________________
૧૨૦
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
शब्दादिविषयानन्दवर्णनं पुनरत्र यत् ।
तदेवमर्थं सद्धर्माज्जायन्ते तेऽपि सुन्दराः ।।४७३।।
શ્લોકાર્થ ઃ
જે વળી અહીં શબ્દાદિ વિષયોના આનંદનું વર્ણન છે તે આવા સ્વરૂપવાળું સદ્ધર્મથી થાય છે તે પણ=શબ્દાદિ વિષયો પણ, સુંદર છે. I]૪૭૩||
શ્લોક ઃ
धर्मबोधक ज्ञेयः सूरिर्यो मत्प्रबोधकः ।
तद्दया तस्य या जाता, ममोपरि महाकृपा ।।४७४।।
શ્લોકાર્થ ઃ
જે મને પ્રતિબોધ કરનારા આચાર્ય ધર્મબોધકર જાણવા, તેની જે તદ્દયા તેની=ધર્મબોધકરની, મારા ઉપર જે મહાકૃપા થઈ તે તદ્દયા. II૪૭૪||
શ્લોક ઃ
ज्ञानमञ्जनमुद्दिष्टं, सम्यक्त्वं जलमुच्यते ।
चारित्रमत्र विज्ञेयं, परमान्नं मनीषिभिः ।।४७५ ।।
:
શ્લોકાર્થ ઃ
જ્ઞાન અંજન કહેવાયું, સમ્યક્ત્વ જલ કહેવાયું છે, અહીં=થામાં મનીષીઓ વડે ચારિત્ર પરમાન્ન જાણવું. II૪૭૫)
શ્લોક ઃ
सद्बुद्धिः शोभना बुद्धिः, सन्मार्गे या प्रवर्त्तिका ।
काष्ठपात्री त्रयाधारा, वक्ष्यमाणा कथोच्यते ।।४७६ ।।
શ્લોકાર્થ
જે સન્માર્ગમાં પ્રવર્તન કરાવનારી શોભનબુદ્ધિ છે તે સત્બુદ્ધિ છે, ઔષધત્રયનો આધાર કાષ્ઠપાત્રી વક્ષ્યમાણ કથા કહેવાય છે. II૪૭૬॥