________________
પ૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોક :
भिक्षायाः पूरितप्रायमिदं हि घटकर्परम् । तदेष विजने नीत्वा, नूनमुद्दालयिष्यति ।।१९२।।
શ્લોકાર્ધ :
ભિક્ષાથી પ્રાયઃ ભરાયેલું આ ઘટકર્પર ઘડાનું ઠીકરું, છે તેને આ=ધર્મબોધકર, એકાંતમાં લઈ જઈને નક્કી પડાવી લેશે. ll૧૯હ્યા
શ્લોક :
तत् किं नश्यामि सहसा? भक्षयाम्युपविश्य वा? ।
न कार्यं भिक्षयेत्युक्त्वा, यद्वा गच्छामि सत्वरम् ।।१९३।। શ્લોકાર્ચ -
તેથી હું શું એકદમ નાસી જાઉં? અથવા બેસીને ખાઉં? અથવા ભિક્ષા વડે કાર્ય નથી (મારે ભિક્ષા નથી જોઈતી) એ પ્રમાણે કહીને જલ્દી જાઉં? I૧૯all શ્લોક :
इत्यनेकविकल्पैश्च, भयं तस्य विवर्द्धते ।
तद्वशान्नैव जानीते, क्वाहं यातः क्व च स्थितः ।।१९४।। શ્લોકાર્થ :અને આ પ્રમાણે અનેક વિકલ્પો વડે તેનો ભય વધે છે તેના વશથી હું ક્યાં લઈ જવાયો અને ક્યાં રહ્યો છું તે જાણતો નથી જ. II૧૯૪ll શ્લોક :
गाढमूर्छाभिभूतत्वात्संरक्षणनिमित्तकम् ।
रौद्रध्यानं समापूर्य, मीलिते तेन लोचने ।।१९५ ।। શ્લોકાર્ય :
ગાઢ મૂચ્છથી અભિભૂતપણું હોવાથી સંરક્ષણનિમિત્તવાળા રૌદ્રધ્યાનને પૂરીને તેના વડે બંને લોચન બિડાયાં. ll૧લ્પા