________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૧૫૧
વિકારતા ચાળાઓ વડે મારા મનનું હરણ કરશે, પરસ્પર ઇર્ષ્યાથી=મારી સ્ત્રીઓ પરસ્પર ઇર્ષ્યાથી, અભિલાષપૂર્વક કટાક્ષના વિક્ષેપો વડે તેઓ મને સતત હણશે=મને સતત આનંદિત કરશે, અને મારો વિનીત, દક્ષ, શુચિસુંદરવેષવાળો, અવસરને જાણનારો, હૃદયને ગ્રહણ કરનાર=મારા ભાવોને ગ્રહણ કરનાર, મારામાં અનુરક્ત, સમસ્ત ઉપચારમાં કુશળ, શૌર્ય-ઔદાર્યથી સંપન્ન, સર્વ કલા કૌશલથી યુક્ત, આગતા-સ્વાગતા કરવામાં નિપુણ, શક્રના પરિવાર કરતાં પણ ચડિયાતો પરિવાર થશે.
અને મારા ઘણા પ્રાસાદો થશે. કેવા થશે ? તેનું સ્વરૂપ બતાવે છે – પોતાના યશ જેવા ઉજ્વળ અને અમૃત જેવા શ્રેષ્ઠ હોવાને કારણે પોતાના ચિત્ત જેવા પ્રાસાદો થશે અને અતિ ઉચ્ચપણું હોવાને કારણે હિમગિરિ જેવા પ્રાસાદો થશે. વળી, વિચિત્ર જુદા જુદા પ્રકારના ઉજ્જ્વળ વિસ્તૃતમાળાઓથી શોભિત તે પ્રાસાદો થશે. વળી, સાલભંજિકાદિ અનેક ચક્ષુને આનંદ કરનારી રચનાથી કલિત બહુ પ્રકારની શાળાઓવાળા=વિભાગોવાળા, વિશાળ પ્રાસાદો થશે, જુદા જુદા પ્રકારના પ્રકોષ્ઠના વિન્યાસવાળા=જુદા જુદા પ્રકારના દરવાજાના ચોકઠાના એક ભાગના સ્થાપતવાળા, અતિ વિસ્તીર્ણ અનેક આકારવાળાં સ્થાનો અને મંડપથી પરિકરિત એવા પ્રાસાદો થશે. વળી, તે પ્રાસાદો ચારે બાજુથી મોટા કિલ્લાઓથી ઘેરાયેલા હશે. વળી, દેવતાઓના આવાસને પણ ઝાંખા કરે તેવા સાત ભૂમિકાવાળા ઘણા મારા પ્રાસાદો હશે. વળી, મારા ભવનને સતત પ્રકાશિત કરશે. કોણ કરશે ? તેથી કહે છે મરકત, ઇન્દ્રનીલ, મહાનીલ, કર્કેતન, પદ્મરાગ, વજ્ર વૈડૂર્ય, ચંદ્રકાંતમણિ, સૂર્યકાંતમણિ, ચૂડામણિ, પુષ્પરાગાદિ રત્નની રાશિઓ મારા ભવનને પ્રકાશિત કરશે એમ અન્વય છે. વળી, મારા મંદિરમાં ચારેબાજુ પીત ઉદ્યોતને બતાવતા સુવર્ણના કુટો શોભતા હશે અને મારા ગૃહમાં અનંતપણાથી હિરણ્ય, ધાન્ય, કુપ્પાદિ કલ્પનાતીત થશે અને મુગટ, બાજુબંધ, કુંડલ, માળાઓ વગેરે ભૂષણવિશેષો મારા હૃદયને આનંદિત કરશે અને ચીનાંશુક, પટાંશુક, અને દેવાંશુક વગેરે વસ્ત્રના વિસ્તારો મારા ચિત્તની રતિને ઉત્પન્ન કરશે. મણિ, સુવર્ણતા ચિત્ર વિભાગથી મંડિત શોભતા ક્રીડાપર્વતથી કલિત એવાં લીલાઉપવનો મારા માનસના આનંદને વધારશે. તે લીલા કરવાનાં ઉપવનો કેવાં છે ? તે સ્પષ્ટ કરે છે દીર્થિકા=નાની વાવો ગુંજાલિકા, યંત્રવાપિકા આદિ અનેક પ્રકારનાં જલાશયથી મનોહર હશે. વળી, બહુલ, પુન્નગ, નાગ, અશોક, ચંપક વગેરે વિવિધ પ્રકારનાં વૃક્ષોના સમૂહથી વિસ્તારવાળાં હશે. વળી, તે વૃક્ષો પાંચવર્ણવાળાં, સુંદર ગંધવાળાં, મનોહર કુસુમથી ભરાયેલાં, નમ્રશાખાવાળાં હશે, વળી કુમુદ, કોકનદઆદિ કમળોથી તે લીલાઉપવનો શોભતાં હશે, વળી, ભ્રમરાઓના ઝંકારની સુંદર સંગતિથી રમ્ય ધ્વનિવાળાં હશે. વળી, લીલાઉપવનો પોતાના પ્રાસાદના સમીપવર્તી હશે. વળી, જીતી લીધુ છે સૂર્યના રથના સૌંદર્યને એવા રથના સમૂહો મને પ્રમોદ કરશે, ઇન્દ્રના હાથીઓના માહાત્મ્યને પણ ક્ષીણ કર્યો છે તેવા ક્રોડ શ્રેષ્ઠ હાથીઓ મારા ચિત્તને હર્ષિત કરશે. વળી ઇન્દ્રોના ઘોડાઓ કરતાં પણ અધિક સમર્થ એવા ક્રોડો ઘોડાઓ મારા ચિત્તને તોષ આપશે. વળી, સંખ્યાતીત પાયદળો મારા મનમાં પ્રમોદના અતિરેકને ઉલ્લસિત કરશે. તેઓ કેવાં છે ? તે બતાવતાં કહે છે મારી આગળ દોડતા, મારામાં અનુરક્ત, શત્રુઓનો પરાભવ કરવામાં પટુ અને તે પાયદળો પરસ્પર એકચિત્તવાળાં
–
-