________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્થ :
એકાંતમાં રહેલો ક્યારેક અત્યંત હર્ષિત થયેલા મન વડે સદ્ગદ્ધિની સાથે નિરાકુલ એવો તે આ પ્રમાણે વાત કરતો હતો. ll૧૮૯ll શ્લોક -
भद्रे ! किमिदमाश्चर्यं, शरीरे मम वर्त्तते ।
एतद्दुःखाकरं पूर्वं यत्सुखाकरतां गतम्? ।।३९०।। શ્લોકાર્થ :
હે ભદ્રે ! મારા શરીરમાં આ શું આશ્ચર્ય વર્તે છે? જે પૂર્વે દુઃખની ખાણ હતું એ હવે સુખની ખાણપણાને પામ્યું. ll૩૯oll. શ્લોક :
सा प्राह ज्ञातमेतत्ते, सम्यक् पथ्यनिषेवणात् ।
समस्तदोषमूलेऽस्मिन्नहिते लोल्यवर्जनात् ।।३९१।। શ્લોકાર્ચ -
તેણીએ કહ્યું- સભ્ય પથ્યના સેવનથી, સમસ્તદોષનું મૂળ અહિતકારી એવા આમાં કદન્નમાં, આસક્તિના ત્યાગથી તને આ જ્ઞાત છે=આ અનુભૂત છે. ll૧૯૧૫
શ્લોક :
मत्सानिध्याच्च ते भद्र ! भुञानस्य कदन्नकम् । प्रागभ्यासवशाच्चित्ते, लज्जाऽत्यर्थं प्रजायते ।।३९२।।
શ્લોકાર્થ:
અને હે ભદ્ર ! પૂર્વના અભ્યાસના વશથી કદને ખાતા એવા તને મારા સાંનિધ્યથી ચિત્તમાં અત્યંત લજ્જા ઉત્પન્ન થાય છે. In૩૯શા
શ્લોક :
लज्जया तस्य सम्भोगोऽकार्यरूपः प्रकाशते । ततश्च गृद्ध्ययोगेन कामचारो निवर्त्तते ।।३९३।।