________________
૩૬૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
सद्भावनया क्रियमाणेन रागादित्रोटनं सुन्दरतरं संभवत्येव, तथाऽप्यमुनोपायेन संसारसागरं तरितुकामे मयि परमकरुणैकरसाः सन्तः प्रस्तुतकथाप्रबन्धमपि सर्वेऽपि भवन्तः श्रोतुमर्हन्तीति।
ઉપમિતિભવપ્રપંયા કથા શ્રવણ માટે વિનંતી ત્યાં=ગ્રંથકારશ્રીએ કહ્યું કે કાષ્ઠપાત્રમાં, સ્થાપત કરીને રત્નત્રયીનું સ્થાપન થાય તે રીતે કથા કહેવાશે તેમાં, આ પ્રમાણે સ્થિત હોતે છતે ગ્રંથકારશ્રીએ કહ્યું કે લોકોના પરોપકાર કરીને પોતાનું હિત સાધવા અર્થે ગ્રંથકારશ્રી આ કથા કરશે એ પ્રમાણે સ્થિત હોતે છતે, હે ભવ્યજીવો ! તમે આ એક અભ્યર્થના સાંભળો જે આ પ્રમાણે – તે પણ રાંકડા વડે તે પ્રમાણે પ્રયુક્ત=કાષ્ઠપાત્રમાં ભેષજત્રય સ્થાપન કરીને લોકોના ઉપકાર અર્થે રાજવ્યવહારના આવાગમનના સ્થાનમાં સ્થાપન કર્યું તે પ્રકારે પ્રયુક્ત, તે ભેષજત્રયને ગ્રહણ કરીને જે રોગીઓ સમન્ ઉપયોગ કરે છે તે નીરોગતાને પ્રાપ્ત કરે છે. અને તેઓને તેવા જીવોને, તે ગ્રહણ કરવું યોગ્ય છે; કેમ કે તેના ગ્રહણમાંeભેષજત્રયતા ગ્રહણમાં, રાંકડાના ઉપકારની પ્રાપ્તિ છે અર્થાત્ પ્રસ્તુત ભિખારીએ તે ઔષધત્રય યોગ્ય જીવોને આપીને પોતાને જન્મ-જન્માંતરમાં અવિચ્છત્ર મળે તે આશયથી જે ભેષજત્રય પેટીમાં સ્થાપન કરેલ તે આશય સફળ થવાથી તે ભિખારીને ઉપકારની પ્રાપ્તિ છે.
તે પ્રમાણે મારા જેવા પણ ભગવાનની અવલોકવાના કારણે પ્રાપ્ત થયેલા સદ્ગુરુના પ્રસાદથી તેના અનુભાવથી આવિર્ભત થયેલા સદ્ગદ્ધિપણાને કારણે જે આ કથામાં જ્ઞાનાદિત્રયની રચના કરાશે, તેને જ્ઞાનાદિત્રયને, જે જીવો ગ્રહણ કરશે તેઓના તે રાગાદિ ભાવ રોગોનું નિર્બહણ થશે જ.
જે પ્રમાણે દૃષ્ટાંતમાં કહ્યું તે પ્રમાણે ગ્રંથકારશ્રીએ ભગવાનની અવલોકનાને કારણે સદગરની કપાદૃષ્ટિ પ્રાપ્ત થઈ અને તે કૃપાદૃષ્ટિના કારણે જ ઘણા શ્રમથી તે મહાત્મામાં બુદ્ધિ પ્રગટ થઈ જેને કારણે યોગ્ય જીવોના ઉપકાર અર્થે ગ્રંથકારશ્રી આગળમાં બતાવે છે. એ પ્રકારે કથાની રચના કરશે જેમાં જ્ઞાનાદિત્રયનું સ્થાપન છે. તેથી જે જીવો તે કથાને માત્ર કથારૂપે નહીં પરંતુ તે કથાના પરમાર્થને સ્પર્શે તે રીતે અધ્યયન કરશે તેઓને તે અધ્યયનના બળથી રત્નત્રયીની પ્રાપ્તિ થશે. જેના કારણે તે જીવોના રાગાદિ-ભાવરોગો અત્યંત ક્ષીણ-ક્ષીણતર થશે જ.
કેમ તેઓના રાગાદિ-ભાવરોગો ક્ષીણ-ક્ષીણતર થશે જ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે. વક્તાના ગુણદોષની અપેક્ષા રાખીને વાચ્યપદાર્થો સ્વઅર્થના સાધનમાં પ્રવર્તતા નથી. તે આ પ્રમાણે – જોકે સ્વયં ભૂખથી ક્ષીણ થયેલો પુરુષ સ્વામીના સંબંધી આહારવિશેષને તેમના આદેશથી જ=સ્વામીના આદેશથી જ, તેના ઉચિત પરિજનને પ્રકટ કરતો ભોજન માટે ઉત્સવને કરતો નથી=ભોજન માટે બધાને આમંત્રણ આપતો નથી. તોપણ આ આહારવિશેષ તે પરિજનને તૃપ્તિ કરે જ છે. વક્તાના દોષથી=ભોજન માટે આમંત્રણ ન આપ્યું એ પ્રકારના વક્તાના દોષથી, સ્વરૂપનો ત્યાગ કરતો નથી અર્થાત્ તે ભોજન કરનારને તૃપ્તિ થતી નથી. તેમ બનતું નથી. પરંતુ તૃપ્તિ કરવાનું તેનું સ્વરૂપ તે ભોજન ત્યાગ કરતું નથી. તે પ્રમાણે અહીં પણ યોજન કરવું. તે આ પ્રમાણે – સ્વયં જ્ઞાનાદિ