________________
૧૪૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ तदेतदात्मीयजीवस्यात्यन्तविपरीतचारितामनुभवताऽभिहितं मया। योऽयं मदीयजीवोऽधरितजात्यन्धभावोऽस्य महामोहोऽपहस्तितनरकतापोऽस्य रागः, उपमागोचरातीतोऽस्य परेषु द्वेषः, अपहसितवैश्वानरोऽस्य क्रोधो, लघूकृतमहाशैलराजोऽस्य मानो, विनिर्जितभुजगवनितागतिरस्य माया, दर्शितस्वयम्भूरमणसागरलघुभावोऽस्य लोभः, स्वप्नपिपासाकारमस्य विषयलाम्पट्यं भगवद्धर्मप्राप्तेः प्रागासीत्, स्वसंवेदनसिद्धमेतत्। अहमेवं तर्कयामि नैवमुल्बणदोषता प्रायोऽन्यजीवानां, यथा चैतत्सोपपत्तिकं भवति तथोत्तरत्र प्रतिबोधावसरे विस्तरेणाभिधास्यामः। ઉપનયાર્થ:
જે વળી કથાનકમાં કહેવાયું શું કહેવાયું ? તે યદુતથી બતાવે છે – તે મહાનગરમાં અન્ય પણ ઘણા ભિખારીઓ છે; કેવલ તેવા પ્રકારનો નિર્ભાગ્યશેખર ભિખારી પ્રાય: તે નગરમાં નથી. ૧૨૯ો.
એથી=એ પ્રમાણે કહેવાયું એથી, કહે છે તે આ પોતાના જીવના અત્યંત વિપરીતચારિતાને અનુભવતા મારા વડે-ગ્રંથકારશ્રી વડે કહેવાયું.
સંસારમાં ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે ઘણા જીવો પરમાર્થથી ભિખારી જેવા જ હોય છે તોપણ ગ્રંથકારશ્રીનો આત્મા તે વખતે અત્યંત ઉન્માદવાળો હતો, તેથી અન્ય ભિખારીઓ કરતાં પણ અત્યંત નિર્ભાગ્યશેખર છે તે બતાવે છે.
કઈ રીતે ગ્રંથકારશ્રીનો આત્મા ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે વિપરીત આચરનારો છે ? તે સ્પષ્ટ કરે છે–
જે આ મારો જીવ અધરિત જાતિ અંધ ભાવવાળો છે તે આનોકજીવતો મહામોહ છે=મિથ્યાત્વ છે, તરકતા તાપને પણ અવગણના કરે તેવો આનોકજીવતો, રાગ છે, આતોત્રજીવતો, પરમાં ઉપમાગોચરતીત દ્વેષ છે. અગ્નિને પણ તુચ્છ બતાવે તેવો આનોકજીવતો, ક્રોધ છે. મોટા પર્વતને પણ નાનો બતાવે તેવો આનો માન છે. સાપણની વક્રતાને પણ અલ્પ બતાવે તેવી આની માયા છે. સ્વયંભૂરમણ સમુદ્રને નાનો બતાવે તેવો આનો લોભ છે. સ્વપ્નમાં ઉત્પન્ન થયેલી તૃષાના આકારવાળું આનું વિષયલામ્પત્ય છે. ભગવાનના ધર્મની પ્રાપ્તિ પૂર્વે આ સર્વે ગ્રંથકારશ્રીના જીવમાં હતું એ સ્વસંવેદન સિદ્ધ છે.
ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે ગ્રંથકારશ્રીને જે મિથ્યાત્વ હતું તે જાલંધ પુરુષ કરતાં પણ અધિક બલવાન હતું તેથી આત્માના હિતનો વિચાર લેશ પણ કરવા પોતે સમર્થ ન હતા, વળી નરકમાં જે બાહ્ય અસહ્ય તાપ છે તેના કરતાં પણ અધિક અંતરંગ તુચ્છ બાહ્યપદાર્થોનો રાગ હતો જેથી માત્ર બાહ્યપદાર્થોમાં જ આકર્ષણ થતું હતું, આત્માના હિતને અભિમુખ લેશ પણ રાગભાવ થતો ન હતો. વળી બીજા જીવો પ્રત્યે કે પ્રતિકૂળ ભાવો પ્રત્યે અત્યંત દ્વેષ હતો કે જેની કોઈ ઉપમા આપી શકાય નહીં. જેમ કેટલાક જીવોને