________________
૩૬૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
ભેષજત્રય મળ્યું છે તેથી આ ભવમાં પણ હું આ ભેષજત્રય યોગ્ય પાત્રને આપું તે પ્રકારે ચિંતવન કરતો પણ, મહારાજાઆદિને અભિમત હું છું એ પ્રકારે અવલેપથીeતીર્થકો અને મહાપુરુષોની મારા ઉપર કૃપા છે તેથી હું કાંઈક મહાન છું એ પ્રકારના અલ્પ એવા માનતા વશથી આ પ્રમાણે માને છે. શું માને છે ? તે ‘વત'થી બતાવે છે – જો મારી પાસે કોઈ આવીને પ્રાર્થના કરશે અર્થાત્ આ ત્રણ ઔષધ મારી પાસે માંગશે તો હું આપીશ, ઈતરથા નહીં આપું, આ પ્રકારના અભિપ્રાયથી આપવાની ઈચ્છાવાળો પણ માનને વશ લોકો પ્રાર્થના કરશે તો હું આપીશ એ પ્રકારે આપવાની ઇચ્છાવાળો પણ, યાચકની પ્રતીક્ષા કરતો=તેની પાસેથી રત્નત્રયીની યાચના કરનારા યોગ્ય જીવોની પ્રતીક્ષા કરતો, ચિરકાળ બેસી રહ્યો. અને તે રાજમંદિરમાં જે લોકો છે તેઓને તે ઔષધત્રય સુંદરતર છે જ અર્થાત્ જેમ આ રાજમંદિરે પ્રવેશ પામેલા આ દ્રમકતે આ ભેષજત્રય પ્રાપ્ત થયા છે તેમ જે લોકો આ રાજમંદિરમાં પ્રવેશ પામેલા છે તેઓને આ ભેષજત્રય આ દ્રમક કરતાં પણ સુંદરતા પ્રાપ્ત થયેલું જ છે. જે વળી, ત્યાં=ને રાજમંદિરમાં, તત્કાલ પ્રવિષ્ટપણાને કારણે તેનાથી વિકલ છેeતે ભેષજત્રયથી રહિત છે તેઓ અન્ય પાસેથી જ તે=ઔષધત્રય, અત્યંત પ્રાપ્ત કરે છે. તેથી આ ભિખારી દિશાને જોતો અર્થાત્ પોતાની પાસે કોઈ માગવા આવશે એ પ્રકારે દિશાને જોતો, બેસે છે તેને ગ્રહણ કરવાની ઈચ્છાથી=ભેષજત્રયને ગ્રહણ કરવાની ઈચ્છાથી, તેની સમીપે-તે ભિખારી પાસે, કોઈ આવતું નથી. તે પ્રમાણે આ પણ જીવ=પ્રસ્તુત એવો સંયમને પામેલો પણ જીવ, વિચારે છે. શું વિચારે છે તે “યતથી બતાવે છે –
મારા ઉપર ભગવાનની અવલોકના વિદ્યમાન છે અર્થાત્ ભગવાનનું શાસન મને સમ્યફ પરિણમન પામ્યું છે તેથી હું ભગવાનને કૃપાપાત્ર થયો છું, હું ધર્મસૂરિને બહુમત છું=મારું નિઃસ્પૃહી ચારિત્રનું ચિત્ત જોઈને ધર્મસૂરિઓ મને પુણ્યશાળી માને છે. ખરેખર સઅનુગ્રહમાં પ્રવણ તેમની દયા મારા ઉપર સતત પ્રવર્તે છે–સતત હું સંયમના પરિણામોની વૃદ્ધિ કરું તદ્ અર્થે સતત મને નવું નવું ચુતઅધ્યયન કરાવે છે, સારણા, વારણાદિ કરીને સંયમના કંડકોની વૃદ્ધિ કરાવે છે તે સુંદર અનુગ્રહમાં તત્પર એવી તેમની દયા મારા ઉપર વર્તે છે. મારા મનમાં લેશથી સદ્બુદ્ધિ પ્રગટ થયેલી છે અર્થાત્ સંસારનું વાસ્તવિક સ્વરૂપ, મોક્ષનું નિર્બદ્ધ અવસ્થાવાળું સ્વરૂપ હું યથાર્થ જોઈ શકું છું અને તેવી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય એવો ધર્મ કઈ ભૂમિકામાં કેવી સેવવો જોઈએ એનો લેશથી હું નિર્ણય કરી શકે તેવી સદ્બુદ્ધિ મારામાં પ્રગટ થયેલી છે.
હું સમસ્ત લોકો વડે તેના દ્વારા=સદ્બુદ્ધિ દ્વારા, પ્રશંસા કરાયો છું=સદબુદ્ધિને કારણે વિવેકપૂર્વક મેં સંયમગ્રહણ કર્યું. વિવેકપૂર્વક સંયમ ગ્રહણ કર્યા પછી નિર્બદ્ધ અવસ્થાની વૃદ્ધિમાં યત્ન કરું છું તેના ઉપાય રૂપે શાસ્ત્રઅધ્યયન આદિ ઉચિત ક્રિયાઓ કરું છું જે સદબુદ્ધિનું કાર્ય છે, તેના દ્વારા સર્વ શિષ્ટ લોકો મારી પ્રશંસા કરે છે, તેથી, સપુષ્યપણાને કારણે=અતિપુણ્યશાળી હોવાને કારણે, હું લોકોત્તમ વર્તુ . એ પ્રકારે આનાથી–ચિંતવતથી, મિથ્યાભિમાનને વિસ્તાર છે ઘણા ગુણોથી યુક્ત હોવા છતાં લેશ માતકષાયને વશ પ્રસ્તુત મહાત્મા પણ મિથ્યાભિમાનને વિસ્તારે છે. મોટા પુરુષોથી