________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૩૬૫
મહાત્માઓનું ચિત્ત ભગવાનના વચનથી ભાવિત થઈને યોગ્ય જીવમાં તે ભાવો નિષ્પન્ન થાય તે પ્રકારે ઉપદેશ આપતા હોવાથી તે મહાત્માનું ચિત્ત પણ વિશેષ પ્રકારની નિર્મલતાને પામે છે અર્થાત્ વીતરાગતાને આસન્ન-આસન્નતર થાય છે તેવા પ્રભુત્વનો આવિર્ભાવ કરે છે= યોગ્ય જીવના ઉપકાર અર્થે કરાતી પ્રવૃત્તિથી પોતાનામાં પણ ઉપદેશના વિષયભૂત ગુણો દઢ-દઢતર થવાથી પોતાના આત્મા ઉપર પોતાનું પ્રભુત્વ વિશેષરૂપે પ્રગટ થાય છે. તેથી=પરોપકારથી આ સર્વગુણો થાય છે તેથી, પ્રાદુર્ભત વીર્યના ઉલ્લાસવાળો, નાશ પામ્યાં છે કર્મરૂપ રજ અને મોહ જેવાં એવો, પરોપકાર કરવામાં તત્પર આ પુરુષ જન્માંતરમાં પણ ઉત્તરોત્તરના ક્રમથી=પૂર્વ-પૂર્વના ભવ કરતાં ઉત્તરોત્તરના ભવમાં અધિક અધિક ગુણસંપત્તિ પ્રગટે તે પ્રકારના ક્રમથી, સુંદરતર સન્માર્ગવિશેષને પ્રાપ્ત કરે છે. પરંતુ તેનાથી=સન્માર્ગથી, પાત પામતો નથી.
જે ઉપદેશક ભગવાનના વચનથી અત્યંત ભાવિત છે તે મહાત્મા યોગ્ય જીવને સન્માર્ગનું સ્વરૂપ બતાવે છે, ત્યારે તે બોલતા વચનપ્રયોગો પોતાના આત્માને સ્પર્શીને યોગ્ય જીવના ઉપકાર અર્થે પ્રવર્તાવે છે. તેથી તે ઉપદેશકના હૈયામાં તે બોલતાં વચનોથી અને પરોપકાર કરવાના આશયથી જ મોહનાશને અનુકૂળ વીર્ષોલ્લાસ પ્રાદુર્ભાવ થાય છે. જે કંઈ કર્મો નાશ કર્યા પછી અવશિષ્ટ રહેલાં છે, તેમાંથી પણ રાગ અને મોહનાં આપાદક કર્મો પણ વિશેષથી નાશ પામે છે. અને બીજાના કલ્યાણના વિશુદ્ધ આશયથી બંધાયેલા પુણ્યના બળથી જન્માંતરમાં તેવી ઉત્તમ સામગ્રીને પામીને તે મહાત્માનું મોક્ષમાર્ગને અનુકૂળ વીર્ય વિશિષ્ટ ઉલ્લસિત થાય છે. જેથી વિશેષ-વિશેષ કર્મનાશ કરીને મોક્ષપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી દરેક ભવોમાં પૂર્વ-પૂર્વ કરતાં અધિક નિર્મળ-નિર્મળતર ભગવાનનો માર્ગ પ્રાપ્ત કરે છે, પરંતુ પ્રાપ્ત થયેલા માર્ગથી તે મહાત્મા પાત પામતા નથી.
તે આ જાણીને સદબુદ્ધિના વચનથી જે પૂર્વમાં કહ્યું તે સર્વ જાણીને, સ્વયં સ્વીકારીને પણ= બુદ્ધિની સલાહ સ્વયં સ્વીકારીને પણ, જ્ઞાનાદિ સ્વરૂપના પ્રકાશનમાં યથાશક્તિ પ્રવર્તન કરવું જોઈએ. પરની અભ્યર્થનાની અપેક્ષા રાખવી જોઈએ નહીં યોગ્ય જીવો સન્માર્ગની પૃચ્છા કરશે તો હું કહીશ એ પ્રકારની બીજાની પ્રાર્થનાની અપેક્ષા રાખવી જોઈએ નહીં. તેથી=સબુદ્ધિથી આ પ્રકારે પ્રસ્તુત જીવને નિર્ણય થયો તેથી, આ જીવ આ ભગવાનના મતમાં વર્તતો દેશકાળાદિની અપેક્ષાથી અપરઅપરસ્થાનમાં પરિભ્રમણ કરતો ભવ્યજીવોને મોટા વિસ્તારથી જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ માર્ગને પ્રતિપાદન કરે છે તે આ ઘોષણા જાણવી અર્થાત્ આ ભગવાનનો માર્ગ લ્યો ! આ માર્ગ લ્યો ! એ પ્રકારે પૂર્વમાં જે કથાનકમાં કહ્યું તે રૂપ આ ઘોષણા જાણવી. તેથી તે પ્રમાણે કથન કરતા પ્રસ્તુત આ જીવથી જેઓ મંદતર મતિવાળા છે તેઓ તેમનાથી ઉપદિષ્ટ જ્ઞાનાદિને ક્યારેક ગ્રહણ કરે છે=આ મહાત્મા દેશકાલ અપેક્ષાએ અન્ય અન્ય સ્થાનમાં વિચરતા ભવ્યજીવોને મહાન વિસ્તારથી રત્નત્રયીનું સૂક્ષ્મસૂક્ષ્મતર સ્વરૂપ તે તે જીવોને યોગ્યતા અનુસાર બતાવે છે, તેથી જે જીવો પ્રસ્તુત જીવ કરતાં મંદ મતિવાળા છે તે જીવો તે મહાત્માના ઉપદેશથી ક્યારેક રત્નત્રયીના પરિણામને પ્રાપ્ત કરે છે અર્થાત્ અત્યંત અર્થી અને ઉપયુક્ત થઈને તેઓ સાંભળે છે ત્યારે તેઓમાં પણ પોતાની ભૂમિકાનુસાર પણ