વડે વિચારાયું. ll૩૦ || શ્લોક : यदा तु तोयपानेन, शीतीकृत्य वपुर्मम । कृतं संभाषणं नाथैस्तदा विश्रम्भमागतः ।।३०१।। શ્લોકાર્ય : જ્યારે વળી પાણીના પાન વડે મારું શરીર ઠંડું કરીને નાથ વડે સંભાષણ કરાયું ત્યારે વિશ્વાસને પામ્યો. Il૩૦૧ શ્લોક : चिन्तितं च मया योऽयं, ममैवमुपकारकः । स महाभूतिसंपन्नः, कथं स्यादनहारकः? ।।३०२।। શ્લોકાર્થ : અને મારા વડે વિચારાયું, જે આ= આ પુરુષ, આ પ્રમાણે મારા ઉપકારક છે, મહાસંપત્તિથી સંપન્ન એવા તે કેવી રીતે અન્નને હરણ કરનારા થાય ? ll૩૦ચા શ્લોક : विमुञ्चेदं गृहाणेदं, यदा नाथैः प्रजल्पितम् । तदा किं करवाणीति, चित्तेनाकुलतां गतः ।।३०३।। શ્લોકાર્ધ : આને-કદન્નને, મૂક અને આને પરમાન્નને, ગ્રહણ કર, જ્યારે નાથ વડે કહેવાયું, ત્યારે હું શું કરું એ પ્રમાણે ચિત્ત વડે આકુલતાને પામ્યો. [૩૦૩ll Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : नैष तावत्स्वयं लाति, त्याजयत्येव केवलम् । त्यक्तुं नैतच्च शक्नोमि, किं वदामि तदुत्तरम्? ।।३०४।। શ્લોકાર્ચ - આ (ધર્મબોધકર) સ્વયં તો લેતા નથી, ફક્ત ત્યાગ જ કરાવે છે અને આને કદન્નને, ત્યાગ કરવાને માટે હું શક્તિમાન નથી, તો શું ઉત્તર આપું? l૩૦૪ શ્લોક : सत्यस्मिन् देहि मे भोज्यमित्युक्ते दापितं त्वया । तदास्वादात्पुनर्जातं, ममायमतिवत्सलः ।।३०५ ।। શ્લોકાર્ચ - આ હોતે છતે મને ભોજ્યને આપો એ પ્રમાણે કહેવાયે છતે તમારા વડે અપાવાયું, તેના આસ્વાદથી વળી જણાયું, આ મારા અતિ વત્સલ છે. ll૩૦૫ll શ્લોક : तत् किमस्य वचः कुर्वन्, मुञ्चामीदं स्वभोजनम्? । मरिष्ये ननु मुक्तेऽस्मिन्, मूर्च्छयाऽऽकुलचेतनः ।।३०६।। શ્લોકાર્ધ : તેથી શું આના વચનને કરતો આ પોતાના ભોજનને હું મૂકું ? ખરેખર આ મુકાયે છતે મૂર્છાથી આકુલ ચેતનવાળો હું મરીશ. ll૩૦૬ll શ્લોક - अयं वक्ति हितत्वेन, शक्तोऽस्यस्य न मोचने । अहो व्यसनमापन्नं, ममेदमतिदुस्तरम् ।।३०७।। શ્લોકાર્થ : આ ધર્મબોધકર, હિતપણાથી કહે છે, આને કદન્નને, છોડવામાં હું શક્તિવાળો નથી, અહો મને દુઃખેથી કરી શકાય એવું આ સંકટ પ્રાપ્ત થયું. ll૩૦૭ll Page #102 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : एवमाकुलचित्तस्य, यन्नाथैर्बहु भाषितम् । तन्मे भृतघटस्येव, लुठित्वा पार्श्वतो गतम् ।।३०८।। શ્લોકાર્થ : આ પ્રમાણે આકુલચિત્તવાળા મને નાથ વડે જે ઘણું કહેવાયું, તે ભરેલા ઘડાની જેમ મારા પડખેથી ઢળીને ગયું. ll૩૦૮ll શ્લોક : नाधुना त्याजयामीति, भवद्भिख़तमानसैः । इदानीं पुनरादिष्टे, मनाग जातो निराकुलः ।।३०९।। શ્લોકાર્થ :જાણ્યું છે માનસ જેમણે એવા આપના વડે હમણાં હું ત્યાગ કરાવતો નથી એ પ્રમાણે હાલમાં ફરી કહેવાય છતે જરાક નિરાકુલ થયો. Il૩૦૯ll શ્લોક : तद् ब्रूत साम्प्रतं नाथाः ! कर्त्तव्यं पापकर्मणा । यन्मयेदृशचित्तेन, येनाहमवधारये ।।३१०।। શ્લોકાર્થ : હે નાથ ! આવા પ્રકારના ચિત્તવાળા, પાપકર્મવાળા એવા મારા વડે હમણાં જ કરવા યોગ્ય છે તેને કહો, જેથી હું અવધારણ કરું. ll૩૧૦|| શ્લોક : तदाकर्ण्य दयाऽऽढ्येन, यदुक्तं प्राक् समासतः । सविस्तरतरं तस्मै, तत्पुनः प्रतिपादितम् ।।३११।। શ્લોકાર્ચ - તે સાંભળીને દયાથી યુક્ત એવા તેમના વડે જે પહેલાં ટૂંકમાં કહેવાયું હતું તે ફરીથી તેને અત્યંત વિસ્તારથી સમજાવ્યું. ll૧૧૧|| Page #103 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ सत्त्रय्यधिकारीतरनिर्देशः બ્લોક : ततोऽञ्जनजलानानां, नरेन्द्रस्य विशेषतः । प्रायोऽज्ञातगुणं ज्ञात्वा, तं प्रतीदमभाषत ।।३१२।। સદ્ ત્રણ ઔષધના અધિકારી અને ઈતરનો નિર્દેશ શ્લોકાર્ચ - ત્યારપછી નરેન્દ્રના અંજન-જલ-અન્નના વિશેષથી પ્રાયઃ અજ્ઞાતગુણવાળા કમકને જાણીને ધર્મબોધકરે તેના પ્રત્યે આ=નીચેના શ્લોકમાં કહેવાશે તે, કહ્યું. [૩૧ચા શ્લોક : अहं तात ! नरेन्द्रेण, प्रागादिष्टो यथा त्वया । योग्येभ्य एव दातव्यं, मदीयं भेषजत्रयम् ।।३१३।। શ્લોકાર્ચ - હે વત્સ!નરેન્દ્ર વડે હું પૂર્વે આદેશ કરાયો, જે આ પ્રમાણે - તારા વડે યોગ્ય પુરુષોને જ મારું ઓષધમય આપવું જોઈએ. ll૧૧all શ્લોક : अयोग्यदत्तं नैवैतदुपकारं प्रकल्पयेत् । प्रत्युतानर्थसंतानं, विदधाति विशेषतः ।।३१४ ।। શ્લોકાર્ય : અયોગ્યને આપેલું આ ઓષધદ્રય ઉપકારને કરવા સમર્થ નથી જ, ઊલટું વિશેષથી અનર્થની પરંપરાને કરે છે. ll૧૧૪ll શ્લોક : मया पृष्टं तदा नाथ ! कथं ज्ञास्यामि तानहम् । ततः प्रत्युक्तवान् राजा, तेषामाख्यामि लक्षणम् ।।३१५ ।। Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : ત્યારે મારા વડે પુછાયું, હે નાથ ! તેઓને હું કેવી રીતે જાણીશ ? ત્યારે રાજાએ કહ્યું, હું તેઓના લક્ષણને કહું છું. ll૩૧૫|| શ્લોક : ये तावदस्य नाद्यापि, रोगिणो योग्यतां गताः । स्वकर्मविवरस्तेषां, न गृहेऽत्र प्रवेशकः ।।३१६।। શ્લોકાર્ધ : જે રોગીઓ હજુ પણ આની યોગ્યતાને પામ્યા નથી તેઓને સ્વકર્મવિવર આ ગૃહમાં= ભવનમાં, પ્રવેશ કરાવનાર નથી. ll૧૧૬ો. શ્લોક : सोऽप्यादिष्टो मया पूर्वं, ये योग्या भेषजत्रये । प्रवेशनीयास्ते नान्ये, भवनेऽत्र त्वया नराः ।।३१७।। શ્લોકાર્થ : ત=સ્વકર્મવિવર, પણ મારા વડે પહેલાં આદેશ કરાયેલો છે, જે મનુષ્યો ઔષધબયને યોગ્ય છે તેઓ આ ભવનમાં તારા વડે પ્રવેશ કરાવવા, બીજા નહિ. ll૧૧૭ી શ્લોક : प्रविष्टा अपि ये दृष्ट्वा, मोदन्ते नैव मद्गृहम् । येषां न मामिका दृष्टिविशेषेण निरीक्षिका ।।३१८ ।। ते ह्यन्यद्वारपालेन, स्युः कथञ्चित्प्रवेशिताः । त्वयाऽपि लिङ्गतो ज्ञात्वा, वर्जनीयाः प्रयत्नतः ।।३१९ ।। युग्मम् શ્લોકાર્ધ : પ્રવેશ કરાયેલા પણ જેઓ મારા ગૃહને જોઈને ખુશ થતા નથી જ, જેઓને મારી દષ્ટિ વિશેષથી જોવાઈ નથી, તે જ અન્ય દ્વારપાલ વડે કોઈક રીતે પ્રવેશ કરાયેલા હોય છે. તારા વડે પણ લિંગથી જાણીને પ્રયત્નથી ત્યાગ કરવા. ll૧૧૮-૩૧૯ll Page #105 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : ये मन्मन्दिरमालोक्य, जायन्ते हृष्टचेतनाः । रोगिणो भाविभद्रत्वानिरीक्षेऽहं विशेषतः ।।३२०।। શ્લોકાર્ધ : જે રોગીઓ મારા મંદિરને જોઈને હર્ષિત ચેતનવાળા થાય છે (તેઓને) ભાવિભદ્રપણાથી હું વિશેષથી જોઉ છું. l૩૨ ll શ્લોક : स्वकर्मविवरानीता, ये मया च विलोकिताः । ते ज्ञेयास्त्रितयस्यास्य, पात्रभूतास्त्वया नराः ।।३२१।। શ્લોકાર્થ : જેઓ સ્વકર્મવિવરથી લવાયેલા અને મારા વડે જોવાયેલા છે. તે મનુષ્યો તારે આ ઔષધગયીના પાત્રભૂત જાણવા. ll૩૨૧|| શ્લોક : तेषां तु निकषस्थानमिदमेवौषधत्रयम् । प्रयुज्यमानं स्वगुणैः, संग्रहेतरकारकम् ।।३२२।। શ્લોકાર્ય : તેઓના=રોગોના, ઘાતનું સ્થાન આ જ પ્રયોગ કરાતું ઔષધશ્રય સ્વગુણો વડે=ઔષધના ગુણો વડે, સંગ્રહ અને ઈતરને=અસંગ્રહને, કરનારું છે ગુણોનો સંગ્રહ અને દોષોનો અસંગ્રહ કરનાર છે. ll૩૨શા શ્લોક : येभ्योऽदो रोचते चित्ते, प्रयुक्तं गुणकारकम् । अक्लेशतो विशेषेण, ते सुसाध्या प्रकीर्तिताः ।।३२३।। શ્લોકાર્ચ - પ્રયોગ કરાયેલું, ગુણને કરનારું આ=ઔષધદ્રય, જેઓને ચિત્તમાં ગમે છે તેઓ અન્વેશને કારણે વિશેષથી સુસાધ્ય કહેવાયા છે. ll૩૨૩ Page #106 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ टोs: ये नादितः प्रपद्यन्ते, बलाद्येषां विगाल्यते । कालक्षेपेण ते ज्ञेयाः, कृच्छ्रसाध्यास्त्वयाऽनुगाः ।।३२४।। लोकार्थ : જેઓ શરૂઆતથી સ્વીકારતા નથી, જેઓને કાલક્ષેપથી બલાત્કારે પિવડાવાય છે, અનુસરનારા તે મનુષ્યો તારા વડે કષ્ટસાધ્ય જાણવા. Il૩૨૪ll Cोs: येभ्यो न रोचतेऽत्यर्थं, न क्रामति नियोजितम् । द्वेष्टारो दायकेऽप्यस्य, ते त्वसाध्या नराधमाः ।।३२५ ।। श्लोडार्थ : જેઓને “આ ઔષધગય' અત્યંત ગમતું નથી, નિયોજન કરાયેલું ઔષધ પરિણમન પામતું નથી, આ ઓષધને આપનાર ઉપર પણ દ્વેષ કરનારા છે તે નરાધમો અસાધ્ય છે. ll૩૨૫l. दोs : तदेतद्राजराजेन, मम यत्सम्प्रदायितम् । तेन ते कृच्छ्रसाध्यत्वं, लक्षणेन विभाव्यते ।।३२६।। दोडार्थ: તે આ રાજરાજેશ્વર વડે મને જે સંપ્રદાયથી કહેવાયું તે લક્ષણથી તારું કષ્ટસાધ્યપણું જણાય छ. ||३२|| श्लो: अन्यच्च ये प्रपद्यन्ते, भावतोऽमुं नरेश्वरम् । यावज्जीवं विशेषेण, नाथं निःशङ्कमानसाः ।।३२७।। अचिन्त्यवीर्यसंपूर्णा, निःशेषगदबहिणी । तेषामेव गुणं धत्ते, मदीया भेषजक्रिया ।।३२८ ।। युग्मम् स्लोडार्थ :અને બીજું-નિઃશંકમાનસવાળા જેઓ આ નરેશ્વરને વિશેષથી નાથરૂપે ચાવજીવ ભાવથી Page #107 -------------------------------------------------------------------------- ________________ ८४ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ સ્વીકારે છે તેઓને જ અચિંત્ય વીર્યથી સંપૂર્ણ, સમગ્ર રોગનો નાશ કરનારી મારી ભેષજ ક્રિયા ગુણને કરે છે. ll૧૨૭-૩૨૮ll श्लोs: अतस्त्वं प्रतिपद्यस्व, नाथत्वेन नृपोत्तमम् । भावसारं महात्मानो, भक्तिग्राह्या यतः स्मृताः ।।३२९ ।। दोडार्थ : આથી તું નૃપોત્તમને અત્યંત ભાવપૂર્વક નાથપણાથી સ્વીકાર, જે કારણથી મહાત્માઓ ભક્તિગ્રાહ્ય हेवाया छ. ||३२|| Cोs: अनन्तास्तात ! रोगार्ता, भक्तितोऽमुं नृपोत्तमम् । प्रपद्य स्वामिभावेन, हृष्टा जाताः कृतक्रियाः ।।३३०।। श्लोडार्थ : હે દ્રમક ! રોગથી પીડાતા અનંતા જીવો આ નૃપોત્તમને ભક્તિપૂર્વક સ્વામીભાવથી સ્વીકારીને हर्षित थयेता, राियेली मोषधाच्यावा. (नी ) यया. ||330।। Rels: बलिनस्तावका रोगा, अपथ्ये लम्पटं मनः । महायत्नं विना नात्र, लक्ष्यते गदसंक्षयः ।।३३१।। दोडार्थ : તારા રોગો બળવાન છે, મન અપથ્યમાં લંપટ છે, મહાયત્વ વિના અહીં રોગનો સંક્ષય rellतो नथी. 1|33१।। लोs: तद्वत्स ! प्रयतो भूत्वा, कृत्वा स्वं निश्चलं मनः । स्थित्वा निराकुलोऽत्रैव, वितते राजमन्दिरे ।।३३२।। आदाय कन्यकाहस्तात्प्रयुञ्जानः क्षणे क्षणे । भेषजत्रयमेतत्त्वं, कुरुष्वारोग्यमात्मनः ।।३३३।। युग्मम् Page #108 -------------------------------------------------------------------------- ________________ પ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : તેથી હે વત્સ ! આદરવાળો થઈને પોતાના મનને નિશ્ચલ કરીને, વિસ્તાર પામેલા આ જ રાજમંદિરમાં રહીને, કન્યાના હાથથી આ ઔષધમયને ગ્રહણ કરીને દરેક ક્ષણે પ્રયોગ કરતો, નિરાકુલ એવો તું પોતાના આરોગ્યને કર. ll૧૩૨-૩૩૩/l. सत्त्रयकदन्नाल्पाधिकसेवनजनितगुणदोषाः બ્લોક : ततस्तथेति भावेन, गृहीतं तेन तद्वचः । तेनापि तद्दया तस्य, विहिता परिचारिका ।।३३४।। સત્રયી અને કદન્નના અભ-અધિક સેવનથી જનિત ગુણ અને દોષો શ્લોકાર્થ : ત્યારપછી તેમ થાવ એ પ્રમાણે તેના વડે તેનું વચન ભાવથી ગ્રહણ કરાયું, તેના વડે પણ=ધર્મબોધકર વડે પણ, તદ્દયા તેની સેવિકા કરાઈ. ll૧૩૪ll શ્લોક : ततः कृत्वैकदेशेन, भिक्षापात्रमनारतम् । तदेव पालयन् कालं, कियन्तमपि संस्थितः ।।३३५ ।। શ્લોકાર્થ : ત્યારપછી ભિક્ષાપાત્રને એક દેશથી કરીને પરમાન્ન માટે એક દેશથી કરીને, નિરંતર તેની જ સારસંભાળ કરતો કેટલોક કાળ રહ્યો. Il૩૩૫ll શ્લોક : ददाति तद्दया तस्मै, त्रितयं तदहनिशम् । कदन्ने मूर्छितस्यास्य केवलं तत्र नादरः ।।३३६।। શ્લોકાર્ચ - તથા તેને દરરોજ તે ત્રિતય=ઔષધદ્રય, આપે છે, કદન્નમાં મૂછિત થયેલા આને ફક્ત તેમાં ઓષધશ્રયમાં, આદર નથી. ||33|| Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : प्रायेण बहु भुङ्क्तेऽसौ, तन्मोहेन कुभोजनम् । यत्पुनस्तद्दयादत्तं, तद् व्रजत्युपदंशताम् ।।३३७।। શ્લોકાર્ચ - આ દ્રમક પ્રાયઃ મોહથી તે કુભોજન ઘણું ખાય છે, જે વળી તદ્દયાથી અપાયેલું તે અલા સામર્થવાળું થાય છે. ll૩૩૭ll શ્લોક : अञ्जनं च तया प्रोक्तो, निधत्ते नेत्रयोः क्वचित् । तच्च तीर्थोदकं पातुं, तद्वचसः प्रवर्त्तते ।।३३८।। શ્લોકાર્ચ - અને તેણી વડે કહેવાયેલો ક્યારેક બે નેત્રોમાં અંજનને ધારણ કરે છે અને તે તીર્થનું પાણી પીવાને માટે તેના વચનથી પ્રવર્તે છે. ll૩૩૮ શ્લોક : महाकल्याणकं दत्तं, संभ्रमेण तया बहु । भुक्त्वाऽल्पं हेलया शेषं, कपरे निदधाति सः ।।३३९।। શ્લોકાર્ચ - સંભ્રમથી તેણી વડે ઘણું મહાકલ્યાણક ભોજન અપાયું, ક્રીડાથી થોડું ખાઈને તે શેષને ઠીકરામાં નાખે છે. Il૩૩૯ll. શ્લોક : तत्सांनिध्यगुणात्तच्च, तस्यान्नं संप्रवर्द्धते । अदतोऽहर्निशं तस्मानिष्ठां नैव प्रपद्यते ।।३४०।। શ્લોકાર્ચ - અને તેના સાંનિધ્યગુણથી તેનું તે અન્ન પ્રકૃષ્ટથી વધે છે, તેમાંથી દરરોજ ખાતા એવા કદન્નની નિષ્ઠાને સમાપ્તિને પ્રાપ્ત કરતો નથી જ. ll૧૪oll Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : ततो गाढतरं तुष्टो, वृद्धिं दृष्ट्वा स्वभोजने । न चासौ तद्विजानीते, यन्माहात्म्येन वर्द्धते ।।३४१।। શ્લોકાર્થ : તેથી કદન્ન વધે છે તેથી, પોતાના ભોજનમાં વૃદ્ધિને જોઈને અત્યંત ખુશ થયેલો આ દ્રમક, જેના ઔષધનયના, માહાભ્યથી વધે છે. તેને જાણતો નથી. ll૩૪૧II શ્લોક : केवलं तत्र गृद्धात्मा, त्रितये शिथिलादरः । जाननपि न जानाति, कालं नयति मोहितः ।।३४२।। શ્લોકાર્ચ - ફક્ત ત્યાં કદન્નમાં, આસક્ત આત્મા ઔષધશ્રયમાં શિથિલઆદરવાળો જાણતો પણ ઔષધના મહાત્મથી મારું કદન્ન વધે છે એ પ્રમાણે જાણતો પણ જાણતો નથી. મોહ પામેલો કાલને પસાર કરે છે. ll૩૪રા શ્લોક : अहर्निशमपथ्यं तद्, भुञ्जानः कुक्षिमानतः । त्रितयेऽनादरास्वादी, न रोगोच्छेदभाजनम् ।।३४३।। શ્લોકાર્થ : કુક્ષિપ્રમાણથી નિરંતર તે અપથ્યને ખાતો, સિતયીમાં અનાદરથી ખાનારો રોગના ઉચ્છેદનું ભાજન નથી. Il૩૪3II. શ્લોક : तावन्मात्रेण भुक्तेन, किन्तु तस्य गुणो महान् । कृतस्त्रयेण ते रोगा, आनीता तेन याप्यताम् ।।३४४।। શ્લોકાર્ચ - પરંતુ તેટલું માત્ર ખાવાથી તેને મહાન ગુણ કરાયો, તે ઔષધમય વડે તે રોગો અાપણાને પામ્યા. ll૧૪૪II Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ Cोs: तथाप्यात्मज्ञताऽभावादुल्बणत्वादपथ्यतः । क्वचिद्विकारमात्मीयं, दर्शयन्ति शरीरके ।।३४५।। Cोजार्थ: તોપણ આત્મજ્ઞતાના અભાવથી, અપથ્યનું પ્રબલપણું હોવાથી ક્યારેક શરીરમાં પોતાના विधारने=sea पोताना विधारने, हेणा छ. ||३४ull टोs: क्वचिच्छूलं क्वचिद्दाहः, क्वचिन्मूर्छा क्वचिज्ज्वरः । क्वचिच्छदि क्वचिज्जाड्यं, क्वचिद् हृत्पार्श्ववेदना ।।३४६।। क्वचिदुन्मादसन्तापः, पथ्ये क्वचिदरोचकः । तै रोगैर्विक्रियापन्नः, शरीरस्य प्रजायते ।।३४७।। युग्मम् योsार्थ : શરીરની વિક્રિયાને પામેલા તે રોગો વડે ક્યારેક શૂલ, ક્યારેક દાહ, ક્યારેક મૂચ્છ, ક્યારેક જવર, ક્યારેક શર્દિ, ક્યારેક જાડ્ય, ક્યારેક હૃદય પડખાની વેદના, ક્યારેક ઉત્પાદનો સંતાપ, ध्यारे पथ्यमां मय थाय छ. ||385-3४७।। __ तद्दयोपदेशः द्रमकस्य चापथ्यलाम्पट्यम् cोs: कदाचित्तद्दया दृष्ट्वा, तं विकारैरुपद्रुतम् । आक्रन्दन्तं कृपोपेता, संचिन्त्येत्थमभाषत ।।३४८।। તદ્દયાનો ઉપદેશ અને દ્રમનું અપથ્યમાં લંપટપણું लोजार्थ : ક્યારેક વિકારોથી ઉપદ્રવ પામેલા, આક્રંદ કરતા તેને જોઈને કૃપાયુક્ત તયાએ વિચારીને मा प्रभाए 5j. ||3४८|| Res: कथितं तात ! तातेन, यदन्नं तव वल्लभम् । एतनिमित्तकाः सर्वे, रोगास्तव शरीरके ।।३४९।। Page #112 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - હે દ્રમક ! તાત વડે કહેવાયું છે, જે અન્ન તને વલ્લભ છે એના=કદન્નના, નિમિતવાળા સર્વે રોગો તારા શરીરમાં છે. ll૧૪૯ll શ્લોક : तथापि दृष्टवृत्तान्ता, मा भूदाकुलता तव । तद् भक्षयन्तं दृष्ट्वाऽपि, भवन्तं नैव वारये ।।३५०।। શ્લોકાર્થ : તોપણ જોવાયેલા વૃત્તાન્તવાળી (હું) તેને ભક્ષણ કરતાને જોઈને પણ તને આકુળતા ન થાવ (એ હેતુથી) અટકાવતી નથી જ. ll૩૫૦|| શ્લોક : परमस्वास्थ्यहेतौ ते, शैथिल्यं भेषजत्रये । एतत्तु रोचते तुभ्यं, सर्वसन्तापकारणम् ।।३५१।। શ્લોકાર્ય : પરમ સ્વાથ્યના કારણ એવા ઔષધમયમાં તારું શૈથિલ્ય છે, વળી સર્વ સંતાપનું કારણ એવું આ=કદન્ન, તને ગમે છે. ll૩પ૧II શ્લોક : अधुना क्रन्दतो नास्ति, हेतुः स्वास्थ्यस्य कारकः । अपथ्येऽत्यर्थं सक्तानां, न लगत्येव भेषजम् ।।३५२।। શ્લોકાર્ચ - હાલમાં આક્રંદ કરતા તને સ્વાથ્યને કરનાર એવું કારણ નથી, અપથ્યમાં અત્યંત આસક્ત થયેલાને ભેષજ અસર કરતું નથી જ. ll૩૫રી શ્લોક : अपवादो ममाप्यत्र, यतस्ते परिचारिका । प्रत्यहं न च शक्नोमि, कर्तुं स्वास्थ्यं तवाधुना ।।३५३।। Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : અહીં=લોકમાં, મારો પણ અપવાદ થાય છે, જે કારણથી હંમેશાં તારી પરિચારિકા છું અને તારા સ્વાથ્યને હમણાં કરવાને માટે હું શક્તિમાન નથી. ll૧૫૩ શ્લોક : इतरः प्राह यद्येवं, वारणीयस्त्वयाऽमुतः । अभिलाषातिरेकेण, न त्यक्तुं स्वयमुत्सहे ।।३५४।। શ્લોકાર્થ : બીજો (દ્રમક) કહે છે – જો આ પ્રમાણે છે તો તારે આનાથી કદન્નથી, વારણ કરવું, અભિલાષના અતિરેકથી સ્વયં ત્યાગ કરવાને માટે હું ઉત્સાહિત થતો નથી. li૩૫૪ll શ્લોક : कदाचित्त्वत्प्रभावेण, स्तोकस्तोकं विमुञ्चतः । सर्वत्यागेऽपि शक्तिमें, कदन्नस्य भविष्यति ।।३५५।। શ્લોકાર્ચ - તારા પ્રભાવથી થોડું થોડું ત્યાગ કરતા એવા મારી ક્યારેક કદન્નના સર્વ ત્યાગમાં પણ શક્તિ થશે. ll૩૫પIL. શ્લોક : साधु साधूदितं भद्र ! युक्तमेतद् भवादृशाम् । इत्युक्त्वाऽधिकमश्नन्तं, सा कदन्नं न्यवारयत् ।।३५६।। શ્લોકાર્ચ - હે ભદ્ર ! સારું સુંદર કહેવાયું, તારા જેવાને આ યુક્ત છે, એ પ્રમાણે કહીને તેણી અધિક કદન્નને ખાતા એવા તેને અટકાવતી હતી. IT૩૫૬ll શ્લોક : ततस्तत्परिहारेण, रोगा यान्त्यस्य तानवम् । न जायतेऽधिका पीडा, लगत्यङ्गे च भेषजम् ।।३५७।। Page #114 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - તેથી તેના પરિહારથી આના રોગો અાપણાને પામે છે, અધિક પીડા થતી નથી અને શરીરમાં ઔષધ ગુણને કરે છે. [૩૫૭ll શ્લોક : केवलं सा यदाऽभ्यणे, तदा पथ्येन तिष्ठति । अपथ्यमल्पमश्नाति जायते तेन याप्यता ।।३५८ ।। શ્લોકાર્થ : ફક્ત તેણી જ્યારે પાસે હોય ત્યારે પથ્યથી દ્રમક રહે છે, અપધ્ય થોડું ખાય છે, તેનાથી ચાણતા રોગોની અલ્પતા થાય છે. Il૩૫૮ શ્લોક : यदा तु सा विदूरस्था, लाम्पट्यात्तत्कदन्नकम् । भूरि निर्भेषजं सोऽत्ति, तेनाजीर्णेन पीड्यते ।।३५९।। શ્લોકાર્ચ - વળી જ્યારે દૂર રહેલી એવી તે હોય ત્યારે લંપટપણાથી તે રોર ઔષધ વગર ઘણા તે કદન્નને ખાય છે, તેથી અજીર્ણથી પીડાય છે. ll૩૫૯ll શ્લોક : इतश्च तद्दया तेन, धर्मबोधकरण सा । प्रागेवाशेषलोकस्य, पालकत्वे नियोजिता ।।३६०।। શ્લોકાર્ય : અને આ બાજુ તે ધર્મબોધકર વડે પહેલેથી જ તે તદ્દયા સઘળા લોકના પાલકપણામાં નિયોજન કરાયેલી છે. ll૩૬oll શ્લોક : साऽनन्तसत्त्वसङ्घातव्यापारकरणोद्यता । तन्मूले क्वचिदेवाऽऽस्ते, शेषकालं स मुत्कलः।।३६१।। Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : અનંતા પ્રાણીઓના સમૂહના વ્યાપાર કરાવવામાં ઉધમવાળી તેણી તદ્દયા, તેના મૂલમાં=દ્રમની પાસે, ક્યારેક જ રહે છે, શેષકાળમાં તે રોર સ્વતંત્ર રહે છે. ll૩૬૧]. શ્લોક - अपथ्यभक्षणाऽऽसक्तः, स केनचिदवारितः । विकारैर्बाध्यते भूयस्ते दरास्ते च मेण्ढकाः ।।३६२।। શ્લોકાર્ધ : અપથ્ય ખાવામાં આસક્ત એવો તે કોઈનાથી નહિ અટકાવાયેલો વિકારો વડે ઘણી પીડા પામે છે, તે બીલો અને તે દેડકા જેવો ન્યાય થાય છે. ll૧૬ાા सद्बुद्धिपरिचारणा શ્લોક - कदाचित्पीडितो दृष्टो, धर्मबोधकरण सः । सोऽवादीत् किमिदं भद्र ! स चाशेषं न्यवेदयत् ।।३६३।। સબુદ્ધિની પરિચારણા શ્લોકાર્થ : ક્યારેક પીડા પામેલો એવો તે ધર્મબોધકર વડે જોવાયો, તેણે કહ્યું હે ભદ્ર! આ શું? અને તેણે સર્વ વિગત કહી. II393II શ્લોક : इयं हि तद्दया नित्यं, न मत्पार्श्वेऽवतिष्ठते । तवैकल्याच्च मे रोगाः, प्रभवन्ति विशेषतः ।।३६४।। શ્લોકાર્ચ - જે કારણથી આ તદ્દયા હંમેશાં મારી પાસે રહેતી નથી અને તેના વૈકલ્યથી તદ્દયાના રહિતપણાથી, મારા રોગો વિશેષથી પ્રગટ થાય છે. [૩૬૪ll શ્લોક : तस्मानाथास्तथा यूयं, कुरुध्वं यत्नमुत्तमम् । यथा पीडा न मे देहे, स्वप्नान्तेऽप्युपजायते ।।३६५।। Page #116 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - અને તેથી હે નાથ ! તમે તે રીતે ઉત્તમ યત્નને કરો જે રીતે મારા દેહ વિશે સ્વપ્નમાં પણ પીડા ઉત્પન્ન ન થાય. II૩૬૫II શ્લોક : स प्राह वत्स ! ते पीडा, जायतेऽपथ्यसेवनात् । इयं तु तद्दया व्यग्रा, कर्मान्तरनियोगतः ।।३६६।। શ્લોકાર્ચ - તેણે=ધર્મબોધકરે, કહ્યું - હે વત્સ ! તને પીડા અપથ્યના સેવનથી થાય છે, વળી આ તથા બીજા કાર્યમાં રોકાયેલી હોવાથી વ્યગ્ર છે. ll૩૬૬ll શ્લોક : या वारणं विधत्ते ते, सदैवापथ्यमश्नतः । यदि स्यात्तादृशी काचित्, क्रियते परिचारिका ।।३६७।। શ્લોકાર્ય : અપથ્યને ખાતા એવા તને જે હંમેશાં જ વારણ કરે જો હોય, તો તેવા પ્રકારની કોઈ પરિચારિકા કરાય છે. ll૩૬૭ી શ્લોક : केवलं त्वमनात्मज्ञः, पथ्यसेवापराङ्मुखः । कदनभक्षणोद्युक्तस्तस्य किं करवाणि ते? ।।३६८।। શ્લોકાર્થ : કેવલ પથ્ય સેવાથી પરામુખ અનાત્મજ્ઞ એવો તું કદન્ન ખાવામાં ઉઘમવાળો છે, તે તારા, તેના કદન્નના, ભક્ષણને હું શું કરું ? ll૩૬૮II શ્લોક : इतरस्त्वाह मा मैवं, नाथा ! वदत साम्प्रतम् । नैवाहं युष्मदादेशं, लङ्घयामि कथञ्चन ।।३६९।। Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - વળી બીજો (રોર) કહે છે – નાથ ! એ પ્રમાણે ન બોલો, આપના આદેશને હું હમણાં કોઈ રીતે ઉલ્લંઘન કરતો નથી જ. Il39 II બ્લોક : तदाकर्ण्य मनाग ध्यात्वा, क्षणमात्रमवोचत । धर्मबोधकरस्तस्मै, हितायोद्यतमानसः ।।३७०।। શ્લોકાર્ચ - તેને સાંભળીને હિતને માટે ઉધત માનસવાળા ધર્મબોધકરે ક્ષણમાત્ર થોડું વિચારીને તેને હ્યું. ll૩૭oll શ્લોક : अस्ति मे वचनायत्ता, सद्बुद्धिर्नाम दारिका । तां ते करोमि निर्व्यग्रां, विशेषपरिचारिकाम् ।।३७१।। શ્લોકાર્થ : મારા વચનને આધીન સમ્બુદ્ધિ નામે (બાલિકા છે) પુત્રી છે, નિર્ભગ્ર એવી તેણીને તારી વિશેષપરિચારિકા કરું છું. ll૧૭૧|| શ્લોક : सा हि संनिहिता नित्यं, पथ्यापथ्यविवेचिका । तुभ्यमेव मया दत्ता, मा कार्षीश्चित्तवैक्लवम् ।।३७२।। શ્લોકાર્ચ - પથ્ય-અપથ્યનો વિભાગ કરનારી તેણી હંમેશાં પાસે રહેલી મારા વડે તને જ અપાયેલી છે, ચિત્તની વિહ્વળતાને તું ન કર. ll૩૭ શ્લોક : केवलं सा विशेषज्ञा, वैपरीत्यविधायिनाम् । अनादरवतां पुंसां, नोपकाराय वर्त्तते ।।३७३।। Page #118 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧/ પ્રથમ પ્રસ્તાવ ૯૫ શ્લોકાર્ચ - | વિશેષને જાણનારી એવી તેણી વિપરીત કરનારા અનાદરવાળા પુરુષોને ફક્ત ઉપકારને માટે થતી નથી. ll૩૭૩ શ્લોક : यदि तेऽस्ति सुखाकाङ्क्षा, दुःखेभ्यो यदि ते भयम् । ततः सा वक्ति यत्किञ्चित्, कर्तुं युक्तं तदेव ते ।।३७४।। શ્લોકાર્ધ : જો તને સુખની આકાંક્ષા છે, જો તને દુઃખોથી ભય છે તો તેણી જે કંઈ કહે છે તે જ તારે કરવાને માટે યોગ્ય છે. ll૩૭૪TI. શ્લોક : एष एव ममादेशो, यत्तदादेशवर्तनम् । तस्यै न रोचते यस्तु, नैव मह्यं स रोचते ।।३७५ ।। શ્લોકાર્ચ - તેણીના આદેશનું જે વર્તન એ જ મારો આદેશ છે, તેણીને જે ગમતું નથી તે મને ગમતું નથી જ. II૩૭૫ શ્લોક - अनेककार्ययुक्ताऽपि तद्दया क्वचिदेत्य ते । प्रतिजागरणं भद्र ! करिष्यत्यन्तराऽन्तरा ।।३७६।। શ્લોકાર્ય : હે ભદ્ર! અનેકકાર્યમાં રોકાયેલી પણ તદ્દયા ક્યારેક આવીને તને વચ્ચે વચ્ચે જાગૃત કરશે. Il૩૭૧il શ્લોક : केवलं परमार्थस्ते, कथ्यते हितकाम्यया । વૃદ્ધો સતતં યત્ન, ર્તવ્ય: સુમછતા પારૂ૭છા! Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ધ : ફક્ત હિતની ઈચ્છાથી પરમાર્થ તને કહેવાય છે, સુખને ઈચ્છતા તારા વડે બુદ્ધિમાં હંમેશાં યત્ન કરવો જોઈએ. ll૩૭૭ી. શ્લોક - ये मूढाः सम्यगाराध्य, सप्रसादां न कुर्वते । एनां तेषां न राजेन्द्रो, नाहं नान्यः प्रसीदति ।।३७८ ।। શ્લોકાર્ચ - જે મૂઢ જીવો આનેસબુદ્ધિને, સમ્યક્ આરાધીને સપ્રસાદવાળી કરતા નથી તેઓને વિષે રાજેન્દ્ર પ્રસન્ન થતા નથી, હું પ્રસન્ન થતો નથી, બીજ પ્રસન્ન થતો નથી. II3૭૮ll. શ્લોક : अप्रसादहता नित्यं, जायन्ते दुःखभाजनम् । ते यतोऽन्यो न लोकेऽपि, हेतुरस्ति सुखप्रदः ।।३७९।। શ્લોકાર્ય : પ્રસાદથી હણાયેલા તેઓ હંમેશાં દુઃખનું ભાજન થાય છે, જે કારણથી લોકમાં પણ સુખને આપનાર અન્ય હેતુ નથી. II3૭૯ll બ્લોક : स्वाधीना वर्त्तते यस्माद, दूरस्था मद्विधादयः । तवेयं सुखहेतुत्वे, तस्मादाराद्धमर्हसि ।।३८०।। શ્લોકાર્ચ - જે કારણથી મારા જેવાઓ દૂર રહેલા છે આEસબુદ્ધિ, તને સુખના હેતુપણામાં સ્વાધીન વર્તે છે, તે કારણથી આરાધના માટે યોગ્ય છેઃતારે આની આરાધના કરવી જોઈએ. ll૩૮૦II શ્લોક : एवं भवतु तेनोक्ते, कृता सा परिचारिका । ततःप्रभृति निश्चिन्तो, धर्मबोधकरोऽभवत् ।।३८१।। Page #120 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - આ પ્રમાણે થાવ, તેના વડે કહેવાય છતે તેણી પરિચારિકા કરાઈ, ત્યારથી માંડીને ધર્મબોધકર નિશ્ચિંત થયા. ll૩૮૧II सद्बुद्धिसंसर्गजगुणः શ્લોક : यावदास्ते दिनान्येषा, कतिचित्तस्य पार्श्वगा । तावद्यत्तत्र संपन्नं, तदिदानीं निबोधत ।।३८२।। સબુદ્ધિના સંસર્ગથી થનારા ગુણો શ્લોકાર્ય : જેટલા કેટલાક દિવસો આ= બુદ્ધિ, તેની પાસે છે ત્યાં સુધી ત્યાં જે પ્રાપ્ત થયું તેને હમણાં સાંભળો. Il૩૮૨ાા. શ્લોક : अतिलौल्येन यः पूर्वं खादन्नपि न तृप्यति । कदन्नं भूरि नैवात्ति, तस्य चिन्तापि तद् गता ।।३८३।। શ્લોકાર્ચ - પૂર્વે અત્યંત આસક્તિથી કદન્નને ખાતો પણ જે=દ્રમક, તૃપ્તિ પામતો ન હતો, તે (હવે) - ઘણા કદન્નને ખાતો નથી જ. તે કારણથી તેની કદન્નની ચિંતા પણ ગઈ. ll૩૮all શ્લોક : पूर्वाभ्यासात् क्वचिद् भुङ्क्ते, केवलं तृप्तिकारणम् । जायते न च तत्स्वास्थ्यं, विहन्याद् गृद्ध्यभावतः ।।३८४।। શ્લોકાર્ધ : પૂર્વના અભ્યાસથી ક્યારેક ખાય છે, ફક્ત તૃપ્તિનું કારણ થાય છે અને ગૃદ્ધિના અભાવને કારણે તેનું સ્વાચ્ય હણાતું નથી. ll૩૮૪|| શ્લોક : योऽकार्षीदुपरोधेन, महता भेषजत्रयम् । स्वयं तस्य बलात्तस्मिन्, अभिलाषोऽभिवर्द्धते ।।३८५।। Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : જે દ્રમક, ઘણા આગ્રહથી ઔષધદ્રયને કરતો હતો, તેમાં=ઔષધદ્રયમાં, સ્વયં તેનો અભિલાષ અત્યંત વધે છે. II3૮૫II શ્લોક : अहिते गृद्ध्यभावेन, हिते चाभिनिवेशतः । यत्तदा तस्य संपन्नं, तच्चेदमभिधीयते ।।३८६।। શ્લોકાર્ચ - અહિતમાં આસક્તિના અભાવથી અને હિતમાં આગ્રહ હોવાથી ત્યારે તેને જે પ્રાપ્ત થયું છે તે આ કહેવાય છે. ll૧૮૬ll શ્લોક : बाधन्ते नैव ते रोगाः, शरीरं जाततानवाः । याऽपि पीडा भवेत् क्वापि, साऽपि शीघ्रं निवर्त्तते ।।३८७।। શ્લોકાર્ધ : પાતળા થયેલા તે રોગો શરીરને પીડા કરતા નથી જ, ક્યાંય પણ જે પીડા થાય, તે પણ જલ્દી ચાલી જાય છે. ll૧૮૭ના. શ્લોક : विज्ञातश्च सुखास्वादो, नष्टा बीभत्सरूपता । गाढं च वर्त्तते तोषः, स्वस्थत्वात्तस्य चेतसि ।।३८८।। શ્લોકાર્ય : અને સુખનો આસ્વાદ જણાયો, બીભત્સરૂપતા નાશ પામી અને સ્વસ્થપણું થવાથી તેના ચિત્તમાં અત્યંત સંતોષ વર્તે છે. [૩૮૮ શ્લોક : अन्यदाऽत्यन्तहष्टेन, मनसा रहसि स्थितः । सद्बुद्ध्या सार्द्धमेवं स, जल्पति स्म निराकुलः ।।३८९।। Page #122 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : એકાંતમાં રહેલો ક્યારેક અત્યંત હર્ષિત થયેલા મન વડે સદ્ગદ્ધિની સાથે નિરાકુલ એવો તે આ પ્રમાણે વાત કરતો હતો. ll૧૮૯ll શ્લોક - भद्रे ! किमिदमाश्चर्यं, शरीरे मम वर्त्तते । एतद्दुःखाकरं पूर्वं यत्सुखाकरतां गतम्? ।।३९०।। શ્લોકાર્થ : હે ભદ્રે ! મારા શરીરમાં આ શું આશ્ચર્ય વર્તે છે? જે પૂર્વે દુઃખની ખાણ હતું એ હવે સુખની ખાણપણાને પામ્યું. ll૩૯oll. શ્લોક : सा प्राह ज्ञातमेतत्ते, सम्यक् पथ्यनिषेवणात् । समस्तदोषमूलेऽस्मिन्नहिते लोल्यवर्जनात् ।।३९१।। શ્લોકાર્ચ - તેણીએ કહ્યું- સભ્ય પથ્યના સેવનથી, સમસ્તદોષનું મૂળ અહિતકારી એવા આમાં કદન્નમાં, આસક્તિના ત્યાગથી તને આ જ્ઞાત છે=આ અનુભૂત છે. ll૧૯૧૫ શ્લોક : मत्सानिध्याच्च ते भद्र ! भुञानस्य कदन्नकम् । प्रागभ्यासवशाच्चित्ते, लज्जाऽत्यर्थं प्रजायते ।।३९२।। શ્લોકાર્થ: અને હે ભદ્ર ! પૂર્વના અભ્યાસના વશથી કદને ખાતા એવા તને મારા સાંનિધ્યથી ચિત્તમાં અત્યંત લજ્જા ઉત્પન્ન થાય છે. In૩૯શા શ્લોક : लज्जया तस्य सम्भोगोऽकार्यरूपः प्रकाशते । ततश्च गृद्ध्ययोगेन कामचारो निवर्त्तते ।।३९३।। Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - લજ્જાથી તેનો સંભોગ અકાર્યરૂપે જણાય છે અને તેથી વૃદ્ધિનો અયોગ થવાથી કામચાર ઈચ્છા પ્રમાણે વર્તન નિવર્તન પામે છે. Il૩૯BIL શ્લોક : ततस्तद्भुक्तमप्यङ्गे, नात्यर्थं रोगवर्द्धनम् । तेनैषाऽऽह्लादसंवेद्या, जाता तव सुखासिका ।।३९४ ।। શ્લોકાર્ય : તેથી તે ખવાયેલું પણ શરીરમાં અત્યંત રોગ વધારનારું થતું નથી, તેના કારણે આહ્વાદથી સંવેધ એવી આ સુખાસિકા તને થઈ. ll૩૯૪ll બ્લોક : इतरस्त्वाह यद्येवं, सर्वथाऽपि त्यजाम्यहम् । કઃ ન્ન ને યેન, નાતે અશ્વગુત્તમ રૂા શ્લોકાર્ચ - વળી, ઈતરે=રોરે, કહ્યું-જો એ પ્રમાણે છે તો આ કદન્નને હું સર્વથા પણ ત્યાગ કરું છું, જેથી મને ઉત્તમ સુખ થાય. Il3લ્પી. શ્લોક : सा त्वाह युज्यते किन्तु, सम्यगालोच्य संत्यज । मा भूत्ते स्नेहदोषेण, प्रागिवाऽऽकुलता पुनः ।।३९६।। શ્લોકાર્ધ : વળી તેણીએ કહ્યું- યોગ્ય છે, પરંતુ સારી રીતે વિચારીને ત્યાગ કર, સ્નેહના દોષથી કદન્નમાં મમતાના દોષથી, પહેલાની જેમ તને ફરી આકુળતા ન થાય. l૩૯૬ll શ્લોક : यदि त्यक्ते पुनस्तेऽत्र, स्नेहाबन्धोऽनुवर्तते । ततोऽत्यागो वरः कस्मात् ? स्नेहोऽस्मिन् रोगवर्धकः ।।३९७।। Page #124 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ જો વળી ત્યાગ કરાયે છતે તને અહીં=કદન્નમાં ફરી સ્નેહનો આ બંધ=રાગ અનુવર્તન પામે તો અત્યાગ શ્રેષ્ઠ છે, કયા કારણથી ? કદન્નમાં સ્નેહ રોગ વધારનાર છે. II૩૯૭II શ્લોક ઃ अल्पाल्पमश्नतोऽप्येतद् भेषजत्रयसेवनात् । साम्प्रतं याप्यतां तेऽस्ति, साऽपि चात्यन्तदुर्लभा । । ३९८ ।। શ્લોકાર્થ : ભેષજયના સેવનને કારણે આને=કદન્નને, થોડું થોડું ખાતા પણ તને હમણાં રોગોની શાંતતા છે, અને તે પણ=રોગોની શાંતતા પણ, અત્યંત દુર્લભ છે. II૩૮II શ્લોક ઃ सर्वत्यागं पुनः कृत्वा, यः स्यात्तदभिलाषुकः । याप्यतामपि नाप्नोति, स महामोहदोषतः ।। ३९९।। ૧૦૧ શ્લોકાર્થ - વળી સર્વ ત્યાગ કરીને જે તેનો=કદન્નનો, અભિલાષી થાય, તે મહામોહના દોષથી રોગોની શાંતતાને પણ પામતો નથી. II૩૯૯૫ શ્લોક ઃ तदेतत्सम्यगालोच्य, यदि चेतसि भासते । ततोऽस्य सर्वथा त्यागो, युज्यते कर्तुमुत्तमैः ।।४००।। શ્લોકાર્થ : તે આ સમ્યગ્ વિચારીને જો ચિત્તમાં ભાસે તો ઉત્તમપુરુષો વડે આનો સર્વથા ત્યાગ કરવો ઘટે છે. II૪૦૦]I શ્લોક ઃ सद्बुद्धेस्तद्वचः श्रुत्वा, मनाग् दोलायितं मनः । तस्य किं करवाणीति, नास्ति सम्यग् विनिश्चयः ।।४०१ ।। Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - સબુદ્ધિના તે વચનને સાંભળીને મન જરાક ડોલાયમાન થયું, શું કરું એ પ્રમાણે સમ્યમ્ નિશ્ચય તેને થતો નથી. II૪૦૧ શ્લોક : अन्यदा परिभुज्योच्चैर्महाकल्याणकं बहु । तत् कदन्नं ततस्तेन, प्राशितं लीलया किल ।।४०२।। શ્લોકાર્ધ : એકવાર અત્યંત ઘણું મહાકલ્યાણક ભોગવીને, ત્યારપછી તેના વડે તે કદ# નિચ્ચે રમતથી ખવાયું. ll૪૦૨ાાં શ્લોક : ततः सदनतृप्तत्वात्, सबुद्धेः सन्निधानतः । ततश्च तैर्गुणैश्चित्ते, तदानीं प्रतिभासते ।।४०३।। બ્લોકાર્ચ - ત્યારપછી સારા અન્ન વડે તૃપ્તપણું હોવાથી, સબુદ્ધિના સમીપપણાને કારણે અને તેનાથી= સબુદ્ધિથી ચિત્તમાં ત્યારે તે ગુણોથી પ્રતિભાસ થાય છે, શું પ્રતિભાસ થાય છે ? તે આગળ બતાવે છે. Il૪૦૩. द्रमकस्य शुभसंकल्पाः શ્લોક : अहो कुथितमत्यर्थं, लज्जनीयं मलाविलम् । बीभत्सं विरसं निन्द्यं, सर्वदोषौघभाजनम् ।।४०४।। इदं मे भोजनं मोहस्तथाऽपि न निवर्त्तते । नैतत्त्यागादृते मन्ये, निर्व्यग्रं सुखमाप्यते ।।४०५।। युग्मम् સબુદ્ધિને કારણે દ્રમને થતા શુભ સંકલ્પો શ્લોકાર્ચ - અહો મારું આ ભોજન અત્યંત ખરાબ, શરમાવા યોગ્ય, મલથી યુક્ત, ખરાબરૂપવાળું, ખરાબ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ રસવાળું, નિંદા કરવા યોગ્ય, સર્વ દોષોના સમૂહનું ભાન છે તોપણ મોહ નિવર્તન પામતો નથી, હું માનું છું કે આના ત્યાગ વિના નિર્થગ્ર સુખ પમાતું નથી. II૪૦૪-૪૦પા શ્લોક : त्यक्तेऽपि पूर्वलौल्येन, कदाचिन्मे स्मृतिर्भवेत् । सद्बुद्ध्या साऽपि दुःखौघकारिणीति निवेदितम् ।।४०६।। શ્લોકાર્ચ - ત્યાગ કરાયે છતે પણ પૂર્વની આસક્તિથી કદાચ મને સ્મૃતિ થાય, તે પણ=સ્મૃતિ પણ, દુઃખના સમૂહને કરનારી છે એ પ્રમાણે સદ્ધિ વડે કહેવાયેલું છે. ll૪૦૬ll શ્લોક : अत्यक्ते दुःखजलधौ, सर्वदा स्थेयमञ्जसा । तदत्र किं करोमीति, पापोऽहं सत्त्ववर्जितः? ।।४०७।। શ્લોકાર્ધ : ત્યાગ નહિ કરાય છતે હંમેશાં દુઃખસમુદ્રમાં રહેવું પડે તે કારણથી સત્વ રહિત પાપી એવો હું અહીં-કદન્નના ત્યાગના વિષયમાં, શીઘ શું કરું ? Il૪૦૭ી. અથવા=અથવા શ્લોક - किमेतैः क्रियते मोहादालजालविचिन्तनैः । मुञ्चामि सर्वथाऽपीदं, यद् भाव्यं तद् भविष्यति ।।४०८।। શ્લોકાર્ચ - મોહથી આ આલજાલ વિચારવા વડે શું કરાય? સર્વથા પણ આને હું મૂકું છું, જે થવાનું હશે તે થશે. II૪૦૮II શ્લોક : यद्वा किमत्र यद् भाव्यम्? न भवत्येव मे स्मृतिः । को नाम राज्यमासाद्य, स्मरेच्चण्डालरूपताम्? ।।४०९।। Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્લોકાર્થ : અથવા અહીં=કદન્ન ત્યાગમાં જે થવા યોગ્ય શું છે ? મને સ્મૃતિ=કદન્નની સ્મૃતિ, થશે નહીં જ, ખરેખર કોણ રાજ્યને મેળવીને ચંડાલરૂપપણાનું સ્મરણ કરે ? ||૪૦૯|| શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ एवं निश्चित्य तेनोक्ता, सद्बुद्धिः ભદ્રે ! માનનમેતત્ત્વ, હિત્વા સર્વ क्षालयस्व मे । વન્નમ્ ।।૪૦।। શ્લોકાર્થ ઃ એ પ્રમાણે નિશ્ચય કરીને તેના વડે સત્બુદ્ધિ કહેવાઈ, હે ભદ્રે ! સર્વ કદન્નકનો ત્યાગ કરીને તું મારા આ ભાજનને સાફ કર. II૪૧૦|| શ્લોક ઃ तयोक्तं पृच्छ्यतां तावद्धर्मबोधकरस्त्वया । कालेन विक्रियां याति सम्यगालोच्य यत् कृतम् ।।४११ ।। શ્લોકાર્થ : તેણી વડે કહેવાયું – તારા વડે ધર્મબોધકરને પુછાય, સારી રીતે વિચારીને જે કરાયું હોય તે કાળે=અવસરે, વિક્રિયાને પામતું નથી. II૪૧૧|| શ્લોક ઃ તતઃ सद्बुद्ध्या, धर्मधन्ति । गत्वा सर्वोऽपि वृत्तान्तस्तेन तस्मै निवेदितः । । ४१२ ।। શ્લોકા : ત્યારપછી સદ્ગુદ્ધિની સાથે જ ધર્મબોધકર પાસે જઈને સર્વ હકીકત તેના વડે=દ્રમક વડે, તેને=ધર્મબોધકરને નિવેદન કરાઈ. II૪૧૨।। શ્લોક ઃ साधु साधु कृतं भद्र ! धर्मबोधकरोऽब्रवीत् । केवलं निश्चयः कार्यो, येन नो यासि हास्यताम् ।।४१३ ।। Page #128 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૦૫ શ્લોકાર્ય : ધર્મબોધકર બોલ્યા – હે ભદ્ર! સુંદર સુંદર કરાયું, ફક્ત દઢ નિશ્ચય કરવો જોઈએ, જેથી તું હાસ્યપણાને ન પામે. ll૪૧all શ્લોક : सोऽवादीत् किमिदं नाथाः ! भूयो भूयो विकथ्यते । एष मे निश्चयस्तस्मिन्न मनोऽपि प्रवर्त्तते ।।४१४।। શ્લોકાર્થ : તે બોલ્યો – નાથ ! આ શું ફરી ફરી કહેવાય છે ? તેમાં મન પણ જતું નથી. આ મારો નિશ્ચય છે. II૪૧૪ll कदनमहाकल्याणकत्यागग्रहणे तत्प्रभावश्च શ્લોક : ततोऽशेषजनैः सार्द्ध, पर्यालोच्य विचक्षणः । अत्याजयत्स तत्पात्रं, सज्जलैः पर्यशोधयत् ।।४१५ ।। દ્રમક દ્વારા કરાયેલ કદન્નનો ત્યાગ અને મહાકલ્યાણકનું ગ્રહણ તથા તેનો પ્રભાવ શ્લોકાર્ય : ત્યારપછી બધા લોકોની સાથે વિચાર કરીને વિચક્ષણ (ધર્મબોધકરે) ત્યાગ કદન્નનો ત્યાગ, કરાવ્યો, તેણે તે પાત્રને ચોખ્ખા પાણીથી સાફ કર્યું. II૪૧૫ll શ્લોક : महाकल्याणकस्योच्चैस्तत् पुनः पर्यपूरयत् । प्रमोदातिशयात्तत्र, दिने वृद्धिमकारयत् ।।४१६ ।। શ્લોકાર્થ : વળી, તે=પાત્ર ભર્યું, પ્રમોદના અતિશયથી તે દિવસે મહાકલ્યાણકની અત્યંત વૃદ્ધિ કરાવી. Il૪૧૬I. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : धर्मबोधकरो हृष्टस्तद्दया प्रमदोद्धरा । सद्बुद्धिर्वर्द्धितानन्दा, मुदितं राजमन्दिरम् ।।४१७ ।। શ્લોકાર્ચ - ધર્મબોધકર હર્ષ પામ્યા, તથા અત્યંત હર્ષવાળી થઈ, સદ્ગદ્ધિ વધેલા આનંદવાળી થઈ, રાજમંદિર આનંદ પામ્યું. II૪૧૭ના બ્લોક : प्रवृत्तश्च जने वादो, योऽयं राज्ञाऽवलोकितः । धर्मबोधकरस्येष्टस्तद्दयापरिपालितः ।।४१८ ।। सदबुद्ध्याऽधिष्ठितो नित्यमपथ्यत्यागकारकः । भेषजत्रयसेवित्वाद् रोगोधैर्मुक्तकल्पकः ।।४१९।। स नो निष्पुण्यकः किन्तु, महात्मैष सपुण्यकः । ततस्तदैव संजातं, नामास्येति सपुण्यकः ।।४२० ।। त्रिभिर्विशेषकम् શ્લોકાર્ય : અને લોકમાં વાતો થવા લાગી, જે આ રાજા વડે જોવાયો, ધર્મબોધકરને ઈષ્ટ થયો, તદ્દદ્યાથી પરિપાલન કરાયો, નિત્ય અપથ્યનો ત્યાગ કરનારો સબુદ્ધિથી અધિષ્ઠિત થયો, ઔષધબયનું સેવિતપણું હોવાથી રોગોના સમૂહથી મુક્ત જેવો, તે નિષ્પષ્યક નથી, પરંતુ આ સપુણ્યક મહાત્મા છે, તેથી ત્યારે જ આનું નામ સપુણ્યક મહાત્મા એ પ્રમાણે થયું. li૪૧૮-૪૧૯-૪૨૦) શ્લોક : कुतः पुण्यविहीनानां, सामग्री भवतीदृशी? । जन्मदारिद्र्यभाग नैव, चक्रवर्तित्वभाजनम् ।।४ २१।। શ્લોકાર્થ :પુણ્ય રહિતોને આવા પ્રકારની સામગ્રી ક્યાંથી થાય? જન્મથી દારિત્ર્યને ભજનારો ચક્રવર્તીપણાનું ભાજન થતો નથી જ. ll૪૨૧II Page #130 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૦૭ શ્લોક : सद्बुद्धितद्दयायोगात्तिष्ठति राजमन्दिरे । ततः प्रभृति यत्तस्य, संपन्नं तनिबोधत ।।४२२।। શ્લોકાર્ચ - સબુદ્ધિના અને તદ્દયાના યોગથી રાજમંદિરમાં રહે છે, ત્યારથી માંડીને તેને જે પ્રાપ્ત થયું તે સાંભળો. II૪૨ શ્લોક : अपथ्याभावतो नास्ति, पीडा देहे परिस्फुटा । क्वचित्सूक्ष्माऽल्पकाला च, यदि स्यात्पूर्वदोषजा ।।४२३।। શ્લોકાર્ચ - અપથ્યના અભાવથી શરીરમાં પ્રગટ પીડા નથી, જો પૂર્વ દોષથી થયેલી પીડા ક્યારેક થાય તો અત્યકાલવાળી અને સૂક્ષ્મ થાય. II૪૨all શ્લોક : ततः स्वयं गताकाङ्क्षो, लोकव्यापारशून्यधीः । विधत्ते विमलालोकं, नेत्रयोरञ्जनं सदा ।।४२४।। શ્લોકાર્ચ - ત્યારપછી સ્વયં ગયેલી આકાંક્ષાવાળો, લોકવ્યાપારમાં શૂન્ય બુદ્ધિવાળો હમેશાં નેત્રમાં વિમલાલોક અંજન આંજે છે. II૪ર૪l. શ્લોક : तत्त्वप्रीतिकरं तोयं, पिबत्यश्रान्तमानसः । महाकल्याणकं भुङ्क्ते, तत्सदन्नमनारतम् ।।४२५ ।। શ્લોકાર્ધ : નહિ થાકેલા માનસવાળો તત્ત્વમીતિકર પાણીને પીવે છે, તે મહાકલ્યાણક એવા સારા અક્ષાને નિરંતર ખાય છે. રિપો. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ બ્લોક : ततो बलं धृतिः स्वास्थ्यं, कान्तिरोजः प्रसन्नता । बुद्धिः पाटवमक्षाणां, वर्द्धतेऽस्य प्रतिक्षणम् ।।४२६।। શ્લોકાર્થ : તેથી આનું બળ, ધીરજ, સ્વાર, કાંતિ, ઓજસપરાક્રમ, પ્રસન્નતા, બુદ્ધિ, ઇન્દ્રિયોનું પાટવ દરેક ક્ષણે વધે છે. ll૪૨કા શ્લોક : नाद्यापि सम्यगारोग्यं, बहुत्वाद् रोगसन्ततेः । जायते केवलं देहे, विशेषो दृश्यते महान् ।।४२७।। શ્લોકાર્ધ : હજુ પણ રોગની સત્તતિનું બહુપણું હોવાથી સારી રીતે આરોગ્ય થતું નથી, ફક્ત શરીરમાં ઘણો વિશેષ સુધારો દેખાય છે. I૪૨૭ી શ્લોક : यः प्रेतभूतः प्रागासीद् गाढं बीभत्सदर्शनः । स तावदेष संपन्नो, मानुषाकारधारकः ।।४२८ ।। શ્લોકાર્ચ - જે પહેલાં અત્યંત બીભત્સદર્શનવાળો ભૂત જેવો જણાતો હતો તે આ મનુષ્યના આકારને ધારણ કરનારો પ્રાપ્ત થયો. ll૪૨૮II શ્લોક : ये रोरभावे भावाः प्रागभ्यस्तास्ते न सन्ति । तुच्छताक्लीबतालौल्यशोकमोहभ्रमादयः ।।४२९।। શ્લોકાર્થ : રોરપણામાં પૂર્વે જે ભાવો અભ્યાસ કરાયેલા હતા તુચ્છતા, ક્લીનતા (દીનતા), લૌલ્ય, શોક, મોહ, ભ્રમ આદિ તે નથી. ll૪૨૯ll Page #132 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ श्लोक : त्रयोपभोगात्ते सर्वे, नष्टप्रायस्तया तदा । न बाधका मनाग् जातास्तेनासौ स्फीतमानसः ।।४३० ।। श्लोड : श्लोकार्थ : ઔષધત્રયના ઉપભોગથી તે સર્વે ત્યારે નષ્ટપ્રાયઃપણાથી અલ્પ થયેલા બાધક થતા નથી, तेथी खा ते४स्वी मनवानो थयो ।।४30॥ सत्त्रयीदानादरः निष्फलता च अन्यदाऽत्यन्तहृष्टात्मा, सद्बुद्धिं परिपृच्छति । भद्रे ! त्रयमिदं लब्धं मयैतत् केन कर्मणा ? ।।४३१।। સત્રયીને દેવાની ઈચ્છા અને નિષ્ફલતા श्लोकार्थ : એકવાર અત્યંત હર્ષિત થયેલો સત્બુદ્ધિને પૂછે છે, હે ભદ્રે ! મારા વડે આ ત્રય=ઔષધત્રય, ज्या अर्मथी भेजवायुं ? ||४३१ ॥ श्लोड : तयोक्तं तात ! लभ्यन्ते, सर्वेऽर्था दत्तपूर्वकाः । इति वार्ता जने तेन, दत्तमेतत् क्वचित्त्वया ।।४३२।। ૧૦૯ श्लोकार्थ : તેણી વડે=સત્બુદ્ધિ વડે, કહેવાયું – હે વત્સ ! સર્વે અર્થો પૂર્વે અપાયેલા પ્રાપ્ત કરાય છે એ प्रभा लोङमां वार्ता छे, तेथी तारा वडे ज्यारेड आलेषणत्रय जपायुं छे. ॥४३२ ॥ श्लोड : ततः स चिन्तयत्येवं, वितीर्णं यदि लभ्यते । इदं सकलकल्याणकारणं भेषजत्रयम् ।।४३३।। इदानीं चारुपात्रेभ्यः प्रयच्छामि विशेषतः । पुनर्जन्मान्तरे येन, संपद्येतेदमक्षयम् ।।४३४।। " Page #133 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૧૧ શ્લોકાર્ય : અત્યંત નિર્ગુણ પણ મહાન પુરુષો વડે કરાયેલા ગૌરવવાળો ખરેખર અભિમાની થાય છે જેમ આ અધમ દ્રમક. ll૪૩૮II શ્લોક : तत्र ये मन्दिरे लोकास्ते सर्वे त्रयभोजनाः । तबलादेव निश्चिन्ताः, संजाताः परमेश्वराः ।।४३९।। શ્લોકાર્ચ - ત્યાં મંદિરમાં જે લોકો છે તેઓ સર્વે ઔષધમયને ભોજનવાળા છે, તેના બલથી જ તે ઔષધના સેવનના બળથી જ, પરમ ઐશ્વર્યવાળા નિશ્ચિત થયેલા છે. ll૪૩૯I શ્લોક : प्रविष्टमात्रा दृश्यन्ते, तादृशा येऽपि निःस्वकाः । तेऽन्येभ्य एव तद् भूरि, लभन्ते भेषजत्रयम् ।।४४०।। શ્લોકાર્થ :જેઓ પણ ધન રહિત પ્રવિષ્ટમાત્ર તેવા=પ્રસ્તુત દ્રમક જેવા દેખાય છે તેઓ બીજાઓ પાસેથી જ તે ઔષધદ્રય ઘણું મેળવે છે. ll૪૪oll શ્લોક : ततो न कश्चित्तन्मूले, तदर्थमुपतिष्ठते । स दिक्षु निक्षिपंश्चक्षुर्याचमानं प्रतीक्षते ।।४४१।। શ્લોકાર્થ : તેથી કોઈ તેની પાસે તેને માટે ઔષધયને માટે આવતો નથી, દિશાઓમાં ચક્ષને નાખતો તે યાચકની પ્રતીક્ષા કરે છે. II૪૪૧૫ શ્લોક : स्थित्वाऽपि कालं भूयांसमलब्धप्रार्थकस्ततः । सद्बुद्धिं पुनरप्येष, तदर्थं परिपृच्छति ।।४४२।। Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - અત્યંત નિર્ગુણ પણ મહાન પુરુષો વડે કરાયેલા ગૌરવવાળો ખરેખર અભિમાની થાય છે જેમ આ અધમ દ્રમક. ll૪૩૮II શ્લોક : तत्र ये मन्दिरे लोकास्ते सर्वे त्रयभोजनाः । तबलादेव निश्चिन्ताः, संजाताः परमेश्वराः ।।४३९।। શ્લોકાર્ચ - ત્યાં મંદિરમાં જે લોકો છે તેઓ સર્વે ઔષધબયને ભોજનવાળા છે, તેના બલથી જ તે ઔષધના સેવનના બળથી જ, પરમ ઐશ્વર્યવાળા નિશ્ચિત થયેલા છે. ll૪૩૯ll શ્લોક : प्रविष्टमात्रा दृश्यन्ते, तादृशा येऽपि निःस्वकाः । तेऽन्येभ्य एव तद् भूरि, लभन्ते भेषजत्रयम् ।।४४०।। શ્લોકાર્થ : જેઓ પણ ધન રહિત પ્રવિષ્ટમાત્ર તેવા=પ્રસ્તુત દ્રમક જેવા, દેખાય છે તેઓ બીજાઓ પાસેથી જ તે ઔષધમય ઘણું મેળવે છે. I૪૪૦II શ્લોક : ततो न कश्चित्तन्मूले, तदर्थमुपतिष्ठते । स दिक्षु निक्षिपंश्चक्षुर्याचमानं प्रतीक्षते ।।४४१।। શ્લોકાર્ચ - તેથી કોઈ તેની પાસે તેને માટે=ઔષધબયને માટે આવતો નથી, દિશાઓમાં ચક્ષને નાખતો તે યાચકની પ્રતીક્ષા કરે છે. ll૪૪૧il શ્લોક : स्थित्वाऽपि कालं भूयांसमलब्धप्रार्थकस्ततः । सद्बुद्धिं पुनरप्येष, तदर्थं परिपृच्छति ।।४४२।। Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ : ઘણો કાળ રહીને પણ નથી પ્રાપ્ત કર્યા પ્રાર્થના કરનાર પુરુષ જેણે એવો આ ત્યારપછી ફરી પણ સબુદ્ધિને તેને માટે પુછે છે. I૪૪શા સT VIE=તેણી કહે છે – શ્લોક : भद्र ! निर्गत्य, घोषणापूर्वकं त्वया । दीयतां यदि गृह्णीयुः, केचित्स्यादतिसुन्दरम् ।।४४३।। શ્લોકાર્ચ - હે ભદ્ર! નીકળીને ઘોષણાપૂર્વક તારા વડે અપાય, જો કોઈ ગ્રહણ કરે તો અતિસુંદર થાય. Il૪૪all તાનોોષ હાસ્ય ર=દ્રમક સબુદ્ધિના કહેવાથી દાનની ઉદ્ઘોષણા કરે છે અને લોકો હસે છે – બ્લોક : ततोऽसौ घोषयत्युच्चैर्मदीयं भेषजत्रयम् । लोका ! गृह्णीत गृह्णीत, गृहे तस्मिन्नटाट्यते ।।४४४।। શ્લોકાર્ચ - તેથી=સબુદ્ધિએ ઘોષણા કરવાનું કહ્યું તેથી, આ અત્યંત ઘોષણા કરે છે, તે લોકો ! મારા ભેષજયને ગ્રહણ કરો, ગ્રહણ કરો. તે ઘરમાં તે રાજમંદિરમાં, વારંવાર ભટકે છે. I૪૪૪ો. શ્લોક : ततः पूत्कुर्वतस्तस्माद्, गृह्णीयुरतितुच्छकाः ।। ये तत्र तद्विधाः केचिद्, अन्येषां तु हृदि स्थितम् ।।४४५।। શ્લોકાર્ય : ત્યારપછી તે રાજમંદિરમાં જે કોઈ તેના જેવા અતિતુચ્છ જીવો છે તે લોકો પોકાર કરતાં તેની પાસેથી ઔષધદ્રય ગ્રહણ કરે છે. વળી બીજાના હૃદયમાં રહેલું છે શું રહેલું છે ? તે આગળના શ્લોકમાં બતાવે છે. ll૪૪૫ll Page #136 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૧૩ શ્લોક : अहो प्राग् दृष्टदारिद्र्यो, रोरोऽयं मत्ततां गतः । राजवर्णवशेनास्मान्, ग्राहयत्यात्मभेषजम् ।।४४६।। શ્લોકાર્ય : અહો ! પૂર્વે જોવાયેલા દરિદ્રતાવાળો, આ રોરરંક, મતપણાને પામેલો છે, રાજવર્ણના વશથી=રાજાની પ્રશંસાના વશથી, અમને પોતાનું ઔષધ ગ્રહણ કરાવે છે. I૪૪૬ll શ્લોક : ततः केचिद्धसन्त्युच्चैः, केचिदुत्प्रासयन्ति तम् । अन्ये पराङ्मुखीभूय, तिष्ठन्ति विगतादराः ।।४४७।। શ્લોકાર્થ : તેથી કેટલાક અત્યંત હસે છે, કેટલાક તેને મશ્કરીનું સ્થાન કરે છે, પરામુખ રહીને બીજા આદર વગરના રહે છે. ll૪૪૭ll શ્લોક : अथ तं तादृशं वीक्ष्य, दानोत्साहविबाधकम् । जनव्यापारमागत्य, सद्बुद्धेः कथयत्यसौ ।।४४८।। શ્લોકાર્થ : હવે દાનના ઉત્સાહમાં બાધક એવા તેવા પ્રકારના તે જનવ્યાપારને જોઈને આ (સપુણ્યક) સબુદ્ધિને આવીને કહે છે. I૪૪૮ काष्ठपात्र्यां सत्त्रयीप्रतिष्ठा શ્લોક : गृह्णन्ति द्रमका भद्रे ! न गृह्णन्ति महाजनाः । ममेच्छा यदि सर्वेषामेतेषामुपयुज्यते ।।४४९।। કાષ્ઠના પાત્રમાં ઔષધબયનું સ્થાપન શ્લોકાર્ચ - હે ભદ્ર ! સબુદ્ધિ ! દ્રમકો ગ્રહણ કરે છે, મહાજનો ગ્રહણ કરતા નથી, મારી ઈચ્છા છે જે સર્વ જીવોને આ ઉપયોગી થાય. Il૪૪૯II Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ શ્લોક : पर्यालोचे दृढं पट्वी, वर्त्तसे विमलेक्षणे ! । तदत्र हेतुर्विद्येत, ग्राहणेऽस्य महात्मनाम् ।।४५०।। શ્લોકાર્ચ - હે વિમળ આંખોવાળી ! સબદ્ધિ ! પર્યાલોચનમાં તું અત્યંત હોંશિયાર છે તે કારણથી, અહીં રાજમંદિરમાં, મહાત્માઓને આના=ઔષધશ્રયના, ગ્રહણ કરાવવામાં, હેતુને તું જાણતી હોઈશ. II૪૫oll બ્લોક : तदाकर्ण्य महाकार्ये, नियुक्ताऽहमनेन भोः ! । चिन्तयन्ती महाध्यानं, प्रविष्टा सा विचक्षणा ।।४५१।। શ્લોકાર્થ : તે સાંભળીને અરે ! આના વડે હું મોટાકાર્યમાં જોડાવાઈ, (મને મોટું કામ સોપાયું) એમ વિચારતી તે વિચક્ષણા મહાધ્યાનમાં પ્રવેશી. ll૪પ૧|| विचक्षणाकथितादानोपायाः શ્લોક : अथ निश्चित्य गर्भार्थं, कार्यस्येत्थमभाषत । एक एवात्र हेतुः स्याद्, ग्राहणे सर्वसंश्रयः ।।४५२।। વિચક્ષણા વડે=સમ્બુદ્ધિ વડે, કહેવાયેલા દાનના ઉપાયો શ્લોકાર્થ : હવે કાર્યના ગર્ભિત અર્થનો નિશ્ચય કરીને આ પ્રમાણે તેણીએ કહ્યું – ગ્રહણ કરાવવામાં સર્વના આશ્રયવાળો અહીં એક જ હેતુ થાય. Il૪૫રા. શ્લોક : राजाऽजिरे विधायेदं, काष्ठपात्र्यां जनाकुले । वस्तुत्रयं विशालायां, तिष्ठ विश्रब्धमानसः ।।४५३।। Page #138 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૧૫ શ્લોકાર્ધ : જનાકુલ એવા રાજમાર્ગમાં આ વસ્તુનયને વિશાળ એવી લાકડાની પાત્રીમાં સ્થાપન કરીને વિશ્વાસ પામેલા માનસવાળો તું ઊભો રહે. ll૪૫૩ શ્લોક : स्वयमेव ग्रहीष्यन्ति, शून्यं दृष्ट्वा तदर्थिनः । स्मरन्तो रोरभावं हि, त्वत्करात् ते न गृह्णते ।।४५४।। શ્લોકાર્થ : શૂન્ય જોઈને તેના અર્થીઓ સ્વયં જ ગ્રહણ કરશે, હિં=જે કારણથી, તારા રોરભાવને મરણ કરતા તારા હાથથી ગ્રહણ કરતા નથી. II૪૫૪ શ્લોક : आदद्यात् कश्चिदेकोऽपि, यदि तत्सगुणो नरः । तेन स्यात्तारितो मन्ये, यत एतदुदाहृतम् ।।४५५।। શ્લોકાર્ધ : જો કોઈ એક પણ સુગણ નર તેને ગ્રહણ કરે, તેનાથી તું તારેલો થાય એમ હું માનું છું, જે કારણથી આ કહેવાયેલું છે. ll૪પપII શ્લોક : किञ्चिज्ज्ञानमयं पात्रं, किञ्चित्पात्रं तपोमयम् । आगमिष्यति यत्पात्रं, तत्पात्रं तारयिष्यति ।।४५६।। શ્લોકાર્ચ - કોઈક પાત્ર જ્ઞાનમય છે, કોઈક પાત્ર તપોમય છે, જે પાત્ર આવશે તે પાત્રને તારશેeતારું ભેષજ તારશે. ll૪૫૬ો. શ્લોક : ततोऽसौ वर्द्धितानन्दस्तस्या वचनकौशलैः । विधत्ते तत्तथैवेति, तत्रेदमभिधीयते ।।४५७।। Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ ઃ તેથી તેણીના વચનકૌશલ્ય વડે વધેલા આનંદવાળો આ ‘તે તેમ જ છે' એ પ્રમાણે ધારણ કરે છે, ત્યાં આ કહેવાય છે. ।।૪૫૭]I શ્લોક ઃ प्रयुक्तं तादृशेनापि ये ग्रहीष्यन्ति मानवाः । ते भविष्यन्ति नीरोगा, यत् त्र्यं तत्र कारणम् ।।४५८।। શ્લોકાર્થ ઃ તેવા વડે પણ પ્રયોગ કરાયેલું ઔષધત્રય જે માનવો ગ્રહણ કરશે તેઓ નીરોગી થશે, જે કારણથી ત્યાં ઔષધત્રય કારણ છે. II૪૫૮ અન્યષ્ટ=અને બીજું, શ્લોક ઃ શ્લોક ઃ यावदर्थं निसृष्टत्वाद्, ग्रहणे तदनुग्रहात् । अनुकम्पापरस्तत्र, सर्वस्तल्लातुमर्हति ।। ४५९ ।। શ્લોકાર્થ ઃ બધા માટે સર્જન કરાયેલું હોવાથી=બધા યોગ્ય જીવો માટે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથનું સર્જન કરેલું હોવાથી, ગ્રહણમાં=યોગ્ય જીવો દ્વારા પ્રસ્તુત ગ્રંથના અધ્યયનમાં, તેઓનો અનુગ્રહ હોવાથી, ત્યાં=તે જીવોમાં, અનુકંપાપર છે=ગ્રંથકારશ્રી અનુકંપાપર છે તે કારણથી સર્વ જીવો ગ્રહણ કરવા માટે યોગ્ય છે=પ્રસ્તુત ગ્રંથને રાજમંદિરમાં રહેલા સર્વ જીવો ગ્રહણ કરવા માટે યોગ્ય છે. ।।૪૫૯॥ दान्तिकघटना एष तावत्समासेन, दृष्टान्तः प्रतिपादितः । ધુનોપનવં પૂર્વ, થ્યમાન નિવોથત ।।૪૬૦।। દૃષ્ટાંતનું યોજન શ્લોકાર્થ ઃ સમાસથી=સંક્ષેપથી, આ દૃષ્ટાંત કહેવાયું, હમણાં કહેવાતા ઉપનયને તમે સાંભળો. ।।૪૬૦|| Page #140 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૧૭ શ્લોક : अदृष्टमूलपर्यन्तं, यदत्र कथितं पुरम् । सोऽयं संसारविस्तारोऽदृष्टपारः प्रतीयताम् ।।४६१।। શ્લોકાર્ચ - અહીં જે અષ્ટમૂલપર્યત નગર કહેવાયું, તે, નથી જોવાયો છેડો જેનો એવો આ સંસારનો વિસ્તાર જાણો. I૪૬૧ બ્લોક : ૪૬૨ महामोहहतोऽनन्तदुःखाघ्रातो विपुण्यकः । पूर्वं मदीयजीवोऽयं, स रोर इति गृह्यताम् ।।४६२।। શ્લોકાર્થ : મહામોહથી હણાયેલો, અનંત દુઃખથી ઘેરાયેલો, પુણ્ય રહિત પૂર્વે આ મારો જીવ તે રોર એ પ્રમાણે ગ્રહણ કરાય. ll૪૬રા બ્લોક : भिक्षाधारतया ख्यातं, यत्तस्य घटकर्परम् । तदायुर्गुणदोषाणामाश्रयस्तद्धि वर्त्तते ।।४६३।। શ્લોકાર્ધ : ભિક્ષાના આધારપણાથી જે તેનું ઘટકર્પર કહેવાયું. હિં=જે કારણથી, તે ગુણદોષોનો આશ્રય એવું તેનું આયુષ્ય છે. ll૪૬BI શ્લોક : डिम्भाः कुतीथिका ग्राह्या, वेदना क्लिष्टचित्तता । रोगा रागादयो ज्ञेया, अजीर्णं कर्मसञ्चयः ।।४६४।। શ્લોકાર્ધ : બાળકો કુતીર્થિકો ગ્રહણ કરવા, ક્લિષ્ટ ચિત્તપણે વેદના, રાગાદિ રોગો જાણવા, કર્મસંચય એ અજીર્ણ જાણવું. ll૪૬૪ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્લોક : भोगाः पुत्रकलत्राद्या, यच्च संसारकारणम् । तज्जीवगृद्धिहेतुत्वात्, कदन्नमभिधीयते ।।४६५।। શ્લોકાર્ચ - અને પુત્ર-કલત્રાદિ ભોગો જે સંસારનું કારણ છે, જીવની આસક્તિનું હેતુપણું હોવાથી તે કદન્ન કહેવાય છે. ll૪૬૫ll શ્લોક : यश्चासौ सुस्थितो नाम, महाराजः प्रकाशितः । जानीत परमात्मानं, सर्वज्ञं तं जिनेश्वरम् ।।४६६।। શ્લોકાર્ય : અને જે આ સુસ્થિત નામે મહારાજા કહેવાયા, તે સર્વજ્ઞ એવા જિનેશ્વર પરમાત્માને તમે જાણો. II૪૬૬ll શ્લોક : यच्च तज्जनितानन्दं, गदितं राजमन्दिरम् । अनन्तभूतिसंपन्नं, तत् ज्ञेयं जिनशासनम् ।।४६७।। શ્લોકાર્થ : અને તેમનાથી ઉત્પન્ન થયેલા આનંદવાળું જે રાજમંદિર કહેવાયું તે અનંત વૈભવથી યુક્ત જિનશાસન જાણવું. ll૪૬૭ી શ્લોક : स्वकर्मविवरो नाम, यः प्रोक्तो द्वारपालकः । आत्मीयकर्मविच्छेदो, यथार्थोऽसावुदाहृतः ।।४६८।। શ્લોકાર્ચ - સ્વકર્મવિવર નામે જે દ્વારપાલ કહેવાયેલો છે એ યથાર્થ=જે પ્રમાણે અર્થ છે, તે પ્રકારના અર્થવાળો પોતાના કર્મનો વિચ્છેદ કહેવાયો. ||૪૬૮ Page #142 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૧૯ બ્લોક : ये चान्ये सूचितास्तत्र, द्वारपालाः प्रवेशकाः । ते मोहाज्ञानलोभाद्या विज्ञेयास्तत्त्वचिन्तकैः ।।४६९।। શ્લોકાર્ધ : અને ત્યાં તે રાજમંદિરમાં, બીજા જે પ્રવેશ કરાવનાર દ્વારપાલો સૂચન કરાયા તેઓ મોહ, અજ્ઞાન, લોભ આદિ તત્વચિંતકોએ જાણવા. ll૪૬૯ll શ્લોક : आचार्यास्तत्र राजान, उपाध्यायास्तु मन्त्रिणः । गीतार्थवृषभा योद्धा, गणचिन्तानियुक्तकाः ।।४७०।। શ્લોકાર્ય : ત્યાં રાજાઓ આચાર્યો, મંત્રીઓ વળી ઉપાધ્યાયો, યોદ્ધાઓ ગીતાર્થવૃષભો, ગણને સાચવવામાં નિયોજન કરાયેલા છે. ll૪૭૦| શ્લોક : सामान्यभिक्षवः सर्वे, विज्ञेयास्तलवर्गिकाः । आर्यास्तु तत्र सद्गेहे, प्रशान्ताः स्थविरा जनाः ।।४७१।। શ્લોકાર્થ : કોટવાળો સર્વે સામાન્યભિક્ષઓ જાણવા, આર્યાઓ વળી તે સારા ઘરમાં (રાજમંદિરમાં) પ્રશાંત એવી સ્થવિરા લોકો આર્યાઓ છેઃસાધ્વીઓ છે. ll૪૭૧ll શ્લોક : भटौघाः श्राद्धसङ्घातास्तद्रक्षाबद्धमानसाः । ज्ञेया विलासिनीसार्था, भक्तास्तत्प्रमदागणाः ।।४७२।। શ્લોકાર્ચ - સુભટોના સમૂહો તેની=રાજમંદિરની, રક્ષામાં બદ્ધમાનસવાળા શ્રાવકોનો સમૂહ, વિલાસિનીઓનાં ટોળાંઓ તેની અમદાગણ રાજમંદિરની શ્રેષ્ઠ સ્ત્રીઓનો ગણ, એવી ભક્તાણીઓ જાણવા (શ્રાવિકાઓ જાણવાં). ll૪૭ચા. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ शब्दादिविषयानन्दवर्णनं पुनरत्र यत् । तदेवमर्थं सद्धर्माज्जायन्ते तेऽपि सुन्दराः ।।४७३।। શ્લોકાર્થ ઃ જે વળી અહીં શબ્દાદિ વિષયોના આનંદનું વર્ણન છે તે આવા સ્વરૂપવાળું સદ્ધર્મથી થાય છે તે પણ=શબ્દાદિ વિષયો પણ, સુંદર છે. I]૪૭૩|| શ્લોક ઃ धर्मबोधक ज्ञेयः सूरिर्यो मत्प्रबोधकः । तद्दया तस्य या जाता, ममोपरि महाकृपा ।।४७४।। શ્લોકાર્થ ઃ જે મને પ્રતિબોધ કરનારા આચાર્ય ધર્મબોધકર જાણવા, તેની જે તદ્દયા તેની=ધર્મબોધકરની, મારા ઉપર જે મહાકૃપા થઈ તે તદ્દયા. II૪૭૪|| શ્લોક ઃ ज्ञानमञ्जनमुद्दिष्टं, सम्यक्त्वं जलमुच्यते । चारित्रमत्र विज्ञेयं, परमान्नं मनीषिभिः ।।४७५ ।। : શ્લોકાર્થ ઃ જ્ઞાન અંજન કહેવાયું, સમ્યક્ત્વ જલ કહેવાયું છે, અહીં=થામાં મનીષીઓ વડે ચારિત્ર પરમાન્ન જાણવું. II૪૭૫) શ્લોક ઃ सद्बुद्धिः शोभना बुद्धिः, सन्मार्गे या प्रवर्त्तिका । काष्ठपात्री त्रयाधारा, वक्ष्यमाणा कथोच्यते ।।४७६ ।। શ્લોકાર્થ જે સન્માર્ગમાં પ્રવર્તન કરાવનારી શોભનબુદ્ધિ છે તે સત્બુદ્ધિ છે, ઔષધત્રયનો આધાર કાષ્ઠપાત્રી વક્ષ્યમાણ કથા કહેવાય છે. II૪૭૬॥ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ लोs: एषा समासतस्तावत्, कृता सामान्ययोजना । विशेषयोजना व्यक्तं, गद्येनोदाहरिष्यते ।।४७७।। दोडार्थ :આ સમાસથી તેટલી સામાન્યયોજના કરાઈ, વિશેષ યોજના પ્રગટ ગધ વડે કહેવાશે. I૪૭૭TI પ્રથમ પ્રસ્તાવનો ઉપનય પ્રારંભ उपनय : विदुषां सन्मार्गः तत्रेह तावत्तत्त्वविदुषामेष मार्गो यदुत-'तेषां कल्याणाभिनिवेशितया निष्प्रयोजनो विकल्पो न चेतसि विवर्त्तते, अथ कदाचिदभावितावस्थायां विवर्तेत तथापि ते न निर्निमित्तं भाषन्ते, अथ कदाचिदतत्त्वज्ञजनान्तर्गततया भाषेरन् तथापि न निर्हेतुकं चेष्टन्ते, यदि पुनस्ते निष्कारणं चेष्टेरन् ततोऽतत्त्वज्ञजनसार्थादविशिष्टतया तत्त्ववित्ता विशीर्येत, तस्मात्तत्त्ववेदिष्वात्मनोऽन्तर्भावमभिलषता सकलकालं सर्वेण स्वविकल्पजल्पाचरणानां सार्थकत्वं यत्नतः परिचिन्तनीयम्, तद्वेदिनां च पुरतः कीर्तनीयम्, ते हि निरर्थकेष्वप्यात्मविकल्पजल्पव्यापारेषु सार्थकत्वबुद्धिं कुर्वन्तमनुकम्पया वारयेयुः' इति। अतो मयाऽपि स्वप्रवृत्तेः सार्थकत्वमावेदयतेमामुपमितिभवप्रपञ्चाभिधानां कथामारब्धुकामेन कथानकं दृष्टान्तद्वारेण सूचितम्, तदेतद्यद्यवधारितं भो भव्यास्ततो मदनुरोधेन विहाय विक्षेपान्तरं अस्य दार्टान्तिकमर्थमाकर्णयत। 6पनयार्थ: વિદ્વાનોનો સન્માર્ગ ___ 'तत्र' मे वाध्य प्रस्तावमा छ, मखी संसारमा, तत्वना नारासोना=संसारनी वास्तविs સ્થિતિ અને તેના ઉચ્છેદના ઉપાયને જાણનારાઓનો, આ માર્ગ છે=આગળમાં કહેવાય છે એ Gथतप्रवृत्ति ३५ मा छ, तावत् श०६ वाध्य मारमा छ भने तत्व एनरामोनी Gथत प्रवृत्ति ३५ हे मा०[ 'यदुत'थी स्पष्ट ४३ छ - તેઓને તત્વના જાણનારાઓને, કલ્યાણનો અભિનિવેશ હોવાને કારણે વિષમ એવા સંસારથી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પાર પામવાના ઉપાય પ્રત્યે બદ્ધ રાગ હોવાથી તે સેવવાનો આગ્રહ હોવાને કારણે, નિપ્રયોજન વિકલ્પ કલ્યાણની પ્રાપ્તિનું કારણ ન હોય તેવો વિચાર, ચિત્તમાં વર્તતો નથી. =હવે, કદાચિત્ અભાવિત અવસ્થામાં તત્વને જાણનાર પણ તત્વથી ભાવિત ન હોય તેવી અવસ્થામાં, વર્તે-મોહતાશનું પ્રયોજન ન હોય તેવો વિકલ્પ વર્તે, તોપણ તેઓ નિતિમિત બોલતા નથી=ચિત્તમાં ઊઠેલા તિwયોજન વિકલ્પને અનુરૂપ એવું લિર્નિમિત્ત બોલતા નથી. હવે કદાચિત્ અતત્વજ્ઞ જનતા અત્તર્ગતપણાને કારણે=કોઈક એવા નિમિત્તે અતત્વજ્ઞ જીવો સાથે બેસવાનો પ્રસંગ હોવાને કારણે, બોલે=સહસા ક્યારેક એ પ્રકારે બોલે, તોપણ નિર્દેતુક ચેષ્ટા કરતા નથીeતત્વને જાણનારાઓ મોહધારાની વૃદ્ધિ કરે તેવી કોઈ કાયિક ચેષ્ટા કરતા નથી, અને જો વળી, તેઓ તત્ત્વને જાણનારાઓ, નિષ્કારણ ચેષ્ટા કરે તો અતત્વજ્ઞજનતા સમુદાયથી અવિશિષ્ટપણું હોવાને કારણે=અતત્વજ્ઞ જતોની જેમ નિરર્થક મન, વચન, કાયાની પ્રવૃત્તિ હોવાથી અતત્વજ્ઞજનતા સમાનપણું હોવાના કારણે, તત્વનું જાણવાપણું નાશ પામ=પૂર્વમાં યત્નથી પ્રગટ કરાયેલા તત્વને જાણવાપણાનો નાશ થવાનો પ્રારંભ થાય. તે કારણથીeતત્વના જાણનારાઓને કલ્યાણનો અભિનિવેશ હોવાને કારણે મન, વચન, કાયાની તિwયોજન પ્રવૃત્તિ કરતા નથી તે કારણથી, તત્ત્વવેદીઓમાં પોતાનો અનભવ કરવાના અભિલાષવાળા પુરુષ વડે સર્વકાલ સર્વથી=સર્વપ્રકારથી, સ્વવિકલ્પ, જલ્પ અને આચરણાઓનું=પોતાના મનના વિકલ્પો, વચનના જલ્પો અને કાયાની આચરણાઓનું, સાર્થકપણું યત્વથી પરિચિતન કરવું જોઈએ= વિચારવું જોઈએ, અને તેના જાણનારાઓની આગળ કીર્તન કરવું જોઈએ=દિવસ દરમ્યાન પોતે મન, વચન, કાયાની જે કોઈ પ્રવૃત્તિ કરી છે તે સર્વ તેઓને કહેવી જોઈએ જે કારણથી, તેઓ=જે તત્વવેદીઓને સન્મુખ તમે તમારા વિકલ્પ, જલ્પ, આચરણાઓને પ્રગટ કરેલ છે તેઓ, નિરર્થક પણ=મોક્ષપ્રાપ્તિને અનુકૂળ ન હોય તેવા પણ, પોતાના વિકલ્પ, જલ્પ અને વ્યાપારોમાં સાર્થકપણાની બુદ્ધિ=મોક્ષપ્રાપ્તિને અનુકૂળ પ્રવૃત્તિ કરું છું એ પ્રકારની સાર્થકપણાની બુદ્ધિને, કરતા એવા તેને પોતાની પાસે પ્રગટ કરનાર યોગ્ય જીવને, અનુકંપાથી તે યોગ્ય જીવની હિતચિંતાથી, વારણ કરે. આથી સ્વપ્રવૃત્તિના સાર્થકપણાને આવેદન કરતા આ ઉપમિતિભવપ્રપચકથાને કહેવાની ઈચ્છાવાળા એવા મારા વડે પણ=ગ્રંથકારશ્રી વડે પણ, કથાનક દૃષ્યત દ્વારા નિવેદન કરાયું છે. તે આ ગ્રંથકારશ્રીએ તત્ર દ તાવ'થી માંડીને અત્યાર સુધી કહ્યું છે, જો અવધારણ કરાયું છે તો તે ભવ્યજીવો, મારા અનુરોધથી વિક્ષેપાતરનો ત્યાગ કરીને આતા=પૂર્વમાં વર્ણન કરાયેલી કથાતા, દાર્શનિક અર્થને સાંભળો (જેના દ્વારા ગ્રંથકારની સ્વપ્રવૃત્તિના સાર્થકત્વનો બોધ થવાથી યોગ્ય જીવ પણ પોતાની સાર્થક પ્રવૃત્તિનો યથાર્થ નિર્ણય કરી શકે માટે ગ્રંથકારશ્રી તેને સાંભળવા માટે યોગ્ય જીવોને અનુરોધ કરે છે.) ભાવાર્થ : સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણનારા અને સર્વકર્મ રહિત એવી મુક્ત અવસ્થાના વાસ્તવિક સ્વરૂપને જાણનારા અને તેની પ્રાપ્તિનો એક ઉપાય જિનવચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ છે તેનો સ્પષ્ટબોધ જેઓને છે Page #146 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવના ૧૨૩ તેઓ તત્ત્વને જાણનારા છે. અને તેઓને પોતાનો આત્મા વર્તમાનમાં દુઃખી ન થાય, ભાવિમાં દુઃખની પરંપરાને પ્રાપ્ત ન કરે અને સાધના કરીને પૂર્ણ સુખમય મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરે એ પ્રમાણેની ઉચિત પ્રવૃત્તિ રૂપ પોતાના કલ્યાણમાં અભિનિવેશ હોય છે. અર્થાત્ એ પ્રકારે જ પ્રયત્ન કરવાનો દઢ આગ્રહ હોય છે. આથી જ તત્ત્વને જાણનારાઓ હંમેશાં તત્ત્વથી આત્માને ભાવિત રાખે છે. જેથી તેઓની મન, વચન, કાયાની સર્વ પ્રવૃત્તિ મોક્ષના પ્રયોજનવાળી બને, આથી જ તત્ત્વથી ભાવિત અવિરત સમ્યગ્દષ્ટિ પણ કામની ઇચ્છા થાય ત્યારે “સત્સં ઝામ વિષે વામ” ઇત્યાદિ કામના અનર્થકારી સ્વરૂપનું ભાવન કરે છે. આ રીતે શાસ્ત્રવચનનોથી આત્માને ભાવિત કરીને જો વિકાર શાંત થતા હોય તો વિકારના ક્લેશથી આત્માનું રક્ષણ કરવા યત્ન કરે છે અને તે પ્રકારે ભાવન કરવા છતાં વિકાર શાંત ન થાય તો ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને વિકારમાં ચિત્ત સંશ્લેષ ન પામે, પરંતુ ઇચ્છાની આકુળતા શાંત થાય તે રીતે સંવેગપૂર્વક ભોગાદિની પ્રવૃત્તિ કરે છે. જેથી ગુણસ્થાનકત ધ્રુવબંધી પ્રકૃતિ સિવાય અન્ય કોઈ પાપપ્રકૃતિનો બંધ થાય નહીં, પરંતુ મોક્ષને અનુકૂળ એવા પુણ્યાનુબંધી પુણ્યનો જ બંધ થાય છે. તેથી સમ્યગ્દષ્ટિ આદિ જીવો પ્રાયઃ આત્માને તત્ત્વથી ભાવિત રાખે છે. છતાં ક્યારેક તત્ત્વથી પ્રભાવિતદશા હોય ત્યારે મનમાં કલ્યાણનું કારણ ન હોય તેવા નિરર્થક વિકલ્પો પણ ઊઠે છે, આથી પ્રમાદને વશ હોય ત્યારે ભોગાદિની ઇચ્છા થાય છતાં તેના નિવર્તન માટે “સત્સં મરિ"નું સ્મરણ ન પણ થાય તોપણ બહુલતાએ તે મહાત્માઓ તરત જાગૃત થઈને નિરર્થક વિકલ્પોનું નિવર્તન કરવા યત્ન કરે છે, તો પણ નિરર્થક વિકલ્પોનું નિવર્તન ન થાય તો તે નિરર્થક વિકલ્પોને અનુરૂપ એવા નિરર્થક વચનનો પ્રયોગ કરીને પોતાના વિકારોની વૃદ્ધિ કરતા નથી. વળી ક્યારેક અતત્ત્વજ્ઞ જીવોની વચ્ચે બેસવાનો પ્રસંગ હોય તો સહસા બોલવાનો પ્રસંગ પ્રાપ્ત થાય તોપણ નિરર્થક ચેષ્ટા કરીને પોતાના મનુષ્યભવને નિષ્ફળ કરતા નથી. માટે તત્ત્વવેદીમાં પોતાનો અંતર્ભાવ કરવાની ઇચ્છાવાળા જીવોએ સદા સર્વ પ્રકારથી પોતાની મન, વચન, કાયાની પ્રવૃત્તિ પોતાના આત્માના હિતને અનુકૂળ છે કે નહીં તેનો નિર્ણય કરવા યત્ન કરવો જોઈએ. અને તત્ત્વને જાણનારા એવા કલ્યાણમિત્રો આદિ પાસે પોતાની મન, વચન, કાયાની પ્રવૃત્તિ જે પ્રકારે દિવસ દરમ્યાન થાય છે. તેને પ્રગટ કરીને તેઓના વચનના બળથી અનુચિત પ્રવૃત્તિથી પોતાનું રક્ષણ કરવા યત્ન કરવો જોઈએ. વળી પોતાની કઈ પ્રવૃત્તિ નિરર્થક છે, કઈ પ્રવૃત્તિ સાર્થક છે તેનો યોગ્ય જીવને બોધ કરાવવા અર્થે જ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથ રચેલ છે તેથી જ યોગ્ય જીવને આ ગ્રંથ સાંભળવાનો અનુરોધ ગ્રંથકારશ્રી કરે છે. ઉપનય : संसृतेः नगरकल्पना तत्र यत्तावद् अदृष्टमूलपर्यन्तं नाम नगरमनेकजनाकुलं सदास्थायुकमाख्यातं सोऽयमनादिनिधनोऽविच्छिन्नरूपोऽनन्तजन्तुव्रातपूरितः संसारो द्रष्टव्यः, तथाहि-युज्यतेऽस्य नगरस्य नगरता कल्पयितुं, यतोऽत्र धवलगृहायन्ते देवलोकादिस्थानानि, हट्टमार्गायन्ते परापरजन्मपद्धतयः, विविधपण्यायन्ते नानाकारसुखदुःखानि, तदनुरूपमूल्यायन्ते बहुविधपुण्यापुण्यानि, विचित्र Page #147 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ चित्रोज्ज्वलदेवकुलायन्ते सुगतकणभक्षाक्षपादकपिलादिप्रणीतकुमतानि पौर्वापर्यपर्यालोचनविकलमुग्धजनचित्ताक्षेपकारितया, सहर्षप्रबलकलकलोपेतदुर्दान्तबालकलापायन्ते क्रोधादयः कषायाः सकलविवेकिमहालोकचित्तोद्वेगहेतुतया, तुङ्गप्राकारायते महामोहोऽलङ्घ्यतया वेष्टकतया च, महापरिखायते रागद्वेषात्मिका तृष्णा विषयजलदुष्पूरतयाऽतिगम्भीरतया च विस्तीर्णमहासरायन्ते शब्दादयो विषयाः प्रबलजलकल्लोलाकुलतया विपर्यस्तजनशकुनाधारतया च, गम्भीरान्धकूपायन्ते प्रियविप्रयोगानिष्टसंयोगस्वजनमरणधनहरणादयो भावाः त्रासहेतुतया अदृष्टमूलतया च विशालारामकाननायन्ते जन्तुदेहाः हृषीकमनश्चञ्चरीकनिलयनकारणतया स्वकर्मविविधविटपिकुसुमफलभरपूरिततया, चेति । ઉપનયાર્થ : ૧૨૪ સંસારને નગરની ઉપમા ત્યાં=પૂર્વમાં કથા કહી ત્યાં, જે અષ્ટમૂલપર્યન્ત નામનું નગર અનેક જીવોથી આકુલ સદા સ્થિર રહેવાના સ્વભાવવાળું કહેવાયું તે આ=પ્રત્યક્ષથી દેખાતું અનાદિ નિધન=આદિ અને અંત વગરનો, અવિચ્છિન્નરૂપવાળો અનંત જીવોના સમૂહથી પુરાયેલો સંસાર જાણવો. તે આ પ્રમાણે – આ નગરની=સંસારરૂપી નગરની, નગરતા કલ્પના કરવા માટે ઘટે છે. જે કારણથી અહીં=સંસારરૂપી નગરમાં, દેવલોક આદિ સ્થાનો સુંદર ઘરો જેવાં છે. પર-અપર જન્મની પદ્ધતિઓ બજારમાર્ગ જેવી છે=એક ભવમાંથી બીજા ભવમાં જન્મ લેવાને અનુકૂળ જે અધ્યવસાય સ્થાનો છે તે અધ્યવસાય સ્થાનો દ્વારા જીવ કર્મને બાંધીને તે તે કર્મના બળથી તે તે ભવમાં જાય છે તેમ તે હટ્ટમાર્ગો દ્વારા દેવલોક આદિ સ્થાનમાં જાય છે માટે પર-અપરની જન્મતી પદ્ધતિઓ બજારમાર્ગ જેવી છે. જુદા જુદા પ્રકારનાં સુખદુઃખો વિવિધ પ્રકારની ભોગસામગ્રી જેવાં છે. તેને અનુરૂપ મૂલ્ય જેવાં બહુપ્રકારનાં પુણ્ય અને પાપકર્મો છે=જીવના અધ્યવસાયથી બંધાયેલાં કર્મો છે, વળી, વિચિત્ર ઉજ્જ્વળ દેવકુલ જેવા સુગત, કણભક્ષ, અક્ષપાદ, કપિલ આદિ પ્રણીત કુમતો છે; કેમ કે પૂર્વ અપર પર્યાલોચનથી વિકલ મુગ્ધ જનના ચિત્તનું આક્ષેપકારિપણું છે=મુગ્ધ જીવોના ચિત્તને આકર્ષણ કરે છે. ક્રોધાદિ કષાયો સહર્ષ પ્રબળ કલકલથી યુક્ત દુર્દાન્ત બાળકના સમૂહ જેવી આચરણાઓ કરે છે; કેમ કે સકલવિવેકી મહાલોકનાં ચિત્તના ઉદ્વેગનું હેતુપણું છે. નાના છોકરાઓ અત્યંત તોફાન કરતા હોય અને તેઓને તે તોફાન કરતા અટકાવવા અતિદુષ્કર હોય, તેઓને જોઈ સર્વ વિવેકી જીવોને ઉદ્વેગ થાય છે, તેમ પોતાની ચિત્તવૃત્તિમાં કલકલ કરતા ક્રોધાદિ કષાયોને જોઈને નિરાકુલ અવસ્થા જેઓને પ્રિય છે તેવા વિવેકી જીવોને પોતાના ચિત્તમાં વર્તતા કષાયોને કારણે ઉદ્વેગ થાય છે, માટે ક્રોધાદિ કષાયોને કલકલ કરતા દુર્દાન્ત બાળક જેવા કહેવાય છે. વળી, અવિવેકી જીવોને કલકલ કરતા બાળકો પ્રીતિ ઉત્પન્ન કરે તેમ મોહથી મૂઢ જીવોને પોતાના કષાયો પણ પોતાને Page #148 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૨૫ પ્રતિ કરનારા છે. પોતાના ઇષ્ટને સાધનારા છે તેમ જ ભાસે છે. મહામોહ રૂપ મિથ્યાત્વ ઊંચા કિલ્લા જેવું આચરણ કરે છે; કેમ કે અલંધ્યપણું છે અને વેષ્ટકપણું છે. જેમ નગરને ચારે બાજુ ઉલ્લંઘન ન કરી શકાય તેવો ઊંચો કિલ્લો હોય છે તેમ જીવમાં મિથ્યાત્વરૂપ મહામોહ ચારે બાજુ વીંટળાયેલો છે અને તેનું ઉલ્લંઘન અતિદુષ્કર છે, તેથી અનાદિકાળથી જીવ મહામોહનું ઉલ્લંઘન કરીને સંસારથી પર થવા યત્ન કરી શકતો નથી. તેથી સંસારરૂપી નગરમાં જીવને જકડી રાખનાર મોટા કિલ્લા જેવો મહામોહ છે. રાગદ્વેષાત્મિકા તૃષ્ણા મોટી ખાઈ જેવું આચરણ કરે છે=મહામોહરૂપ કિલ્લાની આજુબાજુ મોટી ખાઈ, જેવું આચરણ કરે છે; કેમ કે વિષયરૂપી જલથી ખરાબ રીતે પુરાયેલી છે અને અતિગંભીરપણું છે. અર્થાત્ ઊંડાણવાળી છે. જેમ નગરના કિલ્લાની આજુબાજુ મોટી ખાઈ હોય છે અને જે ખરાબ જળથી ભરાયેલી હોય છે અને ઊંડાણવાળી હોય છે, તેથી તેનું ઉલ્લંઘન કરવું દુષ્કર હોય છે તેમ આત્મા પણ સંસારરૂપી નગરમાં મહામોહરૂપ કિલ્લાને ઓળંગવા માટે અસમર્થ કોઈક રીતે કિલ્લાને ઓળંગે તોપણ તે ખાઈને ઓળંગવા માટે અસમર્થ છે અને તેમાં વિષયરૂપી ખરાબ જલ પુરાયેલું હોવાથી તે ખરાબ પાણીમાં જ ખૂંપી જાય છે અને ઊંડાણવાળી હોવાથી તેમાં જ ડૂબે છે, તેમ તૃષ્ણામાં જ સંસારી જીવો ડૂબે છે. વળી, સંસારરૂપી નગરમાં શબ્દાદિ વિષયો વિસ્તીર્ણ મોટા સરોવરો જેવું આચરણ કરે છે; કેમ કે પ્રબળ જલકલ્લોલથી આકુલપણું છે અને વિપર્યસ્ત લોકરૂપ શકુનપક્ષીના સુખનું આધારપણું છે. જેમ સંસારમાં સરોવરો વિસ્તીર્ણ અને મોટાં હોય તો તેમાં પ્રબળ પાણીના કલકલભાવથી આકુળતા વર્તે છે અને પાણીમાં રમત કરવાની ઇચ્છાવાળા જીવોને સુખનો આધાર તે સરોવર બને છે. તેમ સંસારી જીવોના ચિત્તમાં શબ્દાદિ વિષયો પ્રબળ કલ્લોલથી આકુલતા ઉત્પન્ન કરે છે અને વિપર્યાસ બુદ્ધિવાળા જીવોને તે શબ્દાદિ વિષયો સુખના આધારરૂપ જણાય છે. પ્રિયનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ, સ્વજનનું મરણ અને ધનના હરણ આદિ ભાવો ગંભીર અંધકૂવા જેવું આચરણ કરે છે; કેમ કે ત્રાસનું હેતુપણું છે અને અદષ્ટમૂલપણું છે. કોઈ નગરમાં ઊંડા સૂકા અંધકારવાળા કૂવા હોય તો તે કૂવો જોવામાં આવે તો અત્યંત ભેંકાર જેવા હોવાથી અત્યંત ત્રાસનું કારણ બને છે અને તેનું તળિયું દેખાતું નથી. તેમ સંસારી જીવોને જેનું મૂળ ન દેખાય એવા પ્રિયના વિયોગો અકસ્માત પ્રાપ્ત થાય છે, અકસ્માત અનિષ્ટના સંયોગો પ્રાપ્ત થાય છે, અકસ્માત સ્વજનનું મરણ પ્રાપ્ત થાય છે અને અકસ્માત જ ધનહરણાદિ થાય છે અને તેનાથી તે જીવો ત્રાસ પામે છે, માટે નગરમાં ઊંડા અંધકૂવા જેવા આ સર્વભાવો છે. જીવોનાં શરીરો વિશાલ બગીચા અને જંગલ જેવાં છે; કેમ કે ઈન્દ્રિય અને મનરૂપી ભમરાના નિવાસનું કારણ પણું છે. અને સ્વકર્મરૂપી વિવિધ પ્રકારનાં વૃક્ષો, પુષ્પો અને ફલના ભારથી પૂરિતપણું છે. સંસારી જીવોના દેહોમાં પાંચ ઇન્દ્રિયો અને મનરૂપી ભમરાનો નિવાસ છે અને પોતાના કર્મરૂપી વિવિધ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પ્રકારનાં વૃક્ષો છે. અને તે વૃક્ષો ઉપર સુગંધી કે દુર્ગધી પુષ્પો, અને સ્વાદિષ્ટ કે કટુ એવાં ફલો પોતાના દેહથી તેઓને પ્રાપ્ત થાય છે. તેથી જેમ વિશાલ બગીચા અને જંગલો વિવિધ વૃક્ષો, ફલો અને પુષ્પોથી ભરપૂર છે. અને ભમરાઓ ત્યાં નિવાસ કરીને રહેલા હોય છે એવા સંસારી જીવોના દેહ છે. ભાવાર્થ સામાન્યથી કોઈ નગરને જોવામાં આવે ત્યારે તે નગરનું સ્વરૂપ બુદ્ધિમાં રાખીને તેના જેવું આ સંસારરૂપી નગર છે, તે બતાવતાં કહે છે. જેમ નગરનું કોઈક નામ હોય છે તેમ સંસારરૂપી નગરનું અદૃષ્ટમૂલપર્યત એ પ્રકારનું નામ છે; કેમ કે સંસાર અનાદિનો છે અને ક્યારેય અંત થવાનો નથી. ફક્ત જેઓ સાધના કરીને મોક્ષમાં જાય છે. તેઓ આ સંસાર નગરમાંથી નીકળીને અનુપદ્રવવાળા મોક્ષનગરમાં વસે છે. વળી, નગરને જોવાથી ત્યાં સુંદર ઘરો દેખાય છે, તેમ સંસારરૂપી નગરમાં દેવલોક આદિ સ્થાનો છે. તેથી, જેમ પુણ્યશાળી જીવો સુંદર નિવાસોને ભોગવનારા હોય છે, તેમ પુણ્યશાળી જીવો દેવલોકનાં સ્થાનોમાં વસે છે. વળી, તે નગરમાં એક સ્થાનેથી બીજે સ્થાને જવાના બજારમાર્ગો દેખાય છે, તેમ સંસારી જીવો તે તે પ્રકારના અધ્યવસાયો દ્વારા અન્ય અન્ય ભવનું આયુષ્ય બાંધીને તે આયુષ્યના બળથી સુંદર ગતિઓમાં, ખરાબ ગતિઓમાં જાય છે. તેથી એક જન્મમાંથી બીજા જન્મમાં જવાની જે આ વ્યવસ્થા કર્મત છે, તે હટ્ટમાર્ગ જેવી છે. વળી, નગરમાં ઘણા પ્રકારની સુંદર કે અસુંદર ભોગસામગ્રી હોય છે, તેવી રીતે સંસારી જીવોને સંસારમાં જુદા જુદા પ્રકારના સુખદુઃખરૂપ ભોગો પ્રાપ્ત થાય છે અને સંસારમાં મૂલ્ય આપીને સામગ્રીની ખરીદી થાય છે તેમ જીવ પુણ્યપાપરૂપ મૂલ્ય દ્વારા સુખદુઃખની ખરીદી કરે છે. વળી, નગરમાં જુદા જુદા દર્શનનાં દેવકુલો હોય છે, જેઓ મુગ્ધ જીવોને આકર્ષીને સ્વસ્વદર્શનના રાગવાળા કરે છે અને બુદ્ધિનો વિપર્યાસ કરાવે છે. તેવી રીતે અન્યદર્શનના કુમતો અને સ્થૂલથી ભગવાનના શાસનને કહેનારા પણ સ્વમતિથી ચાલનારા કુમતો ઉજ્જવલ દેવકુલો જેવા જણાય છે. અર્થાત્ આ સુંદર ધર્મનાં સ્થાનો છે તેવું જણાય છે. વસ્તુતઃ મુગ્ધ જીવોને વિપર્યાસ કરાવીને વિનાશ કરનારાં છે. વળી, નગરમાં કેટલાક તોફાની છોકરાઓ સતત તોફાન કરીને વિવેકી લોકોને ઉદ્વેગ પેદા કરાવે છે તેમ, જે લોકોને આત્માના પારમાર્થિક સ્વરૂપનો બોધ થયો છે, તેઓને કષાયોથી અનાકુળ એવી આત્માની સ્વસ્થતા જ અત્યંત પ્રિય છે, તેથી તેવા મહાત્માઓ સદા પોતાની નિરાકુલ અવસ્થા સ્થિર-સ્થિરતર થાય તે રીતે, તત્ત્વનું ભાવન કરે છે, છતાં અનાદિના અભ્યાસના કારણે ચિત્તમાં ક્રોધાદિ કષાયોમાંથી કોઈ કષાયો જ્યારે કલકલ કરે છે ત્યારે તેઓને ઉદ્વેગ થાય છે અને જણાય છે કે જેઓનું દમન દુષ્કર છે તેવા કલકલ કરનારા બાળકો જેવા કષાયો મને પીડે છે. વળી, જે જીવમાં સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવામાં વિપર્યાસ કરે અને આત્માનું મુક્ત અવસ્થાનું સ્વરૂપ જોવામાં વિપર્યાસ કરે તેવો મહામોહનો પરિણામ વર્તે છે અર્થાત્ મિથ્યાત્વનો પરિણામ વર્તે છે, જે સંસારરૂપી નગર માટે મોટા કિલ્લા જેવો છે તેનાથી સંસારરૂપી નગર સુરક્ષિત રહે છે, વળી આ મહામોહરૂપી કિલ્લાનું ઉલ્લંઘન કરીને સંસારી જીવ મોક્ષમાં જઈ શકે નહીં, તેવો અલંધ્ય મહામોહ છે, અને જીવની આસપાસ ચારે બાજુ મહામોહ વીંટળાયેલો છે. જેથી જીવ જે કાંઈ જુએ છે તે મિથ્યાત્વથી વિપર્યસ્ત થઈને જુએ છે. જેના કારણે સંસારરૂપી કેદખાનામાંથી નીકળવા પ્રયત્ન કરી Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ ૧૨૭ શકતો નથી. વળી, જેમ નગરની આજુબાજુ રક્ષણ માટે કિલ્લો હોય છે તેમ તે કિલ્લાની આજુબાજુ મોટી ખાઈ હોય છે. જેમાં ગંદું પાણી ભરાયેલું હોય છે. અને તે ખાઈ અતિ ઊંડી હોય છે જેથી તે ખાઈને ઓળંગીને કિલ્લા ઉપર કોઈ ચડવા યત્ન કરી શકે નહીં. તેમ જીવમાં રાગ-દ્વેષ સ્વરૂપ બાહ્યપદાર્થની તૃષ્ણા છે તે મોટી ખાઈ જેવી છે અને જેમાં ઇન્દ્રિયોના વિષયરૂપી પાણી ભરાયેલું છે તેથી જીવ તે વિષયો રૂપી કાદવમાં ખૂચી જાય છે, અને તે ખાઈ અતિગંભીર છે તેથી તે તૃષ્ણા જીવને ઊંડે ઊંડે લઈ જાય છે, પરંતુ બહાર નીકળવાનો પ્રયત્ન થતો નથી. જેથી સંસારરૂપી નગર તે ખાઈથી સુરક્ષિત રહે છે. વળી, નગરમાં મોટાં સરોવરો હોય છે જેમાં પાણીના કલ્લોલો વર્તતા હોય છે અને ન્હાવાના રસિયા જીવોને સુખનું સાધન જણાય છે તેમ સંસારમાં શબ્દાદિ વિષયો મોટાં સરોવરો જેવા છે. જેના વિષયક સંસારી જીવોના ચિત્તમાં સતત કલ્લોલો વર્તે છે. અને વિપરીત બુદ્ધિવાળા સંસારી જીવોને તે સુખનો આધાર જણાય છે. વસ્તુતઃ આત્માની નિરાકુલ અવસ્થા સુખરૂપ છે. વિષયોમાં વર્તતી આકુળતા જીવની વિડંબના છે. છતાં વિપરીત બુદ્ધિવાળા જીવોને તે વિષયો મધુર જણાય છે. વળી, નગ૨માં કેટલાક ઊંડા અવાવરા કૂવા હોય છે, જેને જોવાથી ત્રાસ ઉત્પન્ન થાય છે અને અંધકાર હોવાથી તેનું મૂળ દેખાતું નથી, તેમ સંસારમાં પ્રિયના વિયોગો આદિ ભાવો સંસારી જીવોને ત્રાસના હેતુ બને છે અને તેની ઉત્પત્તિના સ્થાનરૂપ મૂળ દેખાતું નથી. પરંતુ અકસ્માત જ પ્રિયનો વિયોગ આદિ પ્રાપ્ત થાય છે. વળી, સંસારી જીવોના દેહો વિશાલ બગીચા અને જંગલ જેવા છે. જેમ બગીચામાં અને જંગલમાં વૃક્ષો, પુષ્પો અને ફળ હોય છે અને ભમરાઓ ફરતા હોય છે તેમ સંસારી જીવોના દેહમાં ઇન્દ્રિય અને મનરૂપી ભમરાઓ ફરતા હોય છે. વળી, પોતાનું કાર્યણ શ૨ી૨ રૂપ કર્મ વિવિધ પ્રકારનાં વૃક્ષો જેવું છે, જેમાં સુંદર અને અસુંદર પુષ્પો અને ફળો વર્તે છે, તેમ સંસારી જીવોનાં વિવિધ પ્રકારનાં કર્મોને કા૨ણે સુંદ૨-અસુંદર કર્મના વિપાકો જીવને પ્રાપ્ત થાય છે. અને તેનો આધાર જીવનું શરીર છે. ઉપનય : स्वस्य द्रमकोपमा यस्तु तत्र नगरे निष्पुण्यको नाम द्रमकः कथितः सोऽत्र संसारनगरे सर्वज्ञशासनप्राप्तेः पूर्वं पुण्यरहिततया यथार्थाभिधानो मदीयजीवो द्रष्टव्यः । यथाऽसौ द्रमको महोदरः तथाऽयमपि जीवो विषयकदशनदुष्पूरत्वान्महोदरः । यथासौ द्रमकः प्रलीनबन्धुवर्गस्तथाऽयमपि जीवोऽनादौ भवभ्रमणे केवलो जायते, केवलो म्रियते, केवलश्च स्वकर्मपरिणतिढौकितं सुखदुःखमनुभवति इत्यतो नास्य परमार्थतः कश्चिद्बन्धुरस्ति । यथाऽसौ रोरो दुष्टबुद्धिस्तथाऽयमपि जीवोऽतिविपर्यस्तो, यतोऽनन्तदुःखहेतून् विषयानासाद्य परितुष्यति, परमार्थशत्रून् कषायान् बन्धूनिव सेवते, परमार्थतोऽन्धत्वमपि मिथ्यात्वं पटुदृष्टिरूपतया गृह्णाति नरकपातहेतुभूतामप्यविरतिं प्रमोदकारणमाकलयति, अनेकानर्थसार्थप्रवर्त्तकमपि प्रमादकदम्बकमत्यन्तस्निग्धमित्रवृन्दमिव पश्यति, धर्म्मधनहारितया Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ चरटकल्पानपि दुष्टमनोवाक्काययोगान् पुत्रानिव बहुधनार्जनशीलान् मन्यते, निबिडबन्धनोपमानमपि पुत्रकलत्रधनकनकादीनालादातिरेकहेतून पर्यालोचयतीति। ઉપનયાર્થ : દેશનાદાતા અનુસુંદર કેવલી દ્વારા પોતાને દ્રમકની ઉપમા તે નગરમાં=પૂર્વમાં વર્ણન કર્યું તે નગરમાં, જે વળી, નિપૂણ્યક નામતો ભિખારી કહેવાયોકકથાનકમાં કહેવાયો, તે=ભિખારી, આ સંસારરૂપી નગરમાં સર્વજ્ઞતા શાસનની પ્રાપ્તિ પૂર્વે પુણ્યરહિતપણું હોવાથી યથાર્થ નામવાળો=દ્રમક એ પ્રકારના યથાર્થ તામવાળો, મારો જીવ જાણવો-ગ્રંથકારશ્રીનો આત્મા જાણવો. જે પ્રમાણે આ દ્રમક=કથાનકમાં કહેવાયેલો દ્રમક, મોટા પેટવાળો હતો તે પ્રમાણે આ પણ જીવ=પોતાનો આત્મા પણ, વિષયરૂપી કુત્સિત ભોજનથી દુષ્પરપણું હોવાથી=પૂરી ન શકાય તેવી સ્થિતિ હોવાથી, મહાઉદરવાળો છે. શરીરની અપેક્ષાએ મહાઉદરવાળો નથી. પરંતુ વિષયોની ઉત્કટ ઇચ્છા હોવાથી વિષયોની ગમે એટલી વૃદ્ધિથી પણ ચિત્ત સંતોષ ન પામે તેવા મહાદિરવાળો છે. જે પ્રમાણે આ ભિખારી નષ્ટ થયેલા બંધુવર્ગવાળો છે તે પ્રમાણે આ પણ જીવ=ગ્રંથકારશ્રીનો પણ જીવ, અનાદિભવભ્રમણમાં કેવલ થાય છે=એકલો જન્મે છે, એકલો મરે છે અને એકલો સ્વકર્મની પરિણતિથી પ્રાપ્ત થયેલા સુખદુઃખને અનુભવે છે, આથી આનો=સંસારી જીવતો, પરમાર્થથી કોઈ બંધુ નથી સામાન્યથી વિશાળ કુટુંબમાં જન્મેલા હોય ત્યારે સ્કૂલબુદ્ધિથી અનેક બંધુવર્ગ હોય છે, પરંતુ એક ભવમાંથી બીજા ભવમાં લઈ જઈને કર્મ જીવની વિડંબના કરતું હોય ત્યારે જીવનું રક્ષણ કરે તેવો કોઈ બંધુ નથી. ફક્ત જેઓએ દર્શન મોહનીયતા ક્ષયોપશમથી અનુવિદ્ધ એવું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું છે તે પુણ્યાનુબંધી પુણ્ય બંધુની જેમ તેની સાથે જનાર છે. પરંતુ સર્વજ્ઞતા શાસનની પ્રાપ્તિ પૂર્વે ગ્રંથકારશ્રીના જીવતો તેવો કોઈ બંધુ ન હતો માટે બંધુરહિત હતા. જે પ્રમાણે આ ભિખારીની દુષ્ટબુદ્ધિ છે તે પ્રમાણે આ પણ જીવ=ગ્રંથકારશ્રીનો પણ જીવ, અતિવિપર્યસ્ત છે. જે કારણથી અનંત દુઃખના હેતુ એવા વિષયોને પામીને તોષ પામે છે, પરમાર્થથી શત્રુ એવા કષાયોને બંધુની જેમ માને છે, પરમાર્થથી અંધપણારૂપ પણ મિથ્યાત્વને પર્દષ્ટિરૂપપણાથી ગ્રહણ કરે છે, નરકના પાતના હેતુરૂપ પણ અવિરતિને પ્રમોદનું કારણ જાણે છે, અનેક અનર્થતા સમુદાયના પ્રવર્તક પણ પ્રમાદના સમૂહને અત્યંત સ્તિષ્પમિત્રના સમૂહની જેમ જુએ છે, ધર્મરૂપી ધનનું હરણ કરનારા હોવાથી ચોરટા જેવા દુષ્ટ મન, વચન, કાયાના યોગોને પુત્રની જેમ બહુ ધનઅર્જત કરવાના સ્વભાવવાળા માને છે, નિબિડબંધનની ઉપમાનવાળા પણ પુત્ર, સ્ત્રી, ધન, સુવર્ણાદિને આલ્લાદના અતિરેકના હેતુનું પર્યાલોચન કરે છે. વસ્તુતઃ જીવને આત્માના પારમાર્થિક સ્વરૂપનો બોધ ન હોય ત્યારે દેહથી અભિન્ન પોતે છે, તેવી વિપર્યસ્ત બુદ્ધિ હોય છે, તેથી જે ઇન્દ્રિયોના વિષયો જીવને વિહ્વળ કરીને કર્મબંધની પ્રાપ્તિ કરવા દ્વારા Page #152 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૨૯ અનંત દુઃખના હેતુ છે તે વિષયોને પ્રાપ્ત કરીને પરિતોષ પામે છે, જે વિપર્યાસનું કાર્ય છે. વળી, કષાયો જીવને તત્કાલ જ વ્યાકુળ કરનારા હોવા છતાં અને અનર્થની પરંપરાને કરનારા હોવા છતાં બંધુ જેવા લાગે છે. આથી જ રાગ મધ જેવો લાગે છે. વળી, ક્રોધ કાર્યનો સાધક છે, તેમ જણાય છે. માનાદિવૃત્તિ પ્રીતિને કરનાર બને છે, તે સર્વ વિપર્યાસરૂપ છે. વળી, બાહ્યપદાર્થોમાં સુખબુદ્ધિ કરીને કષાયોથી અને કર્મોથી થતી આત્માની વિડંબનાને જોવા માટે અસમર્થ થાય છે તે અંધપણું છે તો પણ હું કુશળતાપૂર્વક ધનાદિ અર્જન કરી શકું છું તેમ માનીને પોતાના મિથ્યાત્વને પટુષ્ટિરૂપે માને છે, જે વિપર્યાસરૂપ છે. વળી, પાપની અવિરતિ નરકપાતનો હેતુ હોવા છતાં ધનાદિની પ્રાપ્તિનું કારણ છે, તેમ માનીને પ્રમોદનું કારણ જાણે છે, જે વિપર્યાય રૂપ છે. વળી, નિદ્રા વિકથા આદિ પ્રમાદનો સમુદાય મનુષ્યભવને નિરર્થક કરીને અનર્થની પરંપરાને કરનાર હોવા છતાં અતિસ્નિગ્ધમિત્ર જેવો માને છે. વળી, દુષ્ટ એવા મન, વચન, કાયાના યોગો સંસારના ભાવોથી સતત આત્માને વાસિત કરનાર હોવાથી, ધર્મરૂપી ધનને હરણ કરનાર ચોરટા જેવા છે. છતાં પોતાના દુષ્ટ મન, વચન, કાયાના યોગોથી વૈભવ મળે છે માટે ઘણું ધન કમાનારા પુત્ર જેવા તે દુષ્ટ મન, વચન, કાયાના યોગો સંસારી જીવને જણાય છે તે વિપર્યાસ છે. વળી, પુત્રાદિ સર્વ પરિવાર આત્માને ગાઢ બંધન કરનાર હોવા છતાં પણ આલ્લાદનાં કારણ જણાય છે, આ સર્વવિપર્યાસને કારણે તે ભિખારી સંસારમાં વિપરીત બુદ્ધિવાળો હતો, તેમ કહેલ છે. ભાવાર્થ : પૂર્વમાં સંસારરૂપી નગર કેવું છે, તે બતાવ્યું. ત્યારપછી સંસારરૂપી નગરમાં ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે જીવ પુણ્યના ઉદયથી મનુષ્ય પામેલો હોય, રૂપસંપન્ન હોય, ધનાઢ્ય હોય તોપણ તત્ત્વને જોવાની નિર્મળદષ્ટિનું કારણ બને તેવા પુણ્યથી રહિત હોવાને કારણે ભિખારી જેવો છે અને સંસારમાં ભટકતા ભિખારીઓ ભૂખ્યા એકલા અટૂલા દુઃખી દુઃખી ફરતા હોય છે તેના જેવો બાહ્યથી પોતે ન પણ હોય તોપણ પરમાર્થની દૃષ્ટિએ તો ધર્મની પ્રાપ્તિ પૂર્વે સંસારી જીવ તેવો છે. આથી જ મોટા પેટવાળા દ્રમુકની જેમ આ સંસારી જીવ સદ્ગતિનું કારણ બને તેવા પુણ્યાનુબંધી પુણ્ય વગરનો છે અને જેમ તે ભિખારી ખરાબ ભોજન કરીને વિપરીત બુદ્ધિવાળો હોય છે, તેમ આ સંસારી જીવ પણ અસાર એવા બાહ્ય ભાવોમાં આનંદ લેવાની વૃત્તિવાળો હોવાથી વિપરીત બુદ્ધિવાળો છે. તેથી જે જે ભાવો પોતાને અહિત કરનારા છે તે તે ભાવો તેને સુંદર જણાય છે, જેમ ધાતુ વિપર્યય નામના રોગીને કુપથ્ય જ સુખનું કારણ જણાય છે, તેથી તે કુપથ્ય સેવીને જ અધિક અધિક દુઃખી થાય છે, છતાં તેને તે કુપથ્યથી મને સુખ થાય છે, તેમ ભ્રમ થાય છે. તે રીતે ભગવાનના શાસનના પરમાર્થની પ્રાપ્તિ વગરના જીવોને પોતાની અહિતકારી પ્રવૃત્તિ હિતકારી જ જણાય છે. ઉપનય : यथाऽसौ द्रमको दारिद्र्योपहतस्तथाऽयमपि जीवः सद्धर्मवराटिकामात्रेणापि शून्यत्वाद्दारिद्र्याक्रान्तमूर्तिः। यथाऽसौ रोरः पौरुषविकलस्तथाऽयमपि जीवः स्वकर्महेतूच्छेदवीर्यविकलतया पुरुषकार Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ रहितो विज्ञेयः। यथाऽसौ द्रमकः क्षुत्क्षामशरीरस्तथाऽयमपि जीवः सकलकालं विषयबुभुक्षाऽनिवृत्तेरत्यन्तकर्षितशरीरो ज्ञातव्यः। यथाऽसौ रोरोऽनाथः कथितस्तथाऽयमपि जीवः सर्वज्ञरूपनाथाप्रतिपत्तेरनाथो द्रष्टव्यः । यथाऽसौ द्रमको भूमिशयनेन गाढं घृष्टपार्श्वत्रिकः प्रतिपादितस्तथाऽयमपि जीवः सदाऽतिपरुषपापभूमिविलोठनेन नितरां दलितसमस्ताङ्गोपाङ्गो द्रष्टव्यः । यथाऽसौ द्रमको धूलिधूसरसर्वाङ्गो दर्शितस्तथाऽयमपि जीवो बध्यमानपापपरमाणुधूलिधूसरसमस्तशरीरो विज्ञेयः। यथाऽसौ रोरश्चीरिकाजालमालितो गदितस्तथाऽयमपि जीवो महामोहकलालक्षणाभिर्लघुचेलपताकाभिः समन्तात्परिकरितमूर्तिरतीवबीभत्सदर्शनो वर्त्तते। यथाऽसौ द्रमको निन्द्यमानो दीनश्चाख्यातस्तथाऽयमपि जीवोऽवाप्तविवेकैनिन्द्यते सदभिः, भयशोकादिक्लिष्टकर्मपरिपूर्णतया चात्यन्तदीनो विज्ञेयः। यथाऽसौ तत्र नगरेऽनवरतं गृहे गृहे भिक्षां पर्यटतीत्युक्तस्तथाऽयमपि जीवः संसारनगरेऽपरापरजन्मलक्षणेषु उच्चावचेषु गेहेषु विषयकदन्नाशापाशवशीकृतोऽनवरतं भ्रमतीति। यत्पुनस्तस्य भिक्षाधारं घटकर्परमाख्यातं तदस्य जीवद्रमकस्यायुष्कं विज्ञेयं, यतस्तदेव तदुपभोग्यस्य विषयकदन्नादेश्चारित्रमहाकल्याणकादेश्चाश्रयो वर्त्तते, यतश्च तदेव गृहीत्वा भूयो भूयोऽस्मिन् संसारनगरेऽयं जीवः पर्यटतीति। ઉપનયાર્થ : જે પ્રમાણે આ દ્રમક દારિત્ર્યથી ઉપહત છે, તે પ્રમાણે આ પણ જીવ=ગ્રંથકારશ્રીનો આ જીવ, સદ્ધર્મની કોડિમાત્રથી પણ શૂન્યપણું હોવાથી દારિત્ર્યથી આક્રાન્તમૂર્તિ છે. જેમ કોઈ ભિખારી પાસે લેશ પણ ધન ન હોય તો તે અત્યંત દરિદ્ર કહેવાય છે તેમ જેઓને માત્ર બાહ્યપદાર્થો જ સુખનાં સાધનો છે, તેવી સ્થિર બુદ્ધિ છે, તેના કારણે આત્માના કષાયોની વિહ્વળતાને લેશ પણ જોવાને અભિમુખ થયા નથી, તેવા ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વના જીવો ધનાઢય હોય તોપણ ધર્મરૂપી ધન વગરના હોવાથી દારિદ્રયથી આક્રાન્તમૂર્તિ છે. જે પ્રમાણે આ ભિખારી=પૂર્વમાં વર્ણન કરાયેલી કથામાં બતાવેલો ભિખારી, પુરુષાર્થવિકલ છે, તે પ્રમાણે આ પણ જીવ=ધર્મની પ્રાપ્તિ પૂર્વનો ગ્રંથકારશ્રીનો જીવ, સ્વકર્મના હેતુના ઉચ્છેદના વીર્યથી વિકલપણું હોવાને કારણે પુરુષકાર રહિત જાણવો. અર્થાત્ જેમ, અતિદરિદ્ર એવા ભિખારીમાં ધન અર્જતની શક્તિ નથી, તેમ પોતાના આત્મા ઉપર લાગેલાં અનર્થકારી એવાં ઘાતકર્મોના હેતુ એવા મિથ્યાત્વાદિભાવોના ઉચ્છેદનું વીર્ય જેઓમાં નથી, તેઓ ધર્મરૂપી ધન કમાવા માટે પુરુષકાર રહિત જાણવા. જે પ્રમાણે આ ભિખારીકકથામાં કહેલો આ ભિખારી, સુધાથી ક્ષીણ થયેલા શરીરવાળો હતો તે પ્રમાણે આ પણ જીવ હંમેશાં વિષયરૂપી ભૂખની અનિવૃત્તિને કારણે અત્યંત ક્ષીણ થયેલા શરીરવાળો જાણવો. જેમ તે ભિખારીને આહારની પ્રાપ્તિના અભાવને કારણે ક્ષીણ થયેલું શરીર હતું તેમ ધર્મની પ્રાપ્તિ પૂર્વે આ જીવને પણ બાહ્ય વિષયોની ઇચ્છા સહેજ પણ શાંત થતી નહોતી, પરંતુ ભસ્મ રોગવાળાની જેમ ગમે Page #154 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૩૧ તેટલા વિષયો ભોગવે તોપણ તૃપ્ત થતો ન હતો તેથી અત્યંત ક્ષીણ શરીરવાળો જાણવો અર્થાત્ સર્વથા રત્નત્રયીરૂપ ભાવધાતુ ક્ષીણ થયેલી છે તેવો જાણવો. જે પ્રમાણે આ ભિખારી કથામાં કહેલો ભિખારી, અનાથ કહેવાયો તે પ્રમાણે આ પણ જીવ સર્વજ્ઞરૂપ નાથની અપ્રાપ્તિ હોવાથી અનાથ જાણવો. જેમ કોઈ ભિખારીને તેની ચિંતા કરનાર કોઈ નાથ ન હોય તો પશુની જેમ બધાથી તે કદર્થના પામે છે, તેમ જેઓને સર્વજ્ઞના સ્વરૂપનો લેશ પણ બોધ નથી તેથી ભાવથી સર્વજ્ઞના શરણને સ્વીકાર કરી શકતા નથી તેવા અશરણ જીવોને કર્મો જે જે કદર્થના કરે છે, તેનાથી કોઈ તેનું રક્ષણ કરી શકતું નથી. જે પ્રમાણે કથામાં તે ભિખારી ભૂમિમાં સૂવાને કારણે ત્રણેય પાસાંએથી અત્યંત ઘસાયેલ કહેવાયો તે પ્રમાણે આ જીવ પણ સદા અતિ કઠોર પાપ ભૂમિ પર આલોટવાને કારણે અત્યંત ક્ષીણ થયેલા સર્વાગવાળો જાણવો. જેમ ભિખારીઓ પાસે સૂવાનું કોઈ સારું સ્થાન નથી હોતુ ત્યારે ગમે તેવી ભૂમિ ઉપર સૂઈને રાત્રિ પસાર કરે છે, તેથી તેના શરીરનાં અંગો સર્વ બાજુએથી ઘસાયેલાં હોય છે, તેમ જે જીવોને પરમાર્થથી ભગવાનનું શાસન પ્રાપ્ત થયું નથી. તેઓનું ચિત્ત આરંભ-સમારંભ પ્રવૃત્તિવાળું કે મૂચ્છિત જીવો જેવી પ્રવૃત્તિવાળું હોય છે. જે અતિકઠોર પાપભૂમિ છે, તેના ઉપર આલોટવાને કારણે તે જીવો બાહ્યથી સમૃદ્ધિવાળા હોય, ભોગવિલાસ કરતા હોય તો પણ તેમનો આત્મારૂપ દેહ બધાં પાપોથી નષ્ટપ્રાયઃ જેવો થયેલો છે. જેથી અનેક જાતની યાતનાઓ તે જીવોને પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે આ ભિખારી ધૂળથી ખરડાયેલાં સર્વ અંગવાળો બતાવાયો તે પ્રમાણે આ પણ જીવ બધ્યમાનપાપ પરમાણુ રૂપી ધૂળથી ખરડાયેલા સમસ્ત શરીરવાળો જાણવો. દૃષ્ટાંતમાં બતાવેલ ભિખારી રસ્તામાં સૂતો હોવાને કારણે ધૂળથી ખરડાયેલા શરીરવાળો કથાનકમાં બતાવ્યો તે પ્રમાણે ભાવથી સર્વજ્ઞના શાસનની પ્રાપ્તિ પૂર્વે સંસારી જીવ સતત બાહ્ય પદાર્થોમાં સંશ્લેષ કરીને પાપ પરમાણુઓ બાંધે છે જેનાથી તેનો આત્મારૂપી દેહ અત્યંત મલિન જણાય છે. જે રીતે આ ભિખારી ચીંથરાઓનાં જાળાંઓથી લપેટાયેલો કહેવાયો તે પ્રમાણે આ પણ જીવ મહામોહની કલારૂપ ચીંથરાની પતાકાઓથી ચારે બાજુથી પરિકરિતમૂર્તિવાળો, અત્યંત બીભત્સદર્શનવાળો વર્તે છે=દષ્ટાંતમાં બતાવેલ ભિખારી શરીરથી જ ચીંથરાથી લપેટાયેલો બીભત્સ દેખાતો હતો. તેમ તત્વની પ્રાપ્તિ પૂર્વે વૈભવ સંપન્ન પણ સંસારી જીવ બાહ્યથી રૂપસંપન્ન હોય તોપણ અત્યંત મોહને કારણે વિપરીત બુદ્ધિવાળો હોવાથી ભાવથી મોહનાં ચીંથરાંઓથી તેનો આત્મા ચારે બાજુ ઘેરાયેલો છે તેથી વિચારકને તે જીવ અત્યંત બીભત્સ દેખાય છે, જે પ્રમાણે આ દ્રમક નિંદાતો=લોકોથી નિંદા કરાતો, અને દીન કહેવાયોકકથાનકમાં કહેવાયો, તે પ્રમાણે આ પણ જીવ પ્રાપ્ત થયેલા વિવેકવાળા સજ્જનો વડે નિંદાય છે અને ભય-શોકાદિ ક્લિષ્ટકર્મથી પરિપૂર્ણ હોવાને કારણે અત્યંત દીન જાણવો. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કથાનકમાં કહેવાયેલો ભિખારી અત્યંત બીભત્સ હોવાથી લોકો તેને “આ મૂર્ખ છે' એમ કહીને નિંદા કરતા હતા અને તે ભિખારી દીનની જેમ બધા પાસે યાચના કરતો હતો, તેથી દીન દેખાતો હતો, તેમ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે ગ્રંથકારશ્રીનો પણ સંસારી જીવ વિવેકી લોકો વડે નિંદાપાત્ર હતો. અર્થાત્ આ જીવ મનુષ્યભવને પામીને લેશ પણ આત્માનું હિત સાધતો નથી, પરંતુ મૂઢની જેમ ભોગવિલાસમાં જ રક્ત છે માટે ભિખારીની જેમ તેનો મનુષ્યભવ નિષ્ફળ છે. વળી, સંસારમાં જેમ તે ભિખારી દીન હતો તેમ ભગવાનના શાસનની પ્રાપ્તિ પહેલાં વૈભવસંપન્ન પણ જીવ બાહ્ય નિમિત્તો પ્રમાણે જ ભાવો કરનાર હોવાથી ભય-શોકાદિ ક્લિષ્ટકર્મોથી પરિપૂર્ણ છે તેથી કોઈક વિષમ સંયોગ પ્રાપ્ત થાય ત્યારે સ્પષ્ટ દીનતા દેખાય છે માટે તત્ત્વદૃષ્ટિથી તેઓ કલ્યાણને નહીં જોનારા હોવાથી અત્યંત દીન છે. જે પ્રમાણે આ ભિખારી તે નગરમાં સતત ઘરે-ઘરે ભિક્ષા માટે ભટકે છે એ પ્રમાણે કથામાં કહેવાયું તે પ્રમાણે આ પણ જીવ સંસારરૂપી નગરમાં અપર-અપર જન્મરૂપ ઊંચા-નીચાં ઘરોમાં વિષયરૂપી કદત્તની આશારૂપી પાશથી વશ કરાયેલો સતત ભમે છે. કથાનકમાં કહેલો ભિખારી ભિક્ષા માટે જેમ ઘરે-ઘરે ભટકે છે, તેમ સંસારી જીવ અન્ય-અન્ય ભવોમાં ક્યારેક શ્રીમંત કુળમાં જન્મે છે, ક્યારેક દરિદ્ર કુળમાં જન્મે છે, ક્યારેક નરકમાં જન્મે છે, ક્યારેક દેવગતિમાં જન્મે છે, તે સર્વ ભવોમાં આત્માની પ્રકૃતિને ખરાબ કરનાર એવા કુત્સિત ભોજનરૂપ પુદ્ગલના ભોગો પ્રાપ્ત કરવાની ઇચ્છાને વશ થઈને સતત તે તે ભવોમાં ભમે છે. જે વળી તે ભિખારીનો ભિક્ષાનો આધાર ઘટનું ઠીકરું કહેવાયું તે આ જીવરૂપી ઢમકનું આયુષ્ય જાણવું. જે કારણથી તે જ=આયુષ્ય જ, તેના ઉપભોગનો=વિષયરૂપી કદન્ન આદિના અને ચારિત્રરૂપી મહાકલ્યાણરૂપ પરમાન્નના ઉપભોગવો, આશ્રય વર્તે છે. દૃષ્ટાંતમાં બતાવેલ ભિખારી ઘટનું ઠીકરું લઈને ભીખ માંગવા જાય છે. તેમ સંસારી જીવ આયુષ્યરૂપી ઠીકરું લઈને દરેક ભવમાં તેના ભોગની સામગ્રીરૂપ ભોજનને પ્રાપ્ત કરે છે અને તે આયુષ્યરૂપી ઠીકરું વિષયરૂપી ખરાબ ભોજનનો પણ આધાર છે અને ચારિત્રરૂપી મહાપરમાન્નનો પણ આધાર છે, તેથી જેઓ મનુષ્ય આયુષ્યને પામીને માત્ર વિષયમાં લંપટ થાય છે તેઓ તે ઠીકરામાં કુત્સિત ભોજન મેળવે છે અને જેઓ દેહના બળથી જ તત્ત્વનું ભાવન કરીને આત્માને મોહથી અનાકુળ કરવા યત્ન કરે છે તેઓ સ્વસ્થ અવસ્થારૂપ ચારિત્રનું ભાન બને છે. અને જે રીતે તેને જ ગ્રહણ કરીને=આયુષ્યરૂપી ઠીકરાને ગ્રહણ કરીને, ફરી-ફરી આ સંસારનગરમાં આ જીવ પર્યટન કરે છે એથી આયુષ્ય જ તેનું સુંદર કે અસુંદર ભોજનનું ભાજન છે એમ અવય છે. ભાવાર્થ : તે સંસારનગરમાં વિપર્યાસ બુદ્ધિવાળો ગ્રંથકારશ્રીનો આત્મા કેવો છે. તે બતાવ્યાં પછી જેમ તે કથાનકમાં તે ભિખારી અતિદરિદ્ર, ધન કમાવાની શક્તિ વગરનો હતો, ભૂખ્યા એવા તે ભિખારીને પૂરતું ભોજન મળતું ન હોવાથી ક્ષીણ શરીરવાળો હતો, તેમ સંસારી જીવ ધર્મની પ્રાપ્તિ પૂર્વે ગુણસંપત્તિરૂપ ધન વગરનો Page #156 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૩૩ હોવાથી પરમાર્થથી દરિદ્ર જ છે. સંસારમાં ધન કમાવાની શક્તિ હોવા છતાં પોતાના કર્મનાશ કરવાને અનુકૂળ લેશ પણ શક્તિ નહિ હોવાથી ગુણસંપત્તિને પ્રાપ્ત કરવા માટે અસમર્થ હતો. તત્ત્વને સ્પર્શે તેવા ભાવો નહીં હોવાથી આત્મારૂપી શરીર અતિ ક્ષીણ હતું અને સંસારી જીવને ધનાદિથી તૃપ્તિ થતી ન હતી. તેથી આત્મારૂપી શરીર અતિદુર્બલ થયેલ છે. વળી તે ભિખારીને કોઈ સ્વામીની પ્રાપ્તિ ન હતી તેથી અનાથની જેમ સંસારમાં ભટકતો હતો તેમ જેને પરમાર્થથી સર્વજ્ઞરૂપી નાથે નથી મળ્યા તેઓ ક્યારેય પણ સંસારમાં સુરક્ષિત નથી તેમ ગ્રંથકારશ્રીનો જીવ પણ અનાથ હતો. વળી ધર્મની પ્રાપ્તિ પૂર્વે સદા આરંભ-સમારંભ કરીને સંસારી જીવ અતિપાપો બાંધે છે જેનાથી તેનું આત્મારૂપી શરીર અતિક્ષીણ શક્તિવાળું હતું. વળી સતત ખરાબ કર્મો બાંધીને આત્માના પારમાર્થિક દેહને ભિખારીની જેમ સંસારી જીવ પોતાનો વિનાશ કરતો હતો. વળી મહામોહની અનેક કર્થનાને પામતો પરમાર્થ દૃષ્ટિએ અત્યંત બીભત્સદર્શનવાળો હતો તેથી આખ પુરુષો તેને તેવી સ્થિતિમાં જોઈને કહે છે કે ખરેખર આ જીવનો મનુષ્યભવ નિષ્ફળ પ્રાયઃ છે. વળી, આ જીવ માત્ર બાહ્યપદાર્થો ઉપર જે પોતાના સુખદુઃખની કલ્પના કરનાર હોવાથી સતત તે બાહ્ય સામગ્રીના રક્ષણમાં જ અને તેના તેવા પ્રકારના સંયોગમાં ભય આદિ ભાવોથી વ્યાકુળ થાય છે માટે અત્યંત દીન છે. જ્યારે ભગવાનના વચનથી ભાવિત થયેલા જીવને તુચ્છ પદાર્થોના નાશનો તેવો ભય નથી જેવો ભય આત્મસમૃદ્ધિના નાશથી છે તેથી સતત અપ્રમાદથી તેનું રક્ષણ કરવા યત્ન કરે છે માટે તેવા મહાત્માઓ પ્રાયઃ દીનભાવને ધારણ કરતા નથી. પરંતુ ભગવાનના શાસનની અપ્રાપ્તિને કારણે સંસારી જીવ દીન છે. વળી ભિખારીની જેમ સુંદર ભવો કે અસુંદર ભવોને પામીને વિષયોને મેળવવા માટે જ સદા યત્ન કરે છે. પરંતુ આત્મસંપત્તિ માટે યત્ન કરતો નથી, તેનું કારણ ભગવાનના વચનના પરમાર્થનું અજ્ઞાન જ છે. વળી, આયુષ્યરૂપી ઘટતા ઠીકરામાં તે ભિખારી વિષયોરૂપી કદન્ન ગ્રહણ કરે છે અને મહાત્માઓ ચારિત્રરૂપ મહાકલ્યાણને પ્રાપ્ત કરે છે, જેનાથી ભાવ આરોગ્યની વૃદ્ધિ થાય છે અને ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે જીવો આયુષ્યરૂપી ઠીકરું લઈને દરેક ગતિમાં ભટકે છે અને માત્ર વિષયરૂપી કદન્નને જ ખાય છે, આ પ્રકારની સ્થિતિ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે સર્વ જીવોની છે. ક્વચિત્ બાહ્યથી જૈન કુળમાં જન્મ્યા હોય તોપણ વિવેકચક્ષુ પ્રગટે નહિ ત્યાં સુધી માત્ર બાહ્યપદાર્થોમાં જ સુખ અને બાહ્યપદાર્થોથી જ દુઃખ દેખાય છે. તેથી દરેક ભવના આયુષ્યરૂપ ઠીકરાને ગ્રહણ કરીને વિષયોની ભીખ માંગતો સંસારી જીવ ફરી-ફરી આ સંસારમાં ભટકે છે. ઉપનય : ये तु तस्य द्रमकस्य दुर्दान्तडिम्भसंघाता यष्टिमुष्टिमहालोष्टप्रहारैः क्षणे क्षणे ताडयन्तः शरीरं जर्जरयन्तीति निदर्शितास्तेऽस्य जीवस्य कुविकल्पास्तत्संपादकाः कुतर्कग्रन्थास्तत्प्रणेतारो वा कुतीथिका विज्ञेयाः, ते हि यदा यदाऽमुंजीवं वराकं पश्यन्ति तदा तदा कुहेतुशतमुद्गरघातपातैरस्य तत्त्वाभिमुख्यरूपं शरीरं जर्जरयन्ति। Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ विवेकाभावे कुचेष्टाः ततश्च तैर्जर्जरितशरीरोऽयं जीवो न जानीते कार्याकार्यविचारं, न लक्षयति भक्ष्याभक्ष्यविशेषं, नाकलयति पेयापेयस्वरूपं, नावबुध्यते हेयोपादेयविभागं, नावगच्छति स्वपरयोर्गुणदोषनिमित्तमपीति। ततोऽसौ कुतर्कश्रान्तचित्तश्चिन्तयति -नास्ति परलोको, न विद्यते कुशलाकुशलकर्मणां फलं, न संभवति खल्वयमात्मा, नोपपद्यते सर्वज्ञः, न घटते तदुपदिष्टो मोक्षमार्ग इति, ततोऽसावतत्त्वाभिनिविष्टचित्तो हिनस्ति प्राणिनो, भाषतेऽलीकमादत्ते परधनं, रमते मैथुने, परदारेषु वा, गृह्णाति परिग्रह, न करोति चेच्छापरिमाणं, भक्षयति मांसास्वादयति मद्यं, न गृह्णाति सदुपदेशं, प्रकाशयति कुमार्ग, निन्दति वन्दनीयान्, वन्दतेऽवन्दनीयान्, गच्छति स्वपरयोर्गुणदोषनिमित्तं, वदति परावर्णवादमाचरति समस्तपातकानीति। ઉપનયાર્થ : વળી જે દુર્દાત્ત બાળકોનો સમૂહ લાકડી, મૂઠી, મોટાં ઢેફાંઓના પ્રહારથી ક્ષણે-ક્ષણે તાડન કરતા, તે ભિખારીના શરીરને જર્જરિત કરે છે. એ પ્રમાણે કથાનકમાં બતાવ્યું તે આ જીવતા કુવિકલ્પો અને તે કુવિકલ્પના સંપાદક કુતર્કગ્રંથો અને તે ગ્રંથોના રચનારા કુતીર્થિકો જાણવા. તે ભિખારી અત્યંત દીન હોવાથી કુતૂહલ પ્રિય એવા નાના છોકરાઓ સતત તેને કોઈક લાકડીથી, કોઈક મૂઠીથી, કોઈક ઢેફાથી પ્રહાર કરીને તે ભિખારીને અતિ દુઃખિત કરતા હતા તેમ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે નિરર્થક વિચારરૂપ કુવિકલ્પો, તેના સંપાદન કરનારા કુતર્કગ્રંથો અને તે ગ્રંથોને બતાવનારા કુતીર્થિકો તે જીવને સતત કદર્થના કરીને તે રીતે દુઃખી કરતા હતા જેથી તે જીવ તત્ત્વની પ્રાપ્તિને અભિમુખ થઈ શકતો ન હતો અને દુઃખી દુઃખી સંસારમાં પરિભ્રમણ કરતો હતો. હિં=જે કારણથી, તેઓ=પ્રહાર કરનારા કુવિકલ્પ આદિ એવા તે ત્રણમાંથી કોઈપણ, જ્યારે જ્યારે આ જીવને વરાત=રાંકડો, જુએ છે=તત્વને સ્વપ્રજ્ઞાથી વિચારી શકે તેવી મતિ નથી પરંતુ શુભ ઉપદેશ મળે તો કદાચ તત્વ સમ્મુખ થાય તેવો હોય અને કુઉપદેશ મળે તો અતત્વ તરફ થાય તેવો હોય તેવા વરાકને કે તત્વ સન્મુખ ન થાય તેવા વરાકને જુએ છે, ત્યારે કુહેતુરૂપ સેંકડો મુગરના ઘાતના પાપ વડે આનું=સંસારી જીવનું, તત્ત્વાભિમુખ શરીર જર્જરિત કરે છે. અથડાતા, કુટાતા કોઈક રીતે જીવ તત્ત્વને અભિમુખ થાય તેવા કંઈક અલ્પકર્મવાળો થયો હોય તેવા પણ જીવોને ક્યારેક સ્વાભાવિક કુવિકલ્પો ઊઠે છે જેથી તત્ત્વાભિમુખતા નાશ પામે છે, ક્યારેક કુવિકલ્પોને પ્રાપ્ત કરાવનારા કુતર્કગ્રંથો તેને પ્રાપ્ત થાય છે, જેનાથી તેનું તત્ત્વભિમુખ શરીર વિનાશ પામે છે, તો વળી ક્યારેક કુતર્કોને કરાવનારા કુતીર્થિકો અન્યદર્શનમાં રહેલા કે સ્વદર્શનમાં પણ રહેલા જીવને અયથાર્થ ઉપદેશ આપીને તેના તત્ત્વાભિમુખ શરીરનો નાશ કરે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૩૫ જીવને વિવેકના અભાવમાં થતી કુચેષ્ટાઓ અને ત્યારપછી તેઓ વડે કુવિકલ્પો આદિ વડે, જર્જરિત થયેલા શરીરવાળો આ જીવ કાર્ય અકાર્યનો વિચાર જાણતો નથી અર્થાત્ મારે શું ઉચિત કરવું જોઈએ અને શું અનુચિત ન કરવું જોઈએ જેથી મારો મનુષ્યભવ સફળ થાય તે જાણતો નથી. ભક્ષ્યાભસ્યને જાણતો નથી. અર્થાત્ પોતાની ઇન્દ્રિયોને જે અનુકૂલ લાગે તે સર્વને ભસ્યરૂપે સ્વીકારે છે. પેય-અપેયના સ્વરૂપને જાણતો નથી અને હેય-ઉપાદેયના વિભાગને જાણતો નથી. અર્થાત્ કેવા ભાવો પોતે ન કરવા જોઈએ અને કેવા ઉચિત ભાવો પોતે કરવા જોઈએ તેને જાણતો નથી. સ્વપરના ગુણદોષના નિમિત્તને જાણતો નથી. અર્થાત્ પોતાની પ્રવૃત્તિથી પોતાને શું હિત થશે ? અથવા પોતાની પ્રવૃત્તિથી પર શું અર્થ થશે ? તે જાણતો નથી. તેથી આ જીવ કુતર્કથી ઢાંત થયેલા ચિત્તવાળો અર્થાત્ કુતર્કયુક્ત ચિત્તવાળો, વિચારે છે – પરલોક નથી, કુશલ-અકુશલ કર્મોનું ફળ નથી, આ આત્મા સંભવતો. નથી, સર્વજ્ઞ કોઈ થતું નથી. તેમનો બતાવેલો મોક્ષમાર્ગ ઘટતો નથી. આ પ્રકારે નાસ્તિકતાના કુવિકલ્પો કરીને ત્યારપછી આ=જીવ અતત્વના અભિનિવિષ્ટ ચિત્તવાળો=જેનાથી વર્તમાનમાં બાહ્યસુખ દેખાય તેવા જ અતત્વ પ્રત્યે બદ્ધરુચિવાળો, પ્રાણીઓની હિંસા કરે છે. મૃષાવાદ કરે છે. પરધનને ગ્રહણ કરે છે. મૈથુન કે પરસ્ત્રીઓમાં રમે છે. પરિગ્રહને ગ્રહણ કરે છે અને ઇચ્છાઓમાં પરિમાણને કરતો નથી પોતાને જે જે ઈચ્છાઓ વર્તે છે તેમાં સંવર કરવા કોઈ યત્ન કરતો નથી. માંસનું ભક્ષણ કરે છે. મધનું આસ્વાદન કરે છે. સદ્ઉપદેશને ગ્રહણ કરતો નથી કુમાર્ગનું પ્રકાશન કરે છે–અર્થાત્ પોતાના સ્વજનઆદિમાં આત્મા-પરલોક કાંઈ નથી એ પ્રકારે પ્રકાશન કરે છે, વંદનીય એવા સાધુઓની નિંદા કરે છે અર્થાત્ નિરર્થક ચેષ્ટારૂપ આ પ્રકારનો તેઓના ધર્મનો આચાર છે એમ લોકોને કહે છે. અવંદનીયને વંદન કરે છે=ધતઆદિની પ્રાપ્તિને કારણે તેવા મોટા માણસોને નમસ્કાર કરે છે. અથવા તત્વને નહિ બતાવનારા યથા-તથા ઉપદેશ આપનારા અન્ય દર્શનવાળા કે સ્વદર્શનવાળા અવંદનીયને વંદન કરે છે. સ્વપરના ગુણદોષના નિમિત્તને સ્વીકારે છે=પોતાને જેનાથી તુચ્છ લાભ મળે તેવા નિમિત્તને સ્વીકારે છે અને પોતાના તુચ્છ લાભ અર્થે બીજાને અનર્થ થાય તેવા નિમિત્તને સ્વીકારે છે અને પરના અવર્ણવાદને બોલે છે. અર્થાત્ કોઈની પણ કોઈ પ્રવૃત્તિ પોતાને ઉચિત ન જણાય કે પોતાને અનિષ્ટ કરનાર જણાય તો વિચાર્યા વગર તેની નિંદા કરે છે અને સમસ્ત પાપો સેવે છે, जीवस्य नरकवेदनाः ततो बध्नाति निबिडं भूरिकर्मजालं, पतत्येष जीवो नरकेषु, तत्र च पतितः पच्यते कुम्भीपाकेन, विपाट्यते क्रकचपाटनेन, आरोह्यते वज्रकण्टकाकुलासु शाल्मलीषु, पाय्यते सन्दंशकैर्मुखं विवृत्य कलकलायमानं तप्तं त्रपु, भक्ष्यन्ते निजमांसानि, भृज्ज्यतेऽत्यन्तसन्तप्तभ्राष्ट्रेषु, तार्यते पूयवसारुधिर Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ क्लेदमूत्रान्त्रकलुषां वैतरणी, छिद्यतेऽसिपत्रवनेषु स्वपापभरप्रेरितैः परमाधार्मिकसुरैरिति। तथा समस्तपुद्गलराशिभक्षणेऽपि नोपशाम्यति बुभुक्षा, निःशेषजलधिपानेऽपि नापगच्छति तर्षः, अभिभूयते शीतवेदनया, कदर्थ्यते तापातिरेकेण, तथोदीरयन्ति च तदन्यनारका नानाकाराणि दुःखानि, ततश्चायं जीवो गाढतापानुगतो हा मातर्हा नाथास्त्रायध्वं त्रायध्वमिति विक्लवमाक्रोशति, न चास्य तत्र गात्रत्रायकः कश्चिद्विद्यते। જીવની નરકગતિની વેદનાઓ તેથી અત્યંત નિબિડ કર્મજાળાને બાંધે છે, તેનાથી આ જીવ નરકમાં પડે છે, અને ત્યાં પડેલો=નરકમાં પડેલો, કુંભીપાક દ્વારા પકાવાય છે, કરવત દ્વારા તેના વિભાગો કરાય છે, વજના કાંટા જેવા શાલ્મલી વૃક્ષો ઉપર આરોહણ કરાય છે. સાણસા દ્વારા મુખને પહોળું કરીને ઊકળતું તપાવેલું સીસું પિવડાવાય છે. પોતાના શરીરનાં જ માંસો ખવડાવાય છે. અત્યંત તપાવેલા ભાજતોમાં તેને શેકવામાં આવે છે. વળી પરુ, વસા, રુધિર, ક્લેદ, મૂત્ર, આંતરડાથી કલુષિત એવી વૈતરણી નદીમાં તરાવવામાં આવે છે. વળી તલવારના પત્ર જેવાં વનોમાં પોતાના પાપના સમૂહથી પ્રેરિત એવા પરમાધામી દેવો વડે આ તારકી જીવ છેદન કરાય છે. આ પ્રકારે સંસારી જીવ વિપર્યાસ બુદ્ધિને કારણે જે અનર્થો પામે છે તે સમ્યક ભાવન કરવાથી પણ જીવોની વિપર્યાય બુદ્ધિ નિવર્તન પામે છે. પરંતુ સર્વજ્ઞના શાસનને નહિ પામેલો એવો ગ્રંથકારશ્રીનો જીવ પૂર્વમાં આ રીતે જ પાપો કરીને નરકાદિ ભવોમાં અનેક વિડંબનાઓ પામેલ તે પ્રસ્તુત કુવિકલ્પોનું ફળ છે તેમ બતાવેલ છે. વળી તારકીમાં બધા પુદ્ગલરાશિના ભક્ષણમાં પણ ભૂખ ન શમે તેવી સુધા છે. સંપૂર્ણ સમુદ્રોના પાનમાં પણ તૃષ્ણા દૂર ન થાય તેવી તીવ્ર તૃષા છે. વળી તરકોમાં શીતવેદનાથી અભિભૂત થાય છે વળી તાપના અતિશયથી નરકોમાં કદર્થના પામે છે. વળી અન્ય નારકીઓ પરસ્પર અનેક પ્રકારનાં દુઃખો ઉત્પન્ન કરે છે. અર્થાત્ તારકીઓ ભવ પ્રત્યે ખરાબ લેશ્યા હોવાને કારણે એકબીજાને ઉપદ્રવ કરવાની વૃત્તિવાળા જ હોય છે. તેથી આ જીવ ગાઢ તાપથી અનુગત નરકમાં રહેલો હે માતા, હે નાથ ! મારું રક્ષણ કરો ! રક્ષણ કરો ! એ રીતે મોટેથી ચીસો પાડે છે અને આના શરીરને રક્ષણ કરનારા ત્યાં નરકમાં કોઈ વિદ્યમાન નથી. तिर्यग्गतिदुःखवेदनाः कथञ्चिदुत्तीर्णोऽपि नरकाद्विबाध्यते तिर्यक्षु वर्तमानः, कथम्? वाह्यते भारं, कुट्यते लकुटादिभिः, छिद्यन्तेऽस्य कर्णपुच्छादयः खाद्यते कृमिजालैः, सहते बुभुक्षां, म्रियते पिपासया, तुद्यते नानाकारयातनाभिरिति। Page #160 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૩૭ તિર્યંચગતિનાં દુઃખ-વેદનાઓ કોઈક રીતે નરકમાંથી નીકળેલો પણ જીવ તિર્યંચોના ભાવોમાં વર્તતો બાધાઓ પામે છે? અર્થાત્ નરક આયુષ્ય ક્ષય થવાથી ત્યાંથી નીકળેલ તિર્યંચ આદિ ભવોને પામીને આ જીવ અનેક બાધા પામે છે. જે ભગવાનના શાસનની અપ્રાપ્તિનું ફળ છે. કઈ રીતે તિર્યંચો બાધા પામે છે તે સ્પષ્ટ કરે છે – તિર્યંચગતિમાં જીવ ભારતે વહન કરાય છે, લાકડીઓથી કુટાય છે, આના=તિર્યંચરૂપ જીવના, કાન, પુચ્છાદિ છેડાય છે. શરીરમાં લાગેલા કૃમિનાં જાળાંઓથી ખવાય છે, બુમુક્ષાને સહન કરે છેઃ સુધાને સહન કરે છે. પિપાસાથી મરે છે=અસહ્ય ગરમીને કારણે પાણીની અપ્રાપ્તિને કારણે મરે છે. અનેક પ્રકારની યાતનાઓથી તિર્યંચના ભવોમાં પીડાય છે. મનુનાતિવેદના: ततः कथञ्चिदवाप्तमनुष्यभवोऽप्येष जीवः पीड्यत एव दुःखैः, कथम् ? तदुच्यते क्लेशयन्त्यनन्तरोगवाताः, जर्जरयन्ति जराविकाराः, दोदूयन्ते दुर्जनाः, विह्वलयन्तीष्टवियोगाः, परिदेवयन्त्यनिष्टसंयोगाः, विसंस्थुलयन्ति धनहरणानि, आकुलयन्ति स्वजनमरणानि, विह्वलयन्ति नानाऽध्यसनानीति। મનુષ્યગતિની વેદનાઓ ત્યારપછી કોઈક રીતે પ્રાપ્ત થયેલા મનુષ્યભવવાળો પણ આ જીવ અનેક દુઃખોથી પીડાય છે. કેવી રીતે પીડાય છે ? તેને કહે છે અનેક પ્રકારના રોગતા સમૂહો તેને ક્લેશ કરે છે. જરાના વિકારો શરીરને જર્જરિત કરે છે. દુર્જન પુરુષો તેને દુભાવે છે. અર્થાત્ નબળો જાણીને સતત તેને હેરાન કરે છે. ઈષ્ટના વિયોગો તેને વિહ્વળ કરે છે=મનુષ્યપણાને પામેલા જીવને પુણ્યથી ઈષ્ટપદાર્થો મળેલા હોય છતાં પુણ્યની સમાપ્તિ થવાથી તેનો વિયોગ થાય ત્યારે તે જીવ દુઃખી દુઃખી થાય છે, અનિષ્ટતા સંયોગો તેને અત્યંત પીડિત કરે છે. ધનનાં હરણો તેને અત્યંત વ્યાકુળ કરે છે. સ્વજનનાં મરણો તેને આકુળ કરે છે જુદાં-જુદાં ક્લેશકારી અધ્યવસાયસ્થાનો તેને વિહ્વળ કરે છે. વિવુઘનનિ નાનાવેનાઃ तथा कथञ्चिल्लब्धविबुधजन्माप्येष जीवो ग्रस्यत एव नानावेदनाभिः, तथाहि-आज्ञाप्यते विवशः शक्रादिभिः, खिद्यते परोत्कर्षदर्शनेन, जीर्यते प्राग्भवकृतप्रमादस्मरणेन, दन्दह्यतेऽस्वाधीनामरसुन्दरीप्रार्थनेन, शल्यते तन्निदानचिन्तनेन, निन्द्यते महर्द्धिकदेववृन्देन, विलपत्यात्मनश्च्यवनदर्शनेन, आक्रन्दति गाढप्राप्तासनमृत्युः, पतति समस्ताशुचिनिदाने गर्भकलमल इति। દેવગતિમાં અનેક પ્રકારની વેદનાઓ અને કોઈક રીતે પ્રાપ્ત થયો છે દેવતો ભવ એવો આ જીવ અનેક વેદનાઓથી દુઃખી થાય છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ તે આ પ્રમાણે – શક્રાદિ વડે પરવશ એવો તે આજ્ઞા કરાય છે. પરના ઉત્કર્ષના દર્શનથી ખેદ પામે છે=પોતાની પાસે ઘણી દેવની સમૃદ્ધિ હોવા છતાં પોતાનાથી અધિક સમૃદ્ધિવાળા દેવોને જોઈને હંમેશાં પોતાની તુચ્છ પ્રકૃતિને કારણે ખેદ પામે છે. પૂર્વભવમાં કરાયેલા પ્રમાદના સ્મરણથી સતત ઝૂરે છે અર્થાત્ મેં પૂર્વભવમાં તેવા ઉત્કર્ષવાળો દેવભવ મળે તેવો યત્ન કર્યો નહિ જેથી આજે મને હીન સામગ્રી મળી છે તે પ્રકારે વિર્ભાગજ્ઞાનથી જાણીને ઝૂરે છે. અસ્વાધીન એવી દેવીઓની પ્રાર્થનાથી બળે છે=જે અપરિગૃહીત દેવીઓ છે તેઓ પ્રત્યે પોતાને કોઈક રીતે રાગ થાય છતાં તે દેવીઓ તેને સ્વીકારે નહીં ત્યારે વારંવાર પ્રાર્થના કરીને બળ્યા કરે છે. તેના નિદાનના ચિંતવનથી તે અસ્વાધીન દેવીની પ્રાપ્તિના ઉપાયના ચિંતવનથી, હંમેશાં ચિત્ત શલ્યવાનું રહે છે અર્થાત્ શું ઉપાય કરું કે જેથી તે દેવી સ્વાધીન થાય તે પ્રકારની વિચારણાઓથી દુઃખી થાય છે. મોટા ઋદ્ધિવાળા દેવો વડે નિંદાય છે અર્થાત તેને તુચ્છ અને વાતો ગણે છે તેથી ઋદ્ધિવાળા દેવો વડે તે જીવ દુઃખી થાય છે. પોતાના ચ્યવનના દર્શનથી વિલાપ કરે છે. ગાઢ પ્રાપ્ત આસન્ન મૃત્યુવાળો આ જીવ આક્રંદ કરે છે, સમસ્ત અશુચિના સ્થાનભૂત ગર્ભરૂપી કાદવમાં પડે છે અર્થાત્ દેવભવમાંથી ચ્યવીને મનુષ્ય કે તિર્યંચ યોનિમાં માતાના ગર્ભમાં ઉત્પન્ન થાય છે. द्रमककुविकल्पोपनयः एवं स्थिते-यद् द्रमकं वर्णयताऽभ्यधायि यदुत- सर्वाङ्गीणमहाघाततापानुगतचेतनः। हा मातस्त्रायतामित्थं दैन्यविक्रोशविक्लव।।१२५ ।। इति, तदस्यापि जीवस्य तुल्यमेव द्रष्टव्यम्, त(य)स्मादस्याः सर्वस्या महानर्थपरम्परायाश्चा(:स्वा)-त्मगताः कुविकल्पास्तत्सम्पादकाः कुदर्शनग्रन्थास्तत्प्रणेतारश्च कुतीर्थिकाः कारणमिति। यत्तून्मादादयस्तस्य द्रमकस्य रोगा निर्दिष्टास्तेऽस्य जीवस्य महामोहादयो विज्ञेयाः। तत्र मोहो मिथ्यात्वं, तदुन्माद इव वर्त्तते समस्ताकार्यप्रवृत्तिहेतुतया, ज्वर इव रागः सर्वाङ्गीणमहातापनिमित्ततया, शूलमिव द्वेषो गाढहृदयवेदनाकारणतया, पामेव कामस्तीव्रविषयाभिलाषकण्डूकारितया, गलत्कुष्ठमिव भयशोकारतिसम्पाद्यं दैन्यं जनजुगुप्साहेतुतया चित्तोद्वेगविधायितया च, नेत्ररोग इवाज्ञानं विवेकदृष्टिविघातनिमित्ततया, जलोदरमिव प्रमादः सदनुष्ठानोत्साहघातकतयेति। દ્રમકના કુવિકલ્પોનો ઉપનય આ પ્રમાણે હોતે છતે જે દ્રમુકને વર્ણન કરતા ગ્રંથકારશ્રી વડે કથાનકમાં કહેવાયું. શું કહેવાયું? તે વડુતથી બતાવે છે – સર્વ અંગોના મહાઘાતના તાપથી અનુગત ચેતનવાળો તે ભિખારી છે માતા ! મારું રક્ષણ કરો એ પ્રમાણે દીપણાથી આકુળ-વ્યાકુળ વર્તે છે તે આ જીવતું તુલ્ય જ જાણવું. જે કારણથી આ સર્વ મહા અતર્થપરંપરાનું પૂર્વમાં ચારગતિ વિષયક જે સર્વ અનર્થતી પરંપરા દર્શાવી તેનું, આત્મગત કુવિકલ્પો તેના સંપાદક કુદર્શન ગ્રંથો અને તેના પ્રણેતા એવા કુતીર્થિકો કારણ છે, જે વળી ઉન્માદ આદિ તે દ્રમકતા રોગો બતાવાયા, તે રોગો આ જીવતા Page #162 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૩૯ મહામોહાદિ જાણવા=કથાનકમાં કહ્યું કે તે ભિખારીના શરીરમાં ઘણા રોગો હતા તે સર્વ રોગો આત્મામાં વર્તતા મિથ્યાત્વ અને કષાયોનું કાળુષ્ય છે તેમ જાણવું, ત્યાં=મહામોહાદિમાં, મોહ મિથ્યાત્વ છે તે ઉન્માદની જેમ વર્તે છે; કેમ કે સમસ્ત અકાર્યની પ્રવૃત્તિનું હેતુપણું છે. જીવ પોતાને દેહથી અભિન્ન જ જોઈને માત્ર દેહને સામે રાખીને સુખદુ:ખની વિચારણા કરે છે અને તેના કારણે જે અકાર્યો કરીને અનર્થો પ્રાપ્ત કરે છે તે સર્વેનું કારણ સંસારના ઉચ્છેદના ઉપાયરૂપ સમ્યક અવલોકન કરવામાં બાધક એવો મિથ્યાત્વનો ઉદય છે. વળી વરના જેવો રાગ છે; કેમ કે સર્વ અંગમાં મહાતાપનું નિમિતપણું છે. શરીરમાં વર રોગ આવે છે ત્યારે શરીર અતિઉષ્ણ થાય છે તેમ રાગથી સંસારી જીવ આકુળ થાય છે તેથી આકુળ થઈને તે તે પ્રકારની ભોગાદિ પ્રવૃત્તિમાં પ્રયત્ન કરીને આકુળતા શમાવવા યત્ન કરે છે વસ્તુતઃ વિવેક નથી તેથી તે જીવો રાગાદિ રૂપ જ્વર મટાડવા યત્ન કરતા નથી વળી સમ્યગ્દષ્ટિ રાગાદિ જ્વરને વરરૂપે જાણીને મટાડવા ઉચિત ઔષધ કરે છે. શૂળના જેવો માથાના દુખાવા જેવો, દ્વેષ છે; કેમ કે હૃદયમાં ગાઢ વેદતાનું કારણ પણું છે અર્થાત્ જીવને દ્વેષ થાય છે ત્યારે ક્રોધથી સતત આકુળ-વ્યાકુળ થાય છે તેથી ઢેષ માથાના દુખાવા જેવો છે. વળી ખરજવા જેવો કામ છે; કેમ કે તીવ્ર વિષયના અભિલાષરૂપ ખણખતે કરનાર છે. અર્થાત્ જેમ શરીરમાં ખણજ ઊપડે છે, ત્યારે તે ખણજ મીઠી લાગે છે તો પણ તે ખણજ શરીરની વિકૃતિ છે, તેમ વિષયોની ઈચ્છા એ ખણજ જેવી છે તેથી ઇચ્છાથી આત્મા સતત આકુળ રહે છે. વળી ગળતા કોઢ જેવા ભય, શોક, અરતિને સંપન્ન કરનાર દીનતા છે; કેમ કે વિવેકી લોકોને જુગુપ્સા હેતુપણું છે અને પોતાના પણ ચિત્તમાં ઉદ્વેગનું હેતુપણું છે. જેમ ગળતો કોઢ પોતાને પણ વિહ્વળ કરે છે અને લોકોને પણ જુગુપ્સા કરાવે છે. તેમ આત્મામાં ભય, શોક, અરતિને ઉત્પન્ન કરનાર જે દીનપણું છે તે પોતાને પણ ઉગ કરે છે અને બીજા જીવોને પણ તેના પ્રત્યે જુગુપ્સા કરાવે છે અર્થાત્ દીનપુરુષ કોઈને જોવો ગમતો નથી. અને તેત્રના રોગ જેવું અજ્ઞાન છે; કેમ કે વિવેકદૃષ્ટિના વિઘાતનું નિમિત્ત કારણ છે, જેમ કોઈના ચક્ષુમાં રોગ હોય તો વસ્તુને સ્પષ્ટ જોઈ શકે નહીં, તેથી વસ્તુના સ્વરૂપમાં ભ્રમ થવાની સંભાવના રહે છે તેમ સંસારી જીવોને પોતાના આત્માના નિરાકુલ સ્વરૂપનું જે અજ્ઞાન છે તે નેત્રરોગ જેવું છે અને તેના કારણે સુખનો અર્થી પણ જીવ વાસ્તવિક સુખ અને વાસ્તવિક દુઃખના સ્વરૂપનો વિવેક કરી શકતો નથી. આથી જ આત્માની કષાયની વ્યાકુળતારૂપ દુઃખને દૂર કરવાના ઉપાયની ઉપેક્ષા કરીને અસાર એવા બાહ્યભોગોમાં પ્રયત્ન કરીને કષાયોની વૃદ્ધિ કરે છે, તેથી વિવેકદૃષ્ટિને નાશ કરવાનું નિમિત્ત અજ્ઞાન છે. જલોદર જેવો પ્રમાદ છે; કેમ કે સદ્અનુષ્ઠાનના ઉત્સાહનું ઘાતકપણું છે. જેમ જલોદરવાળા જીવો દેહથી જડ જેવા હોય છે તેથી ધનઅર્જન આદિ ઉચિત સંસારનાં કૃત્યોને Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦. ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કરવામાં ઉત્સાહિત થતા નથી. તેમ આત્માને માટે જલોદર જેવો પ્રમાદ દોષ છે. તેથી આત્માના હિતને કરવા માટે ઉચિત શાસ્ત્રઅધ્યયનાદિ ક્રિયામાં સંસારી જીવો ઉત્સાહિત થતા નથી. ભાવાર્થ : સંસારરૂપી નગરમાં ભટકતા સર્વજ્ઞની પ્રાપ્તિની પૂર્વના પોતાના આત્માનું ભિખારી સ્વરૂપ બતાવ્યા પછી કહ્યું કે તે ભિખારીને નાના છોકરાઓ અનેક રીતે કદર્થના કરતા હતા તેમ સંસારી જીવોને આત્મામાં વર્તતા કવિકલ્પો અને કુવિકલ્પના નિષ્પાદક નિમિત્તો જીવને સતત હેરાન કરે છે. તેથી સંસારી જીવના આત્માને તે કુવિકલ્પો સતત જર્જરિત કરે છે અને તેના કારણે જ જીવ પોતાના હિતની વિચારણા કર્યા વગર મૂઢની જેમ ચારગતિઓમાં પરિભ્રમણ કરે છે અને તે ચારગતિઓમાં અનેક પ્રકારની કદર્થનાઓ પામે છે. તે સર્વ કદર્થનાઓનું કારણ આત્મામાં ઉત્પન્ન થતા કુવિકલ્પો છે અને સર્વજ્ઞના શાસનની પ્રાપ્તિ પૂર્વે તે કુવિકલ્પની કદર્થનાના બળથી સંસારી જીવો ચારગતિની વિડંબના ફરી-ફરી પ્રાપ્ત કરે છે અને દુઃખી દુઃખી થાય છે. વળી, કથાનકમાં કહેલ કે તે ભિખારીના શરીરમાં ઉન્માદાદિ અનેક રોગ હતા તેમ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે જીવમાં મિથ્યાત્વરૂપી ઉન્માદ વર્તે છે તેથી જ આત્માની સ્વસ્થતા માટે શું કરવું ઉચિત છે તેનો લેશ વિચાર કર્યા વગર મૂઢની જેમ વર્તે છે. વળી તે ભિખારીના શરીરમાં જ્વર આદિ અનેક રોગો હતા તેમ સંસારી જીવોના આત્મામાં રાગ, દ્વેષ, આદિ અનેક રોગો વર્તે છે જેથી સંસારી જીવો સદા દુઃખી દુઃખી છે. ઉપનય : ततश्चायं जीवो मिथ्यात्वादिभिरेतैर्भावरोगैविह्वलीकृतो न किञ्चिच्चेतयते ततश्च यदेतत् साम्प्रतमेव न जानीते कार्याकार्यविचारं, न लक्षयति भक्ष्याभक्ष्यविशेषमित्याद्यनध्यवसायरूपं महातमः प्रतिपादितं, ये च नास्ति परलोक इत्यादयो विपर्यासविकल्पाः प्रतिपादितास्तेऽस्य द्वयस्याप्युत्पत्तौ बाह्याः कुतर्कग्रन्थादयः सहकारिकारणभावनोत्पादकाः, एते तु रागद्वेषमोहादय आन्तरा उपादानकारणभावेन जनकाः, तस्मात्पूर्वोक्ता सर्वानर्थपरम्परा परमार्थतो गाढतरमेतज्जन्याऽपि विज्ञेया। किञ्च कुशास्त्रसंस्कारादयः कादाचित्काः, एते तु रागादयस्तदुत्पादने सकलकालभाविनः। अन्यच्च-कुदर्शनश्रवणादयो भवन्तोऽपि भवेयुर्वाऽनर्थपरम्पराकारणं न वेति व्यभिचारिणः, एते तु रागादयो भवन्तोऽवश्यतया महानर्थगर्तपातं कुर्वन्त्येव, नास्त्यत्र व्यभिचारो, यतस्तैरभिभूतोऽयं जीवः प्रविशति महातमोऽज्ञानरूपं, विधत्ते नानाविधविपर्यासविकल्पान्, अनुतिष्ठति कदनुष्ठानशतानि, सञ्चिनोति गुरुतरकर्मभारं, ततस्तत्परिणत्या क्वचिज्जायते सुरेषु, क्वचिदुत्पद्यते मानुषेषु, क्वचिदासादयति पशुभावं, क्वचित्पतति महानरकेषु। ततश्च-तदेव प्राक्प्रतिपादितस्वरूपं महादुःखसन्तानमनवरतमरघट्टघटीयन्त्रन्यायेनानन्तशोऽनुभवद्वारेण परावर्त्तयतीति। Page #164 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૪૧ ઉપનયાર્થ : તેથી=સર્વજ્ઞની પ્રાપ્તિ પૂર્વે સંસારમાં ભટકતા દ્રમુકને ઉન્માદ આદિ અનેક રોગો હતા તેથી, આ જીવ=સંસારી જીવ, મિથ્યાત્વાદિ આ ભાવરોગો વડે વિહ્વળ કરાયેલો કંઈ જાણતો નથી. શરીર સાથે અત્યંત અભેદ બુદ્ધિ હોવાથી માત્ર શરીરજન્ય અને માનાદિ કષાયજન્ય સુખોમાં જ સુખબુદ્ધિવાળો હોવાથી આત્માના પારમાર્થિક સુખોને સમજી શકે તેવી તેની ચેતના નષ્ટ થઈ ગઈ છે. અને તેથી=સંસારી જીવ ભાવરોગોથી વિહ્વળ થયેલો છે. તેથી, જે આ હમણાં જ “ભક્ષ્યાભસ્ય વિશેષને જાણતો નથી' ઇત્યાદિ અનધ્યવસાયરૂપ મહાતમ પ્રતિપાદન કરાયું અને પરલોક નથી' ઈત્યાદિ જે વિપર્યાય વિકલ્પો પ્રતિપાદન કરાયા તે આ બંનેની પણ ઉત્પત્તિમાં કુતર્કગ્રંથ આદિ સહકારીકારણપણાથી ઉત્પાદકો છે. વળી, આ અંતરંગ રાગદ્વેષ, મોહાદિ ઉપાદાન કારણપણાથી જતકો છેઃબંનેના જનકો છે, તે કારણથી પૂર્વમાં કહેવાયેલી ચારગતિઓની પરિભ્રમણરૂપ પૂર્વમાં કહેવાયેલી, સર્વ અનર્થ પરંપરા પરમાર્થથી ગાઢતર આનાથી જન્ય પણ જાણવી=અંતરંગભાવરોગોથી જવ્ય પણ જાણવી. જીવમાં મિથ્યાત્વાદિ મોહના પરિણામો અત્યંત વર્તે છે. ત્યારે ભક્ષ્ય શું છે ? અભક્ષ્ય શું છે ? કર્તવ્ય શું છે ? અકર્તવ્ય શું છે? તેના વિષયમાં કોઈ અધ્યવસાય થતો નથી. પરંતુ ઇન્દ્રિયજન્ય સુખ, શાતાજન્ય સુખ અને માનસન્માનઆદિ જન્ય રતિનું સુખ તેને સર્વસ્વ જણાય છે, તે મહાતમ સ્વરૂપ છે અર્થાત્ પોતાના નિરાકુલ સ્વરૂપને જોવામાં બાધક એવા મહાતમ સ્વરૂપ છે. વળી, ક્યારેક ‘પરલોક નથી' ઇત્યાદિ કુવિકલ્પો ઉત્પન્ન થાય ત્યારે કોઈક રીતે જીવનો તત્ત્વને અભિમુખ પરિણામ થયો હોય તો તે આ કુવિકલ્પોથી નાશ પામે છે અને હિતાહિતમાં અનધ્યવસાય રૂપ મહાતમ અને પરલોક નથી ઇત્યાદિ કુવિકલ્પો તે બંનેમાં કુતર્કગ્રંથો સહકારી કારણથી ઉત્પાદક છે; કેમ કે કુતર્કગ્રંથો વિપરીત બોધ કરાવીને તેવા કુવિકલ્પ કરાવે છે. વળી, આત્મામાં વર્તતા રાગ-દ્વેષ કે મોહના પરિણામો ઉપાદાન કારણપણાથી જ મહાતમ રૂપ કુવિકલ્પના જનક છે; કેમ કે ભોગમાં ગાઢ રાગ ભક્ષ્યાભઢ્ય આદિના અંધકારને ઉત્પન્ન કરે છે. અને તત્ત્વને જોવામાં મિથ્યાત્વમોહનીય કર્મોનો ક્ષયોપશમ નહીં થયો હોવાથી કુવિકલ્પો ઊઠે છે, માટે જીવને જે સંસારની અનર્થની પરંપરાની પ્રાપ્તિ થાય છે તે બધાનું કારણ આત્મામાં વર્તતા રાગ-દ્વેષ અને મિથ્યાત્વરૂપ મહામોહ જ કારણ છે, માટે સંસારની વિડંબનાથી પર થવાના અર્થી જીવે સતત તત્ત્વને જોવામાં બાધક એવા વિપર્યાસને અને તુચ્છ પદાર્થોમાં થતા રાગાદિભાવોની આકુળતાને જાણવા યત્ન કરવો જોઈએ અને આત્માના નિરાકુલ સ્વભાવ માટે સદા પ્રયત્ન કરવો જોઈએ. વળી, કુશાસ્ત્રના સંસ્કારો ક્યારેક હોય છે. અર્થાત્ મનુષ્ય આદિ ભવોને પામીને કુશાસ્ત્ર આદિ સાંભળવાના પ્રસંગમાં પ્રાપ્ત થાય છે. વળી, મહાતમની અને કુવિકલ્પોની ઉત્પત્તિમાં આ રાગાદિ સકલ કાલ રહેલા છે. આથી જ પશુઆદિ ભવોમાં, એકેન્દ્રિયાદિના ભવોમાં કુશાસ્ત્રનું શ્રવણ નહિ હોવા છતાં રાગાદિને Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કારણે ભક્ષ્યાભઢ્ય આદિ અનધ્યવસાયરૂપ મહાતમ સદા વર્તે છે જેથી સર્વ અનર્થની પરંપરા પ્રાપ્ત થાય છે. વળી, બીજું કુદર્શનના શ્રવણ આદિ થવા છતાં પણ અનર્થની પરંપરાનું કારણ થાય અથવા તો થાય એ પ્રકારે વ્યભિચાર છે. વળી, રાગાદિ થતા અવશ્યપણાથી મહાઅનર્થતી ગર્તામાં પાતને કરે છે, તેમાં વ્યભિચાર નથી. કોઈક જીવને કુશાસ્ત્રશ્રવણનો પ્રસંગ હોય છતાં અંતરંગ વિવેકચક્ષુ હોય તો કુશાસ્ત્રથી પણ વિકલ્પો થતા નથી અને કેટલાકને સુશાસ્ત્રથી પણ થાય છે, માટે કુશાસ્ત્રશ્રવણ એકાંતે અનર્થની પરંપરાનું કારણ નથી. વળી, જે જીવોમાં રાગાદિ થાય છે, તેઓ અવશ્ય તે રાગાદિને અનુરૂપ ક્લિષ્ટકર્મો બાંધીને દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરે છે. માટે રાગાદિભાવો એકાંતે અનર્થોની પરંપરાનું જ કારણ છે. જે કારણથી તેઓ વડે=રાગાદિ ભાવો વડે, અભિભૂત થયેલો જીવ મહાતમરૂપ અજ્ઞાનમાં પ્રવેશ કરે છે. અનેક પ્રકારના વિપર્યાસના વિકલ્પો કરે છે. સેંકડો કદનુષ્ઠાતો કરે છે. ગુરુતર એવા કર્મભારને એકઠા કરે છે, તેથી તેની પરિણતિથી ક્યારેક દેવલોકમાં જાય છે. ક્યારેક મનુષ્યમાં જાય છે ક્યારેક પશુભાવને પામે છે. ક્યારેક મહાનરકોમાં પડે છે. ગાઢ અજ્ઞાનને કારણે આત્માનું હિત શું છે? તે નહીં જાણતો તે જીવ પછી બાહ્ય શુભઅનુષ્ઠાન કરીને શુભલેશ્યાને પ્રાપ્ત કરે છે ત્યારે મિથ્યાત્વથી સંવલિત પુણ્યપ્રકૃતિરૂપ ગુરુતર કર્મભારને કારણે ક્યારેક દેવલોકમાં જાય છે. ક્યારેક મિથ્યાત્વથી સંવલિત જ ગુરુતર કર્મભાર રૂપ પુણ્યપ્રકૃતિને કારણે મનુષ્યભવને પામે છે. ક્યારેક મિથ્યાત્વથી સંવલિત ગુરુતર કર્યભાર રૂ૫ પાપપ્રકૃતિથી પશભવને પામે છે તો ક્યારેક મિથ્યાત્વથી સંવલિત ગુરુતર કર્યભાર રૂપ અત્યંત પાપપ્રકૃતિને કારણે મહાનરકોમાં પડે છે. અને તેથી તેને જ ચારગતિઓના પરિભ્રમણને જ પૂર્વમાં પ્રતિપાદન કરાયેલા સ્વરૂપવાળા મહાદુઃખના સંતાનને સતત અરઘટ્ટઘટી યત્ર ચાયથી અનુભવ દ્વારા અસંતી વખત પરાવર્તન કરે છે. સર્વજ્ઞના શાસનની પારમાર્થિક પ્રાપ્તિ પૂર્વે જીવમાં અત્યંત અજ્ઞાન હોવાને કારણે પોતાના હિતને જાણવા માટે અસમર્થ હોવાથી બાહ્યપદાર્થો જ તેને કેટલાક હિત રૂપ અને કેટલાક અહિત રૂપ જણાય છે. અને તે બાહ્યપદાર્થોના જ ગ્રહણ અને પરિત્યાગ માટે વિવિધ પ્રકારના સંક્લેશો કરીને કૂવા ઉપર રહેલા રેંટના ન્યાયથી ચાર ગતિને અનુભવ દ્વારા અનંતી વખત પરાવર્તન કરે છે. ભાવાર્થ : જીવમાં અનાદિકાળથી સ્થિર થયેલ રાગ-દ્વેષ અને મહામોહનો પરિણામ વર્તે છે તેથી રાગાદિ ભાવોથી સતત વિહ્વળ વર્તે છે, અને તેના કારણે મનુષ્યભવની પ્રાપ્તિ કરીને શું ભક્ષ્ય છે ? શું અભક્ષ્ય છે ? શું મારા માટે કર્તવ્ય છે? શું મારા માટે અકર્તવ્ય છે ? તેનો કોઈ વિચાર કર્યા વગર વિષયોની લાલસાથી સુખ માટે જ યત્ન કરતો હોવા છતાં ગાઢ અંધકારને કારણે તત્કાલ પણ ભાવરોગની આકુળતા વધારે છે. અને ભાવિના અનર્થોની પરંપરાને પ્રાપ્ત કરે છે. વળી, ક્યારેક પરલોકઆદિની વાતો સાંભળવા મળે તોપણ દૃઢ વિપર્યાસ હોવાને કારણે તેને કુવિકલ્પો જ થાય છે કે “પરલોક નથી, આત્મા નથી” આ રીતે કુવિકલ્પો Page #166 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૪૩ કરીને પરલોકના હિતની ઉપેક્ષા કરે છે. કષાયોની વિડંબના વર્તમાનમાં થાય છે તે પણ દેખાતી નથી. માત્ર તુચ્છ વિષયોના સુખમાં વૃદ્ધિ કરીને અનર્થોની પરંપરાને જ પ્રાપ્ત કરે છે. અને તેને આ પ્રકારના કુવિકલ્પ મુખ્યરૂપે અંદરમાં વર્તતા કષાયોથી જ થાય છે. તોપણ કુશાસ્ત્રોનું શ્રવણ વગેરે પણ ક્યારેક તે પ્રકારના કુવિકલ્પો પ્રત્યે નિમિત્તભાવરૂપ બને છે. છતાં તે કુશાસ્ત્રો વગેરે રાગાદિની વૃદ્ધિ કરીને જ અનર્થોની પ્રાપ્તિ કરાવે છે. માટે વિવેકીએ તત્ત્વના વિષયમાં ગાઢ અજ્ઞાનરૂપ મોહનો નાશ કરવા જ યત્ન કરવો જોઈએ, છતાં ભગવાનના શાસનની પારમાર્થિક પ્રાપ્તિ પૂર્વે આ જીવમાં ગાઢ અંધકાર વર્તતો હોવાથી અનેક કુવિકલ્પો કરીને આરંભ-સમારંભની પ્રવૃત્તિઓ કરે છે. અને ઘણા કર્મના ભારથી ભારે થઈને ચારગતિઓમાં ભટકે છે તેમાં ક્યારેક તીર્થકરો આદિ પાસે દેવતા વગેરેને આવતા જોઈને તેવા સુખના અભિલાષવાળો થઈને બાહ્ય ધર્માનુષ્ઠાન કરે છે. તોપણ ગાઢ અજ્ઞાનતાને કારણે સંસારના બીજરૂપ અવીતરાગભાવની અનર્થકારિતાને તે જીવ લેશ પણ જાણી શકતો નથી. તેથી કંઈક ધર્માનુષ્ઠાન કરીને વિપર્યાસથી યુક્ત તે દેવભવમાં જાય છે અને ભોગમાં ગાઢ લિપ્સા કરીને ચારગતિઓમાં ફરે છે. ક્યારેક મનુષ્યભવને પામે છે ત્યારે પણ ગાઢ વિપર્યાસથી યુક્ત કોઈક રીતે પ્રાપ્ત થયેલા તે મનુષ્યભવને આરંભ-સમારંભમાં પ્રવર્તાવીને ચારગતિઓનાં પરિભ્રમણને પામે છે. વળી, વિપર્યાસથી યુક્ત પાપ કરીને ક્યારેક પભવને પામે છે. અને ક્યારેક અત્યંત ક્લિષ્ટભાવો કરીને મહાનરકોમાં અર્થાત્ ઘોર કદર્થના રૂપ નરકોમાં પડે છે. આ રીતે ભગવાનના શાસનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવ દરેક ભવમાં તે તે ગતિમાં સંભવે એવી અનર્થોની પરંપરાને અનુભવ દ્વારા અનંતી વખત પરાવર્તન કરે છે. પરંતુ તે કદર્થનાનો અંત ક્યારેય પ્રાપ્ત કરી શકતો નથી. માટે વિવેકી પુરુષે સંસારના પરિભ્રમણના બીજરૂપ અને સર્વ અનર્થની પરંપરાના કારણભૂત રાગ-દ્વેષ અને વિપર્યાસરૂપ મિથ્યાત્વના પારમાર્થિક સ્વરૂપનું જ્ઞાન કરીને તેને ક્ષીણ કરવા યત્ન કરવો જોઈએ. આથી જ વિવેકસંપન્ન જીવો સતત ભગવાનના વચનના પરમાર્થને જાણવા યત્ન કરે છે. ભગવાનના વચનના પરમાર્થને જાણનારા સુસાધુઓની ઉપાસના કરે છે. અને રાગ-દ્વેષ, મોહથી પર એવા તીર્થકરોની પ્રતિમાની ભક્તિ કરીને તેમના તુલ્ય થવા માટે સદા યત્ન કરે છે. ઉપનય : एवञ्च स्थिते-यत्तद्रमकवर्णने प्रत्यपादि यदुत'शीतोष्णदंशमशकक्षुत्पिपासाधुपद्रवैः। बाध्यमानो महाघोरनारकोपमवेदनः।।१२७ ।। इति, तदत्र जीवरोरे समर्गलतरं मन्तव्यमिति अत एव च यदुक्तं- यदुत, असौ द्रमकः कृपास्पदं सतां दृष्टो, हास्यस्थानं स मानिनाम्। बालानां क्रीडनावासो, दृष्टान्तः पापकर्मणाम्।।१२८ ।। तदत्रापि जीवे सकलं योजनीयम्, तथाहि-सततमसातसंततिजम्बालग्रस्तोऽयं जीवो दृश्य Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ मानोऽत्यन्तसात्मीभूतप्रशमसुखरसानां भगवतां सत्साधूनां भवत्येव कृपास्थानं, क्लिश्यमानेषु सकलकालं करुणाभावनाभावितचित्तत्वात्तेषां, तथा मानिनामिव वीररसवशेन तपश्चरणकरणोद्यतमतीनां सरागसंयतानां भवत्येवायं जीवो हास्यस्थानं, धर्माख्यपुरुषार्थसाधनविकलस्य कीदृशी खल्वस्य पुरुषतेति तेषामनादरदृष्टेः । तथा बालानां मिथ्यात्वामातमनसां तथाविधलोकानां कथञ्चिदवाप्तविषयसुखलवानां भवत्येवायं पापिष्ठजीवः क्रीडनावासः, दृश्यन्ते हि धनगर्वोद्धरचित्तैस्तथाविधकर्मकरादयो नानाप्रकारं विडम्ब्यमानाः। तथा पापकर्मणां फलप्ररूपणावसरे भवत्ये(वै)वंविधो जीवो दृष्टान्तः, तथाहिभगवन्तः पापकार्याणि दर्शयन्तो भव्यजन्तूनां संवेगजननार्थमीदृशजीवानेव दृष्टान्तयन्तीति। ઉપનયાર્થ : આ પ્રકારે સ્થિત હોતે છત=સર્વજ્ઞના શાસનની પ્રાપ્તિ પૂર્વે પ્રમક એવો ગ્રંથકારનો આત્મા ચારગતિઓમાં અસંતી વખતે અનેક પ્રકારની કદર્થનાઓ અનુભવ દ્વારા પરાવર્તન કરે છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, તે દ્રમકતા વર્ણનમાં પૂર્વમાં કથા કહી તે કથાના દ્રમકતા વર્ણનમાં, જે કહેવાયું, શું કહેવાયું ? તે યદુતથી બતાવે છે – શીત-ઉષ્ણ વેદના, મચ્છરોના સો, સુધા, પિપાસા આદિ ઉપદ્રવોથી બાધા પામતો તે ભિખારી મહાઘોર તરકની વેદનાની ઉપમાવાળો છે. એ પ્રમાણે કહેવાયું તે આ જીવરૂપ ભિખારીમાં સમાન રીતે જાણવું. ૧૨ા તે નગરમાં અત્યંત દરિદ્ર એવો તે ભિખારી ઠંડી, ગરમી આદિ ઉપદ્રવોથી અત્યંત બાધા પામતો હતો તેથી નરકની વેદના જેવી પીડાના અનુભવવાળો છે તેમ કહ્યું તે સંસારી જીવમાં સમાન ઘટે છે; કેમ કે ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે ચાર ગતિઓમાં તે જીવ સતત અનેક બાધાઓથી દુઃખી દુઃખી થાય છે, પછી તુચ્છ બાહ્ય પુણ્ય હોય તો પણ અંતરંગ કષાયોથી સતત પીડાય છે, જેના ફળરૂપે સાક્ષાત્ નરકાદિની વેદનાઓ પણ અનેક વખત અનુભવે છે. અને આથી જ જે કહેવાયું કે આ ભિખારી સંત પુરુષોને કૃપાનું સ્થાન જોવાયો, તેeતે ભિખારી, માની જીવોને હાસ્યનું સ્થાન જોવાયો અને બાળ જીવોને ક્રીડાનો આવાસ છે અને પાપકર્મનું દષ્ટાંત છે. I૧૨૮ તે આ પણ જીવમાં=સર્વજ્ઞની પ્રાપ્તિ પૂર્વેના સંસારી જીવમાં, સકલ પણ યોજન કરવું. તે આ પ્રમાણે – સતત અસાતાની દુ:ખની સંતતિના સમૂહથી ગ્રસ્ત દેખાતો આ જીવ અત્યંત સાત્મીભૂત પ્રશમસુખના રસવાળા ભગવાન સદ્ભાધુઓની કૃપાનું સ્થાન થાય છે, કેમ કે તેઓનું સદ્ભાધુઓનું, ક્લિષ્યમાન જીવોમાં સકળકાળ કરુણાભાવનાથી ભાવિત ચિતપણું છે અને મારીઓના જેવા વીરરસથી તપ, ચરણ, કરણમાં ઉધત મતિવાળા સરાગ સંયમવાળા સાધુઓને આ જીવ હાસ્યનું સ્થાન થાય જ છે. કેમ હાસ્યનું સ્થાન થાય છે ? તેથી હેતુ કહે છે – ધર્મ નામના પુરુષાર્થના સાધનથી વિકલ આની દ્રમકની, પુરુષતા કેવા પ્રકારની છે ? એ પ્રમાણે તેઓને=સરાગ સંયમવાળા મહાત્માઓને, Page #168 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૪૫ અનાદર દૃષ્ટિ છે. મિથ્યાત્વથી વ્યાપ્ત ચિત્તવાળા, તેવા પ્રકારના લોકો, કંઈક વિષયસુખના લેશને પામેલા એવા બાળ જીવોને આ પાપિષ્ઠ જીવ ક્રીડાનો વાસ થાય છે. વિષયમાં અવિચારક હોવાથી બાલ અને પોતાની મળેલી સંપત્તિમાં અવિચારક એવા મિથ્યાત્વથી અધ્યાત ચિત્તવાળા કોઈક રીતે પ્રાપ્ત થયેલા વિષયસુખ લવવાળા તત્ત્વદૃષ્ટિથી બાલ એવા તેવા પ્રકારના લોકોને=જે જીવો ભગવાનના શાસનને પામ્યા નથી તેવા પ્રકારના જીવો મિથ્યાત્વથી અતિશય આકાંતચિત્તવાળા છે. તેથી આત્મહિત માટે બાલ જેવા છે અને કોઈક રીતે ભૂતકાળમાં પુણ્ય કરીને કંઈક ભૌતિક સામગ્રી પ્રાપ્ત કરી છે તેવા બાળ જીવોને આ પાપી જીવ કીડાનો આવાસ થાય છે. દિક કારણથી, ધનના ગર્વથી ઉદ્ધત ચિત્તવાળા જીવો વડે તેવા પ્રકારનાં સામાન્ય કાર્યો કરનારા જીવો નાના પ્રકારે વિડંબના કરતા દેખાય છે અને પાપકર્મોના ફળની પ્રરૂપણાના અવસરમાં આવા પ્રકારનો જીવ મહાત્માઓ વડે દષ્ટાંતરૂપે કહેવાય છે તે આ પ્રમાણે – ભગવાન એવા સુસાધુ પાપકર્મને બતાવતા ભવ્યજીવોને સંવેગ ઉત્પન્ન કરાવવા અર્થે આવા પ્રકારના જીવોને જ દૃષ્ટાંતરૂપે બતાવે છે. ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે ધર્મરૂપી ધન વગરનો એવો જીવ ક્વચિત્ બાહ્ય સમૃદ્ધિવાળો હોવા છતાં ભાવથી દરિદ્ર હોવાને કારણે અત્યંત પ્રશમરસવાળા મહાત્માઓને કૃપાનું સ્થાન બને છે અર્થાત્ તેઓને જોઈને તેઓને તેવા જીવ પ્રત્યે કરુણા જ થાય છે; કેમ કે ધર્મરૂપી ધન વગરનો આ જીવ સંસારમાં સર્વ કદર્થના પામે તેવી સ્થિતિવાળો છે. વળી, જેઓ મોક્ષને અનુકૂળ પરાક્રમ ફોરવનારા સરાગ સંયમવાળા સુસાધુઓ છે તેઓને પોતાનો મનુષ્યભવ સફળ છે, શુદ્ર જીવો જેવો પોતાનો મનુષ્યભવ નથી તે પ્રકારે પ્રશસ્તમાન વર્તે છે, તેથી ધર્મથી પરામુખ આરંભ-સમારંભ કરનારા જીવને જોઈને તે જીવ તેઓને માટે હાસ્યનું સ્થાન બને છે. અર્થાત્ તેઓ વિચારે છે કે ધર્મ માટે લેશ પણ પુરુષાર્થ નથી કરતા તેવા જીવોનું પુરુષપણું ક્યાં છે અર્થાત્ સર્વથા સત્ત્વહીન છે. આ પ્રકારે તેઓના નિષ્ફળ જીવનને જોઈને સુસાધુને જે અનાદર થાય છે તે જ તે લોકોનો ઉપહાસ છે. વળી, સંસારમાં ધનાઢ્ય લોકો સામાન્ય જીવો પ્રત્યે ઉપહાસ કરતા હોય છે તેની ઠેકડી ઉડાડતા હોય છે તેવી રીતે ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે આ ભિખારી જે ભવમાં અત્યંત સામાન્ય ભોગસામગ્રીવાળો છે તેને જોઈને ધનાઢ્ય લોકો તેની વિડંબના કરે છે. વળી, મહાત્માઓ જ્યારે પાપકર્મોનું વર્ણન કરવા બેસે ત્યારે ભગવાનના શાસનને નહીં પામેલા અને અતિપાપકર્મના ઉદયવાળા જીવોના જ દૃષ્ટાંતને બતાવે છે. જેથી પાપકર્મનું સાક્ષાત્ ફળ જોઈને યોગ્ય જીવોને સંવેગ થાય છે. ઉપનય :यत्पुनरवाचि यदुतअन्येऽपि बहवः सन्ति, रोरास्तत्र महापुरे। વત્ત તાદૃશ: પ્રાયો, નાતિ નિર્માવશેઘરારા રૂત્તિા Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ तदेतदात्मीयजीवस्यात्यन्तविपरीतचारितामनुभवताऽभिहितं मया। योऽयं मदीयजीवोऽधरितजात्यन्धभावोऽस्य महामोहोऽपहस्तितनरकतापोऽस्य रागः, उपमागोचरातीतोऽस्य परेषु द्वेषः, अपहसितवैश्वानरोऽस्य क्रोधो, लघूकृतमहाशैलराजोऽस्य मानो, विनिर्जितभुजगवनितागतिरस्य माया, दर्शितस्वयम्भूरमणसागरलघुभावोऽस्य लोभः, स्वप्नपिपासाकारमस्य विषयलाम्पट्यं भगवद्धर्मप्राप्तेः प्रागासीत्, स्वसंवेदनसिद्धमेतत्। अहमेवं तर्कयामि नैवमुल्बणदोषता प्रायोऽन्यजीवानां, यथा चैतत्सोपपत्तिकं भवति तथोत्तरत्र प्रतिबोधावसरे विस्तरेणाभिधास्यामः। ઉપનયાર્થ: જે વળી કથાનકમાં કહેવાયું શું કહેવાયું ? તે યદુતથી બતાવે છે – તે મહાનગરમાં અન્ય પણ ઘણા ભિખારીઓ છે; કેવલ તેવા પ્રકારનો નિર્ભાગ્યશેખર ભિખારી પ્રાય: તે નગરમાં નથી. ૧૨૯ો. એથી=એ પ્રમાણે કહેવાયું એથી, કહે છે તે આ પોતાના જીવના અત્યંત વિપરીતચારિતાને અનુભવતા મારા વડે-ગ્રંથકારશ્રી વડે કહેવાયું. સંસારમાં ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે ઘણા જીવો પરમાર્થથી ભિખારી જેવા જ હોય છે તોપણ ગ્રંથકારશ્રીનો આત્મા તે વખતે અત્યંત ઉન્માદવાળો હતો, તેથી અન્ય ભિખારીઓ કરતાં પણ અત્યંત નિર્ભાગ્યશેખર છે તે બતાવે છે. કઈ રીતે ગ્રંથકારશ્રીનો આત્મા ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે વિપરીત આચરનારો છે ? તે સ્પષ્ટ કરે છે– જે આ મારો જીવ અધરિત જાતિ અંધ ભાવવાળો છે તે આનોકજીવતો મહામોહ છે=મિથ્યાત્વ છે, તરકતા તાપને પણ અવગણના કરે તેવો આનોકજીવતો, રાગ છે, આતોત્રજીવતો, પરમાં ઉપમાગોચરતીત દ્વેષ છે. અગ્નિને પણ તુચ્છ બતાવે તેવો આનોકજીવતો, ક્રોધ છે. મોટા પર્વતને પણ નાનો બતાવે તેવો આનો માન છે. સાપણની વક્રતાને પણ અલ્પ બતાવે તેવી આની માયા છે. સ્વયંભૂરમણ સમુદ્રને નાનો બતાવે તેવો આનો લોભ છે. સ્વપ્નમાં ઉત્પન્ન થયેલી તૃષાના આકારવાળું આનું વિષયલામ્પત્ય છે. ભગવાનના ધર્મની પ્રાપ્તિ પૂર્વે આ સર્વે ગ્રંથકારશ્રીના જીવમાં હતું એ સ્વસંવેદન સિદ્ધ છે. ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે ગ્રંથકારશ્રીને જે મિથ્યાત્વ હતું તે જાલંધ પુરુષ કરતાં પણ અધિક બલવાન હતું તેથી આત્માના હિતનો વિચાર લેશ પણ કરવા પોતે સમર્થ ન હતા, વળી નરકમાં જે બાહ્ય અસહ્ય તાપ છે તેના કરતાં પણ અધિક અંતરંગ તુચ્છ બાહ્યપદાર્થોનો રાગ હતો જેથી માત્ર બાહ્યપદાર્થોમાં જ આકર્ષણ થતું હતું, આત્માના હિતને અભિમુખ લેશ પણ રાગભાવ થતો ન હતો. વળી બીજા જીવો પ્રત્યે કે પ્રતિકૂળ ભાવો પ્રત્યે અત્યંત દ્વેષ હતો કે જેની કોઈ ઉપમા આપી શકાય નહીં. જેમ કેટલાક જીવોને Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કોઈના પ્રત્યે દ્વેષ થાય તો મરતાં સુધી તે નિવર્તન પામતો નથી અને ઘણા ભવો સુધી તે જીવને જોવા માત્રથી તેના પ્રત્યે દ્વેષ થાય છે તેથી ધર્મની પ્રાપ્તિ પૂર્વે ગ્રંથકારશ્રીને પણ તેવો જ ઠેષ હતો, વળી અગ્નિ સાક્ષાત્ વસ્તુને બાળીને ભસ્મ કરે તેના કરતાં પણ અધિક ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે ગ્રંથકારશ્રીને ક્રોધ હતો, આથી તે તે નિમિત્તોને પામીને સાક્ષાત્ આત્માને બાળતો ક્રોધ પણ પોતાને ક્રોધરૂપે જણાતો ન હતો. પરંતુ ઇષ્ટ પ્રાપ્તિનું સાધન જણાતું હતું, વળી મોટા પર્વત કરતાં પણ અધિક માન હતું તેથી જે કોઈ પ્રવૃત્તિ કરે ત્યાં સર્વત્ર માનની જ આકાંક્ષા થયા કરે છે અને લેશ પણ માન ઘવાય તો સહન ન થાય તેવી પ્રકૃતિ હતી. વળી, માયા પણ અતિવક્ર સ્વભાવવાળી હતી જેથી અતિવક્ર એવી સાપણની ગતિ કરતાં પણ માયાની ગતિ અતિવક હતી. વળી, લોભ પણ સ્વયંભૂરમણ સમુદ્રને નાનો દેખાડે તેટલો વિશાળ હતો અને વિષયોનું લાપદ્ય એટલું અતિશય હતું કે ક્યારેય ઇચ્છાનું શમન થતું ન હતું, ફક્ત ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે તે તે ભવમાં તે તે કષાયો પ્રચુર હોવા છતાં તેવા પ્રકારના સંયોગને કારણે કોઈ ભવમાં ક્યારેક વ્યક્ત થતા ન હતા જેમ ભિખારીને માનકષાય ઘણો હોય છે તોપણ ભિખારી અવસ્થાને કારણે મોટા શ્રીમંતની જેમ માન અભિવ્યક્ત થતો નથી તે રીતે તે તે ભવમાં ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે પણ સંયોગને અનુરૂપ કષાયો અભિવ્યક્ત થાય છે. પરંતુ ભગવાનના શાસનની પ્રાપ્તિ નહીં હોવાથી લેશ પણ આત્માની અનાકુળ અવસ્થાને અભિમુખ જીવ થતો નથી. એ પ્રકારે ધર્મની પ્રાપ્તિ પૂર્વે ગ્રંથકારશ્રીના જીવમાં જે કષાયો હતા તે સ્વસંવેદન સિદ્ધ છે. આથી કહે છે હું આ પ્રમાણે તર્ક કરું છું આવી ઉલ્બણદોષતાઃઉત્કટદોષપણું પ્રાયઃ અન્ય જીવોને તથી એ પ્રમાણે ગ્રંથકારશ્રી તર્ક કરે છે અને જે પ્રમાણે આ સંગત થાય છે, તે પ્રમાણે આગળમાં ત્યાં પ્રતિબોધતા અવસરમાં વિસ્તારથી ગ્રંથકારશ્રી કહેશે. પોતાનામાં ઉત્કટ દોષો હતા આથી જ પ્રતિબોધની પ્રાપ્તિમાં વારંવાર સ્કૂલના થતી હતી તે સ્વયં ગ્રંથકારશ્રી વિસ્તારથી આગળ કહેશે. ઉપનય : यत्तूक्तं यथाऽसौ रोरस्तत्रादृष्टमूलपर्यन्ते नगरे प्रतिभवनं भिक्षामटन्नेवं चिन्तयति, यदुत-अमुकस्य देवदत्तस्य बन्धुमित्रस्य जिनदत्तस्य च गृहेऽहं स्निग्धां मृष्टां बह्वीं सुसंस्कृतां भिक्षां लप्स्ये, तां चाहं तूर्णमादाय यथाऽन्ये द्रमका न पश्यन्ति तथैकान्ते यास्यामि, तत्र कियतीमपि भोक्ष्ये, शेषामन्यदिनार्थं स्थापयिष्यामि, ते तु द्रमकाः कदाचित्कुतश्चिनिमित्तान्मां लब्धलाभं ज्ञास्यन्ति, ततश्चागत्य याचमाना मामुपद्रवयिष्यन्ति, ततश्च म्रियमाणेनापि मया न दातव्या सा तेभ्यः, ततस्ते बलामोटिकया ग्रहीष्यन्ति, ततोऽहं तैः सह योद्धं प्रारप्स्ये, ततस्ते मां यष्टिमुष्टिलोष्टादिभिस्ताडयिष्यन्ति, ततोऽहं महामुद्गरमादाय तानेकैकं चूर्णयिष्यामि, क्व यान्ति दृष्टास्ते मया पापाः? इत्येवमलीकविकल्पजालमालाकुलीकृतमानसः केवलं प्रतिक्षणं रौद्रध्यानमापूरयति, न पुनरसौ वराकः प्रतिगृहमटाट्यमानोऽपि किञ्चिद् Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ भोजनजातमासादयति, प्रत्युत हृदयखेदमात्मनोऽनन्तगुणं विधत्ते। अथ कथञ्चिदैववशात्कदन्नलेशमात्रमाप्नोति तदा महाराज्याभिषेकमिवासाद्य हर्षातिरेकाज्जगदप्यात्मनोऽधस्तान्मन्यते तदेतत्सर्वमत्रापि जीवे योजनीयम्। तत्रास्य संसारेऽहर्निशं पर्यटतो य एते शब्दादयो विषया यच्चैतबन्धुवर्गधनकनकादिकं यच्चान्यदपि क्रीडाविकथादिकं संसारकारणं तद्गृद्धिहेतुतया रागादिभावरोगकारणत्वात् कर्मसञ्चयरूपमहाऽजीर्णनिमित्तत्वाच्च कदन्नं विज्ञेयं, ઉપનયાર્થ : વળી જે કહેવાયું જેમ આ ભિખારી તે અદષ્ટમૂલપર્યન્ત નગરમાં દરેક ઘરે ભિક્ષા માટે ભટકતો આ પ્રમાણે ચિંતવન કરે છે. શું ચિંતવન કરે છે ? તે યદુતથી બતાવે છે. અમુક દેવદત્તબંધુ મિત્ર અને જિનદત્તના ઘરમાં હું સ્નિગ્ધ મૃષ્ટ શ્રેષ્ઠ કોટિની, ઘણી, સુસંસ્કૃત ભિક્ષાને પામીશ, તેને હું શીધ્ર ગ્રહણ કરીને જે પ્રમાણે બીજા દ્રમકો ન જુએ તે પ્રમાણે એકાંતમાં જઈશ, ત્યાં કેટલીક પણ ભિક્ષાને હું ભોગવીશ, શેષ બીજા દિવસ માટે સ્થાપન કરીશ, વળી તે ભિખારીઓ=બીજા ભિખારીઓ, ક્યારેક કોઈક લિમિત્તથી મને પ્રાપ્ત થયેલી તેને જાણશે તેથી આવીને યાચના કરતાં મને ઉપદ્રવ કરશે અને મરતા પણ એવા મારા વડે તે ભિક્ષા તેઓને આપવા યોગ્ય નથી, તેથી તેઓ જબરદસ્તીથી ગ્રહણ કરશે ત્યારે હું તેઓની સાથે યુદ્ધ પ્રારંભ કરીશ, તેથી તેઓ મને લાકડી, મૂઠી, ઢેફાં આદિથી તાડન કરશે ત્યારે હું મહામુગરને ગ્રહણ કરીને તે એક-એકનું ચૂર્ણ કરીશ. મારા વડે જોવાયેલા તે પાપી ક્યાં જશે ? આ પ્રમાણેકપૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, ખોટા વિકલ્પના જાળાના સમૂહથી આકુલિત માનસવાળો તે ભિખારી કેવલ પ્રતિક્ષણ રૌદ્રધ્યાન કરે છે. પરંતુ આ ભિખારી પ્રતિગૃહ ભટકતો પણ કંઈ ભોજનના સમૂહને પ્રાપ્ત કરતો નથી. ઊલટું પોતાના હદયના ખેદને અનંતગુણ પ્રાપ્ત કરે છે અને કોઈક રીતે ભાગ્યતા વશથી કદન્ન લેશ માત્ર પ્રાપ્ત કરે છે ત્યારે મોટા રાજ્યના અભિષેકની જેમ પામીનેeતે કદત્તને પામીને, હર્ષના અતિરેકથી જગતને પણ પોતાનાથી તુચ્છ માને છે. તે આ=પૂર્વમાં કથાનકમાં વર્ણન કર્યું તે આ, સર્વ પણ આ જીવમાં=ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વેના ગ્રંથકારશ્રીના જીવમાં, યોજન કરવું, કઈ રીતે યોજન કરવું તે સ્પષ્ટ કરે છે. ત્યાં ભિખારીના કથાનકના યોજનમાં, આને=સતત સંસારમાં ભટકતા એવા ગ્રંથકારશ્રીના જીવને, જે શબ્દાદિ વિષયો અને જે આ બંધુવર્ગ, ધન, સુવર્ણ આદિ અને જે અન્ય પણ ક્રીડા-વિકથાદિ સંસારનું કારણ છે તે ગૃદ્ધિની કારણતા હોવાથી, રાગાદિ ભાવરોગની કારણતા હોવાથી અને કર્મસંચયરૂપ મહાઅજીર્ણનું નિમિત્તપણું હોવાથી કદણ જાણવું. જેમ કદન્ન શરીરના રોગને વધારે છે તેમ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે બાહ્ય પદાર્થોની પ્રાપ્તિ, બાહ્ય પદાર્થોના ભોગોની પ્રવૃત્તિઓ વગેરે જીવમાં વૃદ્ધિની જ વૃદ્ધિ કરે છે. તેથી રાગાદિ ભાવરોગો ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે, અને કર્મસંચયરૂપ મહાઅજીર્ણ પ્રાપ્ત થાય છે. માટે જેમ તે ભિખારી કદને Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ મેળવીને તેના દ્વારા પોતાના રોગોની વૃદ્ધિ કરતો હતો અને તેને અજીર્ણ થવાથી તે કદન્નના ભોગથી જ દુઃખી થતો હતો, તેમ વીતરાગના પારમાર્થિક સ્વરૂપનો લેશ પણ જેને બોધ નથી, તેથી ભગવાનનું શાસન પ્રાપ્ત થયું નથી, તેવા જીવો વિષયોને ભોગવીને, માન-સન્માનાદિ મેળવીને, ક્રીડા-વિકથાદિ કરીને અંતરંગ ભાવરોગની વૃદ્ધિ કરે છે અને કર્મસંચયરૂપ અજીર્ણને પ્રાપ્ત કરે છે. જેથી દુર્ગતિઓની પરંપરાને જ પ્રાપ્ત કરે છે અને ભગવાનના શાસનને પ્રાપ્ત કર્યા પછી વિવેકી જીવો સતત ભગવાનના વચનથી આત્માને વાસિત કરે છે અને અનાદિ સંસ્કારને કારણે જ્યારે ભોગાદિની ઇચ્છા થાય છે ત્યારે પણ આ ભોગાદિની સામગ્રી વૃદ્ધિની વૃદ્ધિ દ્વારા ભાવરોગોની વૃદ્ધિનું કારણ છે. તેવું જાણતા હોવાથી “સત્સં કામ' ઇત્યાદિ શાસ્ત્રવચન દ્વારા આત્માને ભાવિત કરીને વિકારના શમન માટે યત્ન કરે છે અને વિકાર અત્યંત શાંત ન થાય તોપણ તે ભોગની પ્રવૃત્તિ વૃદ્ધિનું કારણ ન બને તે રીતે વિવેકપૂર્વક ભોગવે છે. જેથી તે ભોગથી પણ ભાવરોગની વૃદ્ધિ થતી નથી, કેમ કે ભોગ વગર ભોગની ઇચ્છા શમન ન થાય તો ભોગની પ્રવૃત્તિ દ્વારા તેવા વિકારો શાંત થવાથી આત્માની સ્વસ્થતાને જ તે જીવો પ્રાપ્ત કરે છે. આથી જ ભગવાનના શાસનને પામીને ચક્રવર્તીઓ પણ ભોગોને ભોગવીને સંસારના અંતનું કારણ બને તેવા સંયમને અનુકૂળ ઉત્તમ ચિત્તને પ્રાપ્ત કરે છે અને તેવું ચિત્ત થવાથી સંયમગ્રહણ કરીને તે ભવમાં કે પરિમિતભવમાં મોક્ષને પ્રાપ્ત કરે છે. માટે તેવા જીવો માટે તે વિષયો કદન્ન બનતા નથી. પરંતુ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે તે દ્રમકને પ્રાપ્ત થયેલા સર્વ ભોગો કદસ સ્વરૂપે હતા. ઉપનય : संसारिजीवस्य मनोरथमाला ततश्चायमपि महामोहग्रस्तो जीवश्चिन्तयति यदुत'परिणेष्याम्यहमनल्पयोषितः ताश्च रूपेण पराजेष्यन्ति त्रिभुवनं, सौभाग्येनाभिमुखयिष्यन्ति मकरध्वजं, विलासैः क्षोभयिष्यन्ति मुनिहृदयानि, कलाभिरुपहसिष्यन्ति बृहस्पति, विज्ञानेन रञ्जयिष्यन्ति अतिदुर्विदग्धजनचित्तानीति तासां चाहं भविष्यामि सुतरां हृदयवल्लभः, न सहिष्यन्ते ताः परपुरुषगन्धमपि, न लङ्घयिष्यन्ति मम कदाचिदाज्ञां, करिष्यन्ति मे सततं चित्तानन्दातिरेकं, प्रसादयिष्यन्ति मां दर्शितकृत्रिमकोपविकारं, विधास्यन्ति कामोत्कोचकरणपटूनि चाटुशतानि, प्रकटयिष्यन्तीगिताकारैर्मे हृदयसद्भावं, हरिष्यन्ति नानाविकारबिब्बोकै, मानसं, हनिष्यन्ति मामनवरतं ताः परस्परेjया साभिलाषं कटाक्षविक्षेपैरिति। तथा भविष्यति मे विनीतो दक्षः शुचिः सुवेषोऽवसरज्ञो हृदयग्राही मय्यनुरक्तः समस्तोपचारकुशलः शौर्योदार्यसम्पन्नः सकलकलाकौशलोपेतः प्रतिपत्तिनिपुणोऽपहसितशक्रपरिकरः परिकर इति। तथा भविष्यन्ति मे निजयशःशुभ्रसुधाधवलतया स्वचित्तसत्रिभा अत्युच्चतया च हिमगिरिसङ्काशा Page #173 -------------------------------------------------------------------------- ________________ १५० ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ विचित्रचित्रोज्ज्वलाः वितानमालोपशोभिताः शालभञ्जिकाद्यनेकनयनानन्दकारिरूपरचनाकलिता बहुविधशालाविशाला नानाप्रकारप्रकोष्ठविन्यासा अतिविस्तीर्णानेकाकारास्थानमण्डपपरिकरिताः समन्तान्महाप्राकारपरिक्षिप्ता अपहसितविबुधाधिपावासाः सप्तभूमिकादयो भूयांसः प्रासादाः, तथा करिष्यन्ति मे भवने सततं प्रकाशं मरकतेन्द्रनीलमहानीलकर्केतनपद्मरागवज्रवैडूर्येन्दुकान्तसूर्यकान्तचूडामणिपुष्परागादिरत्नराशयः, तथा विराजिष्यन्ते मम मन्दिरे समन्तात्पीतोद्योतमादर्शयन्तो हाटककूटाः, तथा भविष्यति मम सदनेऽनन्ततया हिरण्यधान्यकुप्यादिकमनास्थास्थानम्, तथा नन्दयिष्यन्ति मे हृदयं मुकुटागदकुण्डलप्रालम्बादयो भूषणविशेषाः, तथा जनयिष्यन्ति मे चित्तरतिं चीनांशुकपट्टांशुकदेवांशुकप्रभृतयो वस्त्रविस्ताराः, तथा वर्द्धयिष्यन्ति मे मानसानन्दं मणिकनकविचित्रभक्तिमण्डितराजतक्रीडापर्वतकलितानि, दीर्घिकागुञालिकायन्त्रवापिकाद्यनेकविधजलाशयमनोहराणि बकुलपुत्रागनागाशोकचम्पकप्रभृतिविविधविटपिजातिविस्ताराणि पञ्चवर्णगन्धबन्धुरकुसुमभरानम्रशाखापर्यन्तानि कुमुदकोकनदादिजलरुहचारूणि भ्रमभृङ्गझङ्कारसारतारोपगीतानि प्रासादसमीपवर्तीनि लीलोपवनानि, प्रमोदयिष्यन्ति मां निर्जितदिनकरस्यन्दसौन्दर्या रथसङ्घाताः, हर्षयिष्यन्ति मामपहस्तितसुराधिपहस्तिमाहात्म्यानां वरकरिणां कोटयः, तोषयिष्यन्ति मामधरितविबुधपतिहरिरया हयकोटिकोटयः, समुल्लासयिष्यन्ति मे मनसि प्रमदातिरेकं पुरतो धावन्तोऽनुरक्ता अपरपराकरणपटवः परस्परमभिन्नचेतोवृत्तयो न चात्यन्तसंहताः सङ्ख्यातीताः पदातिसङ्घाताः, रञ्जयिष्यन्ति मे प्रतिदिनं प्रणतिलालसानि राजवृन्दानि किरीटमणिमरीचिजालैश्चरणारविन्दम्, भविष्याम्यहं भूरिभूमिमण्डलाधिपतिः, तन्त्रयिष्यन्ति मे समस्तकार्याणि प्रज्ञाऽवज्ञातसुरमन्त्रिणोऽमात्यमहत्तमाः, तदिदं सुसंस्कृतभिक्षालाभेच्छातुल्यं विज्ञेयम्। Guनयार्थ : સંસારી જીવની મનોરથમાળા ત્યારપછી મહામોહથી ગ્રસ્ત થયેલો આ પણ જીવ વિચાર કરે છે. શું વિચાર કરે છે? તે ‘યદુતથી બતાવે છે. હું ઘણી સ્ત્રીઓને પરણીશ અને તેઓ રૂપથી ત્રણેય ભુવનને પરાજિત કરશે. સૌભાગ્યથી કામદેવનો પરાભવ કરશે. વિલાસ વડે મુનિઓના હૃદયને ક્ષોભિત કરશે અર્થાત્ અત્યંત વિલાસવાળી હશે. કલાઓ વડે બૃહસ્પતિને પાછો કરશે. વિજ્ઞાન વડે અતિબુદ્ધિમાનોના ચિત્તને રંજિત કરશે અને તેઓનો તે સ્ત્રીઓનો, હું અત્યંત હૃદયનો વલ્લભ થઈશ અને તેઓ પરપુરુષની ગંધ પણ સહન નહીં કરે, મારી આજ્ઞાને ક્યારેય પણ ઉલ્લંઘન નહીં કરે. મારા ચિત્તના આનંદના અતિરેકને સતત કરશે, બતાવેલો છે કૃત્રિમ કોપના વિકારવાળા મારા ઉપર તેઓ પ્રસાદ કરશે. અર્થાત્ કૃત્રિમ કોપવિકારને બતાવવા દ્વારા મારા ઉપર પ્રીતિને જ અભિવ્યક્ત કરશે, કામના ઉકતે કરવામાં પટુ એવાં પ્રિય વાક્યોને કરશે, ઇંગિત આકારો વડે મારા હદયતા સદ્ભાવને પ્રગટ કરશે, જુદા જુદા પ્રકારના Page #174 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૫૧ વિકારતા ચાળાઓ વડે મારા મનનું હરણ કરશે, પરસ્પર ઇર્ષ્યાથી=મારી સ્ત્રીઓ પરસ્પર ઇર્ષ્યાથી, અભિલાષપૂર્વક કટાક્ષના વિક્ષેપો વડે તેઓ મને સતત હણશે=મને સતત આનંદિત કરશે, અને મારો વિનીત, દક્ષ, શુચિસુંદરવેષવાળો, અવસરને જાણનારો, હૃદયને ગ્રહણ કરનાર=મારા ભાવોને ગ્રહણ કરનાર, મારામાં અનુરક્ત, સમસ્ત ઉપચારમાં કુશળ, શૌર્ય-ઔદાર્યથી સંપન્ન, સર્વ કલા કૌશલથી યુક્ત, આગતા-સ્વાગતા કરવામાં નિપુણ, શક્રના પરિવાર કરતાં પણ ચડિયાતો પરિવાર થશે. અને મારા ઘણા પ્રાસાદો થશે. કેવા થશે ? તેનું સ્વરૂપ બતાવે છે – પોતાના યશ જેવા ઉજ્વળ અને અમૃત જેવા શ્રેષ્ઠ હોવાને કારણે પોતાના ચિત્ત જેવા પ્રાસાદો થશે અને અતિ ઉચ્ચપણું હોવાને કારણે હિમગિરિ જેવા પ્રાસાદો થશે. વળી, વિચિત્ર જુદા જુદા પ્રકારના ઉજ્જ્વળ વિસ્તૃતમાળાઓથી શોભિત તે પ્રાસાદો થશે. વળી, સાલભંજિકાદિ અનેક ચક્ષુને આનંદ કરનારી રચનાથી કલિત બહુ પ્રકારની શાળાઓવાળા=વિભાગોવાળા, વિશાળ પ્રાસાદો થશે, જુદા જુદા પ્રકારના પ્રકોષ્ઠના વિન્યાસવાળા=જુદા જુદા પ્રકારના દરવાજાના ચોકઠાના એક ભાગના સ્થાપતવાળા, અતિ વિસ્તીર્ણ અનેક આકારવાળાં સ્થાનો અને મંડપથી પરિકરિત એવા પ્રાસાદો થશે. વળી, તે પ્રાસાદો ચારે બાજુથી મોટા કિલ્લાઓથી ઘેરાયેલા હશે. વળી, દેવતાઓના આવાસને પણ ઝાંખા કરે તેવા સાત ભૂમિકાવાળા ઘણા મારા પ્રાસાદો હશે. વળી, મારા ભવનને સતત પ્રકાશિત કરશે. કોણ કરશે ? તેથી કહે છે મરકત, ઇન્દ્રનીલ, મહાનીલ, કર્કેતન, પદ્મરાગ, વજ્ર વૈડૂર્ય, ચંદ્રકાંતમણિ, સૂર્યકાંતમણિ, ચૂડામણિ, પુષ્પરાગાદિ રત્નની રાશિઓ મારા ભવનને પ્રકાશિત કરશે એમ અન્વય છે. વળી, મારા મંદિરમાં ચારેબાજુ પીત ઉદ્યોતને બતાવતા સુવર્ણના કુટો શોભતા હશે અને મારા ગૃહમાં અનંતપણાથી હિરણ્ય, ધાન્ય, કુપ્પાદિ કલ્પનાતીત થશે અને મુગટ, બાજુબંધ, કુંડલ, માળાઓ વગેરે ભૂષણવિશેષો મારા હૃદયને આનંદિત કરશે અને ચીનાંશુક, પટાંશુક, અને દેવાંશુક વગેરે વસ્ત્રના વિસ્તારો મારા ચિત્તની રતિને ઉત્પન્ન કરશે. મણિ, સુવર્ણતા ચિત્ર વિભાગથી મંડિત શોભતા ક્રીડાપર્વતથી કલિત એવાં લીલાઉપવનો મારા માનસના આનંદને વધારશે. તે લીલા કરવાનાં ઉપવનો કેવાં છે ? તે સ્પષ્ટ કરે છે દીર્થિકા=નાની વાવો ગુંજાલિકા, યંત્રવાપિકા આદિ અનેક પ્રકારનાં જલાશયથી મનોહર હશે. વળી, બહુલ, પુન્નગ, નાગ, અશોક, ચંપક વગેરે વિવિધ પ્રકારનાં વૃક્ષોના સમૂહથી વિસ્તારવાળાં હશે. વળી, તે વૃક્ષો પાંચવર્ણવાળાં, સુંદર ગંધવાળાં, મનોહર કુસુમથી ભરાયેલાં, નમ્રશાખાવાળાં હશે, વળી કુમુદ, કોકનદઆદિ કમળોથી તે લીલાઉપવનો શોભતાં હશે, વળી, ભ્રમરાઓના ઝંકારની સુંદર સંગતિથી રમ્ય ધ્વનિવાળાં હશે. વળી, લીલાઉપવનો પોતાના પ્રાસાદના સમીપવર્તી હશે. વળી, જીતી લીધુ છે સૂર્યના રથના સૌંદર્યને એવા રથના સમૂહો મને પ્રમોદ કરશે, ઇન્દ્રના હાથીઓના માહાત્મ્યને પણ ક્ષીણ કર્યો છે તેવા ક્રોડ શ્રેષ્ઠ હાથીઓ મારા ચિત્તને હર્ષિત કરશે. વળી ઇન્દ્રોના ઘોડાઓ કરતાં પણ અધિક સમર્થ એવા ક્રોડો ઘોડાઓ મારા ચિત્તને તોષ આપશે. વળી, સંખ્યાતીત પાયદળો મારા મનમાં પ્રમોદના અતિરેકને ઉલ્લસિત કરશે. તેઓ કેવાં છે ? તે બતાવતાં કહે છે મારી આગળ દોડતા, મારામાં અનુરક્ત, શત્રુઓનો પરાભવ કરવામાં પટુ અને તે પાયદળો પરસ્પર એકચિત્તવાળાં – - Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ હોવા છતાં અત્યંત સંહત પણ નથી. અર્થાત્ જો પરસ્પર બધાં એકચિત્તવાળાં થાય તો મને પણ ઉખેડીને રાજ્ય લેવાવાળાં થાય, તેથી તેઓ પરસ્પર સંહત નથી. વળી, યુદ્ધકાળમાં બધાં સ્વામીને વફાદાર થઈને લડે તેવા અભિન્ન ચિત્તવાળાં પણ થાય. વળી, નમસ્કારની લાલસાવાળા રાજાનાં વંદો અને મુગટના મણિમાં વર્તતાં કિરણોનાં જાળાં વડે મારા ચરણકમલને પ્રતિદિન રંજિત કરશે. હું ઘણા ભૂમિમંડલનો અધિપતિ થઈશ, પ્રજ્ઞાથી અવજ્ઞા કરી છે દેવતાઓના મંત્રીઓની જેણે એવા અમાત્ય મહત્તમો મારાં સમસ્ત કાર્યોની તંત્રણા કરશે. તે આ=અત્યાર સુધી વર્ણન કર્યું તે આ સુસંસ્કૃત, ભિક્ષાના લાભની ઈચ્છાતુલ્ય જાણવું. સુસંસ્કૃત ભિક્ષાને પ્રાપ્ત કરવાની ઇચ્છા થયેલી તેના જેવી સર્વજ્ઞ શાસનની પ્રાપ્તિ પૂર્વે રાજ કુળમાં જન્માદિના કારણે ગ્રંથકારશ્રીના જીવને ઇચ્છાઓ થતી હતી. જેમાં તે ભિખારીને સારાં ઘરોમાં “સુંદર ભિક્ષા લેવાની ઇચ્છા” હતી તેના જેવી જ સંસારી જીવને સુંદર બાહ્યભોગોની ઇચ્છા ધર્મપ્રાપ્તિ પૂર્વે થાય છે. વસ્તુતઃ વિવેકસંપન્ન જીવને ધર્મપ્રધાન ચિત્ત જ સ્વસ્થતાનું કારણ જણાય છે, ભોગની ઇચ્છા વિકારરૂપ જણાય છે એવા મહાત્માઓ ઉત્તમ પણ ભોગો ભોગની ઇચ્છાને શમન માટે કરતા હોય તોપણ હંમેશાં આત્માની સ્વસ્થતાના સુખના અર્થી હોય છે. તે જીવો ચિત્તની સમાધિરૂપ સ્વસ્થતામાં પ્રબળ કારણરૂપ ધર્મની જ વિશેષ વિશેષ પ્રાપ્તિની ઇચ્છા કરે છે. પરંતુ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વેના જીવોને ભોગજન્ય સુખ સિવાય અંતરંગ સ્વસ્થતાના સુખને જાણી શકતા નથી તેથી પૂર્વમાં વર્ણન કરાયેલી તેવી ઇચ્છાઓથી આકુળ થઈને સદા તે ભિખારીની જેમ દુઃખી જ રહે છે. ઉપનય : पुनश्च चिन्तयति-ततोऽहमतिसमृद्धतया निश्चिन्ततया च परिपूर्णसमग्रसामग्रीकः करिष्यामि विधिना कुटीप्रावेशिकं रसायनं, ततस्तदुपयोगात् संपत्स्यते मे वलीपलितखालित्यव्यङ्गादिविकलं जरामरणविकाररहितं देवकुमाराधिकतरद्युतिवितानं निःशेषविषयोपभोगभाजनं महाप्राणं शरीरम्। तदिदं लब्धभिक्षस्यैकान्तगमनमनोरथसममवगन्तव्यम्। ___ भूयश्च मन्यते-ततोऽहमतिप्रमुदितचेता गम्भीररतिसागरावगाढस्तेन ललनाकलापेन सार्द्ध ललमानः खल्वेवं करिष्ये यदुत-क्वचिदनवरतप्रवृत्तमदनरसपरवशोऽनारतसुरतविनोदेन स्पर्शनेन्द्रियं प्रीणयिष्ये। क्वचिद्रसनेन्द्रियोत्सवद्वारेण स्वस्थीकृताशेषहषीकवर्गान्मनोज्ञरसानास्वादयिष्ये। क्वचिदतिसुरभिकर्पूरानुविद्धमलयजकश्मीरजकुरङ्गमदादिविलेपनद्वारेण च पञ्चसुगन्धिकताम्बूलास्वादनव्याजेन चाहं घ्राणेन्द्रियं तर्पयिष्ये। क्वचिदनारतताडितमुरुजध्वनिसनाथममरसुन्दरीविभ्रमललनालोकसम्पादितमनेकाकारकरणाङ्गहारमनोहरं प्रेक्षणकमीक्षमाणश्चक्षुरिन्द्रियानन्दं विधास्ये। क्वचित्कलकण्ठतत्प्रयोगविशारदजनप्रयुक्तं वेणुवीणामृदङ्गकाकलीगीतादिस्वनमाकर्णयन् श्रोत्रेन्द्रियमालादयिष्ये। क्वचित्पुनरखिलकलाकलापकौशलोपेतैः समानवयोभिः समर्पितहदयसर्वस्वैः शौर्योदार्यवीर्यवरपहसितमकरध्वज Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ सौन्दर्यैर्मित्रवर्गः सार्द्ध नानाविधक्रीडाविलासै रममाणः समग्रेन्द्रियग्राममालादातिरेकमास्कन्दयिष्यामीति। तदिदमेकान्ते भिक्षाभक्षणाकाङ्क्षासदृशमवसेयम्। ઉપનયાર્થ : વળી, ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે તે સંસારી જીવ ચિંતવન કરે છે કે ત્યારપછી=અત્યાર સુધી જે મનોરથો કર્યા તે મનોરથોને અનુરૂપ હું વૈભવ સંપન્ન થઈ જઈશ ત્યારપછી, અતિસમૃદ્ધ હોવાને કારણે અને નિશ્ચિતપણું હોવાને કારણે પરિપૂર્ણ સમગ્ર સામગ્રીવાળો હું વિધિપૂર્વક કુટિમાવેશિક રસાયન કરીશ, અર્થાત્ જીવનમાં કોઈ સામગ્રીની ન્યૂનતા ન હોવાથી સંપન્ન થયેલો હું વિધિપૂર્વક કુટીપ્રાવેશિક રસાયન કરીશ. ત્યારપછી તેના ઉપભોગથી વલી પલિત ખાલિત્યથી બંગાદિવિકલ= શરીરની કરચલીઓ, માથાના વાળ ધોળા થવા રૂપ પલિત અને ખાલી ચઢવી આદિ શરીરની ખામીઓથી વિકલ, જરા-મરણ વિકારથી રહિત દેવકુમારથી અધિકતર પ્રકાશને કરનારું, નિઃશેષ વિષય ઉપભોગનું ભાજત એવું મહાપ્રાણ શરીર મને પ્રાપ્ત થશે, તે આ=સંસારી જીવ, વિચારે છે તે આ, પ્રાપ્ત થયેલી ભિક્ષાવાળા દ્રમકતો એકાંતગમતનો મનોરથ જાણવો. જેમ તે ભિખારી વિચારતો હતો કે શ્રેષ્ઠ ઘરમાંથી સુંદર ભોજન પ્રાપ્ત કરીને હું એકાંતમાં જઈને તેનો ઉપભોગ કરીશ, કોઈને મારી ભિક્ષા આપીશ નહીં. તેમ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે ભોગવિલાસ માત્રમાં સારબુદ્ધિવાળા જીવોને મનોરથો થાય છે કે આ ઉત્તમ વૈભવને પામ્યા પછી હું મારું શરીર તેવું સુંદર બનાવું કે જેથી કોઈ વિકારો દેહમાં થાય નહીં અને હું બધા વિષયો ભોગવીને અત્યંત આનંદ માણું. વસ્તુતઃ તેવા ઉત્તમભોગને પામેલા પણ ભગવાનના શાસનવર્તી જીવો હંમેશાં આત્માના નિરાકુલ અવસ્થાના અર્થી હોય છે. તેથી ભૂતકાળના પુણ્યથી વિપુલ પ્રમાણમાં ભોગસામગ્રી મળેલી હોય તોપણ હંમેશાં આત્માને તત્ત્વથી ભાવિત કરીને ઇચ્છાઓના ઉચ્છેદ માટે જ યત્ન કરે છે. અને સંયમ ગ્રહણ કરીને અધિક સુખી થવાના મનોરથો કરે છે. પરંતુ બાહ્ય મનોરથો કરીને આત્માને કાલુષ્યવાળો કરતા નથી. જ્યારે ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે સંસારીજીવો આવા જ દેહ આદિના અસાર ભાવોને પ્રાપ્ત કરવાના મનોરથો કરે છે. વળી, ફરી માને છે=ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે તે જીવો મનોરથ કરે છે. શું મનોરથો કરે છે ? તે બતાવે છે – ત્યારપછી કુટીપ્રાવેશિક રસાયણ ઉપભોગ કરીને સુંદર દેહ કર્યા પછી, હું અતિ પ્રમુદિત ચિત્તવાળો ઊંડા રતિસાગરમાં અવગાઢ થયેલો તે સ્ત્રીઓના સમૂહ સાથે રમતો આ પ્રમાણે કરીશ. શું કરીશ ? તે “યહુતીથી બતાવે છે – ક્યારેક સતત પ્રવર્તતા કામરસને પરવશ એવો હું સુંદર સ્ત્રીઓની સાથે વિનોદથી સ્પર્શેન્દ્રિયને પ્રીતિને અનુભવીશ. (આ પ્રકારે વિચારીને કામવૃત્તિના મનોરથો દ્વારા જ આનંદ લેવા વિકલ્પો કરે છે અને ઈચ્છા શાંત નહીં થયેલી હોવાથી ઈચ્છાની આકુળતાની વ્યથાને જ સર્વજ્ઞના શાસનની પ્રાપ્તિ પૂર્વે આ જીવ કરે છે.) વળી, ક્યારેક રસેન્દ્રિયના ઉત્સવ દ્વારા સ્વસ્થ કરાયેલ બધી ઈન્દ્રિયોવાળા એવા મનોજ્ઞ રસોના આસ્વાદને હું કરીશ અર્થાત્ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે માત્ર બાહ્ય ભોગોમાં જ તત્વને જોનારા જીવો સુંદર ભોજન Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ આદિના નિમિત્તને લઈને બધી ઇન્દ્રિયોના આનંદ લેવાના મનોરથો કરે છે. ક્યારેક અતિસુંદર કપૂરથી અનુવિદ્ધ ચંદન, કેસર, કસ્તુરી આદિના વિલેપત દ્વારા અને પાંચ પ્રકારના સુગંધી તાંબૂલના આસ્વાદતના નિમિતથી હું ધ્રાણેન્દ્રિયને તૃપ્ત કરીશ, ક્યારેક સતત વગાડાયેલા તબલાવા ધ્વનિથી યુક્ત દેવોની દેવાંગનાઓ સદશ સુંદર સ્ત્રીઓના અવલોકનથી સમ્પાદિત અનેક પ્રકારના આકારવાળાં મનોહર નાટકોને જોતો ચહ્યુઇન્દ્રિયના આનંદને પ્રાપ્ત કરીશ, ક્વચિત્ સુંદર કંઠવાળા તેના પ્રયોગમાં વિશારદ લોકોથી=પંડિત લોકોથી, પ્રયુક્ત, વેણુ, વીણા, ઢોલ, કાકલીગીત આદિના=મનોહરગીત આદિના, ધ્વતિને સાંભળતો એવો હું શ્રોત્રેક્રિયતા આલાદને કરીશ. ક્યારેક વળી, બધી કલાઓના સમૂહમાં કુશલપણાથી યુક્ત સમાન વયવાળા સમર્પિત હદયસર્વસ્વ શૌર્ય, ઔદાર્ય, વીર્યના અતિશયથી હસી કાઢ્યો છે કામદેવના સૌંદર્યને એવા મિત્રવર્ગની સાથે અનેક પ્રકારના ક્રીડાના વિલાસોથી રમતો આલ્લાદના અતિરેકવાળી એવી બધી ઈન્દ્રિયોના સમૂહને હું પ્રાપ્ત કરીશ. તે આ=અત્યાર સુધી વર્ણન કર્યું તે આ, એકાંતમાં ભિક્ષાભક્ષણ આકાંક્ષા સદશ=કથામાં કહેવાયેલા ભિખારીએ એકાંતમાં ભિક્ષા ખાવાની ઈચ્છા કરેલી તેવી ભિક્ષાના ભક્ષણની ઈચ્છા સદશ, જાણવું. સર્વજ્ઞના શાસનની પ્રાપ્તિના પૂર્વેના સંસારી જીવના મનોરથો છે. આથી જે જીવોને ભગવાનના શાસનની પ્રાપ્તિ થઈ છે તેઓને પુણ્યના સહકારથી ભોગસામગ્રી મળેલી હોય અને વિપુલ ભોગસામગ્રી હોવાને કારણે વિપુલ પ્રમાણમાં ભોગાદિ કરતા હોય તોપણ ભગવાનના શાસનની પ્રાપ્તિના કારણે પૂર્વભવમાં બાંધેલા પુણ્યના બળથી તે ભોગસામગ્રીકાળમાં પણ વિવેકદૃષ્ટિ પ્રગટ થાય છે. તેથી આત્માની સંક્લેશ વગરની અવસ્થા શ્રેયકારી છે. તેમ ભાવન કરીને ભોગાદિમાં પણ સંશ્લેષ અલ્પ, અલ્પતર કરવા યત્ન કરે છે. જેથી તેઓના ભોગો પણ વિવેકથી યુક્ત હોવાને કારણે અનર્થના કારણ બનતા નથી અને ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે અવિવેક જ પ્રચુર હોવાથી માત્ર બાહ્ય સામગ્રીમાં જ સુખબુદ્ધિ વર્તે છે. તેથી તેને અધિક અધિક પ્રાપ્ત કરવાના મનોરથો કરે છે. તેથી ભિખારીની જેમ કદન્ન ખાવાના તે મનોરથો છે. ઉપનય : चिन्तयति च-ततो ममैवं निरतिशयसुखानुभवद्वारेण तिष्ठतो भूयांसं कालं समुत्पत्स्यन्ते सुरकुमाराकारधारकाणि रिपुसुन्दरीहदयदाहदायकानि च समाह्लादितसमस्तबन्धुवर्गप्रणयिजननानाप्रकृतीनि मत्प्रतिबिम्बकसंकाशानि सुतशतानि, ततोऽहं सम्पूर्णाशेषमनोरथविस्तारः प्रत्यस्तमितप्रत्यूहसमूहोऽनन्तकालं यथेष्टचेष्टया विचरिष्यामि। सोऽयं भूरिदिनार्थं स्थापनमनोरथ इव वर्त्तते। यत् पुनरालोचयति यदुत-अथ कदाचित्तं तथाभूतं मामकीनं संपत्प्रकर्ष शेषनृपतयः श्रोष्यन्ति, ततस्ते मत्सराध्मातचेतसः सर्वेऽपि संभूय मद्विषयेषूपप्लवं विधास्यन्ति, ततोऽहं तेषामुपरि चतुरङ्गसेनयाऽविक्षेपेण यास्यामि, ततस्ते स्वबलावलेपवशेन मया सह सङ्ग्रामं करिष्यन्ति, ततो भविष्यति Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૫૫ प्रभूतकालिको महारणविमईः, ततस्ते परस्परं संहततया भूरिसाधनतया च मनाग मामाक्रमिष्यन्ति, ततोऽहमभिवर्द्धितक्रोधाबन्धतया प्रादुर्भूतप्रबलरणोत्साहस्तानेकैकं सबलं चूर्णयिष्ये, नास्ति समस्तानामपि पातालेऽपि प्रविष्टानां मया बद्धानां मोक्ष इति, तदिदं रोररणकाण्डविड्वरसमानमवबोद्धव्यम्। ઉપનયાર્થ અને ચિંતવન કરે છે સંસારી જીવ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે વિચારે છે. ત્યારપછી બધી ઈન્દ્રિયોના આલાદને કર્યા પછી, મને આ રીતે પૂર્વેમાં મનોરથો કર્યા એ રીતે, નિરતિશય સુખના અનુભવ દ્વારા રહેતાં ઘણો કાલ પસાર થશે, સુરકુમાર આકારને ધારણ કરનારા, શત્રુઓની સ્ત્રીઓના હદયને પીડા કરનારા, અત્યંત આલાદિક કર્યા છે સમસ્ત બંધુવર્ગને, પ્રીતિવાળા લોકોને અને અનેક પ્રકારની પ્રજાને જેમણે એવા મારા પ્રતિબિંબ જેવા સેંકડો પુત્ર થશે. તેથી સંપૂર્ણ અશેષ મનોરથના વિસ્તારવાળો, દૂર કર્યો છે સર્વ આપત્તિઓનો સમૂહ જેણે એવો હું અનંતકાળ દીર્ઘકાળ, યથેષ્ટચેષ્ટાથી વિચરીશ. તે આ ઘણા દિવસો માટે સ્થાપના મનોરથ જેવો જાણવો=તે નગરમાં ફરતા ભિખારીએ મનોરથો કરેલા કે હું પ્રચુર ભિક્ષા મેળવ્યા પછી ઈચ્છા પ્રમાણે ખાઈશ અને વધારાની ભિક્ષા ઘણા દિવસો માટે સ્થાપન કરીને રાખીશ તેમ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે ભોગને સર્વસ્વ જોનારા જીવો વિશિષ્ટ-વિશિષ્ટતા એશ્વર્યના લાભના મનોરથો જ કરે છે. અને તેના ભોગના જ મનોરથો કરે છે. જે વળી તે સંસારી જીવ આલોચન કરે છે. તે “યહુતીથી બતાવે છે – હવે કદાચિત્ તેવા પ્રકારના મારા સંપત્તિના પ્રકર્ષને શેષ રાજાઓ જાણશે, તેથી મત્સરથી આબાત ચિતવાળા થયેલા એવા તેઓ સર્વ પણ મળીને મારાં નગરોમાં ઉપદ્રવ કરશે. તેથી હું તેઓ ઉપર એકઠા થઈને આવેલા તે રાજા ઉપર, ચતુરંગસેનાથી વિક્ષેપ વગર આક્રમણ કરીશ, તેથી હું આક્રમણ કરીશ તેથી, તેઓ પોતાના સેનાના બળતા વશથી મારી સાથે સંગ્રામને કરશે. તેથી ઘણો કાળ મહાયુદ્ધનો વિમર્દ થશે. ત્યારપછી તે પરસ્પર એકઠા થયેલા હોવાથી અને ઘણું સાધનપણું હોવાને કારણે થોડાક મતે આક્રમણ કરશે. તેથી અભિવર્ધિત થયેલા કોપનું અબંધનપણું હોવાને કારણે પ્રાદુર્ભાવ થયેલો છે પ્રબળ યુદ્ધનો ઉત્સાહ જેને એવો હું એક-એક એવા તેઓને સેવાસહિત ચૂર્ણ કરીશ, પાતાલમાં પણ પ્રવિષ્ટ એવા મારાથી બંધાયેલા સમસ્ત તે રાજાઓનો મોક્ષ નથી. તે આ ભિખારીના અકાંડ વિદ્વર સમાન=સ્વકલ્પનાથી કરાયેલા યુદ્ધ સમાન, જાણવું. જેમ તે ભિખારી સુંદર ભિક્ષા મળશે તો હું એકાંતમાં તેને ખાઈશ અને બીજા ભિખારીઓ મારી પાસેથી તે લેવા આવશે ત્યારે હું તેઓને મુદ્ગરથી ચૂરી નાખીશ તેવા વિકલ્પો કરે છે તેમ મોટા રાજવી આદિ અવસ્થામાં પામેલ અને ભગવાનના શાસનને નહીં પામેલ સંસારી જીવ આત્માના હિતનું ભાવન કરવાનું છોડીને પુદ્ગલની સમૃદ્ધિને વધારવાના જ પ્રસંગ વગર વિકલ્પો કરે છે તે ભિખારીના નિરર્થક વિચાર તુલ્ય જ છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬. ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ઉપનય : भूयश्च भावयति-ततोऽहमवजितसमस्तपृथिवीभाविराजवृन्दत्वाल्लप्स्ये चक्रवर्तिराज्यमहाभिषेकम्, ततो नास्ति वस्तु तत्रिभुवने यन्मे न सम्पत्स्यत इति। एवमेष जीवो राजपुत्राद्यवस्थायां वर्तमानो बहुशो निष्प्रयोजनविकल्पपरम्परयाऽऽत्मानमाकुलयति, ततश्च रौद्रध्यानमापूरयति, ततो बध्नाति निबिडं कर्म, ततः पतति महानरकेषु, न चेह तथाऽपि खिद्यमानोऽपि पूर्वोपार्जितपुण्यविकलः स्वहृदयतापं विमुच्यापरं कञ्चनार्थमासादयति। तदनेनैतल्लक्षणीयं-यदा खल्वेष जीवो नरपतिसुताद्यवस्थायामतिविशालचित्ततया किलापकर्णिततुच्छवस्तुगोचरमनोरथो बृहदर्थप्रार्थकतया स्वबुद्ध्यैव महाभिप्रायस्तदापि विदितप्रशमामृतास्वादनसुखरसानां विज्ञातविषयविषविपाकदारुणभावानां सिद्धिवधूसम्बन्धबद्धाध्यवसायानां भगवतां सत्साधूनां क्षुद्रद्रमकप्रायः प्रतिभासते, किं पुनः शेषास्ववस्थास्विति?। ઉપનયાર્થ વળી, ફરીથી તે ભાવન કરે છે – ત્યારપછી હું સમસ્ત પૃથ્વી ઉપર રહેલા રાજાના સમૂહને જીતેલો હોવાથી ચક્રવર્તી રાજ્યના મહાઅભિષેકને પ્રાપ્ત કરીશ. તેથી ત્રણ ભુવનમાં તે વસ્તુ નથી જે મને પ્રાપ્ત થઈ ન હોય આ રીતે=અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, આ જીવ=ભગવાનના શાસનને નહીં પામેલો જીવ, રાજપુત્રાદિ અવસ્થામાં વર્તતો ઘણી વખત નિપ્રયોજન વિકલ્પોની પરંપરાથી આત્માને આકુળ કરે છે અને તેનાથી વિકલ્પોની આકુળતાથી, રૌદ્રધ્યાનને પૂરે છે. તેનાથી-રૌદ્રધ્યાન પ્રગટ થવાથી, નિબિડ કર્મ બાંધે છે. તેનાથી=બંધાયેલાં એવાં તે કર્મોથી, મહાતરકોમાં પડે છે અને અહીં મનુષ્યભવમાં, તે પ્રકારે ખેદ કરતો પણ મોટા રાજવી થવાના મનોરથોને કરીને ક્લેશ કરતો પણ, પૂર્વઉપાર્જિત પુણ્યથી રહિત=કરાયેલા મનોરથો અનુસાર તે સર્વને પ્રાપ્ત કરી શકે તેવા પૂર્વોપાર્જિત પુણ્યથી રહિત, પોતાના હદયતાપને છોડીને તે પ્રકારની કલ્પના દ્વારા રૌદ્રધ્યાનજડિત હદયતાપને છોડીને, બીજા કોઈ અર્થને પ્રાપ્ત કરતો નથી. તે કારણથી પૂર્વમાં કહ્યું આ જીવ હદયતાપને છોડીને બીજું કાંઈ પ્રાપ્ત કરતો નથી તે કારણથી, આના દ્વારા આઆગળમાં કહેવાય છે એ, જાણવું જ્યારે ખરેખર આ જીવ રાજપુત્રાદિ અવસ્થામાં અતિવિશાલ ચિત્તપણું હોવાને કારણે ખરેખર છોડી દીધા છે તુચ્છ વસ્તુગોચર મનોરથો જેણે એવો મોટા અર્થતા પ્રાર્થકપણારૂપ સ્વબુદ્ધિથી જ મહાઅભિપ્રાયવાળો એવો જીવ ત્યારે પણ જાણેલા પ્રશમ અમૃતતા આસ્વાદન સુખના રસવાળા, વિષયના દારુણવિપાક રૂપ વિષભાવને જાણનારા, મોક્ષ સાથે સંબંધ થયેલા બદ્ધ અધ્યવસાયવાળા, ભગવાન, સત્ સાધુઓને ક્ષકદ્રમક જેવો મોટા અભિપ્રાયવાળો રાજપુત્ર પણ મુદ્ર ક્રમક જેવો, પ્રતિભાસે છે. તો વળી, શેષ અવસ્થાવાળા જીવો વિશે શું કહેવું? જે મહાત્માઓને શાસ્ત્રવચનના ભાવોથી પ્રશમસુખ દેખાય છે. વિષયો દારુણવિપાકવાળા વિષ જેવા જણાય છે. મોક્ષ સાથે જેઓનું ચિત્ત સદાય બદ્ધ અધ્યવસાયવાળું છે. તેથી સતત મોક્ષના એક ઉપાયરૂપ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પ્રશમરસમાં યત્ન કરનારા છે તેવા મહાત્માઓને રાજપુત્ર પણ મોટા મોટા રાજ્યની પ્રાપ્તિના જે વિકલ્પો કરે છે તે રાજપુત્ર પણ ભિખારી જેવો જ જણાય છે; કેમ કે તે ભિખારી પણ ભિક્ષાને પ્રાપ્ત કરવા જે વિકલ્પો કરે છે તેમ રાજપુત્ર પણ વિષયોને મેળવવા વિકલ્પો કરે છે. ફક્ત ભગવાનના શાસનની પ્રાપ્તિ ન થયેલી હોવાથી સંસારી જીવોને બાહ્યસમૃદ્ધિથી મોટા જણાતા રાજપુત્રાદિ પુણ્યશાળી જણાય છે. પરમાર્થથી તો ક્લેશનાશમાં યત્ન કરનારા જ યોગ્ય જીવો પુણ્યશાળી છે; કેમ કે ક્લેશના શમનથી સુખનો અનુભવ કરે છે. अर्थकामसक्तानां चेष्टाः संकल्पमालाश्च तथाहि-द्विजातिवणिजकाभीरान्त्यजादिभावेषु वर्त्तमानोऽयं जीवोऽदृष्टतत्त्वमार्गो वराकस्तुच्छाऽभिप्रायतया क्वचिद् द्वित्राणामपि क्षुद्रग्रामाणां लाभं चक्रवर्त्तित्वं मन्यते, क्वचित् क्षेत्रखण्डमात्रप्रभुत्वमपि महामण्डलिकत्वमाकलयति क्वचिज्जारकुलटामप्यमरसुन्दरीं कल्पयति, क्वचिद्देशविरूपमप्यात्मानं मकरध्वजरूपं चिन्तयति, क्वचिन्मातङ्गपाटकाकारमप्यात्मपरिजनं शक्रपरिवारमिव पश्यति, क्वचिद् द्रविणस्य त्रिचतुराणां सहस्राणां शतानां विंशतीनां रूपकाणामपि लाभं कोटीश्वरत्वमवगच्छति, क्वचित्पञ्चषाणामपि धान्यद्रोणानामुत्पत्तिं धनदविभवतुल्यां लक्षयति, क्वचित्स्वकुटुम्बभरणमपि महाराज्यमवबुध्यते, क्वचिद्दुष्पूरोदरदरीपूरणमपि महोत्सवाऽऽकारं जानीते, क्वचिद्भिक्षावाप्तिमपि जीवितावाप्तिं निश्चिनोति, क्वचिदन्यं शब्दादिविषयोपभोगनिरतमुद्वीक्ष्य राजादिकं शक्रोऽयं, देवोऽयं, वन्द्योऽयं, पुण्यभागयं, महात्माऽयं पुरुषो, यदि ममाऽप्येवं सम्पद्यन्ते विषयास्ततोऽहमप्येवं विलसामीि चिन्तयन्परिताम्यति। तथाविधाऽऽकूतविडम्बितश्च तदर्थं करोति भूभुजां सेवां, पर्युपास्ते तान् सर्वदा, दर्शयति विनयं, वदत्यनुकूलं, शोकाऽऽक्रान्तोऽपि हसति तेषु हसत्सु सञ्जातजातस्वपुत्रहर्षप्रकर्षोऽपि रोदिति तेषु रुदत्सु, निजशत्रूनपि स्तौति तदभिमतान्, स्वपरमसुहृदोऽपि निन्दति तद्विषो, धावति पुरतो रात्रिन्दिवं, मर्द्दयति खिन्नदेहोऽपि तच्चरणान्, क्षालयत्यशुचिस्थानानि, विधत्ते तद्वचनात्सर्वजघन्यकर्माणि, प्रविशति कृतान्तवदनकुहर इव रणमुखे, समर्पयति करवालादिघातानामात्महृदयं, म्रियते धनकामोऽ पूर्णकाम एव वराकः । तथा प्रारभते कृषीं, खिद्यते सर्वमहोरात्रं, वाहयति हलं, अनुभवत्यटव्यां पशुभावं विमर्द्दयति नानाप्रकारान् प्राणिनः, परितप्यते वृष्ट्यभावेन, बाध्यते बीजनाशेन । तथा विधत्ते वाणिज्यं, भाषतेऽलीकं, मुष्णाति विश्रब्धमुग्धलोकान्, याति देशान्तरेषु, सहते शीतवेदनां, क्षमते तापसन्तापं, तितिक्षते बुभुक्षां, न गणयति पिपासां, अनुभवति त्रासाऽऽयासादीनि दुःखशतानि, प्रविशति महारौद्रसमुद्रे, प्रलीयते यानपात्रभङ्गेन, भवति भक्ष्यं जलचराणाम् । तथा भ्रमति गिरिकन्दरोदरेषु, आस्कन्दत्यसुरविवराणि, निभालयति रसकूपिकां, भक्ष्यते तदारक्षराक्षसैः । तथाऽवलम्बते महासाहसं, याति रात्रौ श्मशानेषु, वहति मृतकलेवराणि, विक्रीणाति महामांसं साधयति Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ विकरालवेतालं, निपात्यते तेन कुपितेन। तथाऽभ्यस्यति खन्यवादं, निरीक्षते निधानलक्षणानि, तुष्यति तद्दर्शनेन, ददाति रात्रौ तद्ग्रहणार्थं भूतबलिं, दूयते तदङ्गारभृतभाजनवीक्षणेन। तथाऽनुशीलयति धातुवादं, समुपचरति नरेन्द्रवृन्दं, गृह्णाति तदुपदेशं, मीलयति मूलजातानि, समाहरति धातुमृत्तिकां, समुपढौकयति पारदं, क्लिश्यते तस्य जारणचारणमारणकरणेन, धमते रात्रिन्दिवं, पूत्करोति प्रतिक्षणं, हृष्यति पीतश्वेतक्रिययोर्लेशसिद्धौ, खादत्यहर्निशमाशामोदकान्, व्ययीकरोति तदर्थं शेषमपि धनलवं, मार्यते दुःसाधितकर्मविभ्रमेण। तथा विषयोपभोगसम्पत्तये धनार्थमेव चायं जीवः कुरुते चौर्य, रमते द्यूतमाराधयति यक्षिणी, परिजपति मन्त्रान्, गणयति ज्योतिषीं, प्रयुङ्क्ते निमित्तं, आवर्जयति लोकहृदयं, अभ्यस्यति सकलं कलाकलापं, किम् बहुना? तन्नास्ति यन्न करोति, तन्न विद्यते यन्न वदति, तन्न सम्भवति यन्न चिन्तयति, न च तथाप्ययमनवरतमितश्चेतश्च तदर्थं बंभ्रम्यमाणः प्राग्विहितपुण्यशून्यः समभिलषितार्थस्य तिलतुषत्रिभागमात्रमपि प्राप्नोति, केवलं स्वचित्तसन्तापमार्त्तरौद्रध्याने, गुरुतरकर्मभारं, तद्वारेण दुर्गतिं चात्मनोऽभिवर्द्धयतीति। અર્થ-કામમાં આસક્ત જીવોની ચેષ્ટાઓ તથા સંકલ્પોની હારમાળા કઈ રીતે તે મહાત્માઓ શેષ જીવોને પણ યુદ્ધ દ્રમક જેવો જુએ છે તે “તથાદિથી સ્પષ્ટ કરે છે. દ્વિજાતિ, વણિક, આભીર, અન્ય જાતિ આદિ ભાવોમાં વર્તતો આ જીવ અદષ્ટતત્વમાર્ગવાળો વરાક તુચ્છ અભિપ્રાયને કારણે ક્યારેક બે, ત્રણ પણ શુદ્ધગામોના લાભને ચક્રવર્તિપણારૂપે માને છે. ક્યારેક ક્ષેત્રખંડમાત્રના પ્રભુત્વને પણ મહામંડલિકપણારૂપે જાણે છે. ક્યારેક જારકુલટા પણ=પરપુરુષમાં લંપટ એવી પણ, સ્ત્રીને અમરસુંદરી માને છે. ક્યારેક દેશથી વિરૂપ પણ પોતાને કામદેવ જેવો વિચારે છે. ક્યારે હરિજનના સમૂહના આકારવાળા પોતાના પરિજનને શક્રપરિવારની જેમ જુએ છે. ક્યારેક ધનના ત્રણ. ચાર હજાર, સેંકડો વીશ આદિ સંખ્યાવાળા રૂપિયાઓના લાભને કોટીશ્વરપણું જાણે છે. ક્યારેક ૫૦ પણ ધાવ્યદ્રોણની ઉત્પત્તિને કુબેરના વૈભવતુલ્ય જાણે છે. ક્યારેક પોતાના કુટુંબનું ભરણપોષણ પણ મહારાજ્યની જેમ જાણે છે. ક્યારેક દુઃખે કરીને પૂરી શકાય એવા પેટના ખાડાતા પૂરણને પણ મોટા ઉત્સવના સ્વરૂપને જાણે છે. ક્યારેક ભિક્ષાની પ્રાપ્તિ પણ જીવિતની પ્રાપ્તિ માટે છે. ક્યારેક શબ્દાદિ વિષયના ઉપભોગમાં તિરત એવા અન્ય રાજાદિને જોઈને, આ શક્ર છે, આ દેવ છે, આ વંદનને યોગ્ય છે, પુણ્યશાળી છે, આ મહાત્મા છે, જો મને પણ આ પ્રમાણે વિષયો થાય તો હું પણ આ રીતે વિલાસ કરું એ પ્રમાણે ચિંતવન કરતો પરિતાપને પામે છે. એવા પ્રકારના વિચારોથી વિડંબના પામેલો તેના માટે તે વિલાસો માટે, રાજાઓની સેવા કરે છે. તેઓની હંમેશાં પર્યાપાસના કરે છે. વિનય બતાવે છે, તેઓને અનુકૂળ બોલે છે, તેઓ હસે છતે શોકથી આક્રાંત પણ હસે છે. પોતાના પુત્રાદિની પ્રાપ્તિને કારણે પોતાને હર્ષનો પ્રકર્ષ વર્તતો હોય તોપણ તેઓ રડે છતે રડવા માંડે છે. તેઓને અભિમત પોતાના શત્રુની પણ સ્તુતિ કરે છે. પોતાનો પરમ મિત્ર પણ તેઓનો શત્રુ હોય Page #182 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૫૯ તો નિંદા કરે છે. તેઓની આગળ રાતદિવસ ફર્યા કરે છે. ખિન્ન દેહવાળો પણ તેઓના પગને દબાવે છે. મોટા માણસોના અશુચિનાં સ્થાનોને સાફ કરે છે. તેમના વચનથી=મોટા માણસોના વચનથી, સર્વ હલકાં કાર્યો કરે છે. વળી મોટા માણસોની મહેરબાની મેળવવા માટે મૃત્યુના મુખ જેવા રણસંગ્રામમાં પ્રવેશ કરે છે. તલવાર આદિના ઘાતોને સહન કરે છે. અને ધનની કામનાવાળો, નહીં પુરાયેલી ઈચ્છાવાળો રાંકડો મટે છે. અને ખેતી વગેરે કરે છે. દિવસ રાત ખેદ કરે છે, હળને વહન કરે છે, અટવીમાં પશુભાવને અનુભવે છે, અનેક પ્રકારના જીવોની હિંસા કરે છે. વળી વરસાદના અભાવને કારણે પરિતાપ પામે છે, બીજતાશને કારણે દુઃખી થાય છે અને વિવિધ પ્રકારના વાણિજ્યને કરે છે. જૂઠું બોલે છે. વિશ્વસનીય એવા મુગ્ધ લોકોને લૂંટે છે. દેશાંતરમાં જાય છે. શીતવેદનાને સહન કરે છે. તાપના સંતાપને સહન કરે છે. ભૂખને સહન કરે છે. તૃષાને ગણતો નથી. ત્રાસને કરનારાં સેંકડો દુ:ખોને અનુભવે છે. મહારૌદ્ર રૂપી સમુદ્રમાં પ્રવેશ કરે છે. વહાણના ભંગથી મહાસમુદ્રમાં ડૂબે છે. જલચરોનો ભક્ષ્ય થાય છે. અને પર્વતો અને ગુફાઓમાં ભમે છે, દેવતાઓના વિવરોને પ્રાપ્ત કરે છે અર્થાત્ કોઈ-કોઈક દેવતાના આવાસોને પ્રાપ્ત કરીને તેના તરફથી ઉપદ્રવોને પ્રાપ્ત કરે છે. રસકૂપિકાને જુએ છે અને તેના આરક્ષક એવા રાક્ષસો વડે તેનું ભક્ષણ કરાય છે. અને મહાસાહસનું અવલંબત લે છે અર્થાત્ ધનાદિ પ્રાપ્તિ માટે જીવનના જોખમે પ્રયત્નો કરે છે. રાત્રિમાં શ્મશાનમાં જાય છે. મરેલાં ક્લેવરોને વહન કરે છે. મોટા માંસના ધંધાઓ કરે છે. વિકરાળ વેતાલને સાધે છે. અને તેના કોપથી નિપાતને પામે છે અર્થાત્ વિનાશને પામે છે. અને ધાતુવાદનો અભ્યાસ કરે છે. વિધાતનાં લક્ષણોનું નિરીક્ષણ કરે છે. વિધાનના દર્શનથી તોષ પામે છે, રાત્રિમાં વિધાનના ગ્રહણ માટે ભૂતને બલિ આપે છે અને વિધાનને બદલે અંગારાથી ભરાયેલા ભાજનને જોઈને દુભાય છે. અને ધાતુવાદને અનુસરણ કરે છે. રાજાઓના સમુદાયની સેવા કરે છે. તેમના ઉપદેશ=રાજાઓના ઉપદેશને, ગ્રહણ કરે છે. મૂળોના સમૂહને એકઠા કરે છે=જડીબુટ્ટીઓને એકઠી કરે છે. ધાતુની માટીને એકઠી કરે છે. પારાને બહાર કાઢે છેઃખાણમાંથી બહાર કાઢે છે. અને તેના=પારાવા, જારણ, ચારણ, મારણ કરણ દ્વારા ક્લેશને પામે છે. રાત-દિવસ ધન કમાવા માટે ધમધમે છે. પ્રતિક્ષણ પૂત્કારો કરે છે અર્થાત્ સતત આ કાર્ય કરું આ કાર્ય કર્યું જેથી ધન મળે એ પ્રકારે પોકાર કરે છે. પીતની ક્રિયાના અને શ્વેતક્રિયાના લેશની સિદ્ધિમાં=સુવર્ણ અને ચાંદીને પ્રાપ્ત કરવા વિષયક કોઈ ધાતુવાદની ક્રિયાની સિદ્ધિમાં, હર્ષિત થાય છે. વળી, હંમેશાં આશારૂપી લાડવાઓને ખાય છે, તેના માટે=ભવિષ્યની ધનની પ્રાપ્તિ માટે, શેષ પણ ધનલવતો પોતાની પાસે વિદ્યમાન ધનલવતો, વ્યય કરે છે. દુસાધિત કર્મના વિભ્રમથી મૃત્યુ પામે છે. અને વિષય ઉપભોગની સંપત્તિ માટે=વિષય ઉપભોગની સામગ્રી માટે, અને ધન માટે આ જીવ ચોરી કરે છે. જુગાર રમે છે. યક્ષિણીની આરાધના કરે છે. મંત્રોનો પરિજાપ કરે છે. જ્યોતિષીઓને ધનવિષયક પૃચ્છા કરે છે. નિમિત્તોને પ્રવર્તાવે છે=ધનપ્રાપ્તિનાં નિમિત્તોમાં યત્ન કરે છે. લોકહદયનું આવર્જન કરે છે. બધા પ્રકારની કલાઓના અભ્યાસ કરે છે. વધારે શું કહેવું ? તે નથી જે નથી કરતો=ધનપ્રાપ્તિ માટે ઉપભોગ પ્રાપ્તિ માટે જે જે શક્ય જણાય Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ તે સર્વ કરે છે. તે વિદ્યમાન નથી જે બોલતો નથી=ધનપ્રાપ્તિ માટે અને ભોગાદિ માટે જે જે ઉચિત કે અનુચિત્ત બોલવું ઉપયોગી જણાય તે સર્વ બોલે છે. તે સંભવતું નથી, જે ચિંતવન કરતો નથી= ધનપ્રાપ્તિ માટે જે અને ભોગપ્રાપ્તિ માટે જે જે ઉપાયો વિષયક તેની ભૂમિકા હોય તે સર્વભૂમિકાના તે વિચારો કરે છે. અને તોપણ=મન, વચન, અને કાયાની દરેક પ્રકારની પ્રવૃત્તિ કરે છે તોપણ, સતત તેના માટે ધનાદિ માટે આમતેમ ભમતો, પૂર્વમાં કરાયેલા પુણ્યથી શૂન્ય એવો તે જીવ, ઇચ્છિત અર્થના તલના ફોતરાના ત્રિભાગ માત્રને પ્રાપ્ત કરતો નથી. ફક્ત સ્વમતિના સંતાપને આર્ટરૌદ્રધ્યાનમાં પ્રવર્તતો ગુરુતર કર્મભારને અને તેના દ્વારા આત્માની દુર્ગતિની વૃદ્ધિ કરે છે. ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે માત્ર બાહ્યભોગોમાં સુખને જોનારા અને તેના ઉપાયભૂત ધનાદિ સામગ્રીને જોનારા જીવોને આત્મામાં વર્તતા સંતાપનું કે આર્ટરૌદ્રધ્યાન પરિણામનો ક્યારેય વિચાર થતો નથી જ્યારે ભગવાનના શાસનને પામેલા જીવો ક્વચિત્ ભોગાદિના અર્થી હોય અને તેના માટે ધનાદિના પ્રાપ્તિના પણ વિચારો કરતા હોય તોપણ ચિત્તના અક્લેશભાવને જ સુખરૂપે જોનારા છે તેથી નિરર્થક સંતાપો કરીને કે આર્ટરૌદ્રધ્યાન કરીને ગુરુતર કર્મોના ભારને પ્રાપ્ત કરતા નથી. પરંતુ હંમેશાં ભગવાનના વચનથી ભાવિત થઈને શક્તિ અનુસાર ક્લેશના શમન માટે યત્ન કરે છે અને ભોગાદિની ઇચ્છા થાય છે, તેથી ભોગાદિમાં અને ધનાદિમાં પ્રવૃત્તિ કરે છે તોપણ વીતરાગભાવ જ આત્માની સ્વસ્થતારૂપ છે તેવો બોધ હોવાથી હંમેશાં શક્તિ અનુસાર તુચ્છ બાહ્ય પદાર્થોની ઇચ્છાને શાંત કરવા યત્ન કરે છે. જ્યારે ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે પુણ્ય ન હોય તોપણ જે કંઈ મન, વચન, કાયાની પ્રવૃત્તિ કરે છે, તે સર્વ ધનાદિ અર્થે જ કરે છે અને સતત આર્તરૌદ્રધ્યાન વધારીને દુર્ગતિઓમાં ભમે છે. ઉપનય ઃ यदि पुनः कथञ्चित्पूर्वविहितपुण्यलवः स्यात् ततोऽयं जीवस्तदुदयेन धनसहस्रादिकं वा, अभिमतभार्यां वा, स्वशरीरसौन्दर्यं वा, विनीतपरिजनं वा, धान्यसञ्चयं वा कतिचिद् ग्रामप्रभुत्वं वा, राज्यादिकं वा प्राप्नुयादपि ततश्च यथाऽसौ द्रमकः कदन्नलेशमात्रलाभात्तुष्टः, तथाऽयमपि जीवो माद्यति हृदये, मदसन्निपातग्रस्तहृदयश्च नाकर्णयति विज्ञापनानि, न पश्यति शेषलोकं, न नामयति ग्रीवां, न भाषते प्रगुणवचनैः, अकाण्ड एव निमीलयति चक्षुषी, अपमानयति गुरुसंहतिमपि । अतोऽयमेवंविधतुच्छाऽभिप्रायहतस्वरूपो जीवो ज्ञानादिरत्नभरपरिपूर्णतया परमेश्वराणां भगवतां मुनिपुङ्गवानां क्षुद्रद्रमकेभ्योऽप्यधमतमः कथं न प्रतिभासते ? यदा पशुभावे नरकेषु वा वर्ततेऽयं जीवस्तदा विशेषतो द्रमकोपमामतिलङ्घते, यतो विवेकधनानां महर्षीणां य एते किल शक्रादयो देवा महर्द्धयो महाद्युतयो निरुपचरितशब्दादिविषयोपभोगभाजनं द्राघीयः स्थितिकास्तेऽपि यदि सम्यग्दर्शनरत्नविकलाः स्युस्तदा महादारिद्र्यभराक्रान्तमूर्त्तयो विद्युल्लताविलसितचटुलजीविताश्च प्रतिभासन्ते, किं पुनः शेषाः संसारोदरविवरवर्त्तिनो जन्तवः ? इति । Page #184 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૬૧ ઉપનયાર્થ : જો વળી, કોઈક રીતે પૂર્વમાં કરાયેલા પુણ્યલવવાળો થાય=ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વનો સંસારી જીવ પુષ્યલવવાળો થાય, તેથી આ જીવ તેના ઉદયથી તે પુણ્યના ઉદયથી, હજારાદિ સંખ્યામાં ધનાદિને પ્રાપ્ત કરે, પોતાની ઇચ્છિત એવી સ્ત્રીને પ્રાપ્ત કરે, સ્વશરીરના સૌંદર્યને પ્રાપ્ત કરે, વિનયવાળા પરિવારને પ્રાપ્ત કરે, અથવા ધાવ્યસંચયને પ્રાપ્ત કરે, કેટલાક ગામના સ્વામી થાય અથવા રાજ્યાદિકને પ્રાપ્ત કરે પણ અને તેથી જે પ્રમાણે આ ભિખારી કથામાં કહેવાયેલો ભિખારી, કદg લેશ માત્રના લાભથી તોષ પામેલો હતો તે પ્રમાણે આ પણ જીવ હદયમાં મદ કરે છે. અર્થાત્ હું સર્વ અન્ય કરતાં બુદ્ધિશાળી છું, સર્વ ઈષ્ટને પ્રાપ્ત કરવા સમર્થ છું ઈત્યાદિ મદ કરે છે. અને મદના સંનિપાતથી ગ્રસ્ત થયેલા હદયવાળો કોઈનાં સૂચનોને સાંભળતો નથી. બીજા લોકોને જોતો નથી. અર્થાત્ બીજા લોકોને તુચ્છ અને અસાર જુએ છે. કોઈને મસ્તક નમાવતો નથી. સુંદર વચનો વડે બોલતો નથી. અકાંડ જ ચક્ષુ બંધ કરે છે=કોઈનું વર્તન ઉચિત હોય છતાં પોતાને ન ગમે તો પોતાની અરુચિને અભિવ્યક્ત કરવા ચક્ષુ બંધ કરે છે, વડીલોના સંહતિ=સમૂહને પણ અપમાનિત કરે છે. આથી આવા પ્રકારના તુચ્છ અભિપ્રાયથી હણાયેલા સ્વરૂપવાળો આ જીવ=ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વેનો જીવ, જ્ઞાનાદિ રત્નના સમૂહથી પરિપૂર્ણ હોવાને કારણે પરમ એશ્વર્યવાળા ભગવાન મુનિપુંગવોને=મુનિઓને, શુદ્ર ભિખારીઓથી પણ અધમતમ કેમ પ્રતિભાસ ન થાય ? અર્થાત્ મહાત્માઓને આવા તુચ્છ અભિપ્રાયવાળા જીવો અતિ ભિખારીઓ જેવા જણાય છે. વળી જ્યારે પશુભાવમાં વર્તે છે અથવા નરકમાં વર્તે છે, ત્યારે વિશેષથી આ જીવ ભિખારીની ઉપમાનનું ઉલ્લંઘન કરે છે. જે કારણથી વિવેકી ધનવાળા મહર્ષિઓને ખરેખર મહાન ઋષિવાળા મહાદ્યુતિવાળા, નિરુપચરિત શબ્દાદિ વિષયના ઉપભોગતા ભાજન, લાંબી સ્થિતિવાળા, જે આ શક્રાદિ દેવો છે, તેઓ પણ જો સમ્યગ્દર્શતરતથી વિકલ હોય તો મહાદારિદ્રના ભારથી આક્રાંતમૂર્તિવાળા= અંતરંગ ગુણસમૃદ્ધિની અપેક્ષાએ અત્યંત દરિદ્રમૂર્તિ, વિદ્યુલતાથી વિલસિત ચટુલ જીવિતવાળા= અનંતકાળની અપેક્ષાએ અલ્પજીવિતવાળા, પ્રતિભાસિત થાય છે. તો વળી શેષ સંસારઉદરવર્તી જીવોનું તો શું કહેવું? અર્થાત્ તેઓ તો અંતરંગ અને બહિરંગ સર્વ રીતે દરિદ્ર જ છે. ભાવાર્થ : ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે સંસારી જીવ ચારગતિમાં કઈ રીતે પરાવર્તન પામે છે અને કઈ રીતે અનંતકાળ પસાર કરે છે તેનું વર્ણન કર્યું. આ પ્રકારે સંસારના પરિભ્રમણની સ્થિતિ હોતે છતે કથાનકમાં કહેવાયું કે તે ભિખારી અનેક પ્રકારના ઉપદ્રવોથી મહાઘોર નરકની વેદનાને અનુભવે છે. તે વસ્તુ સંસારી જીવમાં સમાન જાણવી; કેમ કે ચારગતિઓમાં કષાયોથી આકુળ થઈને જીવ સદા કદર્થના જ પામે છે. આથી જ તેવા જીવોને જોઈને કહ્યું કે સંતપુરુષોને આ જીવ કૃપાનું સ્થાન છે; કેમ કે સંતપુરુષો સંસારની વાસ્તવિક સ્થિતિને જોનારા છે. સંસારથી વિસ્તાર માટે મહાપરાક્રમ કરનારા છે અને આ સંસારી જીવ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ માત્ર ભોગમાં જ રત થઈને મનુષ્યભવ નિષ્ફળ કરે છે. તે જોઈને સંતપુરુષોને તેવા જીવો કદાચ બાહ્યથી સમૃદ્ધિવાળા હોય કે સમૃદ્ધિ વગરના હોય તોપણ દયાપાત્ર દેખાય છે. વળી, જેઓ ભગવાનના શાસનને પામીને મહાપરાક્રમ ફોરવી રહ્યા છે અને પોતાની સંયમપ્રાપ્તિને કારણે પોતાના પ્રત્યે કંઈક માન છે કે હું સદ્ભાગ્યવાળો છું જેથી તત્ત્વને જાણીને આત્મહિત સાધું છે તેવા સરાગસંયમી સાધુને સંસારની અંદર ભોગવિલાસમાં રત જીવ હાસ્યનું સ્થાન બને છે; કેમ કે તેઓ વિચારે છે કે મનુષ્યભવ પામીને પણ પોતાના હિત પ્રત્યે નિરપેક્ષ એવો આ જીવ પોતાનો જન્મ નિષ્ફળ કરે છે. વળી, અધિક પુણ્યવાળા જીવો અલ્પપુષ્યવાળા જીવોની ઠેકડી ઉડાડે છે તે પણ સામાન્ય જીવો પુન્યશાળી જીવો માટે હાસ્યનું સ્થાન છે. વળી મહાત્માઓ પાપનું ફળ સાક્ષાત્ શું છે તે બતાવવા માટે તુચ્છ પ્રકૃતિવાળા, ભોગ પાછળ મનુષ્યભવ નિષ્ફળ કરનારા અને પુણ્યહીન જીવો દૃષ્ટાંતરૂપે કહે છે. જેથી યોગ્ય જીવોને સંવેગ ઉત્પન્ન થાય છે. વળી, ગ્રંથકારશ્રીએ કહ્યું કે તે નગરમાં ઘણા ભિખારી હતા, પરંતુ પોતે તે સર્વમાં નિર્ભાગ્યશેખર હતો; કેમ કે ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે પોતાનામાં વર્તતા મૂઢ ભાવને કારણે જે પ્રકારે કષાયો પ્રકર્ષવાળા દેખાતા હતા તેને જોઈને ગ્રંથકારશ્રીને થયું કે મારા જેવા અન્ય પણ કષાયવાળા જીવો સંસારનગરમાં છે છતાં તેવા ઉત્કટ કષાયવાળા જીવોમાં પોતે હતા તેથી ભગવાનના શાસનની પ્રાપ્તિ પોતાને દુર્લભ થઈ હતી. માટે પોતાનો જીવ નિર્ભાગ્યશેખર હતો. વળી, ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે પોતાનો જીવ કોઈક રાજકુળાદિમાં જન્મે છે ત્યારે મોટાં મોટાં રાજ્યોની પ્રાપ્તિ અને વિકાસોના વિચારો કરીને પોતાનો આત્મા સતત ઇચ્છાઓથી આકુળ થઈને દુઃખી થતો હતો. છતાં પોતે દુઃખી છે અને કષાયથી આકુળ છે ઇત્યાદિ વિચારણા ન થાય તેવી જ પોતાનામાં મૂઢતા હતી. તેથી તેવા વૈભવવાળા મનુષ્યભવ પણ પોતે વ્યર્થ પૂરા કર્યા. માટે પોતે નિર્ભાગ્યશેખર હતા. વળી, તે સિવાય મધ્યમકક્ષાના વૈભવવાળા ભવો પ્રાપ્ત થયા ત્યારે પણ દરેક ભવોમાં અધિક-અધિક ધનની, ભોગોની લાલસા કરીને કેવલ અંતસ્તાપને જ પ્રાપ્ત કરીને ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે પોતાના ભવોને પોતે નિષ્ફળ કર્યા, જેના ફળ રૂપે અનેક વખત નરકની અને તિર્યંચની અનેક કદર્થનાઓ પોતાને પ્રાપ્ત થઈ. તેથી જ્યાં સુધી ભગવાનના શાસનની પ્રાપ્તિ ન થઈ ત્યાં સુધી આ જીવ સદા વ્યાકુળ ચિત્તવાળો થઈને પોતાના જ હાથે પોતાનો વિનાશ કરનારો હતો. તેથી ધન મળે તો ગર્વથી ઉદ્ધત થઈને બધાને તુચ્છ ગણીને કષાયોની વૃદ્ધિ કરતો હતો. સંતાપની વૃદ્ધિ કરતો હતો અને ધનાદિ ન મળે ત્યારે દીનભાવથી મનુષ્યભવ નિષ્ફળ કરતો હતો માટે નિર્ભાગ્યશેખર હતો. વળી પશુ ભવમાં અને નરકમાં પોતાનો આત્મા અત્યંત દયાપાત્ર સ્થિતિમાં હતો. તેથી વિવેકી એવા મહાત્માઓને ચારે ગતિમાં વર્તતા ભગવાનના શાસનની પ્રાપ્તિ વગરના જીવો ભિખારીતુલ્ય જ જણાય છે; કેમ કે અંતરંગ ગુણસંપત્તિરૂપ ધનથી રહિત હોવાને કારણે તેઓના દરેક ભવો કેવલ ક્લેશવૃદ્ધિનું કારણ બને છે. ઉપનય : यथा चासौ द्रमकः अवज्ञया जनैर्दत्तं तत्कदनं भुञ्जानः शक्रादपि शङ्कते, यदुत-अयं ममैतदुहालयिष्यति तथाऽयमपि जीवो महामोहोपहतः तद्रविणकलत्रादिकं कथञ्चित्तावता क्लेशजालेनोपार्जितं Page #186 -------------------------------------------------------------------------- ________________ १५3 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ यदाऽनुभवति, तदा बिभेति तस्करेभ्यः, त्रस्यति नरपतिभ्यः, कम्पते भयेन दायादेभ्यः, उद्विजते याचकेभ्यः, किम् बहुनाऽत्र जल्पितेन? अत्यन्तनिःस्पृहमुनिपुङ्गवेभ्योऽपि शकते, यदुत-एते महता वचनरचनाऽऽटोपेन मां प्रतार्य नूनमेतद् ग्रहीतुमिच्छन्ति, तथाविधगाढमूर्छाविषाभिभूतचित्तश्चिन्तयत्येवं-हन्त ! धक्ष्यते ममैतद् द्रविणजातं चित्रभानुना, प्लावयिष्यते वा सलिलप्रवाहेन, हरिष्यते वा चौरादिभिरतः सुरक्षितं करोमि। ततोऽसहायः शेषजनाऽविश्रम्भितया रात्रावुत्थाय खनत्यतिदूरं भूतलं, निधत्ते तत्तत्र निभृतसञ्चारः, पुनः पूरयित्वा गर्तं कुरुते समं भूतलं, विकिरति तस्योपरि धूलिकचवरादिकं, सम्पादयति किलाऽलक्ष्यं स्वाकूतेन, [मा] पुनर्न ज्ञास्यामि स्वदेशमिति विधत्ते विविधानि चिह्नानि, प्रयोजनान्तरेण तद्देशेन सञ्चरन्तमपरं जनं मुहुर्मुहुनिभालयति, कथञ्चित्तद्देशे यान्तीं तदृष्टिं शङ्कते-आ ! ज्ञातमेतेन, अतो मूर्छादन्दह्यमानमानसो न लभते रात्रौ निद्रां, पुनरुत्थाय तत्प्रदेशात्तदुत्खनति, निधत्ते च प्रदेशान्तरे, निरीक्षते पुनः पुनर्दिगन्तरेषु सभयं निक्षिपश्चक्षुः यदुत-मां कश्चिद् द्रक्ष्यतीति, व्यापारान्तरमपि स केवलं कायेन करोति चेतस्तु तत्प्रतिबन्धबन्धनबद्धं ततः स्थानादन्यत्र पदमपि न चलतीति। अथ कथञ्चित्तथाविधयत्नशतैरपि तेन रक्ष्यमाणमपरो लक्षयेत् गृह्णीयाच्च ततोऽसावकाण्डवज्रपातनिर्दलितशरीर इव हा तात ! हा मातः ! हा भ्रातरिति विक्लवमारा(र)ट्यमानः सकलविवेकिलोकं करुणापरीतचित्ततां प्रापयति, अतिमूर्छाव्याघ्राऽऽघ्रातचेतनो म्रियते वा। तदिदं धनलवप्रतिबद्धचेतोवृत्तीनां विलसितमुपदर्शितम्। 6पनयार्थ : જે પ્રમાણે અવજ્ઞાથી લોકો વડે અપાયેલું તે કદત્ત ભોગવતો આ ભિખારી શક્રથી પણ શંકા કરે છે. જે આ પ્રમાણે – મારું આ=કદન્ન, આ જીવ ઝૂંટવી લેશે તે પ્રમાણે આ પણ ગ્રંથકારશ્રીનો જીવ મહામોહથી ઉપહત થયેલો તે ધન, સ્ત્રીઆદિને કોઈક રીતે તેટલા ક્લેશના સમૂહથી જ્યારે ઉપાર્જિત કરીને અનુભવે છે=ભોગવે છે, ત્યારે ચોરોથી ડરે છે. રાજાઓથી ત્રાસ પામે છે. માંગતારાઓથી ભય દ્વારા કાંપે છે. વાચકોથી ઉદ્વેગ પામે છે. આમાં વધારે કહેવાથી શું? અત્યંત નિઃસ્પૃહમુનિઓથી પણ शं। ३ छेते शंभ'यदुत'थी स्पष्ट ४३ छ. मा महात्मामो मोटा क्यन स्यनाना मोटोपथी भने ઠગીને ખરેખર આ ધન ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે. તેવા પ્રકારની ગાઢ મૂચ્છ છતાં વિષથી અભિભૂત થયેલા ચિત્તવાળો આ પ્રમાણે વિચારે છે, મારા આ ધનનો સમૂહ અગ્નિથી બનશે, પાણીના પ્રવાહથી તણાઈ જશે, અથવા ચોરાદિથી હરણ કરાશે, આથી સુરક્ષિત કરું, તેથી શેષ લોકોમાં અવિશ્વાસ હોવાને કારણે અસહાય=એકલો, રાત્રિમાં ઊઠીને અતિ દૂર ભૂમિને ખોદે છે ત્યાં-તે ભૂમિમાં, વિભૂતસંચારવાળો એવો તે-ધીમે પગલે કોઈ ન જોઈ શકે એ પ્રકારના સંચારવાળો એવો તે દ્રમક, તે ધનને દાટે છે. વળી, ગર્તાને પૂરીને સમાન ભૂતલને કરે છે. તેના ઉપર પોતે દાટેલા ધનના ઉપર, ધૂળ, કચરો આદિ નાંખે છે. ખરેખર પોતાના અભિપ્રાયથી અલક્ષ્યનું સંપાદન કરે છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ અર્થાત્ મેં ધન દાટેલું છે તેવું કોઈ ન જાણી શકે તે પ્રકારે અલક્ષ્યનું સંપાદન કરે છે. વળી, સ્વદેશ= દાટેલા સ્થાનને, હું ઓળખી ન શકું એમ નહીં તે માટે આજુબાજુની ભૂમિકામાં વિવિધ ચિહ્નો કરે છે=પોતે જે સ્થાને ધન દાઢ્યું છે તે સ્થાનને જાણવા માટે ચોક્કસ નિયત ભૂમિકા દૂર કોઈક વૃક્ષાદિ કે અન્ય સ્થાનોમાં તે પ્રકારનાં ચિહ્નો કરે છે, જેથી તે સ્થાનથી આ દિશામાં કેટલે દૂર પોતે ધન દાટ્યું છે. તેનો નિર્ણય કરી શકે. પ્રયોજતાંતરથી તે દેશથી પસાર થતા બીજા લોકોને વારંવાર જુએ છે. કોઈક રીતે તે દેશમાં પોતાના દાટેલા સ્થાનના દેશમાં, તે પુરુષની દૃષ્ટિએ જોઈને શંકા કરે છે. શું શંકા કરે છે ? તે બતાવે છે – ખરેખર આના વડેeતે દેશમાં જનારા પુરુષ વડે, જ્ઞાત છે=મારું દાટેલું ધન જણાયું છે, આથી મૂર્છાથી અત્યંત બળતા માનસવાળો-પોતાના દાટેલા ધન પ્રત્યેની મૂર્છાથી અત્યંત બળતા માનસવાળો, રાત્રિમાં વિદ્રાને પ્રાપ્ત કરતો નથી. વળી, ઊઠીને=રાત્રિમાં ઊઠીને, તે પ્રદેશથી તેને ખોદે છે અને પોતાનું દાટેલું ધન અન્ય સ્થાનમાં દાટે છે. વળી, બધી દિશાઓમાં ભયપૂર્વક ચક્ષને ફેરવતો જોયા કરે છે. શું જુએ છે ? તે કહે છે – મને કોઈ જુએ છે એ પ્રકારે જુએ છે. વળી, ધન દાટ્યા પછી અન્ય વ્યાપાર પણ તે કેવલ કાયાથી કરે છે. ચિત્ત તો તે ધનના રાગના બંધનથી બંધાયેલો છે. તેથી તે સ્થાનેથી અન્યત્ર પગ પણ ચાલતા નથી. હવે કોઈક રીતે તેવા પ્રકારના હજારો યત્નથી પણ તેના દ્વારા રક્ષણ કરાતું ધન બીજો જાણે અને ગ્રહણ કરી લે તો આ જીવ અચાનક વીજળીના પાતથી નિદલિત શરીરવાળાની જેમ છે તાત ! હે માત ! હે ભાઈ ! આ પ્રમાણે રડતો, મારું સર્વસ્વ હરણ થયું એ પ્રમાણે બૂમો પાડતો સકલ વિવેકી લોકોને કરુણાથી યુક્ત ચિત્તતાને પ્રાપ્ત કરાવે છે અથવા અતિ મૂર્છાથી વ્યાઘાત ચિત્તવાળો મરે છે. તે આ ધનલવ પ્રત્યે બદ્ધ ચિત્તવૃત્તિવાળા જીવોનું વિલસિત બતાવ્યું. ભાવાર્થ - પૂર્વમાં કથાનકમાં કહ્યું કે ભિખારીને લોકો દ્વારા અવજ્ઞાથી અપાયેલું કદ મળેલું અને તેને પ્રાપ્ત કરીને તે ભિખારી શક્રાદિ જેવા મહાસંપત્તિવાળા જીવોથી પણ શંકા કરે છે કે આ લોકો મારું આ કદન્ન લઈ લેશે તેનો ઉપનય આ પ્રમાણે છે. ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે અત્યંત મોહથી યુક્ત જીવોને બાહ્યસંપત્તિ મોહધારાની વૃદ્ધિનું કારણ હોવાથી તેઓ માટે બાહ્યસંપત્તિ કદન્ન જેવી છે, કેમ કે તેવી સંપત્તિ તેઓ ફ્લેશ કરીને પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત થયેલી સંપત્તિના રક્ષણ અર્થે સદા ફ્લેશ કરે છે તેથી ભાવરોગની વૃદ્ધિનું કારણ તે સંપત્તિ છે માટે કદન્ન છે. અને જેઓ ભગવાનના શાસનને પામેલા છે તેવા શ્રાવકો પોતાની ચિત્તની ભૂમિકાને અનુરૂપ ધનાર્જનાદિ કરે છે તોપણ તેઓને પ્રાપ્ત થયેલું ધનાદિ મૂથી વૃદ્ધિનું કારણ બનતું નથી. પરંતુ સંપૂર્ણ ક્લેશ વગરના ભગવાનની ભક્તિ કરનારા એવા તેઓ ધનનો વ્યય કરીને ભગવાનની ભક્તિ કરે છે અને તે ભક્તિ દ્વારા આત્માને વીતરાગ સ્વરૂપથી ભાવન કરે છે અને વિચારે છે કે વીતરાગના ગુણોથી આત્માને વાસિત કરવામાં વપરાયેલું ધન જ સાર્થક છે. વળી, સંસારના સર્વ ભાવો પ્રત્યે નિઃસ્પૃહી એવા મુનિઓની ભક્તિ કરીને મુનિઓ જેવા નિઃસ્પૃહી થવાનો યત્ન કરે છે. અને વિચારે છે કે આવા ઉત્તમ પુરુષોની ભક્તિમાં વપરાયેલું મારું ધન જ સફળ છે. વળી, પોતે પણ જીવનમાં ક્લેશ ન Page #188 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૬૫ થાય તે રીતે સ્વસ્થ જીવન જીવવા માટે ધનનો વ્યય કરીને અધિક-અધિક ક્લેશ વગરના જીવનને અનુકૂળ બળસંચય કરવા યત્ન કરે છે. જેથી તેઓને પ્રાપ્ત થયેલું ધન પણ બહુલતાએ કદન્નરૂપ બનતું નથી. પરંતુ જેઓને ભગવાનના શાસનની લેશ પણ પ્રાપ્તિ નથી તેઓને ઇન્દ્રિયોના સુખથી અતિરિક્ત અન્ય કોઈ સુખ દેખાતું નથી અને તેના ઉપાયભૂત ધનમાં જ સુખ દેખાય છે તેથી ધનમાં વૃદ્ધિની વૃદ્ધિ કરીને તેઓ સંક્લેશને જ પામે છે. માટે તેઓ માટે ધનાદિ ભોગસામગ્રી કદરૂપ બને છે. અને વિવેકી શ્રાવકો ધનાદિ દ્વારા પણ ચિત્તની સ્વસ્થતારૂપ ધર્મની જ વૃદ્ધિ કરે છે. તેથી તેઓને ધનમાં વૃદ્ધિ થતી નથી. પરંતુ બહુલતાએ વીતરાગતા, નિઃસ્પૃહતા, અસંગભાવમાં જ વૃદ્ધિ થાય છે. છતાં સાધુની જેમ સંપૂર્ણ નિઃસ્પૃહી નથી માટે વિવેકી શ્રાવક ધન અર્જન કર્યા પછી જેમ ભોગાદિમાં વાપરે, ધર્મ અર્થે વાપરે તેમ ભવિષ્યમાં આપત્તિકાળમાં ઉપયોગી થાય તે અર્થે કોઈક એવા એકાંત સ્થળમાં ધનને સ્થાપન કરે છે તોપણ તે ધન પ્રત્યે વિવેકી શ્રાવકનું માનસ અત્યંત મૂર્છાવાળું હોતું નથી. પરંતુ વિવેકપૂર્વક ઉચિત સ્થાને ધનને દાટે છે અને ભવિતવ્યતાના યોગે તે ધન અન્ય કોઈને તે સ્થાન ખોદતાં પ્રાપ્ત થઈ જાય તોપણ ભગવાનના શાસનની પ્રાપ્તિ થયેલી હોવાથી વિચારે છે કે મારું તે પ્રકારનું જ ભૂતકાળનું કોઈક કર્મ છે જેથી ભવિષ્ય અર્થે સંચય કરેલું ધન પણ આ રીતે નાશ પામ્યું તેમ વિચારીને તે સંયોગ અનુસાર ચિત્તને ક્લેશથી રહિત કરવા યત્ન કરે છે. પરંતુ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વેના જીવો ધનમાં અત્યંત ગૃદ્ધિવાળા હોય છે. તેથી તેવા જીવો ધન પ્રાપ્ત કરીને તેના રક્ષણની ચિંતા કરીને સદા ક્લેશને જ અનુભવે છે. જ્યારે ભગવાનના શાસનને પામેલા જીવો પ્રાયઃ ધનપ્રાપ્તિ વખતે પણ અલ્પ ક્લેશ કરે છે. ક્વચિત્ ઘણા શ્રમથી પ્રાપ્ત થયેલા ધનનો પણ કોઈક રીતે નાશ થાય ત્યારે ક્ષણભર ક્લેશ થાય તોપણ જેઓ સદા ભાવસાધુ થવાના મનોરથો કરે છે તેવા વિવેકી શ્રાવકો ઉત્તમ ચિત્તને કારણે શીધ્ર ક્લેશ રહિત અવસ્થાને પ્રાપ્ત કરે છે. ઉપનય : तथा गृहिणीप्रतिबन्धग्रहग्रहीतविग्रहः अपि ईर्ष्याशल्यवितुद्यमानमानसः खल्वेष जीवस्तस्याः परवीक्षणरक्षणाक्षणिकः सन्न निःसरति गेहात्, न स्वपिति रजन्यां, त्यजति मातापितरौ, शिथिलयति बन्धुवर्गान्, न ददाति परमसुहृदोऽपि स्वगृहे ढोकं, अवधीरयति धर्मकार्याणि, न गणयति लोकवचनीयतां, केवलं तस्या एव मुखमनवरतमीक्षमाणस्तामेव च परमात्ममूर्तिमिव योगी निवृत्ताशेषव्यापारो ध्यायनेवास्ते, तस्य(तस्या) च यदेव सा कुरुते तत्सुन्दरं, यदेव सा भाषते तदेवानन्दकारि, यत्सा विचिन्तयति तदेवेगिताकारैर्विज्ञायासौ सम्पादनाहं मन्यते। एवञ्चाकलयति मोहविडम्बितेन मनसा यदुत-इयं ममानुरक्ता हितकारिणी, न चान्येदृशी सौन्दर्योदार्यसौभाग्यादिगुणकलापकलिता जगति विद्यते। अथ कदाचित्तां मातेति भगिनीति [देवतेत्यपि मु.] मन्यमानः परो वीक्षते ततोऽसौ मन्दः मोहात् क्रुध्यतीव, विह्वलीभवतीव, मूर्च्छतीव, म्रियत इव किं करोमीति न जानते। अथ सा वियुज्यते, म्रियते वा, ततोऽसावप्याक्रन्दति, परिदेवते, म्रियते वा। अथ सा कथञ्चिद्दःशीलतया परपुरुषचारिणी Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ स्यात् परपुरुषा वा बलात्तां समाक्रम्य गृह्णीयुः, ततोऽसौ महामोहविह्वलो यावज्जीवं हृदयदाहेन जीर्यते, प्राणैर्वा वियुज्यते दुःखासिकातिरेकेणेति। तदेवमेकैकवस्तुप्रतिबन्धबद्धहदयोऽयं जीवो दुःखपरम्परामासादयति, तथापि विपर्यस्ततया तद्रक्षणप्रवणमनाः सर्वथा शङ्कते ममेदमयं हरिष्यतीति। ઉપનયાર્થ: વળી, સ્ત્રીના પ્રતિબંધના ગ્રહથી ગૃહીત વિગ્રહવાળો=શરીરવાળો, પણ ઈર્ષાશલ્યથી વિતવમાન માનસવાળો=વ્યાકુળ માનસવાળો, આ જીવ તેણીના પોતાની સ્ત્રીના, બીજા દ્વારા જોવાથી રક્ષણમાં અક્ષણિક તત્પર, છતો ઘરની બહાર જતો નથી. રાત્રિએ સૂતો નથી. માતા-પિતાનો ત્યાગ કરે છે. બંધુવર્ગોને શિથિલ કરે છે. પરમમિત્રોને પણ ઘરમાં આવવા દેતો નથી. ધર્મકાર્યોની અવગણના કરે છે. લોકની નિંદનીયતાને ગણતો નથી. કેવલ તેણીનું જ પોતાની સ્ત્રીનું જ, મુખ સતત જોતો અને યોગીઓ પરમાત્માની મૂર્તિનું ધ્યાન કરે છે તેમ નિવૃત્ત થયેલા અશેષ વ્યાપારવાળો એવો તે પુરુષ તેણીનું પોતાની સ્ત્રીનું, સતત ધ્યાન કરતો જ રહે છે. અને તે સ્ત્રી જે જ કરે છે તે જ સુંદર માને છે. તે તેની સ્ત્રી, જે બોલે છે તે જ આનંદને કરનારું છે. તે જે વિચારે છે, તે જ ઇંગિતાકાર વડે જાણીને આ જીવ તેના સંપાદન યોગ્ય માને છે. ‘તસ્વ'ને સ્થાને ‘તસ્યા' જોઈએ અને તેનો સ્ત્રીના સર્વ કથનની સાથે સંબંધ છે. અને આ રીતે મોહવિલંબિત મન વડે જાણે છે. શું જાણે છે ? તે ‘દુત'થી બતાવે છે – મારામાં અનુરક્ત એવી આ સ્ત્રી હિતકારી છે. અને સૌંદર્ય, ઔદાર્ય, સૌભાગ્ય આદિ ગુણોના સમૂહથી કલિત અન્ય આવા પ્રકારની સ્ત્રી જગતમાં વિદ્યમાન નથી. હવે, કદાચિત પોતાની સ્ત્રીને આ માતા છે, આ બહેન છે, આ દેવતા છે એ રીતે પણ માનતો કોઈ પર જુએ છે, તેથી મંદબુદ્ધિવાળો એવો આ મોહથી જાણે ક્રોધવાળો થાય છે. જાણે વિહ્વળ થાય છે. જાણે મૂચ્છિત થાય છે. જાણે મરેલો હોય તેવો થાય છે. હું શું કરું? તે જાણતો નથી હવે, તે પોતાની સ્ત્રી, વિયોગ પામે અથવા મૃત્યુ પામે તો આ પણ જીવઃસ્ત્રી પ્રત્યેના અત્યંત રાગવાળો આ પણ જીવ, આક્રંદ કરે છે. વિલાપ કરે છે, અથવા મરે છે. તે સ્ત્રી કોઈક રીતે દુરશીલપણાને કારણે પરપરુષ સાથે સંબંધવાળી થાય અથવા પરપુરુષ બળાત્કારથી તેને આક્રમણ કરીને ગ્રહણ કરે ત્યારે મહામોહથી વિહ્વળ થયેલો એવો આ જીવ જિંદગી સુધી હદયતા દાહથી વિહ્વળ થાય છે. પ્રાણોથી દુઃખના અતિરેકને કારણે વિયોગવાળો થાય છે અર્થાત્ મૃત્યુ પામે છે. આ રીતે એક એક વસ્તુ પ્રત્યેના પ્રતિબંધથી બદ્ધ હૃદયવાળો આ જીવ જેમ સ્ત્રી પ્રત્યે રાગવાળો છે તેમ અન્ય અન્ય કોઈ વસ્તુ પ્રત્યેના પ્રતિબંધથી બદ્ધ હદયવાળો આ જીવ, દુઃખની પરંપરાને પ્રાપ્ત કરે છે. તોપણ વિપર્યાસપણાને કારણે તેના રક્ષણમાં તત્પર મતવાળો સર્વથા શંકા કરે છે. મારી આ વસ્તુને આ પુરુષ હરણ કરશે. સંસારવર્તી જીવોને ક્યારેક સ્ત્રી પ્રત્યેનો, ક્યારેક અન્ય કોઈ વસ્તુ પ્રત્યેનો રાગ અતિશય થાય છે, ત્યારે તે નિમિત્તે દિવસ દરમ્યાન તે જીવો કેવલ ક્લેશને પ્રાપ્ત કરે છે છતાં તત્ત્વને જોવામાં મૂઢ હોવાથી આત્માની Page #190 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ १५७ વિહ્વળ અવસ્થાને લેશ પણ વિચાર કરતા નથી; કેમ કે ભગવાનના શાસનની લેશ પણ પ્રાપ્તિ થઈ નથી. વળી, જેઓને કોઈક રીતે કંઈક અંશથી પણ ભગવાનનું શાસન પ્રાપ્ત થયું છે તેઓ ક્વચિત્ બાહ્યપદાર્થો પ્રત્યેના અતિશય રાગવાળા હોય તોપણ આત્માની અક્લેશ અવસ્થા તેઓને અત્યંત પ્રિય બને છે. આથી જ ભગવાનની ભક્તિ કરીને, સુસાધુની ભક્તિ કરીને તેમના જેવા અક્લેશવાળા થવા યત્ન કરે છે. તેવા જીવોને રાગના વિષયભૂત સ્ત્રીઆદિનો વિયોગ થાય ત્યારે ક્વચિત્ ક્લેશ થાય તોપણ તેઓની સંસારના વાસ્તવિક સ્વરૂપના અવલોકન કરવાની પ્રકૃતિ હોવાથી સંસારના તે પ્રકારના સ્વરૂપનો વિચાર કરીને વિષયોથી ચિત્તને વિરક્ત કરવા જ પ્રયત્ન કરે છે. જેથી ભગવાનના શાસનની પ્રાપ્તિ પછી પ્રાયઃ જીવો ક્લેશને ક્ષીણ ક૨વામાં યત્ન કરનારા હોય છે અને જેઓને ભગવાનનું શાસન પ્રાપ્ત થયું નથી તેઓ કોઈક રીતે ધર્મનાં બાહ્ય અનુષ્ઠાનો કરતા હોય તોપણ પોતાની ક્લેશ પ્રકૃતિના ઉદ્રેકને શાંત કરવાનો વિચાર કરવાને બદલે તેની વૃદ્ધિ કરીને જ ચારગતિઓના પરિભ્રમણને પ્રાપ્ત કરે છે. जीवस्य तृप्तिः यथा च तस्य रोरस्य तेन कदन्नेनोदरपूरं पूरितस्यापि न तृप्तिः संपद्यते प्रत्युत प्रतिक्षणं सुतरां बुभुक्षाऽभिवर्धते इत्युक्तं, तथाऽस्यापि जीवस्यानेन धनविषयकलत्रादिना कदन्नप्रायेण पूर्यमाणस्यापि नाभिलाषविच्छेदः, किन्तर्हि ? गाढतरमभिवर्द्धते तत्तर्षः । तथाहि - यदि कथञ्चिद् द्रविणशतं सम्पद्यते ततः सहस्रमभिवाञ्छति, अथ तदपि सञ्जायते ततो लक्षमाकाङ्क्षति, तत्सम्पत्तावपि कोटीमभिलषति, तल्लाभे राज्यं प्रार्थयति, अथ राजा जायते ततश्चक्रवर्त्तित्वं मृगयते, तत्संभवेऽपि विबुधत्वमन्विच्छति । अथ देवत्वमप्यास्कन्देत्ततः शक्रत्वमन्वेषयते, अथेन्द्रतामपि लभते ततोऽप्युत्तरोत्तरकल्पाधिपतित्वपिपासापर्यासितचेतसो नास्त्येवास्य जीवस्य मनोरथपरिपूर्तिः । यथाहि - गाढग्रीष्मे समन्ताद्दवदाहतापितशरीरस्य पिपासाभिभूतचेतनस्य मूर्च्छया पतितस्य कस्यचित्पथिकस्य तत्रैव स्वप्नदर्शने सुबहून्यपि प्रबलकल्लोलमालाकुलानि महाजलाशयकदम्बकानि पीयमानान्यपि न तर्षापकर्षकं मनागपि सम्पादयन्ति तथाऽस्यापि जीवस्य धनविषयादीनि, तथाहि - अनादौ संसारे विपरिवर्त्तमानेनानन्तशः प्राप्तपूर्वा देवभवेषु निरुपचरितशब्दाद्युपभोगाः, आसादितान्यनन्तान्यनर्घेयरत्नकूटानि, विलसितं खण्डितरतिविभ्रमैः सह विलासिनीसार्थेः, क्रीडितं त्रिभुवनातिशायिनीभिर्नानाक्रीडाभि:, तथाऽप्ययं जीवो महाबुभुक्षाक्षामोदर इव शेषदिनभुक्तवृत्तान्तं न किञ्चिज्जानाति, केवलं तदभिलाषेण शुष्यतीति । જીવની અતૃપ્તિ અને જે રીતે તે ભિખારીને=કથાનકમાં કહેવાયેલા તે ભિખારીને, તે કુત્સિત ભોજનથી પેટ ભરાયેલું હોવા છતાં પણ તૃપ્તિ થતી નથી. કિંતુ પ્રતિક્ષણ અત્યંત ભૂખ વધે છે તેમ કહેવાયું તે પ્રમાણે કદન્ન પ્રાયઃ ધન, વિષય, સ્ત્રીઆદિ વડે પુરાતો પણ આ જીવનો અભિલાષનો વિચ્છેદ થતો નથી. તો Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શું ? ગાઢતર તેની તૃષ્ણા વધે છે. તે આ પ્રમાણે કોઈક રીતે સો સોનામહોર મળે તો હજારની ઇચ્છા કરે છે, તેની પ્રાપ્તિ થાય તો લાખની ઇચ્છા કરે છે. લાખની પ્રાપ્તિમાં કોટિની ઇચ્છા કરે છે. કોટિ સોનામહોરની પ્રાપ્તિમાં રાજ્યની ઇચ્છા કરે છે. હવે રાજા થાય તો ચક્રવર્તીપણું ઇચ્છે છે. ચક્રવર્તીપણાના સંભવમાં દેવપણું ઇચ્છે છે. હવે દેવપણું પ્રાપ્ત કરે તો શક્રપણાને ઇચ્છે છે. હવે ઇન્દ્રપણાને પ્રાપ્ત કરે તોપણ ઉત્તરોત્તરના ઇન્દ્રપણાની પિપાસાથી અતૃપ્ત થયેલ ચિત્તવાળો આ જીવના મનોરથની પૂર્તિ નથી. જે પ્રમાણે ગાઢ ગ્રીષ્મમાં ચારેબાજુથી દવના દાહથી તાપિત શરીરવાળા અને તૃષાથી અભિભૂત થયેલા ચિત્તવાળા, મૂર્છાથી જમીન ઉપર પડેલા કોઈક પથિકને ત્યાં જ સ્વપ્નદર્શનમાં ઘણું પણ પ્રબળ કલ્લોલના માળાઓથી આકુલ મહાજળાશયોના સમૂહ પીધા છતાં પણ તૃષાનો થોડો પણ અપકર્ષ પ્રાપ્ત થતો નથી. તે પ્રમાણે આ જીવને પણ ધનવિષયાદિની તૃપ્તિ થતી નથી. તથાદિથી તેને સ્પષ્ટ કરે છે. અનાદિ સંસારના ચારે ગતિઓમાં પરાવર્તન પામતા એવા જીવ વડે દેવભવોમાં અનંતી વખત નિરુપચરિત શબ્દાદિ ઉપભોગો પૂર્વે પ્રાપ્ત કરાયા, અનંત બહુમૂલ્યવાળા રત્નના પર્વતો પ્રાપ્ત કરાયા, ખંડિત કરાયો છે રતિનો વિભ્રમ એવી રૂપસંપન્ન સ્ત્રીઓ સાથે વિલાસ કરાયું, ત્રણેય ભુવનમાં અતિશયવાળી એવી અનેક પ્રકારની ક્રીડાઓથી આનંદ-પ્રમોદ કરાયો, તોપણ આ જીવ ઘણી ખાવાની ઇચ્છાથી ક્ષીણ થયેલા ઉદરવાળાની જેમ શેષદિનોમાં ખાધેલા વૃત્તાંતને=પૂર્વના ભવોમાં ઉત્તમભોગોને ભોગવ્યા તે વૃત્તાંતને, કંઈક જાણતો નથી. કેવલ તેના અભિલાષથી શોષ પામે છે. ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે દરેક જીવોએ પ્રાયઃ દેવાદિભવોમાં પણ અનંતી વખત શ્રેષ્ઠ ભોગો કર્યા હતા, તોપણ વિષયોની ભૂખ ક્યારેય શમન પામતી નથી. અને જેઓને ભગવાનના શાસનનો બોધ થાય છે. તેઓને સ્પષ્ટ નિર્ણય છે કે પોતાનો આત્મા શાશ્વત છે. અને અત્યાર સુધી ચારગતિઓમાં સતત ફર્યા કરે છે તેમાં નરક અને તિર્યંચમાં બહુલતાએ ભટકીને અનેક કદર્થના પામ્યો હોવા છતાં ક્યારેક ક્યારેક ભોગસામગ્રી આપાદક તુચ્છ પુણ્યના બળથી દેવાદિ ભવોને પામીને ભૂતકાળમાં અનંતી વખત ભોગો પણ કર્યા છતાં વિષયોની તૃષા ભોગથી ક્યારેય શમતી નથી. પરંતુ આત્માના નિરાકુળ સ્વભાવની ભાવનાથી જ ભોગની તૃષા શમે છે. અને તેનાથી જ જીવને સુખ થાય છે. આથી જ ભગવાનના શાસનને પામીને વિવેકસંપન્ન જીવો સતત આત્માના અનાકુળ સ્વભાવની ભાવના અર્થે જ ભગવદ્ભક્તિ, સુસાધુની ભક્તિ સાસ્ત્રોનું શ્રવણ કરે છે અને શક્તિ અનુસાર ત્યાગાદિ કરીને આત્માના સ્વભાવને પ્રગટ કરવા યત્ન કરે છે. છતાં તેવા જીવોને પણ ક્યારેક ભોગાદિની ઇચ્છા થાય તે પણ વિવેકપૂર્વક કરે છે જેથી ભોગની ભૂખ વૃદ્ધિ પામે નહીં. પરંતુ ભોગની તૃષા શાંત થાય. જ્યારે ભગવાનની શાસનની પ્રાપ્તિ પૂર્વે સર્વ જીવો કદન્નતુલ્ય ભોગોને ભોગવવા છતાં ક્યારેય તૃપ્તિને પામતો નથી. अर्थकामविकाराः यत्तूक्तं-तत्कदन्नं तेन द्रमकेण लौल्येन भुक्तं जीर्यति, जीर्यमाणं पुनर्वातविसूचिकां विधाय रोरं पीडयति इति तदेवं योजनीयम् - यदा रागादिपरीतचित्तोऽयं जीवो धनविषयकलत्रादिकं कदन्नकल्पं Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ स्वीकरोति तदाऽस्य कर्मसञ्चयलक्षणमजीर्णं सम्पद्यते, ततश्च यदा तदुदयद्वारेण जीर्यति तदा नारकतिर्यङ्नरामरभवभ्रमणलक्षणां वातविसूचिकां विधायैनं जीवं नितरां कदर्थयति, यथा च तत्कदन्नं तस्य सर्वरोगाणां निदानं पूर्वोत्पन्नरोगाणां चाभिवृद्धिकारणमत्यर्थमभिहितं, तथेदमपि रागग्रस्तचित्तेनानेन जीवनोपभुज्यमानं विषयादिकं महामोहादिलक्षणानां प्रागुपवर्णितानां समस्तरोगाणां भविष्यतां कारणं, पूर्वनिर्वर्णितानां पुनरभिवृद्धिहेतुभूतं वर्त्तते। અર્થ-કામના વિકારો વળી, કહેવાયું કથાનકમાં કહેવાયું, તે કદણ તે ભિખારી વડે લોલુપતાથી ખવાયેલું અજીર્ણરૂપે થાય છે. વળી, અજીર્ણરૂપે થતું વાછૂટને કરીને તે ભિખારીને પીડા કરે છે. તે કથાનકનું તે કથન, આ પ્રમાણે યોજન કરવું, જ્યારે રાગાદિથી યુક્ત ચિત્તવાળો આ જીવ કદન્ન જેવા ધન, વિષય, સ્ત્રીઆદિવે સ્વીકારે છે ત્યારે આજે આ જીવને, કર્મસંચય લક્ષણ અજીર્ણ થાય છે અને તેનાથી તે કર્મથી, જ્યારે તેના ઉદય દ્વારાતે કર્મના ઉદય દ્વારા, તે કર્મરૂપ અજીર્ણ પ્રગટ થાય છે ત્યારે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવભવના ભ્રમણરૂપ વાછૂટને કરીને આ જીવને અત્યંત કદર્થના કરે છે તે કર્મ અત્યંત કદર્થના કરે છે, અને જે પ્રમાણે તે કદા=ભિખારી વડે ખવાયેલું કદ, તેને તે ભિખારીને, સર્વરોગોનું કારણ અને પૂર્વના ઉત્પન્ન થયેલા ભોગોની અભિવૃદ્ધિનું કારણ અત્યંત કહેવાયું તે પ્રમાણે રોગગ્રસ્ત ચિત્તવાળા આ જીવ વડે ભોગવાતા આ વિષયાદિક પણ મહામોહાદિ લક્ષણવાળા પૂર્વમાં વર્ણન કરાયેલા બધા રોગોની નિષ્પત્તિનું કારણ અને પૂર્વમાં નિષ્પન્ન કરાયેલા રોગોની અભિવૃદ્ધિનું હેતુ થાય છે. जीवस्य बुद्धिविपरीतता यथा च स रोरः तदेव कुभोजनं चारु मन्यते, सुस्वादुभोजनास्वादं तु स्वप्नान्तेऽपि वराको नोपलभत इत्युक्तं तथाऽयमपि जीवो महामोहग्रस्तचेतोवृत्तितया यदिदमशेषदोषराशिदूषितमुपवर्णितस्थित्या विषयधनादिकं तदेवातिसुन्दरमात्महितं च चेतसि कल्पयति, यत्पुनः पारमार्थिकं स्वाधीननिरतिशयाऽऽनन्दसन्दोहदायकं महाकल्याणभूतसच्चारित्ररूपं परमानं, तदयं वराको महामोहनिद्रातिरोहितसद्विवेकलोचनयुगलो न कदाचिदासादयति, तथाहि-यद्ययमनादौ भवभ्रमणे पूर्वमेव तत् क्वचिदलप्स्यत, ततोऽशेषक्लेशराशिच्छेदलक्षणमोक्षाऽवाप्तेः नेयन्तं कालं यावत्संसारगहने पर्यटिष्यत्, यतश्चायमद्यापि बंभ्रमीति ततो नानेन मदीयजीवेन सच्चरणरूपं सदभोजनं प्रागवाप्तमिति निश्चीयते। જીવની બુદ્ધિનું વિપરીતપણું અને જે પ્રમાણે તે ભિખારી તે જ કુભોજન સુંદર માને છે, સુસ્વાદુ ભોજનના આસ્વાદને સ્વપ્નના અંતમાં પણ શંકડો પ્રાપ્ત કરતો નથી. તે પ્રમાણે કહેવાયું કથાનકમાં કહેવાયું, તે પ્રમાણે Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ આ પણ જીવ=ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વેનો સંસારી જીવ, મહામોહથી ગ્રસ્ત ચિત્તવૃત્તિપણું હોવાને કારણે ઉપવર્ણિત સ્થિતિથી=પૂર્વમાં વર્ણન કરાયેલા કથન અનુસારથી, જે આ અશેષ દોષરાશિથી દૂષિત, વિષય, ધન આદિક છે તેને જ અતિસુંદર અને આત્મહિત ચિત્તમાં કલ્પે છે. જે વળી, પારમાર્થિક, સ્વાધીન, નિરતિશય આનંદના સમૂહને દેનાર, મહાકલ્યાણ સ્વરૂપ સચ્ચારિત્રરૂપ પરમાન્ન છે, તેને–તે પરમાન્નને, મહામોહની નિદ્રાથી તિરોહિત થયેલા સદ્વિવેકરૂપી લોચનયુગલવાળો આ રાંકડો=ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વેનો સંસારી જીવ, ક્યારેય પ્રાપ્ત કરતો નથી. તે પ્રમાણે જો આ જીવ અનાદિ ભવભ્રમણમાં પૂર્વે જ તેને=પરમાન્નને, ક્યારેક પ્રાપ્ત કર્યું હોત તો અશેષ ક્લેશરાશિના છેદરૂપ મોક્ષની અવાપ્તિ થવાથી=પ્રાપ્તિ થવાથી આટલો કાળ સુધી ગહન અટવીમાં ભટકત નહીં અને જે કારણથી આ જીવ હજી પણ ભમે છે તેથી આ મારા જીવ વડે સચરણરૂપ સદ્ભોજન પૂર્વમાં ક્યારેય પ્રાપ્ત કરાયું નથી. એ પ્રમાણે નિશ્ચય થાય છે. ભાવાર્થ: સંસારી જીવોને ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે અનુકૂળ એવા બાહ્યપદાર્થોથી સુખ થાય છે અને પ્રતિકૂળ બાહ્યપદાર્થોથી દુઃખ થાય છે. તેવી સ્થિર બુદ્ધિ હોય છે. પરંતુ આત્માની અનાકુળ અવસ્થા પારમાર્થિક સુખ રૂપ છે તેની ગંધ માત્ર પ્રાપ્ત થયેલ નથી. તેથી જે જે બાહ્યપદાર્થો પોતાને તે તે ભવને કારણે સુખરૂપ બને છે તેમાં જ તેને ગાઢ આકિત થાય છે. તેથી, કોઈક રીતે મનુષ્યભવને પામીને જ્યારે સ્ત્રીમાં અત્યંત રાગ થાય છે, ત્યારે તે સ્ત્રીઓ સાથે વિલાસ ક૨વાના કુવિકલ્પો કઈ રીતે કરે છે ? તેનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. ક્વચિત્ ભગવાનના શાસનને પામેલા જીવોને પણ વેદના ઉદયથી ભોગની ઇચ્છા થાય તોપણ તેઓનું માનસ આત્માની નિરાકુલ અવસ્થા પ્રત્યે અતિરાગવાળું હોય છે તેથી હંમેશાં ભગવદ્ભક્તિ આદિ કરીને વિકારોને શાંત કરવા યત્ન કરે છે. વળી સ્ત્રીઆદિ પ્રત્યે ભોગની ઇચ્છા થાય તોપણ તે મહાત્માઓ નિરર્થક કુવિકલ્પો કરીને બહુ કદર્થના પામતા નથી. જેમ, સ્થૂલિભદ્રને કોશા પ્રત્યે રાગ થયો, બા૨વર્ષ સુધી ત્યાં રહીને માત્ર ભોગવિલાસ કર્યો તોપણ તત્ત્વને જોનારી માર્ગાનુસા૨ી પ્રજ્ઞા હોવાથી સહેજ નિમિત્તને પામીને સંસાર પ્રત્યે વિરક્તભાવ થયો, સંયમ ગ્રહણ કર્યું અને તે પ્રકારે ચિત્તને તત્ત્વથી ભાવિત કર્યું જેથી કોશા પ્રત્યેનો જે અલ્પરાગ હતો તે પણ નષ્ટપ્રાયઃ થયો. જ્યારે સર્વજ્ઞ શાસનની પ્રાપ્તિના પૂર્વે જીવોને ભોગથી ક્યારેય તૃપ્તિ થતી નથી. પરંતુ ભોગની ઇચ્છાની જ વૃદ્ધિ થાય છે. શરીર ભોગ કરવા અસમર્થ થાય તોપણ ચિત્તમાં તે વિકારો હંમેશાં પીડા કરે છે તેથી તે ભોગો તેના માટે કદશ સ્વરૂપ બને છે. તેનાથી વિકારોની જ વૃદ્ધિ થાય છે. અને જેમ કદક્ષ ખાવાથી શરીરના રોગો વધે છે તેમ કર્મરૂપી રોગ વધવાને કારણે નરકાદિની પ્રાપ્તિરૂપ અનેક પીડાઓ તે જીવને પ્રાપ્ત થાય છે. વળી, તે જીવો કંઈક પુણ્યલવ કરીને મનુષ્ય કે દેવભવમાં આવે ત્યાં પણ વિકારી માનસ અત્યંત હોવાથી તેઓને તે ભોગો અતિકદર્થના કરનારા બને છે. વળી, તે કુભોજનને જ તે ભિખારી સુંદર માને છે. તેમ ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે સંસારી જીવો પણ ક્લેશ કરાવનારા ભોગોને જ સુંદર માને છે. વળી આત્માની Page #194 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૭૧ સ્વસ્થતાને કરાવનાર મહાકલ્યાણના કારણભૂત સહ્યારિત્રરૂપ સંયમ ગ્રહણ કરે તોપણ જ્યાં સુધી મહામોહની નિદ્રાથી તિરોહિત અવિવેકરૂપી ચહ્યું છે ત્યાં સુધી તેઓ ચારિત્રાચારનું સેવન કઈ રીતે સુખાકારી છે તેને જાણી શકતા નથી. તેથી માત્ર બાહ્ય કષ્ટરૂપ ચારિત્રની ક્રિયાને કરીને દેવાદિ ભવમાં જાય છે. તોપણ વિષયોની જ વૃત્તિવાળા હોવાથી સર્વત્ર ક્લેશને જ પામે છે. પરંતુ મહાકલ્યાણભૂત સહ્યારિત્ર વર્તમાનમાં કઈ રીતે સુખાકાર છે ? કઈ રીતે સુખની પરંપરાનું કારણ છે ? તે જોઈ શકે તેવી દૃષ્ટિ પોતાને હજી પ્રાપ્ત થઈ નથી. કેમ પોતાને તેવી દૃષ્ટિ અત્યાર સુધી પ્રાપ્ત થઈ નથી ? તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે. જો અનાદિ ભવભ્રમણમાં પૂર્વે ક્યારેય પણ સદ્યારિત્રમાં જ ગાઢ રાગ થયો હોત તો તે મહાત્મા અત્યાર સુધીમાં ક્યારના મોક્ષમાં પહોંચી ગયા હોત; કેમ કે જેને પરમાન્નનું આસ્વાદન થાય છે તેને સતત પ્રાપ્ત કરવાની ઉત્કટ ઇચ્છા થાય છે. ક્વચિત્ સર્વવિરતિની શક્તિ ન હોય તો પણ પોતાની ભૂમિકાનુસાર સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય થાય તે રીતે યત્ન કરીને સતત ચિત્તને પરમાત્રના ગુણથી વાસિત કરે છે, જેમ ભોજનના રસિયા જીવને ભોજનની વાર્તામાં પણ રસ ઉત્પન્ન થાય છે, કામના રસિયા જીવને કામની વાર્તામાં પણ રસ ઉત્પન્ન થાય છે તેમ, પરમાન્નના રસિયા જીવને સદા પરમાન્નના ભોજનમાં જ ઉત્કટ ઇચ્છા વર્તે છે અને તેની પ્રાપ્તિ ન થાય તો પણ તેની વાર્તામાં જ તેને રસ આવે છે. આથી જ તેવા મહાત્માઓ સચારિત્રને સેવનારા ઉત્તમપુરુષોના ચિત્તને વારંવાર યાદ કરે છે. તેના સ્વરૂપના ચિંતવનથી પણ તે મહાત્માનું ચિત્ત ક્લેશની અલ્પ-અલ્પતરતાને પ્રાપ્ત કરે છે તેથી, જો અનાદિભવમાં પરમાન્નનું આસ્વાદન પોતાને થયું હોત તો અવશ્ય પોતે અત્યાર સુધીમાં ક્યારના મોક્ષને પ્રાપ્ત કરત. પરંતુ હજી સુધી સંસારમાં પોતે ભટકે છે તેથી નક્કી થાય છે કે પૂર્વમાં ક્યારેય તે ઉત્તમભોજનને પોતે પ્રાપ્ત કરી શક્યો નથી. ઉપનય : ____ अचरमावर्ते जीवस्य समग्रयोनिस्थाने परिभ्रमणम् यत्पुनरभ्यधायि यथा-तददृष्टमूलपर्यन्तं नगरमुच्चावचेषु गेहेषु त्रिकचतुष्कचत्वरादिषु नानारूपासु च रथ्यासु पर्यटतोऽनवरतमश्रान्तचेतसाऽनेन रोरेणानन्तशः परावर्तितम् इति, तदपि सर्वमत्र समानं विज्ञेयं, यतोऽमुनापि जीवेनाऽनादितया कालस्य भ्रमताऽनन्तपुद्गलपरावर्ताः पर्यन्तं नीताः। यथा च तस्य ‘भ्रमतो द्रमकस्य तत्र नगरे न ज्ञायते कियान् कालो लयितः इत्युक्तं तथा जीवभवभ्रमणकालकलनमपि न प्रतीतिगोचरचारितामनुभवति, निरादितया तत्परिच्छेदस्य कर्तुमशक्तेरिति। तदेवमत्र संसारनगरोदरे मदीयजीवरोरोऽयं कुविकल्पकुतर्ककुतीर्थिकलक्षणैर्दुर्दान्तडिम्भसंघातैस्तत्त्वाभिमुख्यरूपे शरीरे विपर्याससंपादनलक्षणया ताडनया प्रतिक्षणं ताड्यमानो महामोहादिरोगव्रातग्रस्तशरीरस्तद्वशेन नरकादियातनास्थानेषु महावेदनोदयदलितस्वरूपोऽत एव विवेकविमलीभूतचेतसां कृपास्थानं पौर्वापर्यपर्यालोचनविकलान्तःकरणतया तत्त्वावबोधविप्रकृष्टोऽत एव प्रायः सर्वजीवेभ्यो जघन्यतमोऽत Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ एव धनविषयादिरूपकदन्नदुराशापाशवशीकृतः, कथञ्चित्तल्लेशलाभतुष्टोऽपि तेनाऽतृप्तचेतास्तदुपार्जनवर्द्धनसंरक्षणप्रतिबद्धान्तःकरणस्तद्वारेण च गृहीतनिबिडगुरुतराष्टप्रकारकर्मभाररूपाऽनिष्ठितापथ्यपाथेयस्तदुपभोगद्वारेण विवर्द्धमानरागादिरोगगणपीडितस्तथापि विपर्यस्तचित्ततया तदेवानवरतं भुञ्जानोऽप्राप्तसच्चारित्ररूपपरमानाऽऽस्वादोऽरघट्टघटीयन्त्रन्यायेनाऽनन्तपुद्गलपरावर्तान् समस्तयोनिस्थानास्कंदनद्वारेण पर्यटित इति। अधुना पुनरस्य यत्सम्पन्नं तदभिधीयते। ઉપનયાર્થ : અચરમાવર્તમાં જીવનું સમગ્ર યોનિસ્થાનમાં પરિભ્રમણ જે વળી કહેવાયું પૂર્વની કથામાં કહેવાયું, શું કહેવાયું તે “કથા'થી બતાવે છે તે અદષ્ટમૂલપર્યત નગર છે. અને ઊંચા-નીચાં ઘરોમાં ત્રણરસ્તા, ચારરસ્તા રૂપ નાના પ્રકારની શેરીઓમાં ભટકતા સતત અઢાંતચિત્તવાળા એવા આ ભિખારી વડે અવંતીવાર તે વગર પરાવર્તન કરાયું, તે પણ સર્વ આ જીવમાં સમાન જાણવું. જે કારણથી કાલનું અતાદિપણું હોવાને કારણે ભમતા=ચારગતિમાં ભમતા, આ પણ જીવ વડે અનંતપુદ્ગલ પરાવર્તા પૂર્ણ કરાયા. અને જે પ્રમાણે તેને તે નગરમાં ભમતા ભિખારીને કેટલો કાળ પસાર થયો તે જણાતું નથી' એ પ્રમાણે કહેવાયું તે પ્રમાણે જીવતા ભવભ્રમણના કાલનું કલન પણ પ્રતીતિના વિષયપણાને પ્રાપ્ત નથી; કેમ કે નિરાદિપણું હોવાને કારણે=સંસારનું આધિરહિતપણું હોવાને કારણે, તેના પરિચ્છેદ=બોધને, કરવા માટે અશક્તિ છે. તે પ્રમાણે આ રીતે આ સંસારનગર ઉદરમાં કુવિકલ્પ કુતર્ક કુતીથિક લક્ષણ દુર્દાત બાળકોના સમૂહથી તત્વાભિમુખરૂપ શરીરના વિષયમાં વિપર્યાસ સંપાદન રૂ૫ તાડનથી પ્રતિક્ષણ તાડન કરાતો, મહામોહઆદિ રોગના સમૂહથી ગ્રસ્ત શરીરવાળો તેના વશથી=અંતરંગ રોગોના વશથી, તરકાદિ યાતનારૂપ સ્થાનોમાં મહાવેદનના ઉદયથી દલિત સ્વરૂપવાળો આ મારો જીવરૂપ રાંકડો છે આથી જ વિવેકથી વિમલીભૂતચિત્તવાળા મહાત્માઓને કૃપાનું સ્થાન છે. પૂર્વ-અપરના પર્યાલોચનથી વિકલ અંતઃકરણપણું હોવાથી તત્વતા અવબોધથી દૂર રહેલો છે. આથી જ પ્રાયઃ સર્વજીવોથી જઘન્યતમ છે. આથી જ=સર્વજીવોથી જઘન્યતમ છે આથી જ, ધનવિષયાદિરૂપ કદવાની દુરાશાના પાશથી વશ થયેલો કોઈક રીતે તેના લાભથી તુષ્ટ પણ ધનાદિના લાભથી તુષ્ટ પણ, તેનાથી અતૃપ્તચિત્તવાળો તેના ઉપાર્જત, વર્ધન, સંરક્ષણમાં પ્રતિબદ્ધ અંતઃકરણવાળો અને તેના દ્વારા=ધન, અર્જતાદિનાં કૃત્યો દ્વારા, ગ્રહણ કર્યા છે લિબિડગુરુતર અષ્ટપ્રકારના કર્મના ભારરૂપ અતિષ્ઠિતાને કરનાર એવા અપથ્ય પાથેયવાળો, તેના ઉપભોગ દ્વારા તે કુપથ્થતા ઉપભોગ દ્વારા, વધતા રાગાદિ રોગગણથી પીડાયેલો, તોપણ વિપર્યસ્ત ચિતપણું હોવાને કારણે તેને જ=તે કદલને જ, સતત ભોગવતો, અપ્રાપ્ત સત્યારિત્રરૂપ પરમાતના આસ્વાદવાળો, અને અરઘટ્ટઘટીયત્રવ્યાયથી અનંતપુદ્ગલપરાવર્તાને સમસ્ત યોનિસ્થાનની પ્રાપ્તિ દ્વારા ભટકે છે. હવે ફરી આને આ ભિખારીને, જે પ્રાપ્ત થાય છે તેને કહે છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ १७३ विवक्षातः कालनानात्वम् इह च - त्रिकालविषयतयाऽस्य व्यतिकरस्य विवक्षया समस्तकालाभिधायिभिरपि प्रत्ययैरत्र सर्वत्रापि कथाप्रबन्धे निर्देशः सङ्गतो द्रष्टव्यः, यतो विवक्षया कारकवत्कालोऽपि वस्तुस्थित्यैकस्वरूपेऽपि वस्तुनि नानारूपः प्रयुक्तो दृष्टोऽभीष्टश्च शब्दविदां, यथा-योऽयं मार्गो गन्तव्यः आ पाटलिपुत्रात् तत्र कूपोऽभूदभवच्च, बभूव, भविष्यति, भवितेति वा, एते सर्वेऽपि कालनिर्देशा एकस्मिन्नपि कूपाख्ये वस्तुनि विवक्षावशेन साधवो भवन्तीत्यलमप्रस्तुतविस्तरेणेति । વિવક્ષાથી કાળનું વૈવિધ્ય અને અહીં=સંસારના પરિભ્રમણમાં, આ વ્યતિકરનું ત્રિકાલવિષયપણું હોવાથી=ચારગતિમાં પરિભ્રમણ કરવા રૂપ વ્યતિકરવું ત્રિકાલવિષયપણું હોવાને કારણે, વિવક્ષાથી સમસ્તકાલને કહેનારા પણ પ્રત્યયો વડે=પ્રયોગો વડે અહીં સર્વત્ર પણ કથા પ્રબંધમાં નિર્દેશ સંગત જાણવો=સંસારી જીવોના પરિભ્રમણનું કથત પ્રસ્તુત કથાથી કરેલ હોવાને કારણે આ પ્રકારની કથા ત્રણેયકાળમાં બનતી હોય છે, તેથી ગ્રંથકારશ્રીને વિવક્ષાને કારણે ક્યારેક ભૂતકાળનો પ્રયોગ કર્યો છે, ક્યારેક વર્તમાનકાળનો પ્રયોગ કર્યો છે, ક્યારેક ભવિષ્યકાળનો પ્રયોગ કર્યા છે. તેથી ત્રણેયકાળમાં અભિધાન પ્રત્યયો વડે કથા પ્રબંધમાં= સર્વસ્થાનમાં, જે નિર્દેશ પ્રાપ્ત થાય છે તે સંગત જાણવો. જે કારણથી વિવક્ષાથી કારકની જેમ કાલ પણ વસ્તુસ્થિતિથી એક સ્વરૂપ હોવા છતાં પણ વસ્તુમાં જુદા જુદા સ્વરૂપવાળો પ્રયોગ કરાયેલો જોવાયો છે અને શબ્દની મર્યાદા જાણનારાઓને ત્રણકાળનો પ્રયોગ અભીષ્ટ છે તે ‘વથા’થી બતાવે छे. पाटलिपुत्र सुधी सा भार्ग गन्तव्य छे भय छे त्यां च 'अभूत्' जने 'अभवत्' अथवा 'बभूव' अथवा ‘भविष्यति' जने 'भविता' खेड पाए ड्रूप नामनी वस्तुभां या सर्व भाग डालना निर्देशो વિવક્ષાના વશથી સુંદર થાય છે. એથી પ્રસ્તુત કથનમાં વિસ્તાર વડે સર્યું. जिनेश्वरस्य सुस्थितनृपता तत्र योऽसौ तत्स्वभावतया समस्तभूतसंघातात्यन्तवत्सलहृदयः प्रख्यातकीर्त्तिस्तस्मिन्नगरे सुस्थिताभिधानो महानरेन्द्रो दर्शितः, स इह परमात्मा, जिनेश्वरो, भगवान्, सर्वज्ञो विज्ञेयः । स एव हि प्रलीनाऽशेषक्लेशराशितयाऽनन्तज्ञानदर्शनवीर्यतया निरुपचरितस्वाधीननिरतिशयानन्तानन्दसन्दोहस्वरूपतया च परमार्थेन सुस्थितो भवितुमर्हति, न शेषा अविद्यादिक्लेशराशिवशवर्तिनः अतिदुःस्थितत्वात्तेषाम्, स एव च भगवान् समस्तभूतसंघातस्यापि सूक्ष्मरक्षणोपदेशदायितयाऽक्षेपेण मोक्षप्रापणप्रवणप्रवचनार्थप्रणेतृतया च स्वभावेनैवातिवत्सलहृदयः, स एव च प्रख्यातकीर्तिः, निःशेषामरनरविसरनायकैः पुरुहूतचक्रवर्त्यादिभिः यतः स एव प्रशस्तमनोवाक्कायव्यापारपरायणैरनवरतमभिष्टृयते, अत एव चासावेवाविकलं महाराजशब्दमुद्वोढुमर्हति । Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ તીર્થંકરનું સુસ્થિતનૃપત્વ ત્યાં=કથાનકમાં, જે આ તત્ સ્વભાવપણાથી=તીર્થંકરોનું તે પ્રકારનું સ્વભાવપણું હોવાને કારણે, સમસ્ત જીવોના સંઘાત પ્રત્યે અત્યંત વત્સલહૃદયવાળા પ્રખ્યાતકીર્તિવાળા તે નગરમાં સુસ્થિત નામના મહાનરેન્દ્ર બતાવાયા તે=મહાનરેન્દ્ર, અહીં=સંસારમાં, પરમાત્મા જિનેશ્વર ભગવાન સર્વજ્ઞ જાણવા. તે જ=પરમાત્મ જિનેશ્વર જ, અશેષ ક્લેશ રાશિપણું પ્રલીન હોવાને કારણે, અનંતજ્ઞાન, દર્શન, વીર્યપણું હોવાને કારણે, નિરુપચરિત સ્વાધીન નિરતિશય એવા અનંત આનંદના સમૂહનું સ્વરૂપપણું હોવાથી ૫રમાર્થથી સુસ્થિત થવા માટે યોગ્ય છે. શેષ અવિદ્યા આદિ ક્લેશરાશિવશવર્તી જીવો નહીં= સુસ્થિત થવા માટે યોગ્ય નથી; કેમ કે તેઓનું અતિ દુઃસ્થિતપણું છે. અને તે જ ભગવાન=સુસ્થિત નામના રાજા રૂપ ભગવાન, સમસ્ત જીવોના સંઘાતનું પણ સૂક્ષ્મ રક્ષણના ઉપદેશના દાયીપણાથી અને અક્ષેપથી, મોક્ષ પ્રાપણમાં સમર્થ એવા પ્રવચતાર્થના પ્રણેતૃપણાથી, સ્વભાવથી જ અતિવત્સલ હૃદયવાળા છે. અને તે જ=સર્વજીવો પ્રત્યે વાત્સલ્યવાળા ભગવાન જ, સર્વદેવો, મનુષ્યોના સમૂહના નાયક એવા ઇન્દ્ર ચક્રવર્તી આદિ વડે પ્રખ્યાત કીર્તિવાળા છે, જે કારણથી તે જ=તે ભગવાન જ, પ્રશસ્ત મન, વચન, કાયાના વ્યાપારમાં પરાયણ એવા ઇન્દ્ર-ચક્રવર્તી આદિ વડે સતત સ્તુતિ કરાય છે. અને આથી જ=ભગવાન સુસ્થિત છે, જગતના જીવો પ્રત્યે દયાળુ છે અને પ્રખ્યાતકીર્તિવાળા છે આથી જ, આ=ભગવાન, અવિકલ એવા મહારાજ શબ્દને વહન કરવા માટે યોગ્ય છે. ભાવાર્થ: વળી, ગ્રંથકારે પૂર્વની કથામાં કહ્યું કે અષ્ટમૂલપર્યંત નામના નગરમાં તે ભિખારી દરેક શેરીઓમાં અનંતી વખત ભીખ માટે ફરે છે તે વસ્તુતઃ સંસારી જીવમાં સંગત થાય છે; કેમ કે સંસારી જીવ અનાદિનો છે. અને દરેક ભવોમાં બાહ્ય ખાદ્યપદાર્થો, ભોગ્યપદાર્થો કે માન સન્માનાદિ કાષાયિકભાવોમાંથી આનંદ લેવાની વૃત્તિવાળો હોવાથી તે કદક્ષને જ પ્રાપ્ત કરવા દરેક ગતિઓમાં યત્ન કરે છે. અને ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે તેને પોતે આટલો કાળ સુધી આ રીતે કદર્થના પામ્યો છે તેનો કોઈ બોધ વર્તતો નથી, કેવળ તત્કાળ જ વૈષયિક સુખોમાં કે માનસન્માનનાં સુખોમાં રત એવો તે જીવ પ્રાપ્ત એવા મનુષ્યભવને પૂર્ણ કરીને નિષ્ફળ કરે છે. અને અન્ય ભવો પણ તે રીતે નિષ્ફળ કરે છે. વળી, કથાનકમાં કહ્યું કે ભિખારી પાછળ તેને હેરાન કરવા માટે કુવિકલ્પો, કુતર્ક, અને કુતીર્થરૂપ બાળકો પાછળ પડેલા અને તે જીવના તત્ત્વાભિમુખ શરીરનો નાશ કરતા હતા. તે રીતે આ સંસારી જીવ પણ ક્યારેક કંઈક કર્મની અલ્પતા થાય ત્યારે આત્માના હિતની વિચારણા કરી શકે તેવો તત્ત્વાભિમુખ બને છે. અથવા તત્ત્વાભિમુખ થઈ શકે તેવી યોગ્યતાવાળો બને છે. પરંતુ તેના દૌર્ભાગ્યને કારણે તેવી સામગ્રી પામીને પરલોક આદિના વિષયમાં સંશય કરે તેવા કુવિકલ્પો થાય છે. પદાર્થને વાસ્તવિક જોનારી માર્ગાનુસા૨ી પ્રજ્ઞાને બદલે કુતર્કો કરે તેવી તિ થાય છે. વળી, કુઉપદેશકો તેમને મળી જાય છે. તેથી તત્ત્વને અભિમુખ થવાને બદલે તત્ત્વથી વિમુખ બુદ્ધિવાળા થાય છે. તેથી વિપર્યાસ થવાને કારણે તેઓના ભાવરોગો અતિશયિત થાય છે. જેને કારણે કર્મો બાંધીને ન૨કાદિ સ્થાનોમાં મહાવિડંબના પામે છે. તેથી ભગવાનની શાસનની પ્રાપ્તિ પૂર્વે ક્યારેક કર્મ પ્રચુર Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ વર્તે છે ત્યારે તીર્થકર આદિનો યોગ પણ તત્ત્વને અભિમુખ જીવને થવા દેતો નથી. તો વળી ક્યારેક કંઈક કર્મના મલની અલ્પતા થાય છે. ત્યારે તીર્થકર આદિનો યોગ થવાને બદલે કુતીર્થિકોનો યોગ થાય છે. ભગવાનના શાસનમાં રહેલા કસાધુઓનો યોગ થાય છે. જેથી તત્ત્વાભિમુખ શરીર નાશ પામે છે. અને જેના કારણે દુર્ગતિઓની પરંપરાને પામે છે. જેમ, નેમિનાથ ભગવાનના કાળમાં સુમતિ નામના શ્રાવક કુસાધુઓની પાસે સંયમગ્રહણ કરીને પરમાધામી થયા આ રીતે, વિવેક વગર વિપર્યાસથી કર્મો બાંધીને ચારગતિઓમાં ભમતા જીવોને જોઈને વિવેકી એવા મહાત્માઓને તે જીવ કૃપાનું સ્થાન થાય છે, અને પોતાનો આત્મા તેવો અત્યંત અવિવેકવાળો ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે હોવાથી સર્વ જીવોથી અતિજઘન્યતમ છે. તેથી જ કદન્નને ખાઈને અરઘટ્ટઘટ્ટીન્યાયથી અનંતપુદ્ગલપરાવર્તનો સર્વ યોનિસ્થાનોની પ્રાપ્તિ દ્વારા પસાર કરે છે. આ રીતે તે દ્રમકનું સ્વરૂપ બતાવ્યા પછી કથાનકમાં કહ્યું કે તે નગરમાં સુસ્થિત નામના મહારાજા વર્તે છે. તે ભગવાન સર્વજ્ઞ છે; કેમ કે ભગવાને સર્વ ક્લેશનો નાશ કરીને સ્થિર એવું કેવલજ્ઞાન, સ્થિર એવું ક્ષાયિકવીર્ય અને સ્થિર એવું સર્વ ક્લેશરહિત સુખ પ્રાપ્ત કર્યું છે. તેથી, જેમ કોઈ રાજવી જીવનમાં સ્વસ્થ રીતે જીવતા હોય તેમ તીર્થકરો સર્વ ઉપદ્રવો રહિત સુખમય અવસ્થામાં રહેલા છે. વળી, દયાળુ રાજા પ્રજાની હિતચિંતા કરે છે. તેમ, ભગવાન પણ સમસ્ત જીવોની હિતચિંતા કરનારા અતિવત્સલ હૃદયવાળા છે. તેથી, જગતના સર્વજીવોનું રક્ષણ થાય તેવો ઉપદેશ આપે છે. અને મોક્ષ પ્રાપ્તિનું કારણ બને એવા પ્રવચનને બતાવે છે. જેનાથી સર્વ જીવોનું હિત થાય છે. વળી, તે રાજા અત્યંત પ્રખ્યાત કીર્તિવાળા હતા એમ કથાનકમાં કહ્યું તેનું કારણ તીર્થકરો દેવતાઓ, મનુષ્યો આદિ બધા વડે અત્યંત પૂજાય છે. તેથી, તેઓની કીર્તિ એક ઉત્તમપુરુષ તરીકે જગતમાં વિખ્યાત છે. માટે મહારાજા શબ્દોથી તીર્થકરોને જ કહી શકાય, અન્યોને નહીં. ઉપનય : स्वकर्मविवरो द्वारपालः यथा च स रोरः ‘पर्यटस्तस्य मन्दिरद्वारं कथञ्चित्प्राप्तः, तत्र च स्वकर्मविवरो नाम द्वारपालस्तिष्ठति, तेन च कृपालुतया तत्र राजभवने प्रवेशितः इत्युक्तं तदेवमिह योजनीयम्-तत्र यदाऽस्य जीवस्याऽनादिमता यथाप्रवृत्तसंज्ञेन करणेन कथञ्चिद् घर्षणघूर्णनन्यायेनायुष्कवर्जितानां सप्तानां कर्मप्रकृतीनां स्थितेः समस्ता अपि सागरोपमकोटीकोटयः पर्यन्तवर्तिनीमेकां सागरोपमकोटीकोटिं विहाय क्षयमुपगता भवन्ति, तस्या अपि कियन्मानं क्षीणं, तदाऽयं जीवस्तस्याऽऽत्मनृपतेः सम्बन्धि यदेतदाचारादिदृष्टिवादपर्यन्तं द्वादशाङ्गं परमागमरूपं तदाधारभूतचतुर्वर्णश्रीश्रमणसङ्घलक्षणं वा मन्दिरं तस्य द्वारि प्राप्तोऽभिधीयते, तत्र च प्रवेशनप्रवणः-स्वस्य आत्मीयस्य, कर्मणो विवरो=विच्छेदः स्वकर्मविवरः स एव यथार्थाभिधानो द्वारपालो भवितुमर्हति, अन्येऽपि रागद्वेषमोहादयस्तत्र द्वारपाला विद्यन्ते, केवलं तेऽस्य जीवस्य प्रतिबन्धका, न पुनस्तत्र प्रवेशकाः, तथाहि-अनन्तवाराः प्राप्तः प्राप्तोऽयं Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ जीवस्तैर्निराक्रियते, यद्यपि क्वचिदवसरे तत्र तेऽपि प्रवेशयन्त्येनं तथापि तैः प्रवेशितो न परमार्थतः प्रवेशितो भवति, रागद्वेषमोहाद्याकुलितचित्ता यद्यपि यतिश्रावकादिचिह्नाः क्वचिद् भवन्ति, तथापि ते सर्वज्ञशासनभवनाद् बहिर्भूता द्रष्टव्या इत्युक्तं भवति ततश्चायं जीवस्तेन स्वकर्मविवरद्वारपालेन तावती भुवं प्राप्तो ग्रन्थिभेदद्वारेण तत्र सर्वज्ञशासनमन्दिरे प्रवेशित इति युक्तमभिधीयते। ઉપનયાર્થ - સ્વકર્મવિવર નામનો દ્વારપાળ જે પ્રમાણે તે રાંકડો ભટકતો-સંસારરૂપી નગરમાં ભટકતો, તે મંદિરના દ્વારમાં કોઈક રીતે પ્રાપ્ત થયોસુસ્થિત મહારાજાના રાજમહેલના દ્વારને કોઈક રીતે પ્રાપ્ત થયો. અને ત્યાં-સુસ્થિત રાજાના મંદિરના દ્વારમાં, સ્વકર્મવિવર નામનો દ્વારપાળ રહેલો છે. અને તેના વડે સ્વકર્મવિવર નામના દ્વારપાળ વડે, કૃપાળુપણું હોવાથી તે રાજમહેલમાં પ્રવેશ કરાયો તે રાંકડો પ્રવેશ કરાયો. એ પ્રમાણે કથામાં કહેવાયું તે કથાનું તે કથન, આ રીતે=આગળમાં બતાવે છે એ રીતે, અહીં=સંસારી જીવમાં, યોજન કરવું. ત્યાં=સંસારપરિભ્રમણકાળમાં, જ્યારે આ જીવની અનાદિમાન એવા યથાપ્રવૃત્તિકરણ સંજ્ઞાવાળા કરણથી કોઈક રીતે ઘર્ષણપૂર્ણતન્યાયથી=નદીમાં પડેલો પથ્થર ઘસાઈ ઘસાઈને ગોળ થાય એ ન્યાયથી, આયુષ્યકર્મ વર્જિત સાત કર્મોની સ્થિતિની પર્યતવતિની એક કોટાકોટી સાગરોપમને છોડીને સમસ્ત પણ કોટાકોટી સાગરોપમ ક્ષયપણાને પામે છે. તેનું પણ એક સાગરોપમનું પણ, કેટલુંક માત્ર ક્ષીણ થાય છે ત્યારે આ જીવ તે રાજાના સંબંધી જે આચારાદિ દષ્ટિવાદપર્યત પરમ આગમરૂપ દ્વાદશાંગ અથવા તેના આધારભૂત ચાર વર્ણવાળા શ્રમણસંઘરૂપ મંદિર છે. તેના=મંદિરના, દ્વારમાં પ્રાપ્ત થયેલો કહેવાય છે અને ત્યાં પ્રવેશવામાં સમર્થ પોતાના કર્મ નામનો વિવર એ રૂપ સ્વકર્મવિવર, તે જ યથાર્થ રામવાળો દ્વારપાળ થવા માટે યોગ્ય છે. વળી, અન્ય રાગ-દ્વેષ-મોહાદિ ત્યાં દ્વારપાળો વિદ્યમાન છે. કેવલ તે દ્વારપાળો આ જીવને પ્રતિબંધક છે=ભગવાનના શાસનમાં પ્રવેશવામાં પ્રતિબંધક છે, પરંતુ ત્યાં=ભગવાનના શાસનરૂપી મંદિરમાં, પ્રવેશ કરાવનારા નથી. તે આ પ્રમાણે અનંતીવાર પ્રાપ્ત એવો આ જીવ ચારગતિમાં ભ્રમણ કરતાં કરતાં કોઈક વખતે ગ્રંથિદેશમાં અનેક વખત પ્રાપ્ત થયેલો આ જીવ, તેઓ વડે=રાગ-દ્વેષાદિ દ્વારપાળો વડે, ભગવાનના શાસનમાં પ્રવેશ કરતાં નિરાકરણ કરાય છે – જો કે ત્યાં=ભગવાનના શાસનમાં, કોઈક અવસરે તેઓ પણ રાગ-દ્વેષ-મોહતા પરિણામો પણ, આ જીવને પ્રવેશ કરાવે છે=ધર્મ સાંભળવાની કે ધર્મની ક્રિયા કરવાની કોઈક પ્રવૃત્તિઓ કરાવે છે, તોપણ તેઓ વડે પ્રવેશ કરાવાયેલો=રાગ-દ્વેષ-મોહથી ભગવાનના શાસનમાં પ્રવેશ કરાવાયેલો, આ જીવ પરમાર્થથી પ્રવેશ કરાયેલો નથી. જોકે રાગ-દ્વેષ-મોહાદિ આકુળ ચિત્તવાળા જીવો યતિ, શ્રાવકાદિ ચિહ્નોવાળા ક્યારેક થાય છે તો પણ તે સર્વશતા શાસનના ભવનથી બહિર્ભત જ જાણવા. એ પ્રમાણે કહેવાયું. અને તેથી આ જીવ તે સ્વકર્મવિવર નામના દ્વારપાળ વડે તેટલી ભૂમિને પામેલો ગ્રંથિભેદનું કારણ બને તેટલી ભૂમિને પામેલો, ગ્રંથિભેદ દ્વારા સર્વજ્ઞના શાસનમાં પ્રવેશિત કરાયો તે પ્રમાણે યુક્ત કહેવાયું છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૭૭ ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કથા બતાવી ત્યાં તે ભિખારી ભીખ અર્થે ફરતો કોઈક રીતે તે સર્વજ્ઞના શાસનરૂપી મંદિરદ્વારને પ્રાપ્ત થયો. અને સ્વકર્મવિવર નામના દ્વારપાળ વડે તે જીવને રાજભવનમાં પ્રવેશ કરાવાયો એમ કહેવાયું તેથી એ પ્રાપ્ત થાય કે આ જીવ અનાદિકાળથી સંસારમાં ભટકતાં ભટકતાં યથાપ્રવૃત્તિકરણ નામના પરિણામથી સાત કર્મોની સ્થિતિ અંતઃકોટાકોટિ કરે છે. ત્યારે ધર્મ કરવાને અભિમુખ વિવેક વગરનો પણ ભાવ થાય છે તેથી તે જીવ ક્યારેક સંસારના આશયથી, ક્યારેક માનસન્માનના આશયથી કે કોઈક અન્ય આશયથી ધર્મની અન્ય પ્રવૃત્તિ કરે છે. તોપણ ભગવાનના શાસનના પરમાર્થને જાણવા માટે સમર્થ થતો નથી; કેમ કે ભગવાનના શાસનમાં ભાવથી પ્રવેશ કરાવવામાં રાગ-દ્વેષ અને મોહનો પરિણામ બાધક છે અને જે વખતે જીવોને બાહ્ય પદાર્થોમાં જ સુખબુદ્ધિ વર્તે છે. તેઓને તે સુખના પ્રાપ્તિના ઉપાયરૂપે ધનઅર્જનાદિ દેખાય છે તેમ ગ્રંથિદેશમાં આવે છે ત્યારે ધર્મકૃત્યો પણ સુખના ઉપાયરૂપે દેખાય છે. તેથી ધર્મ કરીને પણ તેઓ બાહ્ય પદાર્થો વિષયક રાગભાવની જ પુષ્ટિ કરે છે. આ રીતે અનંતી વખત સંસારી જીવ ક્યારે ક્યારે તે જિનમંદિરમાં પ્રવેશ પામે છે. તોપણ રાગ-દ્વેષ-મોહ નામના દ્વારપાળો તેઓને ભાવથી પ્રવેશ કરવા દેતા નથી. પરંતુ જ્યારે જીવમાં કંઈક કર્મની વિશેષ લઘુતા થાય છે ત્યારે તેને તત્ત્વને જોવાની નિર્મળ પ્રજ્ઞા પ્રગટે છે. જે દર્શનમોહનયના ક્ષયોપશમના પરિણામ રૂપ છે અને તે ક્ષયોપશમભાવ હોવાથી કર્મના વિવર સ્વરૂપ છે. તેથી તે કર્મવિવર નામના દ્વારપાળે તે જીવને ભગવાનના શાસનમાં ભાવથી પ્રવેશ કરાવ્યો એમ કહેવાય છે. અને જ્યારે જીવ દર્શનમોહનીયના ક્ષયોપશમથી ભગવાનના શાસનમાં પ્રવેશ પામે છે ત્યારે વીતરાગનું જેવું વીતરાગસ્વરૂપ છે, તેવું જ સ્વરૂપ જીવની સુંદર અવસ્થારૂપ છે તેવો બોધ થાય છે. તેથી ભગવાનના શાસનની દરેક પ્રવૃત્તિઓ કઈ રીતે વીતરાગતા સાથે પરમાર્થથી જોડાયેલી છે તે સ્વરૂપે જ તેને દેખાય છે અને જેઓ ભાવથી ભગવાનના શાસનમાં છે તેઓમાં વીતરાગતાને અનુકૂળ કેવા ઉત્તમભાવો છે તે સર્વ તે જીવને સ્પષ્ટ દેખાય છે. તેથી જેમ તે ભિખારીને તે રાજમંદિર અનેક પ્રકારની સમૃદ્ધિથી યુક્ત દેખાયું તેમ ભગવાનના શાસનને પામેલા જીવોને ભાવથી ભગવાનના શાસનમાં વર્તતા ઋષિઓ, મહર્ષિઓ, તીર્થકરો, દેવો વગેરેમાં કેવા ઉત્તમભાવો વર્તે છે, તે સર્વ દેખાય છે. અને તે ભાવોથી ભગવાનનું શાસન શોભાયમાન છે તેમ જણાય છે. અને જેઓ પોતાના કર્મના ક્ષયોપશમથી ભગવાનના શાસનમાં પ્રવેશ્યા નથી. પરંતુ રાગ-દ્વેષ-મોહરૂપી દ્વારપાળથી પ્રવેશ કરાવાયા છે તેઓને ભાવથી ભગવાનનું શાસન કેવું છે તે દેખાતું નથી. તેથી પરમાર્થથી તેઓ રાજમંદિરમાં પ્રવેશેલા નથી. ઉપનય : सर्वज्ञशासनस्य राजमन्दिरता यथा च तेन कथानकोक्तेन तद्राजभवनमदृष्टपूर्वमनन्तविभूतिसंपन्नं राजामात्यमहायोधनियुक्तकतलवर्गिकैरधिष्ठितं स्थविराजनसनाथं सुभटसंघाताकीर्णं विलसद्विलासिनीसार्थं निरुपचरितशब्दादिविषयोप Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ भोगविमर्दसुन्दरं सततोत्सवं दृष्टं तथाऽनेनापि जीवेन वज्रवदुर्भेदोऽभिन्नपूर्वश्च संसारे यः क्लिष्टकर्मग्रन्थिस्तदभेदद्वारेण स्वकर्मविवरप्रवेशितेनेदं सर्वज्ञशासनमन्दिरं तथाभूतविशेषणमेव सकलमवलोक्यते। तथाहि-दृश्यन्तेऽत्र मौनीन्द्रे प्रवचनेऽपास्ताज्ञानतमःपटलप्रसरा विविधरत्ननिकराकारधारका विलसदमलालोकप्रकाशितभुवनभवनोदरा ज्ञानविशेषाः। तथा विराजन्तेऽत्र भागवते प्रवचने सम्पादितमुनिपुङ्गवशरीरशोभनया मनोहरमणिखचितविभूषणविशदाकारतां दधानाः खल्वामर्शोषध्यादयो नानद्धिविशेषाः। तथा कुर्वन्ति सुजनहृदयाक्षेपमत्र जिनमतेऽतिसुन्दरतया विचित्रवस्त्रविस्ताराऽऽकारबहुविधतपोविशेषाः। तथा जनयन्ति चित्तालादातिरेकमत्र पारमेश्वरे मते लोलोज्ज्वलांशुकोल्लोचावलम्बिमौक्तिकावचूलरूपतामाबिभ्राणा रचनासौन्दर्ययोगितया चरणकरणरूपा मूलोत्तरगुणाः, तथाविधेऽत्र जैनेन्द्रदर्शने वर्तमानानां धन्यानां वक्त्रसौष्ठवगन्धोत्कर्षचित्तानन्दातिरेकमुदारताम्बूलसन्निभं सत्यवचनम्। तथा व्याप्नुवन्ति स्वसौरभोत्कर्षेण दिक्चक्रवालमत्र भागवते मते मुनिमधुकरनिकरप्रमोदहेतुतया विचित्रभक्तिविन्यासग्रथिततया मनोहारिकुसुमप्रचयाकारधारकाण्यष्टादशशीलाङ्गसहस्राणि। तथा निर्वापयति मिथ्यात्वकषायसन्तापानुगतानि भव्यसत्त्वशरीराणि गोशीर्षचन्दनादिविलेपनसन्दोहदेश्यतां दधानमत्र पारमेश्वरदर्शने सम्यग्दर्शनम्। ઉપનયાર્થઃ સર્વજ્ઞ શાસનનું રાજમંદિરત્વ જે પ્રમાણે તે કથાનકમાં કહેવાયેલા તેના વડે દ્રમક વડે, “તે રાજભવન અષ્ટપૂર્વ અનંતવિભૂતિથી સંપન્ન, રાજા, અમાત્ય, મહાયોદ્ધા નિયુક્ત તલવર્ગથી અધિષ્ઠિત, સ્થવિરાજતથી યુક્ત, સુભટ સંઘાતથી આકીર્ણ, વિલાસ પામતી વિલાસિની એવી સ્ત્રીઓના સમુદાયવાળું, નિરુપચરિત શબ્દાદિ વિષયના ઉપભોગતા વિમર્દથી સુંદર, સતત ઉત્સવવાળું જોવાયું તે પ્રમાણે આ જીવ વડે પણ વજની જેમ દુર્ભેદ અભિન્નપૂર્વ ભૂતકાળમાં ભેદી નથી એવી, સંસારમાં જે ક્લિષ્ટકર્મ રૂપ ગ્રંથિ છે તેના ભેદ દ્વારા સ્વકર્મવિવરથી પ્રવેશ કરાવવા પડે તેવા પ્રકારના વિશેષણવાળું સકલ જ આ સર્વજ્ઞ શાસન મંદિર જોવાય છે. તે આ પ્રમાણે – અહીં=સંસારમાં, મોતીન્દ્ર પ્રવચનમાં ભગવાનના વચનરૂપ શાસ્ત્રોમાં, અપાત દૂર કરેલા, અજ્ઞાનરૂપી અંધકારના પટલના પ્રસરવાળા, વિવિધ રત્નસમૂહના આકારને ધારણ કરનારા, વિલાસ કરતાં નિર્મળ આલોકથી પ્રકાશિત એવા ભુવનરૂપી ભવનના ઉદરવાળા જ્ઞાનવિશેષો દેખાય છે. અને અહીં ભાગવત પ્રવચનમાં સંપાદિત કરાયેલા મુનિરૂપી પુંગવોના શરીરની શોભાપણાથી મનોહર મણિઓથી યુક્ત એવા વિભૂષણના વિશદ આકારને ધારણ કરનારી આમષષધિ આદિ અનેક ઋદ્ધિવિશેષો શોભે છે. અને અહીં જિનમતમાં અતિસુંદરપણું હોવાને કારણે વિચિત્રવસ્ત્રમાં વિસ્તારના આકારવાળા બહુ પ્રકારના તાપવિશેષો સુજતના હદયને આક્ષેપ કરે છે. અને આ પરમેશ્વરના શાસનમાં ચપલ ઉજ્જવલ વસ્ત્રવાળા ચંદરવામાં લટકતાં Page #202 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૭૯ મોતીઓની અવચૂલાને ધારણ કરતા ચરણકરણરૂપ મૂલ-ઉત્તર ગુણો રચતાસોંદર્યના સંબંધપણાથી ચિત્તમાં આલાદના અતિશયને ઉત્પન્ન કરે છે. તેવા પ્રકારના આ જૈનેન્દ્રદર્શનમાં વર્તતા એવા ધન્ય જીવોનું મુખની સુંદર ગંધના ઉત્કર્ષથી ચિતતા આનંદના અતિરેકવાળું ઉદાર તાંબૂલ જેવું સત્ય વચન છે. અને ભાગવત મતમાં ભગવાનના શાસનમાં, મુનિરૂપી ભમરાઓના સમૂહને પ્રમોદનું હેતુપણું હોવાથી અને વિવિધ પ્રકારના ભક્તિના વિચાસથી ગ્રથિતપણું હોવાને કારણે અનેક પ્રકારની વીતરાગની ભક્તિના સ્થાપનથી અઢાર હજાર શીલાંગો પરસ્પર ગુંથાયેલા હોવાને કારણે, મનોહર પુષ્પોના સમૂહના આકારને ધારણ કરનારા અઢાર હજાર શીલાંગો પોતાના સૌરભના ઉત્કર્ષથી બધી દિશાઓને વ્યાપ્ત કરે છે. અને અહીં પારમેશ્વર દર્શનમાં ગોશીષચંદનાદિ વિલેપનના સમૂહની સદશતાને ધારણ કરતું સમ્યગ્દર્શન, મિથ્યાત્વ અને કષાયના સંતાપથી અનુગત ભવ્યજીવોના શરીરોને નિર્ચાપત કરે છે=શીતલતાને આપે છે. सर्वज्ञशासनस्थितजीवस्वरूपम् यतश्चात्र सर्वज्ञोपज्ञे सज्ज्ञानदर्शनचारित्रप्रधाने प्रवचने वर्तन्ते ये जीवास्तैर्महाभागधेयैः स्थगितो नरकान्धकूपः, भग्नस्तिर्यग्गतिचारकावासः, निर्दलितानि कुमानुषत्वदुःखानि, विमर्दिताः कुदेवत्वमानससन्तापाः, प्रलयं नीतो मिथ्यात्ववेतालः, निष्पन्दीकृता रागादिशत्रवः, जरितप्रायं कर्मनिचयाऽजीर्णम्, अपकर्णिता जराविकाराः, अपहस्तितं मृत्युभयं, करतलवर्तीनि संपादितानि स्वर्गाऽपवर्गसुखानि अथवाऽवधीरितानि तैर्भगवन्मतस्थैर्जीवैः सांसारिकसुखानि, गृहीतो हेयबुद्ध्या समस्तोऽपि भवप्रपञ्चः, कृतं मोक्षकतानमन्तःकरणम् न च तेषां परमपदप्राप्तिं प्रति व्यभिचाराशङ्का, न ह्युपाय उपेयव्यभिचारी, उपायश्चाप्रतिहतशक्तिकः परमपदप्राप्तेः सज्ज्ञानदर्शनचारित्रात्मको मार्गः, स च प्राप्तोऽस्माभिरिति। सञ्जाते च तल्लाभे तेषामिति निश्चिता बुद्धिः-नास्त्यतः परं प्राप्तव्यम्, इत्याकलय्य विहितं प्रतिपूर्णमनोरथं चेतः, अत एव तेषां पारमेश्वरमतवर्त्तिनां जन्तूनां नास्त्येव शोको, न विद्यते दैन्यं, प्रलीनमौत्सुक्यं, व्यपगतोऽरतिविकारः, जुगुप्सनीया जुगुप्सा, असम्भवी चित्तोद्वेगः, अतिदूरवर्तिनी तृष्णा, समूलकाषंकषितः सन्त्रासः। किन्तर्हि? तेषां मनसि वर्त्तते धीरता, कृतास्पदा गम्भीरता, अतिप्रबलमौदार्य, निरतिशयोऽवष्टम्भः, स्वाभाविकप्रशमसुखामृतानवरतास्वादनजनितचित्तोत्सवानां च तेषां प्रबलरागकलाविकलानामपि प्रवर्द्धते रतिप्रकर्षः, विनिहतमदगदानामपि विवर्त्तते चेतसि हर्षः, समवासीचन्दनकल्पानामपि न सम्भवत्यनन्तानन्दविच्छेदः ततश्च जैनेन्द्रशासनस्थायिनो भव्यसत्त्वाः स्वाभाविकहर्षप्रकर्षामोदितहृदयतया गायन्ति प्रतिक्षणं पञ्चप्रकारस्वाध्यायकरणव्याजेन, नृत्यन्त्याचार्यादिदशविधवैय्यावृत्त्यानुष्ठानद्वारेण, वल्गन्ति जिनजन्माभिषेकसमवसरणपूजनयात्रादिसम्पादनव्यापारपरतया, उत्कृष्टसिंहनादादीनि चित्तानन्दकार्याणि दर्शयन्ति परप्रवादिनिराकरणचातुर्यमाबिभ्राणाः क्वचिदवसरे, आनन्द Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ मईलसन्दोहान् वादयन्त्येव भगवतामवतरणजन्मदीक्षाज्ञाननिर्वाणलक्षणेषु पञ्चसु महाकल्याणककालेषु, तस्मादिदं मौनीन्द्रं प्रवचनं सततानन्दं प्रलीनाशेषचित्तसन्तापं, न चानेन जीवेन क्वचिदपीदं प्राप्तपूर्वं भावसारतया, भवभ्रमणसद्भावादेवेदं निश्चीयते, भावसारमेतल्लाभे हि प्रागेव मोक्षप्राप्तिः संपद्येत, तदनेन यत्तद्राजभवनस्य कथानकोक्तस्य विशेषणद्वयमकारि यदुत 'अदृष्टपूर्वमनन्तविभूतिसम्पन्नम् इति' तदस्यापि सर्वज्ञशासनमन्दिरस्य दर्शितम्। | સર્વજ્ઞના શાસનમાં રહેલ જીવનું સ્વરૂપ જે કારણથી અહીં સર્વજ્ઞ વડે કહેવાયેલા સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર પ્રધાન પ્રવચનમાં જે જીવો વર્તે છે તે મહાભાગ્યશાળી જીવો વડે નરકરૂપી અંધકૂવો સ્થગિત કરાયો, તિર્યંચગતિરૂપ કેદખાનું ભગ્ન કરાયું, કુમાનુષપણાનાં દુઃખો નાશ કરાયાં. કુદેવત્વના માનસસંતાપો વિમર્દન કરાયા, મિથ્યાત્વવેતાલ પ્રલયને પ્રાપ્ત કરાયો-મૃતપ્રાય કરાયો, રાગાદિ શત્રુઓ નિસ્પંદન કરાયા, કર્મચિયરૂપ અજીર્ણ જરિતપ્રાય કરાયું જીર્ણવસ્ત્ર જેવું કરાયું, જરાના વિકારો દૂર કરાયા. અર્થાત્ સંસાર પરિમિત થવાને કારણે પુનઃ પુનઃ જરાની પ્રાપ્તિ થવાની સંભાવના અલ્પ કરાઈ, મૃત્યુનો ભય દૂર કરાયો, સ્વર્ગ અને મોક્ષનાં સુખો હાથમાં સંપાદન કરાયાં, અથવા તે તે ભગવાનના મતમાં રહેલા જીવો વડે સાંસારિક સુખો અપમાનિત કરાયાં, સમસ્ત ભવપ્રપંચ હેચબુદ્ધિથી ગ્રહણ કરાયો. મોક્ષમાં એકતાનવાળું અંતઃકરણ કરાયું અને તેઓને=ભગવાનના શાસનને પામેલા જીવોને, પરમપદ એવા મોક્ષની પ્રાપ્તિ પ્રત્યે વ્યભિચારતી આશંકા નથી. અર્થાતું મને પ્રાપ્ત થશે કે નહીં થાય તે પ્રકારની આશંકા નથી. કિજે કારણથી, ઉપાય ઉપેયનો વ્યભિચારી નથી=ભગવાનના શાસનને પામેલા જીવો જે રીતે વીતરાગતા આદિ ગુણોથી આત્માને ભાવિત કરે છે, તે રૂપ ઉપાય ઉપેય એવા મોક્ષની સાથે વ્યભિચારી નથી. અને પરમપદની પ્રાપ્તિનો ઉપાય અપ્રતિહત શક્તિવાળા સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપ માર્ગ છે, અને તે અમારા વડે પ્રાપ્ત કરાયું છે એવી વ્યભિચારની શંકા નથી એમ અવય છે. અને તેનો લાભ થયે છત=રત્નત્રયીનો લાભ થયે છતે, તેઓને=ભગવાનના શાસનમાં પામેલા જીવોને, આ પ્રકારે આગળમાં બતાવાયેલ એ પ્રકારે, નિશ્ચિત બુદ્ધિ છે. આનાથી પર=મોક્ષથી અન્ય, પ્રાપ્તવ્ય નથી. એ પ્રમાણે જાણીને પૂર્ણ મનોરથવાળું ચિત કરાયું છે. આથી જ ભગવાનના શાસનમાં રહેલા જીવોનું પૂર્ણ મનોરથવાળું ચિત છે આથી જ, પરમેશ્વરમતવર્તી એવા તે જીવોને શોક નથી જ. દીનતા નથી. સુક્ય પ્રલીન થયું નષ્ટપ્રાય: થયું, અરતિનો વિકાર દૂર થયો. જુગુપ્સા જુગુપ્સનીય થઈ. ચિત્તનો ઉદ્વેગ અસંભવી થયો, તૃષ્ણા અતિદૂરવર્તી થઈ, સંત્રાસને મૂલથી જ નષ્ટ કર્યો છે. તો શું છે? એથી કહે છે. તેઓના મનમાં ધીરતા વર્તે છે. ગંભીરતા આસ્પદ કરાઈ= હસ્તગત કરાઈ, ઔદાર્ય અતિપ્રબળ થયું, નિરતિશય અવખંભ છે=પ્રકર્ષવાળો વિશ્વાસ છે, અર્થાત્ હવે સંસાર ક્યાં છે એ પ્રકારનો અતિશય વિશ્વાસ છે. અને સ્વાભાવિક પ્રશમસુખના અમૃતના સતત આસ્વાદનથી જનિત ચિત્તતા ઉત્સવવાળા, પ્રબળ રાગાદિ કલાથી વિકલ પણ તેઓને ભગવાનના Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શાસનવર્તી જીવોને, રતિપ્રકર્ષ પ્રવર્ધમાન પામે છે. મદરૂપી રોગોને હણ્યા છે જેમણે એવા પણ તેઓના ચિત્તમાં હર્ષ વર્તે છે, વાસી ચંદનની જેમ સમાનચિત્તવાળા પણ તેઓને અનંત આનંદનો વિચ્છેદ સંભવતો નથી. અને તેથી જેનેન્દ્રશાસનમાં રહેનારા ભવ્યજીવો સ્વાભાવિક હર્ષના પ્રકર્ષથી આનંદિત હદયપણાને કારણે પ્રતિક્ષણ પાંચ પ્રકારના સ્વાધ્યાય કરવાના નિમિત્તથી ગાય છે, આચાર્યાદિની દસ પ્રકારનાં વૈયાવચ્ચ આદિ અનુષ્ઠાન દ્વારા નૃત્ય કરે છે, જિનજન્માભિષેક, સમવસરણ, પૂજન, યાત્રાદિ, સંપાદનના વ્યાપારમાં તત્પરપણું હોવાથી કૂદે છે. પરપ્રવાદિનિરાકરણમાં ચાતુર્યને ધારણ કરનારા એવા જીવો ક્વચિત્ અવસરે ઉત્કૃષ્ટ સિંહનાદ આદિ ચિત્તનાં આનંદકાર્યોને બતાવે છે. ભગવાનના અવતરણ, જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ પાંચ મહાકલ્યાણકોમાં આનંદને અભિવ્યક્ત કરનાર વાજિંત્રોના સમૂહને વગાડે જ છે, તે કારણથી આ ભગવાનનું પ્રવચન સતત આનંદવાળું, કલીન અશેષચિત્તના સંતાપવાળું છે અને આ જીવ વડે આ=ભગવાનનું વચન, ભાવસારપણા વડે ક્યારેય પણ પૂર્વે પ્રાપ્ત નથી; કેમ કે ભવભ્રમણના સદ્ભાવથી જઅત્યાર સુધી પોતે ભવભ્રમણ કરી રહેલ છે તેના સર્ભાવથી જ, આ નિશ્ચય કરાય છે પૂર્વમાં ભાવસારપણાથી ભગવાનના શાસનને પોતે પ્રાપ્ત કર્યું નથી એ નિશ્ચય કરાય છે. દિ જે કારણથી, આ ભાવસાર પ્રાપ્ત થયે છતે પૂર્વમાં વર્ણન કર્યું એવા ભાવથી સમૃદ્ધ ભગવાનના પ્રવચનના દર્શનની પ્રાપ્તિ થયે છતે પૂર્વમાં જ મોક્ષની પ્રાપ્તિ સંપન્ન થાત, તે કારણથી આના દ્વારા કથાનકમાં કહેલ તે રાજભવનમાં જે બે વિશેષણ કરાયાં કે “અદૃષ્ટપૂર્વ અને અનંતવિભૂતિ સંપન્ન' તે આ પણ સર્વજ્ઞશાસનમંદિરનાં બતાવાયાં. ભાવાર્થ પૂર્વમાં દ્રમકની કથામાં કહ્યું કે તે દ્રમક વડે તે અનંત વિભૂતિથી સંપન્ન રાજભવન પૂર્વમાં ક્યારેય જોયેલું ન હતું. તેથી તે રાજભવનમાં કેવી વિભૂતિ છે તે પ્રથમ બતાવતાં કહે છે. જેમ કોઈ નગરમાં મોટો રાજવી હોય તેનો મહેલ રાજા, અમાત્ય મહાયોદ્ધા આદિથી સંકીર્ણ હોય છે. અને ઘણાં ભોગવિલાસનાં સાધનથી યુક્ત હોય છે તેવું જ રાજભવન અહીં વિદ્યમાન છે. અને જ્યારે જીવ વજના જેવી દુર્ભેદ્ય એવી ક્લિષ્ટ કર્મગ્રંથિને ભેદે છે ત્યારે દર્શનમોહનીયના ક્ષયોપશમના બળથી તે જીવને ચારગતિના ભ્રમણરૂપ સંસારમાં ભગવાનના શાસનરૂપ મહેલ તેવા પ્રકારના વિશેષણવાળું જ દેખાય છે. ભગવાનનું શાસન તેવા પ્રકારના સ્વરૂપવાળું છે તે બતાવતાં કહે છે. જેઓને આત્માના નિરાકુલસ્વરૂપને જોનારી માર્ગાનુસારી મતિ પ્રગટી છે, તેઓને અંતરંગ ગુણોથી જ ભગવાનનું શાસન સુશોભિત છે તેમ દેખાય છે અને ભગવાનના શાસનમાં રહેલા જીવોનો ભગવાનના શાસન સાથે અભેદ કરીને તેઓને દેખાય છે કે ભગવાનના શાસનને પામેલા જીવો પ્રધાન રીતે શાસ્ત્રઅધ્યયન કરીને જગતના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. આથી જ ભગવાનના શાસનમાં રહેલાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા નિત્ય નવું નવું શ્રુત ભણીને તત્ત્વના પરમાર્થને સૂક્ષ્મ-સૂક્ષ્મતર જોનારાં બને છે, જે જ્ઞાન તેઓમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારા વિવિધ પ્રકારના રત્નોના સમૂહ જેવું છે અને જગતવર્તી પદાર્થના યથાર્થ પ્રકાશને કરનાર છે. જેમ અતિદેદીપ્યમાન રત્નો અંધકારનો નાશ કરે છે તેમ વિવેકી જીવોમાં વર્તતું જ્ઞાન મોહરૂપ અંધકારનો નાશ કરે છે. વળી, જેમ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શ્રેષ્ઠ રત્નો અનેક પ્રકારના લાભને કરનારાં છે તેમ ભગવાનના શાસનમાં રહેલા જીવોમાં વર્તતું જ્ઞાન અનેક પ્રકારના જીવોના હિતને કરનારું હોવાથી કીમતી રત્ન જેવું છે અને જગતના સ્વરૂપને યથાર્થ પ્રકાશ કરનાર છે. તેથી, ભગવાનનું શાસન અનેક રત્નોથી વિવેકી જીવને પૂર્ણ દેખાય છે. વળી, ભગવાનના શાસનમાં રહેલા મુનિઓના શરીરની શોભાને કરનાર એવી આમર્શઔષધિ આદિ અનેક લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તેથી, જેમ રાજમહેલમાં વર્તતા લોકો સુંદર આભૂષણોને ધારણ કરનારા છે તેમ ભગવાનના શાસનમાં વર્તતા મુનિઓ સમભાવના પરિણામના પ્રકર્ષને કારણે અનેક લબ્ધિઓને પ્રાપ્ત કરે છે. જેથી તેઓનો આત્મા અત્યંત સુશોભિત જણાય છે. જે ઉત્તમ વસ્ત્રને ધારણ કરનારા રાજમંદિરના પુરુષો જેવા ભગવાનના શાસનમાં રહેલા મુનિઓ શોભાયમાન દેખાય છે; કેમ કે અંતરંગ ગુણસમૃદ્ધિને સમૃદ્ધિરૂપે જોવાની નિર્મળપ્રજ્ઞા ગ્રંથિભેદને કારણે જીવને પ્રાપ્ત થાય છે. વળી, ભગવાનના શાસનમાં ઘણા પ્રકારના તપવિશેષ છે, જેમ રાજમંદિર અનેક પ્રકારનાં સુંદર વસ્ત્રોથી સુશોભાયમાન હોય છે તેમ ભગવાનનું શાસન તે તપ-વિશેષથી શોભાયમાન થાય છે; કેમ કે મહાત્માઓ પોતાની ભૂમિકાનુસાર બાર પ્રકારનો તપ કરીને આત્માની નિર્લેપ પરિણતિને જ અતિશય કરતા હોય છે, તેથી ગ્રંથિભેદને કારણે તપ કરનારા જીવોની નિર્લેપ પરિણતિ જોઈને તે રાજમંદિર વિશેષ પ્રકારનાં વસ્ત્રોથી સુશોભિત છે તેવું રમ્ય જણાય છે. વળી, તે રાજમંદિરમાં રહેનારા મુનિઓ ભૂલોત્તરગુણવાળા હોવાથી અનેક મોતીઓથી ગૂંથાયેલા સુંદર, ચંદરવાથી સુશોભિત હોય તેવું તે રાજમંદિર જણાય છે; કેમ કે નિર્મળદષ્ટિવાળા જીવોને ચારિત્રની શ્રેષ્ઠ પરિણતિ જ અત્યંત રમ્ય જણાય છે, તેથી જ તેનાથી ભગવાનનું શાસન તેઓને અત્યંત સુશોભિત જણાય છે. વળી, રાજમંદિરમાં રહેનારા જીવો ઉત્તમ તાંબૂલ ખાનારા હોય છે, જેથી તેમના મુખમાંથી પણ સુગંધ આવતી હોય છે તેમ ભગવાનના શાસનમાં વર્તનારા મહાત્માઓ સત્યવચન બોલનારા હોય છે. તેથી વિવેકીને તેમનું સત્યવચન જોઈને તાંબૂલની સુગંધ આવતી હોય તેવું સુંદર મુખ જણાય છે. વળી, ભગવાનના શાસનમાં રહેતા મુનિઓ અઢાર હજાર શીલાંગને ધારણ કરનારા છે જે રાજમંદિરમાં રહેલા સુગંધી પુષ્પોથી ગૂંથાયેલી માળા જેવા સુશોભિત દેખાય છે; કેમ કે ઉત્તમ રાજમહેલમાં સુગંધી પુષ્પોની સુવાસ તે માળાઓથી સદા વિસ્તારને પામે છે. તેમ મુનિઓ અઢાર હજાર શીલાંગ દ્વારા આત્માના સુવાસનો સદા વિસ્તાર કરે છે. વળી, રાજમહેલમાં રહેનારા જીવો ઉત્તમ ચંદન કસ્તૂરી આદિ સુગંધી પદાર્થોનો શરીર ઉપર લેપ કરે છે જેથી શીતલતાનો અનુભવ થાય છે તેમ ભગવાનના શાસનને પામેલા જીવો સમ્યગ્દર્શન દ્વારા મિથ્યાત્વ અને કષાયના તાપોને શાંત કરે છે. તેથી તેઓનું શરીર, અત્યંત શીતલતાને વંદન કરાવે તેવું અને સુગંધમય અર્થાત્ સમભાવના પરિણામરૂપ સુગંધમય જણાય છે. વળી, ભગવાનના શાસનમાં રહેલા જીવો પોતાની ભૂમિકા અનુસાર રત્નત્રયીનું સેવન કરીને નરકના પાતની સ્થિતિ સદા માટે બંધ કરે છે. તિર્યંચોના ભવોમાં જવાની સંભાવના દૂર કરે છે. વળી, કુમાનુષ્ય અને કુદેવપણું ન પ્રાપ્ત થાય તેવી નિર્મળ પરિણતિને પ્રાપ્ત કરે છે જેના કારણે આયુષ્ય પૂરું થાય તોપણ ઉત્તમ દેવભવ અને ઉત્તમ મનુષ્યભવને જ પ્રાપ્ત કરે છે. જેથી, ભગવાનના શાસનમાં વર્તતા જીવો સદા સુખી છે તેવું જ વિવેકી જીવોને દેખાય છે. વળી, ભગવાનના શાસનમાં રહેલા મહાત્માઓ મિથ્યાત્વ વૈતાલને Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૮૩ નષ્ટપ્રાયઃ કરે છે. રાગાદિ શત્રુઓને ક્ષીણ શક્તિવાળા કરે છે. કર્મના સમૂહ રૂપ અજીર્ણને નષ્ટપ્રાયઃ કરે છે. જરાના વિકારો દૂર કરે છે; કેમ કે દેહને જરા પ્રાપ્ત થાય તોપણ તેઓનું ચિત્ત તત્ત્વથી વાસિત હોવાને કારણે અધિક-અધિક યૌવન અવસ્થાને જ પ્રાપ્ત કરે છે. વળી, તેઓને મૃત્યુનો પણ ભય નથી; કેમ કે તત્ત્વને પામેલા ભગવાનના શાસનમાં રહેલા જીવોને મૃત્યુ વિશેષ પ્રકારના ઉત્તમભવની પ્રાપ્તિનું કારણ બને છે તેથી તેઓને માટે મૃત્યુ પણ ઉત્સવરૂપ છે. વળી, દેવલોકનાં અને મોક્ષનાં સુખો તેઓએ હાથમાં જ પ્રાપ્ત કર્યા છે; કેમ કે કર્મનાશને માટે ઉચિત ઉપાયની પ્રાપ્તિ થયેલી હોવાથી ધીરતાપૂર્વક સ્વશક્તિ અનુસાર કર્મનાશ માટે તેઓ ઉદ્યમ કરે છે તેથી આ ભવમાં સંપૂર્ણ કર્મનો નાશ ન કરી શકે તોપણ ઉત્તરના ભવમાં ઉત્તમ દેવભવને પામશે, ત્યાં પણ કર્મનાશને અનુકૂળ બળનો સંચય કરશે. વળી, વર્તમાનના મનુષ્યભવ કરતાં પણ શ્રેષ્ઠ મનુષ્યભવને પામીને વિશેષ પ્રકારનાં કર્મોનો નાશ કરશે. તેથી તેઓને માટે દેવલોકનાં અને મોક્ષનાં સુખો હાથમાં પ્રાપ્ત થયેલાં જેવા જ છે. વળી, ભગવાનના શાસનમાં રહેલા જીવોએ સાંસારિક વિકારજન્ય સુખોને હેયબુદ્ધિથી જોનારા છે અને સમસ્ત ભવપ્રપચ તેમને અત્યંત ત્યાજ્ય દેખાય છે. મોક્ષને અભિમુખ એકતાનવાળું તેઓનું ચિત્ત છે. તેથી તેઓને સુનિશ્ચિત નિર્ણય છે કે અલ્પભવોમાં આપણે મોક્ષને પામશું, કેમ કે સંસારમાં સર્વત્ર ઉપાયથી ઉપેયની પ્રાપ્તિ થાય છે. તેથી પોતે અપ્રમાદભાવથી મોક્ષના ઉપાયો સેવે છે, માટે અવશ્ય તેનાથી પ્રાપ્તવ્ય એવો મોક્ષ પણ પ્રાપ્ત થશે. આથી તેઓને સ્થિર નિર્ણય છે કે મોક્ષથી અન્ય કોઈ શ્રેષ્ઠ પ્રાપ્તવ્ય વસ્તુ નથી. અને પોતાને અવશ્ય મોક્ષ પ્રાપ્ત થશે તેથી પરિપૂર્ણ મનોરથવાળું તેઓનું ચિત્ત વર્તે છે, તેથી ભગવાનના શાસનમાં રહેલા જીવોને પ્રતિકૂળ સંયોગમાં પણ શોક થતો નથી. પરંતુ ઉચિત ઉપાય દ્વારા મોહનાશને અનુકૂળ પ્રયત્ન કરવાનો ઉત્સાહ થાય છે વળી દીનતા આવતી નથી પરંતુ રત્નચિંતામણિથી અધિક યોગમાર્ગ પોતાને પ્રાપ્ત થયો છે તેથી ઉત્સાહથી જ કર્મનાશ માટે યત્ન કરે છે. વળી, તેઓને બાહ્યપદાર્થો વિષયક ઔસુક્ય થતું નથી. પરંતુ સતત મોહનાશના ઉચિત ઉપાયોનો પ્રયત્ન કરવાનો ઉત્સાહ થાય છે. રતિના વિકારો દૂર થાય છે. અને આત્માની સ્વસ્થતામાં જ રતિનો અનુભવ થાય છે. બાહ્યપદાર્થો પ્રત્યે જુગુપ્સા થતી નથી. પરંતુ પોતાના મલિન ભાવો પ્રત્યે જુગુપ્સા થાય છે. ચિત્તમાં ઉદ્વેગ થતો નથી. પરંતુ તત્ત્વને જાણ્યા પછી પણ ક્યારેક પ્રમાદ થાય ત્યારે ક્ષણભર વિચાર આવે છે કે હું વિરાધક છું અને તેમ વિચાર કરીને અપ્રમાદની જ વૃદ્ધિ કરે છે. બાહ્યપદાર્થોની તૃષ્ણા દૂર થાય છે કેવળ ગુણવૃદ્ધિની જ તૃષ્ણા થાય છે. વળી, બાહ્યનિમિત્તોથી ક્યારેય ત્રાસ પામતો નથી. પરંતુ સતત અંતરંગ શત્રુને નાશ કરવા માટે જ ઉદ્યમ કરે છે. ચિત્તમાં હંમેશાં ધીરતા વર્તે છે. તેથી ભગવાનના શાસનને પામીને ધૈર્યપૂર્વક ઉચિત અનુષ્ઠાનો સેવે છે જેથી કર્મની શક્તિને ક્ષીણ-ક્ષીણતર કરે છે. ગંભીરતાને કેળવે છે કે જેથી પોતાના ચિત્તના સૂક્ષ્મભાવોનું સદા અવલોકન કરીને પિતાનુકૂલ યત્ન કરે છે. વળી, પ્રકૃતિ અત્યંત ઉદાર બને છે જેથી કોઈ જીવનું અહિત થાય તેવો યત્ન સ્વપ્નમાં પણ કરતા નથી. વળી, તેઓને સ્થિર વિશ્વાસ છે કે અવશ્ય આ સંસારનો ઉચ્છેદ પોતે કરી શકશે. વળી, તેઓને કષાયોના ઉપશમજન્ય સુખ વધે છે તેથી ચિત્ત હંમેશાં આનંદિત હોય છે. વળી, રાગાદિ અલ્પ થયેલા હોવા છતાં આત્માની નિરાકુલ અવસ્થામાં રતિનો પ્રકર્ષ વર્તે છે. રોગ અત્યંત શાંત થવાને કારણે ચિત્તમાં હર્ષ વધે છે. આ પ્રકારના સર્વ ભાવો ભગવાનના શાસનમાં રહેલા ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત એવા મુનિઓને વર્તે છે Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ તેથી તે રાજમંદિર સતત આનંદકલ્લોલવાળું ભિન્ન ગ્રંથિવાળા જીવોને દેખાય છે. અહીં ભગવાનના શાસનવર્તી મહામુનિઓને કોઈ શરીર ઉપર રંધો ચલાવતો હોય અને કોઈ ચંદનનો લેપ કરતો હોય તે બંને પ્રત્યે સમાન ચિત્ત વર્તે છે. તેઓને કોઈના દ્વારા શરીરના છેદન, ભેદનની ક્રિયા થતી હોય તો પણ આનંદનો વિચ્છેદ થતો નથી. આ પ્રકારે નિર્લેપચિત્તવાળા યોગીઓને તેવા પ્રકારનો શ્રેષ્ઠ આનંદ છે તેવું રહસ્ય ગ્રંથિભેદ કરનાર જીવને દેખાય છે. અને તેવા જિનશાસનમાં રહેલા સમ્યગ્દષ્ટિઆદિ જીવો પાંચ પ્રકારના સ્વાધ્યાય આદિ કરીને હંમેશાં પોતાના હર્ષના પ્રકર્ષની વૃદ્ધિ કરે છે; કેમ કે તે સ્વાધ્યાયથી જેમ જેમ તેઓનું ચિત્ત વાસિત થાય છે તેમ તેમ તેઓ મહામુનિઓના જેવા શ્રેષ્ઠ આનંદની નજીકની ભૂમિકાને સુખપૂર્વક પ્રાપ્ત કરી શકે છે. વળી, આચાર્ય આદિ ઉત્તમપુરુષોની વૈયાવચ્ચ કરીને પણ તે પ્રકારની શક્તિનો સંચય કરતા હોય ત્યારે હર્ષથી તેઓ નાચી રહ્યા છે તેવું તે રાજમંદિર જણાય છે. વળી, ભગવાનના અભિષેક આદિ પ્રસંગોમાં હર્ષથી કૂદતા હોય તેવું જણાય છે; કેમ કે ઉત્તમપુરુષોના જન્મથી હર્ષિત થયેલું ચિત્ત ઉત્તમપુરુષોના તુલ્ય થવાને અભિમુખ બળનો સંચય થાય તે પ્રકારની ક્રિયા ભગવાનના શાસનને પામેલા જીવો કરે છે. વળી, ભગવાનના પ્રસંગો વખતે ચિત્તના આનંદની અભિવ્યક્તિ રૂપે ઉત્કૃષ્ટ સિંહનાદ આદિ કરે છે. અને ભગવાનના વચનના પરમાર્થને જાણનારા શ્રાવકો પ્રતિવાદીને નિરાકરણ કરીને અનેક જીવોને ધર્મપ્રાપ્તિનું કારણ બને તે રીતે સન્માર્ગની વૃદ્ધિ કરે છે. તેથી ભગવાનનું શાસન સતત આનંદવાળું, અશેષ ચિત્તસંતાપથી રહિત છે. અને આવું ભગવાનનું શાસન આ દ્રમક વડે ક્યારેય પણ પૂર્વમાં ભાવથી પ્રાપ્ત થયું નથી. આથી જ હજી સુધી ભવ-ભ્રમણ ચાલે છે. જેઓને ભાવથી આ ભગવાનનું શાસન પ્રાપ્ત થાય છે તેઓ પરિમિત ભવોમાં અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. ઉપનય : आचार्योपाध्यायगीतार्थानां राजामात्यमहायोधोपमाः साम्प्रतं यदुक्तं 'राजामात्यमहायोधनियुक्तकतलवर्गिकैरधिष्ठितम् इति' तदस्यापि विशेषणं निदर्श्यते तत्रेह भगवच्छासनमन्दिरे राजानः सूरयो विज्ञेयाः, त एव हि यतोऽन्तर्व्वलता महातपस्तेजसा प्रलयीभूतरागादिशत्रुवर्गा बहिश्च प्रशान्तव्यापारतया जगदानन्दहेतवः, त एव च गुणरत्नपरिपूर्णलोकमध्ये प्रभुत्वयोगितया निरुपचरितराजशब्दवाच्याः। तथा मन्त्रिणोऽत्रोपाध्याया द्रष्टव्याः, यतस्ते विदितवीतरागागमसारतया साक्षाद्भूतसमस्तभुवनव्यापाराः, प्रज्ञयाऽवज्ञातरागादिवैरिकसवा, राहस्यिकग्रन्थेषु कौशलशालितया समस्तनीतिशास्त्रज्ञा इत्युच्यन्ते, त एव च सुबुद्धिविभवपरितुलितभुवनतया अविकलममात्यशब्दमुद्वहन्तो राजन्ते, तथा महायोधाः खल्वत्र गीतार्थवृषभा दृश्याः, यतस्ते सत्त्वभावनाभावितचित्ततया न क्षुभ्यन्ति दैविकाद्युपसर्गेषु, न बिभ्यति घोरपरीषहेभ्यः, किम् बहुना? वैवस्वतसङ्काशमपि परमुपद्रवकारिणं पुरोऽभिवीक्ष्य न त्रासमुपगच्छन्ति, अत एव ते गच्छकुलगणसवानां द्रव्यक्षेत्रकालापत्तिमग्नानां परं पराकरणद्वारेण निस्तारकारिण इति हेतोर्महायोधाः प्रोच्यन्ते। Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ઉપનયાર્થ : આચાર્યને રાજાની, ઉપાધ્યાયને અમાત્યની અને ગીતાર્થોને મહાયોદ્ધાની ઉપમા હવે જે કહેવાયું પૂર્વના કથાનકમાં કહેવાયું, કે રાજા, અમાત્ય, મહાયોધા, નિયુક્ત, તલવર્ગ કોટવાલ આદિથી, અધિષ્ઠિત તે રાજમંદિર હતું તે આજે પણ ભગવાનના શાસનને પણ, વિશેષ બતાવે છેકઈ રીતે રાજા આદિથી અધિષ્ઠિત છે ? તે સ્પષ્ટ કરે છે, તત્ર વાક્યના પ્રસ્તાવમાં છે, અહીં ભગવાનના શાસનરૂપી મંદિરમાં રાજાઓ સૂરિઓ જાણવા, તેઓ જ જે કારણથી અંતરંગ જાજ્વલ્યમાન એવા મહાતપરૂપી તેજથી પ્રલથીભૂત રાગાદિ શત્રુઓના વર્ગવાળા છે અને બહારથી પ્રશાંત વ્યાપારપણું હોવાથી જગતના આનંદના હેતુ છે. અને તેઓ જ ગુણરત્વથી પરિપૂર્ણ લોકમાં પ્રભુપણાના યોગિપણાથી તિરુપચરિત રાજા શબ્દથી વાચ્ય છે. જેમ રાજાઓ પોતાના તેજથી શત્રુવર્ગને હણે છે તેમ ભગવાનના શાસનની ધુરાને વહન કરનારા ભાવાચાર્યો અંતરંગ મોહનાશને અનુકૂળ જાજ્વલ્યમાન તેજવાળા હોવાથી તેઓના રાગાદિ શત્રુ નષ્ટપ્રાયઃ હોય છે. વળી, રાજા સુંદર હોય તો લોકોના આનંદનો હેતુ થાય છે. તેમ આચાર્યો છત્રીસ ગુણોથી કલિત હોવાને કારણે બાહ્યથી સર્વ પાપવ્યાપારથી નિવૃત્ત થયેલા હોવાને કારણે, ચિત્ત ભગવાનના વચનથી વાસિત થયેલ હોવાને કારણે પ્રશાંત વ્યાપારવાળા હોય છે. વળી, જેમ રાજા નગરના પ્રભુત્વને ધારણ કરે છે. તેમ, ગુણરત્નથી પરિપૂર્ણ એવા આચાર્યો ભગવાનના શાસનમાં વર્તતા સર્વ યોગ્ય જીવોને ઉચિત પ્રવૃત્તિ કરાવવામાં પ્રબળ કારણ હોવાથી તે સર્વના સ્વામી જેવા છે તેથી તેઓને રાજા શબ્દથી કહેવું તે ઉચિત જ છે. અને મંત્રી અહીં=ભગવાનના શાસનમાં, ઉપાધ્યાય જાણવા, જે કારણથી વિદિત થયેલા વીતરાગતા આગમના સારપણાને કારણે=વીતરાગતા આગમતા પરમાર્થને જાણનારા હોવાના કારણે, સાક્ષાત્ ભૂત સમસ્ત ભવનના વ્યાપારવાળા=સંસારની કયા પ્રકારની વ્યવસ્થા છે અને તેમાં કયો જીવ કયું કૃત્ય કરીને હિત સાધી શકશે, કયું કૃત્ય કરીને હિત નહીં સાધી શકશે ઈત્યાદિ સર્વ પદાર્થોના ભાવોને જાણનારા, પ્રજ્ઞાથી અવજ્ઞાત કર્યા છે રાગાદિ વૈરિક સમૂહ જેમણે એવા, રહસ્યભૂત એવા ગ્રંથોમાં કૌશલશાલિપણું હોવાને કારણે સમસ્ત નીતિશાસ્ત્રને જાણનારા છે=આત્માના હિત માટે કઈ નીતિ અપનાવવી જોઈએ અને અન્ય જીવોના હિત અર્થે કઈ નીતિ અપનાવવી જોઈએ તે બતાવનાર સર્વ નીતિશાસ્ત્રને જાણનારા છે એ પ્રમાણે કહેવાય છે. અને સુબુદ્ધિના વૈભવથી પરિતુલિતભુવનપણાને કારણે અવિકલ અમાત્ય શબ્દને વહન કરતા તેઓ જ શોભે છે=ઉપાધ્યાયો જ શોભે છે. જેમ, મંત્રીઓ નગરની સર્વ વ્યવસ્થા કઈ રીતે સુબદ્ધ થાય તેના પરમાર્થને જાણનારા હોય છે તેમ ઉપાધ્યાય પણ ભગવાનના આગમના રહસ્યને જાણનારા હોવાથી ભગવાનના શાસનની વ્યવસ્થા કઈ રીતે સુબદ્ધ થઈ શકે તેના જાણનારા હોય છે. વળી, મંત્રીઓ અન્ય રાજાઓના બલાદિ પરિસ્થિતિને જાણનારા Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ હોય છે. તેથી, શત્રુઓના સાથે પ્રસંગ આવે તો શું ઉચિત છે તેનો નિર્ણય કરી શકે છે. તેમ મંત્રી જેવા ઉપાધ્યાય પણ સંસારની સર્વ વ્યવસ્થાના પરમાર્થને જાણનારા હોય છે તેથી આચાર્યોને ઉચિત સલાહ આપીને ભગવાનના શાસનની ધુરાને સુસ્થિર કરવામાં કારણ બને છે. વળી, જેમ મંત્રીઓ પ્રજ્ઞાથી જ શત્રુવર્ગની અવજ્ઞા કરનારા હોય છે એથી મંત્રીની પ્રજ્ઞાથી જ રાજાના શત્રુઓ હંમેશાં ભય પામતા હોય છે. વળી, મંત્રીઓ સમસ્ત નીતિશાસ્ત્રને જાણનારા હોય છે. તેમ ઉપાધ્યાય ભગવાનના બતાવેલા રહસ્યભૂત ગ્રંથોમાં કુશળ હોવાથી મંત્રી તુલ્ય છે. અને મહાયોદ્ધા અહીં=ભગવાનના શાસનમાં, ગીતાર્થ સાધુઓ જાણવા જે કારણથી તેઓ ગીતાર્થ સાધુઓ, સત્વભાવનાથી ભાવિત ચિતપણું હોવાને કારણે=મોક્ષમાર્ગને અનુકૂળ દૃઢ યત્ન કરવાનું કારણ બને તેવા આત્માના સાત્વિક સ્વરૂપનું પુનઃ પુનઃ ભાવન કરીને ભાવિત ચિત્તવાળા હોવાથી, દૈવિક ઉપસર્ગ આદિમાં પણ શોક પામતા નથી, ઘોર પરિસહમાં ભય પામતા નથી. વધારે શું કહેવું? સાક્ષાત્ મૃત્યુ જેવા પરમ ઉપદ્રવકારી સામે જોઈને પણ ત્રાસ પામતા નથી. આથી જ=ગીતાર્થો સત્વ ભાવનાથી ભાવિત હોવાથી જ, તેઓ ગીતાર્થ સાધુઓ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલતી આપત્તિમાં મગ્ન એવા ગચ્છ, કુલ, ગણ, સંઘતા જીવોને પરં પરાકરણ દ્વારા=પ્રકૃષ્ટ આપત્તિઓના નિરાકરણ દ્વારા, વિસ્તારને કરનારા છે. એ હેતુથી મહાયોદ્ધા કહેવાય છે. ગીતાર્થ સાધુઓ ભગવાનના વચનના સૂક્ષ્મભાવોથી અત્યંત ભાવિત હોય છે તેથી પોતાના સંઘયણબળને અનુરૂપ મોહનાશને અનુકૂળ મહાસત્ત્વ તેઓનું સદા સ્કુરાયમાન થાય છે. તેથી ઉપસર્ગ અને પરિસો પણ તેઓને વ્યાકુળ કરી શકતા નથી. સંઘયણબળના અભાવને કારણે ક્વચિત્ ઉચિત ઉપાય દ્વારા તેનો પરિહાર કરે તોપણ ઉપસર્ગ પરિષદકાળમાં સમભાવની વૃદ્ધિને અનુકૂળ યત્નમાં તેઓ સ્કૂલના પામતા નથી. વળી, ક્યારેક મૃત્યુ સામે આવે તોપણ મહાસાત્ત્વિક એવા તેઓ સમભાવનું દઢ અવલંબન લઈને સંયમનું રક્ષણ કરે તેવા છે આથી જ જેમ યોદ્ધાઓ શત્રુ સામે લડીને રાજાના પ્રજાજનોનું રક્ષણ કરે છે, તેમ ગીતાર્થ મહાત્માઓ સાધુના સમુદાયરૂપ ગચ્છ, કુળ, ગણ કે ચતુર્વિધ સંઘ કોઈ આપત્તિમાં આવેલ હોય ત્યારે પ્રકૃષ્ટ યત્ન કરીને યોદ્ધાની જેમ તેઓની આપત્તિઓનું નિરાકરણ કરે છે માટે ગીતાર્થ સાધુઓ મહાયોદ્ધા જેવા કહેવાય છે. ___ गणचिन्तकानां नियुक्तकोपमाः नियुक्तकाः पुनरत्र गणचिन्तका ग्राह्याः, त एव यतो बालवृद्धग्लानप्राघूर्णकाद्यनेकाकारासहिष्णुपरिपाल्यपुरुषसमाकुलाः कुलगणसङ्घरूपाः पुरकोटीकोटीर्गच्छरूपांश्चासङ्ख्यग्रामाकरान् गीतार्थतयोत्सर्गापवादयोः स्थानविनियोगनिपुणाः प्रासुकैषणीयभक्तपानभैषज्योपकरणोपाश्रयसंपादनद्वारेण सकलकालं निराकुलाः पालयितुं क्षमाः, त एव चाविपरीतस्थित्या आचार्यनियोगकारितया नियुक्तकध्वनिनाऽभिधेया भवितुमर्हन्ति। Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ ૧૮૭ ગણચિંતકોને નિયુક્તની ઉપમા વળી, કથાનકમાં કહેવાયેલા નિયુક્ત અહીં=ભગવાનના શાસનમાં, ગણચિંતકોને જાણવા જે કારણથી, તેઓ જ=ગણચિંતકો જ, બાલ, વૃદ્ધ, ગ્લાન આદિ અનેક આકારવાળા શરીરથી અસહિષ્ણુનું પરિપાલન કરવા, યોગ્ય પુરુષોનું પરિપાલન કરવામાં સમાકુળ હોય છે. વળી ઉત્સર્ગ-અપવાદમાં ગીતાર્થપણું હોવાને કારણે સ્થાનવિનિયોગમાં નિપુણ, પ્રાસુક ઐષણીય એવું ભક્ત, પાન, ઔષધ, ઉપકરણ અને ઉપાશ્રયના સંપાદન દ્વારા સકલકાલ કુલ, ગણ, સંઘરૂપ કોટાકોટી નગરો અને ગચ્છરૂપ અસંખ્ય ગ્રામ, આકારોનું નિરાકુળ પાલન કરવામાં સમર્થ છે. અને તેઓ જ=ગણચિંતકો જ, અવિપરીત સ્થિતિથી=ઉચિત પ્રવૃત્તિથી, આચાર્યના નિયોગનું કારીપણું હોવાથી=આચાર્યના આદેશનું સમ્યક્ પાલન કરનારા હોવાથી, નિયુક્ત શબ્દથી અભિધેય થવા માટે યોગ્ય છે. જેમ નિયુક્ત પુરુષો નગરનું ચોર આદિથી રક્ષણ કરે છે, રાજાની આજ્ઞાનું સમ્યગ્ પાલન કરે છે, તેમ ગણચિંતકો સુસાધુ આદિનું બાહ્ય ઉપદ્રવોથી ઉચિત ૨ક્ષણ કરીને તેઓને સંયમયોગની વૃદ્ધિમાં સહાયક થાય છે. અને આચાર્યએ જે કાર્ય કરવા માટે તેમને સોપ્યું છે તેને યથાર્થ કરીને પાર ઉતારે છે. માટે ગણચિંતકો તે રાજમંદિરમાં નિયુક્તો છે તેમ કહેલ છે. साधूनां नियुक्तकोपमाः तलवर्गिकाः पुनरत्र जैनेन्द्रशासनभवने सामान्यभिक्षवो ज्ञातव्याः, यतस्ते दत्तावधानाः संपादयन्त्याचार्यादेशं, कुर्वन्त्युपाध्यायाज्ञां विदधति गीतार्थवृषभविनयं, न लङ्घयन्ति गणचिन्तकप्रयुक्तमर्यादां, नियोजयन्त्यात्मानं गच्छकुलगणसङ्घप्रयोजनेषु स्वजीवितव्यव्ययेनापि, निर्वहन्ति तेषामेव गच्छादीनामशिवाद्यपायव्यतिकरेषु, अत एव ते शूरताभक्तताविनीततास्वभावादलं तलवर्गिकशब्दवाच्याः । यतश्चेदं मौनीन्द्रशासनभवनमनुज्ञातं सूरीणां चिन्त्यते सदुपाध्यायै, रक्ष्यते गीतार्थवृषभैः, परिपुष्टिं नीयते गणचिन्तकैः, विहितनिश्चिन्तसमस्तव्यापारं सामान्यसाधुभिरतस्तैरधिष्ठितमित्युच्यते । સાધુઓને તળવર્ગીની ઉપમા વળી, તલવર્ગિકો=પૂર્વમાં કહેલી કથામાં જે તલવર્ગિકો કહ્યા તે અહીં, ભગવાનના શાસનરૂપી ભવનમાં સામાન્ય સાધુઓ જાણવા, જે કારણથી દત્તઅવધાનવાળા તેઓ આચાર્યના આદેશને સંપાદન કરે છે=આચાર્ય સંયમનાં અનુષ્ઠાનો કઈ રીતે નિર્જરાનું કારણ બને તે સૂક્ષ્મ બતાવે છે અને તે રીતે અવધારણ કરીને તેને સંપાદન કરે છે, જેથી સંયમના કંડકોની સદા વૃદ્ધિને પ્રાપ્ત કરે છે. વળી, ઉપાધ્યાયની આજ્ઞાને કરે છે=ઉપાધ્યાય શાસ્ત્રઅધ્યયન આદિ કરાવીને જે પ્રકારે શાસ્ત્રથી ભાવિત થવાનું સૂચન કરે છે, તે પ્રકારે જ ભાવિત થઈને સંચિત વીર્યવાળા થાય છે. ગીતાર્થ વૃષભના વિનયને કરે છે=સાધુઓ કઈ રીતે સંયમની વૃદ્ધિ કરી શકે તેમાં તેઓને સહાયક દ્વારા અને તેમના પાસેથી યોગમાર્ગના પરમાર્થને જાણવા માટે ઉચિત યત્નપૂર્વક વિનય કરે છે. ગણચિંતકોની પ્રયુક્ત Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ મર્યાદાઓનું ઉલ્લંઘન કરતા નથી=ગણચિંતક સર્વ સાધુઓનું કેમ હિત થાય તેને અનુરૂપ ભક્તપાત આદિ સર્વ સામગ્રીનું સંપાદન કરે છે અને તેઓએ જે મર્યાદાઓ પોતાને કહેલ છે તે મર્યાદાને અનુસાર જ તે મહાત્માઓ પ્રયત્ન કરે છે, મર્યાદાઓનું ઉલ્લંઘન કરતા નથી. વળી, તે સામાન્ય સાધુઓ, ગચ્છ, કુલ, ગણ, સંઘના પ્રયોજનમાં સ્વજીવિતના વ્યયથી પણ આત્માને નિયોજિત કરે છે. અર્થાત્ ગચ્છ, કુલ, ગણો, આદિના સર્વપ્રકારના ઉપદ્રવોને ટાળવા માટે શક્તિના પ્રકર્ષથી યત્ન કરે છે. તે ગચ્છાદિના જ અશિવ આદિ અપાયના વ્યતિકરોમાં નિર્વાહ કરે છે–ગચ્છ કુલ આદિતો નિર્વાહ કરે છે. આથી જ સુસાધુઓ તલવર્ગ જેવા છે આથી જ, તેઓ શૂરતા, ભક્તતા, વિનીતતા સ્વભાવથી અત્યંત તલવર્ગી શબ્દથી વાચ્ય છે. જે કારણથી આ મોતીન્દ્ર શાસનરૂપી ભવન સૂરિઓને અનુજ્ઞાત છે, સદ્ ઉપાધ્યાયોથી ચિંતા કરાય છે મોતીન્દ્રના શાસનની હિતચિંતા કરાય છે. ગીતાર્થો વૃષભો વડે રક્ષણ કરાય છે. ગણચિંતકો વડે પરિપુષ્ટિ કરાય છે. સામાન્ય સાધુઓ વડે કરાયેલા સમસ્ત નિશ્ચિત વ્યાપારવાળું કરાય છે. આથી તેઓથી અધિષ્ઠિત છે એ પ્રમાણે કહેવાય છે. ભાવાર્થ - કથાનકમાં કહેવાયેલ ભિખારી જે રાજમંદિર પાસે આવે છે અને કર્મવિવર નામના દ્વારપાળની કૃપાથી અંદર પ્રવેશ પ્રાપ્ત કરે છે. તે રાજમહેલના સ્વરૂપનું પૂર્વમાં કંઈક વર્ણન કર્યું જેથી વિશિષ્ટ પ્રકારના રાજમહેલ તુલ્ય ભગવાનનું શાસન સુંદર શોભાયમાન છે, તેવો વિવેકી પુરુષને બોધ થાય છે. વળી, તે રાજમહેલમાં રાજા વગેરે કોણ છે. તેનું સ્વરૂપ પ્રસ્તુતમાં બતાવેલ છે. જેનાથી બોધ થાય કે ભગવાનના શાસનમાં રહેલા આચાર્ય માત્ર સૂરિપદવીને ધારણ કરનારા નથી. પરંતુ ભગવાનના શાસનના અંતરવર્તી સર્વજીવોની ઉચિત હિતની ચિંતા કરનારા છે. જેમ સુંદર રાજા હંમેશાં પ્રજાના હિતની ચિંતા કરે અને પ્રજાનું હિત થાય તે પ્રકારે સર્વ યત્ન કરે, તેમ ભગવાનના શાસનની સર્વ ઉચિત વ્યવસ્થા તીર્થકરોની ગેરહાજરીમાં તીર્થકરતુલ્ય ભાવાચાર્ય કરે છે. જેનાથી ભગવાનના શાસનને પામેલા જીવો સુખપૂર્વક ઉચિત આરાધના કરીને આત્મહિત સાધી શકે છે. વળી, મંત્રી આદિ પણ પોતપોતાનું ઉચિત કૃત્ય કરીને તે રાજ્યની સુવ્યવસ્થાને સુસ્થિર કરે છે, તેમ ઉપાધ્યાય આદિ સર્વ મહાત્માઓ પોતપોતાનું ઉચિત કૃત્ય કરીને શાસનમાં પ્રવેશ પામેલા જીવોને ક્લેશકારી વિશિષ્ટ કર્મો ઉદયમાં ન હોય તો સુખપૂર્વક ધર્મના પાલનમાં સ્થિર કરે છે. એટલું જ નહીં પણ આચાર્ય આદિના અવલંબનના બળથી સર્વ ઉપદ્રવો રહિત આત્માની અવસ્થાની પ્રાપ્તિ માટે દઢ યત્ન કરવા સમર્થ બને છે. જેથી ભાવસમૃદ્ધિને અધિક અધિક પ્રાપ્ત કરીને અંતે પૂર્ણસુખમય મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. ઉપનય : आर्याणां स्थविरोपमा साम्प्रतं यदुक्तं 'स्थविराजनसनाथम् इति' तदत्रापि जिनसङ्घसदने योजनीयम्, तत्रेह स्थविरा जनाः खल्वार्यालोका मन्तव्याः, तथाहि ते तत्र प्रमत्तप्रमदालोकनिवारणपरायणा निवृत्तविषयासङ्गाश्च Page #212 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૮૯ व्यावर्णिताः, एतच्चोभयमपि निरुपचरितमार्यालोकानामेव घटामाटीकते, यतस्त एव धर्मकार्येषु प्रमादपरतन्त्रतया सीदन्तं श्रमणोपासकललनालोकमात्मीयशिष्यकावर्गं च परोपकारकरणव्यसनितया भगवदागमाभिहितं महानिर्जराकारणं साधर्मिकवात्सल्यं चानुपालयन्तः स्मारणवारणचोदनादानद्वारेण कापथप्रस्थितमनवरतं निवारयन्ति, सन्मार्गे चावतारयन्ति, त एव च विदितविषयविषविषमविपाकतया विषयेभ्यो निवृत्तचित्ताः सन्तो रमन्ते संयमे, क्रीडन्ति तपोविशेषविधानः, रज्यन्तेऽनारतस्वाध्यायकरणे, न सेवन्ते प्रमादवृन्दं, समाचरन्ति निर्विचारमाचार्यादेशमिति। ઉપનયાર્થ : સાધ્વીઓને સ્થવિરાની ઉપમા હવે જે કહેવાયું કથાનકમાં તે રાજમંદિર કેવું છે તેના વિષયમાં જે કહેવાયું, શું કહેવાયું? તે સ્પષ્ટ કરે છે. સ્થવિરાજતથી યુક્ત આ રાજમંદિર છે. તે અહીં પણ જિનસંઘ રૂપી રાજમંદિરમાં યોજત કરવું, કઈ રીતે યોજન કરવું ? તે સ્પષ્ટ કરે છે. તત્ર વાક્ય પ્રસ્તાવમાં છે. અહીંeભગવાનના શાસનમાં, વિરા જતો આર્યાલોક જાણવા=સાધ્વીઓ જાણવી, તે આ પ્રમાણે – તેઓ ત્યાં=ભગવાનના શાસનમાં, પ્રમત સ્ત્રીલોકને શ્રાવિકાઓને, નિવારણમાં પરાયણ, નિવૃત વિષયોના સંગવાળી કહેવાઈ છે=ભગવાનના શાસનમાં રહેલી સાધ્વીઓ પ્રમાદી શ્રાવિકાઓને સન્માર્ગનો સૂક્ષ્મબોધ કરાવીને મોહતાશને અનુકૂળ ઉચિત દિશાઓ બતાવે છે અને સ્વયં સર્વત્ર અસંગ પરિણતિવાળાં હોય છે. અને આ બંને પણ વિશેષણો સાધ્વીઓને જ નિરુપચરિત ઘટે છે. જે કારણથી તેઓ જ=સાધ્વીઓ જ, ધર્મકાર્યમાં પ્રમાદના પરતંત્રપણાને કારણે સીદાતી શ્રમણોપાસિકારૂપ શ્રાવિકાના સમૂહને અને પોતાની શિષ્યાવર્ગને પરોપકાર કરવામાં વ્યસનીપણું હોવાને કારણે અને ભગવાનના આગમમાં કહેલ મહાનિર્જરાના કારણ એવા સાધર્મિક વાત્સલ્યનું અનુપાલન કરતી, સ્મારણ, વારણ, ચોદન કરવા દ્વારા કુત્સિતપથમાં પ્રસ્થિત એવા તેઓને સતત નિવારણ કરે છે. અને સન્માર્ગમાં અવતાર કરે છે. તેઓ જ=સાધ્વીઓ જ, વિષયરૂપી વિષનું વિષમ વિપાકપણું વિદિત હોવાને કારણે વિષયોથી નિવૃત્ત ચિત્તવાળી છતી સંયમમાં રમે છે-પાંચ ઇન્દ્રિયોના સંવરરૂપ સંયમમાં રમે છે. તપના વિશેષ વિધાનો વડે ક્રીડા કરે છે તપોવિશેષતા સેવન દ્વારા ચિત્તને અણહારી ભાવો આદિમાં રમાડે છે. સતત સ્વાધ્યાયકરણમાં રંજિત થાય છે ભગવાનના શ્રુતજ્ઞાનથી તે રીતે આત્માને વાસિત કરે છે જેથી તેઓનો રાગ મૃતથી નિયંત્રિત ઉચિતભાવોમાં જ વર્તે છે. પ્રમાદના સમૂહને સેવતી નથી. આચાર્યના આદેશને નિર્વિચાર આચરે છે–તેઓને સ્થિર વિશ્વાસ હોવાથી અર્થાત્ આચાર્યના આદેશ સર્વ કલ્યાણનું કારણ છે તેવો સ્વ-અનુભવ અનુસાર નિર્ણય હોવાથી વિકલ્પ વગર તેનું આચરણ કરે છે. श्रमणोपासकानां सुभटोपमा यच्चोक्तम् ‘सुभटसंघाताकीर्णं तद्राजभवनम् इति' तेऽत्र भगवच्छासने सुभटसंघाताः श्रमणोपासक Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ समूहा द्रष्टव्याः, यतस्त एव समस्तमपीदं व्याप्नुवन्त्यतिप्रचुरतया, तथाहि-असंख्येया विद्यन्ते देवेषु, संख्येयाः सन्ति मनुजेषु, भूरिप्रकाराः सङ्गीतास्ते तिर्यक्षु, बहवः सन्ति नरकेष्विति। त एव च शौर्योदार्यगाम्भीर्ययोगितया भगवच्छासनप्रत्यनीकानां मिथ्यात्वामातसत्त्वरूपाणां योधसंघातानामुच्चाटनचातुर्यं बिभ्राणा निरुपचरितप्रवृत्तिनिमित्तं सुभटशब्दं स्वीकुर्वते यतश्चैते सदा ध्यायन्ति सर्वज्ञमहाराज, समाराधयन्ति सूरिराजवृन्दानि, समाचरन्त्युपाध्यायामात्योपदेशं, प्रवर्तन्ते गीतार्थवृषभमहायोधवचनेन सर्वधर्मकार्येषु, वितरन्ति विधिना सदात्माऽनुग्रहधिया नियुक्तस्थानीयेभ्यः साधुवर्गोपग्रहनिरतेभ्यो गणचिन्तकेभ्यो वस्त्रपात्रभक्तपानभेषजासनसंस्तारकवसत्यादिकम्, नमस्कुर्वन्ति विशुद्धमनोवाक्कायैस्तलवर्गिककल्पमद्यदीक्षितादिभेदभिन्नं सकलमपि सामान्यसाधुजनं, वन्दन्ते भक्तिभरनिर्भरहदयाः स्थविराजन-स्थानीयमार्यालोकं, प्रोत्साहयन्ति समस्तधर्मकार्येषु विलासिनीसार्थस्थानीयं श्राविकाजनं, अनुशीलयन्ति सकलकालं जिनजन्माभिषेकनन्दीश्वरवरद्वीपजिनयात्रामर्त्यलोकपर्वस्नात्रादिलक्षणानि तत्र जिनशासनसदने नित्यनैमित्तिकानि, किम् बहुनोक्तेन? ते हि भावतः सर्वज्ञशासनं विमुच्य नान्यत्किञ्चित्पश्यन्ति, नाकर्णयन्ति, न जानन्ति, न श्रद्दधते, न रोचयन्ति, नानुपालयन्ति, किन्तर्हि ? तदेव सकलकल्याणकारणं मन्यन्ते इति। अतोऽतिभक्ततया सर्वज्ञमहाराजादीनामभिप्रेता इति कृत्वा तस्यैव मन्दिरस्य मध्यवासिनो विनीतमहद्धिकमहाकुटुम्बिककल्पास्ते द्रष्टव्याः, अन्यादृशां कुतस्तत्र भवने वास इति?। શ્રમણોપાસકોને સુભટોની ઉપમા અને જે કહેવાયું કથાનકમાં કહેવાયું. “સુભટના સમૂહથી આકીર્ણ તે રાજભુવન છે. તે સુભટનો સમૂહ અહીં ભગવાનના શાસનના શ્રાવકનો સમૂહ જાણવો. જે કારણથી તેઓ જ=શ્રાવકનો સમૂહ જ, અતિ પ્રચુરપણાને કારણે સમસ્ત પણ આ=ભગવાનનું શાસન વ્યાપ્ત થાય છે. તે આ પ્રમાણે – અસંખ્યાતા દેવભવમાં વિદ્યમાન છે શ્રાવકો વિદ્યમાન છે. મનુષ્યમાં સંખ્યાતા શ્રાવકો વિદ્યમાન છે. વળી, તિર્યંચોમાં ઘણા પ્રકારના શ્રાવકો કહેવાયા છે. વળી, નરકોમાં પણ ઘણા શ્રાવકો છે. અને તેઓ જ ચારેય ગતિમાં રહેલા શ્રાવકો જ, શૌર્ય, ઔદાર્ય, ગાંભીર્યના યોગિપણાથી, મિથ્યાત્વથી આબાત જીવોરૂપ યોદ્ધાઓના સમૂહ એવા ભગવાનના શાસનના પ્રત્યેનીકોના ઉચ્ચાટનમાં ચાતુર્યને ધારણ કરતા નિરુપચરિત પ્રવૃત્તિ નિમિત્ત એવા સુભટ શબ્દને સ્વીકારે છે. જે કારણથી એઓ=ભગવાનના શાસનમાં રહેલા શ્રાવકો, હંમેશાં સર્વજ્ઞ મહારાજનું ધ્યાન કરે છેeતીર્થકરોની ભક્તિ કરીને તેઓના ગુણમાં તન્મય થવા યત્ન કરે છે, સૂરિરાજવૃદોનું સમારાધન કરે છે=ભગવાનના શાસનમાં વર્તતા સર્વ ભાવાચાર્યોના ગુણોનું સ્મરણ કરીને એમના તુલ્ય થવા માટે તેમના ગુણોથી આત્માને વાસિત કરવા યત્ન કરે છે, ઉપાધ્યાયરૂપ અમાત્યના ઉપદેશનું આચરણ કરે છે ઉપાધ્યાય ભગવાનના વચનનો જે જે રહસ્યો બતાવીને પોતાની ભૂમિકા અનુસાર ઉચિત કૃત્યો કરવાનો ઉપદેશ આપે છે Page #214 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૯૧ તેને જીવનમાં સભ્ય રીતે પ્રગટ કરવા યત્ન કરે છે. ગીતાર્થ વૃષભરૂપ મહાયોધાના વચનથી સર્વ ધર્મકાર્યમાં પ્રવર્તે છે ગીતાર્થ સાધુઓ તે તે શ્રાવકોને તે તે ભૂમિકાનુસાર કયાં કૃત્યો કઈ રીતે કરીને સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય થાય તેનો ઉચિત ઉપદેશ આપે છે અને ભગવાનના શાસનમાં રહેલા શ્રાવકો તે ઉપદેશને યથાર્થ અવધારણ કરીને સર્વ ધર્મકાર્યમાં પ્રવર્તે છે, વિધિથી હંમેશાં આત્માની અનુગ્રહબુદ્ધિથી નિયુક્ત સ્થાનીય સાધવર્ગના ઉપગ્રહમાં તિરત એવા ગણચિંતકોને વસ્ત્ર, પાત્ર, ભક્તપાત, ઔષધ, આસન, સંથારો, વસતિ આદિનું દાન કરે છે વિવેકી શ્રાવકો દાન કરે છે. વિશુદ્ધ મનોવાક્કાય વડે તલવર્ગ જેવા અદ્ય દીક્ષિત આદિ ભેદથી ભિન્ન ભેટવાળા, સકલ પણ સામાન્ય સાધુજનને નમસ્કાર કરે છે. ભક્તિના ભરપૂર હૃદયવાળા એવા શ્રાવકો સ્થવિરા સ્થાનીય આર્યાલોકને વંદન કરે છે. સમસ્તધર્મકાર્યોમાં વિલાસિસમૂહના સ્થાનીય શ્રાવિકાજનને પ્રોત્સાહિત કરે છે. જિનજન્માભિષેક નંદીશ્વરવરદ્વીપ, જિનયાત્રા, મર્યલોકનાં પર્વોના સ્નાત્રાદિ લક્ષણરૂપ નિત્ય નૈમિત્તિક કૃત્યોને તે જિનશાસન રૂપ સદનમાંeભગવાનના શાસનરૂપ મહેલમાં, કૃત્યોને સકલકાલ અનુશીલ કરે છે. બહુ કહેવા વડે શું? તેઓ જ તે શ્રાવકો જ, ભાવથી=અંતઃકરણના પરિણામથી, સર્વજ્ઞતા શાસનને છોડીને અન્ય કંઈ જોતા નથી. અન્ય કંઈ સાંભળતા નથી, અન્ય કંઈ જાણતા નથી, અવ્ય કંઈની શ્રદ્ધા કરતા નથી. તો શું કરે છે? તે જ ભગવાનનું શાસન જ, સકલ કલ્યાણનું કારણ માને છે. આથી=ભગવાનના શાસન સિવાય અન્ય કંઈ જોતા નથી સાંભળતા નથી આથી, અતિભક્તિપણાને કારણે ભગવાનના શાસન પ્રત્યેના અતિભક્તિપણાને કારણે, સર્વજ્ઞ મહારાજા આદિને તીર્થંકર આદિને અભિપ્રેત છે તે શ્રાવકો ભગવાનના શાસનમાં રહે તે તીર્થકર આદિને અભિપ્રેત છે, જેથી કરીને જે જ મંદિરના મધ્યવાસી વિનીત, મહાઋદ્ધિવાળા, મહાકુટુંબિક જેવા તેઓ જાણવા. અન્ય પ્રકારના જીવોને ક્યાંથી તે ભવનમાં વાસ થાય ? અર્થાત્ થાય નહીં. જોકે ચારેય ગતિમાં વર્તતા અવિરત સમ્યગ્દષ્ટિ આદિ સર્વ જીવો ભગવાનના શાસનવર્તી છે અને તેઓ પોતાની શક્તિ અનુસાર મોહનાશ માટે યત્ન કરનારા છે, ઔદાર્ય આશયવાળા છે અને ગંભીરતાથી સંસારનું વાસ્તવિક સ્વરૂપ જોનારા છે; તોપણ ગ્રંથકારશ્રીએ જે પ્રકારે કહ્યું કે ભગવાનના શાસનના પ્રત્યેનીકોના ઉચ્ચાટનમાં ચાતુર્યને ધારણ કરનારા છે માટે તેઓ સુભટ જેવા છે તે કથન મનુષ્ય અને દેવોમાં સંભવે છે, નારકીમાં કે તિર્યચોમાં વ્યક્ત દેખાય નહીં; છતાં સમ્યક્ત પામ્યા પછી જીવો નારકીમાં હોય તોપણ પ્રસંગે પ્રસંગે તીર્થકરોનું સ્મરણ કરે છે અને જે પ્રકારે ગ્રંથકારશ્રીએ કહ્યું તે પ્રકારે જ આચાર્ય આદિની ભક્તિ કરવાના અભિલાષવાળા સમ્યગ્દષ્ટિ નારકીના જીવો છે. તેથી સાક્ષાત્ કૃત્યરૂપે તેવી પ્રવૃત્તિ નારકીના જીવોમાં નહીં હોવા છતાં ઉત્કટ ઇચ્છાના વિષયરૂપે અવશ્ય હોય છે, કેમ કે સમ્યક્ત પ્રાપ્ત કર્યા પછી જ્યાં સુધી સમ્યક્ત વિદ્યમાન હોય ત્યાં સુધી તે જીવોને અરિહંતદેવ, સુસાધુ ગુરુ અને સર્વજ્ઞપ્રણીત ધર્મ જ સાર જણાય છે, અન્ય કંઈ સાર જણાતું નથી. ધન, કંચન, ભોગ વગેરે સર્વ તેઓને પરમાર્થથી અસાર છે તેમ સ્પષ્ટ જણાય છે; છતાં અવિરતિ આપાદક કર્મની પ્રચુરતાને કારણે તે તે પ્રકારની ભોગની ઇચ્છા પણ થાય છે. વિવેકી જીવને અબ્રહ્મની ક્રિયા સ્પષ્ટ કુત્સિક ક્રિયા રૂપ છે તેમ જણાય છે; છતાં Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ તથા પ્રકારના ઘણા ભવોના અભ્યાસને કારણે વેદના ઉદયથી વિકાર થાય છે ત્યારે તે પ્રકારની પ્રવૃત્તિ કરવાનો ઉલ્લાસ પણ થાય છે. તોપણ સંસારી અન્ય જીવોની જેમ સમ્યગ્દષ્ટિ જીવોને તેમાં સાર બુદ્ધિ ક્યારેય થતી નથી. આથી જ, ગ્રંથકારશ્રીએ કહ્યું કે ચારેય ગતિમાં રહેલા શ્રાવકો ભાવથી સર્વજ્ઞ શાસનને છોડીને અન્ય કંઈ જોતા નથી; કેમ કે તેમને સર્વશનું શાસન એકાંત જીવનું હિત કરનાર છે તેવું દેખાય છે. અન્ય સર્વ જીવની વિહ્વળતા સ્વરૂપ દેખાય છે. આથી જ, જ્યારે જ્યારે વિકારોના ઉપદ્રવો થાય છે ત્યારે ત્યારે વિવેકપૂર્વક તેને શાંત કરવા યત્ન કરે છે અને ભગવાનનાં વચનોને સાંભળે છે, જાણવા યત્ન કરે છે અને તેના પ્રત્યે અત્યંત રુચિને ધારણ કરે છે. આ સર્વ ભાવો નારકીમાં પણ સર્વકાળમાં અવશ્ય હોય છે અને પશુઓમાં પણ સમ્યક્ત કે દેશવિરતિ ભાવથી પ્રાપ્ત થયેલ હોય ત્યારે અવશ્ય હોય છે. તેથી જેઓને આત્મસાક્ષીએ ભગવાનનું શાસન સર્વ કલ્યાણનું કારણ છે તેમ જણાતું હોય તેઓને ભગવાનના શાસનમાં ભાવથી વર્તનારા તીર્થકરો, ભાવાચાર્યો, પરમાર્થને જાણનારા ઉપાધ્યાયો આદિ સર્વ પ્રત્યે સદા અત્યંત ભક્તિ વર્તે છે. આથી જ, ચારેય ગતિમાં રહેલા સમ્યગ્દષ્ટિથી માંડીને આચાર્ય સુધીના સર્વ જીવો એક મહાકુટુંબિક જેવા પરસ્પર એકબીજાના હિતને કરે તે રીતે વર્તનારા હોય છે અને જેઓને ભગવાનના શાસનને તે રીતે જોવાની અંતરચક્ષુ પ્રગટી નથી તેઓ જન્મથી જૈનકુળમાં જન્મેલા હોય, બાહ્યથી ભગવાનની પૂજાદિ કરતા હોય તોપણ ભગવાનના શાસનના વાસ્તવિક સ્વરૂપને જોનારા નહીં હોવાથી રાગ-દ્વેષમોહરૂપ દ્વારપાળો દ્વારા બહિરુ છાયાથી પ્રવેશ કરાયેલા છે. અને જેઓને સ્વકર્મવિવર નામપ્રવેશ કરાવેલો છે તેઓને ભગવાનનું શાસન સદા તેવું જ દેખાય છે. ક્યારેક વિષયોમાં ઉત્કટ ઇચ્છા થવાથી ભોગાદિમાં કે નાટક આદિમાં યત્ન કરતા હોય તો પણ પોતાની તે ઉપદ્રવવાળી અવસ્થાને સ્પષ્ટ જોઈ શકે છે. આથી જ તેઓની ભોગાદિની પ્રવૃત્તિ તખ્તલોહપદજાસતુલ્ય સંવેગસારા હોય છે. અર્થાત્ ભોગની ઇચ્છાને ક્ષીણ કરવાના અધ્યવસાયથી સંવલિત ભોગની પ્રવૃત્તિ હોય છે. જેમ ઉત્કટ ખણજ થાય ત્યારે પણ મટાડવાના અધ્યવસાયથી સંવલિત ખણજ ક્રિયા થાય છે. ભાવાર્થ - ભગવાનનું શાસન બહિરંગ રીતે કેવું શોભાયમાન છે તે બતાવ્યું. ભગવાનના શાસનમાં આચાર્યો, ઉપાધ્યાય આદિ કયા સ્થાનવાળા છે અને કેવી ઉત્તમ પ્રકૃતિવાળા છે તે બતાવ્યું ત્યારપછી ભગવાનના શાસનમાં સાધ્વીઓ કયા સ્થાનમાં છે અને તેઓ સતત કઈ રીતે પોતાનું હિત સાધે છે અને શ્રાવિકાઓને સન્માર્ગમાં પ્રવર્તાવે છે. વળી, સાધ્વીઓમાં પણ પોતાની શિષ્યા આદિને સ્મારણ, વારણ વગેરે દ્વારા કઈ રીતે ઉન્માર્ગથી નિવારણ કરે છે. અને સતત વીતરાગગામિ ઉપયોગ થાય તે રીતે શિષ્યાઓને અને શ્રાવિકાઓને પ્રવર્તાવે છે. અને આ સર્વ પ્રવૃત્તિકાળમાં પણ તે સાધ્વીઓ સતત સંયમમાં, સ્વાધ્યાયમાં કઈ રીતે પ્રવર્તે છે, તેનું યથાર્થ સ્વરૂપ ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. અને જે સમ્યગ્દષ્ટિ જીવો સંસારનું વાસ્તવિક સ્વરૂપ જોયા પછી આત્મા માટે સર્વકલ્યાણનું કારણ અંતરંગ ગુણસમૃદ્ધિ છે એમ જોનારા છે તેઓને પરમાર્થથી નિર્લેપ ચિત્તવાળા જ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ભગવાનના શાસનમાં છે, તેવો સ્પષ્ટ બોધ થાય છે. તેથી માત્ર બાહ્ય આચારના બળથી ભગવાનના શાસનને જોનારા નથી. પરંતુ મોહનાશને અનુકૂળ Page #216 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૯૩ જે જે અંશથી જેઓ પોતપોતાની ભૂમિકાનુસાર યત્ન કરે છે તેઓ જ ભગવાનના શાસનના અંતરવર્તી છે તેમ તેઓને જણાય છે. વિષમકાળના કારણે વર્તમાનમાં પ્રાયઃ બહુમૂંડા અલ્પશ્રમણો થશે તેમ ભગવાનનું વચન છે તેથી નિપુણપ્રજ્ઞાપૂર્વક ભાવસાધુઓનું સ્વરૂપ, સાધ્વીઓનું સ્વરૂપ, શ્રાવક-શ્રાવિકાઓનું સ્વરૂપ જાણીને સદા વિચારે છે કે આવા ભાવવાળા જે કોઈ છે તે વર્તમાનમાં પોતાના ક્ષેત્રમાં હોય, મહાવિદેહમાં હોય કે ચારગતિમાંથી નરક કે તિર્યંચમાં હોય અથવા દેવગતિમાં હોય તે સર્વને વારંવાર જોવા યત્ન કરે છે. અને તેઓ જ પ્રત્યે અત્યંત બહુમાનભાવ ધારણ કરે છે. અને તેવા જ જીવો સાથે પોતાનો કૌટુંબિક ભાવ છે એવી બુદ્ધિ ધારણ કરે છે. અને વારંવાર ભગવાનના શાસનમાં કઈ રીતે અસંખ્યાતા જીવો દેવભવમાં કે નારકીભવમાં કે તિર્યંચ કે મનુષ્યભવમાં છે. તેઓનું સ્મરણ કરીને તેઓ પ્રત્યે જ અત્યંત એક શાસનપણાના કારણે સ્વજનબુદ્ધિને ધારણ કરે છે; કેમ કે સંસારના સ્વજનો કલ્યાણનું કારણ નથી, બહારથી અનુકૂળતાનું કારણ બની શકે. પરંતુ ભગવાનના શાસનવર્તી સર્વ જીવો સાક્ષાત્ પાસે ન હોય તોપણ તેઓના ગુણોના સ્મરણ માત્રથી પણ કલ્યાણની પરંપરાનું કારણ છે. તેથી તેઓ જ પરમાર્થથી સ્વજન છે. ઉપનય : श्राविकाणां विलासिन्योपमा तथा यदुक्तं विलसद्विलासिनीसार्थं तन्नृपतिगृहम् इति तदत्रापि मौनीन्द्रदर्शने दर्शनीयं, तत्रेह विलसद्विलासिनीसार्थाः सम्यग्दर्शनधरणाणुव्रतचरणजिनसाधुभक्तिकरणपरायणतया विलासवत्यः श्राविकालोकसंघाता विज्ञेयाः, यतश्च ता अपि श्रमणोपासिकाः श्रमणोपासकवत् सर्वज्ञमहाराजाद्याराधनप्रवणान्तःकरणाः सत्यं कुर्वन्ति सदाऽऽज्ञाऽभ्यासं, वासयन्ति दृढतरमात्मानं दर्शनेन, धारयन्त्यणुव्रतानि, गृह्णन्ति गुणव्रतानि, अभ्यस्यन्ति शिक्षापदानि, समाचरन्ति तपोविशेषान्, रमन्ते स्वाध्यायकरणे, वितरन्ति साधुवर्गाय स्वानुग्रहकरमुपग्रहदानं, हृष्यन्ति गुरुपादवन्दनेन, तुष्यन्ति सुसाधुनमस्करणेन, मोदन्ते साध्वीधर्मकथासु, पश्यन्ति स्वबन्धुवर्गादधिकतरं साधर्मिकजनमुद्विजन्ते साधर्मिकविकलदेशवासेन, न प्रीयन्तेऽसंविभागितभोगेन संसारसागरादुत्तीर्णप्रायमात्मानं मन्यन्ते भगवद्धर्माऽऽसेवनेनेति, तस्मात्ता अपि तस्य मौनीन्द्रप्रवचनमन्दिरस्य मध्ये पूजोपकरणाकारास्तेषामेव श्रमणोपासकानां प्रतिबद्धा मुत्कला वा निवसन्ति, याः पुनरेवंविधा न स्युस्ता यद्यपि कथञ्चित्तन्मध्याध्यासिन्यो दृश्येरन् तथाऽपि परमार्थतो बहिर्भूता विज्ञेयाः, भावग्राह्य हीदं भागवतशासनभवनं, नात्र बहिश्छायया प्रविष्टः परमार्थतः प्रविष्टो भवति इति विज्ञेयम्। ઉપનયાર્થ : શ્રાવિકાઓને વિલાસિનીઓની ઉપમા અને જે કહેવાયું પૂર્વમાં બતાવેલી કથામાં જે કહેવાયું, શું કહેવાયું તે બતાવે છે. “વિલાસ કરતી Page #217 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ વિલાસિનીના સમુદાયવાળું તે નૃપતિગૃહ છે” તે અહીં પણ ભગવાનના દર્શનમાં બતાવવું જોઈએ. ‘તંત્ર' એ વાક્ય પ્રસ્તાવમાં છે. વિલાસ કરતી સ્ત્રીઓનો સમુદાય અહીં=ભગવાનના શાસનમાં, સમ્યગ્દર્શન અણુવ્રતનું આચરણ, જિનસાધુની ભક્તિકરણમાં પરાયણપણું હોવાને કારણે વિલાસવાળી શ્રાવિકાલોકનો સમૂહ જાણવું. ૧૯૪ જેમ, સંસા૨માં સ્ત્રીઓ ભોગાદિમાં વિલાસ કરનારી હોય છે તેમ શ્રાવિકાઓ હંમેશાં ભગવાનના વચનના સૂક્ષ્મ તત્ત્વને જાણવા દ્વારા સમ્યગ્દર્શનમાં વિલાસ કરનારી હોય છે. પોતાની શક્તિ અનુસાર અણુવ્રતોની આચરણામાં વિલાસ કરનારી હોય છે, તેમ બતાવેલ છે. અને જે કારણથી તે પણ શ્રમણોપાસિકા શ્રાવકોની જેમ સર્વજ્ઞ મહારાજા આદિની આરાધનામાં પ્રવણ અંતઃકરણવાળી સદા આજ્ઞાના અભ્યાસને સત્ય કરે છે=ભગવાનની આજ્ઞાનું તે રીતે અભ્યાસ કરે છે, જેથી ઉત્તર-ઉત્તર ભૂમિકાની પ્રાપ્તિ દ્વારા ભાવસાધુપણાની પ્રાપ્તિ થાય, દર્શનથી દૃઢતર આત્માને વાસિત કરે છે=ભગવાનના શાસનનાં સૂક્ષ્મ રહસ્યોને અવધારણ કરીને તે ભાવો પોતાને તે રૂપે જ સતત પ્રતિભાસમાન થાય તે રીતે આત્માને વાસિત કરે છે. જેમ સંસારની રોદ્રતા, મોક્ષની સારભૂતતા અને તેની પ્રાપ્તિનો એક ઉપાય દૃઢ પ્રણિધાનપૂર્વક વીતરાગતાને અનુકૂળ વીર્ય ઉલ્લસિત થાય તે પ્રકારની ઉચિત ક્રિયા કરે છે, તે પ્રકારે પુનઃ પુનઃ ભાવન કરીને આત્માને વાસિત કરે છે, અણુવ્રતોને ધારણ કરે છે. ગુણવ્રતોને ગ્રહણ કરે છે. શિક્ષાપદોનો અભ્યાસ કરે છે અર્થાત્ પોતાની ભૂમિકા અનુસાર અણુવ્રતોનું સમ્યક્ પાલન કરે છે. અણુવ્રતોના અતિશય કરવા અર્થે વિશેષ પ્રકારના ગુણવ્રતોને ગ્રહણ કરે છે અને સર્વવિરતિને અનુકૂળ અસંગભાવવાળું ચિત્ત બને તે પ્રકારે શિક્ષાવ્રતનો અભ્યાસ કરે છે. વળી, શ્રાવિકા અત્યંતર અને બાહ્ય તપવિશેષને આચરણ કરે છે. સ્વાધ્યાયમાં રમે છે=ભગવાનના શાસનમાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર રહસ્યોને જાણવા અને જાણીને સ્થિર કરવા માટે યત્ન કરે છે. સાધુવર્ગને સ્વ-અનુગ્રહને કરનાર એવા ઉપગ્રહદાનને કરે છે=પોતાને સંયમનો રાગ વૃદ્ધિ પામે તે પ્રકારે સાધુના ગુણોનું સ્મરણપૂર્વક સાધુના સંયમને ઉપકાર કરનાર એવાં વસ્ત્ર, પાત્રાદિ ઉચિત વસ્તુઓનું દાન કરે છે, ગુરુના પાદવંદન દ્વારા હર્ષિત થાય છે=શીલાંગધારી એવા ગુણવાન ગુરુના ગુણોથી આવર્જિત થઈને તેઓને તે રીતે વંદન કરે છે, જેથી તેમનું ચિત્ત તેવા ગુણોને અભિમુખ અતિશય-અતિશયતર થાય છે. સુસાધુઓના નમસ્કારથી તોષ પામે છે=મોહની સામે સુભટની જેમ યુદ્ધ કરનારા સુસાધુને નમસ્કાર કરીને તેઓના તુલ્ય થવાને અનુકૂળ બળ સંચય કરે છે. સાધ્વીજનની ધર્મકથામાં આનંદિત થાય છે=શ્રાવિકાઓ ગુણસંપન્ન એવાં સાધ્વીઓ પાસે શાસ્ત્રના સૂક્ષ્મપદાર્થોને જાણવા યત્ન કરીને તેનાથી આનંદિત થાય છે. સ્વબંધુવર્ગથી અધિકતર સાધર્મિક જનને જુવે છે=તત્ત્વને જાણનાર એવી શ્રાવિકાઓ ગુણસંપન્ન એવા સાધર્મિક જનોને જોઈને પોતાના બંધુઓ જોઈને જે પ્રીતિ થાય છે તેનાથી તે સાધર્મિકો પ્રત્યે અધિક પ્રીતિવાળી થાય છે; કેમ કે ગુણો જ જેમને પ્રિય છે તેવા જીવોને ગુણસંપન્ન જીવોને જોવાથી અત્યંત પ્રીતિ ઉલ્લસિત થાય છે. સાધર્મિક વિકલ એવા દેશમાં વસવાથી ઉદ્વેગ પામે છે=સાધર્મિકો સાથે તત્ત્વની વિચારણા Page #218 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કરીને સદા ગુણોની વૃદ્ધિનો જેઓને અનુભવ છે તેવી શ્રાવિકાઓને કોઈક કારણે તેવા સમાનગુણવાળા કે વિશેષગુણવાળા સાધર્મિક વિકલ દેશમાં વસવાનો પ્રસંગ આવે ત્યારે સદા ઉદ્વેગ થાય છે; કેમ કે ગુણવૃદ્ધિમાં મહાઅંતરાયભૂત તે વાસ છે. વળી, અસંવિભાગિત ભોગથી તેઓને પ્રીતિ થતી નથી. અર્થાત્ તેઓને પુણ્યના ઉદયથી મળેલી ભોગસામગ્રીનું સાફલ્ય પણ ગુણવાનની ભક્તિ કરવામાં જ દેખાય છે તેથી પોતાની ભૂમિકાનુસાર મળેલી ભોગસામગ્રીનો સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાની ભક્તિ કર્યા વગર તેના ઉપભોગમાં પ્રીતિ થતી નથી. ભગવદ્ધર્મના આસેવનને કારણે સંસારસાગરથી ઉત્તીર્ણ પ્રાયઃ આત્માને માને છે=ભગવાનના શાસનને પામ્યા પછી નિર્મળદ્રુષ્ટિવાળી શ્રાવિકાઓને સતત સંસારનું વાસ્તવિક સ્વરૂપ સ્પષ્ટ-સ્પષ્ટતર દેખાય છે અને તેના નિસ્તારનો ઉપાય ભગવાને કહેલો સુવિશુદ્ધ ધર્મ છે, તેવી સ્થિરબુદ્ધિ છે. તેથી સ્વશક્તિનું આલોચન કરીને ભગવાને કહેલા ધર્મનું આસેવન કરે છે. તેથી પોતે ભગવાનની આજ્ઞાને પરતંત્ર છે તેવો સ્થિર વિશ્વાસ છે અને ભગવાનની આજ્ઞાને પરતંત્ર જીવો અલ્પકાળમાં જ સંસારસાગરથી પારને પામે છે. માટે ભગવદ્ધર્મના આસેવનને કારણે પોતે સંસારસાગરથી ઉત્તીર્ણ પ્રાયઃ છે તેમ ભગવાનના શાસનમાં રહેલી શ્રાવિકાઓ માને છે. તે કારણથી તેઓ પણ=શ્રાવિકાઓ પણ મૌનીન્દ્ર પ્રવચનમંદિરની મધ્યમાં પૂજા ઉપકરણના આકારવાળી, તે શ્રાવકોને પ્રતિબદ્ધ=સંસારના સંબંધથી જોડાયેલી અથવા મુત્કલ=શ્રાવકોની સાથે સંસારના સંબંધથી નહીં જોડાયેલી, વસે છે. જે વળી આવા પ્રકારની નથી=પૂર્વમાં વર્ણન કર્યું તેવા પ્રકારની, શ્રાવિકાઓ નથી, તેઓ જોકે કોઈક રીતે=કર્મવિવર દ્વારપાળથી નહીં પ્રવેશ કરાયેલી હોવા છતાં કોઈક રીતે, મધ્યમાં રહેનારી દેખાય=મૌનીન્દ્ર પ્રવચનની મધ્યમાં રહેનારી દેખાય તોપણ પરમાર્થથી બહિર્મૂત જ જાણવી. =િજે કારણથી, આ ભગવાનના શાસનનું ભવન, ભાવગ્રાહી છે, અહીં=જૈનશાસનમાં બહિર્છાયાથી પ્રવિષ્ટ પરમાર્થથી પ્રવિષ્ટ નથી એ પ્રમાણે જાણવું. ૧૯૫ ભાવાર્થ: ભગવાનના શાસનમાં જેમ સાધુ, સાધ્વી, વર્તે છે, તેમ શ્રાવકો પણ ભગવાનના શાસનમાં રહેલા કેવા સ્વરૂપવાળા છે તે પૂર્વમાં બતાવ્યું. તેમના જેવી શ્રાવિકાઓ પણ ભગવાનના શાસનમાં રહેલી છે અને તેઓ પણ હંમેશાં પોતાની શક્તિ અનુસાર શાસ્ત્રનો અભ્યાસ કરે છે. ભગવાનના વચનના સૂક્ષ્મ રહસ્યને જાણવા યત્ન કરે છે. શક્તિ અનુસાર દેશિવરતિના અને સર્વવિરતિના પારમાર્થિક સ્વરૂપને જાણવા માટે સતત યત્ન કરે છે, અને ભાવથી સર્વવિરતિના બળથી જ જીવ અસંગભાવને પ્રાપ્ત કરે છે. અસંગભાવથી જ વીતરાગતાની પ્રાપ્તિ છે, તેવો સ્થિર નિર્ણય હોવાથી ભગવાનના શાસનમાં રહેલી શ્રાવિકાઓ ભગવાનનાં દર્શન કરીને વીતરાગતા, અસંગતા વગેરે ગુણોનું સ્મરણ કરે છે અને તેની પ્રાપ્તિનો ઉપાય ત્રણગુપ્તિઓથી ગુપ્ત એવો મુનિભાવ છે તે પ્રકારે પ્રતિદિન ભાવન કરે છે. આથી સુસાધુઓને જોઈને હર્ષિત થાય છે; કેમ કે ત્રણગુપ્તિના બળથી તેઓ સદા અસંગ થવા યત્ન કરી રહ્યા છે, અને તેવા મહાત્માઓને સૂક્ષ્મપ્રજ્ઞાથી જોનારી શ્રાવિકા હોવાથી તેઓમાં નિર્મળ કોટીનું સમ્યગ્દર્શન વર્તે છે, આથી જ ભાવસાધુના પારમાર્થિક સ્વરૂપને જોનારી છે. અને સદા તેવું ભાવસાધુપણું પોતાને પ્રાપ્ત કરવું છે તેવી ઉત્કટ ઇચ્છા છે અને તેના Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ શક્તિસંચય અર્થે જ પૂર્વમાં વર્ણન કરાયેલા સર્વપ્રકારની ઉચિત ક્રિયાઓ તે શ્રાવિકાઓ કરે છે, ક્વચિત્ અનાદિ પ્રમાદને વશ નિમિત્તોને પામીને શક્તિ હોવા છતાં પ્રમાદનું સેવન થાય ત્યારે તેઓને સંતાપ થાય અને વિચારે છે કે મનુષ્યભવ પ્રાપ્ત થયેલો હોવા છતાં, સંસારના ઉચ્છેદને અનુકૂળ શક્તિ હોવા છતાં મૂઢતાને કારણે આ પ્રકારનો પ્રમાદ મારાથી થાય છે. તેમ વિચારીને મૂઢતાના પરિહાર અર્થે સંસારનું વાસ્તવિક સ્વરૂપ, મોક્ષનું સ્વરૂપ, મોક્ષના ઉપાયભૂત મોક્ષમાર્ગનું સ્વરૂપ તેઓ સદા જાણવા યત્ન કરે છે, જાણીને તેનાથી આત્માને ભાવન ક૨વા યત્ન કરે છે, જેથી થયેલો તે યથાર્થબોધ વજ્રની ભીંત જેવો અત્યંત સ્થિર ક્ષયોપશમવાળો બને અને જેઓ તે પ્રકારે કંઈ યત્ન કરતા નથી, માત્ર જન્મથી જ આપણે જૈન છીએ તેમ માનીને ભગવપૂજા આદિ બાહ્યક્રિયાઓ કરે છે. છતાં સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા થતી નથી અને સંસારનો ઉચ્છેદ કરવા માટે પ્રયત્ન કરતા નથી, તેઓ સ્થૂલથી ભગવાનના શાસનમાં છે તેમ દેખાય તોપણ પરમાર્થથી ભગવાનના શાસનથી બહિર્ભૂત છે; કેમ કે જન્મથી કે સ્થૂલધર્મની આચરણાથી ભગવાનના શાસનમાં પ્રવેશ થતો નથી. પરંતુ ક્ષયોપશમભાવથી ભગવાનના શાસનમાં પ્રવેશ થાય છે. અને તે ક્ષયોપશમભાવ તત્ત્વના યથાર્થ દર્શન સ્વરૂપ છે. ઉપનય ઃ शासनस्थानां निरुपचरितविषयभोगः तथा-यथा 'तद्राजभवनं निरुपचरितशब्दादिविषयोपभोगविमर्द्दसुन्दरं ' तथेदमपि विज्ञेयं, तथाहिसर्वेऽपि देवेन्द्रास्तावदेतन्मध्यपातिनो वर्त्तन्ते, ये चान्येऽपि महर्द्धिकामरसंघातास्तेऽपि प्रायो न भगवन्मतभवनाद् बहिर्भूता भवितुमर्हन्ति, ततश्च तथाविधविबुधाधारभूतस्यास्य निरुपचरितशब्दादिविषयोपभोगविमर्द्दसुन्दरता न दुरुपपादा। ઉપનયાર્થ : જૈનશાસનમાં રહેલાઓના નિરુપચરિત વિષયભોગોનું વર્ણન અને જે પ્રમાણે તે રાજભવન ‘નિરુપચરિત શબ્દાદિ વિષયના ઉપભોગતા વિમર્દથી સુંદર છે' તે પ્રમાણે આ પણ=ભગવાનનું શાસન પણ, જાણવું, ‘તાર્દિ’થી ભગવાનનું શાસન કેવા ભોગોથી સુંદર છે તે સ્પષ્ટ કરે છે. સર્વ પણ દેવેન્દ્રો આના મધ્યપાતિ વર્તે છે=ભગવાનના શાસનમાં વર્તે છે, અને જે અન્ય પણ મહર્ધિક દેવોનો સંઘાત છે તેઓ પણ પ્રાયઃ ભગવાનના શાસનરૂપ ભવનથી બહિર્ભૂત થવા માટે યોગ્ય નથી. તેથી તેવા પ્રકારના દેવોના આધારભૂત એવા આની=ભગવાનના ભવનની, નિરુપચરિત શબ્દાદિ વિષયના ઉપભોગના વિમર્દથી સુંદરતા ઉપપાદન ન થઈ શકે તેમ નથી. ભગવાનના શાસનમાં વર્તતા જીવો જે ભોગવિલાસ કરે છે તે પણ ચિત્તની સ્વસ્થતા આપાદન કરીને ક્લેશની અલ્પતા કરે છે; કેમ કે ધર્મથી નિયંત્રિત મતિવાળા જીવોના ભોગો કષાયોના ક્લેશની વૃદ્ધિનાં Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૧૯૭ કારણ નથી. પરંતુ ભોગવિલાસની પરિણતિની ક્ષીણતાનાં કારણ છે. તેથી જે ભોગોથી સુખ ઉત્પન્ન થાય, ક્લેશ ઉત્પન્ન ન થાય તે નિરુપચરિત ભોગો કહેવાય અને પ્રધાનરૂપે તેવા શ્રેષ્ઠ ભોગોથી દેવલોકમાં વર્તતા ભગવાનના શાસનમાં અંતરવર્તી દેવોના ભોગો છે તેને આશ્રયીને ભગવાનનું શાસન નિરુપચરિત શબ્દાદિ વિષયોના ભોગોથી સુંદર છે તેમ કહેવું અઘટમાન નથી. पुण्यानुबन्धिपुण्यफलम् तद्वर्णनेन चैतल्लक्षणीयं, यदुत-भोगास्तावत्पुण्योदयेन संपद्यन्ते, किन्तु तदेव पुण्यं द्विविधंपुण्यानुबन्धि पापानुबन्धि च। तत्र ये पुण्यानुबन्धिपुण्योदयसम्पाद्याः शब्दाधुपभोगास्त एव सुसंस्कृतमनोहरपथ्यान्नवत्सुन्दरविपाकतया निरुपचरितशब्दादिभोगवाच्यतां प्रतिपद्यन्ते, ते हि भुज्यमानाः स्फीततरमाशयं संपादयन्ति, ततश्चोदाराभिप्रायोऽसौ पुरुषो न तेषु प्रतिबन्धं विधत्ते, ततश्चासौ तान् भुञ्जानोऽपि निरभिष्वगतया प्राग्बद्धपापपरमाणुसञ्चयं शिथिलयति, पुनश्चाभिनवं शुभतरविपाकं पुण्यप्राग्भारमात्मन्याधत्ते, स चोदयप्राप्तो भवविरागसम्पादनद्वारेण सुखपरम्परया तथोत्तरक्रमेण मोक्षकारणत्वं प्रतिपद्यत इति हेतोः सुन्दरविपाकास्तेऽभिधीयन्ते। પુણ્યાનુબંધી પુણ્યનું ફળ અને તેના વર્ણનથી=દેવલોકમાં વર્તતા સમ્યગ્દષ્ટિ દેવોના ભોગોના વર્ણનથી, આ લક્ષણીય છે= આ જાણવા જેવું છે જે “યત થી બતાવે છે. ભોગો પુણ્ય કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. પરંતુ તે પુણ્ય બે પ્રકારનું છેઃ (૧) પુણ્યાનુબંધી (૨) પાપાનુબંધી. ત્યાં બે પ્રકારના પુણ્યમાં, જે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી સંપાઘ શબ્દાદિ ઉપભોગો છે તે જ સુસંસ્કૃત મનોહર અને પથ્ય અન્નની જેમ સુંદર વિપાકપણું હોવાને કારણે તિરુપચરિત શબ્દાદિ ભોગવાચ્યતાને પ્રાપ્ત કરે છે. હિં=જે કારણથી, ભોગવાતા એવા તે= પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થયેલા ભોગો, ફીતતર આશયને પ્રાપ્ત કરે છેઃ સમૃદ્ધ આશયને પ્રાપ્ત કરે છે અને તેથી ઉદાર અભિપ્રાયવાળો એવો આ પુરુષ તેમાં=જોગોમાં, પ્રતિબંધને ધારણ કરતો નથી. અને તેથી=જોગોમાં ગાઢ લિપ્સા નહીં હોવાથી, આ=ભોગોને ભોગવનારા મહાત્મા, તેઓને ભોગવતા પણ શબ્દાદિ વિષયોને ભોગવતા પણ, નિરભિળંગપણાને કારણે પૂર્વમાં બંધાયેલા પાપપરમાણુઓના સંચયને શિથિલ કરે છે. વળી, અભિનવ શુભતર વિપાકવાળા પુણ્યપ્રાગભાર=પુણ્યના સમૂહને, આત્મામાં આધાર કરે છે અને ઉદય પ્રાપ્ત એવા તે=ભોગકાળમાં શુભતર વિપાકવાળા બંધાયેલા પુણ્યનો સમૂહ જ્યારે જ્યારે ઉદય પ્રાપ્ત થાય છે ત્યારે તે પુણ્ય, ભવવિરાગના સંપાદન દ્વારા સુખપરંપરાથી તે પ્રકારના ઉત્તરના ક્રમથી વર્તમાનમાં જે પ્રકારે ભોગસુખની પ્રાપ્તિ થઈ તે પ્રકારના જ શ્રેષ્ઠ-શ્રેષ્ઠતર ભોગ સંપાદન રૂ૫ ઉત્તરના ક્રમથી, મોક્ષના કારણપણાને પ્રાપ્ત કરે છે. એ હેતુથી તે પુણ્યાનુબંધી પુણ્યથી સંપાઘ શબ્દાદિ ભોગો, સુંદરવિપાકવાળા કહેવાય છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી જે ભોગો પ્રાપ્ત થાય છે, તે પુણ્ય ભગવદ્ભક્તિ, સંયમનું પાલન, તત્ત્વની વિચારણા ઇત્યાદિ વિવેકવાળી પ્રવૃત્તિઓથી બંધાયેલું છે. તેથી તે સર્વ પ્રવૃત્તિકાળમાં બહુલતાએ વિવેકી જીવોને આત્માની નિષ્કષાય અવસ્થા પ્રત્યે પ્રવર્ધમાન રાગ પ્રવર્તે છે. અને તે નિષ્કષાય અવસ્થા પ્રત્યેનો રાગ તત્ત્વના રાગ સ્વરૂપ છે. અને તત્ત્વના રાગથી બંધાયેલા પુણ્યના ઉદયથી જ્યારે દેવાદિભવમાં ભોગો પ્રાપ્ત થાય છે. ત્યારે તે ભોગોની ઇચ્છા થાય છે તો પણ તે ભોગ પ્રત્યેના રાગ કરતાં અધિકરાગ તત્ત્વોનો છે. અને તેના કારણે તે મહાત્માઓને આત્માની નિરાકુળ અવસ્થા અત્યંત વારંવાર સ્મરણમાં આવે છે અને ભોગની ઇચ્છારૂપ આકુળતા તેઓને અત્યંત પ્રિય નથી. છતાં ભોગની ઇચ્છા થાય છે ત્યારે પણ તત્ત્વ પ્રત્યેનો બદ્ધરાગ હોવાથી તે ભોગની ઇચ્છા અધિક અધિક ભોગની ઇચ્છાનું જનક બને તેવા સંસ્કારોનું આધાન કરતી નથી. પરંતુ યત્કિંચિત્ જે ભોગમાં લિપ્સા છે તે ભોગની ક્રિયાથી શાંત-શાંતતર થાય છે. તેથી ઇચ્છાની અનાકુળ અવસ્થા પ્રત્યેનો તેઓનો રાગ પૂર્વ-પૂર્વ કરતા અધિક થાય છે. તેથી જ કહ્યું છે કે તે ભોગોથી તેઓનો ફીતતર આશય થાય છે. અને તે ભોગોની પ્રવૃત્તિથી પણ પૂર્વમાં બંધાયેલા ઘાતિકર્મરૂપ પાપપ્રકૃતિઓ નાશ થાય છે. જેનાથી વિશેષ પ્રકારની નિર્મળબુદ્ધિ પ્રગટે છે. વળી, વિશેષ પ્રકારના શુભ અધ્યવસાયપૂર્વક જે નવું પુણ્ય બાંધે છે તે પણ પુણ્ય ઉત્તરોત્તરના ભવમાં અધિક-અધિક બાહ્ય સુખરૂપ અને અંતરંગ કષાયની અલ્પતારૂપ સ્વસ્થાને પ્રાપ્ત કરાવીને મોક્ષ પ્રાપ્તિનું કારણ બનશે. पापानुबन्धिपुण्यफलम् ये तु पापानुबन्धिपुण्योदयजनिताः शब्दादिविषयानुभवास्ते सद्योघातिविषोपदिग्धमोदकवद्दारुणपरिणामतया तत्त्वतो भोगा एव नोच्यन्ते, यतस्ते मरुमरीचिकाजलकल्लोला इव तदुपभोगार्थं धावतः पुरुषस्य विफलश्रमसम्पादनेन गाढतरं तृष्णामभिवर्द्धयन्ति, न तु संपद्यन्ते, कथञ्चित्सम्प्राप्ता अपि ते भुज्यमानाः क्लिष्टमाशयं जनयन्ति, ततश्च तुच्छाभिप्रायोऽसौ पुरुषोऽन्धीभूतबुद्धिस्तेषु नितरां प्रतिबन्धं विधत्ते, ततस्तान् कतिपयदिवसभाविनो भुञ्जानस्तत्सम्पादकं प्रागुपनिबद्धं पुण्यलवं व्ययकलयति, पुनश्चोदग्रगुरुतरपापभारमात्मन्याधत्ते, ततश्च तेनोदयप्राप्तेनानन्तदुःखजलचराकुलं संसारसागरमनन्तकालं स जीवः परावर्त्तते, तेन ते पापानुबन्धिपुण्यसम्पाद्याः शब्दादयो दारुणपरिणामा इत्यभिधीयन्ते। પાપાનુબંધી પુણ્યનું ફળ જે વળી, પાપાનુબંધી પુણ્યના ઉદયથી જનિત શબ્દાદિ વિષયતા અનુભવો છે તે સઘઘાતિ એવા વિષથી ઉપદિગ્ધ મોદકની જેમ દારુણ પરિણામપણું હોવાને કારણે તત્વથી ભોગો જ કહેવાતા નથી. જે કારણથી તેઓ પાપાનુબંધી પુણ્યથી મળેલા ભોગો, મરુમરીચિકા જલકલ્લોલની જેમ=મભૂમિમાં સૂર્યનાં કિરણોને કારણે ભ્રાંતિથી દેખાતા જલના કલ્લોલની જેમ, તેના ઉપભોગ માટે દોડતા પુરુષને વિફલશ્રમ સંપાદન દ્વારા ગાઢતર તૃષ્ણાને વધારે છે પરંતુ પ્રાપ્ત થતા નથી=સ્વસ્થતાની પ્રાપ્તિના Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કારણરૂપે ભોગો પ્રાપ્ત થતા નથી, કોઈક રીતે સંપ્રાપ્ત પણ તે ભોગો ભોગવાતા ક્લિષ્ટ આશયને ઉત્પન્ન કરે છે. અને તેથી-પાપાનુબંધી પુણ્યથી મળેલા ભોગો ક્લિષ્ટ આશયને ઉત્પન્ન કરે છે તેથી, તુચ્છઅભિપ્રાયવાળો આ પુરુષ અંધીભૂતબુદ્ધિવાળોકભોગો પ્રત્યે ગાઢ લિપ્સાને કારણે થતી કષાયોની વ્યાકુળતાને જોવામાં અંધરૂપે થયેલી બુદ્ધિવાળો જીવ, તેઓમાંપ્રાપ્ત થયેલા ભોગોમાં, અત્યંત પ્રતિબંધને ધારણ કરે છે. તેથી=બાહ્ય તુચ્છ ભોગોમાં ગાઢ પ્રતિબંધ હોવાથી, કેટલાક દિવસ રહેનારા તે ભોગોને, ભોગવતો તેના સંપાદક=તે ભોગોને પ્રાપ્ત કરાવનાર, પૂર્વમાં બંધાયેલું પુણ્યલ વ્યય કરે છે. અને વળી, અત્યંત ગુરુતર પાપના ભારને આત્મામાં આધાર કરે છે ક્લિષ્ટ આશયપૂર્વક ભોગોને ભોગવીને નરકાદિ પાતના કારણભૂત પાપના સમૂહને આત્મામાં આધાર કરે છે, અને તેથી પાપાનુબંધી પુણ્યથી મળેલા ભોગોને ભોગવીને આત્મામાં પાપનું આધાર કરે છે તેથી, ઉદયપ્રાપ્ત એવા તેના વડે ઉદયને પામેલા એવા પાપ વડે, અનંત દુઃખવાળા જલચરથી યુક્ત સંસારસાગરને અનંતકાલ સુધી તે જીવ પરાવર્તન કરે છે. તેથી, પાપાનુબંધી પુણ્યથી સંપાદ્ય એવા તે શબ્દાદિ વિષયો દારુણપરિણામવાળા છે એ પ્રમાણે કહેવાય છે. જે જીવોને બાહ્યભોગોમાં જ સારબુદ્ધિ છે અથવા માનસન્માનાદિમાં જ સારબુદ્ધિ છે, કષાયોની વિહ્વળતાને આત્માની વિહ્વળતારૂપે જોવા અસમર્થ છે અને માત્ર બાહ્ય સુંદરભોગોની પ્રવૃત્તિથી જ પોતે સુખી છે અને તેના અભાવમાં પોતે દુઃખી છે તેવી વિપરીત બુદ્ધિ છે. અથવા કોઈક રીતે તપ ત્યાગાદિની બુદ્ધિ થયેલી હોવા છતાં ભગવાનના વચનથી વિપરીત અતત્ત્વમાં અનિવર્તનીય અસદ્ગહપૂર્વક તપ ત્યાગાદિ દ્વારા જે પુણ્ય બાંધે છે તે વખતે પણ તીવ્ર અસદ્ગહ છે. તેથી, ઉત્તરના ભવમાં પુણ્યના ઉદયથી ભોગોને પ્રાપ્ત કરે ત્યારે પણ તીવ્ર અસગ્રહના સંસ્કારને કારણે જે મૂઢતા પૂર્વભવમાં સેવી છે તે મૂઢતાને કારણે ભોગની પ્રાપ્તિમાં પણ મૂઢતા આવે છે જેનાથી પાપબાંધીને નરકાદિની પ્રાપ્તિ દ્વારા ઘણા ભવો સુધી સંસારની કદર્થનાઓ પામે છે. માટે પાપાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થનારા ભોગો દારુણપરિણામવાળા છે એમ કહેવાય છે. अनुषङ्गतो भोगप्राप्तिः येषां तु संसारोदरविवरवर्त्तिनां जन्तुसंघातानामवश्यतया ये शब्दादिविषयोपभोगाः सुन्दरपरिणामास्ते नियमतो भगवच्छासनमन्दिरादुक्तन्यायेन न बहिर्भूता वर्तन्ते, तस्मादन्यैरपि प्रेक्षापूर्वकारिभिरक्षेपेण मोक्षप्रापकेऽत्र भगवन्मन्दिरे भावतः स्थेयं, अत्र स्थितानामनुषङ्गत एव तेऽपि सुन्दरतरा भोगादयः संपद्यन्ते, न तेषामपि सम्पादकोऽन्यो हेतुरित्युक्तं भवति, अत एव चेदं परमेश्वरदर्शनसदनमप्रतिपातिसुखपरम्पराकारणतया सततोत्सवमभिधीयते। અનુષંગથી ભોગોની પ્રાપ્તિ વળી, સંસાર ઉદર વિવરવર્તી જે જીવોના સમૂહને જે શબ્દાદિ વિષયોના ઉપભોગો અવશ્યપણાથી Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ સુંદર પરિણામવાળા છે, તે જીવોનો સમૂહ નિયમથી ભગવાનના શાસનના મંદિરથી ઉક્ત ન્યાય વડે પૂર્વમાં ભગવાનના શાસનમાં રહેલા દેવોનું સ્વરૂપવર્ણન કર્યું એ દષ્ટાંત વડે, બહિર્ભત વર્તતા નથી-તે જીવો ભગવાનના શાસનથી બહિર્ભત વર્તતા નથી, તે કારણથીeભગવાનના શાસનમાં રહેલા જીવોને શબ્દાદિભોગો પણ હિતકારી છે – અહિતકારી નથી તે કારણથી, પ્રેક્ષાપૂર્વક કરનારા એવા બીજાઓ વડે પણ અર્થાત્ જેઓને ભગવાનનું શાસન મળ્યું નથી છતાં વિચારક હોવાથી ભાવથી ભગવાનના શાસનને પામી શકે તેવા બીજા જીવો વડે પણ, અક્ષેપથી મોક્ષપ્રાપક વિલંબ વિના મોક્ષપ્રાપક, એવા આ ભગવાનના મંદિરમાં ભાવથી રહેવું જોઈએ. અહીં રહેલા જીવોને અનુષંગથી જ તે પણ સુંદરતર ભોગાદિ પ્રાપ્ત થાય છે અને તેઓનો પણ સુંદર ભોગાદિઓનો પણ, સંપાદક અન્ય હેતુ= ભગવાનના શાસનની પ્રાપ્તિથી અન્ય હેતુ, નથી એ પ્રમાણે કહેવાયેલું થાય છે. સુખના અર્થી જીવે સદા સૂક્ષ્મબુદ્ધિથી ભગવાનનું સ્વરૂપ, ભગવાને બતાવેલા માર્ગનું સ્વરૂપ, ભગવાને બતાવેલા માર્ગમાં વર્તતા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓનું જે ઉત્તમકોટિનું ચિત્ત છે અને તેના કારણે જ ભગવાનના શાસનમાં વર્તતા શ્રાવક, શ્રાવિકાઓ જે ભોગ કરે છે, તેનાથી પણ ભોગની લિપ્સા કેમ વધતી નથી તેનું પારમાર્થિક સ્વરૂપ સદા જાણવા યત્ન કરવો જોઈએ અને કઈ રીતે ભગવાનનું શાસન જીવોને ઉત્તમભોગોને આપીને પણ અંતે સર્વ ઉપદ્રવ રહિત પૂર્ણસુખમય મોક્ષઅવસ્થામાં પર્યવસાન પામે છે તેનો પરમાર્થ સદા સૂક્ષ્મબુદ્ધિથી જાણવા યત્ન કરવો જોઈએ, અને તેને જ પુનઃ પુનઃ ભાવન કરવું જોઈએ. જેથી ભગવાનના શાસનમાં અંતર્વર્તી સર્વ સુંદરતાના પક્ષપાતને કારણે પોતાને પણ ભાવથી ભગવાનના શાસનનું સ્થાન પ્રાપ્ત થાય. અને આથી જ ભગવાનના શાસનમાં રહેલા જીવોને મુખ્ય રૂપે તો કષાયની અલ્પ-અલ્પતારૂપ સુખની પ્રાપ્તિ થાય છે અને આનુષંગિકરૂપે સુંદરતર ભોગાદિ પ્રાપ્ત થાય છે આથી જ, આ પરમેશ્વરના દર્શનરૂપ મંદિર અપ્રતિપાતિ સુખપરંપરાના કારણપણાથી સતત ઉત્સવવાનું છે એમ કહેવાય છે. ભાવાર્થ : ભગવાનના શાસનમાં સમ્યગ્દષ્ટિ, દેશવિરતિધર, સર્વવિરતિધર આદિ સર્વ મહાત્માઓ વર્તે છે. તેમાં અવિરત સમ્યગ્દષ્ટિ દેવો પણ પૂર્વના ભવમાં ભગવાનના શાસનનું સેવન કરીને સુદેવત્વને પામેલા છે. તેથી પૂર્વભવમાં સેવેલા ભગવાનના પારમાર્થિક સ્વરૂપના બોધને કારણે સર્વકલ્યાણના એક કારણભૂત ભગવાનના શાસન પ્રત્યે અનહદ ભક્તિને ધારણ કરે છે અને અવિરતિના ઉદયથી ભોગો ભોગવે છે, તોપણ તે ભોગની પ્રાપ્તિના કારણભૂત પૂર્વભવમાં સેવાયેલ સંયમ છે. તેથી સંયમના પરિણામના રાગથી સંવલિત દેવભવમાં તેઓ ભોગો કરે છે, ત્યારે પણ સંયમ પ્રત્યેનો બદ્ધરાગ હોવાથી ભોગની નિઃસારતાનો સ્પષ્ટબોધ છે. તેથી તેઓને ભોગો પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી મળેલા હોવાને કારણે ચિત્તમાં કાલુષ્ય ઉત્પન્ન કરતા નથી, પરંતુ ભોગ પ્રત્યેની જે થોડી લાલસા છે તે પણ ભોગથી ક્ષીણ થાય છે. તેથી ભોગ કરીને પણ તેઓ Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૦૧ સુંદર આશયને પ્રાપ્ત કરે છે અને પૂર્વમાં બંધાયેલાં પાપકર્મોને શિથિલ કરે છે. વળી વર્તમાનભવમાં જે પુણ્યાનુબંધી પુણ્ય મળ્યું છે તે પણ વિશુદ્ધ આશયને કારણે તેના કરતાં વિશિષ્ટ કોટિના પુણ્યાનુબંધી પુણ્યને બાંધે છે, જેથી દરેકભવોમાં ભવની નિર્ગુણતાનું જ્ઞાન અધિક-અધિક થાય છે તેથી ક્લેશ શમે છે અને અલ્પ પણ જે ભોગની ઇચ્છા છે તે ભોગથી શાંત થવાને કારણે ચિત્તના સ્વાચ્ય રૂપ સુખને પ્રાપ્ત કરે છે, અને અંતે સર્વ ક્લેશ રહિત મોક્ષની પ્રાપ્તિ કરે છે. માટે સુખના અર્થી જીવે અવિચ્છિન્ન સુખની પરંપરાની પ્રાપ્તિના ઉપાયભૂત ભગવાનના શાસનમાં સ્થિર થવા પ્રયત્ન કરવો જોઈએ અને ભગવાનના શાસનમાં સ્થિર થવા માટે જેવું સંસારનું સ્વરૂપ અત્યંત અસમંજસ ભગવાને બતાવ્યું છે તેને નિપુણપ્રજ્ઞાથી જાણીને ભાવન કરવું જોઈએ અને સર્વફ્લેશ રહિત મુક્ત અવસ્થા જ જીવની અત્યંત કુશલ અવસ્થા છે, તે ભગવાને કહ્યું છે તેનું સ્વરૂપ સૂક્ષ્મબોધપૂર્વક વારંવાર ભાવન કરવું જોઈએ. અને તેની પ્રાપ્તિનો એક ઉપાય દઢપ્રણિધાનપૂર્વક સ્વભૂમિકાનુસાર ભગવાનના શાસનમાં ઉચિત અનુષ્ઠાનો છે તેવો સ્થિર નિર્ણય કરીને જે અનુષ્ઠાનથી અંતરંગ મોહનાશને અનુકૂળ દૃઢ વીર્ય ઉલ્લસિત થાય તે અનુષ્ઠાન સેવવા માટે સદા યત્ન કરવો જોઈએ જેથી સુખપૂર્વક ભાવથી ભગવાનના શાસનમાં નિવાસ પ્રાપ્ત થાય. उपनय: जीवस्य जिनमतजिज्ञासा तद्दर्शनानन्दश्च तदेवं यथा यावद्विशेषणकलापयुक्तं तद्राजमन्दिरं तेन कथानकोक्तेनावलोकितं तथा तावद्विशेषणकलापोपेतमेवाऽनेनापि जीवेनेदं सर्वज्ञशासनसदनमवलोकितमिति स्थितम् यथा च स कथानकोक्तः सततानन्दं तद्राजभवनमुपलभ्य किमेतदिति विस्मितश्चिन्तयति, न चासौ सोन्मादतया तद्विशेषगुणांस्तत्त्वतो जानातीत्युक्तं तथाऽयमपि जीवः सर्वज्ञशासनं सञ्जातकर्मविवरः कथञ्चिदुपलभ्य किमेतदिति जीज्ञासते, न चायं मिथ्यात्वांशैरुन्मादकल्पैरनुवर्तमानैस्तस्यामवस्थायामस्य जिनमतस्य ये विशेषगुणास्तांस्तत्त्वतो जानीते। यथा च तस्य कथानकोक्तस्य तात्पर्यवशेन लब्धचेतसः सतो हृदयाकृतैः परिस्फुरितं यदुतयदेतद्राजमन्दिरं सकलाश्चर्यधामाऽस्य स्वकर्मविवरद्वारपालस्य प्रसादेन मयाऽधुना दृश्यते लग्नं, नूनमतन्न मया कदाचिद् दृष्टपूर्वं, प्राप्तोऽहमस्य द्वारदेशे बहुशः पूर्वं, केवलं मम मन्दभाग्यतया येऽन्ये द्वारपालाः पापप्रकृतयस्तत्राभूवंस्तैरहं प्राप्तः प्राप्तःकदर्थयित्वा निर्धाटित इति, तदेतत्सर्वं जीवेऽपि समानं, तथाहि-भव्यस्य प्रत्यासन्नभविष्यद्भद्रस्य कथञ्चिदुपलभ्य सर्वज्ञशासनमविदिततद्गुणविशेषस्यापि मार्गानुसारितया भवत्येवंविधोऽभिप्रायः, यदुत-अत्यद्भुतमिदमर्हद्दर्शनं, यतोऽत्र तिष्ठन्ति ये लोकास्ते सर्वेऽपि सुहृद इव बान्धवा इवैकप्रयोजना इव समर्पितहदया इवैकात्मका इव परस्परं वर्त्तन्ते, तथाऽमृततृप्ता इव निरुद्वेगा इव निरौत्सुक्या इव सोत्साहा इव परिपूर्णमनोरथा इव समस्तजन्तु Page #225 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ संघातहितोद्यतचेतसश्च सकलकालं दृश्यन्ते, तस्मात्सुन्दरमिदमद्य मया विज्ञातं, न पूर्वं, विमर्शाभावात् । अन्यच्चायं जीवोऽनन्तरान् ग्रन्थिप्रदेशं यावत्प्राप्तो न चानेन तद्भेदद्वारेण क्वचिदपि सर्वज्ञशासनमवलोकितं, यतो रागद्वेषमोहादिभिः क्रूरद्वारपालकल्पैर्भूयो भूयो निरस्त इति एतावताऽशेनेदमुपदर्शितं, न पुनस्तस्यामवस्थायाममुं विभागमद्याप्ययं जीवो जानीते चिन्तयति वा । ૨૦૨ ઉપનયાર્થ : જીવની જિનમત સંબંધી જિજ્ઞાસા અને તેના દર્શનથી થયેલ આનંદ ભગવાનના શાસનનું અત્યાર સુધી વર્ણન કર્યું. હવે તેનું નિગમન કરતાં ‘તવેવ’થી કહે છે. જે પ્રમાણે યાવત્ વિશેષણથી યુક્ત=પૂર્વમાં વર્ણન કર્યું તે સર્વ વિશેષણના સમૂહથી યુક્ત, તે રાજમંદિર તે કથાનક ઉક્ત એવા ભિખારી વડે અવલોકન કરાયું તે પ્રમાણે તેટલા વિશેષણના સમૂહથી યુક્ત જ આ જીવ વડે આ સર્વજ્ઞ શાસન રૂપી મહેલ અવલોકન કરાયો. એ પ્રમાણે સ્થિત છેફલિત છે, અને જે પ્રમાણે તે કથાનકમાં કહેવાયેલ એવો તે દ્રમક સતત આનંદવાળા તે રાજમહલને પ્રાપ્ત કરીને આ શું ? એ પ્રકારે વિસ્મિત થયેલો ચિંતવન કરે છે. અને આ ભિખારી ઉન્માદથી સહિતપણું હોવાને કારણે તેના વિશેષગુણોને=તે રાજમંદિરના વિશેષગુણોને, તત્ત્વથી જાણતો નથી એ પ્રમાણે કહેવાયું, તે પ્રમાણે આ પણ જીવ પ્રાપ્ત થયેલા કર્મવિવરવાળો કોઈક રીતે સર્વજ્ઞના શાસનને પામીને ‘વિક્ તવ્’=આ શું છે ? એ પ્રમાણે જિજ્ઞાસા કરે છે. અને આ=જીવ તે અવસ્થામાં, અનુવર્તમાન, ઉન્માદકલ્પ એવા મિથ્યાત્વના અંશો વડે આ જિનમતના જે વિશેષગુણો છે તેને તત્ત્વથી જાણતો નથી. આ જીવ સમ્યક્ત્વને સન્મુખ થયેલો છે તેથી ઉત્કટ મિથ્યાત્વના ક્ષયોપશમરૂપ કર્મવિવર નામના દ્વારપાળથી ભગવાનના શાસનમાં પ્રવેશ કરાવાયો છે તોપણ ભગવાનના શાસનનું વાસ્તવિક સ્વરૂપ પૂર્વમાં જેવું વર્ણન કર્યું તેવું આ જીવ જાણતો નથી. પરંતુ કંઈક વિશેષ છે એ પ્રકારે જોવાથી વિસ્મિત થઈને ભગવાનના શાસનને જોવાને અભિમુખ પરિણામવાળો થયો છે. તેથી ભાવથી ભગવાનના શાસનમાં પ્રવેશ નહીં હોવા છતાં, ભાવથી ભગવાનના શાસનમાં પ્રવેશવાના કારણીભૂત એવા દ્રવ્યથી ભગવાનના શાસનમાં પ્રવેશ પામેલ છે. અને જેઓને ભગવાનના શાસનના સ્વરૂપને જોઈને લેશ પણ જિજ્ઞાસા થતી નથી, તેઓ રાગાદિ દ્વારપાલો દ્વારા બહિર્છાયાથી ભગવાનના શાસનમાં હોવા છતાં, તત્ત્વથી ભગવાનના શાસનથી બહિર્ભૂત છે. જે પ્રમાણે કથાનકમાં કહેવાયેલા તે દ્રમકને તાત્પર્યના વશથી=ભગવાનના શાસનના પરમાર્થને જાણવાની જિજ્ઞાસારૂપ તાત્પર્યતા વશથી, લબ્ધચિત્તવાળા છતાં=આત્મકલ્યાણને અનુકૂળ લબ્ધચિત્તવાળા છતાં, હૃદયાકૂત વડે=હૈયામાં થયેલા પરિણામ વડે, પરિસ્ફુરિત થાય છે.” શું પરિસ્ફુરિત થાય છે ? તે ‘યદ્યુત’થી બતાવે છે આ સ્વકર્મવિવર દ્વારપાળના પ્રસાદથી સકલ આશ્ચર્યધામવાળું, લગ્ન=લીન - Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ થયેલું, એવું જે આ રાજમંદિર મારા વડે જોવાય છે, ખરેખર એ મારા વડે ક્યારે પણ પૂર્વમાં જોવાયું નથી. કેમ ન જોવાયું હતું ? તેથી કહે છે. રાજમંદિરના દ્વારદેશમાં પૂર્વે ઘણીવાર હું પ્રાપ્ત થયો હતો, કેવલ મારા મંદભાગ્યપણાને કારણે જે અન્ય પાપપ્રકૃતિરૂપ દ્વારપાળો છે. તેઓ વડે ત્યાં=રાજમંદિરના દ્વારમાં, પ્રાપ્ત એવો હું=ઘણી વખત પ્રાપ્ત થયેલો હું, કદર્થના કરી નિર્ઘાટન કરાયો. તે આ સર્વ જીવમાં સમાન છે. ‘તથાદિ’ તે આ પ્રમાણે – પ્રત્યાસન્ન ભવિષ્યદ્ ભદ્ર એવા ભવ્યજીવને=નજીકમાં કલ્યાણ થવાનું છે તેવા ભવ્યજીવને, કોઈક રીતે સર્વજ્ઞનું શાસન પ્રાપ્ત કરીને અવિદિતતગુણવિશેષવાળાને પણ=ભગવાનના શાસનના વિશેષ ગુણ જાણતા નથી એવા જીવોને પણ, માર્ગાનુસારીપણાથી આવા પ્રકારનો અભિપ્રાય થાય છે જે ‘યદ્યુત'થી બતાવે છે. અદ્ભુત આ અરિહંતનું દર્શન છે. જે કારણથી અહીં=ભગવાન શાસનમાં, જે લોકો રહેલા છે તે સર્વ પણ મિત્રની જેમ, બંધુઓની જેમ, એક પ્રયોજનવાળાની જેમ, સમર્પિત હૃદયવાળાની જેમ, એક આત્માવાળા હોય એની જેમ, પરસ્પર વર્તે છે. અને અમૃતથી તૃપ્ત થયેલાની જેમ ઉદ્વેગ વગરનાની જેમ, ઓત્સેક્ય વગરનાની જેમ, ઉત્સાહવાળા જીવોની જેમ, પરિપૂર્ણ મનોરથવાળાની જેમ અને સમસ્ત જીવોના સમૂહના હિતમાં ઉઘત ચિત્તવાળા સકલકાલ દેખાય છે. તે કારણથી સુંદર આ=ભગવાનનું શાસન, આજે મારા વડે જણાયું, પૂર્વમાં નહીં; કેમ કે વિમર્શનો અભાવ હતો. અને બીજું, આ જીવ અનંતી વખત ગ્રંથિપ્રદેશ સુધી પ્રાપ્ત થયો, અને આના દ્વારા=જીવ દ્વારા, તેના ભેદથી=ગ્રંથિના ભેદથી, ક્યારેય પણ સર્વજ્ઞ શાસન અવલોકન કરાયું નથી. જે કારણથી ક્રૂર દ્વારપાળ જેવા રાગ-દ્વેષ-મોહાદિ વડે ફરી ફરી પણ નિરાકરણ કરાયો=ભાવથી જિનમંદિરમાં પ્રવેશ કરાતાં નિવારણ કરાયો, એ પ્રમાણે આટલા અંશથી આ બતાવ્યું=જે રાજમંદિર પાસે તે આવ્યો છે તે રાજમંદિર કેવું છે તે બતાવ્યું. પરંતુ તે અવસ્થામાં=કર્મવિવર દ્વારાપાળ દ્વારા સ્થૂલથી પ્રવેશ કરાયો છે તે અવસ્થામાં, આ વિભાગને=ભગવાનના શાસનની સુંદરતા છે તે પ્રકારના વિભાગને, હજી પણ આ જીવ જાણતો નથી અને વિચારતો નથી. ઉપનય ઃ भद्रकभाववर्त्तमानजीवव्यतिकरः यथा च तस्य कथानकोक्तस्य पर्यालोचनपरायणवृत्तेः सतः पुनरिदं परिस्फुरितं, यदुत येन मया पूर्वमिदं नयनानन्दकारि राजसदनं न दृष्टं, न चास्य दर्शनार्थं कश्चिदुपायः प्राग्विहितः सोऽहं सत्यं निष्पुण्यक एव, कीदृशं राजमन्दिरमिति जिज्ञासामात्रमपि ममाधमस्य कदाचिदपि पूर्वं नासीत्, येन चानेन महात्मना स्वकर्मविवरद्वारपालेन कृपापरीतचेतसा भाग्यकलाविकलस्यापि ममेदं दर्शितं सोऽयं मे परमबन्धुभूतो वर्त्तते, एते च धन्यतमा जना येऽत्र राजमन्दिरे सदा निःशेषद्वन्द्वरहिताः प्रमुदितचेतसोऽवतिष्ठन्ते तदेतदपि समस्तमत्र जीवे योजनीयं, तथाहि - शुभध्यानविशुध्यमानाध्यवसायस्यापि जीवस्य विवर्त्तते चेतसीदं सर्वं सर्वज्ञदर्शनगोचरं क्वचिदवसरे समवसरणदर्शनेन वा, जिनस्नात्रविलोकनेन Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ वा, वीतरागबिम्बनिरीक्षणेन वा, शान्ततपस्विजनसाक्षात्करणेन वा, सुश्रावकसङ्गतेन वा, तदनुष्ठानप्रतिभासेन वा, द्रावितमिथ्यात्वतया मृदूभूतभावस्य, तथाहि-उत्पद्यते तदा तद्विचारेणास्य प्रीतिः, शोचति प्रागविचारकमात्मानं, गृह्णाति मार्गोपदेशकं बन्धुबुद्ध्या बहु मन्यते सद्धर्मनिरतचित्तांश्चान्यलोकान् सद्भावनयेति, तदियता प्रपञ्चेन लघुकर्मणः सन्मार्गाभ्यर्णवर्त्तिनोऽभिन्नकर्मग्रन्थेभिन्नकर्मग्रन्थेषु पुरस्कृतसम्यग्दर्शनस्य कियन्तमपि कालं भद्रकभावे वर्तमानस्यास्य जीवस्य यो व्यतिकरो भवति स व्यावर्णितः। ઉપનયાર્થ: ભદ્રકભાવવત જીવન વ્યતિકર અને જે પ્રમાણે કથાનકમાં કહેવાયેલો પર્યાલોચન પરાયણ પ્રવૃત્તિવાળો છતો એવા તેને તે દ્રમકતે, ફરી આ પરિસ્કૃરિત છે. શું પરિસ્ફરિત છે. તે “યહુતથી બતાવે છે – જે મારા વડે આ નયનના આનંદને કરનાર રાજભુવન પૂર્વમાં જોવાયું નથી. અને આવા રાજમંદિરના દર્શન માટે કોઈ ઉપાય પૂર્વમાં મારા વડે કરાયો નથી. તેથી હું ખરેખર તિપુણ્યક જ છું, કેવું રાજમંદિર છે? એવી જિજ્ઞાસા માત્ર પણ અધમ એવા મને ક્યારે પણ પૂર્વમાં થઈ ન હતી અને જે કારણથી કૃપાથી પરિત ચિત્તવાળા મહાત્મા એવા આ સ્વકર્મવિવર દ્વારપાળ વડે ભાગ્યકલાથી વિકલ પણ એવા મને આ બતાવ્યું કે આ મારો પરમબંધુભૂત વર્તે છે અર્થાત્ આત્માને તત્ત્વજિજ્ઞાસા ઉત્પન્ન કરે એવો ક્ષયોપશમભાવ જીવ માટે સર્વકલ્યાણનું એક કારણ હોવાથી પરમબંધુભૂત છે. અને આ ધન્યતમ જીવો છે જેઓ આ રાજમંદિરમાંeભગવાનના શાસનમાં, હંમેશાં સંપૂર્ણ તંદ્ધ રહિત=કષાયોનાં ઢંઢોને સતત ક્ષીણ કરનારા હોવાથી સંપૂર્ણ ઢંકરહિત, પ્રમુદિત ચિત્તવાળા=ઉત્તરોત્તર સુખની વૃદ્ધિના કારણભૂત રત્નચિંતામણિથી અધિક ભગવાનના શાસનની પ્રાપ્તિના કારણે પ્રમુદિતચિત્તવાળા, રહેલા છે, તે પણ સમસ્ત આ જીવમાં=પ્રસ્તુત જીવમાં યોજન કરવું તે દ્રમક કર્મવિવર દ્વારપાળથી પ્રવેશ પામીને હજી પણ તે રાજમંદિરનું વિશેષ સ્વરૂપ જાણવા સમર્થ નથી. તોપણ ભગવાનના શાસનમાં વર્તતા જીવોના શાંત સ્વભાવને જોઈને વિચારે છે કે અન્ય જીવોને કષાયોની આકુળતારૂપ ઢંઢો દેખાય છે. જ્યારે ભગવાનના શાસનમાં વર્તતા અવિરત સમ્યગ્દષ્ટિ જીવો પણ તત્વથી ભાવિત હોવાને કારણે ક્ષીણ ઢંઢવાળા, આનંદિત ચિત્તવાળા છે તેમ દેખાય છે અને તેવું આ જીવને જેમ દેખાય છે તે પ્રસ્તુત જીવમાં થોજન કરવું, કઈ રીતે ભોજન કરવું તે ‘તથાદિ'થી બતાવે છે – શુભધ્યાનથી વિશુદ્ધમાન અધ્યવસાયવાળા પણ જીવતા ચિત્તમાં સર્વજ્ઞના દર્શનગોચર આ સર્વ વર્તે છે. ક્યારે વર્તે છે ? તે સ્પષ્ટ કરે છે. કોઈ અવસરે સમવસરણદર્શનથી અથવા જિતસ્તાત્રતા અવલોકનથી અથવા વીતરાગતા બિંબના નિરીક્ષણથી અથવા શાંત તપસ્વિજન સાક્ષાકરણથી અથવા સુશ્રાવકના સંગથી અથવા સુશ્રાવકના અનુષ્ઠાનના પ્રતિભાસથી, દ્રાવિતમિથ્યાત્વપણું હોવાને Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કારણે મૃદૂભૂતભાવવાળા જીવના ચિત્તમાં સર્વજ્ઞ દર્શનગોચર આ વર્તે છે, એમ અત્રય છે. તે આ પ્રમાણે શુભધ્યાનથી વિશુદ્ધમાન અધ્યવસાયવાળા જીવને સર્વજ્ઞશાસનવિષયક આ સર્વ દેખાય છે એમ કહ્યું તે ‘તથાદિથી સ્પષ્ટ કરે છે તે આ પ્રમાણે – ત્યારે તેના વિચારથી=સમોસરણ આદિ દર્શનને કારણે થયેલા વિચારથી આ= આ જીવને, પ્રીતિ ઉત્પન્ન થાય છે. પૂર્વમાં અવિચારક એવા પોતાના આત્માનો શોક થાય છે. માર્ગ ઉપદેશકને બંધુબુદ્ધિથી ગ્રહણ કરે છે. સદ્ધર્મમાં વિરતચિત્તવાળા અચલોકોને સદ્ભાવનાથી બહુ માને છે. તે કારણથી આટલા પ્રપંચથી લઘુકર્મવાળા જીવોને, સન્માર્ગ અભ્યર્ણવર્તી જીવોને, અભિન્નકર્મ-ગ્રંથિવાળાને અથવા ભિન્નકર્મગ્રંથિવાળાને, પ્રાપ્ત થયેલા સમ્યગ્દર્શનવાળા જીવને કેટલો કાળ ભદ્રકભાવમાં વર્તમાન આ જીવનો જે વ્યતિકર થાય છે તે બતાવાયો. અત્યાર સુધી જે જીવો ગ્રંથિભેદને પામવાની નજીકમાં યોગની ભૂમિકાને પામેલા છે છતાં ગ્રંથિભેદ કર્યો નથી તેવા જીવો ભગવાનના શાસનને કઈ રીતે જોનારા છે ? અને જેઓએ ગ્રંથિનો ભેદ ર્યો છે તેવા સમ્યગ્દષ્ટિ જીવો ભગવાનના શાસનને પામીને કઈ રીતે જોનારા છે તેનું અત્યાર સુધી વર્ણન કર્યું. તેમાં સમ્યગ્દષ્ટિથી જીવ સૂક્ષ્મ પ્રજ્ઞાને કારણે ભગવાનના શાસનનું પારમાર્થિક સ્વરૂપ સૂક્ષ્મદ્રષ્ટિથી જોઈ શકે છે. વળી, ગ્રંથિભેદની નજીક ભૂમિકાવાળા જીવો સ્કૂલબોધવાળા હોવાથી તે ભગવાનના શાસનને તેવા જ સ્વરૂપવાળું પણ સ્કૂલબુદ્ધિથી યથાર્થ જોઈ શકે છે. તે અત્યાર સુધી બતાવ્યું. नृपभूतजिनस्य दर्शनम् तदनन्तरमिदानीं सकलकल्याणाक्षेपकारणभूतां परमेश्वरावलोकनां प्राप्नुवतोऽस्य यः संपद्यते, तत्र योऽसौ कथानकोक्तो रोरो लब्धचेतनो यावदित्थं विप्रकीर्णं चिन्तयति तावद् वृत्तान्तान्तरमपरं महाराजावलोकनलक्षणमापतितं तथेहापि यदाऽयं जीवः सञ्जातस्वकर्मलाघवतया सन्मार्गाभिमुखो भद्रकभावे वर्त्तते तदाऽस्य योग्यतया परमात्मावलोकनलक्षणोऽयमपरो वृत्तान्तः संपद्यते। तत्र योऽसौ सुन्दरे प्रासादशिखरे सप्तमे भूमिकातले निविष्टमूर्तिरधस्ताद्वर्त्तमानं तददृष्टमूलपर्यन्तं नगरं समस्तं समस्तव्यापारकलापोपेतं सकलकालं समन्तानिरीक्षमाणस्तस्माद्बहिरपि सर्वत्राप्रतिहतदर्शनशक्तिः सततानन्दो लीलया ललमानो महानरेन्द्रो दर्शितः स इह निष्कलावस्थायां वर्तमानः परमात्मा भगवान् सर्वज्ञो विज्ञेयः, स एव यतो मर्त्यलोकापेक्षया उपर्युपरिस्थायिन्यो भूमिकाकल्पाः सप्तरज्जवः तदात्मको यो लोकप्रासादस्तच्छिखरे वर्त्तते, स एव हि परमेश्वरो युगपदमुं समस्तसंसारविस्तारं विचित्रनगरव्यापाराकारमलोकाकाशं च तद्बहिर्भागकल्पं केवलालोकेन करतलगतामलकन्यायेनावलोकयति, स एव चानन्तवीर्यसुखपरिपूर्णतया सततानन्दो लीलया ललते, नापरो, भवगतमध्यपतितजन्तुलीलाललनस्य परमार्थतो विडम्बनारूपत्वात्। Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ દમકને રાજાસ્વરૂપ તીર્થકરનું દર્શન ત્યારપછી હવે, બધા કલ્યાણના આક્ષેપના કારણભૂત પરમેશ્વરની અવલોકતાને પ્રાપ્ત કરતા આ જીવને જે પ્રાપ્ત થાય છે તે બતાવે છે – ત્યાં જે કથાનકમાં કહેવાયેલો આ રાંકડો લબ્ધચેતનવાળો જ્યાં સુધી આ પ્રમાણે વિપ્રકીર્ણ ચિંતવન કરે છે પ્રસ્તુત રાજમંદિરને જોઈને આ રમ્ય રાજમંદિર છે એ પ્રકારે વિસ્તૃત ચિંતવન કરે છે, ત્યાં સુધી મહારાજના અવલોકન લક્ષણ અન્ય વૃત્તાન્તર આપતિત થાય છે=પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે અહીં પણ સંસારમાં પણ, જ્યારે આ જીવ પ્રાપ્ત થયેલા સ્વકર્મના લાધવપણાને કારણે સન્માર્ગને અભિમુખ ભદ્રકભાવમાં વર્તે છે, ત્યારે આવી=આ જીવની, યોગ્યતા હોવાને કારણે પરમાત્માના અવલોકન રૂ૫ બીજો વૃતાંત પ્રાપ્ત થાય છે, તત્ર=પરમાત્માના અવલોકનના વિષયમાં, સુંદર પ્રાસાદના શિખર રૂપ સાતમા ભૂમિકાતલમાં, તિવિષ્ટમૂર્તિવાળા=રહેલા, નીચે વર્તતા તે અદષ્ટમૂલપર્યત નામનું સમસ્ત નગર સમસ્ત વ્યાપારકલાથી યુક્ત સકલકાલ ચારેય બાજુથી નિરીક્ષણ કરતા, તેનાથી બહિર પણ=અદષ્ટમૂલ નગરથી બહિર્ પણ, અલોકાકાશને પણ નિરીક્ષણ કરતા સર્વત્ર અપ્રતિહત દર્શનની શક્તિવાળા, સતત આનંદવાળા, લીલાથી આત્મસ્વરૂપમાં રમતા એવા જે આ મહાનરેન્દ્ર જોવાયા, તે અહીં નિષ્કલ અવસ્થામાં વર્તતા. પરમાત્મા ભગવાન સર્વજ્ઞ જાણવા=સંકલ્પવિકલ્પરૂપ મોહની સર્વકલાથી રહિત અવસ્થામાં રહેલા ભગવાન સર્વજ્ઞ જાણવા, જે કારણથી તે જગનિષ્કલ અવસ્થામાં વર્તતા પરમાત્મા જ, મર્યલોકની અપેક્ષાથી=મનુષ્યલોકની અપેક્ષાથી, ઉપર રહેનારા ભૂમિકા જેવા સાત રજૂઓ તદાત્મક જે લોકપ્રસાદ તેના શિખરમાં વર્તે છે, દિ=જે કારણથી, તે જ પરમેશ્વર એક સાથે આ સમસ્ત સંસારના વિસ્તારને, વિચિત્રનગરના વ્યાપારના આકાર અને લોકના બહિર્ભાગરૂપ અલોકાકાશને કેવલજ્ઞાનથી હાથમાં રહેલા આમળાના ચાયથી અવલોકન કરે છે અને તે જ પરમાત્મા અનંતવીર્ય અને સુખથી પરિપૂર્ણ હોવાને કારણે સતત આનંદવાળા લીલાથી સુખ ભોગવે છે, બીજા નહીં; કેમ કે ભવરૂપી ગર્તામાં પડેલા જીવોની લીલાથી રમવાની ક્રિયા પરમાર્થથી વિડંબના રૂપ છે. ઉપનય : भगवदनुग्रहः यथा च स कथानकोक्तः तेन महाराजेन महारोगभराक्रान्ततया गाढबीभत्सदर्शन इतिकृत्वा करुणया विशेषेणावलोकित इत्युक्तं तदत्रैवं द्रष्टव्यं-यदाऽयमात्मा निजभव्यत्वादिपरिपाकवशादेतावती कोटिमध्यारूढो भवति, तदाऽस्य भवत्येव भगवदनुग्रहः, न तद्व्यतिरेकेण यतो मार्गानुसारिता संपद्यते, तदनुग्रहेणैव भवति भावतो भगवति बहुमानो, नान्यथा, स्वकर्मक्षयोपशमादीनां शेषहेतूनामप्रधानत्वात्, ततोऽयमात्मा तस्यामवस्थायां वर्त्तमानोऽमुमर्थमाकलय्य भगवता विशेषेणावलोकित इत्युच्यते, स एव परमेश्वरोऽचिन्त्यशक्तियुक्ततया परमार्थकरणकतानतया चास्य जीवस्य मोक्षमार्गप्रवृत्तेः Page #230 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૦૭ परमो हेतुरित्युक्तं भवति, समस्तजगदनुग्रहप्रवणं हि भगवतो निष्कलमपि रूपमिति परिभावनीयं, केवलं तथापि तत् जीवभव्यतां कर्मकालस्वभावनियत्यादिकं च सहकारिकारणकलापमपेक्ष्य जगदनुग्रहे व्याप्रियते, तेन न यौगपद्येन समस्तप्राणिनां संसारोत्तार इति, आलोचनीयमेतदागमानुसारेणेति, तस्माद् भवत्येव भाविकल्याणस्य भद्रकभावे वर्तमानस्यास्य जीवस्य भगवदवलोकना। ઉપનયાર્થ: ઈશ્વરઅનુગ્રહ અને જે પ્રમાણે કથાનકમાં કહેવાયું તે મહારાજા વડે મહારોગના અતિશયથી આક્રાન્તપણું હોવાને કારણે ગાઢ બીભત્સદર્શનવાળો આ દ્રમક છે. એથી કરીને કરુણા વડે વિશેષથી અવલોકન કરાયો=મહારાજા વડે આ દ્રમક વિશેષરૂપે જોવાયો' એ પ્રમાણે કહેવાયું તે અહીં પ્રસ્તુત જીવમાં, આ પ્રમાણે જાણવું – જયારે આ આત્મા નિજભવ્યતાદિના પરિપાકના વશથી આટલી કોટિમાં અધ્યારૂઢ થાય છે પૂર્વમાં વર્ણન કર્યું તે પ્રકારે ભગવાનના શાસનને જોવા સમર્થ બને તેવી સ્થિતિને પ્રાપ્ત કરે છે, ત્યારે આ જીવને ભગવદ્ અનુગ્રહ પ્રાપ્ત થાય જ છે. જે કારણથી તેના વગર=ભગવાનના અનુગ્રહ વગર, માર્ગાતુસારિતા પ્રાપ્ત થતી નથી. તેના અનુગ્રહથી જ ભગવાનના અનુગ્રહથી જ, ભગવાનમાં ભાવથી બહુમાન થાય છે. અન્યથા થતો નથી=ભગવાનના અનુગ્રહ વગર ભાવથી બહુમાનભાવ થતો નથી; કેમ કે સ્વકર્મના ક્ષયોપશમાદિ શેષ હેતુઓનું અપ્રધાનપણું છે. જીવમાં પોતાના કર્મક્ષયોપશમરૂપ દ્વારપાળથી જ ભગવાનના શાસનમાં પ્રવેશ થયેલો છે તેથી જ ભગવાનને જોઈને પ્રીતિ વગેરે થાય છે તો પણ મુખ્યરૂપે તો ભગવાનનું વચન પરિણામ પામેલ છે તેનાથી ભગવાન પ્રત્યે બહુમાન થાય છે, અન્યથા થતો નથી. તેથી સ્વકર્મનો ક્ષયોપશમ, જીવની તેવી યોગ્યતા, બાહ્યનિમિત્ત આદિ શેષ હેતુઓ અપ્રધાન છે. પરંતુ ભગવાનના વચનનો પારમાર્થિક પરિણામરૂપ ભગવાનનો અનુગ્રહ જ પ્રધાન છે. તેથી આ આત્મા=સંસારી જીવ, તે અવસ્થામાં વર્તતો છે. આ અર્થને જાણીને=આ જીવને મારા પ્રત્યે બહુમાન થયું છે આ પ્રકારના અર્થને જાણીને, ભગવાન વડે વિશેષથી અવલોકન કરાયો. એ પ્રમાણે કહેવાયું એ પ્રમાણે પૂર્વમાં કથાનકમાં કહેવાયું, તે જ પરમેશ્વર અચિંત્યશક્તિયુક્તપણું હોવાથી અને પરમાર્થકરણમાં એકતાનપણું હોવાથી આ જીવની મોક્ષમાર્ગની પ્રવૃત્તિનો પરમહેતુ છે એ પ્રમાણે કહેવાયેલું થાય છે. તીર્થકરો યોગ્ય જીવોને તારવા માટે સામર્થ્ય ધરાવે તેવી અચિંત્યશક્તિયુક્ત છે. વળી યોગ્ય સર્વ જીવોના પરમાર્થ કરવામાં એકતાનવાળા છે. આથી જે જીવોનું જે રીતે કલ્યાણ થાય તે રીતે તે જીવને સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધ કરાવીને મોક્ષમાર્ગની પ્રવૃત્તિના પરમ કારણ થાય છે. આથી જ ગણધરો માટે ભગવાન લોકપ્રદ્યોતકર બને છે અને તેનાથી અલ્પયોગ્યતાવાળા જીવોને તેની યોગ્યતા અનુસાર લોકના પ્રકાશન માટે પ્રદીપતુલ્ય Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ભગવાન બને છે. જેથી સંસારરૂપી અટવીમાં રહેલા જીવો ભગવાનના વચનના બળથી સુખપૂર્વક તે અટવીને ઓળંગીને પૂર્ણસુખમય એવા મોક્ષમાર્ગમાં પ્રસ્થિત થાય છે. કેમ ભગવાન સર્વજીવોને પરોપકાર કરવાના એકતાનવાળા છે ? તેથી કહે છે દિ=જે કારણથી, સમસ્ત જગતના અનુગ્રહમાં તત્પર ભગવાનનું નિષ્કલરૂપ છે એ પ્રમાણે પરિભાવન કરવું જોઈએ. કેવલ તોપણ=ભગવાનનું સ્વરૂપ જગતના સર્વ જીવોના અનુગ્રહમાં પ્રવણ હોવા છતાં પણ, તે=ભગવાનનું નિષ્કલરૂપ, જીવની ભવ્યતાને અને કર્મ, કાલ, સ્વભાવ, નિયતિ આદિ સહકારી કારણના સમૂહની અપેક્ષા રાખીને જગતના અનુગ્રહમાં વ્યાપારવાળું થાય છે. તે કારણથી=ભગવાનનું નિષ્કલસ્વરૂપ જીવની ભવ્યતા અને સહકારી કારણની અપેક્ષાથી જગતના જીવોના અનુગ્રહ માટે વર્તે છે તે કારણથી, યોગપદ્યથી=એક સાથે, સમસ્ત જીવોનો સંસારથી ઉત્તાર નથી એ પ્રમાણે આ=ગ્રંથકારશ્રીએ કહ્યું એ, આગમ અનુસાર આલોચન કરવું જોઈએ. તે કારણથી ભાવિકલ્યાણવાળા ભદ્રકભાવમાં વર્તમાન આ જીવને=આ જીવ ઉપર, ભગવદવલોકના થાય છે. ભગવાનની પ્રતિમાને જોઈને કે સાક્ષાત્ તીર્થંકરો આદિને જોઈને યોગ્ય જીવોને ભગવાનના પારમાર્થિક સ્વરૂપને કાંઈક સ્પર્શે તે પ્રકારે જે ભાવો થાય છે, તે ભાવો અનુસાર તે જીવને ભગવાનની અવલોકના પ્રાપ્ત થઈ છે તેમ ઉપચાર કરાય છે; કેમ કે ભગવાનની મૂર્તિના દર્શનથી કે સાક્ષાત્ પરમાત્માના શાંત મુદ્રાના દર્શનથી જે ભાવો તે જીવમાં પ્રગટ્યા છે તે ભગવદ્ અવલોકના સ્વરૂપ છે. सूरिलक्षितजीवयोग्यता यथा च तां महाराजदृष्टिं तत्र रोरे निपतन्तीं धर्मबोधकराभिधानो महानसनियुक्तो निरीक्षितवानित्युक्तं तथा परमेश्वरावलोकनां मज्जीवे भवन्तीं धर्मबोधकरणशीलो धर्मबोधकर इति, यथार्थाभिधानो मन्मार्गोपदेशकः सूरिः, स निरीक्षते स्म, तथाहि - सद्ध्यानबलेन विमलीभूतात्मानः परहितैकनिरतचित्ता भगवन्तो [ये. मु] योगिनः [ते. मु] पश्यन्त्येव देशकालव्यवहितानामपि जन्तूनां छद्मस्थावस्थायामपि वर्त्तमाना दत्तोपयोगा भगवदवलोकनाया योग्यतां, पुरोवर्त्तिनां पुनः प्राणिनां भगवदागमपरिकर्मितमतयोऽपि योग्यतां लक्षयन्ति तिष्ठन्तु विशिष्टज्ञाना इति, ये च मम सदुपदेशदायिनो भगवन्तः सूरयस्ते विशिष्टज्ञाना एव, यतः कालव्यवहितैरनागतमेव तैर्ज्ञातः समस्तोऽपि मदीयवृत्तान्तः, स्वसंवेदनसंसिद्धमेतदस्माकमिति । આચાર્ય દ્વારા નક્કી કરાયેલ જીવની યોગ્યતા જે પ્રમાણે ધર્મબોધકર નામના મહાનસનિયુક્ત મહારાજની તે દૃષ્ટિને તે રાંકડા ઉપર પડતી જોઈ એ પ્રમાણે કહેવાયું=કથાનકમાં કહેવાયું, તે પ્રમાણે ‘ધર્મનો બોધ કરાવવાના સ્વભાવવાળા એ ધર્મબોધકર છે', એ પ્રકારના યથાર્થ નામવાળા મારા માર્ગના ઉપદેશક તે સૂરિએ મારા જીવ ઉપર Page #232 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ પડતી પરમેશ્વરની અવલોકનાને જોઈ. તે આ પ્રમાણે – સદ્બાનના બળથી વિમલીભૂત=વિમલરૂપ થયેલા, આત્માવાળા, પરહિતનિરત એક ચિત્તવાળા, છદ્મસ્થઅવસ્થામાં પણ રહેલા દત્તઉપયોગવાળા એવા તે ભગવાન યોગીઓ દેશકાલ વ્યવહિત એવા તે જીવોની ભગવદ્ અવલોકનાની યોગ્યતાને જુએ છે. વળી, પુરોવર્સી પ્રાણીઓની યોગ્યતાને ભગવાનના આગમપરિકર્મિત મતિવાળા પણ જુએ છે, વિશિષ્ટ જ્ઞાનવાળા દૂર રહો અને મારા સદ્ઉપદેશદાયી ભગવાન જે સૂરિ છે, તે વિશિષ્ટ જ્ઞાનવાળા જ છે, જે કારણથી કાલવ્યવહિત એવા તેઓ વડે=મારા કાલથી પૂર્વમાં થયેલા એવા તેઓ વડે, અનાગત જ સમસ્ત પણ મારો વૃત્તાંત જ્ઞાત છે. આ અમને સ્વસંવેદન સિદ્ધ છે. ૨૦૯ ગ્રંથકારશ્રી સિદ્ધર્ષિગણિ હરિભદ્ર સૂરીશ્વર પછી કંઈ કાળના વ્યવધાનથી થયેલા છે. અને ભગવાનના શાસનને પામીને દીક્ષા ગ્રહણ કરેલી, તત્ત્વના અર્થી હતા. તેથી તેઓ ઉપર ભગવાનની અવલોકના થયેલી, છતાં તેઓને કયા સ્થાને તત્ત્વના વિષયમાં મૂંઝવણ થશે તેના પરમાર્થને જ જાણે જાણનાર હોય તેવા હરિભદ્રસૂરિ છદ્મસ્થઅવસ્થામાં હતા તોપણ તેઓએ ઉપયોગ મૂક્યો કે ભાવિમાં જે યોગ્ય જીવો ઉપર ભગવદ્દ્ની અવલોકના થશે તે જીવોને વિશિષ્ટમાર્ગની પ્રાપ્તિ કરાવવા માટે શું કહેવું જોઈએ. તે પ્રમાણે જ તેમણે લલિતવિસ્તરામાં કહેલ છે. જે વાંચીને ગ્રંથકારશ્રીને સ્વસંવેદનથી જણાયું કે મારી જ ભાવિ અવસ્થાની મૂંઝવણને સામે રાખીને તે આચાર્યોએ તે પ્રકારે તે સ્થાનને સ્પષ્ટ લખેલ છે. જેથી મારા વૃત્તાંતને જાણીને મારા ઉપકાર અર્થે જ તે પદાર્થ એમણે સ્પષ્ટ કરેલ છે. જેથી ગ્રંથકારશ્રી ભગવાનના શાસનમાં સ્થિર શ્રદ્ધાવાળા થયા. ઉપનય : सद्धर्माचार्यस्य मनोव्यथा समाधिश्च यत्पुनः तेन धर्म्मबोधकरेण साकूतमानसेन सता तदनन्तरं चिन्तितं यदुत - किमेतदाश्चर्यं मयाऽधुना दृश्यते ? यतोऽयं सुस्थितो महानरेन्द्रो यस्योपरि विशेषेण दृष्टिं पातयति, स पुरुषस्त्रिभुवनस्यापि द्रागेव प्रभुः सञ्जायत इति सुप्रसिद्धमेतत्, अयं पुनर्योऽधुनाऽस्य राज्ञो दृष्टेर्गोचरचारितामनुभवन्नुपलक्ष्यते सद्रमको दैन्योपहतो, रोगग्रस्तदेहोऽलक्ष्मीभाजनभूतो, मोहोपहतात्माऽतिबीभत्सदर्शनो, जगदुद्वेगहेतुस्तत्कथं समस्तदोषराशेरस्य परमेश्वरदृष्टिपातेन सार्द्धं सम्बन्धः ? पौर्वापर्येण विचार्यमाणो न युज्यते, न कदाचनापि दीर्घतरदौर्गत्यभाजिनां गेहेषु अनर्घेयरत्नवृष्टयो निपतितुमुत्सहन्ते तत्कथमेतदिति विस्मयातिरेकाकुलं नश्चेतः, तदिदं सर्वमत्रापि जीवविषयं सद्धर्म्माचार्यचेतसि वर्त्तमानं योजनीयं, तथाहि - यदाऽयं जीवो नितरां गुरुकर्मतया प्रागवस्थायां समाचरति समस्तपातकानि, भाषते निःशेषासभ्यालीकवचनानि, न मुच्यतेऽनवरतं रौद्रध्यानेन, स एव चाकाण्ड एव कुतश्चिन्निमित्ताच्छुभसमाचार इव सत्यप्रियंवद इव प्रशान्तचित्त इव पुनर्लक्ष्यते, तदा भवत्येव पौर्वापर्यपर्यालोचनचतुराणां विवेकिनां मनसि वितर्को, यदुत - न तावत्सुन्दरा मनोवाक्कायप्रवृत्तिः सद्धर्मसाधिका भगवदनुग्रहव्यतिरेकेण Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ कस्यचित्संपद्यते, अयं चेह भव एवातिक्लिष्टमनोवाक्कायप्रसरोऽवधारितोऽस्माभिः, तदिदं पूर्वापरविरुद्धमिव प्रतिभासते, यतः कथमेवंविधपापोपहतसत्त्वे भगवदवलोकना प्रवर्त्तते, सा हि प्रवर्त्तमाना जीवस्य मोक्षसम्पादकत्वेन त्रिभुवननाथत्वमक्षेपेण जनयति, तस्मान्नात्र तस्याः सम्भवो लक्ष्यते, यतश्चास्य सुन्दरमनोवाक्कायप्रवृत्तिलेशो दृश्यते, ततोऽन्यथाऽनुपपत्त्या भगवदवलोकनायाः सद्भावोऽत्र निश्चीयते, तदिदमलब्धसन्देहविच्छेदकारणं अस्माकं मनो दोलायते किमिदमाश्चर्यमित्याकृते। यथा च तेन तात्पर्येण पर्यालोचयता महानसनियुक्तकेन पश्चानिश्चितं यदुत-सम्भवतोऽस्य द्रमकस्य द्वे कारणे महानरेन्द्रावलोकनायाः, तेन युक्तियुक्त एवास्य पारमेश्वरो दृष्टिपातः, तत्रयस्मादेष सुपरीक्षितकारिणा स्वकर्मविवरेण द्वारपालेनात्र भवने प्रवेशितः, तेनोचित एवायं विशेषदृष्टेरित्येकं कारणं, तथा यस्यैतद्भवनमालोक्य नरस्य मनःप्रसादो जायते, स महानरेन्द्रस्यात्यन्तवल्लभ इति प्रागेव विनिश्चितमिदं मया, संजातश्चास्य मनःप्रसादो लक्ष्यते, यतो नेत्ररोगपीडाभराक्रान्ते अपि लोचने भवनदिदृक्षया प्रतिक्षणमयमुन्मीलयति, तद्दर्शनेन बीभत्सदर्शनमप्यस्य वदनं सहसा प्रसादसम्पत्तेर्दर्शनीयतामासादयति, धूलिधूसराणि चास्य सर्वाङ्गोपाङ्गानि पुलकोभेदभाञ्जि दृश्यन्ते, न चैतदन्तर्विवर्त्तमानहर्षव्यतिरेकेण संपद्यते, तस्मादिदमस्य नृपभवनपक्षपातलक्षणं परमेश्वरावलोकनाया द्वितीयं कारणमिति तदेतत्सर्वं सद्धर्माचार्या अपि जीवविषयं पर्यालोचयन्तः परिकल्पयन्त्येव, तथाहियो जीवो हेतुभिर्लक्ष्यते, यथा संजातकर्मविवरोऽयं, तथा भगवच्छासनमुपलभ्य यस्य प्रादुर्भवति मनःप्रसादः, स च भगवान् लक्ष्यते प्रतिक्षणं नेत्रोन्मीलनकल्पया जीवादिपदार्थजिज्ञासया, विभाव्यते प्रवचनार्थलवाधिगमे विकसितवदनकल्पेन संवेगदर्शनेन, निश्चीयते च धूलिधूसरिताङ्गोपाङ्गरोमाञ्चाकारेण सदनुष्ठानलेशप्रवृत्तिविलोकनेन, तस्य जीवस्य सम्पन्ना भगवदवलोकनेति निर्णीयते, तस्मादिहापि निश्चयकरणे तदस्त्येव हेतुद्वयं, यदुतसञ्जातकर्मविवरता भगवच्छासनपक्षपातश्चेति। Guनयार्थ : આચાર્ય ભગવંતની મનોવ્યથા તથા સમાધિ જે વળી, તે ધર્મબોધકર વડે સાકૂતમાનસવાળા છતાં ત્યારપછી ચિંતવન કરાયું, જે આ પ્રમાણે – મારા વડે હાલમાં આ શું આશ્ચર્ય દેખાય છે? જે કારણથી આ સુસ્થિત મહાનરેન્દ્ર જેમના ઉપર વિશેષથી દષ્ટિ નાંખે છે, તે પુરુષ ત્રણે ભુવનનો પણ શીઘ જ પ્રભુ થાય છે. એ પ્રમાણે આ સુપ્રસિદ્ધ છે. વળી, જે આ હમણાં આ રાજાની દૃષ્ટિની ગોચરચારિતાને અનુભવતો દેખાય છે, તે દ્રમક દેવ્ય ઉપહત-દીનતાવાળો, રોગગ્રસ્ત દેહવાળો, અલક્ષ્મીના ભાજનભૂત, મોહથી ઉપહત સ્વરૂપવાળો, અતિબીભત્સદર્શનવાળો, જગતના ઉદ્વેગનો હેતુ છે. તે કારણથી કેવી રીતે સમસ્તદોષરાશિવાળા આનો પરમેશ્વરના દૃષ્ટિપાતની સાથે સંબંધ થયો ? પૂર્વ-અપર વિચારતાં ઘટતી નથી=આ જીવ Page #234 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૧૧ ઉપર ભગવાનની દૃષ્ટિ ઘટતી નથી. ક્યારેય પણ દીર્ઘતર દોર્ગત્ય ભજનારા જીવોના ઘરમાં અતÈય= અતિમૂલ્યવાન, રત્નોની વૃષ્ટિઓ પડવા માટે ઉત્સાહ કરતી નથી જે જીવો અતિદરિદ્ર અવસ્થામાં રહે તેવી પ્રકૃતિવાળા છે એવા જીવોના ઘરમાં અતિમૂલ્યવાન રત્નોની વૃષ્ટિ ક્યારેય પડે નહીં તેમ અતિ અયોગ્ય જીવમાં ભગવાનની દૃષ્ટિ ક્યારેય પડે નહીં. તે કારણથી આ કેમ છે?=અતિ દરિદ્ર એવા આ જીવ પર મૂલ્યવાન રત્નોની વૃષ્ટિ જેવી ભગવાનની દૃષ્ટિ કેમ પડી ? એ પ્રકારના વિસ્મયના અતિરેકથી આકુળ અમારું ચિત્ત છે=ધર્મબોધકરરૂપ મહાનસ વિચારે છે કે આ પ્રકારના અત્યંત અસંબદ્ધ ભાવો જોવાથી વિસ્મયથી આકુળ અમારું ચિત્ત છે. તે આ=ધર્મબોધકરરૂપ મહાવસ વિચારે છે તે આ, સર્વ આ પણ આ જીવના વિષયમાં સદ્ધર્માચાર્યના ચિત્તમાં વર્તતું યોજન કરવું. તે આ પ્રમાણે – જ્યારે આ જીવ અત્યંત ગુરુકર્મપણાને કારણે=ભારે કર્મપણાને કારણે, પૂર્વઅવસ્થામાંe રાજમંદિરના પ્રવેશની પૂર્વઅવસ્થામાં, સર્વ પાપો આચરે છે, બધા પ્રકારનાં અસભ્ય અને જૂઠાં વચનો બોલે છે, સતત રૌદ્રધ્યાનથી મુકાતો નથી. અને તે જ તે જ જીવ, અકાઇ જઅચાનક જ, કોઈ નિમિત્તથી શુભ સમાચારની જેમ, સત્ય અને પ્રિય બોલનારની જેમ, પ્રશાંત ચિત જેવો ફરી જણાય છે=રાજમંદિરમાં પ્રવેશ કરે છે ત્યારે પરમાત્માના દર્શનને કારણે પરમાત્માના ગુણોથી રંજિતચિત્તવાળો ફરી જણાય છે. ત્યારે પૂર્વ-અપર પર્યાલોચનમાં ચતુર એવા વિવેકી જીવોના મનમાં વિતર્ક થાય છે. શું વિતર્ક થાય છે? તે “યતથી બતાવે છે – સદ્ધર્મ સાધનારી સુંદર મન-વચન-કાયાની પ્રવૃત્તિ ભગવાનના અનુગ્રહ વગર કોઈ જીવને પ્રાપ્ત થતી નથી. અને આ જીવ=પ્રસ્તુત જીવ, આ જ ભવમાં અતિક્લિષ્ટ મન-વચન-કાયાની પ્રવૃત્તિવાળો અમારા વડે જોવાયો તે કારણથી પૂર્વ-અપર વિરુદ્ધ જેવું આ=ભગવાનનું અવલોકન, અમને પ્રતિભાસે છે. જે કારણથી આવા પ્રકારના પાપથી હણાયેલા જીવમાં ભગવાનની અવલોકતા કેવી રીતે પ્રવર્તે ? અર્થાત્ સામાન્યથી અત્યંત ભદ્રકપ્રકૃતિવાળા ઉચિત આચાર કરનારા જીવમાં જ ભગવાનની અવલોકના સંભવે, જ્યારે અત્યંત પાપથી ઉપહત ચિત્તવાળા જીવમાં તે કેવી રીતે સંભવે ? દિકજે કારણથી, પ્રવર્તતી તે ભગવાનની અવલોકતા, જીવતા મોક્ષ સંપાદકપણાથી અલ્પકાળ વડે ત્રિભુવનના નાથપણાને ઉત્પન્ન કરે છે=જે જીવોનું ભગવાનને જોઈને, ભગવાનના વીતરાગભાવથી કંઈક ચિત્ત રંજિત થાય છે અને તેના કારણથી શાંત થયેલા સ્વાસ્થચિત્તવાળાને જે સ્વસ્થતાનું સુખ થાય છે, તેવા સુખના અર્થી તે જીવો સતત ભગવાનના વચનનું અવલંબન લઈને વિશેષ-વિશેષ પ્રકારે સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, જેથી તે ભવમાં કે પરિમિતભવમાં સંપૂર્ણ ક્લેશના ક્ષયરૂપ ત્રિભુવનના નાથપણાને પ્રાપ્ત કરે છે. તે કારણથી=અત્યંત અયોગ્યમાં ભગવાનની અવલોકના સંભવથી નથી તે કારણથી, અહીં=પ્રસ્તુત જીવમાં, તેનો સંભવ જણાતો નથી=ભગવાનની અવલોકવાનો સંભવ જણાતો નથી. અને જે કારણથી આવી=પ્રસ્તુત જીવતી સુંદર મન-વચન-કાયાની પ્રવૃત્તિઓ લેશ દેખાય છે પૂર્વમાં ન હતો છતાં વર્તમાનમાં દેખાય છે. તેથી અન્યથા અનુપપતિને કારણે=ભગવાનની અવલોકના વગર સુંદર મન-વચન-કાયા પ્રવૃત્તિની અનુપપત્તિ હોવાને કારણે, ભગવાનની અવલોકતાનો સદ્ભાવ અહીં પ્રસ્તુત જીવમાં, નિશ્ચય કરાય Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ છે, તે કારણથી આ=પરમાત્માનું અવલોકન, પ્રાપ્ત થયેલા સંદેહના વિચ્છેદનું કારણ છે. આ શું આશ્ચર્ય છે એ પ્રકારના આક્તમાં અભિપ્રાયમાં અમારું મન ડોલાયમાન થાય છે. અને જે પ્રમાણે તાત્પર્યથી પર્યાલોચન કરતા તે મહાનસનિયુક્ત વડે પાછળથી નિશ્ચિત કરાયું પ્રસ્તુત જીવતા ધર્મબોધકર આચાર્ય છે તેમના વડે પાછળથી નિશ્ચય કરાયો. શું નિશ્ચિત કરાયું ? તે “કુર'થી બતાવે છે – આ દ્રમકતા ઉપર મહાતરેન્દ્રની અવલોકતાનાં બે કારણો સંભવે છે. તે કારણથી યુક્તિયુક્ત જ પરમેશ્વરનો દષ્ટિપાત છે=ભગવાનનો આ જીવ પર જે દૃષ્ટિપાત દેખાય છે તે યુક્તિયુક્ત જ છે, ત્યાં=બે કારણોમાં, જે કારણથી આ જીવ આ ભવનમાં સુપરીક્ષિતકારી એવા સ્વકર્મવિવર એવા દ્વારપાલ વડે પ્રવેશિત કરાયો છે તે કારણથી આક્રમક, વિશેષદૃષ્ટિને ઉચિત જ છે એ પ્રમાણે એક કારણ છે. અને આ ભવન જોઈને જે મનુષ્યના મનમાં પ્રસાદ થાય છે=ભગવાનના શાસનની ઉચિત પ્રવૃત્તિઓ જોઈને મન પ્રમોદવાનું થાય છે, મહાવરેન્દ્રને તે મનુષ્ય અત્યંત વલ્લભ છેeતીર્થકરોને અત્યંત પ્રિય છે, એ પ્રમાણે એ પૂર્વમાં મારા વડે નિશ્ચય કરાયું છે. અને આજે આ દ્રમકને, મનપ્રસાદ થયેલો જણાય છે ભગવાનના શાસન પ્રત્યે કંઈક પ્રીતિ થયેલી જણાય છે. જે કારણથી નેત્રરોગની પીડાતા ભરાવાથી આક્રાન્ત પણ લોચન ભવનને જોવાની ઈચ્છાવાળાં હોઈ પ્રતિક્ષણ આ જીવ આંખનું ઉમૂલન કરે છે પરમાત્માના શાસનના પારમાર્થિક સ્વરૂપને જોવા માટે બાધક એવા અંતરંગ નેત્ર મિથ્યાત્વના રોગથી પીડિત હોવા છતાં પણ ભગવાનના શાસનને પરમાર્થદૃષ્ટિથી જોવાની ઈચ્છાથી કંઈક મિથ્યાત્વની મંદતાના કારણે આ જીવ યત્ન કરે છે, તે કારણથી દર્શનથી બીભત્સદર્શનવાળો પણ આનું મુખ સહસા પ્રસાદની સંપત્તિથી ભગવાનના શાસનમાં અવલોકનથી થયેલા પ્રતિચિત્તની સંપત્તિથી, દર્શનીયતાને પ્રાપ્ત કરે છે અને ધૂળથી ધૂસર ખરડાયેલા, પણ આનાં સર્વ અંગોપાંગ પુલકાભેદભાંજિગરોમાંચિત, દેખાય છે. અને આ અંતર્વિવર્તતા હર્ષ વગર પ્રાપ્ત થતી નથી. જીવને જ્યારે તત્ત્વને જોનારી કંઈક નિર્મળદૃષ્ટિ પ્રગટે છે ત્યાર ગુણના પક્ષપાતપૂર્વક ભગવાનના શાસનને જોનાર બને છે. તેથી મિથ્યાત્વને કારણે અંતર્થક્ષુ વિપર્યાસવાળી હોવા છતાં કંઈક તત્ત્વને અભિમુખ થયેલ છે. તેથી ભગવાનના શાસનમાં વાસ્તવિક સ્વરૂપને જોવાને અભિમુખ કંઈક ઊહ વર્તે છે તેથી તેનું મુખ દર્શનીયતાને પ્રાપ્ત કરે છે. વળી, તેનો આત્મા ચારિત્રમોહનીયની ધૂળથી ખરડાયેલો હોવા છતાં કંઈક ગુણને અભિમુખ વીર્ય પ્રવર્તતું હોવાથી ભગવાનના શાસનને જોઈને તે હર્ષિત થાય છે. તેથી તેનું ચારિત્રમોહનીય પણ કંઈક ક્ષીણ થયેલું છે જે અનંતાનુબંધી કષાયની મંદતાજન્ય જીવના પરિણામ સ્વરૂપ છે. તે કારણથી આવે=આ દ્રમકતે, ભગવાનના શાસનના પક્ષપાતરૂપ આ પરમેશ્વરની અવલોકતાનું બીજું કારણ છે. અર્થાત્ કર્મવિવર દ્વારપાળે પ્રવેશ કરાવ્યો તે એક કારણ છે અને ભગવાનના શાસનને જોઈને ઊહ કરે છે અને હર્ષિત થાય છે એ બીજું કારણ છે. તે આ સર્વ સદ્ધર્માચાર્ય પણ જીવના વિષયમાં પર્યાલોચન કરતાં પરિકલ્પના કરે છે વિચારે છે, તે આ પ્રમાણે – હેતુઓથી જે જીવ જણાય છે=મુખતા આકાર, તત્ત્વવિષયક ઊહાપોહ આદિ હેતુઓથી જણાય છે. જે પ્રમાણે Page #236 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૧૩ પ્રાપ્ત થયેલા કર્મવિવરવાળો આ જીવ છે, તે પ્રમાણે ભગવાનના શાસનને પામીને જેને મતપ્રસાદ પ્રાદુર્ભાવ થાય છે અને ભગવાન એવો તેeગુણસંપન્ન એવા મનપ્રસાદવાળો તે જીવ, પ્રતિક્ષણ નેત્રના ઉભીલતકલ્પ જીવાદિપદાર્થની જિજ્ઞાસાથી જણાય છે. અને પ્રવચનના અર્થનો લેશ બોધ થયે છતે વિકસિત વદન સમાન સંવેગના દર્શન વડે વિભાવન કરાય છે. અને ધૂલિધૂસરિતવાળાં અંગોપાંગમાં થતા રોમાંચ આકાર રૂપ સદ્અનુષ્ઠાનમાં લેશ પ્રવૃત્તિના વિલોકનથી નિશ્ચય કરાય છે. શું નિશ્ચય કરાય છે ? તે કહે છે, તે જીવને ભગવાનની અવલોકના પ્રાપ્ત થઈ છે એ પ્રમાણે નિર્ણય કરાય છે, તે કારણથી અહીં પણ=પ્રસ્તુત જીવના વિષયમાં પણ, નિર્ણય કરવામાં તે હેતુઢય જ છે=ધર્મબોધકર તે બે હેતુથી જ તે દ્રમકતા વિષયમાં ભગવાનની અવલોકવાનો નિશ્ચય કરે છે, તે આ પ્રમાણે – સંજાત કર્મવિવરતા અને ભગવાનના શાસનનો પક્ષપાતવાળો છે. એ બે હેતુ છે એમ અવય છે. ભાવાર્થ : કર્મવિવર દ્વારપાળ દ્વારા ભગવાનના શાસનમાં પ્રવેશ પામેલ જીવમાં પણ ક્યારેક ઘણો ઉન્માદ વર્તે છે; કેમ કે વિપર્યાસકારી મિથ્યાત્વ નષ્ટ થયું નથી. તોપણ મિથ્યાત્વ કંઈક મંદ થવાથી જીવ તત્ત્વને અભિમુખ બને છતાં ભગવાનના શાસનના વિશેષગુણોને તત્ત્વથી જાણી શકતો નથી, તોપણ કંઈક સ્કૂલબુદ્ધિથી તેને ભગવાનનું શાસન સુંદર છે તેમ જણાય છે તે વખતે તે જીવને ભગવાનના શાસનમાં વર્તતા યોગ્ય જીવોનું શાંત ચિત્ત, સુસાધુઓનું નિર્લેપ ચિત્ત અને ભગવાનના શાસનમાં વર્તતા જીવો સાથેના પરસ્પરના ઉચિત વ્યવહારને જોવાથી તેઓને થાય છે કે આ સર્વ જીવો કેવી ઉત્તમ પ્રકૃતિવાળા છે માટે આ લોકોએ સ્વીકારાયેલો ધર્મ સુંદર છે. આ રીતે તત્ત્વજિજ્ઞાસાથી ધર્મને સન્મુખ થયેલા જીવને જોઈને ધર્મબોધકર મહાત્મા જાણી શકે છે કે આ જીવને વિશેષ સામગ્રી મળશે તો અવશ્ય કલ્યાણ પ્રાપ્ત થશે. જેમ, ચંદનબાળાશ્રીજી ચૌદપૂર્વધરને વંદન કરવા જાય છે. તેમના રૂપને, તેમની પર્ષદાને જોઈને પ્રભાવિત થયેલ કોઈક ભિખારી કુતૂહલથી તેમની પાછળ પાછળ જાય છે અને તે ચૌદપૂર્વધર મહાત્મા તે ભિખારીના કોઈ પ્રકારના ભદ્રકભાવના બળથી નિર્ણય કરે છે કે સ્વકર્મવિવર નામના દ્વારપાળથી આ જીવનો ભગવાનના શાસનમાં પ્રવેશ થયેલો છે. વળી, આર્યસુહસ્તિ મહારાજ પાસે કોઈ ભૂખ્યો ભિખારી ભિક્ષાની યાચના કરે છે. મહાત્માએ કહ્યું કે અમારા ગુરુ જ આ ભિક્ષાના સ્વામી છે. અમારાથી કોઈને આપી શકાય નહીં. તેથી ભિક્ષુ આર્યસુહસ્તિ મહારાજ પાસે આવ્યો છે. અને તેના એ પ્રકારના ભાવો જાણીને આર્યસુહસ્તિ મહારાજાએ નિર્ણય કર્યો કે કર્મના ક્ષયોપશમના કારણે સ્વકર્મવિવર દ્વારપાળથી પ્રવેશ કરાયેલો આ જીવ છે તેથી તેને દીક્ષા આપી. જેથી, તે ભિખારી સંપ્રતિ થયા, આ રીતે જે જીવો ભદ્રક પ્રકૃતિવાળા થયા હોય. તેનો નિર્ણય કરીને ગીતાર્થ ગુરુ અન્ય સર્વ જીવો કરતાં તે જીવ અલ્પકાળમાં ભગવાનના શાસનના પરમાર્થને પામીને મોક્ષ પામશે તેમ નિર્ણય કરીને વિશેષથી એ જીવ માટે યત્ન કરે છે. ઉપનય : यथा च 'तेन महानसनियुक्तकेन द्रमकगोचरमेतच्चिन्तितं यदुत यद्यपीदानीमेष रोराकारमाबिभर्ति Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ तथाऽपि महानरेन्द्रावलोकनादेवोत्तरोत्तरक्रमेण संभवत्कल्याणपरम्परः कालान्तरेण वस्तुतत्त्वं प्रतिपत्स्यते खल्वेष, नास्त्यत्र सन्देह इति' तथा सद्धर्मगुरवोऽपि परमात्मावलोकनां जीवे विनिश्चित्य तस्य भविष्यद्भद्रतां विगतसन्देहाः स्वहृदये स्थापयन्त्येव। ઉપનયાર્થ: - જે પ્રમાણે કથાનકમાં કહેવાયું, શું કહેવાયું ? તે સ્પષ્ટ કરે છે – તે મહાતસનિયુક્ત વડે ભગવાનના શાસનમાં રહેલા દ્રમક વિષયક આ ચિંતવન કરાયું તે આ પ્રમાણે – જો કે હમણાં આ દ્રમક ભિખારીના આકારને ધારણ કરે છે. અર્થાત્ આત્માના ગુણોના વિકાસને અનુકૂળ ગુણસંપત્તિ રહિત છે, તોપણ મહાતરેન્દ્રના અવલોકનથી જ ઉત્તરોત્તર ક્રમ વડે સંભવતી કલ્યાણપરંપરાવાળો કાલાન્તરથી આ જીવ વસ્તુતત્વને પામશે અર્થાત્ તત્વને અભિમુખ થયેલો છે માટે ભગવાનના શાસનના રહસ્યને અવશ્ય પ્રાપ્ત કરશે એમાં સંદેહ નથી.' તે પ્રમાણે=જે કથાનક કહ્યું તે પ્રમાણે, સદ્ધર્મ ગુરુઓ પરમાત્માની અવલોકતાને જીવમાં નિર્ણય કરીને સંદેહ વગરના એવા તે આચાર્યો તેની તે જીવની, ભવિષ્યમાં થનારી ભદ્રતાને, સ્વહદયમાં સ્થાપન કરે છે. યોગ્ય જીવોને તત્ત્વને અભિમુખ થયેલા જાણીને તે જીવો હજી સંસારના ઉચ્છેદના કારણભૂત ધર્મના રહસ્યને જાણનારા નથી તોપણ ધર્મ પ્રત્યે આદરવાળા થયા છે. સંસારની નિર્ગુણ સ્થિતિ કંઈક જાણીને આત્મકલ્યાણના કંઈક અર્થી થયા છે. તેથી વિશેષ સામગ્રી મળશે તો અવશ્ય તે જીવો ભવિષ્યમાં કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરશે. તેમ સંદેહ રહિત ધર્મગુરુઓ જીવનાં બાહ્ય લિંગો દ્વારા નિર્ણય કરે છે. જે પ્રમાણે કથાનકમાં કહેવાયું, શું કહેવાયું? તે સ્પષ્ટ કરે છે – આ મહાતસનિયુક્ત ધર્માચાર્ય, તે દ્રમકમાં મહાતરેન્દ્રની અવલોકવાનો નિર્ણય કરીને તેમની અનુવૃત્તિના વાશથી=મહાનરેન્દ્રના અનુસરણના વશથી, કરુણાપ્રવણ થયા=અત્યંત કરુણાવાળા થયા, તે પ્રમાણે=જે પ્રમાણે કથાનકમાં કહ્યું તે પ્રમાણે, જીવમાં પણ પરમાત્માની અવલોકતાને જાણીને સદ્ધર્મગુરુઓ તેમનું આરાધનાપરાયણપણું હોવાને કારણે જ=સદ્ધર્મગુરુઓમાં પરમાત્માની આરાધનામાં તત્પરતા હોવાને કારણે જ, કરુણામાં તત્પર માનસવાળા થાય છે, તેની અનુકંપાથી=ભગવાનની અવલોકનાવાળા જીવની અનુકંપાથી, તેઓ વડે પણ=સદ્ધર્મગુરુઓ વડે પણ, ભગવાન આરાધિત થાય છે, એ પ્રકારનો અર્થ છે. જે જીવો દર્શનમોહનીયના મંદતાજન્ય ક્ષયોપશમભાવથી ભગવાનના શાસનને જોનારા છે, તેથી કંઈક ગુણના પક્ષપાતી થયા છે, તેઓને જોઈને તત્ત્વને જાણનારા ધર્મગુરુઓ તેઓનું અધિક-અધિક હિત કેમ થાય એ પ્રકારના કરુણાના પરિણામથી યુક્ત બને છે; કેમ કે યોગ્ય જીવોને સન્માર્ગ પ્રદાનકાળમાં વર્તતો તીવ્ર સંવેગ તે યોગ્ય જીવોના કલ્યાણનું કારણ બને છે, એટલું જ નહીં પણ તે ધર્માચાર્યોના પણ કલ્યાણનું કારણ બને છે. અને તે પ્રકારની ભગવાનની આરાધનાથી તે ધર્માચાર્યોને જન્મ-જન્માંતરમાં અવિચ્છિન્ન યોગમાર્ગની પ્રાપ્તિ થાય છે માટે તે ધર્માચાર્યો વડે ભગવાન આરાધિત થાય છે, એ પ્રમાણેનો અર્થ થાય છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ सद्धर्माचार्यस्य करुणा सदुपदेशश्च ૨૧૫ यथा च 'असौ महानसनियुक्तकस्तद्द्रमके महानरेन्द्रावलोकनां निर्णीय तदनुवृत्तिवशेन करुणाप्रवणः सम्पन्नः' तथा जीवेऽपि परमात्मावलोकनामाकलय्य सद्धर्मगुरवस्तदाराधनपरायणतयैव करुणाप्रवणमानसाः सञ्जायन्ते, तदनुकम्पया तैरपि भगवानाराधितो भवतीत्यर्थः । यत् पुनरभ्यधायि, यथाअसौ रसवतीपतिः शीघ्रं तत्समीपमादरवशेनाऽऽगच्छत्, गत्वा चैह्येहि भद्र ! दीयते तुभ्यं भिक्षेत्येवं रमाकारितवानिति तदेवमिह योजनीयं - य - यदाऽस्य जीवस्य पूर्वोक्तन्यायेनाऽनादौ संसारे पर्यटतः परिपक्वा भव्यता, क्षीणप्रायं क्लिष्टकर्म्म, स्तोकमास्ते तच्छेषं, तेनापि दत्तं रन्ध्रं प्राप्ता मनुजभवादिसामग्री, दृष्टं सर्वज्ञशासनं, संजाता तत्र सुन्दरबुद्धिः, प्रवृत्ता मनाक्पदार्थजिज्ञासा, समुत्पन्ना कुशलकर्म्मलेशबुद्धिः, अथ चानुवर्त्तन्तेऽद्यापि पापकलाः, तदेवंविधे भद्रकभावे वर्त्तमानस्य सञ्जातायां भगवदवलोकनायां सद्धर्म्माचार्याः प्रादुर्भूततीव्रकरुणापरिणामाः सन्मार्गावतारणार्थं योग्यतां निश्चित्य भावतोऽभिमुखीभवन्ति, तदेतत्तेषां तत्समीपागमनमभिधीयते, सञ्जातप्रसादाश्च कथयन्ति ते तस्मै यथा'भद्र ! अकृत्रिमोऽयं लोकः, अनादिनिधनः कालः, शाश्वतरूपोऽयमात्मा, कर्मजनितोऽस्य भवप्रपञ्चः, तच्चानादिसम्बद्धं प्रवाहेण, मिथ्यात्वादयस्तस्य हेतवः, तत् पुनर्द्विविधं कर्म कुशलरूपमकुशलरूपं च, यत्तत्र कुशलरूपं तत् पुण्यं धर्मश्चोच्यते, यत् पुनरकुशलरूपं तत्पापमधर्मश्चाभिधीयते, पुण्योदयजनितः सुखानुभवः, पापोदयसंपाद्यो दुःखानुभवः, तयोरेव पुण्यपापयोरनन्तभेदभिन्नेन तारतम्येन संपद्यते खल्वेषोऽधममध्यमोत्तमाद्यनन्तभेदवर्त्तितया विचित्ररूपः संसारविस्तार' इति । ધર્માચાર્યની કરુણા તથા સદુપદેશ જે વળી કથાનકમાં કહેવાયું, જે આ પ્રમાણે આ રસોઈયો શીઘ્ર તેના સમીપ=તે ભિખારીના समीप, आहरना वशथी खावे छे जने ४ने उहे छे - जाव ! खाव ! हे लद्र ! तने भिक्षा अपाय छे. जे प्रभागे ते लिजारीने ते रसोईयो जोलावे छे. ते =ऽथानम्भां ऽधुं ते, खा प्रभागे = अहीं संसारी જીવના વિષયમાં, યોજન કરવું. જ્યારે આ જીવને પૂર્વોક્ત ન્યાયથી=અથડાતા કૂટાતા પત્થર ગોળ થાય છે એ ન્યાયથી, અનાદિ સંસારમાં ભટકતાં ભવ્યતા પરિપક્વ થાય છે. ક્ષીણપ્રાયઃ ક્લિષ્ટકર્મો થાય છે. થોડુંક પણ તે=ક્લિષ્ટકર્મ, શેષ છે=વિપર્યાસ આપાદક મિથ્યાત્વ મોહનીય શેષ છે. તેનાથી પણ=તે ક્ષીણપ્રાયઃ કર્મમલથી પણ, છિદ્ર અપાયું=તત્ત્વને જોવાને અનુકૂળ એવું છિદ્ર અપાયું, મનુષ્યભવાદિ સામગ્રી પ્રાપ્ત કરાઈ. સર્વજ્ઞનું શાસન જોવાયું, ત્યાં=સર્વજ્ઞના શાસનમાં, સુંદર બુદ્ધિ થઈ. થોડીક પદાર્થની જિજ્ઞાસા થઈ=સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવા માટેની અને કર્મરહિત આત્માની અવસ્થાને જોવા માટેની થોડીક જિજ્ઞાસા થઈ, કુશલકર્મ વિષયક થોડી બુદ્ધિ થઈ=સંસારના પરિભ્રમણથી મુક્ત થવા માટે મારે ભગવાનના શાસનનો ધર્મ સેવવો જોઈએ એ પ્રમાણે સુંદર ધર્મ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ સેવવાની થોડીક બુદ્ધિ થઈ, અને વળી હજી પણ પાપકલા અનુવર્તન પામે છે=બાહ્યપદાર્થોમાં કંઈક સારબુદ્ધિ કરાવે એવી વિપર્યાસ બુદ્ધિ તે જીવમાં વર્તે છે. તે કારણથી આવા પ્રકારના ભદ્રકભાવમાં વર્તતા જીવને ભગવાનની અવલોકના થયે છતે, પ્રાદુર્ભત થયેલ તીવ્ર કરુણાના પરિણામવાળા સદ્ધર્માચાર્ય સન્માર્ગમાં આવવાની યોગ્યતાને નિશ્ચય કરીને ભાવથી અભિમુખ થાય છે. તે આ=ધર્મગુરુઓ ભાવથી અભિમુખ થાય છે તે આ, તેઓનું ધર્માચાર્યનું, તટ્સમીપ આગમન કહેવાય છે દ્રમુકને સમુખ તે રસોઈયો જાય છે એ પ્રમાણે કહેવાય છે અને સંજાતપ્રસાદવાળા એવા તે ધર્માચાર્યો તે દ્રમક ઉપર ભગવાનની અવલોકના જોઈને સંજાતપ્રસાદવાળા એવા તે ધર્માચાર્યો, તેને કહે છે, શું કહે છે? તે “કથા'થી બતાવે છે – ભદ્ર ! આ લોક અકુત્રિમ છે=જગતમાં જે દેખાય છે તેવું જ લોક સ્વરૂપ છે. અનાદિ-અનંતકાળ છે=અનાદિકાળથી આ લોક આ રીતે જ વર્તે છે અને અનંતકાળ સુધી આ રીતે જ જગતની વ્યવસ્થા ચાલશે, શાશ્વતરૂપ આ આત્મા છે=પોતાનો આત્મા સદા રહેનારો છે. આતો કર્યજનિત પ્રપંચ છે=પોતાના આત્માનો પોતાનાથી બંધાયેલા એવા કર્મજતિત ચારગતિના પરિભ્રમણરૂપ ભવનો પ્રપંચ છે. અને તે કર્મ, પ્રવાહથી અનાદિ સંબદ્ધ છે જીવની સાથે કર્મ તે તે ક્ષણમાં બંધાય છે તોપણ અનાદિથી કર્મવાળો જીવ છે, તેના કર્મના, મિથ્યાત્વ આદિ હેતુઓ છેઃ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ રૂપ જીવની મલિન પરિણતિ કર્મબંધનો હેતુ છે, વળી, તે કર્મ, બે પ્રકારનું છે. કુશલરૂપ અને અકુશલરૂપ જીવને અનુકૂળતા ઉત્પન્ન કરે એવા ફળવાળું કુશલરૂપ અને જીવને પ્રતિકૂળતા ઉત્પન્ન કરે એવા ફળવાળું અકુશલરૂપ કર્મ છે. ત્યાં બે પ્રકારનાં કર્મોમાં, જે કુશલરૂપ કર્મ છે. તે પુણ્ય અને ધર્મ કહેવાય છે. અને જે વળી, અકુશલરૂપ કર્મ છે તે પાપ અને અધર્મ કહેવાય છે. પુણ્યોદયજતિત સુખનો અનુભવ છે. પાપના ઉદયથી સંપાદ્ય દુઃખતો અનુભવ છે. તે જ પુણ્ય-પાપના અનંતભેદથી ભિન્ન એવા તારતમ્યથી આ અધમ, મધ્યમ, ઉત્તમ આદિ અનંતભેદવર્તીપણાથી વિચિત્રરૂપ સંસારનો વિસ્તાર પ્રાપ્ત થાય છે. ઉપનય : નીવવુવિર્ધીવિનાશ: ततश्चैवंविधं सद्धर्माचार्यवचनमाकर्णयतोऽस्य जीवस्य ते पूर्वमनादिकुवासनाजनिताः कुविकल्पाः प्रवर्त्तन्ते स्म, यदुत-'अण्डसमुद्भूतमेतत्रिभुवनं, यदिवेश्वरनिर्मितं वा, ब्रह्मादिकृतं वा प्रकृतिविकारात्मकं वा, यदि वा प्रतिक्षणविनश्वरं वा, पञ्चस्कन्धात्मकोऽयं जीवः, पञ्चभूतात्मको वा विज्ञानमात्रं चेदं सर्वं शून्यरूपं वा न विद्यते वा कर्म, महेश्वरवशादिदं सर्वं नानारूपं वर्त्तते इत्यादयः', ते सर्वेऽपि भीममहायोधदर्शनात्संग्रामशिरसि प्रत्यनीककातरनरा इव निवर्तन्ते। ततश्चायं तदा जीवो मन्यते यदेते महात्मानो मह्यं कथयन्ति तत्सर्वमुपपद्यते, मत्तोऽधिकतरं परीक्षितुं वस्तुतत्त्वमेत एव जानन्ति ततश्च यदुक्तं कथानकं कथयता यदुत-'कदर्थनार्थमायाताः, पश्चाल्लग्नाः सुदारुणाः। दुर्दान्तडिम्भा Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ये तस्य, दृष्ट्वा तं ते पलायिताः।।१८५।। तदपि योजितं विज्ञेयं, यतः कुविकल्पा एव दुर्दान्तडिम्भाः, त एव जीवं कदर्थयन्ति, तत्रिवृत्तिश्च सुगुरुसम्पर्केणेति। ઉપનયાર્થ: જીવના વિકલ્પોનો વિનાશ અને તેથી આવા પ્રકારના સદ્ધર્મચાર્યોનાં વચનો સાંભળતા એવા આ જીવના પૂર્વમાં અનાદિ કુવાસના જનિત જે કુવિકલ્પો પ્રવર્તતા હતા, તે સર્વ પણ સંગ્રામના મસ્તક ઉપર રહેલા ભયંકર એવા મહાયોધાના દર્શનથી શત્રુથી કાયર પુરુષની જેમ નિવર્તન પામે છે એમ આગળ અવય છે. પૂર્વમાં તે કુવિકલ્પો કેવા પ્રકારના હતા તે દુરથી સ્પષ્ટ કરે છે. અંડસમુદ્ભૂત આ ત્રણ ભુવન છે. અથવા ઈશ્વર નિર્મિત છે. અથવા બ્રહ્માદિકૃત છે. અથવા પ્રકૃતિના વિકારાત્મક છે અથવા પ્રતિક્ષણ વિનશ્વર છે અથવા પંચસ્કંધાત્મક આ જીવ છે. અથવા પંચભૂતાત્મક જીવ છે. અથવા વિજ્ઞાન માત્ર છે. અથવા આ સર્વ શૂન્ય છે. અથવા કર્મ વિદ્યમાન નથી. મહેશ્વરના વશથી આ સર્વ જુદા જુદા સ્વરૂપવાળું જગત વર્તે છે. ઈત્યાદિ' પૂર્વમાં કુવિકલ્પો વર્તતા હતા. તે સદ્ધર્મગુરુઓના ઉપદેશથી તિવર્તન પામે છે, એમ અવય છે. તત્ત્વને અભિમુખ થયેલા જીવને સદ્ધર્મગુરુઓએ આ લોક અકૃત્રિમ છે ઇત્યાદિ જે સર્વ કહ્યું તે યુક્તિ અને અનુભવ અનુસાર યોગ્ય જીવને બુદ્ધિથી જણાય તે પ્રકારે નિપુણતાપૂર્વક કહે છે. જે વચનો યુક્તિ સંગત છે તેવો નિર્ણય જેના ચિત્તમાં થાય છે તે જીવનાં ચિત્તમાં અન્ય કોઈ દર્શનના મતાનુસાર આ જગત ઇંડામાંથી ઉત્પન્ન થાય છે ઇત્યાદિ વિકલ્પો પૂર્વમાં વર્તતા હોય જેના કારણે તે તે પ્રકારની નિરર્થક વિચારણા કરીને શાશ્વત એવા પોતાના આત્માની હિતની ચિંતા છોડીને અસંબદ્ધ રીતે જગતની વ્યવસ્થાના વિકલ્પો કરીને અને આત્માના સદ્વર્યનો નાશ કરીને કર્મના પ્રપંચથી થયેલા સંસારમાં પરિભ્રમણ તે જીવ કરતો હતો. હવે અનુભવ અનુસાર કર્મજન્ય પ્રપંચને જાણીને અને સંસારના કારણભૂત મિથ્યાત્વાદિ ભાવો છે તેવો નિર્ણય કરીને કર્મથી થનારા અનર્થોથી પોતાના રક્ષણ અર્થે અને આત્માના હિતકારી એવા પુણ્યબંધના સંચય અર્થે સમ્યક પ્રકારે તત્ત્વને ગ્રહણ કરવા માટે તે જીવ તત્પર થાય છે. અને તેથી આ જીવ ત્યારે માને છે જે આ મહાત્મા મને કહે છે તે સર્વ ઘટે છે યુક્તિ અને અનુભવ અનુસાર સંસારની વ્યવસ્થા ઘટે છે. મારાથી અધિકતર વસ્તુતત્વની પરીક્ષા કરવા માટે આ મહાત્મા જાણે છે. એ પ્રકારે આ જીવ માને છે એમ અવય છે. ધર્માચાર્યએ તે જીવની બુદ્ધિને સ્પર્શે તે રીતે યુક્તિ અને અનુભવ અનુસાર સંસારની વ્યવસ્થા કેવા પ્રકારની છે તે બતાવી તેથી તે મહાત્માને પણ તે વસ્તુ તે પ્રકારે પ્રતિભા સમાન થાય છે. તેથી ધર્માચાર્યના વચનાનુસાર પદાર્થની વ્યવસ્થા વિશેષ-વિશેષ જાણવા માટે અભિમુખ ભાવવાળો તે જીવ થાય છે. અને ત્યારપછી કથાનકને કહેતા એવા ગ્રંથકારશ્રી વડે જે કહેવાયું, શું કહેવાયું ? તે “યત થી બતાવે છે. કદર્થના માટે આવેલા તે ભિખારીની કદર્થના કરવા માટે તેની પાસે આવેલા, અત્યંત Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ દુર્દાત્તબાળકો જે તેનીeતે ભિખારીની, પાછળ લાગેલા તેને જોઈને ધર્માચાર્યને જોઈને, તેઓ પલાયન થયા તે પણ કથાનકમાં કહેવાયું તે પણ, યોજત કરાયેલું જ જાણવું ભિખારીના કથનમાં પૂર્વમાં યોજન કરાયેલું જાણવું જે કારણથી કુવિકલ્પો જ દુર્દાત્તબાળકો છે જીવ માટે જેનું દમન કરવું દુષ્કર છે એવા ત્રાસ આપનાર બાળકો છે, તે જ જીવને કદર્થના કરે છે કુવિકલ્પો જીવને વર્તમાનમાં માનસિક ક્લેશની વૃદ્ધિરૂપ કદર્થના કરે છે, અને સુગુરુના સંપર્કથી તેની નિવૃત્તિ છે કુવિકલ્પોની નિવૃત્તિ છે. सन्मार्गदेशना तदेवमपगतेषु सकलेषु कुविकल्पेषु यदाऽयं जीवः सद्धर्मगुरूणां तद्वचनाकर्णनस्पृहया मनागभिमुखो भवति, तदा ते परहितकरणैकव्यसनितया सन्मार्गदेशनां कुर्वाणाः खल्वेवमाचक्षते यदुत-'आकर्णय भो भद्र ! संसारे पर्यटतोऽस्य जीवस्य धर्म एवाऽतिवत्सलहृदयः पिता, धर्म एव गाढस्नेहबन्धुरा जनयित्री, धर्म एवाभिन्नहृदयाभिप्रायो भ्राता, धर्म एव सदैकस्नेहरसवशा भगिनी, धर्म एव समस्तसुखखानीभूताऽनुरक्ता गुणवती भार्या, धर्म एव विश्वासस्थानमेकरसमनुकूलं सकलकलाकलापकुशलं मित्रं, धर्म एव सुरकुमाराकारधारकश्चित्तानन्दातिरेकहेतुस्तनयः, धर्म एव शीलसौन्दर्यगुणलब्धजयपताकाकुलोन्नतिनिमित्तभूता दुहिता, धर्म एवाव्यभिचारी बन्धुवर्गः, धर्म एव विनीतः परिकरः, धर्म एव नरेश्वरता, धर्म एव चक्रवर्तित्वं, धर्म एव विबुधभावः, धर्म एवामरेश्वरता, धर्म एव वज्राकारो लावण्यापकर्णितभुवनो जरामरणविकारविकलः कायः, धर्म एव समस्तशास्त्रार्थशुभशब्दग्रहणचतुरं श्रोत्रं, धर्म एव भुवनालोकनक्षमे कल्याणदर्शने लोचने, धर्म एव मनःप्रमोदहेतवोऽनयेया रत्नराशयः, धर्म एव चित्तालादविधायिनो विषघातनाद्यष्टगुणोपेताः कनककूटाः, धर्म एव परनिराकरणदक्षं चतुरङ्गं बलं, धर्म एवानन्तरतिसागरावगाहनहेतुभूतानि विलासस्थानानि, किम् बहुना जल्पितेन? धर्म एवैको निर्विघ्नानन्तसुखपरम्पराकारणं, नापरं किञ्चिदपि' इत्येवं च कथयति मधुरभाषिणि भगवति धर्मगुरौ भवत्यस्य जीवस्य मनाक् चित्ताक्षेपः, तद्वशेन विस्फारयतीक्षणयुगलं, दर्शयति वदनप्रसन्नतां, त्यजति विकथादीनि विक्षेपान्तराणि, क्वचिद् भावितहदयो विधत्ते सस्मितं वक्त्रकुहरं, ददाति नखस्फोटिकाम्, ततो भगवन्तः सूरयो मनाक् प्रविष्टरसं तमाकलय्येत्थमभिदधते यदुत'सौम्य ! स धर्मश्चतुर्विधो भवति तद्यथा- दानमयः शीलमयस्तपोमयो भावनामयश्चेति, अतो यदि भवतोऽस्ति सुखाकाङ्क्षा ततोऽयमनुष्ठातुं चतुर्विधोऽपि युज्यते भवता, दीयतां सुपात्रेभ्यो यथाशक्त्या दानं, क्रियतां समस्तपापेभ्यो वा स्थूलपापेभ्यो वा, प्राणातिपाताद्वा, मृषावादाद्वा, चौर्यकरणाद्वा, परदारगमनाद्वा, अपरिमितग्रहणाद्वा, रात्रिभोजनाद्वा, मद्यपानाद्वा, मांसभक्षणाद्वा, सजीवफलास्वादनाद्वा, मित्रद्रोहाद्वा, गुर्वङ्गनागमनाद्वा, अन्यस्माद्वा शक्यपरिहारानिवृत्तिः। तथा Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ विधीयतां यथाशक्ति कश्चित्तपो-विशेषः, भाव्यतामनवरतं शुभभावना भवता, येन ते संपद्यन्ते નિઃસંશવમહાપુત્ર ર સા નિ' રૂક્તિા સન્માર્ગની દેશના તે કારણથી આ રીતે અપગત થયેલા સકલ કુવિકલ્પો હોતે છતે જ્યારે આ જીવ સદ્ધર્મગુરુના તદ્વચનના આકર્ણનની સ્પૃહાથી=સદ્ગુરુના ધર્મને કહેનારા વચનને સાંભળવાની ઈચ્છાથી, થોડોક અભિમુખ થાય છે. ત્યારે પરહિતકરણમાં એકવ્યસતીપણું હોવાને કારણે સન્માર્ગ દેશના કરતા એવા ત=સદ્ધર્મગુરુઓ, આ પ્રમાણે કહે છે આગળમાં કહે છે એ પ્રમાણે કહે છે. જે “હુતથી બતાવે છે – હે ભદ્ર, તું સાંભળ. સંસારમાં ભટકતા આ જીવને ધર્મ જ અતિવત્સલહદયવાળો પિતા છે. અર્થાત્ જેમ પુત્ર પ્રત્યે અતિ લાગણીવાળો પિતા વિવેકસંપન્ન હોય તો અવશ્ય પુત્રનું હિત કરે તેમ વિવેકપૂર્ણ જીવની પરિણતિરૂપ ધર્મ તે જીવને સદા હિત કરે છે. ધર્મ જ ગાઢ સ્નેહથી બંધુર ગાઢ સ્નેહથી અત્યંત લાગણીવાળી, માતા છે=જેમ માતાને પુત્ર પ્રત્યે ગાઢ સ્નેહ હોવાને કારણે તેની ઉચિત સારસંભાળ કરે છે અને તેનું અહિત ન થાય એ પ્રમાણે યત્ન કરે છે તેમ, આત્મામાં વર્તતો ક્ષયોપશમભાવરૂપ ધર્મ જીવને વર્તમાનમાં ક્લેશ ન થાય, પરલોકમાં અહિત ન થાય, ભવમાં પણ અનુકૂળતાઓની પ્રાપ્તિ થાય તે પ્રકારે સર્વ ચિંતાઓ કરે છે. ધર્મ જ અભિન્ન હદયના અભિપ્રાયવાળો ભાઈ છે. અર્થાત્ જે ભાઈને પોતાના ભાઈ પ્રત્યે અત્યંત સ્નેહ છે તે હંમેશાં પોતાના ભાઈના હૃદયને જાણીને તેને પ્રીતિ થાય તેવું જ કૃત્ય કરે છે, તેમ જીવમાં ક્ષયોપશમભાવ રૂપે વર્તતો ધર્મ જ સુખના અર્થી જીવના અભિપ્રાયને જાણીને સદા તેને સુખ થાય તે પ્રકારે સદ્ગતિઓની પરંપરા દ્વારા પૂર્ણસુખની પ્રાપ્તિ કરાવનાર ભાઈ છે. ધર્મ જ સદા એક સ્નેહના રસવાળી ભગિની છે. અર્થાત્ જેમ કોઈ બહેનને ભાઈ પ્રત્યે હંમેશાં અત્યંત સ્નેહ હોય ત્યારે સદા તે બહેન તે ભાઈના હિત માટે શક્તિ અનુસાર ઉચિત પ્રયત્ન કરે છે તેમ તત્વના પર્યાલોચનથી થયેલ ક્ષયોપશમભાવના ઉપયોગરૂપ ધર્મ હંમેશાં જીવતા પ્રત્યે અત્યંત સ્નેહયુક્ત ભગિનીની જેમ હિત કરનાર છે. ધર્મ જ બધા સુખના ખાણભૂત પોતાનામાં અનુરક્ત ગુણવાળી ભાર્યા છે. અર્થાત્ પત્ની પતિ પ્રત્યે અત્યંત અનુરક્ત હોય અને અત્યંત ગુણવાળી હોય. જેમ શ્રીપાલને અત્યંત ગુણવાળી મયણા મળેલ તેમ જેઓને તેવી પત્ની મળેલી હોય તો તે પત્ની બધા સુખનું કારણ બને છે, તેમ તત્વના ભાવથી પ્રગટ થયેલો અધ્યવસાય આત્માને વર્તમાનમાં ક્લેશનાશ કરાવીને સુખ ઉત્પન્ન કરે છે. આગામી સદ્ગતિઓની પરંપરા દ્વારા સુખની વૃદ્ધિ કરે છે માટે તેવી ગુણવાળી પત્ની જેવો જ ધર્મ છે. ધર્મ જ વિશ્વાસનું સ્થાન, પોતાની સાથે એકરસવાળો, પોતાને અનુકૂળ, બધી કલાઓના સમૂહમાં કુશળ એવો મિત્ર છે. જેમ સંસારમાં કોઈ જીવને કોઈક વિષમ સંયોગો આવે ત્યારે અત્યંત પ્રિય મિત્રને વિશ્વાસનું સ્થાન જાણીને તેની સલાહ ગ્રહણ કરે છે. વળી, તે મિત્ર પોતાના પ્રત્યે આત્મીયતાથી એક રસવાળો છે તેથી હંમેશાં પોતાનું હિત કરે તેવી જ ચિંતા કરે છે. વળી, હંમેશાં તે મિત્ર પોતાને અનુકૂળ જ વર્તે છે, ક્યારેય Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પ્રતિકૂળ વર્તતો નથી. વળી, બધી કળાઓમાં કુશળ હોવાથી સુખપૂર્વક આપત્તિઓમાંથી પોતાનું રક્ષણ કરાવવા સમર્થ છે, તેમ આત્મામાં પ્રગટ થયેલો ધર્મનો પરિણામ આત્મા માટે અત્યંત વિશ્વાસનું સ્થાન છે. આથી જ ધર્મને પામેલા મહાત્માઓને સ્થિર વિશ્વાસ હોય છે કે આ ધર્મરૂપ મિત્ર મારી સાથે હશે તો ક્યારેય પણ મારો દુર્ગતિમાં પાત થશે નહીં, અને મારા દરેક ભવો અધિક અધિક સુખનાં કારણ બનશે તેથી સદા તે ધર્મ મિત્રની સલાહ લઈને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે, અને જેઓ ધર્મના મિત્રની સલાહથી સર્વ કૃત્યો કરે છે તેને સંસારમાં ક્યારેય આપત્તિ આવતી નથી. વળી, ધર્મ જ સુરકુમારના આકારને ધારણ કરનારા, ચિત્તના આતંદના અતિરેકના હેતુ એવા પુત્રો છે.. કોઈ પુણ્યશાળીના સુંદર આકારવાળા પુત્રો હોય, હંમેશાં પિતાના ચિત્તને અનુસરનારા હોય, એવા પિતાને માટે ચિત્તના આનંદના અતિરેકના હેતુ બને છે, તેમ ક્ષયોપશમભાવ રૂપે પ્રગટ થયેલો ધર્મ આત્મામાં ઉત્તમ સંસ્કારો આધાન કરીને અને તટ્સહવર્તી પુણ્યાનુબંધી પુણ્યનું અર્જન કરીને જીવને હંમેશાં આનંદના અતિશયને આપવાનું કારણ બને છે. વળી, ધર્મ જ શીલ, સૌંદર્ય અને ગુણથી પ્રાપ્ત કરેલી છે જયપતાકા જેણે એવી કુલની ઉન્નતિના નિમિત્તભૂત પુત્રી છે. જેમ કોઈક પુત્રી અત્યંત શીલસંપન્ન હોય, સૌંદર્યવાળી હોય, ઔદાર્ય, ગાંભીર્યાદિ ગુણોથી યુક્ત હોય તેવી પુત્રી જે ઉત્તમ ઘરોમાં જાય ત્યાં પણ તેના કુલની ઉન્નતિનું કારણ બને છે, કેમ કે લોકોમાં કહેવાય છે કે ફલાણા શ્રેષ્ઠીની આ પુત્રી છે તેથી આવી ઉત્તમ પ્રકૃતિવાળી છે – તેમ આત્મામાં કરાયેલો ધર્મ જ તમારા કુલની ઉન્નતિનું કારણ બને છે, કેમ કે સમ્યગુ રીતે સેવાયેલો ધર્મ દરેક ભવોમાં ઉત્તરોત્તર અધિક શ્રેષ્ઠ કુળોની પ્રાપ્તિ કરાવે છે. ધર્મ જ અવ્યભિચારી બંધુ વર્ગ છે. જેમ સારો બંધુ હંમેશાં જીવના હિતની ચિંતા કરે અને તેવો બન્ધવર્ગ ક્યારેય હિતની ચિંતામાં વ્યભિચારી ન બને તેમ ધર્મ પણ તેવા ગુણવાળો બંધુવર્ગ છે; કેમ કે સમ્યગુ રીતે સેવાયેલો ધર્મ આત્મામાં પુણ્યબંધ રૂપે અને ઉત્તમ સંસ્કાર રૂપે વ્યવસ્થિત રહીને દરેક ભવોમાં અધિક-અધિક હિતની પરંપરાનું સર્જન કરે છે. ધર્મ જ વિનીત પરિવાર છે; કેમ કે જેમ વિનયસંપન્ન પરિવાર જીવતે હંમેશાં આ@ાદ કરે છે તેમ સમ્યમ્ રીતે સેવાયેલો ધર્મ તત્કાલ જ ક્લેશના અપગમથી આનંદ ઉત્પન્ન કરે છે અને ઉત્તરોત્તર અનુકૂળતાની પ્રાપ્તિ કરાવીને સુખની પરંપરાનું કારણ બને છે. ધર્મ જ નરેશ્વરતા છે; કેમ કે મોટા રાજવીને હંમેશાં હું સુખી છું તેવો સંતોષ હોય છે, તેમ સમ્યમ્ રીતે સેવાયેલા ધર્મથી આત્મામાં પ્રગટેલ ઉત્તમ પરિણતિરૂપ ધર્મ હંમેશાં હું સમૃદ્ધિવાળો છું સુખી છું એ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન કરે છે. ધર્મ જ ચક્રવર્તીપણું છે; કેમ કે હું મહાન સમૃદ્ધિવાળો છું તેવી ચક્રવર્તીને જેમ બુદ્ધિ છે તેમ ધર્માત્માને હું અંતરંગ ઘણી સમૃદ્ધિથી સમૃદ્ધ છું એવી સ્થિર બુદ્ધિ થાય છે. વળી, ધર્મ જ વિબુધભાવ છે દેવનો Page #244 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૨૧ ભાવ છે; કેમ કે દેવોને સર્વપ્રકારની સ્વસ્થતાનું સુખ જ છે, તેમ ધર્મ જ જીવને સર્વપ્રકારની સ્વસ્થતાને આપે છે. ધર્મ જ અમરેશ્વરતા=ઈંદ્રપણું છે. જેમ ઈંદ્રનું એકછત્ર સામ્રાજ્ય વર્તે છે તેમ જેના હૈયામાં ધર્મ સ્થિર થાય છે, તેના પોતાના આત્મા ઉપર એકછત્ર સામ્રાજય વર્તે છે. ધર્મ જ વજના આકારવાળી, લાવણ્યથી ત્રણે જગતને પરાજય કર્યો છે તેવી, જરા-મરણના વિકારથી રહિત કાયા છે; કેમ કે સંસારમાં કોઈને અત્યંત મજબૂત કાયા મળી હોય, અતિરૂપસંપન્ન હોય, તોપણ જરા-મરણના વિકાર વગરની કાયા પ્રાપ્ત થઈ શકે તેમ નથી. જ્યારે ધર્મ તો આત્માને એવો મજબૂત કરે છે કે જેથી કોઈ બાહ્ય નિમિત્તથી આત્માનો ધર્મ ભેદાતો નથી. વળી, સુંદર દેદીપ્યમાન દેહ જેમ રમ્ય દેખાય છે તેમ આત્મામાં પ્રગટ થયેલો ધર્મનો પરિણામ વિવેકીને પોતાના દેદીપ્યમાન સ્વરૂપ રૂપે જ દેખાય છે. વળી, સંસારની કાયા જરા-મરણના વિકારવાળી હોય છે. પરંતુ ધર્મરૂપી કાયા તો સિદ્ધ અવસ્થામાં પણ શાશ્વત રહે છે, તેથી આત્મામાં સ્થિર થયેલો પરિણામ ક્યારેય નાશ પામતો નથી. પરંતુ ક્ષાયિકભાવ રૂપે સિદ્ધ અવસ્થામાં સ્થિર થશે. ધર્મ જ સમસ્ત શાસ્ત્રાર્થના શુભ શબ્દને ગ્રહણ કરવામાં ચતુર શ્રોત્રેન્દ્રિય છે. જેમ કોઈની શ્રોત્રેન્દ્રિયનો એવો જ ક્ષયોપશમ હોય કે જે શાસ્ત્રોના યથાર્થ તાત્પર્યને ગ્રહણ કરવા સમર્થ હોય તો તે શ્રોત્રેન્દ્રિય તે જીવના કલ્યાણનું કારણ બને છે અને જે જીવના શ્રોત્રેન્દ્રિયનો તેવો જ ક્ષયોપશમ છે કે જ્યાં-ત્યાંથી જે તે શબ્દોનું શ્રવણ કરીને શાસ્ત્રના વિપરીત અર્થોને ગ્રહણ કરે છે તેઓનું શ્રોત્રેન્દ્રિય જ તેના વિનાશનું કારણ છે, તેમ તે જીવની તત્ત્વને જોનારી નિર્મળદૃષ્ટિરૂપ ધર્મ પરિણમન પામેલ છે તે જીવમાં ધર્મનો પરિણામ હંમેશાં તેને સૂક્ષ્મ-સૂક્ષ્મતર તત્ત્વને બતાવીને શાસ્ત્રના જ ગંભીરભાવોને બતાવે છે માટે ધર્મ જ ઉત્તમ શ્રૌત્ર છે. ધર્મ જ ભુવનના આલોકનમાં સમર્થ કલ્યાણના દર્શન કરનાર બે લોચન છે. જેમ ચક્ષુ પદાર્થનું યથાર્થ દર્શન કરાવીને અહિતથી નિવૃત્તિ અને હિતમાં પ્રવૃત્તિ કરાવે છે તેમ શ્રુત ચારિત્રરૂપ ધર્મ જીવને જગતની વ્યવસ્થા યથાર્થ દેખાડીને કઈ રીતે પોતાનું હિત થાય તેનો યથાર્થ માર્ગ બતાવનાર અંતરંગ લોચનતુલ્ય છે. ધર્મ જ મતને પ્રમોદનું કારણ એવા અતિમૂલ્યવાન રત્નનો સમૂહ છે. રત્નનો સમૂહ જીવને પ્રમોદનો હેતુ છે અને દારિદ્રયનો નાશ કરનાર છે તેમ ધર્મ તત્કાળ ચિત્તમાં સ્વસ્થતા ઉત્પન્ન કરીને આનંદ ઉત્પન્ન કરે છે. અને દારિદ્રયનો નાશ કરનાર હોવાથી દરેક ભવોમાં તે ધર્મના બળથી સુખની પરંપરાને પ્રાપ્ત કરે છે. ધર્મ જ ચિત્તના આલાદને કરનાર વિષઘાત આદિ આઠ ગુણોથી યુક્ત સુર્વણનો સમૂહ છે. જેમ સુવર્ણના વિષઘાત આદિ આઠ ગુણો પ્રસિદ્ધ છે તેમ વીતરાગગામી ઉપયોગ સ્વરૂપ સ્વસ્વભૂમિકાનું ચિત્ત એ રૂપ જે ધર્મ તે સુવર્ણના સમૂહ જેવો જ છે; કેમ કે આત્મામાં રહેલા મોહરૂપી વિષના ઘાતન આદિ આઠ ગુણો છે તે ધર્મરૂપી ચિત્તમાં સદા વર્તે છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ધર્મ જ પર નિરાકરણમાં દક્ષ ચતુરંગ બળ છે. જેમ કોઈ રાજાનું સૈન્ય શત્રુને પરાસ્ત કરવા સમર્થ હોય તેવો ચતુરંગ બળ જેવો જ ધર્મ છે; કેમ કે જીવના મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ ધર્મનો પરિણામ આત્માના શત્રુરૂપ મોહનાશ કરવામાં સક્ષમ છે. ધર્મ જ રતિસાગરના અવગાહતના હેતુભૂત વિલાસસ્થાનો છે. જેમ સંસારી જીવો રતિને ઉત્પન્ન કરે તેવી ઉચિત ક્રિયાઓ કરે છે તે વખતે તે વિલાસની પ્રવૃત્તિ તેને આનંદનો અતિશય આપે છે. તેમ મોહથી અનાકુળભાવમાં સ્વભૂમિકાનુસાર દૃઢ યત્નથી પ્રવર્તતો ધર્મ જીવને સ્વસ્થતા આપાદાન કરાવીને અનંત રતિના સાગરમાં અવગાહનનો હેતુ બને છે. વધારે કહેવાથી શું ? ધર્મ જ એક નિર્વિધ્ધ અનંત સુખની પરંપરાનું કારણ છે. બીજું કંઈ પણ નથી. આ પ્રકારે મધુરભાષિત ભગવાન ધર્મગુરુ કથન કરે છતે આ જીવતો થોડોક ચિત્તનો આક્ષેપ થાય છે. તેના વશથી=ધર્મગુરુના વચન પ્રત્યે આક્ષેપ થયેલા ચિત્તના વશથી, આ જીવ ચક્ષયુગલને વિસ્ફારિત કરે છે જાણવાને અત્યંત અભિમુખ બને છે. વદનની પ્રસન્નતાને બતાવે છે, ક્વચિત્ ભાવિત હદયવાળો વિક્ષેપાસ્તરરૂપ વિકથાદિનો ત્યાગ કરે છે. અર્થાત્ ધર્મશ્રવણ કરવા આવે ત્યારે પણ જયાં સુધી જીવ ધર્મને અભિમુખ થાય નહીં ત્યારે અસ્થાને વિચારણાઓ કરીને વિકથાદિમાં પ્રવર્તે છે પરંતુ ધર્મના જ પરમાર્થને જાણવા માટે અભિમુખ થયેલું ચિત્ત હોવાને કારણે, ભાવિત હૃદયવાળો હોવાથી ધર્મના જાણવાના પ્રયત્નને છોડીને અન્ય પ્રયત્નરૂપ વિક્ષેપાંતરોને કરનાર વિકથાદિતો ત્યાગ કરે છે. સસ્મિત વકત્રકુહરતે કરે છે કંઈક તત્વની પ્રાપ્તિથી હર્ષિતમુખવાળો બને છે, તખસ્ફોટિકાવે આપે છે, ત્યારપછી ભગવાનસૂરિ મનાવ્યું પ્રવિષ્ટરસવાળા તેને જાણીને આ પ્રમાણે કહે છે. શું કહે છે? તે “વહુ'થી બતાવે છે – હે સૌમ્ય ! તે ધર્મ ચાર પ્રકારનો છે, (૧) દાનમય, (૨) શીલમય, (૩) તપમય અને (૪) ભાવમય. તે શ્રોતાની ભૂમિકા અનુસાર સદ્ગુરુ દાનધર્મ કઈ રીતે જીવને ઉત્તમભાવોની નિષ્પત્તિ દ્વારા સંયમનું કારણ છે તેનું રહસ્ય બતાવે છે. જેમ ભગવાનની પૂજા દાનધર્મ છે અને ચારિત્રની પરિણતિરૂપ ભાવધર્મ પ્રત્યે સાક્ષાત્ કારણ છે તેથી ઘણા યોગ્ય જીવો ભગવાનની ભક્તિ કરીને ચારિત્રની પ્રાપ્તિમાં પ્રતિબંધક કર્મનો નાશ કરીને ભાવચારિત્રને પામ્યા તે પ્રકારે શ્રોતાની બુદ્ધિને અનુસાર યુક્તિથી મહાત્મા દાનધર્મનું સ્વરૂપ બતાવે છે. વળી, શીલધર્મ શ્રોતાની ભૂમિકાનુસાર જીવને ત્રણગુપ્તિમાં ઉદ્યમ કરાવીને જીવને અત્યંત સ્વસ્થતા પ્રાપ્ત કરાવનાર શ્રેષ્ઠ કોટિનો ધર્મ જ છે. વળી, તપધર્મ બાહ્ય-અભ્યતર ભેદવાળો છે જે શીલને જ અતિશય કરીને વીતરાગતાને આસન્ન કરાવવામાં પ્રબળ કારણ છે. અને ભાવનામયધર્મ દાન આદિમાં ત્રણેયમાં ગૌણરૂપે હોવા છતાં ભાવનાઓથી જ્યારે આત્માને ભાવિત કરવામાં આવે ત્યારે મુખ્યરૂપે પ્રગટ થાય છે. એ પ્રકારે શ્રોતાની બુદ્ધિ અનુસાર સદ્ગુરુ કહે છે. આથી જો તને સુખની આકાંક્ષા છે તો આ ચાર પ્રકારનો ધર્મ સેવવો તને યોગ્ય છે. કઈ રીતે સેવવો યોગ્ય છે? તે સ્પષ્ટ કરતાં કહે છે – સુપાત્રને યથાશક્તિ દાન આપવું જોઈએ. અર્થાત્ Page #246 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૨૩ શ્રોતાની બુદ્ધિ અનુસાર સુપાત્ર અને કુપાત્રનો ભેદ સમજાવીને અને સુપાત્ર એવા તીર્થકરો સાધુઓ આદિતી કઈ રીતે ઉત્તમ ભક્તિ કરવી જોઈએ તેનો યથાર્થ બોધ થાય તે રીતે દાનધર્મનો ઉપદેશ આપે. સમસ્ત-પાપોથીeત્રણગુપ્તિના સામ્રાજ્યના પાલન દ્વારા સુસાધુઓની જેમ સમસ્ત પાપોથી, અથવા શૂલપાપોથી અથવા પ્રાણાતિપાતથી, અથવા મૃષાવાદથી, અથવા ચોરીકરણથી અથવા પરદારાગમનથી અથવા અપરિમિત ગ્રહણથી=અપરિમિત ધનાદિના ગ્રહણથી, રાત્રિભોજનથી અથવા મદ્યપાનથી અથવા માંસભક્ષણથી, અથવા સચિત્તલના આસ્વાદનથી અથવા મિત્રદ્રોહથી અથવા ગુરુભૂત એવા પુરુષોની સ્ત્રીના ગમનથી અથવા અન્ય એવા શક્યપરિહારથી નિવૃત્તિ કરવી જોઈએ. સર્વવિરતિ ધર્મરૂપ શીલ અથવા દેશવિરતિના અવાંતર અનેક ભેદોરૂપ શીલમાંથી જે ધર્મ શ્રોતા સેવી શકે તેમ હોય એવા ધર્મનું વિસ્તારથી સ્વરૂપ ધર્મબોધકર યોગ્ય જીવને સમજાવે છે જેથી ધર્મનો અર્થ એવો તે જીવ શક્તિ અનુસાર દાનધર્મની ઉચિત આચરણાઓ કરીને આત્મામાં પુણ્યાનુબંધી પુણ્યના સંચય દ્વારા અને ઘાતકર્મના ક્ષય દ્વારા ગુણસ્થાનકની વૃદ્ધિને પ્રાપ્ત કરી શકે તે પ્રકારનું નિરૂપણ કરે છે. અને યથાશક્તિ કોઈ તપવિશેષ કરાવો ધર્મના અર્થી જીવે પોતાની શક્તિને અનુરૂપ બાહ્ય અને અત્યંતર તપ તે રીતે કરવો જોઈએ જેથી ચિત્ત આત્માના અવાકુળ ભાવ તરફ પ્રસર્પણવાળું થાય. તે પ્રકારે યોગ્ય શ્રોતાને ઉપદેશ આપે છે. વળી, તારે સતત શુભભાવના ભાવન કરવી જોઈએ અનિત્યાદિ બાર ભાવનાઓ કે અન્ય પણ તત્વને સ્પર્શનારાં શાસ્ત્રવચનોથી ભાવત કરવું જોઈએ. જેથી નિઃસંશય આલોક અને પરલોકમાં કલ્યાણ પ્રાપ્ત થાય. ઉપનય - भिक्षादानाह्वानोपनयः तदनेन यत्तदुक्तमासीत् कथानके यथा-महानसनियुक्तकस्तं रोरं समाहूय भिक्षाचरोचिते भूभागे स्थापितवान्, 'ततस्तद्भिक्षादानार्थं परिजनमादिष्टवान्, तदनन्तरं तद्दया नाम तहिता सा परमानमादायातिसुन्दरं त्वरया तद्दानार्थमुपस्थितेति तत्सर्वं योजितं विज्ञेयम्। तथाहि-इह धर्मगुणवर्णनं जीवस्याऽऽकारणकल्पं विज्ञेयं, तच्चित्ताक्षेपो भिक्षाचरोचितभूभागस्थापनतुल्यो द्रष्टव्यः, धर्मभेदवर्णनं परिजनादेशसमं मन्तव्यं, तस्यैव गुरोर्या जीवस्योपरि कृपा सैव तद्दया नाम्नी दुहिता विज्ञेया, चतुर्विधधर्मानुष्ठानकारणं सुन्दरपरमानग्राहणसमानं विज्ञेयं, तच्च सद्धर्माचार्यानुकम्पयैव जीवं प्रत्युपढौकयति नापरो हेतुरिति विज्ञेयम्। ઉપનયાર્થ: ભિક્ષાના દાન માટે બોલાવવાનો ઉપનય તે કારણથી=જેમ જેમ શક્તિ અનુસાર વિવેકપૂર્વક ધર્મ સેવવામાં આવશે તેમ તેમ આલોકમાં Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવના પણ કષાયની અનાકુળતાનું સુખ પાપપ્રકૃતિઓના તિરોધાતજવ્ય સુખ પુણ્યપ્રકૃતિઓના ઉદીરણાકૃત સુખ પ્રાપ્ત થશે અને ઉત્તમ ધર્મના બળથી બંધાયેલું પુણ્ય ધર્મને કારણે પરલોકમાં પણ કલ્યાણની પ્રાપ્તિ થશે તે કારણથી, આના દ્વારા=ગ્રંથકારશ્રી દ્વારા, કથાનકમાં જે તે કહેવાયેલું હતું, શું કહેવાયેલું હતું ? તે “રા'થી બતાવે છે – “મહાતસનિયુક્ત તે રાંકડાને બોલાવીને ભિક્ષાચરના ઉચિત ભૂમિભાગમાં સ્થાપ્યો, ત્યારપછી તેને ભિક્ષા દેવા માટે પરિજનને આદેશ કર્યો, ત્યારપછી તેમની થા=સુગુરુની દયા, નામની પુત્રી છે તે અતિસુંદર એવા પરમાણને ગ્રહણ કરીને ત્વરાથી તેના દાન માટે ઉપસ્થિત રહી. એ પ્રમાણે કથાનકમાં કહેવાયું તે સર્વ યોજિત જાણવું-પૂર્વના કથનથી યોજન કરાયેલું જાણવું. કથામાં કહેવાયેલા ભિખારીને ઉચિત સ્થાનમાં બેસાડીને તે રસોઈયાએ પોતાના પરિજનને આદેશ આપ્યો તેનાથી એ પ્રાપ્ત થાય કે ગુણવાન ગુરુએ સંસારના વાસ્તવિક સ્વરૂપને બતાવીને ધર્મ જ તેના કલ્યાણનું એક કારણ છે તે માતા-પિતાદિની ઉપમા દ્વારા જે બતાવ્યું તેનાથી તે જીવને પરમાન્નને આપવા અનુકૂળ ઉચિતભૂમિમાં સ્થાપન કર્યો. અને ગુરુમાં શિષ્ય કરવાની લાલસા કે, પર્ષદા કરવાની લાલસા ન હતી. પરંતુ ભગવાનના વચનથી અત્યંત ભાવિત હોવાને કારણે જેમ દુરંત સંસારથી પોતાના આત્માને કાઢવા માટે ઇચ્છે છે તેમ જે જીવો ભગવાનના શાસનને સ્પર્શી શકે તેવા છે તે જીવોને કઈ રીતે તેમનો નિસાર થાય તે પ્રકારે બોધ કરાવવા અર્થે દાન-શીલ-તપાદિનું જે વર્ણન કરે છે તે તેમને પરમાત્ર આપવા માટે ઉપસ્થિત થયેલ છે અર્થાત્ ગુરુની દયા તે રાંકડાને પરમાન્ન આપીને સમૃદ્ધ કરવા તત્પર થયેલ છે. પરંતુ અન્ય કોઈ તુચ્છફળની આશંસાથી ગુરુ તેને ધર્મ સમજાવવા માટે ઉપસ્થિત થયેલ નથી. આ પ્રમાણે પૂર્વમાં યોજિત જાણવું. વળી, તે યોજન જ ‘તથાદિ'થી સ્પષ્ટ કરે છે. અહીં પૂર્વના કથનમાં, ધર્મગુણનું વર્ણન જીવને ભિક્ષા આપવા માટે બોલાવવા જેવું જાણવું. તેના ચિત્તનો આક્ષેપ ધર્મગુણોના વર્ણનથી તેના ચિત્તનો આક્ષેપ, ભિક્ષાચર ઉચિત ભૂમિભાગ સ્થાપન તુલ્ય જાણવું. અને ધર્મભેદનું વર્ણન પરિજનના આદેશ સમાન જાણવું દાનાદિ ચાર પ્રકારના ધર્મભેદનું વર્ણન એ ગુરુના પરિજનરૂ૫ દયાને પરમાત્ર આપવાના આદેશ કરવા તુલ્ય જાણવું અને તે ગુરુની જીવ ઉપર જે કૃપા=આ જીવ ભગવાનના શાસનના પરમાર્થને પામીને શીધ્ર સંસારના પારને પામે એવા આશયરૂપ કૃપા, તે જ તયા નામની પુત્રી જાણવી. ચાર પ્રકારના ધર્માનુષ્ઠાનનું કરાવવું જીવની યોગ્યતા અનુસાર તે ચાર પ્રકારના ધર્મનું અનુષ્ઠાન વીતરાગતાની પ્રાપ્તિનું કારણ બને તે પ્રકારે વિવેકપૂર્વક કરાવવું, તે સુંદર પરમાત્ર ગ્રહણ કરાવવા સમાન જાણવું અને સદ્ધર્માચાર્યની અનુકંપાથી જ જીવ પ્રત્યે તે ધર્મઅનુષ્ઠાન કરાવવારૂપ પરમાણ, ઉપઢોકત કરાવે છે તદ્દયા વડે જીવને અપાવાય છે. અપર હેતુ નથી=સદ્ધર્માચાર્યની અનુકંપાથી અપર હેતુ નથી. એ પ્રમાણે જાણવું. Page #248 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૨પ द्रमकस्य कुविकल्पकल्लोलमालास्तदुपनयश्च यत् पुनरभिहितं यदुत-आकारणसमनन्तरं तं तथाभूतमत्यादरमालोक्य स रोरश्चिन्तयति स्म, यथा-मामन्यदा भिक्षां प्रार्थयमानमपि लोका निराकुर्वन्ति, तिरस्कारपूर्वं वा किञ्चिद्ददति, अधुना पुनरेष सुवेषो नरेन्द्राकारः पुरुषः स्वयमागत्य मामाकारयति, भिक्षा ते दीयत इति च मामुपप्रलोभयति, तत्किमिदमाश्चर्यम् ? ततस्तुच्छाभिप्रायवशेन पर्यालोचयतस्तस्य चेतसि परिस्फुरितं, हन्त ! नैवैतत्सुन्दरं मम प्रतिभासते, मन्मोषणार्थः खल्वेष प्रारम्भो, यतो भृतप्रायमिदं भिक्षाया भाजनं मामकीनं, तदेष विजने नीत्वा मां निश्चितमेतदुद्दालयिष्यति, एवञ्च स्थिते किं मयाऽधुना विधेयम् ? किमित एव स्थानात् सहसा नश्यामि? उतोपविश्य तावद् भक्षयामीदं भाजनस्थं भोजनम्? आहोस्विन्न कार्यं मम भिक्षयेति प्रतिषेधं विधाय पदमपि न चलामि? किं वा वञ्चयित्वैनं पुरुषं कुत्रचित् सत्वरं प्रविशामि? कथं कुर्वतो ममास्मान्मोक्षो भविष्यतीति न जाने, यावदेवं निश्चिन्वन् विकल्पमालाकुलचेताश्चिन्तयति तावत्तस्य प्रवर्त्तते प्रबलं भयं, प्रसर्पति तृष्णा, शुष्यति हृदयं, विह्वलीभवत्यन्तरात्मा, मूर्छातिरेकाभिभूतचित्तवृत्तेः संरक्षणानुबन्धि प्रादुर्भूतं महारौद्रध्यानं, निरुद्धः करणग्रामप्रसरः, मीलिते विलोचने, नष्टा चेतना, न जानीते क्वाहं नीतः, कुत्र वा स्थितः? केवलं निखातकाष्ठकील इवोर्खाकारोऽवतिष्ठते। सा तु तद्दया गृहाणेदं भोजनमिति भूयो भूयः समाकुला व्याहरति स्म, तथाऽपि स निष्पुण्यको द्रमकः सर्वरोगकरं तुच्छं यत्तदात्मीयं कदशनं तत्संरक्षणानुबन्धेन नष्टात्मा तां कन्यकां समस्तरोगहरामृतास्वादपरमानदानार्थं व्याहरन्तीं वराको नावबुध्यत इति तदिदं समस्तं जीवेऽपि समानवगन्तव्यं, तथाहि-यदाऽस्य हितचिकीर्षया भगवन्तः सद्धर्मगुरवो विस्तरेण धर्मगुणानुपवर्ण्य पुनश्चतुर्विधधर्मानुष्ठानमुपदिशन्ति तदाऽयं जीवो मिथ्याज्ञानमहातमःकाचपटलतिमिरकामलावलेपलुप्तविवेकलोचनयुगलदीधितिप्रसरोऽनादिभवाभ्यस्तमहामिथ्यात्वोन्मादसन्तापविधुरितहृदयः प्रबलचारित्रमोहनीयरोगकदम्बकविह्वलचेतनस्तत्र विषयधनकलत्रादिके गाढमूर्छयाऽभिभूतचित्तवृत्तिः सन्नेवं चिन्तयतियावदहं पूर्वं धर्माधर्मविचारपर्येषणां नाकार्षं तावदेते श्रमणाः क्वचिदुपलभ्यमाना अपि न मम वार्तामपि पृष्टवन्तो, यद्यपि ते कथञ्चित् क्वचिदवसरे मां धर्मगोचरं किञ्चिद् ब्रूयुः, तथाऽप्यनादरेण वचनं वा द्वेषेण वा, इदानीं पुनर्मां धर्माधर्मजिज्ञासापरमवगम्य गतोऽयमस्माकमादेशगोचरमिति मत्वा स्वगलतालुशोषमवगणय्योच्चैर्ध्वनिना महता वचनरचनाटोपेन स्वयमदृष्ट एवैष लोकप्रकाशः श्रमणो मम पुरतो धर्मगुणानुपवर्णयति, मां चाक्षिप्तचित्तमुपलभ्य दानं दापयति, शीलं ग्राहयति, तपश्चारयति, भावनां भावयति। तदियतोऽकाण्ड एव स्फुटाटोपस्यास्य हन्त को गर्भार्थः? आ ज्ञातम्, अस्ति मे सुन्दरकलत्रसङ्ग्रहः, विद्यते नानाकारो द्रविणनिचयः, सम्भवति भूरिरूपो धान्यप्राग्भारः, Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ समस्ति सम्पूर्णं चतुष्पदकुप्यादिकं, नूनं तत् ज्ञातमेतेन, तदेषोऽत्र तात्पर्यार्थो यदुत - दीक्षा ते दीयते रजस्ते पात्यते बीजदाहस्ते क्रियते, कुरु लिङ्गपूरणं, विधेहि गुरुपादपूजनं, निवेदय स्वकलत्रधनकनकादिकं, समस्तसर्वस्वं गुरुपादेभ्यः, पुनस्तैरनुज्ञातं अनुभवितेतस्त्वमेवं विदधानः पिण्डपातेन शिवीभविष्यसीत्येवं वचनरचनया विप्रतार्य शैवाचार्य इव मामेष श्रमणको मुमुषति यदि वा भूरिफलं सुवर्णदानं महोदयं गोदानमक्षय्यं पृथिवीदानं अतुलं पूर्त्तधर्म्मकरणमनन्तगुणं वेदपारगे दानं, यदि पुनर्गीर्विज्ञायमाना निर्गतवत्सखुरमुखा सचेला कनकशृङ्गी रत्नमण्डिता सोपचाराद्विजेभ्यो दीयते ततश्चतुरुदधिमेखला सग्रामनगराकरा सशैलकानना पृथिवी तेन दत्ता भवति, सा चाक्षय्यफला संपद्यते, इत्येवं मुग्धजनवञ्चनपरैः कूटश्लोकरचितग्रन्थेर्मां विप्रलभ्य द्विजातिरिव नूनमेष श्रमणो मे द्रविणजातं जिहीर्षति । अथवा कारय रमणीयतरान् विहारान्, वासय तेषु बहुश्रुतान्, पूजय सङ्घ, प्रयच्छ भिक्षुभ्यो दक्षिणां, मीलय सङ्घसम्बन्धिनि कोशे स्वीयं द्रविणजातं, निक्षिप सङ्घसम्बन्धिन्येव कोष्ठागारे स्वधान्यसञ्चयं समर्पय सङ्घसम्बन्धिन्यामेव संज्ञातौ स्वकीयं चतुष्पदवर्ग, भव बुद्धधर्मसङ्घशरणः एवं ते कुर्वतोऽचिराद् बुद्धपदं भविष्यतीत्येवं वाचालविरचितमायाजालेनात्मीयशास्त्रसन्दर्भेण रक्तभिक्षुरिव मां विसंवाद्य निश्चितमेष श्रमणो मदीयसर्वस्वं लातुमभिकाङ्क्षति । क्रियतां सङ्घभक्ति भोज्यन्तामृषयो दीयन्तां सुन्दरखाद्यानि उपनीयन्तां मुखक्षेपणानि, दानमेव गृहस्थस्य परमो धर्मः, तत एव संपद्यते संसारोत्तारः इत्येवं मामुपप्रलोभ्य स्वशरीरपोषणपरो दिगम्बर इव मदीयधनमेष श्रमणो निर्वाहयिष्यति । अन्यथा कथमेवंविधोऽस्य ममोपरि प्रपञ्चकथनरूपोऽत्यादरः स्यात् ? દ્રમકની કુવિકલ્પની કલ્લોલમાલાનો ઉપનય नेवजी, हेवायुं, शुं वायुं ते 'यदुत थी जतावे छे બોલાવ્યા પછી તેને તેવા પ્રકારના અત્યંત આદરવાળા જોઈને તે રાંકડાએ મનમાં વિચાર કર્યો=ધર્મનું માહાત્મ્ય બતાવીને તેને ભિક્ષા આપવા માટે બોલાવ્યા પછી તે ધર્માચાર્યને તેવા પ્રકારના આદરવાળા જોઈને તે ભિખારીએ વિચાર કર્યો, શું विचार यो ? ते 'यथा' थी जतावे छे અન્યદા ભિક્ષાની પ્રાર્થના કરતા એવા મને લોકો નિરાકરણ કરે છે અથવા તિરસ્કારપૂર્વક કંઈક આપે છે. હમણાં વળી આ સુવેષવાળા નરેન્દ્ર આકાર એવો પુરુષ સ્વયં આવીને મને બોલાવે છે. તને ભિક્ષા અપાય છે એ પ્રકારે મને પ્રલોભન કરે છે. આ આશ્ચર્ય શું છે ? તેથી તુચ્છ અભિપ્રાયના વશથી પર્યાલોચન કરતા તેના મનમાં પરિસ્ફુરિત થયું. શું સ્કુરાયમાન થાય છે ? તે કહે છે. ખરેખર આ સુંદર મને પ્રતિભાસ થતું નથી, મને ઠગવા માટે જ ખરેખર આ આરંભ છે. જે કારણથી મારું ભિક્ષાનું ભાજન પ્રાયઃ ભરેલું છે તે કારણથી આ=આ પુરુષ, મને એકાંતમાં લઈ જઈને નક્કી આ=મારી ભિક્ષા, ઝૂંટવી લેશે. આ પ્રકારે સ્થિત હોતે છતે મારા વડે હમણાં શું કરવું જોઈએ ? શું આ સ્થાનથી સહસા નાસી જાઉં ? અથવા બેસીને આ - Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ભાજનમાં રહેલું ભોજન હું ખાઈ લઉં? અથવા મને ભિક્ષા વડે કામ નથી ? એ પ્રમાણે પ્રતિષેધ કરીને પદ-પગલું પણ હું ચાલું નહીં, ભિક્ષા ગ્રહણ કરવાને માટે સન્મુખ જાઉ નહીં ? અથવા આ પુરુષને ઠગીને સત્વર ક્યાંક પ્રવેશ કરું ? કઈ રીતે કરતાં મને આનાથી મોક્ષ થશે ? એ પ્રમાણે હું જાણતો નથી. જ્યાં સુધી આ પ્રમાણે ચિંતવન કરતો વિકલ્પમાલાથી આકુલચિત્તવાળો એ ભિખારી ચિંતવન કરે છે. ત્યાં સુધી તેને પ્રબળ ભય પ્રવર્તે છે. તૃષ્ણા વૃદ્ધિ પામે છે. હદય શોષ પામે છે. અંતર આત્મા વિહ્વળ થાય છે=પોતાની ભિક્ષા આ મહાત્મા ગ્રહણ કરશે એવા ભયથી વિહ્વળ થાય છે. મૂચ્છના અતિરેકને કારણે અભિભૂત થયેલા ચિત્તવૃત્તિથી સંરક્ષણાનુબંધી મહારૌદ્રધ્યાન પ્રાદુર્ભાવ થાય છે. વિરુદ્ધ કરણગ્રામ પ્રસરવાળો છે=ઈન્દ્રિયોનો સમૂહ વિરોધ પામ્યો, બે ચક્ષુઓ બંધ કરે છે. ચેતના નાશ પામીતત્વને જાણવાને અભિમુખ ચેતના નાશ પામી, હું ક્યાં લઈ જવાયો છું તે જાણતો નથી અથવા ક્યાં હું રહેલો છું તે જાણતો નથી. કેવલ ખોસાયેલા ખીલા જેવો ઊડ્વકાર તે દ્રમક રહેલો છે. વળી, તે તદયા ધર્માચાર્યની દયા, આ ભોજન ગ્રહણ કર એ પ્રમાણે વારંવાર સમાકુલ થયેલી દ્રમુકને ભિક્ષા આપવા માટે તત્પર થયેલી, બોલતી હતી, તોપણ તે નિપુણ્યક એવો દ્રમક સર્વરોગ કરનાર તુચ્છ જે પોતાનું કદશન=બાહ્યસમૃદ્ધિ રૂપ અશન, તેના સંરક્ષણ અનુબંધને કારણે નષ્ટ આત્મા તત્વની વિચારણા કરવા માટે જડ એવો તે આત્મા, વરાક સમસ્ત રોગના હરણને માટે અમૃતના આસ્વાદન જેવા પરમાણના દાન માટે બોલાવતી તે કન્યાને ધર્માચાર્યની તદ્દયા નામની કન્યાને જાણતો નથી. તે આ સમસ્ત જીવમાં પણ સમાન જાણવું. ધર્મને સાંભળવા માટે સન્મુખ થયેલો જીવ ધર્માચાર્યની યુક્તિયુક્ત વાત સાંભળીને કંઈક સન્મુખભાવવાળો થાય છે. ત્યારપછી ધર્માચાર્ય ધર્મ જ પિતાતુલ્ય છે, માતાતુલ્ય છે, ઇત્યાદિ કહીને ધર્મના પરમાર્થને જાણવા માટે તે અભિમુખ થાય એ પ્રકારે ધર્મનું વાસ્તવિક સ્વરૂપ તે જીવને બતાવે છે. તે સાંભળીને ધર્મને અત્યંત અભિમુખ થયેલ તે જીવને જાણીને ધર્માચાર્ય જ્યારે દાન-શીલાદિ ચાર પ્રકારનો ધર્મ કહે છે ત્યારે તેને ભય થાય છે કે મારી પાસે વિપુલ ધન છે માટે આ ધર્માચાર્ય આ રીતે દાનધર્મનો ઉપદેશ આપીને મારું ભરાયેલું પાત્ર છે તેમાંથી રહેલ ભોજનને ઝૂંટવી લેશે. વસ્તતુ: ધર્માચાર્યને ધન, ભોગ, સંપત્તિ વગેરે કદન્ન તુલ્ય ભાસે છે તેથી, વિવેકી ધર્માચાર્ય ક્યારેય પણ તેના તુચ્છ ધનની ઇચ્છા કરતા નથી. પરંતુ જે ધન તે જીવને રાગાદિની વૃદ્ધિ કરીને ભાવરોગની વૃદ્ધિને કરનારું છે તેથી કદન્ન છે, તેનો ત્યાગ કરાવીને તેની પાસે રહેલ જે સંપત્તિ છે તેના દ્વારા તીર્થકરો આદિ ગુણવાન પુરુષોની ભક્તિ કરીને રાગાદિ ક્ષીણ કરે તેવા જ માત્ર આશયથી વિવેકપૂર્વક દાનધર્મનું મહત્ત્વ બતાવે છે. આથી જ સુવિહિતસાધુ તું આ દાન કર ઇત્યાદિ સાક્ષાત્ કહે નહીં એટલું જ નહીં પણ સંસારી જીવો પ્રસ્તુત ધર્મક્ષેત્રમાં દાન કરે તેવો અભિલાષ માત્ર પણ કરે નહીં. પરંતુ એ અભિલાષ કરે કે આ ધનથી રોગવૃદ્ધિને કરીને આ જીવ દુરંત સંસારમાં ભટકશે માટે તેના જે ભાવરોગના નાશના ઉપાયરૂપે દાનાદિ ચાર પ્રકારનો ધર્મ છે. તેનું સ્વરૂપ સાંભળીને શ્રોતા સ્વતઃ ભાવરોગના નાશના ઉપાયરૂપે વિવેકપૂર્વકના દાનાદિમાં પ્રવર્તે તે આશયથી જ ઉપદેશ આપે છે. પરંતુ ધન પ્રત્યેની મૂર્છાને કારણે અને તે પ્રકારના અન્યદર્શનના સંન્યાસીઓના કે ભગવાનના શાસનમાં રહેલા પાસત્યાદિ સાધુઓના દાન માટેના ઉપદેશના દર્શનને કારણે જીવ સ્વભાવે સુસાધુ માટે પણ તે પ્રકારની શંકા કરે છે Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ તેથી શંકાથી આકુળ થયેલો જીવ ધર્મના પરમાર્થને જાણવા માટે અભિમુખ ચિત્તવાળો હતો તે ચિત્ત નાશ પામે છે અને મૂઢની જેમ ધર્માચાર્યના હિત ઉપદેશને પણ જાણવા સમર્થ બનતો નથી. પૂર્વમાં કથાનકમાં કહેવાયેલું કથન જ જીવમાં કઈ રીતે સમાન છે ? તે ‘તાત્તિ’થી સ્પષ્ટ કરે છે. જ્યારે આની=જીવની, હિત કરવાની ઇચ્છાથી ભગવાન સદ્ધર્મગુરુઓ વિસ્તારથી ધર્મગુણનું ઉપવર્ણન કરીને=ધર્મ પિતાતુલ્ય છે ઇત્યાદિ ધર્મગુણનું વર્ણન કરીને, જ્યારે ચાર પ્રકારના ધર્માનુષ્ઠાનનો ઉપદેશ આપે છે, ત્યારે મિથ્યાજ્ઞાનરૂપ મહાતમરૂપી કાચપટલ જેવા તિમિર રોગના અવલેપથી લુપ્ત થયેલા વિવેકરૂપી લોચનયુગલનાં કિરણોના પ્રસરવાળો આ જીવ અનાદિભવ અભ્યસ્ત મહામિથ્યાત્વના ઉન્માદના સંતાપથી વિધુરિત હૃદયવાળો પ્રબલ ચારિત્રમોહનીયરૂપ રોગના સમૂહથી વિહ્વલ ચિત્તવાળો, તે વિષય, ધન, સ્ત્રીઆદિમાં ગાઢમૂર્છા વડે અભિભૂત ચિત્તવૃત્તિવાળો છતો આ પ્રમાણે વિચારે છે= આગળમાં બતાવે છે એ પ્રમાણે વિચારે છે, જ્યાં સુધી હું પૂર્વમાં ધર્મ-અધર્મના વિચારમાં પર્યાલોચન કરતો ન હતો ત્યાં સુધી ક્યારે ઉપલભ્યમાન પણ આ શ્રમણો મારી વાર્તા પણ પૂછતા ન હતા. જો કે તે કોઈક રીતે કોઈક અવસરમાં મને ધર્મવિષયક કંઈક વચન કહેતા હતા તોપણ અનાદરથી અથવા દ્વેષથી વચનને કહેતા હતા. હમણાં વળી, મને ધર્મ-અધર્મ જિજ્ઞાસામાં પર જાણીને=જે ધર્માચાર્યએ ધર્મનું માહાત્મ્ય બતાવ્યું તેથી ધર્મ શું છે ? અધર્મ શું છે ? એ પ્રકારની જિજ્ઞાસામાં તત્પર થયેલો મને જાણીને, આ અમારા આદેશ ગોચર થયો છે, એ પ્રમાણે માનીને પોતાના ગળાના તાલુના શોષની અવગણના કરીને મોટા અવાજથી મોટા વચનરચનાના આટોપથી સ્વયં અદષ્ટ જ લોકના પ્રકાશવાળા આ શ્રમણ=આ મહાત્મા, મારી આગળ ધર્મગુણનું વર્ણન કરે છે. અને આક્ષિપ્ત ચિત્તવાળા મતે જાણીને દાન અપાવે છે. શીલ ગ્રહણ કરાવે છે, તપ આચરણ કરાવે છે, ભાવનાઓ ભાવન કરાવે છે. તે કારણથી આનાથી=ચાર પ્રકારનો ધર્મ કરાવે છે એનાથી, અકાંડ જ સ્પષ્ટ આટોપવાળા એમનો=ધર્મચાર્યનો, ખરેખર શું ગર્ભાર્થ છે ? હા જણાયું, મને સુંદર સ્ત્રીનો સંગ્રહ છે. જુદા જુદા આકારવાળા ધનનો નિચય=સમૂહ, વિદ્યમાન છે. ઘણા પ્રકારના ધાન્યનો સમૂહ સંભવે છે. સંપૂર્ણ ચતુષ્પદ, કુપ્પાદિ મારી પાસે છે. ખરેખર તે આમના વડે જણાયું છે, તે કારણથી આ અહીં તાત્પર્યાર્થ છે. જે ‘વસ્તુત’થી બતાવે છે - તને દીક્ષા અપાય છે. તારા પાપનો પાત કરાય છે, તારા બીજનો દાહ કરાય છે=સંસારના બીજનો દાહ કરાય છે. લિંગનું પૂરણ તું કર. ગુરુના પાદનું પૂજન તું કર. પોતાની સ્ત્રી, ધન, સુવર્ણ આદિ સમસ્ત સર્વસ્વ ગુરુપાદને નિવેદન કર. વળી તેઓ વડે અનુજ્ઞાતને તું અનુભવ કરનાર થા=ગુરુને બધુ સમર્પણ કર્યા પછી તેઓ વડે જે સ્વસ્ત્રી, ધનાદિ જે અનુજ્ઞાત હોય તેનો તું અનુભવ કરનાર થા, એનાથી=આ રીતે તું કરીશ એનાથી, તું આ પ્રકારે કરતો પિંડના પાતથી=દેહના પાતથી, મોક્ષને પામીશ. એ પ્રકારે વચનરચના વડે ઠગીને શૈવાચાર્યની જેમ મને આ સાધુ લૂંટવાની ઇચ્છા કરે છે. અર્થાત્ મારું ધનાદિ દાન કરાવીને સ્વસ્વાર્થમાં ઉપયુક્ત કરવા ઇચ્છે છે. આ પ્રમાણે શૈવાચાર્યના અનુભવ અનુસાર કોઈક જીવ જૈન સાધુના ઉપદેશને પામીને કુવિકલ્પ કરે છે. હવે અન્ય રીતે કુવિકલ્પ બતાવે છે. અથવા ઘણા ફળવાળું સુવર્ણ દાન છે. ગાયનું દાન મહાઉદયવાળું છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પૃથ્વીનું દાન અક્ષય છે પૂર્તધર્મકરણ કૂવાઓ ખોદવા, દાનશાલા કરવી ઈત્યાદિ લોકોના ઉપકારને કરનારી ક્રિયાઓ રૂપ પૂર્તધર્મ કરવું અતુલ ફળવાળું છે. વેદના પારને પામેલા બાહ્મણમાં દાન અનંતગુણવાળું છે. વળી, જો વિજ્ઞાયમાન નિર્ગતવત્સખુરમુખવાળી સચેલ=વસ્ત્રયુક્ત, સુવર્ણના શિંગડાવાળી, રત્વથી મંડિત, ઉપચારોથી યુક્ત ગાય બાહ્મણોને અપાય છે તો ચાર સમુદ્રની મેખલાવાળી, ગ્રામ, નગર અને આકાર સહિત, પર્વત અને જંગલ સહિત પૃથ્વી તેના વડે તેવી ગાય આપનારા દાતા વડે, અપાયેલી થાય છે. અને તે તેવા પ્રકારના ગાયનું દાન જે પૃથ્વી દાન રૂપ છે તે પૃથ્વી અક્ષયફળવાળી થાય છે. આ પ્રકારે મુગ્ધજનને ઠગવામાં તત્પર કૂટશ્લોકોથી રચિત ગ્રંથો વડે મને ઠગીને બાહ્મણોની જેમ ખરેખર આ શ્રમણ મારા ધનના સમૂહને ઈચ્છે છે. આ રીતે બાહ્મણો સાથે પરિચિત અને તેમના ઉપદેશને સાંભળીને વિમુખ થયેલ અને જૈન સાધુ પ્રત્યે પક્ષપાત થવાથી ધર્મ સાંભળવાને આવેલ ધર્મથી આક્ષિપ્ત થયેલા તે જીવને દાનધર્મનું વર્ણન સાંભળીને કુવિકલ્પો ઊઠે છે. અથવા રમણીયતર વિહારોને કરાવ, તેઓમાં બૌદ્ધ સાધુઓ માટે કરાવેલા નિવાસ અર્થે વિહાર સ્થાનોમાં બહુશ્રુત એવા બોદ્ધ સાધુઓને વાસ કરાવ, સંઘની પૂજા કર, ભિક્ષુઓને દક્ષિણા આપ. સંઘ સંબંધી કોશોમાં પોતાનો ધનસમૂહ મેળવ અર્થાત્ દાન આપ, સંઘ સંબંધી જ કોષ્ઠાગારમાં સ્વધાવ્યના સંચયનો નિક્ષેપ કર, સંજ્ઞાતિ એવા સંઘ સંબંધીમાં જ સ્વકીય ચતુષ્પદવર્ગને સમર્પણ કર, બુદ્ધનું, ધર્મનું અને સંઘનું શરણ થાઓ. આ રીતે કરતા એવા તને અલ્પકાળથી બુદ્ધપદ પ્રાપ્ત થશે એ પ્રમાણે વાચાલથી વિરચિત માયાજાલ વડે પોતાના શાસ્ત્રના સંદર્ભથી રક્ત ભિક્ષુની જેમ મને ઠગીને નક્કી આ શ્રમણ મારું સર્વસ્વ ગ્રહણ કરવાની ઈચ્છા કરે છે. આ પ્રમાણે બુદ્ધધર્મના શ્રવણને કારણે કોઈક જીવ ત્યાંના અનુભવ અનુસાર ધનના અર્થી બુદ્ધસાધુને જોઈને કોઈક રીતે તત્ત્વને અભિમુખ થયેલો હોય અને ધર્મને અભિમુખ થયેલો એવો પણ જીવ દાનધર્મનું વર્ણન સાંભળીને સુસાધુમાં શંકાશીલ થાય છે. અથવા સંઘભક્તિને કરો. ઋષિઓને ભોજન કરાવો, સુંદર ખાદ્ય અપાવો, મુખના ક્ષેપોને મુખવાસ આદિને આપો, દાન જ ગૃહસ્થનો પરમ ધર્મ છે. તેનાથી જ સંસારનો ઉત્તાર પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે મને ઉપપ્રલોભન આપીને સ્વશરીરના પોષણમાં તત્પર દિગંબરની જેમ મારા ધનને આ શ્રમણ ગ્રહણ કરશે, અન્યથા=જો આ શ્રમણને મારું ધન લેવાનો પરિણામ ન હોય તો, આવા પ્રકારે આને મારા ઉપર વિસ્તારથી કથનરૂપ અતિ આદર કેમ થાય ? અર્થાત્ થાય નહીં, ઉપનય : __ मिथ्यादृक्त्वे विकल्पाः तदिदमिह तत्त्वं-तावदेवैते सुन्दराः श्रमणाः यावन्नोपलभ्यन्ते यावच्चैतेषां न वशवर्तिभिर्भूयते, वशवतिनं पुनर्मुग्धजनं श्रद्धालुमवगम्यते मायाविनो नानावचनरचनया विप्रतार्य मदीयसर्वस्वमपहरन्ति, Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ नास्त्यत्र सन्देहः, ततो मयाऽधुनाऽनेन श्रमणेन प्रारब्धेन सता किं विधेयमित्यालोचयामि, किमदत्तप्रतिवचनः समुत्थाय गच्छामि? उत नास्त्येव धर्मानुष्ठानकरणे मम शक्तिरिति दीपयामि? आहोस्विच्चौरहरणादिभिः प्रलीनं मे द्रव्यजातं नास्त्येवाधुना किञ्चिद्यत् दीयते पात्रेभ्य इत्येवं प्रत्युत्तरयामि? उताहो न कार्यं मे तावकधर्मानुष्ठानेन न पुनर्मां किञ्चिद् भवता कथनीयमित्येवमेनं श्रमणं निराकरोमि? किं वा अकाण्डकथनजनितक्रोधसूचिकां भृकुटी जनयामीति? न जाने कथमेष श्रमणो मद्वञ्चनप्रवणमना निवास्माद् दुरध्यवसायान्मम मोक्षं दास्यति? इति । ઉપનયાર્થ : મિથ્યાદષ્ટિત્વના વિકલ્પો તે કારણથી-આ શ્રમણ મને અત્યંત આદરથી બોલાવે છે તે કારણથી, અહીં આ શ્રમણના ઉપદેશની પ્રવૃત્તિમાં, તત્ત્વ આઆગળમાં બતાવે છે એ છે. ત્યાં સુધી આ સાધુઓ સુંદર છે જ્યાં સુધી પ્રાપ્ત થતા નથી પોતાને તેઓનો પરિચય થતો નથી, અને જ્યાં સુધી આમ શ્રમણોને, વશવર્તી અમારા વડે થવાતું નથી, ત્યાં સુધી આ સાધુઓ સુંદર છે. વળી, વશવર્તી મુગ્ધજનને શ્રદ્ધાળુ જાણીને આ શ્રોતા પોતાનામાં શ્રદ્ધાળુ છે એ પ્રમાણે જાણીને, આ સાધુઓ જુદા જુદા પ્રકારના વચનની રચનાથી ઠગીને મારું સર્વસ્વ હરણ કરે છે. આમાં-આ સાધુઓ મારું ધત અપહરણ કરે છે એમાં, સંદેહ નથી. તેથી હવે આ શ્રમણો વડે પ્રારંભ કરાય છd=મને ઠગવાનો પ્રારંભ કરાયે છતે, મારા વડે શું કરવું જોઈએ એ પ્રમાણે આલોચન કરે છે. અને વિચારે છે કે શું ઉત્તર આપ્યા વગરનો એવો હું ઊઠીને ચાલ્યો જાઉં? અથવા ધર્માનુષ્ઠાન કરવામાં મારી શક્તિ નથી જ એ પ્રમાણે પ્રગટ કરું? અથવા ચોરહરણાદિ દ્વારા મારું ધન નાશ પામેલું છે. હમણાં કંઈ નથી જે પાત્રને આપી શકાય એ પ્રમાણે હું પ્રત્યુત્તર આપું? અથવા મને તમારા ધર્માનુષ્ઠાન વડે કામ નથી. વળી, મને તમારા વડે કંઈ કથતીય નથી. એ પ્રમાણે આ સાધુને હું નિરાકરણ કરું. એ પ્રમાણે ધર્મને અભિમુખ થયેલો જીવ કોઈક રીતે વિપરીત બુદ્ધિ હોવાથી મનમાં વિચારે છે. અથવા શું હું અકાંડ જ કથતજવિત ક્રોધને સૂચવનારી ભૃકુટીને બતાવું? હું ધર્મ સાંભળવા આવ્યો છું તે વખતે દાન આપવાનું કથન અપ્રસ્તુત છે. તેનાથી જનિત ક્રોધને સૂચવનાર એવી ભ્રકુટી મહાત્માને બતાવું. મને ઠગવામાં તત્પર મનવાળા એવા આ શ્રમણ દુરધ્યવસાયથી તિવર્તન પામીને મારા પાસેથી ધન વ્યય કરાવવા રૂપ દુરધ્યવસાયથી તિવર્તન પામીને, કેવી રીતે મને મોક્ષ આપશે એ હું જાણતો નથી. આ પ્રકારે જુદા જુદા જીવો જુદા જુદા વિકલ્પો કરીને દાનધર્મ સાંભળીને તે મહાત્માથી દૂર રહેવાનો સંકલ્પ કરે છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૩૧ देशकस्वरूपम् न पुनरसौ वराको गाढमूढात्मतया खल्वेतल्लक्षयति यथा- 'एते भगवन्तः सद्धर्माचार्या विदिततुषमुष्टिनिःसारसंसारगर्भार्था अतुलसन्तोषामृततृप्तान्तःकरणा अवगतविषयविषविषमविपाका मोक्षकाङ्ककतानेन चेतसा सर्वत्र समवृत्ततयाऽत्यन्तनिःस्पृहतया च सन्मार्गोपदेशदाने प्रवर्त्तमानाः सन्तो न देवेन्द्रद्रमकयोर्विशेषं लक्षयन्ति, न महद्धिविबुधनिर्द्धनपुरुषयोविभागं कल्पयन्ति, न चक्रेश्वररोरयोरन्तरं दर्शयन्ति, नोदारपरमेश्वरकृपणनरयोरादरानादराभ्यां विवर्त्तन्ते। समानमेषां चेतसि विवर्तते परमैश्वर्यं दारिद्र्येण तुल्या महार्हरत्नराशयो जरठपाषाणनिकरेण सदृशा, उत्तप्तहाटककूटा लोष्टपूगेन सदृशा, हिरण्यस्तोमा धूलिपुञ्जेन, सन्निभो धान्यनिचयः क्षारराशेः, तुल्यं चतुष्पदकुप्यादिकं निःसारकचवरेण, न विशेषो निर्जितरतिरूपाभिरपि ललितललनाभिः सह जरत्काष्ठस्तम्भानामिति'। एवञ्च स्थिते नैतेषां परहितकरणैकव्यसनितां विमुच्यापरं सदुपदेशदाने प्रवर्त्तमानानां कारणमुपलभ्यते, यतः स्वार्थसम्पादनमपि परमार्थतः स्वाध्यायध्यानतपश्चरणकरणादिना द्वारान्तरेणैव सम्पद्यत एव, न तदर्थमप्येतेषामत्र प्रवृत्तिः, दुरापास्तावकाशा लाभादिका शेषाकाङ्क्षा, न चैतदेषकोऽऽन्ध्यान्धीभूतबुद्धिर्जानीते, ततोऽयं जीवोऽनवगतसद्गुरूदाराशयोऽत्यन्ततुच्छस्वचित्तदुष्टताऽनुमानेन तच्चित्तमपि तथारूपं परिकल्पयन् महामोहवशेन तानतत्त्वदर्शनैः शैवद्विजातिरक्तभिक्षुदिगम्बरादिभिस्तुल्यान् कल्पयति, सम्भवन्ति च भिन्नकर्मग्रन्थेरपि दर्शनमोहनीयपुञ्जत्रयकरणेन यदा पुनर्मिथ्यात्वपुञ्ज वर्त्ततेऽयं जीवस्तदैवंविधाः कुविकल्पा इति। દેશકનું સ્વરૂપ પરંતુ ગાઢ મૂઢ આત્મપણું હોવાથી નિઃસ્પૃહી મુનિતા પારમાર્થિક ચિત્તને ન સમજી શકે અને પોતાના તુચ્છ અભિપ્રાય અનુસાર તે મહાત્માને પણ ધનના લોભીપણા રૂપે માને એવા ગાઢ મૂઢાપણું હોવાથી, આ શંકડો આ=આગળમાં કહે છે એ, જાણતો નથી. શું જાણતો નથી ? તે 'यथा'थी बताव छ – एया छ होतानी मुष्टि वा नि:सार संसार। मध्यमा २४ा अर्थो भए એવા, અતુલ સંતોષઅમૃતથી તૃપ્ત અંતઃકરણવાળા, જાગ્યા છે વિષયરૂપી વિષનો વિષમ વિપાક જેમણે એવા આ ભગવાન ધર્માચાર્ય મોક્ષની આકાંક્ષામાં એકતાનવાળા ચિત્તથી સર્વત્ર સમવૃત્તિપણું હોવાને કારણે=બધા જીવોમાં સમાન પરિણામપણું હોવાને કારણે, અને અત્યંત નિઃસ્પૃહપણું હોવાને કારણે સન્માર્ગના ઉપદેશના દાનમાં પ્રવર્તમાન છતાં ઇન્દ્ર અને ભિખારીમાં વિશેષને જોતા નથી. મહદ્ધિક એવા દેવ અને નિર્ધન એવા પુરુષના વિભાગની કલ્પના કરતા નથી. ચક્રવર્તી કે રાંકડામાં ભેદને બતાવતા નથી. અર્થાત્ તેના પ્રત્યે તેઓના ચિત્તમાં ચક્રવર્તીપણાને કે ભિખારીપણાને અવલંબીને કોઈ અંતર બતાવતા નથી. ઉદાર પરમેશ્વર અને કૃપણનરના આદર-અનાદર દ્વારા વ્યવહાર કરતા Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ નથી ક્રોડો રૂપિયા ધર્મમાં ખર્ચતારા એવા ઉદાર પરમેશ્વર અને સંપત્તિ હોવા છતાં ધન ખરચવામાં કૃપણ એવા મનુષ્યોમાં ઉદાર પ્રત્યે આદર અને કૃપણ પ્રત્યે અનાદર કરતા નથી. આ લોકોના ચિત્તમાં મહાત્માઓના ચિત્તમાં, પરમેશ્વર્ય બાહ્ય વૈભવ, દારિત્ર્યની સાથે સમાન વર્તે છે, મહારત્નના ઢગલાઓ જરઠપાષાણના સમૂહ જેવા ભાસે છે. ઉત્તપ્ત=દેદીપ્યમાન, સુવર્ણતા કૂટો ઢેફાના સમૂહની સદશ વર્તે છે. હિરણ્યતા સમૂહો ચાંદીના સમૂહો, ધૂલના પુંજની સરખા તેઓના ચિત્તમાં વર્તે છે. ધાન્યનો સમૂહ ક્ષારરાશિના જેવો તેઓના ચિત્તમાં વર્તે છે. ચતુષ્પદ, કુપ્યાદિ=ગાય તાંબુ વગેરે, નિઃસાર કચરાથી તુલ્ય તેઓના ચિતમાં વર્તે છે. જીતી લીધું છે રતિના રૂપને એવી પણ સુંદર સ્ત્રીઓ સાથે જીર્ણ તથા કાષ્ઠના સ્તંભોનો વિશેષ નથી=સુંદર સ્ત્રીઓ પણ પુદ્ગલોના સમૂહ સ્વરૂપ છે અને જીર્ણ થયેલા કાષ્ઠના સ્તંભો પણ પુદ્ગલોના સમૂહ સ્વરૂપ છે એ સ્વરૂપે જેઓને બધું સમાન દેખાય છે. તેથી લેશ પણ કોઈ પ્રકારના બાહ્ય વૈભવને ઈચ્છતા નથી એવા ઉપદેશકનું સ્વરૂપ આ જીવ જાણતો નથી. અને આ પ્રમાણે સ્થિત હોતે છતે ધર્માચાર્ય તત્ત્વના ભાવનને કારણે જગતના સર્વ ભાવો પ્રત્યે સમાનભાવવાળા છે એ પ્રકારે સ્થિત હોતે છતે, સઉપદેશદાનમાં પ્રવર્તમાન એવા આમને=ધર્માચાર્યોને, પરહિતકરણ એક વ્યસવિતાને છોડીને યોગ્ય જીવોને તત્વમાર્ગની પ્રાપ્તિ થાય એ રૂપ પરહિત કરવાના એક સ્વભાવતાને છોડીને, અન્ય કારણ ઉપલબ્ધ થતું નથી=સદ્ઉપદેશ દાનમાં અન્ય કોઈ કારણ ઉપલબ્ધ થતું નથી, જે કારણથી સ્વાધ્યાય ધ્યાન, તપ અને ચારિત્ર કરણાદિ રૂપ દ્વારાંતથી જ ઉપદેશ વગર અન્ય દ્વારોથી જ, સ્વાર્થસંપાદન પણ=ધર્માચાર્યને પોતાના આત્મકલ્યાણની પ્રાપ્તિ કરવા રૂપ સ્વાર્થસંપાદન પણ, પરમાર્થથી થાય જ છે. તેના માટે પણ પોતાના સ્વાર્થસંપાદન માટે પણ, આમને ધર્માચાર્યને આમાં સઉપદેશ દાનમાં, પ્રવૃત્તિ નથી. લાભારિરૂપ શેષ આકાંક્ષા દુરાપાસ્ત અવકાશવાળી છે. ધર્માચાર્યો તત્ત્વને જોનારા હોવાથી તેઓને કર્મોનો નાશ કરવો એ જ એક સ્વાર્થ દેખાય છે અને તેનું સંપાદન પણ ઉપદેશની પ્રવૃત્તિ વગર સ્વાધ્યાયાદિથી તેઓ પ્રાપ્ત કરી શકે એમ છે તેથી પોતાના કલ્યાણ માટે પણ તેઓની ઉપદેશમાં પ્રવૃત્તિ નથી. તેથી દાનધર્મનું વર્ણન કરીને પોતાને ધનાદિનો લાભ થશે, તેવા પ્રકારની લાભાદિની આકાંક્ષા તેઓને થાય તે તદ્દન અસંભવિત છે. અને આ=ધર્માચાર્ય આવા ઉત્તમચિતવાળા છે એ, આધ્યથી અન્ધીભૂત બુદ્ધિવાળો આ જીવ જાણતો નથી=જેમ સંસારી જીવો કોઈના ગુસ્સાને જોઈને આ ક્રોધી છે તેમ જાણી શકે છે તેમ ધર્માચાર્યના સંવેગપૂર્વકનાં વચનોના બળથી ધર્માચાર્યોના નિઃસ્પૃહચિત્તનો બોધ થઈ શકે છે છતાં સંવેગપૂર્વક ધર્માચાર્યોનાં વચનોથી તેમના ચિત્તને જાણવા માટે અંધાપો વર્તી રહ્યો છે તેવી બુદ્ધિવાળો કોઈક રીતે માર્ગ અભિમુખ થયેલો છતાં પૂર્વના કુત્સિત અનુભવોના બળથી હિતકારી ધર્માચાર્યના વિષયમાં પણ કુવિકલ્પો કરનાર આ શંકડો ધર્માચાર્યના ઉત્તમચિત્તને જાણતો નથી. તેથી આવ્યથી અંધીભૂતબુદ્ધિવાળો આ જીવ ધર્માચાર્યને જાણતો નથી તેથી, અવગત સદ્ગુરુના ઉદાર આશયવાળો આ જીવ અત્યંત તુચ્છ સ્વચિરની દુષ્ટતાને કારણે, અનુમાનથી તેમનું ચિત્ત પણ મહામોહના વશથી Page #256 -------------------------------------------------------------------------- ________________ 233 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ તે પ્રકારનું પરિકલ્પન કરતો અતત્ત્વદર્શનને કારણે શૈવ-દ્વિજાતિ-રક્તભિક્ષુ-દિગંબર આદિની સાથે તેઓને=ધર્માચાર્યોને, તુલ્ય કલ્પે છે. અને ભિન્નકર્મગ્રંથિથી પણ દર્શન મોહનીયતા પુંજત્રય કરણ વડે જ્યારે વળી મિથ્યાત્વના પુંજમાં આ જીવ વર્તે છે, ત્યારે આવા પ્રકારના કુવિકલ્પો સંભવે છે. उपनय : मिथ्यात्वे प्रवृत्तिः ततश्च तैराकुलीकृतहृदयस्यास्य जीवस्य पुनः प्रसर्पति मिथ्यात्वविषं, ततस्तद्वशगोऽयं जीवः शिथिलयति मौनीन्द्रदर्शनपक्षपातं विमुञ्चति पदार्थजिज्ञासां, अवधीरयति सद्धर्मनिरतं जनं, बहु मन्यते निर्विचारकलोकं, प्रमादयति प्राक् प्रवृत्तं सत्कर्त्तव्यलेशं, परित्यजति भद्रकभावं, रज्यते नितरां विषयेषु, पश्यति तत्त्वबुद्ध्या तत्साधनं धनकनकादिकं, गृह्णाति तथोपदिशन्तं गुरुं वञ्चकबुद्ध्या, नाकर्णयति तद्वचनं, भाषते धर्मावर्णवादान्, उद्घट्टयति धर्म्मगुरूणां मर्मस्थानानि, लगति प्रतीपं कूटवादेन, निराक्रियते पदे पदे गुरुभिः ततश्चासौ चिन्तयति - सुरचितग्रन्थप्रपञ्चा एते श्रमणान निराकर्त्तुं मादृशैः पार्यन्ते, ततो मामलीकविकल्पजालेन विप्रतार्य पुनः करिष्यन्त्येते मायावितयाऽऽत्मभक्ष्यस्थानं, अतो दूरतएव मयैते वर्जनीयाः, स्वगृहाद्वारणीयाः, दृष्टा अपि न सम्भाषणीयाः, नामापि न सोढव्यमेतेषामित्येवं कदन्नकल्पे धनविषयकलत्रादिके मूर्च्छितहृदयस्तत्संरक्षणप्रवणोऽयं जीवः सदुपदेशदायकान् महामोहवशगो वञ्चकत्वेन कल्पयन् रौद्रध्यानमापूरयति, ततो नष्टविवेकचेतनस्तैः सद्धर्माचार्यैरूर्ध्वाकारनिखातकाष्ठकीलककल्पो लक्ष्यते, अत एव च तेषां सम्बन्धिन्या दयया दीयमानं तदानीं सुन्दरपरमान्नकल्पं सदनुष्ठानोपदेशं वराकोऽयं जीवो न जानीते, न चेतः परं विवेकिनां विस्मयकरमस्ति, यदेष जीवो महानरकगर्त्तपातहेतौ धनविषयादिके गृद्धात्माऽनन्तसुखमोक्षाक्षेपकारणं सदनुष्ठानं सद्गुरुदयोपनीतमवधीरयति । पनयार्थ : મિથ્યાદૃષ્ટિત્વની પ્રવૃત્તિ અને તેથી=સમ્યક્ત્વને સન્મુખ થયા પછી પણ કે સમ્યક્ત્વને પામ્યા પછી પણ મિથ્યાત્વના પુંજમાં વર્તે છે ત્યારે કુવિકલ્પો થાય છે તેથી, તેના વડે=કુવિકલ્પો વડે, આકુલ કરાયેલા હૃદયવાળા આ જીવને, મિથ્યાત્વરૂપ વિષ વૃદ્ધિ પામે છે. તેથી તેના વશ થયેલો આ જીવ ભગવાનના દર્શનના પક્ષપાતને શિથિલ કરે છે=પૂર્વમાં ધર્મશ્રવણ કરીને જે ભગવાનના દર્શનનો પક્ષપાત કરેલો અને તેનાથી ઉત્તમ સંસ્કારો આત્મામાં આધાન કરેલ તેનો નાશ કરે તેવો પરિણામ કરે છે. પદાર્થની જિજ્ઞાસાનો ત્યાગ કરે છે=પૂર્વમાં ધર્મના સ્વરૂપને જાણવાની જે જિજ્ઞાસા કરેલી તેનો ત્યાગ કરે છે, Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ સદ્ધર્મનિરતજનોની અવગણના કરે છે પૂર્વમાં ધર્મમાં રક્ત જનોને જોઈને જે પ્રીતિ થતી હતી તેના બદલે તેના પ્રત્યે ઉપેક્ષાનો ભાવ થાય છે; કેમ કે ધર્મની પ્રવૃત્તિ જ સારરૂપ છે કે નહીં તેમાં શંકિત માનસવાળો છે. નિર્વિચારક લોકને બહુ માને છે=જગતમાં તત્ત્વની વ્યવસ્થાને છોડીને મૂઢની જેમ ભોગવિલાસમાં રક્ત એવા લોકો જ વિચારક છે તેમ માને છે. પૂર્વમાં પ્રવૃત્ત સત્કર્તવ્યલેશનો પ્રસાદ કરે છે ચાર પ્રકારના ધર્મ વખતે દાનધર્મનું વર્ણન કર્યું તેના પૂર્વે સુસાધુ પાસે આવીને ધર્મશ્રવણ માટે જે યત્ન કરતો હતો, પોતાની ભૂમિકાનુસાર સદ્ધર્મની પ્રવૃત્તિ લેશ કરતો હતો, તે કરવા પ્રત્યે તે જીવ પ્રમાદવાળો થાય છે. ભદ્રકભાવનો ત્યાગ કરે છે પૂર્વમાં ધર્મશ્રવણથી તત્ત્વને અભિમુખ થયેલો જે ભદ્રકભાવ હતો તેનો ત્યાગ કરે છે, વિષયોમાં અત્યંત રાગ કરે છે, તેના વિષયોના, સાધન એવા ધત-કનકાદિને તત્વબુદ્ધિથી જુએ છે ધન, સુવર્ણાદિ સુખનાં સાધનો છે તે પ્રકારે જુએ છે. તે પ્રકારના ઉપદેશ આપતા ગુરુનેત્રદાન, શીલાદિ ધર્મના સ્વરૂપને બતાવતા ગુરુને, વંચકબુદ્ધિથી ગ્રહણ કરે છે ઠગનારા છે એ પ્રકારની બુદ્ધિથી ગ્રહણ કરે છે. તેમના વચનને સાંભળતો નથી. ધર્મના અવર્ણવાદને બોલે છે અર્થાત્ ધર્મ લોકોને ઠગીને નિરર્થક કૃત્યમાં ધનના વ્યય સ્વરૂપ છે એ પ્રકારે બોલે છે. ધર્મગુરુઓના મર્મસ્થાનને પ્રગટ કરે છે તેમની કોઈક આચરણા પોતે જોયેલી હોય તો આચરણાને સ્વબુદ્ધિથી યોજત કરીને તેઓની હીનતા દેખાય તે રીતે લોકોની આગળ કહે છે. ફૂટવાદ દ્વારા વિરુદ્ધ કરે છે=ધર્મનાં અનુષ્ઠાનો ફૂટવાદ દ્વારા યથા તથા સેવે છે, પદે પદે સ્થાને સ્થાને, ગુરુ વડે નિરાકરણ કરાય છે–તેની અનુચિત પ્રવૃત્તિ જોઈને ગુરુ દરેક સ્થાને તેને સમજાવે છે કે આ રીતે કરવું ઉચિત નથી. તેથી આ જીવ વિચારે છે – સુરચિત ગ્રંથના વિસ્તારવાળા આ સાધુઓ મારા જેવા વડે નિરાકરણ કરવા શક્ય નથી. તેથી ખોટા વિકલ્પ જાળ વડે ઠગીને માયાવીપણાથી આગ સાધુઓ, મને પોતાનું ભક્ષ્યસ્થાન કરશે, આથી દૂરથી જ મારા વડે આ વર્જનીય છે, સ્વગૃહથી વારણીય છે ગોચરી આદિ અર્થે આવેલા હોય ત્યારે તેમને વારણ કરવા જોઈએ. જોયેલા પણ તેમની સાથે સંભાષણ કરવું જોઈએ નહીં. તેમનું નામ પણ સાંભળવું જોઈએ નહીં. આ પ્રમાણે કદત્ત જેવા ધન, વિષય, કલત્રાદિમાં મૂચ્છિત હૃદયવાળો આ જીવ તેના સંરક્ષણમાં પ્રવણ ધનના રક્ષણાદિમાં તત્પર, મહામોહને વશ થયેલો, સઉપદેશ દેનારા ગુરુઓને વંચકપણાથી કલ્પના કરતો, રૌદ્રધ્યાનને પૂરે છે. તેથી નષ્ટવિવેકચેતનાવાળો તે સદ્ધર્માચાર્યો વડે ઊધ્વકારવાળા ખોદાયેલા કાષ્ઠના ખીલા જેવો દેખાય છે. અને આથી જ તેમના સંબંધી દયા વડે સદ્ધર્માચાર્યના સંબંધી દયા વડે, ત્યારે સુંદર પરમાત્ર જેવા અપાતા સઅનુષ્ઠાતના ઉપદેશને વરાક એવો જીવ જાણતો નથી. અને આનાથી તત્ત્વને અભિમુખ થયેલો પણ જીવ કોઈક નિમિત્તથી કાષ્ઠખીલાની જેમ મૂઢ જેવો દેખાય છે એનાથી અન્ય વિવેકપુરુષોને અત્યંત વિસ્મયકર નથી. જે કારણથી મહારકતા ગર્તના પાતનો હેતુ એવા ધનવિષયાદિમાં વૃદ્ધસ્વરૂપવાળો આ જીવ સદ્ગુરુની દયાથી અપાતું અનંત સુખરૂપ મોક્ષના આક્ષેપતા કારણ એવા સઅનુષ્ઠાનની અવગણના કરે છે. એનાથી અન્ય વિવેકીજીવોને અત્યંત વિસ્મયકર નથી એમ અવય છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ सद्गुरोश्चिन्ता यथा च तेन महानसनियुक्तकेन तत्तथाभूतमसंभाव्यं व्यतिकरमवलोक्य चिन्तितं यदुत-किं पुनरेष रोरो दीयमानमादरेणेदं परमानं न गृह्णाति, नूनमयमस्य पापोपहतात्मतया न योग्य इति तदत्रापि तुल्यं विज्ञेयं, तथाहि-सद्गुरूणामपि तं तथाविधं विस्तरधर्मोपदेशनयाऽन्यथा वा विनष्टभद्रकभावं विपरीतचारिणं जीवमुपलभ्य भवत्येवम्भूतो भावो यदुत-न भाजनमेषोऽकल्याणभाजनतया भगवद्धर्मस्य, नोचितः कुगतिगामितया सुगतिगमनस्य, न परिकर्मणीयो दुर्दलकल्पतया सद्धर्मचेतसां, ततोऽत्र मोहोपहतचेतसि विफलो मे परिश्रम इति यथा च पुनर्विमृशता तेन रसवतीपतिना निश्चितं यदुत-नास्य वराकस्यायं दोषः, यतो बहिरन्तश्चायं रोगजालेन परिवेष्टित इति कृत्वा वेदनाविह्वलो न किञ्चिच्चेतयते, यदि पुनरेष नीरोगः स्यात् ततो योऽयं कदन्नलवलाभेनापि तुष्यति सोऽमृतास्वादमे-तत्परमानं दीयमानं कथं न गृह्णीयादिति तदेतदाचार्यस्यापि पर्यालोचयतो मनसि वर्त्तत एवेति, यदुत-यदेष जीवो गृध्यति विषयादिषु, गच्छति कुमार्गेण, नादत्ते दीयमानं सदुपदेशं, नैषोऽस्य वराकस्य दोषः, किं तर्हि ? मिथ्यात्वादीनां भावरोगाणां, तैर्विसंस्थुलचेतनोऽयं न किञ्चिज्जानीते, यदि पुनरेष तद्विकलः स्यात् तत्कथमात्मनो हितं विमुच्याऽऽत्माऽहिते प्रवर्तेत। સગુરુની ચિંતા અને જે પ્રમાણે તે મહાનસનિયુક્ત વડે તે તેવા પ્રકારનો અસંભાવ્ય વ્યતિકરને જોઈને=ભૂખ્યા એવા તે રાંકડાને, તથા નામની પુત્રી ઉત્તમ ભોજન આપવાનું કહે છે ત્યારે તે શંકડો ભોજન ગ્રહણ કરવાને બદલે કાષ્ઠના ખીલાની જેમ ત્યાં જ ઊભો રહે છે તે તેવા પ્રકારના અસંભાવ્ય વ્યતિકરતે જોઈને, વિચારાયું. શું વિચારાયું? તે “દુતથી બતાવે છે – આદરથી અપાતું આ પરમાત્ત કેમ વળી આ રાંકડો ગ્રહણ કરતો નથી ? ખરેખર આ=આ જીવ, પાપ ઉપહત સ્વરૂપ હોવાને કારણે આને= પરમાત્રને, યોગ્ય નથી તે=કથાનકમાં મહાસે વિચાર્યું એમ જે કહેવાયું છે, અહીં પણ જીવતા વિષયમાં પણ, તુલ્ય જાણવું. તે આ પ્રમાણે સદ્દગુરુઓને પણ વિસ્તારથી ધર્મદેશના વડે કે અવ્યથા વિકષ્ટભદ્રકભાવવાળા તથાવિધિ એવા તે વિપરીત આચરણ કરનારા જીવને પ્રાપ્ત કરીને આવા પ્રકારનો ભાવ થાય છે. શું ભાવ થાય છે ? તે “વહુતીથી બતાવે છે – આ=આ જીવ, અકલ્યાણનું ભાજનપણું હોવાને કારણે ભગવાનના ધર્મનું ભાજન નથી=ભગવાને બતાવેલ ધર્મ પરિણમન પામે તેવી યોગ્યતાવાળો નથી. કુગતિગામીપણું હોવાને કારણે સુગતિના ગમનને ઉચિત નથી=જ્યારે જીવ યોગ્ય ઉપદેશક દ્વારા તત્વને બોધ કરાવવા માટે યત્ન કરાવાય છે, ત્યારે પણ તત્વના પરમાર્થને જાણવા માટે જે જીવ યત્ન કરતો નથી, પરંતુ સ્વવિકલ્પથી ધર્માચાર્ય વિષયક કુવિકલ્પો કરે છે તે જીવો કુગતિગામિક હોવાને કારણે સંસારના ઉચ્છેદના કારણભૂત એવા સુગતિ ગમતને યોગ્ય નથી. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ દુઈલકલ્પપણું હોવાને કારણે જે દલને દળી ન શકાય તેવું હોવાને કારણે, સદ્ધર્મચિત્તવાળા જીવોને પરિકર્મ કરવા યોગ્ય નથી=જે જીવોને ઉપદેશ દ્વારા વીતરાગતાને અભિમુખ ઘડી શકાય તેવા સુઈલકલ્પ છે અને જેઓ ઘડી શકાય તેવા નથી તેવા દઈલકલ્પ છે અને તેવું સ્વરૂપ હોવાને કારણે સદ્ધર્મચિત્તવાળા જીવોએ તેઓને ભગવાનના વચનથી ઘડવા માટે પ્રયત્ન કરવો ઉચિત નથી. તેથી આ મોહઉપહતવાળા ચિત્તમાં મારો પરિશ્રમ વિફલ છે. આ પ્રકારનો ભાવ સદ્ધર્માચાર્યને થયો અને જ્યારે વળી, વિચાર કરતા તે રસવતી પતિ દ્વારાકતે આચાર્ય વડે, નિર્ણય કરાયો. શું નિર્ણય કરાયો ? તે “વત્તથી કહે છે - આ રાંકડાનો દોષ નથી, જે કારણથી બાહ્ય અને આંતર રોગચાળથી આ જીવ પરિવેષ્ટિત છે જેથી કરીને વેદના વિવલ કંઈ જાણતો નથી=બાહ્ય વિપરીત પ્રવૃત્તિઓ કરે છે એ રૂપ બાહ્ય રોગચાળથી પરિવેષ્ટિત છે, અંતરંગ કુવિકલ્પો કરે છે, એથી એ રૂ૫ રોગજાળથી પરિવેષ્ટિત છે જેથી કરીને વેદનાથી વિહ્વલ એવો આ જીવ તત્વના વિષયમાં કંઈ વિચારણા કરતો નથી. બાહ્યપ્રવૃત્તિઓ કરવાની મનોવૃત્તિરૂપ રોગ લાગેલો છે અને અંતરંગ મિથ્યાત્વાદિ કષાયોનો રોગ લાગેલો છે. તેથી કરીને બાહ્યપ્રવૃત્તિઓની વ્યાકુળતા રૂપ વેદના અને અંતરંગ કષાયોની વેદનાથી વિહ્વળ થયેલો આત્માની નિરાકુળતાના સુખને જાણતો નથી. જો વળી, આ જીવ નીરોગી થાય=બાહ્ય અને અંતરંગ રોગથી કંઈક આરોગ્યવાળો થાય, તો જે આ કદના લવના લાભથી પણ તોષ પામે છે, તે અમૃતના આસ્વાદ જેવા અપાતા એવા પરમારને કેમ ગ્રહણ ન કરે ? જો વિપર્યાસ આપાદક રોગ જાય તો જે જીવ બાહ્ય ભોગસામગ્રીની લેશ પ્રાપ્તિમાં આનંદનો અનુભવ કરતો હોય તે અવશ્ય કષાયોના ઉપશમના કારણભૂત અમૃતના આસ્વાદ જેવા પરમાત્રને ગ્રહણ કરવા અત્યંત તત્પર થાય; કેમ કે વિવેક ચક્ષુવાળા જીવને દેખાય છે કે પરમાન્નરૂપ ઉત્તમ ધર્મના સેવનથી વર્તમાનમાં ભાવઆરોગ્યનું સુખ મળે છે અને મોક્ષપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી બાહ્ય ભોગસામગ્રી પણ ઘણી શ્રેષ્ઠ મળે છે. તેથી બાહ્ય સામગ્રીમાં તોષવાળા અને નિર્મળદૃષ્ટિવાળા જીવો ઉત્તમધર્મને ગ્રહણ કરવા માટે અવશ્ય અત્યંત તત્પર હોય છે. તે આ પૂર્વમાં જે કથાનકમાં કહ્યું તે આ, પર્યાલોચન કરતા એવા આચાર્યના પણ મનમાં વર્તે છે. શું વર્તે છે? તે ‘કુરથી સ્પષ્ટ કરે છે – આ જીવ વિષયોમાં જે ગૃદ્ધિ પામે છે, કુમાર્ગ વડે જાય છે. અપાતા પણ સઉપદેશને ગ્રહણ કરતો નથી. અર્થાત્ વિવેકસંપન્ન ગુરુદ્વારા ક્લેશનાશ કરનાર અને ગુણવૃદ્ધિ કરનાર એવા માર્ગાનુસારી અપાતા ઉપદેશને જીવ ગ્રહણ કરવા માટે પ્રયત્ન કરતો નથી આ જીવતો એ દોષ નથી. તો શું છે ? એથી કહે છે મિથ્યાત્વાદિ ભાવરોગોનો દોષ છે અર્થાત્ બાહ્યપદાર્થોમાં સુખ નથી, કષાયોની અવાકુળતામાં સુખ છે તે જોવામાં બાધક વિપર્યાયબુદ્ધિ રૂપ મિથ્યાત્વાદિ ભાવોરોગોનો દોષ છે. તેઓથી–મિથ્યાત્વાદિ ભાવ રોગોથી, વિસંસ્થલચેતતાવાળો આ Page #260 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૩૭ જીવ કંઈ જાણતો નથી આ મહાત્માનો ઉપદેશ કઈ રીતે મારા આત્માની સુખની પરંપરાનું કારણ છે તે જાણતો નથી. જો વળી, આ જીવ તદ્વિકલ થાય મિથ્યાત્વાદિ ભાવરોગથી વિકલ થાય તો કેવી રીતે આત્માના હિતને છોડીને આત્માના અહિતમાં પ્રવર્તે ? 6पनय: भेषजत्रयोपमितरत्नत्रयीमाहात्म्यम् यच्च तेन महानसनियुक्तेन पर्यचिन्ति यथा- कथं पुनरेष रोरो नीरोगः स्यात्? ततो मनसि निरूपयता तेन पुनः पर्यकल्पि-अये विद्यत एवास्य रोगनिराकरणोपायः, यतोऽस्ति मम चारु भेषजत्रितयं, तद्यथा-एकं तावद्विमलालोकं नाम परमाञ्जनं, तद् विधानेन प्रयुज्यमानं समस्तनेत्ररोगानाशयति, सूक्ष्मव्यवहितातीतभाविभावविलोकनदक्षं चक्षुः संपादयति, तथा द्वितीयं तत्त्वप्रीतिकरं नाम सत्तीर्थोदकं, तत् पुनर्विधिना स्वाद्यमानं समस्तगदवाततानवं विधत्ते, दृष्टेश्चाविपरीतार्थग्रहणचतुरतां कुरुते, विशेषतः पुनरुन्मादमुद्दलयति, तृतीयं पुनरेतदेव कन्यकोपनीतं महाकल्याणकं नाम परमानं, एतत्पुनः सम्यग् निषेव्यमानं निःशेषरोगगणं समूलकाषं कषति, तथा पुष्टिं जनयति, धृतिं वर्द्धयति, बलमुज्ज्वलयति, वर्णमुत्कर्षयति, मनःप्रसादं संपादयति, वयस्तम्भं विधत्ते, सवीर्यतां करोति, और्जित्यं प्रवणयति, किम्बहुना? अजरामरत्वमपि निःसन्देहमेतत्सन्निधापयति, तस्मादनेनौषधत्रयेण सम्यगुपक्रम्यैनं तपस्विनं व्याधिभ्यो मोचयामीति तेन मनसि सिद्धान्तः स्थापितः, तदेतत्सद्धर्माचार्योऽपि जीवगोचरं समस्तं चिन्तयत्येव, तथाहि-यदा निश्चितं तेन प्राक्प्रवृत्तिदर्शनेन यथा भव्योऽयं जीवः, केवलं प्रबलकर्मकलाऽऽकुलितचेताः सन्मार्गात्परिभ्रष्टः। तदा भवति गुरोरयमभिप्रायः यथा-कथं पुनरेषोऽस्माद्रोगस्थानीयात् कर्मजालान्मोक्ष्यते? पर्यालोचयतश्च तात्पर्यपर्याकुलेन चेतसा सुदूरमपि गत्वा पुनरेतदेव ज्ञानदर्शनचारित्ररूपत्रयं भेषजत्रयकल्पं तन्मोचनोपायः प्रतिभासते, नापरः। तत्रेह ज्ञानमञ्जनं विज्ञेयं, तदेव परिस्फुटदर्शितया विमलालोकमुच्यते, तदेव च नयनगदसन्दोहकल्पमज्ञानमुन्मूलयति, तदेव च भूतभवद्भाविभावस्वभावाविर्भावनचतुरं जीवस्य विवेकचक्षुः संपादयति। दर्शनं पुनः सत्तीर्थोदकं बोद्धव्यं, तदेव जीवादिपदार्थगोचरश्रद्धानहेतुतया तत्त्वप्रीतिकरमभिधीयते, यतश्च तदुदयसमये सर्वकर्मणामन्तःसागरोपमकोटीकोटिमात्रमवतिष्ठते, समुत्पन्नं पुनः प्रतिक्षणं तत्तानि तनूकुरुते, तेन समस्तगदतानवकारकं, कर्मणामिह रोगकल्पत्वात्, तदेव दृष्टिप्रख्यस्य ज्ञानस्य यथावस्थितार्थग्रहणचातुर्यमाधत्ते, तदेव च महोन्माददेश्यं मिथ्यात्वमुद्दलयतीति। चारित्रं पुनरत्र परमानमवगन्तव्यं, तस्यैव सदनुष्ठानं धर्मः सामायिकं विरतिरित्यादयः पर्यायाः, तदेव मोक्षलक्षणमहाकल्याणाव्यवहितकारणतया महाकल्याणकमिति गीयते, तदेव च रागादिमहाव्याधिकदम्बकं समूलघातं हन्ति, तदेव Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ च वर्णपुष्टिधृतिबलमनःप्रसादौर्जित्यवयःस्तम्भसवीर्यतातुल्यानात्मगुणान् समस्तानाविर्भावयति, तथाहितज्जीवे वर्तमानं प्रभवो धैर्यस्य कारणमौदार्यस्याऽऽकरो गाम्भीर्यस्य, शरीरं प्रशमस्य, स्वरूपं वैराग्यस्यातुलहेतुर्योत्कर्षस्य आश्रयो निर्द्वन्द्वतायाः कुलमन्दिरं चित्तनिर्वाणस्य उत्पत्तिभूमिर्दयादिगुणरत्नानां, किं चानेन? यत्तदनन्तज्ञानदर्शनवीर्यानन्दपरिपूर्णमक्षयमव्ययमव्याबाधं धाम तदपि तत्सम्पाद्यमेवेत्यतोऽजरामरत्वमपि तज्जनयतीत्युच्यते, तस्मादेनमनेन ज्ञानदर्शनचारित्रत्रयेण सम्यगुपक्रम्य जीवं क्लिष्टकर्मकलाजालान् मोचयामीति सद्धर्मगुरुरपि चित्तेऽवधारयति। ઉપનયાર્થ : ભેષજત્રયીની ઉપમાવાળી રત્નત્રયીનું માહાભ્ય અને તે મહાતસનિયુક્ત વડે જે વિચાર કરાયો, શું વિચાર કરાયો ? તે “યથા'થી બતાવે છે. કેવી રીતે આ રાંકડો વીરોગી થાય ? ત્યારપછી મનમાં વિચારતા એવા તેમના વડે ફરી વિચારણા કરાઈ. અરે ! આવા રોગના નિરાકરણનો ઉપાય વિદ્યમાન છે, જે કારણથી મારી પાસે સુંદર ત્રણ ઔષધિઓ વિદ્યમાન છે તે આ પ્રમાણે – એક વિમલાલોક નામનું પરમ અંજન છે, વિધાનથી વિધિપૂર્વક પ્રયોગ કરાતું તે અંજન સમસ્ત નેત્રરોગોનો નાશ કરે છે. સૂક્ષ્મ-વ્યવહિત અતીત-અનાગત ભાવના વિલોકનમાં દક્ષ ચક્ષુ ઉત્પન્ન કરે છે. વિમલ આલોકન છે જેનાથી એવું જે ઔષધ તે વિમલાલોક અંજન અને જેઓમાં ગુણવાન ગુરુ તેની યોગ્યતાનો ખ્યાલ રાખીને તે પ્રકારે વિધિપૂર્વક તે અંજનનો પ્રયોગ કરે અર્થાત્ જે જીવની જે પ્રકારની યોગ્યતા હોય તે યોગ્યતા અનુસાર તેને આત્મહિતને અનુકૂળ સૂક્ષ્મપદાર્થો દેખાય તે પ્રકારે ઉચિત ઉપદેશ આપીને તે યોગ્ય જીવના અંતરંગ ચક્ષુના રોગોનો નાશ કરે તો ગુણવાન ગુરુના વચનના બળથી જીવને પરલોક, પુણ્ય, પાપકર્મની વ્યવસ્થા ઇત્યાદિ સાક્ષાત્ ચક્ષુથી જે દેખાતા નથી, તેવા સર્વ ભાવોને જોવા માટે સમર્થ બને તેવી અંતરંગ ચક્ષની પ્રાપ્તિ થાય છે જે વિમલાલોક અંજનનું કાર્ય છે અને તે શ્રુતજ્ઞાનથી પરિસ્કૃતમતિજ્ઞાનના ઉપયોગ રૂપ છે. અને બીજું તત્વપ્રીતિકર નામનું સતીર્થનું પાણી છે. તે વળી, વિધિપૂર્વક સ્વાદ કરાતા બધા રોગતા સમૂહની અલ્પતાને કરે છે. અને દૃષ્ટિની અવિપરીત અર્થગ્રહણમાં ચતુરતાને કરે છે. વળી, વિશેષથી ઉત્પાદનું ઉદ્દલન કરે છે. યોગ્ય ઉપદેશક ગુરુ મોહની આકુલતા રહિત પોતાના આત્માનું પારમાર્થિક સ્વરૂપ યોગ્ય શ્રોતાને તેના ક્ષયોપશમ અનુસાર સ્પર્શી શકે તે રીતે બોધ કરાવે છે અને જીવનું તે પારમાર્થિક સ્વરૂપ જ જીવ માટે એકાંતે હિત છે અને તેની પ્રાપ્તિનો ઉપાય જિનવચન કઈ રીતે છે તે સૂક્ષ્મયુક્તિપૂર્વક બતાવે છે. જેથી યોગ્ય શ્રોતાને ભગવાનનાં સર્વ વચનો આત્મામાં વીતરાગભાવને અનુકૂળ ઉત્તમ પરિણતિ પ્રગટ કરીને ક્લેશનાશ દ્વારા સુખની પરંપરાનું કારણ છે તેવો બોધ થાય છે. તેવો બોધ થવાને કારણે તે શ્રોતા Page #262 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૩૯ વિધિપૂર્વક ભગવાનના વચનનું પારમાર્થિક સ્વરૂપે ભાવન કરીને તે વચનોના સ્વાદને ગ્રહણ કરે છે. જેથી સમ્યગ્દર્શન નિર્મળ-નિર્મળતર થાય છે. જેમ જેમ સમ્યગ્દર્શન નિર્મળ-નિર્મળતર થાય તેમ તેમ બધા રોગો અલ્પ થાય છે અને જિનવચન વીતરાગતા સાથે કઈ રીતે પ્રતિસંધાનવાળું છે તેનો સૂક્ષ્મબોધ થવાથી તે મહાત્માને ભગવાનના વચનના પરમાર્થને ગ્રહણ કરવાને અનુકૂળ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. અને વિશેષથી તત્ત્વ પ્રત્યેની પ્રીતિ થવાને કારણે મોહનો ઉન્માદ શાંત થાય છે જે સમ્યગ્દર્શનની પરિણતિસ્વરૂપ છે. વળી, ત્રીજું કન્યા વડે અપાતું મહાકલ્યાણક નામનું આ જ પરમાત્ત છે. વળી, સમ્ય રીતે સેવાતું આ પરમાન્ન, બધા રોગોના શમનને મૂળથી નાશ કરવા પ્રવર્તે છે. અને આત્મારૂપી દેહની પુષ્ટિનું અંગ બને છે. શુતિને વધારે છે. બળને ઉજ્જવળ કરે છે યોગમાર્ગને અનુકૂળ દઢ યત્ન કરવા માટે સમર્થ એવા બળને અતિશય કરે છે. વર્ણનો ઉત્કર્ષ કરે છે આત્માના સ્વરૂપ રૂપ વર્ણનો ઉત્કર્ષ કરે છે. મતપ્રસાદનું સંપાદન કરે છે–પરમાત્તતા ભોજનથી ભાવમલ અલ્પ થવાને કારણે મનપ્રસાદની પ્રાપ્તિ થાય છે. વયસ્તંભ કરે છે=સુંદર ભોજન વૃદ્ધપણાની પ્રાપ્તિને અટકાવે છે, તેમ પરમાત્ર આત્માના કર્મજન્ય થતા જીર્ણ સ્વરૂપને અટકાવે છે, સવીર્યતાને કરે છે=સુંદર ભોજન દેહમાં જેમ સવીર્યતાને કરે છે તેમ મહાકલ્યાણ કરનાર પરમાત્રને જેઓ સેવન કરે છે તેઓમાં મોહતાશને અનુકૂળ વીર્યબળ સંચય થવાથી પરમાત્ત સવીર્યતાને કરે છે. જિત્યને વધારે છે–સુંદર ભોજન જેમ દેહની તેજસ્વિતાને કરે છે, તેમ પરમાત્ર આત્માની અંતરંગ તેજસ્વિતાને પ્રગટ કરે છે. વધારે શું કહેવું?–પરમાત્તના ગુણોને વધારે શું કહેવું? આ પરમાન્ન, નિઃસંદેહ અજરામરત્વને સવિધાપન કરે છે સર્વકર્મરહિત એવી મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરાવે છે, તે કારણથી=મારી પાસે આ ત્રણ ઔષધો છે તેનું સ્મરણ ધર્મબોધકરને થયું તે કારણથી, આ તપસ્વીને સમ્યમ્ ઉપક્રમ કરીને આ ત્રણ ઔષધ દ્વારા વ્યાધિથી હું છોડાવું એ પ્રમાણે એમના વડે ધર્મબોધકર વડે, મનમાં સિદ્ધાંત સ્થાપન કરાયું, તે આ સર્વ=જે પ્રમાણે તે મહાસતિયુક્ત તે દ્રમક વિશે વિચાર કર્યો તે આ સર્વ, સદ્ધર્માચાર્ય પણ જીવ વિષયક સમસ્ત વિચારે છે, તે આ પ્રમાણે જ્યારે તેમના વડે સદ્ધર્માચાર્ય વડે, પ્રાણપ્રવૃત્તિના દર્શનથી=ભગવાનના શાસનને જોઈને કંઈક જિજ્ઞાસાથી તત્વને જાણવાને સન્મુખ થયેલા જીવની પ્રવૃત્તિના દર્શનથી, નિશ્ચય કરાયો, જે પ્રમાણે આ ભવ્યજીવ છે–તત્વને પ્રાપ્ત કરીને આત્મકલ્યાણ સાધી શકે તેવી યોગ્યતાવાળો આ જીવ છે, કેવલ પ્રબળ કર્મકલાથી આકુલચિત્તવાળો સન્માર્ગથી પરિભ્રષ્ટ થયેલો છે જ્યારે સદ્ધર્માચાર્યે ચાર પ્રકારના ધર્મનું વર્ણન કર્યું ત્યારે મારી સમૃદ્ધિનો આ સદ્ધર્માચાર્ય દાનમાં વ્યય કરાવશે એ પ્રકારની પૂર્વના અનુભવતા બળથી જ્યારે તે જીવને શંકા થાય છે, ત્યારે પ્રબળકર્મકલાથી આકુલિત થયેલો એવો તે સન્માર્ગથી પરિભ્રષ્ટ થયેલો છે. ત્યારે ગુરુને આ અભિપ્રાય થાય છે. જે આ પ્રમાણે – આ રોગ સ્થાનીય કર્મજાલથી આ જીવ વળી કેવી રીતે મોક્ષ પામશે ? તત્વને અભિમુખ થયા પછી દાનધર્મને સાંભળીને ધર્મથી વિમુખ થયેલા જીવતે જોઈને તે સદ્ધર્માચાર્યને વિચાર આવે છે કે વિપર્યાસ કરાવનારા એવા આ કર્મના જાલાથી આ જીવ કેવી રીતે મોક્ષ પામશે. અને પર્યાલોચન કરતા તેના રોગના નિવારણના ઉપાયનું પર્યાલોચન કરતા, તાત્પર્યના Page #263 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પર્યાકુલચિત્ત વડે–તેના રોગનાશના અનુકૂળ ઉચિત ઉપાયના પર્યાલોચનચિત્તવાળા એવા તે ધર્માચાર્ય વડે, સુદૂર પણ જઈને ફરી પણ=અનેક ઉપાયો વિચાર્યા પછી ફરી પણ, આ જ=ઔષધત્રય કલ્પ જ, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રય તેના મોચનનો ઉપાય પ્રતિભાસે છે. અપર નહીં તે ભિખારીની રોગિષ્ઠ અવસ્થાને જોઈને જેમ તે મહાનસને તેના વિમલાલોક આદિ ત્રણ ઔષધો રોગ દૂર કરવાના ઉપાયરૂપ જણાય છે, તેમ સંસારી જીવના ભાવરોગ દૂર કરવાના ઉપાયરૂપે ધર્માચાર્યને રત્નત્રયીરૂપ ત્રણ ઉપાય જ પ્રતિભાસે છે. અન્ય કોઈ તેના ભાવરોગના નાશનું કારણ નથી તેમ ભાસે છે. ત્યાં= ત્રણ ઔષધમાં, અહીં જ્ઞાનઅંજન જાણવું. તે જ=જ્ઞાન જ, સ્પષ્ટદર્શનપણાથી વિમલાલોક કહેવાય છે અને તે જ=સમ્યક્ શ્રુતજ્ઞાન જ, નયનના રોગના સમૂહ સમાન અજ્ઞાનનું ઉન્મૂલન કરે છે. અને તે જ=સમ્યજ્ઞાન જ, ભૂતકાળના, વર્તમાનના અને ભાવિતા ભાવોના સ્વભાવને પ્રગટ કરવામાં ચતુર એવી જીવની વિવેકચક્ષુ સંપાદન કરે છે. ૨૪૦ જો તત્ત્વજિજ્ઞાસુ થઈને યોગ્ય જીવ તત્ત્વના જાણનારા ગીતાર્થ ગુરુ પાસે તત્ત્વ જાણવા પ્રયત્ન કરે તો વિવેકી ગુરુના વચનથી થયેલું સમ્યજ્ઞાન જીવને સંસારના વાસ્તવિક સ્વરૂપનો બોધ કરાવે છે. તેથી તેને વિમલાલોક કહેવાય છે. વળી, તે જ્ઞાનપ્રાપ્તિ પૂર્વે જીવમાં તત્ત્વના વિષયમાં જે અજ્ઞાન હતું તે અજ્ઞાન સમ્યગ્નાનથી અવશ્ય દૂર થાય છે. અને જેના કારણે તે જીવને ચાર ગતિના પરિભ્રમણરૂપ સંસારની વિડંબણા સ્પષ્ટ-સ્પષ્ટતર દેખાય છે અને સાધના કરીને કર્મથી મુક્ત થયેલા જીવો સંપૂર્ણ ઉપદ્રવ વગરના છે તેવું શાસ્ત્રવચન યુક્તિ અને અનુભવ અનુસાર તેને સ્પષ્ટ દેખાય છે. અને તેનો ઉપાય સર્વજ્ઞનું વચન અને સર્વજ્ઞના વચન અનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિ છે એવી વિવેકચક્ષુને તે જ્ઞાન પ્રગટ કરે છે. વળી, દર્શન સત્તીર્થનું પાણી જાણવું, તે જ=તીર્થનું પાણી જ, જીવાદિ પદાર્થ ગોચર શ્રદ્ધાનું હેતુપણું હોવાથી તત્ત્વપ્રીતિકર કહેવાય છે. અને જે કારણથી, તેના ઉદયના સમયમાં=દર્શનના ઉદયના સમયમાં, સર્વ કર્મો અંતઃકોટાકોટિ માત્ર રહે છે. અને ઉત્પન્ન થયેલું એવું તે=સમ્યગ્દર્શન, પ્રતિક્ષણ તેઓને=સર્વ કર્મોને, અલ્પ કરે છે. તે કારણથી બધા રોગોની અલ્પતાને કરનાર દર્શન કહેલ છે; કેમ કે અહીં=સંસારમાં, કર્મોનું રોગકલ્પપણું છે=રોગ સદશપણું છે, દૃષ્ટિ નામના જ્ઞાનના, યથાવસ્થિત અર્થગ્રહણના ચાતુર્યને તે જ આધાન કરે છે. અને તે જ=સમ્યગ્દર્શન જ, મહાઉત્પાદ દેશ્ય=મહાઉન્માદ સદેશ, મિથ્યાત્વનું ઉદ્દલન કરે છે. યોગ્ય ઉપદેશક જીવને સમ્યગ્બોધ કરાવવા અર્થે જ્યારે પદાર્થોનું નિરૂપણ કરે છે ત્યારે કંઈક બોધ થયા પછી તે જીવને તત્ત્વ પ્રત્યે પ્રીતિ થાય તે રીતે સંસારની વ્યવસ્થા સૂક્ષ્મરૂપે બતાવે છે. જેથી શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવ અનુસાર સંસારની વ્યવસ્થા તે જીવ સ્પષ્ટ-સ્પષ્ટતર જોઈ શકે છે જેના કારણે સંપૂર્ણ મોહથી અનાકુળ એવા શુદ્ધ આત્માની પ્રાપ્તિ કરાવનારા સર્વજ્ઞના વચનરૂપ જે તત્ત્વ છે તેના પ્રત્યે તે જીવને પ્રીતિ થાય છે. અને જ્યારે તે ઉપદેશકના વચનથી તે જીવને તત્ત્વ પ્રત્યે અત્યંત પ્રીતિ થાય છે ત્યારે સુંદર તીર્થના ઉદક જેવું સમ્યગ્દર્શન તેનામાં પ્રગટે છે. તે વખતે તેનાં સર્વકર્મો અંતઃકોટાકોટિ માત્ર સ્થિતિને પામે Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ છે અને જેમ જેમ તે જીવ ભગવાનના વચનનું સૂક્ષ્મ પર્યાલોચન કરીને તત્ત્વ પ્રત્યેની પ્રીતિની વૃદ્ધિ કરે છે તેમ તેમ તેનાં બધાં કર્મો અલ્પ-અલ્પતર થાય છે. તેથી સમ્યગ્દર્શનને બધા રોગને અલ્પ કરનાર કહેલ છે. આથી જ, જીવમાં વર્તતી તત્ત્વની રુચિ કાર્મણ શરીર માટે ક્ષયરોગ તુલ્ય છે. તેમ કહેવામાં આવે છે તેથી તેનું કાર્મણ શરીર સતત ક્ષીણ-ક્ષીણતર થાય છે. અને જેઓને જેમ જેમ તત્ત્વરુચિ અધિક અધિક થાય છે તેમ તેમ તેમનું જ્ઞાન પદાર્થના વાસ્તવિક સ્વરૂપને ગ્રહણ કરવા માટે સમર્થ બને છે; કેમ કે તત્ત્વરુચિ એટલે આત્માની વીતરાગતા પ્રત્યેની રૂચિ અને જીવને વીતરાગતા પ્રત્યેની રૂચિ જેમ જેમ અતિશય થાય છે તેમ તેમ તેના સર્વ શ્રુતનો બોધ કઈ રીતે વીતરાગતા પ્રત્યે પ્રયત્ન કરવો જોઈએ તેના મર્મો દેખાય તેવો નિર્મળ બને છે તેથી જ્ઞાન યથાવસ્થિત પદાર્થને ગ્રહણ કરવા સમર્થ બને છે. અને તે યથાર્થ દર્શન મહામોહના ઉન્માદ રૂપ મિથ્યાત્વનું ઉદ્દલન કરે છે અર્થાત્ જેમ જેમ જીવ ભગવાનના બતાવેલાં તત્ત્વોથી આત્માને ભાવિત કરે છે અને તેના કારણે જેમ જેમ તત્ત્વની રુચિ અતિશય અતિશયતર થાય છે તેમ તેમ તત્ત્વના વિપર્યાસ આપાદક મિથ્યાત્વના દળિયા સત્તામાં રહેલા છે તે ક્ષીણ-ક્ષીણતર થાય છે અને પ્રગટ થયેલું સમ્યગ્દર્શન સૂક્ષ્મ-સૂક્ષ્મતર રુચિ થવાને કારણે નિર્મળ-નિર્મળતર થાય અને જેમ જેમ સમ્યગ્દર્શન નિર્મળનિર્મળતર થાય તેમ તેમ ક્ષયોપશમ ભાવ વજની ભીંત જેવો દુર્ભેદ્ય બને છે, જેથી ક્ષયોપશમ ભાવનું સમ્યગ્દર્શન પણ નિમિત્તોને પામીને પાત થવાની સંભાવના ન રહે તેવું દઢ બને છે. તેથી જેમ જેમ તત્ત્વપ્રીતિકર પાણીનું મહાત્મા પાન કરે છે તેમ તેમ સૂક્ષ્મ-સૂક્ષ્મતર મિથ્યાત્વનો નાશ થાય છે. વળી, અહીં=જીવતા રોગ મટાડવાના ઔષધમાં, પરમાત્ર ચારિત્ર જાણવું અને તેનું જ=ચારિત્રનું જ, સદ્અનુષ્ઠાન, ધર્મ, સામાયિક, વિરતિ, ઈત્યાદિ પર્યાયો છે. તત્ત્વનો બોધ થયા પછી સ્વભૂમિકા અનુસાર મોહનાશનું કારણ બને એવું જે સર્મનુષ્ઠાનનું સેવન તે ચારિત્ર છે અને તે સેવનથી આત્મામાં જેટલા અંશથી મોહની અનાકુળતા પ્રગટ થાય તે મોહની અનાકુળતા ચારિત્ર છે. અને તે ચારિત્રનો પરિણામ સમભાવ સ્વરૂપ હોવાથી સામાયિક છે અર્થાત્ સુખ-દુઃખ, શત્રુમિત્ર, જીવન-મૃત્યુ સર્વ ભાવોથી સમાન પરિણામ રહે તેવી જીવની પરિણતિનો રાગાત્મક ઉપયોગ સમભાવ છે. જેમ પોતાને ઇષ્ટ ખાદ્યપદાર્થોમાં ઉપયોગ વર્તતો હોય ત્યારે તેના રાગને કારણે તે પદાર્થોનું આકર્ષણ અધિક અધિક થાય છે તેમ સમભાવના સ્વરૂપના પર્યાલોચનપૂર્વક સમભાવ પ્રત્યે વર્તતો રાગાત્મક ઉપયોગ સામાયિકના પરિણામને અતિશય-અતિશયતર કરે છે જે ચારિત્રરૂપ છે. વળી, તે સામાયિકનો પરિણામ પાપની વિરતિરૂપ છે; કેમ કે અસમભાવના પરિણામથી સર્વ પાપોની પ્રવૃત્તિ છે. તે અસમભાવના પરિણામથી જન્ય પાપની પ્રવૃત્તિ પૂર્વમાં જીવ કરતો હોય તે પાપની વિરતિ સમભાવના પરિણામથી પ્રગટ થાય છે. માટે જેમ જેમ સમભાવનાનો પરિણામ પ્રકર્ષવાળો થાય છે તેમ તેમ પાપની વિરતિ અતિશય થાય છે. તે જ=સઅનુષ્ઠાન આદિના પર્યાય સ્વરૂપ ચારિત્ર જ, મોક્ષલક્ષણ મહાકલ્યાણનું અવ્યવહિત કારણપણું હોવાથી મહાકલ્યાણ કહેવાય છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ સમ્યજ્ઞાન સમ્યગુરુચિ પ્રગટ કરે છે. સમ્યગુ રુચિ મોક્ષને અનુકૂળ સમભાવનો યત્ન કરાવે તેવાં ઉચિત અનુષ્ઠાનોમાં યત્ન કરાવે છે. અને તે અનુષ્ઠાનોના સેવનથી પ્રગટ થયેલ સમભાવનો પરિણામ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષમાં વિશ્રાંત થાય છે. તેથી મહાકલ્યાણનું અવ્યવહિત કારણ ચારિત્ર છે અને વ્યવહિત કારણ જ્ઞાન, દર્શન છે. તેથી અવ્યવહિત કારણ એવા ચારિત્રને મહાકલ્યાણ કહેવાય છે. અને તે જ=આ મહાકલ્યાણરૂપ પરમાત્ત જ, રાગાદિ રૂપ મહાવ્યાધિના સમૂહને મૂળ સહિત ઘાતને કરે છે અર્થાત્ તે પરમાત્ત રાગાદિ મહાવ્યાધિનો એ રીતે નાશ કરે છે જેથી ફરી ક્યારેય તે વ્યાધિ પ્રગટ ન થાય એ પ્રકારે વ્યાધિના મૂળ સહિત વ્યાધિનો નાશ કરે છે. અને તે જ મહાકલ્યાણરૂપ ચારિત્ર જ, વર્ણની પુષ્ટિ, ધૃતિ, બળ, મનપ્રસાદ, જિત્ય, વયસ્તંભ, સવીર્યતાતુલ્ય સમસ્ત આત્મગુણોને આવિર્ભાવ કરે છે. કઈ રીતે ચારિત્ર સુંદર પરમાત્રની જેમ આત્મગુણોને આવિર્ભાવ કરે છે ? તે ‘તથાદિથી સ્પષ્ટ કરે છે – તે જીવમાં વર્તમાન એવું ચારિત્ર વૈર્યનો પ્રભાવ છે=મોહની સામે લડવાને અનુકૂળ ઘેર્ય પ્રગટ કરે છે. ઔદાર્યનું કારણ છે=બધા જીવ પ્રત્યે સમભાવના પરિણામરૂપ ચારિત્ર હોવાથી બધાનું હિત કરે તેવા ઔદાર્યનું કારણ છે. ગાંભીર્યની આકર છેeખાણ છે. અર્થાત્ જેમ જેમ ચારિત્ર પરિણમન પામે છે, તેમ તેમ જીવ ગંભીરતાપૂર્વક આત્માના સૂક્ષ્મભાવો જોવા માટે સમર્થ બને છે તેથી ચારિત્ર ગાંભીર્યની ખાણ છે. પ્રશમનું શરીર છે અર્થાત્ જેમ જેમ ચારિત્ર આત્મામાં પ્રગટે છે, તેમ તેમ જીવ કષાયોના પ્રશમ પરિણામવાળો બને છે. વૈરાગ્યનું સ્વરૂપ છે=જેમ જેમ ચારિત્ર પરિણમન પામે છે તેમ તેમ જીવ બાહ્યપદાર્થો પ્રત્યે વિરક્ત થાય છે તેથી ચારિત્ર વૈરાગ્યનું સ્વરૂપ છે. વીર્યઉત્કર્ષનો અતુલ હેતુ છે જેમ જેમ ચારિત્ર પરિણમન પામે છે તેમ તેમ ઉપસર્ગો અને પરિષહોથી જીવ ક્ષોભ ન પામે તેવો અતુલ બળવાળો થાય છે. તેથી ચારિત્ર વીર્યના ઉત્કર્ષનો હેતુ છે. નિર્બદ્ધતાનો આશ્રય છે જેમ જેમ ચારિત્ર પરિણમન પામે છે તેમ તેમ રાગ-દ્વેષ, રતિ-અરતિ વગેરે દ્વજો ચિત્તમાંથી નષ્ટ-નખતર થાય છે, તેથી ચારિત્ર નિર્બદ્ધતાનો આશ્રય છે. ચિત્તના નિર્વાણનું કુલમંદિર છે જેમ જેમ ચારિત્રનો પરિણામ આત્મામાં સ્થિર થાય છે તેમ તેમ ચિત્ત નિમિત્તોને પામીને વિષયોમાં ગતિશીલ પરિણામવાળું હતું તે શાંત શાંતતર થાય છે તેથી ચિત્તના નિર્વાણનું કુલમંદિર ચારિત્ર છે. દયાદિ ગુણરત્નોની ઉત્પત્તિભૂમિ છે આત્માની દયા, જગતના જીવોની દયા આદિ ગુણોની ઉત્પત્તિ ચારિત્રના બળથી થાય છે તેથી ચારિત્ર તે સર્વગુણોની ઉત્પત્તિની ભૂમિ છે. આવા વડે શું? આટલા ગુણો વડે શું? જે તે અનંતજ્ઞાન, દર્શન, વીર્ય, આનંદથી પરિપૂર્ણ, અક્ષય, અવ્યય, અવ્યાબાધ એવું ધામ=મુક્ત અવસ્થારૂપ ધામ, તે પણ તત્ સંપાદિત છે=ચારિત્રથી જ પ્રાપ્ત થાય તેમ છે. આથી અજરામરપણું પણ તે ચારિત્ર, ઉત્પન્ન કરે છે, એ પ્રમાણે કહેવાય છે. તે કારણથી તે ધર્માચાર્યને સુદૂર પણ વિચારીને આ દ્રમકતા રોગના ઉપશમનું કારણ વિમલાલોક અંજનાદિ છે તેમ સ્મરણ થયું તે કારણથી, આને=આ જીવને, આ જ્ઞાન-દર્શન-ચારિત્રત્રયથી સમ્યગ્ પ્રકારે પ્રારંભ કરાવીને-સંવેગ ઉત્પન્ન કરીને, ક્લિષ્ટ કર્મજાળોથી હું મુક્ત કરું એ પ્રમાણે સદ્ધર્મગુરુ પણ ચિત્તમાં અવધારણ કરે છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ उपनय : २४३ प्रसह्य अञ्जनप्रयोगः ततो यथा तेन रसवतीपतिना 'शलाकाग्रे तदञ्जनं विन्यस्य तस्य द्रमकस्य गाढमाधून तो ग्रीवामञ्जिते लोचने, तदनन्तरमेव तेन प्रह्लादकतया शीततयाऽचिन्त्यगुणयोगितया चाञ्जनस्य पुनश्चेतना लब्धा, ततश्चोन्मीलितं चक्षुः, प्रशान्ता मनाङ् नेत्रबाधा, विस्मितेन च तेन किमेतदिति चिन्तितं' तदत्रैवं योजनीयं - यदाऽयं जीवः प्रथमं प्रतिपद्य भद्रकभावं, रोचयित्वा भगवच्छासनं, नमस्कृत्त्यार्हबिम्बानि, पर्युपास्य साधुलोकं, विधाय धर्मपदार्थजिज्ञासां, कृत्वा दानादिप्रवृत्तिमुत्पाद्य धर्मगुरूणामात्मविषयां पात्रबुद्धिं पुनः क्लिष्टकर्मोदयेन विस्तरधर्मदेशनादिकं किञ्चिन्निमित्तमासाद्य परिभ्रष्टपरिणामो भवति, ततश्च न गच्छति चैत्यालये, नाऽऽलीयते साधूपाश्रये, न वन्दते दृष्टमपि साधुलोकं, नामन्त्रयति श्रावकजनं, निवारयति स्वगृहे दानादिप्रवृत्तिं, पलायते दूरदृष्टेभ्योऽपि धर्मगुरुभ्यः, विधत्ते पृष्ठतस्तदवर्णवादादिकं, ततस्तं तथाभूतं नष्टविवेकचेतनमवगम्य गुरवः स्वबुद्धिशलाकायां तत्प्रतिबोधोपायाञ्जनं निदधते, कथम् ? बहिर्भूम्यादौ कथञ्चिदकाण्डदृष्टस्य कुर्वन्ति प्रियसंभाषणं, दर्शयन्ति हितबुद्धि, प्रख्यापयन्त्याञ्जसभावं उत्पादयन्त्यविप्रतारकप्रत्ययं पुरुषविशेषं तद्भावं चोपलक्ष्य वदन्ति च - 'भद्र ! किं नागम्यते साधूपाश्रये ? किन विधीयते भवताऽऽत्महितम् ? किं विफलीक्रियते मनुष्यभवः ? किन विज्ञायते शुभाशुभविशेषः ? किमित्यनुभूयते पशुभावो भवता ? वयं हि भवत एवेदं पथ्यमिति भूयो भूयोऽभिदध्महे, तदिदं सर्वं शलाकाञ्जनस्थापनकल्पं विज्ञेयं, सज्ज्ञानहेतुतया कारणे कार्योपचारादिति' । तदेतदाकर्ण्य ततोऽसौ अष्टोत्तराणि विरचयन्त्रेवं ब्रूयात् - भो भोः श्रमणाः ! गाढमक्षणिकोऽहं, न सरति मे भगवत्समीपमागच्छतो, निर्व्यापाराणां हि धर्मचिन्ता भवति, मादृशां पुनरन्यत्र गतानां सीदति कुटुम्बादिकं, न प्रवर्त्तते गृहेतिकर्त्तव्यतेति, न वहति वाणिज्यं, न संपद्यते राजसेवा, विस्तरयति कृषिकर्मादिकमिति । तदेतत्समस्तं शिरोधूननमभिधीयते । पनार्थ : દ્રમકને પ્રકટપણે અંજનનો પ્રયોગ ત્યારપછી=તે મહાનસનિયુક્ત તે દ્રમકના રોગનો ઉપાય વિમલાલોક આદિ છે તેમ નિર્ણય કર્યો ત્યારપછી, તે રસોઈયા વડે ‘શલાકાના અગ્રમાં તે અંજનને સ્થાપન કરીને ગ્રીવાને ગાઢ આધૂનન કરતા તે દ્રમકની=અંજન આંજવા માટે નિષેધ કરતા એવા તે ભિખારીતી, બે આંખોને અંજિત કરાઈ. તઅનંતર જ=ચક્ષુમાં અંજન આંજ્યું તઅનંતર જ, અંજનનું પ્રહ્લાદકપણું હોવાથી, શીતલપણું હોવાથી અને અચિંત્યગુણયોગીપણું હોવાથી ફરી તેના વડે=તે દ્રમક વડે, ચેતના પ્રાપ્ત थ. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ વિમલાલોક અંજન સ્વભાવથી જ આત્માને તત્ત્વનો બોધ કરાવનાર હોવાથી જેને યથાર્થ બોધ થાય છે તેનામાં આનંદ ઉત્પન્ન થાય છે. વળી, તે સમ્યજ્ઞાન આત્માને તત્ત્વનું યથાર્થ દર્શન કરાવનાર હોવાથી મોહની આકુળતાનું શમન કરનાર હોવાથી શીતલ છે અને જે જીવોને સંસારનું વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય છે તે જીવોમાં સમ્યજ્ઞાન અચિંત્યગુણોને ઉત્પન્ન કરે છે. જેથી તે જીવ પૂર્વમાં તત્ત્વને અભિમુખ થયા પછી તત્ત્વથી વિમુખ પરિણામ રૂપ નષ્ટ ચેતનાવાળો હતો તેને ફરી ચેતના પ્રાપ્ત થઈ. તેથી ચક્ષુને કંઈક ઉઘાડે છેeતત્વને અભિમુખ જોવા માટે અંતરચ કંઈક પ્રગટ થાય છે. થોડીક નેત્રની બાધા પ્રશાંત થાય છે=આત્માના હિતને અનુકૂળ તત્વને જોનારી જે દૃષ્ટિ તે રૂપ નેત્ર, તેને બાધા કરનાર જ્ઞાનાવરણીય કર્મ તે અલ્પ થવાથી કંઈક નેત્રની બાધા પ્રશાંત થાય છે. અને વિસ્મિત એવા તેના વડે તે ભિખારી વડે આ શું છે? તે પ્રમાણે વિચાર કરાયો. અર્થાત્ તે અંજનના પ્રભાવને જોઈને વિસ્મિત થયેલા તે દ્રમક વડે આ અંજન શું છે? એ પ્રકારે વિચાર કરાયું. તે અહીં પ્રસ્તુત જીવમાં, આ રીતે યોજત કરવું દષ્ટાંતમાં કહેલ કથન પ્રસ્તુત જીવમાં આગળમાં કહે છે એ રીતે યોજન કરવું, જ્યારે આ જીવ પ્રથમ ભદ્રકભાવને પામીને ભગવાનના શાસનની રુચિ કરીને, અરિહંતના બિંબોને નમસ્કાર કરીને, સાધુલોકની પર્યાપાસના કરીને, ધર્મપદાર્થની જિજ્ઞાસાને કરીને, દાનાદિ પ્રવૃત્તિ કરીને, ધર્મગ્ર આત્મ વિષયક પાત્રબુદ્ધિને ઉત્પન્ન કરીને, ફરી ક્લિષ્ટકર્મના ઉદયથી વિસ્તારવાળી ધર્મદેશનાદિ કોઈક નિમિત્તને પામીને પરિભ્રષ્ટ પરિણામવાળો થાય છે. તેથી ચૈત્યાલયમાં જતો નથી. સાધુના ઉપાશ્રયમાં આવતો નથી. જોયેલા પણ સાધુને વંદન કરતો નથી. શ્રાવકજનને આમંત્રણ આપતો નથી. સ્વઘરમાં દાનાદિ પ્રવૃત્તિનું નિવારણ કરે છે. દૂરથી જોયેલા પણ ધર્મગુરુથી પલાયન થાય છે. પાછળથી તેમના અવÍવાદાદિકને કરે છે. તેથી તેવા પ્રકારના નષ્ટવિવેક ચેતનવાળા તેને જાણીને ગુરુ સ્વબુદ્ધિરૂપી શલાકામાં તેના પ્રતિબોધતના ઉપાયરૂપ અંજનને સ્થાપન કરે છે. પૂર્વમાં તત્ત્વજિજ્ઞાસા થયા પછી પાછળથી જીવો અનેક તત્ત્વને વિમુખ રીતે થાય છે, તેમ પ્રસ્તુતમાં પણ બતાવ્યું તે રીતે આ જીવ પ્રથમ ભદ્રકભાવવાળો થાય છે ત્યારે ભગવાનનું શાસન ગમે છે, ધર્માનુષ્ઠાનો ગમે છે, શાસ્ત્રોના પદાર્થોને સૂક્ષ્મ જાણવાની જિજ્ઞાસાવાળો બને છે, છતાં કોઈક ક્લિષ્ટકર્મનો ઉદય હોય તો વિસ્તારથી દેશના આદિ કોઈક નિમિત્તને પામીને ધર્મથી પરિભ્રષ્ટ પરિણામવાળો થાય છે. કેવી રીતે ગરુ સ્વબુદ્ધિરૂપી શલાકામાં તેના પ્રતિબોધતા ઉપાયરૂપ અંજનને સ્થાપત કરે છે ? તે બતાવે છે. બહિર્ભુમિ આદિમાં ક્યારેક અકસ્માત જોયેલા તેને પ્રિય ભાષણ કરે છે. હિતબુદ્ધિ બતાવે છે. આંજસભાવને બતાવે છે–પોતે કોઈક સ્પૃહા વગરના છે તે પ્રકારનો બોધ થાય તે પ્રકારે તેને બોલાવે છે. અવિપ્રતારક પ્રત્યયને–પોતે ઠગનારા નથી એવા પ્રકારના વિશ્ર્વાસને, ઉત્પન્ન કરાવે છે. પુરુષવિશેષને તે જીવની પ્રકૃતિવિશેષને અને તેના ભાવને જાણીને કહે છે. શું કહે છે? તે બતાવે છે. “હે ભદ્ર ! કેમ સાધુના ઉપાશ્રયમાં આવતો નથી ? કેમ તારા વડે આત્મહિત કરાતું નથી ? કેમ મનુષ્યભવ વિફલ કરાય છે ? કેમ શુભાશુભ વિશેષ વિચારતું નથી=આત્મા માટે શું કૃત્ય શુભ છે, શું અશુભ છે તેને વિશેષ વિચારાતુ નથી. કેમ તારા વડે પશુભાવ અનુભવાય છે ? પશુઓની જેમ Page #268 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૪૫ આત્મહિતની ઉપેક્ષા કરીને જીવન વ્યય કરાય છે. ? અને તને આ પથ્ય છે=સેવા માટે હિતકારી છે, એ પ્રમાણે ફરી ફરી કહીએ છીએ. તે આ સર્વ શલાકામાં અંજા સ્થાપન તુલ્ય જાણવું; કેમ કે સમ્યજ્ઞાનના હેતુપણાથી=આ વચનના શ્રવણની ક્રિયા એ જીવ માટે સમ્યજ્ઞાનનો હેતુ હોવાને કારણે, કારણમાં કાર્યનો ઉપચાર કરીને શલાકા ઉપર અંજા સ્થાપન તુલ્ય છે તેમ કહેવાય છે. પૂર્વમાં કહ્યું એ રીતે વિસ્તારથી ધર્મદેશના આદિના નિમિત્તે કોઈક જીવનો પરિણામ ધર્મથી વિમુખ થયેલો હોય તેવા જીવને કેવલ માર્ગમાં લાવવાની એક બુદ્ધિથી મહાત્મા પ્રયત્ન કરતા ક્યારેક અકસ્માત રસ્તામાં તે સન્મુખ પ્રાપ્ત થાય ત્યારે તેની સાથે તે પ્રકારનું પ્રિય ભાષણ કરે છે. જેથી કંઈક સન્મુખભાવ તે જીવમાં પ્રગટ થાય. વળી, પોતે કેવલ તેના હિત અર્થે જ ઉપદેશ આપે છે તેવી બુદ્ધિ ઉત્પન્ન થાય તે રીતે તેની સાથે સંભાષણ કરે છે. અને તે મહાત્માના વચનથી તેને વિશ્વાસ પેદા થાય કે આ મહાત્મા મને ઠગવા ઇચ્છતા નથી. પરંતુ કેવલ મારા હિતબુદ્ધિથી જ મારી સાથે સંભાષણ કરે છે. અને તે સંભાષણ દ્વારા જ્યારે તે મહાત્માને જણાયકઆ જીવને અમે ઠગનારા નથી તેવો પ્રામાણિક પરિણામ થયો છે એવું જણાય, ત્યારપછી તેને કહે છે કે ઉપાશ્રય કેમ આવતો નથી ? સર્વ કથન દ્વારા ફરી તે જીવમાં તત્ત્વજિજ્ઞાસા ઉત્પન્ન વો યત્ન તે મહાત્મા કરે છે. જે બદ્ધિરૂપી શલાકા ઉપર અંજન સ્થાપન તુલ્ય છે. જેમ તે ભિખારીને તે રસોઈયાએ તેની ડોકને પકડીને અંજન યત્ન કર્યો તેના પૂર્વે શલાકા ઉપર અંજન ગ્રહણ કર્યું. તેના જેવું આ સર્વ કૃત્ય મહાત્માનું છે; કેમ કે મહાત્માઓ પોતાની નિર્મળમતિથી તે જીવની યથાર્થ પ્રકૃતિ જાણીને કઈ રીતે તે જીવ ફરી જિજ્ઞાસાવાળો થાય તેને અનુરૂપ આ સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે. અને આ રીતે કર્યા પછી જ્યારે તે જીવ ફરી ઉપાશ્રયમાં આવતો થાય ત્યારે તેના ચક્ષુમાં તે મહાત્મા અંજન આંજશે. તેમ આગળ સાથે સંબંધ છે. તે આ સર્વ સાંભળીને મહાત્માએ રસ્તામાં અકસ્માત મળેલા એવા તેને જે હિતકારી વચનો કહ્યાં તે આ સર્વ સાંભળીને, ત્યારપછી આ જીવ આઠ પ્રકારના ઉત્તરોની રચના કરતો આ પ્રમાણે બોલે છે, “હે મહાત્માઓ ! હું ગાઢ અક્ષણિક છું પ્રવૃત્તિવાળો છું, તમારા સમીપમાં આવતા મારું કાર્ય સરતું નથી=મારાં ગૃહકાર્ય પૂર્ણ થતાં નથી. હિં=જે કારણથી, તિવ્યપારવાળા જીવોને નિવૃત્ત થયેલા જીવોને, ધર્મચિંતા થાય છે, વળી અન્યત્ર ગયેલા મારા જેવાનું ધન-અર્જનને છોડીને ધર્મવ્યાપારમાં ગયેલા મારા જેવાનું, કુટુમ્બાદિ સીદાય છે. ગૃહતી ઈતિકર્તવ્યતાગૃહવિષયક ઉચિત કાર્યો પ્રવર્તતાં નથી. વાણિજ્ય વહન થતું નથી, રાજસેવા પ્રાપ્ત થતી નથી. કૃષિકર્મઆદિ વિસ્તાર પામતાં નથી=સમ્યમ્ થતાં નથી. અર્થાત્ જે જીવતી જે પ્રકારની ધન-અર્જનઆદિતી પ્રવૃત્તિ હોય તેને અનુરૂપ જુદા જુદા ઉત્તરો આપીને તે જીવ સંસાધુને ધર્મપ્રવૃત્તિમાં આગ્રહથી દૂર રાખવા યત્ન કરે છે. તે આ સર્વ શિરોધૂનન કહેવાય છે જેમ એ ભિખારી અંજન આંજવા માટે નિષેધ કરે છે તેમ આ જીવ પણ ધર્મ પ્રત્યે ઉપેક્ષાવાળો થવાથી મહાત્મા પાસે આવવાની ઉપેક્ષા કરે છે. ઉત્તમપુરૂષો શિષ્યના મોહથી, ભક્તવર્ગની આશાથી કે અન્ય કોઈ પ્રયોજનથી માર્ગમાં રહેલા તેને ઉપાશ્રય આવવાનું કહેતા નથી. પરંતુ તત્ત્વસમ્મુખ થયા પછી પણ વિમુખ થયેલો જીવ જો આત્મહિત નહીં સાધે તો દુર્ગતિમાં જશે તેથી માત્ર તે જીવની કરુણાને સામે રાખીને કહે છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ઉપનય : पुनर्बाधारम्भः ततस्तद्वचनमाकर्ण्य करुणापरीतहृदयाः सद्धर्मगुरवो यास्यत्येष वराकोऽकृतपुण्यकर्मा दुर्गतिमित्यतो नोपेक्षणीय इत्यालोच्येत्थमाचक्षीरन्-वत्स ! यद्यप्येवं तथापि मदनुरोधेन क्रियतां यदहं वच्मि तद्वचनमेकं, द्रष्टव्यास्त्वयाऽहोरात्रमध्येऽवश्यंतयोपाश्रयमागत्य सकृत्साधव इति गृह्यतामभिग्रहो, नान्यदहं किञ्चिदपि भवन्तं भणिष्यामि, ततोऽसौ का गतिः प्रतिप्रवेशे पतित इत्यालोच्य तमभिग्रहं गृह्णीयात्, तदिदं सद्गुरुवचनप्रतिपत्तिकरणं प्राग्वल्लोचनाञ्जनपातनतुल्यं बोद्धव्यं ततस्तत्प्रभृति तदुपाश्रयं गच्छतः प्रतिदिनं सुसाधुसंपर्केण तेषां निष्कृत्रिमानुष्ठानदर्शनेन निःस्पृहतादिगुणानालोकयतो निजपापपरमाणुदलनेन च तस्य या विवेककला संपद्यते सा नष्टा सती चेतना पुनरागता इत्यभिधीयते, यत्तु भूयो भूयो धर्मपदार्थजिज्ञासनं तन्नयनोन्मीलनकल्पं विज्ञेयं, यस्तु प्रतिक्षणमज्ञानविलयः स नेत्ररोगबाधोपशमतुल्यो मन्तव्यः, यः पुनर्बोधसद्भावे मनाक् चित्ततोषः स विस्मयकारोऽवगन्तव्यः। ઉપનયાર્થ : આચાર્ય ભગવંત દ્વારા દ્રમકને પુનઃ પ્રતિબોધનો આરંભ તેથી તેનું વચન સાંભળીને માર્ગમાં રહેલા તે જીવનું વચન સાંભળીને, કરુણાથી યુક્ત હદયવાળા સદ્ધર્મગુરુઓ “આ રાંકડો અકૃત પુણ્યકર્મવાળો દુર્ગતિમાં જશે એથી ઉપેક્ષા કરવા યોગ્ય નથી” એ પ્રકારે આલોચન કરીને આ પ્રમાણે કહે છે “હે વત્સ ! જોકે આ પ્રમાણે છે તને ગૃહકાર્ય અને ધન-અર્જનાદિ કાર્ય વિશેષથી છે તેથી સમયનો અવકાશ નથી એ રીતે છે, તો પણ મારા અનુરોધથી જે હું કહું છું તે એક વચન તું કર, તારા વડે અહોરાત્રિ મધ્યે અવશ્યપણાથી ઉપાશ્રય આવીને એક વાર સાધુનાં દર્શન કરવાં જોઈએ એ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કર, અવ્ય હું કંઈપણ તને કહીશ નહીં, તેથી આ જીવ પ્રતિપ્રવેશમાં પતિત એવા મારી શું ગતિ છે ? એ પ્રકારે આલોચન કરીને તે અભિગ્રહને ગ્રહણ કરે છે માર્ગમાં ગુરુ સાથે ભેગો થઈ ગયેલ છું તેથી જ્યારે તેઓ આ પ્રકારનો આગ્રહ કરે છે તે વખતે તેમના વચનને સ્વીકાર્યા વગર અન્ય શું ઉપાય છે? એ પ્રમાણે વિચારીને તે અભિગ્રહને ગ્રહણ કરે છે. તે આ સદ્ગુરુના વચનનો સ્વીકાર પૂર્વની જેમ લોચનમાં અંજનના પાતન તુલ્ય જાણવું=જેમ પૂર્વમાં ક્યારેક ક્યારેક ઉપાશ્રય આવતો હતો છતાં તત્ત્વજિજ્ઞાસા વગરનો હતો અને કોઈક નિમિત્તથી તત્વને અભિમુખ થાય છે ત્યારે તેના ચક્ષમાં ભગવાનના વચનરૂપ અંજનનો પાત થયેલ અને પાછળથી નષ્ટ ચેતનાવાળો થયો તેમ ગુરુના વચનના શ્રવણથી કંઈક તેમના વચનને અભિમુખ કરવાના પરિણામવાળો થયો તે તેના ચક્ષમાં ભગવાનનું વચન કંઈક સ્પર્શે તેવી ભૂમિકા સર્જન થઈ. જેમ વંકચૂલ રાજકુમાર પલ્લીપતિ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ થઈને લૂંટફાટ આદિ કરતો અને મહાત્માને ચાતુર્માસ પછી વળાવવા જાય છે ત્યારે તે મહાત્માને તેની યોગ્યતા જણાઈ તેથી તે તત્વને સન્મુખ બને છે તેમ પ્રસ્તુતમાં સદ્ગુરુના વચનને સ્વીકારીને પ્રતિદિન ઉપાશ્રયના આગમનનો સ્વીકાર કર્યો જેનાથી તત્ત્વને અભિમુખ એવું ચિત્ત કંઈક થયું. તેથી વિમલાલોક અંજનના પાતન તુલ્ય આ સદ્ગુરુના વચનનો સ્વીકાર થયો, ત્યારપછી ત્યારથી માડી=અભિગ્રહ ગ્રહણ કર્યો ત્યારથી માંડીને, તેમના ઉપાશ્રય જતાં મહાત્માના સ્થાને જતાં, પ્રતિદિવસ સુસાધુના સંપર્કથી તેઓના નિવૃત્રિમ અનુષ્ઠાનના દર્શનથી શાંતચિત્તપૂર્વક સાધ્વાચારના દર્શનથી, નિઃસ્પૃહતાદિ ગુણના આલોકનથી તે જીવ મહાત્મા પાસે દર્શન અર્થે આવે છે ત્યારે કોઈ જાતની સ્પૃહા વગર તેના હિતની ઉચિત સંભાષણ આદિ કરે છે તેને જોવાથી, અને પોતાના પાપપરમાણુના દલનથી સુસાધુના દર્શનકાળમાં જે તેઓના ગુણો પ્રત્યેનો રાગ થાય છે તેનાથી તત્ત્વને જોવામાં પ્રતિબંધક એવા પાપપરમાણુના દલનથી, તેને જે વિવેકકલા પ્રાપ્ત થાય છે ગુણોના પક્ષપાત રૂપ નિર્મળ ચક્ષ પ્રાપ્ત થાય છે. તે નષ્ટ થયેલી ચેતના કરી આવેલી કહેવાય છે=જેમ તે મકને ચક્ષરોગને કારણે નષ્ટ થયેલી ચેતના વિમલાલોકના અંજનથી ફરી પ્રાપ્ત થઈ તેમ પ્રસ્તુત જીવને પણ તત્વને અભિમુખ થાય તેવી નષ્ટ થયેલી ચેતના ફરી પ્રાપ્ત થાય છે. અને વળી, જે ફરી ફરી ધર્મપદાર્થની જિજ્ઞાસા તે નયન ઉભીલન કલ્પ જાણવું=જેમ તે ભિખારી વિમલાલોક અંજનને કારણે કંઈક રોગ અલ્પ થવાથી ચક્ષને ઉઘાડે છે તેમ તે જીવ પણ ફરી ફરી માતાપિતાદિ રૂપ ધર્મ છે એ પ્રકારના ગુણોથી બતાવાયેલ ધર્મના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસાવાળો થાય છે તે નયનતા ઉભીલન જેવું જાણવું. વળી, જે પ્રતિક્ષણ અજ્ઞાનનું વિલય તે નેત્રરોગબાપાના ઉપશમતુલ્ય જાણવું=જેમ તે ભિખારીને અંજનથી નયનના ઉમૂલનને કારણે, તે અંજનના પ્રભાવથી પ્રતિક્ષણ તે નેત્રરૂપી રોગની બાધા શાંત થાય છે તેમ પ્રસ્તુત જીવ ધર્મજિજ્ઞાસાથી મહાત્માને પૃચ્છા કરે છે જેના કારણે મહાત્મા ધર્મના સ્વરૂપને તેની ભૂમિકાનુસાર જે કંઈ કહે છે અને મહાત્માની નિઃસ્પૃહતાદિ પ્રવૃત્તિને જોઈને જે કંઈ નિઃસ્પૃહતાદિભાવોનો સૂક્ષ્મબોધ થાય છે તે પ્રતિક્ષણ અજ્ઞાનના વિલયરૂપ નેત્રરોગના બાપાના ઉપશમતુલ્ય તે જીવમાં પ્રગટ થતું સૂક્ષ્મ મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ છે. અને જે વળી, બોધતા સદ્ભાવમાં=નેત્રરોગના શમનને કારણે નિસ્પૃહતાદિ ભાવ વિષયક બોધતા સદ્ભાવમાં, થોડો ચિત્તમાં તોષ છે તે વિસ્મયકાર જાણવો જેમ તે દ્રમક અંજનના બળથી કંઈક ચેતના પામે છે ત્યારે આ અંજન શું છે ? તે પ્રકારે વિસ્મયથી જુએ છે તેમ પ્રસ્તુત જીવને ગુરુના નિઃસ્પૃહતાદિ ગુણો પ્રત્યે ચિત્તનો તોષ થાય છે તે વિસ્મય આકાર સ્વરૂપ જાણવો. ઉપનય : अर्वाक्सम्यक्त्वाद् दशा यथा च तावति व्यतिकरे सम्पन्नेऽपि यत्तस्य द्रमकस्य तद्भिक्षारक्षणलक्षणमाकूतं बहुकालाभ्यस्ताभिनिवेशेन प्रवर्त्तमानं न निःशेषतयाऽद्यापि निवर्त्तते, तद्वशीभूतचित्तश्च तं पुरुषं तद्ग्राहितया Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ पुनः पुनः शङ्कते, ततो नष्टुमभिलषति तदिहापि सम्भवतीत्यवगन्तव्यं, तथाहि - यावदेषोऽद्यापि जीवः प्रशमसंवेगनिर्वेदानुकम्पास्तिक्याभिव्यक्तिलक्षणं नाधिगमजसम्यग्दर्शनमाप्नोति तावद् व्यवहारतः श्रुतमात्रप्राप्तावपि स्वल्पविवेकतयाऽस्यात्र धनविषयकलत्रादिके कदन्नकल्पे परमार्थबुद्धिर्न व्यावर्तते, तदभिभूतचेतनश्च स्वचित्तानुमानेनातिनिःस्पृहहृदयानपि मुनिपुङ्गवान्मामेते प्रत्यासन्नवर्तिनं किञ्चिन्मृगयिष्यन्त इत्येवं मुहुर्मुहुराशङ्कते, ततस्तैः सह गाढतरं परिचयं परिजिहीर्षन् न तत्समीपे चिरं तिष्ठतीति । ઉપનયાર્થ -- સમ્યગ્દર્શપ્રાપ્તિ પૂર્વે જીવની દશા અને જે પ્રમાણે તેટલો વ્યતિકર સંપન્ન થયે છતે પણ=ગુરુએ વિમલાલોક અંજન આંજ્યું તેથી ચેતના પ્રગટ થઈ તેટલો વ્યતિકર સંપન્ન થયે છતે પણ, તે દ્રમકને બહુકાલના અભ્યસ્ત અભિનિવેશને કારણે જે તે ભિક્ષાના રક્ષણમાં પ્રવર્તતો અભિપ્રાય નિઃશેષપણાથી=સંપૂર્ણપણાથી, હજુ પણ નિવર્તન પામતો નથી. અર્થાત્ કંઈક તત્ત્વ વિષયકબોધ થયો, ગુરુના નિઃસ્પૃહતાદિ ગુણો દેખાયા તોપણ તે જીવને પોતાના તુચ્છ ભોગોના રક્ષણનો પરિણામ ઘણા કાલથી અભ્યસ્ત અભિનિવેશને કારણે પ્રવર્તતો કાંઈક અલ્પ થવા છતાં સંપૂર્ણ ગયો નથી અને તેના વશીભૂત થયેલા ચિત્તવાળો=પોતાના ભોગોના રક્ષણના વશીભૂત થયેલા ચિત્તવાળો, તે પુરુષને તેના ગ્રાહીપણા વડે ફરી ફરી શંકા કરે છે. તેથી નાસી જ્વાની અભિલાષા કરે છે. તે=એ પ્રમાણે જે કથાનકમાં કહ્યું તે, અહીં પણ=તત્ત્વને અભિમુખ થયેલા જીવમાં પણ સંભવે છે એ પ્રમાણે જાણવું. તે આ પ્રમાણે – જ્યાં સુધી આ જીવ હજી પણ પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યની અભિવ્યક્તિ રૂપ અધિગમ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરતો નથી, ત્યાં સુધી વ્યવહારથી શ્રુતમાત્રની પ્રાપ્તિમાં પણ સ્વલ્પ વિવેકપણું હોવાને કારણે, આવે=આ જીવને, અહીં=સંસારમાં, કદન્ન જેવા ધન, વિષય, સ્ત્રીઆદિના વિષયમાં પરમાર્થબુદ્ધિ વ્યાવર્તન પામતી નથી. જ્યાં સુધી ઉપદેશકના વચનથી સંપૂર્ણ નિરાકુલ ચેતના આત્માની સુંદર અવસ્થા છે તેવો સૂક્ષ્મબોધ થતો નથી, ત્યાં સુધી શાસ્ત્રવચનના શ્રવણથી થનાર અધિગમ સમ્યગ્દર્શન તેને પ્રાપ્ત થતું નથી, તેથી અનંતાનુબંધી કષાયના પ્રશમજન્ય નિરાકુલ ચેતનાના સુખનું સ્પષ્ટ વેદન થતું નથી. ફક્ત કંઈક કષાયની મંદતાને કારણે ધર્મને અભિમુખ ભાવ થયો છે અને પ્રશમનો પરિણામ પ્રગટ થયેલો નહીં હોવાથી સર્વ ઉદ્યમથી સંસારનો અંત કરીને મુક્ત અવસ્થાની પ્રાપ્તિની ઉત્કટ ઇચ્છા થાય તેવો સંવેગનો પરિણામ થતો નથી. પરંતુ કંઈક તત્ત્વને અભિમુખ થયેલો હોવાથી પરલોક અર્થે કંઈક હિતચિંતાનો પરિણામ થાય છે. વળી, સંસાર ચારગતિના પરિભ્રમણરૂપ છે. ઇત્યાદિ સાંભળીને કંઈક સંસારથી નિર્વેદ થયેલો હોવા છતાં સર્વ ઉદ્યમથી સંસારનો ઉચ્છેદ કરવો જોઈએ; કેમ કે સંસારનું સ્વરૂપ અત્યંત રૌદ્ર છે. એ પ્રકારનો નિર્વેદનો પરિણામ આ Page #272 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૪૯ જીવને થતો નથી. આથી જ ધર્મબુદ્ધિને કારણે કંઈક જીવો પ્રત્યે અનુકંપા હોવા છતાં સૂક્ષ્મબોધપૂર્વકની અનુકંપા પ્રગટી નથી; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવને કઈ રીતે યોગ્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય તેવી ભાવઅનુકંપાથી અનુવિદ્ધ દ્રવ્યઅનુકંપા હોય છે. અને તેવો સૂક્ષ્મબોધ નહીં હોવાથી તેવી અનુકંપા તે જીવમાં પ્રગટ થઈ નથી. વળી, પોતાનો આત્મા શાશ્વત છે. ઇત્યાદિ મહાત્મા પાસે સાંભળીને કંઈક આસ્તિક્યનો પરિણામ વિદ્યમાન હોવા છતાં સર્વકર્મથી મુક્ત એવો નિરાકુલ આત્મા જ સુખરૂપ છે. અને તે દેહાદિથી ભિન્ન છે. તેવા સૂક્ષ્મબોધપૂર્વકનો આસ્તિક્યનો પરિણામ પ્રગટ થયો નથી. તેથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પૂર્વે જીવને કંઈક ધર્મને અભિમુખ ભાવ હોવા છતાં સંસારના અનુકૂળ ભાવોમાં જ સુખ છે તે પ્રકારની પરમાર્થબુદ્ધિ નિવર્તન પામતી નથી. તેથી વ્યવહારથી કંઈક શાસ્ત્રનો બોધ હોવાથી અલ્પ વિવેક પ્રગટેલ છે તોપણ સુખ બાહ્યભોગસામગ્રીથી જ થાય છે એવું વ્યક્ત આ જીવને પ્રતીત થાય છે. તેથી કદન્ન જેવા ભોગાદિમાં પરમાર્થબુદ્ધિ વ્યાવર્તન પામતી નથી. અને તેનાથી અભિભૂત થયેલા ચેતનાવાળો સ્વચિતના અનુમાનથી અતિનિસ્પૃહ હદયવાળા મુનિઓને પ્રત્યાઘવર્તી એવા મને આ લોકો કંઈક માંગશે એ પ્રકારે વારંવાર આશંકા કરે છે. તેથી તેઓની સાથે તે મુનિઓની સાથે, ગાઢ પરિચયનો ત્યાગ કરવાની ઇચ્છાવાળો તે જીવ તેઓની સમીપે લાંબા સમય સુધી રહેતો નથી. કદન્ન એવા ભોગાદિમાં સુખ થાય છે તેવું સ્પષ્ટ વેદન છે. અને ધર્મની પ્રવૃત્તિમાં ઉપશમભાવનું સુખ છે જે સંસારના સુખ કરતાં અતિશયિત છે તેવો બોધ નહીં હોવાથી ભોગમાં પરમાર્થબુદ્ધિથી અભિભૂત થયેલો તે જીવ છે અને તેના કારણે જેમ પોતાને ધનાદિ સાર જણાય છે તેમ માનીને નિઃસ્પૃહ હૃદયવાળા એવા મુનિઓની પણ સાથે હું ગાઢ પરિચયવાળો થઈશ તો મારી પાસેથી ધનવ્યય કરાવીને આ સાધુઓ પોતાનું કાર્ય કરશે તેવી શંકા હોવાથી ઉપાશ્રયમાં આવતો હોવા છતાં સાધુઓ સાથે ગાઢ પરિચય કરીને તેમની પાસેથી તત્ત્વ જાણવા યત્ન કરતો નથી. આ પ્રકારના મંદમિથ્યાત્વકાળમાં જીવની કંઈક તત્ત્વને સન્મુખબુદ્ધિ હોવા છતાં ભોગાદિમાં સારબુદ્ધિ વર્તે છે. ____ उदकपानानिच्छोपनयः यत्पुनरभिहितं यदुत-स महानसनियुक्तकस्तं द्रमकमञ्जनमाहात्म्येन संजातचेतनमुपलभ्याभिहितवान् भद्र ! पिबेदमुदकं येन ते स्वस्थता सम्पद्यते, स तु न जानेऽनेन पीतेन मम किं संपत्स्यत इति शङ्काकुलाकूतस्तत्समस्ततापोपशमकारणमपि तत्त्वप्रीतिकरं तोयं न पातुमिच्छति स्म, ततस्तेन कृपापरीतचित्तेन बलात्कारेणापि हितं विधेयमिति मत्वा स्वसामर्थ्येन मुखमुद्घाट्य तस्य तत् सलिलं गालितं, ततस्तदास्वादनसमनन्तरं तस्य महोन्मादो नष्ट इव शेषरोगास्तानवं गता इव दाहार्तिरुपशान्तेवेतिकृत्वा स्वस्थचित्त इवासौ विभाव्यते स्म तदिदं जीवेऽपि समानमवगन्तव्यं, तत्र यदा गृहीतक्षणं सुसाधूपाश्रयमागच्छन्तं तत्सङ्घट्टेन संपन्नद्रव्यश्रुतमात्रतया सञ्जातविवेकलवं, विशिष्टतत्त्व Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ श्रद्धानविकलं, धनविषयादिषु परमार्थदर्शिनं, तन्मूर्छया सुसाधूनपि तन्मार्गणतया शङ्कमानं, अत एव प्रबन्धधर्मकथाऽऽकर्णनं परिहरन्तमेनं जीवमुपलभन्ते धर्मसूरयः तदा तेषां दयालुतया भवेदभिसन्धिःयदेष विशिष्टतरगुणभाजनं संपद्यतां ततस्ते क्वचित्समीपवर्तिनं तमवगम्य तस्याकर्णयतोऽन्यं जनमुद्दिश्य सम्यग्दर्शनगुणान् वर्णयन्ति, तस्य च दुर्लभतां प्रख्यापयन्ति, तदङ्गीकुर्वतां स्वर्गापवर्गादिकं फलमुपदर्शयन्ति, इहलोकेऽपि परमचित्तनिर्वाणकारणतां तस्य सूचयन्ति, तदेतत्सर्वं सञ्जातचैतन्यस्योदकनिमन्त्रणकल्पं विज्ञेयम्। ततोऽसौ सद्धर्मगुरुवचनं निशम्य दोलायमानबुद्धिरेवं चिन्तयेत्-एष श्रमणो बह्वस्यात्मीयसम्यग्दर्शनस्य गुणजातमुपवर्णयति, केवलं यदीदमहमङ्गीकरिष्ये ततो मामात्मवशवर्तिनमवबुध्य धनानादिकं प्रार्थयिष्यति, ततः किं प्रयोजनम् ? ममानेनादृष्टाशयाद् दृष्टत्यागलक्षणेनात्मवञ्चनेन ? इति विचिन्त्याकर्णश्रुतं कृत्वा तन्नाङ्गीकुरुते, तदिदमुदकनिमन्त्रितस्य तत्पानानिच्छासमानमवबोद्धव्यम्। તત્વમીતિકર પાણીના પાનની અનિચ્છાનો ઉપાય જે વળી કહેવાયું કથાનકમાં કહેવાયું, શું કહેવાયું ? તે ‘કુતથી બતાવે છે – તે મહાનસનિયુક્ત તે દ્રમુકને અંજનના માહાભ્યથી વિમલાલોક અંજનના માહાભ્યથી, થયેલા ચેતતવાળા જોઈને કહ્યું હે ભદ્ર ! આ ઉદક પાણી પી, જેથી તેને સ્વસ્થતા થશે કષાયોના સંતાપની કંઈક સ્વસ્થતા થશે. પરંતુ તે જાણતો નથી કે આ પીવાથી મને શું પ્રાપ્ત થશે. એ પ્રકારની શંકાથી યુક્ત એવો તે દ્રમક તેના સમસ્ત તાપના ઉપશમનું કારણ એવું પણ તત્વપ્રીતિકર પાણી પીવાને ઇચ્છતો નથી. તેથી કૃપાપરીત ચિત્તવાળા એવા તેમના વડે તે મહાત્મા વડે, બલાત્કારથી હિત કરવું જોઈએ એ પ્રમાણે માનીને સ્વસામર્થ્યથી તે મહાત્મા પોતાની કુશળતાથી, તેના મુખને ખોલીને તે પાણી નાખ્યું તેના મુખમાં પાણી નાખ્યું. તેથી તેના આસ્વાદન સમાંતર તે શીતલ પાણીના આસ્વાદન પછી તેનો મહામોહનો ઉન્માદ નષ્ટ જેવો થયો, શેષ રોગો અલ્પતાને પામ્યા, દાહની પીડા ઉપશાંત જેવી થઈ, એથી કરીને સ્વાસ્થચિત્તવાળા જેવો આ થયો. તે આ સર્વ જીવમાં સમાન જાણવું=જે કથાનકમાં કહ્યું તે ધર્મના સન્મુખ થયેલા જીવમાં પણ સમાન જાણવું, ત્યાં તે જીવમાં, જ્યારે ગૃહીતક્ષણમાં સુસાધુના ઉપાશ્રયે આવતા અને તેના સંઘટ્ટનથી સુસાધુના પરિચયથી, પ્રાપ્ત થયેલા દ્રવ્યશ્રુતમાત્રપણા વડે સંજાત વિકલવવાળા, વિશિષ્ટ તત્વશ્રદ્ધાથી વિકલ, ધનવિષયાદિમાં પરમાર્થદર્શિત એવા તેની મૂચ્છથી=ધનઆદિની મૂર્છાથી, સુસાધુને પણ તેના માર્ગણપણાથી શંકા કરતા, આથી જ પ્રબંધવાળી ધર્મકથાના આકર્ણને પરિહાર કરતા તત્વને સ્પર્શતારી ધર્મકથાને સાંભળવાના પરિવારને કરતા, આ જીવને ધર્મસૂરિઓ મળે છે. ત્યારે દયાળુપણાને કારણે તેઓની આ પ્રમાણે અભિસન્ધિ થાય છે. પૂર્વમાં વિમલાલોક અંજન બળાત્કારે આંક્યું ત્યારે કોઈક રીતે દિવસમાં એક વખત સાધુનાં દર્શન કરવાનો અભિગ્રહ તેણે કર્યો અને તે પ્રમાણે અભિગ્રહ અનુસાર એક વખત સુસાધુના દર્શન માટે આવે છે Page #274 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨પ૧ અને તેઓના પરિચયને કારણે કંઈક તત્ત્વને બતાવનાર દ્રવ્યશ્રતની પ્રાપ્તિ થાય છે. તેના કારણે ચારગતિઓના પરિભ્રમણ પ્રત્યે ભય લાગે છે. અને આત્મકલ્યાણ માટે ધર્મ કરવો જોઈએ એવો થોડો વિવેક થાય છે. તોપણ સ્પષ્ટ રીતે ધર્મ શ્રેષ્ઠ સુખનું સાક્ષાત્ કારણ છે અને તેનાથી જ સંસારમાં પણ સુખસમૃદ્ધિ મળે છે, ચિત્તની સ્વસ્થતા વધે છે અને અંતે પૂર્ણધર્મ પ્રાપ્ત થાય છે ત્યારે પૂર્ણસુખમય અવસ્થા પ્રાપ્ત થાય છે તે પ્રકારની તત્ત્વની રુચિથી વિકલ તે જીવ છે, તેથી ધન અને ભોગની સામગ્રીમાં સુખના ઉપાયની બુદ્ધિ જતી નથી. અને જ્યાં સુખના ઉપાયની બુદ્ધિ હોય ત્યાં મૂચ્છ નિવર્તન પામે નહીં. તેથી નિઃસ્પૃહી એવા મુનિઓમાં પણ તેને શંકા થાય છે કે મને જેમ સુખના ઉપાયરૂપે ધન દેખાય છે તેમ તેઓને પણ સર્વ અનુકૂળતાઓ ધનથી જ થાય છે માટે તેઓ પણ ધનના અર્થી છે માટે મારી પાસેથી કોઈકને કોઈક પ્રસંગ નિમિત્તે ધનગ્રહણ કરશે. આ બુદ્ધિ હોવાથી જે મુનિઓ કેવલ યોગ્ય જીવને સુખની પરંપરામાં પ્રબળકારણભૂત ધર્મના પારમાર્થિક સ્વરૂપને બતાવી રહ્યા છે તે સાંભળવા માટે પણ તે બહુ યત્ન કરતો નથી. આ સ્થિતિ જીવની જોઈને તે જીવ પ્રત્યે દયાળુ સ્વભાવવાળા તે મહાત્માને અભિસન્ધિ થાય છે. અર્થાત્ અધ્યવસાય થાય છે. શું અધ્યવસાય થાય છે ? તે બતાવે છે જે કારણથી આ જીવ વિશિષ્ટ ગુણનું ભાજન થાઓ. તે કારણથી તેઓ ક્વચિત્ સમીપવર્તી તેને જાણીને તેને સાંભળતા અવ્ય જીવને ઉદ્દેશીને સમ્યગ્દર્શન ગુણોનું વર્ણન કરે છે અને તેની દુર્લભતા બતાવે છે=સમ્યગ્દર્શન આ જીવે અનંતકાળમાં પ્રાપ્ત કર્યું નથી. તેથી આ સંસારચક્રમાં અત્યંત દુઃખી છે અને જેઓએ આ સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે તેઓ પણ સંસારનો અંત ન કરે ત્યાં સુધી ઉત્તમ દેવભવ અને ભોગસામગ્રીથી યુક્ત મનુષ્યભવ પામે છે ત્યાં સર્વ પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે. તેથી રત્નચિંતામણિ કરતાં પણ અધિક ગુણવાળું સમ્યગ્દર્શન હોવા છતાં મોટાભાગના જીવો તેને પ્રાપ્ત કરી શકતા નથી. અને જેઓમાં નિર્મળદષ્ટિ પ્રગટી નથી તેઓ તેને અંગીકાર કરતા નથી. એ રીતે સમ્યગ્દર્શનની દુર્લભતાને બતાવે છે. અને સમ્યગ્દર્શનને જેઓ સ્વીકારે છે તેઓને સ્વર્ગ, અપવર્ગાદિક ફળ પ્રાપ્ત થાય છે તેમ મહાત્માઓ બતાવે છે જેઓએ પદાર્થના વાસ્તવિક સ્વરૂપનું અવલોકન કરીને આ જ તત્વ છે શેષ અતત્વ છે અર્થાત્ સુદેવ, સુગુરુ અને સુધર્મ જ તત્ત્વ છે શેષ સર્વ અતત્વ છે તેવી સ્થિર બુદ્ધિ કરી છે તેઓને સ્વર્ગ અને અંતે મોક્ષરૂપ ફળ મળે છે તેમ બતાવે છે. અને આ લોકમાં પણ તેની સમ્યગ્દર્શનની, પરમચિરનિર્વાણની કારણતાને બતાવે છે=જેઓ દેવગુરુ અને ધર્મનું પારમાર્થિક સ્વરૂપ જેમ જેમ સૂક્ષ્મબુદ્ધિથી પર્યાલોચન કરે છે તેમ તેમ તેઓને તે સ્વરૂપ પ્રત્યે જ બદ્ધરાગ વૃદ્ધિ પામે છે જેથી ચિત્તમાં તુચ્છ પદાર્થોના થતા વિકારો શાંત-શાંતતર થાય છે એ રૂપ પરમચિત્તના નિર્વાણની કારણતા સમ્યગ્દર્શનમાં છે તેમ બતાવે છે; કેમ કે આ રીતે જ શાંત થયેલું ચિત્ત પ્રકર્ષને પામીને વીતરાગતારૂપ પરમનિર્વાણતાને પામશે. તે આ સર્વ સમ્યગ્દર્શનનું જે વિશેષ સ્વરૂપ વર્ણન કર્યું તે સર્વ, સંજાત ચૈતન્યવાળા એવા આને-પ્રતિદિન ઉપાશ્રયમાં આગમને કારણે શ્રતમાત્રનો સામાન્ય બોધ થવાથી કાંઈક વિવેકદૃષ્ટિ પ્રાપ્ત થવા રૂપ સંજાત ચૈતન્યવાળા એવા આ જીવને, તીર્થોદક પીવાના નિમંત્રણ જેવું જાણવું તત્ત્વપ્રીતિકર પાણી Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પીવાના નિમંત્રણ જેવું જાણવું. સમ્યગ્દર્શન ગુણ પ્રત્યે પક્ષપાત થાય તો સમ્યગ્દર્શન વિષયભૂત અરિહંત દેવ, સુસાધુ ગુરુ અને સર્વજ્ઞકથિત ધર્મ પ્રત્યે કંઈક પક્ષપાત થાય જેનાથી તીર્થોદક જેવા તત્વપ્રીતિકર પાણીને પીવામાં અનુકૂળ અંતરંગ ઉદ્યમ થાય તેનાથી અવશ્ય અરિહંતદેવાદિ તત્ત્વ પ્રત્યે તીવ્ર પક્ષપાત રૂ૫ સમ્યગ્દર્શન ગુણ પ્રગટે તેથી તેવા ગુણને અભિમુખ કરવાના યત્વરૂપે પ્રસ્તુત મહાત્માનો ઉપદેશ છે. તેથી=મહાત્માએ તીર્થોદક પીવાનું નિમંત્રણ કર્યું તેથી, આ=પ્રસ્તુત જીવ, સદ્ધર્મગુરુનાં વચન સાંભળીને=સમ્યગ્દર્શનનાં જે ગુણગાનો મહાત્માએ કર્યા તે સાંભળીને, દોલાયમાન થયેલી બુદ્ધિવાળોકંઈક સમ્યગ્દર્શન પ્રત્યે આકર્ષણ થયેલી બુદ્ધિવાળો, આ રીતે વિચારે છે=આગળમાં કહે છે એ રીતે વિચારે છે. આ મહાત્માઓ શ્રમણો, બહુ એવા આત્મીય સમ્યગ્દર્શનના ગુણના સમૂહનું વર્ણન કરે છે. કેવલ જો હું આને સ્વીકાર કરીશ તો પોતાને વશવર્તી જાણીને ધન અલ્લાદિની પ્રાર્થના કરશે તેથી શું પ્રયોજન છે?=સમ્યગ્દર્શન સ્વીકાર વડે મને શું પ્રયોજન છે ? અદષ્ટ આશયથી દષ્ટતા ત્યાગ લક્ષણ આ આત્મવંચના વડે શું પ્રયોજન છે ? એ પ્રમાણે વિચારીને આકર્ણશ્રત કરીને ગુરુના ઉપદેશને બહારથી જ માત્ર સાંભળીને તેને સ્વીકારતો નથી, છતાં તે મહાત્માના ઉપદેશને સાંભળીને તે જીવને સમ્યગ્દર્શન ઘણા ગુણવાળું છે તેવું કંઈક તેમના વચનથી જણાય છે, તોપણ ધનાદિ પ્રત્યે અત્યંત મૂચ્છ છે તેથી તેને ભય લાગે છે કે જો તે મહાત્માનાં વચન સાંભળીને હું સમ્યગ્દર્શન ઉચ્ચરાવીશ તો તે મહાત્મા મને પોતાને વશવર્તી જાણીને હંમેશાં કહેશે કે તારી પાસે આ સંપત્તિ છે તેનો સુંદર વ્યય પરમાત્માની ભક્તિમાં કર, સુસાધુની ભક્તિમાં કર ઈત્યાદિ કહીને મારા ધનનો જ વ્યય કરાવશે. તેથી ધનનાશના કારણભૂત એવા સમ્યગ્દર્શનથી મને શું પ્રયોજન છે? અર્થાત્ કોઈ પ્રયોજન નથી; કેમ કે દષ્ટ એવા ભોગોનો ત્યાગ કરીને જેનું સાક્ષાત્ કોઈ ફળ દેખાતું નથી તેવું સમ્યગ્દર્શન સ્વીકારીને આત્માને ઠગવા વડે શું? એમ વિચારીને ગુરુના ઉપદેશને હૈયામાં સ્પર્શે તે રીતે સાંભળતો નથી. પરંતુ તેની ઉપેક્ષા કરીને સમ્યગ્દર્શન સ્વીકારતો નથી. તે આકપૂર્વમાં કહ્યું કે ધનાદિમાં પરમાર્થ બુદ્ધિ હોવાને કારણે આ જીવ સમ્યગ્દર્શન સ્વીકારતો નથી તે આ, ઉદક માટે નિમંત્રિત કરાયેલા તેને= તત્વપ્રીતિકર પાણીના પાક માટે નિમંત્રિત કરાયેલા તે જીવને, તેના પાનની અનિચ્છા સમાન જાણવું=સમ્યગ્દર્શતથી અભિપ્રેત એવા તત્વના સૂક્ષ્મબોધતા ગ્રહણની અનિચ્છા સમાન જાણવું. ઉપનય : अर्थपुरुषार्थख्यातिः ततो धर्मगुरवश्चिन्तयन्ति-कः पुनर्बोधोपायोऽस्य भविष्यति? इति ततः पर्यालोचयन्तो निजहृदये विनिश्चित्यैवं विदधते-क्वचिदवसरे तं साधूपाश्रयमागामुकमवगम्य जनान्तरोद्देशेनाग्रिमतरां प्रारभते मार्गदेशनां, यदुत-भो भो लोकाः ! विमुच्य विक्षेपान्तरमाकर्णयत यूयं, इह चत्वारः पुरुषार्था भवन्ति, तद्यथा-अर्थः कामो धर्मो मोक्षश्चेति। तत्रार्थ एव प्रधानः पुरुषार्थ इति केचिन्मन्यन्ते। Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ अत्रान्तरे स आगच्छेत् ततस्तस्याऽऽकर्णयतो वदन्ति गुरवः, तथाहि-अर्थनिचयकलितः पुरुषो लोके जराजीर्णशरीरोऽपि उन्मत्त पञ्चविंशतिकतरुणनराकारः प्रतीयते, अतिकातरहदयोऽपि महासमरस घट्टनियूंढसाहसोऽतुलबलपराक्रम इति गीयते, सिद्धमातृकापाठमात्रशक्तिविकलबुद्धिरपि समस्तशास्त्रार्थावगाहनचतुरमतिरिति बन्दिभिः पठ्यते, कुरूपतया नितरामदर्शनीयोऽपि चाटुकरणपरायणैः सेवकजनैरवजितमकरकेतुरिति हेतुभिः स्थाप्यते, अविद्यमानप्रभावगन्धोऽपि समस्तवस्तुसाधनप्रवणप्रभावोऽयमिति सर्वत्र तद्धनलुब्धबुद्धिभिः प्रकाश्यते, जघन्यघटदासिकातनयोऽपि प्रख्यातोत्रतमहावंशप्रसूतोऽयमिति प्रणयिजनैः स्तूयते, आसप्तमकुलबन्धुतासम्बन्धविकलोऽपि परमबन्धुबुद्ध्याऽध्यारोपेण समस्तलोकैर्गृह्यते। तदिदं समस्तमर्थस्य भगवतो विलसितं, किञ्च समाने पुरुषत्वे समसंख्यावयवाः पुरुषा यदेते दृश्यन्ते लोके यदुत-एके दायकाः अन्ये तु याचकाः यथेके नरपतयोऽन्ये पदातयः तथैके निरतिशयशब्दाधुपभोगभाजनमन्ये तु दुष्पूरोदरदरीपूरणकरणेऽप्यशक्ताः, तथैके पोषका अन्ये पोष्या इत्यादयो निःशेषविशेषा निजसद्भावासद्भावाभ्यामर्थेनैव सम्पाद्यन्ते, तस्मादर्थ एव प्रधानः पुरुषार्थः। अत एवोच्यतेअर्थाख्यः पुरुषार्थोऽयं, प्रधानः प्रतिभासते। तृणादपि लघुर्लोके, धिगर्थरहितं नरम्।।१।। तदेतदाचार्यवदनविनिर्गतमर्थवर्णनमनुश्रुत्य स जीवश्चिन्तयेत्-अये ! शोभनः प्रस्तावः प्रारब्धः कथयितुं, ततोऽवहितः शृणुयात्, शृण्वन् बुध्येत, बुध्यमानः स्वबोधसूचनार्थं ग्रीवां चालयेत्, लोचने विस्फारयेत्, वदनं विकाशयेत्, चारु चारूक्तमिति शनैः शनैरभिदध्यात्, ततस्तैर्लिङ्गः संजातमस्य श्रवणकुतूहलमिति भगवन्तो धर्मगुरवस्तं लक्षयेयुः। Buनयार्थ: અર્થપુરુષાર્થની ખ્યાતિ તેથીકતત્વને સન્મુખ થયેલો જીવ પણ તત્વપ્રીતિકર પાણી પીવાની ઈચ્છા કરતો નથી તેથી, ધર્મગુરુઓ વિચારે છે, શું વિચારે છે ? તે સ્પષ્ટ કરે છે. આના=પ્રસ્તુત જીવતા, બોધનો ઉપાય શું થશે ? ત્યારપછી પર્યાલોચન કરતા એવા તેમના તિજહદયમાં નિર્ણય કરીને તેના બોધના ઉપાયો નિર્ણય કરીને, આ પ્રમાણે કરે છે=આગળમાં બતાવે છે એ પ્રમાણે તેના બોધ અર્થે પ્રવૃત્તિ કરે છે – ક્વચિત્ અવસરમાં સાધુના ઉપાશ્રયમાં આગામુક એવા તેને જાણીનેaહંમેશાં કોઈક નિયત સમયે સાધુના ઉપાશ્રયમાં આવતો હોય એ પ્રમાણે આજે પણ સાધુના ઉપાશ્રયમાં આવશે એવું જાણીને, જતાંતરના ઉદ્દેશથી એમની સન્મુખ બેઠેલા કોઈક શ્રાવકના ઉદ્દેશથી અગ્રિમતા માર્ગદશનાનો પ્રારંભ ३ छ-पूर्वमा प्रारंभ शयेती मेवी माशिवानो विशेष३५ प्रारं ३ छे. हे 'यदुत'थी बतावे Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ છે – હે ભવ્ય લોકો વિક્ષેપાંતરને છોડીને તમે સાંભળો અન્ય જાતના નિરર્થક વિચારો રૂપ વિક્ષેપાંતરને છોડીને હું જે કહું છું તે તમે સાંભળો, અહીં સંસારમાં, ચાર પ્રકારના પુરુષાર્થ હોય છે તે આ પ્રમાણે – અર્થપુરુષાર્થ, કામપુરુષાર્થ, ધર્મપુરુષાર્થ અને મોક્ષપુરુષાર્થ છે. ત્યાં ચાર પ્રકારના પુરુષાર્થમાં, અર્થ જ પ્રધાન પુરુષાર્થ છે એમ કેટલાક માને છે. અત્રાંતરમાંમહાત્મા ચાર પુરુષાર્થનો વર્ણન કરવા માટેનો પ્રારંભ કર્યો એટલામાં, તે આવે છે તેથી સાંભળતા એવા તેને ગુરુ કહે છે. તે આ પ્રમાણે લોકમાં અર્થતા સમૂહથી કલિત પુરુષ જરાથી જીર્ણ શરીરવાળો પણ ઉન્મત્ત ૨૫ વર્ષના તરુણ્ય મનુષ્યના આકારવાળો જણાય છે. અતિકાયર હદયવાળો પણ મહાયુદ્ધના સંહારમાં નિબૂઢ સાહસવાળો, અતલબલ પરાક્રમવાળો છે એ પ્રમાણે ગવાય છે. સિદ્ધમાકા પાઠમાત્ર શક્તિવિકલ બદ્ધિવાળો પણ સમસ્ત શાસ્ત્રાર્થના અવગાહતમાં ચતુરમતિવાળો છે એ પ્રમાણે બંદીઓ વડેઃખુશામત કરનારા જીવો વડે, કહેવાય છે. કુરૂપપણું હોવાને કારણે અત્યંત અદર્શનીય હોવા છતાં પણ ચાટુકરણપરાયણ એવા સેવકજનો વડે તેની ખુશામત કરવામાં તત્પર એવા સેવકો વડે, અવજિત મકરકેતુ છે કામદેવ છે, એ પ્રમાણે હેતુઓ વડે સ્થાપન કરાય છે યુક્તિઓ વડે સ્થાપન કરાય છે. અવિદ્યમાન પ્રભાવનાગંધવાળો પણ સમસ્ત વસ્તુના સાધનમાં પ્રવણ પ્રભાવવાળો આ છે એ પ્રમાણે સર્વત્ર સર્વ લોકોમાં, તેના ધનલુબ્ધ બુદ્ધિવાળા જીવો વડે પ્રકાશન કરાય છે. જઘન્ય ઘટદાસિકાપુત્ર પણ પ્રખ્યાત ઉન્મત મહાવંશ પ્રસૂત આ છે એ પ્રમાણે પ્રેમીજનો વડે સ્તુતિ કરાય છે. સાત કુલ સુધી બંધુતા સંબંધ વિકલ પણ એવો આ જીવ પરમબંધુ બુદ્ધિના અધ્યારોપણથી સમસ્ત લોકો વડે ગ્રહણ કરાય છે. તે આ સમસ્ત અર્થ ભગવાનનું વિલસિત છે. વળી, પુરુષપણું સમાન હોતે છતે સમસંખ્યાના અવયવોવાળા પુરુષો જે આ લોકમાં દેખાય છે તે આ પ્રમાણે – એક દાયક છે. વળી અન્ય યાચક છે. જે પ્રમાણે એક રાજા છે અન્ય સેનાપતિઓ છે. એક શ્રેષ્ઠ કોટિના શબ્દાદિ ઉપભોગતા ભાજત છે. વળી, અન્ય જીવો દુઃખે પૂરી શકાય એવા ઉદર પૂરણ કરવામાં પણ અશક્ત છે. એક પોષક છે=બીજાઓને પોષણ આપનાર છે. વળી, અન્ય પોષ્ય છેપોષણ કરવાયોગ્ય છે, ઈત્યાદિ સર્વવિશેષો પોતાના સદ્ભાવ અસદ્ભાવવાળા અર્થથી સંપાદન કરાય છે. તે કારણથી અર્થ જ પ્રધાન પુરુષાર્થ છે. આથી જ કહેવાય છે. “અર્થ નામનો આ પુરુષાર્થ પ્રધાન પ્રતિભાસ થાય છે. લોકમાં અર્થ રહિત નર તૃણથી પણ લઘુ ધિક્કારપાત્ર છે.” તે આ આચાર્યના વદનથી નીકળેલા અર્થવર્ણનને સાંભળીને તે જીવ વિચારે છે. અરે આ શોભન પ્રસ્તાવ કહેવા માટે પ્રારંભ કરાયો છે. તેથી ધ્યાનપૂર્વક સાંભળું. તે યોગ્ય જીવને તત્ત્વ સાંભળવાને અભિમુખ કરવા અર્થે આચાર્ય અર્થ-કામ-ધર્મ-મોક્ષ એ રૂપ પુરુષાર્થનું વર્ણન કરવાનો પ્રારંભ કરીને ધર્મકથાને બદલે મિશ્રકથા દ્વારા તે જીવને ધર્મને અભિમુખ કરવાને અર્થે, અર્થ પુરુષાર્થને પ્રધાન માનનારા જીવો કઈ રીતે અર્થના માહાભ્યની વિચારણા કરે છે તે લોકઅનુભવ અનુસાર આચાર્ય બતાવે છે. જેથી અર્થ પ્રત્યે રાગવાળા તે જીવને તે અર્થનું માહાસ્ય સાંભળીને આ ઉપદેશ મારા માટે ઉપયોગી છે તે પ્રકારનો બોધ થાય છે તેથી ચિત્તનાં વ્યાપને છોડીને ધ્યાનપૂર્વક સાંભળવાને અભિમુખ તે જીવ થાય છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૫૫ બોધ પામતો=અર્થતા માહાભ્યનો બોધ પામતો, એવો તે જીવ સ્વબોધતા સૂચન માટે પોતાની ગ્રીવાને હલાવે છે, લોચકોને વિસ્ફારિત કરે છે. મુખતે વિકસિત કરે છે. સુંદર સુંદર આ મહાત્માએ સુંદર ઉપદેશ આપ્યો. સુંદર ઉપદેશ આપ્યો. તે પ્રકારે ધીમે ધીમે બોલે છે. તેનાથી તે જીવતા મુખના ભાવથી, તે લિંગો વડે આને સાંભળવાનું કુતૂહલ થયું છે એ પ્રમાણે ભગવાન ધર્મગુરુઓ તેને જાણે છે તેના શ્રવણકુતૂહલને ધર્મગુરુઓ જાણે છે. Guनय : कामपुरुषार्थख्यातिः ततः सादरतरं पुनस्ते ब्रूयुः- भो भो लोकाः ! काम एव प्रधानः पुरुषार्थ इत्यन्ये मन्यन्ते, तथाहि-न खलु ललितललनावदनकमलमकरन्दास्वादनचतुरचञ्चरीकताऽऽचरणमन्तरेण पुरुषः परमार्थतः पुरुषतां स्वीकुरुते, किञ्च-अर्थनिचयस्य, कलाकौशल्यस्य, धर्मार्जनस्य, जन्मनश्च काम एव वस्तुतः परमं फलं, कामविकलैः पुनः किमेतैः सुन्दरैरपि क्रियते?। अन्यच्चकामासेवनप्रवणचेतसां पुरुषाणां तत्सम्पादका धनकनककलत्रादयो योग्यतया स्वत एवोपतिष्ठन्ते, संपद्यन्ते भोगिनां भोगा इति गोपालबालाबलादीनामपि सुप्रसिद्धमिदं, अपि चस्मितं न लक्षण वचो न कोटिभिर्न कोटिलक्षैः सविलासमीक्षितम् । अवाप्यतेऽन्यैर्हदयोपगृहनं, न कोटिकोट्याऽपि तदस्ति कामिनाम् ।।१।। अतः किन्न पर्याप्तं तेषाम् ? तस्मात्काम एव प्रधानः पुरुषार्थः, अत एवाभिहितम्कामाख्यः पुरुषार्थोऽयं, प्राधान्येनैव गीयते । नीरसं काष्ठकल्पं हि, धिक्कामविकलं नरम् ।।१।। तदेतदाकर्ण्य स जीवो हर्षप्रकर्षेण स्वहृदयादप्युत्कलितः प्रकाशमेवं ब्रूयात् साधु साधु ! उदितं भट्टारकैः, बहोः कालादद्य सुन्दरं व्याख्यानमारब्धं, यद्येवं दिने दिने कथयथ ततो वयमक्षणिका अपि सन्तोऽवहितचित्ततयाऽऽकर्णयाम इति। तदेतद्धर्मगुरुभिः स्वसामर्थ्येन तस्य जीवस्य मुखमुद्घाटितमित्यवगन्तव्यम्। एवं च वदति तस्मिन् जीवे धर्मगुरूणामिदं मनसि वर्त्तते, यदुत-पश्यत अहो महामोहविजृम्भितं, यदेते तदुपहताः प्राणिनः प्रसङ्गकथितयोरप्यर्थकामकथयो रज्यन्ते, न पुनर्यत्नतोऽपि कथ्यमानायां धर्मकथायां, तथाहि-इहास्माभिरर्थकामप्रतिबद्धचेतसां क्षुद्रप्राणिनामभिप्रायो वर्णितः। अयं तु वराकस्तत्रैव सुन्दरताबुद्धिं विधत्ते, तथाऽप्यस्य श्रवणाभिमुखीकरणेन सफलोऽस्मत्परिश्रमः, सर्वथा मच्चिन्तितप्रतिबोधोपायबीजेन मुक्तोऽङ्कुरो, भविष्यत्यस्य मार्गावतारः, इत्येवं स्वचेतस्यवधार्य तैरभिधीयते-भद्र ! वयं यथावस्थितवस्तुस्वरूपप्रकाशनं कुर्म एव, नालीकं जल्पितुं जानीमः, Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ततोऽसौ प्रत्यायितचित्ततया ब्रूयात्-एवमेतद् भगवन् ! नास्त्यत्र सन्देहः, गुरवोऽभिदध्युः- यद्येवं भद्र ! तत्किमवधारितं भवताऽर्थकामयोर्माहात्म्यम् ? सोऽभिदधीतबाढमवधारितम्। ઉપનયાર્થ : કામપુરુષાર્થની ખ્યાતિ તેથી અત્યંત આદરપૂર્વક ફરી તેઓ=ધર્મગુરુઓ, કહે છે. જે લોકો ! કામ જ પ્રધાન પુરુષાર્થ છે તે પ્રકારે અન્ય કેટલાક માને છે તે આ પ્રમાણે – સુંદર સ્ત્રીઓના મુખકમળના મકરન્દના આસ્વાદનમાં ચતુર ભમરા જેવી આચરણા વગર પુરુષ પરમાર્થથી પુરુષતાને સ્વીકારતો નથી. પુરુષના પુરુષપણાનું સાફલ્ય સ્ત્રીઓના વિલાસમાં જ છે. વળી, અર્થતા સમૂહનું, કલાકૌશલ્યનું, ધર્મના અર્જનનું અને જન્મનું પરમ ફળ વસ્તુતઃ કામ જ છે. વળી, કામવિકલ સુંદર એવા અર્થ-તિચય આદિ વડે પણ શું કરાય? અને વળી, અન્ય વિચારે છેઃ કામપ્રધાન પુરુષાર્થ માનનારા જીવો વિચારે છે. કામના સેવનમાં પ્રવણ ચિત્તવાળા પુરુષોને તેના સંપાદક એવા ધન, કતક, સ્ત્રીઆદિ યોગ્યપણાથી તે જીવમાં તેની પ્રાપ્તિનું યોગ્યપણું હોવાથી, સ્વતઃ ઉપસ્થિત થાય છે. કેમ સ્વતઃ ભોગો પ્રાપ્ત થાય છે ? તેથી કહે છે, ભોગી જીવોને ભોગો પ્રાપ્ત થાય છે. એ ગોપાલ, બાળ, સ્ત્રીઆદિને પણ સુપ્રસિદ્ધ છે. અને વળી, લાખ મૂલ્યથી સ્મિત મળતું નથી. કોટિ મૂલ્યથી સ્ત્રીનું વચન સાંભળવા મળતું નથી. કોટિ લક્ષ દ્રવ્ય વડે સવિલાસ સ્ત્રીની દૃષ્ટિ જોવા મળતી નથી. કોટિ કોટિ ધન વડે પણ બીજાઓ વડે હદયનું ઉપગૂહા=હદયનો આશ્લેષ પ્રાપ્ત કરાતો નથી, તે ભોગ કામીઓને છે. આથી, તેઓને કામની ઇચ્છાવાળાને શું પર્યાપ્ત નથી? અર્થાત્ બધું જ પર્યાપ્ત સુખ મળે છે તે કારણથી કામ જ પ્રધાન પુરુષાર્થ છે=પ્રયત્નનું પ્રધાન ફળ છે. આથી જ, કહેવાયું છે – કામ નામનો આ પુરુષાર્થ પ્રધાનપણાથી જ ગવાય છે=જીવતા સુખના હેતુરૂપે પ્રધાનપણાથી ગવાય છે. નીરસ કાષ્ઠ જેવા કામવિકલ પુરુષને ધિક્કાર થાવ અર્થાત્ તેવા પુરુષનું જીવન નિષ્ફળ છે. તે આ સાંભળીને તે જીવ હર્ષના પ્રકર્ષથી સ્વહદયથી પણ ઉત્કલિત થયેલોબોલવા માટે તત્પર થયેલો, આ પ્રમાણે વચનો બોલે છે આ પ્રમાણે પ્રગટ બોલે છે. ભટ્ટારક એવા મહાત્મા વડે સુંદર સુંદર કહેવાયું. ઘણાકાલથી આજે સુંદર વ્યાખ્યાન આરંભ કરાયું છે, જો આ રીતે દિવસે દિવસે તમે કહેતા હો તો અક્ષણિક પણ એવા છતાં અમેeગૃહવ્યાપારમાં અત્યંત પ્રવૃત્તિવાળા હોવા છતાં અમે, અવહિત ચિત્તપણાથી=ધ્યાનપૂર્વક, સાંભળશું, તે આ ધર્મગુરુ વડે સ્વસામર્થ્યથી તે જીવનું મુખ ઉદ્ઘાટિત કરાયું તત્વપ્રીતિકર પાણી પિવડાવવા માટે મુખ ખોલ્યું. એ પ્રમાણે જાણવું અને આ પ્રમાણે તે જીવ કહે છતે પૂર્વમાં અર્થકથા અને કામકથા સાંભળીને પોતાનો હર્ષ અભિવ્યક્ત કરે એ પ્રમાણે તે જીવ કહે છતે, ધર્મગુરુઓના મનમાં આ વર્તે છે. તે આ પ્રમાણે – આશ્ચર્ય છે ! મહામોહ વિસ્મિત જુઓ જીવમાં વર્તતા મોહતા પરિણામનું કૃત્ય જુઓ, જે કારણથી તેનાથી ઉપહત થયેલા આ પ્રાણીઓ=મહામોહથી હણાયેલા એવા આ જીવો, પ્રસંગકથિત પણ અર્થ અને કામમાં Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ રંજિત, થાય છે. વળી, યત્નથી પણ કહેવાયેલી ધર્મકથામાં રંજિત થતા નથી. સામાન્યથી ધર્માચાર્ય જીવને પ્રતિબોધ અર્થે ધર્મકથા કરે છે તોપણ યોગ્ય જીવોને કોઈક કારણે ધર્મ પ્રત્યે વલણ ન દેખાય ત્યારે, ધર્મને અભિમુખ કરવા અર્થે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ બતાવે છે; કેમ કે જીવ માત્ર સુખનો અર્થ છે અને જેઓને અર્થજન્ય સુખોને જોનારી દૃષ્ટિ છે તેઓને અર્થથી શું શું લાભો થાય છે તે જ દેખાય છે, અન્ય કંઈ દેખાતું નથી. જ્યારે વિવેકીને અર્થથી થતા લાભો પણ દેખાય છે અને ધર્મથી થતા લાભો પણ દેખાય છે અને ધર્મથી નિયંત્રિત અર્થના લાભો તેને ઇષ્ટ દેખાય છે. પરંતુ ધર્મથી અનિયંત્રિત અર્થના લાભો ક્લિષ્ટ ચિત્ત કરીને વિનાશનું જ કારણ થાય છે તેમ દેખાય છે. અને પોતાની ચિત્તની ભૂમિકા સંપૂર્ણ ધર્મ સેવવા માટે સમર્થ ન હોય તો ધર્મથી જ નિયંત્રિત અર્થ ક્લેશકારી નથી પરંતુ ઇચ્છાનું શમન કરીને ધર્મની જ વૃદ્ધિનું કારણ બને છે અને પૂર્ણ ધર્મની શક્તિ આવે ત્યારે અર્થના લાભો તેને અસાર અને તુચ્છ જણાય છે. વળી, કામને પ્રધાન રૂપે જોનારી નદૃષ્ટિવાળા જીવોને કામ જ સુખનું સાધન દેખાય છે. કામસિવાય અર્થ કે ધર્મ પણ તેને સુખરૂપે દેખાતો નથી. અને ધર્મથી નિયંત્રિત કામને જોનારા જીવોને ધર્મ જ મહાસુખનું કારણ દેખાય છે, કેમ કે ધર્મ માત્ર બાહ્ય કૃત્યરૂપ નથી. પરંતુ ક્લેશના શમનરૂપ ચિત્તની સ્વસ્થતારૂપ છે. છતાં જ્યાં સુધી કામવૃત્તિ શાંત થઈ નથી ત્યાં સુધી વિકારોના શમનનો ઉપાય ધર્મ હોવા છતાં ધર્મના સેવનથી વિકાર શાંત થાય એવા ન હોય ત્યારે કામની પ્રવૃત્તિ પણ સુખનો ઉપાય છે તેથી વિવેકી પુરુષો વિકારોની વૃદ્ધિ ન થાય તે રીતે કામની વૃત્તિને શાંત કરીને ધર્મને જ પ્રધાન સેવવા યત્ન કરે છે. તેથી અર્થને જોનારી નયદષ્ટિ, કામને જોનારી નયષ્ટિ, ધર્મને જોનારી નદૃષ્ટિ અને મોક્ષને જોનારી નયદૃષ્ટિથી વિચારવામાં આવે તો સર્વશ્રેષ્ઠ પુરુષાર્થ મોક્ષપુરુષાર્થ છે અને તેની પ્રાપ્તિનો ઉપાય અંતરંગ પરિણતિરૂપ ધર્મપુરુષાર્થ છે. જે સુખની વૃદ્ધિ દ્વારા મોક્ષમાં પર્યવસાન પામનાર છે અને જ્યાં સુધી સંપૂર્ણ વિકારોનો નાશ થયો નથી ત્યાં સુધી કંઈક કામની ઇચ્છા કે અર્થની ઇચ્છાને સફળ કરવામાં પણ સમ્યગુ રીતે સેવાયેલો ધર્મ કારણ છે જેથી સુખની વૃદ્ધિ દ્વારા પૂર્ણ ધર્મને સેવવાની શક્તિ આવે ત્યારે તે મહાત્મા ધર્મપુરુષાર્થને સેવીને મોક્ષની પ્રાપ્તિ કરે છે. તેથી મહાત્માઓ પ્રધાનરૂપે સર્વ પુરુષાર્થના સાફલ્યનું કારણ ધર્મપુરુષાર્થ જ છે તેમ બતાવીને ધર્મપુરુષાર્થની જ પ્રરૂપણા કરે છે અને કહે છે કે ધર્મ જ ધનાર્થીને ધન આપનાર છે, કામાર્થીને કામ આપનાર છે અને પરંપરાએ મોક્ષસુખને આપનાર છે. છતાં ક્યારેક યોગ્ય જીવને ધર્મને અભિમુખ કરવા માટે પ્રાસંગિક કથનરૂપે અર્થપુરુષાર્થને અને કામ પુરુષાર્થને પણ જોનારી નયષ્ટિથી તેનું સ્વરૂપ બતાવે છે. છતાં જે જીવોમાં મોહનો અતિશય છે તેઓને સર્વ પુરુષાર્થના ફળને પ્રાપ્ત કરાવનાર ધર્મકથા કહેવામાં આવે ત્યારે તેઓ ધ્યાનપૂર્વક સાંભળતા નથી. જ્યારે પ્રાસંગિક કથનરૂપે અર્થપુરુષાર્થ અને કામ પુરુષાર્થ કહેવામાં આવે ત્યારે અત્યંત ધ્યાનપૂર્વક સાંભળવા તત્પર થાય છે તે તેઓમાં વર્તતી મહામોહની દશાનું ચિહ્ન છે. કઈ રીતે તે ચિત્ત મહામોહથી વિજસ્મિત છે? તે ‘તથાદિથી સ્પષ્ટ કરે છે. અહીં=ધર્મના ઉપદેશના પ્રસંગમાં, અમારા વડે અર્થ-કામ પ્રતિબદ્ધ ચિત્તવાળા યુદ્ધ જીવોનો અભિપ્રાય વર્ણન કરાયો. પરંતુ આ શંકડોધર્મ સાંભળવા માટે આવેલો પ્રસ્તુત ક્ષુદ્રમતિવાળો જીવ, ત્યાં જાઅર્થ-કામના વર્ણનમાં Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ જ, સુંદરતાની બુદ્ધિને ધારણ કરે છે. જે મહામોહ વિકૃતિ છે તોપણ આને=પ્રસ્તુત જીવને, શ્રવણાભિમુખકરણથી=અર્થ કથા અને કામ કથાનું વર્ણન કરીને ધ્યાનપૂર્વક શ્રવણ કરે તેવા પ્રકારના પરિણામ કરાવાથી, અમારો પરિશ્રમ સફલ છે. મારા વડે ચિંતન કરાયેલા પ્રતિબોધના ઉપાયના બીજથી=ધર્માચાર્ય વડે વિચારાયેલા પ્રતિબોધતા ઉપાયના બીજથી, સર્વથા અંકુરો મુકાયો છે=શ્રવણને અભિમુખ કરવા રૂપ માર્ગપ્રાપ્તિનું બીજ મુકાયું છે. આને=પ્રસ્તુત જીવને, માર્ગનો અવતાર થશે=આગળના ઉપદેશથી ફરી માર્ગમાં અવતાર પ્રાપ્ત થશે. એ પ્રમાણે સ્વચિત્તમાં અવધારણ કરીને તેઓ વડે=ધર્માચાર્ય વડે, કહેવાય છે. હે ભદ્રે ! અમે યથાવસ્થિત વસ્તુના સ્વરૂપનું પ્રકાશન કરીએ જ છીએ. જૂઠું બોલવા અમે જાણતા નથી. તેથી=આ પ્રકારે ધર્માચાર્યે કહ્યું તેથી, આ જીવ પ્રત્યાયિત ચિત્તવાળાને કારણે=વિશ્વસ્તચિત્તપણાને કારણે, બોલે છે. ધર્માચાર્ય અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થને પ્રધાન ગણનારા જીવો જેવું કહે છે, એવું સત્ય વચન જીવને કહે છે. આમ છતાં મોહથી આવિષ્ટ તે જીવને તે રોચક લાગેલું તેથી ગુરુના વચનમાં વિશ્વાસ થયેલો અને ગુરુએ પણ કહ્યું કે અમે વસ્તુ જેવી હોય તેવી જ કહીએ છીએ, ક્યારેય મૃષા બોલતા નથી. તે સાંભળીને તેને વિશ્વાસ થાય છે કે ખરેખર ગુરુ યથાસ્થિત જ કહે છે; કેમ કે જેવું અર્થનું સ્વરૂપ અને કામનું સ્વરૂપ તેઓએ બતાવ્યું છે તે તેવું જ છે તેથી વિશ્વાસ પામેલો તે જીવ કહે છે. - શું કહે છે ? તે બતાવે છે - હે ભગવંતો આ રીતે આ છે–તમે યથાવસ્થિત વસ્તુનું પ્રકાશન કરો છો, મૃષા બોલતા નથી એ રીતે આ વસ્તુ છે. આમાં=તમારા કથનમાં, સંદેહ નથી. ગુરુઓ કહે છે. જો આ પ્રમાણે છે=અમે સત્ય જ કહીએ છીએ એવો તને નિર્ણય છે એ પ્રમાણે છે, તો હે ભદ્ર ! શું તારા વડે અર્થ-કામનું માહાત્મ્ય અવધારણ કરાયું. અર્થાત્ અર્થ-કામપુરુષાર્થ કેવા માહાત્મ્યવાળા છે તેનું સ્વરૂપ ગુરુએ કહ્યું એ પ્રમાણે તારા વડે અવધારણ કરાયું. તે−તે જીવ, કહે છે અત્યંત અવધારણ કરાયું છે. ઉપનય ઃ धर्म एव प्रधानः पुरुषार्थः ततो गुरवो वदेयुः - सौम्य ! एते चत्वारः पुरुषार्थाः कथयितुं प्रक्रान्ताः, तत्रैव द्वयोः स्वरूपमभिहितं, अधुना तृतीयस्याभिधीयते, तदप्येकचित्तेन भवताऽऽकर्णनीयं, स वदेत् एष दत्तावधानोऽस्मि, कथयन्तु भगवन्तः । ततो गुरवो ब्रूयुः - भो लोकाः ! धर्म एव प्रधानः पुरुषार्थ इत्यन्ये मन्यन्ते, तथाहि - तुल्ये जीवत्वे किमित्येके पुरुषाः कुलक्रमागतद्रविणोपचितेषु गुरुतरचित्तानन्दसन्दर्भधामसु निःशेषजगदभ्यर्हितेषु कुलेषूपजायन्ते ? किमिति चान्ये पुरुषा एव धनगन्धसम्बन्धविकलेषु समस्तदुःखभरभाजनेषु सर्वजननिन्दनीयेषु कुलेषूत्पद्यन्ते ? तथा किमित्येकजननीजनकतया सहोदरयोर्यमलयोश्च द्वयोः पुरुषयोरेष विशेषो दृश्यते यदुत - एकस्तयोर्मध्ये रूपेण मीनकेतनायते, प्रशान्ततया मुनिजनायते, बुद्धिविभवेना Page #282 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ भयकुमारायते, गम्भीरतया क्षीरनीरेश्वरायते, स्थिरतया सुमेरुशिखरायते, शौर्येण धनञ्जयायते, धनेन धनदायते, दानेन कर्णायते, नीरोगतया वज्रशरीरायते, प्रमुदितचित्ततया महर्द्धिविबुधायते ? ततश्चैवं निःशेषगुणकलाकलापकलितोऽसौ सकलजननयनमनोनन्दनो भवति । द्वितीयः पुनर्बीभत्सदर्शनतया भुवनमुद्वेजयति, दुष्टचेष्टतया मातापितरावपि सन्तापयति, मूर्खशेखरतया पृथ्वीं विजयते, तुच्छतयाऽर्कशाल्मलीतूलमतिशेते, चपलतया वानरलीलां विडम्बयति, कातरतया मूषककदम्बकमधरयति, निर्द्धनतया रोराकारमाबिभर्त्ति, कृपणतया टक्कजातीयानतिलङ्घयति, महारोगभराक्रान्ततया विक्लवं क्रन्दमानो जगतोऽप्यात्मनि कारुण्यमुत्पादयति, दैन्योद्वेगशोकाद्युपहतचित्ततया घोरमहानरकाकारं सन्तापं स्वीकुरुते, ततश्चैवं समस्तदोषभाजनतया लोकैः पापिष्ठोऽयमिति निन्द्यते । अन्यच्चद्वयोः पुरुषयोरनुपहतसत्त्वबुद्धिपौरुषपराक्रमयोर्निःशेषविशेषैस्तुल्यकक्षयोरर्थोपार्जनार्थं प्रवर्त्तमानयोः किमित्येको यद्यदारभते कृषिं, पाशुपाल्यं, वाणिज्यं, राजादिसेवामन्यद्वा तदर्थं कर्म तत्तत्सफलतामुपगच्छति, इतरस्य पुनस्तदेव कर्म न केवलं विफलं संपद्यते, किन्तर्हि ? पूर्वपुरुषोपार्जितमपि धनलवं वैपरीत्यापत्त्या प्रत्युत निःशेषयति । अन्यच्चेदमपि चिन्तनीयं, यदुत - द्वयोरेव पुरुषयोर्निरुपचरिताः पञ्चप्रकाराः शब्दादिविषयाः क्वचिदुपनमन्ते तत्र तयोरेकः प्रबलशक्तिः प्रवर्द्धमानप्रीतिस्ताननवरतमनुभवति, द्वितीयस्य पुनरकाण्ड एव किमिति कार्पण्यरोगादिकं कारणमुत्पद्यते ? येन वाञ्छन्नपि तानेव भोक्तुं न शक्नोतीति न ह्येवंविधानां विशेषाणां जीवेषु जायमानानां परिदृष्टं किञ्चित्कारणमुपलक्ष्यते, न चाकारणं किञ्चिद् भवितुमर्हति, यदि पुनरकारणा एवंविधा विशेषा भवेयुः ततः सर्वदा भवेयुः यथाऽऽकाशं, न वा कदाचिद् भवेयुर्यथा शशविषाणादयो, यतश्चैते क्वचिद् भवन्ति, क्वचिन्न भवन्ति, तस्मान्नैते निष्कारणा इति गम्यते । अत्रान्तरे गृहीतार्थः स जीवो ब्रूयात् - भगवन् ! किं पुनरेतेषामुत्पादकं कारणम् ? ततो धर्मगुरवो वदेयुः - भद्र - आकर्णय, समस्तानामपि जीवगतानां सुन्दरविशेषाणां धर्म एवान्तरङ्गं कारणं भवति, स एव हि भगवानेनं जीवं सुकुलेषूत्पादयति निःशेषगुणमन्दिरतां नयति समस्तान्यनुष्ठानान्यस्य सफलयति, उपनतभोगाननवरतं भोजयति, अन्यांश्च समस्तशुभविशेषान् संपादयति, तथा सर्वेषामपि जीवगतानामशोभनविशेषाणामधर्म एवान्तरङ्गं कारणं, स एव हि दुरन्तोऽमुं जीवं दुष्कुलेषूत्पादयति, निःशेषदोषनिवासतां प्रापयति सर्वव्यवसायानस्य विफलयति, उपनतभोगोपभोगविघ्नभूतं शक्तिवैकल्यं जनयति अपरांश्चामनोज्ञाननन्तान् विशेषानस्य जीवस्याधत्ते । तस्माद् यद्बलेनैताः समस्तसम्पदः, स एव धर्मः प्रधानः पुरुषार्थः ' अर्थकामौ हि वाञ्छतामपि पुरुषाणां न धर्मव्यतिरेकेण संपद्येते, धर्मवतां पुनरतर्कितौ स्वत एवोपनमेते, अतोऽर्थकामार्थिभिः पुरुषैः परमार्थतो धर्म एवोपादातुं युक्तः, तस्मात्स एव प्रधान इति । यद्यप्यनन्तज्ञानदर्शनवीर्या ૨૫૯ Page #283 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ नन्दात्मक-जीवस्वरूपावस्थानलक्षणश्चतुर्थोऽपि मोक्षरूपः पुरुषार्थो निःशेषक्लेशराशिविच्छेदरूपतया स्वाभाविकस्वाधीनानन्दात्मकतया च प्रधान एव, तथाऽपि तस्य धर्मकार्यत्वात् तत्प्राधान्यवर्णनेनापि परमार्थतः तत्सम्पादको धर्म एव प्रधानः पुरुषार्थ इति दर्शितं भवति । तथा चाभ्यधायि भगवता‘ધનવો ધનાથિનાં ધર્મ:, મિનાં સર્વામર્: | धर्म एवापवर्गस्य, पारम्पर्येण साधकः । । १ । । इति नातः प्रधानतरं किञ्चिदस्तीत्युच्यते ઉપનયાર્થ : ૨૬૦ ધર્મપુરુષાર્થ જ પ્રધાન ત્યારપછી ગુરુ કહે છે હે સૌમ્ય ! આ ચાર પુરુષાર્થો=પૂર્વમાં કહ્યા એ અર્થ-કામ-ધર્મ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો, કહેવા માટે પ્રક્રાન્ત કરાયા છે. તેમાં જ બે પ્રકારના પુરુષાર્થનું સ્વરૂપ બતાવાયું. અર્થાત્ ધનરૂપ અર્થપુરુષાર્થનું માહાત્મ્ય બતાવાયું અને કામરૂપ કામપુરુષાર્થનું માહાત્મ્ય બતાવાયું. અને હવે ત્રીજા ધર્મપુરુષાર્થનું સ્વરૂપ કહેવાય છે તે પણ=ધર્મપુરુષાર્થ પણ, એક ચિત્ત વડે તારે સાંભળવું જોઈએ. તે કહે છે=તે જીવ ગુરુને કહે છે. આ દત્તઅવધાનવાળો છું=આ હું ધ્યાનપૂર્વક સાંભળું છું, ભગવાન કહો અર્થાત્ ત્રીજો પુરુષાર્થ કહો ! ત્યારપછી ગુરુ કહે છે. હે લોકો ! ધર્મ જ પ્રધાન પુરુષાર્થ છે તે પ્રકાર અન્યો માને છે=ધર્મ માટે કરાયેલો યત્ન જ ધર્મરૂપ શ્રેષ્ઠ ફળને આપનાર છે તેવા પ્રકારના અર્થ-કામપુરુષાર્થો એવા શ્રેષ્ઠ ફળને આપનારા નથી તે પ્રકારે અન્યો માને છે. તે આ પ્રમાણે તુલ્ય પણ જીવિતપણું હોતે છતે કેમ એક પુરુષો=એક પ્રકારના પુરુષો, ફુલમથી આવેલા ધનના ઉપચયવાળા, અત્યંત ચિત્તના આનંદના સમૂહના ધામ, સંપૂર્ણ જગતમાં અભ્યહિત એવા કુળોમાં ઉત્પન્ન થાય છે ? અને અન્ય પુરુષો જ ધનની ગંધના સંબંધથી વિકલ અર્થાત્ નિર્ધન સમસ્ત દુ:ખના સમૂહના ભાજત, સર્વ જનથી નિંદિત એવાં કુળોમાં કેમ ઉત્પન્ન થાય છે ? અર્થાત્ બંને પ્રકારના જીવોનું સમાન જીવિત હોવા છતાં આ પ્રકારનો ભેદ પૂર્વમાં કરાયેલા ધર્મ વગર સંભવિત નથી. અને એક માતાનું જનકપણું હોવાથી સહોદર એવા યુગલનું બે પુરુષોમાં આ વિશેષ કેમ દેખાય છે ? તે વિશેષ જ ‘વદ્યુત'થી બતાવે છે તે બેમાં એક રૂપથી કામદેવ જેવો છે, પ્રશાંતપણાથી મુનિ જેવો છે, બુદ્ધિવિભવથી અભયકુમાર જેવો છે, ગંભીરપણાથી સ્વયંભૂરમણસમુદ્ર જેવો છે, સ્થિરપણાથી સુમેરુના શિખર જેવો છે, શૌર્યથી ધનંજ્ય જેવો છે, ધનથી કુબેર જેવો છે, દાનથી કર્ણ જેવો છે, નીરોગપણાથી વજશરીર જેવો છે, પ્રમુદિતચિત્તપણું હોવાને કારણે મહાનઋદ્ધિવાળા દેવ જેવો અને તેથી=આવા પ્રકારના ગુણોવાળો છે તેથી, આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, નિઃશેષગુણોની કલાના સમૂહથી યુક્ત એવો આ જીવ બધા લોકોના નયનને આનંદ દેનારો થાય છે. વળી, બીજો=એક માતાથી એક સાથે જન્મેલો બીજો, બીભત્સ દર્શનપણાને કારણે જગતને ઉદ્વેગ - - Page #284 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૬૧ ઉત્પન્ન કરે છે, દુષ્ટચેષ્ટાપણાથી માતા-પિતાને પણ સંતાપ ઉત્પન્ન કરે છે, મૂર્ખશેખરપણાથી પૃથ્વીનો વિજય કરે છેપૃથ્વીમાં તેના જેવો મૂર્ખશેખર પ્રાયઃ પ્રાપ્ત થવો દુર્લભ છે તેવું બતાવે છે, તુચ્છપણાથી અર્કશાલ્મલીના ફૂલને પણ ઓળંગે છે= અત્યંત હલકું હોય છે તેનાથી પણ અત્યંત પ્રકૃતિ હલકી હોય છે. ચપલપણાથી વાનરની લીલાને વિડંબના કરે છે–વાંદરાઓ કરતાં પણ અધિક ચપલતાવાળો છે. કાયરપણાથી ઊંદરના સમૂહને અવગણના કરે છે. અર્થાત્ ઊંદરો કરતાં પણ અત્યંત કાયર છે. નિર્ધતપણાથી ભિખારીના આકારને ધારણ કરે છે. કૃપણપણાથી ટક્કજાતિવાળા લોકોનું અતિલંઘન કરે છે. મહારોગના ભરથી આક્રાંતપણું હોવાને કારણે=પૂર્વના તેવા પ્રકારના અશુભકર્મનો વિપાક હોવાથી અત્યંત રોગિષ્ઠ શરીર હોવાને કારણે, વિક્લવ રૂપે રડતો=અત્યંત દીનપણાથી રડતો, પોતાને વિશે જગતને પણ કારુણ્ય ઉત્પન્ન કરે છે. દૈવ્ય, ઉદ્વેગ, શોકઆદિથી ઉપહતચિત્તપણું હોવાને કારણે ઘોર મહાવરક આકાર એવા સંતાપ સ્વીકાર કરે છે. તેથી આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સમસ્ત દોષનું ભાજન હોવાથી લોકો વડે આ પાપિષ્ઠ છે એ પ્રમાણે નિંદા કરાય છે. એક જ માતાના બે પુત્રોમાં એક જીવને પુણ્યપ્રકૃતિ અને ગુણસંપત્તિ જે પ્રાપ્ત થઈ તે ક્ષયોપશમભાવની ગુણસંપત્તિથી યુક્ત ઉત્તમપુણ્યના ફળ સ્વરૂપ છે. અને અન્યને સર્વપ્રકારની વિષમતાની પ્રાપ્તિ થઈ તે પાપપ્રકૃતિઓથી સહિત મોહનીયકર્મના ક્લિષ્ટ ઉદયજન્ય અધર્મની પરિણતિનું ફળ છે. તેથી ધર્મ જ સર્વ પુરુષાર્થોમાં શ્રેષ્ઠ પુરુષાર્થ છે. એ પ્રકારે ધર્મ જ પુરુષાર્થ માનનારા અન્ય જીવો વિચારે છે, એમ અન્વય છે. અને અચ=ધર્મપુરુષાર્થને માનનારા અન્ય, વિચારણા કરે છે. અર્થ ઉપાર્જન માટે પ્રવર્તમાન વિશેષ વિશેષ તુલ્ય કક્ષાવાળા અનુપહત સત્ત્વબુદ્ધિપૌરુષ અને પરાક્રમવાળા બે પુરુષોમાં=સર્વપ્રકારની સમાન કુશળતા છે. અર્થ ઉપાર્જનમાં બંને પ્રવર્તમાન છે, વળી, સત્વ, બુદ્ધિ, પુરુષનું પરાક્રમ વગેરે સમાન છે તેવા બે પુરુષોમાં, એક પુરુષ જે જે કૃષિ, પશુપાલ્ય, વાણિજય, રાજાદિ સેવા આરંભ કરે છે અથવા અન્ય તેના માટે ધનઅર્જત માટે, કર્મ કરે છે તે તે સફલતાને પામે છે. વળી, ઇતરનું તે જ કર્મ કેવલ વિફલ થતું નથી. તો શું ? પરંતુ પૂર્વતા પુરુષોથી પણ ઉપાર્જિત ધનલવ વિપરીતતાની પ્રાપ્તિ થવાથી ઊલટું નાશ પામે છે. આ સર્વ દેખાતો અનુભવ પુણ્ય-પાપનું કાર્ય છે. તેમ ધર્મપુરુષાર્થ પ્રધાન માનનારા જીવો અનુભવ અનુસાર પદાર્થની વ્યવસ્થાનો વિચાર કરે છે જેથી ધર્મ જ સર્વહિતનું કારણ છે તેવી બુદ્ધિસ્થિર થાય છે. અને અન્ય ધર્મ જ પ્રધાન પુરુષાર્થ છે તેને સ્થિર કરવા અર્થે અત્ય, આ પણ વિચારે છે, શું વિચારે છે? તે “યહુતથી બતાવે છે – બે પુરુષને તિરુપચરિત પાંચ પ્રકારના શબ્દાદિ વિષયો=શ્રેષ્ઠકોટિના પાંચેય ઈન્દ્રિયોના શબ્દાદિ વિષયો, ક્યારેક પ્રાપ્ત થાય છે. ત્યાં તે બેમાંથી એક=પાંચેય ઈન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિમાં તે બેમાંથી એક, પ્રબળ શક્તિવાળો, પ્રવર્ધમાન પ્રીતિવાળો, તેઓને=શબ્દાદિ વિષયોને, સતત અનુભવે છે. વળી, બીજાને અકાંડ જ કોઈક રીતે કાર્પષ્ય અથવા રોગાદિ=કૃપણતા રોગ વગેરે કારણ ઉત્પન્ન થાય છે. જેના કારણે તેઓને ભોગવવા માટે ઇચ્છતો પણ સમર્થ થતો નથી. ભોગવવા માટે સમર્થ થતો નથી. આવા પ્રકારના વિશેષવાળા જીવોમાં પૂર્વમાં વર્ણન કર્યું એવા Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પ્રકારના વિશેષ જીવોમાં, થનાર કાર્યોનું પરિદષ્ટ કોઈ કારણ જણાતું નથી=સાક્ષાત્ દેખાતું કોઈ કારણ જણાતું નથી. અને અકારણ કંઈક થવું યોગ્ય નથી. જો વળી અકારણ જ આવા પ્રકારના વિશેષો પૂર્વમાં વર્ણન કર્યું એવા બે પુરુષોમાં પરસ્પર વિલક્ષણતારૂપ વિશેષો, થાય તો સર્વથા થવા જોઈએ. જે પ્રમાણે આકાશ અર્થાત્ આકાશનું કોઈ કારણ નથી જેથી આકાશ સદા છે તેમ આવા પ્રકારના ભેદો અકારણ થાય તો સદા પ્રાપ્ત થવા જોઈએ. અથવા ક્યારેય થવા જોઈએ નહીં, જે પ્રમાણે શશશૃંગાદિ કયારેય વિદ્યમાન નથી તેમ આ પ્રકારના ભેદો પણ ક્યારેય થવા જોઈએ નહીં. અને જે કારણથી આ=બે જીવો પૂર્વમાં બતાવ્યા એવા ભેદો, ક્યારે થાય છે અને ક્યારેક થતા નથી. તે કારણથી આરઆ જાતના ભેદો, નિષ્કારણ નથી એ પ્રમાણે જણાય છે. અત્રાન્તરમાં આ પ્રમાણે ધર્માચાર્ય ધર્મપુરુષાર્થ પ્રધાન માનનારા જીવો કઈ રીતે ધર્મના માહાભ્યને જોનારા છે તે બતાવ્યું ત્યારપછી, તે સાંભળીને તેના ગૃહીત અર્થવાળો તે જીવ બોલે છે=ધર્મના માહાભ્યને કંઈક સમજેલો એવો તે જીવ બોલે છે. હે ભગવંત ! વળી, આ બધાનું ઉત્પાદક કારણ શું છે? જીવોમાં આ જાતની પરસ્પર વિલક્ષણતાનું ઉત્પાદક કારણ શું છે? તેથી ધર્મગુરુઓ કહે છે – હે ભદ્ર ! સાંભળ “સમસ્ત પણ જીવગત સુંદર વિશેષોનું અંતરંગ કારણ ધર્મ જ છે, તે જ ભગવાન=સર્વ સુંદર વિશેષોનું અંતરંગ કારણ ભગવાન, આ જીવને કુલોમાં ઉત્પાદન કરે છે ઉત્તમકુળોમાં જન્મ પ્રાપ્ત કરાવે છે. વિશેષગુણમંદિરતાને લાવે છે=સર્વ પ્રકારના ગુણસમૂહોને પ્રાપ્ત કરાવે છે. આનાં જીવતાં સમસ્ત અનુષ્ઠાનોને સફળ કરાવે છે ધર્મ, અર્થ, અને કામને પ્રાપ્ત કરાવવા અર્થે જીવો જે જે પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિઓને ધર્મ જ સફલ કરે છે. પ્રાપ્ત થયેલા ભોગોને સતત જીવોને ભોગવવા સમર્થ બનાવે છે. અને અન્ય સર્વ ગુણવિશેષોને સંપાદન કરે છે. જીવ વીતરાગના વચનાનુસાર જે શુભ અનુષ્ઠાન કરે છે તે અનુષ્ઠાનમાં વીતરાગના વચનથી નિયંત્રિત જે મતિજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તે છે તે પુષ્ટિશુદ્ધિમતચિત્તસ્વરૂપ છે. અર્થાત્ પુણ્યના ઉપચયનું કારણપણું અને ઘાતિકર્મોનો ક્ષય કરે એવું છે અને તે મતિજ્ઞાનના ઉપયોગ રૂ૫ ચિત્ત જ ધર્મ છે અને તે ધર્મના સેવનથી આત્મામાં જે પુણ્ય બંધાય છે તે પુષ્ટિરૂપ છે જેનાથી ઉત્તમકુલો, ઉત્તમભોગસામગ્રી આદિ બાહ્ય સર્વ અનુકૂળતાઓ પ્રાપ્ત થાય છે અને ધર્મના સેવન કારણ ઘાતિકર્મના ક્ષયજન્ય જે નિર્મળતા છે તે શુદ્ધિ છે અને તેનાથી દરેક ભવોમાં ઉત્તમ ગુણસંપત્તિ પ્રગટે છે; કેમ કે ઘાતિકર્મો જ જીવની ગુણસંપત્તિનો નાશ કરનાર છે અને જે જે અંશથી ઘાતકર્મો અલ્પ થાય છે તેમ તેમ ગુણસંપત્તિ પ્રગટે છે તેથી ધર્મ સેવનારા મહાત્મા જે સુંદર કુળોમાં ઉત્પન્ન થાય છે, જે ગુણસંપત્તિ પ્રાપ્ત કરે છે અને પોતાના આલોક અને પરલોકના સુખ અર્થે જે જે અનુષ્ઠાનો સેવે છે તે ધર્મ અર્થ અને કામવિષયક અનુષ્ઠાનોને પૂર્વમાં સેવાયેલો ધર્મ જ સફળ કરે છે અને પ્રાપ્ત થયેલા ભોગોને સતત ભોગવીને ભોગથી આકુળતાઓ શાંત કરે છે એ પણ ઉત્તમ પ્રકારના સેવાયેલા ધર્મનું જ ફળ છે. આથી જ તીર્થકરો પણ ચરમભવમાં ચક્રવર્તી આદિના ભોગોને ભોગવીને ચિત્તની સ્વસ્થતાને પ્રાપ્ત કરે છે અને ભોગકર્મના નાશથી ચિત્તને નિર્મળ કરે છે એ સર્વ વિશુદ્ધ પ્રકારે સેવાયેલા ધર્મનું ફળ છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૬૩ અને સર્વ પણ જીવગત અશોભન વિશેષોનું અંતરંગ કારણ અધર્મ જ છે. અને ખરાબ અંતવાળો એવો તે જ=અધર્મ જ, આ જીવને દુષ્કુલોમાં ઉત્પન્ન કરે છે. વિશેષદોષના નિવાસતાને પ્રાપ્ત કરાવે છે. સર્વવ્યવસાયને વિફલ કરે છે સુખનો અર્થી જીવ જે કંઈ સુખના ઉપાયરૂપે યત્ન કરે છે તે સર્વને વિફલ કરે છે. પ્રાપ્ત થયેલા ભોગોના ઉપભોગમાં વિદ્ધભૂત એવા શક્તિવૈકલ્યને ઉત્પન્ન કરે છે =કંઈક પુણ્યના લેશથી ભોગસામગ્રી મળેલી હોય તો પણ તેના ભાગમાં વિધ્યભૂત એવા રોગાદિ કે અન્ય ઉપદ્રવોને ઉત્પન્ન કરીને ભોગની શક્તિની વિકલતાને ઉત્પન્ન કરે છે. અને બીજા પણ અમનોજ્ઞ એવા અનંતવિશેષોને આ જીવમાં આધાર કરે છે. તે કારણથી જેના બળથી આ સમસ્ત સંપત્તિઓ છે તે જ ધર્મપ્રધાન પુરુષાર્થ છે. હિં=જે કારણથી, અર્થકામને ઈચ્છતા એવા પણ પુરુષોને ધર્મ વગર પ્રાપ્ત થતા નથી=અર્થકામ પ્રાપ્ત થતા નથી. વળી, ધર્મવાળા પુરુષોને અતર્કિત અર્થકામ સ્વતઃ જ પ્રાપ્ત થાય છે=અર્થકામની ઈચ્છા હોવા છતાં હું શું પ્રયત્ન કરું જેથી મને અર્થ મળે, હું શું પ્રયત્ન કરું જેથી મને કામ મળે એવા વિકલ્પો કર્યા વગર એવા પ્રકારના પ્રકૃષ્ટ પુણ્યના બળથી સ્વતઃ જ અર્થકામ પ્રાપ્ત થાય છે. આથી અર્થકામના અર્થી એવા પુરુષો વડે પરમાર્થથી ધર્મ જ સેવવા માટે યુક્ત છે. તે કારણથી તે જ પ્રધાન છે. જીવ જ્યારે મોહવાસિત થઈને ક્લેશો કરે છે ત્યારે ભોગાદિ ક્રિયાથી પણ અધર્મ કરે છે, ધનઅર્જનઆદિમાં પણ અધર્મ કરે છે; કેમ કે તે પ્રકારના ભોગાદિમાં અને ધનાદિમાં મોહની જ વૃદ્ધિ કરે છે. પરંતુ ધર્મથી નિયંત્રિત ભોગાદિમાં પ્રવૃત્તિ કરતો નથી અને ક્વચિત્ ધર્મના અનુષ્ઠાનો કરે ત્યારે પણ તત્ત્વની જિજ્ઞાસા વગરના તુચ્છમતિવાળા જીવો માનખ્યાતિ આદિમાં ક્લેશોને જ કરે છે. ધાર્યા પ્રમાણે માનખ્યાતિઆદિ ન મળે તો ખેદ, ઉદ્વેગઆદિ ભાવો જ કરે છે. પરંતુ ગુણવૃદ્ધિનું કારણ બને તે પ્રકારે ધર્મને સેવતા નથી. તેથી મોહવાસિત ચિત્તવાળા જીવો અર્થના ઉપાર્જનકાળમાં, ભોગના સેવનકાળમાં અને ધર્મઅનુષ્ઠાનકાળમાં પણ મોહધારાની વૃદ્ધિ કરે છે. જેનાથી અધર્મની પ્રાપ્તિ થાય છે અર્થાતુ પાપપ્રકૃતિ બંધાય છે. અને મોહના સંસ્કારો દૃઢ-દઢતર થાય છે જેના ફળરૂપે તેઓ ખરાબકુળોમાં જન્મે છે અને મોહના સંસ્કારો દૃઢ કરેલા હોવાથી બધા પ્રકારના દોષનું નિવાસસ્થાન બને છે. અને ભોગાદિની અને સુખની લાલસાવાળા તે જીવો જે જે પ્રયત્ન કરે છે તે સર્વ પ્રયત્નને વિફલ કરનાર અધર્મના સેવનકાળમાં બંધાયેલાં અંતરાયકર્મને કારણ બને છે. વળી, કોઈક તુચ્છ પુણ્યના કારણે ભોગો પ્રાપ્ત થયેલા હોય તો પણ તે ભોગને ભોગવવામાં વિજ્ઞભૂત નિમિત્તને અધર્મ ઉત્પન્ન કરે છે જેથી તે ભોગો પણ તે જીવને સુખ આપી શકતા નથી. પરંતુ ક્લેશનું જ કારણ બને છે. વળી, જીવને જે જે ન ગમે એવાં હોય તેવાં સર્વ દુઃખો અધર્મ જ ઉત્પન્ન કરે છે. તેથી જેના બળથી જીવને સર્વ પ્રકારના સુખની પ્રાપ્તિ થતી હોય તેવો ધર્મ જ પ્રધાન પુરુષાર્થ છે, આથી જ ધર્મ સેવનારાઓને મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી વગર વિકલ્પ પણ સ્વાભાવિક જ તેની ઇચ્છાની પૂર્તિ થાય તેવા સુંદર અર્થકામ પણ પ્રાપ્ત થાય છે અને અર્થકામની પ્રાપ્તિકાળમાં પણ પૂર્વમાં લેવાયેલા ધર્મના ઉત્તમ સંસ્કારો જાગૃત થાય છે. માટે જે જીવોને અર્થકામની ઇચ્છા હોય તેવાએ પણ પરમાર્થથી ધર્મમાં જ યત્ન કરવો જોઈએ; કેમ કે સર્વ પ્રકારના સુખની પરંપરાનું એક કારણ ધર્મ જ છે માટે તે જ પ્રધાન પુરુષાર્થ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ છે. આ પ્રકારે ધર્મપુરુષાર્થને પ્રધાન જોનારા મહાત્માઓ ધર્મનું જ યથાર્થ સ્વરૂપ વિચારે છે જેના બળથી સમ્યગ્ધર્મ સેવવાને અનુકૂળ મહાવીર્યનો સંચય થાય છે. યદ્યપિ અનંતજ્ઞાન, દર્શન, વીર્ય, આનંદઆત્મક જીવસ્વરૂપતા અવસ્થાનલક્ષણ ચોથો પણ મોક્ષરૂપ પુરુષાર્થ નિઃશેષ ફ્લેશરાશિના વિચ્છેદરૂપપણું હોવાને કારણે સ્વાભાવિક સ્વાધીન આનંદઆત્મકપણું હોવાને કારણે પ્રધાન જ છે, તોપણ તેનું મોક્ષનું ધર્મનું કાર્યપણું હોવાથી=ધર્મથી મોક્ષની પ્રાપ્તિ થાય છે માટે મોક્ષ એ ધર્મનું કાર્ય હોવાથી, તેના પ્રાધાન્યવર્ણન દ્વારા પણ મોક્ષના પ્રાધાન્ય વર્ણન દ્વારા પણ, પરમાર્થથી તસંપાદક-મોક્ષસંપાદક, ધર્મ જ પ્રધાન પુરુષાર્થ છે એ પ્રમાણે દર્શિત થાય છે. જીવને માટે જે અત્યંત સુખકારક હોય તે પ્રધાન કહેવાય અને જીવને માટે અત્યંત સુખકારક મોક્ષ છે તેથી મોક્ષપ્રાપ્તિરૂપ પુરુષાર્થ જ પ્રધાન છે તોપણ મોક્ષપ્રાપ્તિમાં સાક્ષાત્ યત્ન થતો નથી. સાક્ષાત્ યત્ન ધર્મમાં થાય છે. અને તે યત્નથી આત્મામાં ધર્મરૂપ પુરુષાર્થ પ્રગટે છે. અને તે પ્રકર્ષને પામીને મુક્તઅવસ્થાનું કારણ છે. તેથી મોક્ષપુરુષાર્થના કારણરૂપ ધર્મપુરુષાર્થ પણ પ્રધાન પુરુષાર્થ કહી શકાય; કેમ કે કારણમાં કાર્યનો ઉપચાર કરીને કારણને જ પ્રધાન કહી શકાય. અને તે પ્રકારે ભગવાન વડે કહેવાયું છે ચારેય પુરુષાર્થમાં ધર્મ જ પ્રધાન પુરુષાર્થ છે એ પ્રકારે ભગવાન વડે કહેવાયું છે – “ધર્મ ધનાર્થી જીવોને ધન દેનારો છે. કામાર્થી જીવોને સર્વ કામને દેવારો છે ધર્મ સર્વ કામના સુખ દેનારો છે, ધર્મ જ પરંપરાથી=ધનાર્થી જીવોને અને કામાર્થી જીવોને ધન અને કામને આપીને ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો એવો ધર્મ જ અપવર્ગનું સાધક છે=મોક્ષપુરુષાર્થનું સાધક છે.' એથી આનાથી પ્રધાનતર=ધર્મથી વિશેષ પ્રધાન, કોઈ વસ્તુ નથી એ પ્રમાણે કહેવાય છે. धर्मस्वरूपवर्णनम् धर्माख्यः पुरुषार्थोऽयं, प्रधान इति गीयते । पापग्रस्तं पशोस्तुल्यं, धिग् धर्मरहितं नरम् ।।१।। ઘર્મના સ્વરૂપનું વર્ણન ધર્મ નામનો આ પુરુષાર્થ પ્રધાન છે એ પ્રમાણે જણાય છે. પાપગ્રસ્ત પશુતુલ્ય ધર્મરહિત મનુષ્યને ધિક્કાર થાઓ. ઉપનય : तदिदमाकर्ण्य स जीवोऽभिदधीत-भगवन् ! एतौ तावदर्थकामौ साक्षादुपलभ्येते, योऽयं पुनर्भवद्भिः धर्मो वर्णितः स नास्माभिः क्वचिद् दृष्टः, ततो निदर्श्यतामस्य यत्स्वरूपमिति। ततो धर्मसूरिराचक्षीतभद्र ! मोहान्धाः खल्वेनं न पश्यन्ति, विवेकिनां पुनः प्रत्यक्ष एव धर्मः, तथाहि-सामान्येन Page #288 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૬૫ तावद्धर्मस्य त्रीण्येव रूपाणि द्रष्टव्यानि भवन्ति, तद्यथा - कारणं, स्वभावः, कार्यं च, तत्र सदनुष्ठानं धर्मस्य कारणं, तद् दृश्यत एव, स्वभावः पुनर्द्विविधः - साश्रवोऽनाश्रवश्च तत्र साश्रवो जीवे शुभपरमाणूपचयरूपः, अनाश्रवस्तु पूर्वोपचितकर्मपरमाणुविलयमात्रलक्षणः, स एष द्विविधोऽपि धर्मस्वभावो योगिभिर्दृश्यते, अस्मादृशैरप्यनुमानेन दृश्यत एव । कार्यं पुनर्धर्मस्य यावन्तो जीवगताः सुन्दरविशेषाः तेऽपि प्रतिप्राणिप्रसिद्धतया परिस्फुटतरं दृश्यन्त एव, तदिदं कारणस्वभावकार्यरूपत्रयं पश्यता धर्मस्य किं न दृष्टं भवता ? येनोच्यते न दृष्टो मया धर्म इति यस्मादेतदेव त्रितयं धर्मध्वनिनाऽभिधीयते, केवलमेष विशेषो यदुत - सदनुष्ठानं कारणे कार्योपचाराद्धर्म इत्युच्यते, यथा तन्दुलान् वर्षति पर्जन्य इति, स्वभावस्तु यः साश्रवो निगदितः स पुण्यानुबन्धिपुण्यरूपो विज्ञेयः, यः पुनरनाश्रवः स निर्जरात्मको मन्तव्यः । स एष द्विविधोऽपि स्वभावो निरुपचरितः साक्षाद्धर्म एवाभिधीयते, ये त्वमी जीववर्त्तिनः समस्ता अपि सुन्दरविशेषाः ते कार्ये कारणोपचाराद्धर्मशब्देन गीयन्ते यथा ममेदं शरीरं पुराणं कर्मेति' । ઉપનયાર્થ : તે આ સાંભળીને=પૂર્વમાં વર્ણન કર્યું તે આ સાંભળીને, તે જીવ કહે છે હે ભગવન ! આ અર્થકામ સાક્ષાત્ દેખાય છે, ભગવાન તમારા વડે જે આ ધર્મવર્ણન કરાયું તે અમારા વડે કયાંય દેખાતો નથી. તેથી આવું જે સ્વરૂપ છે તે બતાવો. તેથી=આ જીવને ધર્મ દેખાતો નથી માટે તેનું સ્વરૂપ બતાવો તેમ કહે છે તેથી, ધર્મસૂરિ કહે છે હે ભદ્ર ! મોહાન્ધ જીવો આને જોતા નથી. વળી, વિવેકીઓને ધર્મ પ્રત્યક્ષ જ છે. જે જીવો માત્ર બાહ્યપદાર્થને જોનારા છે તેઓને અર્થકામ ચર્મચક્ષુથી દેખાય છે. અંતરંગ જીવની ધર્મરૂપ પરિણિત જોઈ શકે તેવો જેને ક્ષયોપશમ નથી તેઓને માત્ર અર્થકામ પ્રત્યક્ષ છે, ધર્મ પ્રત્યક્ષ નથી. પરંતુ ઉચિત ક્રિયાઓ દ્વારા આત્મામાં પ્રગટ થતી સ્વસ્થતાની પરિણતિ રૂપ ધર્મ જોવાની વિવેકદૃષ્ટિ પ્રગટી છે તેવા મહાત્માઓને ધર્મ પ્રત્યક્ષ જ છે. અર્થાત્ સ્વસંવેદનથી પ્રતીત છે. સ્પષ્ટ કરવા અર્થે ‘તથાન્તિ'થી કહે છે. સામાન્યથી ધર્મનાં ત્રણ જ સ્વરૂપ જાણવાં=વિશેષથી ધર્મના અનેક ભેદ હોવા છતાં સામાન્યથી ધર્મનાં ત્રણ સ્વરૂપો દૃષ્ટવ્ય થાય છે. આ પ્રમાણે – કારણધર્મ, સ્વભાવધર્મ અને કાર્યધર્મ, ત્યાં=ત્રણ પ્રકારના ધર્મમાં, સઅનુષ્ઠાન ધર્મનું કારણ છે=અંતરંગ ધર્મની નિષ્પત્તિનું કારણ બને તે રીતે સમ્યગ્ સેવાયેલું ઉચિત અનુષ્ઠાન ધર્મનું કારણ છે, તે=કારણ ધર્મ, દેખાય જ છે. વળી, તે સ્વભાવધર્મ બે પ્રકારનો છે સાશ્રવ અને અનાશ્રવ. ત્યાં=સ્વભાવધર્મમાં સાશ્રવ ધર્મ જીવમાં, શુભ પરમાણુના ઉપચયરૂપ છે=મોક્ષના અપ્રતિપંથી એવા પુણ્યના ઉપચય સ્વરૂપ છે. વળી, અનાશ્રવ ધર્મ પૂર્વ ઉપચિત કર્મપરમાણુના વિલય માત્ર સ્વરૂપ છે=સાશ્રવ ધર્મ પુણ્યના ઉપચય સ્વરૂપ અને અનાશ્રવ ધર્મ ઘાતિકર્મના વિગમથી થયેલી જીવતી નિર્મળપરિણતિ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ સ્વરૂપ છે અર્થાત્ દુષ્કૃતગર્હાકાળમાં દુષ્કૃત પ્રત્યેનો દ્વેષનો પરિણામ શુભલેશ્યા રૂપ હોવાથી પુણ્ય ઉપચયનું કારણ બને છે અને દુષ્કૃતના સંસ્કારો શિથિલ કરે તેવા મતિજ્ઞાનના ઉપયોગ સ્વરૂપ હોવાથી દુષ્કૃત આપાદક કષાય પરિણતિને ક્ષીણ કરીને તેવાં પાપકર્મોના વિલયને કરે છે. તે આ બે પ્રકારનો પણ ધર્મનો સ્વભાવ=જીવના નિર્મળ ઉપયોગથી નિષ્પન્ન થતા પુણ્ય ઉપચય અને ઘાતિકર્મના વિગમન રૂપ બે પ્રકારનો પણ ધર્મનો સ્વભાવ, યોગીઓ વડે દેખાય છે=કાર્યણવર્ગણાને જોઈ શકે એવા અવધિજ્ઞાની એવા કે મનઃપર્યવજ્ઞાની એવા યોગીઓ વડે દેખાય છે; કેમ કે શુભપરમાણુનો ઉપચય અને પૂર્વ ઉપચિત ઘાતિકર્મનો વિલય તેઓ પ્રત્યક્ષથી જોઈ શકે છે. અને અમારા જેવા વડે= કાર્યણવર્ગણાને નહીં જોનારા પરંતુ ભગવાનના વચનના પરમાર્થને જોનારા મહાત્માઓ વડે, અનુમાનથી દેખાય જ છે. સાશ્રવ અનાશ્રવરૂપ સ્વભાવધર્મ અનુમાનથી દેખાય જ છે; કેમ કે મોહના સ્પર્શને ક્ષીણ કરતો વર્તમાનમાં પોતાનો મતિજ્ઞાનનો ઉપયોગ ક્ષયોપશમભાવના પરિણામરૂપ હોવાથી પુણ્ય ઉપચય કરે છે. અને મોહની અનાકુળતાને સ્પર્શનાર હોવાથી ઘાતિકર્મનો નાશ કરે છે. તે પ્રકારનું અનુમાન તેઓ કરી શકે છે. જેમ ધૂમને જોઈને પર્વત ઉપર વહ્નિ છે તેમ દેખાય છે એ રીતે પોતાના વર્તમાન ઉપયોગના બળથી મારામાં પુષ્ટિશુદ્ધિમતુચિત્ત વર્તે છે એવું સ્વસંવેદન હોવાથી પુણ્ય ઉપચય અને ઘાતિકર્મનો વિલય થાય છે. એ પ્રકારના અનુમાનથી જણાય છે. વળી, ધર્મનું કાર્ય જેટલા જીવગત સુંદર વિશેષો છે તે પણ=તે સુંદર વિશેષો પણ પ્રતિપ્રાણીમાં પ્રસિદ્ધપણું હોવાથી પરિસ્ફુટતર દેખાય જ છે. સંસારવર્તી જીવો મનુષ્યભવને પામીને મારો આત્મા શાશ્વત છે ઇત્યાદિ સત્ શાસ્ત્રોને સાંભળીને શાશ્વત આત્માની હિતચિંતા અર્થે ઉચિત પ્રવૃત્તિ આદિ કરે અર્થાત્ અર્થશ્રવણ કરે, તત્ત્વને સ્થિર કરે, વિશેષ વિશેષ જાણવા યત્ન કરે અને તેના ફળરૂપે સુંદર દેવભવ, સુંદર મનુષ્યભવ આદિ જે કંઈ ધનવૈભવ આદિથી યુક્ત પ્રાપ્ત કરે તે સર્વ સુંદરવિશેષો દરેક જીવોમાં સ્પષ્ટ દેખાય છે. તે ધર્મનું જ કાર્ય છે. તે કારણથી આ કારણ, સ્વભાવ, કાર્ય એવા ત્રણ રૂપ ધર્મને જોતા એવા તારા વડે શું જોવાયું નથી ? જેથી મારા વડે ધર્મ જોવાયો નથી એમ કહે છે, જે કારણથી આ જ ત્રિતય=કારણ સ્વભાવ અને કાર્ય એ જ ત્રિતય ધર્મધ્વનિથી કહેવાય છે=ધર્મ શબ્દથી વાચ્ય છે, ફક્ત આ વિશેષ છે, અને તે વિશેષ જ ‘વ્રુત’થી બતાવે છે કારણમાં કાર્યનો ઉપચાર કરીને સઅનુષ્ઠાન ધર્મ એ પ્રમાણે કહેવાય છે. જે પ્રમાણે વાદળાંઓ ચોખાને વર્ષાવે છે. વાદળાંઓ જલને વર્ષાવે છે તેનાથી ચોખારૂપ ધાન્ય ઊગે છે ત્યારે લોકમાં કહેવાય છે કે વાદળાંઓ ચોખાનો વરસાદ કરે છે, તેમ જે મહાત્માઓ જિનવચનથી નિયંત્રિત સદ્અનુષ્ઠાન કરે છે તેનાથી આત્મામાં મતિજ્ઞાનની પરિણતિરૂપ ધર્મ ઉત્પન્ન થાય છે જે પરિણતિકાળમાં જ પુણ્યનો ઉપચય અને ઘાતિકર્મના અપચયરૂપ સાશ્રવ અને અનાશ્રવ રૂપ ધર્મ પ્રગટે છે જેથી તે ધર્મની નિષ્પત્તિનું કારણ સદ્દનુષ્ઠાન — Page #290 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ २५७ હોવાથી બાહ્યથી દેખાતા વિવેકપૂર્વકના સઅનુષ્ઠાનને ધર્મ કહેવાય છે અને વિવેક વગરના બાહ્યથી સઅનુષ્ઠાનતુલ્ય સેવાતા તે અનુષ્ઠાનને ભ્રમથી ધર્મ કહેવાય છે; કેમ કે તે સનુષ્ઠાન નથી તોપણ બાહ્ય સાદશ્યને કા૨ણે તેમાં સઅનુષ્ઠાનનો ભ્રમ થાય છે. વળી, જે સાશ્રવસ્વભાવ કહેવાયો તે પુણ્યાનુબંધી પુણ્ય રૂપ જાણવો, વળી જે અનાશ્રવ છે= અનાશ્રવ રૂપ સ્વભાવ છે તે નિર્જરાત્મક જાણવો=વીતરાગતાને સ્પર્શનારા ઉપયોગથી વીતરાગતાને બાધક કર્મોની જે નિર્જરા થાય છે તેનાથી પ્રગટ થયેલો આત્માનો નિર્મળ સ્વભાવ જાણવો, તે આ બંને પણ સ્વભાવ=સાશ્રવ અને નિરાશ્રવ રૂપ બંને પણ સ્વભાવ, નિરુપચરિત સાક્ષા ્ ધર્મ જ કહેવાય છે=આત્મામાં સંચિત થયેલા પુણ્ય પરમાણુ અને ઘાતિકર્મના ક્ષયથી થયેલ નિર્મળતારૂપ ધર્મ જ કહેવાય છે, વળી, જે આ જીવવર્તી સમસ્ત પણ સુંદરવિશેષો=ઉત્તમકુળ, ઉત્તમરૂપ, ઉત્તમસંઘયણાદિ રૂપ સુંદરવિશેષો તે કાર્યમાં કારણના ઉપચારથી=ધર્મના કાર્યમાં ધર્મરૂપ કારણના ઉપચારથી ધર્મ શબ્દથી કહેવાય છે. જે પ્રમાણે મારું આ શરીર પૂર્વનું કર્મ છે. सम्यग्दर्शनस्वरूपम् ततः पुनरेष जीवो ब्रूयात् - भगवन् ! अत्र त्रये कतमत्पुनः पुरुषेणोपादेयं भवति ? ततो धर्मगुरुरभिदधीत-भद्र ! सदनुष्ठानमेव, तस्यैवेतरद्वयसम्पादकत्वात् । स ब्रूयात् - किं पुनस्तत्सदनुष्ठानम् ? ततः सद्धर्मसूरयोऽभिदधीरन् - सौम्य ! साधुधर्मो गृहिधर्मश्च, तस्य पुनर्द्विविधस्यापि मूलं सम्यग्दर्शनं, ततोऽयं जीवो वदेत्-भगवन् ! उपदिष्टमासीदेतत्सम्यग्दर्शनं प्राग्भवता, किन्तु तदा मया नावधारितं, तदधुना कथयत किमस्य स्वरूपमिति ? ततः सङ्क्षेपेण प्रथमावस्थोचितमस्य पुरतो धर्मगुरवः सम्यग्दर्शनस्वरूपं वर्णयेयुः, यथा - 'भद्र ! यो रागद्वेषमोहादिरहितोऽनन्तज्ञानदर्शनवीर्यानन्दात्मकः समस्तजगदनुग्रहप्रवणः सकलनिष्कलरूपः परमात्मा स एव परमार्थतो देव इति बुद्ध्या तस्योपरि यद्भक्तिकरणं, तथा तेनैव भाषिता ये जीवाजीवपुण्यपापाश्रवसंवरनिर्जराबन्धमोक्षाख्या नव पदार्थाः अवितथा एवेति या प्रतिपत्तिः, तथा तदुपदिष्टे ज्ञानदर्शनचारित्रात्मके मोक्षमार्गे ये प्रवर्त्तन्ते साधवः त एव गुरवो वन्दनीया इति या बुद्धिस्तत्सम्यग्दर्शनं, तत्पुनर्जीवे वर्त्तमानं प्रशमसंवेगनिर्वेदानुकम्पा - स्तिक्याभिव्यक्तिलक्षणैर्बाह्यलिङ्गैर्लक्ष्यते, तथा तदङ्गीकृत्य जीवेन सत्त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि समाचरणीयानि भवन्ति, तथा स्थिरता, भगवदायतनसेवा, आगमकुशलता, भक्तिः, प्रवचनप्रभावना इत्येते पञ्च भावाः सम्यग्दर्शनं दीपयन्ति । तथा शङ्काः, काङ्क्षा, विचिकित्सा, परपाषण्डिप्रशंसासंस्तवश्चैते तु तदेव दूषयन्ति । तदेष सकलकल्याणावहो दर्शनमोहनीयकर्मक्षयोपशमादिनाऽऽविर्भूतः खल्वात्मपरिणाम एव विशुद्धसम्यग्दर्शनमभिधीयते । Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ સમ્યગ્દર્શનનું સ્વરૂપ તેથી પૂર્વમાં ગુરુએ કહ્યું કે આ ધર્મ અનુમાન દ્વારા આપણે પણ જોઈ શકીએ છીએ તે ધર્મ ત્રણ પ્રકારનો છે તેથી, ફરી આ જીવ કહે છે– હે ભગવન્! આ ત્રણ પ્રકારના ધર્મમાં કયો ધર્મ પુરુષ વડે ઉપાદેય છે? તેથી ધર્મગુરુ કહે છે– હે ભદ્ર ! સદ્અનુષ્ઠાન જ–ત્રણ પ્રકારના ધર્મમાંથી સદ્અનુષ્ઠાનમાં જ, જીવે પ્રયત્ન કરવો જોઈએ; કેમ કે તેનું જ=સઅનુષ્ઠાનનું જ, ઇતરદ્રયનું સંપાદકપણું છે. માત્ર બાહ્ય ક્રિયાને નહીં, પરંતુ દઢપ્રણિધાનપૂર્વક ભાવધર્મ નિષ્પન્ન થાય તે પ્રકારના અંતરંગ પ્રયત્નપૂર્વક સેવાયેલું અનુષ્ઠાન જ અનુષ્ઠાન છે અને તે અનુષ્ઠાન જ ઉપાદેય છે; કેમ કે તે સદ્અનુષ્ઠાનના સેવનથી અવશ્ય અંતરંગ નિર્મળ પ્રકારનું ચિત્ત ઉત્પન્ન થાય છે અને તે ચિત્ત પુણ્ય, ઉપચય અને નિર્જરારૂપ ધર્મને પ્રગટ કરે છે, જેનાથી કાર્યધર્મ અવશ્ય પ્રાપ્ત થાય છે. તેથી કારણધર્મરૂપ સદ્ધનુષ્ઠાન સ્વભાવધર્મ અને કાર્યધર્મનું અવશ્ય સંપાદક છે. તે કહે છે પ્રસ્તુત જીવ ગુરુનાં એ વચન સાંભળીને કહે છે – વળી તે સઅનુષ્ઠાન શું છે? તેથી સદ્ધર્મસૂરીશ્વર કહે છે – હે સૌમ્ય ! સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ રૂપ સઅનુષ્ઠાન છે. વળી, બે પ્રકારના પણ તેનું સઅનુષ્ઠાનનું, મૂલ સમ્યગ્દર્શન છે. તેથી આ જીવ કહે છે – ભગવન્! પૂર્વમાં તમારા વડે આ સમ્યગ્દર્શન બતાવાયેલું હતું, પરંતુ ત્યારે મારા વડે અવધારણ કરાયું ન હતું તે કારણથી હવે કહો આનું=સમ્યગ્દર્શનનું, સ્વરૂપ શું છે? તેથી સંક્ષેપથી પ્રથમ અવસ્થાને ઉચિત આવી આગળ ધર્મગુરુઓ સમ્યગ્દર્શનનું સ્વરૂપ વર્ણન કરે છે. પૂર્વમાં ધર્મગુરુએ સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવ્યું હતું છતાં પ્રસ્તુત જીવ કોઈક રીતે કુવિકલ્પમાં ચઢેલ હોવાથી તેના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શે તે રીતે સાંભળવા તત્પર થયેલો નહીં, એ હવે સદ્ધર્મગુરુએ ચાર પ્રકારના પુરુષાર્થનું વર્ણન કર્યું. તેથી પોતાની રુચિ અનુસાર અર્થ-કામનું વર્ણન સાંભળીને તત્ત્વને અભિમુખ થયેલો જીવ ધર્મનું સ્વરૂપ સાંભળીને ધર્મના સ્વરૂપના વિષયમાં જિજ્ઞાસાવાળો બને છે. તેથી પ્રયત્નના વિષયભૂત અનુષ્ઠાનરૂપ ધર્મના સ્વરૂપની પૃચ્છા કરે છે. તે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે તેમ સાંભળીને પૂર્વના વર્ણન કરાયેલા સમ્યગ્દર્શનનું સ્મરણ થયું, પરંતુ તેના પરમાર્થનો બોધ ત્યારે થયો નહીં. હવે જિજ્ઞાસાપૂર્વક પૃચ્છા કરે છે તેથી તેને સમ્યગ્દર્શનનો પારમાર્થિક બોધ થાય તેને માટે સંક્ષેપથી પ્રથમ અવસ્થાને ઉચિત સમ્યગ્દર્શનનું સ્વરૂપ ગુરુઓ બતાવે છે. તે આ પ્રમાણે- હે ભદ્ર! જે રાગ, દ્વેષ, મોહાદિ રહિત અનંતજ્ઞાન, દર્શન, વીર્ય, આનંદઆત્મક, સમસ્ત જગતના અનુગ્રહમાં તત્પર, સકલ કલાવગરના સ્વરૂપવાળા=સંસારી જીવોની જે પ્રકારની મોહને કારણે થતી જે પ્રવૃત્તિ છે તેવી સર્વકલાથી રહિત પ્રવૃત્તિવાળા, પરમાત્મા તે જ પરમાર્થથી દેવ છે એ પ્રકારની બુદ્ધિથી તેમના ઉપર જે ભક્તિનું કરવું તેમના પ્રત્યે ભક્તિ થાય તે પ્રકારે પૂજાદિ ક્રિયા કરવી, અને તેમના વડે જ કહેવાયેલા જે જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ નામના નવ પદાર્થો તે અવિતથ જ છે યથાર્થ જ છે, એવા પ્રકારે પ્રતિપત્તિ=સ્વીકાર, અને Page #292 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૧૯ તેમનાથી ઉપદિષ્ટ જ્ઞાનદર્શનચારિત્રઆત્મક મોક્ષમાર્ગમાં જેઓ પ્રવર્તે છે તે જ ગુરુઓ વંદનીય છે. એ પ્રકારની બુદ્ધિ તે સમ્યગ્દર્શન છે. વળી, જીવમાં વર્તતું એવું તે સમ્યગ્દર્શન, પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા (અ) આસ્તિક્યની અભિવ્યક્તિરૂપ બાહ્ય લિંગો વડે જણાય છે. અને તેને સ્વીકારીને= સમ્યગ્દર્શન સ્વીકારીને, જીવ વડે જીવોમાં મૈત્રી, ગુણાધિકમાં પ્રમોદ, ક્લિશ્યમાનમાં કારુણ્ય અને અવિવેયમાં અયોગ્ય જીવમાં, માધ્યચ્ય સમાચરણીય થાય છે. અને સ્થિરતા=ભગવાનના માર્ગમાં નિશ્ચય બુદ્ધિરૂપ સ્થિરતા, ભગવાનના આયતનની સેવા=ભગવાનની પ્રતિમા આદિની ભક્તિ, આગમતી કુશલતા શાસ્ત્રો ભણીને શાસ્ત્રના રહસ્યને જાણવાની કુશળતા, ભક્તિ=ગુણવાન પુરુષો પ્રત્યેની ભક્તિ, પ્રવચનની પ્રભાવતા લોકોને ભગવાનના શાસન પ્રત્યે બહુમાન થાય તેવી ઉચિત પ્રવૃત્તિ, આ પાંચ ભાવો સમ્યગ્દર્શનને દીપાવે છે–પ્રગટ થયેલા સમ્યગ્દર્શનને નિર્મળ બનાવે છે. અને શંકા=ભગવાનના વચનમાં શંકા, અત્યદર્શનની કાંક્ષા=અવ્યદર્શનના બાહ્યપ્રભાવને જોઈને તે ધર્મ સેવવાની ઈચ્છા, વિચિકિત્સા પોતે જે ધર્મ સેવે છે તેનું ફળ પોતાને મળશે કે નહીં તે પ્રકારની શંકા, પરપાખંડીની પ્રશંસા અને સંસ્તવ એ તેને જ=સમ્યક્તને જ, દૂષિત કરે છે. તે આ=પૂર્વમાં વર્ણન કર્યું તે આ, સકલકલ્યાણને લાવનાર દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમ આદિથી આવિર્ભત ખરેખર આત્મનો પરિણામ જ વિશુદ્ધસમ્યગ્દર્શન કહેવાય છે. તીર્થકરોના વાસ્તવિક સ્વરૂપનો સૂક્ષ્મબુદ્ધિથી નિર્ણય કરીને સંપૂર્ણ મોહરહિત એવા તીર્થકરોની અવસ્થાનું સ્મરણ, ત૬ તુલ્ય થવા અર્થે મહાપરાક્રમ કરનારા અને તીર્થકરના વચનના દૃઢ અવલંબનથી સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનારા એવા ગુરુ પ્રત્યે ગુરુની બુદ્ધિ અને સર્વજ્ઞએ કહેલ સુચારિત્રરૂપ ધર્મ જે સર્વજ્ઞતુલ્ય થવાના ઉચિત ઉપાયને બતાવનાર છે તેના પ્રત્યે ધર્મબુદ્ધિ સ્થિર થાય તેવો પુનઃ પુનઃ ભાવનનો પરિણામ સમ્યગ્દર્શનને પ્રગટ કરવાના વ્યાપાર સ્વરૂપ છે, પ્રગટ થયેલા તે ભાવને સ્થિર કરવાના વ્યાપાર સ્વરૂપ છે. અને આ પ્રકારના દઢ ઉપયોગપૂર્વક જે મહાત્મા યત્ન કરે છે તેઓને દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યે પ્રવર્ધમાન રાગના પરિણામને કારણે કષાયના શમનરૂપ પ્રશમ પરિણામ પ્રગટે છે જે સમ્યગ્દર્શનનું કાર્ય છે. વળી, આ પ્રકારના સમ્યક્તના સ્વરૂપના ભાવનને કારણે વીતરાગ થવાની ઉત્કટ ઇચ્છા જે ચિત્તમાં વર્તે છે તે સંવેગરૂપ પરિણામ છે અને પ્રગટ થયેલા સમ્યગ્દર્શનનું કાર્ય છે. વળી, દેવ, ગુરુ, ધર્મના સ્વરૂપના ભાવનને કારણે તે ભાવથી વિપરીત એવો સંગનો ભાવ એ સંસારની પરિણતિ છે અને તેના ફળરૂપે જ સંસારના સર્વ ઉપદ્રવોની પ્રાપ્તિ થાય છે. તેથી સંસારના ઉપદ્રવો પ્રત્યે અને તેના કારણભૂત સંગના પરિણામ પ્રત્યે નિર્વેદનો પરિણામ પ્રગટે છે જે સમ્યગ્દર્શનનું કાર્ય છે. વળી, સમ્યગ્દર્શનનું કાર્ય જીવને પોતાના આત્મા પ્રત્યે પણ અનુકંપા થાય છે અને અન્ય મોહની કદર્થના પામતા દુઃખી જીવો પ્રત્યે પણ અનુકંપા થાય છે જે ભાવઅનુકંપા સ્વરૂપ છે. અને શારીરિક આદિ દુઃખોને જોઈને જે અનુકંપા છે તે દ્રવ્યઅનુકંપા છે. જીવોને સુદેવ, સુગુરુ, સુધર્મ પ્રત્યે જેમ જેમ રાગ વધે છે તેમ તેમ તેનું ચિત્ત પોતાના પ્રત્યે અને પર પ્રત્યે દયાળુ બને છે જે સમ્યત્ત્વનું કાર્ય છે. વળી, દેવ, ગુરુ, ધર્મના સ્વરૂપને આત્મા જ્યારે ભાવન કરે છે ત્યારે તેને સ્થિર-સ્થિરતર વિશ્વાસ થાય છે કે મારો આત્મા સદા રહેનારો છે, વળી જે પ્રકારે હું તેને વાસિત કરું છું Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ તે તે ભાવોથી પોતાનો આત્મા વાસિત થાય છે માટે વીતરાગભાવોથી વાસિત થયેલો આત્મા જ કલ્યાણનું કારણ છે અને અવીતરાગભાવોથી વાસિત થયેલો આત્મા જ પોતાના અકલ્યાણનું કારણ છે. આ પ્રકારે પોતાના આત્માને ત્રિકાલવર્તી સ્વીકારવારૂપ આસ્તિક્યની પરિણતિ જે સ્થિરતર થાય છે તે સમ્યક્તનું કાર્ય છે. તેથી જેમ અગ્નિના કાર્યરૂપ ધૂમથી અગ્નિનું અનુમાન થાય છે તેમ પોતાનામાં વર્તતા પ્રશમાદિ ભાવો દ્વારા સમ્યક્તનું અનુમાન થઈ શકે છે. સમ્યક્તને સ્થિર કરવા અર્થે મહાત્માઓ જગતના જીવો પ્રત્યે મૈત્રીની ભાવના કરે છે, જેથી સર્વજીવો સાથે ઉચિત પરિણામ કરવારૂપ સમભાવનો પરિણામ સ્થિર થાય છે. વળી, અધિક પુણ્યવાળા જીવોને જોઈને પ્રમોદભાવ કરે છે. જેથી ગુણવૃદ્ધિને અનુકૂળ સદ્વર્ય ઉલ્લસિત થાય છે, જે સમ્યક્તની નિર્મળતાનું જ કારણ છે. કષાયોને પરવશ થઈને ક્લેશ પામતા જીવોને જોઈને કરુણા કરે છે, જેથી દયાળુચિત્ત સ્થિર-સ્થિરતર થાય છે. અયોગ્ય જીવને જોઈને પણ દ્વેષ કરતા નથી, પરંતુ તેઓ પ્રત્યે ઉપેક્ષાના ભાવરૂપ માધ્યચ્યભાવને ધારણ કરે છે. વળી, સમ્યક્તને જ દઢ કરવા અર્થે ધર્મસ્થાનોને સદા સેવવા યત્ન કરે છે, જે ભગવાનના આયતનની સેવા સ્વરૂપ છે અને તેનાથી તત્ત્વનો સૂક્ષ્મબોધ થાય છે. આથી જ કલ્યાણમિત્ર આદિનો યોગ કરે તે પણ ભગવદ્ આયતન સેવા રૂપ છે. વળી, જેણે સમ્યગ્દર્શન સ્વીકાર્યું છે તે મહાત્મા જાણે છે કે તીર્થકરોએ મોક્ષમાર્ગ બતાવેલ છે માટે તીર્થકરના વચનરૂપ આગમમાં મારે કુશળ થવું જોઈએ. તેથી સદા શક્તિઅનુસાર અપ્રમાદથી આગમને ભણવા યત્ન કરે છે, જેથી સર્વજ્ઞના વચનમાં કુશળતાને પ્રાપ્ત કરે છે, જે સમ્યગ્દર્શનને નિર્મળ-નિર્મળતર કરવાનું કારણ છે. વળી, સમ્યગ્દર્શન પ્રગટ્યા પછી મહાત્મા હંમેશાં પરમગુરુ અને પરમગુરુના માર્ગ ઉપર ચાલનારાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાની શક્તિ અનુસાર ઉચિત ભક્તિ કરે છે. જેનાથી, પરમગુરુના માર્ગ પ્રત્યે જ બહુમાનની વૃદ્ધિ થાય છે, જેનાથી સમ્યગ્દર્શન દીપે છે. વળી, સમ્યક્ત પામ્યા પછી સમ્યક્તને અતિશય કરવા અર્થે મહાત્મા સદા અતિવિવેકપૂર્વક એવાં કૃત્યો કરે છે જેથી યોગ્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય છે. તે પ્રવચન પ્રભાવના છે. અનેક જીવોને માર્ગની પ્રાપ્તિ થાય તેવા શુભાશયથી કરાયેલી પ્રવચનની પ્રભાવના પોતાના સમ્યગ્દર્શનને નિર્મળ કરે છે. વળી, નિશંકિતઆદિ સમ્યક્તના પાંચ આચારો છે, તેથી સમ્યક્ત સ્વીકાર્યા પછી સતત ભગવાનનું વચન જ એકાંતે કલ્યાણનું કારણ છે. ઇત્યાદિ ભાવન કરવું જોઈએ. અને ચિત્તમાં તત્ત્વવિષયક મૂઢતા ન રહે તે માટે સતત સૂક્ષ્મ તત્ત્વને અવલોકન કરવા યત્ન કરવો જોઈએ, જેથી સ્વઅનુભવ અનુસાર તત્ત્વ જે પ્રકારે ભગવાને કહ્યું છે, તે પ્રકારે જ સ્પષ્ટ-સ્પષ્ટતર પ્રતિભાસમાન થાય. અહીં પૂર્વમાં કહ્યું કે ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનમાંથી અનુષ્ઠાન જ કરવું જોઈએ. તેથી ફલિત થયું કે સમ્યગ્દર્શનનું પ્રસ્તુતમાં વર્ણન કર્યું તેનું સ્વરૂપ યથાર્થ જાણીને વિધિપૂર્વક સમ્યગ્દર્શન ઉચ્ચરાવું જોઈએ જે સઅનુષ્ઠાનના સેવનની પ્રતિજ્ઞારૂપ છે અને તે સ્વીકાર્યા પછી પ્રતિદિન તે સમ્યગ્દર્શનનું સ્વરૂપ વારંવાર ભાવન કરવું જોઈએ. તે સદ્અનુષ્ઠાનના સેવનરૂપ છે અને તે પ્રકારે યત્ન કરવાથી સ્વીકારતી વખતે સમ્યક્ત ભાવથી પ્રગટ ન થયું હોય તો પણ તે અનુષ્ઠાનના પ્રતિદિન સેવનથી પ્રગટ થાય છે. અને પ્રગટ થયેલું હોય તો નિર્મળ-નિર્મળતર થાય છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૭૧ ઉપનય : तत्त्वप्रीतिकरोदकपानोपनयः एवञ्च कथयता भगवता धर्मसूरिणा सम्यक्प्रत्यायितमानसस्तदनुभावादेव विलीनक्लिष्टकर्ममलः सोऽयं जीवः सम्यग्दर्शनं प्रतिपद्येत, ततश्चैतत्सत्तीर्थोदकमिव तत्त्वप्रीतिकरं धर्मगुरुभिर्बलाद् गालितमित्यवसेयं, यतश्च तत्प्रभृति तत्प्रतिपत्तौ मिथ्यात्वं यदुदीर्णमासीत् तत्क्षीणं, यत्पुनरनुदीर्णं तदुपशान्तावस्था गतं, केवलं तदपि प्रदेशानुभवेनानुभूयते, तदेव चात्र महोन्मादः तस्मात्स नष्ट एव प्रायो नैकान्तेनाद्यापि नष्ट इति बोद्धव्यम् यतश्च सम्यग्दर्शनलाभे समस्तान्यपि शेषकर्माणि तनुतां गच्छन्ति, तान्येव च गदीभूतानि, अतोऽयं जीवस्तत्प्राप्तौ संजातान्यगदतानव इत्युच्यते, यतश्चराचरजन्तुसंघातदुःखदाहदलनत्वादत्यन्तशीतः सम्यग्दर्शनपरिणामोऽयं, अतस्तत्सम्पत्तावयं जीवो विगतदाहार्तिः स्वस्थमानसो लक्ष्यत इति। ઉપનયાર્થ: તત્ત્વપ્રીતિકર પાણીના પાનનો ઉપાય અને આ રીતે કથન કરતા ભગવાન ધર્મસૂરિથી સમ્યફ વિશ્વાસ પામેલા માનસવાળો, તેના અનુભાવને કારણે જ=સદ્ગુરુના વચનમાં વિશ્વાસ થવાને કારણે જ, વિલીન ક્લિષ્ટકર્મવાળો આ જીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. અને તેથી=પૂર્વમાં ચાર પુરુષાર્થોનું વર્ણન કર્યું અને તેના દ્વારા પ્રસ્તુત જીવને તત્ત્વશ્રવણને અભિમુખ કર્યો જેના કારણે ધર્મના પારમાર્થિક સ્વરૂપને જાણીને તે જીવ સમ્યગ્દર્શન પામે છે તેથી, સત્ તીર્થોદકની જેમ આ તત્વપ્રીતિકર ધર્મગુરુઓ વડે બલાત્ તેના મુખમાં નાખ્યું છે તે પ્રમાણે જાણવું, અને જે કારણથી ત્યારથી માંડી તપ્રતિપત્તિ થયે છત=સમ્યત્ત્વની પ્રાપ્તિ થયે છતે, જે મિથ્યાત્વ ઉદીર્ણ હતું તે ક્ષીણ થયું અને જે વળી અનુદીર્ણ હતું તે ઉપશાંત અવસ્થામાં ગયું. કેવલ તે પણ પ્રદેશના અનુભવથી જ અનુભવાય છે, તે જ મિથ્યાત્વ અહીં=સમ્યત્ત્વની પ્રાપ્તિમાં, મહા ઉન્માદ છે. તે કારણથી તે=મિથ્યાત્વતા દળિયા, પ્રાયઃ નષ્ટ જ છે, એકાંતથી હજી નષ્ટ તથી એ પ્રમાણે જાણવું. અને જે કારણથી સમ્યગ્દર્શનના લાભમાં સમસ્તપણ શેષક–સમસ્ત પણ તત્વનાં બાધક ઘાતિકર્મો, ત_તાને પામે છે. અને તે જ શેષઘાતિકર્મો જ, જીવ માટે રોગ સ્વરૂપ છે. આથી આ જીવ તેની પ્રાપ્તિમાં=સમ્યક્તની પ્રાપ્તિમાં, પ્રાપ્ત થયા છે અચરોગો અલ્પ જેને એવો છે એ પ્રમાણે કહેવાય છે. જે કારણથી આ સમ્યગ્દર્શનનો પરિણામ અત્યંત શીત છે; કેમ કે ચરાચર એવા જીવોના સમૂહમાં વર્તતા કષાયરૂપી દુઃખતા દાહનું દલનપણું છે=સમ્યગ્દર્શનમાં તે કષાયોની પીડા અલ્પ-અલ્પતર થાય છે. આથી તેની સંપત્તિમાં આ જીવ=સમ્યક્તની પ્રાપ્તિમાં આ જીવ, ચાલી ગયેલી દાહની પીડાવાળો સ્વસ્થ માનસવાળો જણાય છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પૂર્વમાં સદ્ધર્મગુરુએ અર્થકથા અને કામકથા કરીને જીવને ઉપયોગપૂર્વક સાંભળવાને અભિમુખ કર્યો તેથી ધર્મનું સ્વરૂપ એ જીવ વિવેકપૂર્વક સાંભળે છે અને તે ધર્મને અભિમુખ થયેલું ચિત્ત ગુરુએ બળાત્કારે કર્યું છે. અને તે પ્રકારે ધર્મને અભિમુખ ચિત્ત કર્યા પછી સમ્યગ્દર્શનનું સ્વરૂપ તેને બતાવીને જેનાથી તે જીવને તે પ્રકારે તત્ત્વ પ્રત્યે પ્રીતિ થઈ તે સમ્યગ્દર્શન સ્વરૂપ છે અને સમ્યગ્દર્શન થાય છે ત્યારે તત્ત્વ પ્રત્યેનો રાગ સતત વર્તે છે. તેથી અન્ય પણ સર્વાતિકર્મ અલ્પતાને પામે છે. તેથી કષાયોની પીડા અલ્પ થવાને કારણે સમ્યગ્દષ્ટિ જીવ સ્વસ્થ માનસવાળો જણાય છે. ભાવાર્થ : મહાપુરુષો વીતરાગતાના અત્યંત અર્થી હોય છે. સંસારી જીવો પાસેથી કોઈ અપેક્ષાવાળા નથી. તોપણ તેઓ ભગવાનના શાસનને પામીને આત્મહિત સાધે તેવા એક અભિલાષથી યોગ્ય જીવોની ક્યારેય ઉપેક્ષા કરતા નથી. તેથી ભગવાનના શાસનને પામીને પ્રસ્તુત જીવ કંઈક તત્ત્વજિજ્ઞાસાથી સન્મુખભાવવાળો થાય છે ત્યારે તેઓ સંસારનું વાસ્તવિક સ્વરૂપ શું છે. પોતાના આત્મા અનાદિનો છે અને અનાદિથી કર્મનો સંયોગ છે. અને કર્મને કારણે જ સંસારની અવસ્થાની પ્રાપ્તિ છે. ઇત્યાદિ અનુભવ અનુસાર કહે છે. તે સર્વ સમ્યક્તને અભિમુખ જીવને કરવા માટેના યત્ન સ્વરૂપ છે અને કેટલાક યોગ્ય જીવો તત્ત્વનો નિર્ણય કરીને સમ્યક્તને પામે પણ છે, તો કેટલાક યોગ્ય જીવોને કુવિકલ્પો પણ ઊઠે છે. આથી જ આ પ્રકારનું સ્વરૂપ બતાવ્યા પછી પ્રસ્તુત જીવને ધર્મનું સ્વરૂપ બતાવતાં દાન, શીલ, તપ, ભાવનામય ધર્મ છે તેમ બતાવ્યું. તે સાંભળીને જીવને શંકા ઉત્પન્ન થઈ કે જેમ અન્યદર્શનના સંન્યાસીઓ કે સ્વદર્શનના પણ પાસત્થા આદિ સાધુઓ દાનધર્મનો ઉપદેશ આપીને તેની પાસેથી ધનની અપેક્ષા રાખે છે તેમ આ મહાત્મા પણ ધન અર્થે જ દાન, શીલ આદિ ધર્મનો ઉપદેશ આપે છે તેવો ભ્રમ થાય છે. તેથી દાન, શીલ આદિના પારમાર્થિક સ્વરૂપને જાણવા અભિમુખ ચિત્ત જતું નથી. પરંતુ તે જીવને વિપર્યાસબુદ્ધિ થાય છે. અને જેઓને તે પ્રકારે વિપર્યાસબુદ્ધિ ન થાય તેઓ દાન, શીલ, તપ અને ભાવનામય ધર્મના સ્વરૂપને જાણીને તેના સૂક્ષ્મ-સૂક્ષ્મતર પરમાર્થને જાણવા યત્ન કરે છે અને સ્વભૂમિકાનુસાર સેવીને આત્મકલ્યાણના અર્થી થાય છે તેઓ અવશ્ય સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે; કેમ કે સમ્યગ્દર્શન તત્ત્વની રુચિરૂપ છે. અને દાન, શીલ, તપ અને ભાવ એ તત્ત્વ છે. વળી જેઓ આ ચાર પ્રકારના ધર્મના સ્વરૂપને યથાર્થ જાણે છે તેઓ સ્વભૂમિકાનુસાર તે ધર્મને સેવીને સર્વકર્મથી મુક્ત થવાને અનુકૂળ બળસંચય કરે છે. અને સમ્યક્ત તે શુદ્ધ આત્માની પ્રાપ્તિમાં પ્રબળ કારણ એવું યથાર્થ દર્શન છે. આમ છતાં પ્રસ્તુત દ્રમક દાનાદિના પરમાર્થને જાણવાની ઉપેક્ષા કરીને જે કુવિકલ્પ કરે છે તેથી સ્થૂલબોધને કારણે કર્મવિવર દ્વારપાળથી જૈન શાસનમાં તે જીવનો ચૂલથી પ્રવેશ થયેલો હોવા છતાં તેનો સમ્યક્તને અભિમુખભાવ નાશ પામે છે. તે જોઈને તે મહાત્મા વિચારે છે કે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનું સૂક્ષ્મસ્વરૂપ જો આને પ્રાપ્ત થશે તો જ આ જીવ હિત સાધી શકશે. તેથી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ અર્થે શલાકા ઉપર અંજન લઈને તેની ચક્ષુમાં આંજે છે જેથી તે કુવિકલ્પો કરવાને બદલે તત્ત્વને અભિમુખ બને છે. આથી જ રસ્તામાં ક્યાંક અકસ્માત્ તે જીવ મહાત્માને ભેગો થાય છે ત્યારે Page #296 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૭૩ તે જીવની અનિચ્છા હોવા છતાં દિવસમાં એક વખત ઉપાશ્રયમાં આવવાનો આગ્રહ કરે છે. અને મહાત્માની નિઃસ્પૃહ પ્રવૃત્તિ જોઈને કંઈક તેની ચક્ષુ તત્ત્વને અભિમુખ બને છે તે મિથ્યાત્વ અવસ્થામાં જ સમ્યક્તને અભિમુખ એવું નિર્મળ મતિજ્ઞાન છે. અને જ્યારે ચાર પ્રકારના પુરુષાર્થો કહીને ધર્મપુરુષાર્થને સાંભળવા તેને અત્યંત અભિમુખ કરે છે અને જ્યારે તે જીવ ધર્મપુરુષાર્થના માહાભ્યને કંઈક જાણીને વિશેષ જિજ્ઞાસાથી સમજવા યત્ન કરે છે ત્યારે ધર્મનું સ્વરૂપ બતાવીને જે સમ્યક્તનું વિશિષ્ટ સ્વરૂપ બતાવ્યું તેનાથી તે જીવને જે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ તે તત્ત્વપ્રીતિકર પાણી પિવડાવવા તુલ્ય છે. અને જ્યારે જીવને તત્ત્વના સૂક્ષ્મબોધપૂર્વક તત્ત્વની પ્રીતિ થાય છે. ત્યારે તે જીવને આખો ભવપ્રપંચ નિઃસાર જણાય છે. અને કર્મરહિત અવસ્થા જ સાર દેખાય છે. અને કર્મ રહિત અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય સુદેવની ઉપાસના, સુગુરુની ભક્તિ અને સર્વજ્ઞકથિત ધર્મનું સેવન દેખાય છે. તેથી શક્તિઅનુસાર તે જીવ દેવગુરુની ભક્તિ કરે છે. અને દાન, શીલ, તપ, ભાવ રૂપ ચાર પ્રકારના ધર્મના સ્વરૂપને જાણવા યત્ન કરે છે અને જાણીને સદા શક્તિઅનુસાર સેવવા યત્ન કરે છે. તેથી તે જીવના રાગાદિ સર્વ ભાવ રોગો અલ્પ-અલ્પતર થાય છે. જેથી વર્તમાનભવમાં સંચિતવીર્યવાળો થાય છે અને તેના કારણે બંધાયેલ શ્રેષ્ઠ પુણ્યના બળથી જન્માંતરમાં ઉત્તમ દેવગતિને પામશે અને જ્યાં અધિક અધિક ધર્મની શક્તિનો સંચય થાય તેવી સર્વસામગ્રી હોવાથી વર્તમાનના ભવ કરતાં પણ અધિક શ્રેષ્ઠ મનુષ્યભવને પામીને મુક્તિને પ્રાપ્ત કરશે અથવા સુદેવત્વના અને સુમાનુષત્વના કેટલાક ભવો પ્રાપ્ત કરીને મોક્ષને પ્રાપ્ત કરશે. ઉપનય : सम्यग्दर्शनप्राप्तिमाहात्म्यम् यथा च तेन रोरेण स्वस्थीभूतचेतसा चिन्तितं, यदुत-अयं पुरुषो ममात्यन्तवत्सलो महानुभावस्तथापि मया मोहोपहतेन पूर्वं वञ्चकोऽयं हरिष्यत्यनेन प्रपञ्चेन मामकं भोजनमिति कल्पितः, ततो धिङ्मां दुष्टचिन्तकं, तथाहि-यद्ययं हितोद्यतमतिर्न स्यात् ततः किमित्यञ्जनप्रयोगेण मम पटुदृष्टितां विहितवान् ? किमिति वा तोयपानेन स्वस्थतां संपादितवान् ? न चायं मत्तः कथञ्चिदुपकारमपेक्षते, किं तर्हि ? महानुभावतैवैकाऽस्य प्रवर्तिका इत्युक्तं, तदेतज्जीवोऽपि संजातसम्यग्दर्शनः सन्त्राचार्यगोचरं चिन्तयत्येव, तथाहि-यथावस्थितार्थदर्शितया तदाऽयं जीवो विमुञ्चति रौद्रतां, रहयति मदान्धता, परित्यजति कौटिल्यातिरेकं, विजहाति गाढलोभिष्ठतां, शिथिलयति रागप्रकर्ष, न विधत्ते द्वेषोत्कर्ष, अपक्षिपति महामोहदोषम्, ततोऽस्य जीवस्य प्रसीदति मानसं, विमलीभवत्यन्तरात्मा, विवर्द्धते मतिपाटवं, निवर्त्तते धनकनककलत्रादिभ्यः परमार्थबुद्धिः, संजायते जीवादितत्त्वेष्वभिनिवेशः, तनूभवन्ति निःशेषदोषाः, ततोऽयं जीवो विजानीते परगुणविशेषं, लक्षयति स्वकीयदोषजातं, अनुस्मरति प्राचीनामात्मावस्थां, अवबुध्यते तत्कालभाविनं गुरुविहितप्रयत्नं, अवगच्छति तन्माहात्म्यजनितामात्मयोग्यताम्। Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ઉપનયાર્થ : સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું માહાભ્ય અને જે પ્રમાણે સ્વસ્થીભૂત ચિત્તવાળા તે રાંકડા વડે વિચારાયું જે “વહુ'થી બતાવે છે – આ પુરુષ મારા પ્રત્યે અત્યંત વત્સલવાળો મહાનુભાવ છે તોપણ મોહથી ઉપહત એવા મારા વડે અજ્ઞાનથી નષ્ટબુદ્ધિ એવા મારા વડે, પૂર્વમાં વંચક એવો આ પુરુષ આ પ્રપંચથી ધર્મના વર્ણન પ્રપંચથી, મારું આ ભોજન હરણ કરશે એ પ્રમાણે કલ્પના કરાયો તેથી દુષ્ટચિંતક એવા મને ધિક્કાર થાઓ તે આ પ્રમાણે – જો આ મહાત્મા હિતઉઘતમતિવાળા ન થાત તો કેમ આ અંજન પ્રયોગથી મારી પટુષ્ટિતાને કરે? અથવા કયા કારણથી પાણીના પાનથી સ્વસ્થતાને સંપાદન કરે? અને આ પુરુષ મારી પાસેથી કોઈ ઉપકારની અપેક્ષા રાખતા નથી. તો શું? મહાનુભાવતા જ એક આમની પ્રવર્તિકા છે ઉત્તમતા જ આ મહાત્માને મારા ઉપકાર અર્થે પ્રવૃત્તિ કરાવનાર છે. એ પ્રમાણે કથાનકમાં કહેવાયું, તે આ જીવ પણ સંજાત સમ્યગ્દર્શનવાળો છતો આચાર્ય વિષયક વિચારે જ છે પૂર્વમાં કહ્યું તે આ આચાર્ય વિષયમાં વિચારે જ છે, તે આ પ્રમાણે – યથાવસ્થિત અર્થદર્શિપણાથી જે પ્રકારે સંસારનું સ્વરૂપ છે મોક્ષનું સ્વરૂપ છે અને મોક્ષના ઉપાયભૂત ધર્મનું સ્વરૂપ છે તેને યથાવસ્થિત જોનાર હોવાથી, આ જીવ રૌદ્રતાનો ત્યાગ કરે છે પૂર્વમાં જે ધનની મૂર્છાને કારણે આચાર્યના ઉપદેશને સાંભળીને રૌદ્રધ્યાન થયેલું તે રૌદ્રતાનો ત્યાગ કરે છે. મદાધતાનો ત્યાગ કરે છે મારી પાસે ધનસંપત્તિ વગેરે છે તેના કારણે પોતે સમૃદ્ધ છે એ પ્રકારની મદાલ્પતાનો ત્યાગ કરે છે; કેમ કે સમ્યગ્દર્શન થવાથી ધર્મરૂપી ધનથી જ પોતે સમૃદ્ધ છે. તુચ્છ ધનાદિથી નહીં તેવી બુદ્ધિ થાય છે, કૌટિલ્યના અતિરેકનો ત્યાગ કરે છે=મહાત્માઓના ઉપદેશને સાંભળતી વખતે પોતાના કૌટિલ્યને કારણે તેઓના વિષયમાં જે મિથ્યા આશંકા થતી હતી તેના બીજભૂત જે કૌટિલ્યનો અતિરેક હતો તેનો ત્યાગ કરે છે અર્થાત્ સર્વથા કુટિલતા ગઈ નથી પરંતુ અતિશય કુટિલતાને કારણે પરમ ઉપકારિત એવા પણ મહાત્મા મને ઠગનારા છે એવી જોનારી જે અત્યંત કુટિલદષ્ટિ હતી તેનો ત્યાગ કરે છે. ગાઢલોભિષ્ટતાનો ત્યાગ કરે છે અર્થાત્ ધનાદિનો લોભ સર્વથા ગયો નથી પરંતુ પૂર્વમાં તે જ સર્વસ્વ જણાતું હતું હવે સમ્યગ્દર્શનની પ્રાપ્તિને કારણે પરલોકના હિતની ચિંતા થવાથી ભગવદ્ ભક્તિ આદિમાં ધનનો વ્યય કરે છે આથી પૂર્વતી જે ગાઢલોભિષ્ટતા હતી તેનો ત્યાગ કરે છે. રાગના પ્રકર્ષને શિથિલ કરે છે; કેમ કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિથી વીતરાગતા પ્રત્યે રાગબુદ્ધિ થવાથી અન્ય વિષયોમાં રાગ અપકર્ષવાળો થાય છે. દ્વેષના ઉત્કર્ષ કરતો નથી=પ્રતિકૂળ ભાવોમાં ક્યારેક દ્વેષ થાય છે તોપણ તત્વના પર્યાલોચનથી તેને ક્ષીણ કરવા પ્રયત્ન કરે છે તેથી Àષના ઉત્કર્ષ કરતો નથી, મહામોહના દોષને દૂર કરે છેવારંવાર વીતરાગતા આદિ ભાવો આત્માના હિતરૂપ છે તે પ્રકારનું ભાવત કરીને તત્વના વિષયમાં જે મૂઢતા રૂપ મહામોહદોષ હતો તેને સતત ક્ષીણ કરવા પ્રયત્ન કરે છે. તેથી આ જીવનું માનસ પ્રસાદવાળું થાય છે તત્વના બોધથી પોતે કૃતકૃત્ય થયો છે તેવો નિર્ણય થવાથી મનમાં હંમેશાં આનંદ વર્તે છે. અંતરઆત્મા નિર્મળ થાય છે-મિથ્યાત્વાદિ બંધના Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કારણભૂત ભાવમલના કંઈક કંઈક અપગમથી અંતરઆત્મા નિર્મળ-નિર્મળતર થાય છે. મતિપાટવ વૃદ્ધિ પામે છે; કેમ કે તત્વને જોનારી નિર્મળદૃષ્ટિ હોવાથી આત્માનું હિત શું છે? અને અહિત શું છે ? તેના વિષયમાં સતત આલોચનને કારણે તત્વવિષયક સૂક્ષ્મમતિ વૃદ્ધિ પામે છે. ધન સુવર્ણ, સ્ત્રી આદિથી પરમાર્થબુદ્ધિ તિવર્તન પામે છે. ગુણનો સંગ જ જીવ માટે હિતરૂપ છે. બાહ્યસંગ પરમાર્થથી હિત નથી. કુવાસનાને કારણે સંગબુદ્ધિ થાય છે. તેવો સ્પષ્ટબોધ સમ્યગ્દર્શન થયેલ હોવાને કારણે થાય છે. તેથી બાહ્યભાવોમાં પરમાર્થબુદ્ધિ નિવર્તન પામે છે. जीवस्य शुभसङ्कल्पाः ततो यो जीवो मादृशः प्रागत्यन्तक्लिष्टपरिणामतया धर्मगुर्वादिविषयेऽप्यनेककुविकल्पकरणपरोऽभूत्, स तदा लब्धविवेकश्चिन्तयति, यदुत-अहो मे पापिष्ठता, अहो मे महामोहान्धता, अहो मे निर्भाग्यता, अहो मे कार्पण्यातिरेकः, अहो ममाविचारकत्वं, येन मयाऽत्यन्ततुच्छधनलवादिप्रतिबद्धान्तःकरणेन सता य एते भगवन्तः सर्वदा परहितकरणनिरतमतयो, निर्दोषसन्तोषपोषितवपुषो, मोक्षसुखलक्षणाऽनिधनधनार्जनप्रवणान्तःकरणाः, तुषमुष्टिनिःसारसंसारविस्तारदर्शिनः, स्वशरीरपञ्जरेऽपि ममत्वबुद्धिरहिता, मदीयधर्मगुरुप्रभृतयः साधवः, तेऽपि हरिष्यन्ति ममानेन धर्मकथादिप्रपञ्चेन शठतया मां विप्रतार्य नूनमेते धनकनकादिकमिति प्रागनेकशः परिकल्पिताः ततो धिङ्मामधमाधमदुष्टविकल्पकमिति। यदि ह्येते भगवन्तो मां प्रति परमोपकारकरणपरायणा न स्युस्ततः किमिति सुगतिनगरगमनसम्बन्धबन्धुरमव्यभिचारिणं मार्गमादेशयन्तः सम्यग्ज्ञानदानव्याजेन महानरकवर्तिनीप्रवृत्तचेतोवृत्तिं मां निवारयन्ति स्म? किमिति वा विपर्यासपर्यासितचेतसो मे सम्यग्दर्शनसम्पादनद्वारेण निजशेमुष्या निःशेषदोषमोषविशेषं विशेषतो विदधति स्म? न चैते निःस्पृहतातिशयेन समलोष्टहाटकाः, परहिताचरणव्यसनितया प्रवर्त्तमानाः कदाचिदुपकार्यात्सकाशात् क्वचित्प्रत्युपकारमपेक्षन्ते, न चैतेषां परमोपकारकारिणां भगवतां मादृशैः स्वजीवितव्ययेनापि प्रत्युपकारः कर्तुं पार्यते, आस्तां धनदानादिनेति। तावदेष जीवस्तदा संजातसम्यग्भावः पूर्वविहितस्वकीयदुश्चरितानुस्मरणेन पश्चात्तापमनुभवति, सन्मार्गदायिनां च गुरूणामुपरि विपरीतशङ्कां विरहयति, तदा - अपना शुभसंधल्यो જીવાદિ તત્વમાં અભિનિવેશ થાય છે=જીવ, અજીવ આદિ નવતત્વ જે રીતે ભગવાને કહ્યાં છે તે રીતે જ જિતવચનથી જાણવા યત્ન કરે છે અને તે પદાર્થો તેમ જ છે તેવો દઢરાગ થાય છે, બધા દોષ અલ્પ થાય છે પૂર્વમાં અનાદિકાળથી લેવાયેલા સુઅભ્યસ્ત સર્વ પ્રકારના દોષો તત્વદૃષ્ટિ પ્રગટ થવાને કારણે ક્ષીણ-ક્ષીણતર થાય છે. તેથી આ જીવ પરના ગુણવિશેષને જાણે છે મોક્ષમાર્ગમાં Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પ્રવર્તતા મહાત્માઓના અને સન્મુખભાવવાળા યોગ્ય જીવોના જે ગુણવિશેષો છે તેને જાણે છે; કેમ કે યથાર્થદર્શનરૂપ સમ્યગ્દર્શન થયેલું હોવાને કારણે ઉચિત લિગોથી બીજામાં વર્તતા ગુણોને પણ તે જોવા સમર્થ બને છે. પોતાના દોષસમૂહને જાણે છે=સમ્યગ્દર્શન થયેલ હોવાને કારણે નિમિત્તોને પામીને પોતાનામાં થતા તે તે પ્રકારના વિકારોને તે જાણે છે. આથી જ અવસરે અવસરે તેનું પ્રતિપક્ષ ભાવન કરીને ક્ષીણ કરવા યત્ન કરે છે. પ્રાચીન પોતાની અવસ્થાનું અનુસ્મરણ કરે છેઃ આચાર્યથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ તેના પૂર્વે પોતાને તુચ્છમતિ હતી તે પ્રકારની પૂર્વ અવસ્થાનું સ્મરણ કરે છે. તત્કાલભાવિ ગુરુવિહિત પ્રયત્નને જાણે છે-પૂર્વમાં પોતાની તુચ્છમતિ હતી છતાં નિસ્પૃહી એવા આ મહાત્માએ કેવલ મારા જ હિત અર્થે પોતાના શ્રમને ગણ્યા વગર પ્રયત્ન કરીને મને નિર્મળદષ્ટિવાળો કર્યો છે તે પ્રમાણે વારંવાર સ્મરણ કરે છે. તેમના માહાભ્યજનિત આત્માની યોગ્યતાને જાણે છે નિઃસ્પૃહી એવા તે મુનિના માહાભ્યથી જનિત પોતાને તત્વને જોવાની નિર્મળદૃષ્ટિ મળી છે એ પ્રકારે જાણે છે. તેથી પૂર્વમાં અત્યંત ક્લિષ્ટ પરિણામપણું હોવાથી ધર્મગુરુ આદિના વિષયમાં પણ મારા જેવો જે જીવ અનેક કુવિકલ્પ કરવામાં તત્પર હતો તે સમ્યગ્દર્શન, પ્રાપ્ત થાય ત્યારે, પ્રાપ્ત થયેલા વિવેકવાળો વિચારે છે, શું વિચારે છે ? તે “વત'થી બતાવે છે. અહો ! મારી પાધિષ્ઠતા, અહો ! મારી મહામોહાલ્પતા, અહો ! મારી નિર્ભાગ્યતા, અહો ! મારા કાર્પષ્યનો અતિરેક, અહો મારું અવિચારકપણું, જે કારણથી=પાધિષ્ઠતા આદિભાવો પૂર્વમાં પોતાનામાં અતિશયવાળા હતા તે કારણથી, મારા વડે અત્યંત તુચ્છ ધનલવાદિમાં પ્રતિબદ્ધ અંત:કરણવાળા છતાં જે આ ભગવાન સર્વદા પરહિત કરવામાં નિરતમતિવાળા, નિર્દોષ સંતોષથી પોષિત શરીરવાળા, મોક્ષસુખસ્વરૂપ અનિધન એવા=નાશ ન પામે એવા, ધનઅર્જનમાં પ્રવણ અંત:કરણવાળા, ફોતરાની મુષ્ટિ જેવા નિઃસાર સંસારના વિસ્તારને જોનારા, પોતાના શરીરરૂપી પાંજરામાં પણ મમત્વબુદ્ધિ હિત મારા ધર્મગુરુ વગેરે સાધુઓ હોય છે. તેઓ પણ આ ધર્મકથાના પ્રપંચથી મને ઠગીને ખરેખર આ મહાત્માઓ મારા ધન-કનકાદિને હરશે તે પ્રમાણે પૂર્વમાં અનેક વખત પરિકલ્પના કરાઈ હતી, તેથી અધમાધમ દુષ્ટવિકલ્પને કરનારા એવા મને ધિક્કાર થાઓ. જ્યારે જીવ સદ્ગુરુના વચનથી સમ્યગ્દર્શન પામે છે ત્યારે તે જીવને હંમેશાં અરિહંતનું સ્વરૂપ, સુસાધુનું નિઃસ્પૃહઆદિ સ્વરૂપ, નિર્લેપતાપ્રધાન ધર્મનું સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે જેથી મોક્ષમાર્ગ જ જીવ માટે વર્તમાનમાં સુખાકારી છે. ભાવિ સુખપરંપરાનું એક કારણ છે તેવી સ્થિરબુદ્ધિ થાય છે. તેથી ગુરુએ કહેલા તે પ્રકારના સૂક્ષ્મબોધને તે મહાત્મા જાણી શકે છે. તેથી વિચારે છે કે નિઃસ્પૃહી શિરોમણિ કેવલ મારા હિત અર્થે સન્માર્ગને બતાવનારા ગુરુ વિષયક પણ ઠગવાના કુવિકલ્પો જે મે કર્યા છે તે મારી અત્યંત પાપિષ્ટતા છે અને તેનું કારણ ધનાદિની અત્યંત મૂર્છા જ છે. તે ધનાદિની મૂર્છાના અતિરેકને કારણે જ નિઃસ્પૃહી મુનિઓ જેઓ પોતાના શરીરમાં પણ મમત્વ વગરના છે, તેઓ મને ઠગીને મારા ધનનું પોતાના સ્વાર્થમાં વ્યય કરાવશે એ સર્વ પોતાની મિથ્યાકલ્પના છે તેવો સ્થિર નિર્ણય તે જીવને થાય છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૭૭ જો આ ભગવાન એવા ગુરુ મારા પ્રત્યે પરમ ઉપકાર કરવામાં પરાયણ ન થયા હોત તો કયા કારણથી સુગતિનગરના ગમતના સંબંધમાં સુંદર અવ્યભિચારી એવા માર્ગને બતાવતા સમ્યજ્ઞાનના દાનના બહાનાથી મહાનરકના માર્ગમાં પ્રવૃત ચિત્તવૃત્તિવાળા મને નિવારણ કરતા ? અથવા વિપર્યાસયુક્ત ચિત્તવાળા એવા મને, સમ્યગ્દર્શનના સંપાદન દ્વારા પોતાની બુદ્ધિથી બધા દોષના નિવારણવિશેષને કયા કારણે વિશેષથી કર્યું ? અર્થાત્ કેવલ મારા ઉપકાર અર્થે જ કર્યું છે. અને આ મહાત્મા નિઃસ્પૃહતાના અતિશયને કારણે ઢેફાં અને સુવર્ણ બંને પ્રત્યે સમાનચિત્તવાળા, પરહિત આચરણામાં વ્યસનીપણું હોવાને કારણે પ્રવર્તતા–ઉપદેશમાં પ્રવર્તતા, ક્યારેય પણ ઉપકાર્ય એવા જીવો પાસેથી કોઈ પ્રત્યુપકારની અપેક્ષા રાખતા નથી. અને પરોપકારકારી એવા આ ભગવાનનો મારા જેવા વડે સ્વજીવિતના વ્યયથી પણ પ્રત્યુપકાર કરવો શક્ય નથી. ધનદાનાદિ દ્વારા દૂર રહો, આ પ્રમાણે આ જીવ જ્યારે સંજાત થયેલા સમ્યગુભાવવાળો જ્યારે સદ્ગુરુએ ધર્મ પુરુષાર્થનું વર્ણન કર્યું અને ત્યારપછી સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવ્યું ત્યારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિને કારણે ગુરુની ઉપકારકતા વિષયક થયેલા સમ્યફભાવવાળો, પૂર્વમાં કરાયેલા સ્વકીય દુશ્ચરિતના અનુસ્મરણથી પૂર્વમાં ગુરુવિષયક કરાયેલી મિથ્યા આશંકારૂપ દુશ્ચરિતતા અનુસ્મરણથી, પશ્ચાત્તાપને અનુભવે છે. અને સન્માર્ગદાયી એવા ગુરુ ઉપર વિપરીત શંકાનો પરિહાર કરે છે આ મહાત્મા ઉપદેશ આપવા દ્વારા મારા પાસેથી ધનનો વ્યય કરાવશે તે પ્રકારની પૂર્વમાં થયેલી વિપરીત શંકાતો ત્યારે પરિહાર કરે છે. ઉપનયઃ द्विविधाः कुविकल्पाः अनेनैतदुक्तं भवति-द्वये खल्वमी कुविकल्पाः प्राणिनो भवन्ति, तद्यथा-एके कुशास्त्रश्रवणवासनाजनिताः यदुत अण्डसमुद्भूतमेतत्रिभुवनं, महेश्वरनिर्मितं, ब्रह्मादिकृतं, प्रकृतिविकारात्मकं, क्षणविनश्वरं, विज्ञानमात्रं, शून्यरूपं वा, इत्यादयः, ते ह्याभिसंस्कारिका इत्युच्यन्ते। तथाऽन्ये सुखमभिलषन्तो, दुःखं द्विषन्तो, द्रविणादिषु परमार्थबुद्ध्यध्यवसायिनोऽत एव तत्संरक्षणप्रवणचेतसोऽदृष्टतत्त्वमार्गस्यास्य जीवस्य प्रवर्तन्ते, यैरेष जीवोऽशङ्कनीयानि शङ्कते, अचिन्तनीयानि चिन्तयति, अभाषितव्यानि भाषते, अनाचरणीयानि समाचरति, ते तु कुविकल्पाः सहजा इत्यभिधीयन्ते, तत्राभिसंस्कारिकाः प्रथमसुगुरुसंपर्कप्रभावादेव कदाचित्रिवर्तेरन्, एते पुनः सहजा यावदेष जीवो मिथ्यात्वोपप्लुतबुद्धिस्तावन्न कथञ्चित्रिवर्तन्ते, यदि परमधिगमजसम्यग्दर्शनमेव प्रादुर्भूतमेतानिवर्त्तयतीति। ઉપનયાર્થ : બે પ્રકારના કુવિકલ્પો આના દ્વારા=જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે એના દ્વારા, આ કહેવાયેલું થાય છે, અને તે Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કહેવાયેલું સ્પષ્ટ કરે છે. પ્રાણીઓને આ બે કુવિકલ્પો થાય છે. તે આ પ્રમાણે – એક કુશાસ્ત્રશ્રવણની વાસનાતિત અને તે કુશાસ્ત્રના શ્રવણની વાસનાજનિત કુવિકલ્પો જ ‘યહુત'થી બતાવે છે – ઈંડામાંથી ઉત્પન્ન થયેલું આ ત્રિજગત છે, મહેશ્વરથી નિર્મિત આ જગત છે, બ્રહ્માદિ કૃત છે, પ્રકૃતિના વિકારાત્મક છે, ક્ષણવિનશ્વર છે, વિજ્ઞાનમાત્ર છે અથવા શૂન્યરૂપ છે ઈત્યાદિ, અને તે અભિસંસ્કારિકા કુવિકલ્પો છે. તે તે શાસ્ત્રોના શ્રવણથી આત્મામાં પડેલા સંસ્કારોથી થનારા કુવિકલ્પો છે. આ સર્વ વિકલ્પ અન્ય અન્ય દર્શનની માન્યતા અનુસાર થાય છે. અને આદિથી સ્વદર્શનમાં પણ વિપરીત બોધ કરાવનારા પાસત્યાદિના ઉપદેશથી થયેલા કુવિકલ્પોનું ગ્રહણ છે. વળી જે જે દર્શનથી વાસિત મતિ હોય તે તે સ્વદર્શનમાં રહેલા પણ વિપરીત બોધ કરાવનારા કુગુરુના વચનથી જેઓને દેવનો, ગુરુનો કે ધર્મનો વિપરીત બોધ થયો છે. તે સર્વ વિપરીત કુશાસ્ત્રના શ્રવણની વાસનાથી જનિત છે. અને અન્ય=અન્ય કુવિકલ્પો, બતાવે છે. સુખના અભિલાષવાળા, દુખના દ્વેષ કરનારા, ધનાદિમાં પરમાર્થબુદ્ધિના અધ્યવસાય કરનારા કુવિકલ્પો છે. આથી જ તેના સંરક્ષણમાં પ્રવણ ચિત્તવાળા ધનાદિના રક્ષણમાં પ્રવણ ચિત્તવાળા, અદષ્ટ તત્વમાર્ગવાળા=આત્માનું પારમાર્થિક સુખ શું છે ? પારમાર્થિક સુખના ઉપાયો શું છે? તેવો જેને બોધ થયો નથી તેવા અદષ્ટ તત્વમાર્ગવાળા, આ જીવને પ્રવર્તે છેબીજા પ્રકારના કુવિકલ્પો પ્રવર્તે છે, જેના વડે બીજા પ્રકારના કુવિકલ્પો વડે, આ જીવ અશકતીય એવા સદ્દગુરુઓની પણ શંકા કરે છે. અર્થાત્ નિસ્પૃહી મુનિઓ સ્વપ્નમાત્રમાં પણ અન્ય પાસે ધનાદિની પ્રાપ્તિની વાંછા કરતા નથી, તેથી અશંકનીય છે. તેઓમાં પણ આ જીવ બીજા વિકલ્પોને કારણે ધનાદિ ગ્રહણની શંકા કરે છે. અચિંતનીયનું ચિંતવન કરે છે=આત્મા માટે સુખનો ઉપાય કષાયોની અલ્પતા છે તેથી સુખના અર્થીએ સુખના ઉપાયભૂત કષાયોની અલ્પતાના ઉપાયોનું ચિંતવન કરવું જોઈએ તેના બદલે સુખના ઉપાયરૂપે અચિંતનીય એવા ધનાદિને જ સુખના ઉપાયરૂપે વિચારે છે. અભાષિત એવાં વચનો જ બોલે છે. અર્થાત્ મોહધારાની વૃદ્ધિનું કારણ બને એવાં જ વચનો બોલે છે. અલાચરણીયની આચરણા કરે છે=આત્મા માટે જે અનાચરણીય કૃત્યો છે એ કૃત્યો જ તેને સુખના ઉપાયરૂપે જણાતાં હોવાથી તેની આચરણા કરે છે. વળી, તે કુવિકલ્પો=આ બીજા પ્રકારના કુવિકલ્પો, સહજ કહેવાય છે મિથ્યા શાસ્ત્રશ્રવણ આદિથી જનિત નથી, પરંતુ કર્મયુક્ત આત્મામાં અજ્ઞાનતાને કારણે અનાદિકાળથી સહજ પ્રવર્તે તેવા કુવિકલ્પો છે. આથી જ બુદ્ધિમાન પણ સંસારી જીવો બાહ્યસુખમાં સાધનોમાં રાગ કરીને અને બાહ્ય દુઃખનાં સાધનોમાં દ્વેષ કરીને તે સહજ કુવિકલ્પોને કારણે મનુષ્યભવ નિષ્ફળ કરે છે. ત્યાં=બે પ્રકારના કુવિકલ્પોમાં, અભિસંસ્કારવાળા પ્રથમ સુગુરુના સંપર્કના પ્રભાવથી જ ક્યારેક તિવર્તન પામે છે. જ્યારે યોગ્ય જીવ કંઈક ધર્મને અભિમુખ થયેલો હોય અને ઉપદેશક સ્વઅનુભવ અનુસાર બુદ્ધિને સ્પર્શે તે રીતે કહે કે અનાદિનો આપણો આત્મા છે, કર્મ અને શરીર સાથે સંબંધવાળો છે અને તે કર્મો પુણ્ય, પાપ Page #302 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૭૯ આદિ રૂપ છે. તો કુશાસ્ત્રના શ્રવણથી ઉત્પન્ન થયેલા સંસ્કારો પ્રથમ સુગુરુના સંપર્કથી નિવર્તન પામે છે અને ક્યારેક તે સંસ્કારો અતિદૃઢ હોય તો જેમ આમરાજાને બપ્પભટ્ટ સૂરિના સંપર્કથી પણ તે સંસ્કારો ઘણા કાળના પ્રયાસથી નિવર્તન પામ્યા તેમ કોઈક જીવને ઘણા પ્રયત્નથી નિવર્તન પામે છે. વળી, આ સહજ સંસ્કારો જ્યાં સુધી આ જીવ મિથ્યાત્વથી ઉપપ્પુત બુદ્ધિવાળો છે ત્યાં સુધી કોઈક રીતે નિવર્તન પામતા નથી. જો અધિગમ સમ્યગ્દર્શન જ પ્રાદુર્ભૂત થયેલું કેવલ આને=સહજ સંસ્કારોને, નિવર્તન કરે છે. અનાદિકાળથી જીવમાં કુવિકલ્પો વર્તે છે અને તે કુવિકલ્પો સહજ સંસ્કારથી થનારા છે. વળી, કેટલાક કુવિકલ્પો અન્યદર્શનના વિપરીત બોધવાળા મહાત્માઓના વચનથી અથવા જૈનશાસનમાં રહેલા પણ વિપરીત બોધવાળા મહાત્માઓના વચનથી થનારા હોય છે અને કુવિકલ્પોનો અર્થ જ એ છે કે પદાર્થના વાસ્તવિક સ્વરૂપને છોડીને અવાસ્તવિક્તાને જોનારી વિપરીત દૃષ્ટિથી જે વિચારો થાય છે તે કુવિકલ્પો છે. તેથી અન્યદર્શનની વાસનાથી સંસારની વ્યવસ્થાવિષયક કુવિકલ્પો થાય છે. અને પાસસ્થાદિ સાધુઓથી વાસિત જીવોને સ્યાદ્વાદના ઉચિત યોજન વગર વિપરીત પ્રવૃત્તિમાં ધર્મબુદ્ધિ થાય એવા કુવિકલ્પો વર્તે છે. અને જેઓ કોઈ દર્શન સાથે સંપર્કવાળા નથી તેવા પણ જીવોને ઇન્દ્રિયોના સુખમાં સુખબુદ્ધિ અને ઇન્દ્રિયોના પ્રતિકૂળ ભાવોમાં દુઃખબુદ્ધિ અત્યંત સ્થિર હોય છે. પરંતુ કષાયોથી આકુળ આત્મા વર્તમાનમાં દુઃખી છે. ભાવિ દુઃખની પરંપરાનું કારણ છે એવો લેશ પણ બોધ થતો નથી. એવા જીવોને સહજ પ્રકારના કુવિકલ્પો સદા વર્તે છે. અને જ્યારે મહાત્માના ઉપદેશથી અધિગમ સમ્યગ્દર્શન પ્રગટે છે ત્યારે કષાયોથી અનાકુળ આત્મા જ સુખી છે અને કષાયોથી આકુળ થયેલો જીવ જ સર્વપાપો કરીને અનર્થોની પરંપરાને પ્રાપ્ત કરે છે તેવી બુદ્ધિ થવાથી કષાયોની આકુળતાના પરિહાર અર્થે જ વીતરાગ ઉપાસ્ય રૂપે દેવ ભાસે છે. વીતરાગ થવામાં મહાપરાક્રમ કરનારા સુસાધુ જ ગુરુ તરીકે ભાસે છે. અને ભગવાને બતાવેલો સર્વ પ્રકારનો ધર્મ સ્વભૂમિકા અનુસાર કષાયોનું ઉન્મૂલન કરીને વીતરાગતામાં વિશ્રાંત થનાર છે તેવો સ્થિરબોધ થાય છે તેથી અધિગમ સમ્યગ્દર્શન પામેલા જીવોને અભિસંસ્કારવાળા અને સહજ કુવિકલ્પો શાંત થાય છે અને સંસારના ઉચ્છેદના ઉપાયમાં જ હિતબુદ્ધિ થવાથી તેને ઉચિત તત્ત્વ વિષયક જ સુવિકલ્પો પ્રવર્તે છે. અર્થાત્ સર્વજ્ઞકથિત ધર્મ જ મારું હિત છે. માટે સર્વ શક્તિથી તેના પરમાર્થને જાણી શક્તિ અનુસાર સેવું જેથી મારું હિત થાય એ પ્રકારના સુવિકલ્પો વર્તે છે. कषाय-नोकषायप्रभावः यत्पुनरभिहितं यदुत तस्य द्रमकस्य तस्मिन्नञ्जनसलिलदायके पुरुषे सञ्जातविश्रम्भस्यापि महोपकारितां चिन्तयतस्तथापि तत्रात्मीये कदन्नके याऽत्यन्तमूर्छा सा गाढं भावितत्वान्न कथञ्चिन्निवर्तत इति तदेतज्जीवेऽपि योजनीयं तथाहि - यद्यपि क्षयोपशममुपगतं ज्ञानावरणं दर्शनमोहनीयं च, समुत्पन्नं सम्यग्ज्ञानं सम्यग्दर्शनं च, अत एव निवृत्ता भवप्रपञ्चगोचरा तत्त्वबुद्धिः, संजातो जीवादितत्त्वाभिनिवेशः, Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ गृहीताः परमोपकारकारितया सम्यग्ज्ञानदर्शनदायिनो भगवन्तः सद्धर्मगुरवः, तथाप्यस्य जीवस्य यावदास्ते समुदीर्णं कषायद्वादशकं, यावच्च प्रबलमद्यापि नोकषायनवकं, तावदनादिभवाभ्यासवासनापाटवपरायत्ततया प्रवर्त्तमानामेतेषु धनविषयकलत्रादिषु कदन्नकल्पेषु मूर्छामेष जीवो न निवारयितुं पारयति। यतोऽस्य जीवस्य कुशास्त्रश्रवणसंस्कारजा महाण्डसमुद्भूतं त्रिभुवनमेतदित्यादयो मोहवितर्काः प्रवर्त्तन्ते, ये च सहजा अपि धनादिषु परमार्थदर्शितया तत्संरक्षणगोचरा, अशङ्कनीयेष्वपि गुर्वादिषु शङ्काकारिणो मिथ्यादर्शनोदयप्रभवाः कदभिप्रायाः प्रादुर्भवन्ति, ते मरुमरीचिकावकत्रचुम्बिन इव जलकल्लोलमालाप्रतिभासिनो मिथ्याज्ञानविशेषाः तत्प्रत्यनीकार्थोपस्थापकेन प्रमाणान्तरेण बाध्यमानाः सम्यग्दर्शनोत्पत्तिकाले निवर्तन्ते। કષાય અને નોકષાયનો પ્રભાવ જે વળી, કહેવાયું=કથાનકમાં કહેવાયું, શું કહેવાયું ? તે “વહુ'થી બતાવે છે – તે અંજન અને પાણીદાયક પુરુષમાં આંખમાં અંજન કરનાર અને તત્વપ્રીતિકર પાણી આપનાર પુરુષમાં, પ્રાપ્ત થયેલા વિશ્ર્વાસવાળા પણ તે દ્રમક મહોપકારિતાનું ચિંતવન કરતા છતાં-અંજનદાયક અને સલિલદાયક પુરુષમાં મહોપકારિતાનું ચિંતવન કરતા, છતાં, તોપણ ત્યાં આત્મીય કદામાંeભોગસામગ્રીમાં, જે અત્યંત મૂચ્છ તે ગાઢ ભાવિતપણું હોવાથી વિષયસેવનકાળમાં વિષયોમાંથી જે સ્વસંવેદન સુખ થાય છે તે સુખ પ્રત્યેના રાગથી ગાઢ ભાવિતપણું હોવાને કારણે, કોઈ રીતે રિવર્તન પામતી નથી= વિષયોમાંથી અત્યંત મૂચ્છ વિવર્તન પામતી નથી. તે આ પૂર્વમાં કથાનકમાં જે કહેવાયું તે આ, જીવમાં પણ યોજન કરવું. તે આ પ્રમાણે – જોકે ક્ષયોપશમને પામેલા જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીય છે તેથી સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શત ઉત્પન્ન થયેલું છે પ્રસ્તુત જીવને વિમલાલોક અંજતથી સમ્યજ્ઞાન અને તત્ત્વપ્રીતિકર પાણીના પાનથી સમ્યગ્દર્શન પ્રગટ્યું છે. આથી જ ભવવિસ્તારના વિષયવાળી તત્ત્વબુદ્ધિ નિવૃત્ત થઈ છે=ભવવિસ્તારના કારણરૂપ ભોગવિલાસ જ જીવ માટે સુખરૂપ છે તે પ્રકારે જે તત્વબુદ્ધિ પૂર્વમાં હતી તે તિવર્તન પામેલ છે. જીવાદિ તત્વનો અભિનિવેશ થયેલો છે મારો આત્મા શાશ્વત છે પુણ્યપાપોને કારણે સંસારમાં પરિભ્રમણ કરે છે અને પુણ્ય પાપના ક્ષયથી મોક્ષ થાય છે અને મોક્ષનો ઉપાય ધર્મનું સેવત છે એ પ્રકારે જીવાદિ તત્ત્વોનો અભિનિવેશ થયેલો છે, પરમ ઉપકારીપણાથી સમ્યજ્ઞાન, દર્શન દેનારા ભગવાન સદ્ધર્મગુરુઓ સ્વીકારાયા છે અર્થાત્ ક્રોડોનું ધન આપનાર જે ઉપકાર કરી શકતો નથી તેવો મહાન ઉપકાર વિવેકચને પ્રગટ કરનારા ભગવાન ધર્મગુરુ કરે છે તેવો સ્થિર નિર્ણય થયો છે. તોપણ આ જીવને જ્યાં સુધી બાર કષાયો ઉદયમાં વર્તે છે અને જ્યાં સુધી હજી પણ પ્રબળ નવ લોકષાયો છે ત્યાં સુધી અનાદિ ભવઅભ્યાસની વાસનાના પાટવને પરાધીનપણાથી પ્રવર્તમાન કદન્નકલ્પ આ ધનવિષયકલત્રાદિમાં મૂચ્છને આ જીવ નિવારણ કરી શકતો નથી. જે કારણથી આ જીવને કુશાસ્ત્રશ્રવણના સંસ્કારથી થયેલા મહાઅડસમુદ્રભૂત આ ત્રિભુવન છે ઈત્યાદિ મોહવિકલ્પો પ્રવર્તે છે. અને વળી, ધનાદિમાં પરમાર્થદક્ષિપણાને કારણે તત્સંરક્ષણ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ વિષયવાળા સહજ સંસ્કારો અશકતીય એવા પણ ગુરુઆદિમાં શંકાને કરનારા મિથ્યાદર્શન ઉદયથી પ્રભવ કદ્ અભિપ્રાય પ્રાદુર્ભાવ થાય છે, તે મરુમરીચિકાવક્રને ચુંબન કરનારા જલ કલ્લોલમાલા પ્રતિભાસિતની જેમ=મરૂભૂમિમાં સૂર્યનાં કિરણોના પાતને કારણે પાણીના કલ્લોલના પ્રતિભાસને કરનારા વિકલ્પો જેવા, મિથ્યાજ્ઞાનવિશેષો તેના પ્રત્યતીક અર્થતા ઉપસ્થાપક એવા પ્રમાણ અંતરથી બાધ્યમાન સમ્યગ્દર્શનની ઉત્પત્તિકાળમાં વિવર્તન પામે છે મરુભૂમિમાં જલનો ભ્રમ થયો હોય અને કોઈક રીતે જ્ઞાન થાય કે વાસ્તવિક ત્યાં જ નથી સૂર્યનાં કિરણોથી જલનો ભ્રમ છે ત્યારે જલસા પ્રત્યતીક એવા યથાર્થ અર્થતા બતાવનારા પ્રામાણિક જ્ઞાનને કારણે તે ભ્રમ દૂર થાય છે. તેમ ધનાદિમાં પણ આ જીવને પદાર્થનો યથાર્થ બોધ થવાથી પરમાર્થબુદ્ધિ બાધ્યમાન થાય છે. તેથી સમ્યગ્દર્શનના ઉત્પત્તિકાળમાં તિવર્તન પામે છે. ઉપનય : ___मोहविजृम्भितम् यः पुनरेष धनविषयादिषु मूर्छालक्षणो मोहः सोऽपूर्वरूपो, यतोऽयं दिङ्मोह इव तत्त्वधियाऽपि सार्द्धमव्याहत एवास्ते, अनेन हि मोहितोऽयं जीवो जाननपि सकलं कुशाग्रलग्नजललवतरलं न जानीते, पश्यन्नपि धनहरणस्वजनमरणादिकं न पश्यतीव, पटुप्रज्ञोऽपि जडबुद्धिरिव चेष्टते, समस्तशास्त्रार्थविशारदोऽपि महामूर्खचूडामणिरिव वर्त्तते, ततश्चास्य जीवस्य प्रतिभाति मुत्कलचारिता, रोचते तस्मै यथेष्टचेष्टा, बिभेत्ययं व्रतनियमनियन्त्रणायाः, किम्बहुनोक्तेन? न शक्नोत्ययं जीवस्तदा काकमांसभक्षणादपि निवृत्तिं विधातुमिति। ઉપનયાર્થ : મોહનું વિષંભિત જે વળી, આ ધનવિષયાદિમાં મૂચ્છલક્ષણ મોહ છે-તે જીવમાં મોહ છે. તે અપૂર્વ છે સમ્યગદર્શનની પ્રાપ્તિ થવા છતાં ધનાદિમાં મૂચ્છરૂપ મોહનિવર્તન ન પામી શકે તેવો અપૂર્વ છે. જે કારણથી આ ધનાદિમાં મૂચ્છલક્ષણમોહ, દિમોહની જેમ દિશાના મોહની જેમ, તત્ત્વબુદ્ધિની સાથે પણ આત્માની વીતરાગ અવસ્થા સાર છે અવીતરાગભાવથી જ સર્વભોગાદિ પ્રવૃત્તિઓ થાય છે, જેનાથી થતા સંક્લેશને કારણે અનર્થની પરંપરા પ્રાપ્ત થાય છે તે પ્રકારની સમ્યગ્દર્શનના ઉત્પત્તિકાળમાં થયેલી તત્ત્વબુદ્ધિ સાથે પણ, અવ્યાહત જ રહે છે=મૂચ્છરૂપ મોહતાશ પામતો નથી. આનાથી=ધનાદિમાં મૂચ્છલક્ષણ મોહથી, મોહિત થયેલો આ જીવ જાણવા છતાં પણ-તણખલાના અગ્રમાં લાગેલા જલલવવા જેવો તરલ સકલભોગ છે એ પ્રમાણે જાણતો પણ, જાણતો નથી. જોવા છતાં પણ=ધનહરણ, સ્વજતમરણાદિ જોવા છતાં પણ, ધનહરણ, સ્વજનમરણાદિને જાણે જોતો નથી. પટપ્રજ્ઞાવાળો Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવના પણ-સમ્યગ્દર્શન પ્રગટ થયેલો હોવાથી આત્માનું હિત શું છે ? અહિત શું છે ? તેના વિષયમાં પટ્પ્રજ્ઞાવાળો પણ, જડબુદ્ધિની જેમ ચેષ્ટા કરે છે અર્થાત્ ભોગાદિના અતિ આકર્ષણથી જડબુદ્ધિની જેમ ભોગાદિમાં પ્રયત્ન કરે છે. સમસ્ત શાસ્ત્રાર્થમાં વિશારદ પણ મહામૂર્ખ ચૂડામણિની જેમ વર્તન કરે છે સમ્યગ્દર્શન થવાને કારણે સુદેવ-સુગુરુ અને સર્વજ્ઞકથિત ધર્મ વીતરાગતા સાથે એકવાક્યતાથી જોડાયેલા હોવાને કારણે તેમાં જ સારબુદ્ધિ વર્તે છે તેથી જે જે શાસ્ત્રો ભણે છે તે શાસ્ત્રોને વીતરાગગામી ભાવોને જાણવાની પટ્ટપ્રજ્ઞાવાળો હોવાથી સમસ્તશાસ્ત્રાર્થમાં વિશારદ છે તોપણ ભોગાદિમાં ગાઢ મૂર્છાને કારણે મનુષ્યભવને ભોગવિલાસમાં વ્યર્થ પસાર કરે છે તેથી મહામૂર્ખ ચૂડામણિની જેવો વર્તે છે. અને તેથી=મૂર્ખ ચૂડામણિની જેમ વર્તે છે તેથી, આ જીવતી મુત્કલચારિતા ભાસે છે ત્યાગની પ્રતિજ્ઞા વગર જે જે ઈચ્છાઓ ઊઠે તે પ્રમાણે મુક્તપણે ભોગવિલાસ કરવાની પરિણતિ તે જીવમાં વર્તે છે. તેને યથેચેષ્ટા ગમે છે જે જે અંદરમાં ઈચ્છાઓ થાય છે તે પ્રમાણે ભોગાદિમાં પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થાય છે આ આ જીવ, વ્રતનિયમના નિયંત્રણથી ડરે છે અર્થાત્ કોઈ પ્રકારના વ્રતનિયમમાં લેશ પણ યત્ન કરતો નથી. વધારે કહેવાથી શું? આ જીવ ત્યારે અવિરતિના ઉદયકાળમાં, કાગડાના માંસભક્ષણથી પણ નિવૃત્તિને કરવા માટે સમર્થ થતો નથી=એને ભય પણ લાગે છે કે એવા પ્રકારના રોગકાળમાં કાગડાના માંસભક્ષણ વગર તેનું નિવારણ અશક્ય હશે ત્યારે હું કાગડાના માંસભક્ષણ વગર રહી શકીશ નહીં તેથી તેની પ્રતિજ્ઞા લેવા તત્પર થતો નથી. धर्मबोधकरप्रयुक्तपरुषवचनोपदेशोपनयः एवं च स्थिते यत्तदुक्तं यदुत-तं रोरं मूर्छातिरेकेण पुनः पुनः स्वभोजनभाजने दृष्टिं पातयन्तमुपलभ्य स धर्मबोधकराभिधानो रसवतीपतिस्तस्याभिप्रायमवगम्य मनाक् सपरुषमित्थमभिहितवान् अरे द्रमक ! दुर्बुद्धे । केयं भवतो विपरीतचारिता? किमितीदं परमानं कन्यकया प्रयत्नेनापि दीयमानं त्वं नावबुद्ध्यसे? भवन्त्यन्येऽपि पापिनो रोराः, केवलं भवता सदृशोऽन्यो निर्भाग्यो नास्तीति मे वितर्कः, यस्त्वमत्र तुच्छे कदन्नके प्रतिबद्धचित्तः सन्नमृतास्वादमेतन्मया दाप्यमानमपि परमान्नं न गृह्णासि, अन्यच्च यतस्त्वमत्र भवने प्रविष्टस्तथेदं दृष्ट्वा मनागाह्लादितः परमेश्वरेण चावलोकितः, तेन कारणेन भवन्तं प्रत्यादरोऽस्माकं, ये पुनरस्मात्सद्मनो बहिर्वर्त्तन्ते जन्तवो ये चेदं विलोक्य न मोदन्ते ये च राजराजेन न निरीक्षितास्तेषां वयं न वार्तामपि पृच्छामो, वयं हि सेवकधर्ममनुवर्तमाना य एव कश्चिन्महानृपतेर्वल्लभस्तत्रैव वाल्लभ्यमाचरामः, अयं चास्माकमवष्टम्भोऽभूत्किलामूढलक्ष्योऽयं राजा न कदाचनाऽपात्रे मतिं कुरुते, यावता सोऽप्यस्मदवष्टम्भोऽधुना भवता विपरीतचारिणा वितथ इव सम्पादितः, तदिदमवगम्य त्यजेदं वैपरीत्यं, हित्वेदं कदनं गृहाणेदं परमानं, यन्माहात्म्येनैते पश्य सर्वेऽत्र सद्मनि वर्तमाना जन्तवोऽमृततृप्ता इव मोदन्त इति एतदपि समस्तमत्र जीवव्यतिकरे सुगुरुराचरत्येव। Page #306 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૮૩ ધર્મબોધકર દ્વારા પ્રયુક્ત પરુષવચનના ઉપદેશનો ઉપનય અને આ પ્રમાણે સ્થિત હોતે છતે=આ પ્રસ્તુત જીવ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે છતાં, ધનાદિમાં ગાઢ મૂર્છા નિવર્તન પામી નથી તેથી લેશ પણ ત્યાગ કરવા સમર્થ બનતો નથી. આથી જ કાગડાના માંસભક્ષણની નિવૃત્તિ પણ કરવા સમર્થ બનતો નથી આ પ્રમાણે સ્થિત હોતે છતે, જે તે કહેવાયું=કથાનકમાં કહેવાયું, શું કહેવાયું તે ‘યદ્યુત’થી બતાવે છે – તે રાંકડાને મૂર્છાના અતિરેકના કારણે ફરી ફરી સ્વભોજનતા ભાજનમાં દૃષ્ટિને પાડતા જોઈને–તે ભિખારીને પોતાના કદન્નમાં અતિમૂર્છા હોવાને કારણે તેને છોડવા તત્પર નથી તેથી વારંવાર તેને જોવા માટે યત્ન કરતો હતો તેને જોઈને, તે ધર્મબોધક નામનો રસોઈયો તેના અભિપ્રાયને જાણીને=પોતાનું ભોજન છોડવા માટે તત્પર નથી તે પ્રકારના અભિપ્રાયને જાણીને, કંઈક સપરુષ આ પ્રમાણે કહ્યું - હે દ્રમક, હે દુર્બુદ્ધિ ! તારી આ કઈ વિપરીત ચારિતા છે ? કન્યા વડે=તદ્દયા નામની કન્યા વડે, આ પરમાન્ન પ્રયત્નથી પણ અપાતું તું કેમ જાણતો નથી ? અન્ય પણ પાપી રાંકડાઓ આ જગતમાં છે. પરંતુ તારા જેવો અન્ય નિર્ભાગ્યશેખર નથી એ પ્રમાણે મને વિતર્ક છે. વળી, જે તું આ તુચ્છ કદન્નમાં પ્રતિબદ્ધ ચિત્તવાળો છતો અમૃતના આસ્વાદન જેવું આ મારા વડે અપાતું પણ પરમાન્ન ગ્રહણ કરતો નથી=ચારિત્રની પરિણતિ નિષ્પન્ન થાય એવી ઉચિત પ્રવૃત્તિરૂપ પરમાન્નને ગ્રહણ કરતો નથી. એ તારી દુર્બુદ્ધિ છે એમ અન્વય છે, વળી, બીજું જે કારણથી તું આ ભવનમાં પ્રવિષ્ટ છો અને આને જોઈને=આ ભવને જોઈને, થોડો આહ્લાદિક થયેલો અને પરમેશ્વર વડે અવલોકન કરાયેલો છે. તે કારણથી તારા પ્રત્યે અમને આદર છે. જે વળી, જીવો આ મંદિરથી બહિર્ વર્તે છે અને જે આ મંદિરને જોઈને=ભગવાનના શાસનને જોઈને, આનંદ પામતા નથી અને જે રાજરાજેશ્વર વડે જોવાયા નથી, તેઓની અમે વાર્તા પણ પૂછતા નથી, સેવકધર્મને અનુસરનારા અમે=મહારાજા એવા તીર્થંકરના સેવકધર્મને અનુસરનારા અમે, જે કોઈ મહાનૃપતિને વલ્લભ છે=જે કોઈ જીવ તીર્થંકરને પ્રિય છે, તેમાં જ વાલ્લભ્યને આચરીએ છીએ=તે જીવમાં જ અમને પ્રીતિ થાય છે, અને અમારો આ અવષ્ટમ્ હતો=અમને આ નિર્ણય હતો. ખરેખર અમૂઢલક્ષવાળા આ રાજા=ક્યારે પણ લક્ષ્યમાં ભ્રમ ન થાય તેવા કેવલજ્ઞાનથી યુક્ત એવા આ તીર્થંકરો, ક્યારે પણ અપાત્રમાં મતિ કરતા નથી. તે અમારો વિશ્વાસ હમણાં વિપરીત આચરણા કરનારા એવા તારા વડે વિતથની જેમ=નિષ્ફળની જેમ, સંપાદન કરાયો. તે આ જાણીને આ વૈપરીત્યનો ત્યાગ કર=પરમાન્નને ગ્રહણ કરવાનો યત્ન કર, આ કદન્નને છોડીને પરમાને ગ્રહણ કર, જેના માહાત્મ્યથી=પરમાન્નના ભોજનના માહાત્મ્યથી, આ મંદિરમાં વર્તતા સર્વજીવો તું જો અમૃતની તૃપ્તિની જેમ આનંદિત છે. આ પણ સમસ્ત આ જીવરૂપ વ્યતિકરમાં=પ્રસ્તુત જીવના પ્રસંગમાં, સુગુરુ આચરે જ છે–જેમ તે કથાનકમાં રાંકડાને તે રસોઈ કરનારાએ કહ્યું તે પ્રમાણે જ પ્રસ્તુત જીવમાં પણ સદ્ગુરુઓ આચરણા કરે છે. ઉપનય : तथाहि – यदाऽयं जन्तुराविर्भूतज्ञानदर्शनोऽपि कर्मपरतन्त्रतया न स्तोकमात्रामपि विरतिं प्रतिपद्यते, Page #307 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ तदाऽमुं तथाभूतं विषयेषु गाढं मूर्च्छितचित्ततयाऽभिरममाणमुपलभ्य सद्धर्मगुरूणां भवत्येवंविधोऽभिसन्धि:, यदुत - केयमस्यात्मवैरिता ? किमित्ययं रत्नद्वीपप्राप्तनिर्भाग्यपुरुष इवानर्घेयरत्नराशिसदृशानि व्रतनियमाचरणान्यवधीर्य जरत्काचशकलकल्पेषु विषयेषु प्रतिबन्धं विधत्ते, ततस्ते गुरवः प्रादुर्भूतप्रणयकोपा इव तं प्रमादपरं जीवमित्थमाचक्षते - अयि ! ज्ञानदर्शनविदूषक ! केयं भवतोऽनात्मज्ञता ? किमिति प्रतिक्षणमस्मानारारट्यमानान् भवान्न लक्षयति ? दृष्टा बहवोऽस्माभिरन्येऽप्यकल्याणभाजनभूताः प्राणिनः, केवलं तेषामपि मध्ये शेखरायितं भवता, यतस्त्वं जानन्नपि भगवद्वचनं, श्रद्दधानोऽपि जीवादिपदार्थसार्थं, विद्यमानेऽपि मादृशे प्रोत्साहके, लक्षयन्नपीदृशसामग्र्याः सुदुर्लभतां, भावयन्नपि संसारदुरन्ततां, परिकलयन्नपि कर्मदारुणतां, बुद्ध्यमानोऽपि रागादिरौद्रतां, तथापि समस्तानर्थसार्थप्रवर्त्तकेषु, कतिपयदिवसवर्त्तिषु, तुषमुष्टिनिःसारेषु विषयेषु सततं रज्यसे, न पुनरस्माभिरनर्थगर्त्तपातिनं भवन्तमवगम्य दययोपदिश्यमानामेनां सकलक्लेशदोषविरेककारिणीं भागवतीं समस्तपापविरतिं भवानवलयाऽपि विलोकयति । अन्यच्च एतदपि न लक्षितं भवता यदर्थमेषोऽस्माकं भवन्तं प्रति महानादरः, तदाकर्णय अत्रापि यत्कारणं यतस्त्वं सज्ज्ञानदर्शनयुक्ततया सर्वज्ञशासनाभ्यन्तरभूतो वर्त्तसे, यतश्च प्रथमावसरेऽपि भगवन्मतमवलोक्य जातस्ते प्रमोदः, तद्दर्शनेन च लक्षिताऽस्माभिस्त्वयि भवन्ती परमात्मावलोकना, ततो वयं भगवदनुगृहीतोऽयमितिकृत्वा तवोपर्यादरवन्तः, युज्यते च भगवदनुचराणां तदभिमतेषु पक्षपातः कर्त्तुं ये तु जीवाः सर्वज्ञशासनमन्दिरमद्यापि नावगाहन्ते, कथञ्चित्प्रविष्टा अपि तत्र न तद्दर्शनेन हृष्यन्ति, अत एव च परमात्मावलोकनाया बहिर्भूता लक्ष्यन्ते तांस्तथाभूताननन्तानप जीवान् पश्यन्तोऽपि च यदुदासीनभावं भजामहे, नोचितास्ते खल्वादरकरणस्य, अयं चेयन्तं कालं यावदवष्टम्भोऽस्माकमासीत् किलामुनोपायेन ये योग्याः सन्मार्गावतरणस्येति निश्चीयते ते न कदाचन व्यभिचरन्ति यावता भवताऽयमनेकसत्त्वेषु सुनिश्चितोऽप्यस्माभिरुपायो विपरीतमाचरता व्यभिचारितो वर्तते । ततो भो दुर्मते ! मैवं विधेहि, कुरुष्वाधुनापि यदहं वच्मि, परित्यजेदं दौः शील्यं, विहाय दुर्गतिपुरीवर्तनीकल्पामविरतिमुररीकुरु निर्द्वन्द्वानन्दसन्दोहदायिकां सर्वज्ञोपज्ञां ज्ञानदर्शनयोः फलभूतां विरतिं, इतरथा परमार्थतो ज्ञानदर्शने अपि निष्फले संपत्स्येते । इयं हि भागवती दीक्षा गृहीता सती सम्यक् पाल्यमाना सकलकल्याणपरम्परां संपादयति, यदि वा तिष्ठन्तु तावत् पारलौकिककल्याणानि, किं न पश्यति भवानिदानीमेवैते भगवदुक्तविरतिरतचित्ताः सुसाधवो यदनन्तामृतरसतृप्ता इव स्वस्थाः सदा मानसेन, अवेदयितारो विषयाभिलाषजनितानां कामविकलतयौत्सुक्यप्रियविरहवेदनानां, अनभिज्ञातारो लोभमूलानां निष्कषायतया धनार्जनरक्षणनाशदुःखानां, वन्दनीयास्त्रिभुवनस्य, संसारसागरादुत्तीर्णमेवात्मानं मन्यमानाः सदा मोदन्ते, तदेवंभूतगुणेयं विरतिः किमात्मवैरितया नादीयते भवतेति ? । २८४ Page #308 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૮૫ ઉપનયાર્થ : તે આ પ્રમાણે – જ્યારે આ જીવ આવિર્ભતજ્ઞાત દર્શનવાળો પણ કર્મપરતંત્રતાને કારણે થોડી માત્ર પણ વિરતિને સ્વીકારતો નથી=જ્યારે આ જીવને સર્વકલ્યાણની પરંપરાનું કારણ વિવેકપૂર્વક સેવાયેલા પંચાચાર છે તેવી સ્થિરબુદ્ધિ થાય છે. ત્યારે પંચાચારના સૂક્ષ્મબોધ રૂપ જ્ઞાન અને પંચાચાર જ સર્વકલ્યાણનું એક કારણ છે તેવી રુચિરૂપ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે છતાં ભોગવિલાસ પ્રત્યેની રુચિ તિવર્તન પામતી નથી. તેથી અવિરતિ આપાદક કર્મ પરતંત્રતાના કારણે થોડી પણ વિરતિ સ્વીકારતો નથી. ત્યારે તેવા પ્રકારના વિષયોમાં ગાઢ મૂચ્છિત ચિત્તપણાથી રમતા એવા તેને જોઈને સદ્ધર્મગુરુઓને આ પ્રકારની અભિસંધિ થાય છે તીવ્ર અવિરતિના ઉદયને કારણે વિષયોમાંથી આનંદ લઈ શકે તેવું ચિત્ત હોય છે પરંતુ જિતવચનાનુસાર ઉચિત ક્રિયાઓ કરીને આનંદ લઈ શકે એવું ચિત્ત નહીં હોવાથી વિષયોમાં રમતા તે જીવોને જોઈને સદ્ધર્મગુરુને એવો અભિપ્રાય થાય છે કે જેમ ઉપદેશના બળથી આ જીવને જ્ઞાન, દર્શનની પ્રાપ્તિ થઈ તેમ વિશેષ ઉપદેશના બળથી ભોગલાલસા પણ તેની અલ્પ થશે તેથી તેનું હિત કરવાની અભિસંધિ થાય છે. તેથી કહે છે. જે “હુતથી બતાવે છે – આ જીવની કેવા પ્રકારની આત્મવૈરિતા છે ? કયા કારણથી આ રતદ્વીપને પામેલા વિર્ભાગ્ય પુરુષના જેવો અનર્દેય રત્નરાશિના જેવા વ્રતનિયમની આચરણાની અવગણના કરીને જીર્ણ થયેલા કાચના ટુકડા જેવા વિષયોમાં પ્રતિબંધને ધારણ કરે છે. જેમ કોઈ પુરુષ રત્નના દ્વીપને પામેલો હોય ત્યાં પણ રત્નને ગ્રહણ કરવાનું છોડીને ત્યાં રહેલા જીર્ણકાચના ટુકડાઓને ગ્રહણ કરે તે જેમ મૂર્ખ જેવી ચેષ્ટા છે તેમ જે મહાત્માને સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન પ્રગટ્યું છે તે મહાત્માને સર્વકલ્યાણનું એક કારણ પંચાચાર છે તેવી સ્થિરબુદ્ધિ થયેલી છે. તેથી રત્નદ્વીપને પામેલો છે. આમ, છતાં પંચાચારને સેવવાને અનુકૂળ વતનિયમની આચરણા સેવવા માટેનો ઉત્સાહ થતો નથી પરંતુ વિર્યામાંથી આનંદ લેવાની વૃત્તિ થાય છે. જેથી વિશેષ પ્રકારના રત્નોની પ્રાપ્તિ તુલ્ય ચારિત્રને તે પામી શકતો નથી અને વિષયોમાં પ્રતિબંધને ધારણ કરે છે. તેથી તે તેની મૂર્ખતા છે તેવું ધર્મગુરુને જણાય છે તેથી, તે ગુરુઓ પ્રાદુર્ભાવ થયેલા પ્રણયકોપની જેમ પ્રમાદાર એવા જીવને આ પ્રમાણે કહે છે – હે જ્ઞાનદર્શન વિદૂષક ! તારી આ અનાત્મજ્ઞતા શું છે ? અર્થાત્ તારી આ મૂર્ખતા શું છે ? કયા કારણથી સતત બૂમો પાડતા અમને તું લક્ષમાં લેતો તથી ? અકલ્યાણના ભાજળભૂત ઘણા અન્ય પણ પ્રાણીઓ અમારા વડે જોવાયા તેઓમાં પણ તું કેવલ અગ્રેસર છે. તત્ત્વને સાંભળવા માટે આવનારા મંદબુદ્ધિવાળા જીવો તત્ત્વને જલ્દી પ્રાપ્ત ન કરી શકે તેવા અકલ્યાણના ભાજનરૂપ ઘણા પ્રાણીઓ તે ગુરુના સંપર્કમાં આવેલા હતા. પરંતુ પ્રસ્તુત જીવ તો સૂક્ષ્મબોધને પામ્યા પછી સ્થિર સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન હોવાને કારણે વિશેષ-વિશેષ પ્રકારે તત્ત્વ પ્રાપ્ત કરવા અર્થે ગુરુ પાસે આવે છે. પ્રતિદિન નવું નવું તત્ત્વ સાંભળે છે. છતાં વિષયોના પ્રતિબંધને છોડીને વિરતિને અભિમુખ થતો Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ નથી. તેથી અકલ્યાણના ભાજનમાં અગ્રેસર તું છો એમ ગુરુ કહે છે. જે કારણથી તું ભગવાનના વચનને જાણવા છતાં પણ જીવાદિ પદાર્થોના સમુદાયની શ્રદ્ધાવાળો છતાં પણ મારા જેવા પ્રોત્સાહક વિદ્યમાન હોવા છતાં પણ, આવા પ્રકારની સામગ્રીની સુદુર્લભતાને જાણતો પણ મોક્ષને અનુકૂલ સર્વ ઉત્તમ સામગ્રીનો યોગ સુદુર્લભ છે તેમ જાણવા છતાં પણ, સંસારની દુરંતતાને ભાવન કરતો પણ, કર્મની દારુણતાને જાણતો પણ, રાગાદિની રૌદ્રતાને જાણતો પણ એવો તું સમસ્ત અનર્થતા સમુદાયના પ્રવર્તક, કેટલાક દિવસ રહેનારા, તુષમુષ્ઠિના જેવા નિઃસાર ફોતરાની મુષ્ટિ જેવા નિઃસાર, એવા વિષયોમાં સતત રાગ કરે છે. વળી, અનર્થના ગર્તામાં પાતને પામતા એવા તેને જોઈને અમારા વડે દયાથી ઉપદેશ અપાતી સકલ ક્લેશદોષતા લાશને કરનારી આ ભાગવતી સમસ્ત પાપની વિરતિને અનાદિકાળથી વિષયોને સેવીને આત્માએ જે કષાયોના ક્લેશના સંસ્કારોનું આધાર કર્યું છે તે સકલ ક્લેશના દોષને આત્મામાંથી દૂર કરનારી ત્રણગુપ્તિના સામ્રાજ્ય રૂપ ભગવાનની બતાવેલી સમસ્ત પાપની વિરતિને, તું અવહેલનાથી પણ અવલોકન કરતો નથી=સામાન્ય દૃષ્ટિથી પણ તેના સ્વરૂપને જોવા તત્પર થતો નથી. માત્ર મારાથી અશક્ય છે તેમ માનીને વિષયોમાં જ રાગ કરે છે. અને અન્ય મહાત્મા તે જીવને બીજું, કહે છે. આ પણ તારા વડે લક્ષમાં લેવાયું નથી. જેના માટે અમારો તારા પ્રત્યે આ મહાન આદર છે. અહીં પણ તારા પ્રત્યે આદરમાં પણ, જે કારણ છે કે તું સાંભળ, જે કારણથી સમ્યજ્ઞાન અને દર્શનયુક્તપણાથી સર્વજ્ઞના શાસનની અત્યંતરભૂત અંદર રહેલો તું છે અને જે કારણથી પ્રથમ અવસરમાં પણ સમ્યજ્ઞાન, દર્શનની પ્રાપ્તિના પૂર્વના અવસરમાં પણ, ભગવાનના મતને જોઈને તમે પ્રમોદ થયેલો અને તેના દર્શનથી=ભગવાનના મતને જોઈને તને પ્રમોદ થયેલો તેના દર્શનથી, અમારા વડે તારે વિશે પડતી પરમાત્માની અવલોકના જોવાઈ, તેથી ભગવાનથી અનુગૃહીત આ છે એથી કરીને તારા ઉપર અમે આદરવાળા છીએ અને ભગવાનના અનુચરોને તેમના અભિમત જીવોમાં પક્ષપાત કરવો યોગ્ય છે=ભગવાનની આજ્ઞાને અનુસરનારા એવા સુસાધુઓને ભગવાનના અભિમત એવો યોગ્ય જીવોમાં પક્ષપાત કરવો એ યોગ્ય છે. માટે અમે તારા ઉપર આદરવાળા છીએ. વળી જે જીવો સર્વજ્ઞતા શાસનના મંદિરને હજી પણ અવગાહન કરતા નથી તેના વિષયમાં પારમાર્થિક જિજ્ઞાસાવાળા થયા નથી. કોઈક રીતે પ્રવિષ્ટ પણ કોઈકની પ્રેરણાથી કે તેવા પ્રકારના સંયોગથી બાહ્યછાયાથી પ્રવેશ થયેલા પણ ત્યાં ભગવાનના શાસનમાં, તેના દર્શનથી હર્ષિત થતા નથી. અને આથી જ= ભગવાનના શાસનને જોઈને હર્ષિત થતા નથી આથી જ, પરમાત્માની અવલોકતાથી બહિર્ભત જણાય છે, તેવા પ્રકારના અનંત પણ જીવોને જોતા પણ અમે જે કારણથી ઉદાસીનભાવને ભજીએ છીએ તેઓ પ્રત્યે ઉદાસીન રહીએ છીએ. પરંતુ ઉપકાર કરવા અર્થે કોઈ પ્રયત્ન અમે કરતા નથી. ખરેખર તેઓ આદર કરવાને ઉચિત નથી અર્થાત્ ઉપેક્ષાને ઉચિત છે અને આટલા કાળ સુધી અમને આ વિશ્વાસ હતો ખરેખર આ ઉપાયથી સન્માર્ગ અવતરણને જે યોગ્ય છે એ પ્રમાણે નિશ્ચય કરાય છે તેઓ ક્યારે પણ વ્યભિચારને પામતા નથી અર્થાત્ તેઓ અમારા આદરને પ્રાપ્ત કરીને અવશ્ય પરમાણને ગ્રહણ Page #310 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કરવા તત્પર થાય છે. જ્યારે અનેક જીવોમાં અમારા વડે સુનિશ્ચિત એવો પણ આ ઉપાય વિપરીતને આચરતા એવા તારા વડે વ્યભિચરિત વર્તે છે=તારા વડે અન્યથા કરાયો છે. તેથી હે દુર્મતિ ! તું આ પ્રમાણે કર નહીં=પરમાન્નને ગ્રહણ કરવામાં પ્રમાદ કર નહીં, હજી પણ હું કહું છું તે કર અને આ દુઃશીલપણું ત્યાગ કર=વિષયોની વૃદ્ધિનો ત્યાગ કર, દુર્ગતિમાર્ગ જેવી અવિરતિને છોડીને નિર્દ આનંદના સમૂહને દેનારી સર્વજ્ઞ વડે કહેવાયેલી જ્ઞાનદર્શનના ફલભૂત વિરતિને તું સ્વીકાર કર. ઇતરથા=જો તું વિરતિને સ્વીકાર કરીશ નહીં તો, પરમાર્થથી જ્ઞાનદર્શન પણ નિષ્ફળ પ્રાપ્ત થશે. ત્તિ=જે કારણથી, આ ભગવતી દીક્ષા ગ્રહણ કરાયેલી છતી સમ્યક્પાલન કરાતી સકલ કલ્યાણની પરંપરાને સંપાદન કરે છે અર્થાત્ પરલોકમાં સદ્ગતિઓની પરંપરા દ્વારા મોક્ષને સંપાદન કરે છે. અથવા પારલૌકિક કલ્યાણો દૂર રહો, જે કારણથી અનંત અમૃત રસથી તૃપ્ત થયેલાની જેમ સદા માનસથી આ ભગવાને કહેલા વિરતિમાં રત ચિત્તવાળા સુસાધુઓને હમણાં શું તું જોતો નથી, સ્વસ્થ થયેલા કામવિકલપણાને કારણે વિષયાભિલાષજનિત ઔત્સક્ય અને પ્રિય-વિરહની વેદનાને નહીં વેદન કરનારા, નિષ્કષાયપણાને કારણે લોભમૂલ ધનઅર્જનના રક્ષણ અને નાશનાં દુઃખોના અનભિજ્ઞાતા સુસાધુઓ શું તારા વડે નથી જોવાતા ? એમ અન્વય છે. ૨૭ ભગવાને બતાવેલી ભાગવતી દીક્ષા ગ્રહણ કરનારા મહાત્માઓ સમ્યગ્ રીતે પાલન કરીને સદ્ગતિઓની પરંપરા દ્વારા સુખની વૃદ્ધિને પ્રાપ્ત કરનારા છે. એટલું જ નહીં પણ આલોકમાં પણ વર્તમાનમાં જેઓ ભગવાને કહેલ પાપની વિરતિમાં રત ચિત્તવાળા છે તેઓનું ચિત્ત સતત ભગવાનના વચનથી ભાવિત થઈને નિષ્કષાય ભાવવાળું બને છે અર્થાત્ તેઓની કષાયની પરિણતિ ક્ષીણ-ક્ષીણતર થાય છે. તેથી જ અંત વગરના અમૃતરસથી તૃપ્ત થયેલા પુરુષથી જેમ જણાય છે. અર્થાત્ સતત આનંદરસથી વૃદ્ધિ પામતા જણાય છે. વળી, બાહ્યપદાર્થોની ઉત્સુકતા નહીં હોવાથી કોઈ પ્રકારની પ્રિયના વિરહઆદિ વેદનાને અનુભવતા નથી પરંતુ સ્વસ્થતાનો અનુભવ કરે છે. વળી, લોભ નહીં હોવાને કારણે ધન-અર્જુનઆદિ ક્લેશોને પણ પામતા નથી. વસ્તુતઃ સાધુ અવસ્થામાં જેને શિષ્યોનો લોભ છે, ભક્તવર્ગનો લોભ છે, પર્ષદા લોભ છે. તેઓ સદા તેની પ્રાપ્તિ કરવામાં ભક્તવર્ગને રક્ષણ ક૨વામાં, ભક્તવર્ગ અન્યત્ર જાય ત્યારે નાશના દુઃખને અનુભવનારા છે. પરંતુ શાંત રસવાળા મુનિઓને કોઈ લોભ નહીં હોવાથી તેવાં સર્વ દુ:ખોને નહીં વેદન કરનારા પ્રત્યક્ષથી દેખાય છે. વળી, ત્રિભુવનને વંદનીય છે અર્થાત્ જેમ ચક્રવર્તીઆદિ બાહ્ય સમૃદ્ધિને કારણે સંસારી જીવોથી વંદનીય બને છે. તેમ આ મહાત્માઓ અંતરંગ સમૃદ્ધિના કારણે ત્રણેય ભુવનને વંદનીય છે. સંસારસાગરથી ઉત્તીર્ણ જ પોતાને માનતા સદા આનંદિત છે. કરાતું હોય તે કરાયું એ ન્યાયથી સંસારમાં ઉત્તીર્ણ થવાના સમ્યગ્ ઉપાયોના જ્ઞાનપૂર્વક શક્તિના પ્રકર્ષથી તેને સેવનારા મહાત્માઓ હોવાથી અલ્પકાળમાં જ અવશ્ય પોતે સંસારથી પારને પામશે એ પ્રકારનો સ્થિર નિર્ણય હોવાથી સદા આનંદમાં વર્તે છે. Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ તે આવા પ્રકારની ગુણવાળી આ વિરતિ આત્મવેરીપણાને કારણે કેમ તારા વડે સ્વીકારાતી નથી? એ પ્રમાણે સદ્ધર્મગુરુઓ તે જીવને ભાવગતી પ્રવ્રયાનું પ્રત્યક્ષફલ બતાવે છે. Gपनय : कदन्नत्यागवचनविह्वलीभतद्रमककथनोपनयः तदेतद्धर्मगुरुवचनमाकर्ण्य यथाऽसौ द्रमकस्तस्मिन्पुरुषे संजातविश्वासोऽपि तथाऽऽविर्भूतनिर्णयोऽपि यथाऽत्यन्तहितकारी ममायं पुरुष इति, तथापि तस्य कदन्नस्य त्याजनवचनेन विह्वलीभूतो दैन्यमालम्ब्येत्थमभिहितवान् यदुत- यदेतद् गदितं नाथैस्तत्समस्तमवितथं प्रतिभाति मे चेतसि, केवलमेकं वचनं विज्ञापयामि तदाकर्णयत यूयं, यदेतन्मां भोजनं त्याजयन्ति भवन्तस्तत्प्राणेभ्योऽप्यभीष्टतमं, नाहमेतद्विरहे क्षणमपि जीवामि, महता च क्लेशेन मयेदमुपार्जितं, किं च कालान्तरेऽपि निर्वाहकं ममैतद्, भवदीयस्य पुनर्भोजनस्य न जानेऽहं स्वरूपं, किं चानेन ममैकदिनभाविनेति? तत्किमत्र बहुना जल्पितेन? एष मे निश्चयो-नैवेदं भोजनं मोक्तव्यं, यदि विद्यमानेऽप्यस्मिन्त्रात्मीयं भवद्भिर्भोजनं दातुं युक्तं, ततो दीयतामितरथा विनैव तेन सरिष्यतीति। तथाऽयमपि जीवः कर्मपरतन्त्रतयाऽविद्यमानचरणपरिणामः सद्धर्मगुरूणामग्रतः समस्तमपीदृशं जल्पत्येव, अस्त्येव तदाऽस्य गुरुषु विश्रम्भः, सञ्जातो ज्ञानदर्शनलाभेन संप्रत्ययः, तथापि न निवर्तते धनादिभ्यो गाढमूर्छा, धर्मगुरवश्चारित्रं ग्राहयन्तस्तत्त्याजनं कारयन्ति, ततोऽस्य जीवस्य संजायते दैन्यं, ततोऽयं ब्रूते-सत्यमेतत्सर्वं यदाज्ञापयन्ति भगवन्तः, किन्तु श्रूयतां भवद्भिरेका मदीया विज्ञप्तिका-गृद्धोऽयमात्मा मदीयो गाढं धनविषयादिषु, न शक्यते तेभ्यः कथञ्चित्रिवर्त्तयितुं, म्रियेऽहं त्यागे नूनमेतेषां, महता च क्लेशेन मयैते समुपार्जिताः, तत्कथमहमेतानकाण्ड एव मुञ्चामि, किं च मादृशाः प्रमादिनो न युष्माभिरुपदिष्टाया विरतेः स्वरूपमवबुध्यन्ते, किन्तर्हि ? मादृशामिदमेव कालान्तरेऽपि धनविषयादिकं चित्ताभिरतिकारणं, युष्मदीयं पुनरनुष्ठानं राधावेधकल्पं, किं तेन मादृशाम्? भगवतामप्यस्थान एवायं निर्बन्धः, तथाहि-महताऽपि प्रयत्नेन, तत्त्वे शिष्टेऽपि पण्डितैः। प्रकृतिं यान्ति भूतानि, प्रयासस्तेषु निष्फलः।।१।। अथैवमपि स्थिते भवतामाग्रहः, ततो दीयतामेतेषु धनविषयादिषु विद्यमानेषु यदि देयमात्मीयं चारित्रमितरथा पर्याप्तं ममानेनेति। Guनयार्थ : દ્રમક કદન્નત્યાગના વચનથી વિસ્વલીભૂત થયો તે કથનનો ઉપનય તે આ સદ્ધર્મગુરુના વચનને સાંભળીને જે પ્રમાણે આ દ્રમક તે પુરુષમાં સંજાત વિશ્વાસવાળો પણ અને જે પ્રમાણે મને અત્યંતહિતકારી આ પુરુષ છે એ પ્રમાણે આવિર્ભૂત નિર્ણયવાળો પણ છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૮૯ તોપણ તે કદઘતા ત્યાજનના વચનથી વિવલ થયેલો દેચનું આલંબન કરીને આ પ્રમાણે બોલ્યોમહાત્માએ સર્વવિરતિ ગ્રહણ કરવાનું કહ્યું અને ભોગવિલાસને સર્વથા ત્યાગ કરવાનું કહ્યું, તે સાંભળીને પોતે શાતાનો અર્થ છે અને આના ત્યાગ દ્વારા સમભાવતના પરિણામને સાધવા અસમર્થ છે, તેમ જાણીને ત્યાગના વચનથી વિક્વલ થયેલો દીનતાનું આલંબન લઈને ગુરુને આ પ્રમાણે કહ્યું, જે “યહુતથી બતાવે છે – જે આ હાથ વડે કહેવાયું તે સમસ્ત મારા ચિત્તમાં યથાર્થ પ્રતિભાસે છે. આ વિરતિ પરલોકની સુખપરંપરાનું કારણ છે વર્તમાનની ઉત્તમ સુખપરંપરાનું કારણ છે. અંતરંગ ગુણસમૃદ્ધિરૂપ છે. તેથી જગતમાં મહાત્માઓ વંદનીય છે. અને મોક્ષ તેઓને હસ્તાવલંબન દેખાય છે એ વસ્તુ મને પણ એમ જ ભાસે છે. કેવલ એક વચન હું વિજ્ઞાપન કરું છું તે તમે સાંભળો- જે આ મારું ભોજન તમે ત્યાગ કરાવો છો તે પ્રાણથી પણ મને અભીષ્ટતમ છે અત્યંત પ્રિય છે, હું આના વિરહમાં ક્ષણ પણ જીવી શકું તેમ નથી. અને મોટા ક્લેશથી મારા વડે આ ઉપાર્જિત છે=સંસારમાં ભોગસામગ્રી ઉપાર્જિત છે, અને કાલાન્તરમાં પણ મારું આ જ તિર્વાહક છે ક્ષણભર પણ પરમાત્રનું ભોજન કરું તોપણ તે પરમાત્રથી મારો નિર્વાહ થાય તેમ નથી, પરંતુ ઈન્દ્રિયોને અનુકૂળ એવા બાહ્યભાવોથી જ હું સ્વસ્થ રીતે જીવી શકું તેમ છું. વળી, તમારા ભોજનનું હું સ્વરૂપ જાણતો નથી અર્થાત્ પરમાત્તજન્ય આસ્વાદ મેં લીધેલ નથી. તેથી આ ભોજનના ત્યાગરૂપ વિરતિને કર્યા પછી ભગવાનના વચનથી ભાવિત થઈને સતત તિર્લેપચિત્તને પ્રગટ કરે તેવા ભોજનના સ્વરૂપને હું જાણતો નથી. અને મને એક દિવસ નિર્વાહક થાય તેવા તમારા ભોજન વડે શું? અર્થાત્ એક દિવસ ભોગાદિ ત્યાગ કરીને પૌષધ આદિ કરું ત્યારે સમભાવમાં યત્ન કરી શકું તેવું મારું સામર્થ્ય હોવાથી અને અધિક દિવસો સુધી સમભાવમાં રહી શકું તેવું સામર્થ્ય નહીં હોવાથી આ પરમાત્ત વડે શું? તે કારણથી=પરમાત્રથી મારો નિર્વાહ થાય તેમ નથી તે કારણથી, અહીં પરમાન્નના ગ્રહણના વિષયમાં વધારે કહેવાથી શું ? આ મારો નિશ્ચય છે. આ ભોજન=મારું ભોગવિલાસરૂપ ભોજન, ત્યાગ કરવો જોઈએ નહીં. જો આ વિદ્યમાન હોતે છતે પણ ભોગાદિની સામગ્રી વિદ્યમાન હોતે છતે પણ, તમારા વડે આત્મીય ભોજન દેવા માટે યુક્ત હોય અર્થાત્ સર્વસંગના ત્યાગ વગર વિરતિરૂપ પરમાન્ન આપી શકાય તેમ હોય તો આપો ઈતરથા પરમાત્ર નહીં આપો તો, તેના વગર જ=પરમાત્ર વગર જ, સરશે. એ પ્રમાણે આ પણ જીવ કર્મના પરતંત્રપણાને કારણે અવિદ્યમાન ચારિત્રના પરિણામવાળો=ભોગ અસાર છે તેવી બુદ્ધિ હોવા છતાં ભોગ વગર નિરાકુળ સ્વભાવમાં ન રહી શકે તેવાં બલવાન કર્મોની પરતંત્રતાને કારણે અવિદ્યમાન ચારિત્રના પરિણામવાળો, સદ્ધર્મગુરુની આગળ સમસ્ત પણ આવું પૂર્વમાં કહ્યું એવું, બોલે છે અર્થાત્ હું આ કદ છોડી શકું તેમ નથી તેના ત્યાગ વગર પરમાત્ર આપી શકાય તો આપો એ પ્રમાણે બોલે છે. ત્યારે આજે આ જીવ, ગુરુમાં વિશ્વાસ છે અર્થાત્ ગુરુ એકાંતે મારા હિત માટે જ કહે છે તેવો સ્થિર વિશ્વાસ છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ જ્ઞાનદર્શનના લાભથી સંપ્રત્યય થયેલો છે નિરાકુળ ચેતનારૂપ ચારિત્ર મહાસુખરૂપ છે તેવો નિર્ણય થયેલો છે તોપણ ધનાદિથી ગાઢમૂચ્છ વિવર્તન પામતી નથી. ચારિત્રને ગ્રહણ કરાવતા ધર્મગુરુઓ તેનું ત્યાજનને કરાવે છે=ધનાદિનો ત્યાગ કરાવે છે તેથી આ જીવને દીનતા થાય છે અર્થાત્ આ ભોગવી લાલસા શાંત થઈ નથી અને તેના વગર હું સંયમજીવનમાં જીવી શકીશ નહીં તેથી ત્યાગ નહીં કરવાનો પરિણામ થાય છે. તેથી આ બોલે છે=ભોગત્યાગ પ્રત્યે અસામર્થ્ય જણાવાથી આ જીવ બોલે છે, આ સર્વ ધર્મગુરુએ જે કહ્યું તે સર્વ, સત્ય છે. જે ભગવાન આજ્ઞા કરે છે તમે કહો છો કે આ ભોગોનો ત્યાગ કરીને વર્તમાનમાં સુખની પરંપરાનું કારણ અને પરલોકમાં સુખની પરંપરાનું કારણ એવી વિરતિને તું ગ્રહણ કર તે સર્વ સત્ય છે કે ભગવાન આજ્ઞા કરે છે. ફક્ત મારી એક વિજ્ઞપ્તિ તમે સાંભળો. મારો આ આત્મા ધનવિષયાદિમાં ગાઢ ગૃદ્ધ છે. તેનાથી કોઈ રીતે વિવર્તન કરવા માટે શક્ય નથી. આમના ત્યાગમાંધતાદિના ત્યાગમાં, ખરેખર હું મરી જઈશ. સમ્યક્ત પ્રગટેલ છે. નિર્મળ તત્ત્વની પ્રજ્ઞા પ્રગટેલ છે. પોતાની સ્થિતિનું અવલોકન કરીને તે જીવને જણાય છે કે આ ભોગોનો હું ત્યાગ કરું તોપણ ભોગની ઇચ્છા મારી વિરામ પામે તેમ નથી; કેમ કે બાહ્યનિમિત્તોના અવલંબન વગર આત્માની સ્વસ્થ અવસ્થામાં પોતે રહી શકે તેમ નથી અને બાહ્યનિમિત્તોની હૂંફથી કંઈક સ્વસ્થ થઈને ભગવદ્ ભક્તિ આદિમાં પોતે યત્ન કરી શકે તેમ છે. અને સુસાધુઓ સંસારી જીવોની સાથે કોઈ સ્નેહ વગર માત્ર આત્માના નિરાકુળ સ્વભાવમાં પ્રતિબંધને ધારણ કરીને તેને સ્થિર કરવા અર્થે સ્વાધ્યાયાદિ સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે તે પ્રકારે કરીને હું સ્વસ્થ રહી શકું તેમ નથી માટે જો હું ભોગાદિનો ત્યાગ કરીને સંયમનો વેશ ગ્રહણ કરું તો ચિત્ત અસ્વસ્થ થવાથી મારો જન્મ નિષ્ફળ થાય તેમ છે. તે પ્રકારે ધર્મગુરુને તે જીવ વિજ્ઞપ્તિ કરે છે. અને મોટા ક્લેશોથી મારા વડે આ ઉપાર્જન કરાયા છે ભોગસામગ્રી એકઠી કરાઈ છે અર્થાત્ સુખના અર્થી એવા મારા વડે સુખના આધારભૂત ધનાદિ વિષયો ઘણા શ્રમથી ઉપાર્જિત કરાયા છે. તેથી કેમ હું આ વિષયોને અકાંડ જ ત્યાગ કરું અર્થાત્ જ્યાં સુધી ચિત વિષયોની ગૃદ્ધિવાળું ન હોય ત્યાં સુધી તેનો ત્યાગ કરવાનો અવસર નથી, તેવા અનવસરે જ હું કેવી રીતે તેનો ત્યાગ કરું? વળી, ગુરુને તે જીવ કહે છે મારા જેવો પ્રમાદી તમારાથી ઉપદેશ કરાયેલી વિરતિના સ્વરૂપને જાણતો નથી અર્થાત્ તમારા ઉપદેશના બળથી વિરતિના નિર્લેપ પરિણતિના સંવેદનને પ્રાપ્ત કરી શકતો નથી. તો શું? તેથી કહે છે મારા જેવાને આ જ ધનવિષયાદિ કાલાન્તરમાં પણ ચિત્તની સ્વસ્થતાનું કારણ છે અર્થાત્ તેના સાંનિધ્યથી જ હું કંઈક સ્વસ્થ રીતે જીવી શકું એમ છું. તમારું વળી, આ અનુષ્ઠાન રાધાવેધ જેવું છે. તમે જે વિરતિનું સ્વરૂપ બતાવો છો તેવા ભાવની નિષ્પત્તિ માટે ઉદ્યમ કરવાની શક્તિ રાધાવેધને સાધવામાં કુશળ પુરુષ જેવા દઢપ્રણિધાનવાળા જીવો જ કરી શકે છે. અને તેઓને જ તેમાંથી સુખનું વેદના થાય છે અને તેવો અપ્રમાદ મારામાં નથી તે કારણથી મારા જેવાને તેનાથી શું ? રાધાવેધ જેવા અનુષ્ઠાન સ્વીકારવાથી શું ? તમારો પણ અસ્થાનમાં જ આ આગ્રહ છે. અર્થાત્ ભોગોનો ત્યાગ કરીને આ મહાત્માઓની જેમ તું વિરતિ સ્વીકાર એ પ્રકારનો જે તમારો Page #314 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ મોટા પણ आग्रह छे ते अस्थानमा ४ छे, प्रेम अस्थानमा छे ? ते 'तथाहि 'थी स्पष्ट करे छे પ્રયત્નથી પંડિતો વડે તત્ત્વનો ઉપદેશ અપાય છતાં પણ જીવો પ્રકૃતિ તરફ જાય છે. તેઓમાં પ્રયાસ નિષ્ફળ છે=ઉપદેશનો પ્રયાસ નિષ્ફળ છે. અર્થાત્ ગુરુને કહે છે કે તમો તત્ત્વનો ઉપદેશ ઘણા પ્રયત્નથી આપો છો તોપણ સંયમને અનુકૂળ સીર્ય ઉલ્લસિત થાય તેવી પ્રકૃતિ મારી નિર્માણ થઈ નથી. ફક્ત સંયમ ગમે છે, સુસાધુને જોઈને પ્રીતિ થાય છે. તોપણ મારી પ્રકૃતિ વિષયો તરફ જનારી હોવાથી ઘણા પ્રયત્નથી પણ કરાયેલો તમારો ઉપદેશનો પ્રયાસ નિષ્ફળ છે. હવે આ પ્રમાણે સ્થિત હોતે છતે=મારી પ્રકૃતિ વિષયોથી પરામ્મુખ થાય તેમ નથી એ પ્રમાણે સ્થિતિ હોતે છતે, તમોને આગ્રહ છે=હું કંઈક પરમાન્ન ગ્રહણ કરું તેવો આગ્રહ છે, તો આ ધન, વિષયાદિ વિદ્યમાન હોતે છતે આપો. જો તમારું ચારિત્ર દેય હોય અર્થાત્ ભોગાદિને છોડ્યા વગર તમારા ચારિત્રની આચરણા થઈ શકે તેવી હોય તો મને આપો, ઇતરથા=ભોગાદિતા ત્યાગ વગર यारित्र शस्य नथी खेभ होय तो, भने खाना वडे=यारित्र वडे, सर्यु. उपनय : ૨૯૧ धर्मबोधकरस्य पुनश्चितनस्योपनयः (धर्मगुरोर्भावकारुण्यम्) ततश्चैवं वदति सत्यस्मिन् जीवे यथा तेन रसवतीपतिना तं द्रमकं परमान्नग्रहणपराङ्मुखमवलोक्य चिन्तितं यदुत- पश्यत ! अहो मोहसामर्थ्यं, यदेष रोरः सर्वव्याधिकरेऽत्र कदनके सक्तबुद्धिर्मामकं परमान्नमवधीरयति निश्चितं च प्रागेव मया, यथा नास्य वराकस्यायं दोषः, किं तर्हि ? चित्तवैधुर्यकारिणां रोगाणां, अतः पुनरेनं शिक्षयामि विशेषेण वराकं, यद्ययं प्रत्यागतचित्तः परमान्नमिदं गृह्णीयात्, ततोऽस्य महानुपकार : संपद्येतेति, तथा सद्धर्मगुरवोऽपि चिन्तयन्ति, यदुत - अपूर्वरूपोऽयमस्य जीवस्याहो महामोहः, यदयमनन्तदुःखहेतो रागादिभावरोगवृद्धिकरेऽस्मिन्विषयधनादिके विनिविष्टबुद्धिर्जानन्नपि भगवद्वचनमजानान इव, श्रद्दधानोऽपि जीवादितत्त्वमश्रद्दधान इव, न मयोपदिश्यमानां निःशेषक्लेशविच्छेदकारिकां विरतिमुररीकुरुते यदि वा नास्यायं तपस्विनो दोष:, किन्तर्हि ? कर्मणामिति, तान्येवैनं जीवं विसंस्थुलयन्ति, अतो नास्माभिरेतत्प्रतिबोधनप्रवृत्तैरस्याविधेयतामुपलभ्य निर्वेदः कार्यः, तथाहि अनेकशः कृता कुर्याद्देशना जीवयोग्यताम् । यथा स्वस्थानमाधत्ते, शिलायामपि मृद्घटः ।।१।। यः संसारगतं जन्तु, बोधयेज्जिनदेशिते । धर्मे हितकरस्तस्मान्नान्यो जगति विद्यते ॥२॥ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ विरतिः परमो धर्मः, सा चेन्मत्तोऽस्य जायते । ततः प्रयत्नसाफल्यं, किं न लब्धं मया भवेत् ? ।।३।। अन्यच्च महान्तमर्थमाश्रित्य, यो विधत्ते परिश्रमम् । तत्सिद्धौ तस्य तोषः स्यादसिद्धौ वीरचेष्टितम् ॥४॥ तस्मात्सर्वप्रयत्नेन, पुनः प्रत्याय्य पेशलैः । वचनैर्बोधयाम्येनं, गुरुश्चित्तेऽवधारयेत् ।।५।। ઉપનયાર્થ : ધર્મબોધકરના પુનઃ ચિંતનનો ઉપનય અર્થાત્ ધર્મગુરુનું ભાવકારુણ્ય અને તેથી=પ્રસ્તુત જીવે ધર્મગુરુને ઉપર પ્રમાણે કહ્યું તેથી, આ પ્રમાણે આ જીવ બોલે છતે જે રીતે તે રસોઈયા વડે તે ભિખારીને પરમાન્નગ્રહણમાં પરામુખ જોઈને વિચારાયું, શું વિચારાયું ? તે ‘વદ્યુત’થી બતાવે છે – જુઓ આ મોહનું સામર્થ્ય, જે કારણથી આ રાંકડો સર્વવ્યાધિને કરનારા આ કદન્નમાં સક્તબુદ્ધિવાળો મારા પરમાન્નની અવગણના કરે છે અર્થાત્ ધર્મગુરુ વિચારે છે કે તુચ્છ બાહ્યભોગોનું આ જીવને જે આકર્ષણ છે તે અદ્ભુત છે જેથી તે ભોગવિલાસની પ્રવૃત્તિ રાગાદિની વૃદ્ધિ કરનારી છે તેવું જાણવા છતાં તેમાં આસક્તબુદ્ધિવાળો એવો આ જીવ સંયમના પરિણામ માટે તત્પર થતો નથી અર્થાત્ ચિત્તમાં રુચિકર લાગવા છતાં ગ્રહણ કરવા માટે ઉપેક્ષાવાળો થાય છે. અને પૂર્વમાં જ મારા વડે નિશ્ચિત કરાયું છે જે આ પ્રમાણે આ વરાકનો આ દોષ નથી=કર્મ પરવશ એવા આ જીવનો આ દોષ નથી. તો શું છે ? ચિત્તમાં વૈર્યને કરનારા રોગોનો આ દોષ છે. આથી ફરી પણ આ વરાકને વિશેષથી બોધ કરાવું, જો પ્રત્યાગતચિત્તવાળો આ જીવ આ પરમાન્નતે ગ્રહણ કરે તો આતો મહાન ઉપકાર પ્રાપ્ત થાય તે પ્રમાણે સદ્ધર્મગુરુઓ પણ વિચારે છે. તે ‘વદ્યુત’થી બતાવે છે આશ્ચર્ય છે કે આ જીવનો અપૂર્વ મહામોહ છે. જે કારણથી અનંત દુઃખના હેતુ રાગાદિ ભાવરોગને કરનારા આ વિષયરૂપી ધનાદિમાં વિશેષ રીતે નિવિષ્ટ બુદ્ધિવાળો આ જીવ અર્થાત્ ગાઢ મૂર્છાવાળો આ જીવ ભગવાનના વચનને જાણવા છતાં પણ નહીં જાણનારાની જેમ, જીવાદિ તત્ત્વની શ્રદ્ધા કરવા છતાં પણ અશ્રદ્ધાવાળા જીવની જેમ મારા વડે ઉપદેશ અપાતી સર્વક્લેશના વિચ્છેદને કરનારી વિરતિને સ્વીકારતો નથી. અથવા આ તપસ્વીનો આ દોષ નથી. તો શું છે ? તેથી કહે છે. કર્મોનો આ દોષ છે. અર્થાત્ મૂર્છા આપાદક તીવ્ર અવિરતિના ઉદયના કારણભૂત કષાયોનો આ દોષ છે. તે જ=કષાય આપાદક કર્મો જ, આ જીવને વિસંસ્થૂલ કરે છે-ધનાદિ અનર્થકારી છે ધનાદિ પ્રત્યેની વૃદ્ધિ કર્મબંધનું કારણ છે નિર્લેપચિત્ત વર્તમાનમાં સુખનું કારણ છે બાહ્યસુખની પરંપરાનું કારણ છે તેવું સ્પષ્ટ બોધ હોવા છતાં અનર્થકારી એવી ભોગની લાલસાને છોડવા માટે = 1 Page #316 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૯૩ જીવને વિસંસ્થૂલ કરે છે. આથી આવા પ્રબોધન માટે પ્રવૃત્ત એવા અમારા વડે આની અવિધેયતાને જોઈને પ્રસ્તુત જીવની વિરતિના ગ્રહણ માટેની અપ્રવૃત્તિને જોઈને, નિર્વેદ ન કરવો જોઈએ અર્થાત્ ઉપેક્ષા કરવી જોઈએ નહીં. પરંતુ સતત તેના પ્રબોધન માટે ઉચિત યત્ન કરવો જોઈએ તેમ ધર્મગુરુ વિચારે છે. તે આ પ્રમાણે અનેક વખત કરાયેલી દેશના જીવની યોગ્યતાને કરે છે. જે પ્રમાણે માટીનો ઘડો શિલાના વિશે પણ સ્વસ્થાનને પ્રાપ્ત કરે છે. અર્થાત્ ગુરુ વિચારે છે કે આ જીવ તત્વને જાણનારો છે, મોક્ષમાર્ગમાં રુચિવાળો છે છતાં ગૃદ્ધિઆપાદક કર્મો પ્રચુર છે, તેથી વિરતિને અભિમુખ પરિણામવાળો થઈ શકતો નથી. તોપણ અનેક વખત વિરતિના સ્વરૂપને ભિન્ન ભિન્ન દૃષ્ટિઓથી તેને સમજાવવામાં આવશે તો તે જીવમાં વિરતિના પરિણામને અનુકૂળ યોગ્યતા પ્રગટ થશે. જેમ પથ્થર ઉપર પણ માટીનો ઘડો રોજ મૂકવામાં આવે તો તે માટીના ઘડાથી ઘસાયેલ તે પથ્થર પણ કંઈક ઘસાયેલો થાય છે. તેથી માટીનો ઘડો ત્યાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. તેમ અત્યંત સંવેગપૂર્વકની કરાયેલી વિરતિના સ્વરૂપની દેશના આ જીવને પણ વિરતિનાં આવારક કર્મો કંઈક શિથિલ-શિથિલતર કરીને પોતાનું સ્થાન પ્રાપ્ત કરશે. જે મહાત્મા સંસારગત જીવને જિલદેશિત ધર્મના વિષયમાં બોધ કરાવે છે તેનાથી અન્ય હિતને કરનારો જગતમાં કોઈ નથી. અર્થાત્ તે મહાત્મા વિચારે છે કે સંસારમાં રહેલો જીવ દુરંત સંસારમાં જઈને પડશે. જે મહાત્મા ભગવાને કહેલો ધર્મ બતાવે છે તેનાથી અન્ય કોઈ ઉપકારક નથી. માટે મારે આ જીવતો ઉપકાર કરવો હોય તો પોતાના શ્રમને ગણ્યા વગર જ્યારે જ્યારે તે જીવ તત્ત્વશ્રવણ માટે આવે ત્યારે ત્યારે અવશ્ય વિરતિનું સૂક્ષ્મ-સૂક્ષ્મતર સ્વરૂપ મારે તેને બતાવવું જોઈએ જેથી તેનું હિત થાય. વળી, મહાત્મા વિચારે છે કે વિરતિ=સર્વપાપોની વિરતિ, શ્રેષ્ઠ ધર્મ છે. મારાથી ત=સર્વપાપોની વિરતિ, જો આને થાય તો પ્રયત્નનું સફળપણું થાય-ઉપદેશ માટે કરાયેલા મારા પ્રયત્નનું સફલપણું થાય. મારા વડે શું પ્રાપ્ત થયેલું ન થાય ? અર્થાત્ જો આ વિરતિને પ્રાપ્ત કરે તો મારા વડે સર્વ પ્રાપ્ત થયેલું થાય; કેમ કે દુરંત સંસારમાંથી પડતા જીવને રક્ષણ કરવા યોગ્ય શ્રેષ્ઠ કોઈ ધર્મ નથી. અને બીજું મોટા અર્થને આશ્રયીને જે પરિશ્રમ કરે છે તેની સિદ્ધિમાં તેને તોષ થાય છે. અસિદ્ધિમાં વીરચેષ્ટિત થાય=તે મહાત્મા વિચારે છે કે યોગ્ય જીવને વિરતિની પ્રાપ્તિ કરાવવા અર્થે જે મોટા અર્થોનો હું પરિશ્રમ કરું છું તેનાથી આ જીવને જો વિરતિની પ્રાપ્તિ થશે તો મને હર્ષ થશે. અને કદાચ આ જીવતાં પ્રબલક હશે અને આ જીવને વિરતિની પ્રાપ્તિ નહીં થાય તોપણ મેં યોગ્યતાને જોઈને જે ઉચિત પ્રયત્ન કર્યો છે તે વીરચેષ્ટિત છે. તેથી અવશ્ય મને કલ્યાણની પ્રાપ્તિ થશે. તે કારણથી ગુરુએ પૂર્વમાં વિચાર્યું કે આ જીવને પ્રતિબોધ કરાવવામાં નિર્વેદ કરવો જોઈએ નહીં. કેમ કરવો જોઈએ નહીં તે તથદ' દ્વારા ચાર શ્લોકથી બતાવ્યું તે કારણથી, સર્વ પ્રયત્નથી ફરી વિશ્વાસ કરાવીને સર્વવિરતિ જ સર્વ સુખનું કારણ છે એ પ્રકારે આ જીવને વિશ્વાસ કરાવીને, સુંદર વચનો દ્વારા આવે=આ જીવને, હું બોધ કરાવું એ પ્રમાણે ચિત્તમાં અવધારણ કરે છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ Gधनय : कदन्नदोषपरमानगुणोपनयः (धर्मधनादीनां गुणदोषाः) ततो यथा तेन सूपकारेण तस्मै भिक्षाचराय निवेदिताः पुनर्विशेषतः कदन्नदोषाः, उपपादिता तस्य युक्तितस्त्याज्यरूपता, दूषितं कालान्तरे तदभिप्रेतं तस्य निर्वाहकत्वं, प्रशंसितमात्मीयं परमानं, प्रकटितं तस्य सर्वदा दानं, समुत्पादितो महाप्रभावाञ्जनसलिलदायकत्वनिदर्शनेनात्मविश्रम्भातिरेकः, अभिहितश्चासौ द्रमकः- 'किं बहुनानेन? मुञ्चेदं स्वभोजनं, गृहाणेदममृतकल्पं मदीयमनमिति तथा सद्धर्मसूरयोऽपि सर्वं कुर्वन्ति, तथाहि-तेऽपि जीवाय निवेदयन्ति धनविषयकलत्रादे रागादिहेतुतां, दीपयन्ति कर्मसञ्चयकारणतां, प्रकाशयन्ति दुरन्तानन्तसंसारनिमित्तता, वदन्ति च यथा-भद्र ! यत एव क्लेशेनोपाय॑न्ते खल्वेते धनविषयादयः, क्लेशेन चानुभूयन्ते, पुनश्चागामिनः क्लेशस्य कारणभावं भजन्ते अत एवैते परित्यागमर्हन्ति। अन्यच्च-भद्र ! तवाप्येते मोहविपर्यासितचेतसि सुन्दरबुद्धिं जनयन्ति, यदि पुनस्त्वं चारित्ररसमास्वादयसि ततोऽस्माभिरनुक्त एव नैतेभ्यो मनागपि स्पृहसे, को हि सकर्णकोऽमृतं विहाय विषमभिलषति?, यत्पुनरस्मदीयोपदेशसंपाद्यस्य चारित्रपरिणामस्य कादाचित्कत्वेनानिर्वाहकत्वं धनविषयकलत्रादेस्तु प्रकृतिभावगमनेन सदाभावितया च निर्वाहकत्वं मन्यसे तदपि मा मंस्थाः, यतो धनादयोऽपि धर्मरहितानां न सकलकालभाविनो भवन्ति, भवन्तोऽपि न प्रेक्षापूर्वकारिणा निर्वाहकतयाऽङ्गीकर्त्तव्याः, न हि समस्तरोगप्रकोपनहेतुरपथ्यान्नं सकलकालभावुकमपि निर्वाहकमित्युच्यते, सर्वानर्थसार्थप्रवर्तकाश्चैते धनादयः, तस्मान्नैतेषु सुन्दरा निर्वाहकत्वबुद्धिः, न यं प्रकृति वस्य, यतोऽनन्तज्ञानदर्शनवीर्यानन्दरूपोऽयं जीवः, अयं तु धनविषयादिषु प्रतिबन्धोऽस्य जीवस्य कर्ममलजनितो विभ्रम इति तत्त्ववेदिनो मन्यन्ते, अत एव चारित्रपरिणामोऽपि तावत्कादाचित्को यावज्जीववीर्यं नोल्लसति, तदुल्लासे पुनः स एव निर्वाहको भवितुमर्हतीत्यतो विदुषा तत्रैव यत्नो विधेयः, तबलेनैव महापुरुषा अपहस्तयन्ति परिषहोपसर्गान्, अवधीरयन्ति धनादिकं, निर्दलयन्ति रागादिगणं, उन्मूलयन्ति कर्मजालं, तरन्ति संसारसागरं, तिष्ठन्ति सततानन्देऽनन्तकालं शिवधाम्नीति। किञ्च मत्संपादितेन ज्ञानेन किं न जनितस्तवाज्ञानतमोविलयः? किं वा दर्शनेन नापास्तो विपर्यासवेतालः? येन मद्वचनेऽप्यविश्रब्धबुद्धिरिव विकल्पं कुरुषे, तस्माद् भद्र ! विमुच्येदं भववर्द्धनं धनादिकमङ्गीकुरु मम दययोपनीतमेतत् चारित्रं, येन संपद्यते ते निःशेषक्लेशराशिविच्छेदः, प्राप्नोषि च शाश्वतं स्थानमिति । Page #318 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૫ ઉપનયાર્થ : ધન આદિ આત્મક કદન્નના દોષો અને ધર્મરૂપ પરમાના ગુણો તેથી ગુરુ આ પ્રમાણે ચિત્તમાં અવધારણ કરે છે તેથી, જે પ્રમાણે તે સૂપકાર દ્વારા તે ભિક્ષાચરને ફરી વિશેષથી કદત્તના દોષને નિવેદન કરાયા, યુક્તિથી તેની ત્યાજ્યરૂપતા કદન્નતી ત્યાજ્યરૂપતા, ઉપપાદિત કરાઈ=આ કદન્ન ત્યાગ કરવા યોગ્ય છે તે યુક્તિથી સમજાવાયું, કાલાન્તરે તેને અભિપ્રેત તેનું નિર્વાહકપણું દૂષિત કરાયુંeતે દ્રમકે કહેલ કે કાલાઘરમાં પણ આ ધનાદિ જ મારા નિર્વાહક છે એ પ્રમાણે અભિપ્રેત તેનું નિર્વાહકપણું તે સૂપકાર વડે દૂષિત કરાયું. આત્મીય પરમાન્ન પ્રશંસિત કરાયું પોતે જે ચારિત્રરૂપ પરમાત્ત આપે છે તે ભાવઆરોગ્યનું કારણ છે એ પ્રકારે પ્રશંસા કરાઈ, તેનું પરમાતું, સર્વદા દાન પ્રગટ કરાયું=જો તે દ્રમક સંયમ લેશે તો પોતે તેને હંમેશાં જિતવચનાનુસાર સૂક્ષ્મ તત્વનો બોધ કરાવીને અવશ્ય પરમાન્ન સદા આપશે એમ કહેવાયું, મહાપ્રભાવવાળા અંજન અને સલિલદાયક તત્ત્વના નિર્દેશથી આત્મામાં વિશ્વાસનો અતિરેક સમુત્પાદન કરાયો પૂર્વમાં મહાપ્રભાવક એવું વિમલાલોક અંજન અને તત્વપ્રીતિકર પાણીના દાયક પોતે છે તેથી જેમ તે બંને ઔષધો આપીને તેના રોગ દૂર કર્યા તેમ પરમાત્તને આપીને પણ અવશ્ય પોતે તેનો રોગ દૂર કરશે એ પ્રકારનો ગુરુ દ્વારા પોતાનામાં વિશ્વાસનો અતિરેક ઉચિત યુક્તિઓ દ્વારા ઉત્પન્ન કરાયો. જેથી ભવિષ્યમાં કદન્ન નહીં મળે તો હું જીવી શકીશ નહીં તે પ્રકારની શંકા તેને દૂર થાય અને આ દ્રમક કહેવાયો, આ બહુ કહેવાથી શું? સ્વભોજન તું ત્યાગ કર=વારંવાર આ કદણના ત્યાગને ફરી ફરી કહેવાથી શું ? અને પરમાત્તની વારંવાર પ્રશંસા કરવાથી શું ? તું આ સ્વભોજનનો ત્યાગ કર, અમૃત જેવું મારું અન્ન ગ્રહણ કર એ પ્રમાણે કથાનકમાં કહેવાયું તે રીતે સદ્ધર્મસૂરિ પણ સર્વ કહે છે. તે આ પ્રમાણે તેઓ પણ જીવને ધન, વિષય, કલત્રાદિમાં રાગાદિની હેતુતાને નિવેદન કરે છે=ધન, ભોગસામગ્રી, સ્ત્રીઆદિ જીવમાં રાગાદિ રોગો ઉત્પન્ન કરીને ક્લેશ ઉત્પન્ન કરે છે તે પ્રમાણે નિવેદન કરે છે, કર્મસંચયનું કારણપણું બતાવે છે ધનાદિ વિષયો સાગાદિ ઉત્પન્ન કરીને કર્મસંચયનું કારણ છે એ પ્રમાણે સૂક્ષ્મ યુક્તિઓથી યોગ્ય જીવને બતાવે છે. દુરંત અનંત સંસારની નિમિત્તતાને પ્રકાશન કરે છે ધન, વિષયાદિમાં જે પ્રકારની બુદ્ધિ છે તેને વશ થઈને તેનો ત્યાગ કરવામાં નહીં આવે તો તે નિમિત્તોથી રાગાદિની વૃદ્ધિને પામીને ખરાબ અંતવાળા દુર્ગતિઓના પાતવાળા, અનંત સંસારનું કારણ ધન, વિષાયાદિ છે તેમ યુક્તિથી પ્રકાશન કરે છે. અને કહે છે. શું કહે છે ? તે “યથા'થી બતાવે છે – હે ભદ્ર ! જે કારણથી જ ક્લેશ દ્વારા આ ધન વિષયાદિ ઉપાર્જન કરાય છે=રાગાદિથી આકુળ થઈને તેની પ્રાપ્તિ માટે જે શ્રમ કરાય છે તે ક્લેશરૂપ છે અને તેના દ્વારા જ આ ધન વિષયાદિ ઉપાર્જન કરાય છે અને ક્લેશ દ્વારા અનુભવાય છે=ભોગકાળમાં રાગાદિ આકુળ ચિત્ત હોવાથી જ્યાં સુધી ચિત્ત શાંત ન થાય ત્યાં સુધી ક્લેશનો જ અનુભવ થાય છે. વળી, આગામી ક્લેશના કારણભાવને ભજે છે પુનઃ આગામીના ક્લેશના કારણભાવને ભજે છે=ઉપાર્જતકાળમાં જે ક્લેશ થયો તેનાથી કર્મ બંધાયું તે વખતે જે ક્લેશના સંસ્કારો પડ્યા અને ભોગ વખતે જે ક્લેશના ભાવો થયા તેનાથી જે Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ક્લેશના સંસ્કારો પડ્યા અને જે કર્મનો બંધ થયો તે સર્વ ભાવિના ક્લેશનું કારણ થશે; કેમ કે ભોગકાળમાં થયેલા ક્લિષ્ટ ચિતથી જે રાગાદિના સંસ્કારો પડશે અને જે કર્મ બંધાશે તે ફરી જન્માંતરમાં અનેક આપત્તિઓને પ્રાપ્ત કરીને ક્લેશની પરંપરાને પ્રાપ્ત કરાવશે, આથી જ આeભોગો, પરિત્યાગને યોગ્ય છે સર્વ ક્લેશની પરંપરાનું કારણ હોવાથી સ્વશક્તિ અનુસાર અપ્રમાદથી ભોગના પરિત્યાગ માટે યત્ન કરવો જોઈએ. અને અન્ય હે ભદ્ર ! આ=ભોગો, તારા પણ મોહવિપર્યાસવાળા ચિત્તમાં સુંદર બુદ્ધિને ઉત્પન્ન કરે છે=સમ્યગ્દર્શન થયેલું છે, સમ્યજ્ઞાન પ્રાપ્ત થયેલું છે તોપણ ભોગ પ્રત્યે જે ગાઢ લિપ્સા વર્તે છે તે રૂપ મોહવિપર્યાસ ચિત્તમાં આ ભોગો મને સુખ આપે છે એવી સુંદરબુદ્ધિ વર્તે છે. પરંતુ જો તું ચારિત્રરસના આસ્વાદલને કરીશ તો અમારાથી નહીં કહેવાયેલા જ આ ભોગોની થોડી પણ સ્પૃહા કરીશ નહીં ગુરુ કહે છે કે જો તું સંયમગ્રહણ કરીને સતત જિનવચનથી આત્માને ભાવિત કરીશ તો કષાયોના ક્ષયોપશમભાવરૂપ નિરાકુળચેતના રૂપ ચારિત્રરસતા આસ્વાદનને પ્રાપ્ત કરીશ તેથી તે ચારિત્રના રસમાં મગ્નતાને કારણે અમારી પ્રેરણા વગર જ વિષયોથી પરાક્ખ થઈને અધિક સુખમય સ્વાથ્યના સુખનો અનુભવ કરનાર થઈશ, દિ=જે કારણથી, કોણ બુદ્ધિમાન અમૃતને છોડીને વિષની ઈચ્છા કરે ?=બુદ્ધિમાન પુરુષ અમૃતતુલ્ય જિનવચનના ભાવનથી થતી ચારિત્રની પરિણતિને છોડીને કષાયના પરિણતિરૂપ વિષની કઈ રીતે અભિલાષા કરે ? અર્થાત્ કરે નહીં. જે વળી, અમારા ઉપદેશને પ્રાપ્ત કરીને આ ચારિત્રપરિણામનું કદાચિપણાને કારણે અનિર્વાહકપણું, વળી ધન, વિષય, સ્ત્રીઆદિ પ્રકૃતિભાવના ગમનથી અને સદાભાવિપણાથી તું નિર્વાહકપણું માને છે તે પણ તું માન નહીં પ્રસ્તુત જીવ માને છે કે હું ચારિત્રના પરિણામને ઘણા શ્રમથી કેટલોક સમય કરી શકીશ, પરંતુ સતત કરી શકીશ નહીં, તેથી ચારિત્રતો પરિણામ મારા સમસ્ત જીવન સુધી નિર્વાહક થશે નહીં અને ધન, વિષય સ્ત્રીઆદિ મારી પ્રકૃતિરૂપે થયેલા હોવાથી હું તેમાંથી સદા આનંદ લઈ શકીશ અને મારી પાસે સદા વિદ્યમાન હોવાથી જીવન સુધી મારો નિર્વાહ તેનાથી થશે એમ તું જે માને છે એ પણ માન નહીં. જે કારણથી ધનાદિ પણ ધર્મરહિત જીવોને સકલકાલ રહેનાર નથી અર્થાત્ જો પુણ્ય સમાપ્ત થાય તો આ ભવમાં પણ ધન નાશ પામે, સ્ત્રી પણ અનુકૂળ થવાને બદલે પ્રતિકૂળ થાય, શરીર પણ રોગ માટે સમર્થ થાય તેથી જો ધર્મ નહીં હોય તો આ ધનાદિથી પણ આ ભવ સુધી નિર્વાહ થશે નહીં. કદાચ થવા છતાં પણ પુણ્યનો સહકાર હશે તો ધનાદિથી આ જીવન સુધી સુખના કારણ રૂપે રહેવા છતાં પણ, વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા જીવોએ નિર્વાહકપણાથી અંગીકાર કરવા જોઈએ નહીં અર્થાત્ આ ધનાદિ મને જીવનના અંત સુધી સુખ આપશે એ પ્રકારે સ્વીકાર કરવા જોઈએ નહીં, હિં=જે કારણથી, બધા રોગના પ્રકોપહેતુ એવું અપથ્ય અને સકલકાલભાવુક હોવા છતાં પણ નિર્વાહ કરનારું છે એ પ્રમાણે કહેવાતું નથી=ધન વગેરે આત્માના ભાવોગના પ્રકોપનો હેતુ હોવાથી અપથ્ય અન્ન જેવા છે તેથી આ જીવન સુધી વિદ્યમાન હોય તોપણ નિર્વાહક છે અર્થાત્ આનંદ આપનાર છે એમ કહેવાય નહીં, અને સર્વ અનર્થ સમુદાયના પ્રવર્તક આ ધનાદિ છે. તે કારણથી આમાં નિર્વાહકપણાની બુદ્ધિ સુંદર નથી. Page #320 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૯૭ ગુરુ કહે છે ધનાદિ સર્વ જીવોને રાગાદિ ઉત્પન્ન કરીને વર્તમાનમાં ક્લેશ કરાવે છે. કર્મબંધ કરાવે છે, દુર્ગતિઓની પરંપરા કરાવે છે. તેથી તે ધનાદિમાં નિર્વાહકપણાની બુદ્ધિ સુંદર નથી. જોકે પ્રસ્તુત જીવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનવાળો છે. તેથી મોહથી રહિત આત્માની જ અવસ્થા તેને સુંદર લાગે છે અને રાગાદિભાવો જીવની વિડંબના છે તેમ જણાય છે. તોપણ વિષયોની ગાઢ મૂર્છાને કારણે આ વિષયો વગર હું સ્વસ્થ રહી શકીશ નહીં તેવી બુદ્ધિ વર્તે છે. અને વિષયોનો ત્યાગ કરીશ તો ચારિત્રની પરિણતિ હું સ્પર્શી શકીશ નહીં તેવું જણાવવાથી પોતાની સ્વસ્થતાનું નિર્વાહક ધનાદિ છે તેવી બુદ્ધિ વર્તે છે અને જ્યારે ગુણવાન ગુરુ તે પ્રકારે ઉપદેશ આપે છે ત્યારે પૂર્વમાં જે સમ્યજ્ઞાન અને જે સમ્યગ્દર્શન છે તે ગુરુના વચનથી ચારિત્રના પારમાર્થિક સ્વરૂપને અને ભોગાદિમાં રાગાદિની જનકતાના સ્વરૂપને વિશેષથી જોવા પ્રવર્તે છે. જેનાથી વિષયોની અસારતાનો કંઈક સૂક્ષ્મબોધ થાય છે જેનાથી ચારિત્ર અભિમુખ પરિણામ થાય છે આથી ગુરુ તેને યુક્તિપૂર્વક ભોગસામગ્રી નિર્વાહક નથી તેવું સ્પષ્ટ બતાવે છે જેથી તેનું ચારિત્રમોહનીય કંઈક શિથિલ થાય. વળી, ચારિત્રને અભિમુખ કરવા અર્થે ગુરુ કહે છે. જીવતી આ પ્રકૃતિ નથી=ભોગાદિમાંથી આનંદ લેવો એ જીવની પ્રકૃતિ નથી. જે કારણથી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંત આનંદ રૂપ જીવ છે. વળી, ધનવિષયાદિમાં આ પ્રતિબંધ આ જીવતો કર્મમલજવિત વિભ્રમ છે એ પ્રમાણે તત્વને જાણનારાઓ માને છે અર્થાત્ ગુરુ કહે છે કે જીવતો નિરાકુલ સ્વભાવ એ સુખરૂપ છે, ધનાદિમાં જે રાગનો પરિણામ છે તે સુખરૂપ નથી. પરંતુ કર્મમલજનિત વિભ્રમ છે માટે તે પોતાનું નિર્વાહક છે એમ કહી શકાય નહીં. આથી જ ચારિત્રપરિણામ પણ ત્યાં સુધી કદાચિત છે જ્યાં સુધી જીવવીર્ય ઉલ્લસિત થતું નથી અર્થાત્ જીવનું વાસ્તવિક નિર્વાહક તો ચારિત્રનો સુખાત્મક પરિણામ છે આથી જ જ્યાં સુધી જીવ ચારિત્રના સ્વરૂપના ભાવતથી વિશિષ્ટ ઉલ્લાસવાળો થતો નથી, ત્યાં સુધી તેને ચારિત્રનો પરિણામ કદાચિત્ પ્રાપ્ત થાય છે. આથી જ તને ચારિત્રતો પરિણામ એક દિવસનો નિર્વાહક થશે તેવું ભાસે છે. વળી, તેના ઉલ્લાસમાં=ચારિત્રમોહનીય તોડવાને અનુકૂળ સર્વીર્યના ઉલ્લાસમાં, તે જsઉલ્લસિત થયેલા વીર્યથી ઉત્પન્ન થયેલા નિરાકુલ પરિણામરૂપ ચારિત્રતો પરિણામ જ, નિર્વાહક થવા માટે યોગ્ય છે અર્થાત્ જેઓને ચારિત્રના પરિણામને કારણે સતત સમભાવજન્ય સુખની વૃદ્ધિ થઈ રહી છે તેઓને ચારિત્રનો પરિણામ જ નિર્વાહક ભાસે છે. કંટક જેવી ભોગાદિ સામગ્રી નિર્વાહક ભાસતી નથી. આથી વિદ્વાનોએ તત્વને જાણનાર બુદ્ધિમાન પુરુષોએ, તેમાં જ= ચારિત્રના પરિણામમાં જ યત્ન કરવો જોઈએ. તેના બલથી જ=ચારિત્રના બળથી જ, મહાપુરુષો પરિષહ ઉપસર્ગોને હસી કાઢે છે. અર્થાત્ પરિષહ ઉપસર્ગને ગણકારતા નથી; કેમ કે સમભાવતા સુખમાં મગ્ન હોવાને કારણે પરિષહ ઉપસર્ગ વ્યાકુળ કરતા નથી. પરંતુ સમભાવની વૃદ્ધિના જ અંગ બને છે. ધનાદિની અવગણના કરે છેચારિત્રના સુખમાં મગ્ન હોવાથી ધનાદિક સુખનાં કારણ નહીં જણાવાને કારણે ધનાદિકની ઉપેક્ષા કરે છે. રાગાદિક ગણને નિર્જલન કરે છે ચારિત્રના પરિણામથી જ ક્ષયોપશમભાવથી વૃદ્ધિ થતી હોવાને કારણે ચારિત્રના બાધક રાગાદિનું નિર્ધલન કરે છે. કર્મની Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ જાલનું ઉમૂલન કરે છે ચારિત્રમોહનીયતા ઉદયજન્ય કર્મોનો સમૂહ પૂર્વમાં પ્રાપ્ત થયેલો તે ચારિત્રના પરિણામથી જ વિનાશ પામે છે. સંસારસાગરને તરે છે અર્થાત્ જે કરાતું હોય તે કરાયું એ ન્યાયથી કર્મના નાશ દ્વારા સંસારસાગરથી તરતા હોવાને કારણે સંસારસાગરથી તરે છે. એમ કહેવાય છે. સતત આનંદરૂ૫ મોક્ષસ્થાનમાં અનંતકાળ રહે છે કર્મોનો નાશ થવાથી સંસારથી પર અવસ્થારૂપ મોક્ષને પામ્યા પછી સર્વ ઉપદ્રવ રહિત એવી મોક્ષ અવસ્થામાં સદા રહે છે. વળી, મારા વડે સંપાદન કરાયેલા જ્ઞાનથી તારો અજ્ઞાન રૂપી અંધકાર શું ગયો નથી ? અથવા દર્શન વડે મારા વડે સંપાદિત એવા દર્શન વડે, વિપર્યાસરૂપી વેતાલ શું દૂર કરાયો નથી ? જે કારણથી મારા વચનમાં પણ ચારિત્ર જ પરમાર્થથી નિર્વાહક છે, ધનાદિ નિર્વાહક નથી એ પ્રમાણે મારા વચનમાં પણ, અવિશ્રબ્ધબુદ્ધિવાળાની જેમ વિકલ્પ કરે છે=ધનાદિ નિર્વાહક થશે, ચારિત્ર નિર્વાહક થશે કે નહીં એ પ્રકારના વિકલ્પ કરે છે. તે કારણથી જેમ જ્ઞાન-દર્શનના બળથી તને વિશ્ર્વાસ થયો છે કે મારું અજ્ઞાન ગયું મારો વિપર્યાસ ગયો તેમ ચારિત્ર પણ મારો નિર્વાહક થશે તેવો વિશ્વાસ કરે જેથી તારું હિત થાય તે કારણથી, હે ભદ્ર ! ભવતા વર્ધન રૂપ આ ધનાદિને છોડીને=ધનાદિ પ્રત્યેની મૂચ્છથી ભવનું વર્ધન થાય છે તેથી મૂચ્છનું કારણભૂત ધનાદિનું વર્જન કરીને, મારી દયાથી અપાતું આ ચારિત્ર તું સ્વીકાર કર=વિસંગભાવમાં જવાને અનુકૂળ ઉચિત એવી આચરણાને તું સ્વીકાર, જેથી તારી વિશેષ ક્લેશરાશિનો વિચ્છેદ પ્રાપ્ત થાય. અને શાસ્વત સ્થાનને તું પ્રાપ્ત કર. ભાવાર્થ : સઉપદેશકના અત્યંત પ્રયાસથી જ્યારે વિવક્ષિત જીવને સંસારના વાસ્તવિક સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે, જેથી તે જીવને સંસાર અત્યંત રૌદ્ર છે તેવો સ્થિર નિર્ણય થાય છે અને કર્મરહિત અવસ્થા જ જીવની સુંદર અવસ્થા છે તેવો સ્થિરબોધ થાય છે. તેથી તે જીવને સર્વ કર્મરહિત અવસ્થા પ્રત્યે અત્યંત રુચિરૂપ સમ્યગ્દર્શનનો પરિણામ થાય છે. તેથી તે જીવને જણાય છે કે સદ્ગુરુ તદ્દન નિઃસ્પૃહી છે ફક્ત પોતાની તુચ્છ મતિને કારણે તેઓ મારા ધનાદિ હરણ કરે છે ઇત્યાદિ કુવિકલ્પો પોતાને થયા હતા અને પોતાની એવી કુવિચારણા પ્રત્યે જુગુપ્સા થાય છે. વળી ગુરુના ઉપદેશથી તેને સ્થિર નિર્ણય થાય છે કે આત્મા અનાદિનો છે, ચારગતિઓમાં કર્મને કારણે ભમે છે. તેથી એકાંતવાદના જે કુસંસ્કારો હતા તે દૂર થાય છે. અને બા ભોગમાંથી સુખ થાય છે અન્ય કોઈ સુખ નથી એ પ્રકારની સહજ વાસનાને કારણે જે મિથ્યાત્વ વર્તતું તે પણ નિવર્તન થાય છે. આમ છતાં કેટલાક જીવોનું ચારિત્રમોહનીય અત્યંત શિથિલ હોય છે. તેઓને તત્કાલ જ ભોગાદિ પ્રત્યેની ઇચ્છા નિવર્તન પામે છે. જેમ નંદિષેણ મુનિ પાસે આવનારા જીવોને તે મહાત્મા સંસારનું વાસ્તવિક સ્વરૂપ અત્યંત સંવેગપૂર્વક બતાવે છે, મોક્ષનું પારમાર્થિક સ્વરૂપ બતાવે છે, તેની પ્રાપ્તિનો ઉપાય અપ્રમાદથી સેવાયેલું ચારિત્ર છે તેમ બતાવે છે ત્યારે તે જીવોમાં ભોગની લાલસા તત્કાલ શાંત થાય છે, ચારિત્રનો વીર્ય ઉલ્લસિત થાય છે. તેથી તે સર્વ મહાત્માઓ ભગવાન પાસે જઈને ચારિત્ર સ્વીકારીને ચારિત્રના મહાપરાક્રમ દ્વારા આત્મહિત સાધી શક્યા. પરંતુ કેટલાક જીવોનું ચારિત્રમોહનીય અત્યંત બળવાન હોય છે તેથી, સમ્યગ્દર્શન પ્રાપ્ત થવા છતાં ભોગની લેશ પણ વિરતિ કરવાને અભિમુખ Page #322 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૯૯ પરિણામ થતો નથી. એવા જીવને આશ્રયીને પ્રસ્તુતમાં કહે છે કે આ જીવને ધનવિષયાદિ રૂપ કદન્નમાં ગાઢ મૂચ્છ વર્તે છે. વળી, કેટલાક જીવોને સર્વવિરતિનો પરિણામ થતો નથી. તોપણ ધનાદિમાં એવી ગાઢ મૂચ્છ નથી તેવો સમ્યક્ત પામ્યા પછી દેશવિરતિમાં ઉદ્યમ કરનારા હોય છે. વળી કેટલાક જીવોનાં કર્મો બલવાન હોવાથી તેઓને સતત માર્ગાનુસારી ઉપદેશ આપનારા મહાત્મા મળે, વળી તેઓ પ્રતિદિન ધર્મદેશના સાંભળે. વળી સાંભળતી વખતે ચારિત્રના પરિણામ પ્રત્યે અત્યંત રાગ થાય તોપણ ચારિત્રનાં બાધક કર્મો પ્રચુર હોવાથી તેઓનું સર્વવિરતિને અભિમુખ સત્ત્વ ઉલ્લસિત થતું નથી. જેમ મલ્લીનાથ ભગવાને દીક્ષા ગ્રહણ કરી તત્કાલ જ ક્ષપકશેણીનું વીર્ય ઉલ્લસિત થયું; કેમ કે ક્ષપકશેણીના બાધક કર્મ શિથિલ હતાં, જ્યારે વીરભગવાને સંયમ ગ્રહણ કર્યું, ઘોર ઉપસર્ગો, પરિષહોની ઉપેક્ષા કરીને સમભાવમાં યત્ન કરતા હતા તોપણ વિશિષ્ટ સમભાવનાં બાધક કર્મો પ્રચુર હોવાથી સમાધિની વૃદ્ધિ અર્થે જ અનાર્યદેશમાં જાય છે જ્યાં ઘણા ઉપસર્ગોને કારણે અંતરંગ દઢ યત્ન થવાથી વિશિષ્ટ સમભાવનાં બાધક કર્મો ક્ષીણ થાય છે. તેમ જે જીવોનાં ચારિત્રમોહનીયકર્મો પ્રચુર છે તેઓને સુગુરુ તેની બુદ્ધિ અનુસાર પ્રતિદિન ચારિત્રનું સૂક્ષ્મસૂક્ષ્મતર સ્વરૂપ બતાવે, ધનાદિ સામગ્રી કઈ રીતે ક્લેશઆપાદક કરીને જીવનો વિનાશ કરનાર છે તેનું સૂક્ષ્મ સ્વરૂપ બતાવે ત્યારે અસંગભાવના પરિણતિ રૂપ ચારિત્રના સ્વરૂપને સાંભળીને કે તીર્થકરઆદિની ભક્તિકાળમાં તીર્થકરોની યોગમુદ્રાના દર્શન કરીને ઉલ્લસિત વીર્યવાળા થાય છે. તેના બળથી તેઓનું ચારિત્રમોહનીયકર્મ પ્રતિક્ષણ ક્ષીણ ક્ષીણતર થાય છે. વળી જેઓ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન પામ્યા પછી પણ પ્રમાદબહુલ સ્વભાવવાળા છે તેથી ઉપદેશની સામગ્રી વિદ્યમાન હોવા છતાં તેમાં અત્યંત પ્રયત્ન કરતા નથી. ભગવાનની ભક્તિકાળમાં ભગવાનના ગુણોથી ભાવિત થઈને ભગવાનના નિર્મલ ગુણોથી આત્માને ભાવિત કરતા નથી. તેઓ સમ્યગ્દર્શન પામેલા હોય તોપણ પ્રમાદને વશ સમ્યક્તથી પાતને પામે છે. જ્યારે લાક યોગ્ય જીવો સદ્ગુરુ પાસે આવે છે. ગુરુ પાસેથી તત્ત્વને સાંભળે છે. અને સદ્ગુરુ પણ વારંવાર ચારિત્રનું જેવું સ્વરૂપ છે તેવું સૂક્ષ્મ સૂક્ષ્મતર તેની ભૂમિકા અનુસાર બતાવે છે અને ભોગાદિનું જેવું અસાર સ્વરૂપ છે તેવું જ સૂક્ષ્મ-સૂક્ષ્મતર બતાવે છે જેના બળથી તે જીવોનું સમ્યગ્દર્શન કંઈક નિર્મળ-નિર્મળતર થાય છે. આથી જ સદ્ગુરુ તેવા જીવોના હિતની ઉપેક્ષા કર્યા વગર વારંવાર તેને થયેલા સમ્યગ્દર્શનાદિના લાભનું સ્મરણ કરાવે છે અને ચારિત્ર જે પરમાર્થથી જીવ માટે નિર્વાહક છે, તેમ બતાવીને તત્ત્વને અભિમુખ એવી તેની દૃષ્ટિને નિર્મળ કરવા યત્ન કરે છે. ઉપનય : द्रमककृतमिश्रभोजनाग्रहोपनयः (देशविरतिदानम्) ततो यथा महाप्रयत्नेनापि ब्रुवाणे तस्मिन रसवतीपतावितरेणाभिहितं, यदुत-न मयेदं स्वभोजनं मोक्तव्यं, यद्यत्र सत्येव दीयते ततो दीयतामात्मभोजनमिति। तथाऽयमपि जीवः सद्धर्मगुरुभिरेवं भूयो भूयोऽभिधीयमानोऽपि गलिरिव बलीवर्दः पादप्रसारिकामवलम्ब्येत्थमाचक्षीत, भगवन् ! नाहं Page #323 -------------------------------------------------------------------------- ________________ 300 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ धनविषयादिकं कथञ्चन मोक्तुं पारयामि, यद्यत्र विद्यमानेऽपि भवति किञ्चिच्चारित्रं तन्मे दीयतामिति। ततो यथा विज्ञाय तस्य रोरस्याग्रहविशेषं स सूरिश्चिन्तयति स्म नास्येदानीमन्यः शिक्षणोपायोऽस्ति, ततोऽस्मिन् सत्येव दीयतां, पश्चाज्ज्ञातमदीयानगुणः स्वयमेवैतत्कदन्नमेष विहास्यति एवं च विचिन्त्य दापितं तत्तेन, भुक्तमितरेण, तदुपयोगेन शान्ता बुभुक्षा, तनूभूता रोगाः, प्रवर्द्धितमञ्जनसलिलजनितादधिकतरं सुखं, जातो मनःप्रसादः, प्रादुर्भूता तद्दायके तत्र पुरुषे भक्तिः, अभिहितश्चासौ तेन, यथा भवानेव मे नाथो, येनाहं भाग्यविकलोऽप्येवमनुकम्पित इति तथा धर्मगुरवोऽप्येवं बद्धाग्रहत्वेनाऽमुञ्चति धनविषयादिकमत्र जीवे परिकलयन्ति, न शक्यते तावदयमिदानीं सर्वविरतिं ग्राहयितुं, तदेवं स्थिते देशविरतिस्तावदस्मै दीयतां, तत्पालनेनोपलब्धगुणविशेषः स्वयमेव सर्वसङ्गपरित्यागं करिष्यतीत्याकलय्य तथैव कुर्वन्ति। तदनेनैतदुक्तं भवति-अयमत्र क्रमः-प्ररूप्य प्रथमं प्रयत्नतः सर्वविरतिं, ततः सर्वथा तत्करणपराङ्मुखमुपलभ्य जीवं देशविरतिः प्ररूपणीया देया वा। प्रथमं पुनर्देशविरतिप्ररूपणे तस्यामेव प्रतिबन्धं विदध्यादयं जीवः, साधोश्च सूक्ष्मप्राणातिपातादावनुमतिः स्यादिति। ततस्तस्या देशविरतेः पालनं परमानलेशभक्षणतुल्यं विज्ञेयं, तदुपयोगेनैवास्य जीवस्य प्रशाम्यति मनाग विषयाकाङ्क्षालक्षणा बुभुक्षा, तनूभवन्ति रागादयो भावरोगाः, प्रवर्द्धते ज्ञानदर्शनसंपादितात् समर्गलतरं स्वाभाविकस्वास्थ्यरूपं प्रशमसुखं, संजायते सद्भावनया मनःप्रसादः, प्रादुर्भवति तद्दायकेषु गुरुषु परमोपकारिणो ममैत इति भावयतो भक्तिः, अभिधत्ते च तानेष जीवस्तदानीं, यदुत-यूयमेव मे नाथाः, यैरहमेवं दुर्दारुकल्पतया गाढमकर्मण्योऽपि स्वसामर्थ्येन कर्मण्यतां प्राप्य गुणभाजनतां नीत इति। नयार्थ : દ્રમકે કરેલ મિશ્રભોજનના આગ્રહનો ઉપાય ત્યારપછી=સદ્ગુરુએ પ્રસ્તુત જીવને ધનાદિ નિવહક નથી ચારિત્ર જ નિર્વાહક છે અને કઈ રીતે તે ચારિત્ર મોક્ષમાં વિશ્રાંત થનાર છે એમ કહ્યું ત્યારપછી, જે રીતે મહાપ્રયત્નથી પણ તે રસવતીપતિ 53 छते तर 43 वायु=द्रम 43 Fथानमा वायुं, हे 'यदुत'थी बतावे छ - મારા વડે આ સ્વભોજન મુકાય તેવું નથી, જો આ હોતે છતે મારું ભોજન હોતે છતે જ, અપાય છે તો આત્મીય ભોજન આપો. તે પ્રમાણે સદ્ધર્મગુરુ વડે આ રીતે ધન-વિષયાદિ નિર્વાહક નથી ચારિત્ર નિર્વાહક છે એ રીતે, ફરી ફરી અભિધીયમાન પણ=કહેવાતો પણ, આ પણ જીવ ગળિયા બળદની જેમ પાદપ્રસારિકાનું અવલંબન કરીને, આ પ્રમાણે=આગળમાં કહે છે એ પ્રમાણે, કહે છે, હે ભગવંત ! હું ધન-વિષયાદિને કોઈ રીતે મૂકવા સમર્થ નથી. જો આ વિદ્યમાન હોતે છતે પણ ધનવિષયાદિ વિદ્યમાન હોતે છતે પણ, કંઈક ચારિત્ર થાય કંઈક ચારિત્ર મારામાં પ્રાપ્ત થાય, તો મને Page #324 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૩૦૧ આપો. તેથી=પ્રસ્તુત જીવે ધર્મગુરુને આ પ્રમાણે કહ્યું તેથી, જે પ્રમાણે તે રાંકડાના આગ્રહવિશેષને જાણીને તે સૂરિએ વિચાર કર્યો, હમણાં આના શિક્ષણનો ઉપાય અન્ય નથી તેને કદન્ન છોડાવા માટેનો અન્ય ઉપાય નથી, તેથી આ હોતે છતે જ=ધન, વિષયાદિરૂપ ભોગસામગ્રી હોતે છતે જ, અપાવો–પરમાત્તરૂપ ચારિત્ર અપાવો, પાછળથી જ્ઞાત મારા અન્નના ગુણવાળો–પરમાત્તના ગુણો જાગ્યા છે એવો આ જીવ સ્વયમ્ આ કદન્નનો ત્યાગ કરશે, અને આ રીતે વિચારીને તેમના વડે= સદ્ગુરુ વડે, તે= પરમાન્ન, અપાયું. ઈતર વડે–તે ભિખારી વડે, ખવાયું. તેના ઉપયોગથી ભૂખ શાંત થઈ=પરમાન્નના સેવનથી ચિત્ત શાંત વૃત્તિવાળું થવાથી ભોગોની લાલસા શાંત થઈ, અને ગૃદ્ધિરૂપ રોગો અલ્પ થયા, અંજન અને સલિલજનિત સુખથી અધિકતર સુખ પ્રવદ્ધિત થયું. મનનો પ્રસાદ થયો=વિષયોની લાલસા અલ્પ થવાને કારણે સુખની વૃદ્ધિ થઈ અને સુખનો અતિશય થવાથી મત અધિક આનંદિત થયું, તેના દાયક તે પુરુષમાં પરમાત્તના દાયક તે પુરુષમાં, ભક્તિ પ્રાદુર્ભત થઈ. અને આeગુરુ, તેના વડે કહેવાયા, જે પ્રમાણે તમે જ મારા નાથ છો અર્થાત્ મારું યોગ ક્ષેમ કરનારા છો અર્થાત્ મારા દોષોથી રક્ષણ કરનારા છો અને મારામાં ગુણોનું યોગ કરનારા છો માટે સાથ છો, જે કારણથી ભાગ્યવિકલ પણ એવો હું આ રીતે પૂર્વમાં ગુરુએ જે અત્યંત સંવેગપૂર્વક પરમાત્ર આપવા માટે યત્ન કર્યો એ રીતે, અનુકંપિત કરાયો તે પ્રમાણે ધર્મગુરુઓ પણ આ રીતે પૂર્વમાં કહ્યું કે પ્રસ્તુત જીવ ધર્મગુરુને કહે છે કે આ ધન-વિષયાદિ હું છોડી શકું તેમ નથી તે હોતે છતે જ તમે યત્કિંચિત્ ચારિત્ર આપો એ રીતે, બદ્ધ આગ્રહપણાથી ધન-વિષયાદિકને નહીં છોડતા એવા આ જીવતા વિષયમાં કલ્પના કરે છે – હમણાં આ જીવ સર્વવિરતિ ગ્રહણ કરાવવા માટે શક્ય નથી. આ પ્રમાણે સ્થિતિ હોતે છતે દેશવિરતિ આને અપાવો તેના પાલનથી પ્રાપ્ત થયેલા ગુણવિશેષવાળો આ જીવ સ્વયં જ સર્વસંગનો પરિત્યાગ કરશે એ પ્રમાણે જાણીને તે પ્રમાણે જ કરે છે અર્થાત્ દેશવિરતિનું સૂક્ષ્મ સ્વરૂપ તે રીતે બતાવે છે કે જેથી દેશવિરતિના આચારના બળથી મોહની આકુળતા અલ્પઅલ્પતર થાય, સર્વવિરતિને અભિમુખ થાય તેવું નિર્મળચિત્ત પ્રગટે, તે પ્રમાણે કરે છે. તે કારણથી આતા દ્વારા=સદ્ગુરુએ પ્રસ્તુત જીવમાં જે વિચાર્યું એના દ્વારા, આ કહેવાયેલું થાય છે – અહીં આ ક્રમ છે. પ્રથમ પ્રયત્નથી સર્વવિરતિની પ્રરૂપણા કરીને=જીવને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રથમ જે રીતે સર્વવિરતિનું સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધ થાય અને સર્વવિરતિ જીવ માટે વર્તમાનમાં કઈ રીતે સુખના કારણભૂત છે, ભાવિ સુખની પરંપરાનું કઈ રીતે કારણ છે ઈત્યાદિ શ્રોતાની બુદ્ધિ અનુસાર પ્રયત્નથી પ્રથમ સર્વવિરતિની પ્રરૂપણા કરીને, ત્યારપછી સર્વથા તત્ કરણ પરાક્ષુખ જીવને જાણીને જો તે જીવને સર્વવિરતિને અભિમુખ યત્ન કરવાનો કંઈક પરિણામ છે છતાં કષ્ટ સાધ્યતાના જ્ઞાનના કારણે ગ્રહણ કરવા માટે ક્ષોભ પામે છે તો વારંવાર સર્વવિરતિનો સૂક્ષ્મબોધ કરાવીને તે જીવને સર્વવિરતિ પ્રાપ્ત થાય તેવો યત્ન કરવો જોઈએ અને જો તે જીવ સર્વથા સર્વવિરતિને સ્વીકારવા માટે પરાક્ખ છે તેમ જાણીને, તે જીવને દેશવિરતિની પ્રરૂપણા કરવી જોઈએ અને આપવી જોઈએ, Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ વળી, પ્રથમ દેશવિરતિની પ્રરૂપણા કરાયે છતે ઉપદેશક યોગ્ય જીવ સમ્યક્ત પામે ત્યારપછી તેને સર્વવિરતિનો યથાર્થ બોધ થાય તેવી પ્રરૂપણા કર્યા વગર કોઈ ઉપદેશકથી પ્રથમ જ દેશવિરતિની પ્રરૂપણા કરાયે છતે, આ જીવ તેમાં જ પ્રતિબંધને ધારણ કરે અર્થાત્ આ દેશવિરતિ જ સુંદર છે, સર્વવિરતિ કષ્ટ સાધ્ય છે તેમ વિચારીને સર્વવિરતિને ગ્રહણ કરવાને અભિમુખ શક્તિ હોવા છતાં યત્ન કરે નહીં. અને સાધુને સૂક્ષ્મ પ્રાણાતિપાત આદિમાં અનુમતિ પ્રાપ્ત થાય સર્વવિરતિની શક્તિ હોવા છતાં તે જીવ દેશવિરતિ સ્વીકારે ત્યારે જે સૂક્ષ્મ પ્રાણાતિપાતની તે જીવે વિરતિ કરી નથી તે અંશમાં સાધુને અનુમતિની પ્રાપ્તિ થાય. એથી ત્યારપછી સર્વવિરતિની શક્તિ નથી એમ જાણીને દેશવિરતિ આપે ત્યારપછી, તે દેશવિરતિનું પાલન પરમાવલેશભક્ષણ તુલ્ય જાણવું તે જીવ સર્વવિરતિ સાથે દેશવિરતિ કઈ રીતે કારણભાવ રૂપે જોડાયેલી છે અને સર્વવિરતિની પરિણતિ કઈ રીતે ત્રણ ગુપ્તિસ્વરૂપ છે તેના પરમાર્થને જાણીને તે સર્વવિરતિના પરિણામરૂપ જે ત્રણ ગુપ્તિ છે તેના અંશથી ગુપ્તિસ્વરૂપ દેશવિરતિનું પાલન જો તે જીવ કરે તો પરમાત્રલેશભક્ષણ તુલ્ય તેનું દેશવિરતિનું પાલન જાણવું. તેના ઉપયોગ દ્વારા જ-પરમાત્રલેશના ઉપયોગ દ્વારા જ, આ જીવની વિષયની આકાંક્ષારૂપ બુભક્ષા થોડીક શાંત થાય છે અર્થાત્ જે જે અંશથી ગુપ્તિનો અંશ દેશવિરતિના પાલનથી પ્રગટ થાય છે તે તે અંશથી ચિત્ત વિષયોમાં અસંશ્લેષવાળું બને છે તેથી વિષયોના સેવનની મનોવૃત્તિ કંઈક અલ્પ થવા રૂપ ઇચ્છાનું શમન થવાથી ચિત્ત શાંત થાય છે. રાગાદિ ભાવરોગો અલ્પ થાય છે પૂર્વમાં જે ભોગાદિમાં સંશ્લેષતો પરિણામ હતો તે સંશ્લેષતો પરિણામ અલ્પ થાય છે. જ્ઞાનદર્શનના સંપાદિતથી અધિકતર સ્વાભાવિક સ્વાથ્ય ૩૫ પ્રશમસુખ પ્રવર્તમાન થાય છે=જ્ઞાનદર્શનકાળમાં અનંતાનુબંધીના શમનને કારણે જે પ્રશમસુખ હતું તેનાથી અનંતર અપ્રત્યાખ્યાન કષાયના શમનને કારણે આત્માની નિરાકુળ અવસ્થા રૂપ સ્વાભાવિક સ્વાથ્ય તે રૂપ પ્રશમસુખ પ્રવિદ્ધમાન થાય છે. સદ્ભાવનાથી મનપ્રસાદ થાય છે દેશવિરતિ સ્વીકાર્યા પછી સ્વશક્તિ અનુસાર તે મહાત્મા બાર ભાવનાઓથી, મૈત્રીઆદિ ચાર ભાવનાઓથી આત્માને ભાવિત કરે છે તેથી મનમાં પ્રસાદ થાય છે. તેના દાયક એવા ગુરુમાં દેશવિરતિના સૂક્ષ્મબોધ કરાવનારા ગુરુમાં, આ મારા પરમોપકારી છે એ પ્રકારની ભાવનાથી ભક્તિ પ્રાદુર્ભાવ થાય છે અને તેઓને આ જીવ ત્યારે કહે છે. શું કહે છે તે યહુતીથી બતાવે છે – તમે મારા નાથ છો મારા ગુણોનું રક્ષણ કરનારા અને અપૂર્વગુણોનો યોગ કરનારા હોવાથી સાથ છો. જેઓ વડે હું આ રીતે દુરુકલ્પપણું હોવાને કારણે દુઃખે કરીને ઘડી શકાય એવું સ્વરૂપ હોવાને કારણે, ગાઢ અકર્મયવાળો પણ=અત્યંત પ્રયત્ન વગર ન ઘડી શકાય એવો પણ, સ્વસામર્થ્યથી કર્મણ્યતાને પ્રાપ્ત કરાવીનેeઘડી શકાય એવી અવસ્થાને પ્રાપ્ત કરાવીને, ગુણભાજનતાને પ્રાપ્ત કરાવાયો. આ જીવ પોતાની નિર્મલબુદ્ધિથી વિચારીને ગુરુને કહે છે કે જેમ કોઈ લાકડું પ્રતિમા રૂપે ઘડવા માટે અત્યંત અયોગ્ય હોય એવો મારો જીવ પણ ધર્મક્ષેત્રમાં ઘડાવા માટે અત્યંત અયોગ્ય હતો. આથી જ ઘણા પ્રયત્ન દ્વારા તમે મારામાં ઘડાવાની યોગ્યતા પ્રગટ કરી અને જેના કારણે અત્યારે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન Page #326 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ અને સર્વવિરતિનું બળ સંચય થાય તેવી દેશિવરતિને પામી શક્યો તે સર્વ તમારો જ મારા ઉપર અત્યંત उपहार छे. उपनय : 303 सूरिदर्शितभगवन्महत्त्वम् ततस्तदनन्तरं यथा तेन सूदेन तं वनीपकमुपवेश्य मधुरवचनैस्तस्य मनः प्रह्लादयता वर्णिता महाराजगुणाः, दर्शितश्चात्मनोऽपि तद्भृत्यभावः, ग्राहितः सोऽपि विशेषतस्तदनुचरत्वं, समुत्पादितं तस्य महानृपतेरेव विशेषगुणेषु कुतूहलं कथितस्तत्परिज्ञानहेतुर्व्याधितनुभावः, प्रकाशितं तस्यापि कारणं भेषजत्रयं, समादिष्टः प्रतिक्षणं तस्य परिभोगः, दीपितं तत्परिभोगबलेन महानरेन्द्राराधनं, प्रतिपादितं महानरेन्द्राराधकानां तत्समानमेव महाराज्यमिति तथा धर्मगुरवोऽपि ज्ञानदर्शनसंपन्नं प्रतिपन्नदेशविरतिमप्येनं जीवमुपलभ्य विशिष्टतरस्थैर्यसम्पादनार्थं समस्तमेतदाचरन्त्येव, तथाहि - ते तं प्रत्येवं ब्रूयुः, यथा - भद्र ! यदुक्तं भवता यदुत 'यूयमेव मे नाथा' इति, युक्तमेतद् भवादृशां, किन्तु साधारणं नैवं वक्तव्यं, यतो भवतोऽस्माकं च परमात्मा सर्वज्ञ एव भगवान् परमो नाथः, स एव हि चराचरस्यास्य त्रिभुवनस्य पालकतया नाथो भवितुमर्हति । विशेषतः पुनर्ये तत्प्रणीतेऽत्र ज्ञानदर्शनचारित्रप्रधाने दर्शने वर्त्तन्ते जन्तवस्तेषामसौ नाथः, अस्यैव किङ्करभावं प्रतिपद्य महात्मानः केवलराज्यासादनेन भुवनमप्यात्मकिङ्करं कुर्वन्ति, ये पुनः पापिष्ठाः प्राणिनस्तेऽस्य भगवतो नामापि न जानते, भाविभद्रा एव सत्त्वाः स्वकर्मविवरेणास्य दर्शनमासादयन्ति यतश्च त्वमेतावतीं कोटिमध्यारूढोऽतस्त्वया प्रतिपन्न एव भावतो भगवान्, केवलं तारतम्यभेदेन सङ्ख्यातीतानि तस्य प्रतिपत्तिस्थानानि, तेन विशेषप्रतिपत्तिनिमित्तमेषोऽस्माकं यत्नः, यतः सामान्येन जानतेऽप्येनं भगवन्तं जन्तवः सुगुरुसम्प्रदायमन्तरेण न विशेषतो जानते। तदेवं ते गुरवस्तस्य जीवस्य पुरतो भगवद्विशेषगुणेषु तस्य कौतुकमुत्पादयन्ति, तज्ज्ञानोपायभूतं रागादिभावरोगतानवं कथयन्ति, तस्यापि कारणं ज्ञानदर्शनचारित्ररूपं त्रयं दीपयन्ति, तस्य च प्रतिक्षणमासेवनमुपदिशन्ति, तदासेवनेन भगवदाराधनं निवेदयन्ति, भगवदाराधनेन परमपदप्राप्तिं महाराज्यावाप्तिकल्पां प्रतिपादयन्ति । पनार्थ : આચાર્ય ભગવંતે બતાવેલ ભગવાનનું મહત્ત્વ તેથી તદ્ભુતંતર=પ્રસ્તુત જીવે ગુરુને આ પ્રમાણે કહ્યું તેથી ત્યારપછી, જે પ્રમાણે તે ભિખારીને બેસાડીને મધુર વચનોથી તેના મનને પ્રહ્લાદન કરતા તે રસોઈયા વડે મહારાજાના ગુણો વર્ણન કરાયા અને પોતાનો પણ તેમનો ભૃત્યભાવ બતાવાયો=અમે પણ તે મહારાજાના સેવક છીએ તે Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ બતાવાયું, તે પણ તે દ્રમક પણ, વિશેષથી તેના અનુચરપણાને ગ્રાહિત કરાયો, તે મહાતૃપતિના જ વિશેષ ગુણોમાં કુતૂહલ ઉત્પાદન કરાયું વિશેષ જિજ્ઞાસા ઉત્પન્ન કરાવાઈ, તેના પરિજ્ઞાનનો હેતુ પરમાત્માના વિશેષ ગુણોના પરિજ્ઞાનનો હેતુ, વ્યાધિનો તનુભાવ કહેવાયો=જેમ જેમ કષાયોરૂપી ભાવવ્યાધિ અલ્પ થશે તેમ તેમ ભગવાનના વિશેષ ગુણોનું પરિજ્ઞાન થશે માટે પરમાત્માના વિશેષ ગુણોની જે તને જિજ્ઞાસા થઈ છે તેના પરિજ્ઞાનનો હેતુ વ્યાધિનો અલ્પભાવ જ છે એમ કહેવાયું, તેનું પણ કારણ=વ્યાધિના અલ્પપણાનું પણ કારણ, ભેષજત્રય પ્રકાશિત કરાયું સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યફચારિત્ર વ્યાધિના અલ્પભાવનું કારણ છે તેમ કહેવાયું. પ્રતિક્ષણ તેનો પરિભોગ આદેશ કરાયો તારે સતત ત્રણ ઔષધનું સેવન કરવું જોઈએ અર્થાત્ શક્તિ અનુસાર અપ્રમાદથી તત્વનો સૂક્ષ્મબોધ થાય તેમ સમ્યજ્ઞાન મેળવવું જોઈએ, તે જ્ઞાનમાં દેખાયેલ સૂક્ષ્મ તત્વ જ સર્વ કલ્યાણનું કારણ છે તેમ ભાવન કરીને તત્વની રુચિને જ અતિશય કરવી જોઈએ અને શક્તિ અનુસાર સંયમની ઉચિત આચરણા કરીને ચિત્ત બાહ્ય સંગોથી પર-પરતર થાય તેવો યત્ન કરવો જોઈએ તેવો આદેશ કરાયો. તેના પરિભોગના બળથી=ભેષજત્રયના સેવનના બળથી, મહાનરેન્દ્રનું આરાધન છે એમ પ્રગટ કરાયું અર્થાત્ હૈયાને સ્પર્શે તે રીતે રત્નત્રયીનું સેવન કરવામાં આવે તે અંશથી જ મહાનરેન્દ્ર એવા તીર્થકરોની આરાધના છે તેમ ધર્મગુરુ વડે બતાવાયું. મહાનરેન્દ્રના આરાધક જીવોને તત્ સમાન જ મહારાજ્ય છે તે પ્રમાણે પ્રતિપાદન કરાયું અર્થાત જે મહાત્માઓ જિનવચનાનુસાર શ્રતઅધ્યયન કરે છે, તત્વની રુચિ સૂક્ષ્મ-સૂક્ષ્મતર કરે છે અને વીતરાગતા ગુણોથી આત્માને વાસિત કરે છે તેઓ તીર્થંકરની આરાધનાના બળથી તેમના સમાન જ મહારાજ્યને પ્રાપ્ત કરે છે તેમ પ્રતિપાદન કરાયું. તે પ્રમાણે ધર્મગુરુ પણ જ્ઞાનદર્શનસંપન્ન પ્રતિપન્નદેશવિરતિવાળા પણ આ જીવને પ્રાપ્ત કરીને વિશિષ્ટતર ધૈર્ય સંપાદન માટે સમસ્ત આન્નપૂર્વમાં કહ્યું એ, આચરણ કરે જ છે જે પ્રમાણે પૂર્વમાં કથાનકમાં કહેવાયું તે પ્રમાણે ધર્મગુરુઓ પણ જ્યારે પોતાના ઉપદેશના બળથી કોઈક જીવ ભગવાનના વચનના પરમાર્થના બોધરૂપ જ્ઞાનને અને તે બોધ અનુસાર આત્મહિત સાધવાની રુચિરૂપ દર્શનને પામે છે અને કોઈક રીતે દેશવિરતિને પ્રાપ્ત કરે છે તેવા પણ જીવને જાણીને તે દેશવિરતિના પરિણામને વિશિષ્ટતર સ્થિરતાના સંપાદન માટે પૂર્વમાં કહ્યું એ પ્રમાણે બધું જ કરે છે. શું કરે છે? તે ‘તથાદિ'થી બતાવે છે – તે ધર્મ ગુરુઓ તે જીવ પ્રત્યે આ પ્રમાણે કહે છે. શું કહે છે તે ‘વથ'થી બતાવે છે – ભદ્ર! તારા વડે જે કહેવાયું છે “તમે જ મારા નાથ છો.” એમ તારા માટે યુક્ત છે; પરંતુ આ પ્રમાણે સામાન્ય કહેવું જોઈએ નહીં, જે કારણથી તારા અને મારા સર્વજ્ઞ ભગવાન પરમાત્મા પરમ તાથ છે. તે જીવને પ્રસ્તુત ગુરુથી ઉપકાર થયો છે. અને પ્રસ્તુત જીવને યોગક્ષેમ કરનાર હોવાથી તે ગુરુને તે જીવ Page #328 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૩૦૫ નાથ કહે તે ઉચિત છે. પરંતુ વીતરાગ સર્વજ્ઞ જ સામાન્યથી સન્માર્ગ બતાવીને જીવોના ગુણોનું રક્ષણ કરનાર અને ગુણોની વૃદ્ધિને ક૨ના૨ હોવાથી નાથ છે અન્ય કોઈ નાથ નથી. અન્ય ગુરુ પણ જિનવચનનું જ કથન કરીને યોગ્ય જીવોને જિનવચનના સેવકભાવ પ્રાપ્ત કરાવે છે અને જેઓ જિનવચનના સેવકભાવને પ્રાપ્ત કરે છે તેઓના ભગવાન નાથ છે. દ્દિ=જે કારણથી, તે જ=પરમાત્મા સર્વજ્ઞ જ, ચરાચર એવા આ ત્રિભુવનના પાલક હોવાથી નાથ થવા માટે યોગ્ય છે. વિશેષથી વળી, જે જીવો ભગવાનથી પ્રણીત જ્ઞાન, દર્શન, ચારિત્રપ્રધાન એવા દર્શનમાં=શાસનમાં, વર્તે છે તેઓના=તે જીવોના, આ નાથ છે=ભગવાન જગતના જીવોને સન્માર્ગ બતાવીને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરવાનો ઉપદેશ આપે છે જેનાથી મહાત્માઓ છકાયનું પાલન કરે છે તેથી સંસારવર્તી પૃથ્વીકાયાદિ અચર જીવોનું અને ત્રસ એવા ચર જીવોનું પણ રક્ષણ થાય છે તેથી ચરાચર જીવોનું પાલન કરનારા હોવાથી ભગવાન સર્વજીવોના નાથ છે. વિશેષથી વળી જેઓ ભગવાનના વચનાનુસાર રત્નત્રયીમાં યત્ન કરે છે તેઓમાં ભગવાન અપૂર્વ ગુણોનો યોગ કરાવે છે અને પૂર્વમાં પ્રગટેલા ગુણોનું રક્ષણ કરે છે તેથી તે જીવોના વિશેષથી નાથ છે. આવા જ=સર્વજ્ઞ ભગવાનના જ, કિંકરભાવને સ્વીકારીને મહાત્માઓ કેવલરાજ્યની પ્રાપ્તિ દ્વારા ભુવનને પણ પોતાનું કિંકર કરે છે. જેઓ નિત્ય ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને=ભગવાને શક્ય અનુષ્ઠાનમાં અપ્રમાદ કરીને આત્માને ગુણોની સમૃદ્ધિવાળો કરવા યત્ન કરવો જોઈએ અને અશક્ય અનુષ્ઠાનમાં ચિત્તથી રાગ ધારણ કરવો જોઈએ અને ભાવન કરવો જોઈએ કે ક્યારે તેવું બળસંચય થાય કે હું તે ઉત્તમ અનુષ્ઠાન સેવીને વિશેષ પ્રકારની ગુણસમૃદ્ધિને પામીશ આ પ્રકારે જેઓ ભગવાનની આજ્ઞાનું નિત્ય સ્મરણ કરીને, ઉચિત પ્રયત્ન કરે છે, તેઓ ભગવાનના કિંકરભાવને પામેલા છે અને તેના બળથી જ ઉત્તરોત્તર ભૂમિકાના સત્ત્વના સંચયને કરીને તે મહાત્માઓ કેવલજ્ઞાન રૂપી રાજ્યને પ્રાપ્ત કરે છે. જેથી જગતના સર્વભાવો પ્રત્યે અસંગભાવવાળા થવાથી ભુવનને પણ પોતાનો કિંકર કરે છે. જે વળી પાપિષ્ઠ પ્રાણીઓ છે તેઓ આ ભગવાનના નામને પણ જાણતા નથી. ભાવિભદ્ર જીવો સ્વકર્મવિવરથી આમના દર્શનને પ્રાપ્ત કરે છે=જે જીવોમાં ગાઢમોહનો ઉદય છે તેઓ સંસારના આરંભ સમારંભ જ કરે છે, ક્વચિત્ બાહ્યથી ધર્માનુષ્ઠાન કરતા હોય તોપણ પરમાર્થથી ભગવાનના સ્વરૂપનો બોધ કરાવે તે રૂપે ભગવાનના નામને પણ જાણતા નથી. વળી, જેઓ ભાવિભદ્ર જીવો છે, તેઓ તત્ત્વને જોવામાં બાધક એવા પોતાનાં કર્મોના ક્ષયોપશમભાવરૂપ વિવરથી કંઈક અંશથી વીતરાગને વીતરાગરૂપે જાણે છે તેઓ તેટલા અંશમાં ભગવાનના દર્શનને પ્રાપ્ત કરે છે, અને જે કારણથી તું આટલી ભૂમિકામાં અધ્યારૂઢ છો=સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને કંઈક અંશથી વિરતિને પ્રાપ્ત કરીને પરમાત્માના પારમાર્થિક સ્વરૂપને સૂક્ષ્મ જોઈ શકે એવી ભૂમિકામાં સ્થિત છો, આથી તારા વડે ભાવથી ભગવાન સ્વીકારાયેલા જ છે=ભગવાનના વચનનું અવલંબન લઈને એ જ મારા માટે શ્રેય છે એ પ્રકારની પરિણતિ વર્તતી હોવાથી પરમાત્માને જ નાથરૂપે તેં સ્વીકાર્યા છે, ફક્ત Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ તારતમ્યના ભેદથી=ભગવાનના સેવકભાવને સ્વીકારવાના તારતમ્યના ભેદથી, સંખ્યાતીત તેનાં પ્રતિપત્તિ સ્થાનો છે=ભગવાનના સેવકભાવને સ્વીકારવામાં સંખ્યાતીત સ્થાનો છે, તે કારણથી ભાવથી સેવકભાવ સ્વીકાર્યો છે તોપણ ઉપરના સેવકભાવની પ્રાપ્તિ તને થઈ નથી તે કારણથી, વિશેષ પ્રતિપત્તિ નિમિત્ત આ અમારો યત્ન છે તું ભગવાનના સેવકભાવને જે પામ્યો છે તેનાથી વિશેષ સેવકભાવને પામે તે નિમિતે આ અમારો ઉપદેશ આપવાનો યત્ન છે, જે કારણથી જીવો આ ભગવાનને સામાન્યથી જાણે છે, પણ સદ્ગુરુના સંપ્રદાય વગર વિશેષથી જાણતા નથી=જેઓ સંસારથી ભય પામ્યા છે અને જિતવચનાનુસાર સંસારનું સ્વરૂપ જાણીને તેના વિસ્તારનો ઉપાય સર્વજ્ઞનું વચન છે તેવી સ્થિરબુદ્ધિવાળા છે તેથી સર્વજ્ઞની ઉપાસના કરે છે. અને સર્વજ્ઞતા વચનને જાણવા કંઈક થત કરે છે એવા જીવો આ ભગવાનને સામાન્યથી જાણે છે છતાં સુગુરુના સંપર્ક વગર પરમાત્માના સ્વરૂપને વિશેષથી જાણતા નથી. તે કારણથી ભગવાનના વિશેષ સ્વરૂપને જાણતા નથી તે કારણથી, આ પ્રમાણે-પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, તે ગુરુઓ તે જીવની આગળ ભગવાનના ગુણોનું વર્ણન કરે છે=ભગવાન કેવી નિષ્કલ અવસ્થાવાળા છે તેવા ગુણોનું વર્ણન કરે છે, સંસારી જીવ મોહકીકલાવાળા હોવાથી ભગવાનના નિષ્કલ સ્વરૂપને ચર્મચક્ષુથી જોઈ શકતા નથી પરંતુ શ્રુતપરિકર્મિતમતિથી કંઈક જોઈ શકે છે. તેવા જીવોને ગુરુઓ જ્યારે પોતાની વિશેષ પ્રકારની શ્રુતપરિકર્મિતમતિના બળથી ભગવાનના ગુણોનું વર્ણન કરે છે તેનાથી તે જીવને પણ ભગવાનનું નિષ્કલ સ્વરૂપ વિશેષ વિશેષતર દેખાય છે. તે વિશેષ-વિશેષતર બોધ કરાવવા અર્થે સુગુરુઓ તે જીવતી આગળ ભગવાનના ગુણોનું વર્ણન કરે છે અને પોતાને પણ તેમના કિંકર બતાવે છે. અને તે જીવને વિશેષથી નાથપણારૂપે ભગવાનને ગ્રહણ કરાવે છે. ઉપદેશક ભગવાનના વિશેષગુણોનું વર્ણન કર્યા પછી કહે છે કે અમે પણ ભગવાન જેવા નિષ્કલ થવા અર્થે તેમના વચનનું જ સદા અવલંબન લઈને તેમના સેવકભાવને ધારણ કરીએ છીએ. વળી પ્રસ્તુત જીવ પણ ભગવાનના માર્ગને પામેલા હોવાથી ભગવાનના કિંકરભાવને પામેલ છે તોપણ જેમ જેમ ભગવાનના ગુણોથી રંજિત થઈને ઉપર ઉપરની ભૂમિકાને પામશે તેમ તેમ વિશેષ કિંકરભાવ પામશે તેથી ધર્મગુરુઓ તે જીવને ભગવાનનું સૂક્ષ્મસ્વરૂપ બતાવીને વિશેષથી નાથપણા રૂપે ગ્રહણ કરાવે છે. ભગવાનના વિશેષ ગુણોમાં તેને કૌતુક ઉત્પાદન કરાવે છે=ભગવાનના વિશેષ ગુણોને જાણવા માટેની ઉત્કટ જિજ્ઞાસા ઉત્પન્ન કરાવે છે, તેના જ્ઞાનના ઉપાયભૂત ભગવાનના વિશેષ ગુણોના જ્ઞાનના ઉપાયભૂત, રાગાદિ ભાવરોગોની અલ્પતાને કહે છે=જેમ જેમ રાગાદિ ભાવરોગ અલ્પ થશે તેમ તેમ ભગવાનના નિરાકુલ સ્વરૂપનું વિશેષ વિશેષ જ્ઞાન થશે, તેનું પણ કારણ=રાગાદિ ભાવ રોગની અલ્પતાનું પણ કારણ, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણ પ્રકારને બતાવે છે જેમ જેમ શ્રુતપરિકર્મિતમતિથી સૂક્ષ્મબોધ કરવામાં આવશે જેના કારણે સૂક્ષ્મરુચિ પ્રગટ થશે અને જેનાથી કષાયોની વિહ્વળતા ઘટશે એવી ચારિત્રની પરિણતિ પ્રગટ થશે તે રત્નત્રયી જ રાગાદિ ભાવરોગની અલ્પતાનું કારણ છે તેમ બતાવે છે, અને પ્રતિક્ષણ તેના રત્નત્રયીના, આસેવાનો ઉપદેશ આપે છે, તેના આસેવન Page #330 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ 30७ દ્વારા=પ્રતિક્ષણ રત્નત્રયીના આસેવન દ્વારા, ભગવાનની આરાધનાને નિવેદન કરે છે જે મહાત્મા સંસારની નિર્ગુણતાને જાણીને સંસારના ઉચ્છેદના અર્થી છે તેઓ જીવનમાં પ્રધાનરૂપે ધર્મને જ સેવે છે. ક્વચિત્ અશક્ય પ્રતિકાર હોય તો અર્થ કામ સેવે ત્યારે પણ અત્યંત સંવેગગર્ભ અર્થકામની પ્રવૃત્તિ કરે છે. તેથી પ્રતિક્ષણ રત્નત્રયની આરાધના કરે છે અને તેના સેવનથી જ તેમને ભગવાનની આરાધના થાય છે તે પ્રમાણે સદ્ગુરુ નિવેદન કરે છે. ભગવાનની આરાધનાથી મહારાજયની પ્રાપ્તિ જેવી પરમપદની પ્રાપ્તિનું પ્રતિપાદન કરે છે=જેઓ સતત ભગવાનના સ્મરણ નીચે સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે તેઓ ભગવાનની આરાધના દ્વારા ભગવાન જેવા અંતરંગ ગુણસંપત્તિરૂપ પરમપદને પ્રાપ્ત કરે છે તેમ ગુરુ કહે છે. Bधनय: जीवस्य संसारत्यागाऽशक्तिकथनम् एवमपि कथयति हितकारिणि गृहीतगुणस्थिरताविधायिनि भगवति धर्मसूरौ यथा असौ वनीपकः सूपकारवचनमवगम्यात्मीयाकूतवशेनेत्थमभिहितवान् यथा-नाथाः । किम्बहुनोक्तेन ? न शक्नोम्यहं कथञ्चनेदं कदनं मोक्तुमिति तथा अयमपि जीवश्चारित्रमोहनीयेन कर्मणा विह्वलीभूतबुद्धिरेवं चिन्तयेत्-अये ! यदेवं महता प्रबन्धेन पुनः पुनरेते भगवन्तो मम धर्मदेशनां कुर्वन्ति, तन्नूनं मां धनविषयकलत्रादिकमेतदेते त्याजयन्ति, न चाहं त्यक्तुं शक्नोमि, तत्कथयाम्येषां सद्भावं येन निष्कारणं भूयो भूयो भगवन्तः स्वगलतालुशोषमेते न विदधते ततस्तथैव स जीवः स्वाभिप्रायं गुरुभ्यः कथयेदिति। ततो यथा तेन रसवतीपतिना चिन्तितं-न मयाऽयं स्वभोजनत्यागं कारितः, किन्तर्हि ? इदं भेषजत्रयमासेवस्वेत्युक्तस्तत्किमेवमेष भाषते? अये ! स्वाभिप्रायविडम्बितोऽयं जानीतेमदीयानत्याजननिमित्तमेतत् समस्तं वागाडम्बरमिति। ततो विहस्य तेनोक्तं-भद्र ! निराकुलो भव, नाधुना भवन्तं किञ्चित्त्याजयामि, तवैव पथ्यमेतत्त्यजनमिति कृत्वा वयं ब्रूमो, यदि पुनर्भवते न रोचते, ततोऽत्रार्थे अतः प्रभृति तूष्णीमासिष्यामहे। यत्पुनरेतदनन्तरमेव तव पुरतोऽस्माभिर्महाराजगुणवर्णनादिकं विहितं, कर्त्तव्यतया च तव किञ्चित्समादिष्टं तत्त्वया किं किञ्चिदवधारितं वा न वेति? तथा धर्मगुरवोऽपि सर्वमिदं चिन्तयन्ति वदन्ति च, तच्च स्पष्टतरमिति स्वबुद्ध्यैव योजनीयम्। उपनयार्थ : સંસારત્યાગની અશક્તિનું દ્રમકનું કથન હિતકારી, ગ્રહણ કરાયેલા ગુણની સ્થિરતાને કરનારા ભગવાન ધર્મસૂરીશ્વર આ રીતે પણ કહે છતે જે પ્રમાણે આ વલીપક=ભિખારી, સૂપકારના વચનને જાણીને પોતાના આક્તના વશથી પોતાના अभिप्रायना पशथी, मा प्रभारी जोत्या. शुं बोल्यो ? ते 'यथा'थी बतावे छ – हे नाथ ! वधारे | Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કહું? હું કોઈ રીતે આ કદન્ન છોડવા સમર્થ નથી. તે પ્રમાણે આ પણ જીવ ચારિત્રમોહનીયકર્મથી વિદ્વલીભૂત બુદ્ધિવાળો આ પ્રમાણે ચિંતવન કરે છે ગુણવાન ગુરુ ભોગનો ત્યાગ કરીને સર્વથા અસંગભાવને અનુકૂળ યત્ન કરાવવા અર્થે ચારિત્રગ્રહણ કરાવવા માટે આગ્રહ કરે છે ત્યારે પોતાના ચિત્તમાં ભોગ પ્રત્યેના પ્રતિબંધરૂપ ચારિત્રમોહનીયકર્મથી ત્યાગના કથનને સાંભળીને વિક્વલીભૂત થયેલી બુદ્ધિવાળો અર્થાત્ હું ત્યાગ કરી શકીશ નહીં તેવી બુદ્ધિવાળો આ જીવ આ પ્રમાણે વિચારે છે– અરે ! જે આ પ્રકારે મોટા વિસ્તારથી ફરી ફરી આ ભગવાન મને ધર્મદેશના કરે છે, તે ખરેખર મારા આ ધન, વિષય, કલત્રાદિનો મને આ ધર્મગુરુઓ ત્યાગ કરાવે છે અર્થાત્ ત્યાગ કરાવવા યત્ન કરે છે. હું ત્યાગ કરવા માટે સમર્થ નથી. તે કારણથી આમને ધર્મગુરુઓને, સદ્ભાવને કહું મારા ચિત્તની પરિણતિને હું કહું, જેથી નિષ્કારણ સ્વગળાના તાલુકા શોષને આ ભગવાન ફરી ફરી કરે નહીં. તેથી આ પ્રમાણે તે જીવ વિચારે છે તેથી, તે જીવ તે પ્રકારે જ=જે પ્રકારે પોતાનો અભિપ્રાય થયેલો એ પ્રકારે જ, સ્વ-અભિપ્રાય ગુરુને કહે છે. તેથી જે પ્રમાણે તે રસવતી વડે વિચારાયું – મારા વડે આ જીવ સ્વભોજનના ત્યાગને કરાવાયો નથી. પરંતુ આ ભેષજત્રયને તું સેવ એ પ્રમાણે કહેવાતો કેમ આ પ્રમાણે બોલે છે? અર્થાત્ હું આ મારા કદઘને છોડી શકું તેમ નથી એ પ્રમાણે કેમ બોલે છે ? ગુરુ વિચારે છે – અરે ! સ્વ-અભિપ્રાયથી વિડમ્બિત એવો આ જીવ જાણે છે. મારા અન્નના ત્યાજનના નિમિત્તે આ સમસ્ત વાગૂઆડંબર છે-ગુરુનો આ સર્વ વચનપ્રયોગ છે એ પ્રમાણે આ જીવ જાણે છે, તેથી હસીને તેમના વડે કહેવાયું ગુરુ વડે કહેવાયું. હે ભદ્ર ! તું નિરાકુલ થા, હમણાં તને અમે કંઈ ત્યાગ કરાવતા નથી. આવું ત્યજન=કદવનો ત્યાગ, તને જ હિત કરનાર છે, એથી કરીને અમે કહીએ છીએ. જો તને રુચતું નથી તો આ અર્થમાં કદાતા ત્યાગના વિષયમાં, હવે પછી મૌન રહીશું. ગુરુએ જ્યારે તેને વિરતિનાં આવારક કર્મોનો નાશ થાય તેના અર્થે વારંવાર વિરતિનો સૂક્ષ્મબોધ થાય એ રીતે વિરતિનો બોધ કરાવવા અર્થે ઉપદેશ આપ્યો છતાં તે જીવને ભય લાગ્યો કે આ મહાત્મા મને ભોગવિલાસનો ત્યાગ કરાવવા અર્થે વિરતિનું સર્વ વર્ણન કરે છે. એથી જ્યારે તે ગુરુને કહે છે કે હું કોઈ રીતે આ કદન્ન છોડી શકું તેમ નથી. તેથી જણાય છે કે ભોગવિલાસ રૂપ આ કદન્ન છે, આત્માની વિકૃતિને કરનાર છે તેવો સ્પષ્ટ બોધ હોવા છતાં આ જીવ ભોગત્યાગ કરવા સમર્થ નથી તેથી ભય પામીને ગુરુને કહે છે કે આ કદન્નનો ત્યાગ કરવો મારા માટે શક્ય નથી. તેથી ગુરુ કહે છે કે તું નિરાકુલ થા. હમણાં અમે તને કંઈ ત્યાગ કરાવવા ઇચ્છતા નથી. ફક્ત આ કદન્ન ત્યાગ કરવું એ તારા માટે પથ્ય છે તેથી તારું ભાવઆરોગ્ય થાય એ બતાવવા અર્થે અમે ચારિત્રનું વારંવાર વર્ણન કરીએ છીએ, છતાં તે વર્ણન જો તને રુચતું ન હોય તો હવે પછી તે વિષયમાં અમે મૌન લઈશું જેથી ત્યાગના ભયથી તું વિહ્વળ ન થા. જે વળી. તેના અનંતર જ તારી આગળ અમારા વડે મહારાજાના ગણતં વર્ણન આદિ કરાયં-ચ સ્વરૂપ બતાવ્યા પછી તારી આગળ પરમાત્મા કેવા નિષ્કલ અવસ્થાવાળા છે કેવા જગતના જીવો માટે ઉપકારક છે ઈત્યાદિ ગુણોનું વર્ણન કરાયું અને કર્તવ્યપણાથી તને કંઈક કહેવાયું આ ભગવાનના Page #332 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૩૦૯ ગુણોનું વર્ણન સાંભળ્યા પછી તારે પ્રતિદિન શું કરવું જોઈએ જેથી ભાવઆરોગ્યની વૃદ્ધિ થાય તે વિષયમાં કર્તવ્યપણારૂપે કંઈક કહેવાયું, તે તારા વડે કંઈક અવધારણ કરાયું કે નહીં ? એ પ્રમાણે સદ્ગુરુઓ તેને કહે છે. તે પ્રમાણે ધર્મગુરુઓ પણ આ સર્વ ચિંતવન કરે છે અને કહે છે. અને તે સ્પષ્ટતર છે એથી સ્વબુદ્ધિથી યોજન કરવું. પૂર્વમાં જે ગ્રંથકારશ્રીએ કહ્યું કે આ જીવને કદક્ષના ત્યાગના ભયથી ગુરુના વચનના પરમાર્થને જાણવાને બદલે વિહ્વળતા થઈ અને તેથી વિહ્વળ થઈને કહે છે કે આ કદશને ત્યાગ કરી શકીશ નહીં. તે સાંભળીને ગુરુએ જે કંઈ કહ્યું તે સર્વ ધર્મગુરુ પણ શ્રોતાના વિષયમાં વિચારે છે અને ચિંતવન કરે છે. અને તે પૂર્વના કથનથી સ્પષ્ટતર છે માટે ગ્રંથકારશ્રીએ વિસ્તાર કર્યો નથી. પરંતુ શ્રોતાએ સ્વબુદ્ધિથી યોજન ક૨વું એમ સૂચન કરે છે. ઉપનય : स्थैर्यभावाभिमुख्यम् ततो यथा 'असौ वनीपकोऽवादीत् यथा नाथ ! न मया किञ्चिदत्र भवत्कथितमुपलक्षितं, तथापि तावकैः कोमलालापैरुल्लसितो मनाग् मनसि प्रमोदः, निवेदितश्च तेन वनीपकेन 'नाधुना किञ्चित्त्याजयामीदं भवन्तं भोजनमिति, सूदवचनश्रवणान्नष्टभयाकूतेन सता स्वचेतसो वैधुर्यकारणभूतस्तस्य सूदस्य समक्षमादितः प्रभृति समस्तोऽप्यात्मवृत्तान्तः । अभिहितश्चासौ सूपकारो यदुत एवं स्थिते यन्मया विधेयं तदाज्ञापयन्तु नाथाः, येनाधुनाऽवधारयामीति । तथाऽत्रापि विदिततच्चित्ता यदा गुरवो वदन्ति यदुत न वयं भवन्तमशक्नुवन्तं सर्वसङ्गत्यागं कारयामः, केवलं यदिदं भवतः स्थिरीकरणार्थमनेकशो भगवद्गुणवर्णनादिकं वयं कुर्मः यच्च सम्यग्ज्ञानदर्शनचारित्राणामङ्गीकृतानामेव भवता सातत्यमनुपालनादिकमुपदिशामः, तदत्र भवान् किञ्चिदवधारयति वा न वेति ? ઉપનયાર્થ -- સ્વૈર્યભાવનું અભિમુખપણું ત્યારપછી જે પ્રમાણે આ વતીપકે કહ્યું=આ દ્રમકે કહ્યું. શું કહ્યું ? તે ‘યથા’થી બતાવે છે હે નાથ ! મારા વડે અહીં તમારા વડે કહેવાયેલું કંઈક જણાયું નથી તોપણ તમારા કોમલ આલાપો વડે મનમાં થોડોક પ્રમોદ ઉલ્લસિત થયો. અને “તે વનીપક વડે હમણાં આ ભોજન કંઈ અમે ત્યાગ કરાવશું નહીં.” એ પ્રકારના રસોઈયાના વચનના શ્રવણથી નષ્ટ થયેલા ભયના આકૂતવાળા છતાં સ્વચિત્તના વૈધુર્યના કારણભૂત તે રસોઈયાની સમક્ષ આદિથી માંડીને સમસ્ત પણ આત્માનો વૃત્તાન્ત નિવેદન કરાયો, અને આ સૂપકાર=ગુરુ, કહેવાયા. શું કહેવાયા ? તે ‘વદ્યુત'થી બતાવે છે આ પ્રમાણે સ્થિત હોતે છતે-પૂર્વમાં તમે મને કદન્ન છોડાવીને સંયમગ્રહણ કરાવવા અર્થે કહો છો એ - Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ ભયથી તમે જે કહ્યું તે મેં અવધારણ કરેલું નહીં અને હવે તમે કહ્યું કે હવે કદન્ન ત્યાગ કરાવશું નહીં તે સાંભળીને હું સ્વસ્થ થયો છું અને પૂર્વે અસ્વસ્થતાને કારણે તમારા દ્વારા બતાવેલો ઉપદેશ માત્ર સુંદર વચન વડે મેં સાંભળેલો; પરંતુ તેનું રહસ્ય જાણવા માટે મેં યત્ન કરેલો નહીં આ પ્રમાણે સ્થિત હોતે છતે, જે મારા વડે વિધેય છે તે હે નાથ ! આજ્ઞાપન કરો અર્થાત્ કહો જેનાથી હવે હું અવધારણ કરું અર્થાત્ તમારા ઉચિત ઉપદેશને દૃઢ અવધારણપૂર્વક સાંભળું. તે પ્રમાણે અહીં પણ=સંસારમાં પણ, વિદિત તત્ ચિત્તવાળા=યોગ્ય શ્રોતાના જાણેલા ચિત્તવાળા, જ્યારે ધર્મગુરુઓ કહે છે. શું કહે છે ? તે ‘યદુત’થી બતાવે છે અમે અસમર્થ એવા તને સર્વસંગનો ત્યાગ કરાવતા નથી, કેવલ જે આ તારા સ્થિરીકરણ માટે=તને પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનને દૃઢ કરવા અર્થે, અનેક વખત ભગવાનના ગુણોનું વર્ણન આદિ અમે કરીએ છીએ અને જે તારા વડે અંગીકૃત જ સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રના સાતત્યને અનુપાલનાદિકનો ઉપદેશ આપીએ છીએ અર્થાત્ જે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને જે દેશવિરતિ સ્વીકારી છે તે દેશવિરતિ, સર્વવિરતિને અનુકૂળ શક્તિના સંચયનું કારણ બને તે રીતે સતત અનુપાલન કરવાનો ઉપદેશ અમે આપીએ છીએ. તે કારણથી જ અહીં=આ મારા ઉપદેશમાં, કંઈક અવધારણ કર્યું કે નહીં ? - स्वाकूतकथनम् तदा वदत्येवं जीवो - भगवन् ! नाहं सम्यक्किञ्चिदवधारयामि, तथापि यौष्माकीणपेशलवचनैर्मोदितचित्तो यदा यदा कथयन्ति भगवन्तस्तदा तदा शून्यहृदयोऽपि विस्फारितेक्षणः किल बुध्यमान इवेत्याकर्णयंस्तिष्ठामि । कुतः पुनर्मादृशां विशिष्टतत्त्वाभिनिवेशः ? यतोऽहं महताऽपि प्रयत्नेन तत्त्वमार्गं व्याचक्षाणेषु भगवत्सु सुप्त इव, मत्त इवोन्मत्त इव, सम्मूर्च्छनज इव, शोकापन इव, मूर्च्छित इव, सर्वथा शून्यहृदयो न किञ्चिल्लक्षयामि यच्च मच्चेतसो वैसंस्थुल्यकारणं तदाकर्णयन्तु भगवन्तःततः संजातपश्चात्तापोऽयं जीवो गुरुसमक्षं गर्हते स्वदुश्चरितानि, जुगुप्सते स्वदुष्टभाषितानि, प्रकटयति पूर्वकालभाविनः समस्तानपि कुविकल्पान्, निवेदयत्यादितः प्रभृति निःशेषमात्मवृत्तान्तमिति । દ્રમક દ્વારા પોતાના આકૂતનું કથન ત્યારે આ જીવ કહે છે હે ભગવંત, મેં સમ્યગ્ કંઈ અવધારણ કર્યું નથી તોપણ તમારાં મધુર વચનો વડે મોહિતચિત્તવાળો હું જ્યારે જ્યારે ભગવાન કહે છે ત્યારે ત્યારે શૂન્યહૃદયવાળો પણ વિસ્ફારિતચક્ષુવાળો ખરેખર બુધ્યમાનની જેમ સાંભળતો રહું છું. વળી, અમારા જેવાને વિશિષ્ટ તત્ત્વનો અભિનિવેશ ક્યાંથી થાય ? અર્થાત્ શૂન્યહૃદયવાળો થઈને સાંભળું છે તેથી વિશિષ્ટ તત્ત્વનો અભિનિવેશ મારા જેવાને થઈ શકે નહીં, જે કારણથી મોટા પણ પ્રયત્નથી તત્ત્વના માર્ગને કહેનાર ભગવાન હોતે છતે સુપ્તની જેમ, મત્તની જેમ, ઉન્મત્તની જેમ, સમ્નચ્છિતની જેમ, શોક પામેલાની જેમ, મૂચ્છિતની જેમ, સર્વથા શૂન્યહૃદયવાળો હું કાંઈ જાણતો નથી અને જે મારા ચિત્તનું વિસંસ્થૂલતાનું કારણ છે તેને Page #334 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૩૧૧ ભગવાન સાંભળો. તેથી=તે જીવ આ પ્રમાણે કહે છે તેથી, સંજાત પશ્ચાત્તાપવાળો=જ્યારે ગુરુએ સૂક્ષ્મ તત્ત્વો કહ્યાં તે વખતે શૂન્યની જેમ પોતે મૂર્ખ ચેષ્ટા કરી તેના પ્રત્યે પશ્ચાત્તાપવાળો થયેલો, આ જીવ ગુરુ સમક્ષ પોતાના દુશ્ચરિતની ગહ કરે છે. સ્વદુષ્ટ ભાષિતની જુગુપ્સા કરે છે. પૂર્વકાલભાવી બધા પણ કુવિકલ્પોને પ્રગટ કરે છે. પ્રથમથી માંડી નિઃશેષ આત્મવૃત્તાંત ગુરુને નિવેદન કરે છે. જ્યારે પોતે પ્રમાદ કરે છે તેનો પશ્ચાત્તાપ થાય તેના માટે ગુરુ સંયમનું સૂક્ષ્મસ્વરૂપ બતાવતા હતા ત્યારે પણ મને કદન્ન ત્યાગ કરાવે છે, એ પ્રકારના કુવિકલ્પથી પોતે ધ્યાનપૂર્વક તત્ત્વનું શ્રવણ કર્યું નહીં. તેનો પશ્ચાત્તાપ થાય છે ત્યારે જીવ પોતાના તે પ્રકારના પ્રમાદની ગર્હા કરે છે. અને ઉપદેશને ધ્યાનપૂર્વક નહીં સાંભળવવાને કારણે મોહને વશ તે સ્વીકારાયેલા દેશવિરતિને અતિશય કરવામાં પ્રમાદ કર્યો હોય, લીધેલાં વ્રતોમાં અતિચારો સેવ્યા હોય તે સર્વદુષ્ટ ચરિત્રની ગુરુ આગળ ગહ કરે છે. અને પ્રમાદને વશ સંસારમાં જે દુષ્ટભાષણો કર્યાં છે. તે સર્વને સ્મૃતિમાં લાવીને તેના મલિન સંસ્કારો નાશ કરવાને અર્થે ગુરુ આગળ પ્રગટ કરીને જુગુપ્સા કરે છે. વળી, પૂર્વકાળમાં જે સમસ્ત કુવિકલ્પો કર્યા તે સર્વ ગુરુને નિવેદન કરે છે. આ રીતે કાયિક, વાચિક અને માનસિક પોતાની સમસ્ત પ્રવૃત્તિ જીવનના પ્રારંભથી માંડીને અત્યાર સુધી પોતે જે કુવિકલ્પો કર્યા છે તે સર્વ ગુરુને નિવેદન કરે છે. જેથી ગુણવાન ગુરુ તેની પરિણતિનો નિર્ણય કરીને શું ઉચિત કરવું જોઈએ તેના માટે ઉચિત ઉપદેશ આપે. गुरोरुपर्यास्था वदति च-जानाम्यहं भगवन्तो मम हितकरणलालसाः सन्तो बहुशो निन्दन्ति विषयादिकं, वर्णयन्ति सङ्गत्यागं, प्रशंसन्ति तत्रस्थानां प्रशमसुखातिरेकं, श्लाघन्ते तत्कार्यभूतं परमपदं, तथापि कर्मपरतन्त्रतयाऽहं भक्षितबहुमाहिषदधिवृन्ताकसंघात इव निद्रां पीतामन्त्रपूततीव्रविष इव विह्वलतां, धनविषयादिष्वनादिभवाभ्यासवशेन भवन्तीं मूर्च्छा न कथञ्चिन्निवारयितुं पारयामि । तया च विह्वलीभूतचेतसो मे भगवतां सम्बन्धिनीं धर्मदेशनां महानिद्राऽवष्टब्धहृदयस्येव पुरुषस्य प्रतिबोधकनरोच्चारितां शब्दपरम्परां समाकर्णयतोऽपि गाढमुद्वेगकारिणीव प्रतिभासते । अथ च तस्या माधुर्यं, गाम्भीर्यमुदारतां, परिणामसुन्दरतां च पर्यालोचयतः पुनरन्तराऽन्तरा चित्ताह्लादोऽपि संपद्यते । एतदपि पूर्वोक्तं यद् भगवद्भिरभ्यधायि यदुत नाशक्नुवन्तं वयं सङ्गत्यागं कारयाम इति, ततो मया नष्टभयवैधुर्येण भगवतां पुरतः कथयितुं शकितं, इतरथा यदा यदा भगवन्तो देशनायां प्रवर्त्तन्ते स्म तदा तदा मम चेतसि विकल्पः प्रादुरभूत्-अये ! स्वयं निःस्पृहास्तावदेते, केवलं मां धनविषयादिकं त्याजयन्ति, न चाहं हातुं शक्नोमि तदेष व्यर्थकः प्रयासोऽमीषामित्येवं चिन्तयन्नपि भयातिरेकान्न स्वाकूतमपि प्रकटयितुं पारितवानिति । तदेवं स्थिते यन्मया विधेयमेवंविधशक्तिना तत्र तत्र भगवन्तः श्रीसूरय एव प्रमाणमिति । Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ દ્રમકની ગુરુ ઉપર આસ્થા વળી, આ જીવ કહે છે – હું જાણું છું મારા હિતને કરવાની લાલસાવાળા છતાં ભગવાન ઘણી વખત વિષયાદિની નિંદા કરે છે અર્થાત્ વિષયોની અસારતા હૈયાને સ્પર્શે તે રીતે સૂક્ષ્મ-સૂક્ષ્મતર બતાવવા યત્ન કરે છે, સંગત્યાગનું વર્ણન કરે છે જેનું ચિત્ત ભાવથી બાહ્યદ્રવ્યો પ્રત્યે અસંગભાવવાળું છે તેઓને બાહ્યદ્રવ્યોની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં કોઈ ક્લેશ થતો નથી. પરંતુ સદા સર્વ અવસ્થામાં નિરાકુલ સ્વરૂપે રહી શકે છે. આથી જ અસંગભાવવાળા મુનિઓ આહાર વાપરે છે તોપણ આહારસંજ્ઞા ઉલ્લસિત થતી નથી. અને સંગવાળા ગૃહસ્થોને આહાર વાપરવાના ક્રિયાકાળમાં આહારના સંશ્લેષરૂપ આહાર સંજ્ઞા ઉલ્લસિત થાય છે એ પ્રકારે સંગત્યાગનું વર્ણન કરે છે. તેમાં રહેલા મહાત્માઓના=સંગના ત્યાગમાં રહેલા મહાત્માઓના, પ્રશમસુખના અતિરેકની પ્રશંસા કરે છે તેઓમાં સતત વધતા જતા પ્રશમસુખની પ્રશંસા કરે છે. તેના કાર્યભૂત પરમપદની શ્લાઘા કરે છે–પ્રશમસુખના અતિશયતા કાર્યભૂત સર્વકર્મ રહિત મુક્ત અવસ્થાની શ્લાઘા કરે છે. તોપણ=ભગવાન મારા હિતને કરનારા છે. માટે જ આ સર્વકથન કરે છે અને હું જાણું છું તોપણ, ભેંસનું દહીં ઘણું ખાધું હોય અથવા રીંગણાતો સમૂહ ખાધો હોય તે જેમ નિદ્રાને નિવારવા સમર્થ બનતો નથી તેની જેમ, મંત્ર વડે પવિત્ર નહીં કરેલું તીવ્ર વિષ પીધું છે જેણે તે વિહ્વળતાને નિવારવા સમર્થ બનતો નથી. તેની જેમ કર્મપરતંત્રતાને કારણે અનાદિના ભવઅભ્યાસના વશથી ધનવિષયાદિમાં થતી મૂચ્છને કોઈ રીતે નિવારણ કરવા માટે હું સમર્થ થતો નથી. પ્રસ્તુત જીવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને દેશવિરતિ ગુણસ્થાનકને પામેલ છે. તેથી, ગુણવાન ગુરુ કેવળ તેના હિત અર્થે જ સંગત્યાગની પ્રશંસા કરે છે. પ્રશમસુખનું વર્ણન કરે છે. મોક્ષની હંમેશાં પ્રશંસા કરે છે. અને વિષયાદિ જીવને માટે અત્યંત અહિતકારી છે તેમ વારંવાર બતાવે છે તે સર્વ એ જીવને તે રીતે જ ભાસે છે, તોપણ પ્રત્યાખ્યાનાવરણ કષાયની પરતંત્રતાને કારણે જ્યારે જ્યારે ભગવાનના વચનથી ભાવિત ચિત્તવાળો નથી. ત્યારે ત્યારે તત્ત્વને જોવામાં નિદ્રાની પ્રકૃતિવાળો બને છે. વિષયોના અનાદિના સંસ્કારોને કારણે વિષયો પ્રત્યેનો અભિમુખભાવ થાય છે ત્યારે વિહ્વળતાને અનુભવે છે અને ભોગાદિમાં અનાદિનો અભ્યાસ હોવાને કારણે ભોગાદિમાં થતી મૂચ્છ અનર્થકારી છે તેમ જાણવા છતાં નિવારણ કરવા સમર્થ નથી તે પ્રકારે સદ્ગુરુ આગળ પ્રકાશન કરે છે. મહાનિદ્રાથી અવષ્ટબ્ધ હૃદયવાળા પુરુષની જેમ પ્રતિબોધને કરનારા તરથી ઉચ્ચારિત શબ્દપરંપરારૂપ ભગવાન સંબંધી ધર્મદેશવાને સાંભળતા પણ તેનાથી=મૂર્છાથી, વિદ્વલીભૂત ચિત્તવાળા એવા મને ગાઢ ઉદ્વેગ કરનારીની જેમ પ્રતિભાસ થાય છે. પ્રસ્તુત જીવ ગુરુને કહે છે કે મારામાં નિદ્રા, વિલ્વલતા કે ધનવિષયાદિ મૂચ્છ વર્તે છે. તેથી મૂર્છાને કારણે વિદ્યુલીભૂત થયેલો હું છું અને તત્ત્વને યથાર્થ જાણું છું છતાં મહાનિદ્રાથી અવષ્ટબ્ધ હૃદયવાળા પુરુષની જેમ નિદ્રાની અવસ્થાને કારણે તત્ત્વ તરફ ઉપયોગ જતો નથી, વિષયોને અભિમુખ ચિત્ત જાય છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૩૧૩ વસ્તુતઃ વિષયોની અનર્થકારિતા જાણું છું છતાં તત્ત્વને જોવામાં નિદ્રાની અવસ્થા હોવાને કારણે વિષયોને અભિમુખ જતું ચિત્ત રોકી શકતો નથી. તેથી પ્રતિબોધક પુરુષથી ઉચ્ચારિત શબ્દપરંપરા જેવી તમા૨ા સંબંધી ધર્મદેશનાને હું સાંભળું છું તેથી ૫૨માર્થથી પ્રીતિ થવી જોઈએ છતાં વિષયોની મૂર્ચ્છથી વિહ્વલિત થયેલો હોવાને કારણે હું વિષયોનો ત્યાગ કરી શકીશ નહીં એ પ્રમાણે વિચાર થવાથી સુંદર પણ તમારી ધર્મદેશના મને ગાઢ ઉદ્વેગ ક૨ના૨ીની જેવી પ્રતિભાસ થાય છે અર્થાત્ પરમાર્થથી ઉદ્વેગ કરનારી ભાસતી નથી તોપણ તેના પરમાર્થને જાણવાને અભિમુખ હું થઈ શકતો નથી. અને વળી, તેના=ધર્મદેશનાના, માધુર્યનું, ગામ્ભીર્યનું, ઉદારતાનું, પરિણામ સુંદરતાનું પર્યાલોચન કરતા એવા મને વચવચમાં ચિત્તનો આહ્લાદ પણ થાય છે. ગુણવાન ગુરુ જીવની યોગ્યતા જોઈને તેને તત્ત્વની પ્રાપ્તિ થાય તદ્ અર્થે જે મધુર ભાષામાં કહે છે તે માધુર્યને કારણે પ્રસ્તુત જીવને ચિત્તમાં આહ્લાદ થાય છે. વળી, ગુણવાન ગુરુ મોક્ષનું સ્વરૂપ એ રીતે સમજાવે છે કે જેથી જીવને સાક્ષાત્ નહીં દેખાતું પણ મોક્ષનું સ્વરૂપ શ્રુતના બળથી કંઈક દેખાય તે મોક્ષનું કારણ યોગમાર્ગનું સેવન કઈ રીતે અને પ્રકર્ષથી યોગમાર્ગ મુનિઓ સેવે છે તે કઈ રીતે વીતરાગતાને વિશ્રાંત થાય છે તેનું ગંભીર રહસ્ય બતાવે છે. તે ગાંભીર્યને જોઈને જીવને ચિત્તમાં આનંદ થાય છે. વળી, નિઃસ્પૃહી મુનિ શ્રોતા પાસેથી કોઈ અપેક્ષા વગર કેવળ યોગ્ય જીવના કલ્યાણ અર્થે મોક્ષમાર્ગનો યોગ્ય ઉપદેશ આપે છે તે રૂપ ઉદારતાને જોઈને ચિત્તમાં આનંદ થાય છે. વળી, મહાત્મા દ્વારા અપાયેલો ઉપદેશ જો સમ્યગ્ પરિણમન પામે તો તેમાં પરિણામ સુંદરતા છે. તે સર્વ દેખાવાથી પ્રસ્તુત જીવને વચવચમાં આનંદ થાય છે. અને મહાત્મા સુસાધુની જેમ ત્રણગુપ્તિમાં ઉદ્યમ કરવાનો ઉપદેશ આપે છે તેવું પોતાનું સામર્થ્ય નથી એ વિચારીને કંઈક ગાઢ ઉદ્વેગ પણ થાય છે. અસમર્થ આ પણ પૂર્વમાં કહેલું જે ભગવાન વડે કહેવાયું – શું કહેવાયું તે ‘વદ્યુત’થી બતાવે છે એવા તને અમે સંગત્યાગ કરાવતા નથી. તેથી નષ્ટભયના વૈધુર્યવાળા મારા વડે તમારી આગળ કહેવા માટે સમર્થ થવાયું. ઇતરથા=જો તને હું સંગત્યાગ કરાવતો નથી એમ ન કીધું ત્યારે, જ્યારે જ્યારે ભગવાન એવા ગુરુ દેશનાને પ્રવર્તાવે છે, ત્યારે ત્યારે મારા ચિત્તમાં વિકલ્પ થયેલ, શું વિકલ્પ થયેલ ? તે બતાવે છે ખરેખર સ્વયં આ મહાત્મા નિઃસ્પૃહી છે કેવલ ધન, વિષયાદિ મને ત્યાગ કરાવે છે અને હું છોડવા માટે સમર્થ નથી. તે કારણથી આમનો=આ મહાત્માતો, આ વ્યર્થ પ્રયાસ છે. એ પ્રમાણે ચિંતવન કરતા પણ ભયના અતિરેકને કારણે=તમે ત્યાગ કરાવવા ઇચ્છો છો અને હું ત્યાગ કરવા સમર્થ નથી એ પ્રકારના ભયના અતિરેકને કારણે, પોતાનો ઇરાદો પણ હું પ્રગટ કરવા સમર્થ થયો નહીં, આ પ્રમાણે સ્થિત હોતે છતે=તમને મારી સ્થિતિ શું છે એમ મેં કહ્યું એ પ્રમાણે સ્થિત હોતે છતે, જે આવા પ્રકારની શક્તિવાળા મારા વડે કરાવું જોઈએ=ભોગનો ત્યાગ કરાવા સિવાય જે શક્ય હોય તેવા પ્રકારના શક્તિવાળા એવા મારા વડે જે કર્તવ્ય છે, તેમાં=તે કર્તવ્યમાં, ભગવાન સૂરિ જ પ્રમાણ છે=ભગવાન સૂરીશ્વર જ આજ્ઞા આપે તે પ્રમાણે હું કરીશ, = - Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ઉપનય : गुरोविशेषतः सूचनम् ततो यथा असौ पौरोगवस्तस्मै वनीपकाय पुनः प्रपञ्चतो निवेद्य प्राचीनमशेषमर्थं ततः स्वकीयभेषजत्रयस्य योग्यायोग्यविभागं पूर्वं महानरेन्द्रसंप्रदायितमाचचक्षे, तं चोवाच यथा 'भद्र ! कृच्छ्रसाध्यत्वमतो महायत्नमन्तरेण न रोगोपशमस्ते दृश्यते, तस्मादत्रैव राजमन्दिरे प्रयतो भूत्वा ध्यायन्ननवरतमेनं समस्तगदोद्दलनक्षमवीर्यातिशयं महाराजेन्द्र भेषजत्रयोपभोगं चाहर्निशं कुर्वाणस्तिष्ठेति। इयं च तद्दया तव परिचारिका, ततः प्रतिपन्नं समस्तं तेन, स्थितः कियन्तमपि कालं विधायैकदेशे तद्भिक्षाभाजनमनारतं तदेव पालयनिति'। तदिदमत्रैवं योजनीयम्-यदाऽयं जीवः प्रागुक्तन्यायेन निवेद्य स्वाभिप्रायं गुरुभ्यः पुनरुपदेशं याचते तदा ते तदनुकम्पया पूर्वोक्तं पुनरपि समस्तं प्रतिपाद्य पश्चात्तस्य व्युत्पादनार्थं येनायं कालान्तरेणापि न व्यभिचरतीति धर्मसामग्र्याः सुदुर्लभतां दर्शयन्तो रागादीनां भावरोगाणां चातिप्रबलतां ख्यापयन्तः स्वातन्त्र्यपरिजिहीर्षया चात्मनः साञ्जसमित्थमाचक्षते। ઉપનયાર્થ: દ્રમકને ગુરુનું વિશેષતાથી સૂચન ત્યારપછી=જ્યારે આ જીવે કહ્યું કે તમે કહો તે જ પ્રમાણે છે ત્યારપછી, જે પ્રમાણે આ રસોઈયાએ=આવા આચાર્યએ, તે ભિખારીને તે શ્રાવકને, ફરી પણ વિસ્તારથી પ્રાચીન અશેષ અર્થને નિવેદન કરીને ત્યારપછી પૂર્વમાં મહાનરેન્દ્રથી સંપ્રદાયિત એવા સ્વકીયભેષજત્રયના યોગ્ય અયોગ્ય વિભાગને કહે છે તે ધર્માચાર્ય કહે છે કે પૂર્વમાં મહાનરેન્દ્ર વડે મને પ્રાપ્ત થયેલું છે એવો પોતાના ભેષજત્રયનો યોગ્ય અયોગ્યનો વિભાગ છે તે હું તને કહું છું. અને તેને તે શ્રાવકને, આચાર્ય કહે છે, જે વથા'થી બતાવે છે – હે ભદ્ર ! તું છુસાધ્ય છો. આથી મહાપ્રયત્ન વગર તારા રોગનો ઉપશમ દેખાતો નથી. તે કારણથી આ જ રાજમંદિરમાં પ્રયત્નથી રહીને સમસ્તરોગના ઉદ્દલનમાં સમર્થ વીર્યાતિશયવાળા આ મહાનરેન્દ્રનું સતત ધ્યાન કરતો અને પ્રતિદિન ભેષજત્રયના ઉપભોગને કરતો તું રહે, મહાત્મા પ્રસ્તુત જીવને કહે છે કે તું ફસાધ્ય છો. તેથી તારું ચારિત્રમોહનીયકર્મ ઘણા પ્રયત્નથી તૂટે તેમ છે. આથી જ આટલો ઉપદેશ સાંભળવા છતાં પણ ભોગને અભિમુખભાવ ક્ષીણ થતો નથી. માટે ભોગની ઇચ્છારૂપ રોગનો ઉપશમ મહાપ્રયત્ન વગર તને થાય તેમ નથી તેથી ભગવાનના શાસનમાં સતત પ્રયત્નવાળો થા. અર્થાત્ ભગવાનના શાસનમાં સ્વરૂપને વારંવાર તે રીતે ભાવન કર કે જેથી તારક એવું ભગવાનનું શાસન તને સદા સ્મૃતિમાં રહે અને આ ભગવાનના શાસનમાં તીર્થકરોનું ધ્યાન કરવાથી બધા રોગોનો નાશ શીધ્ર થાય છે. માટે સતત ભગવાનની યોગનિરોધ અવસ્થાનું, તત્ત્વકાય અવસ્થાનું સદા Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ સ્મૃતિમાં રહે તે રીતે ભાવન કર અને પ્રતિદિન નવા નવા સૂક્ષ્મબોધ રૂપ સમ્યજ્ઞાનમાં, સૂક્ષ્મબોધપૂર્વક તત્ત્વની રુચિમાં અને શક્તિ અનુસાર અપ્રમાદથી ઉચિત ક્રિયા કરીને અસંગભાવ પ્રગટે તે રીતે ચારિત્રમાં યત્ન કર. જેથી કષ્ટથી નિવર્તન પામે તેવાં પણ કર્મ તારું અનર્થ કરી શકે નહીં. અને આ તયાસદ્ગુરુની દયા, તારી પરિચારિકા છે અર્થાત્ હંમેશાં તારો રોગ ઉપશમ થાય તેની ચિંતા કરનારી છે. તેથી સંયોગ અનુસાર તને નિત્ય નવો નવો સૂક્ષ્મ તત્વનો બોધ કરાવશે. જેથી, રોગની વૃદ્ધિ થાય નહીં તેથી તું કૃચ્છુસાધ્ય છો ઇત્યાદિ સદ્ગુરુએ તેને કહ્યું તેથી, સમસ્ત રાજમંદિરમાં રહીને જે કરવાનું કહ્યું તે સમસ્ત, તેના વડે સ્વીકારાયું. એકદેશમાં તે ભિક્ષા ભાજનને કરીને સતત જ તેનું પાલન કરતો કેટલોક પણ કાળ ત્યાં રહ્યો=તે રાજમંદિરમાં રહ્યો, તે આ પણ અહીં પ્રસ્તુત જીવમાં, આ રીતે યોજવું આગળ બતાવે છે તે રીતે જોડવું. જ્યારે આ જીવ પૂર્વમાં કહેલા વ્યાયથી પોતાના ગુરુને સ્વઅભિપ્રાયનું નિવેદન કરીને ફરી ઉપદેશની યાચના કરે છે ત્યારે તે આચાર્ય તે જીવની અનુકંપાથી પૂર્વમાં કહેલું ફરી પણ સમસ્ત પ્રતિપાદન કરીને પાછળથી તેના વ્યુત્પાદન માટે જે ઉપદેશ આપ્યો તેને જીવનમાં સંપન્ન કરવા અર્થે, જેના કારણે જે ઉપદેશને સાંભળીને તે જીવનમાં ઉતારે જેના કારણે, આ=પ્રસ્તુત જીવ, કાલાંતરમાં પણ વ્યભિચારને પામે નહીં તે ઉપદેશથી વિપરીત પ્રવૃત્તિ કરે નહીં, એથી ધર્મસામગ્રીની સુદુર્લભતાને બતાવતા રાગાદિ ભાવરોગોની અતિપ્રબળતાને ખ્યાપન કરતા તારામાં રાગાદિ ભાવ રોગો અતિપ્રબળ છે માટે તેનાથી આત્માનું રક્ષણ કરવા માટે ઉચિત પ્રયત્નો કરવા જોઈએ એ પ્રમાણે બતાવતા અને આત્માની સ્વતંત્રતાનો પરિહાર કરવાની ઈચ્છાથી સાંજસ સરલપણાથી આ પ્રમાણે કહે છે=આ જીવ પોતાનું સ્વતંત્રપણું ત્યાગ કરીને ગુણવાનને પરતંત્ર થાય તેવી ઇચ્છાથી કંઈક લાગણીથી આ પ્રમાણે કહે છે. भावरोगाणां साध्यासाध्यत्वविचारः यथा-भद्र ! यादृशी सामग्री भवतः संपन्ना नाधन्यानामीदृशी कथञ्चन संपद्यते न हि वयमपात्रे प्रयासं कुर्मो, यतो भागवतीयमाज्ञा-योगेभ्य एव जीवेभ्यो ज्ञानदर्शनचारित्राणि देयानि, नायोग्येभ्यः, अयोग्यदत्तानि हि तानि न स्वार्थसंसाधकानि संजायन्ते, प्रत्युत वैपरीत्यापत्त्याऽनर्थसन्ततिं वर्द्धयन्ति, तथा चोक्तम्-धर्मानुष्ठानवैतथ्यात्प्रत्यपायो महान् भवेत्। रौद्रदुःखौघजनको, दुष्प्रयुक्तादिवौषधात्।।१।। ज्ञातं चास्माभिर्भगवदादिष्टं सुगुरुपारम्पर्यात् ज्ञातं भगवत्प्रसादादेव तदुचितानुचितानां जीवानां लक्षणम्, एतान्येव हि ज्ञानदर्शनचारित्राणि भगवता तेषां जीवानां सङ्ग्रहपरिच्छेदकारकाणि प्रतिपादितानि। तत्र येषामाद्यावस्थायामपि कथ्यमानानि तानि प्रीतिं जनयन्ति, तत्सेविनश्चान्ये प्रतिभासन्ते, ये च सुखेनैव तानि प्रतिपद्यन्ते, येषां सेव्यमानानि च द्रागेव विशेषं दर्शयन्ति, ते लघुकर्माणः प्रत्यासन्नमोक्षाः सुदारुवद्रूपनिर्माणस्य तेषां योग्याः, तथा भावरोगोच्छेदं प्रति सुसाध्यास्ते विज्ञेयाः। येषां पुनराद्यावसरे प्रतिपाद्यमानानि तानि न प्रतिभान्ति, तदनुष्ठानपरायणांश्चान्यान् Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ येऽवधीरयन्ति, सद्गुरुविहितमहाप्रयत्नेन च ये प्रतिबुध्यन्ते, तथाऽऽसेव्यमानानि तानि येषां कालक्षेपेण विशेषं दर्शयन्ति, पुनः पुनरतिचारकारका, निश्चयेन ते गुरुकर्माणो व्यवहितमोक्षा मध्यमदारुवद्रूपनिर्माणस्य सद्गुरुपरिशीलनया तेषां योग्यतां प्रतिपद्यन्ते तथा भावरोगोपशमं प्रति ते कृच्छ्रसाध्या मन्तव्याः। येभ्यः पुनरेतानि निवेद्यमानानि न कथञ्चन रोचन्ते, प्रयत्नशतैरपि संपाद्यमानानि येषु न क्रमन्ते, तदुपदेष्टारमपि प्रत्युत ये द्विषन्ति, ते महापापा अभव्याः, अत एवैकान्तेन तेषामयोग्याः, तथा भावव्याधिनिबर्हणं प्रत्यसाध्यास्तेऽवगन्तव्या इति। तदिदं सौम्य ! यद् भगवत्पादप्रसादेनास्माभिलक्षणमवधारितं, अनेन लक्षणेन यथा त्वमात्मस्वरूपं कथयसि, यथा च वयं भवत्स्वरूपं लक्षयामः, तथा त्वं परिशीलनागम्यः कृच्छ्रसाध्यो वर्त्तसे एवं च स्थिते न भवतो महाप्रयत्नव्यतिरेकेण रागादिरोगोपशममुपलभामहे। ભાવરોગોના સાધ્યત્વ-અસાધ્યત્વનો વિચાર શું કહે છે ? તે “રથા'થી બતાવે છે – ભદ્ર ! જેવા પ્રકારની સામગ્રી તને પ્રાપ્ત થઈ છે, અધન્ય જીવોને આવી સામગ્રી ક્યારે પ્રાપ્ત થતી નથી. સંસારના વાસ્તવિક સ્વરૂપનો બોધ કરાવ્યા પછી આત્મહિત માટે ઉત્કટ ઇચ્છા કરાવે તેવા ઉત્તમપુરુષોનો યોગ, શારીરિક આદિ સર્વ અનુકૂળતાઓ કે જેના બળથી ધર્મ સાધી શકાય તેવી સર્વસામગ્રી તને પ્રાપ્ત થઈ છે. અપુણ્યવાળા જીવોને આવી સામગ્રી ક્યારેય પ્રાપ્ત થાય નહીં. =જે કારણથી, અમે અપાત્રતામાં પ્રયત્ન કરતા નથી અર્થાત્ તું ધન્ય છે એવું જાણીને જ અમે તારા માટે પ્રયત્ન કરીએ છીએ, કેમ નિરર્થક પ્રયત્ન કરતા નથી ? તેથી કહે છે, જે કારણથી ભગવાનની આ આજ્ઞા છે. યોગ્ય જીવોને જ્ઞાન, દર્શન, ચારિત્ર આપવા જોઈએ. અયોગ્ય જીવોને નહીં. અયોગ્ય જીવોને અપાયેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર, સ્વાર્થસંસાધક થતા નથી. ઊલટું વૈપરીત્યની પ્રાપ્તિ, અનર્થતી સંતતિને વધારે છે. અને તે પ્રમાણે યોગ્ય જીવોને ધર્મ આપવો જોઈએ અયોગ્ય જીવોને આપવાથી અનર્થ થાય છે તે પ્રમાણે, કહેવાયું છે – ધર્મઅનુષ્ઠાનના વૈતથ્યથી=વિપરીત આચરણાથી, રૌદ્ર દુઃખના સમૂહનો જનક પ્રત્યપાય મહાન થાય છે, જેમ ખરાબ રીતે સેવાયેલા ઔષધથી રોગની વૃદ્ધિ થાય છે અને અમારા વડે ભગવદ્ આદિષ્ટ સુગુરુના પારંપર્યથી જ્ઞાત છેઃ પૂર્વમાં કહ્યું કે આ ભગવાનની આજ્ઞા કે યોગ્યને દેવું જોઈએ, અયોગ્યને નહીં એ સુગુરુપરંપરાથી અમારા વડે જણાય છે. ભગવાનના પ્રસાદથી તેના ઉચિત અનુચિત જીવોનું લક્ષણ જ્ઞાત છે ભગવાનનું વચન પોતાને સખ્ય પરિણમન પામેલું છે તેનાથી ધર્મ આપવાને યોગ્ય અને અયોગ્ય જીવોનું લક્ષણ પોતે જાણે છે. આ જ્ઞાન, દર્શન, ચારિત્ર ભગવાન વડે તે જીવોના સંગ્રહ અને પરિચ્છેદકારી બતાવાયા છે. ત્યાં જેઓને આદ્ય અવસ્થામાં પણ કહેવાતા તે પ્રીતિને પણ પેદા કરે છે અને તેના Page #340 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૩૧૭ સેવનારા અન્ય પ્રતિભાસ થાય છે રત્નત્રયીના સેવનારા તેઓ જાણી શકે છે. અને જેઓ સુખથી જ તેઓને સ્વીકારે છે–રત્નત્રયીને જેઓ સુખથી જ સ્વીકારે છે, અને જેઓના સેવન કરાતા જ્ઞાન, દર્શન, ચારિત્ર શીધ્ર વિશેષને બતાવે છે. તે લઘુકર્મવાળા પ્રત્યાસન્ન મોક્ષવાળા, રૂપનિર્માણ માટે સુંદર દારુની જેમ પ્રતિમા ઘડવા માટે સુંદર લાકડાની જેમ, તેઓને યોગ્ય છે-રત્નત્રયીને યોગ્ય છે. અને ભાવરોગના ઉચ્છેદ પ્રત્યે તે સુસાધ્ય જાણવા. મહાત્માઓ સૂક્ષ્મબુદ્ધિપૂર્વક રત્નત્રયીનું સ્વરૂપ કોઈ યોગ્ય શ્રોતા પાસે કહે અને તે યોગ્યશ્રોતા ધર્મની આદ્ય અવસ્થામાં જ હોય તો પણ તે રત્નત્રયીના સ્વરૂપને સાંભળીને તેના પ્રત્યે તેને અત્યંત પ્રીતિ થાય છે અને તેવું જ સ્વરૂપ તેને અત્યંત પ્રીતિકર થવાને કારણે તેવા જ સ્વરૂપવાળી રત્નત્રયી સેવનારા, નિર્લેપચિત્તવાળા, મહાત્માઓને જોઈને આ મહાત્માઓ રત્નત્રયીને સેવનારા છે તેમ પ્રતિભાસ થાય છે. અને સુખપૂર્વક તેઓ રત્નત્રયીને સ્વીકારે છે અર્થાત્ અત્યંત પ્રીતિકર એવી રત્નત્રયી ઘણા ઉપદેશ આદિના પ્રયાસ વગર તેઓ રત્નત્રયીને સ્વીકારે છે. અને રત્નત્રયીને સ્વીકાર્યા પછી તેના સેવનથી શીધ્ર જ નિર્લેપ ચિત્તને પ્રાપ્ત કરે છે. જેમ ગૌતમસ્વામીને પ્રાપ્ત કરીને પંદરસો તાપસોએ ગૌતમસ્વામી પાસેથી રત્નત્રયીનું સ્વરૂપ સાંભળીને સુખપૂર્વક તેઓનો સ્વીકાર કર્યો અને રત્નત્રયીના સેવનથી શીધ્ર અસંગભાવને પામીને કેવલજ્ઞાનને પામ્યા તેવા જીવો લઘુકર્મવાળા, અતિઆસન્ન મોક્ષવાળા છે અને જેમ કોઈ લાકડું મૂર્તિ ઘડવા માટે અતિસુંદર હોય તેમ તેઓ ધર્મની પ્રાપ્તિ અર્થે અત્યંત યોગ્ય છે. અને ભાવરોગના છેદ પ્રત્યે તેઓ સુસાધ્ય જાણવા. વળી, જેઓને આદ્ય અવસરમાં=ધર્મસાંભળવાના પ્રથમ અવસરમાં, પ્રતિપાદન કરાતા તે=જ્ઞાન, દર્શન, ચારિત્ર, પ્રતિભાસ થતાં નથી, તદ્અનુષ્ઠાનમાં પરાયણ જીવોની જે અવગણના કરે છે રત્નત્રયી અનુષ્ઠાન કરનારા એવા સુસાધુઓના આચારોને જોઈએ તેના પ્રત્યે આદર થતો નથી, પરંતુ ઉપેક્ષા થાય છે, અને સદ્ગુરુથી વિહિત મહાપ્રયત્નથી જેઓ પ્રતિબોધ પામે છે. અને સેવન કરતા એવા તેગ જ્ઞાન, દર્શન, ચારિત્ર, જેઓને કાલક્ષેપથી વિશેષ=ઘણા કાળના સેવનથી કંઈક ગુણસંપત્તિને પ્રગટ કરે છે. ફરી ફરી અતિચાર કરનારા સ્વીકારાયેલા રત્નત્રયીના સેવનમાં અતિચાર કરનારા, નિશ્ચયથી તેઓ ગુરુકર્મવાળા=ભારે કર્મવાળા, વ્યવધાનથી મોક્ષને પામનારા, રૂપનિર્માણ માટે મધ્યમ યોગ્યતાવાળા લાકડાની જેમ, સરુના પરિશીલનથી તેઓની યોગ્યતાને-રત્નત્રયીની યોગ્યતાને પ્રાપ્ત કરે છે. અને ભાવરોગના ઉપશમ પ્રત્યે તેઓ કુચ્છસાધ્ય જાણવા-ઘણા કષ્ટથી ભાવઆરોગ્યને પ્રાપ્ત કરાવી શકાય એવા જાણવા. જે જીવો કંઈક તત્ત્વને અભિમુખ થયા છે તેથી યોગ્ય ઉપદેશકની પાસે સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણીને સંસારના ઉચ્છેદના ઉપાયના અર્થી થયા છે, છતાં મહાત્મા જ્યારે રત્નત્રયીનું સ્વરૂપ બતાવીને સંસારના ઉચ્છેદનો ઉપાય જીવની પરિણતિરૂપ આ રત્નત્રયી છે એમ કહે છે ત્યારે તેઓને રત્નત્રયીનું પારમાર્થિક સ્વરૂપ પ્રતિભાસન થતું નથી. પરંતુ સ્થૂલથી બાહ્ય ધર્મનાં અનુષ્ઠાનો જ સંસારના ઉચ્છેદનું કારણ છે તે પ્રમાણે પ્રતિભાસ થાય છે. તેથી તેલપાત્રધારક પુરુષની જેમ રત્નત્રયીના અનુષ્ઠાનમાં તત્પર Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ એવા સુસાધુને તેઓ જાણી શકતા નથી. પરંતુ માત્ર બાહ્ય આચરણપ્રધાન ત્યાગીઓને જ ધર્મપરાયણ જાણી શકે છે. તેથી, તેલપાત્રધારક પુરુષની જેમ મોહના ઉન્મેલનમાં તત્પર સુસાધુઓની તેઓ ઉપેક્ષા કરે છે. અને માત્ર બાહ્ય ત્યાગપ્રધાન જીવોને જ ખરા આરાધક માને છે. અને સદ્ગુરુના કરાયેલા મહાપ્રયત્નથી તેઓ સૂક્ષ્મબોધને પ્રાપ્ત કરે છે ત્યારે તેઓને મોહના ઉન્મેલનને અનુકૂળ શુભ અનુષ્ઠાનો જે પ્રકારે સેવવાં જોઈએ તે પ્રકારે જ યથાવતું ભાસે છે. તેથી, સદ્ગુરુના મહાપ્રયત્નથી તેઓ બોધ પામેલા થાય છે છતાં પણ કોઈક રીતે ઉત્સાહિત થઈને તેઓ સંયમ ગ્રહણ કરે કે દેશવિરતિગ્રહણ કરે અને દેશવિરતિનાં કે સર્વવિરતિનાં અનુષ્ઠાનો અંતરંગભાવનાં કારણ બને તે રીતે આસેવન કરે તો પણ તેઓને તે અનુષ્ઠાનો શીધ્ર ગુણવિશેષને પ્રાપ્ત કરાવતાં નથી. પરંતુ ઘણાકાળ સુધી તે અનુષ્ઠાન સેવે ત્યારે કંઈક ગુણો પ્રગટે છે; કેમ કે ફરી ફરી અતિચારોને સેવનારા તે જીવો હોય છે તેથી નિશ્ચય થાય છે કે તેઓ ગુરુકર્મવાળા છે. અર્થાત્ ભારે કર્મવાળા છે, ઘણા પ્રયત્નથી મોક્ષ સાધી શકે તેવા છે. અને જેમ, મધ્યમ યોગ્યતાવાળા લાકડામાંથી જેમ પ્રતિમાનું નિર્માણ સુકર નથી તેમ આ જીવોને ગુણસ્થાનકની વૃદ્ધિ શીધ્ર થતી નથી. પરંતુ ગુરુના ઘણા પ્રયત્નથી થાય છે. માટે તે જીવો ભાવ રોગોના નાશ પ્રત્યે કૃછુસાધ્ય છે. વળી, જેઓને આ જ્ઞાન, દર્શન, ચારિત્ર નિવેદન કરતાં પણ કોઈ રીતે રુચતાં નથી, સેંકડો પ્રયત્નથી પણ સંપાદન કરાતાં જ્ઞાન, દર્શન, ચારિત્ર તેઓમાં સંક્રમણ પામતાં નથી=પ્રગટ થતાં નથી, ઊલટું જેઓ તેના ઉપદેશ દેતારા પ્રત્યે પણ દ્વેષ કરે છે તે મહાપાપી અભવ્ય છે અર્થાત્ અયોગ્ય છે. આથી જ એકાંતથી તેઓ અયોગ્ય છે કૃચ્છુસાધ્ય જીવો કંઈક અયોગ્ય હોવા છતાં એકાંતે અયોગ્ય તથી પરંતુ ધર્મને અત્યંત વિમુખ એવા ભવ્યજીવો કે અભવ્યજીવો એકાંતથી અયોગ્ય છે. અને ભાવવ્યાધિના દૂર કરવા પ્રત્યે તેઓ અસાધ્ય જાણવા. સૂક્ષ્મ તત્ત્વને બતાવનારા મહાત્માઓ સંસારનું જેવું સ્વરૂપ છે તેવું રૌદ્રસ્વરૂપ બતાવે છે. તેના નાશનો ઉપાય રત્નત્રયી છે તેમ બતાવે છે છતાં જેઓને સંસારના ભોગોમાં જ અત્યંત સારબુદ્ધિ છે તેઓને રત્નત્રયીની પરિણતિમાં રુચિ થતી નથી. અને ઉપદેશક પ્રત્યે જ તેઓ દ્વેષ કરે છે. અને વિચારે છે કે આ મહાત્મા નિષ્કારણ યોગ્ય જીવોને ભોગવિલાસનાં સુખોથી ભ્રષ્ટ કરીને દુઃખી કરે છે. તેથી તેઓને ઉપદેશક પ્રત્યે જ દ્વેષ થાય છે. તે ભાવરોગને મટાડવા માટે અસાધ્ય રોગવાળા છે; કેમ કે ઉત્કટ ભોગનો રાગ તેઓને મૂઢ બનાવે છે. તે કારણથી તે સૌમ્ય ! આ જે ભગવાનના પાદપ્રસાદથી અમારા વડે લક્ષણ અવધારણ કરાયું છે સુસાધ્ય, કૃચ્છુસાધ્ય, અને અસાધ્ય જીવોનું લક્ષણ અવધારણ કરાયું છે, આ લક્ષણ દ્વારા જે પ્રમાણે તું પોતાનું સ્વરૂપ કહે છે અને જે પ્રમાણે અમે તારું સ્વરૂપ જોઈએ છીએ તે પ્રમાણે તું પરિશીલનથી ગમ્ય=ઘણા પ્રયત્નથી માર્ગને પામે એવો કૃચ્છુસાધ્ય વર્તે છે અને આ પ્રમાણે સ્થિતિ હોતે છતે, મહાપ્રયત્ન વગર તારા રાગાદિ રોગોનું ઉપશમ અમે પ્રાપ્ત કરશું નહીં. Page #342 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૩૧૯ ઉપનય : देशविरतिग्रहः तस्माद्वत्स ! यद्यद्यापि न भवतः सर्वसङ्गत्यागशक्तिर्विद्यते ततोऽत्र वितते भागवते प्रवचने कृत्वा भावतोऽविचलमवस्थानं, विहायाशेषाकाङ्क्षाविशेषान्, भगवन्तमेवाचिन्त्यवीर्यातिशयपरिपूर्णतया निःशेषदोषशोषणसहिष्णुमनवरतं चेतसि गाढभक्त्या व्यवस्थापयन् देशविरत एवावतिष्ठस्व, केवलमनवरतमेतदेव ज्ञानदर्शनचारित्ररूपं त्रयमुत्तरोत्तरक्रमेण विशिष्टं विशिष्टतरं विशिष्टतमं भवता यत्नेनाऽऽसेवनीयं, एवमाचरतस्ते भविष्यति रागादिरोगोपशमो, नान्यथेति या चेयमीदृशी सदुपदेशदाने प्रवर्त्तमानानां भगवतां सद्धर्मगुरूणामस्य जीवस्योपरि दया सैव अस्य परमार्थतः परिपालनक्षमा परिचारिका विज्ञेया, ततोऽयं जीवः प्रतिपद्यते तदानीं तद्गुरुवचनं, करोति यावज्जीवं मयैतदेवं कर्त्तव्यमिति निश्चयं, तिष्ठति देशविरतः कियन्तमपि कालमत्र भगवन्मतमन्दिरे, पालयति धनविषयकुटुम्बाद्याधारभूतं भिक्षापात्रकल्पं जीवितव्यम्। ઉપનયાર્થ : દ્રમક દ્વારા દેશવિરતિનું ગ્રહણ તે કારણથી=મહાપ્રયત્નથી તારા રાગાદિને ઉપશમ થશે તે કારણથી, હે વત્સ ! જો હજી પણ તારી સર્વસંગત્યાગશક્તિ વિદ્યમાન નથી તો આ વિસ્તૃત ભગવાનના પ્રવચનમાં ભાવથી અવિચલ અવસ્થાન કરીને, અશેષ આકાંક્ષાવિશેષોને ત્યાગ કરીને, અચિંત્ય વીત્યંતિશયથી પરિપૂર્ણપણારૂપે નિઃશેષદોષતા શોષણમાં સહિષ્ણુ એવા ભગવાનને સતત ચિત્તમાં ગાઢભક્તિથી વ્યવસ્થાપન કરતો દેશવિરતિવાળો જ રહે. તેની ફસાધ્યતા જાણીને સદ્ગુરુ કહે છે કે તેલપાત્રધારક પુરુષની જેમ સતત સંસારના ઉચ્છેદમાં તારી શક્તિ જો વિદ્યમાન નથી તો ભગવાનનું પ્રવચન અનેક ગુણોથી યુક્ત છે તેથી સતત ભગવાનના પ્રવચનથી આત્માને ભાવિત કરવા યત્ન કર જેથી ભાવથી ભગવાનના શાસનમાં તારું અવસ્થાન અવિચલિત રહે. અન્યથા ચિત્તમાં અસમાધિ થશે તો દ્રવ્યથી ભગવાનના શાસનમાં અવસ્થાન હોવા છતાં ભાવથી ભગવાનનું શાસન ચિત્તમાંથી નાશ પામશે. વળી, નિરર્થક એવી વિશેષ ઇચ્છાઓનો ત્યાગ કરીને સદા ભગવાનને જ ચિત્તમાં સ્થાપન કર અર્થાત્ આ ભગવાન અચિંત્ય વીર્યના અતિશયથી પરિપૂર્ણ છે માટે તેમના સ્વરૂપના ભાવનથી હું પણ તેમની જેમ અચિંત્ય વીર્યવાળો થાઉં તે પ્રકારે ગાઢ ભક્તિથી સદા તેમનું સ્મરણ કર; કેમ કે તે ભગવાન જ તારા આત્મામાં રહેલા વિશેષ દોષના શોષણમાં સમર્થ છે. તેથી ચિત્તમાં વારંવાર ભગવાનના સ્વરૂપનું પર્યાલોચન કરવાથી તારામાં રહેલા દોષો સતત ક્ષીણ-ક્ષીણતર થશે તેથી પ્રમાદ વગર તે રીતે દેશવિરતિ પાળ કે જેથી શીઘ્ર તેલપાત્રધારક પુરુષની જેમ સંસારના ઉચ્છેદનું બળસંચય થાય. Page #343 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કેવલ સતત આ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રય ઉત્તરોત્તર ક્રમથી વિશિષ્ટ-વિશિષ્ટતર, વિશિષ્ટતમ તારા વડે યત્નથી સેવન કરવું જોઈએ. આ રીતે=પૂર્વમાં ગુરુએ કહ્યું એ રીતે, આચરતા તને રાગાદિ રોગો ઉપશમ થશે અર્થાત્ સર્વવિરતિના પાલનને અનુકૂળ મહાબલસંચયમાં વિઘ્નકારી એવા રાગાદિ રોગોનો ઉપશમ થશે, અન્યથા નહીં થાય=જો પૂર્વમાં કહ્યું એ પ્રમાણે યત્ન કરીશ નહીં અને મને જ્ઞાન, દર્શન, મળ્યું છે તેમ માનીને સ્વભૂમિકાનુસાર સ્વીકારાયેલા દેશવિરતિના સેવનમાત્રમાં સંતોષથી રહીશ તો રાગાદિ રોગનો ઉપશમ થશે નહીં, અને જે આ આવા પ્રકારની સઉપદેશના દાનના વિષયમાં પ્રવર્તતા ભગવાન એવા સદ્ધર્મગુરુઓની આ જીવ ઉપર દયા છે તે જ પરમાર્થથી આની દેશવિરતિને પાળનાર શ્રાવકની, પરિપાલનમાં સમર્થ પરિચારિકા જાણવી. ત્યારપછી આ જીવ તે ગુરુનું વચન સ્વીકારે છે= ગુરુએ જે કહ્યું તે સ્વીકાર કરે છે, યાવજ્જીવ મારા વડે આ=ગુરુએ કહ્યું એ, એ પ્રમાણે કરવું જોઈએ એમ નિશ્ચય કરે છે. દેશવિરતિવાળો કેટલોક કાલ આ ભગવંતના મતરૂપી મંદિરમાં રહે છે. ધન, વિષય, કુટુંબઆદિના આધારભૂત ભિક્ષાના પાત્ર જેવું જીવિતવ્યનું પાલન કરે છે. धर्मोत्साहमान्द्यम् ૩૨૦ तस्मिन्नवसरे एवं च तिष्ठतस्तस्य यो वृत्तान्तः संपन्नः सोऽधुना प्रतिपाद्यते । तत्र यदुक्तं यदुतसा तद्दया ददाति तस्मै तत्त्रितयमहर्निशं केवलं तत्र कदन्नेऽतिमूर्च्छितस्य वनीपकस्य न तस्मिन्नादर इति तदिहापि तुल्यमेवावसेयं, तथाहि - गुरोः सम्बन्धिनी दया सम्पादयत्येवास्य जीवस्यानारतं विशेषतो ज्ञानादीनि, तथापि कर्मपरतन्त्रतया धनादिषु मूर्च्छितचित्तोऽयं न तानि सम्यग् बहुमन्यते, अन्यच्च यथा 'असौ कथानकोक्तो मोहवशेन तत् कुभोजनं भूरि भुङ्क्ते, तद्दयादत्तं पुनः परमान्नमुपदंशकल्पं कल्पयति तथाऽयमपि जीवो महामोहाध्यातमानसो धनोपार्जनविषयोपभोगादिषु गाढमाद्रियते, गुरुदययोपनीतं तु व्रतनियमादिकमनादरेणाऽन्तराऽन्तरा सेवते वा न वा । यथा - असौ तद्दयोपरोधेन तदञ्जनं क्वचिदेव नेत्रयोर्निधत्ते तथाऽयमपि जीवः सद्गुरुभिरनुकम्पया प्रेर्यमाणोऽपि यदि परं तदनुरोधेनैव प्रवर्त्तते तथा ज्ञानमभ्यस्यति तदपि क्वचिदेव, न सर्वदा, यथा च- 'असौ तत्तीर्थोदकं पातुं तद्वचनेनैव प्रवर्त्तते' तथाऽयमपि जीवः प्रमादपरायत्ततयाऽनुकम्पापरगुरुचोदनयैव सम्यग्दर्शनमुत्तरोत्तरविशेषैरुद्दीपयति न स्वोत्साहेनेति । ધર્મના ઉત્સાહની મંદતા અને તે અવસરમાં=સદ્ગુરુના હિતચિંતાના ઉપદેશને સાંભળીને તેમના વચનાનુસાર યાવવ મારે કરવું જોઈએ એમ સંકલ્પ કરીને આ જીવ તે રાજમંદિરમાં રહે છે તે અવસરમાં, અને આ રીતે રહેતા=પૂર્વમાં કહ્યા પ્રમાણે ગુરુના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરતા, એવા તેનો વૃત્તાંત પ્રાપ્ત થયો તે હવે કહેવાય છે=કથાનકમાં કહેવાય છે. ત્યાં=કથાનકમાં, જે કહેવાયું, શું કહેવાયું ? તે Page #344 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ‘વસ્તુત’થી બતાવે છે તે તદ્દયા=ગુરુની દયા, તેને−તે જીવને, તે ત્રિતયને=જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રિતયને, પ્રતિદિન આપે છે. કેવલ તે કદન્નમાં અતિ મૂચ્છિત એવા તે રાંકડાને તેમાં આદર નથી=પરમાન્નને ગ્રહણ કરવામાં આદર નથી. તે=કથાનકમાં કહ્યું તે, અહીં પણ=જીવના વિષયમાં પણ, તુલ્ય જ જાણવું, તે આ પ્રમાણે ગુરુસંબંધી દયા આ જીવને સતત વિશેષથી જ્ઞાનાદિ સંપાદિત કરે છે=સતત તે જીવને શ્રુતજ્ઞાન, શ્રુતજ્ઞાન દ્વારા સમ્યક્ રુચિ થાય તે પ્રકારે કથન અને તેના ચારિત્રની અનુસાર પરિણતિ પ્રગટ થાય તેવો મર્મસ્પર્શી બોધ સતત સંપાદન કરે છે. તોપણ કર્મનું પરતંત્રપણું હોવાથી=પ્રસ્તુત જીવનું બલિષ્ઠ એવા ચારિત્રમોહનીય કર્મનું પરતંત્રપણું હોવાથી ધનાદિમાં મૂચ્છિત ચિત્તવાળો આ જીવ તેને=ગુરુ દ્વારા બતાવાયેલા રત્નત્રયીના સૂક્ષ્મસ્વરૂપને, સમ્યગ્ બહુમાન કરતો નથી=અત્યંત આત્મામાં પરિણમત પામેલ તે પ્રકારે ઉપયુક્ત થઈને ગ્રહણ કરતો નથી; કેમ કે ધનાદિની મૂર્છા અત્યંત ઉપયુક્ત થવામાં સ્ખલના કરે છે. અને બીજું, જે પ્રમાણે આ કથાનકમાં કહેવાયેલો આ જીવ મોહના વશથી તે કુભોજનને ખૂબ ખાય છે. વળી, તેની દયાથી અપાયેલું પરમાન્ન ઉપદંશકલ્પ=કુભોજન કર્યા પછી થોડુંક તેનું આસ્વાદન કરવાતુલ્ય, માને છે. તે પ્રમાણે આ પણ જીવ મહામોહથી આધ્યાત માનસવાળો=ઉપદેશકના વચનોને સાંભળીને તેના વચનથી ચિત્તને વાસિત કરવાને બદલે ધનાદિની મૂર્છાને કારણે મારાથી આ ત્યાગ અશક્ય એ પ્રકારના માનસવાળો, ધનઉપાર્જન વિષયઉપભોગ આદિમાં ગાઢ યત્ન કરે છે. વળી, ગુરુની દયાથી અપાતું વ્રતનિયમ આદિને અનાદરથી જ વચવચમાં સેવે છે. અથવા સેવતો નથી=ગુરુના ઉપદેશને સાંભળીને કંઈક ગુરુના વચનને કારણે વ્રતનિયમાદિ વચવચમાં સેવે છે તો ક્યારેક તેની ઉપેક્ષા કરીને સુખનો અર્થી જીવ સુખના ઉપાયભૂત ધનાદિમાં જ પ્રયત્નશીલ રહે છે. જે પ્રમાણે આ તદ્દયાના ઉપરોધથી=ગુરુની દયાના આગ્રહથી, તે અંજનને=વિમલાલોક અંજનને, ક્યારેક જ નેત્રમાં આંજે છે તે પ્રમાણે આ પણ જીવ સદ્ગુરુ વડે અનુકંપાથી પ્રેરણા કરાતો પણ જો વળી તેમના અનુરોધથી જ પ્રવર્તે છે=ગુરુની પ્રેરણાથી જ પ્રવર્તે છે ત્યારે જ્ઞાનનો અભ્યાસ કરે છે. પણ ક્યારેક જ કરે છે, સર્વદા કરતો નથી=પોતાના સંયોગ અનુસાર જે શક્તિ છે તે પ્રમાણે સદા કરતો નથી. અને જે પ્રમાણે આ દ્રમક તે તીર્થોદકને પીવા માટે તેમના વચનથી જ પ્રવર્તે છે. તે પ્રમાણે આ પણ જીવ પ્રમાદપરાયણપણું હોવાથી અનુકંપામાં તત્પર ગુરુની પ્રેરણાથી જ સમ્યગ્દર્શનને ઉત્તરોત્તર વિશેષથી ઉપિન કરે છે, સ્વ-ઉત્સાહથી નહીં. ૩૨૧ - પ્રસ્તુત જીવ સંસારના યથાર્થ સ્વરૂપને જાણનાર છે. મોક્ષનો અર્થી છે. તેનો ઉપાય રત્નત્રયીની વૃદ્ધિ છે. તેવો સ્થિર નિર્ણય છે તોપણ મોહને વશ ગૃહકાર્યમાં અત્યંત વ્યગ્ર રહે છે. તેથી પોતાના સંયોગ અનુસાર અને શક્તિ અનુસાર સંસારના ઉચ્છેદના કારણીભૂત નવા નવા જ્ઞાન-અધ્યયન માટે સ્વયં ઉત્સાહિત થતો નથી. પરંતુ જ્યારે જ્યારે ગુરુ પ્રેરણા કરે છે ત્યારે ત્યારે પણ કોઈક વખત નવું નવું શ્રુતઅધ્યયન કરવા પ્રયત્ન કરે છે. અને વિચારે છે કે મારાં અન્ય ગૃહકાર્ય સીદાય છે. તેથી સંયોગ અને શક્તિ અનુસાર પણ જ્ઞાનઅધ્યયનમાં ક્યારેક જ વર્તે છે. વળી, સંસારના વાસ્તવિક સ્વરૂપનું ભાવન કરીને અને મુક્ત અવસ્થાની સારભૂતતાનું ભાવન કરીને અને તેની પ્રાપ્તિ માટે જિનવચનાનુસાર અપ્રમાદથી કરાયેલો યત્ન જ કારણ છે તે પ્રકારના સત્ તીર્થોદકતુલ્ય સમ્યગ્દર્શનને વિશુદ્ધ-વિશુદ્ધતર કરવા માટે સ્વયં ઉત્સાહિત થતો નથી. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ પરંતુ ગુરુ જ્યારે તે પ્રકારનો ઉપદેશ આપે છે ત્યારે તેમના વચનથી જ પ્રેરાઈને સમ્યગ્દર્શનની અધિક અધિક શુદ્ધિ કરવા યત્ન કરે છે. આથી જ આવા જીવોને ગુરુઆદિની પ્રેરણા ન મળે તો પ્રાપ્ત થયેલું સમ્યગ્દર્શન પણ આકર્ષ દ્વારા પાતને પામે છે. તેથી કરુણાપર એવા ગુરુ તેની હિતચિંતા અર્થે વારંવાર પ્રેરણા કરે છે. Guनय : मन्दसंवेगविधीयमानव्रतमाहात्म्यं तदनभिज्ञता च यत्तु विशेषेण पुनरभिहितं यथा-स वनीपकः संभ्रमेण तद्दयया भूरि वितीर्णं तत्परमानं स्तोकं भुक्त्वा शेषमनादरेण स्वभाजने विधत्ते, तत्सान्निध्येन तत्कदन्नमभिवर्द्धते, ततस्तद् भक्षयतोऽपि दिवानिशं न निष्ठां याति, ततोऽसौ तुष्यति, न च जानीते कस्येदं माहात्म्यं, केवलं तत्र गृद्धात्मा भेषजत्रयस्य परिभोगं शिथिलयन् कालं नयति, तथा चापथ्यभोजिनस्तस्य ते रोगा नोच्छिद्यन्ते, केवलं यदन्तराऽन्तरा तद्दयोपरोधेन तत्परमान्नादिकमसौ मनाग् प्राशयति, तावन्मात्रेण ते रोगा याप्यावस्थां गतास्तिष्ठन्ति। यदा पुनरनात्मज्ञतया भृशतरमपथ्यं सेवते, तदा ये रोगाः क्वचिदात्मीयं विकारं दर्शयन्तः शूलदाहमूर्छाऽरोचकादीनि जनयन्ति, ततस्तैरसौ बाध्यत इति' तदत्रापि जीवे समानमवबोद्धव्यं, तथाहि-यदा क्वचिदवसरे चातुर्मासकादौ दयापरीतचित्ता गुरवोऽस्य जीवस्य पुरतो विशिष्टतरविरतिग्राहणार्थमणुव्रतविधिं विस्फारयन्ति, तदाऽप्ययं जीवः प्रबलचारित्रावरणतया मन्दवीर्योल्लासस्तीव्रसंवेगेन कानिचिदेव व्रतानि गृह्णाति, तदिदं बहोर्दत्तस्य स्तोकभक्षणमभिधीयते, कानिचित्पुनव्रतानि दयापरीतगुरूपरोधेन मनसोऽनभिप्रेतान्यप्यङ्गीकरोति। सोऽयं शेषस्य भाजने निक्षेपो द्रष्टव्यः, तच्च व्रताङ्गीकरणं मन्दसंवेगेनापि क्रियमाणमनुषङ्गत एव विषयधनादीन्यत्र भवे भवान्तरे वाऽभिवर्द्धयति। तदिदं परमानसन्निधानेनेतरस्याभिवर्द्धनमभिहितं, ते च तत्प्रभावसंपन्ना विषयादयो दृढकारणतयाऽनवरतं भुञानस्याप्यस्य जीवस्य न निष्ठां प्रतिपद्यन्ते। ततोऽयं जीवः सुरनरभवेषु वर्त्तमानस्तां तथाभूतामात्मविभूतिमुपलभ्य हर्षमुद्वहति, न चायं वराको लक्षयति यथाएते धनविषयादयो धर्ममाहात्म्येन ममोपनमन्ते तत्किमत्र हर्षेण? स एव भगवान धर्मः गाढतरं कर्तुं युक्त इति। ततोऽयमलक्षितसद्भावस्तेषु विषयादिषु प्रतिबद्धचित्तो ज्ञानदर्शनदेशचारित्राणि शिथिलयति, केवलं जानन्नप्यजानान इव मोहदोषेण निरर्थकं कालमतिवाहयति, एवं चास्य वर्त्तमानस्य द्रविणादिषु प्रतिबद्धमानसस्य धर्मानुष्ठाने मन्दादरस्य भूयसाऽपि कालेन रागादयो भावरोगा नैव संच्छिद्यन्ते, किन्तु तावताऽपि सदनुष्ठानेन गुरूपरोधतो मन्दसंवेगतयापि विधीयमानेनैतावान् गुणः संपद्यते, यदुत-ते भावरोगा याप्यतां नीयन्त इति। Page #346 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૩૨૩ ઉપનયાર્થ: મંદ સંવેગથી કરાતા વ્રતનું માહાસ્ય અને તેની અનભિજ્ઞતા વિશેષથી ફરી જે કહેવાયું, જે આ પ્રમાણે – તે ભિખારી સંભ્રમથી તેની દયા વડે ઘણું અપાયેલું તે પરમાત્ર થોડું ખાઈને શેષ અનાદરથી સ્વભાજનમાં નાખે છે. તેના સાંનિધ્યથીeતે પરમાર સાંનિધ્યથી, તે કદત્ત પણ વધે છે. તેથી તેને દિવસરાત ભક્ષણ કરતાં પણ=પરમાત્રથી મિશ્રિત કદત્તને ભક્ષણ કરતાં પણ, નિષ્ઠાને પામતું નથી કદત્ત પૂર્ણ થતું નથી. તેથી આ ભિખારી તોષ પામે છે. અને જાણતો નથી કે કોનું આ માહાત્મ છે અર્થાત્ મારું ભોજનનું પાત્ર ખાલી થતું નથી તેમાં ગુરુએ આપેલા પરમાણનું માહાભ્ય છે કે મારા કદત્તનું માહાત્મ છે એ જાણતો નથી. કેવલ તેમાં વૃદ્ધિ પામેલા કદઘમાં, ગૃદ્ધ થયેલો આત્મા ઔષધત્રયના પરિભોગને શિથિલ કરતોત્રરત્નત્રયીના સેવનને શિથિલ કરતો, કાળ પસાર કરે છે અને તે પ્રમાણે અપથ્થભોજી એવા તેના તે રોગો ઉચ્છેદ પામતા નથી. કેવલ જે જે વચવચમાં તદ્દયાના આગ્રહથી તે પરમાન્ન આદિ આ જીવ થોડુંક ખાય છે, એટલા માત્રથી તે રોગો યાપ્ય અવસ્થાને-મંદ અવસ્થાને, પામેલા રહે છે. જ્યારે વળી, અનાત્મજ્ઞપણાને કારણે પોતે કુપથ્ય સેવીને આત્માનું અહિત કરી રહ્યો છે એવું અજ્ઞાન હોવાને કારણે, અત્યંત અપથ્ય સેવે છે ત્યારે તે રોગો આત્મીય વિકારને બતાવતા શૂલ, દાહ, મૂચ્છ અરોચકાદિને ઉત્પન્ન કરે છે. તેથી તેઓ વડે આ દ્રમક બાધા પામે છે. તે=જે કથાનકમાં કહ્યું કે, આ પણ જીવમાં સમાન જાણવું. તે આ પ્રમાણે જ્યારે કોઈક અવસરરૂપ ચાતુર્માસ આદિમાં દયા પરીતચિત્તવાળા ગુરુઓ આ જીવતી આગળ વિશિષ્ટતર વિરતિને ગ્રહણ કરવા માટે અણુવ્રતની વિધિને વિસ્ફારિત કરે છે. અર્થાત્ અણુવ્રતો કઈ રીતે ગુણવૃદ્ધિને કરીને જીવને વર્તમાનમાં સુખ આપે છે, ભાવિની સુખ પરંપરાને કરે છે અને સર્વવિરતિને અનુકૂલ બલાધાન કરે છે ઈત્યાદિ વિસ્તારથી કહે છે. ત્યારે આ પણ જીવ પ્રબલ ચારિત્રઆવરણપણાને કારણે મંદવીર્ય ઉલ્લાસવાળો તીવ્રસંવેગથી કેટલાંક જ વ્રતોને ગ્રહણ કરે છે તે આ ઘણા અપાયેલામાંથી તેનું સ્તોક ભક્ષણ કહેવાય છે. કેટલાંક વ્રતો દયાપરીતગુરુના ઉપરોધથી મનને અભિપ્રેત પણ સ્વીકાર કરે છે. તે આ ગુરુના આગ્રહથી સ્વીકારાયેલાં વ્રતો, શેષને ભાજતમાં વિક્ષેપ જાણવો જે તીવ્ર સંવેગપૂર્વક વ્રતો સ્વીકારાયાં તેના સિવાયનાં શેષ વ્રતોને ભાજતમાં વિક્ષેપ જાણવો, અને મંદ સંવેગથી પણ કરાતું તે વ્રતઅંગીકાર અનુષંગથી જ વિષયધતાદિને આ ભવમાં અને ભવાંતરમાં વૃદ્ધિ કરે છે. તે આ પરમાત્રના સંવિધાનથી ઈતરનું કદનું, અભિવર્ધન કહેવાયું અને તપ્રભાવસંપન્ન તે વિષયાદિ=પરમાવના કદ સાથે પ્રક્ષેપને કારણે તેના પ્રભાવથી સંપન્ન તે વિષયાદિ, દઢ કારણપણું હોવાને કારણે ધનાદિ રૂપ કદની પ્રાપ્તિ પ્રત્યે તીવ્ર અથવા મંદ સંવેગપૂર્વક સેવાયેલાં વ્રતોનું દઢ કારણપણું હોવાને કારણે, સતત ભોગવતા પણ આ જીવની નિષ્ઠાને પ્રાપ્ત કરતા નથી તે કદત્તરૂપ વિષયાદિ નાશ પામતા નથી, તેથી આ જીવ દેવ, મનુષ્યભવમાં વર્તતો તેવા પ્રકારની આત્મવિભૂતિરૂપ તેને મારા પુણ્યથી ઉત્તમ ભોગસામગ્રી મને Page #347 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ ૩૨૪ પ્રાપ્ત થઈ છે તેવા પ્રકારની પોતાની આત્મવિભૂતિ રૂપ તે કદન્નને, પ્રાપ્ત કરીને હર્ષ વહન કરે છે અને આ વરાક=પ્રસ્તુત જીવ, જાણતો નથી. શું જાણતો નથી ? તે ‘થા’થી બતાવે છે – આ ધનવિષયાદિ ધર્મના માહાત્મ્યથી મને પ્રાપ્ત થાય છે તે કારણથી આમાં=ધનવિષયાદિમાં, હર્ષ કરવાથી શું ? અર્થાત્ હર્ષ કરવું યુક્ત નથી. તે જ ભગવાન ધર્મ અત્યંત કરવા માટે યુક્ત છે એ પ્રમાણે આ વરાક જાણતો નથી એમ અન્વય છે. તેથી આ જીવ અલક્ષિત સદ્ભાવવાળો=ધનાદિની પ્રાપ્તિનું મુખ્ય કારણ કોણ છે તેના પરમાર્થને નહીં જાણનારો, તે વિષયાદિમાં પ્રતિબદ્ધ ચિત્તવાળો જ્ઞાન, દર્શન, દેશ ચારિત્રને શિથિલ કરે છે. કેવલ જાણવા છતાં પણ=પૂર્વમાં યથાર્થ બોધ કરેલો હોવાથી સ્પષ્ટ નિર્ણય હોવા છતાં પણ, અજાણતાની જેમ=ધનાદિ પ્રત્યેની મૂર્છાને કારણે જે પારમાર્થિક બોધ છે તેને જાણવામાં અપ્રવૃત્તચિત્ત થવાથી અજાણતાની જેમ, મોહદોષને કારણે નિરર્થક કાલ પસાર કરે છે= ઉત્તરોત્તર સંસારની હાનિને અનુકૂળ ઉદ્યમ કરીને મનુષ્યજન્મને સફલ કરવાનું છોડીને પ્રાપ્ત થયેલા મનુષ્યભવનો કાળ નિરર્થક પસાર કરે છે. અને આ રીતે=જાણવા છતાં પણ મૂર્ખની જેમ મનુષ્યભવનો સમય નિરર્થક પસાર કરે છે એ રીતે, દ્રવિણઆદિમાં પ્રતિબદ્ધ માનસવાળા, ધર્માનુષ્ઠાનમાં મંદ આદરવાળા વર્તતા એવા આ જીવને ઘણા પણ કાલથી રાગાદિ ભાવરોગો ઉચ્છેદને પામતા નથી જ, પરંતુ ગુરુના ઉપરોધથી મંદસંવેગપણાથી પણ કરાતા તેટલા પણ સઅનુષ્ઠાનથી આટલો જ ગુણ પ્રાપ્ત થાય છે. જે ‘વસ્તુત’થી બતાવે છે તે ભાવરોગો યાપ્યતાને પ્રાપ્ત કરે છે=કંઈક મંદતાને પ્રાપ્ત કરે છે. - ઉપનય : मूर्च्छया परिग्रहादा जीवस्य प्रवृत्तिः 'यदा पुनरयं जीवोऽनात्मज्ञतया गाढतरं विषयधनादिषु गृद्धिं विधत्ते, ततश्चादत्ते भूरिपरिग्रहं, समारभते महाजालकल्पं वाणिज्यं, समाचरति कृष्यादिकं, विधापयति तथाविधानन्यांश्च सदाऽऽरम्भान्, तदा ते रागादयो भावरोगाः प्रबलसहकारिकारणकलापमासाद्य नानाऽऽकारान् विकारान् दर्शयन्त्येव, नानादरविहितमनुष्ठानमात्रं तत्र त्राणम् । ततश्चायं जीवः क्वचित्पीड्यते अकाण्डशूलकल्पया धनव्ययचिन्तया, क्वचिद्दन्दह्यते परेर्ष्यादाहेन क्वचिन्मुमूर्षुरिव मूर्च्छामनुभवति सर्वस्वहरणेन क्वचिद् बाध्यते कामज्वरसन्तापेन, क्वचित् शर्दिमिव कार्यते बलादुत्तमर्णैर्गृहीतधननिर्यातनां, क्वचिज्जाड्यमिव संपद्यते जानतोऽप्यस्यैवंविधा प्रवृत्तिरिति प्रवादेन लोकमध्ये मूर्खत्वं, क्वचित्ताम्यति हत्पार्श्ववेदनातुल्यया इष्टवियोगानिष्टसम्प्रयोगादिपीडया, क्वचित्प्रभवति प्रमत्तस्य पुनरपि मिथ्यात्वोन्मादसन्तापः क्वचिद् भवति सदनुष्ठानलक्षणे पथ्ये भृशतररमरोचकः, तदेवमेवंविधैर्विकारैस्तावतीं कोटिमध्यारूढोऽपि खल्वेष जीवोsपथ्यसेवनासक्तो बाध्यत' इति । Page #348 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ઉપનયાર્થ : ૩૨૫ મૂર્છાથી પરિગ્રહ આદિમાં જીવની પ્રવૃત્તિ વળી, જ્યારે આ જીવ અનાત્મજ્ઞપણાથી=દેહથી ભિન્ન મારો આત્મા છે, શાશ્વત છે, તેનું હિત ધનાદિ નથી પરંતુ નિરાકુલચેતના છે તે પ્રકારનો કંઈક બોધ હોવા છતાં તેની અસ્પષ્ટતા થવાને કારણે અનાત્મજ્ઞપણાથી, ગાઢતર વિષય-ધનાદિમાં વૃદ્ધિને કરે છે અને તેથી ઘણું પરિગ્રહ ગ્રહણ કરે છે, મહાજાલ જેવું વાણિજ્ય કરે છે, કૃષ્યાદિ આચરણ કરે છે એવા પ્રકારના અન્ય આરંભોને સદા કરે છે ત્યારે તે રાગાદિ ભાવરોગો પ્રબળ સહકારિકારણકલાપને પામીને=તે પ્રકારના આરંભસમારંભરૂપ પ્રબલ સહકારીકારણરૂપ સમૂહને પામીને, નાના=વિવિધ, પ્રકારના વિકારોને બતાવે છે. અનાદરથી કરાયેલું અનુષ્ઠાનમાત્ર ત્યાં ત્રાણ થતું નથી=ગુરુના ઉપરોધથી સ્વીકારાયેલ દેશવિરતિનું અનુષ્ઠાન તીવ્ર સંવેગપૂર્વક કરવાના અયત્નરૂપ આદર રહિત સેવાયેલું અનુષ્ઠાનમાત્ર ભાવરોગોના વિકારોથી રક્ષણ કરનાર બનતું નથી, અને તેથી આ જીવ ક્યારેક અકાંડ શૂલકલ્પ ધનવ્યયની ચિંતાથી પીડાય છે. મંદસંવેગથી સેવાયેલું સઅનુષ્ઠાન હોવાને કારણે ચિત્તવૃત્તિમાં ધનાદિનો પ્રતિબંધ અલ્પ થયેલો નહીં હોવાને કા૨ણે કોઈક નિમિત્તે ધનવ્યય થાય તે જોઈને તે જીવ વિહ્વળ થાય છે અર્થાત્ જો તીવ્રસંવેગથી સનુષ્ઠાન સેવ્યાં હોત તો તુચ્છ ધનાદિનો રાગ ક્ષીણ થયો હોવાથી ધનાદિના નાશમાં પણ તે જીવને પીડા થાય નહીં. પરંતુ માત્ર ક્રિયારૂપ અનુષ્ઠાન સેવાયેલાં હોવાને કા૨ણે ધનાદિના નાશમાં તત્કાલ જ જીવ દુ:ખી થાય છે. ક્વચિત્ પરની ઇર્ષ્યાના દાહથી અત્યંત બળે છે, ક્યારેક મરવાની ઇચ્છાવાળાની જેમ સર્વસ્વહરણથી મૂર્છાને અનુભવે છે. પોતાના ગૃહઆદિમાં કોઈ ચોરી આદિ થઈ હોય અને સર્વસ્વ હરણ થયું હોય ત્યારે જાણે મરવાની ઇચ્છાવાળો ન હોય તેમ ધનની ઇચ્છાથી વ્યાકુળ થયા કરે છે. ક્યારેક કામજ્વરના સંતાપથી બાધા પામે છે, ક્યારેક માગનારાઓ વડે બળથી ગ્રહણ કરાયેલા ધનની નિર્યાતતાને શર્દીની જેમ કરાવાય છે, ક્યારેક જાડ્યની જેમ જાણવા છતાં પણ આવા પ્રકારની પ્રવૃત્તિ=કષાયોને પરવશ મૂઢતાથી થાય તેવી પ્રવૃત્તિ, કરે છે. એથી પ્રવાદથી લોકમાં મૂર્ખપણાને પ્રાપ્ત કરે છે, ક્વચિત્ બે પાર્શ્વના વેદનાતુલ્યપણાથી ઇષ્ટવિયોગ અને અનિષ્ટસંપ્રયોગ આદિ પીડાથી પરિતાપને પામે છે. ક્યારેક પ્રમત્ત એવા તેને ફરી પણ મિથ્યાત્વતા ઉત્પાદનો સંતાપ પ્રભવ પામે છે. ક્યારેક સઅનુષ્ઠાનલક્ષણ પથ્યમાં અત્યંત અરોચકવાળો થાય છે. તે કારણથી આવા પ્રકારના વિકારોથી તેટલી કોટિમાં અધ્યારૂઢ પણ=સન્માર્ગની પ્રાપ્તિ થવાને કારણે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને દેશવિરતિને પામેલો તેટલી કોટિમાં અધ્યારૂઢ પણ, અપથ્યસેવનમાં આસક્ત આ જીવ બાધા પામે છે=પૂર્વમાં વર્ણન કર્યું એવા વિકારો વડે બાધાને પામે છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ जीवस्य गुरोरुपालंभः ततस्तदनन्तरं यदवाचि यदुत ‘स वनीपकस्तथाविधैर्विकारैरुपद्रुतो दृष्टस्तद्दयया, ततोऽपथ्यभोजितामधिकृत्योपालब्धस्तया, तेनोक्तं 'नाहमभिलाषातिरेकेण स्वयमेतत्परिहर्तुमुत्सहे, ततोऽमुतोऽपथ्यसेवनाद्वारणीयोऽहं भवत्या', प्रतिपत्रं तया, ततस्तद्वचनकरणेन जातस्तस्य मनाग विशेषः, केवलं सा यदाऽभ्यणे तदैवासौ तदपथ्यं परिहरति, नान्यदा, सा चानेकसत्त्वप्रतिजागरणाकुलेति न सर्वदा तत्सन्निधौ भवति, ततोऽसौ मुत्कलोऽपथ्यमासेवमानः पुनरपि विकारैः पीड्यत एव'। तदेतदप्यत्र जीवव्यतिकरे सदृशं वर्त्तते, केवलं गुरोर्या जीवस्योपरि दया सैव प्राधान्यात्पार्थक्येन की विवक्षिता। ततश्चायं परमार्थः-ते गुरवो दयापरीतचित्ताः प्रमादिनमेनं जीवमुपलभ्यानेकपीडापर्याकुलतया क्रन्दन्तमेवमुपालभन्ते, यथा 'भोः कथितमेवेदं प्रागेव भवतो, न दुर्लभाः खलु विषयासक्तचित्तैर्मन:सन्तापाः, न दूरवर्त्तिन्यो धनार्जनरक्षणप्रवणानां नाना व्यापदः, तथापि भवतस्तत्रैव गाढतरं प्रतिबन्धः, यत्पुनरेतदशेषक्लेशराशिमहाऽजीर्णविरेककारितया परमस्वास्थ्यकारणं ज्ञानदर्शनचारित्रत्रयं तदनादरेणावलोकयसि त्वं, तदत्र किं कुर्मो वयम् ? यदि किञ्चिद् ब्रूमस्ततो भवानाकुलीभवति, ततो दृष्टवृत्तान्ता वयं भवन्तमनेकोपद्रवरुपद्रूयमानं पश्यन्तोऽपि तूष्णीमास्महे, न पुनराकुलताभयाद् भवन्तममार्ग प्रस्थितमपि वारयामः, आदरवतामेव पुंसा विरुद्धकर्माणि परिहरतां ज्ञानदर्शनदेशचारित्राण्यनुतिष्ठतां तानि विकारनिवारणायालं, नानादरवतां, यदा चास्माकं पश्यतामपि त्वं रागादिरोगैरभिभूयसे तदा 'भवद्गुरव' इति कृत्वा वयमप्युपालम्भभाजनं लोके भविष्याम' इति। सोऽयं तद्दयाविहितस्तदुपालम्भ इत्युच्यते। સંસારી જીવને ગુરુની પ્રાપ્તિ तथी त्यारपछी हे वायु=थानमा वायु. शुं वायु ? ते 'यदुत'थी बतावे छ - ભિખારી તેવા પ્રકારના વિકારોથી ઉપદ્રવને પામતો તદયાથી જોવાયો તેથી અપથ્થભોજિતાને આશ્રયીને તેણી વડે તયા વડે, ઉપાલંભ અપાયો, તેના વડે કહેવાયું દ્રમક વડે કહેવાયું, હું અભિલાષના અતિરેકને કારણે-કદન્ન પ્રત્યેના અભિલાષના અતિરેકને કારણે, સ્વયં આ=કદન્નને, પરિહાર કરવા માટે ઉત્સાહિત થતો નથી. તેથી હવે પછી અપથ્યના સેવનથી તેણી વડેeતદ્દયા વડે, મને વારણ કરવું જોઈએ. તદયા વડે સ્વીકારાયું, ત્યારપછી તેના વચનના કરણથી તદ્દયાના વચનના સેવનથી, તેને તે જીવને, કંઈક વિશેષ થયું કંઈક ભાવરોગો શાંત થવાથી સ્વસ્થતા થઈ. કેવલ તે તદયા, જ્યારે પાસે છે ત્યારે જ આ જીવ તે અપથ્થરો પરિહાર કરે છે, અવ્યદા નહીં. જ્યારે જ્યારે ગુરુ તે તે અનુષ્ઠાન વિષયક સૂક્ષ્મબોધ કરાવે છે. ત્યારે ત્યારે તે જીવ અપ્રમાદપૂર્વક તીવ્રસંગ થાય તે રીતે તે સદ્અનુષ્ઠાન સેવે છે, તેથી અપથ્યનો પરિહાર થાય છે. પરંતુ જ્યારે ગુરુ દૂરવર્તી Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ છે, જ્યારે પ્રમાદપૂર્વક તે ધર્મ અનુષ્ઠાનો સેવે છે, જેથી તે અનુષ્ઠાનથી પણ વિશેષ લાભ થતો નથી. અને તેeગુરુની દયા, અનેક જીવોના પ્રતિજાગરણમાં આકુલ છે અનેક શિષ્યો, શ્રાવકો આદિને સન્માર્ગમાં અપ્રમાદની પ્રેરણા કરવામાં વ્યાપારવાળી છે. એથી સર્વદા તેની સન્નિધિમાં=પ્રસ્તુત જીવના સાન્નિધ્યમાં, નથી, તેથી આ જીવ મુત્કલ-ગુરુની પ્રેરણાથી રહિત, અપથ્યને સેવતો ફરી પણ વિકારો વડે પીડાય જ છે. તે આ પણ જીવના વિષયમાં સદશ જાણવું. કેવલ ગુરુની જે જીવના ઉપર દયા છે તે જ પ્રાધાન્યથી પાર્થક્યપણા વડે કર્તા વિવક્ષિત કરાય છે ગુરુની દયા ગુરુસ્વરૂપ જ છે તોપણ ગુરુમાં યોગ્ય જીવના કલ્યાણ કરવાના અભિલાષ રૂપ જે દયાનો પરિણામ છે તે પરિણામ પ્રધાનપણાથી સતત યોગ્ય જીવને સન્માર્ગમાં પ્રેરણા કરે છે. તેથી યોગ્ય જીવના હિતમાં ગુરુનો દયાનો પરિણામ પ્રધાન છે માટે ગુરુની દયા અને ગુરુનો પરિણામ અભેદ હોવા છતાં પૃથફ બતાવીને તે ગુરુની દયા આ જીવના હિતમાં વ્યાપારવાળી છે, તે પ્રમાણે વિવક્ષા કરાઈ છે. તેથી આ પરમાર્થ છે. દયાપરીન્નચિત્તવાળા ગુરુઓ પ્રમાદી એવા આ જીવને જોઈને અનેક પ્રકારની પીડાથી પર્યાકુલપણાથી કંદન કરતા એવા તેને ઉપાલંભ આપે છે અર્થાત્ જ્યારે જ્યારે આ જીવ સંસારમાં ક્લેશોના નિમિત્તોને પામે છે, ત્યારે ત્યારે ગુરુ પાસે કહે છે કે તે તે પ્રકારના વિષમસંયોગથી હું વ્યાકુળ છું તેથી સ્વસ્થતાથી ધર્મ કરી શકતો નથી તેમ પોતાની હૈયાની વ્યથા કહે છે ત્યારે ગુરુ તેને ઉપાલંભ આપે છે. જે આ પ્રમાણે – પૂર્વમાં જ તને અમારા વડે આ કહેવાયું છે. વિષયઆસક્તચિત્તવાળા જીવોને મનના સંતાપો દુર્લભ નથી. ધન-અર્જત રક્ષણપ્રવણ જીવોને જુદા જુદા પ્રકારની આપત્તિઓ દૂરવર્તી નથી. તોપણ તને ત્યાં જ ગાઢતર પ્રતિબંધ છે. જે વળી આ અશેષ ક્લેશરશિરૂપ મહા અજીર્ણતા વિરેચન કરનારપણું હોવાથી પરમસ્વાસ્થનું કારણ જ્ઞાન, દર્શન, ચારિત્રત્રય છે તેને તું અનાદરથી અવલોકન કરે છે અર્થાત્ માત્ર ક્રિયાથી સેવે છે, ગુણનિષ્પત્તિનું કારણ થાય તે રીતે અપ્રમાદથી સેવતો નથી. તે કારણથી=રત્નત્રયીને અપ્રમાદથી સેવતો નથી તે કારણથી, અહીં=સંસારમાં નિમિત્તોને પામીને તને ક્લેશ થાય છે એમાં, અમે શું કહીએ ? જો અમે કંઈક કહીએ છીએ તો તું આકુલ થાય છે અર્થાત્ આ ગુરુ મતે સર્વવિરતિ ગ્રહણ કરવાનું કહે છે. એ મારાથી શક્ય નથી એમ માનીને તું આકુળ થાય છે. તેથી અમારા વચનથી તું આકુલ થાય છે તેથી, દૃષ્ટવૃત્તાંતવાળા એવા અમે અનેક ઉપદ્રવોથી તને જોવા છતાં પણ મૌન ધારણ કરીએ છીએ=જ્યારે જ્યારે તે જીવ ગુરુ પાસે આવે ત્યારે ત્યારે આનું ચિત અનેક ઉપદ્રવોથી વ્યાકુલ હોવાને કારણે ઉપદેશની શ્રવણ આદિ ક્રિયામાં પણ તે પ્રકારે દઢ અવધાનપૂર્વક યત્ન કરતો નથી તે જોઈને તેની ઉપદ્રવવાળી અવસ્થાને ગુરુ જાણવા છતાં પણ મૌન ધારણ કરે છે. વળી, આકુલતાના ભયથી અમાર્ગમાં પ્રસ્થિત પણ તને અમે વારતા નથી. વિરુદ્ધકર્મોને પરિહાર કરતા જ્ઞાન, દર્શન, દેશચારિત્રના અનુષ્ઠાન કરતા એવા આદરવાળા જ પુરુષોનાં જ્ઞાન, દર્શન, ચારિત્રનાં અનુષ્ઠાનો, વિકારના નિવારણ માટે સમર્થ છે=જેઓને રત્નત્રયી પ્રત્યે અત્યંત Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ આદર છે અને રત્નત્રયીથી વિરુદ્ધ કૃત્યોનો પરિહાર કરી રહ્યા છે તે જીવો જ્ઞાન, દર્શન, અને દેશવિરતિનાં અનુષ્ઠાનો તે રીતે સેવે છે કે જેથી સર્વવિરતિને અનુકૂળ બળસંચય આત્મામાં થાય. તેવા જીવોનાં તે અનુષ્ઠાનો મોહતા વિકારોના નિવારણ માટે સમર્થ છે. અનાદરવાળા જીવોનાં તહીંજેઓ જ્ઞાન, દર્શન, અને દેશવિરતિનાં અનુષ્ઠાનો પ્રમાદપૂર્વક સેવે છે, પરંતુ દઢપ્રણિધાનપૂર્વક ઉત્તરોત્તર વૃદ્ધિનું કારણ બને તે રીતે સેવતા નથી, તેવા અનાદરવાળા જીવોનાં અનુષ્ઠાનો મોહતા વિકારોનું નિવારણ કરવા સમર્થ નથી અને જ્યારે અમારા જોતાં પણ તું રાગાદિ રોગોથી અભિભવ પામે છે. ત્યારે તારા ગુરુ છે જેથી કરીને અમે પણ લોકમાં ઉપાલંભનું ભાજન થઈશું. તે આ તદ્દયાથી વિહિત તેનું ઉપાલંભ છે એ પ્રમાણે કહેવાય છે. उपनय : प्रार्थना गुरोरुद्यमश्च ततोऽयं जीवो गुरूनभिदधीत-भगवन् ! अनादिभवाभ्यस्ततया मां मोहयन्तीमे तृष्णालौल्यादयो भावाः, ततस्तद्वशगोऽहं न सदाऽऽरम्भपरिग्रहं जानन्नपि तद्दोषविपाकं मोक्तुं शक्नोमि, ततो भगवद्भिर्नाहमपेक्षणीयो, निवारणीयो यत्नतोऽसत्प्रवृत्तिं कुर्वाणः, कदाचिद भवन्माहात्म्येनैव मे स्तोकस्तोकां दोषविरतिं कुर्वतः परिणतिविशेषेण सर्वदोषत्यागेऽपि शक्तिः संपत्स्यत इति, ततः प्रतिपद्यन्ते तद्वचनं गुरवः, चोदयन्ति प्रमाद्यन्तं क्वचिदवसरे, संपद्यते प्राक्प्रवृत्तपीडोपशमः तद्वचनकरणेन, प्रवर्द्धन्ते ज्ञानादयो गुणास्तत्प्रसादेन, सोऽयं तद्दयावचनकरणेन मनागारोग्यलक्षणः संजातो विशेष इत्युच्यते, केवलमयं जीवो विशिष्टपरिणामविकलतया यदैव ते चोदयन्ति तदैव स्वहितमनचेष्टते, तच्चोदनाऽभावे पुनः शिथिलयति सत्कर्त्तव्यं, प्रवर्त्तते निर्भरं भूयोऽपि सदारम्भपरिग्रहकरणे, ततश्चोल्लसन्ति रागादयो, जनयन्ति मनःशरीरविविधबाधाः, ततस्तदवस्थैव विह्वलतेति, तेषां तु भगवतां गुरूणां यथाऽयं प्रस्तुतजीवः सच्चोदनादानद्वारेण परिपाल्यस्तथा बहवोऽन्येऽपि तथाविधा विद्यन्ते ततश्च समस्तानुग्रहप्रवणास्ते कदाचिदेव विवक्षितजीवचोदनामाचरन्ति, शेषकालं तु मुत्कलतया स्वाऽहितमनुतिष्ठन्तमेनं न कश्चिद्वारयति, ततश्चायमनन्तरोक्तोऽनर्थः संपद्यत इति सोऽयं तद्दयासन्निधानविरहादपथ्यसेवनेन पुना रोगविकाराविर्भाव इत्यभिधीयते। 6पनयार्थ : દ્રમકની પ્રાર્થના અને ગુરુનો ઉધમ તેથી આ જીવ ગુરુને કહે છે – હે ભગવન્! અનાદિભવતા અભ્યસ્તપણાને કારણે આ તૃષ્ણા, લોલ્યાદિભાવો મને મોહ ઉત્પન્ન કરે છે. તેથી તેને વશ થયેલોત્રમોહને વશ થયેલો, તેના દોષતા Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૨૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ વિપાકને જાણવા છતાં પણ હું સદા આરંભ-પરિગ્રહને છોડવા માટે સમર્થ થતો નથી. તેથી હું તમારા દ્વારા ઉપેક્ષણીય નથી અર્થાત્ તમારી પ્રેરણાથી જ મારો દોષ કંઈક અલ્પ થશે. યત્નથી અસત્ પ્રવૃત્તિને કરતો હું નિવારણ કરવા યોગ્ય છું, કદાચિત્ તમારા જ માહાભ્યથી થોડી થોડી દોષની વિરતિને કરતા મને પરિણતિવિશેષથી સર્વદોષના ત્યાગમાં પણ શક્તિ પ્રાપ્ત થશે એ પ્રમાણે પ્રસ્તુત જીવ સદ્ગુરુને કહે છે. તેથી સમ્યજ્ઞાન, દર્શન, દેશવિરતિવાળા આ જીવને સર્વવિરતિની ઉત્કટ ઇચ્છા છે. પરંતુ અતાદિના સંસ્કારો અને તે સંસ્કારોના ઉધ્ધોધક મોહનાં આપાદક એવાં કર્મો બલવાન શક્તિવાળાં છે, તેથી ઉપદેશના આલંબનથી જ તિવર્તન પામી શકે તેમ છે, સ્વયં સ્વબળથી તે પ્રકારના ભાવોને કરવા માટે તે જીવ સમર્થ નથી; છતાં સતત ઉપદેશના બળથી કંઈક ચારિત્રમોહનીય કર્મના ક્ષયથી તે પ્રકારે ગુણસંપત્તિને પ્રગટ કરી શકે તેવો છે એમ સૂચિત થાય છે. તેથી=પ્રસ્તુત જીવે ગુરુને પોતાનું હૈયું નિવેદન કર્યું તેથી, ગુરુ તેના વચનને સ્વીકારે છે અર્થાત્ હવે પછી અમે તને સતત અસત્ પ્રવૃત્તિ નિવારણ કરવા માટે પ્રયત્ન કરીશું એ પ્રમાણે સ્વીકારે છે. કોઈક અવસરમાં પ્રમાદ કરતા તેને પ્રેરણા કરે છે=ધર્મઅનુષ્ઠાન કરતી વખતે પણ પ્રમાદવશ તે દઢપ્રણિધાનપૂર્વક ક્રિયાઓ કરતો ન હોય ત્યારે તે પ્રકારે અપ્રમાદથી કરવાની પ્રેરણા કરે છે. તેમના વચનના કરણથી ગુરુની પ્રેરણાના વચનના કરણથી, પૂર્વમાં પ્રવૃત્ત પીડાનો ઉપશમ થાય છેeગુરુના વચનની પ્રેરણાથી ઉપયોગપૂર્વક સદ્અનુષ્ઠાન કરવાને કારણે વીતરાગના વચનથી ભાવિત થયેલું ચિત્ત થવાથી કષાયો અલ્પ-અલ્પતર થાય છે. તેથી પૂર્વમાં કષાયોને વશ નિમિતોને પામીને જે પીડા થતી હતી તે પીડાનો ઉપશમ થાય છે. તત્ પ્રસાદથી જ્ઞાનાદિ ગુણો વધે છે ગુરુના પ્રસાદથી જ્ઞાન, દર્શન અને ચારિત્રના ગુણો વધે છે અર્થાત્ પ્રતિદિન નવા નવા અધ્યયનથી સૂક્ષ્મ તત્વોનો બોધ થાય છે, પૂર્વ કરતાં તત્વની રુચિ સૂક્ષ્મ-સૂક્ષ્મતર થવાથી દર્શનની શુદ્ધિ વધે છે અને બાહ્યપદાર્થો ચિત્તને સ્પર્શે તેવી ચારિત્રની પરિણતિ પણ વિશેષે વૃદ્ધિ પામે છે. તે આ=જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થાય છે તે આ, તદ્દયાના વચનના કરણથી થોડો આરોગ્યલક્ષણ થયેલો વિશેષ છે, એ પ્રમાણે કહેવાય છે. કેવલ વિશિષ્ટ પરિણામનું વિકલપણું હોવાથી સંવેગપૂર્વકની ગુરુવચનની પ્રેરણા વગર સ્વયં અપ્રમાદ કરે તેવા વિશિષ્ટ પરિણામનું વિકલપણું હોવાથી, જ્યારે જ તેઓ= ગુરુ, પ્રેરણા કરે છે ત્યારે જ આ જીવ સ્વહિત કરે છે ત્યારે જ અપ્રમાદપૂર્વક સઅનુષ્ઠાન કરે છે. તેમના પ્રેરણાના અભાવમાં વળી, સત્ કર્તવ્ય શિથિલ કરે છે જ્ઞાન, દર્શન, ચારિત્રનાં ઉચિત અનુષ્ઠાનો સેવતો નથી અને સેવે છે તે, અપ્રમાદથી સેવતો નથી, ફરી અસત્ આરંભ અને પરિગ્રહની વૃદ્ધિમાં અત્યંત વર્તે છે=સંસારની પ્રવૃત્તિઓમાં વધારે રસ લે છે તેથી ધર્મના અનુષ્ઠાનકાળમાં પણ તેવું જ માનસ હોવાથી પ્રમાદપર ધર્માનુષ્ઠાન કરે છે. જેથી ઉપશમને પ્રાપ્ત કરી શકતો નથી અને ત્યારપછી રાગાદિ ઉલ્લસિત થાય છે. મન અને શરીરની વિવિધ બાધાઓ થાય છે=રાગાદિને કારણે નિમિત્તો પ્રમાણે માનસિક ક્લેશ થાય છે અને ધનાદિની ઇચ્છાને કારણે અત્યંત પ્રવૃત્તિ કરે છે તેથી Page #353 -------------------------------------------------------------------------- ________________ 330 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ શરીરની બાધા થાય છે. તેથી તદ્મવસ્થ જ વિહ્વલતા રહે છે=ગુરુની પ્રેરણા નથી ત્યારે જે ધર્માનુષ્ઠાન સેવે છે તેનાથી વિહ્વલતા અલ્પ-અલ્પતર થતી નથી પરંતુ જે વિધ્વલતા છે તે તઅવસ્થ જ રહે છે, વળી તે ભગવાન ગુરુને જે પ્રમાણે આ પ્રસ્તુત જીવ સત્ પ્રેરણા આપવા દ્વારા પરિપાલ્ય છે તે પ્રમાણે તેવા પ્રકારના અન્ય પણ ઘણા જીવો વિદ્યમાન છે અને તેથી=ઘણા જીવો ગુરુને માટે પરિપાલ્ય છે તેથી, બધા જીવોના અનુગ્રહમાં તત્પર એવા તેઓ ક્યારેક જ વિવક્ષિત જીવને પ્રેરણા કરે છે. વળી, શેષકાલમાં મુત્કલપણું હોવાને કારણેગુરુના સાન્નિધ્યથી રહિતપણું હોવાને કારણે, સ્વઅહિત કરતા એવા આને કોઈ વારણ કરતું નથી અને તેથી આ જીવ અનંતરમાં કહેવાયેલા અનર્થવાળો થાય છે. તે આ તદ્દયાના સન્નિધાનના વિરહથી અપથ્ય સેવનને કારણે ફરી રોગવિકારનો આવિર્ભાવ છે, એ પ્રમાણે કહેવાય છે. स्वानुभवकथनं प्रार्थना च ततो यथा पुनस्तेन द्रमकेण तस्मै सूदाय स्ववृत्तान्तं निवेद्येदमभिहितं यदुत - नाथास्तथा यतध्वं यथा न मे स्वप्नान्तेऽपि पीडोपजायते, ततस्तेनोक्तं इयं तद्दया व्यग्रतया न सम्यक् तवाऽपथ्यनिवारणं विधत्ते, ततः करोम्यन्यां निर्व्यग्रां तव परिचारिकां, केवलं तद्वचनकारिणा भवता भाव्यं, ततः प्रतिपन्नं तत्तेन, दत्ता तस्मै निःसाधारणी सद्बुद्धिर्नाम परिचारिका सूदेन, ततस्तद्गुणेन निवृत्तं तस्याऽपथ्यलाम्पट्यं, ततस्तनूभूता रोगाः निवृत्तप्रायास्तद्विकाराः, संपन्ना मनाक् शरीरे सुखासिका, वर्द्धितश्चानन्द इति । तथैष व्यतिकरो जीवेऽपि समानो वर्त्तते, तथाहि यथा धावन्नन्धो भित्तिस्तम्भादौ लब्धास्फोटो वेदनाविह्वलस्तामास्फोटवेदनां परस्मै कथयति, तथाऽयमपि जीवो यदा गुरुनिवारिताचरणेन दृष्टापायत्वात् संजातप्रत्ययो भवति तदा ताननेकप्रकारानपायान् गुरुभ्यो निवेदयति, यदुत'भगवन् ! अहं यदा युष्मन्निवारणया न गृह्णामि स्तेनाहतं, न करोमि विरुद्धराज्यातिक्रमं, नाचरामि वेश्यादिगमनं, नानुतिष्ठामि तथाविधमन्यदपि धर्मलोकविरुद्धं, न रज्यामि महारम्भपरिग्रहयोः, तदा मां लोकः साधुतया गृह्णाति, मयि विश्रम्भं विधत्ते, श्लाघां चाचरति, तथा न जानामि शरीरायासजनितं दुःखं, संपद्यते हृदयस्वास्थ्यं धर्मश्चैवं तिष्ठतां सुगतिप्रापको भवतीतिभावनया भवति चित्तानन्द इति । यदा तु युष्मन्निवारणा न भवति, भवन्तीं वा तामनपेक्ष्य निर्भयतया 'न जानन्ति मां गुरव', इत्यभिप्रायेण धनमूर्च्छनया गृह्णामि स्तेनाहृतादिकं, विषयलौल्येन गच्छामि वेश्यादिकं, समाचरामि तादृशमन्यदपि भगवन्निवारितं, तदा लोकादश्लाघां, राजकुलात्सर्वस्वहरणं, शरीरखेदं, मनस्तापमपरांश्च समस्ताननर्थानिहलोक एव प्राप्नोमि, पापं च दुर्गतिगर्त्तपातहेतुरेवं वर्त्तमानानां भवतीतिचिन्तया दन्दह्यमानहृदयः क्षणमपि सुखं न लभेऽहमिति । तस्मान्नाथाः ! तथा कुरुध्वं यूयं यथाऽहमनवरतं युष्मद्वचनाचरणसन्नाहेन सततमेतस्मादनर्थशरजालाद्रक्षितो भवामि' इति । Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ દ્રમક વડે પોતાના અનુભવનું કથન તથા પ્રાર્થના ત્યારપછી જે પ્રમાણે ફરી તે દ્રમક વડે તે રસોઈયાને સ્વવૃત્તાંત નિવેદન કરીને આ કહેવાયું. શું કહેવાયું ? તે “યહુતિ થી બતાવે છે – હે નાથ ! તે પ્રમાણે યત્ન કરો જે પ્રમાણે મને સ્વપ્તાંતમાં પણ પીડા થાય નહીં. તેથી તેના વડે તે રસોઈયા વડે, કહેવાયું, આ તદ્દયા વ્યગ્ર હોવાને કારણે અનેક જીવોના હિતમાં વ્યગ્ર હોવાને કારણે, સમ્યક્ તારા અપથ્યનું નિવારણ કરતી નથી. તેથી અન્ય તિર્થગ્ર તારી પરિચારિકાને હું કરું, કેવલ તેના વચનકારી એવા તારા વડે થવું જોઈએ તેથી તેના વડે તે દ્રમક વડે તેનું તે રસોઈયાનું, વચન સ્વીકારાયું. તેને તે દ્રમુકને, નિઃસાધારણ એવી સુબુદ્ધિ નામની પરિચારિકા રસોઈયા વડે અપાઈ. ત્યારપછી તેના ગુણથી સુબુદ્ધિ નામની પરિચારિકાના ગુણથી, તેનું તે દ્રમકતું, અપથ્યનું લાંપત્ય નિવૃત્ત થયું, તેથી રોગો અલ્પ થયા. તેના વિકારો નિવૃત્તપ્રાયઃ થયા=રોગના વિકારો ઘણા અલ્પ થયા. શરીરમાં થોડીક સુખાસિકા પ્રાપ્ત થઈ અને આનંદની વૃદ્ધિ થઈ, તે પ્રમાણે જ આ વ્યતિકર આ પ્રસંગ, જીવમાં પણ સમાન વર્તે છે. તે આ પ્રમાણે – જે પ્રમાણે દોડતો આંધળો ભીંત, થાંભલા આદિમાં પ્રાપ્ત થયેલા આસ્ફોટવાળો, વેદનાથી વિહ્વળ થયેલો તે આસ્ફોટની વેદનાને, બીજાને કહે છે. તે પ્રમાણે આ પણ જીવ જ્યારે ગુરુથી તિવારિત આચરણાથી ગુરુ દ્વારા નિવારણ કરાયેલા આચરણને સેવવાથી, દષ્ટ અપાયપણું હોવાથીકતે પ્રવૃત્તિ કરવાને કારણે પ્રત્યક્ષ થતા અતર્થો દેખાતા હોવાને કારણે, સંજાત પ્રત્યયવાળો થાય છેeગુરુના વચનમાં વિશ્ર્વાસવાળો થાય છે. ત્યારે તે અનેક પ્રકારના અતર્થોને ગુરુને નિવેદન કરે છે. જે “દુર'થી બતાવે છે - હે ભગવંત ! હું જ્યારે તમારા નિવારણથી ચોરીનું ગ્રહણ કરતો નથી, વિરુદ્ધ રાજ્યાતિક્રમ કરતો નથી, વેશ્યાદિગમત આચરતો નથી, તે પ્રકારનું અન્ય પણ લોકવિરુદ્ધ અનુષ્ઠાન કરતો નથી. અને મહાઆરંભપરિગ્રહમાં રંજિત થતો નથી, ત્યારે મને લોક સાધુપણાથી ગ્રહણ કરે છે=આ પુરુષ સુંદર પ્રકૃતિવાળો છે તેમ માને છે. મારામાં વિશ્વાસ મૂકે છે. અને શ્લાઘાને કરે છે મારી શ્લાઘા કરે છે અને તે રીતે આરંભ-સમારંભના નિવારણનો પરિણામ હોવાથી હું સંતોષથી જીવું છું તે રીતે, શરીરઆયાસજનિત દુઃખને હું જાણતો નથી. હૃદયનું સ્વાસ્થ પ્રાપ્ત થાય છે. અને આ રીતે કરતાં અનુચિત પ્રવૃત્તિઓના ત્યાગપૂર્વક સંતોષથી જીવનવ્યવસ્થામાં યત્ન કરતાં, સુગતિનો પ્રાપક ધર્મ થાય છે. એ પ્રકારની ભાવનાથી ચિત્તમાં આનંદ થાય છે અર્થાત્ ગુરુના વચનથી ભાવિત થઈને હું સંતોષપૂર્વક જ્ઞાન-અધ્યયન આદિની પ્રવૃત્તિ કરું છું અને આરંભ-સમારંભનું નિવારણ કરું છું તેથી સ્વસ્થતાવાળું ચિત્ત સુગતિના પ્રાપક ધર્મરૂપ છે, તે પ્રકારની ભાવનાથી ચિત્તમાં આનંદ વર્તે છે. વળી, જ્યારે તમારી નિવારણા થતી નથી અથવા થતી પણ તમારી નિવારણાની અપેક્ષા રાખ્યા વગર નિર્ભયપણાથી મને ગુરુ જાણતા નથી એ અભિપ્રાય વડે ધનમૂચ્છથી ચોરીનો માલઆદિ ગ્રહણ કરું છું, વિષયની લોલુપતાથી વેશ્યાદિકનું સેવન કરું છું, તેવા પ્રકારના અન્ય પણ=આરંભસમારંભની વૃદ્ધિની વૃદ્ધિ થાય તેવા પ્રકારનો અન્ય પણ, તમારાથી વિવારિત હું આચરું છું. ત્યારે લોકોથી અશ્લાઘાને, રાજકુલથી સર્વસ્વ હરણને, શરીરના ખેદ અને મનના તાપરૂપ બીજા પણ Page #355 -------------------------------------------------------------------------- ________________ 33२ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ સમસ્ત અનર્થોને આ લોકમાં જ પ્રાપ્ત કરું છું અને આ રીતે વર્તમાન જીવોને દુર્ગતિના ગર્તના પાતનો હેતુ થાય છે, એ પ્રકારની ચિંતાથી અત્યંત બળતા હૃદયવાળો હું ક્ષણ પણ સુખને પ્રાપ્ત કરતો નથી. તે કારણથી હે નાથ ! તે પ્રમાણે તમે કરો જેથી તમારા વચનના આચરણના બખ્તરથી સતત હું આ અતર્થોનાં બાણોના જાળાથી રક્ષિત થાઉં. गुरुभ्यः सद्बुद्धिप्राप्तिः ततस्तदाकर्ण्य गुरवो ब्रूयुः-भद्र ! यदेतत्परप्रत्ययेनाऽकार्यवर्जनं, कादाचित्कमेतत्, केवलं तथाऽपि क्रियमाणस्य तस्येतरस्य च दृष्ट एव भवता विशेषः, वयं चानेकसत्त्वोपकारकरणव्यग्राः, न सदा सत्रिहिता भवन्तं वारयितुं पारयामः, एवं च स्थिते न यावद् भवतः स्वकीया सद्बुद्धिः संपन्ना, तावदेषाऽस्मन्निवारिताऽऽचरणनिबन्धनाऽनर्थपरम्परा भवन्ती न विनिवर्त्तते, सद्बुद्धिरेव हि परप्रत्ययमनपेक्ष्य स्वप्रत्ययेनैव जीवमकार्यानिवारयति, ततो मुच्यतेऽनर्थेभ्य इति। ततोऽयं जीवो ब्रूयात्नाथाः ! साऽपि भवत्प्रसादादेव यदि परं मम संपत्स्यते, नान्यथा, ततो गुरवोऽभिदध्युः-भद्र ! दीयते सद्बुद्धिः, वचनायत्ता हि सा मादृशां वर्त्तते, केवलं दीयमानाऽपि सा पुण्यभाजामेव जन्तूनां सम्यक् परिणमति, नेतरेषां, यतः पुण्यभाज एव तस्यामादरवन्तो जायन्ते, नापरे, तदभावभाविनो हि देहिनां सर्वेऽनर्थाः, तदायत्तान्येव सकलकल्याणानि, तस्यामेव च ये महात्मानो यतन्ते त एव भगवन्तं सर्वज्ञमाराधयन्ति, नेतरे, तत्संपादनार्थः खल्वेष मादृशां वचनप्रपञ्चः, सद्बुद्धिविकलानां हि पुरुषाणां व्यवहारतः संजातान्यपि ज्ञानादीनि नासंजातेभ्यो विशिष्यन्ते, स्वकार्याऽकरणात्, किम्बहुनोक्तेन? सदबुद्धिविकलः पुरुषो न पशूनतिशेते, तस्माद्यदि तेऽस्ति सुखाकाङ्क्षा, दुःखेभ्यो वा यदि बिभेषि, ततोऽस्यामस्माभिर्दीयमानायां सदबुद्धौ यत्नो विधेयः, तस्यां हि यत्नवता समाराधितं प्रवचनं, बहुमतो भुवनभर्ता, परितोषिता वयं, अङ्गीकृतं लोकोत्तरयानं, परित्यक्ता लोकसंज्ञा, समासेविता धर्मचारिता, समुत्तारितो भवोदधेरात्मा भवतेति। ततो भगवतां सद्धर्मगुरूणामेवंविधवचोऽमृतप्रवाहप्रह्लादितहृदयोऽयं जीवस्तद्वचनं तथेति प्रतिपद्यते। ગુરુ ભગવંતો પાસેથી સદ્ગદ્ધિની પ્રાપ્તિ ત્યારપછી તેને સાંભળીને ગુરુ બોલે છે – હે ભદ્ર! જે આ પરપ્રત્યયથી અકાર્યનું વર્જન છે જે આ ગુરુના વચનથી નિર્ણય કરીને અકાર્યનું વર્જન છે, એ કદાચિત્ક છે જ્યારે જ્યારે ઉપદેશનું શ્રવણ થાય છે ત્યારે ત્યારે ક્ષણભર તે ઉપદેશથી ભાવિત ચિત્ત હોય છે એટલો જ અલ્પકાળ તે અકાર્યનું વર્જત છે પરંતુ ફરી અનાદિના સંસ્કારો જીવને અકાર્ય કરવા પ્રેરણા કરે છે. કેવલ તોપણ= મારી પ્રેરણાથી તેં જે ક્યારેક અકાર્યનું વર્જન કર્યું તોપણ, કરાતા એવા તેનો અને ઈતરનો ભેદ તારા વડે જોવાયો છે=અમારા ઉપદેશથી ક્યારેક જે અકાર્યનું વર્જન કર્યું તેનાથી જે લાભ થયો અને Page #356 -------------------------------------------------------------------------- ________________ 333 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ અકાર્યનું વર્જન ન કર્યું તેનાથી જે અહિત થયું તે ભેદ તારા વડે જોવાયો છે અને અમે અનેક જીવોના ઉપકાર કરવામાં વ્યગ્ર છીએ સદા સન્નિહિત એવા તને વારવા માટે સમર્થ નથી અને આ પ્રમાણે સ્થિત હોતે છતે=અમે સતત તને વારવા માટે સમર્થ નથી એ પ્રમાણે સ્થિત હોતે છતે, જ્યાં સુધી તને સ્વકીય સદ્ગુદ્ધિ સંપન્ન નથી, ત્યાં સુધી આ અમારાથી નિવારણ કરાયેલી આચરણા છે કારણ જેને એવી અનર્થની પરંપરા થતી નિવર્તન પામતી નથી=જ્યાં સુધી તને સ્વકીય સદ્ગુદ્ધિ પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી અમે જે વસ્તુનું નિવારણ કરીએ છીએ તેવું તું આચરણા કરીને તેનાથી જે અનર્થપરંપરાને પ્રાપ્ત કરે છે તે નિવર્તન પામતી નથી. દ્દિ=જે કારણથી, સર્બુદ્ધિ જ પરપ્રત્યયની અપેક્ષા રાખ્યા વગર=પરના બોધની અપેક્ષા રાખ્યા વગર, સ્વપ્રત્યયથી જ=સ્વપ્રત્યયના બળથી જ જીવને અકાર્યમાં નિવારણ કરે છે, તેથી અનર્થોથી મુકાય છે=સબુદ્ધિવાળો જીવ અનર્થોથી મુકાય છે એ પ્રમાણે સદ્ગુરુ કહે છે. ત્યારપછી આ જીવ કહે છે - હે નાથ ! તે પણ=સબુદ્ધિ પણ, જો વળી મને પ્રાપ્ત થશે તો તમારા પ્રસાદથી જ મને પ્રાપ્ત થશે. અન્યથા નહીં થાય=મને સબુદ્ધિ પ્રાપ્ત થાય તેવો યત્ન તમે કરશો નહીં તો થશે નહીં. તેથી ગુરુ કહે છે – હે ભદ્ર ! સદ્ગુદ્ધિ અપાય છે=અમારા વડે અપાય છે. દિ=જે કારણથી, તે=સબુદ્ધિ, મારા જેવાને વચન આધીન વર્તે છે=ઉપદેશ રૂપ જ અમારાથી આપવી શક્ય છે, કેવલ અપાતી પણ તે=ગુરુદ્વારા અપાતી પણ તે સર્બુદ્ધિ, પુણ્યશાળી જીવોને જ સમ્યક્ પરિણમન પામે છે=જે જીવોને સબુદ્ધિને પરિણમત પમાડવાને અનુકૂળ સૂક્ષ્મ માર્ગાનુસારી, ક્ષયોપશમ વર્તે છે એવા જીવોને જ સમ્યક્ પરિણમન પામે છે, ઇતર જીવોને નહીં=સર્બુદ્ધિના અર્થી પણ સત્બુદ્ધિને સમ્યક્ પરિણમત પમાડી શકે તેવા ક્ષયોપશમ ભાવના પુણ્યથી રહિત જીવોને અપાતી પણ સર્બુદ્ધિ પરિણમત પામતી નથી, જે કારણથી પુણ્યવાળા જીવો જ=સબુદ્ધિના હાર્દને સ્પર્શી શકે તેવા ક્ષયોપશમવાળા જીવો જ, તેમાં=સબુદ્ધિમાં, આદરવાળા થાય છે=ગુરુ પાસેથી પ્રાપ્ત કર્યા પછી પુનઃ પુનઃ અનુશીલન કરીને તે સબુદ્ધિને સ્થિર કરવાના યત્નવાળા થાય છે. બીજા જીવો થતા નથી=સર્બુદ્ધિ ગમે છે, સદ્ગુરુ પાસેથી સદ્દબુદ્ધિનું સ્વરૂપ જાણે છે છતાં સદ્ગુદ્ધિનું પારમાર્થિક તત્ત્વ સ્પર્શી શકે તેવા પુણ્યશાળી જેઓ નથી તેઓ ગુરુ પાસેથી સબુદ્ધિને શ્રવણ કર્યા પછી પણ ગુરુના વચનાનુસાર તેના રહસ્યને સ્પર્શીને સ્થિર કરવાને યત્નવાળા થતા નથી. આથી જ અત્યાર સુધી પૂર્વમાં પ્રસ્તુત યોગ્ય જીવને પણ ગુરુએ સત્બુદ્ધિ આપવાનો યત્ન કર્યો નહીં. હવે તેના હાર્દને સ્પર્શે તેવી નિર્મળતા જીવમાં પ્રગટ થઈ છે તેથી જ સદ્ગુરુ કહે છે કે તદ્દયાથી અન્ય સર્બુદ્ધિ નામની તારી પરિચારિકા કરાય. તેના અભાવભાવિ=સબુદ્ધિના અભાવભાવિ, જ જીવોને સર્વ અનર્થો છે. તેને આધીન જ=સદ્ગુદ્ધિને આધીને જ, સકલ કલ્યાણો છે અને તેમાં જ જે મહાત્માઓ યત્ન કરે છે તેઓ જ ભગવાન સર્વજ્ઞની આરાધના કરે છે=સદ્ધિ જે કંઈ સલાહ આપે તેમાં જ તેના વચન અનુસાર જે મહાત્માઓ યત્ન કરે છે. તેઓ જ ભગવાન સર્વજ્ઞની આરાધના કરે છે, ઇતર નહીં=જેઓને સત્બુદ્ધિ મળી નથી. તેઓ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ સ્થૂલથી બાહ્ય તપ ત્યાગની આચરણા કરતા હોય, અન્ય ધર્મોનાં કૃત્યો કરતા હોય અને તે કૃત્યોમાં લેશ પણ સબુદ્ધિનો અંશ ન હોય તો તેઓની સર્વ આચરણાથી તેઓ ભગવાન સર્વજ્ઞની લેશ પણ આરાધના કરતા નથી. તેના સંપાદન અર્થવાળો=પ્રસ્તુત જીવમાં સદ્દબુદ્ધિના સંપાદન અર્થવાળો, મારા જેવાનો આ વચન પ્રપંચ છે વચનનો વિસ્તાર છે. દિ=જે કારણથી, સદ્ગદ્ધિવિકલ પુરુષોને વ્યવહારથી થયેલાં પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર નહીં થયેલાઓથી જેઓને જ્ઞાન, દર્શન, ચારિત્ર થયાં નથી તેઓથી, વિશેષ નથી; કેમ કે સ્વકાર્યનું અકરણ છે=જ્ઞાન, દર્શન, ચારિત્રના કાર્યનું અકરણ છે. વધારે કહેવાથી શું ? સદ્દબુદ્ધિનો વિકલ પુરુષ પશુને ઓળંગતો નથી. તે કારણથી તને સુખની આકાંક્ષા છે અથવા દુ:ખોથી જો તું ભય પામે છે, તો અમારા વડે અપાતી આ સદબુદ્ધિમાં યત્ન કરવો જોઈએ. તેમાં યત્વવાળા પુરુષ વડે પ્રવચન આરાધિત કરાયું, ભુવનભર્તા એવા ભગવાન બહુમાન કરાયા. અમે પરિતોષિત કરાયા અર્થાત્ ગુરુ પણ યોગ્ય જીવોને સદ્ગદ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે પરિતોષ પામે છે. લોકોત્તરયાત સ્વીકારાયું મોક્ષમાં જવાના પ્રબળ કારણભૂત એવું લોકોત્તર વાહન સ્વીકારાયું, લોકસંજ્ઞા ત્યાગ કરાઈ=જેઓ સદ્ગદ્ધિ વગર જે કાંઈ ધર્મ કરે છે તે સર્વ લોકસંજ્ઞા સ્વરૂપ છે અને જે મહાત્મા સબુદ્ધિને સ્વીકારે છે તેઓ લોકસંજ્ઞાનો ત્યાગ કરીને સદ્ગદ્ધિના બળથી વીતરાગતુલ્ય થવાના યત્નવાળા થાય છે. ધર્મચારિતા આચરણ કરાઈ સબુદ્ધિના સેવનથી જે કોઈ ધર્મની આચરણા થાય છે તે સર્વ આચરણા પારમાર્થિક ધર્મઆચરણા બને છે. તારા વડે ભવોદધિથી આત્મા સમુરારિત કરાયો તેથીસદ્દબુદ્ધિમાં યત્ન કરવાથી સર્વહિતની પરંપરા થાય છે તેથી, ભગવાન સદ્ધર્મગુરુનાં આવાં વચનોરૂપી અમૃતના પ્રવાહથી પ્રલાદિત થયેલા હદયવાળો આ જીવ તેમનું વચન તે પ્રમાણે જ સ્વીકારે છે અર્થાત્ અવશ્ય હું આ સબુદ્ધિમાં યત્ન કરીશ જેથી મારું સર્વ હિત થાય તે પ્રમાણે સ્વીકારે છે. ઉપનય : उपदेशदानम् ततस्ते तस्मै दधुरुपदेशं यदुत-सौम्य ! इदमेवात्र परमगुह्यं सम्यगवधारणीयं भवता, यदुतयावदेष जीवो विपर्यासवशेन दुःखात्मकेषु धनविषयादिषु सुखाध्यारोपं विधत्ते, सुखात्मकेषु वैराग्यतपःसंयमादिषु दुःखाध्यारोपं कुरुते, तावदेवास्य दुःखसम्बन्धः, यदा पुनरनेन विदितं भवति-विषयेषु प्रवृत्तिर्दुःखं, धनाद्याकाङ्क्षानिवृत्तिः सुखं, तदाऽयमशेषेच्छाविच्छेदेन निराकुलतया स्वाभाविकसुखाविर्भावात् सततानन्दो भवति। अन्यच्च भवतोऽयं परमार्थः कथ्यते, 'यथा यथाऽयं पुरुषो निःस्पृहीभवति तथा तथाऽस्य पात्रतया सकलाः संपदः संपद्यन्ते, यथा यथा संपदभिलाषी भवति, तथा तथा तदयोग्यतामिव निश्चित्य तास्ततो गाढतरं दूरीभवन्ति' तदिदं निश्चित्य भवता सर्वत्र सांसारिकपदार्थसाथै नास्था विधेया, ततस्ते स्वप्नदशायामपि पीडागन्धोऽपि मनःशरीरयो व संपत्स्यत इति। Page #358 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ઉપનયાર્થ: ૩૩૫ ઉપદેશનું દાન તેથી=પ્રસ્તુત જીવે સર્બુદ્ધિ સ્વીકારવાનો કૃતનિશ્ચય બતાવ્યો તેથી, તેઓ=ગુરુ, તેને ઉપદેશ આપે છે. તે આ પ્રમાણે – હે સૌમ્ય ! અહીં=ભગવાનના પ્રવચનમાં, આ જ પરમ રહસ્ય છે જે તારા વડે સમ્યક્ અવધારણ કરવું જોઈએ. શું રહસ્ય છે ? તે‘યદ્યુત’થી બતાવે છે જે પ્રમાણે આ જીવ વિપર્યાસના વશથી=શરીરથી પોતે ભિન્ન હોવા છતાં શરીર હું છું, શરીરજન્ય સુખ એ સુખ છે તે પ્રકારના વિપર્યાસના વશથી, દુઃખાત્મક એવા ધનવિષય આદિમાં સુખનું અધ્યારોપણ કરે છે=ધનવિષયાદિ જીવને ઇચ્છા ઉત્પન્ન કરીને આકુળ કરાવે છે આકુળ થયેલા જીવ તેની પ્રાપ્તિ માટે તેના રક્ષણ માટે તે તે પ્રકારના યત્નો કરીને ક્લેશ પામે છે જેથી દુઃખાત્મક હોવા છતાં પણ ધનવિષયાદિની પ્રાપ્તિમાં જ મને સુખ થાય છે એ પ્રકારનો અધ્યારોપ કરે છે. સુખાત્મક વૈરાગ્ય-તપ-સંયમઆદિમાં દુઃખનો અધ્યારોપ કરે છે અર્થાત્ જીવતી નિરાકુળ અવસ્થાના સંવેદનરૂપ જ વિરક્તભાવ છે તેથી સુખાત્મક છે તપ પણ ઇચ્છાના શમનરૂપ હોવાથી અને ઇચ્છાના શમનને અનુકૂળ વ્યાપારરૂપ હોવાથી સુખાત્મક છે અને સંયમ પણ પાંચ ઈન્દ્રિયોની આકુળતાના અભાવરૂપ હોવાથી સુખાત્મક છે છતાં અનાદિના અભ્યાસને વશ વિષયોમાં સુખબુદ્ધિ હોવાથી સુખાત્મક એવા વૈરાગ્યાદિ ભાવોમાં જે પ્રકારનું સુખ છે તેનો પારમાર્થિક સ્પષ્ટબોધ નહીં હોવાથી અને ઇષ્ટ એવા વિષયોના ત્યાગાદિરૂપ હોવાથી દુઃખનો અધ્યારોપ આ જીવ કરે છે. ત્યાં સુધી જ આ જીવને દુ:ખનો સંબંધ છે=વિષયોની પ્રાપ્તિ માટેની ઇચ્છા આદિજન્ય દુઃખોનો સંબંધ છે, જ્યારે વળી આ જીવ વડે વિદિત થાય છે=સૂક્ષ્મ તત્ત્વ જણાય છે. શું વિદિત થાય છે ? એ સ્પષ્ટ કરે છે. વિષયોમાં પ્રવૃત્તિ દુઃખ છે=વિષયોને જોઈને ઇચ્છા થાય છે તે દુઃખ છે. તેના માટે શ્રમ છે તે દુઃખ છે વિષયોની પ્રાપ્તિથી પણ વિષયોમાંથી સુખ આવતું નથી પરંતુ વિષયોની ઇચ્છાથી આકુળ થયેલો જીવ મેં વિષયો મેળવ્યા એ પ્રકારની બુદ્ધિથી ક્ષણભર તેને સુખનો અભિમાન માત્ર થાય છે. ધનાદિ આકાંક્ષાની નિવૃત્તિ સુખ છે–ધનની આકાંક્ષા, માનસન્માનની આકાંક્ષા, સાતાની આકાંક્ષા કે પોતાનાથી ભિન્ન એવી કોઈપણ પદાર્થ આકાંક્ષા તે સર્વની નિવૃત્તિ એ સુખ છે. આથી જ મહાત્માઓ તત્ત્વતા ભાવનથી અને શાસ્ત્રવચનના ભાવનથી સર્વપ્રકારની આકાંક્ષાની નિવૃત્તિ માટે જ યત્ન કરે છે. ત્યારે=પૂર્વમાં કહ્યું એ પ્રકારે બોધ જ્યારે એ જીવને પ્રાપ્ત થાય છે ત્યારે, અશેષ ઇચ્છાના વિચ્છેદથી અર્થાત્ ઇચ્છા દુઃખરૂપ જણાવાથી, અને ઇચ્છાની નિવૃત્તિ સુખરૂપ જણાવાથી સુખનો અર્થી એવો જીવ તત્ત્વના ભાવન દ્વારા અશેષ ઇચ્છાનો વિચ્છેદ કરે છે તેનાથી નિરાકુલપણું હોવાને કારણે=જેમ જેમ ઇચ્છા ક્ષીણ-ક્ષીણતર થાય છે તેમ તેમ અનિચ્છા થવાથી નિરાકુલપણું હોવાને કારણે, સ્વાભાવિક સુખનો આવિર્ભાવ થવાથી=આત્માની સ્વસ્થ અવસ્થારૂપ સુખનો આવિર્ભાવ થવાથી આ જીવને સતત આનંદ થાય છે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ પ્રથમ પ્રસ્તાવ સદ્ગુરુ તે જીવને સર્બુદ્ધિ આપતાં કહે છે કે પદાર્થના વાસ્તવિક સ્વરૂપના અવલોકનની નિર્મળબુદ્ધિ એ સદ્ગુદ્ધિ છે. અને પદાર્થના વાસ્તવિક અવલોકનમાં મૂઢતાવાળી બુદ્ધિ એ દુર્બુદ્ધિ છે. અને જે જીવો વિષયોમાં મૂઢ છે તેઓને વિષયોની પ્રાપ્તિ થાય છે એ સુખરૂપ જણાય છે. પરંતુ વિષયોની ઇચ્છા આત્મામાં કંટકતુલ્ય છે તે દેખાતું નથી. અને વિષયોના સેવનથી આત્માને મોહનું વિષ વધે છે તે દેખાતું નથી. તે મૂઢતા છે. વળી, વૈરાગ્ય એટલે વિષયોમાં વિરક્તભાવ છે અને વિષયોમાં વિરક્ત હોય તો વિષયોની ઇચ્છાજન્ય ક્લેશ પ્રાપ્ત થાય નહીં તેવી બુદ્ધિ થાય છે. છતાં સૂક્ષ્મબુદ્ધિ પ્રગટ થયેલી નહીં હોવાથી વૈરાગ્ય દુઃખરૂપ છે તેવું મિથ્યા આરોપણ થાય છે. વળી, તપ તે આત્માને મોહથી અનાકૂળ થવાને અનુકુળ એવા ભાવોથી આત્માને ભાવિત કરવાની ઉચિત ક્રિયારૂપ છે. તેથી જેમ જેમ જીવ તપ સેવે છે તેમ મોહની આકુળતા અલ્પ થવાથી સુખ થાય છે છતાં મૂઢ જીવોને તપ કષ્ટ આત્મક દેખાય છે અને ભોગ પ્રવૃત્તિ સુખાત્મક દેખાય છે. વળી સંયમ મોહના પરિણામથી આત્માને રક્ષિત કરવાને અનુકૂળ ત્રણગુપ્તિનો પરિણામ છે. તેથી શત્રુથી રક્ષિત થયેલો આત્મા સુખી થાય છે. માટે સંયમ સુખાત્મક છે છતાં મૂઢતાને કારણે ઇન્દ્રિયોના વિષયોમાં સુખનું સંવેદન જેઓને વર્તે છે તેઓને ઇન્દ્રિયોનો સંયમ દુ:ખાત્મક ભાસે છે, પરંતુ જેનામાં મૂઢતા દૂર થાય છે તેનામાં સદ્ગુદ્ધિ પ્રગટે છે. તેથી સબુદ્ધિના બળથી પોતાના આત્મામાં વર્તતા ક્લેશભાવોને ક્લેશરૂપે જોઈ શકે છે અને અક્લેશરૂપે વર્તતા ભાવોને અક્લેશરૂપે જોઈ શકે છે. તેથી સદ્ગુદ્ધિના બળથી અક્લેશને પ્રગટ કરવા અર્થે સ્વશક્તિ અનુસાર વૈરાગ્ય, તપ સંયમમાં જ સદા યત્ન કરે છે. અને ક્લેશના વર્જન અર્થે ક્લેશના કારણીભૂત વિષયોથી આત્માને સદા દૂર રાખવા યત્ન કરે છે. ફક્ત સદ્ગુદ્ધિને ગુરુ પાસેથી પ્રાપ્ત કર્યા પછી જેઓ વારંવાર સબુદ્ધિના પારમાર્થિક સ્વરૂપનું અવલોકન કરીને મૂઢતા રહિત વસ્તુના અવલોકનથી પોતાની પ્રજ્ઞાને પ્રગટ કરી છે તેઓ ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલી સદ્ગુદ્ધિને આત્મામાં અત્યંત સ્થિર કરીને સુખપૂર્વક મોહના ઉપદ્રવોથી આત્માનું રક્ષણ કરીને સદા હિતાનુકૂલ પ્રવૃત્તિ કરીને ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. 339 અને અત્ય=ગુરુ કહે છે વળી અન્ય, તને આ પરમાર્થ કહેવાય છે— ‘જે જે પ્રમાણે આ પુરુષ નિઃસ્પૃહી થાય છે=સબુદ્ધિના ભાવનને કારણે સૂક્ષ્મબોધ થવાથી શ્રાવક અવસ્થામાં હોય તોપણ જે જે પ્રમાણે નિઃસ્પૃહી થાય છે, તે તે પ્રકારે આની પાત્રતાને કારણે બધી સંપત્તિઓ પ્રાપ્ત થાય છે અને જે જે પ્રમાણે સંપત્તિનો અભિલાષી થાય છે=વિષયો પ્રત્યેની મૂર્છાને કારણે સજ્બુદ્ધિ નહીં હોવાથી સંપત્તિનો અભિલાષી થાય છે તે તે પ્રમાણે તેની અયોગ્યતાને જાણે નિર્ણય કરીને તેઓ=સંપત્તિઓ, તેનાથી=તે જીવથી, ગાઢતર દૂર થાય છે,' તે કારણથી=નિઃસ્પૃહીને બધી સંપત્તિઓ પ્રાપ્ત થાય છે અને સ્પૃહાવાળાથી તે સંપત્તિઓ દૂર થાય છે તે કારણથી, આ નિર્ણય કરીને=કાર્ય કારણભાવની વ્યવસ્થા અનુસાર નિઃસ્પૃહીઓને સંપત્તિઓ મળે છે સસ્પૃહીઓને વિપત્તિઓ મળે છે એ નિશ્ચય કરીને, તારે સર્વત્ર સાંસારિક પદાર્થોના સમૂહમાં આસ્થા કરવી જોઈએ નહીં=આ સાંસારિક ધનાદિ તને કાલાંતરમાં સહાય કરશે એ પ્રકારે આસ્થા કરવી જોઈએ નહીં પરંતુ નિઃસ્પૃહી ચિત્ત જ સદા સર્વ અવસ્થામાં તને સહાય કરશે. તે પ્રમાણે સ્થિર વિશ્વાસ ધારણ કરવો જોઈએ. તેથી=સાંસારિક Page #360 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ 339 પદાર્થોમાં જો તું આસ્થા નહીં કરે તેથી, તને સ્વપ્ન અવસ્થામાં પણ મન અને શરીરની પીડાની ગંધ પણ પ્રાપ્ત થશે નહીં, તેથી આ જીવ તે ઉપદેશને અમૃતની જેમ ગ્રહણ કરે છે=ગુરુએ સત્બુદ્ધિ આપી અને ‘અન્યત્ત્વ’થી જે સર્વ કહ્યું તે સર્વને આ જીવ જાણે અમૃતનું પાન કરતો ન હોય તેમ ગ્રહણ કરે છે. તેથી તે ધર્મગુરુઓ આને સર્બુદ્ધિ સંપન્ન થઈ છે એથી કરીને હવે આ જીવ અન્યથા થશે નહીં= સદ્ગુદ્ધિના વચનથી અન્ય પ્રકારની પ્રવૃત્તિવાળો થશે નહીં, એથી તેના પ્રત્યે નિશ્ચિંત થાય છે. ગુરુએ સદ્ગુદ્ધિ આપી અને ‘અન્ય—’થી કહ્યું કે જેમ જેમ જીવ નિઃસ્પૃહ બને છે તેમ તેમ તે જીવને બાહ્ય સંપત્તિઓ સ્વાભાવિક પ્રાપ્ત થાય છે અને જેમ જેમ જીવ બાહ્યપદાર્થની અભિલાષા કરે છે તેમ તેમ તે સંપત્તિઓ દૂર જાય છે; કેમ કે નિઃસ્પૃહચિત્તથી પુણ્યપ્રકૃતિઓ જાગૃત થાય છે, વિદ્યમાન પુણ્યપ્રકૃતિઓ અતિશયવાળી થાય છે અને પાપપ્રકૃતિઓ પૂર્વમાં બંધાયેલી હોય તે પણ નિઃસ્પૃહચિત્તના બળથી પુણ્યરૂપે સંક્રમણ પામે છે. માટે સર્વ સુખનું એક કારણ નિઃસ્પૃહચિત્ત જ છે. તેથી જેમ જેમ તું નિઃસ્પૃહચિત્તનું ભાવન કરીશ તેમ તેમ સ્વપ્નમાં પણ તને પીડાની ગંધ પ્રાપ્ત થશે નહીં. આ સર્વ વચન તાત્પર્યને સ્પર્શે તેમ તે જીવ સાંભળે છે. તેથી તેના મુખ ઉપર જ હર્ષના ભાવો અભિવ્યક્ત થાય છે અને અપૂર્વ તત્ત્વની પ્રાપ્તિ થઈ છે તેવો સ્થિર વિશ્વાસ તેના મુખના ભાવો, વચનના ઉદ્ગારો આદિથી ગુરુ જાણે છે તેથી ગુરુને સ્થિર વિશ્વાસ થયો કે હવે આ જીવ સ્વભૂમિકાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરીને સદા ગુણસ્થાનકની વૃદ્ધિ કરશે, પરંતુ વિચાર્યા વગર સંસારની પ્રવૃત્તિ નહીં કરે અને મૂઢતાથી ધર્મની પ્રવૃત્તિ નિષ્ફળ થાય તેવો પણ પ્રયત્ન નહીં કરે; કેમ કે વૈરાગ્ય, તપ, સંયમાદિ જે રીતે સ્વસ્થતાનાં કારણ બને તે રીતે જ શક્તિ અનુસાર સેવવાની સલાહ તે જીવને અવશ્ય સદ્ગુદ્ધિથી પ્રાપ્ત થશે. તેથી તેના વિષયમાં ગુરુ નિશ્ચિત બને છે અર્થાત્ વગર પ્રેરણાએ સતત આ જીવ સબુદ્ધિના બળથી સુખપૂર્વક સંસારસમુદ્રને ત૨શે તેવા સ્થિર વિશ્વાસવાળા બને છે. सद्बुद्धिप्रभावः ततोऽयं जीवस्तमुपदेशममृतमिव गृह्णीयात्। ततस्ते धर्मगुरवः संपन्ना सद्बुद्धिरस्येतिकृत्वा नेदानीमेषोऽन्यथा भविष्यतीति तं प्रति निश्चिन्ता भवेयुरिति । ततः प्रादुर्भूतसद्बुद्धिरयं जीवो यद्यपि श्रावकावस्थायां वर्त्तमानः कुरुते विषयोपभोगं, आदत्ते धनादिकं, तथापि यस्तत्राभिष्वङ्गोऽतृप्तिकारणभूतः सन भवति ततो ज्ञानदर्शनदेशचारित्रेषु प्रतिबद्धान्तःकरणस्य तस्य ते द्रविणभोगादयो यावन्त एव संपद्यन्ते तावन्त एव सन्तोषमुत्पादयन्ति । ततोऽयं सद्बुद्धिप्रभावादेव तदानीं यथा ज्ञानादिषु यतते न तथा धनादिषु ततोऽपूर्वा न वर्द्धन्ते रागादयः, तनूप्रभवन्ति प्राचीनाः, तथा पूर्वोपचितकर्मपरिणतिवशेन यद्यपि क्वचिदवस काचिच्छरीरमनसोर्बाधा संपद्यते, तथापि सा निरनुबन्धतया न चिरमवतिष्ठते, ततो जानीते तदाऽयं जीवः सन्तोषासन्तोषयोर्गुणदोषविशेषं, संजायते चोत्तरगुणस्कन्दनेन चित्तप्रमोद કૃતિ । Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ સબુદ્ધિનો પ્રભાવ ત્યારપછી=પ્રસ્તુત જીવના વિષયમાં ગુરુ નિશ્ચિત બને છે ત્યારપછી, પ્રાદુર્ભત થયેલા સદ્ગદ્ધિવાળો આ જીવ જોકે શ્રાવક અવસ્થામાં વર્તતો વિષયભોગ કરે છે. ધનાદિને ગ્રહણ કરે છે. તોપણ ત્યાં ધનાદિમાં, અતૃપ્તિના કારણભૂત જે અભિળંગ છે તે થતો નથી રાગ થતો નથી. તેથી=ભોગ પ્રવૃત્તિ આદિ કરે છે તેમાં રાગ થતો નથી તેથી, જ્ઞાન, દર્શન, દેશચારિત્રમાં પ્રતિબદ્ધ અંતકરણવાળા એવા તેને=પોતે જે રત્નત્રયીની પરિણતિ પ્રાપ્ત કરી છે તેને જ અતિશય કરવા અર્થે પ્રતિબદ્ધચિત્તવાળા એવા તેને, જે ધનભોગાદિ જેટલાં પ્રાપ્ત થાય છે તેટલા જ સંતોષને ઉત્પાદન કરે છે અર્થાત્ જે ધનભોગાદિમાં તે પ્રવૃત્તિ કરે છે તેનાથી રાગની વૃદ્ધિ થતી નથી પરંતુ તે ભોગાદિ પ્રત્યે જે મંદ મંદ ઈચ્છા પડી છે તે તેની પ્રાપ્તિથી શાંત થાય છે પરંતુ અધિક અધિક પ્રાપ્તિના અભિલાષથી તે વ્યાકુળ થતો નથી. તેથી=પ્રાપ્ત થયેલા ભોગાદિમાં સંતોષ થાય છે તેથી, આ=પ્રસ્તુત જીવ, સબુદ્ધિના પ્રભાવથી જ ત્યારે શ્રાવક અવસ્થામાં, જે પ્રકારે જ્ઞાનાદિમાં યત્ન કરે છે તે પ્રકારે ધનાદિમાં યત્ન કરતા નથી. અર્થાત્ પ્રતિદિન નવું નવું શ્રતગ્રહણ કરવા યત્ન કરે છે. ભગવાનના વચનમાં રુચિ દઢ થાય તે રીતે સંસારનું સ્વરૂપ ભાવન કરીને દર્શનશુદ્ધિ કરવા યત્ન કરે છે. અને વિષયો પ્રત્યેનો સંશ્લેષ ક્ષીણક્ષીણતર થાય તેવો યત્ન કરે છે. જ્યારે ધનાદિમાં મૂચ્છદિ થાય તેવો કોઈ યત્ન કરતો નથી. તેથી અપૂર્વ એવા રાગાદિ વૃદ્ધિ પામતા નથી=પૂર્વમાં જે સબુદ્ધિના અભાવને કારણે નિમિત્તોને પામીને પૂર્વમાં જે રાગાદિ હોય તેના કરતાં વિશેષ પ્રકારના રાગાદિ વધતા હતા તે હવે વૃદ્ધિ પામતા નથી. પૂર્વના રાગાદિ અલ્પ-અલ્પતર થાય છે અને પૂર્વ ઉપચિતકર્મની પરિણતિના વાશથીસબુદ્ધિની પ્રાપ્તિના પૂર્વમાં જે રાગાદિભાવો કર્યા તેનાથી બંધાયેલાં કર્મ અને આત્મામાં રાગાદિના સંસ્કારો તેના વશથી, જોકે કોઈક અવસરમાં શરીરની અને મનની બાધા થાય છે=ભોગાદિની પ્રવૃત્તિ કરવાને કારણે શરીરની બાધા થાય છે અને મનમાં તેના અભિલાષરૂપ રાગ થવાને કારણે મતની બાધા થાય છે, તોપણ તે શરીરની અને મનની બાધા, વિરતુબંધપણું હોવાને કારણે ચિરકાળ રહેતી નથી=ભોગોની પ્રવૃત્તિ કરવાની અને ભોગવિષયક ઇચ્છા રૂપ જે બાધા હતી તે સદ્બુદ્ધિને કારણે હણાયેલી હોવાથી, જેવી જ તે બાધા થાય કે તરત તે જીવમાં રહેલી સદ્દબુદ્ધિ તેને પદાર્થના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન કરાવે છે જેથી તે બાધા ઉત્તરોત્તર પ્રવાહ રૂપે રહેતી નથી પરંતુ અલ્પકાળમાં શાંત થાય છે. તેથી આ જીવ ત્યારે સંતોષ અસંતોષના ગુણદોષવિશેષને જાણે છે સંતોષજન્ય સુખનો અનુભવ અને અસંતોષજન્ય દોષનો અનુભવ છે તેના ભેદને જાણે છે અને ઉત્તરગુણના આસ્કંદનથી ચિત્તમાં પ્રમોદ થાય છે. સબુદ્ધિની પ્રાપ્તિને કારણે પોતાને સહજ યત્નથી જેટલા ભોગો પ્રાપ્ત થાય છે તેટલાથી જ સંતોષ થાય છે, અધિક મેળવવાની ઇચ્છા થતી નથી પરંતુ અધિક અધિક રત્નત્રયીની વૃદ્ધિની ઇચ્છા થાય છે. તેથી Page #362 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ 336 ભોગાદિની ઇચ્છા મંદ છે, જે સંતોષનો પરિણામ છે, તેના કા૨ણે ચિત્ત અસંગભાવવાળું વર્તે છે. તે ગુણને તે જીવ જાણે છે. અને પૂર્વમાં આત્મકલ્યાણની ઇચ્છા હોવા છતાં ભોગાદિમાં ગાઢ મૂર્ચ્છને કારણે અધિક અધિક મેળવવાની લાલસારૂપ જે અસંતોષ હતો તદ્દન્ય વિહ્વળતારૂપ દોષને તે જીવ જાણે છે. તેથી હંમેશાં પ્રાપ્ત થયેલા ભોગોમાં સંતુષ્ટ રહીને જ્ઞાનાદિની વૃદ્ધિમાં યત્ન કરે છે. તેથી સબુદ્ધિથી પ્રેરાયેલા એવા તેને ઉત્તરના ગુણોની પ્રાપ્તિ થાય છે. જેનાથી પૂર્વ પૂર્વ કરતાં અધિક અધિક ચિત્તમાં પ્રમોદ થાય છે. उपनय : सद्बुद्धिदत्तसावधानी दोलायितमनश्च ततो यथा तेन वनीपकेन तया सबुद्ध्या परिचारिकया सह पर्यालोचितं - भद्रे ! किन्निमित्तः खल्वेष मम देहचेतसोः प्रमोदः ? तया च कदन्नलौल्यवर्जनं भेषजत्रयासेवनं च तस्य कारणमाख्यातं, तत्र युक्तिश्चोपन्यस्ता तदिहापि समानमेव, तथाहि - सबुद्ध्यैव सह पर्य्यालोचयन्त्रेष जीवो लक्षयति यदुत - यदेतत्स्वाभाविकं देहमनोनिवृत्तिरूपं सुखमाविर्भूतं मम अस्य निबन्धनं विषयादिष्वभिष्वङ्गत्यागो ज्ञानाद्याचरणं च, तथाहि - प्रागभ्यासवशेन विषयादिषु प्रवर्त्तमानोऽप्येष जीवः सद्बुद्धिकलितः सन्नेवं भावयति-न युक्तमीदृशं विधातुं मादृशां ततो गृद्धिविकलतया निवर्त्तते चेतसोऽनुबन्धः, ततः संपद्यते प्रशमसुखासिकेत्ययमत्र युक्तेरुपन्यासो विज्ञेय इति । ततः यदुपलब्धसुखरसेन तेन रोरेण तस्याः परिचारिकायाः पुरतोऽभिहितं यदुत - भद्रे ! सर्वथाऽधुना मुञ्चामीदं कदन्नं, येनात्यन्तिकमेतत्सुखं मे संपद्यत इति, तयोक्तंचाविंदं केवलं सम्यगालोच्य मुच्यतां भवता, यतस्तेऽत्यन्तवल्लभमेतद्, ततो यदि मुक्तेऽपि तवात्र स्नेहबन्धोऽनुवर्त्तते तद्वरतरमस्याऽत्याग एव, यतस्तीव्रलौल्यविकलतया भुञ्जानस्यापीदं भेषजत्रयाऽऽ सेवनगुणेनाधुना याप्यता ते विद्यते, साऽपि चात्यन्तदुर्लभा, यदि पुनरस्य सर्वत्यागं विधाय त्वमेतद्गोचरं स्मरणमपि करिष्यसि ततो रोगा भूयोऽपि प्रकोपं यास्यन्ति, तद्वचनमाकर्ण्य तस्य दोलायिता बुद्धिः, किं करवाणीति न संजातो मनसि निश्चय इति। तदिदमत्रापि जीवे तुल्यं वर्त्तते, तथाहि - यदाऽयं सांसारिककार्येषु चित्तानुबन्धत्रोटन ज्ञानाद्याचरणे दृढमनुरक्ततया गृहस्थावस्थायामपि वर्त्तमानो विज्ञातसंतोषसुखस्वरूपो भवति, तदाऽस्याऽविच्छिन्नप्रशमसुखवाञ्छया प्रादुर्भवत्येव सर्वसंगत्यागबुद्धिः, पर्य्यालोचयति चात्मीयसद्बुद्ध्या सार्द्धं यदुत - किमहमस्य विधाने समर्थो न वेति ? ततः सद्बुद्धिप्रसादादेवेदमेष लक्षयत्येव, यथाअनादिभवाऽभ्यासवशेन स्वरसप्रवृत्तिरेष जीवो विषयादिषु ततो यदि निःशेषदोषनिवृत्तिलक्षणां भागवतीमपि दीक्षामुररीकृत्य पुनरयं तामनादिरूढकर्मजनितां प्रकृतिमनुवर्तमानो विषयादिस्पृहयाऽप्यात्मानं विडम्बयिष्यति, ततोऽस्यादित एव तदनङ्गीकरणं श्रेयस्करं यतस्तीव्राभिष्वङ्गरहितो विषयादिषु Page #363 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ वर्त्तमानो गृहस्थोऽपि द्रव्यस्तवं ज्ञानाद्याचरणप्रधानं कुर्वाणः कर्माजीर्णजरणेन रागादिभावरोगतनुतामधिकृत्य याप्यतां लभते, न चेयमप्यनादौ भवभ्रमणे क्वचिदवाप्तपूर्वाऽनेन जीवेनातोऽत्यन्तदुर्लभेयम्। यदि तु प्रव्रज्यां प्रतिपद्य पुनर्विषयाद्यभिलाषं विधत्ते, ततः प्रतिज्ञाताऽकरणेन बृहत्तरचित्तसंक्लेशप्राप्तेर्गुरुतर- रागाद्युद्रेकेण तामपि याप्यतां न लभते, ततो यावदेवं निरूपयत्ययं जीवः तावदस्य चारित्रमोहनीयकर्मा - शैरनुवर्त्तमानैर्विधुरिता सती पूर्व प्रवृत्ताऽपि सर्वसंगत्यागबुद्धिः पुनर्दोलायते। ततः संपद्यते वीर्यहानिः, ततोऽवलम्बते खल्वयमेवंविधानि कदालम्बनानि यदुतसीदति तावदधुना ममेदं कुटुम्बकं, मन्मुखनिरीक्षकं चेदं न वर्त्तते मद्विरहे, अतः कथमकाण्ड एव मुञ्चामि ? यदि वाऽद्याप्यसंजातबलोऽयं तनयः, अपरिणीतेयं दुहिता, प्रोषितभर्तृकेयं भगिनी मृतपतिका वा, अतः पालनीया ममेयं, तथा नाद्यापि गृहधूर्धरणक्षमोऽयं भ्राता, जराजर्जरितशरीराविमौ मातापितरौ, स्नेहकातरौ च, गर्भवतीयं भार्या दृढमनुरक्तहृदया च, न जीवति मद्विरहिता, अतः कथमेवं विसंस्थलं परित्यजामि ? । यदि वा विद्यते मे भूरिधननिचयः, सन्ति बहवोऽधमर्णाः, अस्ति च सुपरीक्षितभक्तिर्भूयान् परिकरो बन्धुवर्गश्च, तदयं पोष्यो मे वर्त्तते, तस्मादुद्ग्राह्य द्रविणं लोकेभ्यः, कृत्वा बन्धुपरिकराधीनं, विधाय धर्मद्वारेण धनविनियोगं, अनुज्ञातः स्वरभसेन सर्वेर्मातापित्रादिभिर्विहिताशेषगृहस्थकृत्य एव दीक्षामङ्गीकरिष्ये, किमनेनाकाण्डविड्वरेणेति ? । उपनयार्थ : ३४० દ્રમકને સત્બુદ્ધિ વડે અપાયેલ સાવધાની અને આંદોલિત મન ત્યારપછી જે પ્રમાણે તે વનીપક વડે તે સત્બુદ્ધિ પરિચારિકા સાથે પર્યાલોચન કરાયું – હે ભદ્રે ! કયા નિમિત્તે આ મને દેહ અને ચિત્તનો પ્રમોદ છે ? અને કદન્નના લૌલ્યનું વર્જન=સંસારના ભોગોરૂપ લોલુપતાનું વર્જન, અને ભેષજયનું આસેવત=રત્નત્રયીનું આ સેવન, તેનું કારણ=દેહ અને ચિત્તના સુખની વૃદ્ધિનું કારણ, તેણી વડે=સબુદ્ધિ વડે, કહેવાયું. અને ત્યાં યુક્તિ ઉપન્યાસ કરાઈ=કથાનકમાં દેહ અને ચિત્તના પ્રમોદની યુક્તિ ઉપન્યાસ કરાઈ. તે અહીં પણ=પ્રસ્તુત જીવમાં પણ, સમાન જ છે. તે આ પ્રમાણે – સબુદ્ધિની સાથે=ભગવાનના વચનનાં પરમાર્થને જોનારી નિર્મળબુદ્ધિની સાથે, पर्यालोयन ऽश्तो खा भव भागे छे. शुं भागे छे ? ते 'यदुत थी जतावे छे જે આ દેહના અને મનના નિવૃત્તિરૂપ સ્વાભાવિક સુખ મને આવિર્ભૂત થયું આવું કારણ વિષયાદિમાં અભિષ્યંગનો ત્યાગ=સંશ્લેષ કરાવે એવા રાગનો ત્યાગ, અને જ્ઞાનાદિનું આચરણ छे. સદ્ગુદ્ધિને કા૨ણે જ્યારે જ્યારે તે જીવને વિષયનો અભિલાષ થાય છે ત્યારે પણ તે વિષયો શલ્ય જેવા છે; કેમ કે ઇચ્છા રૂપી પીડાથી આક્રાંત છે. તેથી તે શલ્યને કાઢવા માટે પ્રતિપક્ષ ભાવન દ્વારા ઇચ્છાને શાંત ક૨વા યત્ન કરે છે. છતાં ઇચ્છા શાંત ન થાય તો આ વિષયનું સેવન વિષ જેવું છે. તેવી બુદ્ધિ સ્થિર હોવાથી Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ અનુરક્તપણાથી ગૃહસ્થ અવસ્થામાં વર્તતો પણ આ જીવ વિજ્ઞાત સંતોષસુખસ્વરૂપવાળો થાય છે. ત્યારે આજે આ જીવને, અવિચ્છિન્ન પ્રશમસુખની વાંછાને કારણે સર્વસંગત્યાગની બુદ્ધિ પ્રાદુર્ભાવ થાય જ છે. અને આત્મીય સબુદ્ધિ સાથે પર્યાલોચન કરે છે. શું પર્યાલોચન કરે છે ? તે “યતથી બતાવે છે – શું હું આના સર્વ સંગના ત્યાગ દ્વારા અવિચ્છિન્ન પ્રશમસુખના, વિધાનમાં સમર્થ છું કે નહીં ? ત્યારપછી સબુદ્ધિના પ્રસાદથી જ આ જીવ આને જાણે જ છે=આગળમાં બતાવે છે એને જાણે જ છે. જે પ્રમાણે – અનાદિ ભવઅભ્યાસના વશથી વિષયાદિમાં આ જીવ સ્વરસપ્રવૃત્તિવાળો છે. તેથી જો નિઃશેષદોષનિવૃતરૂ૫ ભાગવતી પણ દીક્ષાને સ્વીકારીનેeત્રણ ગુપ્તિઓના બળથી આત્મામાં વર્તતા સર્વદોષો ચિત્તવૃત્તિમાં ઉપયોગ પ્રવર્તે તેવા પ્રકારની નિઃશેષ દોષની નિવૃત્તિરૂપ ભગવાને બતાવેલી દીક્ષાને સ્વીકારીને, ફરી આ જીવ અનાદિ રૂઢ કર્મજનિત તે પ્રકૃતિને અનુવર્તન કરતો વિષયાદિની સ્પૃહાથી પણ=વિષયાદિના સેવનથી નહીં પરંતુ વિષયાદિની સ્પૃહાથી પણ, આત્માને વિડંબિત કરશે તો આને પોતાના આત્માને, પ્રથમથી જ તેનું અવંગીકરણ-ભાગવતી દીક્ષાનો અસ્વીકાર શ્રેયસ્કર છે. જે કારણથી તીવ્ર અભિળંગ રહિત-આ વિષયાદિની ઈચ્છા શલ્ય જેવી છે ઈત્યાદિ ભાવનાઓથી તેને શાંત કરવાના યત્નપૂર્વક અશક્ય પરિહાર જણાય ત્યારે ભોગાદિમાં યત્ન કરતો શ્રાવક તીવ્ર અભિળંગ રહિત, વિષયાદિમાં વર્તતો વિષયાદિનું સેવન કરતો, ગૃહસ્થ પણ જ્ઞાનાદિ આચરણાપ્રધાન દ્રવ્યસ્તવને કરતો સ્વભૂમિકાનુસાર નવા નવા શ્રુતઅધ્યયનની આચરણા, જિતવચનમાં અમૂઢ દષ્ટિને સ્થિર કરવાની આચરણા, શક્તિ અનુસાર દેશવિરતિપાલનની આચરણા પ્રધાન છે જેમાં એવું દ્રવ્યસ્તવ કરતો, કર્મના અજીર્ણના જરણથી-કર્મજન્ય જે અજીર્ણ આત્મામાં વર્તે છે તે અલ્પ થવાથી, રાગાદિ ભાવોની તસુતાને આશ્રયીને યાપ્યતાને પામે છે ઉપશાંતતાને પામે છે અને આ પણ કષાયોની અલ્પતા પણ, અનાદિ ભવભ્રમણમાં આ જીવ વડે ક્યારે પણ પૂર્વે પ્રાપ્ત નથી. આથી આ રાગાદિ ભાવ રોગોની અલ્પતા, અત્યંત દુર્લભ છે. વળી, જો પ્રવ્રયા સ્વીકારીને ફરી વિષયાદિના અભિલાષને કરે છે=આ જીવ વિષયાદિનું સ્મરણ થવાથી કે પૂર્વના અતિસેવનને કારણે તેનો અભિલાષ કરે છે, તેથી પ્રતિજ્ઞાતા અકરણ દ્વારા દીક્ષાગ્રહણ કરતી વખતે પ્રતિજ્ઞા કરેલી કે હવે હું સર્વ સાવઘતા પરિહારપૂર્વક સમભાવમાં ઉદ્યમ કરીશ તે પ્રતિજ્ઞાતા અકરણથી, બૃહત્તર ચિત્તના સંક્લેશની પ્રાપ્તિ થવાને કારણે=પ્રતિજ્ઞા પ્રત્યે ઉપેક્ષા કરીને પ્રતિજ્ઞાતા વિરુદ્ધ આચરણા રૂપ વિષયોના સ્મરણ સ્વરૂપ બૃહતર ચિત્તના સંક્લેશની પ્રાપ્તિ થવાને કારણે, ગુરૂતર રાગાદિનો ઉદ્રક થવાથી ગૃહસ્થ અવસ્થામાં સંયમનો અભિલાષ કરતો હતો ત્યારે જે રાગાદિ હતા તેનાથી અતિશય અધિક એવા રાગાદિનો ઉદ્રક થવાથી, તે પણ યાપ્યતાને=ગૃહસ્થઅવસ્થામાં જે પ્રકારની કષાયોની શાંતતાને પ્રાપ્ત કરતો હતો તે પણ યાપ્યતાને, પામતો નથી. તેથી જયાં સુધી આ પ્રમાણે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, આ જીવ નિરૂપણ કરે છે=સદ્બુદ્ધિ દ્વારા વિચારણા કરે છે, ત્યાં સુધીમાં અનુવર્તમાન એવા ચારિત્રમોહનીયકર્માશ વડે વિધુર થયેલી છતી પૂર્વપ્રવૃત્ત પણ આવી સર્વ સંગત્યાગની બુદ્ધિ ફરી દોલાયમાન થાય છે જ્યારે સદબુદ્ધિ દ્વારા આ જીવ વિચાર કરે છે ત્યારે Page #365 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ અનુરક્તપણાથી ગૃહસ્થ અવસ્થામાં વર્તતો પણ આ જીવ વિજ્ઞાતસંતોષસુખસ્વરૂપવાળો થાય છે. ત્યારે આવે=આ જીવને, અવિચ્છિન્ન પ્રશમસુખની વાંછાને કારણે સર્વસંગત્યાગની બુદ્ધિ પ્રાદુર્ભાવ થાય જ છે. અને આત્મીય સદ્ગુદ્ધિ સાથે પર્યાલોચન કરે છે. શું પર્યાલોચન કરે છે ? તે ‘થવુત’થી બતાવે છે શું હું આના=સર્વ સંગના ત્યાગ દ્વારા અવિચ્છિન્ન પ્રશમસુખતા, વિધાનમાં સમર્થ છું નહીં ? ત્યારપછી સર્બુદ્ધિના પ્રસાદથી જ આ જીવ આવે જાણે જ છે=આગળમાં બતાવે છે એને જાણે જ છે. જે પ્રમાણે અનાદિ ભવઅભ્યાસના વશથી વિષયાદિમાં આ જીવ સ્વરસપ્રવૃત્તિવાળો છે. તેથી જો નિઃશેષદોષનિવૃત્તરૂપ ભાગવતી પણ દીક્ષાને સ્વીકારીને-ત્રણ ગુપ્તિઓના બળથી આત્મામાં વર્તતા સર્વદોષો ચિત્તવૃત્તિમાં ઉપયોગ પ્રવર્તે તેવા પ્રકારની નિઃશેષ દોષની નિવૃત્તિરૂપ ભગવાને બતાવેલી દીક્ષાને સ્વીકારીને, ફરી આ જીવ અનાદિ રૂઢ કર્મજનિત તે પ્રકૃતિને અનુવર્તન કરતો વિષયાદિની સ્પૃહાથી પણ=વિષયાદિના સેવનથી નહીં પરંતુ વિષયાદિની સ્પૃહાથી પણ, આત્માને વિડંબિત કરશે તો આને=પોતાના આત્માને, પ્રથમથી જ તેનું અનંગીકરણ=ભાગવતી દીક્ષાનો અસ્વીકાર શ્રેયસ્કર છે. જે કારણથી તીવ્ર અભિષ્યંગ રહિત=આ વિષયાદિની ઇચ્છા શલ્ય જેવી છે ઇત્યાદિ ભાવનાઓથી તેને શાંત કરવાના યત્નપૂર્વક અશક્યપરિહાર જણાય ત્યારે ભોગાદિમાં યત્ન કરતો શ્રાવક તીવ્ર અભિષ્યંગ રહિત, વિષયાદિમાં વર્તતો=વિષયાદિનું સેવન કરતો, ગૃહસ્થ પણ જ્ઞાનાદિ આચરણાપ્રધાન દ્રવ્યસ્તવને કરતો=સ્વભૂમિકાનુસાર નવા નવા શ્રુતઅધ્યયનની આચરણા, જિનવચનમાં અમૂઢ દૃષ્ટિને સ્થિર કરવાની આચરણા, શક્તિ અનુસાર દેશવિરતિપાલનની આચરણા પ્રધાન છે જેમાં એવું દ્રવ્યસ્તવ કરતો, કર્મના અજીર્ણના જરણથી=કર્મજન્ય જે અજીર્ણ આત્મામાં વર્તે છે તે અલ્પ થવાથી, રાગાદિ ભાવોની તનુતાને આશ્રયીને યાપ્યતાને પામે છે–ઉપશાંતતાને પામે છે અને આ પણ=કષાયોની અલ્પતા પણ, અનાદિ ભવભ્રમણમાં આ જીવ વડે ક્યારે પણ પૂર્વે પ્રાપ્ત નથી. આથી આ=રાગાદિ ભાવરોગોની અલ્પતા, અત્યંત દુર્લભ છે. વળી, જો પ્રવ્રજ્યા સ્વીકારીને ફરી વિષયાદિના અભિલાષને કરે છે=આ જીવ વિષયાદિનું સ્મરણ થવાથી કે પૂર્વના અતિસેવનને કારણે તેનો અભિલાષ કરે છે, તેથી પ્રતિજ્ઞાના અકરણ દ્વારા=દીક્ષાગ્રહણ કરતી વખતે પ્રતિજ્ઞા કરેલી કે હવે હું સર્વ સાવધતા પરિહારપૂર્વક સમભાવમાં ઉદ્યમ કરીશ તે પ્રતિજ્ઞાના અકરણથી, બૃહત્તર ચિત્તના સંક્લેશની પ્રાપ્તિ થવાને કારણે=પ્રતિજ્ઞા પ્રત્યે ઉપેક્ષા કરીને પ્રતિજ્ઞાના વિરુદ્ધ આચરણા રૂપ વિષયોના સ્મરણ સ્વરૂપ બૃહતર ચિત્તના સંક્લેશની પ્રાપ્તિ થવાને કારણે, ગુરુતર રાગાદિનો ઉદ્રેક થવાથી=ગૃહસ્થઅવસ્થામાં સંયમનો અભિલાષ કરતો હતો ત્યારે જે રાગાદિ હતા તેનાથી અતિશય અધિક એવા રાગાદિનો ઉદ્રેક થવાથી, તે પણ યાપ્યતાને=ગૃહસ્થઅવસ્થામાં જે પ્રકારની કષાયોની શાંતતાને પ્રાપ્ત કરતો હતો તે પણ યાપ્યતાને, પામતો નથી. તેથી જયાં સુધી આ પ્રમાણે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે, આ જીવ નિરૂપણ કરે છે=સબુદ્ધિ દ્વારા વિચારણા કરે છે, ત્યાં સુધીમાં અનુવર્તમાન એવા ચારિત્રમોહનીયકર્માંશ વડે વિધુર થયેલી છતી પૂર્વપ્રવૃત્ત પણ આવી સર્વ સંગત્યાગની બુદ્ધિ ફરી દોલાયમાન થાય છે=જ્યારે સત્બુદ્ધિ દ્વારા આ જીવ વિચાર કરે છે ત્યારે તે ૩૪૨ = Page #366 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૩૪૩ ભોગ પ્રત્યે પોતાના વલણને કરાવે એવા અનુવર્તમાન ચારિત્રમોહનીય કર્મો વડે તેની સર્વ સંગત્યાગની બુદ્ધિ જે પ્રગટ થયેલી તે વિધુરિત થાય છે અર્થાત્ ક્ષીણ થાય છે. તેથી સર્વ સંગત્યાગને અનુકૂળ જે પરિણામો થયેલા તે દોલાયમાન થાય છે. સબુદ્ધિવાળા જીવને વિચાર આવે છે કે હું સર્વ સંગનો ત્યાગ કરીશ પછી વર્તમાનમાં ક્યારેક ક્યારેક વિષયો પ્રત્યેની થોડી પણ જે તૃષ્ણા થાય છે અને તેના સેવનથી તે તૃષ્ણાને હું શાંત કરું છું તે સર્વ સંગના ત્યાગથી શાંત નહીં થાય તો બાહ્ય સંગના ત્યાગ દ્વારા હું અસંગભાવમાં જવા માટે જે પ્રકારે ઇચ્છું છું તે પ્રકારે જઈ શકીશ નહીં તો અવિચ્છિન્ન સુખ તો પ્રાપ્ત થશે નહીં, પરંતુ ચિત્ત હંમેશાં વિષયોના સંસ્મરણથી ક્લેશવાળું રહેશે. તેથી વીર્યરાતિ પ્રાપ્ત થાય છે=પૂર્વમાં બતાવ્યું એ પ્રમાણે આલોચન કરવાથી તે જીવની બુદ્ધિ દોલાયમાન થઈ તેથી સર્વ સંગત્યાગને અનુકૂળ જે વીર્ય ઉલ્લસિત હતું તેની હાનિ થાય છે, તેથી આ જીવ આવા પ્રકારના કદાલંબતો લે છે અર્થાત્ કેટલાક જીવો પોતાની સર્વ સંગત્યાગની બુદ્ધિ દોલાયમાન થાય ત્યારે સઆલંબન લઈને વિચારે છે કે હું શું કરું જેથી સર્વ સંગત્યાગ કર્યા પછી સ્વપ્નમાં પણ વિષયોની સ્પૃહા મને ન થાય અને એવા સાત્વિક જીવો સર્વવિરતિનું ગ્રહણ વિલંબિત કરીને પણ સર્વવિરતિના શક્તિના સંચય અર્થે પ્રતિમા આદિ ગ્રહણનાં આલંબનો પણ લે છે. તો વળી, કેટલાક જીવ કઆલંબન પણ લેનારા હોય છે. તેને સામે રાખીને અહીં કહે છે કે આ જીવ આવા પ્રકારના કઆલંબનો લે છે. કેવા કઆલંબનો લે છે તે “દુત'થી બતાવે છે – હમણાં મારું કુટુંબ સીદાય છે, મારા મુખને જોનાર આ મારું કુટુંબ મારા વિરહમાં રહી શકશે નહીં. આથી કેવી રીતે અકાંડ જ અચાનક જ, હું કુટુંબનો ત્યાગ કરું? અથવા હજી પણ અસંજાત બલવાળો આ પુત્ર છે. નહીં પરણાયેલી આ પુત્રી છે અથવા આ બહેન પતિથી ત્યાગ કરાયેલી છે અથવા મરી ગયેલા પતિવાળી છે. આથી મને આ પાલન કરવા યોગ્ય છે અને હજી પણ ગૃહની ધુરાને ધારણ કરવાને સમર્થ આ ભાઈ નથી. જરાથી જર્જરિત શરીરવાળાં આ માતા-પિતા છે અને મારા પ્રત્યે સ્નેહથી કાયરતાવાળાં છે. આ પત્ની ગર્ભવાળી છે અને દઢ અનુરક્ત હૃદયવાળી છે=મારામાં અત્યંત રાગવાળી છે. મારા વગર જીવશે નહીં. આથી આ રીતે વિસંસ્થલ હું કેવી રીતે ત્યાગ કરું=સંયમના પરિણામનું આલોચન કરવાથી સંયમના સુખની ઉત્કટ ઇચ્છા થઈ એ રીતે, વિચાર્યા વગર સ્કૂલબુદ્ધિથી ત્યાગ કરું. અથવા મારે ઘણા ધનનો સંચય વિદ્યમાન છે. ઘણા મારા દેવાદારો છે. અને સુપરીક્ષિત ભક્તિવાળો ઘણો પરિવાર અને બંધુવર્ગ છે, તે કારણથી આ મને પોષ્ય વર્તે છે તે કારણથી=ઘણા દેવાદારો છે અને મારો પોષવર્ગ છે તે કારણથી, લોકો પાસેથી ધનતે ગ્રહણ કરીને, બંધુપરિકરને આધીન કરીને ઉઘરાણીનું ધન બંધુ અને પરિવારને આધીન કરીને, ધર્મ દ્વારા ધનવિનિયોગને કરીને=ભગવંતભક્તિ આદિ ઉત્તમ કાર્યોમાં ધનનો વ્યય કરીને, સ્વેચ્છાથી માતાપિતા આદિ સર્વ વડે અનુજ્ઞાત=સંયમ માટે અનુજ્ઞા અપાયેલો, કર્યા છે અશેષ ગૃહસ્થકૃત્ય જેણે એવો જ હું દીક્ષાને અંગીકાર કરીશ. આ અકાંડ વિવર વડે શું?-અકાળે સંયમગ્રહણ કરવા રૂપ પ્રસંગ વડે શું? Page #367 -------------------------------------------------------------------------- ________________ ३४४ उपनय : ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ प्रव्रज्याकाठिन्यविचारः अन्यच्च यदिदं प्रव्रजनं नाम साक्षाद् बाहुभ्यां तरणमेतत् स्वयंभूरमणस्य वर्त्तते, प्रतिस्रोतोगमनमेतद्गङ्गायाः, चर्वणेमेतदयोयवानां, भक्षणमेतदयोगोलकानां, भरणमेतत्सूक्ष्मपवनेन कम्बलमुत्कोल्याः, भेदनमेतत् शिरसा सुरगिरेः, मानग्रहणमेतत्कुशाग्रेण नीरनिधेः, नयनमेतदबिन्दुपातं धावता योजनशतं तैलापूर्णपात्र्याः, ताडनमेतत् सव्यापसव्यभ्रमणशीलाष्टचक्रविवरगामिना शिलीमुखेन वामलोचने पुत्रिकायाः, भ्रमणमेतदनपेक्षितपादपातं निशातकरवालधारायामिति, यतोऽत्र परिसोढव्याः परिषहाः, निराकर्त्तव्या दिव्याद्युपसर्गाः, विधातव्या समस्तपापयोगनिवृत्तिः, वोढव्यो यावत्कथं सुरगिरिगुरुः शीलभारो, वर्त्तयितव्यः सकलकालं माधुकर्या वर्त्तनयाऽऽत्मा, निष्टप्तव्यो विकृष्टतपोभिर्देहः, स्वात्मीभावमानेतव्यः संयमः, समुन्मूलयितव्या रागादयो, निरोद्धव्यो हार्दतमः प्रसरः, किम्बहुना ? निहन्तव्यो ऽप्रमत्तचित्तैर्मोहमहावेताल इति । मृदुशयनाहारलालितपालितं च मामकं शरीरं, तथा अपरिकर्मितमद्यापि चित्तं, तन्नैतावतः प्रायेण महाभारस्योद्वहने सामर्थ्यम् । अथ चैतदप्यस्ति, न यावत्सकलद्वन्द्वविच्छेदद्वारेण भागवती दीक्षाऽभ्युपगता, न तावत्सम्पूर्णं प्रशमसुखमशेषक्लेशवित्रोटलक्षणो वा मोक्षोऽवाप्यत इति । न जानीमः, किं कुर्महे ? ततोऽयमेव जीवोऽनवाप्तकर्त्तव्यनिर्णयः सन्देहदोलारूढहृदयः कियन्तमपि कालं चिन्तयन्त्रेवावतिष्ठते । ઉપનયાર્થ -- દીક્ષાની કઠિનતાનો વિચાર અને બીજું, આ પ્રવ્રજન=સંયમ એ સાક્ષાત્ બાહુ દ્વારા=બે ભુજા દ્વારા, સ્વયંભૂરમણનું તરણ છે. ગંગાનું પ્રતિસ્રોતગમત આ=પ્રવ્રજન, છે. લોખંડના જવોનું ચર્વણ છે=ચાવવાની ક્રિયા છે. અયોગોલકનું= લોખંડના ગોળાઓનું, ભક્ષણ આ=પ્રવ્રજત, છે. કંબલની મુત્કોલીનું સૂક્ષ્મપવનથી ભરણ આ=પ્રવ્રજન, છે. માથા વડે સુરગિરિનું=મેરુપર્વતનું, ભેદન આ છે=તોડવાનો પ્રયત્ન પ્રવ્રજન છે. તણખલાના અગ્રભાગથી સમુદ્રનું માપ કાઢવું આ=પ્રવ્રજત, છે. તેલથી આપૂર્ણ એવા પાત્રનું બિંદુ પાત વગર સો યોજન સુધી દોડતા લઈ જવા રૂપ આ=પ્રવ્રજન છે. સવ્યાપસવ્યભ્રમણ=ડાબા-જમણારૂપે ભ્રમણસ્વભાવવાળા આઠ ચક્રના વિવરગામી એવા બાણ વડે પૂતળીના વામલોચનમાં તાડન આ છે=રાધાવેધને કરવા જેવું આ પ્રવ્રજન છે. તીક્ષ્ણ તલવારની ધારા ઉપર અનપેક્ષિત પાદના પાતવાળું ભ્રમણ=યત્નપૂર્વકના પાદપાતતુલ્ય નહીં પરંતુ શીઘ્ર શીઘ્ર પાદના પાતવાળા ભ્રમણ જેવું આ=પ્રવ્રજન છે. આ સર્વકથનો પ્રાયઃ સર્વ અસંભવી જણાય છે. પરંતુ જીવમાં કોઈક દિવ્ય શક્તિ આવે તો તે દિવ્યશક્તિના બળથી સ્વયંભૂરમણ સમુદ્ર પણ તરી શકે છે અને અન્ય સર્વ પણ અશક્ય કથનો તે દિવ્યશક્તિના બળથી Page #368 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૩૪૫ કરી શકે છે તેમ જે મહાત્મામાં અત્યંત મૂઢતાનો પરિહાર થયો છે, જેથી બાહ્યપદાર્થો પ્રત્યે સંશ્લેષ નથી તેવા અંતરંગ દિવ્યશક્તિવાળા માટે સ્વયંભૂરમણ સમુદ્ર તરવા તુલ્ય દુષ્કર કાર્ય પણ થઈ શકે છે. આથી જ અનાદિકાળથી મહાસમુદ્રતુલ્ય ચાર ગતિઓના પરિભ્રમણ રૂપ સંસારસમુદ્રને જીવ તરી શક્યો નહીં. છતાં જેઓ સંસારના વાસ્તવિક સ્વરૂપના અવલોકનથી ઉલ્લસિત થયેલા વીર્યવાળા છે તેવા દિવ્યશક્તિવાળા જીવો જ સંયમની ધુરાને વહન કરવા સમર્થ બને છે. આ પ્રકારે પ્રસ્તુત કથનથી જીવ ભાવન કરે છે અને તેના પૂર્વના કથનથી તે વિચારે છે કે હજી મારે કૌટુંબિકના કેટલાંક કાર્યો કરવાના બાકી છે અને મારું ચિત્ત કંઈક અભિવૃંગવાળું છે તેથી અચાનક દીક્ષા ગ્રહણ કરીશ તો આ સર્વ કાર્યોમાંથી જે કાર્યો કરવાનાં બાકી છે તે કાર્યનું સ્મરણ સંયમ ગ્રહણ કર્યા પછી ચિત્તવૃત્તિમાં ઉસ્થિત થશે તો બે બાહથી સંસાર સમુદ્રને તરવામાં તે સ્મરણ મને વિજ્ઞભૂત થશે. આ પ્રકારના તાત્પર્યથી સબુદ્ધિવાળો પ્રસ્તુત જીવ સર્વ વિચાર કરે છે. અને કેમ પ્રવ્રયા અતિ દુષ્કર છે? તે બતાવતાં કહે છે. જે કારણથી અહીં પ્રવ્રજ્યામાં પરિષહો સહન કરવા જોઈએ=પરિષદકાળમાં ચિત્તવૃત્તિને સમભાવને અનુકૂળ પ્રવર્તાવવી જોઈએ. દિવ્યાદિ ઉપસર્ગો નિરાકરણ કરવા જોઈએ ઉપસર્ગકાળમાં પણ વિપ્રકંપ ચિત્ત થાય તે પ્રકારે યત્ન કરવો જોઈએ. સમસ્ત પાપયોગની નિવૃત્તિ કરવી જોઈએ મન, વચન અને કાયાના યોગોને જિનવચનથી નિયંત્રિત પ્રવર્તાવીને આશ્રવતા રોધમાં પ્રયત્ન કરવો જોઈએ. યાવત્ જીવન સુધી પર્વતના ભાર જેવો શીલનો ભાર સહન કરવો જોઈએ=અઢાર હજાર શીલાંગની ધુરાને સ્મરણ કરીને તે પ્રમાણે જ ત્રણેય યોગોને પ્રવર્તાવવા જોઈએ. સકલકાલ માધુકરી વર્તનથી આત્માને પ્રવર્તાવવો જોઈએ=ભ્રમરની ઉપમાથી ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ. વિકૃષ્ટ તપ વડે દેહને તપાવવો જોઈએ અર્થાત્ દેહની પુષ્ટિકૃત વિકારો ન થાય તદ્ અર્થે અને સ્વાધ્યાયાદિમાં વ્યાઘાત ન થાય તે મર્યાદાનુસાર શક્તિના પ્રકર્ષથી તપમાં ઉદ્યમ કરવો જોઈએ. સ્વાત્મભાવરૂપે સંયમને પ્રાપ્ત કરવો જોઈએ પાંચે ઈન્દ્રિયો અને મતનો સંવર જીવતી પ્રકૃતિરૂપે પ્રાપ્ત કરવો જોઈએ, રાગાદિઓને મૂલ સહિત ઉભૂલ કરવા જોઈએ=રાગાદિના મૂળભૂત વિપર્યાસ સહિત રાગાદિનો નાશ કરવો જોઈએ. હદયસંબંધી અંધકારનો પ્રસર વિરોધ કરવો જોઈએ=આત્મામાં જિનવચનાનુસાર સૂક્ષ્મબોધનો જે અભાવ છે તે હદયમાં અંધકારનો પ્રસાર છે અને સંયમ ગ્રહણ કર્યા પછી સતત નવું નવું શ્રુત ભણીને તે અંધકારના પ્રસરનો વિરોધ કરવો જોઈએ. વધારે શું કહેવું? અપ્રમત્તચિત્ત વડે મોહરૂપી મહાવેતાલનો નાશ કરવો જોઈએ. આ સર્વ દુષ્કર કાર્ય છે. માટે સંયમગ્રહણ સ્વયંભૂરમણ સમુદ્ર તરવા આદિ સ્વરૂપ છે. એ પ્રમાણે સદ્ગદ્ધિના બળથી પ્રસ્તુત જીવ પર્યાલોચન કરે છે. વળી વિચારે છે કે મૃદુશયન અને મૃદુઆહારથી લાલિતપાલિત મારું આ શરીર છે. અને હજી પણ મારું ચિત્ત અપરિકર્મિત છે અર્થાત્ સંસારના ઉચ્છેદ માટે દુષ્કર પણ સર્વ કાર્યો કરવા જોઈએ જેથી શીધ્ર સંસારનો ઉચ્છેદ થાય પરંતુ તે સર્વ કરવા માટે મારું ચિત્ત હજી પણ પરિકર્મિત નથી. તે કારણથી આટલા મહાભાર=પૂર્વમાં વર્ણન કર્યું કે સર્વવિરતિ મહાપર્વતને વહન કરવા તુલ્ય છે એટલા મહાભારને પ્રાયઃ વહન કરવામાં સામર્થ્ય નથી અર્થાત્ મારામાં તેનું ધૃતિબળ નથી અને વળી, Page #369 -------------------------------------------------------------------------- ________________ ३४५ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવના આ પણ છે=આગળમાં કહે છે એ પણ છે. જ્યાં સુધી સકલ દ્વન્દ્રના વિચ્છેદ દ્વારારાગ, દ્વેષ, રતિ, અરતિ ઈત્યાદિ સર્વ કંઠોના વિચ્છેદ દ્વારા, ભાગવતી દીક્ષા સ્વીકારાઈ નથી ત્યાં સુધી સંપૂર્ણ પ્રશમસુખ અથવા અશેષ ક્લેશના વિદ્રોટતલક્ષણ મોક્ષ પ્રાપ્ત કરાતો નથી, એથી=સંયમના ભારને અનુકૂલ મારું સામર્થ્ય નથી અને સંયમ વગર સંપૂર્ણ પ્રશમસુખ નથી એથી, હું જાણતો નથી શું કરું? તેથી આ જ જીવ નહીં પ્રાપ્ત થયેલા કર્તવ્યના નિર્ણયવાળો સંદેહના દોલામાં આરૂઢ થયેલા હદયવાળોઃ સંદેહરૂપી હીંચકામાં દોલાયમાન થયેલા ચિત્તવાળો, કેટલોક પણ કાળ ચિંતવન કરતો રહે છે અર્થાત્ સબુદ્ધિ સાથે ઉચિત નિર્ણય કરવા માટે વારંવાર સંસારનું રૌદ્ર સ્વરૂપ અને તેના વિસ્તારનો ઉપાય સર્વવિરતિ છે. અને તેના માટે પોતાની શક્તિ નથી કે છે તેનો નિર્ણય કરવા અર્થે અને જો શક્તિ વગર ગ્રહણ કરીશ તો ત્યાં ગયા પછી ભોગો વગેરેનું સ્મરણ થશે તેથી સંસાર વૃદ્ધિ પામશે અને મહાધેર્યથી હું ઉપશમ સુખમાં યત્ન કરીશ તો ઉત્તરોત્તર સુખ વૃદ્ધિ પામશે, માટે મારે મારી શક્તિ અનુસાર શું કરવું ઉચિત છે તેના વિષયક ચિંતવન કરતો જ કેટલાક કાળ સુધી રહે છે. 6पनय : आस्वादितप्रशमसुखस्य संवेगवृद्धिः वैराग्ये स्थितप्रज्ञता ततो यदुक्तं यदुत-अन्यदा तेन वनीपकेन महाकल्याणकाऽऽपूर्णोदरेण तत्कदन्नं लीलया कथञ्चित् प्राशितं, ततस्तृप्त्युत्तरकालं भुक्तत्वात्तस्य यथावस्थितैरेव गुणैः कुथितत्वविरसत्वनिन्द्यत्वादिभिश्चेतसि प्रतिभातं, ततः संजातोऽस्य तस्योपरि व्यलीकीभावः, ततस्त्यक्तव्यमेवेदं मयेति सिद्धान्तीकृत्य स्वमनसा तत्त्यागार्थमादिष्टा सदबुद्धिः, तयाऽभिहितं धर्मबोधकरण सार्द्ध पर्यालोच्य मुच्यतामेतदिति, ततस्तदन्तिके गत्वा निवेदितः स्वाभिप्रायो वनीपकेन, तेनापि निकाचनापूर्वं त्याजितोऽसौ तत्कदन्नं, क्षालितं विमलजलैस्तद्भाजनं, पूरितं परमानेन, विहितस्तद्दिने महोत्सवः, जातं जनप्रवादवशेन तस्य वनीपकस्याऽभिधानं सपुण्यक इति। तदिदं वृत्तान्तान्तरमस्यापि जीवस्य दोलायमानबुद्धस्तथा गृहस्थावस्थायां वर्तमानस्य क्वचित्संभवतीत्यवगन्तव्यं, तथाहि-यदाऽयं जीवो विदितप्रशमसुखास्वादो भवति भवप्रपञ्चा-द्विरक्तचित्तस्तथापि केनचिदालम्बनेन गृहमधिवसति तदा करोत्येव विशिष्टतरं तपोनियमाभ्यासं, स एष परमानाभ्यवहारोऽभिधीयते। यत्तु तस्यामवस्थायामनादरेणार्थोपार्जनं, कामासेवनं वा तल्लीलया कदशनप्राशनमिति विज्ञेयम्। ततो यदा भार्या वा व्यलीकमाचरेत्, पुत्रो वा दुर्विनीततां कुर्यात्, दुहिता वा विनयमतिलङ्घयेत्, भगिनी वा विपरीतचारितामनुचेष्टेत, भ्राता वा धर्मद्वारेण धनव्ययं विधीयमानं न बहु मन्यते, जननीजनको वा गृहकर्त्तव्येषु शिथिलोऽयमिति जनसमक्षमाक्रोशेतां, बन्धुवर्गो वा व्यभिचारं भजेत, परिकरो वाऽऽज्ञा प्रतिकूलयेत्, स्वदेहो वाऽतिलालितपालितोऽपि खलजनवद्रोगादिकं विकारमादर्शयेत्, धननिचयो वा अकाण्ड एव विद्युल्लताविलसितमनुविदध्यात्, Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ तदाऽस्य परमानतृप्तस्य कुभोजनमिव समस्तोऽपि संसारविस्तारः सुतरां यथावस्थितस्वरूपेण मनसि प्रतिभासयेत्, ततस्तदाऽयं विविक्तेन चेतसा प्रादुर्भूतसंवेगः सन्नेवं भावयेत् अये ! यदर्थमहं विज्ञातपरमार्थोऽपि स्वकार्यमवधीर्य सदनमधिवसामि तस्य स्वजनधनादेरेवंविधः परिणामः, तथापि ममाऽपर्यालोचितकारिणो नास्योपरि स्नेहः प्रवर्त्तमानो निवर्त्तते, नूनमविद्याविलसितमेवेदं, यदीदृशेऽप्यत्र चेतसः प्रतिबन्धः, तत्किमर्थमनर्थव्यामूढहृदयः खल्वहमात्मानं वञ्चयामि, तस्मान्मुञ्चामीदं सकलं जम्बालकल्पं कोशिकाकारकीटस्येवात्मबन्धनमात्रफलं बहिरन्तरङ्गसङ्गकदम्बकम्, यद्यपि यदा यदा पर्यालोच्यते तदा तदा विषयस्नेहकलाकुलितचेतसि दुष्करोऽस्य त्यागः प्रतिभासते, तथाऽपि त्यक्तव्यमेवेदं मया पश्चाद्यद्भाव्यं तद्भविष्यति। अथवा किमत्र यद्भाव्यम् ? न भविष्यत्येव मे किञ्चित्परित्यक्तेऽस्मिन्नसुन्दरं, किन्तर्हि ? निरुपचरितश्चित्तप्रमोद एव संजनिष्यते, ततो यावदेष जीवोऽत्र परिग्रहकर्दमे गज इव निमग्नोऽवसीदति तावदेवास्याऽयमतिदुस्त्यजः प्रतिभासते, यदा पुनरयमेतस्मानिर्गतो भवति तदाऽयं जीवः सति विवेके नास्य धनविषयादेः संमुखमपि निरीक्षते को हि नाम सकर्णको लोके महाराज्याभिषेकमासाद्य पुनश्चाण्डालभावमात्मनोऽभिलषेत्? तदेवमेष जीवस्त्यक्तव्यमेवेदं मया, नास्ति त्यजतः कश्चिदपायः इति स्थितपक्षं करोति। ઉપનયાર્થ :આસ્વાદિત પ્રશમસુખવાળા ક્રમને સંવેગની વૃદ્ધિ અને વૈરાગ્યમાં સ્થિર બુદ્ધિ ત્યારપછી જે કહેવાયું કથામાં કહેવાયું, શું કહેવાયું ? તે ‘થી બતાવે છે – અચદા મહાકલ્યાણક આપૂર્ણ ઉદરવાળા=શક્તિના પ્રકર્ષથી મહાકલ્યાણનું ભોજન કરેલા એવા, તે રાંકડાએ તે કદન્ન લીલાથી કંઈક ખાધું. તેથી તૃપ્તિના ઉત્તરકાલમાં મહાકલ્યાણના ભોજનથી તૃપ્તિના ઉત્તરકાલમાં, મુક્તપણું હોવાથી તેના ચિત્તમાં કુથિતત્વ, વિરસત્વ નિન્દવાદિ યથાવસ્થિત ગુણો વડે પ્રતિભાસ થયું. તેથી આને=પ્રસ્તુત જીવને, તેના ઉપર-કદલ ઉપર, લીકીભાવ થયો ધૃણાનો ભાવ થયો, તેથી આ મારા વડે ત્યાગ કરવો જોઈએ એ પ્રમાણે સ્વમતથી નિર્ણય કરીને તેના ત્યાગ માટે સબુદ્ધિ પુછાવાઈ. તેના વડે કહેવાયું=સબુદ્ધિ વડે કહેવાયું, ધર્મબોધકરતી સાથે પર્યાલોચન કરીને આ ત્યાગ કરાવો. ત્યારપછી તેમના પાસે જઈને ધર્મબોધકર પાસે જઈને, તે રાંકડા વડે પોતાનો અભિપ્રાય નિવેદન કરાયો, તેના વડે પણ સદગુરુ વડે પણ નિકાચતાપૂર્વક આ જીવ તે કદત્તને ત્યાગ કરાયો સંયમગ્રહણ કરતા પૂર્વે જે સંયમની દુઃસાધ્યતા આદિ બતાવે છે તે રૂપ નિકાચના પૂર્વક તે કદન્ન ત્યાગ કરાયું. વિમલજલ વડે તે ભાજલ ધોવાયું અર્થાત્ ઉત્તમ અનુશાસન આપવા રૂપ વિમલજલથી તે દેહરૂપી ભાજન ધોવાયું. પરમાત્રથી તેનું ભાજન પૂર્ણ કરાયું=ચારિત્રરૂપ પરમાત્રથી તેનું ભાજન પૂર્ણ કરાયું, તે દિવસે મહોત્સવ કરાયો. જનપ્રવાદના વશથી તે ભિખારીનું નામ સપુષ્પક એ પ્રમાણે થયું અર્થાત્ સંયમ આપતી વખતે જે તેના ગુણને અનુરૂપ નામ અપાય છે તે નામ તેના ગુણનો વાચક Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ હોવાથી તે સપુષ્પક થયો. તે પ્રકારની ગૃહસ્થ અવસ્થામાં વર્તમાન દોલાયમાન બુદ્ધિવાળા આ પણ જીવતો તે આ વૃતાંતાંતર કથાનકમાં વકીપકના વિષયમાં કહ્યું કે આ વૃતાંતાંતર, ક્યારેક સંભવે છે એ પ્રમાણે જાણવું. તે આ પ્રમાણે – જયારે આ જીવ જાણેલા પ્રશમસુખના આસ્વાદવાળો, ભવપ્રપંચથી વિરક્તચિત્તવાળો થાય છે તો પણ કોઈક આલંબનથી ઘરમાં વસે છે. ત્યારે વિશિષ્ટતર તપનિયમનો અભ્યાસ કરે છે સ્વભૂમિકાનુસાર બાહ્ય તપ અને નવું નવું શાસ્ત્રશ્રવણ ભાવત થાય અને રાગાદિ ક્લેશો શાંત-શાંતતર થાય તે પ્રકારે ભાવનાઓથી આત્માને વાસિત કરે તેવા બાહ્ય અને અત્યંતર વિશિષ્ટતર તપનિયમનો અભ્યાસ કરે છે, તે જ પરમાત્રનું આસ્વાદન કહેવાય છે. વળી, જે તે અવસ્થામાં અનાદરથી અર્થ ઉપાર્જન અથવા કામસેવન કરે છે તે લીલાથી કદાના સેવન જેવું જાણવું=રાગાદિ વૃદ્ધિ ન કરે અને સંયોગ અનુસાર અશક્યપરિહાર હોય તેવા અર્થઉપાર્જન કે કામસેવનની પ્રવૃત્તિ કરે છે. તેથી જ્યારે ભાર્યા વિપરીત આચરણા કરે છે અથવા પુત્ર દુર્વિનીતતાને પામે છે અથવા પુત્રી વિનયનું અતિલંઘન કરે છે અથવા ભગિની વિપરીત આચરણાવાળી ચેષ્ટા કરે છે અથવા ભાઈ ધર્મ દ્વારા કરાતા ધનવ્યયને બહુ માનતો નથી અર્થાત્ તું આ કરે છે તે ઉચિત નથી એમ કહે છે અથવા માતાપિતા ગૃહકર્તવ્યમાં આ શિથિલ છે એ પ્રમાણે લોકો આગળ આક્રોશ કરે છે અથવા બંધુવર્ગ વ્યભિચારને પામે છે બંધુવર્ગ શત્રુપણાને પામે છે અથવા પરિવાર આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે અથવા અતિ લાલિત પણ પોતાનો દેહ ખલપુરુષની જેમ રોગાદિ વિકારને બતાવે છે અથવા ધનનો સમૂહ પણ અકાંડ જ વીજળીના વિલસિતને અનુસરણ કરે છે–વીજળીના ચમકારાની જેમ નાશ પામે છે. ત્યારે પરમાત્રથી તૃપ્ત થયેલા આ જીવ=પૂર્વમાં કહેવા પ્રસંગોમાંથી કોઈક પ્રસંગ બને ત્યારે આ જીવને, કુભોજનની જેમ સમસ્ત પણ સંસારનો વિસ્તાર અત્યંત યથાવસ્થિત સ્વરૂપથી મનમાં પ્રતિભાસ પામે છે અર્થાત્ પૂર્વોક્ત પ્રસંગમાંથી કોઈ પ્રસંગ બને ત્યારે સંસારનું સ્વરૂપ જ આવું છે એમ પૂર્વમાં જાણતો હોવા છતાં અને પરમાત્રથી કંઈક તૃપ્ત હોવા છતાં થોડી પણ જે સંસારના પ્રત્યેની આસ્થા હતી જેથી સંયમગ્રહણ કરવું દુષ્કર જણાતું હતું તે તેવા પ્રકારના સંસારના વિષમ નિમિત્તોને જોઈને સ્પષ્ટ દેખાય છે કે સંસારનું આ પ્રકારનું જ વિષમ સ્વરૂપ છે. માટે તુચ્છભોગોની આસ્થાને છોડીને સદા પરમાત્રથી તૃપ્ત રહી શકે એ પ્રકારે વીર્ય ઉલ્લસિત થાય એવું સંસારનું યથાવસ્થિત સ્વરૂપ તેના ચિત્તમાં પ્રતિભાસ થાય છે. તેથી ત્યારે આ જીવ વિવિક્ત ચિત્ત વડે પ્રાદુર્ભત સંવેગવાળો છતાં=સંસારના ભાવોથી નિર્લેપ ચિત્તથી પ્રાદુર્ભત થયેલા સંવેગવાળો છતાં, આ પ્રમાણે વિચારે છે. શું વિચારે છે ? તે બતાવે છે – ખરેખર જેના માટે હું વિજ્ઞાત પરમાર્થવાળો પણ સ્વકાર્યની અવગણના કરીને સંયમગ્રહણ કરીને, સર્વ ઉદ્યમથી મોહતાશરૂપ સ્વિકાર્યની અવગણના કરીને, ઘરમાં વસું છું તે સ્વજન, ધન આદિનો આવા પ્રકારનો પરિણામ છે-ગમે ત્યારે વિપરીત પ્રવૃત્તિ થાય એવા પ્રકારનો પરિણામ છે, છતાં પણ અપર્યાલોચિત કરનાર એવા મને આના ઉપર પ્રવર્તતો સ્નેહ નિવર્તન પામતો નથી. ખરેખર આ અવિદ્યા વિલસિત જ છે મૂઢતા આપાદક અજ્ઞાન વિલસિત જ આ છે આવા ચંચલ ભાવવાળા Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ સ્વજનઆદિમાં સ્નેહનો અનુબંધ વર્તે છે એ અજ્ઞાન વિલસિત જ છે. જે કારણથી આવા પ્રકારમાં પણ આમાંઆવા પ્રકારના સ્વરૂપવાળા પણ સંસારમાં, ચિત્તનો પ્રતિબંધ છે અજ્ઞાન વિલસિત જ આ સંસાર છે એવું સ્પષ્ટ અનુભવથી જણાય છે એવા પ્રકારના જ આ સંસારમાં ચિત્તનો પ્રતિબંધ છે, તે કારણે અનર્થથી વ્યામૂઢહદયવાળો એવો ખરેખર હું આત્માને કેમ ઠગું અર્થાત્ આ સંસારની સર્વપ્રવૃત્તિઓ અનર્થ કરનારી છે છતાં તેનો વિચાર કર્યા વગર વ્યામૂઢહદયવાળો એવો હું કેમ પોતાના આત્માને ઠગું અર્થાત્ આત્માને ઠગવું ઉચિત નથી. તે કારણથી હું આ સકલ જમ્બાલકલ્પ મોહના જાળા જેવા, કોશિક આકારવાળા કીડાની જેમ આત્માને બંધનમાત્ર ફલવાળા, બહિરંગ-અંતરંગ સંગના સમૂહનો હું ત્યાગ કરું અર્થાત્ કોશિક કીડો પોતાની લાળથી જ પોતાને વીંટાળે છે અને તેમાં ગૂંગળાય તેમ આત્માને સ્નેહલા બંધનમાત્ર ફલવાળો અને તેના કારણે સર્વ પ્રકારના ક્લેશના ફલવાળો બહિરંગ-અંતરંગ સંગનો સમૂહ છે તેનો હું ત્યાગ કરું. જોકે જ્યારે જ્યારે પર્યાલોચન કરે છે ત્યાગના સ્વરૂપનું પર્યાલોચન કરે છે, ત્યારે ત્યારે વિષયના સ્નેહના કલાથી આકુલિત ચિત્તમાં આવો ત્યાગ બહિરંગ અને અંતરંગ સંગનો ત્યાગ, દુષ્કર પ્રતિભાસ થાય છે. તોપણ આ બહિરંગ અને અંતરંગ સંગનો સમૂહ, મારા વડે ત્યાગ કરવો જોઈએ, પાછળથી જે થવાનું હોય તે થશે અથવા આમાં=સર્વત્યાગમાં, જે ભાવ્ય શું છે ? અર્થાત્ થવાનું શું છે ? આ પરિત્યાગ કરાયે છતે મને અસુંદર કંઈ જ થશે નહીં–ચિત્તમાં વિષયોના સ્મરણરૂપ આકુળતા સ્વરૂપ કંઈ અસુંદર થશે નહીં, તો શું થશે ? તેથી કહે છે. તિરુપચરિત ચિત્ત પ્રમોદ જ થશે બાહ્યસર્વસંગના ત્યાગથી અંતરંગ કષાયોના ક્લેશનો કોલાહલ શાંત થવાથી ચિત્તની નિરાકુલ અવસ્થારૂપ તિરુપચરિત ચિત્તનો પ્રમોદ જ થશે. તેથી=સદ્દબુદ્ધિના સમાગમના બળથી આ જીવ સંસારનો ત્યાગ વિષયક વિચારો કરે છે તેથી, જ્યાં સુધી આ જીવ આ પરિગ્રહ રૂપી કાદવમાં નિમગ્નગજની જેમ=કાદવમાં ખૂંચેલા ગજની જેમ, સીદાય છે. ત્યાં સુધી જ આને=આ જીવને, આ=બાહ્યપરિગ્રહ, અને અંતર પરિગ્રહ દુત્ત્વજ પ્રતિભાસ થાય છે. જ્યારે વળી આ જીવ આનાથી=પરિગ્રહરૂપી કાદવથી, નિર્ગત થાય છે સર્વ સંગનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરે છે ત્યારે આ જીવ વિવેકવાળો હોતે છતે સર્વ અંતરંગ અને બહિરંગ સંગનો ત્યાગ કરીને મારું હિત સાધવું છે તેવો વિવેક હોતે છતે, આ ધનવિષયાદિતા સન્મુખ પણ જોતો નથી=બાહ્ય કોઈ જીવતી સાથે સંગના પરિણામથી નિરીક્ષણ કરતો નથી, જે કારણથી કયો બુદ્ધિમાન પુરુષ લોકમાં મહારાજ્યાભિષેકને પામીને વળી, આત્માના ચાલાલભાવની અભિલાષા કરે અર્થાત્ જ્યારે આ જીવ ગૃહસ્થ અવસ્થામાં છે ત્યારે પ્રસંગે પ્રસંગે બાહ્યપદાર્થોના સંસર્ગને કારણે મંદ મંદ પણ સંગની બુદ્ધિ વર્તે છે તેથી જ્યાં સુધી તે પરિગ્રહરૂપી કાદવવાળી સંસારઅવસ્થામાં નિમગ્ન રહે છે ત્યારે આ જીવને પરિગ્રહ વિષયક સંગનો ત્યાગ દુષ્કર જણાય છે. પરંતુ સંસારના પારમાર્થિક સ્વરૂપને જોવાની નિર્મળદષ્ટિ પ્રગટ થયેલી હોવાથી મોહથી અનાકુળ એવા મુનિભાવ પ્રત્યે અત્યંત રાગ વર્તે છે તેથી જ્યારે સંસારનો ત્યાગ કરે છે ત્યારે Page #373 -------------------------------------------------------------------------- ________________ зцо ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ બાહ્યસંસર્ગનો ત્યાગ થવાને કારણે અને મુનિભાવના પરિણામનો સ્પર્શ થવાને કારણે તે જીવ બાહ્ય ધનવિષયાદિની સન્મુખ પણ જોતો નથી. આથી જ સંયમગ્રહણ કર્યા પછી ભક્તવર્ગ કે શિષ્યવર્ગ કે કોઈ પ્રત્યે પણ સ્નેહ ન થાય તે રીતે સંયમના કંડકોમાં ઉદ્યમ કરીને નિરાકુલ સુખમાં જ સદા યત્ન કરે છે. તેથી સંયમના અસંગપરિણામ રૂપ મહારાજયને પામીને કોઈ બુદ્ધિમાન પુરુષ પોતાના પૂર્વતા ચાલાલભાવની ઇચ્છા કરે નહીં. તેમ વિવેકયુક્ત મહાત્મા સંયમગ્રહણ કર્યા પછી ક્યારે પણ બાહ્યપદાર્થોમાં સંગની બુદ્ધિ કરીને પોતાના ચાન્ડાલભાવને પ્રગટ કરવા યત્ન કરે તહીં. તે કારણથી આ રીતે-પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે પર્યાલોચન કર્યું એ રીતે, આ જીવ મારા વડે ત્યાગ કરવો જોઈએ, ત્યાગ કરતા એવા મને કોઈ અર્થ નથી એ પ્રકારે સ્થિતપક્ષ કરે છે એ પ્રકારે પોતાની પ્રકૃતિના સભ્યમ્ સમાલોચન દ્વારા સ્થિર નિર્ણય કરે છે. ઉપનય : दीक्षाऽऽदानम् ततश्च पुनः सद्बुद्ध्या पर्यालोचयन्नेवं निश्चिनुते यदुत-प्रष्टव्या मयाऽत्र प्रयोजने सद्धर्मगुरवः, ततो गत्वा तत्समीपे तेभ्यः सविनयं स्वाकूतं निवेदयति, ततस्ते तमुपद्व्हयन्ति, 'साधु भद्र ! सुन्दरस्तेऽध्यवसायः, केवलं महापुरुषक्षुण्णोऽयं मार्गः, त्रासहेतुः कातरनराणां, ततोऽत्र प्रवर्तितुकामेन भवता गाढमवलम्बनीयं धैर्य, न खलु विशिष्टचित्तावष्टम्भविकलाः पुमांसोऽस्य पर्यन्तगामिनः संपद्यन्ते,' सेयं निकाचना विज्ञेया, ततोऽयं जीवस्तद्गुरुवचनं तथेति भावतः प्रतिपद्यते। ततो गुरवः सम्यक् परीक्ष्य सन्निहितगीतार्थश्च सार्द्ध पर्यालोच्य योग्यतामेनं प्रव्राजयेयुरिति। ततश्च समस्तसङ्गत्यागकारणं कदन्नत्याजनतुल्यं वर्त्तते, आजन्माऽऽलोचनादापनपुरस्सरं प्रायश्चित्तेन तज्जीवितव्यस्य विशोधनं विमलजलै जनक्षालनकल्पं विज्ञेयं, चारित्राऽऽरोपणं तु तस्यैव परमान्नपूरणसदृशमवगन्तव्यमिति भवति च सद्गुरूपदेशप्रसादादेवास्य जीवस्य दीक्षाग्रहणकाले भव्यप्रमोदहेतुश्चैत्यसंघादिपूजाप्रधानोऽन्येषामपि सन्मार्गप्रवृत्तिकारणभूतो महानुत्सव इति। ઉપનયાર્થ: દીક્ષાનું ગ્રહણ અને ત્યારપછી=હવે મારે સંસારનો ત્યાગ કરવો છે એવો સ્થિર નિર્ણય કર્યા પછી, ફરી સદ્દબુદ્ધિ સાથે પર્યાલોચન કરતો આ જીવ આ પ્રમાણે નિર્ણય કરે છે અર્થાત્ પ્રથમ સ્વબુદ્ધિ અનુસાર પોતાની શક્તિ સર્વવિરતિને અનુકૂળ છે તેવો સ્થિર નિર્ણય કર્યા પછી આ વિષયમાં ભગવાનની આજ્ઞારૂપ સબુદ્ધિ શું કહે છે તેનો ઊહાપોહ કરે છે. તેનાથી તે જીવને આ પ્રકારનો નિર્ણય થાય છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૩૫૧ શું નિર્ણય થાય છે ? તે ‘કુ'થી બતાવે છે – આ પ્રયોજતમાં સર્વ સંગત્યાગ કરીને હું આત્મહિત સાધવા ઈચ્છું છું એ પ્રયોજનમાં, સધર્મગુરુઓ મારા વડે પુછાવા જોઈએ. ત્યારપછી તેમના સમીપે જઈને તેઓને વિનયપૂર્વક પોતાનો ઈરાદો નિવેદન કરે છે. તેથી તેઓ તેને તે જીવને, ઉપબૃહણા કરે છે અર્થાત્ તે ઉચિત શક્તિનો સંચય કરીને અતિશય હિત સાધવા અર્થે જે અભિલાષ કર્યો છે તે સુંદર છે એ પ્રકારે ઉપબૃહણા કરે છે અને તે ઉપબૃહણા સ્પષ્ટ કરે છે. સારું, હે ભદ્ર ! સુંદર તારો અધ્યવસાય છે. કેવલ મહાપુરુષોથી સેવાયેલો આ માર્ગ છે=અત્યંત ધીરપુરુષોથી સેવાયેલો આ ચારિત્રનો પથ છે. કાયર જીવોને ત્રાસનો હેતુ છે જેઓને પોતાના મન, વચન, કાયાના યોગો પ્રત્યે પ્રભુત્વ નથી અને બાહ્યપદાર્થોને અવલંબીને ભાવો કરવામાં અભ્યસ્તભાવવાળા છે તેઓ મોહતી સામે સુભટની જેમ લડવામાં કાયર પુરુષો છે તેઓને ત્રાસનો હેતુ છે અર્થાત્ સંયમગ્રહણ ક્લેશનો હેતુ છે. તેથી ધીરપુરુષોનો આ માર્ગ છે તેથી, આમાં=સંયમમાં, પ્રવર્તવાની ઇચ્છાવાળા તારા વડે ગાઢ વૈર્યનું અવલંબન લેવું જોઈએ અર્થાત્ અપ્રમાદપૂર્વક જિતવચનાનુસાર યત્ન થાય એવું ઘેર્યનું અવલંબન લેવું જોઈએ. ખરેખર વિશિષ્ટ ચિત્તના અવખંભથી વિકલ પુરુષો મોહની સામે સુભટની જેમ મારે લડવું છે એ પ્રકારે કરાયેલો સંકલ્પ જીવન સુધી દઢ પ્રવર્તે તેવા વિશિષ્ટ ચિત્તના અવખંભ વગરના જીવો, આના પર્યન્તગામિત્રગ્રહણ કરાયેલા વ્રતના ઉત્તરોત્તર વૃદ્ધિરૂપ અંતિમ ભાગને પામતા નથી તે આ નિકાચતા જાણવી=કેવલ મહાપુરુષથી સેવાયેલો આ માર્ગ છે. ઈત્યાદિથી માંડીને અત્યાર સુધી કહ્યું એ તેના પરિણામને દઢ કરવા અર્થે ગુરુએ કરેલી નિકાચના જાણવી. તેથીeગુરુએ સંયમના ગ્રહણ કરવાના પરિણામને અત્યંત સ્થિર કરવા અર્થે જે નિકાચના કરી તેથી, આ જીવ ગુરુના તે વચનને તે પ્રમાણે ભાવથી સ્વીકારે છે અર્થાત્ હવે પછી ગાઢ ધૈર્યપૂર્વક હું મોહતાશ માટે અવશ્ય ઉધમ કરીશ એ પ્રકારનો સ્થિર સંકલ્પ થાય તે પ્રકારે અંતકરણની પરિણતિથી તે ગુરુનું વચન સ્વીકારે છે. ત્યારપછી ગુરુ સમ્યફ પરીક્ષા કરીને અને પાસે રહેલા ગીતાર્થોની સાથે યોગ્યતાનું પર્યાલોચન કરીને=આ જીવની યોગ્યતા છે કે નહીં તેનું પર્યાલોચન કરીને, આને દીક્ષા આપે છે અને ત્યારપછી સમસ્ત સંગત્યાગનું કરાવવું એ કદઘના ત્યાજતતુલ્ય વર્તે છે. આજન્મની આલોચનાને આપવા પૂર્વક પ્રાયશ્ચિત્તથી તેના જીવિતવ્યનું વિશોધન વિમલજલ વડે ભાજલ ધોવાકલ્પ જાણવું, તેમાં જ તે જીવમાં જ, ચારિત્રનું આરોપણ વળી પરમાન્નતા પૂરણસદશ જાણવું. ગીતાર્થો તેની યોગ્યતા જાણ્યા પછી પ્રવ્રજ્યા આપવા પૂર્વે સંસારના સર્વ સંગોનો ત્યાગ કરાવે છે તે કદન્નના ત્યાગતુલ્ય છે; કેમ કે તે સંગના કારણે જ જીવને ગૃહસ્થ અવસ્થામાં કંઈક સ્નેહના કે કંઈક ષાદિના ભાવો થતા હતા, તેથી જીવના આરોગ્યનો નાશક તે સંગ હતો અને દીક્ષાગ્રહણ કરતા પૂર્વે પોતાના જીવનમાં જે કંઈ પાપો સેવાયાં છે તે સર્વને તે જીવ ગુરુને નિવેદન કરે છે અને ગુરુ પણ તેના પાપને અનુરૂપ અને આલોચનાકાળમાં વર્તતા સંવેગના પરિણામને અનુરૂપ કયા પ્રકારના પ્રાયશ્ચિત્તથી તે પાપોના અધ્યવસાયોની શુદ્ધિ થશે તે પ્રકારે પ્રાયશ્ચિત્ત આપે છે. જેથી તે પાપના સંસ્કારો અને તે પાપના Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩પર ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ સેવનથી બંધાયેલું કર્મ નાશ પામે છે. જેથી તેનો આત્મા તે મલિનભાવ રહિત થાય છે. તેથી વિશુદ્ધ કોટિની મતિજ્ઞાનની પરિણતિરૂપ તેનું આત્મારૂપી ભાજન બને છે. જેથી નિર્મળ થયેલું ચિત્ત વ્રતના આરોપણકાળમાં વ્રતના પરિણામને સ્પર્શે તેવું સ્વચ્છ બને છે. ત્યારપછી શાસ્ત્રવિધિ અનુસાર ચારિત્રનું આરોપણ મહાત્માઓ કરે છે અને દઢપ્રણિધાનપૂર્વક તે જીવ તે વ્રતોની મર્યાદાને ધારણ કરે છે જે એના ચિત્તમાં નિર્મળતા કરવા રૂપ પરમાન્નના પૂરણ સદશ છે. અને સદ્ગુરુના ઉપદેશના પ્રસાદથી જ આ જીવના દીક્ષા ગ્રહણકાળમાં ભવ્યજીવોના પ્રમોદનો હેતુ એવો ચૈત્યસંઘાદિપૂજાપ્રધાન અન્ય પણ જીવોને સન્માર્ગની પ્રવૃત્તિના કારણભૂત મહાન ઉત્સવ થાય છે અર્થાત્ જ્યારે આ જીવ દીક્ષાગ્રહણ કરવા તત્પર થાય છે ત્યારે તે દીક્ષા ગ્રહણ કરવા વિષયક શું ઉચિતવિધિ છે? તેનું શાસ્ત્રમર્યાદાનુસાર બોધ ગુરુ કરાવે છે. જેથી તે ગુરુના ઉપદેશના પ્રસાદથી તે મહાત્મા ચૈત્યપૂજા, સંઘપૂજા વગેરે ઉચિત કૃત્યો છે. પ્રધાન જેમાં એવો મહાઉત્સવ કરે છે જે ભવ્યજીવોના માટે પ્રમોદનો હેતુ બને છે અને અન્ય પણ ઘણા જીવોને સન્માર્ગની પ્રવૃત્તિનું કારણ બને છે; કેમ કે ઉચિત કાળે કરાયેલી ઉચિત પ્રવૃત્તિ જોઈને યોગ્ય જીવોને તે પ્રવૃત્તિ કરવાનો અભિલાષ થાય છે. दीक्षितस्य सपुण्यकत्वं सार्थकम् तथा संजायते गुरूणामपि समुत्तारितोऽस्माभिरयं संसारकान्तारादिति भावनया चित्तपरितोषः, ततः प्रवत्त[र्द्ध. मु]ते तेषामस्योपरि गुरुतरा दया, तत्प्रसादादेवास्य जीवस्य विमलतरीभवति सद्बुद्धिः, ततस्तादृशसदनुष्ठानविलोकनेन लोकतो वर्णवादोत्पत्तिः, संपद्यते प्रवचनोद्भासना, ततश्चेदं तेन समानं विज्ञेयं, यदवाचि कथानके यदुतधर्मबोधकरो हष्टस्तद्दया प्रमदोद्धुरा । सदबुद्धिर्वर्द्धिताऽऽनन्दा, मुदितं राजमन्दिरम्।।४१७।। ततोऽङ्गीकृतमन्दराऽऽकारविरतिमहाभारमेनं जीवं तदा श्लाघन्ते भक्तिभरनिर्भरतया रोमाञ्चाञ्चितवपुषो भव्यलोकाः, यदुत-धन्यः, कृतार्थोऽयं, सुलब्धमस्य महात्मनो जन्म, यस्यास्य सत्प्रवृत्तिदर्शनेन निश्चीयते संजाता भगवदवलोकना, संपन्नः सद्धर्मसूरिपादप्रसादः, तत एवाऽऽविर्भूता सुन्दरा बुद्धिः, ततः कृतोऽनेन बहिरन्तरङ्गसङ्गत्यागः, स्वीकृतं ज्ञानादित्रयं, निर्दलितप्राया रागादयः, न ह्यपुण्यवतामेष व्यतिकरः संभवति, ततोऽयं जीवः सपुण्यक इति जनैस्तदा सयुक्तिकमभिधीयत इति। દીક્ષિત થયેલ ઢમકના સપુષ્પક નામની સાર્થકતા અને ગુરુને પણ અમારા વડે આ જીવ સંસારરૂપી અટવીમાંથી ઉદ્ધાર કરાયો એ પ્રકારની ભાવનાથી ચિરપરિતોષ થાય છે અર્થાત્ મને શિષ્યનો લાભ થયો કે મારી શિષ્યપર્ષદા વૃદ્ધિ પામી Page #376 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ ૩૫૩ તે કૃત ચિત્તનો પરિતોષ થતો નથી પરંતુ સંસારરૂપી અટવીમાં રહેલો આ જીવ સંયમના પાલન દ્વારા ઉત્તમચિત્તની વિશિષ્ટ-વિશિષ્ટતર નિષ્પત્તિ કરીને શીઘ્ર સંસારનો અંત કરશે તેના સ્મરણને કારણે પોતાના પ્રયત્નને સફલ જોતા ગુરુના ચિત્તમાં પરિતોષ થાય છે. તેથી=શિષ્ય આદિની સ્પૃહા નથી અને માત્ર તેના હિતની જ ઇચ્છા છે તેથી, તેઓની=ગુરુની, આ જીવ પર ગુરુતર દયા પ્રવર્ધમાન થાય છે અર્થાત્ સતત તેને જિનવચનાનુસાર ઉચિતભાવો કરાવાને અનુકૂળ યત્ન કરાવે તેવી ગુરુતર દયા આ જીવ પર વૃદ્ધિને પામે છે. તેના પ્રસાદથી જ=ગુરુના પ્રસાદથી જ, આ જીવની સર્બુદ્ધિ વિમલીતર બને છે=દીક્ષાગ્રહણ કર્યા પૂર્વે જે ગુરુના ઉપદેશથી સર્બુદ્ધિ પ્રાપ્ત થયેલી તે વિશેષ નિર્મળતર બને છે; કેમ કે ગુરુના સતત અનુશાસનના બળથી સુવિશુદ્ધ અનુષ્ઠાનના સેવન દ્વારા તે જીવને સંયમની પરિણતિના ઉપશમભાવના સુખનો સ્પષ્ટ-સ્પષ્ટતર અનુભવ થાય છે. તેથી નિરાકુલ ચેતના જ સુખરૂપ છે અને ઇચ્છાની આકુળતા જ દુ:ખ રૂપ છે અને તપસંયમની સર્વ ક્રિયાઓ નિરાકુલતા પ્રત્યે પ્રબળ કારણ છે. તે પ્રકારનો પૂર્વમાં સદ્ગુદ્ધિથી થયેલો જે બોધ હતો તે અધિક સ્પષ્ટતર થાય છે. તેથી=ગુરુના પ્રસાદથી પ્રસ્તુત જીવને વિમલીતર સબુદ્ધિ પ્રાપ્ત થઈ તેથી, તેવા પ્રકારના સઅનુષ્ઠાનના વિલોકન દ્વારા=ગુરુના પ્રસાદથી વિમલીતર બુદ્ધિથી નિયંત્રિત દઢપ્રણિધાનપૂર્વક પ્રસ્તુત જીવ જે સઅનુષ્ઠાન સેવે છે તેના વિલોકન દ્વારા, લોકોથી વર્ણવાદની ઉત્પત્તિ થાય છે=આ મહાત્માએ દીક્ષાગ્રહણ કરીને કેવું સુંદર ચિત્ત નિર્માણ કર્યું છે કે જેથી પ્રશમરસથી વાસિત સર્વ તેની પ્રવૃત્તિઓ દેખાય એ પ્રકારના વર્ણવાદની ઉત્પત્તિ છે, પ્રવચનની ઉદ્ભાસના પ્રાપ્ત થાય છે=લોકોમાં થતા તેના વર્ણવાદને કારણે ભગવાનનું શાસન કેવું રમ્ય છે એ પ્રકારે ભગવાનના શાસનની ખ્યાતિ પ્રાપ્ત થાય છે. તેથી=આ પ્રકારની તેની વિમલબુદ્ધિ થાય છે લોકોમાં વર્ણવાદ થાય છે પ્રવચનમાં ઉદ્ભાસના થાય છે તેથી, આ=હમણાં કહ્યું એ, તેના સમાન જાણવું=આગળના શ્લોકમાં-૪૧૭માં કહ્યું તેના સમાન જાણવું, આગળના શ્લોક-૪૧૭માં શું બતાવ્યું ? તે બતાવવા અર્થે કહે છે— જે કથાનકમાં કહેવાયું તેના સમાન જાણવું. કથાનકમાં શું કહેવાયું ? તે ‘યદ્યુત’થી બતાવે છે– ધર્મબોધકર હર્ષિત થયા=પૂર્વમાં કહ્યું કે આ જીવ સંસારથી ઉદ્ધૃત કરાયો એ ભાવનાથી ગુરુને પરિતોષ થયો. એ ધર્મબોધકર હર્ષિત થયા, એના દ્વારા કહેવાયું, તદ્દયા પ્રમોદથી ઉદ્ધર થઈ=ગુરુની દયાહર્ષથી હર્ષિત થઈ, પૂર્વમાં કહ્યું કે આ જીવની પર ગુરુની દયા અતિશય થઈ એ કથન દ્વારા કહેવાયું. સર્બુદ્ધિ વદ્ભુિત આનંદવાળી થઈ ગુરુના પ્રસાદથી જીવતી વિમલીતર બુદ્ધિ થઈ એ કથન આના દ્વારા કહેવાયું. રાજમંદિર આનંદિત થયું=તે જીવના સઅનુષ્ઠાનના અવલોકનથી લોકોમાં વર્ણવાદ થયો અને પ્રવચનની ઉદ્ભાસના થઈ એ કથન રાજમંદિર આનંદિત થયું આના દ્વારા કહેવાયું. ત્યારપછી ભક્તિથી ભરાયેલા નિર્ભરપણાને કારણે રોમાંચિત થયેલા શરીરવાળા ભવ્ય લોકો ત્યારે અંગીકાર કરાયેલા પર્વતના આકારવાળા વિરતિના મહાભારવાળા એવા આ જીવની શ્લાઘા કરે છે. કઈ રીતે શ્લાઘા કરે છે ? તે ‘વદ્યુત’થી બતાવે છે ધન્ય છે, આ કૃતાર્થ છે, આ મહાત્માનો જન્મ સુલબ્ધ છે=સુંદર પ્રાપ્ત થયો છે. જે કારણથી આની સત્ પ્રવૃત્તિના દર્શનથી ભગવાનની અવલોકના થયેલી નિશ્ચિત કરાય છે અર્થાત્ જે - Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩પ૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ જીવોને નિર્મળ પ્રજ્ઞા છે તે જીવો સંયમગ્રહણ કરનાર પ્રસ્તુત જીવ જે પ્રકારે પ્રશાંત મુદ્રાથી સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે તેને જોઈને યોગ્ય જીવોને પરિણામ થાય છે કે ખરેખર આ જીવે મનુષ્યભવને પામીને જે કરવા જેવું છે તે પ્રાપ્ત કર્યું છે માટે કૃતાર્થ છે. આથી જ પુણ્યશાળી છે. તેથી ધન્ય છે; કેમ કે પારમાર્થિક પુણ્યનું ફળ સુખ છે અને આ જીવને મોહની અનાકુળતાને કારણે તે પ્રકારનું શ્રેષ્ઠ સુખ વર્તે છે. માટે ધવ્ય છે. વળી, આ મહાત્માનો જન્મ સુંદર પ્રાપ્ત થયો છે જેથી ભવપરંપરાના ઉચ્છેદના કારણભૂત શાંતરસતી વૃદ્ધિ થાય તેવા સંયમયોગમાં સતત યત્ન કરે છે અને આ મહાત્માની સંયમયોગની સમ્પ્રવૃત્તિના દર્શનથી નિર્ણય થાય છે કે આ મહાત્માના ચિત્તમાં ભગવાનના વચનના પરિણમતભૂત અવલોકતા પ્રાપ્ત થઈ છે. વળી, સદ્ધર્મસૂરિનો પાદપ્રસાદ થયો છે=ભગવાનના વચનાનુસાર મોક્ષમાર્ગમાં સતત પ્રવર્તાવે એવા ઉત્તમગુરુનો યોગ પ્રાપ્ત થયો છે. તેથી તેવા ઉત્તમગુરુના સંબંધથી જ, સુંદર બુદ્ધિ આવિર્ભાવ થઈ છે=સર્વ યત્નથી જ સંસારના ઉચ્છેદ કરવાની સુંદર બુદ્ધિ ઉત્પન્ન થઈ છે. તેથી જ આ મહાત્માને સુંદર બુદ્ધિ ઉત્પન્ન થઈ છે તેથી જ, આના વડે=આ મહાત્મા વડે, બહિરંગ અને અંતરંગ સંગનો ત્યાગ કરાયો છે=બાહ્ય સ્વજનાદિનો ત્યાગ કરાયો છે અને અંતરંગ અનાદિના અભ્યસ્ત રાગાદિભાવોનો ત્યાગ કરાયો છે, જ્ઞાનાદિત્રય સ્વીકૃત કરાયા છે=જિતવચનાનુસાર સૂક્ષ્મબોધ, જિતવચનમાં દઢ રુચિ અને જિતવચનાનુસાર અંતરંગ ઉદ્યમ કરીને ક્ષયોપશમભાવ રૂપે કષાયો કરાયા છે જેનાથી ક્ષમાદિભાવો રૂપ ચારિત્રની વૃદ્ધિ આ મહાત્મા કરી રહ્યા છે. રાગાદિ લિલિતપ્રાય: છે=અનાદિના અભ્યસ્ત રાગાદિભાવો રત્નત્રયીના સેવનના બળથી નષ્ટપ્રાય છે. દિ=જે કારણથી, અપુણ્યશાળીઓને આ વ્યતિકર સંભવતો નથી=ભગવદ્ અવલોકનથી માંડીને રાગાદિ નષ્ટપ્રાયઃ થયા છે એ વ્યતિકર અપુણ્યશાળીને સંભવતો નથી. તેથી પુણ્યના પ્રકર્ષવાળો છે તેથી, આ જીવ સપુણ્યક છે. એ પ્રમાણે લોકો વડે=શિષ્ટ લોકો વડે, ત્યારે સયુક્તિક કહેવાય છે–તેના ઉત્તમચિત આદિને જોઈને સ્વઅનુભવ અનુસાર લોકો વડે કહેવાય છે. ઉપનય : रागादिभावरोगतानवविशेषः ततस्तदनन्तरं यदुक्तं, यथा- तस्य वनीपकस्यापथ्याभावे नास्ति परिस्फुटा देहे रोगपीडा, यदि स्यात्पूर्वदोषजा क्वचिदवसरे सापि सूक्ष्मा भवति, तथा झटिति निवर्त्तते, तच्च चारुभेषजत्रयमनवरतमासेवते, ततस्तस्य धृतिबलादीनि वर्द्धन्ते, केवलं बहुत्वाद्रोगसन्तते द्यापि नीरोगो भवति, विशेषस्तु महान संपन्नः, तथाहि“ઃ પ્રેતમૂત: પ્રIિણી, તું વીમત્સવના स तावदेष संपन्नो, मानुषाकारधारकः' ।।४२८।। Page #378 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ 3կկ इति तदत्रापि जीवे तुल्यं वर्त्तते, तथाहि-भावसारं परिमुक्तगृहादिद्वन्द्वस्याऽस्य कारणाऽभावान भवत्येवाभिव्यक्ता काचिद्रागादिबाधा, अथ कथञ्चित् प्रागुपचितकर्मोदयवशेन संजायते तथाऽपि सा सूक्ष्मैव भवति, न चिरकालमवतिष्ठते ततोऽयं लोकव्यापारादिनिरपेक्षोऽनवरतं वाचनाप्रच्छनापरावर्त्तनाऽनुप्रेक्षाधर्मकथालक्षणपञ्चप्रकारस्वाध्यायविधानद्वारेण ज्ञानमभिवर्द्धयति, प्रवचनोनतिकरशास्त्राभ्यासादिना सम्यग्दर्शनं स्थिरतां लम्भयति, विशिष्टतरतपोनियमाद्यनुशीलनया चारित्रमपि सात्मीभावं नयति, तदिदं भावतो भेषजत्रयसेवनमभिधीयते। ततस्तत्परिणत्या प्रादुर्भवन्त्येवास्य धीधृतिस्मृतिबलाऽऽधानादयो गुणविशेषाः, केवलमनेकभवोपात्तकर्मप्रचयप्रभवा भूयांसः खलु रागादयो भावरोगाः, ततो नायमद्यापि नीरोगः संपद्यते, किन्तु रोगतानवविशेषो बृहत्तमः संजातः । तथाहियोऽयं जीवो गाढमनार्यकार्याऽऽचरणरतिः स्वसंवेदनेन प्रागनुभूतः सोऽधुना धर्माचरणेन प्रीतिमनुभवन्ननुभूयत इति। ઉપનયાર્થ : રાગાદિ ભાવરોગોની વિશેષથી તનતા તેથી=આ જીવ સપુણ્યક છે તેથી, ત્યારપછી જે કહેવાયું=કથાનકમાં જે કહેવાયું. શું કહેવાયું છે? તે “યથા'થી બતાવે છે – તે વતીપકના દેહમાં અપથ્યનો અભાવ હોતે છતે રોગપીડા સ્પષ્ટ નથી. જો વળી પૂર્વદોષથી થનારી પીડા ક્વચિત્ અવસરમાં થાય છે તે પણ સૂક્ષ્મ થાય છે અને જલ્દી રિવર્તન પામે છે અને તે સુંદર ભેષજત્રયને સતત સેવે છે-તે દ્રમક સતત સેવે છે, તેથી તેનાં ધૃતિ, બલાદિ વધે છે. કેવલ રોગસંતતિનું બહુપણું હોવાથી હજી પણ રોગ વગરનો નથી પરંતુ મહાન વિશેષ પ્રાપ્ત થયું=ઘણો રોગ અલ્પ થયો, તે આ પ્રમાણે – જે પ્રેતભૂત ગાઢ બીભત્સદર્શનવાળો પૂર્વમાં હતો તે આ મનુષ્યઆકારધારક થયો. તે આ પણ જીવમાં તુલ્ય વર્તે છે તે આ પ્રમાણે – ભાવસાર=સર્વ દ્વબ્દોના ઉમૂલનનો પરિણામ છે પ્રધાન જેમાં એવા ભાવથી યુક્ત, પરિમુક્ત ગૃહાદિ દ્વન્દવાળા એવા આનેક આ જીવને, કારણના અભાવને કારણે અભિવ્યક્ત કોઈ રાગાદિની બાધા થતી નથી જ=ગૃહાદિ પ્રત્યેની અત્યંત પ્રતિબંધને ટાળેલી છે અને બાહ્યપદાર્થોના પ્રતિબંધને વિષયાંતરરૂપે સાધુજીવનમાં અન્યત્ર શિષ્યાદિમાં ન કરે તેવા ભાવસાર પરિમુક્તગૃહાદિ દ્વદ્ધવાળો થયેલો છે તેથી દ્વધુ ઉત્પન્ન કરે તેવી ગૃહાદિસામગ્રી નથી અને સંયમના વેશમાં પણ કોઈ સાથે સ્નેહલા કોઈ પ્રતિબંધો કરે તેવી પ્રકૃતિ નથી તેથી, હ્રદ્ધના કારણભૂત સામગ્રીના અભાવને કારણે આ જીવને કોઈ રાગાદિ પીડા અભિવ્યક્ત થતી નથી, ફક્ત રાગાદિ નષ્ટ નથી તેથી મંદ મંદ ચિત્તમાં કંઈ શાંત-શાંત થતાં પણ વર્તે છે તેથી, રાગાદિ રોગો આત્મામાં હોવા છતાં ઉપયોગ રૂપે અભિવ્યક્ત થતા નથી, હવે કોઈક રીતે પૂર્વમાં ઉપચિત કર્મના ઉદયતા વશથી થાય છે=રાગાદિ અભિવ્યક્ત થાય છે. તોપણ ત=રાગાદિ, Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ સૂક્ષ્મ જ થાય છે, ચિરકાલ રહેતા નથી. પૂર્વમાં રાગાદિ કરવાની પ્રકૃતિ સુઅભ્યસ્થ હોવાને કારણે તેનાથી સંચિત કરાયેલાં રાગાદિ આપાદક કર્મોના વશથી ક્વચિત્ સહવર્તી સાધુઓ સાથે કે અન્ય કોઈ પરિચિત વ્યક્તિ સાથે કે શાતા આદિમાં રાગાદિભાવો થાય છે તો પણ તત્ત્વથી અત્યંત ભાવિત ચિત્ત હોવાને કારણે તે રાગાદિ અત્યંત સૂક્ષ્મ જ થાય છે. તેથી તે રાગાદિ પૂર્વમાં સંસાર અવસ્થામાં ચિરકાળ વિદ્યમાન રહેતા હતા તેમ વિદ્યમાન રહેતા નથી પરંતુ અત્યંત જાગૃતિને કારણે તે મહાત્મા શીધ્ર જ જિનવચનાનુસાર ઉપયોગ પ્રવર્તાવીને તે રાગાદિનો નાશ કરે છે. તેથી=આ મહાત્માને ભાવસાર ગૃહાદિ દ્વન્દનો પરિહાર કરેલો છે માટે રાગાદિ પ્રાયઃ થતા નથી તેથી, લોકવ્યાપારાદિ નિરપેક્ષ આ જીવ લોકો જે રીતે દેહાદિ સાથે અભેદબુદ્ધિ કરીને પ્રવર્તે તે પ્રકારના વ્યાપારથી નિરપેક્ષ અને આદિપદથી કર્મને પરતંત્ર એવા મોહના વ્યાપારથી નિરપેક્ષ એવો આ જીવ, સતત વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા લક્ષણ પાંચ પ્રકારના સ્વાધ્યાયના સેવન દ્વારા જ્ઞાનની વૃદ્ધિ કરે છે=સંયમગ્રહણ કરવાથી માંડીને નવું નવું શ્રતગ્રહણ કરે છે. કોઈ સ્થાનમાં સંશય થાય તો ગુરુને પૃચ્છા કરીને સંશયનું વિવર્તન કરે છે. નિર્મીત એવા સૂત્રઅર્થનું પરાવર્તન કરીને સ્થિર પરિચિત કરે છે. અને તે સૂત્ર-અર્થના સૂક્ષ્મ ભાવોનું તે રીતે અનુપ્રેક્ષણ કરે છે. જેથી તે સૂત્રો-અર્થો કઈ રીતે મોહતાશનું કારણ બને છે તેનો પરમાર્થથી બોધ થાય તે રૂપ અનુપ્રેક્ષા કરે છે. અને યોગ્ય જીવોને બોધ કરાવી શકે તેવી સંપન્ન ભૂમિકા હોય તો ધર્મકથારૂપ પણ સ્વાધ્યાય કરે છે અને તેના દ્વારા સતત મોહતાશના પરમાર્થનો સૂક્ષ્મબોધ થાય તે પ્રકારે જ્ઞાનની વૃદ્ધિ કરે છે. પ્રવચનઉન્નતિકર શાસ્ત્રઅભ્યાસાદિ દ્વારા સમ્યગ્દર્શનની સ્થિરતાને પ્રાપ્ત કરે છે=દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરીને ભગવાનનું પ્રવચન કષાદિથી શુદ્ધ એ પ્રકારે સ્થિર નિર્ણય થાય તે પ્રકારે યત્ન કરે છે. જેનાથી સમ્યગ્દર્શત સ્થિરતાને પ્રાપ્ત કરે છે. વિશિષ્ટતર તપનિયમઆદિના અનુશીલનથી ચારિત્રને પણ સાત્મભાવને પ્રાપ્ત કરે છે=સંયમ ગ્રહણ કર્યા પછી તે મહાત્મા પોતાના મોહતાશને અનુકૂળ દઢવીર્ય ઉલ્લસિત કરવા અર્થે વિશિષ્ટતર તપ, નિયમાદિ આચારોનું પાલન કરે છે. જેનાથી પૂર્વમાં પ્રગટ થયેલી અસંગની પરિણતિરૂપ ચારિત્ર પણ અતિશય અતિશયતર થાય છે. તે આ=વાચનાદિ દ્વારા જ્ઞાનવૃદ્ધિ આદિ કરે છે એમ પૂર્વમાં કહ્યું તે આ, ભાવથી ઔષધત્રયનું સેવન કહેવાય છે અર્થાત્ જ્ઞાનના સેવનથી જ્ઞાનાવરણીય કર્મ તોડીને સૂક્ષ્મ મૂઢતાનો અભાવ કરે છે. દર્શનાચારનું સેવન કરીને તત્વની રુચિપૂર્વક કરતાં અધિક સ્થિરતર કરે છે. ચારિત્રાચારનું સેવન કરીને અસંગપરિણતિ અતિશય કરે છે. તે ભાવથી ઔષધત્રયનું સેવન કહેવાયું છે. તેનાથી=ભેષજત્રયના સેવનથી, તેની પરિણતિને કારણે=તે ઔષધના સેવનથી તે તે કર્મના ક્ષયોપશમથી જન્ય પરિણતિની પ્રાપ્તિને કારણે, આને=આ જીવને, બુદ્ધિ, ધૃતિ, સ્મૃતિ, બલનું આધાર વગેરે ગુણવિશેષો પ્રગટે છે=ભગવાનના વચનના રહસ્યને સૂક્ષ્મ સ્પર્શી શકે તેવી નિર્મળબુદ્ધિ પ્રગટે છે, મોહતાશને અનુકૂળ દૃઢ યત્ન કરી શકે તેવી ઘેર્યરૂપ ધૃતિ પ્રગટે છે, વિશિષ્ટ તત્ત્વનો બોધ Page #380 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ३५७ સૂક્ષ્મ-સૂક્ષ્મતર પ્રગટે છે. વળી પૂર્વ કરતાં મોહનાશને અનુકૂળ અધિક બલનું અધાન થાય છે તેથી ભેષજત્રયને કારણે આ સર્વ ગુણવિશેષ પ્રગટ થાય છે. કેવલ અનેક ભવોથી ગ્રહણ કરાયેલા, કર્મ પ્રપંચથી ઉત્પન્ન થયેલા ખરેખર ઘણા રાગાદિ ભાવરોગો છે અર્થાત્ આ જીવે પૂર્વના દરેક દરેક ભવોમાં રાગાદિભાવો કરીને ઘણા સંસ્કારો દઢ કર્યા છે અને રાગાદિની વૃદ્ધિ કરે એવાં ઘણાં કર્મોનો સંચય કર્યો છે તેથી આત્મામાં ઘણા રાગાદિ ભાવરોગો વિદ્યમાન છે. ફક્ત ઔષધત્રયના સેવનથી ઉપયોગ રૂપે તે રોગો પ્રાયઃ અભિવ્યક્ત થતા નથી, પરંતુ વિશુદ્ધ ઉપયોગના બળથી ક્ષીણ-ક્ષીણતર थाय छे. તેથી=રાગાદિ ભાવરોગો ઘણા છે તેથી, આ જીવ હજી પણ નીરોગને પ્રાપ્ત કરતો નથી=પૂર્ણ આરોગ્યને પ્રાપ્ત કરતો નથી. પરંતુ ઘણા રોગની અલ્પતાવિશેષવાળો થયો, તે આ પ્રમાણે – જે આ જીવ સ્વસંવેદનથી પૂર્વના અનુભૂત ગાઢ અનાર્ય કાર્યોની આચરણામાં રતિવાળો હતો તે હમણાં=તે જીવ હમણાં, ધર્મની આચરણાથી પ્રીતિને અનુભવતો દેખાય છે=આ જીવ પૂર્વમાં જે જે પ્રકારના રાગાદિભાવોને વશ થઈને અનુચિત કાર્યોની આચરણામાં રતિવાળો થતો દેખાતો હતો તે જ હવે નિર્બુદ્ઘ અવસ્થા પ્રત્યે પ્રીતિને કારણે સંગની વૃત્તિ અલ્પ-અલ્પ થાય તે પ્રકારે પ્રીતિને અનુભવતો जाय छे. प्राप्तज्ञानादित्रिकविनियोगेच्छा ततो यथा भेषजत्रयोपभोगमाहात्म्येनैव रोरकालाभ्यस्ततुच्छताक्लीबतालौल्यशोकमोहभ्रमादीन् भावान् विरहय्य स वनीपको मनागुदारचित्तः संपन्न इत्युक्तम्, तथाऽयमपि जीवो ज्ञानाद्यभ्यासप्रभावेनैवाऽनादिकालपरिचितानपि तुच्छतादिभावानवधीर्य किञ्चिन्मात्रं स्फीतमानस इव संजात इत्युक्तमिति लक्ष्यते । यत्पुनरभिहितं यदुत तेन वनीपकेन सा सद्बुद्धिः पृष्टा हष्टेन, यथा- भद्रे ! केन कर्मणा मयैतद् भेषजत्रयमवाप्तम् ? तयोक्तं स्वयं दत्तमेवात्र लोके लभ्यते तदेतज्जन्मान्तरे क्वचिद्दत्तपूर्वं त्वयेति । ततस्तेन चिन्तितं-यदि दत्तं लभ्यते ततः पुनरपि महता यत्नेन सत्पात्रेभ्यः प्रयच्छामि, येनेदं सकलकल्याणतुभूतं जन्मान्तरेऽपि ममाऽक्षय्यं संपद्यत इति । तदिदमत्रापि जीवे समानं वर्त्तते, तथाहि ज्ञानदर्शनचारित्राऽऽचरणजनितं प्रशमाऽऽनन्दं वेदयमानोऽयं जीवः सद्बुद्धिप्रसादादेवेदमाकलयति, यदुत - यदिदं ज्ञानादित्रयमशेषकल्याणपरम्परासंपादकमतिदुर्लभमपि मया कथञ्चिदवाप्तं, नेदं प्राचीनशुभाऽऽचरणव्यतिरेकेण घटते, तदस्यानुगुणं विहितं मया प्रागपि किञ्चिदवदातं कर्म येनेदमासादितमिति । ततश्चेयमाविर्भवत्यस्य चिन्ता, यदुत - कथं पुनरेतत्सकलकालमविच्छेदेन मया लभ्यते, ततोऽयमेतद्दानमेवास्य लाभकारणं निश्चिनुते, ततोऽवधारयत्येवं प्रयच्छामीदमधुना यथाशक्ति सत्पात्रेभ्यो, येन संपद्यते मे समीहितसिद्धिरिति । 1 Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ દ્રમકને પોતાને પ્રાપ્ત થયેલ જ્ઞાનાદિ ત્રયના વિનિયોગની ઇચ્છા તેથી આ જીવ ધર્મની આચરણા દ્વારા પ્રીતિને અનુભવતો દેખાય છે તેથી, જે પ્રમાણે ભેષજત્રયના ઉપભોગના માહાભ્યથી ભિખારી અવસ્થાના કાલમાં અભ્યસ્ત, એવા તુચ્છતા, નપુંસકતા, લૌલ્ય, શોક, મોહભ્રમાદિ ભાવોનો ત્યાગ કરીને તે રાંકડો કંઈક ઉદાર ચિત્તવાળો થયો એ પ્રમાણે કહેવાયું પૂર્વમાં કથાનકમાં કહેવાયું. એ પ્રમાણે- આ પણ જીવ જ્ઞાનાદિ અભ્યાસના પ્રભાવથી જ= સંયમગ્રહણ કર્યા પછી સતત નવું નવું અધ્યયન, ભગવાનના વચનમાં સ્થિરરુચિ અને અસંગભાવમાં દઢયત્ન કરવા રૂપ જ્ઞાનાદિ અભ્યાસના પ્રભાવથી જ, અનાદિકાળથી પરિચિત પણ તુચ્છતાદિ ભાવોની અવગણના કરીને કંઈક માત્રામાં શુદ્ધ માનસ જેવો થયો એ પ્રમાણે કહેવાયેલું એ જણાય છે કથાનકતા કથનથી જણાય છે. અર્થાત્ કથાનકમાં કહ્યું કે તે ભિખારી તુચ્છાદિ ભાવોનો ત્યાગ કરીને કંઈ ઉદારચિત્ત સંપન્ન થયો તે કથન દ્વારા એ પ્રાપ્ત થાય છે કે સંયમ ગ્રહણ કર્યા પછી આ મહાત્મા પણ સતત રત્નત્રયીના અભ્યાસના બળથી બાઘનિમિત્તો અનુસાર ભાવો કરવાનો અનાદિનો અભ્યાસ હોવાથી તે તુચ્છભાવો પોતાને થાય તેમ છે તોપણ તે ભાવોની અવગણના કરીને કંઈક સ્લીત માનસવાળો થાય છે તેથી તુચ્છભાવો થવાના સંસ્કાર વિદ્યમાન હોવા છતાં પ્રાયઃ તે તુચ્છભાવો ન થાય તે રીતે જ સંયમની સર્વ ઉચિતક્રિયાઓ કરે છે એ પ્રમાણે જણાય છે. જે વળી, કહેવાયું=કથાનકમાં કહેવાયું, શું કહેવાયું ? તે ‘દુત'થી બતાવે છે – હર્ષિત થયેલા એવા તે રાંકડા વડે સદબુદ્ધિ પુછાઈ=પરમાત્તના ભોજનને કારણે હર્ષિત થયેલા એવા તે ભિખારી વડે સબુદ્ધિને પુછાયું, શું પુછાયું ? તે ‘રથા'થી કહે છે – હે ભદ્રે ! સબુદ્ધિ કયા કર્મથી મારા વડે આ ઔષધદ્રય પ્રાપ્ત કરાયું ? તેણી વડે=સદ્દબુદ્ધિ વડે, કહેવાયું આ લોકમાં સ્વયં જ અપાયેલું પ્રાપ્ત થાય છે=જન્માંતરમાં પ્રાપ્ત થાય છે. તે કારણથી આકરત્નત્રયી, જન્માંતરમાં તારા વડે ક્યારેક અપાઈ છે તેથી=સબુદ્ધિએ આ પ્રમાણે કહ્યું તેથી, તેના વડે=સંયમ ગ્રહણ કરેલ એવા આ જીવ વડે, વિચારાયું જો અપાયેલું પ્રાપ્ત થાય છે તો પુનઃ પણ મોટા પ્રયત્નથી સત્ પાત્રોને હું આપું આ રત્નત્રયી આપું જેનાથી આ સકલકલ્યાણના હેતુભૂત જન્માંતરમાં પણ મને અક્ષય પ્રાપ્ત થાય. આ પણ જીવમાં તે આ સમાન વર્તે છે. તે આ પ્રમાણે – જ્ઞાન, દર્શન, ચારિત્રની આચરણાથી જડિત પ્રશમના આનંદને અનુભવતો આ જીવ સદબુદ્ધિના પ્રસાદથી જ=ગુરુએ આપેલી નિર્મળબુદ્ધિના પ્રસાદથી જ, આ જાણે છે=આગળ કહે છે એ જાણે છે. શું જાણે છે ? તે “યતથી બતાવે છે – જે આ જ્ઞાનાદિત્રય અશેષકલ્યાણની પરંપરાનું સંપાદક અતિદુર્લભ પણ મારા વડે કોઈક રીતે પ્રાપ્ત કરાયું એ પૂર્વની શુભ આચરણા વગર ઘટતું નથી, તે કારણથી એને અનુગુણ=વર્તમાનમાં રત્નત્રયીની પ્રાપ્તિ થઈ એને અનુરૂ૫, મારા વડે પૂર્વમાં પણ=પૂર્વભવમાં પણ, કંઈક સુંદર કર્મ કરાયું છે, જેનાથી= જે સુંદર કર્મથી, આ રત્નત્રયી પ્રાપ્ત કરાઈ અને તેથી આને દ્રમકતે, આ ચિંતા-વિચારણા, આવિર્ભાવ થાય છે અને તે વિચારણા “વસુતા'થી બતાવે છે – કેવી રીતે ? વળી, આ=રત્નત્રયી, સકલકા=જ્યાં સુધી હું સંસારમાં છું ત્યાં સુધી, અવિચ્છેદથી મારા વડે પ્રાપ્ત કરાય, તેથી=આ પ્રકારની દ્રમકતી Page #382 -------------------------------------------------------------------------- ________________ 340 ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ વિચારણા થઈ તેથી, આનું દાન જ=રત્નત્રયીનું દાન જ, આવા લાભનું કારણ=રત્નત્રયીના લાભનું કારણ આ=કમક, નિશ્ચિત કરે છે. તેથી આ પ્રમાણે અવધારણ કરે છે=આ પ્રમાણે નિશ્ચય કરે છે. હવે, આનેત્રરત્નત્રયીને, યથાશક્તિ સપાત્રોને હું આવું જેથી મને સમીહિત સિદ્ધિની પ્રાપ્તિ થાય= અવિચ્છેદથી જન્મ-જન્માંતરમાં રત્નત્રયીની પ્રાપ્તિ રૂ૫ સમીહિત સિદ્ધિ થાય. Guनय : महत्कृतगौरवस्य गतिरेकः यथा च असौ द्रमकस्तथा चिन्तयन्नपि महाराजाद्यभिमतोऽहमित्यवलेपेनेदं मन्यते, यदुत-यदि मां कश्चिदागत्य प्रार्थयिष्यति ततोऽहं दास्यामि, नेतरथा, इत्यभिप्रायेण दित्सुरपि याचकं प्रतीक्षमाणश्चिरकालमवतिष्ठते स्म तत्र च मन्दिरे ये लोकास्तेषां तद्भेषजत्रयं चारुतरमस्त्येव, येऽपि तत्र तत्कालप्रविष्टतया तेन विकलास्तेऽन्येभ्य एव तद् भूरि लभन्ते, ततोऽसौ वनीपको दिशो निभालयन्नास्ते, न कश्चित्तज्जिघृक्षया तत्समीपमुपतिष्ठत इति, तथाऽयमपि जीवश्चिन्तयति, यदुत-विद्यते मे भगवदवलोकना, बहुमतोऽहं धर्मसूरिपादानां, नूनमनवरतमनुवर्त्तते ममोपरि सदनुग्रहप्रवणा तद्दया, समुन्मीलिता मे मनसि लेशतः सद्बुद्धिः, श्लाघितोऽहं समस्तलोकैस्तद्द्वारेण, ततः सपुण्यतया किल लोकोत्तमो वर्तेऽहमिति, अतो मिथ्याभिमानं वितनुते, भवति चात्यन्तनिर्गुणस्यापि जन्तोर्महद्भिः कृतगौरवस्य चेतसि गतिरेकः, अत्र चेदमेवोदाहरणं, अन्यथा कथमयं जीवः समस्तजघन्यतामात्मनो विस्मृत्येत्थं प्रगल्भते? ततोऽयं भावयति यदि मां विनयपुरस्सरं कश्चिदर्थितया ज्ञानादिस्वरूपं प्रश्नयिष्यति ततोऽहं तत्तस्मै प्रतिपादयिष्यामि, नापरथा, ततस्तादृशाकूतविडम्बितोऽयं भूयांसमपि कालमवतिष्ठमानोऽत्र मौनीन्द्रप्रवचने न कथञ्चित्तथाविधं प्रतीच्छकमासादयति, यतोऽत्र भवने वर्त्तन्ते ये जीवास्ते स्वत एव ज्ञानदर्शनचारित्रत्रयं सुन्दरतरमाबिभ्रते, नैवंविध(स्य)सम्बन्धिनमुपदेशमपेक्षन्ते, येऽप्यधुनैव लब्धकर्मविवराः सन्मार्गाभिमुखचित्तवृत्तयोऽद्यापि विशिष्टज्ञानादिरहिता विद्यन्तेऽत्र केचिज्जीवाः, तेऽप्यमुष्य प्रस्तुतजीवस्य संमुखमपि न निरीक्षन्ते, यतोऽत्र भगवन्मते विद्यन्ते भूरितमा महामतयः सद्बोधादिविधानपटवोऽन्य एव महात्मानो, येभ्यस्ते प्राणिनस्तज्ज्ञानदर्शनचारित्रत्रयमपरिक्लेशेन यथेच्छया प्राप्नुवन्ति, ततोऽयं जीवोऽनासादिततदर्थी व्यर्थकमात्मगुणोत्सेकमनुवर्त्तमानश्चिरमप्यासीत, न कथञ्चन स्वार्थं पुष्णीयादिति। उपनयार्थ: મોટા વડે કરાયેલ ગૌરવથી ગર્વનો અતિરેક અને જે પ્રમાણે આ દ્રમક તેવું ચિંતવન કરતો પણ=ભૂતકાળમાં મેં આપ્યું છે તેથી મને આ ભવમાં Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ભેષજત્રય મળ્યું છે તેથી આ ભવમાં પણ હું આ ભેષજત્રય યોગ્ય પાત્રને આપું તે પ્રકારે ચિંતવન કરતો પણ, મહારાજાઆદિને અભિમત હું છું એ પ્રકારે અવલેપથીeતીર્થકો અને મહાપુરુષોની મારા ઉપર કૃપા છે તેથી હું કાંઈક મહાન છું એ પ્રકારના અલ્પ એવા માનતા વશથી આ પ્રમાણે માને છે. શું માને છે ? તે ‘વત'થી બતાવે છે – જો મારી પાસે કોઈ આવીને પ્રાર્થના કરશે અર્થાત્ આ ત્રણ ઔષધ મારી પાસે માંગશે તો હું આપીશ, ઈતરથા નહીં આપું, આ પ્રકારના અભિપ્રાયથી આપવાની ઈચ્છાવાળો પણ માનને વશ લોકો પ્રાર્થના કરશે તો હું આપીશ એ પ્રકારે આપવાની ઇચ્છાવાળો પણ, યાચકની પ્રતીક્ષા કરતો=તેની પાસેથી રત્નત્રયીની યાચના કરનારા યોગ્ય જીવોની પ્રતીક્ષા કરતો, ચિરકાળ બેસી રહ્યો. અને તે રાજમંદિરમાં જે લોકો છે તેઓને તે ઔષધત્રય સુંદરતર છે જ અર્થાત્ જેમ આ રાજમંદિરે પ્રવેશ પામેલા આ દ્રમકતે આ ભેષજત્રય પ્રાપ્ત થયા છે તેમ જે લોકો આ રાજમંદિરમાં પ્રવેશ પામેલા છે તેઓને આ ભેષજત્રય આ દ્રમક કરતાં પણ સુંદરતા પ્રાપ્ત થયેલું જ છે. જે વળી, ત્યાં=ને રાજમંદિરમાં, તત્કાલ પ્રવિષ્ટપણાને કારણે તેનાથી વિકલ છેeતે ભેષજત્રયથી રહિત છે તેઓ અન્ય પાસેથી જ તે=ઔષધત્રય, અત્યંત પ્રાપ્ત કરે છે. તેથી આ ભિખારી દિશાને જોતો અર્થાત્ પોતાની પાસે કોઈ માગવા આવશે એ પ્રકારે દિશાને જોતો, બેસે છે તેને ગ્રહણ કરવાની ઈચ્છાથી=ભેષજત્રયને ગ્રહણ કરવાની ઈચ્છાથી, તેની સમીપે-તે ભિખારી પાસે, કોઈ આવતું નથી. તે પ્રમાણે આ પણ જીવ=પ્રસ્તુત એવો સંયમને પામેલો પણ જીવ, વિચારે છે. શું વિચારે છે તે “યતથી બતાવે છે – મારા ઉપર ભગવાનની અવલોકના વિદ્યમાન છે અર્થાત્ ભગવાનનું શાસન મને સમ્યફ પરિણમન પામ્યું છે તેથી હું ભગવાનને કૃપાપાત્ર થયો છું, હું ધર્મસૂરિને બહુમત છું=મારું નિઃસ્પૃહી ચારિત્રનું ચિત્ત જોઈને ધર્મસૂરિઓ મને પુણ્યશાળી માને છે. ખરેખર સઅનુગ્રહમાં પ્રવણ તેમની દયા મારા ઉપર સતત પ્રવર્તે છે–સતત હું સંયમના પરિણામોની વૃદ્ધિ કરું તદ્ અર્થે સતત મને નવું નવું ચુતઅધ્યયન કરાવે છે, સારણા, વારણાદિ કરીને સંયમના કંડકોની વૃદ્ધિ કરાવે છે તે સુંદર અનુગ્રહમાં તત્પર એવી તેમની દયા મારા ઉપર વર્તે છે. મારા મનમાં લેશથી સદ્બુદ્ધિ પ્રગટ થયેલી છે અર્થાત્ સંસારનું વાસ્તવિક સ્વરૂપ, મોક્ષનું નિર્બદ્ધ અવસ્થાવાળું સ્વરૂપ હું યથાર્થ જોઈ શકું છું અને તેવી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય એવો ધર્મ કઈ ભૂમિકામાં કેવી સેવવો જોઈએ એનો લેશથી હું નિર્ણય કરી શકે તેવી સદ્બુદ્ધિ મારામાં પ્રગટ થયેલી છે. હું સમસ્ત લોકો વડે તેના દ્વારા=સદ્બુદ્ધિ દ્વારા, પ્રશંસા કરાયો છું=સદબુદ્ધિને કારણે વિવેકપૂર્વક મેં સંયમગ્રહણ કર્યું. વિવેકપૂર્વક સંયમ ગ્રહણ કર્યા પછી નિર્બદ્ધ અવસ્થાની વૃદ્ધિમાં યત્ન કરું છું તેના ઉપાય રૂપે શાસ્ત્રઅધ્યયન આદિ ઉચિત ક્રિયાઓ કરું છું જે સદબુદ્ધિનું કાર્ય છે, તેના દ્વારા સર્વ શિષ્ટ લોકો મારી પ્રશંસા કરે છે, તેથી, સપુષ્યપણાને કારણે=અતિપુણ્યશાળી હોવાને કારણે, હું લોકોત્તમ વર્તુ . એ પ્રકારે આનાથી–ચિંતવતથી, મિથ્યાભિમાનને વિસ્તાર છે ઘણા ગુણોથી યુક્ત હોવા છતાં લેશ માતકષાયને વશ પ્રસ્તુત મહાત્મા પણ મિથ્યાભિમાનને વિસ્તારે છે. મોટા પુરુષોથી Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કરાયેલા ગૌરવવાળા અત્યંત નિર્ગુણ પણ જીવતા ચિત્તમાં ગર્વનો અતિરેક થાય છે અર્થાત્ મોટા પુરુષોથી કરાયેલી પ્રશંસાવાળા ગુણસંપન્ન જીવને તો પોતાના ગુણોને કારણે ગર્વનો અતિરેક થાય છે પરંતુ જેઓમાં કોઈ ગુણ નથી તેવા જીવો પણ મોટા પુરુષોથી માન પ્રાપ્ત કરે તો ગર્વનો અતિરેક થાય છે. આથી ગુણસંપન્ન એવા આ જીવને ભગવાનની કૃપા અને સદ્દગુરુની કૃપાને કારણે હું ગુણસંપન્ન છું એ પ્રકારનો ગર્વનો અતિરેક થાય છે. અને અહીં ગુણસંપન્ન જીવતે પણ મોટા પુરુષોથી માન મળે તો ગર્વનો અતિરેક થાય એમાં, આ જ=મોટા પુરુષથી કરાયેલ ગોરવ જ, ઉદાહરણ છે. અન્યથા=જો આ જીવને ગર્વનો અતિરેક ન થયો હોય તો, કેવી રીતે આ જીવ પોતાની સમસ્ત જઘન્યતાને ભૂલીને આ પ્રમાણે ગર્વ કરે ? અર્થાત્ કરે નહીં પૂર્વમાં પોતાની અતિતુચ્છ મતિ હતી તેથી પોતાની જઘન્યતાનો વિચાર કરે અને સદ્દગુરુના પ્રસાદથી પોતાને જે કંઈક ગુણસંપત્તિ પ્રાપ્ત થઈ છે તેનો વિચાર કરે, તો પોતાની પૂર્વ અવસ્થાના સ્મરણને કારણે ક્યારેય ગર્વ થાય નહીં. વળી વિચાર આવે કે ઉત્તમ પુરુષોના પ્રસાદથી જે કંઈક ઉત્તમતા પ્રાપ્ત કરી છે તેથી હંમેશાં ઉત્તમ પુરુષોનું આલંબન લઈને મારી ઉત્તમતાની જ વૃદ્ધિ કરું, વ્યર્થ ગર્વ કરવો ઉચિત નથી. આમ છતાં અનાદિના મોહના ગાઢ સંસ્કારને કારણે કંઈક ગુણસંપત્તિ પ્રાપ્ત થઈ તેના હર્ષને કારણે હું કાંઈક પુણ્યશાળી છું. તેથી પૂર્વની અવસ્થાનો વિચાર નહીં કર્યો માટે ગર્વ થયો તેથી, આ જીવ ભાવત કરે છે, જો વિનયપૂર્વક મને કોઈ અર્થીપણાથી જ્ઞાનાદિના સ્વરૂપને પૂછશે તો હું તે=જ્ઞાનાદિ, તેને=પૂછનારને, પ્રતિપાદન કરીશ, અપરથા કરીશ નહીં. તેથીકલેશ ગર્વને કારણે આ પ્રકારનું ભાવત કરે છે તેથી, તેવા પ્રકારના ઈરાદાથી વિડંબિત કોઈ માંગશે તો આપીશ એ પ્રકારના ગર્વથી યુક્ત આશયથી વિડંબિત, આ જીવ ઘણો પણ કાલ આ મોતીન્દ્ર પ્રવચનમાં વર્તતો કોઈ રીતે તેવા પ્રકારના પ્રતીચ્છકને=જ્ઞાનાદિના સ્વરૂપના પુછનારને પ્રાપ્ત કરતો નથી. જે કારણથી આ ભવનમાં જે જીવો વર્તે છે તેઓ સ્વતઃ જ જ્ઞાન, દર્શન ચારિત્ર ત્રયને સુંદરતા જ ધારણ કરે છે= પ્રસ્તુત જીવે જે જ્ઞાન, દર્શન ચારિત્ર રૂ૫ ઔષધદ્રય પ્રાપ્ત કર્યું છે તેના કરતા અધિક સુંદર તે જીવોએ ઔષધદ્રય પ્રાપ્ત કર્યું છે, આવા પ્રકારના જીવ સંબંધી ઉપદેશની અપેક્ષા રાખતા નથીeતે જીવો અપેક્ષા રાખતા નથી, અને જે વળી, હમણાં જ લબ્ધકર્મવિવરવાળા=ભગવાનના શાસનમાં પ્રવેશ થાય તેવા પ્રાથમિક ભૂમિકાના ક્ષયોપશમભાવવાળા, સન્માર્ગને અભિમુખ ચિત્તવૃત્તિવાળા હજી પણ વિશિષ્ટ જ્ઞાનાદિથી રહિત કેટલાક જીવો અહીં વિદ્યમાન છે તે પણ આ પ્રસ્તુત જીવતા સભુખ પણ જોતા નથી. જે કારણથી આ ભગવાનના મતમાં ઘણા મહામતિવાળા સમ્બોધઆદિ વિધાનમાં પટુ અવ્ય જ મહાત્માઓ વિદ્યમાન છે જેથી તે પ્રાણીઓ=નવા પ્રવેશ પામેલા જીવો, તે જ્ઞાન, દર્શન, ચારિત્રત્રય=જે જ્ઞાન, દર્શન, ચારિત્રત્રય પ્રસ્તુત જીવ પાસે છે તે જ્ઞાન, દર્શન, ચારિત્રત્રય, અપરિફ્લેશથી= અલ્પશ્રમથી, યથેચ્છા પ્રમાણેકપોતાની શક્તિ પ્રમાણે પ્રાપ્ત કરે છે. તેથી તહીં પ્રાપ્ત કરાયેલા તેના અર્થીવાળોત્રરત્નત્રયીની પ્રાપ્તિનો અર્થી કોઈ જીવ તેને પ્રાપ્ત થયો નથી તેવો, આ જીવ વ્યર્થ આત્માના ગુણના ઉત્સકને ધારણ કરતો ચિરકાળ પણ બેસે છે. કોઈ સ્વાર્થ પ્રાપ્ત કરતો નથી. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ Buनय: परोपकारार्थं परोपदेशप्रयासः ततस्तदनन्तरं यथा 'तेन सपुण्यकेन सा सद्बुद्धिस्तद्दानोपायं परिपृष्टा, तया चोक्तं-भद्र ! निर्गत्य घोषणापूर्वकं भवता दीयतामिति। ततोऽसौ तत्र राजकुले घोषयनुच्चैःशब्देन यदुत-'मदीयं भेषजत्रयं भो लोकाः ! लात लात' इत्येवं पर्यटति स्म, ततस्तस्मात्पूत्कुर्वतः केचित्तथाविधास्तुच्छप्रकृतयो गृहीतवन्तोऽन्येषां पुनर्महतां स हास्यप्रायः प्रतिभासते स्म, हीलितश्चानेकाकारम्, ततो निवेदितस्तेन सद्बुद्धवृत्तान्तः, तयाऽभिहितं-भद्र ! भवतो रोरभावं स्मरन्तः खल्वेते लोका भद्रमनादरेणावलोकयन्ति, तेन न गृह्णन्ति भवता दीयमानं, ततो यदि भद्रस्य समस्ति समस्तजनग्राहणाभिलाषः, ततोऽयं तदुपायो मामके चेतसि परिस्फुरति, यदुत-निधायेदं भेषजत्रयं विशालायां काष्ठपात्र्यां ततस्तां महाराजसदनाजिरे यत्र प्रदेशे समस्तजनाः पश्यन्ति तस्मिन् विमुच्य ततो विश्रब्धमानसोऽवतिष्ठस्व, का ते चिन्ता? यतोऽज्ञातस्वामिभावाः साधारणमेतदिति बुद्ध्या तथाकृतं सर्वेऽपि ग्रहीष्यन्ति, किं वा तेन? योकोऽपि सद्गुणः पुरुषस्तदादद्यात् ततो भविष्यति ते मनोरथपरिपूर्तिरिति, ततस्तथैव कृतं समस्तं तत्तेनेति, तथाऽयमपि जीवोऽनासादितज्ञानादिनिक्षेपपात्रः सद्बुद्धिपर्यालोचादेवेदं जानीते यदुत-न मौनमालम्बमानैः परेषां ज्ञानाद्याधानं विधातुं पार्यते, न च ज्ञानादिसंपादनं विहायान्यः परमार्थतः परोपकारः संभवति, अवाप्तसन्मार्गेण च पुरुषेण जन्मान्तरेऽपि तस्याविच्छेदनमभिलषता परोपकारकरणपरेण भवितव्यं, तस्यैव पुरुषगुणोत्कर्षाविर्भावकत्वात्, यतः परोपकारः सम्यक् क्रियमाणो धीरतामभिवर्द्धयति, दीनतामपकर्षति, उदारचित्ततां विधत्ते, आत्मम्भरितां मोचयति, चेतोवैमल्यं वितनुते, प्रभुत्वमाविर्भावयति। ततोऽसौ प्रादुर्भूतवीर्योल्लासः, प्रणष्टरजोमोहः, परोपकारकरणपरः पुरुषो जन्मान्तरेष्वप्युत्तरोत्तरक्रमेण चारुतरं सन्मार्गविशेषमासादयति, न पुनस्ततः प्रतिपततीति। तदिदमवेत्य स्वयमुपेत्यापि ज्ञानादिस्वरूपप्रकाशने यथाशक्ति प्रवर्तितव्यं, न पराभ्यर्थनमपेक्षणीयमिति। ततोऽयं जीवोऽत्र भगवन्मते वर्तमानो देशकालाद्यपेक्षयाऽपरापरस्थानेषु परिभ्रमन् महता प्रपञ्चेन कुरुते भव्येभ्यो ज्ञानदर्शनचारित्ररूपमार्गप्रतिपादनं, सेयं घोषणा विज्ञेया। ततस्तथा कथयतोऽस्मात् प्रस्तुतजीवाद्ये मन्दतरमतयस्ते तदुपदिष्टानि ज्ञानादीनि कदाचिद् गृह्णीयुः, ये पुनर्महामतयस्तेषामेष दोषपुञ्जतां प्राक्तनीमस्यानुस्मरतां हास्यप्रायः प्रतिभासते, हीलनोचितश्च तेषामयं जीवः, यत्तु न हीलयन्ति स तेषामेव गुणो, न पुनरस्येति। Page #386 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૩૬૩ ઉપનયાર્થ: પરોપકાર માટે પરને ઉપદેશનો પ્રયાસ તેથી=કોઈ યોગ્ય જીવ તેની પાસે રત્નત્રયીની પ્રાપ્તિ અર્થે આવતો નથી તેથી, ત્યારપછી તદનંતર જે પ્રમાણે તે સપુણ્યક વડે તે સદ્ગદ્ધિ તેના દાનના ઉપાયને પુછાઈ અને તેના વડે કહેવાયું=સબુદ્ધિ વડે કહેવાયું, કે હે ભદ્ર ! બહાર નીકળીને ઘોષણાપૂર્વક તારા વડે અપાવો આ ઔષધ યોગ્ય જીવોને અપાય, તેથી=સબુદ્ધિએ ઘોષણાપૂર્વક આપવાનું કહ્યું તેથી, તે રાજકુલમાં મોટા શબ્દોથી ઘોષણા કરતો આ જીવ ફરતો હતો એમ અત્રય છે. કેવી રીતે ઘોષણા કરતો હતો, તે “યહુતથી બતાવે છે – મારું આ ભેષજય હે લોકો ! તમે લો લો એ પ્રમાણે ઘોષણા કરતો હતો, તેથી ઘોષણાપૂર્વક આ જીવ ફરતો હતો તેથી, પોકાર કરતા એવા તેના પાસેથી કેટલાક તેવા પ્રકારના તુચ્છપ્રકૃતિવાળા ગ્રહણ કરતા હતા. વળી, અન્ય એવા મહાન પુરુષોને તે હાસ્યપ્રાયઃ પ્રતિભાસતો હતો અને અનેક આકારે હીલના કરાયો મોટા પુરુષો દ્વારા હીલના કરાયો. તેથી મોટા પુરુષોથી તે હીલવા પામ્યો તેથી, તેના વડે=પ્રસ્તુત જીવ વડે, સબુદ્ધિને વૃતાંત નિવેદન કરાયો=આ રીતે પોકાર કરીને હું લોકોને ભેષજત્રય ગ્રહણ કરવાનું કહું છું તેથી મોટા પુરુષોને હાસ્યાસ્પદ બનું છું અને તેઓ મારી હીલના કરે છે એ પ્રકારે પોતાનો વૃત્તાંત બુદ્ધિને તેણે નિવેદન કર્યો, તેણી વડે કહેવાયું=સદ્દબુદ્ધિ વડે કહેવાયું, હે ભદ્ર ! તારા રોરભાવને સ્મરણ કરતા આ લોકો ભદ્ર એવા તને અનાદરથી અવલોકન કરે છે. તે કારણથી તારા વડે અપાતું ભેષજત્રય ગ્રહણ કરતા નથી આ મંદિરમાં રહેલા યોગ્ય લોકો તારી પાસેથી ભેષજત્રય ગ્રહણ કરતા નથી, તેથી તારા પૂર્વના ભિખારી ભાવનું સ્મરણ કરીને આ લોકો ગ્રહણ કરતા નથી તેથી, જો ભદ્ર એવા તને બધા જતથી ગ્રાહણનો અભિલાષ છે=બધા જ જીવો મારી પાસેથી આ ઔષધ ગ્રહણ કરે એવો અભિલાષ છે, તો આ તેનો ઉપાય=આગળમાં કહે છે એ બધાને ભેષજત્રય આપવાનો ઉપાય, મારા ચિત્તમાં સ્કુરણ થાય છેસબુદ્ધિ કહે છે કે મને આ પ્રકારનો વિચાર સ્કુરણ થાય છે. જે ‘યહુતથી બતાવે છે – આ ભેષજત્રયને વિશાળ એવા કાષ્ઠપાત્રમાં મૂકીને ત્યારપછી મહારાજના સદનના આંગણારૂપ જે પ્રદેશમાં બધા જતો તેને જુએ છે=તે ભેષજવાળી વિશાળકાષ્ઠપાત્રને જુએ છે, તેમાંeતે સ્થાનમાં, મૂકીનેeતે ભેષજત્રયવાળી પેટીને મૂકીને, ત્યારપછી વિશ્વસ્વમાનસવાળો તું રહે અર્થાત્ નક્કી તારું ઔષધ સર્વ યોગ્યજીવો નિઃસંકોચ ગ્રહણ કરશે એ પ્રકારના વિશ્વસ્ત માનસવાળો તું રહે, તને ચિંતા કરવાની શી જરૂર છે? જે કારણથી અજ્ઞાત સ્વામિભાવવાળા=આ ભેષજત્રય કોણે મૂક્યું છે તે સ્વામીના વિષયમાં અજ્ઞાત ભાવવાળા, જીવો આ સાધારણ છે=આ પેટીમાં મુકાયેલું ઔષધ બધાને માટે સામાન્ય છે એવી બુદ્ધિથી તેવા પ્રકારનું કરાયેલું=વિશાલ પેટીમાં મૂકીને બધા લોકો રાજમંદિરમાં પ્રવેશ કરતા હોય તેવા સ્થાનમાં સ્થાપન થાય તે પ્રકારે કરાયેલું, ભૈષજત્રય સર્વ પણ ગ્રહણ કરશે. અથવા બધા ગ્રહણ કરે તેનાથી શું? એક પણ સગુણવાળો પુરુષ તેને ગ્રહણ કરે=સમ્યક ઔષધ સેવન કરે તેવા સણવાળો એક પણ પુરુષ તે ભેષજત્રયને ગ્રહણ કરે, તો તારા મનોરથની પૂર્તિ થશે અર્થાત્ વિશુદ્ધ આશયપૂર્વક Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ યોગ્ય જીવને અપાયેલું તે ઔષધ અવિચ્છિન્નરૂપે તને જન્મજન્માંતરમાં પ્રાપ્ત થાય એ પ્રકારના તારા મનોરથની પૂર્તિ થશે. તેથી=સબુદ્ધિએ આ પ્રકારની સલાહ આપી તેથી, તે પ્રમાણે જ=જે પ્રમાણે સદ્ગુદ્ધિએ ભેષજત્રયને કાષ્ઠપાત્રમાં મૂકીને યોગ્ય સ્થાને સ્થાપન કરવાનું કહ્યું તે પ્રકારે જ, તે=તે કૃત્ય, સમસ્ત તેના વડે કરાયું=તે જીવ વડે કરાયું, તે પ્રમાણે અનાસાદિતજ્ઞાન આદિ નિક્ષેપના પાત્રવાળો આ પણ જીવ=શાસ્ત્રઅધ્યયન કરીને વિશિષ્ટ માર્ગાનુસારી બુદ્ધિ પ્રાપ્ત થઈ છે સ્વપર કલ્યાણનો અત્યંત અર્થી છે છતાં પોતાને પ્રાપ્ત થયેલ જ્ઞાનાદિ તેની પાસેથી ગ્રહણ કરેલ એવા યોગ્ય જીવોની તેને પ્રાપ્તિ થઈ નથી તેવો આ પણ જીવ, સત્બુદ્ધિ સાથે પર્યાલોચનથી જ આ જાણે છે= આગળમાં બતાવે છે એ જાણે છે, શું જાણે છે ? તે ‘થવ્રુત્ત’થી બતાવે છે મૌન આલંબન કરતા એવા મારા વડે બીજાઓને જ્ઞાનાદિ આધાન કરવા માટે સમર્થ થવાતું નથી અને જ્ઞાનાદિ સંપાદનને છોડીને=પોતે સમ્યજ્ઞાનાદિ પ્રાપ્ત કર્યા પછી યોગ્ય જીવોમાં તેનું સંપાદન કર્યા વગર, પરમાર્થથી અન્ય પરોપકાર સંભવતો નથી. અવાપ્ત સન્માર્ગવાળા પુરુષ દ્વારા જન્માંતરમાં પણ તેના અવિચ્છેદને અભિલષતા=પોતાને સૂક્ષ્મબોધપૂર્વક રત્નત્રયીનો માર્ગ પ્રાપ્ત થયો છે એવા પુરુષ વડે જન્માંતરમાં પણ તે માર્ગના અવિચ્છેદથી અભિલાષા કરતાં એવા પુરુષે પરોપકારમાં તત્પર થવું જોઈએ; કેમ કે તેનું જ=પોતાને સૂક્ષ્મતત્ત્વની પ્રાપ્તિ થાય અને તે સૂક્ષ્મતત્ત્વ યોગ્ય જીવોને આપવા દ્વારા પરોપકાર કરવામાં આવે તેનું જ, પુરુષગુણના ઉત્કર્ષનું આવિર્ભાવકપણું છે=મોક્ષને અનુકૂળ પુરુષનો જે ગુણ તેના ઉત્કર્ષનું આવિર્ભાવકપણું છે, તેથી પરોપકાર કરનારને જન્માંતરમાં મોક્ષમાર્ગ સુલભ બને છે, માટે સન્માર્ગની પ્રાપ્તિ થયા પછી પરોપકારપરાયણ થવું જોઈએ એમ અન્વય છે, જે કારણથી સમ્યક્ રીતે કરાતો પરોપકાર ધીરતાની અભિવૃદ્ધિ કરે છે=ભગવાનના શાસનના સૂક્ષ્મ રહસ્યને જાણ્યા પછી યોગ્ય જીવોને તે માર્ગ કઈ રીતે સમ્યક્ પ્રાપ્ત થાય તેવું સમ્યગ્ આલોચન કર્યા પછી જે રીતે તેમનો પરોપકાર થાય તે પ્રકારે કરાતો પરોપકાર ઉપદેશકમાં ધીરતાની વૃદ્ધિ કરે છે અર્થાત્ કષાયોથી આકુળ થયા વગર ઉચિત ઉપકારની પ્રવૃત્તિ કરવાથી મોહનાશને અનુકૂળ પોતાની ધીરતાની વૃદ્ધિ કરે છે. દીનતાનો અપકર્ષ કરે છે=કષાયોને પરવશ મોક્ષમાર્ગને નહીં જોનારા જીવોમાં દીનતા હોય છે અને તે દીનતા ભગવાનના શાસનને પામ્યા પછી નષ્ટપ્રાયઃ છે તોપણ જે અશંથી સૂક્ષ્મતત્ત્વ દેખાતું નથી તે અંશથી તેટલી દીનતા તે મહાત્મામાં પણ વર્તે છે તે દીનતાનો અપકર્ષ ધીરતાપૂર્વક કરાયેલા પરોપકારથી થાય છે; કેમ કે ઉપકારકાળમાં ઉપદેશકના ચિત્તમાં પણ પૂર્વ-પૂર્વ કરતાં અધિક સૂક્ષ્મતત્ત્વ આવિર્ભાવ પામે છે અને જેમ જેમ સૂક્ષ્મ-સૂક્ષ્મમાર્ગ દેખાય છે તેમ તેમ અદૃષ્ટ એવા કલ્યાણના આશયનો અપકર્ષ થવા રૂપ દીનતાનો અપકર્ષ થાય છે. ઉદારચિત્તતાને આધાન કરે છે= પરોપકાર કરવાની ક્રિયા ઉદાર ચિત્તતાને આધાન કરે છે અર્થાત્ પોતાના હિતની જેમ સર્વ યોગ્ય જીવોનું હિત થાઓ તેવા ઉત્તમચિત્તની નિષ્પત્તિ કરે છે. આત્મમ્ભરિતાનો ત્યાગ કરાવે છે=અનાદિકાળથી જીવમાં વર્તતી સ્વાર્થવૃત્તિને ક્ષીણ-ક્ષીણતર કરે છે. ચિત્તના વૈમલ્યનો વિસ્તાર કરે છે=શાસ્ત્રમાં સંપન્ન થયેલા મહાત્મા યોગ્ય જીવોને સંસારથી વિસ્તારવાળા શુદ્ધ આશયપૂર્વક માર્ગને બતાવે છે ત્યારે તે — Page #388 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૩૬૫ મહાત્માઓનું ચિત્ત ભગવાનના વચનથી ભાવિત થઈને યોગ્ય જીવમાં તે ભાવો નિષ્પન્ન થાય તે પ્રકારે ઉપદેશ આપતા હોવાથી તે મહાત્માનું ચિત્ત પણ વિશેષ પ્રકારની નિર્મલતાને પામે છે અર્થાત્ વીતરાગતાને આસન્ન-આસન્નતર થાય છે તેવા પ્રભુત્વનો આવિર્ભાવ કરે છે= યોગ્ય જીવના ઉપકાર અર્થે કરાતી પ્રવૃત્તિથી પોતાનામાં પણ ઉપદેશના વિષયભૂત ગુણો દઢ-દઢતર થવાથી પોતાના આત્મા ઉપર પોતાનું પ્રભુત્વ વિશેષરૂપે પ્રગટ થાય છે. તેથી=પરોપકારથી આ સર્વગુણો થાય છે તેથી, પ્રાદુર્ભત વીર્યના ઉલ્લાસવાળો, નાશ પામ્યાં છે કર્મરૂપ રજ અને મોહ જેવાં એવો, પરોપકાર કરવામાં તત્પર આ પુરુષ જન્માંતરમાં પણ ઉત્તરોત્તરના ક્રમથી=પૂર્વ-પૂર્વના ભવ કરતાં ઉત્તરોત્તરના ભવમાં અધિક અધિક ગુણસંપત્તિ પ્રગટે તે પ્રકારના ક્રમથી, સુંદરતર સન્માર્ગવિશેષને પ્રાપ્ત કરે છે. પરંતુ તેનાથી=સન્માર્ગથી, પાત પામતો નથી. જે ઉપદેશક ભગવાનના વચનથી અત્યંત ભાવિત છે તે મહાત્મા યોગ્ય જીવને સન્માર્ગનું સ્વરૂપ બતાવે છે, ત્યારે તે બોલતા વચનપ્રયોગો પોતાના આત્માને સ્પર્શીને યોગ્ય જીવના ઉપકાર અર્થે પ્રવર્તાવે છે. તેથી તે ઉપદેશકના હૈયામાં તે બોલતાં વચનોથી અને પરોપકાર કરવાના આશયથી જ મોહનાશને અનુકૂળ વીર્ષોલ્લાસ પ્રાદુર્ભાવ થાય છે. જે કંઈ કર્મો નાશ કર્યા પછી અવશિષ્ટ રહેલાં છે, તેમાંથી પણ રાગ અને મોહનાં આપાદક કર્મો પણ વિશેષથી નાશ પામે છે. અને બીજાના કલ્યાણના વિશુદ્ધ આશયથી બંધાયેલા પુણ્યના બળથી જન્માંતરમાં તેવી ઉત્તમ સામગ્રીને પામીને તે મહાત્માનું મોક્ષમાર્ગને અનુકૂળ વીર્ય વિશિષ્ટ ઉલ્લસિત થાય છે. જેથી વિશેષ-વિશેષ કર્મનાશ કરીને મોક્ષપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી દરેક ભવોમાં પૂર્વ-પૂર્વ કરતાં અધિક નિર્મળ-નિર્મળતર ભગવાનનો માર્ગ પ્રાપ્ત કરે છે, પરંતુ પ્રાપ્ત થયેલા માર્ગથી તે મહાત્મા પાત પામતા નથી. તે આ જાણીને સદબુદ્ધિના વચનથી જે પૂર્વમાં કહ્યું તે સર્વ જાણીને, સ્વયં સ્વીકારીને પણ= બુદ્ધિની સલાહ સ્વયં સ્વીકારીને પણ, જ્ઞાનાદિ સ્વરૂપના પ્રકાશનમાં યથાશક્તિ પ્રવર્તન કરવું જોઈએ. પરની અભ્યર્થનાની અપેક્ષા રાખવી જોઈએ નહીં યોગ્ય જીવો સન્માર્ગની પૃચ્છા કરશે તો હું કહીશ એ પ્રકારની બીજાની પ્રાર્થનાની અપેક્ષા રાખવી જોઈએ નહીં. તેથી=સબુદ્ધિથી આ પ્રકારે પ્રસ્તુત જીવને નિર્ણય થયો તેથી, આ જીવ આ ભગવાનના મતમાં વર્તતો દેશકાળાદિની અપેક્ષાથી અપરઅપરસ્થાનમાં પરિભ્રમણ કરતો ભવ્યજીવોને મોટા વિસ્તારથી જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ માર્ગને પ્રતિપાદન કરે છે તે આ ઘોષણા જાણવી અર્થાત્ આ ભગવાનનો માર્ગ લ્યો ! આ માર્ગ લ્યો ! એ પ્રકારે પૂર્વમાં જે કથાનકમાં કહ્યું તે રૂપ આ ઘોષણા જાણવી. તેથી તે પ્રમાણે કથન કરતા પ્રસ્તુત આ જીવથી જેઓ મંદતર મતિવાળા છે તેઓ તેમનાથી ઉપદિષ્ટ જ્ઞાનાદિને ક્યારેક ગ્રહણ કરે છે=આ મહાત્મા દેશકાલ અપેક્ષાએ અન્ય અન્ય સ્થાનમાં વિચરતા ભવ્યજીવોને મહાન વિસ્તારથી રત્નત્રયીનું સૂક્ષ્મસૂક્ષ્મતર સ્વરૂપ તે તે જીવોને યોગ્યતા અનુસાર બતાવે છે, તેથી જે જીવો પ્રસ્તુત જીવ કરતાં મંદ મતિવાળા છે તે જીવો તે મહાત્માના ઉપદેશથી ક્યારેક રત્નત્રયીના પરિણામને પ્રાપ્ત કરે છે અર્થાત્ અત્યંત અર્થી અને ઉપયુક્ત થઈને તેઓ સાંભળે છે ત્યારે તેઓમાં પણ પોતાની ભૂમિકાનુસાર પણ Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ રત્નત્રયીનો પરિણામ પ્રગટ થાય છે. વળી, જેઓ મહામતિવાળા છે આની પ્રાન્તની=પૂર્વની, દોષપુંજતાને અનુસ્મરણ કરતા તેઓને આ જીવ હાસ્યપ્રાયઃ પ્રતિભાસે છે અને તેઓને આ જીવ હીલતાને ઉચિત છે. વળી, જે હીલના કરતા નથી તે મહાત્માઓ આની હીલના કરતા નથી, તે તેઓનો જ ગુણ છે પરંતુ આ જીવતો નહીં. જે મહામતિવાળા છે તેઓ પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારા છે તેથી, આ જીવ પૂર્વમાં કેવો તુચ્છમતિવાળો હતો તે પણ તેઓને દેખાય છે અને આજે યોગ્ય જીવોના ઉપકાર અર્થે સન્માર્ગનું ખ્યાપન કરતો પણ દેખાય છે અને તે મહામતિવાળા મહાત્માઓ જેવી મહામતિ આ જીવને હજી પ્રાપ્ત થઈ નથી, તેથી તે જીવની ભૂતકાળની સ્થિતિનું સ્મરણ કરીને આ જીવ હાસ્યપ્રાયઃ ભાસે છે. તેથી તેવા મહાત્માઓ માટે આ જીવ હીલનાપાત્ર છે છતાં ઉત્તમ પુરુષો કોઈની પણ પૂર્વની ખરાબ પ્રકૃતિને જોઈને તેની હીલના કરતા નથી છતાં આ જીવની પૂર્વની ખરાબ પ્રકૃતિની અપેક્ષાએ તો આ જીવ હીલનાને પાત્ર જ છે. ઉપનય : ज्ञानाद्युपदेशसर्वानुग्राहकतार्थं कथाकृतिः ततोऽयं चिन्तयति-कथं पुनरयं ज्ञानाद्युपदेशः सर्वानुग्राहको भविष्यति? इति, ततः सद्बुद्धिबलादेवेदं लक्षयति यदुत न साक्षान्मया दीयमानोऽयममीषां समस्तलोकानामुपादेयतां प्रतिपद्यते, तस्मादेवं करिष्ये यदुत-यान्येतानि ज्ञानदर्शनचारित्राणि भगवन्मतसारभूतानि प्रतिपाद्यानि वर्त्तन्ते, तान्येकस्यां ग्रन्थपद्धतौ ज्ञेयश्रद्धेयानुष्ठेयार्थविरचनेन विषयविषयिणोरभेदोपचारद्वारेण व्यवस्थाप्य ततस्तां ग्रन्थपद्धतिमत्र मौनीन्द्रे प्रवचने भव्यजनसमक्षं मुत्कलां मुञ्चामि, ततस्तस्यां वर्तमानानि तानि समस्तजनादेयानि भविष्यन्ति, किञ्चयोकस्यापि जन्तोस्तानि भावतः परिणमेयुः, ततस्तत्कर्तुम किं न पर्याप्तम् ? इति तदिदमवधार्यानेन जीवेनेयमुपमितिभवप्रपञ्चा नाम कथा यथार्थाभिधाना प्रकृष्टशब्दार्थविकलतया सुवर्णपात्र्यादिव्यवच्छेदेन काष्ठपात्रीस्थानीया निहितज्ञानदर्शनचारित्रभेषजत्रयी तथैव विधास्यते। ઉપનયાર્થ:જ્ઞાન આદિના ઉપદેશથી સર્વની અનુગ્રાહકતા માટે પ્રસ્તુત કથાની રચના ત્યારપછી=ઘોષણાપૂર્વક સર્વ ભવ્યજીવોને આ મહાત્મા વિસ્તારથી રત્નત્રયીનું સ્વરૂપ બતાવીને ઉપકાર કરે છે ત્યારપછી, આ વિચારે છે. કેવી રીતે વળી આ જ્ઞાનાદિનો ઉપદેશ સર્વજીવોનો અનુગ્રાહક થશે ? તેથી આ પ્રકારે વિચારે છે તેથી, સદ્દબુદ્ધિના બલથી જ આ જાણે છે=પ્રસ્તુત જીવ આગળમાં કહે છે તે જાણે છે. શું જાણે છે ? તે “યત'થી બતાવે છે – સાક્ષાત્ મારા વડે અપાતો આ ઉપદેશ આ સર્વલોકોની ઉપાદેયતાને પ્રાપ્ત કરાતો નથી. તે કારણથી આ પ્રમાણે હું કરીશ. શું કરીશ ? તે ‘કુતથી બતાવે છે – Page #390 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૩૬૭ જે આ જ્ઞાન, દર્શન, ચારિત્ર ભગવાનના મતના સારભૂત પ્રતિપાદ્ય વર્તે છે. તેઓને એકગ્રંથ પદ્ધતિમાં શેય, શ્રદ્ધેય, અનુષ્ઠય અર્થતા વિભાગથી વિષય વિષયિના અભેદ ઉપચાર દ્વારા વ્યવસ્થાપન કરીને, ત્યારપછી તે ગ્રંથપદ્ધતિને આ ભગવાનના પ્રવચનમાં યોગ્ય જીવ સમક્ષ મુત્કલને મૂકું=ખુલ્લી મૂકું, તેથી તેમાંeતે ગ્રંથપદ્ધતિમાં, વર્તમાન સમસ્ત જનઆદેય તે=જ્ઞાન, દર્શન, ચારિત્ર, થશે અર્થાત્ આ જીવ વિચારે છે કે ભગવાનના મતમાં જે કાંઈ વિસ્તાર છે તે સર્વ રત્નત્રયી સ્વરૂપ જ છે અને તે રત્નત્રયીમાંથી જ્ઞાનનો વિષય શેય પદાર્થો છે. દર્શનનો વિષય શ્રદ્ધેય પદાર્થો છે અને ચારિત્રનો વિષય અનુદ્ધેય આચરણાઓ છે. તે સર્વને હું કોઈક એવા ગ્રંથમાં એ રીતે નિબદ્ધ કરું કે જેથી મારાથી મંદબુદ્ધિવાળા જીવો ભગવાનના શાસનમાં રહેલા તે ભાવોને જોવા સમર્થ નથી તેઓને પ્રસ્તુત ગ્રંથથી તે ભાવોની પ્રાપ્તિ થાય અને આ રીતે ગ્રંથમાં તિબદ્ધ થયેલા તે સર્વ પદાર્થો વર્તમાનમાં રહેલા યોગ્ય જીવોને અને ભવિષ્યમાં થનારા યોગ્ય જીવોને પ્રસ્તુત ગ્રંથથી પ્રાપ્ત થશે. ઉત્તમ પરિણામથી આ પ્રકારના પરોપકારનો આશય ગ્રંથકારશ્રીએ થયેલો છે. વળી, તે મહાત્મા વિચારે છે કે એક પણ જીવને પરમાર્થથી જો તે રત્નત્રયી પરિણમન પામે તો તે ગ્રંથના કર્તા એવા મને શું પર્યાપ્ત નથી? અર્થાત્ મારો કરાયેલો ગ્રંથરચનાનો શ્રમ સફલ છે. તે આ અવધારણ કરીને= પૂર્વમાં વર્ણન કર્યું તે આ નિર્ણય કરીને, આ જીવ વડે આ ઉપમિતિભવપ્રપંચ યથાર્થ નામવાળી કથા, પ્રકૃષ્ટ શબ્દાર્થનું વિકલપણું હોવાને કારણે સુવર્ણપાત્ર આદિના વ્યવચ્છેદથી કાષ્ઠપાત્રીસ્થાનીય, સ્થાપન કરેલું છે જ્ઞાન, દર્શન, ચારિત્ર ભેષજત્રય જેમાં એવી કથા તે પ્રકારે જ કરાશે–પ્રસ્તુત કથા જે પ્રકારે કરવાની પ્રતિજ્ઞા કરી છે તે પ્રકારે જ કરાશે. कथाश्रवणे विज्ञप्तिः तत्रैवं स्थिते भो भव्याः ! श्रूयतां भवद्भिरियमभ्यर्थना यथा-तेनापि रोरेण तथा प्रयुक्तं तद्भेषजत्रयमुपादाय ये रोगिणः सम्यगुपभुञ्जते ते नीरोगतामास्कन्दन्ति, युज्यते च तत्तेषां गृहीतुं, तस्य ग्रहणे रोरोपकारसंपत्तेः, तथा मादृशाऽपि भगवदवलोकनयाऽवाप्तसद्गुरुपादप्रसादेन तदनुभावाविर्भूतसद्बुद्धितया यदस्यां कथायां विरचयिष्यते ज्ञानादित्रयं तल्लास्यन्ति ये जीवास्तेषां तद्रागादिभावरोगनिबर्हणं संपत्स्यत एव, न खलु वक्तुर्गुणदोषावपेक्ष्य वाच्याः पदार्थाः स्वार्थसाधने प्रवर्त्तन्ते, तथाहि-यद्यपि स्वयं बुभुक्षाक्षामः पुरुषः स्वामिसंबन्धिनमाहारविशेषं तदादेशेनैव तदुचितपरिजनाय प्रकटयन् न भोजनायोत्सवं कलयति तथाऽप्यसावाहारविशेषस्तं परिजनं तर्पयत्येव, न वक्तृदोषेण स्वरूपं विरहयति, तथेहापि योजनीयं तथाहि-स्वयं ज्ञानाद्यपरिपूर्णेनापि मया भगवदागमानुसारेण निवेदितानि ज्ञानादीनि ये भव्यसत्त्वा ग्रहीष्यन्ति, तेषां रागादिबुभुक्षोपशमेन स्वास्थ्यं करिष्यन्त्येव, स्वरूपं हि तत्तेषामिति। किञ्च यद्यपि भगवत्सिद्धान्तमध्यासीनमेकैकं पदमाकर्ण्यमानं भावतः सकलं रागादिरोगजालं समुन्मूलयितुं पटिष्ठमेव, स्वाधीनं च तदाकर्णनं भवतां, तथा यद्यपि चिरन्तनमहापुरुषोपनिबद्धकथाप्रबन्धश्रवणेनापि Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ सद्भावनया क्रियमाणेन रागादित्रोटनं सुन्दरतरं संभवत्येव, तथाऽप्यमुनोपायेन संसारसागरं तरितुकामे मयि परमकरुणैकरसाः सन्तः प्रस्तुतकथाप्रबन्धमपि सर्वेऽपि भवन्तः श्रोतुमर्हन्तीति। ઉપમિતિભવપ્રપંયા કથા શ્રવણ માટે વિનંતી ત્યાં=ગ્રંથકારશ્રીએ કહ્યું કે કાષ્ઠપાત્રમાં, સ્થાપત કરીને રત્નત્રયીનું સ્થાપન થાય તે રીતે કથા કહેવાશે તેમાં, આ પ્રમાણે સ્થિત હોતે છતે ગ્રંથકારશ્રીએ કહ્યું કે લોકોના પરોપકાર કરીને પોતાનું હિત સાધવા અર્થે ગ્રંથકારશ્રી આ કથા કરશે એ પ્રમાણે સ્થિત હોતે છતે, હે ભવ્યજીવો ! તમે આ એક અભ્યર્થના સાંભળો જે આ પ્રમાણે – તે પણ રાંકડા વડે તે પ્રમાણે પ્રયુક્ત=કાષ્ઠપાત્રમાં ભેષજત્રય સ્થાપન કરીને લોકોના ઉપકાર અર્થે રાજવ્યવહારના આવાગમનના સ્થાનમાં સ્થાપન કર્યું તે પ્રકારે પ્રયુક્ત, તે ભેષજત્રયને ગ્રહણ કરીને જે રોગીઓ સમન્ ઉપયોગ કરે છે તે નીરોગતાને પ્રાપ્ત કરે છે. અને તેઓને તેવા જીવોને, તે ગ્રહણ કરવું યોગ્ય છે; કેમ કે તેના ગ્રહણમાંeભેષજત્રયતા ગ્રહણમાં, રાંકડાના ઉપકારની પ્રાપ્તિ છે અર્થાત્ પ્રસ્તુત ભિખારીએ તે ઔષધત્રય યોગ્ય જીવોને આપીને પોતાને જન્મ-જન્માંતરમાં અવિચ્છત્ર મળે તે આશયથી જે ભેષજત્રય પેટીમાં સ્થાપન કરેલ તે આશય સફળ થવાથી તે ભિખારીને ઉપકારની પ્રાપ્તિ છે. તે પ્રમાણે મારા જેવા પણ ભગવાનની અવલોકવાના કારણે પ્રાપ્ત થયેલા સદ્ગુરુના પ્રસાદથી તેના અનુભાવથી આવિર્ભત થયેલા સદ્ગદ્ધિપણાને કારણે જે આ કથામાં જ્ઞાનાદિત્રયની રચના કરાશે, તેને જ્ઞાનાદિત્રયને, જે જીવો ગ્રહણ કરશે તેઓના તે રાગાદિ ભાવ રોગોનું નિર્બહણ થશે જ. જે પ્રમાણે દૃષ્ટાંતમાં કહ્યું તે પ્રમાણે ગ્રંથકારશ્રીએ ભગવાનની અવલોકનાને કારણે સદગરની કપાદૃષ્ટિ પ્રાપ્ત થઈ અને તે કૃપાદૃષ્ટિના કારણે જ ઘણા શ્રમથી તે મહાત્મામાં બુદ્ધિ પ્રગટ થઈ જેને કારણે યોગ્ય જીવોના ઉપકાર અર્થે ગ્રંથકારશ્રી આગળમાં બતાવે છે. એ પ્રકારે કથાની રચના કરશે જેમાં જ્ઞાનાદિત્રયનું સ્થાપન છે. તેથી જે જીવો તે કથાને માત્ર કથારૂપે નહીં પરંતુ તે કથાના પરમાર્થને સ્પર્શે તે રીતે અધ્યયન કરશે તેઓને તે અધ્યયનના બળથી રત્નત્રયીની પ્રાપ્તિ થશે. જેના કારણે તે જીવોના રાગાદિ-ભાવરોગો અત્યંત ક્ષીણ-ક્ષીણતર થશે જ. કેમ તેઓના રાગાદિ-ભાવરોગો ક્ષીણ-ક્ષીણતર થશે જ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે. વક્તાના ગુણદોષની અપેક્ષા રાખીને વાચ્યપદાર્થો સ્વઅર્થના સાધનમાં પ્રવર્તતા નથી. તે આ પ્રમાણે – જોકે સ્વયં ભૂખથી ક્ષીણ થયેલો પુરુષ સ્વામીના સંબંધી આહારવિશેષને તેમના આદેશથી જ=સ્વામીના આદેશથી જ, તેના ઉચિત પરિજનને પ્રકટ કરતો ભોજન માટે ઉત્સવને કરતો નથી=ભોજન માટે બધાને આમંત્રણ આપતો નથી. તોપણ આ આહારવિશેષ તે પરિજનને તૃપ્તિ કરે જ છે. વક્તાના દોષથી=ભોજન માટે આમંત્રણ ન આપ્યું એ પ્રકારના વક્તાના દોષથી, સ્વરૂપનો ત્યાગ કરતો નથી અર્થાત્ તે ભોજન કરનારને તૃપ્તિ થતી નથી. તેમ બનતું નથી. પરંતુ તૃપ્તિ કરવાનું તેનું સ્વરૂપ તે ભોજન ત્યાગ કરતું નથી. તે પ્રમાણે અહીં પણ યોજન કરવું. તે આ પ્રમાણે – સ્વયં જ્ઞાનાદિ Page #392 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૩૬૯ અપરિપૂર્ણ પણ મારા વડે ભગવાનના આગમ અનુસારથી નિવેદન કરાયેલા જ્ઞાનાદિ જે ભવ્યજીવો ગ્રહણ કરશે, તેઓના રાગાદિ રૂપ ભૂખના ઉપશમનથી સ્વાથ્યને કરશે જ, હિં=જે કારણથી, તેઓનું=જ્ઞાનાદિત્રયરૂપ ઔષધનું, તે સ્વરૂપ છે=રાગાદિ બુમુક્ષાનું શમન કરવું તે સ્વરૂપ છે. વળી, જોકે ભગવાનના સિદ્ધાંતના મધ્યમાં રહેલું એક એક પણ પદ ભાવથી સંભળાતું સકલ રાગાદિ રોગજાલને ઉભૂલન કરવા માટે પટિઝ છે=ભગવાનના સિદ્ધાંતમાં રહેલા એક એક સામાયિક આદિ પદને આશ્રયીને પણ ઘણા જીવો સામાયિક પદના હાર્દને સ્પર્શીને તત્કાલ રાગાદિ રોગોના સમૂહનો નાશ કરીને કેવલજ્ઞાન પામ્યા, તેથી સર્વજ્ઞવચનાનુસાર કહેવાયેલાં દરેક પદો ભાવથી સંભળાતા સર્વરાગાદિ રોગના સમૂહને નાશ કરવા માટે અત્યંત સમર્થ છે અને તેનું સાંભળવું તમોને સ્વાધીન છે. અર્થાત્ ગ્રંથકારશ્રી આમંત્રણ આપે તો જ તેની સાંભળવાની ક્રિયા થાય તેમ નથી. પરંતુ જેમ સ્વામીના આદેશથી તેના ઉચિત પરિજન માટે કરાયેલું ભોજન આમંત્રણ વગર પણ તેઓ ભોજન કરે તો તૃપ્તિ થાય છે તેમ, તમોને સ્વાધીન એવું ભગવાનના વચનનું સ્મરણ તમે કરશો તો અવશ્ય તમારા રાગાદિ રોગો નાશ પામશે. માટે ગ્રંથકારશ્રીના આમંત્રણની અપેક્ષા રાખ્યા વગર યોગ્ય જીવો પ્રસ્તુત કથાનું અધ્યયન કરીને રત્નત્રયીની પ્રાપ્તિ દ્વારા આરોગ્યને પ્રાપ્ત કરો એ પ્રકારના આશયથી ગ્રંથકારશ્રીએ આ કથાની રચના કરી છે. અને જોકે સદ્ભાવનાથી કરાતા કથાના હાર્દને સ્પર્શે તે પ્રકારના ઉપયોગી કરાતા, ચિરંતન મહાપુરુષોથી ઉપનિબદ્ધ કથાના પ્રબન્ધના શ્રવણથી પણ=પૂર્વના મહાપુરુષો દ્વારા રચાયેલા કથાના વિસ્તારના શ્રવણથી પણ, રાગાદિત્રોટન સુંદરતર સંભવે જ છે તો પણ આ ઉપાયથી=યોગ્ય જીવોને સન્માર્ગના દાનરૂપ આ ઉપાયથી, સંસારસાગરને તરવાની ઇચ્છાવાળા મારામાં પરમ કરુણાના એકરસ છતાં પ્રસ્તુત કથાના પ્રબન્ધને પણ સર્વ પણ તમે સાંભળવા માટે યોગ્ય છોકકથા સાંભળવી તમને ઉચિત છે. પીવોપસંહાર तदेवमेतत्कथानकं प्रायः प्रतिपदमुपनीतं, यत्पुनरन्तरान्तरा किञ्चित्रोपनीतं तस्याप्यनेनैवानुसारेण स्वबुद्ध्यैवोपनयः कार्यः । भवत्येव गृहीतसङ्केतानामुपमानदर्शनादुपमेयप्रतीतिः, अत एवेदं कथानकमादावस्यैवार्थस्य दर्शनार्थमुपन्यस्तं, यतोऽस्यां कथायां न भविष्यति प्रायेण निरुपनयः पदोपन्यासः, ततोऽत्र शिक्षितानां सुखेनैव तदवगतिर्भविष्यतीत्यलमतिविस्तरेणेति । इह हि जीवमपेक्ष्य मया निजं, यदिदमुक्तमदः सकले जने । लगति संभवमात्रतया त्वहो, गदितमात्मनि चारु विचार्यताम् ।।१।। निन्दाऽऽत्मनः प्रवचने परमः प्रभावो, रागादिदोषगणदौष्ट्यमनिष्टता च । प्राक्कर्मणामतिबहुश्च भवप्रपञ्चः, प्रख्यापितं सकलमेतदिहाद्यपीठे ।।२।। Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ संसारेऽत्र निरादिके विचरता जीवेन दुःखाकरे, जैनेन्द्रं मतमाप्य दुर्लभतरं ज्ञानादिरत्नत्रयम्। लब्धे तत्र विवेकिनाऽऽदरवता भाव्यं सदा वर्द्धने तस्यै(स्ये)वाद्यकथानकेन भवतामित्येतदावेदितम्।।३।। इत्युपमितिभवप्रपञ्चायां कथायां पीठबन्धो नाम प्रथमः प्रस्तावः समाप्तः।।१।। પીઠબંધનો ઉપસંહાર આ સર્વ કથાનું નિગમત કરતાં તદ્ વ'થી કહે છે. પૂર્વમાં જે રીતે વર્ણન કર્યું એ રીતે આ કથાનક=પૂર્વમાં કહેલ એ કથાનક પ્રાયઃ પ્રત્યેક પદમાં ઉપવીત છે જે વળી વચવચમાં કંઈક ઉપવીત નથી=ઉપમેય દ્વારા સ્પષ્ટતા કરી નથી. તેનો પણ આ જ પ્રકારના વચનાનુસારથી સ્વબુદ્ધિ દ્વારા ઉપનય કરવો જોઈએ. કઈ રીતે સ્વબુદ્ધિથી ઉપાય કરવો જોઈએ ? તેથી કહે છે. ગૃહીત સંકેતવાળા જીવોને ઉપમાનના દર્શનથી ઉપમેયની પ્રતીતિ થાય છે. જેઓએ પ્રસ્તુત પ્રબંધ દ્વારા સંકેતનો બોધ કર્યો છે કે આ ગ્રંથ માત્ર કથાનક નથી, પરંતુ ઉપમા દ્વારા ઉપમેયનો બોધ કરાવીને રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવવા અર્થે છે. તેથી તે પ્રકારનો સંકેત જેઓને પ્રાપ્ત થયો છે તેઓને આગળના કથાનકમાં ઉપમાનનું દર્શન થવાથી ઉપમેયની પ્રતીતિ થાય જ છે. આથી જ=એક વખત ઉપમાન દ્વારા ઉપમેય બતાવવામાં આવે તો એ પ્રકારે ઉપમેયની યોજનની પ્રજ્ઞા વિવેકી પુરુષને પ્રગટ થાય જ છે આથી જ, આ કથાનક આ જ અર્થને બતાવવા માટે આદિમાં ઉપચાસ કરાયો છે કથાના પ્રારંભ પૂર્વે પીઠિકામાં કઈ રીતે પોતાનો જીવ રત્નત્રયીને પ્રાપ્ત કરી શક્યો તે અર્થને બતાવવા અર્થે આદિમાં બતાવ્યું છે અને તેનો ઉપમેય પણ બતાવાયો છે. જેનાથી કઈ રીતે ઉપમાન દ્વારા ઉપમેયનું જ્ઞાન થઈ શકે તેવો બોધ થવાથી યોગ્ય જીવ આગળની કથાને પણ તે પ્રકારે જોવા સમર્થ બને. જે કારણથી આ કથામાં=આગળની કહેવાતી કથામાં, પ્રાયઃ કરીને તિરુપતય પદ ઉપચાસ થશે નહીં, તે કારણથી અહીં=પીઠિકામાં, શિક્ષિત જીવોને=કઈ રીતે ઉપમાન દ્વારા ઉપમેયનો બોધ કરવો તે પ્રકારે શિક્ષિત જીવોને, સુખથી જ તેની અવગતિ થશે=આગળમાં કહેવાયેલી કથા દ્વારા ઉપમેયનો બોધ થશે. એથી અતિ વિસ્તારથી સર્યું. અહીં જીવની અપેક્ષાએ મારા વડે પોતાનું જે આ કહેવાયું-પૂર્વના કથાનકમાં કહેવાયું એ, બધા જ જીવોમાં સંભાવનામાત્રપણાથી લાગે છે=યોજન થાય છે. વળી, પોતાનામાં કહેવાયેલો સુંદર વિચાર કરાવો-યોગ્ય જીવો વડે પૂર્વમાં કથાનકમાં વર્ણન કર્યું તે પ્રકારે પોતાનામાં પણ યથાર્થ યોજન કરી શકે તે પ્રમાણે વિચાર કરાવો, આત્માની નિંદા, પ્રવચનમાં પરમ પ્રભાવ, રાગાદિ દોષગણની દુષ્ટતા અને અનિષ્ટતા અને પૂર્વકનો અતિબહુ ભવપ્રપંચ, સકલ આ અહીં આદ્યપીઠમાં કહેવાયું છે–પીઠિકાના કથનમાં કહેવાયું છે. દુ:ખના આકર=દુઃખની ખાણસમા તિરાદિક=આદિ Page #394 -------------------------------------------------------------------------- ________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૩૭૧ વગરના, આ સંસારમાં વિચરતા જીવ વડે જેવેન્દ્ર મતને પામીને જ્ઞાનાદિ રત્નત્રય દુર્લભતર છે. આદરવાળા એવા વિવેકી પુરુષ વડે તે પ્રાપ્ત થયે છત=રત્નત્રયી પ્રાપ્ત થયે છતે, આ જ આધ કથાનક દ્વારા તમોએ સદા તેના જ વર્ઝનમાં યત્ન કરવો જોઈએ એ આવેદન કરાયું છે=આ અનાદિ સંસાર છે જે દુઃખને કરનારું છે તેમાં પોતાનો આત્મા સદા પરિભ્રમણ કરી રહ્યો છે અને તે પરિભ્રમણમાં અત્યંત દુર્લભતર એવા જ્ઞાનાદિ રત્નત્રયને કોઈક રીતે પ્રાપ્ત કરેલ છે અર્થાત્ સંસારમાં રત્નચિંતામણિ આદિની પ્રાપ્તિ દુર્લભ છે તેના કરતાં પણ દુર્લભતર એવી જીવતા પરિણામરૂપ રત્નત્રયી છે. અને જેને આ રત્નત્રયી અત્યંત દુર્લભ છે તેવો વિવેક છે અને તેના પ્રત્યે જેને અત્યંત આદર છે તેવા જીવે આગળમાં બતાવેલ કથાનક દ્વારા સદા તેના વર્ઝનમાં યત્ન કરવો જોઈએ એ પ્રકારે બતાવાયું છે. એથી આ પીઠિકાબંધ વાંચીને માત્ર સંતોષ માનવો જોઈએ નહીં. પરંતુ ભગવાનના શાસનમાં વર્તતા જીવોને પોતાની ભૂમિકાનુસાર જે પ્રકારની રત્નત્રયી મળી હોય તેની સદા વૃદ્ધિ થાય તે પ્રકારે નિપુણપ્રજ્ઞાથી પ્રસ્તુત પીઠિકાબંધનું અવલોકન કરવું જોઈએ, પુનઃ પુનઃ ભાવન કરવું જોઈએ. જેથી ગ્રંથકારશ્રીને યોગ્ય જીવોના ઉપકારનું જે પણ પ્રયોજન છે તે પણ સિદ્ધ થાય અને પોતાનો આત્મા પણ દુર્લભતર એવી રત્નત્રયીને પામીને સંસારની વિડંબનાથી શીધ્ર રક્ષિત થાય તે પ્રકારે યત્ન કરવો જોઈએ. આ પ્રકારે ઉપમિતિભવપ્રપંચા નામની કથામાં પીઠબંધ નામનો પ્રથમ પ્રસ્તાવ સમાપ્ત થયો. પહેલો પ્રસ્તાવ સંપૂર્ણ અનુસંધાનઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ (દ્વિતીય પ્રસ્તાવ) Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ વિશેષ નોંધ Page #396 -------------------------------------------------------------------------- ________________ क्लिष्टचित्ता जगत्सर्वं, मन्यन्ते दुष्टमानसम् / शुद्धाभिसन्धयः सर्वं, शुद्धचित्तं विजानते / / ક્લિષ્ટ ચિત્તવાળા જીવો સર્વ જગતને દુષ્ટ માનસવાળા માને છે, શુદ્ધ અભિપ્રાયવાળા જીવો સર્વ જગતને શુદ્ધ ચિત્તવાળા જાણે છે. 'KUT : પ્રકાશક હિતિર્થ ગઇ.” મૃતદેવતા ભવન', 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્લેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. - ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : 32457410 E-mail : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online : gitarthganga.wordpress.com