________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧/ પ્રથમ પ્રસ્તાવ શ્લોકાર્થ :
તેથી હે સ્વામિન્ ! આ=કદન્ન, મારા વડે કોઈપણ રીતે છોડવા યોગ્ય નથી જ, અને જો આની સાથે આપવા યોગ્ય હોય તો પોતાના ભોજનને તમે અપાવો. ll૨૪૪ll શ્લોક :
इतरस्तु तदाकर्ण्य, मनसा पर्यचिन्तयत् ।
पश्यताचिन्त्यसामर्थ्य, महामोहविजृम्भितम् ।।२४५।। શ્લોકાર્થ :
વળી, બીજાએ=ધર્મબોધકરે, તેને સાંભળીને મનથી વિચાર્યું, જુઓ અચિંત્ય સામર્થ્યવાળો મહામોહનો વિલાસ છે. ર૪પII શ્લોક :
यदयं द्रमको मोहात्सर्वव्याधिकरे रतः ।
अस्मिन् कदन्नके नैतत्तृणाय मम मन्यते ।।२४६।। શ્લોકાર્થ :
જે કારણથી સર્વ વ્યાધિકર એવા આ કદન્નમાં મોહથી રક્ત થયેલો આ દ્રમક તૃણ માટેeતૃણ જેવા કદન્ન માટે, મારા આ પરમાન્નને સ્વીકારતો નથી. ર૪૬ll શ્લોક :
तथापि किञ्चिद भूयोऽपि, शिक्षयामि तपस्विनम् ।
यदि मोहो विलीयेत, स्यादस्मै हितमुत्तमम् ।।२४७।। શ્લોકાર્ચ -
તોપણ તપસ્વીને ફરી પણ કંઈક શીખવું, જો મોહ વિલય પામે તો આનું દ્રમકનું, ઉત્તમ હિત થાય. ર૪૭II
શ્લોક :
इत्याकलय्य तेनोक्तं, भद्र ! किं नावगच्छसि? । एतनिमित्तकाः सर्वे, रोगास्तव शरीरके ।।२४८।।