________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ પુરુષોને કરાયેલા નમસ્કારને કારણે ગ્રંથનિષ્પત્તિમાં આવતાં અંતરંગ પ્રતિભાનાં આવારક કર્મ શાંત થયાં છે અને બહિરંગ વિઘ્નો શાંત થયાં છે જેનાં એવો, તેના કારણે નિરાકુલ હું વિવક્ષિત અર્થવાળા પ્રસ્તાવને રચીશ. II૧૦I
શ્લોક :
इहातिदुर्लभं प्राप्य, मानुष्यं भव्यजन्तुना । ततः कुलादिसामग्रीमासाद्य शुभकर्मणा ।।११।। हेयं हानोचितं सर्वं, कर्त्तव्यं करणोचितम् ।
श्लाघ्यं श्लाघोचितं वस्तु, श्रोतव्यं श्रवणोचितम् ।।१२।। युग्मम् શ્લોકાર્ચ -
અહીં સંસારમાં, અતિદુર્લભ એવા મનુષ્યભવને પામીને, ત્યારપછી શુભ કર્મ વડે કુલાદિસામગ્રીને પ્રાપ્ત કરીને ભવ્ય પ્રાણીએ ત્યાગ કરવાને ઉચિત સર્વ ત્યાગ કરવું જોઈએ, કરણને ઉચિત સર્વ કરવું જોઈએ, વખાણવાને ઉચિત સર્વ વસ્તુ વખાણવી જોઈએ, સાંભળવાને ઉચિત સર્વ સાંભળવું જોઈએ. I૧૧-૧૨ાા
તત્ર ત્યાં=હાનાદિમાં, શ્લોક -
यत्किञ्चिच्चित्तमालिन्यकारणं मोक्षवारणम् ।
मनोवाक्कायकर्मेह, हेयं तत् स्वहितैषिणा ।।१३।। શ્લોકાર્ચ -
અહીં=સંસારમાં, જે કંઈ ચિત્તના માલિત્યનું કારણ, મોક્ષને અટકાવનાર, મન-વચન-કાયાનું કર્મ ક્રિયા, તે પોતાનું હિત ઈચ્છનારાએ ત્યાગ કરવું જોઈએ. અર્થાત્ સ્વભૂમિકા અનુસાર ત્રણ ગુતિઓમાં યત્ન કરવો જોઈએ. ll૧૩ શ્લોક :
हारनीहारगोक्षीरकुन्देन्दुविशदं मनः ।
कृतं यत् कुरुते कर्म, कर्त्तव्यं तन्मनीषिणा ।।१४।। શ્લોકાર્ચ - હાર, બરફ, ગાયનું દૂધ, મચકુંદનું ફૂલ અને ચંદ્ર જેવું નિર્મળ કરાયેલું મન જે કર્મ કરે