________________
૪૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્ય :
મધુર કંઠવાળા, પ્રયોગને જાણનારા, એવા ગાયકો વડે વીણા-વેણુના અવાજથી મિશ્ર એવા શ્રેષ્ઠ ગાયનોથી શ્રોતાને આનંદ કરનારું રાજમંદિર શોભે છે. ઉપરા શ્લોક -
विचित्रचित्रविन्यासैश्चित्ताक्षेपविधायिभिः ।
सद्रूपैरतिसौन्दर्यानिश्चलीकृतलोचनम् ।।१५३।। શ્લોકાર્ચ -
વિચિત્ર ચિત્રની રચનાવાળાં, ચિત્તને આક્ષેપ કરનારાં સુંદર રૂપો વડે અતિસૌન્દર્યથી નિશ્ચલ કરાયેલા લોચનવાળું રાજમંદિર છે. I૧૫૩. શ્લોક :
चन्दनागरुकर्पूरमृगनाभिपुरःसरैः ।
अतिगन्धोद्धरैर्द्रव्यैर्घाणमोदनकारणम् ।।१५४।। શ્લોકાર્ય :
ચંદન, અગરુ, કપૂર, કસ્તૂરી વગેરે અતિ સુગંધી દ્રવ્યો વડે નાસિકાને આનંદનું કારણ રાજમંદિર છે. II૧૫૪ શ્લોક :
कोमलांशुकतूल्यादिललनालोकयोगतः ।
स्पर्शप्रमुदिताशेषतद्योग्यजनवृन्दकम् ।।१५५ ।। શ્લોકાર્ધ :
કોમળ વસ્ત્રની પથારી વગેરે અને સ્ત્રીલોકના યોગથી સ્પર્શ વડે આનંદિત કરાયેલા સમગ્ર તેને યોગ્ય એવા= ઉત્તમભોગોને યોગ્ય એવા, જનવૃંદવાળું રાજમંદિર છે. II૧૫૫ll
શ્લોક :
मनःप्रीतिसमुत्पादकारणै रसनोत्सवैः । स्वस्थीभूताखिलप्राणिसंघातं भोजनैः परैः ।।१५६।।