________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૩૭૧
વગરના, આ સંસારમાં વિચરતા જીવ વડે જેવેન્દ્ર મતને પામીને જ્ઞાનાદિ રત્નત્રય દુર્લભતર છે. આદરવાળા એવા વિવેકી પુરુષ વડે તે પ્રાપ્ત થયે છત=રત્નત્રયી પ્રાપ્ત થયે છતે, આ જ આધ કથાનક દ્વારા તમોએ સદા તેના જ વર્ઝનમાં યત્ન કરવો જોઈએ એ આવેદન કરાયું છે=આ અનાદિ સંસાર છે જે દુઃખને કરનારું છે તેમાં પોતાનો આત્મા સદા પરિભ્રમણ કરી રહ્યો છે અને તે પરિભ્રમણમાં અત્યંત દુર્લભતર એવા જ્ઞાનાદિ રત્નત્રયને કોઈક રીતે પ્રાપ્ત કરેલ છે અર્થાત્ સંસારમાં રત્નચિંતામણિ આદિની પ્રાપ્તિ દુર્લભ છે તેના કરતાં પણ દુર્લભતર એવી જીવતા પરિણામરૂપ રત્નત્રયી છે. અને જેને આ રત્નત્રયી અત્યંત દુર્લભ છે તેવો વિવેક છે અને તેના પ્રત્યે જેને અત્યંત આદર છે તેવા જીવે આગળમાં બતાવેલ કથાનક દ્વારા સદા તેના વર્ઝનમાં યત્ન કરવો જોઈએ એ પ્રકારે બતાવાયું છે. એથી આ પીઠિકાબંધ વાંચીને માત્ર સંતોષ માનવો જોઈએ નહીં. પરંતુ ભગવાનના શાસનમાં વર્તતા જીવોને પોતાની ભૂમિકાનુસાર જે પ્રકારની રત્નત્રયી મળી હોય તેની સદા વૃદ્ધિ થાય તે પ્રકારે નિપુણપ્રજ્ઞાથી પ્રસ્તુત પીઠિકાબંધનું અવલોકન કરવું જોઈએ, પુનઃ પુનઃ ભાવન કરવું જોઈએ. જેથી ગ્રંથકારશ્રીને યોગ્ય જીવોના ઉપકારનું જે પણ પ્રયોજન છે તે પણ સિદ્ધ થાય અને પોતાનો આત્મા પણ દુર્લભતર એવી રત્નત્રયીને પામીને સંસારની વિડંબનાથી શીધ્ર રક્ષિત થાય તે પ્રકારે યત્ન કરવો જોઈએ.
આ પ્રકારે ઉપમિતિભવપ્રપંચા નામની કથામાં પીઠબંધ નામનો પ્રથમ પ્રસ્તાવ સમાપ્ત થયો.
પહેલો પ્રસ્તાવ સંપૂર્ણ
અનુસંધાનઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ (દ્વિતીય પ્રસ્તાવ)