SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ દ્રમકની ગુરુ ઉપર આસ્થા વળી, આ જીવ કહે છે – હું જાણું છું મારા હિતને કરવાની લાલસાવાળા છતાં ભગવાન ઘણી વખત વિષયાદિની નિંદા કરે છે અર્થાત્ વિષયોની અસારતા હૈયાને સ્પર્શે તે રીતે સૂક્ષ્મ-સૂક્ષ્મતર બતાવવા યત્ન કરે છે, સંગત્યાગનું વર્ણન કરે છે જેનું ચિત્ત ભાવથી બાહ્યદ્રવ્યો પ્રત્યે અસંગભાવવાળું છે તેઓને બાહ્યદ્રવ્યોની પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં કોઈ ક્લેશ થતો નથી. પરંતુ સદા સર્વ અવસ્થામાં નિરાકુલ સ્વરૂપે રહી શકે છે. આથી જ અસંગભાવવાળા મુનિઓ આહાર વાપરે છે તોપણ આહારસંજ્ઞા ઉલ્લસિત થતી નથી. અને સંગવાળા ગૃહસ્થોને આહાર વાપરવાના ક્રિયાકાળમાં આહારના સંશ્લેષરૂપ આહાર સંજ્ઞા ઉલ્લસિત થાય છે એ પ્રકારે સંગત્યાગનું વર્ણન કરે છે. તેમાં રહેલા મહાત્માઓના=સંગના ત્યાગમાં રહેલા મહાત્માઓના, પ્રશમસુખના અતિરેકની પ્રશંસા કરે છે તેઓમાં સતત વધતા જતા પ્રશમસુખની પ્રશંસા કરે છે. તેના કાર્યભૂત પરમપદની શ્લાઘા કરે છે–પ્રશમસુખના અતિશયતા કાર્યભૂત સર્વકર્મ રહિત મુક્ત અવસ્થાની શ્લાઘા કરે છે. તોપણ=ભગવાન મારા હિતને કરનારા છે. માટે જ આ સર્વકથન કરે છે અને હું જાણું છું તોપણ, ભેંસનું દહીં ઘણું ખાધું હોય અથવા રીંગણાતો સમૂહ ખાધો હોય તે જેમ નિદ્રાને નિવારવા સમર્થ બનતો નથી તેની જેમ, મંત્ર વડે પવિત્ર નહીં કરેલું તીવ્ર વિષ પીધું છે જેણે તે વિહ્વળતાને નિવારવા સમર્થ બનતો નથી. તેની જેમ કર્મપરતંત્રતાને કારણે અનાદિના ભવઅભ્યાસના વશથી ધનવિષયાદિમાં થતી મૂચ્છને કોઈ રીતે નિવારણ કરવા માટે હું સમર્થ થતો નથી. પ્રસ્તુત જીવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને દેશવિરતિ ગુણસ્થાનકને પામેલ છે. તેથી, ગુણવાન ગુરુ કેવળ તેના હિત અર્થે જ સંગત્યાગની પ્રશંસા કરે છે. પ્રશમસુખનું વર્ણન કરે છે. મોક્ષની હંમેશાં પ્રશંસા કરે છે. અને વિષયાદિ જીવને માટે અત્યંત અહિતકારી છે તેમ વારંવાર બતાવે છે તે સર્વ એ જીવને તે રીતે જ ભાસે છે, તોપણ પ્રત્યાખ્યાનાવરણ કષાયની પરતંત્રતાને કારણે જ્યારે જ્યારે ભગવાનના વચનથી ભાવિત ચિત્તવાળો નથી. ત્યારે ત્યારે તત્ત્વને જોવામાં નિદ્રાની પ્રકૃતિવાળો બને છે. વિષયોના અનાદિના સંસ્કારોને કારણે વિષયો પ્રત્યેનો અભિમુખભાવ થાય છે ત્યારે વિહ્વળતાને અનુભવે છે અને ભોગાદિમાં અનાદિનો અભ્યાસ હોવાને કારણે ભોગાદિમાં થતી મૂચ્છ અનર્થકારી છે તેમ જાણવા છતાં નિવારણ કરવા સમર્થ નથી તે પ્રકારે સદ્ગુરુ આગળ પ્રકાશન કરે છે. મહાનિદ્રાથી અવષ્ટબ્ધ હૃદયવાળા પુરુષની જેમ પ્રતિબોધને કરનારા તરથી ઉચ્ચારિત શબ્દપરંપરારૂપ ભગવાન સંબંધી ધર્મદેશવાને સાંભળતા પણ તેનાથી=મૂર્છાથી, વિદ્વલીભૂત ચિત્તવાળા એવા મને ગાઢ ઉદ્વેગ કરનારીની જેમ પ્રતિભાસ થાય છે. પ્રસ્તુત જીવ ગુરુને કહે છે કે મારામાં નિદ્રા, વિલ્વલતા કે ધનવિષયાદિ મૂચ્છ વર્તે છે. તેથી મૂર્છાને કારણે વિદ્યુલીભૂત થયેલો હું છું અને તત્ત્વને યથાર્થ જાણું છું છતાં મહાનિદ્રાથી અવષ્ટબ્ધ હૃદયવાળા પુરુષની જેમ નિદ્રાની અવસ્થાને કારણે તત્ત્વ તરફ ઉપયોગ જતો નથી, વિષયોને અભિમુખ ચિત્ત જાય છે.
SR No.022713
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy