________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોક :
समस्तवस्तुविस्तारविचारापारगोचरम् ।
वचो जैनेश्वरं वन्दे, सूदिताखिलकल्मषम् ।।७।। શ્લોકાર્થ :
સમસ્ત વસ્તુના વિસ્તારના વિચારથી અપાર વિષયવાળા, કાઢી નખાઈ છે સઘળી કાળાશ (કુયુક્તિઓ, જેમાંથી એવા જૈનેશ્વર પ્રવચનને હું વંદન કરું છું. IIછા શ્લોક :
मुखेन्दोरंशुभिर्व्याप्तं, या बिभर्ति विकस्वरम् ।
करे पद्ममचिन्त्येन, धाम्ना तां नौमि देवताम् ।।८।। શ્લોકાર્થ :
જે સરસ્વતી, અચિંત્ય તેજ વડે હાથમાં મુખરૂપી ચંદ્રનાં કિરણોથી વ્યાપ્ત, વિકસ્વર (ખીલેલા) કમળને ધારણ કરે છે તે દેવતાની (સરસ્વતીની) હું સ્તુતિ કરું છું. llciા. શ્લોક :
परोपदेशप्रवणो, मादृशोऽपि प्रजायते ।
यत्प्रभावान्नमस्तेभ्यः, सद्गुरुभ्यो विशेषतः ।।९।। શ્લોકાર્ય :
મારા જેવો પણ જેમના પ્રભાવથી પરને ઉપદેશ આપવામાં હોંશિયાર થાય છે તે સદ્ગુરુઓને વિશેષથી નમસ્કાર કરું છું. IIII.
ग्रन्थप्रस्तावना
શ્લોક :
इत्थं कृतनमस्कारः, शान्तविघ्नविनायकः । विवक्षितार्थप्रस्तावं, रचयिष्ये निराकुलः ।।१०।।
ગ્રંથની પ્રસ્તાવના શ્લોકાર્ય :આ રીતે કરાયેલા નમસ્કારવાળો, શાંત કરાયેલા વિપ્નના સમૂહવાળો=અત્યાર સુધી ઉત્તમ