________________
૩૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ / પ્રથમ પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
વાદળની જેમ ઊંચા મનોહર મહેલોની શ્રેણિથી વ્યાપ્ત, નહિ પ્રાપ્ત થયેલ મૂળ અને અંતવાળું હાટના માર્ગોથી શોભતું મહાપુર છે, એમ શ્લોક-૧૨૦ સાથે અન્વય છે. ll૧૧૩JI શ્લોક :
अपारै रिविस्तारै नापण्यैः प्रपूरितम् ।
पण्यानां मूल्यभूताभिराकीर्णं रत्नकोटिभिः ।।११४ ।। શ્લોકાર્થ :
પાર વગરના ઘણા વિસ્તારવાળા અનેક પ્રકારના કરિયાણાથી ભરેલ કરિયાણાના મૂલ્યભૂત ક્રોડો રત્નથી યુક્ત હાટમાર્ગથી શોભતું મહાનગર છે એમ પૂર્વના શ્લોક સાથે સંબંધ છે. II૧૧૪ll
શ્લોક :
विचित्रचित्रविन्यासैद्घजते देवमन्दिरैः ।
आक्षिप्तबालहृदयैर्निश्चलीकृतलोचनैः ।।११५ ।। શ્લોકાર્થ :
આકર્ષણ કરાયાં છે બાળકોનાં હૃદય જેના વડે, નિશ્ચલ કરાયાં છે લોચન જેના વડે એવાં વિચિત્ર ચિત્રથી ચિત્રામણ કરેલાં દેવમંદિરો વડે (મહાનગર) શોભે છે. II૧૧૫ll. શ્લોક :
वाचालबालसंघातैर्लसत्कलकलाकुलम् ।
अलभ्यतुङ्गप्राकारवलयेन विवेष्टितम् ।।११६।। શ્લોકાર્ચ -
વાચાળ એવા બાળકોના સમૂહ વડે અત્યંત ઘોંઘાટથી વ્યાપ્ત થયેલું, ન ઓળંગી શકાય એવા ઊંચા કિલ્લાના વલય વડે વીંટળાયેલું મહાનગર છે. II૧૧૬ll
બ્લોક :
अलब्धमध्यगम्भीरं, खातिकाजलदुर्गमम् । विलसल्लोलकल्लोलैः, सरोभिः कृतविस्मयम् ।।११७ ।।