________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૪૭
શ્લોક :
दर्शनादस्य सहसा, गाढं बीभत्सदर्शनम् ।
प्रमोदाद् वदनं मन्ये, लभते दर्शनीयताम् ।।१८०।। શ્લોકાર્ચ -
હું માનું છું કે ગાઢ બીભત્સદર્શનવાળું (દમકનું) મુખ આના=ભવનના, દર્શનથી પ્રમોદના કારણે સહસા જોવા યોગ્યપણાને પામે છે. ll૧૮oll શ્લોક -
रोमाञ्चयति चाङ्गानि, धूलीधूसरितान्ययम् ।
ततोऽनुरागो जातोऽस्य, भवने तेन वीक्ष्यते ।।१८१।। શ્લોકાર્ચ -
અને આ (દ્રમક) ધૂળથી ખરડાયેલાં અંગોને રોમાંચ પમાડે છે, તેથી તેના વડે રોમાંચ વડે, આનો=દ્રમકનો, ભવન ઉપર થયેલો અનુરાગ જોવાય છે. ll૧૮૧II શ્લોક :
ततोऽयं द्रमकाकारं, बिभ्राणोऽप्यधुना स्फुटम् । राजावलोकनादेव, वस्तुत्वं प्रतिपत्स्यते ।।१८२।।
શ્લોકાર્ચ -
તેથી હમણાં દ્રમકના આકારને ધારણ કરતો પણ આ=દ્રમક, રાજાના અવલોકનથી જ પ્રગટ વસ્તુપણાને સ્વીકારશે. ll૧૮૨ાા શ્લોક :
इत्याकलय्य तस्यासौ, करुणाप्रवणोऽभवत् ।
सत्यं तत् श्रूयते लोके, यथा राजा तथा प्रजाः ।।१८३।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે વિચારીને તેની ઉપર આ (ધર્મબોધકર) કરુણાથી યુક્ત થયા, લોકમાં તે સત્ય સંભળાય છે. જે પ્રમાણે રાજા તે પ્રમાણે પ્રજા જેવો રાજા તેવી પ્રજા. ll૧૮all