________________
૨૨૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ તેથી શંકાથી આકુળ થયેલો જીવ ધર્મના પરમાર્થને જાણવા માટે અભિમુખ ચિત્તવાળો હતો તે ચિત્ત નાશ પામે છે અને મૂઢની જેમ ધર્માચાર્યના હિત ઉપદેશને પણ જાણવા સમર્થ બનતો નથી.
પૂર્વમાં કથાનકમાં કહેવાયેલું કથન જ જીવમાં કઈ રીતે સમાન છે ? તે ‘તાત્તિ’થી સ્પષ્ટ કરે છે. જ્યારે આની=જીવની, હિત કરવાની ઇચ્છાથી ભગવાન સદ્ધર્મગુરુઓ વિસ્તારથી ધર્મગુણનું ઉપવર્ણન કરીને=ધર્મ પિતાતુલ્ય છે ઇત્યાદિ ધર્મગુણનું વર્ણન કરીને, જ્યારે ચાર પ્રકારના ધર્માનુષ્ઠાનનો ઉપદેશ આપે છે, ત્યારે મિથ્યાજ્ઞાનરૂપ મહાતમરૂપી કાચપટલ જેવા તિમિર રોગના અવલેપથી લુપ્ત થયેલા વિવેકરૂપી લોચનયુગલનાં કિરણોના પ્રસરવાળો આ જીવ અનાદિભવ અભ્યસ્ત મહામિથ્યાત્વના ઉન્માદના સંતાપથી વિધુરિત હૃદયવાળો પ્રબલ ચારિત્રમોહનીયરૂપ રોગના સમૂહથી વિહ્વલ ચિત્તવાળો, તે વિષય, ધન, સ્ત્રીઆદિમાં ગાઢમૂર્છા વડે અભિભૂત ચિત્તવૃત્તિવાળો છતો આ પ્રમાણે વિચારે છે= આગળમાં બતાવે છે એ પ્રમાણે વિચારે છે, જ્યાં સુધી હું પૂર્વમાં ધર્મ-અધર્મના વિચારમાં પર્યાલોચન કરતો ન હતો ત્યાં સુધી ક્યારે ઉપલભ્યમાન પણ આ શ્રમણો મારી વાર્તા પણ પૂછતા ન હતા. જો કે તે કોઈક રીતે કોઈક અવસરમાં મને ધર્મવિષયક કંઈક વચન કહેતા હતા તોપણ અનાદરથી અથવા દ્વેષથી વચનને કહેતા હતા. હમણાં વળી, મને ધર્મ-અધર્મ જિજ્ઞાસામાં પર જાણીને=જે ધર્માચાર્યએ ધર્મનું માહાત્મ્ય બતાવ્યું તેથી ધર્મ શું છે ? અધર્મ શું છે ? એ પ્રકારની જિજ્ઞાસામાં તત્પર થયેલો મને જાણીને, આ અમારા આદેશ ગોચર થયો છે, એ પ્રમાણે માનીને પોતાના ગળાના તાલુના શોષની અવગણના કરીને મોટા અવાજથી મોટા વચનરચનાના આટોપથી સ્વયં અદષ્ટ જ લોકના પ્રકાશવાળા આ શ્રમણ=આ મહાત્મા, મારી આગળ ધર્મગુણનું વર્ણન કરે છે. અને આક્ષિપ્ત ચિત્તવાળા મતે જાણીને દાન અપાવે છે. શીલ ગ્રહણ કરાવે છે, તપ આચરણ કરાવે છે, ભાવનાઓ ભાવન કરાવે છે. તે કારણથી આનાથી=ચાર પ્રકારનો ધર્મ કરાવે છે એનાથી, અકાંડ જ સ્પષ્ટ આટોપવાળા એમનો=ધર્મચાર્યનો, ખરેખર શું ગર્ભાર્થ છે ? હા જણાયું, મને સુંદર સ્ત્રીનો સંગ્રહ છે. જુદા જુદા આકારવાળા ધનનો નિચય=સમૂહ, વિદ્યમાન છે. ઘણા પ્રકારના ધાન્યનો સમૂહ સંભવે છે. સંપૂર્ણ ચતુષ્પદ, કુપ્પાદિ મારી પાસે છે. ખરેખર તે આમના વડે જણાયું છે, તે કારણથી આ અહીં તાત્પર્યાર્થ છે. જે ‘વસ્તુત’થી બતાવે છે - તને દીક્ષા અપાય છે. તારા પાપનો પાત કરાય છે, તારા બીજનો દાહ કરાય છે=સંસારના બીજનો દાહ કરાય છે. લિંગનું પૂરણ તું કર. ગુરુના પાદનું પૂજન તું કર. પોતાની સ્ત્રી, ધન, સુવર્ણ આદિ સમસ્ત સર્વસ્વ ગુરુપાદને નિવેદન કર. વળી તેઓ વડે અનુજ્ઞાતને તું અનુભવ કરનાર થા=ગુરુને બધુ સમર્પણ કર્યા પછી તેઓ વડે જે સ્વસ્ત્રી, ધનાદિ જે અનુજ્ઞાત હોય તેનો તું અનુભવ કરનાર થા, એનાથી=આ રીતે તું કરીશ એનાથી, તું આ પ્રકારે કરતો પિંડના પાતથી=દેહના પાતથી, મોક્ષને પામીશ. એ પ્રકારે વચનરચના વડે ઠગીને શૈવાચાર્યની જેમ મને આ સાધુ લૂંટવાની ઇચ્છા કરે છે. અર્થાત્ મારું ધનાદિ દાન કરાવીને સ્વસ્વાર્થમાં ઉપયુક્ત કરવા ઇચ્છે છે. આ પ્રમાણે શૈવાચાર્યના અનુભવ અનુસાર કોઈક જીવ જૈન સાધુના ઉપદેશને પામીને કુવિકલ્પ કરે છે. હવે અન્ય રીતે કુવિકલ્પ બતાવે છે. અથવા ઘણા ફળવાળું સુવર્ણ દાન છે. ગાયનું દાન મહાઉદયવાળું છે.