________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
મનની પ્રીતિ ઉત્પન્ન કરવામાં કારણ એવાં, જિલ્લાના ઉત્સવવાળાં એવાં શ્રેષ્ઠ ભોજનો વડે સ્વસ્થ કરાયેલા સકલ પ્રાણીસમૂહવાળું રાજમંદિર શોભે છે, એમ શ્લોક-૧૫૦માં રાખતે=સાથે અન્વય છે. II૧૫૬
रङ्कस्य शुभसंकल्पः
શ્લોક ઃ
समस्तेन्द्रियनिर्वाणकारणं वीक्ष्य तत्त्वतः ।
स रङ्कश्चिन्तयत्येवं, किमेतदिति विस्मितः । । १५७ ।। ભિખારીનો શુભ સંકલ્પ
શ્લોકાર્થ :
તત્ત્વથી સમસ્ત ઇંદ્રિયોની તૃપ્તિના કારણ એવા રાજભવનને જોઈને આ શું છે ? એ પ્રમાણે વિસ્મય પામેલો તે ટંક આ પ્રમાણે વિચારે છે. II૧૫૭]]
શ્લોક ઃ
सोन्मादत्वान्न जानाति, विशेषं तस्य तत्त्वतः । तथापि हृदयाकूते, स्फुरितं लब्धचेतसः । । १५८ ।।
૪૧
શ્લોકાર્થ :
ઉન્માદસહિતપણાને કારણે તે ટૂંક, તત્ત્વથી તેના=રાજભવનના, વિશેષને જાણતો નથી તોપણ પ્રાપ્ત થયેલી ચેતનાવાળા તેને હૃદયના અભિપ્રાયમાં સ્ફુરાયમાન થયું. II૧૫૮।।
શ્લોક ઃ
यदिदं दृश्यते राजभवनं सततोत्सवम् ।
द्वारपालप्रसादेन, मया दृष्टमपूर्वकम्. ।।१५९।।
શ્લોકાર્થ :
જે આ રાજભવન સતત ઉત્સવવાળું દેખાય છે તે દ્વારપાલના પ્રસાદથી મારા વડે અપૂર્વ જોવાયું. II૧૫૯।।