________________
में ही अहँ नमः । ॐ ह्रीं श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
પૂ. સિદ્ધર્ષિ ગણિ વિરચિત ઉપમિતિભવપ્રપંયા કથા
શબ્દશઃ વિવેચન ભાગ-૧
" પ્રથમ પ્રસ્તાવ : પીઠબંધ
ग्रन्थकारकृतमंगलम् नमो निर्नाशिताशेषमहामोहहिमार्त्तये । लोकालोकामलालोकभास्वते परमात्मने ।।१।।
ગ્રંથકારશ્રીનું મંગલાચરણ નાશ કરાઈ છે સમગ્ર મહામોહરૂપી હિમની પીડા જેમના વડે એવા, લોક અને અલોકને નિર્મળ પ્રકાશ આપવામાં સૂર્ય સમાન પરમાત્માને નમસ્કાર કરું છું. ll૧TI શ્લોક :
नमो विशुद्धधर्माय, स्वरूपपरिपूर्तये ।
नमो विकारविस्तारगोचरातीतमूर्तये ।।२।। શ્લોકાર્ચ -
વિશુદ્ધ ધર્મવાળા, પોતાના રૂપમાં પરિપૂર્તિવાળાને નમસ્કાર કરું છું. વિકારના વિસ્તારના વિષયને ઓળંગી ગયેલા સ્વરૂપવાળા પરમાત્માને નમસ્કાર કરું છું. શા