________________
૭૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોક :
नैष तावत्स्वयं लाति, त्याजयत्येव केवलम् ।
त्यक्तुं नैतच्च शक्नोमि, किं वदामि तदुत्तरम्? ।।३०४।। શ્લોકાર્ચ -
આ (ધર્મબોધકર) સ્વયં તો લેતા નથી, ફક્ત ત્યાગ જ કરાવે છે અને આને કદન્નને, ત્યાગ કરવાને માટે હું શક્તિમાન નથી, તો શું ઉત્તર આપું? l૩૦૪ શ્લોક :
सत्यस्मिन् देहि मे भोज्यमित्युक्ते दापितं त्वया ।
तदास्वादात्पुनर्जातं, ममायमतिवत्सलः ।।३०५ ।। શ્લોકાર્ચ -
આ હોતે છતે મને ભોજ્યને આપો એ પ્રમાણે કહેવાયે છતે તમારા વડે અપાવાયું, તેના આસ્વાદથી વળી જણાયું, આ મારા અતિ વત્સલ છે. ll૩૦૫ll શ્લોક :
तत् किमस्य वचः कुर्वन्, मुञ्चामीदं स्वभोजनम्? ।
मरिष्ये ननु मुक्तेऽस्मिन्, मूर्च्छयाऽऽकुलचेतनः ।।३०६।। શ્લોકાર્ધ :
તેથી શું આના વચનને કરતો આ પોતાના ભોજનને હું મૂકું ? ખરેખર આ મુકાયે છતે મૂર્છાથી આકુલ ચેતનવાળો હું મરીશ. ll૩૦૬ll શ્લોક -
अयं वक्ति हितत्वेन, शक्तोऽस्यस्य न मोचने ।
अहो व्यसनमापन्नं, ममेदमतिदुस्तरम् ।।३०७।। શ્લોકાર્થ :
આ ધર્મબોધકર, હિતપણાથી કહે છે, આને કદન્નને, છોડવામાં હું શક્તિવાળો નથી, અહો મને દુઃખેથી કરી શકાય એવું આ સંકટ પ્રાપ્ત થયું. ll૩૦૭ll