Book Title: Upmiti Bhav Prapancha Katha Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 390
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ ૩૬૭ જે આ જ્ઞાન, દર્શન, ચારિત્ર ભગવાનના મતના સારભૂત પ્રતિપાદ્ય વર્તે છે. તેઓને એકગ્રંથ પદ્ધતિમાં શેય, શ્રદ્ધેય, અનુષ્ઠય અર્થતા વિભાગથી વિષય વિષયિના અભેદ ઉપચાર દ્વારા વ્યવસ્થાપન કરીને, ત્યારપછી તે ગ્રંથપદ્ધતિને આ ભગવાનના પ્રવચનમાં યોગ્ય જીવ સમક્ષ મુત્કલને મૂકું=ખુલ્લી મૂકું, તેથી તેમાંeતે ગ્રંથપદ્ધતિમાં, વર્તમાન સમસ્ત જનઆદેય તે=જ્ઞાન, દર્શન, ચારિત્ર, થશે અર્થાત્ આ જીવ વિચારે છે કે ભગવાનના મતમાં જે કાંઈ વિસ્તાર છે તે સર્વ રત્નત્રયી સ્વરૂપ જ છે અને તે રત્નત્રયીમાંથી જ્ઞાનનો વિષય શેય પદાર્થો છે. દર્શનનો વિષય શ્રદ્ધેય પદાર્થો છે અને ચારિત્રનો વિષય અનુદ્ધેય આચરણાઓ છે. તે સર્વને હું કોઈક એવા ગ્રંથમાં એ રીતે નિબદ્ધ કરું કે જેથી મારાથી મંદબુદ્ધિવાળા જીવો ભગવાનના શાસનમાં રહેલા તે ભાવોને જોવા સમર્થ નથી તેઓને પ્રસ્તુત ગ્રંથથી તે ભાવોની પ્રાપ્તિ થાય અને આ રીતે ગ્રંથમાં તિબદ્ધ થયેલા તે સર્વ પદાર્થો વર્તમાનમાં રહેલા યોગ્ય જીવોને અને ભવિષ્યમાં થનારા યોગ્ય જીવોને પ્રસ્તુત ગ્રંથથી પ્રાપ્ત થશે. ઉત્તમ પરિણામથી આ પ્રકારના પરોપકારનો આશય ગ્રંથકારશ્રીએ થયેલો છે. વળી, તે મહાત્મા વિચારે છે કે એક પણ જીવને પરમાર્થથી જો તે રત્નત્રયી પરિણમન પામે તો તે ગ્રંથના કર્તા એવા મને શું પર્યાપ્ત નથી? અર્થાત્ મારો કરાયેલો ગ્રંથરચનાનો શ્રમ સફલ છે. તે આ અવધારણ કરીને= પૂર્વમાં વર્ણન કર્યું તે આ નિર્ણય કરીને, આ જીવ વડે આ ઉપમિતિભવપ્રપંચ યથાર્થ નામવાળી કથા, પ્રકૃષ્ટ શબ્દાર્થનું વિકલપણું હોવાને કારણે સુવર્ણપાત્ર આદિના વ્યવચ્છેદથી કાષ્ઠપાત્રીસ્થાનીય, સ્થાપન કરેલું છે જ્ઞાન, દર્શન, ચારિત્ર ભેષજત્રય જેમાં એવી કથા તે પ્રકારે જ કરાશે–પ્રસ્તુત કથા જે પ્રકારે કરવાની પ્રતિજ્ઞા કરી છે તે પ્રકારે જ કરાશે. कथाश्रवणे विज्ञप्तिः तत्रैवं स्थिते भो भव्याः ! श्रूयतां भवद्भिरियमभ्यर्थना यथा-तेनापि रोरेण तथा प्रयुक्तं तद्भेषजत्रयमुपादाय ये रोगिणः सम्यगुपभुञ्जते ते नीरोगतामास्कन्दन्ति, युज्यते च तत्तेषां गृहीतुं, तस्य ग्रहणे रोरोपकारसंपत्तेः, तथा मादृशाऽपि भगवदवलोकनयाऽवाप्तसद्गुरुपादप्रसादेन तदनुभावाविर्भूतसद्बुद्धितया यदस्यां कथायां विरचयिष्यते ज्ञानादित्रयं तल्लास्यन्ति ये जीवास्तेषां तद्रागादिभावरोगनिबर्हणं संपत्स्यत एव, न खलु वक्तुर्गुणदोषावपेक्ष्य वाच्याः पदार्थाः स्वार्थसाधने प्रवर्त्तन्ते, तथाहि-यद्यपि स्वयं बुभुक्षाक्षामः पुरुषः स्वामिसंबन्धिनमाहारविशेषं तदादेशेनैव तदुचितपरिजनाय प्रकटयन् न भोजनायोत्सवं कलयति तथाऽप्यसावाहारविशेषस्तं परिजनं तर्पयत्येव, न वक्तृदोषेण स्वरूपं विरहयति, तथेहापि योजनीयं तथाहि-स्वयं ज्ञानाद्यपरिपूर्णेनापि मया भगवदागमानुसारेण निवेदितानि ज्ञानादीनि ये भव्यसत्त्वा ग्रहीष्यन्ति, तेषां रागादिबुभुक्षोपशमेन स्वास्थ्यं करिष्यन्त्येव, स्वरूपं हि तत्तेषामिति। किञ्च यद्यपि भगवत्सिद्धान्तमध्यासीनमेकैकं पदमाकर्ण्यमानं भावतः सकलं रागादिरोगजालं समुन्मूलयितुं पटिष्ठमेव, स्वाधीनं च तदाकर्णनं भवतां, तथा यद्यपि चिरन्तनमहापुरुषोपनिबद्धकथाप्रबन्धश्रवणेनापि

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396