________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૩૬૩ ઉપનયાર્થ:
પરોપકાર માટે પરને ઉપદેશનો પ્રયાસ તેથી=કોઈ યોગ્ય જીવ તેની પાસે રત્નત્રયીની પ્રાપ્તિ અર્થે આવતો નથી તેથી, ત્યારપછી તદનંતર જે પ્રમાણે તે સપુણ્યક વડે તે સદ્ગદ્ધિ તેના દાનના ઉપાયને પુછાઈ અને તેના વડે કહેવાયું=સબુદ્ધિ વડે કહેવાયું, કે હે ભદ્ર ! બહાર નીકળીને ઘોષણાપૂર્વક તારા વડે અપાવો આ ઔષધ યોગ્ય જીવોને અપાય, તેથી=સબુદ્ધિએ ઘોષણાપૂર્વક આપવાનું કહ્યું તેથી, તે રાજકુલમાં મોટા શબ્દોથી ઘોષણા કરતો આ જીવ ફરતો હતો એમ અત્રય છે. કેવી રીતે ઘોષણા કરતો હતો, તે “યહુતથી બતાવે છે – મારું આ ભેષજય હે લોકો ! તમે લો લો એ પ્રમાણે ઘોષણા કરતો હતો, તેથી ઘોષણાપૂર્વક આ જીવ ફરતો હતો તેથી, પોકાર કરતા એવા તેના પાસેથી કેટલાક તેવા પ્રકારના તુચ્છપ્રકૃતિવાળા ગ્રહણ કરતા હતા. વળી, અન્ય એવા મહાન પુરુષોને તે હાસ્યપ્રાયઃ પ્રતિભાસતો હતો અને અનેક આકારે હીલના કરાયો મોટા પુરુષો દ્વારા હીલના કરાયો. તેથી મોટા પુરુષોથી તે હીલવા પામ્યો તેથી, તેના વડે=પ્રસ્તુત જીવ વડે, સબુદ્ધિને વૃતાંત નિવેદન કરાયો=આ રીતે પોકાર કરીને હું લોકોને ભેષજત્રય ગ્રહણ કરવાનું કહું છું તેથી મોટા પુરુષોને હાસ્યાસ્પદ બનું છું અને તેઓ મારી હીલના કરે છે એ પ્રકારે પોતાનો વૃત્તાંત બુદ્ધિને તેણે નિવેદન કર્યો, તેણી વડે કહેવાયું=સદ્દબુદ્ધિ વડે કહેવાયું, હે ભદ્ર ! તારા રોરભાવને સ્મરણ કરતા આ લોકો ભદ્ર એવા તને અનાદરથી અવલોકન કરે છે. તે કારણથી તારા વડે અપાતું ભેષજત્રય ગ્રહણ કરતા નથી આ મંદિરમાં રહેલા યોગ્ય લોકો તારી પાસેથી ભેષજત્રય ગ્રહણ કરતા નથી, તેથી તારા પૂર્વના ભિખારી ભાવનું સ્મરણ કરીને આ લોકો ગ્રહણ કરતા નથી તેથી, જો ભદ્ર એવા તને બધા જતથી ગ્રાહણનો અભિલાષ છે=બધા જ જીવો મારી પાસેથી આ ઔષધ ગ્રહણ કરે એવો અભિલાષ છે, તો આ તેનો ઉપાય=આગળમાં કહે છે એ બધાને ભેષજત્રય આપવાનો ઉપાય, મારા ચિત્તમાં સ્કુરણ થાય છેસબુદ્ધિ કહે છે કે મને આ પ્રકારનો વિચાર સ્કુરણ થાય છે. જે ‘યહુતથી બતાવે છે – આ ભેષજત્રયને વિશાળ એવા કાષ્ઠપાત્રમાં મૂકીને ત્યારપછી મહારાજના સદનના આંગણારૂપ જે પ્રદેશમાં બધા જતો તેને જુએ છે=તે ભેષજવાળી વિશાળકાષ્ઠપાત્રને જુએ છે, તેમાંeતે સ્થાનમાં, મૂકીનેeતે ભેષજત્રયવાળી પેટીને મૂકીને, ત્યારપછી વિશ્વસ્વમાનસવાળો તું રહે અર્થાત્ નક્કી તારું ઔષધ સર્વ યોગ્યજીવો નિઃસંકોચ ગ્રહણ કરશે એ પ્રકારના વિશ્વસ્ત માનસવાળો તું રહે, તને ચિંતા કરવાની શી જરૂર છે? જે કારણથી અજ્ઞાત સ્વામિભાવવાળા=આ ભેષજત્રય કોણે મૂક્યું છે તે સ્વામીના વિષયમાં અજ્ઞાત ભાવવાળા, જીવો આ સાધારણ છે=આ પેટીમાં મુકાયેલું ઔષધ બધાને માટે સામાન્ય છે એવી બુદ્ધિથી તેવા પ્રકારનું કરાયેલું=વિશાલ પેટીમાં મૂકીને બધા લોકો રાજમંદિરમાં પ્રવેશ કરતા હોય તેવા સ્થાનમાં સ્થાપન થાય તે પ્રકારે કરાયેલું, ભૈષજત્રય સર્વ પણ ગ્રહણ કરશે. અથવા બધા ગ્રહણ કરે તેનાથી શું? એક પણ સગુણવાળો પુરુષ તેને ગ્રહણ કરે=સમ્યક ઔષધ સેવન કરે તેવા સણવાળો એક પણ પુરુષ તે ભેષજત્રયને ગ્રહણ કરે, તો તારા મનોરથની પૂર્તિ થશે અર્થાત્ વિશુદ્ધ આશયપૂર્વક