________________
ઉ૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
એ પ્રમાણે વિચારીને તેના વડે કહેવાયું, હે ભદ્ર! શું તું જાણતો નથી ? તારા શરીરમાં સર્વે રોગો આના-કદન્નના, નિમિતવાળા છે. ll૨૪૮ શ્લોક :
एतद्धि भक्षितं सर्वैः, सर्वदोषप्रकोपनम् ।
जायते नितरां तेन, त्यक्तव्यं शुद्धबुद्धिभिः ।।२४९।। શ્લોકાર્ધ :
દિ જે કારણથી, સર્વ જીવો વડે ભક્ષણ કરાયેલું આ કદન્ન સર્વ દોષોને પ્રકોપન કરનાર અત્યંત થાય છે તે કારણથી શુદ્ધબુદ્ધિવાળા જીવોએ ત્યાગ કરવું જોઈએ. ll૨૪૯|| શ્લોક :
तवापि भासते भद्र ! विपर्यासादिदं हृदि । यदि स्वादं पुनर्वत्सि, मामकानस्य तत्त्वतः ।।२५०।। ततस्त्वं वार्यमाणोऽपि, त्यजस्येवेदमात्मना ।
को नामामृतमास्वाद्य, विषमापातुमिच्छति? ॥२५१।। युग्मम् શ્લોકાર્ધ :
હે ભદ્ર! વિપર્યાસથી તારા પણ હૃદયમાં આ=કદન્ન, સારું લાગે છે. જો મારા અન્નના સ્વાદને તત્વથી તું જાણે તો તું વારણ કરાતો પણ પોતાની મેળે આનોકદન્નનો, ત્યાગ કરે જ, અમૃતનો આસ્વાદ કરીને ખરેખર કોણ ઝેર પીવાને ઈચ્છે ? ર૫૦-૨૫૧II શ્લોક :
अन्यच्चाञ्जनसामर्थ्य, माहात्म्यं सलिलस्य च ।
किं न दृष्टं त्वया? येन, मद्वचो नानुतिष्ठसि ।।२५२।। શ્લોકાર્ચ -
અને બીજું અંજનનું સામર્થ્ય અને પાણીનું માહાભ્ય શું તારા વડે ન જોવાયું ? જેથી મારા વચનને અનુસરતો નથી. રપIL.