________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
આને=રંકને, તેના વડે પણ=કદન્ન વડે પણ, તૃપ્તિ નથી જ, કેવલ ભૂખ વધે છે, જીર્ણ થતું તે=કદન્ન, વાતવિસૂચિકાને કરીને આને=દ્રમને પીડા કરે છે. II૧૩૩II
શ્લોક ઃ
अन्यच्च सर्वरोगाणां, निदानं तदुदाहृतम् ।
तदेव पूर्वरोगाणामभिवृद्धिकरं परम् ।।१३४ ।।
શ્લોકાર્થ :
અને બીજું તે=કદન્ન સર્વ રોગોનું કારણ કહેવાયું છે, તે જ=કદન્ન જ, પૂર્વરોગોની અત્યંત વૃદ્ધિ કરનાર છે. I|૧૩૪||
શ્લોક ઃ
स च तन्मन्यते चारु, वराको नान्यदीक्षते ।
सुस्वादुभोजनास्वादो, न स्वप्नेऽप्यस्य गोचरः । ।१३५।।
:
શ્લોકાર્થ ઃ
અને તે વરાક=બિચારો તેને=કદન્નને, સુંદર માને છે, અન્યને જોતો નથી, સુસ્વાદુ ભોજનનો આસ્વાદ સ્વપ્નમાં પણ આનો વિષય નથી. ।।૧૩૫/
શ્લોક ઃ
૩૫
उच्चावचेषु गेहेषु, नानाकारासु वीथिषु ।
बहुशस्तत्पुरं तेन, भ्रान्तमश्रान्तचेतसा ।। १३६ ।
શ્લોકાર્થ
જુદા જુદા આકારવાળી શેરીઓમાં, ઊંચાં-નીચાં ઘરોમાં, નહિ થાકેલા ચિત્તવાળા એવા તે ટૂંક વડે ઘણીવાર તે નગરમાં ભમાયું. ||૧૩૬||
શ્લોક ઃ
एवं पर्यटतस्तस्य, महापापहतात्मनः ।
न ज्ञायते कियान् कालो, दुःखग्रस्तस्य लङ्घितः ।। १३७।।