________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
આલોકમાં અને પરલોકમાં સર્વ પ્રાણીઓને અમૃત સમાન શુદ્ધ ધર્મકથાને ધન્ય પુરુષો હિતની ઈચ્છાથી કરે છે. II૪૫
શ્લોક ઃ
आक्षेपकारणीं मत्वा, संकीर्णामपि सत्कथाम् । मार्गावतारकारित्वात् केचिदिच्छन्ति सूरयः ।।४६।।
-
શ્લોકાર્થ
આક્ષેપ કરનારી માનીને સંકીર્ણ એવી પણ સત્કથાને માર્ગમાં અવતાર કરવાપણું હોવાથી કેટલાક આચાર્યો ઇચ્છે છે. II૪૬।।
શ્લોક ઃ
किलात्र यो यथा जन्तुः, शक्यते बोधभाजनम् ।
कर्त्तुं तथैव तद्द्बोध्ये, विधेयो हितकारिभिः । । ४७।।
૧૩
શ્લોકાર્થ :
ખરેખર ! અહીં જે પ્રાણી જે પ્રમાણે બોધનું ભાજન કરવા માટે શક્ય છે તે બોધ્યમાં=લાયક જીવમાં, તે પ્રમાણે જ હિતકારીએ યત્ન કરવો જોઈએ. ।।૪૭]]
શ્લોક ઃ
न चादौ मुग्धबुद्धीनां, धर्मो मनसि भासते ।
कामार्थकथनात्तेन, तेषामाक्षिप्यते मनः ।।४८।।
શ્લોકાર્થ :
અને શરૂઆતમાં મુગ્ધ બુદ્ધિવાળાઓના મનમાં ધર્મ રુચતો નથી, તેથી કામના અને અર્થના કથનથી તેઓના મનનું આકર્ષણ કરાય છે. II૪૮
શ્લોક ઃ
आक्षिप्तास्ते ततः शक्या, धर्मं ग्राहयितुं नराः । विक्षेपद्वारतस्तेन, संकीर्णा सा कथोच्यते ।। ४९ ।।