________________
૩૬૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ કરાયેલા ગૌરવવાળા અત્યંત નિર્ગુણ પણ જીવતા ચિત્તમાં ગર્વનો અતિરેક થાય છે અર્થાત્ મોટા પુરુષોથી કરાયેલી પ્રશંસાવાળા ગુણસંપન્ન જીવને તો પોતાના ગુણોને કારણે ગર્વનો અતિરેક થાય છે પરંતુ જેઓમાં કોઈ ગુણ નથી તેવા જીવો પણ મોટા પુરુષોથી માન પ્રાપ્ત કરે તો ગર્વનો અતિરેક થાય છે. આથી ગુણસંપન્ન એવા આ જીવને ભગવાનની કૃપા અને સદ્દગુરુની કૃપાને કારણે હું ગુણસંપન્ન છું એ પ્રકારનો ગર્વનો અતિરેક થાય છે.
અને અહીં ગુણસંપન્ન જીવતે પણ મોટા પુરુષોથી માન મળે તો ગર્વનો અતિરેક થાય એમાં, આ જ=મોટા પુરુષથી કરાયેલ ગોરવ જ, ઉદાહરણ છે. અન્યથા=જો આ જીવને ગર્વનો અતિરેક ન થયો હોય તો, કેવી રીતે આ જીવ પોતાની સમસ્ત જઘન્યતાને ભૂલીને આ પ્રમાણે ગર્વ કરે ? અર્થાત્ કરે નહીં પૂર્વમાં પોતાની અતિતુચ્છ મતિ હતી તેથી પોતાની જઘન્યતાનો વિચાર કરે અને સદ્દગુરુના પ્રસાદથી પોતાને જે કંઈક ગુણસંપત્તિ પ્રાપ્ત થઈ છે તેનો વિચાર કરે, તો પોતાની પૂર્વ અવસ્થાના સ્મરણને કારણે ક્યારેય ગર્વ થાય નહીં. વળી વિચાર આવે કે ઉત્તમ પુરુષોના પ્રસાદથી જે કંઈક ઉત્તમતા પ્રાપ્ત કરી છે તેથી હંમેશાં ઉત્તમ પુરુષોનું આલંબન લઈને મારી ઉત્તમતાની જ વૃદ્ધિ કરું, વ્યર્થ ગર્વ કરવો ઉચિત નથી. આમ છતાં અનાદિના મોહના ગાઢ સંસ્કારને કારણે કંઈક ગુણસંપત્તિ પ્રાપ્ત થઈ તેના હર્ષને કારણે હું કાંઈક પુણ્યશાળી છું. તેથી પૂર્વની અવસ્થાનો વિચાર નહીં કર્યો માટે ગર્વ થયો તેથી, આ જીવ ભાવત કરે છે, જો વિનયપૂર્વક મને કોઈ અર્થીપણાથી જ્ઞાનાદિના સ્વરૂપને પૂછશે તો હું તે=જ્ઞાનાદિ, તેને=પૂછનારને, પ્રતિપાદન કરીશ, અપરથા કરીશ નહીં. તેથીકલેશ ગર્વને કારણે આ પ્રકારનું ભાવત કરે છે તેથી, તેવા પ્રકારના ઈરાદાથી વિડંબિત કોઈ માંગશે તો આપીશ એ પ્રકારના ગર્વથી યુક્ત આશયથી વિડંબિત, આ જીવ ઘણો પણ કાલ આ મોતીન્દ્ર પ્રવચનમાં વર્તતો કોઈ રીતે તેવા પ્રકારના પ્રતીચ્છકને=જ્ઞાનાદિના સ્વરૂપના પુછનારને પ્રાપ્ત કરતો નથી. જે કારણથી આ ભવનમાં જે જીવો વર્તે છે તેઓ સ્વતઃ જ જ્ઞાન, દર્શન ચારિત્ર ત્રયને સુંદરતા જ ધારણ કરે છે= પ્રસ્તુત જીવે જે જ્ઞાન, દર્શન ચારિત્ર રૂ૫ ઔષધદ્રય પ્રાપ્ત કર્યું છે તેના કરતા અધિક સુંદર તે જીવોએ ઔષધદ્રય પ્રાપ્ત કર્યું છે, આવા પ્રકારના જીવ સંબંધી ઉપદેશની અપેક્ષા રાખતા નથીeતે જીવો અપેક્ષા રાખતા નથી, અને જે વળી, હમણાં જ લબ્ધકર્મવિવરવાળા=ભગવાનના શાસનમાં પ્રવેશ થાય તેવા પ્રાથમિક ભૂમિકાના ક્ષયોપશમભાવવાળા, સન્માર્ગને અભિમુખ ચિત્તવૃત્તિવાળા હજી પણ વિશિષ્ટ જ્ઞાનાદિથી રહિત કેટલાક જીવો અહીં વિદ્યમાન છે તે પણ આ પ્રસ્તુત જીવતા સભુખ પણ જોતા નથી. જે કારણથી આ ભગવાનના મતમાં ઘણા મહામતિવાળા સમ્બોધઆદિ વિધાનમાં પટુ અવ્ય જ મહાત્માઓ વિદ્યમાન છે જેથી તે પ્રાણીઓ=નવા પ્રવેશ પામેલા જીવો, તે જ્ઞાન, દર્શન, ચારિત્રત્રય=જે જ્ઞાન, દર્શન, ચારિત્રત્રય પ્રસ્તુત જીવ પાસે છે તે જ્ઞાન, દર્શન, ચારિત્રત્રય, અપરિફ્લેશથી= અલ્પશ્રમથી, યથેચ્છા પ્રમાણેકપોતાની શક્તિ પ્રમાણે પ્રાપ્ત કરે છે. તેથી તહીં પ્રાપ્ત કરાયેલા તેના અર્થીવાળોત્રરત્નત્રયીની પ્રાપ્તિનો અર્થી કોઈ જીવ તેને પ્રાપ્ત થયો નથી તેવો, આ જીવ વ્યર્થ આત્માના ગુણના ઉત્સકને ધારણ કરતો ચિરકાળ પણ બેસે છે. કોઈ સ્વાર્થ પ્રાપ્ત કરતો નથી.