________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોક :
येऽत्यन्तपापिनः सत्त्वा, ये नैव सुखभाजनम् ।
ते वराका नरेन्द्रस्य, नामाप्यस्य न जानते ।।२७६।। શ્લોકાર્ચ -
જેઓ અત્યંત પાપી પ્રાણીઓ છે, જેઓ સુખનું ભાજન નથી જ, તેઓ બિચારા આ નરેન્દ્રના નામને પણ જાણતા નથી. ર૭૬ll શ્લોક :
ये भाविभद्रा दृश्यन्ते, सदनेऽस्य महात्मनः ।
तेषां स्वकर्मविवरो, ददात्यत्र प्रवेशकम् ।।२७७।। શ્લોકાર્થ :
આ મહાત્માના સદનમાં જેઓ ભાવિભદ્ર દેખાય છે તેઓને સ્વકર્મવિવર (દ્વારપાળ) અહીં= ભુવનમાં, પ્રવેશ આપે છે. ર૭૭ી. શ્લોક :
वस्तुतः प्रतिपद्यन्ते, तेऽमुं नास्त्यत्र संशयः ।
विशेषाज्जानते मुग्धाः, पश्चात्ते कथितं मया ।।२७८।। શ્લોકાર્ચ -
તેઓ વાસ્તવિક રીતે આને નરેન્દ્રને, સ્વીકારે છે, આમાં સંશય નથી, મુગ્ધ જીવો પાછળથી વિશેષથી જાણે છે, મારા વડે (પહેલા) તને કહેવાયું. ર૭૮ll બ્લોક :
तदेष नाथस्ते भद्र ! जात एव नरेश्वरः ।
यतःप्रभृति प्रासादेऽस्मिन्, प्रविष्टस्त्वं सुपुण्यकः ।।२७९।। શ્લોકાર્થ :
તેથી હે ભદ્ર! આ નરેશ્વર તારા નાથ થયા જ છે, જ્યારથી માંડીને સુપુણ્યક એવો તું આ પ્રાસાદમાં પ્રવેશ કરાવાયો છે. ર૭૯II.