SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૨૧૯ તેમનાથી ઉપદિષ્ટ જ્ઞાનદર્શનચારિત્રઆત્મક મોક્ષમાર્ગમાં જેઓ પ્રવર્તે છે તે જ ગુરુઓ વંદનીય છે. એ પ્રકારની બુદ્ધિ તે સમ્યગ્દર્શન છે. વળી, જીવમાં વર્તતું એવું તે સમ્યગ્દર્શન, પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા (અ) આસ્તિક્યની અભિવ્યક્તિરૂપ બાહ્ય લિંગો વડે જણાય છે. અને તેને સ્વીકારીને= સમ્યગ્દર્શન સ્વીકારીને, જીવ વડે જીવોમાં મૈત્રી, ગુણાધિકમાં પ્રમોદ, ક્લિશ્યમાનમાં કારુણ્ય અને અવિવેયમાં અયોગ્ય જીવમાં, માધ્યચ્ય સમાચરણીય થાય છે. અને સ્થિરતા=ભગવાનના માર્ગમાં નિશ્ચય બુદ્ધિરૂપ સ્થિરતા, ભગવાનના આયતનની સેવા=ભગવાનની પ્રતિમા આદિની ભક્તિ, આગમતી કુશલતા શાસ્ત્રો ભણીને શાસ્ત્રના રહસ્યને જાણવાની કુશળતા, ભક્તિ=ગુણવાન પુરુષો પ્રત્યેની ભક્તિ, પ્રવચનની પ્રભાવતા લોકોને ભગવાનના શાસન પ્રત્યે બહુમાન થાય તેવી ઉચિત પ્રવૃત્તિ, આ પાંચ ભાવો સમ્યગ્દર્શનને દીપાવે છે–પ્રગટ થયેલા સમ્યગ્દર્શનને નિર્મળ બનાવે છે. અને શંકા=ભગવાનના વચનમાં શંકા, અત્યદર્શનની કાંક્ષા=અવ્યદર્શનના બાહ્યપ્રભાવને જોઈને તે ધર્મ સેવવાની ઈચ્છા, વિચિકિત્સા પોતે જે ધર્મ સેવે છે તેનું ફળ પોતાને મળશે કે નહીં તે પ્રકારની શંકા, પરપાખંડીની પ્રશંસા અને સંસ્તવ એ તેને જ=સમ્યક્તને જ, દૂષિત કરે છે. તે આ=પૂર્વમાં વર્ણન કર્યું તે આ, સકલકલ્યાણને લાવનાર દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમ આદિથી આવિર્ભત ખરેખર આત્મનો પરિણામ જ વિશુદ્ધસમ્યગ્દર્શન કહેવાય છે. તીર્થકરોના વાસ્તવિક સ્વરૂપનો સૂક્ષ્મબુદ્ધિથી નિર્ણય કરીને સંપૂર્ણ મોહરહિત એવા તીર્થકરોની અવસ્થાનું સ્મરણ, ત૬ તુલ્ય થવા અર્થે મહાપરાક્રમ કરનારા અને તીર્થકરના વચનના દૃઢ અવલંબનથી સર્વ ઉચિત પ્રવૃત્તિ કરનારા એવા ગુરુ પ્રત્યે ગુરુની બુદ્ધિ અને સર્વજ્ઞએ કહેલ સુચારિત્રરૂપ ધર્મ જે સર્વજ્ઞતુલ્ય થવાના ઉચિત ઉપાયને બતાવનાર છે તેના પ્રત્યે ધર્મબુદ્ધિ સ્થિર થાય તેવો પુનઃ પુનઃ ભાવનનો પરિણામ સમ્યગ્દર્શનને પ્રગટ કરવાના વ્યાપાર સ્વરૂપ છે, પ્રગટ થયેલા તે ભાવને સ્થિર કરવાના વ્યાપાર સ્વરૂપ છે. અને આ પ્રકારના દઢ ઉપયોગપૂર્વક જે મહાત્મા યત્ન કરે છે તેઓને દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યે પ્રવર્ધમાન રાગના પરિણામને કારણે કષાયના શમનરૂપ પ્રશમ પરિણામ પ્રગટે છે જે સમ્યગ્દર્શનનું કાર્ય છે. વળી, આ પ્રકારના સમ્યક્તના સ્વરૂપના ભાવનને કારણે વીતરાગ થવાની ઉત્કટ ઇચ્છા જે ચિત્તમાં વર્તે છે તે સંવેગરૂપ પરિણામ છે અને પ્રગટ થયેલા સમ્યગ્દર્શનનું કાર્ય છે. વળી, દેવ, ગુરુ, ધર્મના સ્વરૂપના ભાવનને કારણે તે ભાવથી વિપરીત એવો સંગનો ભાવ એ સંસારની પરિણતિ છે અને તેના ફળરૂપે જ સંસારના સર્વ ઉપદ્રવોની પ્રાપ્તિ થાય છે. તેથી સંસારના ઉપદ્રવો પ્રત્યે અને તેના કારણભૂત સંગના પરિણામ પ્રત્યે નિર્વેદનો પરિણામ પ્રગટે છે જે સમ્યગ્દર્શનનું કાર્ય છે. વળી, સમ્યગ્દર્શનનું કાર્ય જીવને પોતાના આત્મા પ્રત્યે પણ અનુકંપા થાય છે અને અન્ય મોહની કદર્થના પામતા દુઃખી જીવો પ્રત્યે પણ અનુકંપા થાય છે જે ભાવઅનુકંપા સ્વરૂપ છે. અને શારીરિક આદિ દુઃખોને જોઈને જે અનુકંપા છે તે દ્રવ્યઅનુકંપા છે. જીવોને સુદેવ, સુગુરુ, સુધર્મ પ્રત્યે જેમ જેમ રાગ વધે છે તેમ તેમ તેનું ચિત્ત પોતાના પ્રત્યે અને પર પ્રત્યે દયાળુ બને છે જે સમ્યત્ત્વનું કાર્ય છે. વળી, દેવ, ગુરુ, ધર્મના સ્વરૂપને આત્મા જ્યારે ભાવન કરે છે ત્યારે તેને સ્થિર-સ્થિરતર વિશ્વાસ થાય છે કે મારો આત્મા સદા રહેનારો છે, વળી જે પ્રકારે હું તેને વાસિત કરું છું
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy