________________
૨૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્થ ઃ
વળી તેણી=રાજપુત્રી અગૃહીતસંકેતા, અત્યંત કહેવાયે છતે પણ=ભવપ્રપંચ સ્પષ્ટ કહેવાયે છતે પણ, પ્રાચીનમલના=પૂર્વ કર્મમલના, દોષથી નહિ બોધ પામતી તેના વડે જ=અનુસુંદર ચક્રવર્તી વડે જ, ફરી ફરી પ્રેરણા કરાઈ. IIII
શ્લોક ઃ
अथ कृच्छ्रेण साऽप्येवं, प्रबुद्धा विहितं ततः । सर्वैरेवात्मनः श्रेयो गतानि च शिवालयम् ।।९९ ।।
શ્લોકાર્થ ઃ
ત્યારપછી આ રીતે=વારંવાર અનુસુંદર ચક્રવર્તી વડે પ્રેરણા કરાઈ એ રીતે, કષ્ટથી તેણી પણ બોધ પામી, તેથી=અનુસુંદર ચક્રવર્તીના વર્ણનથી રાજકુમાર અને તે રાજપુત્રી બોધ પામી તેથી, સર્વ વડે જ પોતાનું હિત કરાયું અને શિવાલય ગયા. II૯૯
શ્લોક ઃ
कथाशरीरमेतच्च, धारणीयं स्वमानसे ।
प्रस्तावे चाष्टमे सर्वमिदं व्यक्तीभविष्यति ।। १०० ।।
શ્લોકાર્થ ઃ
અને આ થાશરીર પોતાના માનસમાં ધારણ કરવું અને આઠમા પ્રસ્તાવમાં આ સર્વ પ્રગટ થશે. II૧૦૦II
दुर्जनसज्जनविवेकः
વં સ્થિતે=આ પ્રમાણે હોતે છતે –
શ્લોક ઃ
यतः सर्वज्ञसिद्धान्तवचनामृतसागरात् । निष्यन्दबिन्दुभूतेयमाकृष्टा परमार्थतः । । १०१ । । દુર્જન અને સજ્જનનો વિવેક
શ્લોકાર્થ ઃ
જે કારણથી પરમાર્થથી આ કથા સર્વજ્ઞના સિદ્ધાંતવચનરૂપી અમૃતના સાગરમાંથી સારરૂપ ઝરણાના બિંદુભૂત ઉદ્ધાર કરાયેલી છે. II૧૦૧I