________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
શ્લોક :
उपाये सति कर्त्तव्यं, सर्वेषां चित्तरञ्जनम् ।
अतस्तदनुरोधेन, संस्कृतेयं करिष्यते ।।५३।। શ્લોકાર્થ :
ઉપાય હોતે છતે સર્વનું ચિત્તરંજન કરવું જોઈએ, આથી સર્વને ઉપકાર થાય તેના અનુરોધથી=બાળ અને ચતુર બંને જીવોને ઉપકાર થાય તેના અનુસરણથી, આ=કથા, સંસ્કૃત કરાશે. Imall શ્લોક :
न चेयमतिगूढार्था, न दीर्घेर्वाक्यदण्डकैः ।
न चाप्रसिद्धपर्यायैस्तेन सर्वजनोचिता ।।५४।। શ્લોકાર્ય :
અને આ કથા અતિ ગૂઢ અર્થવાળી નથી, દીર્ઘ એવા વાક્યદંડકો વડે રચાઈ નથી. અપ્રસિદ્ધ પર્યાયો વડે રચાઈ નથી અર્થાત્ અપ્રસિદ્ધ પર્યાયોવાળી નથી, તેથી સર્વ લોકને બાળ અને ચતુર બધા જીવોને ઉચિત છે. પા.
अधिकारनिरूपणम् શ્લોક :
कथाशरीरमेतस्या, नाम्नैव प्रतिपादितम् । भवप्रपञ्चो व्याजेन, यतोऽस्यामुपमीयते ।।५५।।
અધિકારનું કથન શ્લોકાર્ચ -
આનું=પ્રસ્તુત ગ્રંથનું, કથાશરીર નામથી જ=ગ્રંથના નામથી જ, પ્રતિપાદન કરાયું છે, જે કારણથી બહાનાથી કથાના બહાનાથી, આ કથામાં ભવનો પ્રપંચ=વિસ્તાર, ઉપમાન કરાવાય છે. IIપપા
શ્લોક :
यतोऽनुभूयमानोऽपि, परोक्ष इव लक्ष्यते । अयं संसारविस्तारस्ततो व्याख्यानमर्हति ।।५६।।