________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોક :
नमो भुवनसंतापिरागकेसरिदारिणे ।
प्रशमामृततृप्ताय, नाभेयाय महात्मने ।।३।। શ્લોકાર્ચ -
ભુવનને સંતાપ કરનારા રાગકેસરીને ફાડી નાખનારા, પ્રશમના અમૃતથી તૃપ્ત થયેલા, મહાત્મા નાભિ રાજાના પુત્રને નમસ્કાર કરું છું. Il3II શ્લોક :
नमो द्वेषगजेन्द्रारिकुम्भनिर्भेदकारिणे ।
अजितादिजिनस्तोमसिंहाय विमलात्मने ।।४।। શ્લોકાર્ધ :
વિમલ છે આત્મા જેમનો એવા દ્વેષગજેન્દ્રરૂપ શત્રુના કુંભસ્થળનો ભેદ કરનારા શ્રી અજિતનાથ આદિ જિનસમૂહ એવા સિંહોને નમસ્કાર કરું છું. IIII. શ્લોક :
नमो दलितदोषाय, मिथ्यादर्शनसूदिने ।
मकरध्वजनाशाय, वीराय विगतद्विषे ।।५।। શ્લોકાર્ચ -
દળી નાંખ્યા છે દોષ જેમણે એવા, મિથ્યાદર્શનનો નાશ કરનારા, કામદેવનો નાશ કરનારા, ચાલ્યા ગયા છે શત્રુ જેમના એવા વીરભગવાનને નમસ્કાર કરું છું. પI
અથવા=અથવા, શ્લોક :
अंतरङ्गमहासैन्यं, समस्तजनतापकम् ।
दलितं लीलया येन, केनचित् तं नमाम्यहम् ।।६।। શ્લોકાર્થ :
સઘળા લોકને તાપ કરનારું અંતરંગ મહાસૈન્ય જે કોઈ વડે લીલાથી હણી નખાયું, તેને હું નમું છું. IIll.