________________
૩૬૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ યોગ્ય જીવને અપાયેલું તે ઔષધ અવિચ્છિન્નરૂપે તને જન્મજન્માંતરમાં પ્રાપ્ત થાય એ પ્રકારના તારા મનોરથની પૂર્તિ થશે. તેથી=સબુદ્ધિએ આ પ્રકારની સલાહ આપી તેથી, તે પ્રમાણે જ=જે પ્રમાણે સદ્ગુદ્ધિએ ભેષજત્રયને કાષ્ઠપાત્રમાં મૂકીને યોગ્ય સ્થાને સ્થાપન કરવાનું કહ્યું તે પ્રકારે જ, તે=તે કૃત્ય, સમસ્ત તેના વડે કરાયું=તે જીવ વડે કરાયું, તે પ્રમાણે અનાસાદિતજ્ઞાન આદિ નિક્ષેપના પાત્રવાળો આ પણ જીવ=શાસ્ત્રઅધ્યયન કરીને વિશિષ્ટ માર્ગાનુસારી બુદ્ધિ પ્રાપ્ત થઈ છે સ્વપર કલ્યાણનો અત્યંત અર્થી છે છતાં પોતાને પ્રાપ્ત થયેલ જ્ઞાનાદિ તેની પાસેથી ગ્રહણ કરેલ એવા યોગ્ય જીવોની તેને પ્રાપ્તિ થઈ નથી તેવો આ પણ જીવ, સત્બુદ્ધિ સાથે પર્યાલોચનથી જ આ જાણે છે= આગળમાં બતાવે છે એ જાણે છે, શું જાણે છે ? તે ‘થવ્રુત્ત’થી બતાવે છે મૌન આલંબન કરતા એવા મારા વડે બીજાઓને જ્ઞાનાદિ આધાન કરવા માટે સમર્થ થવાતું નથી અને જ્ઞાનાદિ સંપાદનને છોડીને=પોતે સમ્યજ્ઞાનાદિ પ્રાપ્ત કર્યા પછી યોગ્ય જીવોમાં તેનું સંપાદન કર્યા વગર, પરમાર્થથી અન્ય પરોપકાર સંભવતો નથી. અવાપ્ત સન્માર્ગવાળા પુરુષ દ્વારા જન્માંતરમાં પણ તેના અવિચ્છેદને અભિલષતા=પોતાને સૂક્ષ્મબોધપૂર્વક રત્નત્રયીનો માર્ગ પ્રાપ્ત થયો છે એવા પુરુષ વડે જન્માંતરમાં પણ તે માર્ગના અવિચ્છેદથી અભિલાષા કરતાં એવા પુરુષે પરોપકારમાં તત્પર થવું જોઈએ; કેમ કે તેનું જ=પોતાને સૂક્ષ્મતત્ત્વની પ્રાપ્તિ થાય અને તે સૂક્ષ્મતત્ત્વ યોગ્ય જીવોને આપવા દ્વારા પરોપકાર કરવામાં આવે તેનું જ, પુરુષગુણના ઉત્કર્ષનું આવિર્ભાવકપણું છે=મોક્ષને અનુકૂળ પુરુષનો જે ગુણ તેના ઉત્કર્ષનું આવિર્ભાવકપણું છે, તેથી પરોપકાર કરનારને જન્માંતરમાં મોક્ષમાર્ગ સુલભ બને છે, માટે સન્માર્ગની પ્રાપ્તિ થયા પછી પરોપકારપરાયણ થવું જોઈએ એમ અન્વય છે, જે કારણથી સમ્યક્ રીતે કરાતો પરોપકાર ધીરતાની અભિવૃદ્ધિ કરે છે=ભગવાનના શાસનના સૂક્ષ્મ રહસ્યને જાણ્યા પછી યોગ્ય જીવોને તે માર્ગ કઈ રીતે સમ્યક્ પ્રાપ્ત થાય તેવું સમ્યગ્ આલોચન કર્યા પછી જે રીતે તેમનો પરોપકાર થાય તે પ્રકારે કરાતો પરોપકાર ઉપદેશકમાં ધીરતાની વૃદ્ધિ કરે છે અર્થાત્ કષાયોથી આકુળ થયા વગર ઉચિત ઉપકારની પ્રવૃત્તિ કરવાથી મોહનાશને અનુકૂળ પોતાની ધીરતાની વૃદ્ધિ કરે છે. દીનતાનો અપકર્ષ કરે છે=કષાયોને પરવશ મોક્ષમાર્ગને નહીં જોનારા જીવોમાં દીનતા હોય છે અને તે દીનતા ભગવાનના શાસનને પામ્યા પછી નષ્ટપ્રાયઃ છે તોપણ જે અશંથી સૂક્ષ્મતત્ત્વ દેખાતું નથી તે અંશથી તેટલી દીનતા તે મહાત્મામાં પણ વર્તે છે તે દીનતાનો અપકર્ષ ધીરતાપૂર્વક કરાયેલા પરોપકારથી થાય છે; કેમ કે ઉપકારકાળમાં ઉપદેશકના ચિત્તમાં પણ પૂર્વ-પૂર્વ કરતાં અધિક સૂક્ષ્મતત્ત્વ આવિર્ભાવ પામે છે અને જેમ જેમ સૂક્ષ્મ-સૂક્ષ્મમાર્ગ દેખાય છે તેમ તેમ અદૃષ્ટ એવા કલ્યાણના આશયનો અપકર્ષ થવા રૂપ દીનતાનો અપકર્ષ થાય છે. ઉદારચિત્તતાને આધાન કરે છે= પરોપકાર કરવાની ક્રિયા ઉદાર ચિત્તતાને આધાન કરે છે અર્થાત્ પોતાના હિતની જેમ સર્વ યોગ્ય જીવોનું હિત થાઓ તેવા ઉત્તમચિત્તની નિષ્પત્તિ કરે છે. આત્મમ્ભરિતાનો ત્યાગ કરાવે છે=અનાદિકાળથી જીવમાં વર્તતી સ્વાર્થવૃત્તિને ક્ષીણ-ક્ષીણતર કરે છે. ચિત્તના વૈમલ્યનો વિસ્તાર કરે છે=શાસ્ત્રમાં સંપન્ન થયેલા મહાત્મા યોગ્ય જીવોને સંસારથી વિસ્તારવાળા શુદ્ધ આશયપૂર્વક માર્ગને બતાવે છે ત્યારે તે
—