________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૩૪૩
ભોગ પ્રત્યે પોતાના વલણને કરાવે એવા અનુવર્તમાન ચારિત્રમોહનીય કર્મો વડે તેની સર્વ સંગત્યાગની બુદ્ધિ જે પ્રગટ થયેલી તે વિધુરિત થાય છે અર્થાત્ ક્ષીણ થાય છે. તેથી સર્વ સંગત્યાગને અનુકૂળ જે પરિણામો થયેલા તે દોલાયમાન થાય છે.
સબુદ્ધિવાળા જીવને વિચાર આવે છે કે હું સર્વ સંગનો ત્યાગ કરીશ પછી વર્તમાનમાં ક્યારેક ક્યારેક વિષયો પ્રત્યેની થોડી પણ જે તૃષ્ણા થાય છે અને તેના સેવનથી તે તૃષ્ણાને હું શાંત કરું છું તે સર્વ સંગના ત્યાગથી શાંત નહીં થાય તો બાહ્ય સંગના ત્યાગ દ્વારા હું અસંગભાવમાં જવા માટે જે પ્રકારે ઇચ્છું છું તે પ્રકારે જઈ શકીશ નહીં તો અવિચ્છિન્ન સુખ તો પ્રાપ્ત થશે નહીં, પરંતુ ચિત્ત હંમેશાં વિષયોના સંસ્મરણથી ક્લેશવાળું રહેશે.
તેથી વીર્યરાતિ પ્રાપ્ત થાય છે=પૂર્વમાં બતાવ્યું એ પ્રમાણે આલોચન કરવાથી તે જીવની બુદ્ધિ દોલાયમાન થઈ તેથી સર્વ સંગત્યાગને અનુકૂળ જે વીર્ય ઉલ્લસિત હતું તેની હાનિ થાય છે, તેથી આ
જીવ આવા પ્રકારના કદાલંબતો લે છે અર્થાત્ કેટલાક જીવો પોતાની સર્વ સંગત્યાગની બુદ્ધિ દોલાયમાન થાય ત્યારે સઆલંબન લઈને વિચારે છે કે હું શું કરું જેથી સર્વ સંગત્યાગ કર્યા પછી સ્વપ્નમાં પણ વિષયોની સ્પૃહા મને ન થાય અને એવા સાત્વિક જીવો સર્વવિરતિનું ગ્રહણ વિલંબિત કરીને પણ સર્વવિરતિના શક્તિના સંચય અર્થે પ્રતિમા આદિ ગ્રહણનાં આલંબનો પણ લે છે. તો વળી, કેટલાક જીવ કઆલંબન પણ લેનારા હોય છે. તેને સામે રાખીને અહીં કહે છે કે આ જીવ આવા પ્રકારના કઆલંબનો લે છે. કેવા કઆલંબનો લે છે તે “દુત'થી બતાવે છે – હમણાં મારું કુટુંબ સીદાય છે, મારા મુખને જોનાર આ મારું કુટુંબ મારા વિરહમાં રહી શકશે નહીં. આથી કેવી રીતે અકાંડ જ અચાનક જ, હું કુટુંબનો ત્યાગ કરું? અથવા હજી પણ અસંજાત બલવાળો આ પુત્ર છે. નહીં પરણાયેલી આ પુત્રી છે અથવા આ બહેન પતિથી ત્યાગ કરાયેલી છે અથવા મરી ગયેલા પતિવાળી છે. આથી મને આ પાલન કરવા યોગ્ય છે અને હજી પણ ગૃહની ધુરાને ધારણ કરવાને સમર્થ આ ભાઈ નથી. જરાથી જર્જરિત શરીરવાળાં આ માતા-પિતા છે અને મારા પ્રત્યે સ્નેહથી કાયરતાવાળાં છે. આ પત્ની ગર્ભવાળી છે અને દઢ અનુરક્ત હૃદયવાળી છે=મારામાં અત્યંત રાગવાળી છે. મારા વગર જીવશે નહીં. આથી આ રીતે વિસંસ્થલ હું કેવી રીતે ત્યાગ કરું=સંયમના પરિણામનું આલોચન કરવાથી સંયમના સુખની ઉત્કટ ઇચ્છા થઈ એ રીતે, વિચાર્યા વગર સ્કૂલબુદ્ધિથી ત્યાગ કરું. અથવા મારે ઘણા ધનનો સંચય વિદ્યમાન છે. ઘણા મારા દેવાદારો છે. અને સુપરીક્ષિત ભક્તિવાળો ઘણો પરિવાર અને બંધુવર્ગ છે, તે કારણથી આ મને પોષ્ય વર્તે છે તે કારણથી=ઘણા દેવાદારો છે અને મારો પોષવર્ગ છે તે કારણથી, લોકો પાસેથી ધનતે ગ્રહણ કરીને, બંધુપરિકરને આધીન કરીને ઉઘરાણીનું ધન બંધુ અને પરિવારને આધીન કરીને, ધર્મ દ્વારા ધનવિનિયોગને કરીને=ભગવંતભક્તિ આદિ ઉત્તમ કાર્યોમાં ધનનો વ્યય કરીને, સ્વેચ્છાથી માતાપિતા આદિ સર્વ વડે અનુજ્ઞાત=સંયમ માટે અનુજ્ઞા અપાયેલો, કર્યા છે અશેષ ગૃહસ્થકૃત્ય જેણે એવો જ હું દીક્ષાને અંગીકાર કરીશ. આ અકાંડ વિવર વડે શું?-અકાળે સંયમગ્રહણ કરવા રૂપ પ્રસંગ વડે શું?