________________
૩૨.
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
ભિખારીનું વર્ણન શ્લોકાર્ચ -
ત્યાં તે નગરમાં, નાશ પામ્યા છે બંધુ-સ્વજનો જેના એવો, દુબુદ્ધિવાળો, અર્થ પુરુષાર્થથી રહિત મોટા પેટવાળો કોઈક નિપુણ્યક નામે રંક છે. ૧૨૧TI. શ્લોક :
क्षुधाक्षामतनुर्भिक्षामादाय घटकर्परम् ।
पर्यटत्यनिशं दीनो, निन्द्यमानो गृहे गृहे ।।१२२।। શ્લોકાર્ચ -
સુધાથી પાતળા થયેલા શરીરવાળો, દીન એવો તે રંક ભિક્ષાને માટે ઘડાના ઠીકરાને લઈને નિંદાતો ઘરે ઘરે નિરંતર ભટકે છે. II૧રરા શ્લોક :
अनाथो भूमिशयनघृष्टपार्श्वत्रिकः परम् ।
धूलीधूसरसर्वाङ्गश्चीरिकाजालमालितः ।।१२३।। શ્લોકાર્થ :
અનાથ, પૃથ્વી ઉપર સૂઈ રહેવાથી ઘસાઈ ગયાં છે ત્રણ પડખાં જેનાં એવો, અત્યંત ધૂળથી ખરડાયેલાં સર્વ અંગોવાળો લઘર-વઘર કપડાંવાળો ચીથરેહાલ. ll૧૨૩ll શ્લોક :
दुर्दान्तडिम्भसंघातैस्ताड्यमानः क्षणे क्षणे ।
यष्टिमुष्टिमहालोष्टप्रहारैर्जर्जरीकृतः ।।१२४ ।। શ્લોકાર્થ :
અત્યંત તોફાની બાળકોના સમૂહો વડે ક્ષણે ક્ષણે તાડન કરાતો, લાકડી, મૂઠી અને મોટા ટેકાના પ્રહારો વડે અધમૂઓ કરાયેલો (જીર્ણ કરાયેલો). ll૧૨૪ll શ્લોક :
सर्वाङ्गीणमहाघाततापानुगतचेतनः । हा मातस्त्रायतामित्थं, दैन्यविक्रोशविक्लवः ।।१२५ ।।