________________
૨૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોક :
ततोऽस्या लघुकर्माणः, क्षीरनीरधिसंनिभाः ।
गम्भीरहृदया भव्याः, सज्जनाः श्रवणोचिताः ।।१०६।। શ્લોકાર્થ :
તેથી લઘુકર્મી ક્ષીરસમુદ્ર જેવા ગંભીર હૃદયવાળા યોગ્ય સજ્જનો આ કથાના શ્રવણને યોગ્ય છે. II૧૦૬ શ્લોક :
तेषामपि न कर्त्तव्या, निन्दा नापि प्रशंसनम् ।
मौनमेव परं श्रेयः, तत्रेदं हन्त कारणम् ।।१०७।। શ્લોકાર્ચ - તેઓની પણ સજ્જનોની પણ, નિંદા કરવી નહીં, પ્રશંસા પણ નહીં, પરંતુ મૌન જ કલ્યાણકારી છે, ખરેખર ! ત્યાં=સજ્જનોની પ્રશંસા કે નિંદા નહીં કરવામાં, આ આગળ કહેવાય છે એ, કારણ છે. ll૧૦૭ll શ્લોક :
तनिन्दायां महापापमनन्तगुणशालिनाम् ।
स्तवोऽपि दुष्करस्तेषां, मादृशैर्जडबुद्धिभिः ।।१०८।। શ્લોકાર્થ :
અનંત ગુણશાલી એવા તેઓની સજ્જનોની નિંદામાં મહાપાપ છે, તેઓનું સ્તવ પણ મારા જેવા જડબુદ્ધિવાળા વડે દુષ્કર છે. ૧૦૮ll વિશ્વ વળી, શ્લોક :
अस्तुता अपि ते काव्ये, पश्यन्ति गुणमञ्जसा ।
दोषानाच्छादयन्त्येव, प्रकृतिः सा महात्मनाम् ।।१०९।। શ્લોકાર્ચ -
કાવ્યમાં નહિ સ્તુતિ કરાયેલા પણ તેઓ સજ્જનો, જલ્દીથી ગુણને જુએ છે, દોષોને આચ્છાદન કરે જ છે. મહાત્માઓની તે પ્રકૃતિ છે. II૧૦૯II