________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
મારા વડે આ કથા આવા પ્રકારની જે હેતુથી નિબદ્ધ કરાઈ તે હેતુ પ્રથમ પ્રસ્તાવમાં કહેવાય
છે. II૬૦II
શ્લોક ઃ
द्वितीये भव्यपुरुषो, मानुष्यं प्राप्य सुन्दरम् । यथाऽत्महितजिज्ञासुः, समासाद्य सदागमम् ।।६१ ।। तदन्तिकस्थः संसारिजीवस्य चरितं यथा ।
श्रुत्वाऽगृहीतसंकेताव्याजात् तेनैव सूचितम् ।।६२।। तिर्यग्वक्तव्यताबद्धं, सार्द्धं प्रज्ञाविशाला ।
विचारयति निःशेषं, तदिदं प्रतिपाद्यते ।। ६३ ।। चतुर्भिः कलापकम्
૧૭
શ્લોકાર્થ ઃ
સુંદર એવા મનુષ્ય ભવને પ્રાપ્ત કરીને આત્મહિતનો જિજ્ઞાસુ એવો ભવ્યપુરુષ સદાગમને મેળવીને જે પ્રકારે તેની પાસે રહેલો છે=સદાગમ પાસે રહેલો છે, જે પ્રકારે અગૃહીત સંકેતાના ન્હાનાથી સંસારી જીવના ચરિત્રને સાંભળીને તેના વડે જ=સંસારી જીવ વડે જ, સૂચન કરાયેલ તિર્યક્ વક્તવ્યતાથી બદ્ધ સમગ્રને=તિર્યંચગતિના સ્વરૂપને કહેનાર એવા સમગ્ર ક્શનને પ્રજ્ઞાવિશાલા સાથે વિચારે છે તે આ બીજા પ્રસ્તાવમાં પ્રતિપાદન કરાય છે. II૬૧-૬૨-૬૩||
શ્લોક ઃ
तथा तृतीयप्रस्तावे हिंसाक्रोधवशानुगः । સ્પર્શનેન્દ્રિયમૂદ્રશ્ય, વથા દુ:ūવિવાધિતઃ ।।૬૪।। संसारिजीवः संसारे, भ्रष्टो मानुष्यजन्मतः ।
इदं संसारिजीवस्य मुखेनैव निवेद्यते । । ६५ ।। युग्मम्
શ્લોકાર્થ :
તથા ત્રીજા પ્રસ્તાવમાં, હિંસાના અને ક્રોધના વશને અનુસરનારો જીવ અને સ્પર્શેન્દ્રિયથી મૂઢ થયેલો જીવ જે પ્રકારે દુઃખોથી પીડાયેલો સંસારી જીવ સંસારમાં મનુષ્યજન્મથી ભ્રષ્ટ થયો, સંસારી જીવના મુખ વડે જ આ (સર્વ વૃત્તાન્ત) કહેવાય છે. II૬૪-૬૫]]