________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
३५७
સૂક્ષ્મ-સૂક્ષ્મતર પ્રગટે છે. વળી પૂર્વ કરતાં મોહનાશને અનુકૂળ અધિક બલનું અધાન થાય છે તેથી ભેષજત્રયને કારણે આ સર્વ ગુણવિશેષ પ્રગટ થાય છે. કેવલ અનેક ભવોથી ગ્રહણ કરાયેલા, કર્મ પ્રપંચથી ઉત્પન્ન થયેલા ખરેખર ઘણા રાગાદિ ભાવરોગો છે અર્થાત્ આ જીવે પૂર્વના દરેક દરેક ભવોમાં રાગાદિભાવો કરીને ઘણા સંસ્કારો દઢ કર્યા છે અને રાગાદિની વૃદ્ધિ કરે એવાં ઘણાં કર્મોનો સંચય કર્યો છે તેથી આત્મામાં ઘણા રાગાદિ ભાવરોગો વિદ્યમાન છે. ફક્ત ઔષધત્રયના સેવનથી ઉપયોગ રૂપે તે રોગો પ્રાયઃ અભિવ્યક્ત થતા નથી, પરંતુ વિશુદ્ધ ઉપયોગના બળથી ક્ષીણ-ક્ષીણતર थाय छे.
તેથી=રાગાદિ ભાવરોગો ઘણા છે તેથી, આ જીવ હજી પણ નીરોગને પ્રાપ્ત કરતો નથી=પૂર્ણ આરોગ્યને પ્રાપ્ત કરતો નથી. પરંતુ ઘણા રોગની અલ્પતાવિશેષવાળો થયો, તે આ પ્રમાણે – જે આ જીવ સ્વસંવેદનથી પૂર્વના અનુભૂત ગાઢ અનાર્ય કાર્યોની આચરણામાં રતિવાળો હતો તે હમણાં=તે જીવ હમણાં, ધર્મની આચરણાથી પ્રીતિને અનુભવતો દેખાય છે=આ જીવ પૂર્વમાં જે જે પ્રકારના રાગાદિભાવોને વશ થઈને અનુચિત કાર્યોની આચરણામાં રતિવાળો થતો દેખાતો હતો તે જ હવે નિર્બુદ્ઘ અવસ્થા પ્રત્યે પ્રીતિને કારણે સંગની વૃત્તિ અલ્પ-અલ્પ થાય તે પ્રકારે પ્રીતિને અનુભવતો जाय छे.
प्राप्तज्ञानादित्रिकविनियोगेच्छा
ततो यथा भेषजत्रयोपभोगमाहात्म्येनैव रोरकालाभ्यस्ततुच्छताक्लीबतालौल्यशोकमोहभ्रमादीन् भावान् विरहय्य स वनीपको मनागुदारचित्तः संपन्न इत्युक्तम्, तथाऽयमपि जीवो ज्ञानाद्यभ्यासप्रभावेनैवाऽनादिकालपरिचितानपि तुच्छतादिभावानवधीर्य किञ्चिन्मात्रं स्फीतमानस इव संजात इत्युक्तमिति लक्ष्यते । यत्पुनरभिहितं यदुत तेन वनीपकेन सा सद्बुद्धिः पृष्टा हष्टेन, यथा- भद्रे ! केन कर्मणा मयैतद् भेषजत्रयमवाप्तम् ? तयोक्तं स्वयं दत्तमेवात्र लोके लभ्यते तदेतज्जन्मान्तरे क्वचिद्दत्तपूर्वं त्वयेति । ततस्तेन चिन्तितं-यदि दत्तं लभ्यते ततः पुनरपि महता यत्नेन सत्पात्रेभ्यः प्रयच्छामि, येनेदं सकलकल्याणतुभूतं जन्मान्तरेऽपि ममाऽक्षय्यं संपद्यत इति । तदिदमत्रापि जीवे समानं वर्त्तते, तथाहि ज्ञानदर्शनचारित्राऽऽचरणजनितं प्रशमाऽऽनन्दं वेदयमानोऽयं जीवः सद्बुद्धिप्रसादादेवेदमाकलयति, यदुत - यदिदं ज्ञानादित्रयमशेषकल्याणपरम्परासंपादकमतिदुर्लभमपि मया कथञ्चिदवाप्तं, नेदं प्राचीनशुभाऽऽचरणव्यतिरेकेण घटते, तदस्यानुगुणं विहितं मया प्रागपि किञ्चिदवदातं कर्म येनेदमासादितमिति । ततश्चेयमाविर्भवत्यस्य चिन्ता, यदुत - कथं पुनरेतत्सकलकालमविच्छेदेन मया लभ्यते, ततोऽयमेतद्दानमेवास्य लाभकारणं निश्चिनुते, ततोऽवधारयत्येवं प्रयच्छामीदमधुना यथाशक्ति सत्पात्रेभ्यो, येन संपद्यते मे समीहितसिद्धिरिति ।
1