________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોક ઃ
समस्तगदनिर्णाशि, वर्णौजः पुष्टिवर्द्धनम् ।
सुगन्धि सुरसं स्निग्धं, देवानामपि दुर्लभम् ।।१८८ ।। महाकल्याणकं नाम, परमान्नं मनोहरम् ।
सा तदादाय वेगेन, तत्समीपमुपागता । । १८९ । । युग्मम् શ્લોકાર્થ :
તેણી=તદ્દયા, સમસ્ત રોગનો નાશ કરનાર, વર્ણથી ઓજસ અને પુષ્ટિને વધારનાર, સુગંધી, સારા રસવાળા, સ્નિગ્ધ, દેવોને પણ અતિ દુર્લભ એવા મહાકલ્યાણક નામના મનોહર પરમાન્નને લઈને વેગથી તેની પાસે આવી. II૧૮૮-૧૮૯।।
ભ્રમર્જીવિત્વ:=પરમાન્ન લઈને આવેલી તદ્દયાને જોઈને દ્રમક કેવા કુવિકલ્પ કરે છે ? તે કહે
શ્લોક ઃ
इतश्च नीयमानोऽसौ, द्रमकः पर्यचिन्तयत् ।
तुच्छाभिप्रायवशतः, शङ्कयाऽऽकुलमानसः ।।१९०।।
શ્લોક ઃ
શ્લોકાર્થ ઃ
અને આ બાજુ લઈ જવાતા, શંકાથી આકુલ માનસવાળા આ દ્રમકે તુચ્છ અભિપ્રાયના વશથી વિચાર્યું. ||૧૯૦||
૪૯
द्रमकतुच्छकल्पना
यदयं मां समाहूय, पुरुषो नयति स्वयम् ।
भिक्षार्थं किल नैवैतत्, सुन्दरं मम भासते । । १९१ । । દ્રમકની તુચ્છ કલ્પનાઓ
શ્લોકાર્થ :
જે કારણથી મને બોલાવીને આ પુરુષ સ્વયં ભિક્ષાને માટે લઈ જાય છે, ખરેખર મને આ સુંદર લાગતું નથી જ. II૧૯૧||