________________
૧૭૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
તીર્થંકરનું સુસ્થિતનૃપત્વ
ત્યાં=કથાનકમાં, જે આ તત્ સ્વભાવપણાથી=તીર્થંકરોનું તે પ્રકારનું સ્વભાવપણું હોવાને કારણે, સમસ્ત જીવોના સંઘાત પ્રત્યે અત્યંત વત્સલહૃદયવાળા પ્રખ્યાતકીર્તિવાળા તે નગરમાં સુસ્થિત નામના મહાનરેન્દ્ર બતાવાયા તે=મહાનરેન્દ્ર, અહીં=સંસારમાં, પરમાત્મા જિનેશ્વર ભગવાન સર્વજ્ઞ જાણવા. તે જ=પરમાત્મ જિનેશ્વર જ, અશેષ ક્લેશ રાશિપણું પ્રલીન હોવાને કારણે, અનંતજ્ઞાન, દર્શન, વીર્યપણું હોવાને કારણે, નિરુપચરિત સ્વાધીન નિરતિશય એવા અનંત આનંદના સમૂહનું સ્વરૂપપણું હોવાથી ૫રમાર્થથી સુસ્થિત થવા માટે યોગ્ય છે. શેષ અવિદ્યા આદિ ક્લેશરાશિવશવર્તી જીવો નહીં= સુસ્થિત થવા માટે યોગ્ય નથી; કેમ કે તેઓનું અતિ દુઃસ્થિતપણું છે. અને તે જ ભગવાન=સુસ્થિત નામના રાજા રૂપ ભગવાન, સમસ્ત જીવોના સંઘાતનું પણ સૂક્ષ્મ રક્ષણના ઉપદેશના દાયીપણાથી અને અક્ષેપથી, મોક્ષ પ્રાપણમાં સમર્થ એવા પ્રવચતાર્થના પ્રણેતૃપણાથી, સ્વભાવથી જ અતિવત્સલ હૃદયવાળા છે. અને તે જ=સર્વજીવો પ્રત્યે વાત્સલ્યવાળા ભગવાન જ, સર્વદેવો, મનુષ્યોના સમૂહના નાયક એવા ઇન્દ્ર ચક્રવર્તી આદિ વડે પ્રખ્યાત કીર્તિવાળા છે, જે કારણથી તે જ=તે ભગવાન જ, પ્રશસ્ત મન, વચન, કાયાના વ્યાપારમાં પરાયણ એવા ઇન્દ્ર-ચક્રવર્તી આદિ વડે સતત સ્તુતિ કરાય છે. અને આથી જ=ભગવાન સુસ્થિત છે, જગતના જીવો પ્રત્યે દયાળુ છે અને પ્રખ્યાતકીર્તિવાળા છે આથી જ, આ=ભગવાન, અવિકલ એવા મહારાજ શબ્દને વહન કરવા માટે યોગ્ય છે.
ભાવાર્થ:
વળી, ગ્રંથકારે પૂર્વની કથામાં કહ્યું કે અષ્ટમૂલપર્યંત નામના નગરમાં તે ભિખારી દરેક શેરીઓમાં અનંતી વખત ભીખ માટે ફરે છે તે વસ્તુતઃ સંસારી જીવમાં સંગત થાય છે; કેમ કે સંસારી જીવ અનાદિનો છે. અને દરેક ભવોમાં બાહ્ય ખાદ્યપદાર્થો, ભોગ્યપદાર્થો કે માન સન્માનાદિ કાષાયિકભાવોમાંથી આનંદ લેવાની વૃત્તિવાળો હોવાથી તે કદક્ષને જ પ્રાપ્ત કરવા દરેક ગતિઓમાં યત્ન કરે છે. અને ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે તેને પોતે આટલો કાળ સુધી આ રીતે કદર્થના પામ્યો છે તેનો કોઈ બોધ વર્તતો નથી, કેવળ તત્કાળ જ વૈષયિક સુખોમાં કે માનસન્માનનાં સુખોમાં રત એવો તે જીવ પ્રાપ્ત એવા મનુષ્યભવને પૂર્ણ કરીને નિષ્ફળ કરે છે. અને અન્ય ભવો પણ તે રીતે નિષ્ફળ કરે છે. વળી, કથાનકમાં કહ્યું કે ભિખારી પાછળ તેને હેરાન કરવા માટે કુવિકલ્પો, કુતર્ક, અને કુતીર્થરૂપ બાળકો પાછળ પડેલા અને તે જીવના તત્ત્વાભિમુખ શરીરનો નાશ કરતા હતા. તે રીતે આ સંસારી જીવ પણ ક્યારેક કંઈક કર્મની અલ્પતા થાય ત્યારે આત્માના હિતની વિચારણા કરી શકે તેવો તત્ત્વાભિમુખ બને છે. અથવા તત્ત્વાભિમુખ થઈ શકે તેવી યોગ્યતાવાળો બને છે. પરંતુ તેના દૌર્ભાગ્યને કારણે તેવી સામગ્રી પામીને પરલોક આદિના વિષયમાં સંશય કરે તેવા કુવિકલ્પો થાય છે. પદાર્થને વાસ્તવિક જોનારી માર્ગાનુસા૨ી પ્રજ્ઞાને બદલે કુતર્કો કરે તેવી તિ થાય છે. વળી, કુઉપદેશકો તેમને મળી જાય છે. તેથી તત્ત્વને અભિમુખ થવાને બદલે તત્ત્વથી વિમુખ બુદ્ધિવાળા થાય છે. તેથી વિપર્યાસ થવાને કારણે તેઓના ભાવરોગો અતિશયિત થાય છે. જેને કારણે કર્મો બાંધીને ન૨કાદિ સ્થાનોમાં મહાવિડંબના પામે છે. તેથી ભગવાનની શાસનની પ્રાપ્તિ પૂર્વે ક્યારેક કર્મ પ્રચુર